Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 July 2019

મહાન પર્વ શ્રાવણ સુદી પૂનમ બળેવ અતુટ પ્રેમનું પ્રતિક –રક્ષાબંધન


ભારતની આ પુણ્યશાળી ધરા અનાદિકાળથી અનેક ઋષિમુનિઓ અને સંત મહાત્માઓની ચરણરજથી પાવન થતી રહી છે.જેમને વિશ્વને શાંતિ અને અધ્યાત્મનો સંદેશો આપ્યો છે.વર્ષ દરમ્યાન આવતા ઉત્સવો કેવી રીતે ઉજવવા તેનું માર્ગદર્શન આપતા રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં તેનું યુગોથી મહત્વનું સ્થાન પર્વ,તહેવારો અને ઉત્સવ ,મેળાઓને અપાયું છે  છે.ઉત્સવો આપણામાં ઉત્સાહ ભરે છે તથા નવી તાજગી અને સ્ફૂર્તિ થી પલ્લવિત કરે છે.પર્વ ધાર્મિક ચેતના જાગૃત રાખે છે ,સામાજિક તહેવારો સંબંધોને એકતાનું બળ આપે છે  ,.
                   
તંતુ એટલે તાંતણો  તેનું મહત્ત્વ  પણ છે એક તાંતણો પ્રેમ નું પ્રતીક રક્ષા કરે તો બીજા  ત્રણ તાંતણા  યજ્ઞોપવિત્ર  જનોઈ બની માં ગાયત્રી શક્તિ  જનોઈ ધારક ને પ્રદાન કરે ,ઘણા બધા તાંતણા વસ્ત્ર બનાવે, રક્ષારાખડી અને નૂતન યજ્ઞોપવિત્ર પર્વ - વર્ષના શ્રેષ્ઠ પર્વ છે; નાનકડી રેશમની દોરીથી મનમાં રહેલાં અગાધ પ્રેમની અભિવ્યક્તિ કરતાં રક્ષાબંધનના તહેવારનું સદીઓથી અનેરું માહાત્મ્ય રહેલું છે.આ રેશમી દોરીએ સ્નેહના તાંતણે માત્ર લૌકિક સંબંધોને જ નથી બાંધ્યા,પણ આ તાંતણે તો પ્રેમના મનોહારી રૂપને સમજનાર શ્રીકૃષ્ણ પણ બંધાયા હતાં મહાભારતના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણએ રક્ષાબંધન નો  તહેવાર મનાવીને પાંડવો અને તેમની સેનામાં આત્મવિશ્વાસ જગાવીને વિજય તરફ કૂચ કરવા પ્રેરિત કર્યા હતાં .તો આપણે પણ આજે રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલા આદ્યાત્મિક દ્રષ્ટિકોણને સમજીએ. શ્રાવણ સુદી પૂનમ બળેવ,રક્ષા બંધન,નારિયેળી પૂનમ પર્વ ,માછીમારો આ  દિવસે દરિયા દેવ ની પૂજા કરે આ દિવસ ત્રિવિધ મહત્વ ધરાવતો પર્વનો નો ત્રિવેણી સંગમ છે 
પૌરાણિક મહત્વ : રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે.આ તહેવારનું ધાર્મિક મહત્વ એટલે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં  બનેલી અમુક ઘટના શ્રાવણી પુનમ ના દિવસે જ બની હતી.આ દિવસે સામવેદી  બ્રાહ્મણો  સિવાયના  બ્રાહ્મણો  અને જે  નૂતન જનોઈ ધારણ કરતાં હોય તે અન્ય વર્ણના જનોઈ ધારકો આ દિવસે જનોઈ બદલી નવી યજ્ઞોપવીત ધારણ કરે છે.
બલી રાજાની કથા,ઇન્દ્ર ઈન્દ્રાણીની કથા તેમજ મહાભારતમાં પણ રક્ષાબંધન ના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.
રક્ષાબંધનનું મુહૂર્ત : ૨૦૧૯ ના વર્ષે રક્ષાબંધનનો તહેવાર અને ૧૫ મી ઓગસ્ટ એક જ દિવસ એટલે ગુરુવારે આવે છે.આમ તો દર વર્ષે આ તહેવાર માટે જુદાજુદા મુહૂર્ત જોઇને દરેક બહેન પોતાના બાંધવ ને રક્ષા બાંધે છે.આ વર્ષે આ તહેવાર માટે આવું કોઈ બંધન રાખવું નહિ .કારણ બહુ વર્ષો પછી આવો યોગ જોગાનુજોગ આવે છે કે જે દિવસે ભારતે પોતાની આન ,બાન અને શાન પૂર્વક આઝાદી મેળવી હતી.તેથી પ્રત્યેક બહેન આવી  ઉચ્ચ ભાવના રાખે કે મારા વીરાને પણ જીવનમાં આવી ખુમારી અને ખમીર આવે.જેથી જીવનમાં આવતા પડકારો અને અવરોધોનો બખૂબી રીતે સામનો કરે.
પૌરાણિક બલીરાજાની કથા  : રક્ષાબંધન સાથે અનેક દેવ દેવતાઓની કથા જોડાયેલી હોવાથી આ તહેવારનું ધાર્મિક દ્રષ્ટીએ વિશેષ મહત્વ છે.સ્કંદપુરાણ ,પદ્મપુરણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન પ્રસંગ સંબંધિત કથાઓ છે.ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલી રાજાના અભિમાનને આ દિવસે જ ચકનાચૂર કરી દીધું હતું.તેથી આ તહેવાર બળેવને નામે પણ ઓળખાય છે.
       
આ કથા મુજબ દાનવેન્દ્ર રાજા બલીએ જયારે ૧૦૦ યજ્ઞ પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી,ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલી પાસે ભિક્ષા માગી.ગુરુની મનાઈ હોવા છતાં પણ તેને ત્રણ ડગલા ભૂમિ દાન કરી દીધી.ભગવાને ત્રણ પગલામાં આકાશ ,પાતાળ અને ધરતી માપી લીધી .અને બલી રાજાને પાતાળમાં ઉતારી દીધો અને તેનું અભિમાન ચકનાચૂર થઇ ગયું.તેથી આ દિવસ બળેવના નામે પણ ઓળખાય છે. જયારે બલી રાજા રસાતળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું.ભગવાન વિષ્ણુ પણ વચન આપી બંધાઈ ગયા અને બલી રાજા પાસે જ રહી ગયા .વિષ્ણુ ભગવાન ઘરે ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઇ ગયાં.ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાનને બલી રાજાએ સદાય તેમની સામે રહેવાનું વચન માગીને પોતાની પાસેજ રાખી લીધા.ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો.લક્ષ્મીજીએ નારદજીના  બતાવેલા માર્ગ પ્રમાણે બલી રાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને માગી લીધા.કહેવાયછે કે જે દિવસે લક્ષ્મીજીએ બલી રાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂર્ણિમા હતી.આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગુથાયેલી છે.
મંત્ર 
યેન બધ્ધો બલી રાજા ,દાનવેન્દ્રો મહાબલ:! તેન ત્માંન્નુંબદ્નામી,રક્ષે માં ચલ માં ચલ !!

રેશમના તાંતણે રક્ષા  : મહાભારત ની કથામાં પણ રક્ષાબંધન ના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જયારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિંત થઇ ગયુ ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતાં .તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે.હું બધાજ સંકટોને પાર કેવી રીતે કરી શકું ?’ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની સલાહ આપી.ભગવાને કહ્યું હતું કે ,’આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે.આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુ ને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે.
ઐતિહાસિક મહત્વ : રાખડીના આ તાંતણા એ ઇતિહાસમાં પણ સમર્પણ અને બલીદાનની ભાવનાને ઉજાગર કરી છે.ચિત્તોડની રાજમાતા કર્માંવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો.અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતી ની રક્ષા માટે ચિત્તોડ આવી પહોચ્યો હતો.હુમાયુ મુસલમાન હોવા છતાં પણ તેણે રાખડીને લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માંવતીની અને મેવાડની રક્ષા કરી. 
રક્ષાબંધન અને આધ્યાત્મિક ચિંતન :રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ છે પાવન બનવું,શુદ્ધ બનવું,બુરાઈનો ત્યાગ કરવો,તેમજ જીવનમાં દ્રઢતા લાવવી ,ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવી મુશ્કેલ છે.જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની  પણ આવશ્યકતા હોય છે.તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે.
રાખડી બાંધવાની શાસ્તોક્ત વિધિ.:આ દિવસે પ્રાતઃકાળે સ્નાનવિધિ બાદ શુદ્ધ કપડાં ધારણ કરી પોતાના ઇસ્ટ દેવ-દેવી ની પૂજા કરવી, રાખડીની પૂજા કરવી ,પૂજન કરતી વખતે પિતૃઓને યાદ કરવા અને પોતાના વડીલોના આશીર્વાદ મેળવવા.
   
રાખડી સ્વરૂપે તમે કોઈ રંગીન સુતરનો કે રેશમી દોરો પણ લઇ શકો છો.દોરામાં સુવર્ણ કે ધન,કેસર,ચંદન અક્ષત અને દુર્વા મુકીને તેની પૂજા કરવી.ત્યારબાદ રાખડીની થાળી સજાવવી.ભીના કપાળે કંકુ હળદરથી તિલક,ત્યારબાદ અક્ષતથી તિલક કરવું ,આરતી ઉતારવી અને જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી .પોતાના હાથે મીઠાઈ ખવડાવવી અને થાળીમાં રાખેલ પૈસા ભાઈના માથા પરથી વારીને ગરીબોને વહેચી દેવાં .એનો અર્થ છે હમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈપર દ્વેષભાવ ન રાખો.. રક્ષક ભાવ ક્યારેય  ન્યાત,પંથ સંપ્રદાય કે ભેદભાવ કે અન્ય પક્ષપાત કરતો નથી  
     
આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દુર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે. બ્રાહ્મણો નૂતન જનોઈ ધારણ કરે છે અને માછીમારો સમુદ્ર દેવ ની પૂજા કરે છે નારિયેળ અર્પણ કરે છે  એટલે નારિયેળી પૂનમ.આ દિવસે બ્રાહ્મણો ના આશીર્વાદ અને રક્ષા બંધાવવાનો ચાલે છે.Capture.PNG patelarvind101@gmail.com     અરવિંદ કે.પટેલ ;ગુજરાત +૯૧૯૪૨૯૮૪૧૪૦૪

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી