Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

20 March 2020

૨૦ માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.


૨૦ માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.
૨૦ માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે. એમ કહીને ચકલી આંખ લૂછે
વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?

એમ કહીને ચકલી આંખ લૂછે

કોંક્રિટના જંગલમાં રાખ્યું તે કોઈ દિખુદ માટે શ્વાસ લેવા કાણું?
તારું જ ઠેકાણું પડતું ના હોય ત્યાં મારું ક્યાં ગોતું ઠેકાણું?

સપનું દેખાડે એ જોઉં કે દફનાવું, કહી દે કે કરવાનું શું છે?
એમ કહીને ચકલી આંખ લૂછે

કીધું ક્યારેય તેં આ મોબાઈલના ટાવરને એનાથી કેવી હું ધ્રુજું?
ધસમસતો તોફાની ટ્રાફિક ક્યાં સમજે? છે મારો સ્વભાવ ઘણો ઋજુ!
એક દિવસ માંડ કર્યો મારા નામે ને તો ય વળ કાં ચડાવો છો મૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે

તારા ડ્રોઈંગરુમમાં ફોટો મારો છે, એની પાછળ હું માળો એક બાંધું?
ફાટી બેહાલ થયું જીવતર આ, તું કયે તો જરાક આ રીતે સાંધું;
કચરો કે કલબલ નહીં થાવા દઉં, કહેજે મેડમને કે પ્રોમિસ કર્યું છે,
એમ કહીને ચકલી આંખ લૂછે

વસતીથી ફાટફાટ તારા આ શ્હેરમાં મારો તે ભાવ કોણ પૂછે?
એમ કહીને ચકલી આંખ લૂછે   : હિમલ પંડ્યા


કોઈ પણ દિવસ ને વિશ્વ દિવસ તરીકે જાહેર કરીએ તો કેમ આજે જ વિશ્વ ચકલી દિવસ જાહેર કર્યો ? પક્ષીઓ માં તો ઘણા પક્ષી છે તો પછી ચકલી ને જ કેમ વિશ્વ દિવસ તરીકે ઉજવીયે? મોર તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો આપણે એનો પણ કોઈ દિવસ નથી ઉજવતા અને ચકલી ને જ કેમ?
   
આજ થી ૩૦-૩૫ વર્ષ કે એની પહેલા ના સમય માં ગામ હોય કે શહેર સવાર હોય કે સાંજ ચકલી નો ચી ચી અવાજ સંભળાતો જ હોય. બાળપણ નો સમય હોય એટલે સ્કૂલે જવાનું. વેકેશન હોય એટલે આખો દિવસ ઘરે જ હોઈએ ત્યારે પણ પક્ષી નો અવાજ આવતો હોય અને એમાં પણ ચકલી નું ચી ચી ચાલુ જ હોય.
એક સમય એવું લાગે કે જો આ ચી ચી અવાજ નહિ આવે તો નહિ ગમે. ચકલીઓ આ ચી ચી પણ બપોર ની ગરમી માં એક મ્યુઝિક જેવું લાગે . ત્યારે આ ચકલી એટલે. ચી ચી ના અવાજ સાથે સમગ્ર વાતાવરણ ને ગુંજતું કરનાર મનગમતું પક્ષી. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ઘર આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ કરવી જોઈએ.
પણ આજે જોઈએ તો આપણી આસપાસ કોઈ ચકલી દેખાય છે કે નહિ. નોર્મલી સવાર માં કોયલ અને ચકલીઓ નો અવાજ સાંભળી ને જે લોકો ઉઠતા હતા એ જ આજે એલાર્મ ના અવાજ માં પણ નથી ઉઠી શકતા. એલાર્મ માં ગમે એવું મ્યુઝિક હોય પણ પક્ષી નો નેચરલ મ્યુઝિક કૈંક અલગ હોય છે. કેમ આજે પહેલા જેટલી ચકલી નથી દેખાતી કેમ આજે ચકલીઓ ની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે. શું આ પ્રજાતિ લુપ્ત થવા પાછળ આપણે જવાબદાર છીએ? સીધી રીતે નહિ પણ આડકતરી રીતે હા એની પાછળ આપણે જ જવાબદાર છીએ.  આજ ના આ ફાસ્ટ યુગ માં આપણે પૈસા કમાવા અને સુખ સમૃદ્ધિ પાછળ આપણે ઘેલા થઇ ગયા છીએ.આ બધા ની પાછળ આપણે પર્યાવરણ અને પશુ - પક્ષી ને થતા નુકશાન ને ભૂલી ગયા છીએ ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ ને લીધે કેટકેટલી પ્રજાતિ ઓ લુપ્ત થઇ ગઈ છે અને પર્યાવરણ ને પણ નુકશાન થઇ રહ્યું છે. શું આને રોકવા નો કોઈ ઉપાય નથી?
       
વર્ષો પહેલાં આપણા લાકડાં અને નળિયા નાં ઘરો માં એ બિન્દાસ થી પોતાનું રહેઠાણ બનાવતી અને આપણે પણ ઝીરો રેંટ થી તેને મનપસંદ જગ્યા આપતાં. બદલામાં તે ઘરના બાળકો થી માંડી વડીલો સુધી દરેક માટે  સંગીત ની રંગત ઝમાંવતી. આયા, ઝૂ ની ગરજ સારતી.
 
એજ ચકલી ને જોવા આજે પૈસા ખર્ચીને પ્રાણી સંગ્રહાલય માં જઈએ છીએ... "જાને કહાં ગયે વો દિન "
    
જંગલ કપાતા ગયા અને આંગણાનું આ પક્ષી પણ ખોવાતું ગયું છે. .ત્યારે આ ચકલીને લુપ્ત થતી બચાવવા માટે ચકલીને બચાવવા માટે ઘણાં લોકો માળા, કુંડા બનાવી તેને વિસરાતી બચાવવા ના પ્રયત્નો કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ચકલીઓના માળાનું વિતરણ કરી રહી છે. જે પ્રસંસનીય છે. ચકલી પ્રેમી અને પક્ષી વિદોની જહેમતથી લોકોમાં જાગૃતિ આવી છે. પોતાનાં ઘર અને મંદિરમાં ચકલીના માળા લગાવી ચકલીઓની રખેવાળી શરુ કરાઇ છે. જેના કારણે આજે શહેરના મોટાભાગના વિસ્તારમાં ચકલીઓ આવતી થઇ છે.જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ચકલીને જોઇને નહીં.પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.
    
ત્યારે ૨૦ માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે.
  
ચકલીની કેટલીક બાબતો પર નજર કરીએ તો વિશ્વમાં કુલ ૧૬૯ પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા ૬૨ પ્રકારની ચકલીઓ જોવા મળે છે
એક ચકલી રોજ ચારથી પાંચ ગ્રામ દાણા ખાય છે અને ચાર ચમચી પાણી પીવે છે. તેનુ વજન ૨૫થી ૩૦ ગ્રામ હોય છે. તેની લંબાઇ ૨૨ સેમી છે. ચકલી ૧૫ દિવસમાં ઉડતા શીખી જાય છે
    
ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે. ચકો મેટીંગ માટે ચકીને અવાજ કરીને બોલાવે છે પણ અવાજ પ્રદુષણને કારણે ચકી તે અવાજને સાંભળી શકતી નથી.

આજ ના આ દિવસે સૌ સાથે મળી ને એક નિર્ણય લઈએ કે આપણે આપણા સુખ માટે કોઈ પર્યાવરણ કે પશુ-પક્ષી ને નુકશાન ના પહોંચે તેનું ધ્યાન રાખશું અને આ જીવો નું પૂરતું રક્ષણ કરીશું.

Image may contain: text

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી