પ્રવર્તમાન શિક્ષણ
વ્યવસ્થાની નિષ્ફળતાઓ
શિક્ષણ ક્ષેત્રે
ભારતનું પ્રદાન વિશ્વમાં નિરાળું છે.ભારતમાં ગુરૂ સાંદિપની ગુરુ વશિષ્ઠ ,ગુરુ
વિશ્વામિત્ર જેવા અનેક ગુરુઓ એ નાલંદા ,તક્ષશિલા અને વલભી વિદ્યાપીઠો જેવાં ગુરુકુળો થકી આદિકાળથી ભારતમાં શ્રેષ્ઠ
શિક્ષણની ગંગા વહાવતાં આવ્યાં છે. રાજા-મહારાજાઓ થકી તેમને દાન આપી ને વિદ્યાર્થીઓ
ને વિના મુલ્યે ઉત્તમ શિક્ષણ આપવાની વ્યવસ્થા હતી.વિદ્યા દાન કરીને મોટું પુણ્ય
પ્રાપ્ત થાય છે એમ માનીને તેની સ્થાપના કરવામાં આવતી.સમાજ ઘડતર અને રાષ્ટ્ર
નિર્માણનું કાર્ય વિદ્યાલયો થકી જ થાય છે તેમ માનીને ગાંધીજી એ ગુજરાત વિદ્યાપીઠ
અને પુ.નાનાભાઈભટ્ટે દક્ષિણામૂર્તિ વિદ્યાલયો ની સ્થાપના કરી હતી.શિક્ષણ વ્યવસ્થાએ
સામાજિક વ્યવસ્થાતંત્ર નું પ્રતિબિંબ છે.
પરિવર્તન એ સંસારનો નિયમ છે.જગતમાં માત્ર
પરીવર્તન સિવાય કશું જ કશુજ કાયમી નથી.જે શિક્ષણ સંસ્થાઓ માં સરસ્વતીનું મંદિર
ગણાતી એમણે ધંધાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.આ મંદીના માહોલમાં શિક્ષણસંસ્થા એ
સલામત બીઝનેસ બની ગયો છે.
૧૯૯૧ના નવેમ્બર માસમાં
યુનોની સામાન્ય સભાએ યુનેસ્કોને ૨૧ સદીના શિક્ષણ વિશેના વિચારો વ્યક્ત કરવા માટે
એક આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું સૂચવ્યું.યુનેસ્કોએ આ આયોગનું ગઠન કર્યું અને તેનું
પ્રમુખપદ ફ્રાન્સના પૂર્વ શિક્ષણ અને નાણા પ્રધાન જેક્સ ડેલોર્સ ને
સોપ્યું.ત્યારબાદ વિશ્વની અલગ અલગ સંસ્કૃતિ અને જુદી જુદી પશ્ચાદભૂમિવાળી ૧૪ વ્યક્તિઓને
આયોગના સભ્ય તરીકે નિમવામાં આવી.૧૯૯૩ થી તેનો વિધિવત પ્રારંભ થયો.પ્રથમ બેઠક પેરીસ
અને આઠમી બેઠક નવી દિલ્હી ખાતે મળી અને આયોગે ૧૨૭ વ્યક્તિઓ અને ચાર સંસ્થાઓ સાથે
વિચાર વિમર્શ કરીને ચાર આધારસ્તંભ દર્શાવવામાં આવ્યાં છે.
(૧)જાણવા માટેનું શિક્ષણ .......Learning to know.
(૨).સર્જનાત્મકતા નું શિક્ષણ.....Learning to do.
(૩)સહજીવનનું શિક્ષણ.......Learning to live together.
(૪)અસ્તિત્વનું શિક્ષણ...... Learning to be.
આ ચાર આધારસ્તંભ એ ૨૧ મી
સદીના શિક્ષણ જગતના પડકારો છે.પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ કોઈ પણ
વિદ્યાશાખાના શિક્ષણમાં આ ચાર પડકારોનો નો સામનો કરવાનો છે.અને તેને સાકાર કરવાના
છે.
શિક્ષણની ગુણવત્તાનું ગુલાબી ચિત્ર કેટલું સાચું?
શિક્ષણની ગુણવત્તાનું ગુલાબી ચિત્ર કેટલું સાચું?
શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો
Ø
આંકડાઓ પર એક નજર…… સરકારી આંકડા અને વાસ્તવિક સ્થિતિ વિરોધાભાસી
Ø
શાળાઓની ગુણવત્તા અને સ્થિતિ
Ø
ગુજરાતી ભાષાનું કથળતું જતું સ્તર
Ø
તાલીમબદ્ધ શિક્ષકોની કમી
Ø
"ભાર વિનાનું ભણતર" માત્ર દીવાલ પર લખેલું સૂત્ર
Ø
એન્જિનિયરિંગ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા અને રોજગારીનો
પડકાર
Ø
મેડીકલ માફિયાઓ ની મનમાની
Ø
છાસવારે ફૂટતાં પેપરો
Ø
મોબાઈલના....મોહ અને ડીજીટલ ડેટા....માં દિશા હીન અટવાતી નવી
પેઢી.
Ø
ટેકનીક વગર.... ની ટેકનોલોજી એક પડકાર
Ø
શિક્ષક.... ,શિક્ષણ સિવાયના ભાર નીચે દબાયેલો
Ø
અધિકારી ......રાજકારણથી દબાયેલો......
Ø અન્ય પ્રોફેશનલ કોર્સિસની
પરિસ્થિતિ…….
Ø બિલાડીના ટોપની માફક ખુલતી
ખાનગી શાળા,મહાશાળાઓ......
Ø શિક્ષણમાં આંધળું અનુકરણ
...અકલ વગર ની નકલ ..
આજે તો શિક્ષણનું સ્થાયિત્વ જ એક મોટો પડકાર છે.વર્ષ દરમ્યાન બે કે ત્રણ વિષય શિક્ષકો બદલાઈ જતા હોય ત્યાં કેળવણીના પડકારો કોણ અને કેટલા ઝીલે કે સંતોષે ? ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં તો હવે શિક્ષકો કોન્ટ્રેક્ટ થી કામ કરે છે.એક જ દિવસમાં બેથી ત્રણ શાળા કે શહેરમાં તાસ લઈ આવે અને રાત્રે પાછુ ટ્યુશન તો ખરું જ.આમાં શિક્ષણના પડકારો વિષે વિચારવાની પણ ફુરસદ નથી ત્યાં સંતોષવાની વાત તો આવે જ ક્યાંથી ?
આજે તો શિક્ષણનું સ્થાયિત્વ જ એક મોટો પડકાર છે.વર્ષ દરમ્યાન બે કે ત્રણ વિષય શિક્ષકો બદલાઈ જતા હોય ત્યાં કેળવણીના પડકારો કોણ અને કેટલા ઝીલે કે સંતોષે ? ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં તો હવે શિક્ષકો કોન્ટ્રેક્ટ થી કામ કરે છે.એક જ દિવસમાં બેથી ત્રણ શાળા કે શહેરમાં તાસ લઈ આવે અને રાત્રે પાછુ ટ્યુશન તો ખરું જ.આમાં શિક્ષણના પડકારો વિષે વિચારવાની પણ ફુરસદ નથી ત્યાં સંતોષવાની વાત તો આવે જ ક્યાંથી ?
શિક્ષણ સંસ્થાઓ ,વ્યાવસાયિક માર્ગદર્શકો
અને વાલીઓનું એક જ ધ્યેય છે : ઉચું મેરીટ,તગડા પગાર,અને મોટો હોદ્દો.ટેકનોલોજી ના
ઘોડાપુરમાં શિક્ષણ નું મૂળ ધ્યેય જ તણાઈ ગયું છે.શિક્ષણ જગતમાં જ્યારથી
સ્વનિર્ભરીકરણનો પ્રવેશ થયો ત્યારથી મૂલ્યનિષ્ઠા જાણે નેવે મુકાઇ ગઈ
છે.A.C,વર્ગખંડ ,A.C બસ કે વાન ,ડીજીટલ વર્ગખંડો ની જાહેરાત ની લોભામણી જાહેરાતો
થી વાલીઓ રીતસરના લુંટાઈ રહ્યા છે.તેમનું માનસ “ ઉંચી ફી હોય ત્યાં જ સારું શિક્ષણ
હોય “ તેવું છે.ખાનગી સંસ્થાઓ માં મોટેભાગે ૯૫ %થી નીચે ગુણ આવતાં જ નથી અને આ
મેરીટ જાણે વિદ્યાર્થીની લાયકાત બની ગઈ ન હોય ?
શિક્ષકો અને સંચાલકો ને ૨૧ મી સદીના શિક્ષણના
આધારસ્તંભો ને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી પડશે એની ખેવના નથી.આપણા
કહેવાતાં શિક્ષણવિદોએ પરીક્ષાને એટલી હદ સુધી objective બનાવી દીધી છે કે તેમાં વિદ્યાર્થીની
સર્જનશીલતા ,મૌલિકતા ,કાલ્પનિક શક્તિ અને શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતરનો તો છેદ જ
ઉડી ગયો છે.માત્ર ગોખણપટ્ટી ને આધારે A-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ જો વ્યવહારિક
જ્ઞાનથી વંચિત રહી જશે તો ....નવી પેઢી દુબળી, નમાલી અને દિશા હીન થઇ જશે .મુલ્યો
,વલણો નું ધોવાણ થશે.
માત્ર માર્કશીટના આધારે જીવન નહિ ચાલે ફરી
ફરીને સર્વાંગી જીવનઘડતર પાસે આવવું જ પડશે.માત્ર ટકાની પાછળ
ભાગતા,વિદ્યાર્થીઓ,વાલીઓ ,શિક્ષકો એ વહેલી તકે જાગવાની જરૂર છે.વિદ્યાર્થીના
સર્વાંગી ઘડતર પ્રત્યે ધ્યાન આપવામાં નહિ આવે તો નવી પેઢીનું ભાવી અંધકારમય બની
જશે.
પટેલ અરવિંદભાઈ કાળીદાસ
શ્રી સરસ્વતી
હાઈ સ્કૂલ ડેભારી
તા.વીરપુર જી.મહીસાગર ૯૪૨૯૮૪૧૪૦૪
No comments:
Post a Comment