Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 March 2015

ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)
કીં તદ બ્રહ્મ, કીમધ્યાત્મમ,
કીં કર્મ પુરુષોત્તમ ?
અધીભુતં ચ કીં પ્રોક્તમ,
અધીદૈવં કીમુચ્યતે ?
(શ્રી–ગીતા, 8/1)
એક નીવૃત્ત વૃદ્ધે બાગમાં કહ્યું કે હું વૃદ્ધાવસ્થાનો સમય ધાર્મીક પ્રવૃત્તીમાં ગાળું છું, તો બીજાએ વળી બીજા પ્રસંગે જણાવ્યું કે મારો મોટા ભાગનો સમય આધ્યાત્મીક પ્રવૃત્તીમાં વીતે છે. એ સાંભળી સાથેના મીત્રે પ્રશ્ન કર્યો કે ‘ધાર્મીક’ અને ‘આધ્યાત્મીક’ એ બે શબ્દોનો ચોક્કસ અર્થ શો ? એ બે વચ્ચે કોઈ અર્થભેદ ખરો ?
મેં કહ્યું, આવો જ પ્રશ્ન શ્રીમદ્ભગવદગીતામાં અર્જુને શ્રી. કૃષ્ણને કર્યો છે. જોકે કૃષ્ણભગવાને સ્પષ્ટ તથા વીગતવાર ઉત્તર નથી આપ્યો, ટુંકમાં જ બધું પતાવી દીધું છે. તો ચાલો, એ પરત્વે થોડું ચીન્તન કરીએ: વળી, એ એટલા માટે પણ જરુરી છે કે આજ કાલ સારા લેખકો અને વીદ્વાનો પણ ‘આધીભૌતીક’ શબ્દ ‘અલૌકીક’ના અર્થમાં પ્રયોજે છે; કારણ કે ‘અધી’ પુર્વગ એવો આભાસ ઉત્પન્ન કરે છે. કીન્તુ ખરેખર તો, આધીભૌતીક એટલે કેવળ ભૌતીક જ, અર્થાત્ સ્થુળ, જડ પદાર્થને લગતું. આ દુનીયાને લગતું વગેરે. ‘અલૌકીક’નો અર્થ ‘ભૌતીક’ શબ્દને અર્પવો હોય તો ‘અતીભૌતીક’ થાય, અર્થાત્ ‘અતી’ પુર્વગ લગાડવો રહે. ચાલો બસ, ભાષાવીજ્ઞાનનો આટલો ઈશારો જરા જરુરી જણાયો એટલે કરી લીધો.
મીત્રને મેં દાખલા દ્વારા આધ્યાત્મીક અને ધાર્મીક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું, ડૉ. ગુણવંત શાહનાં ‘ગીતાપ્રવચનો’ તે આધ્યાત્મીક પ્રવૃત્તી કહેવાય, જ્યારે પુ. મોરારીબાપુની ‘રામાયણકથા’ તે ધાર્મીક પ્રવૃત્તી કહેવાય. શ્રી. અરવીંદનું ‘ચીન્તન’ તે આધ્યાત્મીક વીષય ગણાય, જ્યારે ‘શીક્ષાપત્રી’નો ઉપદેશ એ ધાર્મીક બોધ લેખાય. અગાઉ મેં એક પ્રસંગે ધર્મની ત્રણ શાખાઓ દર્શાવેલી: (1) ચીન્તન (2) ભક્તી અને (3) વીધીનીષેધો. જોકે ધાર્મીકતામાં કર્મકાંડ પણ સમાવીષ્ટ છે; પરન્તુ અમુક કર્મકાંડને પુજા ભક્તીમાં અને અન્યને વીધીનીષેધોમાં સમાવી લઈ શકાય. દા.ત., દેવને નવડાવવા, પત્ર, પુષ્પ, સુગંધ કે ફલાદી અર્પણ કરવાં એવું કર્મકાંડ તે ભક્તીમાં આવે, જ્યારે સંધ્યાકાળ પુર્વે જમીજ લેવું યા ભોજન પુર્વે સ્નાન કરવું જ, જેવા કર્મકાંડ વીધીનીષેધોમાં સમાવી લઈ શકાય.એવું જ લગ્નવીધી, શ્રાદ્ધવીધી આદી પરત્વે સમજી લેવું.
કેટલાક પુરુષો, વીશેષત: શીક્ષીત તથા સજાગ સામાજીકો, આજકાલ ધાર્મીકતા કરતાં આધ્યાત્મીકતાને ઉંચી ગણાવે છે અને શબ્દવ્યંજના પણ એમ જ સુચવે છે કે ધર્મની અપેક્ષાએ અધ્યાત્મ કંઈક સુક્ષ્મતર વીષય કે વીભાવના છે. ધર્મ મહદંશે સામાજીક વ્યવસ્થા લેખાય, જેમાં વ્યવહાર,ફરજો, માન્યતાઓ, ઉત્સવો, લેબલો આદી અનેક જીવનલીલાઓનો સમાવેશ થાય છે. જ્યારે અધ્યાત્મ એટલે આત્મા–પરમાત્મા વીષયક જ્ઞાન તેમજ ચીંતન.
જોકે આખરે તો આ બધી જ કપોળકલ્પનાઓ છે, એટલે કેવળ મીથ્યા પ્રવૃત્તી છે. કારણ કે આત્મા યા પરમાત્મા જેવાં કોઈ તત્ત્વો–સત્ત્વો વાસ્તવીક અસ્તીત્વ ધરાવે છે કે નહીં? – એ વીજ્ઞાને હજી શોધવું અને સીદ્ધ કરવું બાકી જ છે.અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલાં જ્ઞાન તથા તર્કવીવેક વડે તો એ જ સીદ્ધ થાય છે કે આત્મા યા પરમાત્મા જેવું કશું જ અસ્તીત્વ ધરાવતું નથી, જે છે તે બધી જ પદાર્થ લીલા છે, જડના જ બધા વીવર્તો છે. સદીઓ પુર્વે ચાર્વાક મુનીએ કહેલું કે ચૈતન્ય જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ છે જ નહીં, માટે આત્મા નથી; પંચમહાભુતોના સંમીશ્રણમાંથી જ ચૈતન્યભાવ ઉદ્ભવે છે. હવે આધુનીક વીજ્ઞાન પણ એ જ સીદ્ધ કરે છે કે દ્રવ્ય (પદાર્થ) અને ઉર્જા એ બે ભીન્ન ભીન્ન તત્ત્વો નથી, એક જ છે અને એકનું અન્યમાં રુપાંતર થઈ શકે છે. દા.ત., કોઈપણ સ્થુળ પદાર્થ પ્રકાશના વેગે ગતી કરે તો એ ઉર્જામાં પરીવર્તીત થઈ જાય છે વગેરે…
થોડીક આડવાત કરીએ તો, આવું સાદુંઅને સાચું સત્ય સહેજે સ્વીકારી લેવાને બદલે, લોકો આત્મા–પરમાત્માનાં કાર્યો તથા પરસ્પર સમ્બન્ધો સમજવા જીવનભર કથાપ્રવચનો સાંભળવા દોડે છે અને કેવળ મીથ્યા પ્રવૃત્તીમાં કીમતી સમય બરબાદ કરે છે. એક સરસ પ્રેરક પ્રસંગ અત્રે ટાંકવા જેવો સમજું છું: 1961ના વર્ષની આ ઘટના છે, જ્યારે ઈંગલેન્ડમાં ફ્રી–થીંકરો, એટલે કે રૅશનાલીસ્ટોની એક વીશ્વ પરીષદ મળેલી, જેમાં ભારતના જગવીખ્યાત તથા વીદ્વાન વીવેકબુદ્ધીવાદી અગ્રણી, શ્રીલંકાની રૅશનાલીસ્ટ સંસ્થાના પ્રતીનીધી તરીકેડૉ. અબ્રાહમ કોવુર હાજરી આપવા માટે ગયા હતા. પરીષદમાં મુખ્ય વક્તા તરીકે બ્રીટનના મજુર પક્ષના તે વખતના સાંસદ લૉર્ડ ફ્રેનર બ્રોકવે પણ હતા, જેઓએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, ‘પશ્ચીમના સુવીકસીત દેશોએ તથા ભૌતીકવાદી રાષ્ટ્રોએ પુર્વના ગરીબ અને અધ્યાત્મવાદી દેશોને મદદ આપવાનું બંધ કરી દેવું જોઈએ.’ આવું વીધાન સાંભળતાં ડૉ. કોવુરને તો તીવ્ર આઘાત લાગ્યો; કારણ કે લૉર્ડ બ્રોકવે ભારત, શ્રીલંકા જેવા પુર્વના દેશો પ્રતી વીશેષ સહાનુભુતી ધરાવનાર એક ઉદારમતવાદી તરીકે જાણીતા રાજપુરુષ હતા. પરીષદ બાદ ડૉ. કોવુરે, લૉર્ડ બ્રોકવેને આશ્ચર્યવત્ પ્રશ્ન કર્યો કે ‘આપ નામદાર તો અમારા હમદર્દ છો;છતાં કેમ એવું કહો છો કે સમૃદ્ધ પશ્ચીમી દેશોએ દરીદ્ર એશીયાઈ દેશોને મદદ કરવી જોઈએ નહીં ?’
જવાબમાં મંદ સ્મીત કરતાં લૉર્ડ બ્રોકવે બોલ્યા, ‘અમે પશ્ચીમી પ્રજાઓ સુખી તથા સમૃદ્ધ છીએ, એનું કારણ તો જાણો છો ને ? અમે લોકો દીનરાત કઠોર પરીશ્રમ કરીએ છીએ, વીજ્ઞાન તથા ટૅકનોલૉજીનો સમ્પુર્ણ વીનીયોગ કરીને અમે અમારી આ ધરતી પરના જ ભૌતીક જીવનને વધુ ને વધુ સુખી તથા સગવડભર્યું બનાવવાનો પુરુષાર્થ ખેડી રહ્યા છીએ, જ્યારે તમે પુર્વની ‘આધ્યાત્મીક’ પ્રજાઓ, મૃત્યુ અને મૃત્યુ પછીના બીજા ભવનું જીવન યા પછી જે હોય તે – એ અવસ્થા સુધારવા માટે કલ્પીત દેવીદેવતાઓને ખુશ કરવા પાછળ જ મોટા ભાગનાં સમય–શક્તી નીરર્થક વેડફ્યા કરો છો ! તમારા દેશોનાં કામ કરી શકે એવા સર્વ સશક્ત ને યુવાન સ્ત્રી–પુરુષો સુધ્ધાં જીવનના કેટલા બધા કલાકો કથાપારાયણો, દેવદર્શન, ભક્તીપુજા યા યાત્રાપ્રવાસો ને પદયાત્રાઓ પાછળ બરબાદ કરો છો અને કામ કરતા નથી ! ચાલુ ફરજે પણ કામ છોડી તમે લોકો ભક્તીવન્દના માટે નીકળી પડો છો ! આમ તમે તમારાં પાપે જ દુ:ખી થાઓ છો. અરે ! જ્યારે તમારો હજાર હાથવાળો ભગવાન જ તમને સહાય કરશે એવી શ્રદ્ધા તમે લોકો ધરાવો છો તો પછી શા માટે અમારી મદદ માંગો છો ? વગેરે.’
લૉર્ડ બ્રોકવેની વાત સાવ સાચી : બાવાબાપુઓનાં કથા–પારાયણોમાં આઠ–દસ દીવસો સુધી રોજના આઠદસ કલાક આપણા લાખો લોકો નવરાધુપ બેઠા જ રહે, કંઈ જ ઉત્પાદક કાર્ય ન કરે, અને વર્ષભર અનેક સ્થળે આવી વીનાશક પ્રવૃત્તી વળી અનેકાનેક રુપે ચાલ્યાં જ કરે ! પછી દેશ સમૃદ્ધ થાય જ ક્યાંથી ? અને આખર, આવાં કથા–પારાયણોથી લાભ શો ? પ્રજાનું આર્થીક ધોરણ તો કથળે જ; છતાં ધારો કે, નૈતીક ધોરણ પણ ઉંચુ આવતું હોય તોય ભલે માફ ! પરન્તુ એય કરુણ રીતે કથળ્યું જ સ્પષ્ટ રીતે સમજાય છે : આપણા જેવી ભયંકર ભ્રષ્ટાચારી તથા ઘોર અનૈતીક પ્રજા, આ દુનીયામાં બીજી બહુ થોડી જ હશે. ચાલો, તત્કાળ એક સુધારો તો કરી જ નાખીએ : કથાવાર્તા ને પાઠપારાયણો ફક્ત રાતે જ યોજી શકાય એવો કાયદો કરો ! બાપુઓ, સ્વામીઓ, મહારાજો તમેય સાંભળો છો કે ? તો જરા સહકાર આપશો !
આ થઈ ધાર્મીક પ્રવૃત્તીઓના વીનાશક પરીણામની વાત ! તો વળી, આધ્યાત્મીક પ્રવૃત્તીય એટલી જ મીથ્યા તથા મહદંશે વ્યક્તીગત અને થોડે અંશે રાષ્ટ્રીય અવનતી–હાની જન્માવનારી જ છે; કારણ કે એની પાછળ પણ નીરર્થક જ સમય–શક્તી વેડફાય છે. દા.ત., મારા એક મીત્ર મોટા વીદ્વાન તથા ઘણા સમજદાર પુરુષ છે; છતાં સંસ્કારવશ રોજ ધ્યાન કરે છે. હવે પોતાની એવી અન્ધશ્રદ્ધાનો બચાવ કરવા, એને ‘ગ્લોરીફાય’ કરવા એકદા તેઓ મને કહે, ‘હું કાંઈ પુજાભક્તીરુપે કે ચીત્તનાં શાંતીસ્વાસ્થ્ય જેવા સામાન્ય હેતુસર આ ધ્યાન નથી કરતો; હું તો વૈશ્વીક–કોસ્મીક લય સાથે મારા પોતાના લયનું અનુસંધાન સાધવા આવી આધ્યાત્મીક સાધના કરું છું.’
એ સાંભળી મેં તેઓની સમક્ષ ચાર પ્રશ્નો મુક્યા :
1. વીશ્વમાં યા બ્રહ્માંડમાં કશું લય જેવું છે ખરું ? ત્યાં તો અંધાધુંધ બળનો જ સીદ્ધાન્ત પ્રવર્તે છે, અને ઘોર અવ્યવસ્થા ચાલે છે. દા.ત., હમણાં જ એક વીરાટ ધુમકેતુને ગુરુનો ગ્રહ નીર્મમ ભાવે આખો ને આખો જ ગળી ગયો ! તો મીત્ર, બ્રહ્માંડમાં તો આવો છે કોસ્મીક લય !
2. આપણો પોતાનો લય એટલે શું ? આ દેહ તો કુદરતના સર્વ અન્ધ કાનુનને જ આધીન એવું એક જડવત્ યંત્ર માત્ર છે, વધુમાં, વળી ભદ્દું અને ગંદું ! એમાં યાંત્રીક સંચલન સીવાય કોઈ ઉચ્ચતર લય નથી દેખાતો.
3. કોસ્મીક લય સાથે આપણા લયનું, જો એવું કંઈ હોય તો; એનું અનુસન્ધાન ધ્યાન દ્વારા સીદ્ધ થાય, એવો કોઈ નીયમ છે ખરો ? એનો પુરાવો શો ?
4. અને આખર, આવી બધી અનીશ્ચીત કડાકુટો કરવાથી લાભ શો ?
આપણો આત્મા પરમાત્મારુપ પરમ વૈશ્વીક ચૈતન્યનો જ એક અંશ છે, એવી અજ્ઞાનજનીત, પુરાણી આધ્યાત્મીક માન્યતામાંથી જ આવાં બધાં કર્મકાંડ પ્રગટ્યા સમજાય છે. અને હવે આ એકવીસમી સદીના વીજ્ઞાનયુગમાં જેમ અનેક કાલગ્રસ્ત અને કાલસાપેક્ષ ધાર્મીક માન્યતાઓ, વીધીનીષેધો તથા કર્મકાંડ આમુલ પરીવર્તન માગી લે છે; એજ રીતે આધ્યાત્મીકતાના ખોટા ખ્યાલો પણ બદલાવા જોઈએ. નાનાલાલીય પરીભાષામાં અંતે ઉદ્બોધું તો : ‘આત્મા તો દીઠો હોય તે દાખવે, આપણાં માનવીનાં તો છે આ શરીર !’

ભરતવાક્ય

યોગીક ક્રીયાઓ અથવા માનસીક એકાગ્રતા કે ધ્યાનાદી વડે જેવી અલૌકીક (અવાસ્તવીક) મનોગત અનુભુતીઓ પ્રાપ્ત થઈ શકે છે, બરાબર એવી જ (દીવ્ય) અનુભુતીઓ ગાંજો, એલ.એસ.ડી., મેસ્કેલીન, હેરોઈન, અફીણ, ભાંગ ઈત્યાદી નશીલાં દ્રવ્યોના સેવન દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. વળી, એવો જ અનુભવ ચોક્કસ બીમારીઓ દરમીયાન પણ માણસને થાય છે. એનો અર્થ એ જ કે કેફી દ્રવ્યો, તાન્ત્રીક પ્રયોગો, સમ્મોહન અથવા આત્મસમ્મોહન તેમ જ હોર્મોન–વીટામીનોની ખામીને પરીણામે ઉદ્ભવતા માનસીક રોગો એ સર્વ દ્વારા એકસરખી જ માનસીક ભ્રમણાઓ માણસના મનમાં ઉદ્ભવે છે. પરન્તુ અન્ધશ્રદ્ધાળુ જણ એને વીશ્વચેતના, બ્રહ્મજ્ઞાન યા મુક્તાવસ્થા ગણી–ગણાવી ખોટો જ ખુશ થતો ફરે છે.
 –ડો. અબ્રામ કોવુર

લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ

તારીખ ૧૪ મી માર્ચ, ૨૦૧૫ ના રોજ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ચર્ચિલ અને સાઉથ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાની પ્રતિમાઓની જોડાજોડ ભારતના મહાત્મા ગાંધીની પ્રતિમાની અનાવરણ વિધિ ભારતના નાણાં મંત્રી અરૂણ જેટલી અને બ્રિટનના વડા પ્રધાન કેમેરોનના શુભ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતાં શ્રી જેટલીએ કહ્યું હતું કે ૧૯૪૭ની મધ્યરાત્રિ પછી ભારત અને ઈંગ્લેન્ડે ઘણી લાંબી મંઝિલ કાપી છે.આજે વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી એકસાથે ભેગી મળી છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ બ્રિટનના વડા પ્રધાન કેમેરોને ગાંધીજીની વિચારધારા વિષે બોલતાં કહ્યું હતું કે ગાંધીજી ના વિચારો અનુસાર આપણે માનવજાતમાંથી ક્યારેય વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. માનવજાત એક વિશાળ સમુદ્ધ જેવી છે . જો સમુદ્રમાં કેટલાંક ટીપાં ગંદા હોય તો એથી આખો સમુદ્ર કઈ ગંદો બની જતો નથી .

આ પ્રસંગે ખાસ હાજરી આપવા લંડન પહોંચી ગયેલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચને એના વિખ્યાત સ્વરમાં ગાંધીજીના પુસ્તક ‘ધ વર્લ્ડ ઓફ ટુ મોરો’માંથી કેટલાક અંશો વાંચી સંભળાવ્યા હતા.વિશ્વ ઇતિહાસની આ કેવી વિચિત્ર ઘડી (Irony ) કહેવાય કે જે વ્યક્તિએ બ્રિટીશોની ગુલામીની ઝઝીરમાંથી દેશને મુક્ત કરવા અને દેશમાંથી એમને તગેડી મુકવા માટે “કવિટ ઇન્ડિયા “ની લડત ચલાવી હતી  એ જ વ્યક્તિ મહાત્મા ગાંધીની પ્રતિમા એ જ બ્રીટીશની પ્રજા એના પાર્લામેન્ટ હાઉસની સામે જ એક બ્રિટીશ વડા પ્રધાનના હસ્તે ખુલ્લી મુકાઈ છે.!

ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન જેમણે એક વખત મહાત્મા ગાંધીની ‘અર્ધનગ્ન ફકીર’ કહીને ઠેકડી ઉડાવી હતી તે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પૂતળાની બાજુમાં જ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સમય સમય બળવાન છે, નહિ મનુષ્ય બળવાન એ આનું નામ !સમયે સમયે વિશ્વના રાજકીય ઈતિહાસનાં પાનાં પલટાતાં રહે છે અને એમાં નવો ઈતિહાસ લખાતો રહે છે.

દરેક માનવીના જીવન ઇતિહાસનું પણ એવું જ નથી શું ?

વિનોદ પટેલ

પ્રિયતમને દ્વાર ….અછાંદસ

પ્રિયતમને દ્વાર ….અછાંદસ 

kanya

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,

આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.

 

વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં, 

યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,

આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,

છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.

 

મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,

સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં, 

માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,

પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.

 

કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?

પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?

આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?

 છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.

 

સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,

દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે, 

આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા, 

આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.

 

વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા   

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?
ucchashakti

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે? 

* ઇશ્વરની અતકર્ય માયા. *

 માનવીની બુધ્ધિ. 

* ક્રિયાશક્તિના સંબંધ દ્રારા ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ

વજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળેવજનમાં વધારવા માટે કેલરી શેમાંથી મળે
(૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી)
* દૂધ ક્રીમ, વગેરે સૌથી કેલરી ધરાવે છે?
* માખણ = ૭૩૫.૦૦ ફૂડ કેલરી
* માખણ 35% ચરબી સાથે ખાટા ક્રીમ = ૩૦૦૦.૦૦ ફૂડ કેલરી
* તાજા સફેદ ચીઝ  = ૧૧૮.૦૦ ફૂડ કેલરી
* દહીં = ૭૨.૦૦ ફૂડ કેલરી
* છાશ સમાવે = ૩૫.૦૦ ફૂડ કેલરી
* વનસ્પતિ તેલ (સરેરાશ) = ૯૦૦.૦૦ ફૂડ કેલરી
* ઓલિવ તેલ = ૯૦૦.૦૦ ફૂડ કેલરી
* સીમ = ૮૯૨.૦૦ ફૂડ કેલરી
* કોકો – માખણ = ૮૮૬.૦૦ ફૂડ કેલરી
* વનસ્પતિ તેલ (સરેરાશ) = ૭૫૪.૦૦ ફૂડ કેલરી
* અખરોટ (સૂકા) = ૬૬૭.૦૦ ફૂડ કેલરી
* અખરોટનુ ફળ (સૂકા)  = ૬૫૭.૦૦ ફૂડ કેલરી
* બદામ (સૂકા) = ૬૩૪.૦૦ ફૂડ કેલરી
* મગફળી (શેકેલા) = ૫૯૬.૦૦ ફૂડ કેલરી
* ચિકન ઈંડું પાવડર = ૫૮૦.૦૦ ફૂડ કેલરી
* સૂરજમુખીના બીજ = ૫૭૫.૦૦ ફૂડ કેલરી
* બટેટા (ચિપ્સ) = ૫૫૭.૦૦ કેલરી
* દૂધ ચોકલેટ = ૫૫૦.૦૦ ફૂડ કેલરી
* મગફળીની (સૂકા) = ૫૪૭.૦૦ ફૂડ કેલરી
* મિશ્રણ ચોકલેટ = ૫૨૬.૦૦ ફૂડ કેલરી
* તળેલી ફુલમો સમાવે =  ૪૮૪.૦૦ ફૂડ કેલરી
* કોકો પાઉડર =  ૪૮૪.૦૦ ફૂડ કેલરી
* ગાયના દૂધમાં પાવડર, સંપૂર્ણ સાકર = ૪૨૮.૦૦ ફૂડ કેલરી
* ચીકી કે ટૉફી જેવી મીઠાઈ = ૪૨૮.૦૦ ફૂડ કેલરી
* કૂકી = ૪૨૧.૦૦ ફૂડ કેલરી
ફકત જાણકારી માટે…

11 March 2015

માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા

માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા

–ખલીલ ધનતેજવી
રોશની ચાહો તો તખ્લીક કરો કોઈ ચીરાગ,
યું દુવાઓં સે નહીં ચાંદ નીકલને વાલા.
અન્ધશ્રદ્ધાનું નખ્ખોદ જાય ! તે હજી વેબસાઈટ યુગમાં પણ પીછો છોડતી નથી. મોબાઈલ ફોન સ્વરુપે વીશ્વ આખું ગજવામાં લઈને ફરતો માણસ, પોતાનું ભવીષ્ય સુધારવા ઢોંગી ભુવાઓ, બાબાઓ, બાપુઓનાં ચરણોમાં મસ્તક ટેકવી દેતાં શરમાતો નથી. માણસ ચન્દ્ર પર પહોંચવા ઉત્સુક છે; પણ અન્ધશ્રદ્ધા છોડવી નથી. એ ચન્દ્ર પર જશે તો પણ, પીયરમાંથી મળતા દહેજની જેમ અન્ધશ્રદ્ધાના લબાચા પણ જોડે લઈને જશે. ચન્દ્ર પર ઘર બનાવશે તે પણ વૈજ્ઞાનીક ઢબે નહીં; વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ઘર બનાવશે. ઘરમાં તીજોરી મુકાવશે; પણ લાઈબ્રેરીનું કબાટ મુકવાનું સુઝશે નહીં. ચન્દ્ર પર જઈનેય જન્મકુંડળીના આધારે જ જીવવાનું પસંદ કરશે.
ચન્દ્ર પણ એક ગ્રહ છે. અત્યાર સુધી માણસને ગ્રહો નડતા હતા. હવે વીજ્ઞાનના પ્રતાપે માણસ ગ્રહોને નડતો થઈ ગયો છે. તોય ગ્રહોની પુજા કરવાની કુટેવ છુટવાની નથી. ચન્દ્રની છાતી પર બેસીને ચન્દ્રની જ પુજા કરશે, ચન્દ્ર પર હવન કરાવશે, ગણપતી અને તાજીયાનાં જુલુસ કાઢશે, દારુ ઢીંચીને જુલુસમાં કુદકા મારશે, કાંકરીચાળો પણ કરશે ને હુલ્લડ પણ કરશે; કારણ કે ધરતી પર એણે કર્યાં છે, એવાં તમામ કારસ્તાનો જોડે લઈને જ એ ચન્દ્ર પર જવાનો છે. હવે વીચારો, આ ચન્દ્ર નામનો ગ્રહ માનવ ગ્રહથી મુક્તી મેળવવા કયા ભુવા પાસે જશે? એ માટે એને ધરતી પર ઉતરવું પડશે તો ? ધરતી પર ઉતરશે તો પણ, અહીં બધા માણસની જ તરફદારી કરનાર મળશે. ચન્દ્રની વગ તાણે એવો કોઈ બાવા-બાબા ચન્દ્રને મળવાનો નથી, બીચારો ચન્દ્ર !
ધરતી પરથી ચન્દ્ર પર જનાર વીનોદચન્દ્ર, નવીનચન્દ્ર, જગદીશચન્દ્ર, સુભાષચન્દ્ર, ચાંદ મહંમદ, અને ચાંદમીયાં જેવા કંઈ કેટલાય ફઈબાએ નામાભીધાન કે નામાંકીત કરેલા ચન્દ્રો સાચુકલા ચન્દ્રની છાતી પર બેસીને બાબાએ બાંધી આપેલી કંઠીને આંખો મીંચીને ચુંબન કરશે; પણ ચન્દ્ર સુધી જવાનો રસ્તો કરી આપનાર વૈજ્ઞાનીકના નામનું તો નાળીયેર નહીં જ ફોડે. વૈજ્ઞાનીકનું નામ યાદ કોણ રાખશે ? જતે દીવસે આ વીજ્ઞાનની દેણ છે એવું પણ એ કબુલ કરવાનો નથી. મન્દીર–મસ્જીદ બાંધાવવામાં મશગુલ થઈ જશે. કોઈ સમસ્યાના નીરાકરણ માટે દરગાહ પર ચાદર ચડાવવાની મન્નત રાખશે. સમસ્યાનું નીરાકરણ વૈજ્ઞાનીક ઢબે થયું હશે તો પણ, ચાદર તો દરગાહ પર જ ચડશે.
અભણ, ગરીબ અને પછાત વર્ગના લોકોમાં અન્ધશ્રદ્ધા ખુબ જ ફાલી છે, એવું જાહેરમાં કહેનાર વ્હાઈટ–કોલર મેયરો, અધ્યક્ષો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પોલીસ અમલદાર સુધીના શીક્ષીત અને સમાજમાં આદર્શરુપ ગણાતા માણસો, પોતાની અન્ધશ્રદ્ધાને વહાલથી બચીઓ કરી કરીને પંપાળતા રહે છે. આ બધા લોકો વરસાદ ન પડે તો કથા કરાવે, કોઈ રસ્તે વારંવાર જીવલેણ અકસ્માતો થતા હોય તો એ સ્થળે હવન કરાવે છે. ચુંટણીમાં ટીકીટ મેળવવા બાધા રાખે, ટીકીટ મળી જાય એટલે ચુંટાઈ જવાની બાધા રાખે, ચુંટાઈ જાય એટલે મન્ત્રીપદ કે અધ્યક્ષપદ મેળવવા બાધા રાખે. પરીક્ષામાં પાસ થવા બાધા રાખે, નોકરી માટે મન્નત માને, બદલી માટે પણ બાધા રાખે. આ બધાં કામો પૈસા ખવડાવવાથી જ થઈ જતાં હોવાં છતાં; બાધા રાખી હોય તે તો પુરી કરવાની જ ! ઉપરી અધીકારીને ખવડાવવા માટેના પૈસા ઘર ગીરવે મુકીને મેળવ્યા હોય તો પણ; એ પૈસાનું કોઈ મુલ્ય નહીં. બધો જશ બાધાને ફાળે જાય છે. ફલાણા બાબાની બાધા રાખી એટલે આ કામ થયું.
આપણે ત્યાં વાહનવ્યવહાર વધ્યો છે. માર્ગ અકસ્માતો પણ નીરન્તર થતા રહે છે. માર્ગમાં કોઈ સ્થળે વારંવાર અકસ્માત થતા હોય તો રસ્તો દુરસ્ત કરાવવાને બદલે હવન કરવા બેસી જવાનું. મુળભુત નડતર અને નડતરના નીરાકરણ માટે માર્ગ દુરસ્તીનું કામ હાથ પર લેવું જોઈએ, પણ આવું કોણ કહે ? કહેનારના ઘર પર પથ્થરમારો થાય. નાતબા’ર મુકી દેવાય. સમાજમાં હુક્કાપાણી બંધ કરી દેવાય.
અભણ અને બધી રીતે પછાત એવા માણસની અન્ધશ્રદ્ધા પણ આપણને ગમતી નથી, તો શીક્ષીત અને સમાજમાં આદરપાત્ર ગણાતો અથવા આદર્શરુપ ગણાતો માણસ અન્ધશ્રદ્ધામાં તણાવા લાગે તો એની પાછળ પાછળ દોરાતી પ્રજા પર એની શી અસર પડે ? આદર્શપાત્ર ગણાતો સમાજનો અગ્રણી એમ કહે કે રસ્તે ચાલતા કોઈ પ્રેતાત્માએ મારું ગળું ભીંસી દીધું હતું. શ્વાસ રુંધાવા લાગ્યો હતો. એ તો સારું થયું કે બાબાએ મન્ત્રેલો દોરો મારા ગળામાં બાંધેલો હતો એટલે હું બચી ગયો. પણ ભલા માણસ, પ્રેતાત્મા આવીને ગળે બાઝી પડયો એનું શું ? મંત્રેલા દોરામાં શક્તી હતી તો એ પ્રેતાત્મા તમારી પાસે આવે જ શી રીતે ?
ભુંગળાવાળું થાળીવાજું, પછી રેડીયો, ટેપરેકોર્ડર્સ, કેસેટ્સ, ટેલીફોન, કમ્પ્યુટર, ટેલીવીઝન અને મોબાઈલ ફોન વગેરે અપ્રાપ્ય અને આધુનીક ઉપકરણો વીજ્ઞાને આપણી સામે લાઈનબંધ ગોઠવી આપ્યાં છે. એમાંનુંએક પણ ઉપકરણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું? સમાજને ઉપયોગી એવું કંઈ પણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું ? કોઈ વૈજ્ઞાનીકે ક્યારેય એવી મન્નત રાખી નથી કે મોબાઈલની શોધ સક્સેસ જશે તો દરગાહ પર ચાદર ચડાવશે કે કોઈ મન્દીર પર છપ્પન ગજની ધજા ફરકાવશે ! અન્ધશ્રદ્ધાએ માણસને કાયર બનાવી દીધો છે, આળસુ બનાવી દીધો છે. દીવો શોધવાનું કે સળગાવવાનું સુઝતું નથી અને અજવાળા માટે મન્નતો માનતો અને બાધા રાખતો થઈ જાય છે. અન્ધશ્રદ્ધાએ માણસને છતી આંખે આંધળો બનાવી દીધો છે.     
ખલીલ આજ વો આઈને બેચનેવાલા,
કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.
–ખલીલ ધનતેજવી

ભયમાંથી મુકત થવા શું કરવું ?


baymukat
ભયમાંથી મુકત થવા શું કરવું ? 

* આત્મવિશ્વાસ કેળવવો.

 * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. 

* જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. 

* જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી.

 * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે.

 * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી ભય ભાગે છે,મનને મજબુત કરવાનું એક સાધન અનુભવ છે એટલે જેનો ભય લાગતો હોય તેમને હિંમત આપવાથી ભય ઓછો થાય છે 

* ભયની કલ્પના ન કર્યા કરવી.

રે ભાઈ, આપણો ઘડીક સંગ.

કાળની કેડીએ ઘડીક સંગ,

રે ભાઈ, આપણો ઘડીક સંગ.

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,

વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગા!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરણું નેનની ઝારી,

કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,

એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! રે ભાઈ, આપણો ઘડીક સંગ…

ક્ષણભંગુર જીવન છે, આપણો એકબીજા સાથેનો સંગ પણ ઘડીકનો છે, તો શું કામ ખોટા લોહીઉકાળા કરવા, શા માટે નફરત ને ઈર્ષ્યા ને એવી બધી નેગેટિવ ઇમોશન્સથી સળગતા રહેવું. સામેની વ્યક્તિને જીતી લેવા માટે જો હારવું પડે તો હારી સુધ્ધાં જવાનું! આ કવિતામાં અલ્હડપણું પણ છે અને ઊંડાણ પણ છે. આવું જ કોમ્બિનેશન નિરંજન ભગતની આ બીજી લોકપ્રિય કવિતામાં પણ થયું છેઃ 

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!

અહીં પથ પર શી મધુર હવા

ને ચહેરા ચમકે નવા નવા!

- રે ચહું ન પાછો ઘરે જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બે-ચાર ઘડી

ને ગાઈ શકું બે-ચાર કડી,

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપેટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે જિંદગી સાર્થક થવા માટે! આત્મસભાન બન્યા વગર, કોઈ પણ ભાર વિના સહજભાવે વર્તમાનમાં જીવવું બહુ મોટી વાત છે!

“હું તો બસ ફરવા આવ્યો છું” એવું ગાનારા કવિ જીવનનાં પંચોતેરમા વર્ષે પાછળ વળીને જુએ ત્યારે એમને શું દેખાય છે? ખાસ તો, હવે આવનારાં વર્ષોનું કેવું ચિત્ર તેઓ જુએ છે? શું હજુય તેમને એવું લાગે છે કે તેઓ તો બસ ફરવા આવ્યા છે? નિરંજન ભગત ‘પંચોતેરમે’ શીર્ષકધારી કવિતામાં લખે છેઃ

આમ ને આમ પંચોતેર તો ગયાં,

હતાં ન હતાં થયાં, છ થયાં.

હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં…

રહ્યાં જ જો હશે

તો ભલે સો થશે,

ને એય તે જો સુખમાં જવાનાં હશે તે જશે.

એક વાર ગાયું હતું, “હું તો બસ ફરવા આવ્યો છું.”

તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં

ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં.

એથેન્સના એગોરામાં

ને રોમના ફોરમમાં,

પેરિસના કાર્તિયે લાતામાં

ને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં,

ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુમાં

ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં

હજુ થોડુંક ફરવાનું બાકી છે.

વળી ગાયું હતું, “હું ક્યાં એકે કામ

તમારું કે મારું કરવા આવ્યો છું?”

તમારું કે મારું તો નહીં, પણ હજુ થોડુંક કવિતાનું કામ-

છંદ ને યતિ વિનાની,

વિરામચિહ્નો પણ વિનાની,

વાઘા કે ધાગા વિનાની,

મિશ્ર કે મુક્ત લયની,

બોલચાલના ગદ્યની,

સીધી, સાદી, ભલી, ભોલી

એવી કોઈક કવિતાનું કામ કરવાનું બાકી છે.

કવિતાના અંતિમ ચરણમાં કવિ કહે છે-

પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,

એમાંથી થોડાંક ફળ્યાં,

વસંતનો વાયુ,

ને વર્ષાનું જલ,

પૃથ્વીનો રસ

ને સૂર્યનું તેજ

એ તો સર્વદા સદાયના સુલભ,

પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન

ને કાળપુરુષની કરુણા હશે,

તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.

આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,

વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,

આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો,

મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,

પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,

તો તો જરૂર હા, જરૂર સો પૂરાં થશે.

કવિ જીવનવાદી છે. નિષ્ક્રિયપણે મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા મનુષ્યપ્રાણીનું ચિત્ર એમને મંજૂર નથી. શાંત અપેક્ષાઓ હજુ કશેક સળવળી રહી છે. હજુ થોડુંક ફરવાનું બાકી રહી ગયું છે, હજુ થોડીક કવિતા કરવાની ખ્વાહિશ છે, હજુ થોડાંક સ્વપ્નો સાકાર થઈ જાય એવી ઇચ્છા છે! બે વર્ષ પછી નિરંજન ભગત ઔર એક કાવ્ય રચે છે – ‘સિત્યોતેરમે’. આ બે વર્ષમાં એમની દૃષ્ટિમાં શો ફર્ક આવ્યો છે?

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,

સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એનો એ વૈશાખ,

દેહ પર ચોળી એણે એની એ જ રાખ.

એની એ લૂ ને એની એ લ્હાય,

એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,

આજે પણ એનું એ જ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

આ પંક્તિઓમાં ભલે જન્મદિવસ સાથે સંકળાયેલા રૂટિનની નિરાશા હોય, પણ કવિતાના ઉત્તરાર્ધમાં કવિ મૃત્યુય તોડી ન શકે તેવા સંંબંધ જોડવાની વાત કરે છે. સાંભળોઃ

પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,

ક્યારે પણ કોઈ છૂટી હોય, તૂટી હોય તો મેં સાંધી.

રેશમની ને હીરની દોરીથી હળવે હાથે,

સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે.

જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,

જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી.

તે સૌ રસી રસી એવી તો મેં સાધી,

તે સૌ કસી કસી એવી તો મેં બાંધી.

મનુષ્યોથી હવે નહીં કદીય તે છૂટી શકે,

મૃત્યુથીયે હવે નહીં એક પણ તૂટી શકે.

શું પક્વ ઉંમરે વિધાતાએ આંકેલી આયુષ્યરેખાના સામા છેડાની રાહ જોવાનું બાકી રહી જતું હોય છે? નિરંજન ભગતે જન્મદિનને કેન્દ્રમાં રાખીને ઔર એક કવિતા લખી છે એનો ઉઘાડ જુઓઃ

જાણું નહીં હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,

એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.

જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,

એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.

જે કંઈ જીવન જિવાયું છે એનો હરખ-શોક ન હોવો તે સારી અને ઇચ્છનીય સ્થિતિ છે. જીવનની સંધ્યાએ પહોંચી ગયેલા કવિને આત્મકથા લખવાની ઇચ્છા ક્યારેય થઈ નથી. કેમ કે,

જે કંઈ જીવ્યા તે લખવું ન્હોય

ને જે ન જીવ્યા તે જ લખવું હોય.

તો શું ‘આત્મકથા’ હોય એનું નામ?

સત્ય જીવવું-જીરવવું હોય દોહ્યલું

ને સત્ય લખવું જો ન્હોય સોહ્યલું,

તો આત્મકથા લખવી જ શું કામ?

પ્રામાણિકતા બન્ને રીતે વ્યક્ત થઈ શકે છે, આત્મકથા લખીને પણ અને ન લખીને પણ. આ પૃથ્વી પર ક્યારેક તો વિદાય લેવાની જ છે અને તે ક્ષણની પ્રતીક્ષા પ્રામાણિકતા અને ગરિમા સાથે થવી જોઈએ, અફસોસ કે કડવાશ સાથે નહીં.

વિદાયવેળા નવ કો વ્યથા હો! નિઃશ્વાસ ના, નીર ના હો નેણમાં,

ના મ્લાન એકે મુખરેખ, વેણમાં કૃતઘ્નતાની નવ કો કથા હો.

બે માનવીનું મળવું અનન્ય! એમાંય જો આદર-સ્નેહ સાંપડે,

ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે, કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય.

અહીં મળે માનવ જે ગમી જતું તો જજો તો બે ક્ષણ ચાહી લેવું

અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!

હો ધન્ય સૌ માનવલોકમેળા, કૃતજ્ઞાતા, માત્ર વિદાયવેળા!

જીવન જીવતાં જીવતાં કોઈ માણસ ગમી જાય તો હૃદયને રોકવું નહીં, એને ચાહી લેવું. સાચા સંબંધ અને સાચા પ્રેમથી ચઢિયાતું બીજું કશું નથી. મૃત્યુ પછી સ્વર્ગે જવાની ઝંખના પાળવાની જરૂર જ શી છે? જીવતેજીવ સચ્ચાઈભર્યો પ્રેમ અને આદર જડી જવાની સ્થિતિ એ જ સ્વર્ગ છે! 

shishir.ramavat@gmail.com

8 March 2015

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?


aakrshn

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?

* તેમની વિવિધતા અને સુદરતા જોઈએ.

 * આંતરિક સમૃધ્ધિનો સ્પર્શ થયો નથી એટલે.

3 March 2015

મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

માનવ મનમાં રોજે રોજ કેટ કેટલા વિચારો આવે છે અને પસાર થઇ જતા હોય

છે ! સ્નાન કરતાં સાબુની ગોટી હાથમાંથી સરકી જાય એમ સ્તો !

માનવ, મન અને મનન અન્યોન્ય જોડાયેલાં હોય છે .

દરેક સર્જનનું મૂળ વિચાર છે અને વિચાર મન-મગજની પેદાશ છે.

મારા વિચાર મંથનના નવનીત સમાં ,મન-મગજમાંથી એ જતાં રહે

એ પહેલાં મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

આજની પોસ્ટમાં મુક્યાં છે .આશા છે આપને એ વાચવાં –વિચારવાં ગમશે.


 Mari nodh Pothi

માનવ ઉડીને આજે પહોંચ્યો, મંગળના ગ્રહમાં ,ઉંચે અવકાશમાં ,

ના ચઢ્યો ,ખબર પૂછવા ,દુખી પડોશીના ઘરનાં, બે પગથીયાં .

================

સ્ત્રીઓને બસ ચાહતા રહો, બહુ સમજવાની જરૂર નથી,

પુરુષોને બસ સમજતા રહો,આપો આપ ચાહવા લાગશો.

===================

દુખો સહન કરી કરી , એ સહન કરવાની આદત પડી છે,

સુખો મળે છે એમાં ય ,દુઃખોની દહેશત લાગવા માંડી છે !

=====================

આમ તો જગતમાં રોજ લાખો લોકો મૃત્યુથી મરતાં હોય છે,

ઘરે મૃત્યુ દસ્તક દે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા દેખાય છે. 

===================

સુરજ રોજ ઉગે છે એક સરખો પૂર્વ દિશામાં બધે,

પરંતુ નઝારો સવારોનો કેવો જુદો જુદો દીસે બધે,

પશ્ચિમમાં પાણી દુકાળ હોય તો પૂર્વમાં હોય ઘોડાપુર,

પર્યાવરણની ખૂબીઓ જોઈને આ બધી, અજબો ગજબ,

વિચાર આવે,ઓ પ્રભુ,તારી લીલાઓ કેટલી અગમ છે !

=================

જિંદગીમાં ધાર્યો બદલાવ જો તમે ચાહતા હો તો,

સંજોગો પ્રત્યેનો તમારો અભિગમ બદલવો જ પડે.

=====================

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ  છે !

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

==================

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

=================

દુખ પછીનું સુખ, ખુશી લઈને આવે છે,

હાર પછીની જીત જ ગૌરવ અપાવે છે .

======================

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

કર ગ્રહી, માર્ગદર્શક બની, એ જ મને સદા દોરી રહ્યો,

જીવન માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો ,

માર્ગના દરેક પગલે, મારી સાથે, પ્રભુ તું ચાલી રહ્યો.

===================.

પ્રભુ ,હું છું એક અદનો પામર મનુષ્ય ,

તું જ સંભાળી રહ્યો છે મારી આયુ દોર,

જેમ જીવાડે ત્યાં સુધી મારે જીવવું છે,

અને પછી તારામાં જ ભળી જવું છે.

===========

નથી મને કોઈ મહેચ્છાઓ સો વર્ષ જીવી જાઉં એવી,

થોડા વરસોની ભલેને હોય , જિંદગી હોય ખુશી ભરી.   

 

વિનોદ પટેલ

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી