Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

31 January 2015

પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા શું કરી શકાય ?

                    

                                                       શ્રી અરવિંદકુમાર કાળીદાસ પટેલ
શ્રી સરસ્વતી હાઇસ્કૂલ ડેભારી તા: વીરપુર
                                                  જી.મહીસાગર પીન ૩૮૮૨૬૦
                                                 મો.નંબર : ૯૪૨૯૮૪૧૪૦૪

વિષય : "પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધારવા શું કરી શકાય?"

                             પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણરૂપી ઈમારતનો પાયો છે.પાયો જ નબળો રહી જાય તો કેમ ચાલે?તેથી આ વિષયને ન્યાય ત્યારેજ મળે જયારે આપણે તેના મૂળ સુધી પહોચી શકીએ.સૌપ્રથમ પ્રાથમિક શબ્દનો અર્થ લઇ એ પ્રાથમિક એટલે પાયાનું , શરુઆતનું ,મૂળભૂત.
      શિક્ષણમાં પણ પ્રાથમિક શરૂઆતમાં આવે છે .ખીલતી કળી જેવા , કોરી સ્લેટ જેવા ,બાળકોને અપાતું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ .આવતીકાલની નવી પેઢી , નવો સમાજ .સભ્યતા ,સંસ્કૃતિ ,વિકાસ શીલ, ગતિશીલ બનાવવો હશે તો  બાળકોના મનરૂપી કોરા પાયા મજબુત કોન્ક્રીટ જેવા બનાવવા પડશે.તોજ નવી પેઢીની દિશા અને દશા સુધરશે .માટે ૨૧મી સદી માં આ વિષય ઉપર ચર્ચા ખુબજ અગત્યની અને  જરૂરી છે.
   ગુણવત્તા એટલે ગુણનો ઉમેરો. ગુણ એટલે કેવળ માર્ક્સ નહી,મૂલ્યો,વલણો,કૌશલ્યો જીવન જીવવાની જીજીવિષા ,સ્વાવલંબન ,I  CAN  DO... ની વૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે. .૨૧મી સદી એટલી ફાસ્ટફોર્વડ છે કે તેની તાસીર તો જુઓ , જેની પાસે નાક લુંછવા માટે ખિસ્સામાં રૂમાલ નથી એમની પાસે બે-બે એન્રોઈડ મોબાઈલ હોઈ છે.નવી પેઢી જેટલી સલમાનખાન, શાહરુખખાન અને આમીરખાનને જાણે છે તેટલી,  શ્રીમદભગવદગીતા ,  રામાયણ, મહાભારત, કુરાન કે બાઈબલ  ને જાણાતી નથી. આ  એજ ગ્રંથો છે કે જેમાં માનવ અને સમગ્ર વિશ્વ ને ઉભો કરવાની પ્રચંડ તાકાત છે. જે જ્ઞાન પુસ્તક મારફતે બાળકને  આપવાનું છે તે ટેકનોલોજી મારફતે તેને  મળી ગયું હશે?નવી પેઢી ટેકનોલોજી ના પાયા પર પુરપાટ ઝડપે આગળ વધી રહી છે.ફક્ત પુસ્તકિયું અને ગોખણીયું જ્ઞાન આ સદી માં સદવાનું નથી,ચાલવાનું નથી,ક્યાંક સ્પીડ બ્રેકરો મુકવા જરૂરી છે .કારણ કે સમાજમાં મૂલ્યોનો હ્રાસ  થતો જાય છે,મૂલ્યોનું ધોવાણ  થતું જાય છે.બાળકને ખબર ના પડતા  મૂલ્યલક્ષી,આધ્યાત્મિક,વિજ્ઞાન, ટેકનોલોજી, પ્રકૃતિ,આજીવિકા,સામાજિક વગેરે શિક્ષણ ના હળવા તેમજ ભારે ડોઝ આપવા પડશે.
           નવી શિક્ષણનીતિ નું ઘડતર પાયાના શિક્ષણના સજેશનો  લઈને થવું જોઈએ.પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા  પ્રાથમિક કક્ષાએ વિચાર , વિનિમય,અને  પરામર્શ  થવો જોઈએ.આવો આં બાબતે કેટલુક ચિંતન કરીએ.
     ગ્રામ સભાઓ યોજાય ત્યા ગામના પ્રશ્નોની સાથે પ્રાથમિક શિક્ષણ કેવું છે?અને શું         
     થઇ શકે તેની ચર્ચા  થવી જોઈએ
    તાલુકા ,જીલ્લા કક્ષાએ તેનું સતત મોનીટરીંગ અને અપડેટિંગ થવું જોઈએ.
     શાળાની માળખાકીય સુવિધાઓ સુધારવી પડશે .
     શાળાના મકાનોનું સ્થાપત્ય , શુષ્ક વર્ગખંડો ,કોરી ધાકોર દીવાલો ,ખરબચડી લાકડાની
     પાટલીઓ ,ઘંટ,ગણવેશ ,વગેરે રીનોવેશન માગે છે .એનો વિકલ્પ અને પ્રકલ્પ શોધવો
     પડશે.   પાટલીઓને બદલે ગાદિવાળી  ખુરશીઓ,  ઘંટ ને બદલે સંગીત જેવા વિકલ્પો તરફ                  
      વિચારવું પડશે .
    સાથે સાથે શિક્ષક નવી ટેકનોલોજીના જ્ઞાનથી સજ્જ  થયેલો જોઈશે.
    વર્ગખંડો આકર્ષક બનાવવા પડશે.શાળાને તીર્થનો દરજ્જો આપવો પડશે.
     કાગળિયાના કામ અને આંકડાઓની  માયાજાળને બદલે ,ભણતરને પ્રાથમિકતા  
     આપવી પડશે.
     પ્રાથમિક કક્ષાએ જાહેર પરિક્ષાની એક ચાળણી મુકવી જોઈએ  .
     વાંચન ,લેખન અને ગણનથી પર(આગળ) જવું પડશે .
     નિવાસી અને બિન નિવાસી તાલીમોને બદલે શિક્ષકોને જે તે વિષયો ઉપર ચર્ચા અને   
     ચિંતન કરતા કરવા પડશે .
    ઘરે જ વિષયો આપી અને નિવાસી તાલીમને બદલે  ,મુક્ત પણ ગુણવત્તા યુક્ત વિષયો
    તૈયાર કરતા કરવા પડશે.
    જ્ઞાન ,કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમથી વર્ગનું વાતાવરણ સ્વર્ગ જેવું  જીવંત ,ચેતના  
    મય બનાવવું પડશે.
     શિક્ષકોએ જવાબદારી ,સમજદારી અને વફાદારી વધારવી પડશે,
     સરકારે પણ બાળક એ ચાલાક  છે તેમ સમજી બાખૂબી ભર્યા નિર્ણયો લેવા પડશે,
     વ્યસન, ફેશન  અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. 
     ગુણોત્સવ  હવે તો  'ઉત્ત્સવ' મટી 'મહોત્સવ' બનવો જોઈએ.
     મોબાઈલ ,ટી.વી,જંકફૂડ ,અને  ક્રિકેટ ના લાભાલાભ પાયાથી જ પડકાર જનક છે.જેને
      વિવેક બુદ્ધિથી દુર કરવા પડશે.
     યોગ-પ્રાણાયામ , હકારાત્મક અભિગમ, બચત અને કરકસર  જેવી જીવનોપયોગી
      બાબતો ને  પાયાથી શિક્ષણ માં વણી  લીઈશું  તો મને વિશ્વાસ છે કે નવાયુગ ના
       નવા પગરણ જરૂર મંડાશે.
                 આપ સર્વેએ શિક્ષણક્ષેત્રે આદરેલો આ માર્ગ ,રાજમાર્ગ બને અને  શિક્ષણ  માં દીવાદાંડી સમાન બને  એજ શુભ આશિષ. 
                             
                                                       શ્રી અરવિંદકુમાર કાળીદાસ પટેલ 

29 January 2015

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?


sanshar

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?
 * જે અનાસકત છે. 
* જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી. 
* જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે. 
* કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે. 
* સંતોની સેવા કરે છે. 
* કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે.
 * જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ ગઈ છે.

24 January 2015

” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …

( 641 ) ” હું કોણ છું ?” ……એક ચિંતન લેખ …… વિનોદ પટેલ

 


 I - HU... Uttam Gajjar

મને એ ચિત્ર ખુબ ગમ્યું હતું એટલે એને મારા ગમતા ચિત્રોના ફોલ્ડરમાં સેવ કરી રાખ્યું હતું. આજે એ ફોલ્ડરમાં આ ચિત્ર જોતાં મનમાં વિચાર મંથન ચાલ્યું. એમાંથી જે કાવ્ય રચનાએ આકાર લીધો એ કાવ્ય રચના આ રહી …

હું કોણ છું ? 

હું નથી કોઈની સાથે કોઈ જાતની હરીફાઈમાં,

નથી પુરવાર કરવી મારી જાતને સહુથી અદકેરી,

નથી રમવી મારે એવી કોઈ રમત,

જેમાં મારી રમત જ બરાબર છે એવો ગર્વ હોય.  

અન્યો કરતાં ચડિયાતો છું એવી કોઈ ,

ભ્રામક રમત રમવાનો મને નથી અભરખો.

હું તો ફક્ત એવા પ્રયત્નમાં જ વ્યસ્ત છું ,

જે મારી જાતને આદર્શ આદમી બનાવી શકે .

  

મારી જે છે અને જેવી છે એ જાતને, 

ગઈકાલ હતી એના કરતાં આજે બહેતર બને,

એ માટે સતત કોશિશ કરી રહેલો, 

એક નમ્ર ,અદનો, અધુરો આદમી હું છું .

વિનોદ પટેલ

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલું જ કે “ હું કોણ છું?ક્યાંથી આવ્યો છું? 

યાદ આવે છે આદિ શંકરાચાર્ય લિખિત ભજ ગોવિન્દમ નો આ શ્લોક ..

कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: ।

इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ 

(તું કોણહું કોણહું ક્યાંથી આવ્યોમારી મા કોણમારા પિતા કોણએમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર)

એમના કહેવા પ્રમાણે આપણું આ આખું જગત એક સ્વપ્ન છેભ્રમણા છે .જે દેખાય છે એ પણ નથી. प्रज्ञानं ब्रह्म । 

જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતી એમની  ઝલક કોલમમાં કવી અને ચિંતક સ્વ. સુરેશ દલાલે “હું  છું કોણ ?” ના જવાબમાં સરસ લખ્યુંછે .

“હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ટુ બી ઓર નોટ ટુ બીના સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ જાઉં અને પછી પસ્તાયા કરું.

હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી કે લડું કે ન લડું ની દ્વિધામાં રહેંસાતોભીંસાતો હોઉં. મારા સ્વારથ પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ?

હું રોમિયો નથી કે ભોમિયો નથી.

તો પછીહું છું કોણ ?

હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાન સૂતકનો સંબંધ નથી. એનું નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.

એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.

જીવન મારું અંધ છેમરણ મારો સ્કંધ છેલૌકિક વહેવાર બંધ છે.”

સ્વ. સુરેશ દલાલ 

આમ હું કોણ છું ” એ પ્રશ્નનો જવાબ શોધવા માટે  માણસની આખી જિંદગી પસાર થઇ જાય છે છતાં એનો સાચો ઉકેલ એ નથી મેળવી શકતો .

સંત સુરદાસે એના એક ભજનમાં ગાયું છે કે  ” મોસમ કૌન કુટિલ ખલ્કામી ” એટલે કે આ જગતમાં મારા જેવો કોઈ ખરાબ માણસ નથી .અભિમાનને –ઈગો -ને  મારવા માટે આ ફિલસુફી કામ લાગે એવી છે  .

જાતે ફુલાઈને ફાળકો થઇએ શું કામનું ! અભિમાન-ઇગો-નો ફુગ્ગો ફૂટતાં વાર લાગતી નથી એમાંથી હવા નીકળી જતાં જ આપણી મૂળ જાત ઉપર આપણે આવી જઈએ છીએ .

જ્યોતીન્દ્ર દવેએ એમની આત્મકથાનું નામ સરસ આપ્યું છે -” અલ્પાત્માનું આત્મ પુરાણ “

મહાત્મા ગાંધીએ એમની આત્મકથામાં એમની નબળાઈઓ અને ભૂલો છુપાવ્યા વિના જણાવી દીધી છે .ગાંધીજી પોતાની ભૂલોમાંથી શીખી , જાત પરીક્ષણ કરી, જીવનને બહેતર બનાવવાના પ્રયોગો કરતા રહ્યા હતા. એમણે લખેલ આત્મકથાનું નામ પણ “સત્યના પ્રયોગો “એવું રાખ્યું છે એ કેટલું સુચક છે  !

આવા સત્યને શોધવાના એમણે કરેલા સતત પ્રયોગોએ જ એમને પોરબંદરના અદના આદમી ” મોહનદાસ ગાંધી”માંથી વિશ્વના “મહાત્મા ગાંધી “ બનાવી દીધા. 

બીજું એવું જ એક ચિત્ર જે મેં સેવ કરેલ છે એ આ રહ્યું .એમાં પણ સરસ સંદેશ છે.

“ હું “ અને  “ અમે “

I -hu. -2

“ હું “ જ્યારે “ અમે “ સાથે મળે ત્યારે શક્તિઓનો સરવાળો થાય છે.

મિત્રોનો સાથ નવી શક્તિનો સંચાર કરે છે.

સંઘ શક્તિ જેવી શક્તિશાળી કોઈ ચીજ નથી. એક દાતણના તમે સહેલાઈથી બે ટુકડા કરી શકો પણ દાતણની ઝુડીના તમે બે ટુકડા તમારા હાથોની મદદ વડે કરી શકતા નથી.  

હમેશાં સૌને સાથે લઈને ચાલવું હિતકર હોય છે.

સબકા સાથ સબકા વિકાસ

અંગ્રેજી શબદ ILLNESS માંથી  I ને ખસેડી જો WE

મૂકીએ તો ILLNESS હોય એ WELLNESS બની જાય છે !

“હું” ની માંદગીને “ અમે “ એ કેવું આરોગ્યમાં બદલી નાખ્યું !  

વિનોદ પટેલ
23 January 2015

વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?

વાઇબ્રન્ટ ઉત્સવમાં છવાઈ જનાર ભૂતાન સૌથી સુખી દેશ કેમ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોમાં છવાઈ જતા હોય છે. આ વખતે તેઓ વડા પ્રધાન તરીકે તેમાં ભાગ લઈ રહ્યા હતા. તેથી તેમનું છવાઈ જવું સ્વાભાવિક હતું અને તેમ બન્યું પણ ખરું, પરંતુ તેમના સિવાય બીજા એક વ્યક્તિ છવાઈ ગયા તો તે ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબ્ગે. એવું શું તેઓ બોલ્યા કે દર્શકોની સૌથી વધુ તાળીઓ તેઓ મેળવી ગયા?
ભૂતાને વિશ્વના સૌથી નાના દેશ પૈકીના આ  વડા પ્રધાને જે પ્રવચન આપ્યું તેથી તેમાં હાજર એક ઉદ્યોગપતિએ તો ત્યાં સુધી કહી દીધું કે આ તો વાઇબ્રન્ટ ભૂતાન કાર્યક્રમ બની ગયો! તોગ્બેએ બહુ નિખાલસતાથી કહ્યું કે અન્ય દેશો સાથેની સ્પર્ધા તો દૂરની વાત છે, પણ અમારા દેશનો જીડીપી (સકળ ઘરેલુ ઉત્પાદન) આ રૂમમાં હાજર ધનાઢ્ય ઉદ્યોગપતિઓની અંગત સંપત્તિ કરતાં પણ ઓછો છે. અને વાત સાચી હતી. ભૂતાનનો જીડીપી માત્ર (૨,૪૯૮.૩૯ અમેરિકી ડોલર છે : સ્રોત – વિશ્વ બૅંક) છે જે ત્યાં હાજર રિલાયન્સના અધ્યક્ષ મૂકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, અદી ગોદરેજ આ બધાની સંપત્તિનો એક ટુકડો માત્ર ગણાય. આની પછી જે વાત તોગ્બેએ કહી તે વાંચો: “જોકે મને પરવા છે ગ્રોસ નેશનલ હેપીનેસ અંકની જે જીડીપી કરતાં ઘણો વધુ છે. તોગ્બેએ ઉદ્યોગોને આમંત્રણ આપ્યું તો ખરું પરંતુ પર્યાવરણની જાળવણીની શરતે.”
આ બહુ મહત્ત્વની વાત કહી તોગ્બેએ. અત્યારે લગભગ આખો સંસાર ભૌતિક સુખ પાછળ ગાંડો બન્યો છે. લોકોને અઢળક સંપત્તિ આ જન્મારે જ કમાઈ લેવી છે. અને ભૌતિક સુખની ઈચ્છાઓ પર કોઈ લગામ જ નથી. લગામ મૂકવા જાય તો જાહેરખબરોનો મારો તમામ માધ્યમોથી (ટીવી, ફિલ્મ, રેડિયો, છાપાં, ચોપાનિયાં, હૉર્ડિંગ…) એટલો છે અને એમાં વળી, પડોશીઓની દેખાદેખીથી તો ક્યાંક ૦ ટકા વ્યાજ પર મળતી લૉનના કારણએ, ન જોઈતી વસ્તુ ખરીદવામાં આવી રહી છે. અલ્ટો આવે તો શિફ્ટ લેવાની ઈચ્છા થાય છે અને શિફ્ટ ખરીદાય તો પછી બીએમડબ્લ્યુ…લોકો કબૂલે છે કે પહેલાં કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા જતાં તો બધી વસ્તુ દૃશ્યમાન નહોતી. કોઈ સ્કીમ નહોતી. એટલે પહેલેથી લિસ્ટ બનાવીને જ જતાં. કરિયાણાવાળા ઘરે સામાન આપી જતા. આજે? આજે એક તો મોલમાં જવાનું. બધી વસ્તુઓ જાણે કહેતી હોય કે અમને ખરીદી લો. સસ્તુ અને એક પર એક ફ્રી જેવી સ્કીમ હોય તેના કારણે વણજોઈતી ચીજોની ખરીદી થવા લાગી છે. આ તો ખાલી કરિયાણાની વાત જ થઈ. ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની તો વાત જ નથી. અને આ બધા ચક્કર પૂરા કરવા નોકરી કે ધંધા ૧૦-૧૨ કલાક કરવાના. પરિણામે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા જતાં માનસિક સુખ અને પારિવારિક સુખનું બલિદાન દેવામાં આવે છે. તેમાંથી જાગે છે પરિવારમાં પતિ-પત્ની વચ્ચે, પિતા-સંતાનો વચ્ચે, માતા-સંતાનો વચ્ચે ઝઘડા. ટ્રાફિકમાં સહેજ કોઈ ચૂક કરે અથવા પોતાનાથી ચૂક થઈ જાય તો પણ આંખો દેખાડી ઝઘડવા લાગે છે. નોકરીની અંદર કે ધંધામાં બધા એકબીજા પર બૂમબરાડા પાડતા હોય છે. ટ્રેન જો મોડી પડે તો મુંબઈના દિવા સ્ટેશનની જેમ લોકો પથ્થરમારા સહિતની હિંસા પર ઉતરી આવે છે. ભૂતાનમાં આવું નથી. ગ્રોસ નેશનલ હેપ્પીનેસની રીતે ભૂતાનને કેમ સૌથી સુખી દેશ ગણાવાય છે તે વિચારવા અને જાણવા જેવું છે.
ભૂતાન તરફ લોકોની નજર પડતી નથી. મોટા ભાગના ગુજરાતીઓની નજર ભોગવાદી અમેરિકા કે અન્ય યુરોપીય દેશો તરફ જ હોય છે. આવા દેશોના પણ ભોગવિલાસના વધુ સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. એટલે અમેરિકાની સારી બાજુ- શિસ્ત, કાયદાપાલન, સ્વચ્છતા, શિક્ષણ, ખેલકૂદમાં અગ્રતા, વિજ્ઞાન-સંશોધનમાં અગ્રેસર, ગ્રાહકોને પૂરી પડાતી સારી સેવા..આ બધાં પાસાં તરફ આપણું ધ્યાન જતું નથી. પરિણામે ધીમે ધીમે આપણે ત્યાં લોકોની રીતભાત અમેરિકાની નેગેટિવ બાજુઓ જેવી થતી જાય છે. લોકો હવે ‘દેવમ્ કૃત્વા ઘી પીબેત’માં માનતા થઈ રહ્યા છે. પૈસાની બચત પહેલાં જે થતી હતી તેમાં મોટો ઘટાડો આવ્યો છે. સરકાર પણ નાની બચત યોજનાઓમાં બહુ વ્યાજ આપતી નથી. પરિણામે અનેક લોકો શેરબજાર કે પ્રોપર્ટી માર્કેટ તરફ નાછુટકે વળી રહ્યા છે. કપડાં-લતાની રીતે અમેરિકા અને આપણે ત્યાં હવે બહુ ફરક રહ્યો નથી. અને સાંસ્કૃતિક રીતે પણ આપણે બહુ ઝડપથી અમેરિકા જેવા બનતા જઈએ છીએ, પરંતુ ભૂતાનની વાત જુદી છે. ભૂતાન હજુ તેની પરંપરાઓને-તેની સંસ્કૃતિને જાળવીને બેઠું છે. તે જ કદાચ તેના લોકો સુખી હોવાનું એક કારણ છે.
ઇતિહાસકારો માને છે કે ભૂતાન એ સંસ્કૃત શબ્દ ‘ભોત’ + ‘અંત’ એટલે કે ‘તિબેટના અંત’ પરથી નામ પડ્યું.  ૧૭મી સદી સુધી ભૂતાનમાં સંપ્રદાયો વચ્ચે ઝઘડા ચાલતા રહ્યા હતા. ઇતિહાસ મુજબ, પહેલા ઝાબડ્રંગ રિન્પોચે નામની પદવી ધરાવતા લામા નગાવાંગ નામગ્યાલએ ભૂતાનને એક કર્યું અને તેની ઓળખ ઊભી કરી હોવાનું કહેવાય છે. ૨૦મી સદીમાં ભૂતાને ભારત સાથેના સંબંધો વિકસાવ્યા.ભૂતાનની વસતિ જુઓ તો ગુજરાત કરતાંય ઓછી છે. ગુજરાતની સાડા છ કરોડની વસતિ સામે ભૂતાનની વસતિ સાડા સાત લાખ છે. ભૂતાન હિમાલયનો પ્રદેશ છે. ત્યાં મુખ્ય ધર્મ વજ્રયાન બૌદ્ધ છે. તેને સરકાર આશ્રય પણ આપે છે.
ભૂતાનનૂં ચલણ નગુલ્ત્રુમ (ngultrum) છે જેની કિંમત ભારતીય રૂપિયા આધારિત છે. ભૂતાનનું અર્થતંત્ર ભલે વિશ્વનાં સૌથી નાનાં અર્થતંત્રો પૈકીનું એક હોય, પણ તાજેતરનાં વર્ષોમાં તેનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે. ૨૦૦૭ના આંકડા મુજબ, ભૂતાન વિશ્વમાં બીજા ક્રમનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. ભૂતાનનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ, વન્ય સંપત્તિ, પ્રવાસન અને ભારતને જળવિદ્યુતના વેચાણ પર નિર્ભર છે. ૫૫.૪ ટકા વસતિની આજીવિકા કૃષિ પર આધારિત છે. આ ઉપરાંત હસ્તકળા, વણાટ કામ અને ધાર્મિક કળા જેવા ઉદ્યોગો પણ છે.
ભૌગોલિક મર્યાદા પુષ્કળ છે. રોડ અને અન્ય આંતરમાળખું બનાવવું મુશ્કેલ અને ખર્ચાળ છે. દરિયો નથી પરિણામે વેપાર પર મોટી અસર પડે છે. અરે! ભૂતાનમાં રેલવે પણ નથી. (જોકે હવે ભારત તેને રેલવે સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે). ૧૯૯૦ના દાયકામાં ભૂતાને લ્હોત્શંપા નામના વંશીય લોકોને (જેઓ સમગ્ર વસતિનો એક પંચમાંશ ભાગ હતા)ને કાઢી મૂક્યા કે તેમને દેશ છોડવાની ફરજ પાડી. કારણ? આ લઘુમતી પ્રજા તેમની માગણીઓ અને સરકારમાં વધુ પ્રતિનિધિત્વ માટે બહુ બળુકી બની રહી હતી. અસંતુષ્ટ લ્હોત્શંપાઓની ધરપકડ કરવામાં આવી, તેમને દેશમાંથી તગેડી મુકવામાં આવ્યા અને તેમની સંપત્તિ પણ જપ્ત કરાઈ. (આપણે ત્યાં આવું થવાની કલ્પના પણ થઈ શકે?) એક લાખથી વધુ આ લ્હોત્શંપા અત્યારે આશ્રયવિહોણા છે.
ભૂતાન એ ભારત અને ચીન વચ્ચે આવેલું છે તેમ છતાં આનંદની વાત છે કે તે રાજકીય-સાંસ્કૃતિક રીતે મોટા ભાગે ભારતની પાંખમાં જ રહ્યું છે. ૧૯૪૯માં ભારત-ભૂતાન વચ્ચે સંધિ થયેલી જે મુજબ, ભારત ભૂતાનની વિદેશી બાબતોમાં પણ દખલ દઈ શકતું હતું. જોકે, ૨૦૦૭માં આ સંધિને રદ્દ કરતી બીજી સંધિ થઈ. તે મુજબ, ભૂતાન પોતાના વિદેશી સંબંધો જાતે નક્કી કરશે. ભૂતાનમાં રોયલ આર્મી છે જેના સૈનિકોને ભારતીય લશ્કર તાલીમ આપે છે. ભારત અને ભૂતાનના નાગરિકોને એકબીજાને ત્યાં આવવા-જવા પાસપોર્ટ કે વિઝા લેવા પડતા નથી. ભૂતાનમાં ત્યાંના ચલણ ઉપરાંત આપણો રૂપિયો પણ સ્વીકાર્ય છે. ભારત અને ભૂતાને ૨૦૦૮માં મુક્ત વ્યાપાર સંધિ કરેલી છે.
ભૂતાનને ચીન સાથે વિધિવત્ રાજદ્વારી સંબંધો નથી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશોના નેતાઓની મુલાકાતો વધી છે. બંને વચ્ચે પહેલી દ્વિપક્ષીય સમજૂતી ૧૯૯૮માં થઈ હતી. ભૂતાને ચીનના આશ્રિત પ્રદેશો મકાઉ અને હોંગ કોંગમાં કોન્સ્યુલેટ પણ ખોલી છે. ભારતની જેમ ભૂતાનની સરહદ પણ ચીનને અડીને છે અને વાયડું ચીન ભૂતાનને પણ અવારનવાર કનડે છે. પરંતુ ભારત પોતાની સરહદો બાબતે ચીન સામે તડનો જવાબ ફડથી નથી આપી શકતું ત્યાં ભૂતાનની બાબતમાં કેવી રીતે બોલે? (દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વિવાદમાં અમેરિકા દક્ષિણ કોરિયાની પડખે ઊભું રહે છે તેમ ભારત કરી શકતું નથી એ પણ વાસ્તવિકતા છે.) આમ છતાં મોટા ભાગે ભૂતાન શાંતિમય પ્રદેશ રહ્યું છે. કુદરતે ભૂતાનમાં છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે. ત્યાં બંગાળના જાણીતા વાઘ, રીંછ, લાલ પાંડાથી માંડીને વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. વન્ય સંપત્તિને ભૂતાને સારી રીતે જાળવી છે.
સ્વિસના ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર મુજબ, વન્ય સંપત્તિને જાળવવાનાં પગલાં સક્રિય રીતે લેવા માટે ભૂતાન એક આદર્શ છે. તેની જીવવિવિધતાને જાળવવા માટે ભૂતાન જે રીતે કટિબદ્ધ છે તે માટે તેની વિશ્વના અનેક દેશોએ પ્રશંસા કરી છે. જમીનનો ઓછામાં ઓછો ૬૦ ટકા ભાગ વન માટે જાળવવાનો ભૂતાનનો નિર્ણય આજે પણ અડીખમ છે. તેમાં ૪૦ ટકા ભાગ નેશનલ પાર્ક, રિઝર્વ અને અન્ય સુરક્ષિત વિસ્તારો તરીકે જળવાયો છે.
ભૂતાનના લોકો કેમ સુખી છે? તેનું એક આ ઉપરોક્ત કારણ થયું. કુદરતી જીવન. બીજું કારણ જોઈએ. મોટા ભાગે ત્યાં ટેલિવિઝન, ઇન્ટરનેટ અને પાશ્ચાત્ય કપડાં પર પ્રતિબંધ રહ્યો છે, જે ૧૯૯૯માં ઉઠાવાયો. ભૂતાનમાં ખ્રિસ્તી અને બીજા ધર્મોના પ્રચાર-ઉત્તેજનને મંજૂરી નથી. ત્યાં બૌદ્ધ સિવાય કોઈ મિશનરી પ્રવેશી શકતા નથી. પ્લાસ્ટિક બેગ, તમાકુ, જેવી ચીજો પર સમૂળગો પ્રતિબંધ છે. આમ, બીજા પંથો-સંપ્રદાયો ભૂતાનમાં પગપેસારો કરી શક્યા નથી. આમ, એક રીતે વિશ્વથી એકલું અટૂલું લાગતું (જોકે ભારત સાથે ઘરોબો છે) ભૂતાન માટે આ એકલતા આશીર્વાદ રૂપ બની છે. હજારો વર્ષ જૂની પરંપરાઓ અને સંસ્કૃતિ ત્યાં જળવાઈ છે. ઇન્ટરનેટ, ટેલિવિઝન અને વૈશ્વિકરણનાં અન્ય પાસાં ચોક્કસ લાભદાયક છે, પરંતુ તેના લાભ કરતાં નુકસાન આપણે ત્યાં વધુ જોવા મળે છે તેવું ભૂતાનમાં થઈ શક્યું નથી. ૨૦૦૮થી ભૂતાનમાં રાજાશાહીમાંથી લોકશાહી તરફ પગરણ થઈ ચુક્યા છે.
આજે જે ગ્રોસ નેશનલ હેપ્પીનેસ શબ્દ છે તે છેક ૧૯૭૨માં ભૂતાને વહેતો મૂક્યો છે. અને સુખના માપદંડ આરોગ્ય, માનસિક સુખાકારી, સમયનો ઉપયોગ, શિક્ષણ, સાંસ્કૃતિ વિવિધતા, સુશાસન, આર્થિક વૈવિધ્ય અને જીવન ધોરણો છે. (હિન્દુ શાસ્ત્રો મુજબ આ જ માપદંડ છે)
આજે ભારતને વિશ્વગુરુ બનાવવાનાં સપનાં દેખાડાય છે પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ, પર્યાવરણનો ભોગ તો લેવાય જ છે, ભૌતિક સુખો, ટૅક્નૉલૉજીને જરૂર કરતાં વધુ પ્રાધાન્ય મળી રહ્યું હોય તેમ લાગે છે. જો ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો ભૂતાનમાંથી માત્ર ભારતે જ નહીં, અન્ય દેશોએ પણ શીખવા જેવું છે.
(આ લેખ ‘મુંબઈ સમાચાર’ની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૧/૧૫ના રોજ છપાયો)

સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો…

સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો…

Culture can kill
Culture can kill
અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથીઅમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છેથોડા સમય પહેલાં એમણે પોતાના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાન્તર પણ કર્યું છે, જો કે તે હજી છપાયું નથી.
તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છેઆ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના કરી છેલેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હીન્દુ ધર્મે તેની જડતા અને અન્તર્મુખતાને કારણે વીદેશી આક્રમકો અને શાસકો સામે સતત હાર ખાધી છેછતાંય હજી સુધી પોતાનો દમ્ભ છોડ્યો નથી.
આ પુસ્તકનાં પ્રકરણોના કેટલાક અંશોમાં જરુરી ફેરફાર સાથે દર મહીને ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રોને   શ્રી. મુરજીભાઈ ગડા ‘Culture Can Kill’નું રસપાન કરાવશે.
…ગોવીન્દ મારુ
ભારતીય લોકો પરદેશમાં જ્યાં જ્યાં ગયા છે, ત્યાં ત્યાં તેમણે વીપુલ પ્રગતી કરી છે. પણ એ ભારતની બહાર જ, ભારતમાં નહીં. એમ કેમ ? એક ભારતીય, ન્યુયોર્કના ઍરપોર્ટ પર ઉતરે એટલે તરત ગુણવાન, કલાવાન, બુદ્ધીમાન બની જતો નથી. એનું વર્તન એટલું બધું પલટાઈ જાય છે કે, એ માણસ કામકાજમાં પોતાનું શ્રેષ્ઠ હીર બતાવી શકે છે. એક જાણીતા ભારતીય સજ્જને કહ્યું છે: ‘જે દીવસે હું અમેરીકા આવ્યો, એ દીવસ મારો મુક્તીદીન હતો.’ આ દેશપ્રેમની ખામી નથી, લાગણીહીનતા નથી; પણ જીવનની કરુણ વાસ્તવીકતાનો દુ:ખદ એકરાર છે.
રમતની ટીમ સતત હાર પામતી હોય કે સારી વ્યાપારી કંપની સતત ખોટ ખમતી હોય, તો એ શું કરે છે ? પોતાની નબળાઈઓનું માત્ર વીશ્લેષણ જ નહીં; પણ હરીફ ટીમ કે હરીફ કંપનીઓની કામ કરવાની પદ્ધતીઓનો અભ્યાસ પણ કરે છે. દેશ, રાજ્ય કે સમાજની બાબતમાં આમ જ કરવું પડે છે. સૌથી વધુ કાર્યક્ષમ સમાજો કે દેશોની કોઈ સારી ટેવો આપણે શોધી શકીએ છીએ ? અને ગમે તો સ્વીકારી શકીએ છીએ ?
એક ભારતીય કુટુમ્બ જ્યારે ભારતથી અમેરીકા વસવાટ કરવા આવે છે, ત્યારે બન્ને સમાજો વચ્ચે આસમાન જમીન જેટલો ફરક અનુભવે છે. એ ફરક એટલો તો વીશાળ હોય છે કે એણે કલ્ચરનો આંચકો’ અનુભવ્યો એમ કહેવાય છે. ખાવુંપીવું, પોષાક, ભાષા વગેરે તરત જણાઈ આવે એ બધું તો ખરું જ; પણ એ ઉપરાંતની બીજી વાતો જેવી કે લોકોની ટેવો, માન્યતાઓ, જે ‘કલ્ચર’ નામના એક જ શબ્દમાં સમાવાય છે; એ બધું અત્યન્ત જુદું હોય છે. આપણે એની ચર્ચા આ લેખમાં કરીશું. કલ્ચરનો આવો ફરક અછડતી નજર નાખવાથી જલદી દેખાઈ આવે એવો હોતો નથી. તેથી ઘણા મુલાકાતીઓ થાપ ખાઈ જાય છે. અમેરીકામાં કાયમ વસેલા ભારતીયો સુધ્ધાં મોટા ભાગના લોકો એમની માફક ખાતાં, પહેરતાં, હાય-હલો-ઓકે એવું બોલતાં, તરત શીખી જાય છે; પરન્તુ જે જાણવાનું ને શીખવાનું સૌથી મહત્ત્વનું છે, તે જલદી જાણી કે શીખી શકતા નથી. કેટલાક તો વળી શીખવા માંગતા જ નથી.
આપણે એવા મીથ્યાભીમાની હોઈએ કે અમેરીકન કલ્ચર વચ્ચે રહીને પણ એમની પાસેથી કંઈક શીખીએ નહીં, તો એ નુકસાન આપણું જ હશે; એમનું નહીં. નીયમીતતા, સ્વચ્છતા, વ્યવસ્થાપન પદ્ધતી વગેરેની વાત સરળ છે. ઔદ્યોગીક ક્રાન્તીમાં પલોટાયેલા સમાજોના આ ગુણો છે અને તે શીખવા જેવા છે. એ વાત લગભગ બધા કબુલ કરે છે. એ સીવાયના પણ બીજા અનેક કલ્ચરના તફાવતોનો વીષય વીશાળ છે. એટલે નીચેના ફકરાઓમાં એમની ટુંકી યાદી જ આપી છે; લાંબી વીગતો નહીં. ફક્ત પહેલો મુદ્દો ઉદાહરણરુપે જરા વીસ્તારથી જોઈશું :
1.    નવસર્જન (Innovation): અમેરીકાના જીવન કે કલ્ચરમાં, સૌથી મહત્ત્વની વાત કોઈ હોય તો તે અમેરીકન સમાજની સર્જનશીલતા છે. કંઈક નવું કરવું, જુદું કરવું, જુદી રીતે કરવું, હમ્મેશાં કરતા રહેવું. ચીલાચાલુ નહીં; પણ મૌલીક રીતે વીચારવું એનું નામ નવસર્જન. નવી ચીજો રોજ બજારમાં આવે, જુની ચીજો ફેંકાઈ જાય. ચાલુ ચીજો બદલાય, સુધારાય, સસ્તી બનાવાય. જે કંપની નવીનતા ન આપી શકે, આપવામાં મોડી પડે કે ઢીલાશ કરે; તે કંપની બજારમાંથી ઉઠી જાય. લોકો નાવીન્ય માંગે, વર્ષે દહાડે મેળવતા રહે ને સ્વીકારે પણ ખરા. તેથી જીવનધોરણ અને એની ગુણવત્તા દીન પ્રતીદીન ઉપર ઉંચકાતા જ જાય. અમેરીકન કંપનીઓ સંશોધન (Research) અને નવરચના (Development) પાછળ કેટલા પૈસા ખર્ચે છે ? CISCO કંપનીએ 2000ના વરસમાં એના સમગ્ર વેચાણના 14.3 ટકા ખર્ચ્યા. કંપનીઓ નવી પેટન્ટો કેટલી પ્રાપ્ત કરે છે? IBM કોર્પોરેશને 1998ના એક જ વરસમાં 2657 પેટન્ટો મેળવ્યા અને 2000ના વરસમાં 2886. આ તો માત્ર અછડતાં ઉદાહરણો જ આપ્યાં છે. કારણ, આવા બધા આંકડાઓ સહેલાઈથી મળી શકે છે. ફક્ત વ્યાપાર–ઉદ્યોગની જ આ વાત નથી; આ વાત છે અનેક ક્ષેત્રોનાં સર્જનાત્મક કાર્યની, માહીતીની, અવલોકનની, પ્રેરણાની, તીક્ષ્ણ બુદ્ધીમત્તાયુક્ત મૌલીકતાની. આપણા જેવા પરદેશીઓને આ બધું પહેલી નજરે દેખાતું નથી હોતું; પરન્તુ જેણે અમેરીકામાં ધંધાદારી અનુભવ મેળવ્યો હશે એને આમાં કંઈ નવું લાગશે નહીં. એ વ્યક્તી આ બધાંનું પુરું મહત્ત્વ પીછાની શકશે.
નવસર્જન અને ઉત્પાદકતા (Productivity) બન્ને એકબીજાનાં પુરક છે. ઉદ્યોગોમાં દરેક કાર્ય–પદ્ધતીનો ઝીણવટથી અભ્યાસ કરીએ, એ કામ કરવાની નવી રીત શોધી કાઢવી કે વધુ સારી ચીજ બનાવવી, એનાથી ઉત્પાદકતા ઘણી વધી શકે છે. અમેરીકામાં ઉત્પાદન એ તમારી પસંદગીની વાત નથી; એ તો જીવન જીવવાની પદ્ધતી છે. એ અનીવાર્ય આવશ્યક્તા છે. કંપનીના માલીકને, તમારે પોતાને, જીવનમાં ટકી રહેવું હોય તો ઉત્પાદનશીલ થવું જ પડે.
અમેરીકામાં નવસર્જન એટલું ઝડપી ને ઝંઝાવતી હોય છે કે આપણી ઉંમર બદલાય એના કરતાં ઉપકરણો વધારે ઝડપથી બદલાય છે ! બાળકો આજે વડીલોને કમ્પ્યુટર કેમ વાપરવું, વીડીયો કેમ ચલાવવો વગેરે શીખવે છે. ઈન્ટરનેટનું જંગલ દરેક સો દીવસના ગાળામાં બમણા કદનું થાય છે. અમેરીકામાં નવસર્જન ગુણાકારની ઝડપથી થાય છે. ભારતમાં જો થાય તો એ ગણીતના સાદા સરવાળામાં થાય છે. અમેરીકામાં એવા હજારો લોકો છે કે જેમનો રોજનો ધંધો જ પ્રયોગો કરવાનો, શોધખોળો કરવાનો, ખાંખાંખોળાં કરતા રહેવાનો છે. જેણે ઈલેક્ટ્રીક લાઈટ, ગ્રામોફોન અને સીનેમા જેવી અગત્યની શોધો કરી, તે થોમસ આલ્વા ઍડીસન બહુ ભણેલોગણેલો વૈજ્ઞાનીક નહીં; પણ વ્યાવહારીક પ્રયોગશીલ માણસ હતો. તેણે 1093 પેટન્ટો મેળવ્યાં હતાં. નવું નવું વીચારવાનું, બનાવવાનું અને એમાં સુધારાવધારા કરતા રહેવાનું વલણ અમેરીકન કલ્ચરમાં ઉંડુ જામેલું છે. નાની ઉંમરથી શાળાઓમાં છોકરાઓને સર્જનશીલ બનતાં શીખવાડાય છે. અલગ પડી આવતું વર્તન શીક્ષાપાત્ર ગણાતું નથી. દરેક બાબતમાં પ્રયોગો આવકાર્ય હોય છે. કોઈ પણ જાતની મૌલીકતાને ખાસ ઉત્તેજન આપવામાં આવે છે.
ચાલુ રીતરસમોના આપણે સદાના અનુયાયી, નવાના વીરોધી. એમ કેમ? એ મહત્ત્વનો અને વીચારવા લાયક પ્રશ્ન છે. એની કુંચી દરેકના કલ્ચરમાં છે.
2.    અમેરીકનો સૈદ્ધાંતીક કરતાં વ્યાવહારીક મગજના વધુ હોય છે. સાધન નવું હોય કે જુનું હોય, ‘એ કામ કરે છે ?’ એ પ્રશ્ન સૌથી પહેલો પુછાય.
3.    વીવાદાસ્પદ બાબતમાં તીવ્ર દલીલબાજી કર્યા પછી, વીરોધી પ્રત્યે આદર સાથે તેઓ પરસ્પર આપ–લે કરી સુલેહ કરી શકે છે. પોતાની બાજુને વળગી રહીને પણ, સામા માણસની દલીલમાં રહેલો તથ્યાંશ તેઓ સ્વીકારી શકે છે.
4.   અમેરીકનો માહિતી માટે ઉત્સુક હોય છે, આપણે અભીપ્રાયો માટે. તેઓ હકીકત ઉપર મદાર રાખે છે, આપણે ધારણા અને માન્યતા પર.
5.   ભારતમાં આપણે આપણાં પોષાક, ખોરાક અને ભાષામાં ઘણી વીવીધતા ધરાવીએ છીએ; પણ વીચારોમાં ઓછી. અમેરીકામાં વીચારવૈવીધ્ય ઘણું વધારે જોવા મળે છે. નવા વીકલ્પો અને જુદા આદર્શો પડકારરુપે થઈ વૈચારીક સમૃદ્ધી પુરી પાડે છે. અમેરીકામાં વીચારધોધ માણસને ગુંચવી નાખે; ભારતમાં ગાડરીયો પ્રવાહ એને ખેંચી જાય.
6.   અમેરીકન કલ્ચરમાં વ્યક્તીવાદ (Individualism) અને અંગતતા (Privacy) અતી પ્રબળ છે. બીજી કોઈ વ્યક્તીની અંગત કે ખાનગી બાબતોમાં ડોકીયું નહીં, દખલ નહીં કરવાની. પોતાની ખાનગી બાબતોમાં કોઈની જીજ્ઞાસા કે દખલ સહન કરવી નહીં. આપણે ભારતીયો સ્વકેન્દ્રીય ખરા; પણ બીજાની અંગતતા વીશે ઓછા સભાન. આપણને સ્વકેન્દ્રીય વર્તુળની દરકાર, બીજા બધાની અવગણના.
7.   અમેરીકાના રાજકીય અને સામાજીક તત્ત્વજ્ઞાનમાં સમાનતાનો સીદ્ધાંત પાયાનો છે. જાત, જાતી, ધર્મ, દરજ્જો અને તકની સમાનતા કડક કાયદાઓથી સ્થાપીત છે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં કોઈ તમારી જાતપાત, ધર્મ, ઉંમર સુધ્ધાં પુછી ન શકે. ભેદભાવની શંકા જન્માવે એવો અણસાર પણ ન અપાય. ભારતમાં આપણે સ્થાન કે દરજ્જાના પુજારી છીએ. એ સ્થાન મોટે ભાગે જન્મથી કે મોભાની રુએ હોય છે. દલીત અને સ્ત્રી વર્ગ ઉતરતી કક્ષાના મનાય છે. વીરપુજા પ્રાચીનકાળમાં હતી અને આજે પણ પ્રવર્તે છે. ગુરુઓ, નામાંકીત કે હોદ્દેદાર વ્યક્તીઓ, એમના સગાંવહાલાં સુધ્ધાં વગેરે તરફ આપણા અહોભાવ અને ચરણ સ્પર્શ – સન્માન જાણીતાં છે.
8.   વીચારમાં સ્વતંત્રતા અને વર્તનમાં આત્મનીર્ભરતાની કીંમત અમેરીકન સમાજમાં બહુ ઉંચી આંકવામાં આવે છે. બાળકો સત્તર–અઢારની ઉંમર થાય એટલે મા–બાપથી સ્વતંત્ર રહેવાનું પસંદ કરે; સંયુક્ત કુટુંબમાં નહીં. સંતાનો અને વડીલો એકબીજા ઉપર આધાર ના રાખે. આ બધાના ફાયદા–ગેરફાયદા બન્ને છે; પણ એની ચર્ચા અહીં કરવી નથી. એનાથી સ્વતંત્ર વીચારશક્તી અને પોતાના પગ ઉપર પોતે ઉભા રહેવાની ટેવ જરુર કેળવાય છે. સાથે સાથે કેટલાક લોકોમાં અસામાજીકતા પણ આવી શકે છે.
9.    આપણે નસીબ અને જ્યોતીષમાં માનીએ છીએ. અમેરીકનો આપણા કરતાં બહુ જ ઓછું માને છે..
10.   અમેરીકનો કામને સન્માનીય (Dignity of  Labour) ગણે છે. આપણે કામને, ખાસ કરીને શારીરીક શ્રમને, ઉતરતી કક્ષાનું ગણીએ છીએ.
11.   કામધંધામાં, ઓફીસમાં, આપણું વર્તન વ્યક્તીનીષ્ઠ હોય છે. તેઓનું ધંધાદારી કે નીયમ આધારીત હોય છે.
12.  માણસે કરેલાં કાર્યો કે તેણે લીધેલા નીર્ણયો માટે અમેરીકામાં તે પોતે જવાબદાર કે ઉત્તરદાયી ગણાય છે. જવાબદારીની વ્યાખ્યા, એનો વ્યાપ અને મર્યાદાઓ નીશ્વીત કરવામાં આવે છે. ભારતમાં પોતાની નીષ્ફળતા માટે બહુ ઓછા માણસો પોતાની જવાબદારી માનવા કે સ્વીકારવા તૈયાર હોય છે.
13.  ભારતમાં કુટુમ્બની આબરુ અને ખાનદાનીનો દેખાવ જાળવવાને વધારે મહત્ત્વ અપાય છે. ખાનદાની શબ્દ અમેરીકામાં બહુ પ્રચલીત નથી.
આ યાદી લાંબી થઈ શકે. બધા પ્રકારના અભીગમ દુનીયામાં બધે ઓછાવત્તા પ્રમાણમાં દેખાય; પણ કયા સમાજમાં એનું પ્રમાણ કેટલું છે તે નીર્ણાયક ઠરે છે.
અમેરીકામાં છે તે બધું સારું નથી; ઘણું અનીષ્ટ પણ છે. પણ એ અનીષ્ટો આપણા કરતાં જુદાં પ્રકારનાં છે. એમના પ્રશ્નો વધુ પડતી સમૃદ્ધીના છે. વ્યક્તીસ્વાતંત્ર્યને હદ બહાર બહેકાવવાના, અર્થશાસ્ત્રના, આઝાદીના, આધુનીક આદર્શોની સાઠમારીના, રાજ્ય બંધારણના સીદ્ધાંતોના એવા એવા કોયડાઓ છે. એ આપણા કરતાં જુદી અને નવી દુનીયાના પ્રશ્નો છે. પરન્તુ સૌથી અગત્યની બાબત એ છે કે અમેરીકનો એમનાં અનીષ્ટો પ્રત્યે સજાગ છે તથા એમની ખુલ્લી ને તાર્કીક ચર્ચા કરે છે. અનેક પંથોમાં વહેંચાયેલી ખ્રીસ્તી કોમમાં વ્યક્તીબદ્ધ નહીં; પણ સીદ્ધાંતબદ્ધ ચર્ચાઓ જોરશોરથી ચાલે છે. ઘણા બધા અમેરીકનો રુઢીચુસ્ત છે; પરન્તુ એ રુઢીચુસ્તતા આપણી રુઢીચુસ્તતા કરતાં જુદી છે. એ વીવેકબુદ્ધીની રુઢીચુસ્તતા છે ને સીદ્ધાંતોના પાયાવાળી છે. દા.ત. ગર્ભપાતનો કે સરકારીકરણનો વીરોધ, સજાતીય સમ્બન્ધો, પાદરીઓમાં લગ્ન સમ્બન્ધ, સ્ટેમ સેલ સંશોધન વગેરે પ્રશ્નો તપાસો. એમાં આપણી જેમ ‘જુનું તે સોનું’ કે ‘ભુતકાળનો ગર્વ કે મોહ’ નથી. આપણા જેવી જ અતીપ્રાચીન યહુદી પ્રજા સુધ્ધાં આજના જમાનાની ખુબ પ્રગતીશીલ પ્રજાઓમાંની એક છે.
ભારતમાં મોટા ભાગના લોકો માને છે કે ‘અમેરીકનો ભૌતીક, અમે આધ્યાત્મીક; અમેરીકનો ડૉલરપ્રેમી, અમે પ્રેમાળ ને કુટુમ્બપ્રીય.’ આ માન્યતાઓ તદ્દન પાયા વીનાની છે. જે લોકો અમેરીકન સમાજમાં પુરા ભળ્યા નથી, તેઓ એને સાચી રીતે ઓળખી શકતા નથી. આવા અધકચરા અભીપ્રાયો કરોડો આદર્શવાદી સન્નીષ્ઠ અમેરીકનોને અન્યાય કરે છે. અમેરીકન પ્રજાનો પાલતુ પશુઓ પ્રત્યેનો પ્રેમ, અનાથ બાળકને દત્તક લેવાની તૈયારીઓ, અબજો ડૉલરની સખાવતો, ની:શુલ્ક મરજીયાત સેવાઓનો વ્યાપ, માનવ અધીકાર ચળવળો, આવી ઘણી બાબતો વીશે ભારતના લોકો વધુ જાણે એ ઈચ્છનીય છે. એનાથી સાવ અજાણ એવા લોકો અભીપ્રાયો આપે તે સહેજે યોગ્ય નથી. અમેરીકન લોકોમાં સ્પષ્ટ દેખાઈ આવતો સ્વાતંત્ર્યપ્રેમ, માનવપ્રેમ, વ્યક્તીવાદ, દંભહીન નીખાલસતા – આ બધા વીશે આપણે થોડીક વધુ કદર કરવાની આવશ્યક્તા છે.
આપણે ભારતના શ્રેષ્ઠ બુદ્ધીધનને સરાસરી અમેરીકન સાથે સરખાવીને નીર્ણય બાંધી લઈએ છીએ કે આપણે ‘ગ્રેટ’ છીએ. અમેરીકામાં આવી વસેલા પહેલી–બીજી પેઢીના સખત કામ કરી, અજાણ્યા દેશમાં સ્થીર થવા માંગતા આગંતુક ભારતીયોને, અહીંના ઉચ્છૃંખલ યુવાન કે હીપ્પી સાથે સરખાવીને આપણે નીર્ણય કરીએ છીએ કે આપણે જ ઉદ્યોગપ્રીય છીએ ને અમેરીકનો નથી. આ જાતની સરખામણીઓ અર્થહીન છે. એ તેમના વીશે નહીં; આપણા વીશે કશુંક કહી જાય છે. આપણા માનસમાં અમેરીકનોની એક બીબાંઢાળ છબી ઉપસાવીને આપણે બેઠા છીએ કે તેઓ ડૉલરઘેલા સુખશોધકો છે, જ્યારે આપણે નીતીમાન, આધ્યાત્મીક, આત્મલક્ષી, સત્યાન્વેષકો છીએ. ફક્ત ખ્રીસ્તી જ નહીં; પણ બધા ધર્મોની ફીલસુફીનો અભ્યાસ અમેરીકામાં કેટલી ગહનતાથી આત્મલક્ષી (Theosophical) સ્કુલોમાં થાય છે એની આપણને કાંઈ જ ખબર નથી. છતાં આપણી માની લીધેલી આધ્યાત્મીક સરસાઈને આત્મસંતોષથી ચુસી, ચાવી, વાગોળી, આપણે અભીપ્રાયોના ગોળા ગબડાવ્યે રાખીએ છીએ. ટુંકમાં કહીએ તો, અમેરીકન પ્રજા જુદી જરુર છે; પણ ભારતના લોકો માને છે એવી જડસુ કે અનીતીમાન નથી. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે – જો ખરેખરું અમેરીકા આપણે પીછાણી શકીએ તો…
અમેરીકામાં સારું ભણીને સ્થીર થયેલી એક બુદ્ધીમાન ભારતીય સન્નારીને મેં પુછ્યું:
1.     તમે એકંદરે શું પસંદ કરો, ભારતીય સંસ્કૃતી કે અમેરીકન ?
તે કહે, અલબત્ત, ભારતીય જ.
2.   પછી મેં પુછ્યું, ‘તમને નીયમીતતા ગમે ? સ્ત્રી–પુરુષની સમાનતા ગમે ? અંગત જીવનમાં પ્રાયવસી ગમે ?’ એ દરેકનો ઉત્તર એક જ, અને ભારપુર્વક: ‘હા, એ તો ગમે જ ને !’
જ્યારે મેં સમજાવ્યું કે આ ત્રણેય આધુનીક પાશ્વાત્ય મુલ્યો છે, ભારતીય પરમ્પરાનો ભાગ નથી; ત્યારે એ સન્નારીને જે આંચકો લાગ્યો હશે, એની કલ્પના કરો. બુદ્ધીમાન હતી – વીચાર કરતાં એક જ મીનીટમાં એને ખ્યાલ આવી ગયો કે એના બન્ને ઉત્તરો એકબીજાના વીરોધી હતા.
અમેરીકામાં વસતા લગભગ બધા ભારતીયો પોતાનો ‘સાંસ્કૃતીક વારસો’ ભુલાઈ જશે એની ચીન્તા કરે છે. પોતાનાં સંતાનો આ અમુલ્ય વારસાને ગુમાવી બેસે નહીં, એ માટે પ્રયત્ન કરવો જોઈએ એમ તેઓ માને છે. તેમને ખ્યાલ જ નથી કે તેઓ શાની વાત કરી રહ્યા છે. ચીલાચાલુ રુઢીચુસ્તતા, નીતી–અનીતીના જુના ખ્યાલો, સંયુક્ત કુટુમ્બની તરફદારી, સંતાનોના લગ્નસંબંધો અને ધાર્મીક વીધીનીષેધો – આટલું મોટા ભાગના લોકોના મનમાં હોય છે. આધુનીક રંગે રંગાયેલી એક નાની પૈસાપાત્ર અને શીક્ષીત લઘુમતીના મનમાં ફક્ત ભાષા, સંગીત, નાટ્ય કે બોલીવુડ હોય છે. માન્યતાઓ કે સાંસ્કારીક વલણોની વીવીધતા વીશે વીચારવું તો દુર રહ્યું; એ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં સુધ્ધાં આવે છે. પરન્તુ કલ્ચરનું, સંસ્કારોનું, સૌથી મહત્ત્વનું પાસું તો આ જ છે. કારણ બીજું બધું એમાંથી ઉપજેલું છે, એ વાત વીસારે પડે છે.
પૈસા, પોષાક, પરીચર્યા અને ફેશનમાં આપણે ખુદ અમેરીકનોને જ પાછળ પાડી દીધા છે; પણ મૌલીકતા, મેનેજમેન્ટ ને મોડર્નીટીમાં આપણે એમને ક્યારે ટપી જઈશું ? સર્જન, શક્તી ને સંશોધનમાં આપણે ક્યારે આગળ વધીશું ?
આજે તો ભારતીય સમારંભોમાં સમયસર પધારવું એ જ આપણી સર્વોત્તમ સફળતા ગણાય છે. સ્વચ્છતા એ જ સર્વાધીક સીદ્ધી છે.
અંતમાં નીચેના ત્રણ સાદાં કથનો ધ્યાનથી તપાસો :
1.   સમાજની પ્રગતી ઉપર સામાજીક સંસ્કારો (કલ્ચર)ની અસર થાય છે.
2.   આપણું કલ્ચર અમેરીકા કરતાં અલગ છે.
3.   અમેરીકા આગળ વધેલું છે, આપણે નથી.
આ ત્રણ હકીકતોમાં રહેલું તથ્ય તમે સ્વીકારી શકો, તો એમાંથી શું તારતમ્ય નીકળે છે ? વીચાર કરો.
–સુબોધ શાહ

22 January 2015

આખરે તારી જિંદગીનો મતલબ શું છે?

આખરે તારી જિંદગીનો મતલબ શું છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મોડું ન કર કે આવી જીવનગત નહીં રહે,

જેવી છે આજ તેવીય હાલત નહીં રહે.

-મરીઝ

જિંદગી એટલે શું? આ જિંદગીનો કોઈ અર્થ ખરો? આખરે જિંદગીમાં કરવાનું શું છે? જિંદગી શું માત્ર પ્રશ્નો ઉકેલવાની એક રમત જ છે?

 જિંદગી એટલે શું? 

જિંદગી સવાલો ખડા કરે અને આપણે જવાબો આપતા જવાના! શું આ જ જિંદગી છે? જિંદગી સાથે કેટલી બધી ફિલોસોફી, કેટલી બધી માન્યતાઓ અને કેટલી બધી ધારણાઓ જોડાયેલી છે. જિંદગી માત્ર જીવવા માટે છે કે પછી કંઈક કરી છૂટવા માટે છે? ઘણા લોકો તો કંઈ જ કરી શકતા નથી. જિંદગી એમ જ શરૂ થાય છે અને પૂરી થઈ જાય છે. માનવજાતના ઇતિહાસમાં એક ટપકું પણ કર્યા વગર ચાલ્યા જવાનું હોય છે. દુનિયામાં કેટલા બધા લોકો છે. કેટલા બધા લોકો ચાલ્યા ગયા. કેટલાં નવાં બાળકો દરરોજ જન્મે છે. આ બધું શા માટે છે? આ બધુ કોના માટે છે? 

કેટલા બધા સવાલો એવા હોય છે જેના જવાબ મળતા નથી. દરેક માણસ પોતાની રીતે જવાબ શોધે છે. એ જવાબ સાચો જ છે એવી ગેરંટી કોઈ આપી શકતું નથી. ઘણા જવાબો એવા હોય છે, જેમાં માત્ર સવાલ જ સાચો હોય છે! આપણે આપણી અનુકૂળતા મુજબનો જવાબ શોધી લઈએ છીએ અને પછી તેને સાચો માની જિંદગી જીવતા રહીએ છીએ.

આ જિંદગીનો કોઈ અર્થ ખરો?

આમ જોવા જઈએ તો જિંદગીના ઘણા બધા અર્થો છે અને આમ જોવા જઈએ તો જિંદગીનો કોઈ અર્થ નથી! જિંદગીનો અર્થ એ લોકો માટે જ છે જેણે તેનો અર્થ શોધી રાખ્યો છે. એક સંગીતકાર માટે એનું સંગીત જીવવાનો અર્થ છે. પેઇન્ટર માટે એ સંગીતનો કોઈ અર્થ નથી. એના માટે ચિત્ર જ જિંદગીનો અર્થ છે. રાજકારણી માટે રાજકારણ અને અર્થશાસ્ત્રી માટે અર્થકારણ એ જિંદગીનો મતલબ છે. લેખક માટે લેખન અને ડાન્સર માટે નર્તન એ જિંદગીનો મતલબ છે. એક માટે જિંદગીનો જે અર્થ છે એ બીજા માટે નિરર્થક અને નક્કામો હોઈ શકે છે. કોઈને નાચવું ગમે છે તો કોઈને એ વેસ્ટ ઓફ એનર્જી અને વેસ્ટ ઓફ ટાઇમ લાગે છે. સૌથી મોટો સવાલ એ છે કે તમારી પાસે તમારી જિંદગીનો અર્થ છે? એ તમારો પોતાનો છે? તમે જે કરો છો એને એન્જોય કરો છો? તમારી જાતથી જ તમે ખુશ છો? જો આ સવાલોના જવાબો હા હોય તો માનજો કે તમે તમારી જિંદગીને ઓળખો છો. તમને તમારી જિંદગીનો અર્થ ખબર છે!

ક્યાંથી આવ્યા એ ખબર નથી. જિંદગી પૂરી થઈ જાય પછી ક્યાં જવાના છીએ એ ખબર નથી. માત્ર એટલું જાણીએ છીએ કે માતાના ઉદરમાંથી આવ્યા છીએ. જિંદગી પૂરી થાય પછી કોઈ અજ્ઞાાત પટમાં સમાઈ જવાનું છે. મૃત્યુ પછી શું થાય છે એના વિશે જાતજાતની માન્યતાઓ છે. એમાં પડવા જેવું નથી. 

કંઈ કરવા જેવું હોય તો એ જ છે કે આ જિંદગીને જીવી લેવી. જિંદગીની મકસદને શોધી લેવી. થોડાંક એવાં કારણો જેના માટે જીવતાં રહી શકાય. થોડાક એવા માણસો જેની સાથે જીવવાની મજા આવે. થોડાક એવા શોખ જેમાં ખોવાઈ જઈ શકાય.થોડુંક હાસ્ય જે હળવાશ આપે. થોડાંક આંસુ જે સંવેદનાઓથી છલોછલ હોય. મરજી મુજબની થોડીક મજા. કોઈ છળ નહીં. કોઈ કપટ નહી. કોઈ વહેમ નહીં. પારદર્શક અસ્તિત્વનો અહેસાસ. જીતવું છે પણ દગા-ફટકાથી નહીં. ધનિક થવું છે પણ કોઈને છેતરીને નહીં. શાણા દેખાવવું છે પણ કોઈને મૂરખ બનાવીને નહીં. પ્રેમ કરવો છે પણ કોઈને વહેમમાં રાખીને નહીં. મંજિલે પહોંચવું છે પણ કોઈનો પગ ખેંચીને નહીં. મહાન થવું છે પણ માણસ મટીને નહીં. સેલિબ્રિટી થવું છે પણ સેલ્ફિ બનીને નહીં. તમારી પાસે જીવનનો કયો મતલબ છે?

એવા લોકો પણ છે જેને ગમે તે ભોગે ગમે તે કરવું છે. આજીજી કરાવવી છે. સલામ ઠોકાવવી છે. પૂજાવું છે. કોઈ કરગરતું હોય તો એને સેડેસ્ટિક પ્લેઝર મળે છે. કોઈ પર અત્યાચાર કરીને એ આધિપત્ય હોવાનું માને છે. ઘણાંને વળી રૂપિયા જ ભેગા કરવા છે. દરેક માણસ એના માટે ‘ગ્રાહક’ છે! એવો ગ્રાહક જેને શીશામાં ઉતારીને એણે ચૂસી લેવો છે! પોતાનો શીશો ગમે એમ કરીને ભરવો છે. શીશો ભરાઈ જાય પછી બાલદી ભરવી છે, બાલદી ભરાઈ જાય પછી ટાંકી ભરવી છે. ધીમે ધીમે કરીને એણે દરિયો ભરવો હોય છે. આ દરિયામાં જિંદગી ડૂબી ગઈ એનું ભાન એને બહુ મોડું થતું હોય છે.

એક યુવાન હતો. તેેને હંમેશાં સવાલ થતો કે જિંદગીનો અર્થ શું? એ પોતાના લોકોમાં એની જિંદગીનો અર્થ શોધતો હતો. દાદી અને નાની તેને ખૂબ વહાલાં હતાં. એ બંને પણ તેને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. યુવાનને થયું કે આ બંને કેટલાં જુદાં છે પણ એ બંને મને એકસરખો પ્રેમ કરે છે. યુવાન દાદી અને નાનીની પ્રકૃતિનો અભ્યાસ કરવા લાગ્યો. દાદી કંજૂસ હતી. નાની જે હોય એ વાપરી નાખતી. દાદી પાસે રૂપિયા આવે એટલે તે એની ઘડી કરીને પટારામાં રાખેલી એની થેલીમાં મૂકી દેતી. નાની પાસે રૂપિયા આવે એટલે એ છોકરાઓ પાછળ વાપરી નાખતી. યુવાનને સમજાતું નહીં કે આ બંને કેમ આવું કરે છે?

એક દિવસ યુવાને તેની નાનીને પૂછયું કે દાદી જુદી છે અને તમે પણ જુદાં છો! આવું શા માટે? નાનીએ સરસ વાત કરી. નાનીએ કહ્યું કે દીકરા, દરેકે પોતપોતાની જિંદગીનો મતલબ શોધ્યો હોય છે અને મતલબ શોધવાનાં અને મતલબ મળવાનાં અનેક કારણો હોય છે. તારી દાદી અભાવ અને કરકસરમાં જીવી છે. એ નાની હતી ત્યારે માંડ માંડ પૂરું થતું. તેના માટે એક એક પૈસો કિંમતી હતો એટલે એ આવું કરે છે. તે ખોટી છે એવું ન કહી શકાય, કારણ કે એ એની જગ્યાએ સાચી છે. તારી દાદી પાસે આજે મારી પાસે છે તેનાથી અનેક ગણું વધારે છે, પણ હું રૂપિયા ભેગા કરવામાં નથી માનતી, કારણ કે મારી પાસે મારો પોતાનો અર્થ છે. મેં પણ મારી જિંદગીમાંથી જ એ અર્થ શોધી કાઢયો છે. ભારત આઝાદ થયું એ પહેલાં અમે કરાચીમાં રહેતાં હતાં. મારા પિતાનો બહુ મોટો બિઝનેસ હતો. અમે ધનાઢય હતાં. મારા પિતાએ ખૂબ ભેગું કર્યું હતું. ભારતના ભાગલા પડયા. અમારે જીવ બચાવીને ભાગવું પડયું. બધું જ રહી ગયું. અમે ખાલી હાથે ભાગી છૂટયાં. જીવ બચી ગયો એની ખુશી હતી. આ ઘટનામાં મેં મારી જિંદગીનો અર્થ શોધ્યો. ભેગું કરવાનો કોઈ મતલબ નથી. જિંદગી છે તો બધું છે. પિતાએ બહુ ભેગું કર્યું હતું, પણ બધું છૂટી ગયુંને? એ દિવસથી હું કંઈ ભેગું નથી કરતી. જીવી જાણું છું. દાદી એની જગ્યાએ સાચી છે. હું મારી જગ્યાએ સાચી છું. તારે પણ તારી જિંદગીમાંથી જ મતલબ શોધવાનો છે. ધ્યાન રાખીને જિંદગીનો અર્થ શોધજે, કારણ કે એ જ તારી જિંદગી બની જવાનો છે. બાય ધ વે, તમે તો તમારી જિંદગીનો સાચો મતલબ શોધ્યો છેને? ચેક કરી જોજો, ખોટો મતલબ શોધ્યો હોય તો બદલાવી પણ શકાય છે. 

જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી જીવવાના વિકલ્પો છે. માત્ર એક સવાલ જિંદગીને કરો કે હું જિંદગીને એન્જોય કરું છું? જો જવાબ ‘હા’ હોય તો તમને તમારી જિંદગીનો મતલબ સમજાઈ ગયો છે! 

છેલ્લો સીન :  

જ્યારે સંતાનોને લઈને મા-બાપને હોબી ક્લાસીસ તરફ દોડાદોડી કરતાં જોઉં છું ત્યારે ખબર નહીં કેમ,પણ કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે.

 -એક મિત્રએ વોટ્સ-એપથી મોકલેલો મેસેજ    

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 11 જાન્યુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમમાંથી સાભાર )

21 January 2015

શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા-એમાંથી થોડું શીખવા જેવું......સંકલિત

શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિનચર્યા-એમાંથી થોડું શીખવા જેવું........

સંકલિત

NAMO-DAILY WORK

કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામની અદ્રશ્ય વસ્તુનેતેની ક્રેડીટ આપતા હોઈએ છીએ

પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગઆપને નથી દેખાતું.

-તમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવાનો સમય ફિક્સ છે સવારે4.45 વાગે,

- રોજ સવારે ૩૦ મિનીટમાં તેમના દૈનિકકાર્ય પૂર્ણ કરી ( ટોઇલેટમાંમુખ્ય પેપર વાંચી લે છે )

૩૦ મિનીટ કસરત કરે છે અને તે સમયેઆગાઉના દિવસે દુનિયા ભરની ન્યુઝ ચેનલમાં ભારત અને

ભાજપનેલાગુ પડતા સમાચારનું રેકોડીંગ સાંભળી લે છે.

- 10 મિનીટ મંદિર સામે બેસી ધ્યાનધરે છે
.
– એક કપ ચાય સાથે કોઈ જ નાસ્તો લેતા નથી.

- ૬ .૧૫ની આસપાસ એક સરકારી વિભાગ તેમનાં ઘરમાં મીટીંગરૂમમાં પ્રેજન્ટેશન માટે તૈયાર જ હોય છે.

- ૭ થી ૯ તેમના ઘરે આવેલ મહત્વની ફાઈલો ચેક કરે છે. તથાતેમના માતૃશ્રીને ફોન કરી

ખબર અંતર પૂછે છે

NAMO BOWS TO MOTHER

 ( ભારતનાવડાપ્રધાનને મા માટે સમય છે. આપને ?)

- ૯ વાગે ગાજર અથવા અન્ય સલાડનો નાસ્તો કરે છે તથા પંચામૃતપીણું પીવે છે

( રેસીપી – 20 ml મધ , 10 ml દેશી ગાયનું ઘી, તથાફુદીના, તુલસી અને લીમડાના

મોરનું મિક્સ જ્યુસ અને એક લીંબુ )

- ૯.૧૫ કાર્યાલય પર પહોંચી મહત્વની મીટીંગો પતાવે છે.

- બપોરે જમવામાં ૫ જ વસ્તુ લે છે ( ગુજરાતી રોટલી, શાક,દાળ, સલાડ, છાશ )

- સાંજના ૪ વાગે દુધ વગરની લીંબુ ચાય

- સાંજે ૬ વાગે ખીચડી અને દૂધનું ભોજન

- રાત્રે ૯ વાગે દેશી ગાયનું દૂધ એક ગ્લાસ સુંઠ નાખી,

- મુખવાસમાં કાયમ લીંબુ મારી નાખેલો શેકેલો અજમો, ( તેનાથીવાયુ ન થાય )

- ૯ થી ૯.૩૦ ચાલે છે, સાથે એક વિષયના જાણકારને રાખી તેનીસાથે ચર્ચા કરે છે.

- ૯.૩૦ થી ૧૦ સોશ્યલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રોના જવાબ આપેછે.

નરેન્દ્રભાઈએ જિંદગીમાં ક્યારે ય:

- સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી.

- ભારતના ૪૦૦ જીલ્લાનો તેમણે પ્રવાસ કરેલો છે.

- તેઓ ગુજરાતથી દિલ્લી ગયા ત્યારે માત્ર બેજ વસ્તુ સાથે લઇ ગયા:

એક કબાટ કપડા અને ૬ કબાટ પુસ્તકો

- તેઓ આટલા સતત પ્રવાસ દરમ્યાન રાત્રી વસો કાયમ કોઈ સંતસાથે આશ્રમમાં કે કોઈ નાના કાર્યકરને ઘેર રોકાતા હોટલમાં ક્યારેયનહિ, વડનગરની લાઈબ્રેરી ના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યાહતાં.

- તેઓ કોઈ પણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય.છેલ્લા એક દાયકાથી ગુજરાતમાં નવ વિવાહીતો ને સીહ્પુરુષ પુસ્તકભેટમાં આપતા.

આજે ભારતના વડાપ્રધાન તરીકે સહુને તેઓ ભગવદગીતા ભેટ આપે છે.

- તેઓ ટુથ બ્રસ નહિ પણ કરંજનું દાતણ કરે છે.

- તેમના રસોડામાં મીઠાંને બદલે સિંધાલુણ વપરાય છે.

- પ્રવાસ દરમ્યાન ફાઈલો તથા ચર્ચા કરાવવા વાળા મંત્રી, અધિકારીસતત સાથે હોય છે.

- 64 વર્ષની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડતા,

- એક દિવસની 19 સભાઓ તેમણે કરેલી છે.

- આંખ કાયમ ત્રિફલાના પાણીથી ધોવે છે .

હરડે, બહેડે, આમળાઆખા રાત્રે પલાળી સવારે તેનું પાણી )

- ગુજરાતના મુખ્ય મંત્રી હતાં ત્યારે એક વાર સ્વાઈન ફ્લુ સમયે અનેએક વાર દાઢના દુખાવા સમયે જ ડોક્ટરની તેમણે જરૂર પડી હતી.

- વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપના કાર્યકરોને દુખ:દપ્રસંગે સાંત્વના પાઠવવા

જરૂર ફોન કરે છે.

મોટા બન્યા બાદ ભૂલાયનહિ, ભાઈ…તે શીખો )

- તેમના અંગત સ્ટાફના તમામ દીકરા દીકરીનું એજ્યકેશન સ્ટેટસતેમને ખબર હોય છે .

અને તેનું ફોલોપ રાખે છે

સમાજ સેવામાંઅંગત લોકો બાદ ના થઇ જાય તે શીખો )

WHAT A CO-INCIDANCE !

COINCIDANCE !

Thanks- Dhiren  

 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી