Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

26 May 2015

હું મૃત્યુ પામીશ…રસાસ્વાદ

હું મૃત્યુ પામીશ….. કાવ્ય..  લતા હિરાણી 

હું મૃત્યુ પામીશ 

અને તું ફૂલો મોકલીશ 

જે હું જોઇ નહીં શકું 

તું હમણાં જ ફૂલો મોકલને !

 

હું મૃત્યુ પામીશ 

અને તારા આંસુ વહેશે 

જેની મને ખબર નહીં પડે 

તું અત્યારે જ થોડું રડ ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મારી કદર કરીશ 

જે હું સાંભળી નહીં શકું 

તું બે શબ્દો હમણાં જ કહે ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મારા દોષો ભૂલી જઇશ 

જે હું જાણી નહીં શકું 

તું હમણાં જ મને માફ કરી દે ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મને યાદ કરીશ 

જે હું અનુભવી નહીં શકું 

તું મને અત્યારે જ યાદ કર ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તને થશે 

કે મેં એની સાથે થોડો વધુ સમય વીતાવ્યો હોત તો ! 

તું અત્યારે જ એવું કર ને ! 

 લતા હિરાણી 

સેતુ .. લતા જ. હિરાણી બ્લોગમાંથી સાભાર 

રસાસ્વાદ 

માણસ જ્યારે મૃત્યુ પામે છે એટલે મૃતકનાં સગાંઓ અને મિત્રો એના શબ ઉપર ફૂલોની વર્ષા કરે છે પણ મૃતક એને ક્યાં જુએ છે ? એટલે કવયિત્રી કહે છે કે જો તમારે મરનાર પ્રત્યે પ્રેમભાવ બતાવવો હોય તો એના જીવતાં જ ફૂલો મોકલી એ દર્શાવો .જે મૃત્યુ પછી જોઈ શકવાનો નથી એના માટે આંસુ વહાવવા કરતાં એને જ્યારે સહાનુભૂતિની જરૂર હોય ત્યારે એના જીવતાં આંસુ સારી તમારી ભાવના વ્યક્ત કરવી યોગ્ય છે . 

એવી જ રીતે મૃતકના સત્કાર્યો માટે જો એને માન આપી કદર કરવી હોય, એના દોષો ભૂલી જો માફી આપવી હોય તો એ જ્યારે જીવતો હોય ત્યારે જ એ કરો તો એનો અર્થ છે કેમ કે એ મરણ પામે એ પછી તમે એને યાદ કરો છો , એના પ્રત્યે લાગણી બતાવો છો એવી બધી તમારી એના પ્રત્યેની સદ ભાવનાઓની મરનારને ખબર પડવાની નથી.ઘણીવાર માત્ર દેખાવ ખાતર એક ચીલા ચાલુ રીવાજ પ્રમાણે મૃતક માટે સારા શબ્દોથી એનાં વખાણ થતાં હોય છે.એના જીવતાં એનાં વખાણ કરવાનું કોઈ પણ કારણે ચુકી જવાય છે.  

માણસના જીવતાં એનાં નજીકનાં સંબંધીઓ ઘણીવાર એને માટે  જરૂરી થોડો વધારે સમય કાઢી શકતાં નથી પરંતુ પછી જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે  એમને અંદરથી પશ્ચાતાપની લાગણી થતી હોય છે કે મરનારની સાથે થોડો વધુ સમય વિતાવ્યો હોત તો કેવું સારું થાત. એટલે કાવ્યના અંતે કવયિત્રી કહે છે કે પાછળથી પસ્તાવો કરવા કરતાં એના જીવતાં જ એની સાથે થોડો ક્વોલીટી સમય વિતાવ્યો હોય તો એના જીવને કેટલી શાંતિ મળે ! હુંફ મળે .

આ કાવ્ય વાંચવામાં સરળ છે ,એમાં કોઈ મોટી કલ્પનાઓ નથી પરંતુ એમાં જીવનની સચ્ચાઈ ,અનુભવ અને જીવન માટે ઉપર કહ્યું છે એમ એક પ્રેરણાત્મક સંદેશ છે. 

આવા જ પ્રકારનો જેમાં ભાવ અને સંદેશ છે એવું શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનું  “માવતર એ જ મન્દીર” કાવ્ય યાદ આવે છે એ પણ એમના આભાર સાથે હું નીચે ટાંકુ છું.  

માવતર એ જ મન્દીર

જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;

પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?

એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;

પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?

મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;

પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?

બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;

પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?

સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;

પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?

લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;

પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?

હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;

પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?

‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;

પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?

વલ્લભભાઈ ઈટાલીયા

21 May 2015

મોદી સરકારના એક વર્ષના વહીવટનાં લેખાં જોખાં

( 719 ) મોદી સરકારના એક વર્ષના વહીવટનાં લેખાં જોખાં

આજથી બરાબર એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૧૬મી મે ૨૦૧૪ ના દિવસે ભારતની લોકસભાની ચુંટણીનો કટોકટીનો જંગ ખેલાયા પછી નરેન્દ્ર મોદીની આગેવાની નીચે “અબકી બાર મોદી સરકાર” અને “સબકા સાથ સબકા વિકાસ” ના નારા સાથે ભાજપ-એન.ડી.એની સંપૂર્ણ બહુમતી સાથેના ભવ્ય વિજયથી આખાએ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.દેશનાં ઘણાં રાજ્યો ભાજપના ભગવા રંગમાં રંગાઈ ગયાં હતાં .

Modi- 1st  anniversary 

ત્યારબાદ ,તારીખ ૨૬મી મે ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રપતી ભવનના પ્રાંગણમાં દેશ વિદેશથી આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યા સામે ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને એ દિવસથી જ શ્રી મોદી અને એમના મંત્રી મંડળના સાથીઓએ દેશના વહીવટની બાગડોર સંભાળી હતી.

એ વખતે “અચ્છે દિન આને વાલે હૈ” ની આશાઓ અને આકાંક્ષાઓ દેશની આમ જનતામાં હતી .દેશની જનતાએ જૂની કોંગ્રેસ અને સાથી પક્ષોની યુતિ સરકારના સ્થગિત, અકાર્યક્ષ્મ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે એમને મોટી હાર આપી હતી અને ગુજરાતની માફક મોદીના નેતૃત્વ નીચે નવી સરકાર જરા હટકે કામગીરી કરશે એવી લોકો આશાઓ રાખે એ સ્વાભાવિક છે.

આજે એક વર્ષ પછી અચ્છે દિન બાબત વિરોધ પક્ષો અને મોદી વિરોધી બળો ભલે વિવાદ કરતા હોય કે ઠેકડી ઉડાડતા હોય પણ ઘણા અર્થ શાસ્ત્રીઓનો એ સ્પષ્ટ મત છે કે સરકારે અપનાવેલી વિકાસની નીતિઓથી દેશના વિકાસ માટેનો સુદ્રઢ પાયો આ એક વર્ષની મોદી સરકારની કામગીરીમાં નંખાયો છે એની ના કહી શકાય એમ નથી .

એક વર્ષની કામગીરી વિષે આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ સારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્વમાં ભારતની વિશ્વશનિયતા બાબતની પહેલાં જે છાપ હતી એમાં ઘણો સુધારો થયો છે એને લીધે એક વર્ષમાં વિશ્વના દેશોનું ભારતમાં મૂડી રોકાણ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે. મોદી સરકારની “મેઇક ઇન ઇન્ડિયા ” ની ઉત્પાદન નીતિની કદર થઇ રહી છે.

દેશની ગરીબ આમ જનતા માટેની યોજનાઓનું અમલીકરણ શરુ થઇ ગયું છે.ચાલીસ દિવસના ગુપ્ત વાસ પછી એકાએક દેખાઈને રાહુલ ગાંધીની આગેવાની નીચે વિરોધ પક્ષો મોદી સરકારની વિકાસ યાત્રામાં બને એટલો અટકાવ કરવાનો પ્રયત્ન કરી બુમ બરાડાની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ એમની કોઈ કારણ શોધી મોદી સરકારનો વિરોધ કરી દેશના હિતોમાં અવરોધરૂપ બનવાની નીતિ એમના માટે બુમરેંગ બને તો એની નવાઈ નહિ.

ભૂતપૂર્વ પ્લાનીગ કમિશનના એક સભ્ય અને રાજ્ય સભાના સભ્ય રહી ચૂકેલ શ્રી NK Singh એ મોદી સરકારના વહીવટના એક વર્ષનાં લેખાં જોખાં કરતો એક સરસ લેખ ndtv ની વેબ સાઈટ ઉપર લખ્યો છે એ વાંચવા જેવો છે . નીચેની લીંક ઉપર એ લેખ વાચો.

In Year One,Modi Has Repositioned India-N.K.Singh 

વિદેશ નીતિ 

એક વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ કરતાં એ વધુ દેશોની મુલાકાત લઇ ૫૦ કરતાં એ વધુ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા નેતાઓ સાથે દેશનાં હિતોની બાબતો અંગે રૂબરૂ વાતચીત કરી , વિકાસ યોજનાઓ માટે કરાર કરી ,સારા સંબંધો સ્થાપી આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે દેશની ગરિમામાં વૃદ્ધિ કરી છે.

આ લખાય છે ત્યારે શ્રી મોદી ત્રણ દિવસ માટે ચીન ,મોંગોલિયા વી. દેશોની યાત્રા ઉપર છે . ચીનમાં એની પ્રજા અને ચીનના પ્રમુખ અને વડા પ્રધાને મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું છે અને દેશ હિત માટેના ૧૬ કરાર ઉપર સહી સિક્કા કર્યા છે.

તારીખ ૧૬મી મે ૨૦૧૫ ના રોજ એટલે કે ભાજપના ભવ્ય વિજયની પ્રથમ સંવત્સરીના દિવસે ચીનની ધરતી ઉપરથી ચીનમાં વસતા ભારતીયોની વિશાળ જન સંખ્યા સામે શ્રી મોદીએ બહુ જ જુસ્સાદાર પ્રવચન આપ્યું હતું એ સાંભળવા જેવું છે.નીચેના વિડીયોમાં મોદીને સાંભળ્યા પછી તમને લાગશે કે દેશના બીજા થઇ ગયેલા વડા પ્રધાનો અને મોદીમાં કેટલો ફરક છે !

વિદેશમાં વસતા ભારતીય ડાયાસ્પોરામાં મોદીનો જાદુ હજુ ય બરકરાર છે એ આ વિડીયોમાં જોઈ શકાય છે.  

PM Modi’s speech at the Indian Community Reception

in Shanghai

આ ઐતિહાસિક પ્રવચનનો હિન્દીમાં સંપૂર્ણ પાઠ આ લીંક ઉપર વાંચી શકાશે

http://www.narendramodi.in/text-of-pm-s-address-at-the-indian-community-reception-in-shanghai

બાળદીક્ષા એટલે બળાત્કાર

બાળદીક્ષા એટલે બળાત્કાર

– રોહીત શાહ
હેડીંગ વાંચીને જરાય ભડકશો નહીં. મારા અને તમારા વીચારો ડીફરન્ટ હોઈ શકે છે, નોટ ઓન્લી ડીફરન્ટ, અપોઝીટ પણ હોઈ શકે છે. ‘અપોઝીટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્તવાદી તો અપોઝીટ વીચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે.
સૌ પ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચીત અર્થમાંથી આપણે બહાર નીકળી જઈએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ, કોઈકના પર બળજબરી કરવી કે કોઈકની પાસે તેની મરજી વીરુદ્ધ આપણા સ્વાર્થનું કોઈ કામ કરાવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વીશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફીલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એબળાત્કાર નથી તો બીજું શું છે ?
કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઈરાદાપુર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અન્ધશ્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મુળ છે’ – એવી પોપટરટ કરતા રહીને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સન્તો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચન્દ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધીક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઈનોસન્ટ માઈન્ડમાં એકનું એક જુઠાણું વારમ્વાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઈચ્છાએ કે અનીચ્છાએ પાપ પર પોતાની સમ્મતીની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટૅક્નોલૉજી દ્વારા ઈન્ટેલીજન્ટ પર્સનાલીટી બનાવવાને બદલે કોઈ અપાસરાના ખુણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’નો મન્ત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એના આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતી થઈ કે નહીં; એનું તો ક્યાં કોઈ સર્ટીફીકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઈ ઉઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઈ આવે તેમ નથી !
હું એવા અનેક મુનીઓ–પંન્યાસોના સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કુતરા જેવી જીન્દગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થીર થઈ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની વીનંતી સાથે કહ્યું કે,‘સંયમજીવન પવીત્ર છે કે નહીં એ વીશે મારે કશું જ કહેવું નથી; પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાઈ ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુની કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બન્ને પાપી છે; કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તીની પક્વ સમજણ(મેચ્યોરીટી)ની સમ્મતી લેવામાં આવતી નથી; પણ તેના ભોળપણ સાથે છેતરપીંડી જ કરવામાં આવે છે.’ એક યુવાન મુનીએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લીધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાન્તવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી, અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતીષ્ઠાના નામે પોતાની પ્રતીષ્ઠા કરાવવામાં, વરઘોડા–સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબીઝી રહે છે. નવદીક્ષીતના સંયમ–ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થંકરો પૈકીના કેટલા તીર્થંકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઈને એક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો–લાખો બાળકોને મુંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નીષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરુ કરી દે છે.
મારી દૃષ્ટીએ તો જ્યાં સુધી વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઈએ. જો વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધીક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેગોને ઓળખી શકે એટલી તેની શારીરીક પુખ્તતા પાંગરી ચુકી હોય. પુખ્ત વ્યક્તી જે નીર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઈના ઉધાર ગાઈડન્સથી પ્રેરાઈને એ કોઈ ઉતાવળીયો કે ખોટો નીર્ણય નહીં લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તી શારીરીક અને માનસીક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની પણ આવશ્યક્તા સમજાય છે. યૌવનના આરંભે તેની સહજ વૃત્તી જાગે છે અને એ કારણે જ વીવીધ ધર્મોના સાધુ–સમાજનાં સજાતીય–વીજાતીય સેક્સ–સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડીયામાં વારંવાર જોવા–વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડીયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડીયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી !
લગ્ન કરવા માટે વ્યક્તીની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનુની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તી સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જીન્દગીનો મહત્ત્વનો નીર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હીતેચ્છુયે ખરા; પણ જો તમે તમારો જ નીર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપુર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મીથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મીત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મીત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પુરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃદ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વીકાસ માટેની વ્યુહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બુક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તી, વરઘોડા–સામૈયાં–પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળીયે દટાઈ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તીગત પ્રભાવ પાડવાની મથામણ વીશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરીણામ આખરે એમનાં સન્તાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવીષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સત્ય સમજાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
અધ્યાત્મની બાબતમાં આપણે પરમ્પરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે; કારણ વગરનાં કષ્ટ વેઠવાં એ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કાલ્પનીક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવીક સુખોને ઠોકર મારવાના મુર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વીશે બાળકના દીમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજુરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનીશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શીક્ષણથી વંચીત રાખવું એ પણ અપરાધ છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનુની પ્રતીબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચીન્તન કરીને ધર્મના હીતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઈએ. હીન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(1)    બાલ્યાશ્રમ :
બાળઅવસ્થા રમતગમત, શીક્ષણ તેમજ વીવીધ કૌશલ્યો કેળવવા માટે.
(2)   ગૃહસ્થાશ્રમ :
યુવાન–અવસ્થામાં લગ્ન કરીને સાંસારીક ધર્મો(કર્તવ્યો)નું અનુપાલન કરવું.
(3)   વાનપ્રસ્થાશ્રમ :
પ્રૌઢ વયે પોતાનાં સન્તાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(4)   સંન્યાસાશ્રમ :
છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારીક જવાબદારીઓની પળોજણથી છુટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું.
માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઈ અજ્ઞાની, મુર્ખ કે બુદ્ધીહીન વ્યક્તીએ નક્કી નથી કર્યા; અત્યન્ત અનુભવી, ચીન્તનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયુષ્ય વીશે કોઈ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારમ્ભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઈએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મીથ્યા અહોભાવથી તણાઈ જવાની પણ જરુર નથી.
વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરુરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વીવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહીં, એની પોતાની સ્વસ્થ રુચી અને તટસ્થ નીર્ણયશક્તી પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચીના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમુલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લઈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચારશીથીલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બન્ને પ્રદુષીત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઈ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઈ શકે છે. એ માટે અજ્ઞાન, અન્ધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ–તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ !
 રોહીત શાહ
મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક મીડડે
  • Henry Miller
    "Every moment is a golden one for him who has the vision to recognize it as such."
  • Yogi Berra
    "If you don't know where you are going, you might wind up someplace else."

ચીની બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ

ચીની બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ

હમણાં થોડા દિવસો પહેલાં જ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચીનની યાત્રા કરી આવ્યા .

ચીનની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હોમટાઉન શિયાનની મુલાકાત પ્રથમ લીધી હતી .જેમ જીનપિંગ ભારત આવ્યા ત્યારે પ્રથમ મુલાકાત અમદાવાદની લીધી હતી અને મોદીએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું એમ જિનપિંગએ પણ ચીની પ્રોટોકોલ એક બાજુ રાખી શિયાનમાં જાતે હાજર રહી મોદીનું સ્વાગત કર્યું હતું.

શિયાન શહેરમાં શ્રી મોદીના માનમાં યોજાએલ સાંસ્કૃતિક કાર્યક્રમનો વિડીયો આ રહ્યો .

શિયાન ખાતે જ ડાજિંગશાન બૌદ્ધ મંદિર આવેલું છે.આ બૌદ્ધ મંદિરનો પણ હ્યુ-એન-સાંગ સાથે ગાઢ સંબંધ છે. હ્યુ-એન-સાંગે ભારતની તીર્થયાત્રાએથી પાછા ફરીને આ મંદિરમાં ઘણાં મહત્વના ભાષાંતરો કર્યા હતા અને ચીનને ભારતની સમૃદ્ધિ અને બૌદ્ધ પરંપરાઓથી એમને એમના લખાણોથી અવગત કર્યુ હતું.

શ્રી મોદીએ આ બૌદ્ધ મંદીરની મુલાકાત લીધી હતી એ  પ્રસંગનો વિડીયો આ રહ્યો.

Xuanzang (Hieun Tsang)
Xuanzang (Hieun Tsang)

સાતમી સદીમાં કન્નૌજના રાજા હર્ષવર્ધનની ઉત્તર ભારતમાં આણ વર્તાતી હતી. તે વખતે વિશ્વની બે પ્રાચીન સભ્યતાઓ ભારત અને ચીન વચ્ચે બૌદ્ધ પરંપરાઓ અને ધર્મ એકસૂત્રતાનું કારણ બન્યા હતા. ચીનથી તીર્થયાત્રીઓ ભારતને પુણ્યભૂમિ માનીને યાત્રાએ આવતા હતા.

હર્ષવર્ધનના કાર્યકાળમાં ચીનથી બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભારતમાં પાટલિપુત્રથી માંડીને સૌરાષ્ટ્ર-ગુજરાત સુધીના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળના પૈતૃક ગામ વડનગર પ્રાચીનકાળમાં અનાર્તપુર તરીકે ઓળખાતું હતું. હ્યુ-એન-સાંગે અનાર્તપુરની બે વખત મુલાકાત લીધી હતી.

ભારત – ચીન સંબંધો

ભારત અને ચીન એ બન્ને દેશો હજારો વર્ષની પ્રાચીન સંસ્કૃતિ ધરાવનારા દેશો છે .ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા એના ઉપર પ્રકાશ પાડતાં ,સંદેશ -રેડ રોઝ કોલમમાં પ્રગટ એમના એક લેખ “ડ્રેગન સાથે દુશ્મની કે દોસ્તી?” માં શ્રી દેવેન્દ્ર પટેલ આ પ્રમાણે જણાવે છે .

“ચીન હવે અમેરિકાથી ડરવાના બદલે અમેરિકાને ડરાવે છે. તે પરિપ્રેક્ષ્યમાં ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા તે પર એક નજર નાખી લેવા જેવી છે.

પ્રાચીન સંસ્કૃતિ

અમેરિકા એ નવો દેશ છે તેની પાસે પ્રાચીન સંસ્કૃતિ નથી, ભારત અને ચીન પાસે હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ છે. અમેરિકા ભારતનો પડોશી દેશ નથી. ચીન ભારતનો પડોશી દેશ છે. ભારતમાંથી ઉદ્ભવેલો બૌદ્ધ ધર્મ સહુથી પહેલાં ચીન પહોંચ્યો હતો. ઈસુના મૃત્યુનાં ૬૫ વર્ષ બાદ બે ભારતીય બૌદ્ધ સાધુઓ કશ્યપ માતંગ અને ધર્મરત્ન ચીન ગયા હતા. તેમણે ચીનની પ્રજાને બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ દર્શનથી પરિચિત કરાવ્યા હતા. તેમની સ્મૃતિમાં આજે પણ ચીનના લુયોપાંગ નામના સ્થળે બૌદ્ધ મઠ ઊભો છે. આ મઠ ભારત અને ચીન વચ્ચેના પ્રાચીન સંબંધોના સાક્ષી છે.

બીજી નોંધપાત્ર વાત એ છે કે, એ સમયના કાશ્મીરે ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં કાશ્મીરના સંગભૂતિ અને ગૌતમ સંઘદેવા નામના બે કાશ્મીરી વિદ્વાનોને ચોથી સદીમાં ચીન મોકલ્યા હતા. તેમણે ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એ પછી પાંચમી સદીમાં કુમારજીવ નામના ભારતીય વિદ્વાને ચીન જઈ સેંકડો દુર્લભ ગ્રંથોનો અનુવાદ કર્યો અને ઈ.સ. ૪૧૩માં તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ચીનના વિદ્વાનો ભારત આવ્યા

સમય જતાં ચીનથી પણ અનેક વિદ્યાર્થીઓ ભારત આવ્યા. હ્યુ એન સાંગ અને ફાહિયાન જેવા બે ચીની ઇતિહાસકારો પણ ભારતની મુલાકાતે આવ્યા.એ જમાનામાં ભારતમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ હતું. ચીનના વિદ્યાર્થીઓ અહીં આવતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં ભારત ચીન વચ્ચે આવું સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું રહ્યું.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ ૧૯૨૪માં ચીનની યાત્રાએ ગયા અને ચીનથી પાછા આવ્યા બાદ શાંતિનિકેતનમાં ’ચીન ભવન’નો પાયો નાખ્યો. ચીન પર આધારિત ‘કોટનીસ કી અમર કહાની’ જેવી ફિલ્મો પણ ભારતમાં જ બની. જાપાને ચીન પર આક્રમણ કર્યું તે વખતે ભારતે જાપાન સાથે અસંમતિ દર્શાવી અને ચીનનું સમર્થન કર્યું હતું. એ વખતે ચીનના લશ્કરી કમાન્ડર ચિયાંગ કાઈ શેક ભારત આવ્યા હતા અને પંચશીલની વાતો કરી હતી. એ જ દર્શાવે છે કે કેટલાક કૂટનીતિજ્ઞાના પૂર્વગ્રહ અને કેટલાકની રાજનીતિના કારણે ૧૯૬૨માં જે યુદ્ધ થયું તે શત્રુતાને શાશ્વત સમજવાની જરૂર નથી. એના બદલે ભારત-ચીન વચ્ચેના સંબંધોને પારંપરિક સંબંધોની દૃષ્ટિએ એક લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે નવી દિલ્હીથી વિકસાવવા જોઈએ.”

હ્યુ-એન સાંગ વિષે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી

હ્યુસ્ટન નિવાસી મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ એમના ઈ-મેલમાં હ્યુ-એન સાંગ… વિષે સ્વામી શ્રી સચ્ચીદાનંદજીના બ્લોગ ઉપર સ્વામીજીએ લખેલ લેખની લીંક મોકલી છે .એમના આભાર સાથે એ લેખ નીચે પ્રસ્તુત છે.

ભૂતકાળમાં ચીન થી ભારત આવેલા હ્યુ-એન સાંગ વિષે સ્વામીજી એમના   પુસ્તક ‘સાચા  મહાપુરુષો’ માં  લખે છે ..

સૌંદર્ય પણ ત્રણ પ્રકારનું હોય છે. સાત્ત્વિક સૌંદર્ય દર્શનીય હોય છે. દર્શન કરીને પવિત્રતા અનુભવાય તે સાત્ત્વિક સૌંદર્ય કહેવાય. કેટલાંક સૌંદર્યો હોય તો જબરાં પણ રાજસિક હોય. મારકણી આંખો જેના તરફ જુએ તે ઠરે નહીં, મરી જાય. આવું જ એક તામસિક સૌંદર્ય પણ હોય છે. જે જોનારને ભય ઉપજાવે.

અધ્યયન ઘણા કરી શકે પણ અધ્યાપન બધા ન કરાવી શકે. વિદ્વાન હોય તો પણ શૈલી ન હોય તો સફળ અધ્યાપક ન થઈ શકાય. શૈલી કુદરતી બક્ષિસ હોય છે. કઠિનમાં કઠિન વિષયને પણ સરળતાથી સમજાવી શકાય છે. શૈલી ન હોય અને માત્ર પાંડિત્ય જ હોય તો વિદ્યાર્થીઓ બોર થઈ જાય. કશું સમજાય નહીં.

ભાવના અને પ્રેમ તાલાવેલી જગાડે. તાલાવેલીથી કઠિન કામ પણ થવા લાગે. ભાવના વિનાના માણસને તાલાવેલી ન હોય. કદાચ હોય તો વાસનાની હોય. વાસના ઢાળ તરફ નીચે દોડાવે. ભાવના ઉપર શિખર તરફ ચઢાવે, બંનેમાં આ મહત્ત્વનો ફરક કહેવાય.

સગવડોમાં જીવેલો જીવ અગવડો વેઠી શકતો નથી. પણ જો વૈરાગ્ય અને ઉત્સાહ હોય તો ગમેતેવી અગવડો પણ તે સહન કરી શકે છે.

આ સમયમાં બૌદ્ધધર્મના બે મુખ્ય ફાંટા મહાયાન અને હીનયાનમાં પણ વિખવાદ શરૂ થયો હતો. સંપ્રદાયો શાશ્વત નથી હોતા. ધર્મ જ શાશ્વત હોય છે. સંપ્રદાયોનો ઉદય અને અસ્ત થતો રહે છે. તેથી ઉદયકાળમાં અને અસ્તકાળમાં પરસ્પરમાં પણ સચ્ચાઈ સાબિત કરવા સંઘર્ષ થતા રહેતા હોય છે. હર્ષે બૌદ્ધધર્મના બંને સંપ્રદાયોનું સંમેલન બોલાવ્યું. તેની અધ્યક્ષતા હ્યુને આપી. ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી. ભારતીય ધર્મોમાં ઊજળી બાજુ એ રહેતી આવી છે કે અહીં ચર્ચા-શાસ્ત્રાર્થ થતો હોય છે. જે ધર્મોમાં આવી ઊજળી બાજુ નથી હોતી તે શાસ્ત્રાર્થ નહીં શસ્ત્રાર્થ કરી બેસતા હોય છે. તેથી ઝનૂની બર્બર થઈ જતા હોય છે.

ધર્મચર્ચા અથવા સિદ્ધાંતચર્ચા જરૂરી છે તેથી પ્રજાના બૌદ્ધિક પક્ષને ઉત્તેજન મળે છે પણ તે સાર્થક હોવી જોઈએ.

આ આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

હ્યુ-એન સાંગ…. સ્વામી સચ્ચિદાનંદજી 


જ્ઞાન કોને કહેવું ?


jhaan

જ્ઞાન કોને કહેવું ?
 *મૂળ વસ્તુને ઓળખવી તે.
 * પદાર્થ અને પરિથિતિ માત્રનો આત્મદર્શન માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત તે જ્ઞાન.

18 May 2015

શ્રી નવીનભાઈ જગડા- એવોર્ડ સાથે

શ્રી નવીનભાઈ જગડા- એવોર્ડ સાથે 


નગીનભાઈનો જન્મ ૧૯૩૮ માં ગોંડલમાં થયો હતો. પિતા આઠમા ધોરણ સુધી ભણેલા હતા અને રેલ્વેમાં સ્ટોરકીપર તરીકે કામ કરતા હતા. માતા પાંચમાં ધોરણ સુધી ભણેલા હતા. નગીનભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ગોંડલની એક ખાનગી શાળામાં થયો હતો, અને માધ્યમિક શાળાનો અભ્યાસ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં થયો હતો જયાં શિક્ષણ માટે કોઈ ફી લેવામા આવતી ન હતી. અહીંથી એમણે ૧૯૫૫ માં SSC ની પરીક્ષા પાસ કરી. શાળાના અભ્યાસ દરમ્યાન ખાસ કોઈ નોંધનીય પ્રસંગ બન્યો હોય એવું એમને યાદ નથી.

SSC પાસ કર્યા પછી એમણે રાજકોટની ધર્મેંધ્રજી કોલેજમાંથી ૧૯૬૧ માં B.A. with Economics નો અભ્યાસ સફળતાથી પૂરો કર્યો અને ૧૯૬૩ માં રાજકોટની પી.ડી. માલવિયા કોમર્સ કોલેજમાંથી B.Com. with Accountacy and Auditing ની ડીગ્રી પ્રાપ્ત કરી.

અભ્યાસ પૂરો કરી એમણે ત્રણ વર્ષ સુધી જામનગરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી કરી. ૧૯૬૫ માં એમને કુવેતમાં ડેનીસ ડેરીમાં સારી નોકરી મળી જેમા એમણે લાગલગાટ ૩૫ વર્ષ સુધી કામ કર્યું. અહીં શરૂઆતના પાંચ વર્ષ અનેક અડચણોનો સામનો કરવો પડેલો, દા.ત. ૪૦ ડીગ્રી સેં. તાપમાનમાં પતરાના ઘરમાં રહેવું પડેલું. પછીના ૨૦ વર્ષ સુખચેનમાં પસાર થયેલા. ૮૦૦ માણસોના સ્ટાફવાળી આ કંપનીમાં શરૂઆત તો એમણે એક ક્લાર્ક તરીકે કરેલી, પણ ખંત અને ઈમાનદારીથી આગળ વધી માર્કેટીંગ બજેટ સુપરવાઈઝરની પોસ્ટ સુધી પહોંચેલા.

સુખચેનથી બસર થતી જીંદગીમાં અચાનક મહામુશીબત આવી ગઈ. ૧૯૯૦ માં ઈરાકે કુવેત ઉપર હુમલો કરી, રાતોરાત કુવેત ઉપર કબજો જમાવી લીધો. ભયંકર અંદધાધુંધી વચ્ચે પહેરેલે કપડે, હાથવગા પૈસા લઈ, ઘરબાર છોડી, મુશીબતોથી બચવા કુવેત છોડી ભાગવું પડેલું. નશીબ ઉપર ભરોસો રાખી આખું ઈરાક પાર કરી જોર્ડન પહોંચ્યા. ત્યાંથી ભારત સરકાર તરફથી ભારતીયોને બચાવવા વિમાન સેવાનો લાભ લઈ ભારત આવી ગયા.

બે વર્ષ સુધી રાજકોટમાં રહ્યા, દરમ્યાન અમેરિકાની મદદથી કુવેત પાછું સ્વતંત્ર થયું. નગીનભાઈ કુટુંબ સાથે કુવેત પાછા ફર્યા અને પોતાની જૂની નોકરીમાં પાછા જોડાયા. બીજા આઠ વર્ષ અહીં નોકરી કરી, કુટુંબની ઈચ્છાને માન આપી એમણે નોકરીમાંથી નિવૃતિ લીધી. આમાં પણ એક અડચણ આવી. સમય પહેલા નિવૃતિ લેનારાને એમના પેન્સન-ગ્રેચ્યુટીના અર્ધા પૈસા જ મળે, પણ એમની ઇમાનદારી અને નિષ્ઠાની કદર કરી, અર્ધા બેનીફીટ્સ કંપનીએ આપ્યા અને બાકીના અર્ધા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરે પોતાના ખીસામાંથી આપ્યા.

૨૦૦૦ માં એમણે નોકરીમાંથી નિવૃતિ લઈ, નગીનભાઈ એમના દિકરાઓ સાથે રહેવા અમેરિકા આવી ગયા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૧૯૬૨માં નગીનભાઈના લગ્ન મંજૂલાબહેન સાથે થયા. નગીનભાઈ કહે છે કે એમના પત્નીએ કુટુંબની બહુ સારી રીતે સાર-સંભાળ લીધી અને એકંદર સુખ-શાંતિ વાળી જીંદગી વિતાવી. દંપતીને એક દિકરી અને બે દિકરાના માતા-પિતા બનવાનું સુખ મળ્યું. દિકરી લગ્ન કરી ઈંગ્લેંડમાં સ્થાયી થઈ, જ્યારે બન્ને દિકરાઓએ બારમા ધોરણ સુધી કુવેતમાં અભ્યાસ ક્ર્યો અને ત્યારબાદ મનીપાલ એંજીનીયરીંગ કોલેજમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ભારતમાં કરી, અમેરિકામાં M.S. ની ડીગ્રી પાસ કરી અને અમેરિકામાં સ્થાયી થયા.

clip_image004

જીવનભર કાર્યરત રહેલા નગીનભાઈને નિવૃતિના સમયનો સદુપયોગ કરવો હતો. વિપાશના ધ્યાનના અભ્યાને લીધે એમને સમજાઈ ગયેલું કે “અત્યાર સુધી તેં જે કંઈપણ કર્યું તે તેં તારા માટે કર્યું, બીજાલોકો માટે તેં શું કર્યું?” બસ, નગીનભાઈએ પોતાનો મોટાભાગનો સમય સમાજ સેવામાં આપવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ તો એમણે રાજકોટના શિયાળાની ઠંડીમાં રસ્તા ઉપર સૂતેલા ગરીબોને ધાબળા ઓઢાળવાનું શરૂ કર્યું. ત્યારબાદ એક પછી એક, એમ નવા નવા કાર્યો ઉમેરાતા ગયા. શાળાના ગરીબ બાળકોને આર્થિક મદદ આપવી, નબળા કુટુંબોને જીવન જરૂરીઆતની વસ્તુઓ આપવી, સ્ત્રીઓને પગભેર થવા સિલાઈ મશીનો આપવા, અપંગોને જયપૂર ફૂટ આપવા, વિકલાંગોને ટ્રાઈસિકલ્સ આપવી અને આવા અનેક કાર્યો, શિબીરો ગોઠવી શરૂ કરી દીધા. દર વર્ષે ત્રણ-ચાર મહિના માટે અમેરિકાથી ભારત આવી સમાજસેવામાં દિવસ-રાત લાગી જાય છે. એમના કામનો તમને અંદાજ આવે એટલે થોડા આંકડા આપું તો અત્યાર સુધીમાં ૪૦ હજાર લોકોને ચપલ, ૮૦ શાળાના પ્રથમ ત્રણ બાળકોને દર વર્ષે ઈનામો, ૮૦૦ વિકલાંગોને ટ્રાઈસીકલ્સ, ૧૦૨૦ લોકોને જયપૂર ફૂટ, ૫૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ-નોટ બુક્સ-કંપાસ બોક્ષ, દર મહિને ૧૦૦ ગરીબ બાળકોને ભોજન, ૨૦૦ સ્ત્રીઓને સિલાઈ મશીન અને અસંખ્ય લોકોને ધાબળા ઓઢાળવા, સ્વેટર આપવા, મફલર અને ટોપીઓ આપવી વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત છેલ્લા સાત વર્ષથી મેડીકલ અને એંજીનીઅરીંગમા અભ્યાસ કરતા ૬૦ જેટલા વિદ્યાર્થીઓને દરવર્ષે ૪૦,૦૦૦ રુપિયા જેટલી સ્કોલરશીપ્સ આપવી વગેરેનો સમાવેશ થાય છે, તેમના દ્વારા અત્યાર સુધીમાં જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ૨૦,૦૦૦ જેટલા બાળકોને મધ્યાહન ભોજન મટે જમવાના વાસણ આપવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જીલ્લા પંચાયતની ૩૦૦ જેટલી આંગણવાડીઓમાં અનેક વાર સ્લીપર, નાસ્તો, રમકડાં, હીંચકા તથા ખુરસીઓ આપવામાં આવી છે. છેલ્લા ૧૪ વર્ષોથી એમની આવી સામાજીક પ્રવૃતિઓ વણથંભી ચાલ્યા કરે છે.

clip_image006
(વિકલાંગને જયપૂર ફૂટ લગાડવાના કાર્યનું નિરીક્ષણ)
 

નગીનભાઈની આ સમાજસેવાની વર્તમાન પત્રો અને સામયિકોએ બહોળી નોંધ લીધી છે. સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબ, ગુજરાતના પ્રખ્યાત અકીલા, ખુબ જ આદર પામેલ માસિક અખંડ આનંદ અને બીજા અનેક વર્તમાન પત્રો, સામયિકઓ અને સંસ્થાઓના મુખપત્રોમાં નગીનભાઈના સેવા કાર્યોની નોંધ લેવાઈ છે. અનેક સામાજીક સંસ્થાઓએ પણ નગીનભાઈની સેવાઓની નોંધ લઈ એમને સન્માનીત કર્યા છે.

વાત એટલી જ કે એક સામાન્ય માણસ ધારે તો કેવો ભવ્ય બની શકે છે અને શું શું કરી શકે છે એનો જીવતો જાગતો ઉદાહરણ એટલે નગીનભાઈ જગડા.

-પી. કે. દાવડા

================

 

શ્રી દાવડાજી એ કરાવેલા અગાઉની  ૪૦ વ્યક્તિઓના પરિચય વાંચવા માટે શ્રી સુરેશ જાનીના સુપ્રસિદ્ધ બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય ની આ લીંક ઉપર ક્લિક કરો.

Good quote-try again

15 May 2015

અહં શું છે?


aham
અહં શું છે?
 * ક્રિયાશક્તિમાં વ્યાપેલો અન્તઃકરણનો એક વિભાગ.
 -કાર્ય કરવાનું જે બળ તે અહં છે. -જે બળનો પિંડના
-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે
. -અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી,સંવાદિતાને તોડી નાખનારુ બળ છે. 
-સૌથી વધુ નુકશાન કારક શક્તિ.


પંચમહાભૂતનો દેહ પંચતત્ત્વોમાં કેવી રીતે વિલીન થાય છે?

પંચમહાભૂતનો દેહ પંચતત્ત્વોમાં કેવી રીતે વિલીન થાય છે?

મૃત્યુ પછીનું જીવન અથવા કહો કે મૃત્યુ પછીનો ઘટનાક્રમ માનવી માટે હંમેશાં ઉત્સુકતાનો વિષય રહ્યો છે. અધ્યાત્મ કહે છે કે મૃત્યુ પછી આત્મા વિદાય લઈ લે છે અને રહી જાય છે નિશ્ચેતન શરીર. આ નિશ્ચેતન શરીર પંચમહાભૂતનું બનેલું છે અને તે પંચતત્વોમાં જ મળી જાય છે. વિજ્ઞાન કહે છે કે મૃત્યુ બાદ વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને દેહ પંચમહાભૂતમાં ભળી જાય છે. હિન્દુઓ, બૌદ્ધો, જૈનો, શીખો મૃતદેહને બાળે છે (જોકે બાળકો, જેમને જનોઈ ન દેવાઈ હોય તે, સાધુઓ વગેરેને દફનાવાય અથવા સમાધિ બનાવાય છે), મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃતદેહને દફનાવે છે, પારસીઓ તેને છૂટો મૂકી દે છે. દરેક ધર્મ પોતાની અંતિમ સંસ્કારની ક્રિયા પાછળ વિજ્ઞાન હોવાનો દાવો કરે છે. પરંતુ જ્યારે કોઈ અપરાધ થાય, કોઈ વ્યક્તિની હત્યા થાય ત્યારે એ વ્યક્તિનું ક્યારે મૃત્યુ થયું તે જાણવું જરૂરી છે અને અહીં દાખલ થાય છે વિજ્ઞાન. આ વિજ્ઞાનની શાખાનું ચોક્કસ નામ છે ફોરેન્સિક સાયન્સ.
મૃત્યુનો સમય નક્કી કરવા માટે પહેલાં મૃતદેહની વિઘટનની પ્રક્રિયા જાણવી જરૂરી છે. મૃત્યુની અમુક મિનિટો પછી વિઘટન શરૂ થઈ જાય છે. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં ઑટોલિસિસ કહે છે અથવા સ્વપાચન કહે છે. હૃદય ધબકતું  બંધ થઈ જાય પછી કોષોને ઑક્સિજન મળતો અટકી જાય છે. તેની અંદર ઝેરી તત્ત્વો વધવા લાગે છે અને તેના કારણે એસિડિટી વધી જાય છે. ઉત્સેચક કોષની અંતરત્વચાને ખાવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા યકૃત (લિવર)માં શરૂ થાય છે. યકૃતમાં ઉત્સેચકો વધુ પ્રમાણમાં હોય છે. તે પછી મગજમાં આ પ્રક્રિયા શરૂ થાય છે. દેહનું તાપમાન ઘટવા લાગે છે. મૃતદેહ અકડાવા લાગે છે. તેને રિગોર મોર્ટિસ કહે છે.
મૃત્યુનો સમય જાણવા માટે જે જરૂરી છે તે છે મૃતદેહ સંબંધી પર્યાવરણ પ્રણાલિ – કાડાવેરિક ઇકોસિસ્ટમને જાણવી. આપણા શરીરમાં મોટા પ્રમાણમાં બૅક્ટેરિયા રહેલા હોય છે. તેમાંના મોટા ભાગના આપણા નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચેની કેનાલ જેને ગટ કહે છે, તેમાં રહેતા હોય છે. અત્યારે જીવવિજ્ઞાનમાં આ ગટ માઇક્રોબાયોમી (Gut Microbiome) સંશોધન માટે ખૂબ જ માનીતો વિષય છે. માણસ મૃત્યુ પામે પછી આ માઇક્રોબાયોમી અથવા સૂક્ષ્મ જંતુઓનું શું થાય છે તેના વિશે તાજેતરમાં થયેલાં સંશોધનોથી કેટલોક પ્રકાશ પડ્યો છે.
મૃત્યુ પછી આપણું પ્રતિકાર તંત્ર (ઇમ્યૂન સિસ્ટમ) કામ કરતું બંધ થઈ જાય છે જેથી આ સૂક્ષ્મ જંતુઓને શરીરમાં જ્યાં જવું હોય ત્યાં જવા મોકળું મેદાન મળી જાય છે. સામાન્ય રીતે તેની શરૂઆત ગટમાંથી થાય છે. તેઓ આંતરડાને ખાવા લાગે છે, તે પછી પાચન તંત્રના અન્ય અવયવોનો વારો લે છે અને તે પછી હૃદય, મગજ તરફ આગળ વધે છે.
અમેરિકાના મોન્ટગોમેરીની અલ્બામા સ્ટેટ યુનિવર્સિટીનાં ફોરેન્સિક વૈજ્ઞાનિક ગુલનાઝ જાવાન અને તેમના સાથીઓએ ‘થેનેટોમાઇક્રોબાયોમી’ (ગ્રીક શબ્દ થેનેટોસ એટલે મૃત્યુ) પર અભ્યાસ કર્યો હતો, જે પ્રકાશિત થયો. જાવન અને તેમના સાથીઓએ ૧૧ મૃતદેહોમાંથી યકૃત, બરોળ, મગજ, હૃદય અને લોહીના નમૂના લીધા. તેમના મૃત્યુના ૨૦થી ૨૪૦ કલાક પછી આ નમૂના લેવામાં આવ્યા હતા. તેમાં બે અલગ-અલગ આધુનિક ડીએનએ સિક્વન્સિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાયો હતો. તેમને જણાયું કે એક જ મૃતદેહનાં વિવિધ અંગોના નમૂના એક સરખા હતા જ્યારે તે બીજા મૃતદેહના એ જ અવયવના નમૂના કરતાં અલગ હતા. તેનું આંશિક કારણ કદાચ એ હોઈ શકે કે અભ્યાસમાં સંકળાયેલી વ્યક્તિઓના સૂક્ષ્મ જીવો (માઇક્રોબાયોમી)ની રચનામાં તફાવત હોય છે. બીજું કારણ એ હોઈ શકે કે તે લોકોના મૃત્યુ પછી પસાર થયેલો સમય અલગ-અલગ હતો.
જાવનનો અભ્યાસ સૂચવે છે કે માઇક્રોબાયલ ક્લોક વિઘટન પામી રહેલા મૃતદેહમાં ચાલુ હોઈ શકે. એક મૃતદેહમાં પહેલો જે બૅક્ટેરિયા આ ટીમે પકડ્યો તે યકૃત પેશીમાંથી હતો જે વ્યક્તિના મૃત્યુના ૨૦ કલાક પછી હતો, પરંતુ એક જ મૃતદેહના તમામ નમૂનામાં બૅક્ટેરિયા મળી આવવાનો સૌથી વહેલો સમય મૃત્યુના ૫૮ કલાક પછીનો હતો. આનો અર્થ એ થયો કે આપણે મૃત્યુ પામીએ પછી બૅક્ટેરિયા આપણા શરીરમાં પ્રસરી જાય છે અને તેની પ્રસરવાની એક જ ઘરેડ હોય છે. તેઓ પ્રથમ જે આંતરિક અવયવમાં ઘૂસે છે તે સમય અને તે પછી બીજા અવયવમાં ઘૂસે છે તેનાથી આપણને કદાચ માનવીના મૃત્યુ પછી કેટલો સમય પસાર થયો છે તેનો અંદાજ આવી શકે. આ રીતે આપણે મૃત્યુનો સમય પણ જાણી શકીએ.
જાવનનું કહેવું છે કે વિઘટનની માત્રા માત્ર વ્યક્તિએ વ્યક્તિએ (એટલે કે મૃતદેહે મૃતદેહે) જ નથી જુદી પડતી, પરંતુ એક જ મૃતદેહમાંના અલગ-અલગ અવયવોમાં અલગ-અલગ હોય છે. બરોળ, આંતરડું, જઠર, ભ્રૂણવાળું ગર્ભાશય આ બધા વહેલાં વિઘટિત થાય છે. જ્યારે મૂત્રપિંડ (કિડની), હૃદય અને હાડકાં બાદમાં વિઘટિત થાય છે.
એક વાર આ સ્વપાચન શરૂ થઈ જાય છે અને જેમ શાળામાં ઘંટ વાગે ને છોકરાંઓ ઘરે જવા માટે દોટ મૂકે તેમ બૅક્ટેરિયા આંતરડામાંથી નાસવાનું શરૂ કરે છે ત્યારે મૃતદેહ સડવાનું ચાલુ થાય છે. આને આણ્વિક મૃત્યુ (મોલેક્યુલર ડેથ) કહે છે. નાજુક પેશીઓ વાયુઓ, પ્રવાહીઓ અને મીઠામાં રૂપાંતરિત થવા લાગે છે. આ સડન (પુટ્રેફેક્શન)ની પ્રક્રિયામાં અનએરોબિક બૅક્ટેરિયા મેદાનમાં આવે એટલે પ્રક્રિયા તેજ બને છે. તેઓ પેશી પર નભે છે અને સર્કરામાંથી મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા જેવા વાયુઓ બનાવે છે. આનાથી શરીરનો રંગ પણ બદલાવા લાગે છે. ક્ષતિગ્રસ્ત રક્ત કોષો હવે વિખૂટી પડી ગયેલી નસોમાંથી ગળવા લાગે છે. એક સમયે શરીરમાં ઑક્સિજન લઈ જવાનું કાર્ય કરતા હિમોગ્લોબિન અણુઓને અનએરોબિક બૅક્ટેરિયા સલ્ફાહિમોગ્લોબિનમાં પરિવર્તિત કરવા લાગે છે. આ અણુઓની હાજરીના કારણે શરીરનો રંગ ભૂરો પડવા લાગે છે.
ઈ.સ. ૨૦૧૧માં ટૅક્સાસની એસએચએસયુ યુનિવર્સિટીના સંશોધકો સિબિલ બુશેલી અને એરોન લિન તેમજ તેમના સાથીઓએ બે તાજા મૃતદેહોને લીધા. તેમને કુદરતી પરિસ્થિતિઓની અંદર મૂક્યા. તે પછી વિવિધ ભાગના બૅક્ટેરિયાના નમૂના લીધા. આ નમૂના ગંઠાવાની શરૂઆત અને અંતના તબક્કામાં લીધા. તે પછી તેમણે નમૂનામાંથી બૅક્ટેરિયાનો ડીએનએ બહાર કાઢ્યો અને તેને સિક્વન્સમાં મૂક્યો. તેના પરથી ખબર પડી કે એરોબિક બૅક્ટેરિયામાંથી અનએરોબિક બૅક્ટેરિયામાં બદલાવાથી ગંઠાવાની પ્રક્રિયા થાય છે.
જ્યારે મૃતદેહ સડવા લાગે છે ત્યારે તે આજુબાજુના જીવજંતુઓ, માંસ ખાતાં પ્રાણીઓ માટે મિજબાનીનું માધ્યમ બની જાય છે! વિઘટનની પ્રક્રિયા સાથે બે જાતિ સૌથી વધુ નજીકથી સંકળાયેલી છે – બ્લોફ્લાય અને ફ્લેશફ્લાય અને તેમના લાર્વા (ઈયળનો તબક્કો?). મૃતદેહમાંથી એક ખાસ દુર્ગંધ આવવા લાગે છે. બ્લોફ્લાય આ દુર્ગંધને પકડી પાડે છે અને પછી મૃતદેહ સુધી પર ઉતરાણ કરે છે. તેના પર તેનાં ઈંડાં મૂકે છે. દરેક ફ્લાય અંદાજે ૨૫૦ ઈંડાં મૂકે છે. તેમાંથી પ્રથમ તબક્કાની ઈયળ નીકળે છે. તે સડતા માંસ પર નભે છે. તે પછી મોટી ઈયળ બને છે. આમ તે મૃતદેહને ખાતાં ખાતાં પુખ્ત વયની ફ્લાય બને છે. આ ચક્ર ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી મૃતદેહમાં કંઈ શેષ બચતું નથી!
બ્લોફ્લાયની હાજરી વાંદા, કીડીઓ, કરોળિયાઓ, વાસ્પ (ડંખ મારતી માખી)ને આકર્ષે છે. આમાંના કેટલાક જંતુઓનાં ઈંડાં અને લાર્વા ખાય છે. મડદા ખાનાર પંખી અને પ્રાણીઓ પણ આવી ચડે છે અને મૃતદેહને ખાવા લાગે છે. બુશેલીની પ્રયોગશાળાએ તાજેતરમાં રજૂ કરેલા અભ્યાસ પરથી એવું સૂચન થયું છે કે મૃતદેહ પર ઝળુંબતા જીવજંતુઓની વિવિધતા આપણી કલ્પના કરતાં વધારે છે. બુશેલીની પૂર્વ પીએચ. ડી. વિદ્યાર્થિની નટાલિયા લિન્ડગ્રેને ઈ.સ. ૨૦૦૯માં ચાર મૃતદેહને હંટ્સવિલે ફાર્મમાં લગભગ એક વર્ષ સુધી રાખ્યા. તે પાછી ફરી ત્યારે તેમાં જેના પર શંકા હતી તે જીવજંતુ તો હાજર હતા જ, પરંતુ તે સિવાય ચાર અસાધારણ જીવજંતુઓ હાજર હતા જેની અત્યાર સુધી ક્યાંય નોંધ નહોતી. તેમાં એક હતું સ્કોર્પિયન ફ્લાય. તે મગજના પ્રવાહી પર નભતું હતું. તો એક બીજું જંતુ વોર્મ સૂકાયેલી ત્વચા ખાતું હતું.
એ નવાઈની વાત છે કે જીવજંતુઓ મૃતદેહ પાસે તરત આવી જાય છે. મૃતદેહને બહાર મૂકો અને માંડ ત્રણ સેકન્ડમાં જીવજંતુઓ ઈંડાં મૂકવા લાગશે! એટલે આ જીવજંતુઓના જીવનચક્ર પરથી પણ મૃતદેહના મૃત્યુનો સમય જાણી શકાય છે. જોકે, તેમાં મુશ્કેલીઓ રહેલી છે અને વધુમાં, વૈજ્ઞાનિકો માને છે કે આ રીતે મૃત્યુનો સમય અચોક્કસ અને ગેરમાર્ગે દોરતો હોઈ શકે.
રસપ્રદ વાત એ પણ છે કે વિઘટન પામતો દેહ તેની નીચે જે માટી રહેલી છે તેના રસાયણોમાં પણ ફેરફાર કરે છે. પરિણામે એક રીતે ત્યાં મૃતદેહ ટાપુ બની જાય છે. એક અંદાજ મુજબ, સરેરાશ માનવ દેહ ૩૨ ગ્રામ નાઇટ્રોજન, ૧૦ ગ્રામ ફોસ્ફરસ, ૪ ગ્રામ પોટેશિયમ અને ૧ ગ્રામ મેગ્નેશિયમ માટીમાં મુક્ત કરે છે. શરૂઆતમાં નાઇટ્રોજનના ઝેરીપણાના લીધે જે કંઈ વનસ્પતિ હોય છે તે સૂકાઈ જાય છે. જોકે બાદમાં આ વિઘટન પર્યાવરણ માટે ફાયદારૂપ સાબિત થાય છે. આમ, જ્યાં મૃતદેહને દાટવામાં આવ્યો હોય ત્યાંની માટીના વિશ્લેષણથી પણ મૃતદેહના મૃત્યુના સમયનો અંદાજ મળી શકે છે.
મૃતદેહની વિઘટનની પ્રક્રિયા જાણીને સ્મશાન વૈરાગ્ય જાગી શકે, પરંતુ અંતે તો આ એક સત્ય છે. અપરાધનો ભેદ ઉકેલવા માટે આ અભ્યાસ જરૂરી પણ છે.
(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા.૯/૫/૧૫ના રોજ પ્રકાશિત થયો.)

પરીક્ષા અને શિક્ષણપધ્ધતિ પરિણામલક્ષી કે પશ્ર્ચાતાપલક્ષી!

પરીક્ષા અને શિક્ષણપધ્ધતિ પરિણામલક્ષી કે પશ્ર્ચાતાપલક્ષી!

આપણે નિહાળી રહ્યા છીએ પૃથ્વી પર કુદરતી પરંપરા કે સૂર્યોદય પછી સૂર્યાસ્ત અને સૂર્યાસ્ત પછી સૂર્યોદય. સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે અનેકાનેક ઘટનાક્રમ ઘટી રહ્યો છે,કાળનું ચક્ર ફરી રહ્યું છે. માનવીના ઉદયના બાળપણના માંડ બે વર્ષ પૂરા થતાં નથી કે તેના માતાપિતાના મગજો ચકરાવે ચડે છે,મારા પાલ્યને ગુજરાતી માધ્યમમાં ભણાવીશ કે અંગ્રેજી માધ્યમમાં. અરે! હા મારા પાડોશીનો પુત્ર અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે મારા પાલ્યને પણ હું તેના કરતાં સારી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવીશ. વળી પાછો પ્રશ્ન,ગ્રાંટેડ શાળામાં ભણાવીશ કે ઉચી ફી લેતી નૉન ગ્રાંટેડ શાળામાં! ના ના હું તો મારા પાલ્યને ઉચી ફી વાળી નૉન ગ્રાંટેડ અંગ્રેજી માધ્યમની વાતાનુકૂલિત (એ.સી.) ડે સ્કૂલમાં ભણાવીશ. વળી પાછો પ્રશ્ન કયો અભ્યાસક્રમ,C.B.S.C કે N.C.E.R.T કે GUJARAT BOARD ? પ્રશ્નોની હારમાળામાં ગૂંથાયેલા આ માતાપિતા પોતાના પાલ્યને ભૂખ લાગે તો કયો આહાર આપવો તેની ચિંતા ખૂબ ઓછી કરે છે પણ ભાર વિનાના ભણતરમાં વધુ વજનદાર સ્કૂલબેગ કઈ શાળાની હોય છે તેની પસંદગી પ્રથમ કરતા હોય છે. પછી ભલેને તે સ્કૂલબેગ ઊંચકવાની પોતાના પાલ્યની હેસીયત જ ના હોય! સરકારનો અભિગમ છે કે કુમળીવયના બાળકો ખિલખિલાટ કરતાં શાળાએ જાય ભાર વિના ભણે,પણ આજે આ અભિગમનો અમલ થાય છે ખરો?
બાળકોનો વિચાર કર્યા વિના માં-બાપ પોતાના પાલ્યના આગળના અભ્યાસ નક્કી કરતાં હોય છે. બાળકને કઈ પ્રવૃતિમાં વધુ રસ છે,તેનો રસનો વિષય કયો છે? તે વિષે કઈપણ વિચાર કરવામાં આવતો નથી. દેખાદેખી આંધળુકીયું અનુકરણ કરવામાં આવે છે,અને પછી પરિણામની ખૂબ મોટી અપેક્ષાઓ રાખવામાં આવે છે. જે અપેક્ષાઓ ના સંતોષાતાં કાં તો પોતાના પાલ્યને ગુમાવવાની નોબત આવે છે.
મેકોલોના સમયથી ચાલી આવતી શિક્ષણપધ્ધતિના આપણે સૌ એદી બની ગયા છીએ,અંગ્રેજોની ગુલામી આજે પણ આપણે છોડી શકતા નથી અને હદ તો ત્યારે થાય છે જ્યારે આપણા દેશમાં દર પાંચ કે દશ વર્ષે સરકારો બદલાય છે તેમ શિક્ષણના માળખા પણ બદલાય છે. આ દેશના ભાવિને નજર સમક્ષ રાખી અભ્યાસક્રમો ઘડાય છે કે બદલાતી સરકારોને ધ્યાને રાખવામાં આવે છે જે એક રહસ્ય છે. નવી સરકાર નવી શિક્ષણનીતિ આ પરિસ્થિતિમાં માંડ અભ્યાસક્રમના માળખામાં ગોઠવાયેલુ સમગ્ર શિક્ષણતંત્ર વેરવિખેર થઈ જાય છે. અંતે સહન કરવાનું આવે છે ભારતની યુવા પેઢીને. યુવાનો પાસે અપેક્ષાઓ રાખવામાં આવે છે ભારત નિર્માણની અને શિક્ષણનીતિના નામે છાશવારે અભ્યાસક્રમો બદલી તેને મુઝવી દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન થાય છે કોણ જવાબદાર?  
આજકાલ જોવા મળતી પરીક્ષાપધ્ધતિ પણ ખૂબ મોટું પરિવર્તન માગી રહી છે. પરીક્ષા આપવા આવતો વિદ્યાર્થી કોઈ મોટો ગુનેગાર હોય,કોઈ મોટી ધાડ પાડવાનો હોય તેમ વર્ષ દરમિયાન તેના પર નિયમોના નવા નુસખાઓ અજમાવવાના ચાબખા વીંઝવામાં આવતા હોય છે. આવા સંજોગોમાં કુમળી વયના આ વિદ્યાર્થીઓની માનસિક મનોવેદના સમજવાની કે તેના પ્રત્યે હમદર્દી બતાવવાની સમાજ,શિક્ષણવિભાગ કે સરકાર દરકાર કરે છે ખરી! વિઝિલન્સ સ્ક્વોડ હોય કે CCTV કેમેરાની આંખો હોય શું આ બધુ વિદ્યાર્થીઓને ડરાવવા કે ધમકાવવા માટે થઈ રહ્યું છે કે પછી બીજું કાંઇ તે સમજવુ કે કળવું મુશ્કેલ છે. આમ તો શિક્ષણવિભાગે દરેક શાળામાં પરિપત્ર કર્યો છે કે શાળા સમય દરમિયાન  વિદ્યાર્થીઓની કોઇપણ પ્રકારે હેરાનગતિ ના થાય તેની માનસિક મનોવેદના પર અસર ના થાય તે રીતે દરેક શિક્ષકે અને શાળાએ શિક્ષણકાર્ય કરાવવું. તો પછી બોર્ડની પરીક્ષા સમયે આવું શા માટે ?
જીવનની પ્રત્યેક ક્ષણે આ પૃથ્વી પર જન્મ લેનાર બાળકે મૃત્યુ સુધી પરીક્ષાની કેડી પરથી પસાર થવાનું હોય છે. પણ શિક્ષણરૂપી પરીક્ષામાં એક બાજુ ખાઈ અને બીજી બાજુ ડુંગરની સ્થિતિનું નિર્માણ શા માટે ? શું ફેરફારની આવશ્યકતા છે ? શું આ દિશામાં પરિવર્તનનો દોર ફુકાવો જોઈએ ? શું છાશવારે બદલાતા અભ્યાસક્રમોમાં રૂકાવટ આવવી જોઈએ ? શું સરકારી ગ્રાંટેડ શાળાઓના ભોગે નૉન ગ્રાંટેડ શાળાના રસરૂચિ વધવા જોઈએ ? શું સરકાર જવાબદારીમાથી છટકવા માગે છે ? સમાજના દરેક વર્ગને વિચાર વિમર્શ કરવાની જરૂર છે ખરી ? જો હા તો આ પરીક્ષા અને શિક્ષણ પધ્ધતિ પરિણામલક્ષી છે નહી તો પશ્ર્ચાતાપલક્ષી છે છે ને છે જ.  
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી