સુવિચાર સ્પદંન-૩
----------------------
* તમારી ઉપજ અને ખર્ચનો તાલમેલ ન
બેસે તો ખર્ચમાં કાપકૂપ ન કરો ,ઉત્પાદન (ઉપજ )વધારો .-હેન્રી ફોર્ડ
* પૈસો મેળવવા તમે શું કરો છો તે મહત્વનું નથી કિન્તુ તેને પ્રાપ્ત કરવા તમે તે વિષયમાં કેટલા ઊંડા ઉતરી
કેટલું જ્ઞાન હાસિલ કરી અનુભવમાં વાપરો છો
તેના પર અવલંબે છે (-જી. પા )
* એકલો પૈસો જ જગતને ગતિ દેય છે . પબિલિયસ સાયરસ
* આ પૃથ્વીપટલ પર સુરક્ષિતતા નહિ ,પણ માત્ર તક છે -જનરલ ડગલસ મેકઅર્થર
* કરો અથવા ન કારો .ફરીથી તક નથી -યોદ્ધા જે ડી
માસ્ટરઈન સ્ટારવોર્સ
* પૈસો તમને સ્વાતંત્ર આપશે એવું તમને લાગતું હશે પણ તેવું ક્યારેય થશે નહિ,ખરી સુરક્ષિતતા
તમારા
જ્ઞાન ,અનુભવ અને
ક્ષમતા વધારવાથી જ મળે છે -હેન્રી ફોર્ડ
* પૈસો એ બીજ હોય છે . કયારેક કયારેક પહેલીવાર
પૈસો મેળવવો એ તે પછી ના લાખો રૂપિયા મેળવવા
કરતાં અવઘડ હોય છે
.-જિન જેકવેસ રૂસિયો
* મને વાદળનો ડર લાગતો નથી ,કારણ મેં મારું નામ વહેતું
રાખવાનું શીખ્યું છે .-હેલનકેલર
* શિખામણ એટલે બે વખતની શીખ -જોસેફ જોબર્ટ
* સુશિક્ષિત અને અશિક્ષિત આ બંને વચ્ચે જીવન
અને મૃત્યુ એવડો જ ફરક છે .-એરિસ્ટોટલ
* એકાદ વિષય ઉપર પ્રભુત્વ મેળવવા માટે ક્રમવાર
અને સરળતા આ બે પાયા છે .અજ્ઞાન એ ખરો શત્રુ છે .
--થૉમસ માન
* શાળા અને જીવન વચ્ચે શું ફરક છે ? જુઓ શાળામાં પહેલાં
ધડો (શિક્ષા ) લઈએ છીએ અને તે પછી
પરીક્ષા આપીએ ;પણ જીવનમાં
પહેલાં પરીક્ષા લેવાય તે પછી ધડો
(બોધ ) છીએ શીખીએ.--રૉબર્ટ એલ
,કાર્ટર
* કેટલાંય ફાયદાની હોય તો પણ કોઈપણ એવી ગોષ્ઠી
ન કરો જેનાથી તમારો શબ્દ (વચન )ફંટાઈ જાય
અથવા આત્મસન્માનમાં તડ પડે .- માર્કસ ઓરીલિયસ
* જો તમારે બીંજાઓને આનંદિત કરવા હોય તો
શરીરમાં કરુણા દાખવો અને જો તમારે
જાતે આનંદિત
થવું
હોય તો પણ કરુણા
દાખવો --દલાઈ લામા
* જે માણસ એકલો રહેવાનો પ્રયત્ન કરે છે તે એક માણસ કયારેય યશસ્વી થતો નથી - પર્લ એસ બક
*આપણે શક્તિ માંગીએ અને દેવ આપણને બળવાન બનવા
માટે અડચણો આપે ,આપણે ચાતુર્યમાટે
પ્રાર્થના કરીએ અને દેવ
આપણને સમસ્યા આપે ,જેનાથી ઉપાય શોધવાની ચતુરાઈ વિકસે છે .આપણે
સમૃદ્ધિ
કાજ વિનવણી કરીએ છીએ અને દેવ આપણને કામ કરવા માટે મગજ અને શક્તિ આપે. આપણે ધૈર્ય
માંગીએ ,ભગવાન આપણને
જીવનમાં કષ્ટો આપે ,તેને આપણે હંફાવવાના હોય ,આપણે માંગણીઓ કરીએ
અને દેવ સતત મોકો,તક અને અવસર આપે છે -આપણે ઈશ્વરની
મરજી ને ક્યારે પારખી શું ? -અજ્ઞાત
* સંપત્તિ અને સૌંદર્ય એ તો નાશવંત છે ,પણ માસિક શ્રેષ્ઠતા જ ઉત્કૃષ્ઠ અને ચીર સ્થાઈ છે --ગાઉસ
સેલેસ્ટિયસ ક્રિસ્પસ
* જ્ઞાનમાં કરેલું રોકાણ હંમેશા બીજા બધા કરતાં
વધુ પરત કરે છે.બેન્જામિન ફ્રેન્કલીન
* અજ્ઞાનની સીમા ને ઓળંગીને આગળ લઈ જાય તે જ્ઞાન -આલ્બર્ટ આઈનસ્ટાઈન
* વ્યક્તિની આધ્યાત્મિક પરિપૂર્ણતામાં તેનો
સર્વાંગી બુદ્ધિમતાનો પણ સમાવેશ હોય છે .આ જેને ખબર છે તે
શીખવા માટે સમર્થ હોય છે .-મેંમોન્ડીસ
* નિત્ય વિચારોની થોડી થોડી શુદ્ધિ કરતુ રહેવું
એ જ શાસ્ત્રોનો સાર છે.-આલ્બર્ટ આઈસ્ટાઈન
* ખોટું બોલવું એટલે દુર્ગુણોને સાથ આપવા સરખું
છે .કપટ , લબાડી ,ફસામણી જ
ખોટાપણાનું રૂપછે .ખોટું બોલવાથી બીજાને ઇજા તો પહોંચાડે છે પણ તેની સાથોસાથ ખોટું બોલવાથી આપણું આત્મસન્માન
અને
વિશ્વાસપણું છિન્નભિન્ન થાય છે - માર્વિન જે એસ્ટન
* વિજ્ઞાને આપણને આપેલા જ્ઞાનાપેક્ષા માણસે પોતાની જાતપર અને પોતાના સહકાર્ય ઉપર
.ઉચ્ચ નૈતિકતા
પર નો વિશ્વાસ વધુ મહત્વનો છે .-હેનરી સી.લિંક
* પ્રગતિ એ જ જીવંતપણાનું લક્ષણ છે -.જોન હેની ચારકિનલ નેવર્મન
* પરિવર્તન જીવનનો નિયમ છે ,પણ પ્રગતિ તો ઐચ્છિક છે- .બ્રુસલી
* સત્ય એ સર્વોત્તમ વ્યક્તિ પાસેનું સાધન છે
--કન્ફ્યુશિયસ
* વિરોધાભાસી લાગે તો પણ પ્રગતિ
,સુધારણા અને બદલાવમાં સુરક્ષિતતા છે .--ઍને
મૉરો લિન્ડબર્ગ
* સફળતાનો અર્થ વધારે કમાણી નથી .સફળતાનો અર્થ વધારે લોકો સુધી પહોંચવું તે છે .-મહેન્દ્ર ઝ મેઘાણી
* પ્રસન્નતા વિવેકની પ્રત્યક્ષ ઓળખ છે
.--માન્ટેન
* હાસ્ય ટોનિક છે ,રાહત છે ,દર્દને રોકનાર છે -ચાર્લી ચેપ્લિન
* શરીર ,મન ,આત્માનો સર્વાંગી અને સર્વોત્તમ વિકાસ સાથે
શિક્ષાનું તાત્પર્ય મારી દૃષ્ટિએ છે .મહાત્મા ગાંધી
* શિક્ષા સ્વતંત્રતાના સુવર્ણ દ્વાર ખોલનારી
ચાવી છે .-જ્યોર્જ વોશિંગટન કરવર
* જ્ઞાન સૌથી શક્તિશાળી હથિયાર છે જેનાથી આપ પુરી
દુનિયા બદલી શકો છો - નેલ્શન મંડેલા
* પરિવર્તન જ સાચી વિદ્યાનું અંતિમ પરિણામ છે.
--લિયો બુસ્કાગિલયા
* જો વાંચવા જાઓ તો પ્રત્યેક મનુષ્ય માં એક
સંપૂર્ણ ગ્રંથ છે . - ચૈનિંગ
* સર્વ પ્રાણીઓ પ્રતિ સહૃદયતા દાખવવી જ જીવનનું
સાચું લક્ષણ છે .--યજુર્વેદ -(૩૬ ;૧૮ )
* શુદ્ધતા સ્વસ્થ જીવન માટે નિતાંત આવશ્યક છે -અથર્વ વેદ -(૧૨-૧-૫૨ )
* શ્રોતાની બુદ્ધિમાં જ્ઞાનરૂપી બાગ વિના
પ્રયાસે આબાદ થાય છે -વેદ
* સરમુખત્યારોને તોપ જેટલી જ બીક પુસ્તકોની
લાગે છે -હેરી ગોલ્ડન
* સારા લેખકનું પ્રથમ કર્તવ્ય પોતાના દેશ હિતને ઉવેખવાનું છે (એટલે કે એણે માનવજાત સમ્રગ ને કંઠે
લગાવવાની છે.) --
બ્રેન્ડન બેહાન
* મને એમ લાગે છે કે કલા સર્જન માટે વિપુલ
નિસર્ગદત્ત શક્તિઓ અને તેના ધરાવનારની અત્યંત લાક્ષણિક
છટા ,એ બે મળે ત્યારે
પ્રતિભાનું અવતરણ થયું માની શકાય -આચાર્ય યશવંત શુક્લ
* ચાર બુદ્ધ વિધાન(--૧) જેઓ સંસ્કારી છે તેમના પ્રત્યે મૈત્રી ભાવ રાખો (૨).જેઓ વૈભવશાલી તેમના તરફ
મુદિતા કેળવો (૩)જેઓ દુઃખી છે તેના તિરસ્કાર ,કંટાળા ને બદલે કરુણા દાખવો .(૪)-દૃષ્ટ વૃતિવાળા
છે તેઓ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખો. - ગૌતમ બુદ્ધ
* સ્વહિત નહિ પણ લાખોનું હિત જોતાં કરે તે સાચો ધર્મ -પ્રમુખ સ્વામી
* જે માણસને ખરી રીતે ખબર છે કે તે કયાં જનાર છે ,એવી પ્રત્યેક વ્યક્તિને રસ્તો -વાટચાલ કરવા આ આખું
જગત રસ્તાની બે બાજુ ઉભું રહે છે -ડેવિડ
જોર્ડન
* દેશની માટી , દેશનું જળ ,દેશની હવા ,દેશના ફળ સરસ બને ,પ્રભુ સરળ બને ...દેશના જંગલ સરળ બને
,દેશનું તન ,દેશનું મન,દેશના ભાઈ બહેન ,વિમલ બને,પ્રભુ વિમલ બને
.-- રવીન્દ્ર નાથ ટાગોર
* આ ભૂમંડળ નું
નિર્માણ ભગવાને માનવ માત્રની ભલાઈ ના ઉદ્દેશથી કર્યું છે.- ઉપનિષદ
* તે પિતા બુદ્ધિમાન પિતા છે ,જેપોતાના સંતાનોને ઓળખે (સમજે ) છે .- શેક્સપિયર
-------------------------------------------------------જિતેન્દ્ર પાઢ
No comments:
Post a Comment