પથ્થર પણ ખુદા થઇ જાય છે,
કેવળ શીશ ઝૂકયાની વાત છે...
કેવળ શીશ ઝૂકયાની વાત છે...
એક સોપારી ગણેશ કહેવાય છે,
કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે...
કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે...
હરેક ક્ષણમાં જીવન ભરાય છે,
કેવળ ભીતરે પૂગ્યાની વાત છે...
કેવળ ભીતરે પૂગ્યાની વાત છે...
એજ બાગ પણ વેરાન જણાય છે,
કેવળ સનમ રૂઠયાની વાત છે...
કેવળ સનમ રૂઠયાની વાત છે...
નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે?
કેવળ વિશ્વાસ તુટયાની વાત છે....
કેવળ વિશ્વાસ તુટયાની વાત છે....
ક્ષણ ભરમાં સુલેહ થઇ જાય છે,
કેવળ જીદ મૂક્યાની વાત છે...
કેવળ જીદ મૂક્યાની વાત છે...
આનંદ મોતીનો ક્યાં હોય છે?
કેવળ સાગરે ડુબ્યાની વાત છે...
કેવળ સાગરે ડુબ્યાની વાત છે...
દર્દ હોય કે આનંદ કેમ કહેવું?
કેવળ આંખ ચૂવ્યાની વાત છે...
કેવળ આંખ ચૂવ્યાની વાત છે...
વહી ધનુષ વહી બાણ, પણ છતાં,
કાબે અર્જુન લૂંટિયાની વાત છે...
કાબે અર્જુન લૂંટિયાની વાત છે...
શું સંસાર કે શું સન્યાસ,
કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે....
કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે....
No comments:
Post a Comment