Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 July 2019

બહેતર ભવિષ્યમાટે પૃથ્વીપર ભીડ ઓછી કરો


      ( વૈશ્વિક જનસંખ્યા દિવસ નિમિત્તે લેખ )
                                   '
જો આપણે ન્યાય અને કરુણાની સાથે જનસંખ્યાની વૃદ્ધિ રોકીશું નહિ,તોઆ પ્રકૃતિ અમારા માટે દયાહીન બની ક્રૂરતાપૂર્વક  વિનાશક દુનિયા કરશે,જે આપણે છોડીને જઈશું.'-ડૉ.હેનરી ડબ્લ્યુ કેંડલ (નોબલ પુરસ્કાર વિજેતા )
                         
આજે વિશ્વભરમાં ઝડપથી વધતી લોક સંખ્યા આશરે 760 કરોડનો આંક વટાવી ચૂકી છે. દરેક રાષ્ટ્ર,ખંડ,દેશ,રાજ્ય આ બાબત ચિંતિત છે.આ અંગે ચિંતા મુક્ત થવાના અગ્ર પ્રયાસરૂપે આંતરરાષ્ટ્રીય સમુદાયદ્વારાયુનાઇટેડ નેશન્સ તરફથી મહત્વનું ધ્યાન આપવા માટે  વિશ્વ જનસંખ્યા (વસ્તી ) દિવસ ઉજવાય છે કારણ કે આ સમસ્યા એ 'ગ્લોબલ પૉપ્યુલેશન ઇસ્યૂ ' છે.આ દિવસનો પ્રારંભ 1989માં ડૉ.કે.સી ઝકરિયાના સૂચનથી સંયુકત રાષ્ટ્રે કરેલો.  જયારે દુનિયાની વસ્તી પાંચ અબજ સુધી પહોંચી હતી. તાજેતરમાં 30 મો વૈશ્વિક જનસંખ્યા દિવસ11 જુલાઈ 2019 ના રોજ ઉજવાયો.જેમાં આંતરરાષ્ટ્રીય સંમેલન દ્વારા 1994 માં જે મુદ્દાઓ અધૂરા રહેલા તેના ઉપર ધ્યાન આપવાનો નિરાધાર થયો .યુ.એન.કાઉન્સિલ વસ્તી વધારાના યક્ષ પ્રશ્ન માટે જરૂરી પગલાં લેવા જુદાંજુદાં આયોજનો ઠેર ઠેર  થયા.
                     
યુનાઇટેડ  નેશન્સ સંસ્થા વિશ્વ વસ્તી દિવસ પર આ મિશન વસ્તી,વૃદ્ધિ,વૃદ્ધત્વ,સ્થળાંતરણ અને પ્રજજન સ્વાસ્થ્ય સમસ્યા,શહેરીકરણ સહિતના લોકસંખ્યા વધ વિષયક વલણો સાથે નજીકથી સંકળાયેલું છે અને કાર્યબદ્ધ છે.એવો યુ.એન.જનરલ સેક્રેટરી એન્ટાનિયોગ્યુટર્શ નો મત છે.આજે કૂદકે ને ભૂસકે વસ્તી જનસંખ્યા બેકાબુ,અનિયન્ત્રિત બની છે અનેક નાનીમોટી સમસ્યાઓના ભરડામાં વિશ્વ ફસાયું છે.બહેતર ભવિષ્ય માટે પૃથ્વી પર ભીડ ઓછી કરવાની જરૂરત છે.
                       
દુનિયા આજે ભૌતિકવાદ તરફ હરણ ફાળે દોડે છે અને ગ્લોબલ વોર્મિંગ,પ્રદુષણ,પર્યાવરણ,અસંતુલિત ઋતુચક્ર,ઓચિતું બગડતું તાપમાન  અનેક તકલીફો સૃષ્ટિમાં ઉભી કરે છે અને તેમાં વસ્તી વધારો ઉમેરાય છે,ગરીબી,ભોજન,દરેક માનવીના સ્વાસ્થ્ય,શિક્ષા,નિવાસ અને આજીવિકા તેમજ સામાજિક પ્રશ્નોના ખડકલા પહાડની ઉંચાઈ સમા વિરાટ બન્યા,કારણ વસ્તી વધી અને સમસ્યાઓ વધી આ બધા સાથે અભ્યાસુ  સંશોધનો સર્વે થતાં ગયા ,જેમાંથી આ બધા ઉપર અંકુશ મૂકી નિરાકરણ નજીક પહોંચવાના પ્રયાસો 1989 થી આજ દિન સુધી થતા રહ્યા છે.વિશ્વ જનસંખ્યા દિવસ સતત કાર્ય કરવા  યુએનઓ સંસ્થાન પોતાના સભ્યદેશોના સહકાર સાથે  કામ કરે છે.
                                 
તા 1  જાન્યુઆરી 2017 નો રિપોર્ટ જણાવે છે કે વિશ્વની જન સંખ્યા 7,362,350,168 સુધી પહોંચી છે,દર વર્ષે 100 મિલિયન લોકસંખ્યા 14 મહિનામાં વધે છે.હાલના આંકડા મુજબ વિશ્વ જનસંખ્યા ચીન 1.4બિલિયન વિશ્વમાં પ્રથમ સ્થાને છે,ભારત 1.3 બિલિયન,યુએસએ 329 મિલિયન;ઇન્ડોનેશિયા 269 મિલિયન,બ્રાઝીલ 212 મિલિયન,પાકીસ્થાન 204 મિલિયન,નાઇઝીરીયા 200 મિલિયન, બાંગલાદેશ 198 મિલિયન;રશિયા 143 મિલિયન વિશ્વમાં ત્રીજે નંબરે ; મેકસીકો 132 મિલિયન નોંધાઈ છે.
                                     
વિશ્વ વસ્તી દિવસના ઉદ્દેશો પર નજર કરીએ તો વધતી વસ્તી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું,સમગ્ર વિકાસ યોજના કાર્યક્ર્મથી  અસરકારક જાગૃતિ લાવવી,આજીવિકા માટે ખતરાની સાવચેતી આપવા પ્રાકૃતિક સંસાધનોની ત્વરિત ઓછપને ધ્યાનમાં લઈ તે માટે કદમ ઉપાડવા,માનવ ભાઈચારો  વધારવા અને વ્યક્તિગત જવાબદારીનો અહેસાસ કરાવવો,કુટુંબ નિયોજન,લૈંગિકસમસ્યાઓને સમાનતા,માતૃત્વ આરોગ્ય અને માનવ અધિકારો સમજાવવા આ બધા માંથી શક્ય તેટલા મુદ્દાઓ બધા રાષ્ટ્ર પોતપોતાની રીતે અને પદ્ધતિએ સમાધાનકારક ઉકેલવા,પ્રેરણા આપવા વારંવાર  પ્રયાસ થાય  તે જરૂરી છે. આપણા દેશે તો ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે.
                         
સામાન્ય લાગતો આ દિવસ ગંભીર સમસ્યા સામે મોટા ખતરાની સામે ની ચેલેંજ બની શકે છે.યુ એન એફ પીએ, સર્વને પ્રોત્સાહિત કરે જ છે તેમ છતાં સરકારો,ગેરસંસ્થાઓ,સંગઠનો,વ્યક્તિઓ,વાર્ષિક કાર્યક્રમો ઘડી,રજૂ કરી જાગૃતિ કાજ પ્રચારપપ્રસાર કરે છે. સેમિનાર,ચર્ચા વિવિધ રીતે માહિતીઓ મીડિયા,પ્રિન્ટમીડિયા,સૉશ્યલ  મીડિયાએ આ યક્ષ પ્રશ્ન સામે સામુહિક બાથ ભીડવાની છે ,શેરી નાટકો,ટીવી ચેનલો,વીજાણુ માધ્યમો સહિયારો પ્રયાસ કરી વધતી વસ્તીના ભયસ્થાનો બતાવી, વસ્તી અંકુશ માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપવાની જરૂર છે, દરેક માનવ શ્રેષ્ઠતાથી જીવી શકે, તે માટે  દરેકે જાગૃકતા દાખવી પોતાની સમજદારી કેળવવાનો સંકલ્પ કરે તો અમુક અંશે પ્રશ્ન  હલ જરૂર થાય તેવો મત વૈશ્વિક સંસ્થાઓનો છે,જો આમ થશે તો જ વધતી વસ્તી અને તેના  દુષ્પરિણામો અંગે સાવધાની સાથે લક્ષ આંબી શકાશે, જે અઘરું છે પણ અશક્ય તો નથી.
--------------------------------------------------------------------
જિતેન્દ્ર પાઢ


No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી