Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

26 February 2015

DIVYA BHASKER, 1-2-2015

DIVYA BHASKER, 1-2-2015

જે તને અન્યાય કરે
તેને તું ક્ષમા આપજે.
જે તને પોતાનાથી વિખૂટો કરે
તેની સાથે મેળ કરજે.
જે તારા પ્રત્યે બૂરાઇ કરે
તેના પ્રત્યે તું ભલાઇ કરજે
અને હંમેશાં સત્ય બોલજે,
પછી ભલે તે તારી વિરુદ્ધ જતું હોય.
આ શબ્દો કોણે ઉચ્ચાર્યા હશે? મહાવીરસ્વામીએ, ભગવાન બુદ્ધે કે મહાત્મા ગાંધીએ? ખાસ નોંધી રાખો કે આ શબ્દો મહાત્મા મોહંમદના છે. આ શબ્દો ઐતહાસિક એટલા માટે છે કે પયગંબર સાહેબની તલવારની મૂઠ પર આ શબ્દો કોતરાયેલા હતા. તલવારની મૂઠ પર આટલા ઉમદા શબ્દો! તો
પછી એમના જીવનની ઊંચાઇની તો વાત જ શી પૂછવી? વિચારવંત માણસોની લઘુમતી અત્યંત મૂલ્યવાન હોય છે.
ખંજરની ઉત્ક્રાંતિ થઇ ત્યારે તલવાર બની. તલવાર દ્વારા કેટલાં ડોકાં કપાયાં હશે? ઇસ્લામના ફેલાવામાં તલવારનો ફાળો કેટલો? તલવારનો અહંકાર વધી ગયો પછી બંદૂક પેદા થઇ અને બંદૂકનું મગજ ફાટી ગયું પછી AK-47નો જન્મ થયો. જેમ જેમ મારક હથિયારની શક્તિ વધતી ગઇ, તેમ તેમ આપણી વ્યાકુળ થવાની ક્ષમતા ઘટતી ગઇ! આપણા હૃદયના ધબકારા હવે આપણી ચેતનાના આંગળિયાત નથી રહ્યા. એ હૃદય ધીમે ધીમે લોહીને શરીરને ફરતું રાખનારો સ્થૂળ પંપ બની રહ્યો છે. માનવતા અને ધાર્મિકતા વચ્ચે છૂટાછેડા થયા ત્યારે અસ્પૃશ્યતાનું પાપ છતું થયું. વિચારશક્તિ જ્યારે ધર્મથી દૂર ચાલી જાય ત્યારે ઝનૂન બચે છે. જ્યાં ઝનૂન હોય ત્યાં ઇસ્લામ ન હોય. જ્યાં અમન હોય ત્યાં જ ઇસ્લામ હોય.
ગાંધીજીની પુણ્યતિથિ પરમ દિવસે ગઇ તોય હજી તેઓ હાજરાહજૂર! 120 વર્ષનું આયુષ્ય ભોગવીને કબીર વિદાય થયા તોય હજી કબીર હાજરાહજૂર! ઓસ્કર વાઇલ્ડ કહે છે:
સમાજ કાયમ ગુનેગારોને
તો માફ કરે છે,
પરંતુ એ જ સમાજ કદી પણ
સ્વપ્નદૃષ્ટાઓને માફ કરતો નથી.
ગાંધીજીએ રામરાજ્યનું સ્વપ્નું જોયું હતું. એમના ગીતામય અને રામમય જીવનના અંતે એમણે ધર્મના નામે થતી કત્લેઆમ જોઇ ત્યારે એમના હૃદય પર શું વીત્યું હશે? સુશીલા નય્યરે એક પ્રસંગ નોંધ્યો છે: ‘સાંજે ફરતી વખતે બાપુએ એક વાર પોતે કુતુબમિનાર જોવા ગયા હતા તેની વાત કરી. દેખાડનાર ઇતિહાસના મોટા વિદ્વાન હતા. તેમણે કહ્યું કે કુતુબના બહારના દરવાજાની સીડીથી માંડીને એક એક પથ્થર મૂર્તિનો પથ્થર છે. મારાથી એ ન સહેવાયું. હું આગળ વધી જ ન શક્યો અને મને પાછા લઇ જવાને મેં તેમને જણાવ્યું. આમ હું પાછો ફર્યો. મુસલમાનોએ કેટલા અત્યાચારો કર્યા છે એ બાપુ જાણે છે, છતાં મુસલમાનો પ્રત્યે આટલી ઉદારતા અને આટલો પ્રેમ રાખે છે. મુસલમાનો તેમને ગાળ દે તોય તે તેમને માટે હિંદુઓ સાથે લડે છે. આ ચકિત કરનારી વાત છે. એમની અહિંસાની કસોટી છે.’ (‘બાપુના કારાવાસની કહાણી’, નવજીવન, પાન-94, ડાયરીની નોંધની તારીખ: 18-9-1942). ગાંધીજીની સંવેદનશીલતા આટલી સતેજ હતી.
જરાક વિચાર તો કરો. નથ્થુરામ ગોડસે આખરે કોણ હતો? પ્રાર્થના કરવા માટે જઇ રહેલા નિ:શસ્ત્ર વૈષ્ણવજન એવા મહાત્મા તો પોતાને ‘સનાતની હિંદુ’ ગણાવનારા, રામાયણને ‘જગતનો સર્વોપરી ગ્રંથ’ ગણનારા અને રામનામનો મહિમા કરનારા રામભક્ત હતા. ગોડસેને ગીતા કે રામાયણ પ્રત્યે નહીં, પરંતુ પશ્ચિમી લક્ષણો ધરાવતી સસ્પેન્સ નવલકથાઓમાં જબરો રસ હતો. પેટ્રિક ફ્રેન્ચ નોંધે છે: ‘ખરેખર એ ખૂની મહારાષ્ટ્રીઅન બ્રાહ્મણ હતો અને વળી અગાથા ક્રિસ્ટી (નામની નવલકથાકાર)નો બંધાણી હતો, જેનું નામ નથ્થુરામ ગોડસે હતું.’ (Liberty or Death: India’s Journey to Independence and Division’, પાન-360). વિચારવું પડશે અને ખૂબ વિચારવું પડશે. કોણે કોને માર્યા? મારનારને ‘હિંદુ’ કહેવાની તાકાત ક્યાંથી લાવવી? મરનાર મહાત્મા તો ઉદાત્ત હિંદુની વ્યાખ્યા સમો હતો. પયગંબર જો સદેહે પૃથ્વી પર આજે આવે, તો સાચા ‘મુસલમાન’ તરીકે મહાત્મા ગાંધીને જ પ્રમાણે! ઇસ્તંબૂલના મ્યુઝિયમમાં પયગંબરનો સ્પર્શ પામેલી ચીજો બરાબર સચવાયેલી છે. એ મ્યુઝિયમ જોયા પછી સાબરમતીના સંતે સ્થાપેલા આશ્રમની મુલાકાત લેવી. તમને વૈષ્ણવજન અને મુસ્લિમજન વચ્ચેનો બાહ્ય તફાવત ઓગળી જતો જણાશે. તેમ મ્યુઝિયમને મંદિર બની જતું જોયું છે? ગાંધી આશ્રમ જઇ જુઓ! ઇસ્તંબૂલ અને અમદાવાદમાં આમ બન્યું!
સમગ્ર ઇસ્લામી આલમમાં ક્રૂરતાનાં ‘કાળખાનાં’ ચાલી રહ્યાં છે. તાલિબાન કટ્ટરપંથી હોય તો અમેરિકા તાલિબાનને જન્મ આપનાર બાપ છે. અફઘાનિસ્તાનમાંથી રશિયાને ખદેડવા માટે અમેરિકાએ જે ષડ્્યંત્ર રચ્યું તેમાંથી તાલિબાનનો જન્મ થયો. યાસર અરાફત જેવા પેલિસ્ટાઇનના નેતાને પજવવામાં ઇઝરાયેલે કશું જ બાકી રાખ્યું હતું ખરું? (ભારતના મિત્ર એવા) અરાફતના આંગણામાં ઇઝરાયેલના બોમ્બ ફૂટતા રહ્યા તોય અમેરિકા ચૂપ રહ્યું છે. દર વર્ષે નાતાલને દિવસે અરાફત બેથલહમ જઇને (ઇસુના જન્મસ્થળે આવેલા) ચર્ચ ઓફ નેટિવિટીમાં થતી પ્રાર્થનામાં અચૂક હાજર રહેતા હતા. લોકતંત્ર અને માનવ-અધિકારમાં માનનારા અમેરિકાએ પાકિસ્તાનના સરમુખત્યારી શાસકોને ટેકો આપવામાં કોઇ શરમ અનુભવી ન હતી. ફટાકડો ફૂટે એ સૌને દેખાય, પરંતુ જામગરી ચાંપનાર દૂર ચાલી જાય તેવું થતું રહ્યું. દુનિયા આજે જ્વાળામુખીના ઝાડ પર બેઠી છે. એવે વખતે એકમાત્ર વિભૂતિ એવી છે જેના છત્ર હેઠળ સૌને છાંયો મળે તેમ છે. એ છત્ર તે મહાત્મા ગાંધીનું છત્ર! એ છત્ર તે સત્યનું છત્ર! એ છત્ર તે વિશ્વશાંતિનું છત્ર!
થોડાક વખત પર રુસી મોદીનું અવસાન થયું. તેઓ જ્યારે ઓક્સ્ફર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે સંગીતના કાર્યક્રમમાં આઇન્સ્ટાઇન વાયોલિન વગાડી રહ્યા હતા અને એમની સાથે રુસી મોદી પિયાનો પર સાથ આપી રહ્યા હતા. સંગીતમાં એવી શક્તિ છે જે દુનિયાને જોડી શકે તેમ છે. હ્યુસ્ટન સ્મિથ કહેતા: ‘તમારે જીવનને સમજવું હોય, તો વાયોલિનને સમજો.’ મહાત્મા ગાંધી પાસે સત્યઊર્જા હતી. સંગીત અને સત્ય ભેગાં થાય તો વિશ્વશાંતિ દૂર નહીં હોય. ગાલિબ, ઇકબાલ, મીર અને ફૈઝ જેવા કવિઓને તાલિબાનોએ જરૂર ખતમ કર્યા હોત. તેઓ વિચારવંત લઘુમતીમાં હતા, કારણ કે કવિ હતા. તાલિબાનને સંગીત, નૃત્ય અને કળા સામે વાંધો છે. યાદ રહે કે જે વર્ષમાં ગાલિબનું મૃત્યુ થયું, તે જ વર્ષમાં ગાંધીજીનો જન્મ થયો હતો. (1869)
આ લેખ પૂરો કરવાની તૈયારીમાં હતો, ત્યાં ઇજિપ્તથી પ્રિય વાચક મુર્તઝા પટેલ પ્રેમપૂર્વક મળવા આવી પહોંચ્યા. મેં એમને ઉપનિષદ પર લખેલું મારું ભાષ્ય ભેટ આપ્યું ત્યારે મુર્તઝાભાઇએ કહ્યું: ‘એ તો મેં વાંચ્યું છે. હું હાઇસ્કૂલમાં હતો ત્યારે સંસ્કૃતમાં પ્રથમ આવ્યો હતો.’ (એમનો કૈરોનો ફોન નંબર: 201222595233 છે.) હું યુવાન હતો ત્યારથી મને કુરાનની એક આયાત કંઠસ્થ હતી. મુર્તઝા ઉપનિષદનું ભાષ્ય વાંચનારા છે. તેઓ ઘરે આવ્યા અને ઉત્તરાયન માટે બનેલી ઘરની ચીકી લેતા ગયા. ગાંધીજીએ ‘સર્વધર્મ-સમભાવ’ શબ્દ આપ્યો. એ શબ્દમાં દેશની માટીની સુગંધ હતી. એવી સુગંધ ‘સેક્યુલરિઝમ’ શબ્દમાં નથી. બંધારણમાં બે શબ્દો બદલવા જેવા છે: ‘સમાજવાદ’ની જગ્યાએ ‘સર્વોદય’ અને ‘સેક્યુલરિઝમ’ની જગ્યાએ ‘સર્વધર્મ-સમભાવ.’ બંને શબ્દો એવા છે, જેમાં ગાંધીસુગંધ રહેલી છે.
પાઘડીનો વળ છેડે
એ લાકડી
કોઇના પર ઉગામવા માટે ન હતી.
એ લાકડી
કોઇએ કરેલા પ્રહારને
ખાળવા માટે પણ ન હતી.
આવી અહિંસક લાકડી
દુનિયાએ ક્યારેય જોઇ હશે ખરી?
એ હતી ગાંધીની લાકડી!
નોંધ: મકરસંક્રાંતિની સવારે મને મળેલી પંક્તિઓ. સવાર સુધરી ગયેલી.

ગુણવંત શાહ

ગુણવંત શાહને પદ્મશ્રી

પરિવારનો અને વાચકોનો પ્રેમ મળ્યો ને હવે આ પદ્મશ્રી,

માન વધ્યું છે તમારું કે પછી કદાચ એવોર્ડનું તમારા થકી ?

રવિવારે લાખો લોકોની સવાર પડે વિચારોના વૃંદાવનથી,

ઘરમાં એ કૉલમ જે પહેલા વાંચી લે એ ગણે પોતાને લકી.

 

એવોર્ડ ભલે મોડો મળ્યો પણ તમારી કદર થઈ એ નક્કી,

સારું થયું, તમારા ચાહકોની પ્રાર્થના પ્રભુ સુધી પંહોચી શકી.

તમારા લેખો વાંચીને કંઈ કેટલાય વાચકોની આંખો છલકી,

ને તમારી લોકચાહનાની બુલંદી તો છેક આસમાનને અડકી.

લેખન, પ્રવચન અને અન્ય ક્ષેત્રોમાં તમારી પ્રતિભા ઝળકી,

ધરતી કેટલું તપ કરે ત્યારે મળે વ્યક્તિ તમારા જેવી સરખી.

દેશ, કાળના સીમાડા મિટાવીને તમે જ્ઞાનની તાકાત પરખી,

તમારું ઉચિત સન્માન થતું જોઈ ગુજરાતની પ્રજા બહુ હરખી.

–મૃગાંક શાહઆજની પોસ્ટમાં ડો. ગુણવંત શાહ લિખિત મને ગમેલા બે લેખો મુક્યા છે.

૧. પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા

૨. ઉપનિષદના ઋષિ કેવા હતા? ઋષિ વિનોબા જેવા હતા!

ગાંધી યુગના આ બે પ્રહરીઓ સાથે ડો.શાહે સારો એવો સમય સંપર્કમાં રહ્યા છે અને સમય વિતાવ્યો છે. અત્યંત સાદગી ભરી જીવન ચર્યાથી સો વર્ષનું સેવામય જીવન જીવી શકાય છે એનું ઉમદા ઉદાહરણ એટલે પુ. રવિશંકર મહારાજ .

આજે પ્રસ્તુત આ બે લેખોમાં વિચારક અને લેખક ડો. શાહે એમના જીવનના અનુભવો અને પ્રસંગોને  એમની પોતાની રસાળ શૈલીમાં રજુ કર્યા છે ,એ સૌને    વાંચવા અને વિચારવા ગમે એવા છે.   

વિનોદ પટેલ 

========================

પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા – Dr.Gunavant Shah

Ravishankarજ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા. મહાશિવરાત્રિ એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે.

મહાત્મા ગાંધીના દર્શન કરવાની તક ભલે ન મળી, પરંતુ પૂરા છ મહિના પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા કરવાની તક મળી તે મારું સદ્્ભાગ્ય! મેં ગાંધીજીના દૃષ્ટિબિંદુથી મહારાજને નથી જોયા, પરંતુ c/o મહારાજ ગાંધીજીને જોયા! એ પદયાત્રા વિનોબાજીના ભૂદાન આંદોલનના ભાગરૂપે 1957માં થઇ ત્યારે લાંબો સત્સંગ થતો રહ્યો. સાથે સાધુચરિત જુગતરામ દવે હતા. હર્ષકાંત વોરા મુરબ્બી મટીને મિત્ર બની ગયેલા. રમણ અને હું ખડે પગે વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓલપાડ, ચોર્યાસી, કિમ, બારડોલી, વ્યારા, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વિચારયાત્રા પણ ચાલતી રહેલી. પૂજ્ય મહારાજ રાંદેરમાં મારા ઘરે જ રહેલા ત્યારે મારી રેલે સાઇકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા થેલા એ સાઇકલ પર ભેરવાઇ જતા. મહારાજે એ સાઇકલનું નામ પાડ્યું: ‘યાંત્રિક ગધેડો’

બારડોલી તાલુકામાં પદયાત્રા દરમિયાન ભારે વરસાદ તૂટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગાં કરવા મથતી હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે? કેટલાંક ગામોમાં ઘૂંટણપૂર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મૂકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે? મહારાજે યજમાને આપેલું ટીનોપોલની સફેદીમાં શોભતું ધોતિયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં અને પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં તેથી ઉછીના લીધેલા પહેરણની સફેદાઇને કારણે તેઓ જુદા જુદા લાગ્યા! એમનાં ઊજળાં કામોથી આખું ગુજરાત પરિચિત ખરું, પરંતુ અત્યંત ઊજળાં કપડાંમાં એમને કોઇએ ક્યારેય જોયા નહીં હોય. હજી યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસ્તી ખાસી હતી. પૂજ્ય મહારાજને હઠીલો કબજિયાત પજવતો હતો. રમણનું કામ રોજ રાતે મૂઠી ભરીને હરડે આપવાનું રહેતું. વૈદ્યરાજ રસિકભાઇએ આ સૂચન કર્યું હતું. હરડે પણ નિષ્ફળ જતી. આવી કબજિયાત છતાં મહારાજ પૂરાં 100 વર્ષ જીવ્યા હતા. તેઓ બોચાસણમાં આત્મસ્થ થયા.

બારડોલીથી પાંચ-સાત કિલોમીટર છેટે બારાસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અંતેવાસી શ્રી નરહરિ પરીખની સ્થિતિ અત્યંત ગંભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર હતી. મહારાજે તો બારડોલી ચાલતા જ જવાનો આગ્રહ રાખ્યો. નરહરિભાઇ તો જીવંત હોવા છતાં ઇન્દ્રિયાતીત બની ચૂક્યા હતા. તે જ દિવસે નરહરિભાઇનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તૂટ્યો, પરંતુ મહારાજની પદયાત્રા અતૂટ રહી! નરહરિભાઇના સુપુત્ર મોહન પરીખ અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કિમ પાસેના પિપોદરા ગામેથી નીકળી ત્યારે મોહનભાઇએ અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પૂજ્ય જુગતરામભાઇના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે. આગલી રાતે જુગતરામકાકા બીજા દિવસે સવારે નાસ્તો મળે તેની ચોક્સાઇ કરી લેતા અને અંગ્રેજી છાપું અચૂક વાંચી લેતા.

મહારાજ મળસકે ચારેક વાગે જાગી જતા, પરંતુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી, પરંતુ તપખીરની દાબડી જેવડી ગુટકોગીતા હાથમાં રાખતા. જરૂર પડે તો શ્લોક જોઇ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં: મહારાજ, જુગતરામભાઇ અને બબલભાઇ મહેતા. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ ગામે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા આવી રહ્યા છે. કોઇ કારણસર સ્વામી ન આવ્યા. એ તક ગઇ તે ગઇ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો.

બીજા સંત કેદારનાથજી તો કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વખત રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રાત રહેલા. તેઓ વ્યવહારશુદ્ધિ આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વિનાનું પરિશુદ્ધ અધ્યાત્મ કેવું હોય. પ્રાત: સ્મરણીય મહારાજ ખાદીધારી સાધુ હતા.

એક અંગત વાત સંકોચપૂર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઇ ગામમાં પહોંચી. ભોજન પછી હું હર્ષકાંત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઇએ આવીને કહ્યું: ‘ગુણવંતભાઇ! મહારાજ તમને બોલાવે છે.’ આશ્ચર્ય થયું કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઇ ઓરડામાં બેસીને રેંટિયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે સૌ પદયાત્રીઓ આરામ કરતા અને ઊંઘ પણ આવી જતી. મળસકે ઊઠીને દસ-પંદર કિલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઊંઘ વહાલી લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટિયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઇ જતા પણ જોયા હતા.

મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું: ‘ગુણવંત તારા વિવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઇની દીકરી માટે.’ હું આવા પ્રસ્તાવ માટે માનસિક રીતે બિલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો. મહારાજે વાત કહી ખરી, પરંતુ આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું: ‘હું વિચારીશ.’ હર્ષકાંતભાઇ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું: ‘હું આશ્રમમાં રહું છું છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.’ મને આવી બાબતમાં મહારાજ કરતાં પણ હર્ષકાંતભાઇ વધારે શ્રદ્ધેય જણાયા! ત્યાં જ વાત પૂરી થઇ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઇ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું: ‘યોર વૂડહેવબિન મધર.’ તે દિવસે બાળકોએ મારી મશ્કરી ધરાઇને કરી. એ સ્ત્રી પણ માતા બની ચૂકી હતી. મને એક મહાન આપત્તિમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું સદગત હર્ષકાંત વોરાનો આભારી છું. હર્ષકાંતભાઇ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણીને M.Sc. થયા હતા અને મેથેમેટિક્સ સાથે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું બચી ગયો રે બચી ગયો! આવો નિખાલસ નાગર મેં જીવનમાં બીજો જોયો કે જાણ્યો નથી.

પૂજ્ય મહારાજ વાત કરે ત્યારે અત્યંત આદરપૂર્વક સરદાર પટેલને ‘સરદારસાહેબ’ તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વિકાસ થયો ત્યારે ગટરના પાણીનો નિકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઇને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગામલોકોને ગામ ખાલી કરવા માટેના હુકમની તૈયારી કરી. નરહરિ પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં નડિયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું: ‘તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.’ મહારાજ તો સડક થઇ ગયા! થોડી વાર ચૂપ રહીને માત્ર એટલું જ બોલ્યા: ‘તો ત્યાં જમીન લેવા આવજો, હું ત્યાં મળીશ.’ સરદાર મહારાજનો મિજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું!

બીજો પ્રસંગ મોરારજીભાઇની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવંત શુકલ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી સરકારનાં કેટલાંક પગલાંથી સૌ પ્રભાવિત થયા. મહારાજ દેશ પાછા આવ્યા અને મુંબઇમાં મોરારજીભાઇને નિવાસે મળવા ગયા. ચીનની પ્રશંસા સાંભળીને મોરારજીભાઇ ગુસ્સે થયા અને એમણે મહારાજને અપમાનિત કર્યા. બંને વચ્ચે બોલવાનો સંબંધ ન રહ્યો. મહાગુજરાતની ચળવળના પ્રારંભે અમદાવાદમાં ગોળીબાર થયો. ઇન્દુચાચા લોકનેતા હતા. મોરારજીભાઇ ઉપવાસ પર ઊતર્યા. એમની સભા સામે ‘જનતા કરફ્યુ’નું એલાન થયું. મહારાજ અમદાવાદથી દૂર જ રહ્યા. મોરારજીભાઇના ઉપવાસ છોડાવવામાં તેઓ મદદરૂપ થાય તેમ હોવા છતાં મહારાજ મોરારજીભાઇને મળવા પણ તૈયાર ન હતા. અમારી પદયાત્રા વલસાડ પાસેના કોસંબા ગામે હતી ત્યારે વર્ષો પછી મોરારજીભાઇનો વિનયપૂર્ણ પત્ર મહારાજને મળ્યો. મહારાજે આભિજાત્ય પ્રગટ કરીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યો. બંને મહાનુભાવો વચ્ચે ફરીથી સુમેળ થયો. પરિણામે મોરારજીભાઇએ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે તેનું ઉદ્્ઘાટન મહારાજ પાસે જ કરાવ્યું! એ પદયાત્રામાં મ.જો. પટેલ અમારી સાથે હતા. એમનું પુસ્તક પ્રગટ થયું છે. મહારાજને એમના પર ઘણો પ્રેમ હતો.

પરમ દિવસે મહાશિવરાત્રિ આવે છે. દેશી તિથિ પ્રમાણે એ પૂજ્ય મહારાજની જન્મતિથિ છે. પદયાત્રામાં એ દિવસે હું મહારાજને પગે લાગીને આશીર્વાદ માગતો કારણ કે એ મારી પણ જન્મતિથિ છે. આદરણીય મોરારિબાપુની જન્મતિથિ પણ એ જ છે. મહારાજે એક સૂત્ર આપણને આપ્યું છે: ‘ઘસાઇને ઊજળાં થઇએ.’ સુરતમાં રિંગ રોડના એક ક્રોસિંગ પર મારા આગ્રહથી એ શબ્દો મહારાજના નામે વર્ષો પહેલાં કોતરાયા હતા. કદાચ આજે પણ એ વાંચવા મળશે. જ્યારે પણ તમે ‘વૈષ્ણવજન’ ભજન સાંભળો ત્યારે જરૂર યાદ રાખશો: ગુજરાતમાં રવિશંકર મહારાજ થઇ ગયા અને તેઓ ખરા અર્થમાં ‘વૈષ્ણવજન’ હતા.

પાઘડીનો વળ છેડે
પ્રિય ગુણવંતભાઇ શાહને સપ્રેમ:
પૂ. દાદાના સાંનિધ્યમાં
આપણે સાથે કરેલી પદયાત્રાની
મધુર સ્મૃતિમાં.
મ. જો. પટેલ“નવી વસ્તુ શીખવાની ધગશ જેનામાંથી જતી રહી હોય તે ઘરડો, એમ એક સંતે કહ્યું છે.આવા ઘરડાઓ આપણા દેશમાં જ્યાં જાઓ ત્યાં નજરે પડશે. “

“ખેડૂતનું જીવન અત્યંત પવિત્ર જીવન છે, કારણ તેનો ઇશ્વર સાથે ડગલે ને પગલે સંબંધ આવે છે…ઋષિઓના મનમાં ખેતી માટે ભારે પ્રેમ હતો. ‘ઋષભ’ (બળદ) અને ‘ઋષિ’ એ બંને શબ્દો મૂળમાં લગભગ સરખા જ અર્થના છે.

બંનેમાં ‘ઋષ’ એ જ ધાતુ છે. ઋષભ હળની આગળ ચાલે અને ઋષિ હળની પાછળ ચાલે, એટલો જ એ બેમાં તફાવત. “

–વિનોબા ભાવે ના ” મધુકર ” નિબંધ સંગ્રહમાંથી – ડો.ગુણવંત શાહ


કરતાં જાળ કરોળિયો,

કરતાં જાળ કરોળિયોભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણેઉપર ચડવા જાય

મેનત તેણે શરૂ કરીઉપર ચડવા માટ,પણ પાછો હેઠો પડયોફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યોફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતાફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથીભીડયો છઠ્ઠી વાર,ધીરજથી જાળે જઈપોંચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથીયત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળેમરી જાત વણમોત

એ રીતે જો માણસોરાખી મનમાં ખંત
આળસ તજીમેનત કરે પામે લાભ અનંત.

કવિ દલપતરામ

 

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી

 

મોજાંઓથી ડરનારાઓની નૌકા પાર થતી નથી ,

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.

 

મુખમાં દાણો પકડી એક કીડી જ્યારે ચાલે છે,

દીવાલ ઉપર ચઢતાં સો વાર પડી જાય છે,

સફળ થવાનો એના મનનો અડગ વિશ્વાસ,  

એની નસોને સાહસ કરવા પ્રેરતો હોય છે ,

ચઢવાનું કે પડવાનું એને અસર કરતું નથી,

કીડીની એ મહેનત અંતે બેકાર જતી નથી,

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.

 

મરજીવો સમુદ્રમાં મોતી લેવા ડૂબકીઓ મારે છે,

અંદર જઈ જઈને ખાલી હાથે પાછો આવે છે,

ઊંડા પાણીમાં મોતી મળવાં કંઈ સહેલાં નથી,

ઉત્સાહ બેવડાય છે મરજીવાનો મુશીબતોથી ,

હર વખત કઇ એની મુઠ્ઠી ખાલી નથી રહેતી,

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.

 

અસફળતા એક પડકાર છે એનો સ્વીકાર કરો,

ખામીઓ રહી હોય એ જોઇને એમાં સુધાર કરો,

સફળતા ના મળે ત્યાં લગી ઊંઘ કે ચેન છોડો ,

સંઘર્ષનું મેદાન છોડી તમે કદી ના ભાગો ,

પ્રયત્ન વિના જય જયકાર કોઈનો થતો નથી,

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.

-કવી હરિવંશરાય બચ્ચન  … અનુવાદ- વિનોદ પટેલ


25 February 2015

બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

 બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?

બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.

બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.

અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.

હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.

સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.

જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.

ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.

આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે? બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.

તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘

10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.

ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.

સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે.‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.

મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો.યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.

ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.

છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!


21 February 2015

નીતી અને ધર્મ

નીતી અને ધર્મ

–સુબોધ શાહ
બહુ ઓછા લોકોને ઉંડા અધ્યાત્મમાં રસ હોય છે. જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધાનાં અનેક કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ‘ધર્મ એટલે નીતી અને અધર્મ એટલે અનીતી. ધાર્મીક એટલે ભલો માણસ ને અધાર્મીક એટલે દુરાચારી નહીં; તોય નાદાન તો ખરો જ’.
રૅશનાલીસ્ટ એટલે નાસ્તીક, અને નાસ્તીક એટલે નાદાન એ ધારણા એટલી બધી પ્રચલીત છે કે એને યથાયોગ્ય તપાસવી જરુરી છે. વધારામાં એ અત્યન્ત રસપ્રદ પણ છે. આવી માન્યતાનાં મુળ માનવજાતીના ઈતીહાસમાં જડે છે. નીતી એટલે શું ? ધર્મ એટલે શું ? એ બન્ને પ્રશ્નોના જવાબ એમની ‘જન્મપત્રીકા’માં છે અને એ બન્નેનો પરસ્પર સમ્બન્ધ પણ એમાંથી સહેલાઈથી ફલીત થાય છે. નૃવંશશાસ્ત્રના અનેક વીદ્વાનોએ એ વીષયમાં પુષ્કળ સંશોધન કરી ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની કેટલીક વાતો અહીં ટુંકાણમાં જોઈએ.
પશુપાલન અને ખેતીવાડીની શરુઆત થઈ, એ પહેલાં માણસ ગુફાવાસી, વનચારી–શીકારી હતો. ત્યારે એને નીતીની કોઈ કલ્પના ન હતી. જેને આપણે ‘બળીયાના બે ભાગ’ કહીએ છીએ, તેવો એ જમાનો હતો. જંગલી પ્રાણીઓની સરખામણીમાં એકલદોકલ મનુષ્ય અત્યન્ત દુર્બળ અને કુદરત સામે સાવ લાચાર હતો. પોતાના કુટુમ્બ સાથે અને પછી નાનામોટા સમુહમાં રહી સ્વરક્ષણ અને શીકાર કરવાનું શીખીને એ બળવાન બન્યો. એમાંથી જુથ, જાતી ને ટોળીઓ રચાઈ. સમુહમાં રહેવું હોય તો ફાવે તેમ વર્તી ન શકાય. સ્વાર્થ જેવી સ્વભાવીક વૃત્તી પર કંઈક અંકુશ મુકવો પડે. વહેંચીને ખાવું, સંપીને રહેવું, ચોરી ન કરવી, વગેરે ઘણું શીખવું પડે. બાળકમાં સ્વાર્થ સ્વાભાવીક છે, પણ સહકાર તો એને શીખવો–શીખવવો પડે છે. એ થઈ નીતીના અત્યન્ત પ્રાથમીક નીયમોની શરુઆત. ટુંકમાં, નીતી એટલે પરસ્પર લાભ માટે સહકાર. સહકાર કે પરોપકાર એ જીવનમુલ્યો કહેવાય છે. બાળક એ મુલ્યો કે આદર્શોને કુટુમ્બ ને સમાજમાંથી મેળવે છે. માનવસંસ્કૃતીએ પણ એની શીશુવયમાં આ રીતે એ મુલ્યોને મેળવ્યાં છે. નીતીશાસ્ત્રનો એ પાયો છે. એના જરુરી પાલન અને પ્રસાર માટે સમાજ, કોમ ને રાજ્યો થયાં. એ જમાનામાં નીતીનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો. ચોરી ન કરવી જોઈએ કારણ કે ધર્મ એમ કહે છે; સમાજ માટે એ આવશ્યક છે, તેથી નહીં.
હવે ધર્મની શરુઆત જોઈએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી, ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતીઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી. માણસનો ગુફાવાસી પુર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો. કુદરતમાં એણે વરસાદ, વીજળી, સુર્ય વગેરે જે પણ જોયું અને જેને એ સમજી શકતો ન હોતો, તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તીમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું. શરુઆતના ભગવાનો બધા જ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત ન હતો. સુર્ય, અગ્ની, વરુણ, ઈન્દ્ર, એ ૠગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ ને માર્સ ગ્રીસ–રોમના દેવો છે. દુનીયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતીઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે.
એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થીત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા–અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો. ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતીઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા. ઋગ્વેદના પ્રકૃતીના દેવોના ધર્મ પછી ઉપનીષદો અને પછી પુરાણોનો યુગ આવ્યો. રામાયણ એ પહેલું પુરાણ હતું. રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી, ભગવાન ગણી, સમાજમાં સારા વર્તનના પ્રાથમીક નીયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તીઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નીયમન કરવા માટે બે મુખ્ય મુલ્યોની રામાયણે સ્થાપના કરી: વ્યક્તીની સ્વાર્થવૃત્તીનું રામાયણે કુટુમ્બભાવનામાં રુપાન્તર કર્યું; જાતીય વૃત્તીને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબુત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતીમત્તાનો પ્રચાર વાર્તારુપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતીમ સીદ્ધી છે. તેથી આજસુધી હીન્દુ સમાજમાં નીતીશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે.ટાગોરે રામને ‘આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક’ કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમુર્તી હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જ હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઉતરી જાય; સમાજ નીતીમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.
ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. એણે માણસને સંસ્કૃતી આપી. એ પ્રાચીન યુગોમાં ધર્મ સીવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત. મનુષ્યને ઈશ્વર સીવાય ચાલે એમ ન હતું. જ્યારે જ્ઞાન નહીંવત હતું, ત્યારે ધર્મની વીશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું. વીજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, નીતીશાસ્ત્ર, બધું જ. આજે આ દરેક વીષય ધર્મ કરતાં તદ્દન સ્વતન્ત્ર રીતે પ્રાકૃતીક ને સામાજીક વીજ્ઞાન છે.
નીતીની જરુર શી? અથવા મનુષ્યે નીતીમાન, સદ્ગુણી શા માટે થવું જોઈએ ? ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મ કહે છે: ‘ઈશ્વર એમ ઈચ્છે છે માટે’. હીન્દુ ધર્મ કહે છે: ‘સારાનું પરીણામ સારું આવે, સુકર્મનું સુફળ મળે, બીજો જન્મ સારો મળે એ માટે’. ટુંકમાં, ધર્મ કે ઈશ્વર કહે છે માટે સારા થવું. આ સીવાય બીજાં કોઈ કારણો હોઈ શકે ખરાં ? હા છે….
  1. સૌથી વધુ સંખ્યાના માનવોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. દા.ત. સાચું બોલવા સીવાય કે લગ્નેતર જાતીય સમ્બન્ધો છોડવા સીવાય, માનવ સમાજ સંગઠીત ને સુવ્યવસ્થીત ન જ રહી શકે. માટે સત્ય, સદાચાર, વગેરે પાળવાં જોઈએ કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય; તો પણ તે પાળવાં જોઈએ.
  2. માણસે પોતાના હીત માટે નીતીનું પાલન કરવું જોઈએ. દા.ત. મોટર ચલાવતાં લાલ લાઈટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરુર નથી; મારા પોતાના હીત માટે એ જરુરી છે.
  3. બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો, એવું જ વર્તન તમે એના તરફ કરો એ સાદી શીખામણ તરત ગળે ઉતરે એવી છે. આપ ભલા તો જગ ભલા.
નીતીશાસ્ત્રના જાણકારોએ આવા બધા સીદ્ધાન્તોની બુદ્ધીગમ્ય અને વીશદ ચર્ચા કરેલી છે. એમાં ઉંડા ઉતર્યા વીના, આપણે એ સ્વીકારવાનું છે કે ધાર્મીકતા વીના સજ્જનતા ટકી શકે છે. ધર્મનો અભાવ એ અનીતી નથી. નીતી અને ધર્મને વીખુટાં પાડી શકાય છે. પાડવાં જરુરી પણ છે.
કોઈ પણ વ્યક્તી અને સમાજ માટે નીતીશાસ્ત્ર અનીવાર્ય એવી જરુરીયાત છે. માનવસંસ્કૃતીનો પાયો જ નીતીશાસ્ત્રમાં છે. માનવસમુહોને સમ્પીને પ્રગતી કરવા નીતીનીયમ વીના ચાલે જ નહીં. નાસ્તીક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતીનીયમોની જરુર નથી. બીનધાર્મીક માણસ સુધ્ધાં સંસ્કાર ને સંસ્કૃતીના સામાજીક નીયમો પાળે છે અને નીષેધો સ્વીકારે છે; ભલે એ સ્વીકારનું કારણ ધર્મ ન હોય. આધુનીક તત્ત્વજ્ઞાની ગણીતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મીક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધીવાદી હતા. બીજી બાજુ જોઈએ તો, ભલા થવા ભગત થવું જરુરી નથી. માણસ ધાર્મીક હોય માટે જ નીતીમાન કે સદ્ગુણી હોય, એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. હીટલર ચુસ્ત ખ્રીસ્તી અને શાકાહારી હતો. કોઈ નાસ્તીક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે ? એથી ઉલટું, દુરાચારી સાધુઓ, ગુરુઓ કે પાદરીઓ વીશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાસ્તીકતા નીતીમત્તાની સાથે રહી શકે છે; ધાર્મીકતા ને નીતીમત્તા સાથે રહેતાં હોય એમ હમ્મેશાં બનતું હોતું નથી. ધાર્મીક અને નાસ્તીક, બન્ને પ્રકારના માણસો પ્રપંચી કે નીતીમાન ગમે તે હોઈ શકે. એક વાત માન્યતાની છે, બીજી વાત વર્તનની છે.
ધર્મ અને નીતી એ બન્ને એકબીજાને સ્પર્શે છે જરુર; છતાં તદ્દન જુદાં છે. ધર્મથી નીતીમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે. હકીકત એ છે કે નીતી એના કોઈ ને કોઈ સ્વરુપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે; જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરુરી નથી.
–સુબોધ શાહ


19 February 2015

પ્રાણીની વફાદારીમાનવી એ અનેક ભવ્ય ઈમારતો બનાવી પોતાની કે પ્રિયજનની કીર્તિ અમર કરી
ગયાના ઉદાહરણ અનેક છે.આજે તમને પ્રાણી પ્રેમના પ્રતિકની એક વાત કરવી
છે.કુતરો વફાદાર પ્રાણી છે એટલું સમજદાર પણ છે.એક સત્ય ઘટના છે.પહેલાંના
જમાનામાં વણજારાની પોઠ્યો કીમતી માલ દેશ પરદેશ લઈજવા લાવવા નું કામ કરતી
વફાદાર અને સાહસિક કોમ ગણાતી.તેઓ ખાસ કરીને લોબી મજલના  સાથી તરીકે શ્વાન
રાખતા.તેમણે  પાળેલા કૂતરા એટલાજ ખડતલ અને વફાદાર હોઈ.તેને પોતાના ઘરના
સભ્ય તરીકે પ્રેમભાવથી રાખતા.શેઠ શાહુકારો કીમતી માલ-સામાન અને
ધન-ધાન્યની હેર ફેર માટે પોઠ્યો નો ઉપયોગ કરતા. બદલામાં સારું મહેનતાણું
પણ આપતા.આવાજ એક વણજારાને કોઈ કારણસર દેવું થઇ ગયું.શેઠ શાહુકાર ઉઘરાણી
આવે પણ પાસે કંઈ હતું નહિ.તેની મિલકત તેનો વફાદાર કૂતરો જ હતો.તે કૂતરાને
પોતાનાથી કદી અળગો કર્યો ન હતો,તે તેનો પ્રાણ હતો.આજે શેઠને પોતાનો કૂતરો
એ શરતે લખી આપ્યો કે લેણું પૂરું થતાં કૂતરો પરત લઇ જઈશ.લેણદારથી કંટાળી
પોતાના પ્રાણ સમા કૂતરો શેઠને સોપે છે અને કૂતરો પણ પોતાના માલિકથી અળગો
થવા ઈચ્છતો નહોવા છતાં માલિકની લાજ રાખવા શેઠ સાથે જાય છે.થોડા દિવસ
વીત્યા માલિક પણ કૂતરાને યાદ કરી તેને પાછો લાવવા લેણું પૂરું કરવા રાત
દિવસની મહેનત આદરી દીધી હતી.એક દિવસ સવારે લેણાની રકમ ચૂકવવા તૈયારી કરતો
હતો.શિયાળાની સવારે વહેલો ઊઠી થોડીવાર તાપણા પાસે બેસી નીકળું અનર
જીગરજાન કૂતરાને પાછો લઇ આવું.ત્યાં એને કૂતરો સામે આવતો દેખાયો.તેને
ધાર્યું કે કૂતરો શેઠના ઘરે થી નાસી આવ્યો.મેં તેના માટે રાત દિવસ મહેનત
કરી છોડાવવા પૈસા ભેગા કર્યા.ને તે મારું નામ બોળ્યું શેઠના ઘરે થી નાસી
આવ્યો.આજે હું તને નહિ છોડું ગુસ્સો માણસને આંધળો બનાવી દે છે.કૂતરો
પોતાના માલિક ને મળવા આતુર હતો.આ બાજુ માલિક નો ગુસ્સો આસમાને હતો.ડાંગ
હાથમાં લીધી ને કૂતરો નજીક આવતા માથામાં ફટકારી દીધી.કૂતરો તમ્મર ખાય
નીચે પડે છે.આંખ ખોલી શેઠ સામે જોયું અશ્રુની ધાર છૂટી ને પળભરમાં
નિર્દોષ પ્રાણીનું પ્રાણ પંખેરું ઉડીગયું.તેના વેદના હતી મારી વફાદારી પર
હજુ તું આશંકિત છે.અમે પામરજીવ તમારો પ્રેમ સમજી શકીએ પણ તું એક ક્ષણનો
વિચાર કર્યો નહિ જેને  બુદ્ધિને વિચારવાનું સામર્થ્ય આપ્યું છે.ક્રોધ
જેવું સ્વવિનાશકશસ્ત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી. વણજારાને કઈપણ  સમજાય
તે પહેલાતો એ વફાદાર સાથીનો દેહ શાંત પડી ગયો.વણજારો કૂતરાના  શરીર પર
હાથ ફેરવ છે માફ કર ભેરું મારામાં વસેલો ક્રૂર રાક્ષસ ને હું સંભાળીના
શક્યો.તું એક વાર મારી સામું જો તને તારી વફાદારીના સોગંદ છે.ત્યાં તો
સળવળાટ થયો શરીર અક્કડ હતું તે નરમ પડ્યું ને જાણે  નિરાંતે સૂતો હોઈ તેમ
દેહ શાંત થઇ ગયો.ઢળતા દેહ પર નજર ફેરવતાં અચાનક તેની નજર તેના ગાળામાં
બાંધેલી ચિઠ્ઠી પર પડે છે.તે ચિઠ્ઠી ખોલી વાંચે છે ત્યાં જ મૂર્છા આવી
ઢળી પડે છે.ચિઠ્ઠીમાં શેઠના ત્યાં ચોરો એ ચોરેલા ધન જંગલ માં જ્યાં
દાટ્યું હતું તે ચોરોની પાછળ પાછળ જઇ જોઈ ળે છે ણે શેતને તે જગ્યા પર
દોરી જાય છે.શેઠને પોતાનું ચોંરાયેલું ધન પાછું મળ્યું અને એ તેના દેવા
કરતાં અનેક ઘણું હતું.તેથી તારું દેવું વ્યાજ સહીત માફ કરી  તારા વફાદાર
કૂતરા ને મેં  મુક્ત કર્યો છે. આ જાણી  વણજારાને એટલો પસ્તાવો થયો કે
બાકીનું જીવન અને સંપતિ લોકોમાં તારી યાદ રહે તે માટે જ વાપરીશ. તેને
પોતાની પાસે જે કંઈ મિલકત હતી તેનાથી કૂતરાનું નામ અમર કરવા નિશ્ચય
કર્યો.જે જગ્યાએ તેના વફાદાર કૂતરાએ દેહ છોડ્યો હતો તે જગાએ વિશાલ તળાવ
બંધાવ્યું. ‘નાખીરા તળાવ ‘ તરીકે ઓળખાતું આ તળાવ ઇડર સ્ટેટના ‘વાડાલી
ગામ’થી એક ગાઉં છેટે છે.આ જે પણ અબોલા પ્રાણીની વફાદારી યાદ અપાવતું આ
પ્રતિક અમર છે.
શીખી *ગુસ્સો કે ક્રોધ સમયે એક ક્ષણ માટે થોભી જવાનું શીખી શકાય તો ઘણું.
વિચારો  *પશુ-પક્ષી વગરની દુનિયાને  કલ્પી તો જુઓ!
આટલું કરો*પશુ-પક્ષીઓના પ્રેમની અમર કથાઓનો સંગ્રહ કરીએ.
ક્રોધને વશ કરે એ સંત.સંતતુકારામ ભગવાન ભજનમાં રાત રહે.પત્ની ગુસ્સે થઇ
આમ ભજન જ કર્યા કરવાથી પેટ ભારાવાનું નથી.કંઈ મહેનત મજૂરી કરી આવો તો
વાળું કરીએ.સંત સમજી ગયા ને મજૂરીએ ગયાં.શેરડીની સીઝન ચાલે શેરડી કાપવા
ખેડૂતના ખેતરે ગયા.ખેડૂત ભક્ત માણસને કામ શું કરાવું લઇ જાવ તમે તમારે.પણ
સંત એમ થોડા લે.અખો દિવસ શેરડી વાઢી જાણે ભગવાનનું ભજન કરતા હોય એટલી લગન
થી.સાંજ પડે ખેડૂતે જોયું તો  બે દિવસનું કામ એક જ દિવસમાં પૂરું થઇ
ગયું.જેટલું લેવાય એટલા શેરડીના સાંઠા ભારો બાંધી ચડાવ્યા.રસ્તામાં
છોકરાં ભારામાંથી સાંઠા ખેંચી ખાવા લાગ્યા.બાળકો ને મજા આવી અને સંત કંઈ
બોલે નહિ રામ કી ચીડીયા રામકા ખેત ,એક સાંઠો બાકી રહ્યો અને પત્ની દૂરથી
આ તમાસો જોઈ રહી હતી.ગુસ્સાથી રણચંડી બનેલી પત્ની ને સંતતુકારામ પામી
ગયા.શેરડીનો એક સાંઠો પત્ની ને પ્રેમ થી આપે છે હાથમાં લઇ સીધો ઘા કર્યો
તુકારામ વાંસો પંપાળતા પંપાળતા ઉભા થઇ શેરડી ના બે ટુકડા હાથમાં લઇ એક
તેમની પત્ની ને હાથમાં આપ્યો ને કહ્યું મને ખબર હતી કે તું એકલી નહિ
ખાય.પત્ની તુકારામની માફી માગી.શેરડીના સાંઠાની મીઠાસ આગળ  લાપસીની શી
મીઠાસ કહી પ્રેમ થી ખાવા લાગી.પ્રેમથી ક્રોધને વશ કરી એ .

18 February 2015

બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?

બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.

બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.

અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.

હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.

સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.

જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.

ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.

આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે? બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.

તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘

10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.

ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.

સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે.‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.

મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો.યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.

ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.

છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!

સૌજન્ય- દિવ્ય ભાસ્કર .કોમ 

14 February 2015

પ્રેરક કથા

એક ઓરડામાં મીણબત્તીનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, એક ખૂણામાં 

અગરબત્તી પણ ચૂપચાપ સળગી રહી હતી. અગરબત્તીને જોઈને 

મીણબત્તીને અભિમાન થયું...

તેણે તિરસ્કાર પૂર્વક અગરબત્તીને કહ્યું,''જો,હું કેટલી ભાગ્યશાળી 

છું..ચારે તરફ મારો પ્રકાશ કેવો ફેલાઈ રહ્યો છો, બધાની નજર મારી 

સામે જ રહે છે...''


અગરબત્તીએ નમ્રતાથી કહ્યું, ''બહેન તારી વાત સાચી પણ મુશ્કેલીના 

સમયે સાહસપૂર્વક ટકી રહેવું પણ જરૂરી છે, સાચી પરીક્ષા મુશ્કેલીમાં જ

 થતી હોય છે... પરંતુ મીણબત્તી પોતાના ચમકતા પ્રકાશની મસ્તીમાં 

મસ્ત હતી...

એટલામાં પવનનો સપાટો આવ્યો અને એકજ ઝપાટામાં મિણબતી 

બુઝાઈ ગઈ.પરંતુ અગરબતી હજુ પણ સળગતી હતી.તેણે પોતાની 

પ્રખરતા વધારી દીધી અને વધું તિવ્રતાથી તેની સુવાસ ચોતરફ પ્રસરી ગઇ.

હજુ સુધી મૌન રહેલા ઓરડાના અવકાશે હવે કહ્યું, '' હવાનો સપાટો

 જેના અસ્તિત્વને ખતમ કરી દે એવી ચમક શું કામની? ''
પોતાની પાસે જે શક્તિ હોય તેનો અહંકાર ક્યારેય કરવો નહિ.બીજાને આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ તે મહત્વનું છે...
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી