Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 June 2015

ગુજરાત સરકાર ના જી.આર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 

૨. પગાર મોધવારી માટે નીચેની લિંક પર ક્લિક કરો દિબાકર બેનરજી: ઓયે લકી લકી ઓયે!

દિબાકર બેનરજી: ઓયે લકી લકી ઓયે!

સારી જાહેરખબર બનાવનારા સારી ફિલ્મો બનાવી જાણે છે. ગૌરી શિંદે, રાકેશ ઓમપ્રકાશ મહેરા, આર. બાલ્કી, પ્રદીપ સરકાર, રાજકુમાર હિરાણી ઉપરાંત દિબાકર બેનરજીએ આ વાત સાબિત કરી છે. પરંતુ દિબાકર બેનરજીનું જીવન એડ ફિલ્મમાં કહી શકાય એવું નથી. એના માટે આખી એક ફિલ્મ જ જોઈએ કેમ કે સારા તબલાવાદક, અગિયારમા ધોરણમાં નાપાસ, અમદાવાદની એનઆઈડીમાંથી કાઢી મૂકાયેલી કે જાતે નીકળી ગયેલી વ્યક્તિનું જીવન કેટકેટલા રંગોથી ભરાયેલું હશે?
નામ પરથી સ્પષ્ટ છે કે ૨૧ જૂન ૧૯૬૯ના રોજ જન્મેલા દિબાકર બેનરજી બંગાળી છે, પરંતુ તેમની ‘ખોસલા કા ઘોસલા’ કે ‘ઓયે લકી ઓયે’ જોઈને લાગે નહીં કે આ ભાઈ બંગાળી છે, એટલી બધી ઝીણવટથી દિલ્હી અને દિલ્હીમાં રહેતા લોકોને તેમણે દર્શાવ્યા છે. ‘ખોસલા કા ઘોસલા’માં જમીન પડાવી લેતા રિયલ એસ્ટેટ બ્રોકરની ખંધાઈ અને મધ્યમ વર્ગીય માનસિકતા એટલી સરસ દર્શાવી કે તેમને બીજા ઋષિકેશ મુખરજીનું  બિરુદ મળી ગયું. જોકે ‘
ઓયે લકી ઓયે’થી આ બિરુદ હટી ગયું અને ‘લવ સેક્સ ઔર ધોખા’ (એલએસડી)થી તો દર્શકોને સાવ આંચકો જ આપી દીધો અને કહી દીધું: મારી ફિલ્મો જોવી હોય તો સાવ ખાલી મગજ સાથે આવજો. કોઈ જાતની ધારણા બાંધીને નહીં આવતા કે દિબાકર બેનરજીની ફિલ્મ હશે તો આવી જ હશે. ‘શાંઘાઈ’ ફિલ્મમાં શાંઘાઈ શહેરનું એક પણ દૃશ્ય જોવા ન મળે!
દિબાકર બેનરજી પર ફિલ્મ બને તો તેમાં પણ એવું કોઈ દૃશ્ય જોવા ન મળે કે તેમણે મુંબઈની ફૂટપાથ પર વડા પાંવ (પહેલાંના જમાનામાં સિંગચણા) ખાઈને સંઘર્ષ કર્યો કે નિર્માતાઓ અને મોટા સ્ટારોની આસપાસ ખૂબ ચક્કર કાપ્યા અને ત્યારે તેઓ આટલા મહાન દિગ્દર્શક બની શક્યા. તેમના માટે જિંદગી ખૂબ જ સરળ અને લીસી રહી છે. જોકે તેમણે પોતે ક્યાંય કશું મોળું આપવા પ્રયાસ નથી કર્યો. બધું જ અવ્વલ દરજ્જાનું જ કર્યું છે. રિચા પૂર્ણેશ તેમની પત્ની છે, જે તેમને એડવર્ટાઇઝિંગના વ્યવસાયમાં જ મળી હતી. બંનેનાં દામ્પત્યજીવનને આજે પંદર વર્ષ થયાં છે. તેમને સાડા પાંચ વર્ષની એક દીકરી ઈરા છે. પરંતુ પત્ની રિચાને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું?
દિબાકરે કહેલું: “હાય. આઈ એમ દિબાકર. આઈ એમ ગોઇંગ ટૂ મેક ફિલ્મ્સ.” રિચાએ જવાબ આપ્યો, “રાઇટ. ટેલિવિઝન કોમર્શિયલ્સ?” દિબાકરે એક શ્વાસ છોડીને જવાબ આપ્યો, “નો. ફિલ્મ્સ. ધ કાઇન્ડ ધેટ સત્યજીત રે મેક્સ.” દિબાકરની આ વાત પરથી રિચા મોહી ગઈ કે નહીં તે તો રામ જાણે, પણ દિબાકરે જો એમ કહ્યું હોત કે “આઈ વોન્ટ ટૂ મેક ફિલ્મ્સ લાઇક ડેવિડ ધવન.” તો તો જવાબ ના જ આવત તે દિબાકરને ખાતરી છે.
દિબાકરે સત્યજીત રે જેવી ફિલ્મો બનાવી? જવાબ ના છે. તેમણે કોઈના જેવી ફિલ્મો બનાવી નથી. પોતાનો એક અલગ ચીલો ચાતર્યો છે. દિબાકરે ઘણાં વર્ષો દિલ્હીમાં વિતાવ્યાં. રિચા સાથે લગ્ન પછી પણ દિલ્હીમાં રહ્યાં, પરંતુ ‘ખોસલા કા ઘોસલા’ પછી તેમણે ઘોસલો મુંબઈના પરેલમાં ખસેડી દીધો.
દિલ્હીનો રોહતક રોડ દિબાકરનો જાણીતો છે કારણકે ત્યાં જ તેઓ રહેલા. બંગાળી મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછેર થયો પરંતુ ભાઈબંધો બધા ઉત્તર ભારતીય જ હતા. તે પણ પાછા વેપારીઓના દીકરા. દિબાકર ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. શાળામાં થતી પ્રશ્નોત્તરીની સ્પર્ધા જીતતા. માતાનું સપનું હતું કે મોટી દીકરી (જે દિબાકર કરતાં આઠ વર્ષ મોટી હતી) સ્ટેજ પર ગાય અને દીકરો તબલા વગાડે. દિબાકરને ક્યારેય સંગીતમાં કારકિર્દી બનાવવી નહોતી, પરંતુ માતાનું સપનું હતું એટલે તબલા શીખ્યા. પડોશમાં પંજાબીઓ રહેતા હતા. તબલા શીખ્યા એનો ફાયદો એ થયો કે તેમની કોઈ મજાક કરતું નહોતું. કેટલાક પઠ્ઠા જેવા પંજાબી છોકરાઓ બગલમાં દિબાકરને દબાવીને કહેતા, “યે બંગાલી યાર તબલા બહોત અચ્છા બજાતા હૈ, ઈસ કો કુછ મત બોલ!” તાજેતરમાં તેમની જે ફિલ્મ આવી ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ તે તો ન ચાલી પરંતુ આ ફિલ્મ જે પુસ્તક પરથી બની તે પુસ્તક ૧૨ વર્ષની ઉંમરે જ વાંચી નાખેલું. અને ખાસ તો એટલે કે તેમને એ વાંચવાની ના પાડવામાં આવી હતી! તેમના ઘરમાં પૈસા ઓછા હતા અને પુસ્તકો ઝાઝા. તેમનાં માતાપિતા, બહેન બધાં જ પુસ્તકીયા કીડા. ઘરમાં હિન્દી ચંપક અને નંદન પણ આવે અને બંગાળી શુકતારા પણ આવે. દિબાકર જેમ મોટા થયાં તેમ અંગ્રેજીમાં લખાયેલાં પુસ્તકો પણ વાંચતા ગયા. પિતા માર્કેટિંગના ક્ષેત્રમાં હતા તો માતા મહાનગરપાલિકાની શાળામાં સંગીત શિક્ષિકા. માતા હિન્દુસ્તાની સંગીતનાં ગાયિકા પણ છે. રોજ બપોરે વિવિધ ભારતી વગાડાય જેમાં પ્રાદેશિક સંગીત સાંભળવા મળે. ઘરમાં રોજ રોબીન્દ્ર (રવીન્દ્ર)સંગીત અને શાસ્ત્રીય સંગીતથી લઈને લોકસંગીત અને ફિલ્મસંગીત સાંભળાતું. જોકે એ નવાઈની વાત છે કે પોતે સારા તબલાવાદક અને ઘરમાં આટલું સંગીતનું વાતાવરણ, તેમ છતાં દિબાકરની ફિલ્મોમાં (‘ખોસલા કા ઘોસલા’ના ‘યે દુનિયા ઉટપટાંગા’ જેવાં બેચાર ગીતોના અપવાદને બાદ કરતાં) સંગીતનો ખાસ ચમકારો હોતો નથી.
દિબાકર ભણવામાં હોશિયાર હતા પરંતુ અગિયારમા ધોરણમાં બધા વિષયમાં નાપાસ થયા! પ્રિન્સિપાલે પિતાને જાણ કરી. પિતા તો ડઘાઈ જ ગયા, પરંતુ પહેલો અને છેલ્લો પ્રસંગ નહોતો કે જ્યારે માતાપિતાને દિબાકરને કારણે ડઘાવાનો વારો આવવાનો હતો. હજુ તો બે પ્રસંગ બાકી હતા. અગિયારમા ધોરણના પરિણામથી ચોંકી ગયેલા પિતાએ દીકરાને ટ્યૂશન રખાવી દીધું. છેવટે બારમા ધોરણમાં ૭૪ ટકા લાવીને દેખાડ્યા. હવે ફરી ડઘાવાનો પ્રસંગ આવી રહ્યો હતો. બારમા પછી તેઓ માતાપિતાને દેખાડવા માટે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ માટે અગરવાલ ટ્યૂશનમાં જોડાયા, જેથી એન્જિનિયરિંગમાં જઈ શકાય, પણ મન તો ક્યાંક બીજે જ ભાગતું હતું. તેમને કમ્યૂનિકેશનના ક્ષેત્રમાં જવું હતું. આથી ચોરીછુપે તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં વિઝ્યુઅલ કમ્યૂનિકેશનના અભ્યાસ માટે અરજી કરી દીધી. તેમાં પ્રવેશ મળી ગયો, પછી માતાપિતાને મનાવી લીધાં. દિબાકર ભણવા માટે અમદાવાદ જવા ચાલ્યા ગયા તેના થોડા દિવસ બાદની ઘટના હતી. એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષાનાં પરિણામો આવ્યાં હતાં. એક મિત્રએ દિબાકરની માતાને ફોન કર્યો તો માતાએ કહ્યું કે બધી એન્ટ્રન્સ ટેસ્ટમાં તો ‘એ’ આવ્યો છે અને દિબાકર વિચિત્ર ડિઝાઇનના કોર્સમાં શા માટે ગયો હશે? પેલા મિત્રએ ફોડ પાડ્યો કે ‘એ’ એટલે ગેરહાજરી (એબ્સન્સ)નો એ! અર્થાત્ બંદાએ એકેય પરીક્ષા જ આપી નહોતી!
હજુ માતાપિતાનું ડઘાવાનું દિબાકરે પૂરું નહોતું કર્યું. હજુ એક પ્રસંગ તેમણે સર્જવાનો હતો. એનઆઈડીમાં અઢી વર્ષ ભણ્યા પછી તેમણે કોર્સ વર્ક પૂરું ન કરતાં તેમને કાઢી મૂકવામાં આવ્યા. એ જમાનામાં જ્યારે બારમા ધોરણમાં ૭૪ ટકા આવ્યા હોય (અલબત્ત, આજે તો આટલું પરિણામ કંઈ ન ગણાય), ભણવામાં હોશિયાર હોય ત્યારે એન્જિનિયરિંગની કારકિર્દી પડતી મૂકીને ભાઈસાહેબ વિઝ્યુઅલ કમ્યૂનિકેશન ભણવા દિલ્હીથી અમદાવાદ આવે અને પછી કંઈ ઉકાળે નહીં. અઢી વર્ષ બગાડ્યા પછી ધોયેલા મૂળાની જેમ પાછા આવે તો માતાપિતાને કેટલો આઘાત લાગે!
હવે તો બીજો કોઈ ઉપાય હતો જ નહીં. નોકરી શોધવાની હતી, પરંતુ દિબાકરનું નસીબ જોર કરતું હતું. સાત મહિના પછી સેમ મેથ્યુ નામના એક કૉર્પોરેટ ફિલ્મ અને એવી (ઓડિયો વિઝ્યુઅલ) મેકરને ત્યાં તાલીમાર્થી તરીકે નોકરી મળી. ટેલન્ટ તો હતી જ. અઢી વર્ષમાં એનઆઈડીમાં ઘણું શીખ્યા હતા. એટલે એક વર્ષમાં તો દિબાકરને મહિને રૂ. ૨૦,૦૦૦ પગાર મળતો થઈ ગયો! (એ સમયે ઘણો મોટો પગાર કહેવાય) તેઓ કોપીરાઇટર બન્યા અને પછી એડ કંપની જેડબ્લ્યુ થોમ્પસનની સબસિડરી કોન્ટ્રાક્ટર દિલ્હીમાં ક્રિએટિવ ગ્રૂપ હેડ. લગભગ ૧૯૯૨ની આસપાસની આ વાત. એ સમયગાળામાં તેમની મુલાકાત જયદીપ સાહની સાથે થઈ. ‘ખોસલા કા ઘોસલા’ લખનાર જયદીપ સાહની એ વખતે સ્પર્ધક જૂથના હેડ હતા. પરંતુ બંને વિરોધી કંપનીમાં હોવા છતાં મિત્રો બની ગયા. ૧૯૯૭માં બંનેએ પોતપોતાની કંપની છોડી દીધી. દિબાકરે પોતાની એડ કંપની વોટરમાર્ક ખોલી તો જયદીપ ફિલ્મ લેખક બનવા મુંબઈ આવી ગયા અને તેમણે રામગોપાલ વર્મા માટે ‘પ્યાર તૂને ક્યા કિયા’ અને બાદમાં ‘કંપની’ની સ્ક્રિપ્ટ લખી.
ક્યારેક ક્યારેક દિબાકર જયદીપને ફોન કરતા ત્યારે સાથે કામ કરવાની વાત થતી. ઈ. સ. ૨૦૦૨માં જયદીપને થયું કે આ ‘કંપની’ જેવી રામગોપાલ વર્મા ટાઇપની ફિલ્મો મારે નથી કરવી. પરંતુ તેમને જેવી ફિલ્મ લખવી હતી તે હિન્દી ફિલ્મોદ્યોગમાં કોઈ લખવા દેશે કે કેમ તે સવાલ હતો. અંતે દિબાકરે ‘ખોસલા કા ઘોસલા’ પર કામ ચાલુ કર્યું અને જયદીપ સાહની પણ તેમાં જોડાયા. ચાર વર્ષ સુધી કામ ચાલ્યું. ૪૫ દિવસ શૂટિંગ થયું. એકદમ તંગ બજેટમાં કામ કર્યું. યુટીવીએ આ પ્રૉજેક્ટ ખરીદ્યો. બસ, પછી તો દિબાકરની ગાડી દોડવા લાગી. યૂટીવીએ તે પછી દિબાકરની ‘ઓયે લકી લકી ઓયે’ પણ નિર્માણ કરી. જોકે દિબાકર અને જયદીપનો સાથ ‘ખોસલા કા ઘોસલા’ પૂરતો જ રહ્યો, તે પછી કદાચ જયદીપ યશરાજ ફિલ્મ્સ માટે કામ કરવા લાગ્યા તે કારણે કે પછી બીજા કોઈ કારણે, તે અને દિબાકરે સાથે કામ કર્યું નહીં. અને કદાચ એટલે જ ‘ખોસલા કા ઘોસલા’ દિબાકરની શ્રેષ્ઠ ફિલ્મ બની રહી. તે પછી તેમની ફિલ્મોની ગુણવત્તા જળવાઈ નહીં. હા, તેમણે એક નવીન પ્રયોગ જરૂર કર્યો, ‘લવ સેક્સ ઔર ધોખા’ ડિજિટલ કેમેરાથી શૂટ કરી. આને ફાઉન્ડ ફૂટેજ પ્રકારની ફિલ્મ કહેવાય છે, જેમાં જાણે કોઈ શીખાઉ વ્યક્તિએ શૂટિંગ કર્યું હોય અને કેમેરા હલતો હોય તેવાં દૃશ્યો બતાય છે.
તાજા સમાચાર મુજબ, હવે દિબાકર બેનરજી ટીવી જાહેરખબરો બનાવવાના છે. કદાચ, તેમના પત્નીની ધારણા સાચી કરવા માટે, જેણે દિબાકરને પૂછ્યું હતું કે તું ટીવી માટેની જાહેરખબરો બનાવવાનો છો? કે પછી તાજેતરની ફિલ્મ ન ચાલી એટલે? તેની તપાસ ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષીને જ કરવા દઈએ.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થ ડે બેશ’ કૉલમમાં તા. ૧૯/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સિસકારા ન ભરો! એટલિસ્ટ કારવાળાએ તો ન જ ભરવા જોઈએ. અમેરિકાના ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એવી શોધ કરી છે કે જેથી તમારા મગજની કાર ફટાફટ દોડવા માંડશે. તમારી કલ્પનાનું વિશ્વ ખુલી જશે. તમને થશે કે લે આવું થાય તો કેવું સારું! ઘણી ખરી શોધ પહેલાં નાના પાયે જ થઈ હોય છે, પરંતુ એ શોધ અથવા એ વિચારના પાયા પરથી મોટી શોધો થતી હોય છે. કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોની શોધ આવી જ લાગે છે. તેમણ એવી નાની કાર બનાવી છે જે પાણીની વરાળથી ચાલે છે. ખુલ ગયા ના મુંહ!
પાણીની વરાળથી ચાલે તો તો મજા પડી જાય ને. પેટ્રોલ કે ડિઝલ કરતાં પાણી કેટલું સસ્તું. વાત સાચી છે, પણ અત્યારે આ શોધ નાની રમકડાની કાર પૂરતી જ છે અને તેમાં શું કીમિયો અજમાવાયો છે તે જોવા જેવું છે. પાણીનો સ્વભાવ હોય છે બાષ્પ બનવાનો. બાષ્પીભવનનો. હજુ ખાસ વરસાદ પડ્યો નથી, એટલે ગરમી ચાલુ જ છે અને ગરમી દૂર કરવા તમે આંગણામાં, ચોકડીમાં કે અગાશી પર પાણી છાંટતા હશો તો ખબર જ હશે કે થોડી વારમાં તો એ પાણી ગાયબ થઈ જાય છે. ઓઝગર સાહીનના નેતૃત્વમાં સંશોધકોએ આ વાતને પકડીને સંશોધન કરવાનું વિચાર્યું.
હવે આ સાહીને ગયા વર્ષે એવું સંશોધન કર્યું હતું કે માટીમાં જે બૅક્ટેરિયા રહેલા હોય છે તે બૅક્ટેરિયાના સ્પોર (એક જાતના કોષ જે ઉત્પાદન અથવા પ્રજનન માટે જવાબદાર હોય છે) ભેજવાળા વાતાવરણમાંથી ભેજ શોષી લે છે અને તેના કારણે તે ફૂલી જાય છે. પછી તેઓ હવા છોડે છે જેથી તેમનું સંકોચન થાય છે. આમ, સ્પોરના કદમાં થતા ફેરફાર પરથી ચીજોને ખેંચી કે ધકેલી શકાય ખરી. શાહીને અને તેમના સાથીઓએ એક પાતળી પ્લાસ્ટિક ટેપની બંને બાજુએ સ્પોરની લાઇન કરી. જ્યારે આ ટેપને સૂકી હવામાં ખુલ્લી રાખવામાં આવી ત્યારે સ્પોર સંકોચન પામ્યા અને તેનાથી ટેપ સ્પ્રિંગની જેમ પાછી ફરી. ભેજવાળી હવામાં ટેપનું વિસ્તરણ થયું. એક રીતે આ કૃત્રિમ સ્નાયુ જેવું થયું. વૈજ્ઞાનિકોએ તેને નામ આપ્યું કૃત્રિમ સ્નાયુ અથવા હાઇડ્રા.
આવા બારેક હાઇડ્રાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પ્રાથમિક પિસ્ટન એન્જિન બનાવ્યું. હાઇડ્રાને એક પ્લાસ્ટિક કેસની અંદર મૂકવામાં આવ્યા જેના પર નાનકડાં શટર હતાં. જ્યારે પાણીમાં મૂકવામાં આવતા ત્યારે ભેજના કારણે હાઇડ્રા ફૂલતા અને તેના ઉપરનાં શટર ખુલી જતાં. આના કારણે ભેજ છૂટતો અને હાઇડ્રા સંકોચાતા જેના કારણે શટર બંધ થઈ જતાં. આ ચક્ર આમને આમ ફર્યા રાખતું.
આ પદ્ધતિથી મોઇશ્ચર મિલ બનાવાઈ. મશીનમાં એક પ્લાસ્ટિકનું વ્હીલ હોય છે જે પ્લાસ્ટિકની ટેપથી આવરાયેલું હોય છે. પ્લાસ્ટિક ટેપ પર અગાઉ કહ્યું તેમ એક બાજુએ સ્પોર રાખી દેવામાં આવે છે. અડધું પૈડું સૂકી હવામાં રાખવામાં આવે છે. તેના કારણે પટ્ટી વળે છે. બીજો અડધો ભાગ ભેજવાળી હવામાં હોય છે. તેના કારણે પટ્ટી ફૂલે છે. પરિણામે પૈડું ગોળ ગોળ ફરે છે. તેનાથી એટલી શક્તિ તો મળે છે કે તે એક નાનકડી રમકડાની કારને ચલાવી શકે.
આ પદ્ધતિથી એટલી વીજળી પણ ઉત્પન્ન થઈ કે એક એલઇડી બલ્બ પ્રકાશિત થઈ શકે. આ મશીનનો ઉપયોગ નાની તરતી લાઇટને વીજળી આપવા માટે, દરિયાના તળિયે સેન્સર ચલાવવા માટે થઈ શકે છે.
આમ, આ પદ્ધતિએ ફરી વૈકલ્પિક ઈંધણનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તેમજ તેના પર થોડાક દેશોના કબજાના કારણે વાહનો વૈકલ્પિક ઈંધણથી ચાલે તેવા પ્રયાસો થતા આવ્યા છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે કાર તાજી હવા પર ચાલી શકે છે. તમે પર્યાવરણવાદી હો કે ન હો, ખુશ થવા જેવી બાબત આ સમાચારમાં એ પણ હતી કે આ રીતે ચાલતી કારમાં જે ઉત્સર્જન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષણ કરતા વાયુનું નથી થતું પરંતુ પાણીનું થાય છે!
જાપાનની એક અગ્રણી કંપનીએ આ પ્રકારની કાર બનાવી પણ નાખી છે. તેમાં પેટ્રોલ કે ડિઝલ નાખવું પડતું નથી પરંતુ બ્રહ્માંડમાં સૌથી સામાન્ય એવું તત્ત્વ હાઇડ્રોજનથી તે ચાલે છે. કારની ટાંકીમાં ગેસ નાખી દો. પછી હવામાં રહેલા ઑક્સિજન સાથે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, જેનાથી કાર ચાલે છે. પરિણામે તેમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે તે કારમાંથી બહાર છૂટે છે. એમ તો બીજી અનેક ઇલેક્ટ્રિક કાર છે પરંતુ તે થોડાક કિમી જ ચાલી શકે છે. તેની ઝડપ પણ ૬૪ કિમી પ્રતિ કલાકથી વધુ હોતી નથી. પરંતુ જાપાનની આ કારની ગતિ ૧૭૮ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. એક વાર ટાંકી ભરાવી દો એટલે તે ૪૮૨ કિમી આરામથી ચાલી શકે છે.
એવો સવાલ થઈ શકે કે આ કાર સળગી તો નહીં ઉઠે ને? ૧૯૩૭માં જર્મનીથી અમેરિકાના લેકહર્સ્ટ આવી રહેલું વિમાન હિડનબર્ગ સળગી ઉઠ્યું તેની પાછળનાં જે કારણો ચર્ચાયાં તેમાં એક કારણ એ પણ મનાતું હતું કે ટેન્કમાંથી હાઇડ્રોજન લિક થયો તેના કારણે દુર્ઘટના થઈ. ૨૦૧૩માં તપાસકારો અંતિમ તારણ પર આવ્યા કે દુર્ઘટના માટે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જવાબદાર હતી. હાઇડ્રોજન લિક થયો અને વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાના સંપર્કમાં વિમાન આવ્યું. જ્યારે મેદાન પરના ક્રુ સભ્યો લેન્ડિંગ રોપ્સ લેવા દોડ્યા ત્યારે અર્થિંગ થઈ ગયું અને તેના પરિણામે તણખા થયા.
આમ, હાઇડ્રોજનથી ચાલતી કારમાં પણ આવું કંઈ તો નહીં થાય તેવો સવાલ સ્વાભાવિક છે. આ કારમાં જોકે આવું થવાની ઓછી શક્યતા છે કારણકે તેમાં ફ્યુએલ ટેંક બુલેટપ્રૂફ હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટાંકીમાં પેટ્રોલ હોય તો કાર ફૂંકાઈ જવાની તકો વધુ છે.
બધી રીતે અનુકૂળ લાગતી આ કારની કિંમત તેનું સૌથી મોટું નબળું પાસું છે. ૬૩,૧૦૪ પાઉન્ડ (અંદાજે રૂ. ૬૩,૫૫, ૭૭૬)માં આ કાર પડે! વળી, હાઇડ્રોજન ભરવાનાં સ્ટેશન પણ હોવા જોઈએ ને. હજુ વિશ્વમાં જ ૩૦૦થી ઓછાં સ્ટેશનો છે. જાપાનમાં અત્યારે ૧૭ સ્ટેશન છે. ૨૦૧૫ સુધીમાં નવાં ૧૯ સ્ટેશન ખુલવાની ધારણા છે. જર્મનીમાં ૧૫, અમેરિકામાં અંદાજે પાંચ, દક્ષિણ કોરિયામાં ૧૧, ડેનમાર્કમાં બે, યુકેમાં ૧૨ છે. ભારતમાં ત્રણ સ્ટેશન છે. જોકે જાપાનમાં સરકાર બહુ જાગૃત છે અને તે આવી કાર ખરીદવા માટે સબસિડી આપે છે જેના કારણે આ કાર ત્યાંના લોકોને ૧૭ હજાર પાઉન્ડમાં (અંદાજે રૂ. ૧૭ લાખ) જ પડે છે.
ભારતની સરકારે પણ પ્રદૂષણ ઘટાડવા માટે ખરેખર ચિંતિત હોય તો આ પ્રકારનાં વાહનોને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ભારતની કાર કંપનીઓ બનાવે અને તે ગ્રાહકોને પરવડે તેવા ભાવમાં મળે તે જોવું જોઈએ.
વૈકલ્પિક ઈંધણની વાત નીકળી છે તો ૧૯૯૬નો એક કિસ્સો પણ યાદ આવે છે. એ વખતે આ કિસ્સો બહુ ચગેલો. તમિલનાડુના ૩૦ વર્ષીય રામર પિલ્લાઈ નામના ભાઈ, જે શાળામાંથી ભણતા ઉઠી ગયેલા તેમણે પાણીને ઈંધણમાં પરિવર્તિત કરવાનો દાવો કર્યો હતો. એ વખતે તેમણે વૈજ્ઞાનિકો સમક્ષ પ્રયોગ કરીને આ સાબિત કર્યું હતું અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા. તેમણે જોયું કે રામરે ઝાડનાં પાંદડાં અને છાલને પાણીમાં નાખ્યાં. તેને ૩૦ મિનિટ સુધી ઉકળવા દીધાં. તેમાં મીઠું, સાઇટ્રિક એસિડ અને અન્ય રસાયણો નાખ્યાં. તેના કારણે ટોચ પર કેરોસીન જેવું એક સ્તર ઉપસી આવ્યું. તે વખતના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયના સચિવ વાલાંગિમણ રામમૂર્તિ પણ પ્રભાવિત થઈ ગયા હતા. પિલ્લાઈના ગામવાળા તો પિલ્લાઈની દેશી પ્રયોગશાળામાં બનેલા આ ઈંધણથી જ મોટરબાઇક ચલાવતા હોવાનો દાવો થયો હતો. જોકે બાદમાં વૈજ્ઞાનિકોએ તેમની વાત સ્વીકારી નહોતી અને તે હર્બલ ફ્યુઅલના નામે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક કેમિકલ્સ વેચતો હોવાના આરોપસર સીબીઆઈએ વર્ષ ૨૦૦૦માં તેની ધરપકડ પણ કરી હતી.
જોકે જે રીતે તત્કાળ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ નિવેદન આપ્યું હતું કે દરેક પેટ્રોલિયમ પ્રધાને ઇમ્પોર્ટ લોબી તરફથી ખતરો હોય છે, તે જોતાં એવું પણ અશક્ય નથી કે રામરની શોધને સમર્થન ન અપાયું હોય અને તેને ખોટો સાબિત કરી દેવાયો હોય.
હાઇડ્રોજનથી ચાલતા વાહનની વાત પર પાછા ફરીએ તો ભારતે સાવ નિરાશ થવા જેવું નથી. ટાટા મોટર્સ અને ઇસરોએ અનેક વર્ષોનાં સંશોધન પછી હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી બસ બનાવી છે. આના છેડા પણ  પિલ્લાઈની જેમ તમિલનાડુ અડે છે કેમ કે આ બસનું પહેલું નિદર્શન તમિલનાડુના મહેન્દ્રગીરીમાં ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ થયું હતું. આ જ વર્ષમાં રિનોલ્ટ-નિસાન તેમજ ડેમલરે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં તેઓ પોસાય તેવા અને મોટી સંખ્યામાં ફ્યુએલ સેલ વિહીકલ બનાવશે. બીએમડબ્લ્યુ અને ટોયોટાએ પણ સંયુક્ત રીતે આવાં વાહનો બનાવવા જાહેરાત કરી છે.
ભારતમાં પણ ગયા મે મહિનામાં કોલકાતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઇઆર) અને પૂણે સ્થિત સીએસઆઈઆરએ પણ ફોટોવોલ્ટેઇક સેલ્સમાં સૂર્યશક્તિ સંગ્રહિત કરી, કાર ચલાવી શકાય છે તેવું સંશોધન કર્યું હતું.
વૈજ્ઞાનિકોનું કામ તો હોય છે સંશોધન કરવાનું, પરંતુ તેને સફળ રીતે લોકો સુધી લાવવામાં સરકારે રસ લેવો જોઈએ જેવો જાપાનની સરકાર લઈ રહી છે. સરકાર રસ લે કે ન લે, કંપનીઓની ઉપરોક્ત જાહેરાતો જોતાં, ભારતમાં પણ એક બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના બદલે હાઇડ્રોજન પર કાર દોડતી હોય તો નવાઈ નહીં.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની સાયન્સ પૂર્તિમાં તા.૨૦/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

યોગે બધાને જોડવાનું કામ કર્યું

યોગે બધાને જોડવાનું કામ કર્યું

celebration of first international yog day
celebration of first international yog day
ગુજરાતીમાં કહેવત છે કે જેનો અંત ભલો તેનું બધું ભલું. પણ જે રીતે ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો તે જોતાં કહેવું પડે જેની શરૂઆત સારી તેનું બધું સારું. અનેક વાદ-વિવાદની વચ્ચે પણ ભારતમાં યોગદિવસ હેમખેમ જ નહીં, પરંતુ પૂરા ઉત્સાહ-ઉલ્લાસ સાથે ઉજવાયો. એવું લાગ્યું કે રવિવાર ૨૧ જૂને આખું ભારત યોગમય બની ગયું હતું. મોટા કરે તો પછી નાના પણ તેમાં જોડાય જ એ ઉક્તિને ચરિતાર્થ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગાસન કરીને દાખલો બેસાડ્યો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિદેશ ચાલ્યા ગયા, ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી માંદા પડી ગયા, પરંતુ રાજકીય મતભેદો-કડવાશ ભૂલીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના નાયબ મનીષ સિસોદિયા પણ રાજપથ, સોરી, યોગપથમાં યોગાસનો કરવામાં જોડાયા. મોદીના કારણે અનેક મંત્રીઓએ પણ આસનો કરવા પડ્યાં, થાય કે ન થાય, પણ છૂટકો નહોતો. રાજ્યોમાં પણ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેકોએ યોગાસનો કર્યાં. નવાઈ તો એ વાતની હતી કે ભારતમાં વિરોધ થવાથી ઓમ્ નું ઉચ્ચારણ પડતું મૂકાયું, પરંતુ અમેરિકામાં ધર્મથી પર ઉઠીને ઘણા અહિન્દુઓએ પણ ટાઇમ્સ સ્ક્વેર પર ઓમ્ સાથે યોગાસનો કર્યા. ભારતમાં સૂર્ય નમસ્કાર પડતા મૂકાયા (જોકે અજ્ઞાનીઓ જાણતા નથી કે સૂર્ય નમસ્કારમાં પણ અંતે તો છથી સાત યોગાસનોનો સમૂહ જ છે, અને ૨૧ જૂને રાજપથ પર જે આસનો કરવામાં આવ્યાં તેમાં ઘણાં યોગાસનો સૂર્યનમસ્કારમાં આવતાં આસનો જ હતાં) પરંતુ બૌદ્ધ દેશ તાઈવાનના તાઈપેઈમાં સૂર્યનમસ્કાર પણ થયા. અમેરિકાના અખબાર યુએસએટૂડેના અહેવાલ અનુસાર તાઈપેઈમાં સૂર્યનમસ્કાર કરનારામાં એક ભારતીય મુસ્લિમ પાઇલોટ જે મિડલ ઇસ્ટ એરલાઇન્સ માટે કામ કરે છે તે ફઝેલ શાહ પણ હતો.
જોકે સૂર્યનમસ્કારની વાત આવે ત્યારે એ નોંધવું જોઈએ કે અકબરના સમયના મુલ્લા અબ્દુલ કાદિર બદાયૂની નામના ભારતીય ઈતિહાસકારે નોંધ્યું છે કે અકબર પર બિરબલનો સારો પ્રભાવ હતો અને બિરબલે તેમને સૂર્યનો મહિમા સમજાવ્યો હતો કે સૂર્ય પ્રકાશ આપે છે. તેના કારણે વાદળો બંધાય છે અને વરસાદ વરસે છે. વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તેથી સૂર્યની પૂજા કરવી જોઈએ. બિરબલે અકબરને અગ્નિ, પાણી, પથ્થરો અને વૃક્ષોની પણ પૂજા કરવા સમજાવ્યું હતું. અને આ પ્રમાણે અકબરે રોજ સવારે સૂર્યના દર્શન કરવાનું ચાલુ થયું હતું અને આ સૂર્યદર્શનના પ્રતાપે તો તેઓ આગ્રાના કિલ્લાના ઝરોખામાં પણ (જનતાને) દર્શન આપવા લાગ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રોમાં યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ થયો અને તે મંજૂર થયો તેમાં સિરિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા જેવા અનેક ઈસ્લામી દેશોનું સમર્થન પણ જવાબદાર ગણાય, પણ સૌથી પહેલાં અને સૌથી ઝડપી ટેકો ચીને આપ્યો હતો. મોદીએ પ્રસ્તાવ કર્યો તેના એક અઠવાડિયા પછી ભારતના સંયુક્ત રાષ્ટ્રોમાંના મિશને ચીનનો ૨ ઑક્ટોબર ને ગુરુવારે સંપર્ક કર્યો અને ચીને ૬ ઑક્ટોબર ને સોમવારે તો સમર્થન આપતો જવાબ પણ આપી દીધો. યોગનો અર્થ એટલે જોડવું થાય છે અને યોગ દિવસની ઉજવણીમાં દુશ્મનો ભારત-ચીન સાથે આવ્યા; યુએઈ, તુર્કી, અનેક મુસ્લિમ દેશો (પાકિસ્તાન સિવાય)માં યોગાસનો થયાં; ભારતમાં પણ મુસ્લિમોએ, રમજાનના રોઝા હોવા છતાં મોટા પાયે ઉજવણીમાં ભાગ લીધો; કાશ્મીર જેવા આતંકવાદગ્રસ્ત રાજ્યમાં પણ અનેક મુસ્લિમોએ યોગાસનો કર્યા; રાજકીય દુશ્મની ભૂલીને અરવિંદ કેજરીવાલે રાજપથ પર મોદીના નેતૃત્વ હેઠળ યોગાસનો કર્યા; આ સમગ્ર ચિત્ર જુઓ તો યોગે ખરેખર બધાને જોડવાનું કામ કર્યું  છે.
જોકે પશ્ચિમી મિડિયા જે ભારત વિરોધી માનસિકતા ધરાવે છે તે જ્યારે ભારતમાં ચર્ચ પર પથ્થર પણ પડે છે ત્યારે એટલો હોબાળો કરે છે તેણે ભારતમાં યોગ દિવસ સાથે જોડાયેલા વિવાદને મહત્ત્વ આપ્યું, પરંતુ તેની ઉજવણીને નહીં. અને પોતાના દેશોમાં થયેલી ઉજવણીની તો કોઈ વાત જ કરી નથી. જેમ કે, ડેઇલી મેઇલ એવું છાપું અને વેબસાઇટ છે જેના પર આવા મોટી સંખ્યામાં કોઈ કાર્યક્રમો થયા હોય તો તેના અઢળક ફોટા સાથે તેની વિગતો અપાય છે, પરંતુ તે ત્યારે કે જ્યારે અમેરિકા કે બ્રિટન જેવા પશ્ચિમી દેશમાં થયા હોય, પરંતુ યોગ દિવસનો એક પણ ફોટો તેના મુખ્ય પાના પર જોવા ન મળ્યો. અહેવાલની તો વાત જ દૂર છે. તેનું એક સેક્શન છે – ઇન્ડિયા, જેમાં ભારતના સમાચાર હોય છે, પણ તેના પર પણ સંઘે રામમંદિરનો મુદ્દો ફરી છેડ્યો તે મુખ્ય સમાચાર છે અને તેની નીચે રાજપથ યોગપથ બન્યું તે સમાચાર છે. આ જ રીતે બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ પર યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી, પરંતુ નકારાત્મક રીતે સમાચાર લીધા છે કે ‘નોટ ઓલ ઇન્ડિયન્સ વોન્ટ ટૂ જોઇન મિ. મોદી ઓન અ યોગ મેટ’ (બધા ભારતીયો યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માગતા નથી). તેમજ બીબીસી પર યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી, હા, બીબીસી પર ભારતીયોએ કઈ રીતે અંગ્રેજી ભાષાને બદલી નાખી તે સમાચાર જરૂર છે. અમેરિકાના ન્યૂ યોર્ક ટાઇમ્સ સહિતના અખબારોએ પણ યોગ દિવસની (બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છતાં) કોઈ મહત્ત્વ આપવાનું પસંદ નથી કર્યું. આ જ રીતે પાકિસ્તાનના અખબાર ડોનમાં પણ યોગ દિવસની ઉજવણીના સમાચાર સિંગલ કોલમમાં પણ નથી છપાયા. પાકિસ્તાનના એક્સ્પ્રેસ ટ્રિબ્યુન અખબારમાં પણ યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી.
આ બધામાં એક રસપ્રદ લેખ સ્ટીફન મોસનો છે. સ્ટીફન મોસ બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ અખબારના ફીચર રાઇટર છે તેમજ ક્રિકેટની ગીતા ગણાતા વિઝડનના તંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે ‘માય ફર્સ્ટ એડ્વેન્ચર ઇન યોગ: લેસ કોબ્રા, મોર કોર્પ્સ’ શીર્ષકથી પોતાના યોગના અનુભવ લખ્યા છે. ૨૧ જૂનના રોજ પ્રસિદ્ધ આ લેખમાં, તેમણે લંડનમાં શિવાનંદ યોગ વેદાંત સેન્ટરમાં યોગ શિખવા ગયા તેનો અનુભવ લખ્યો છે. તેઓ શરૂઆતમાં જ લખે છે કે પહેલું આશ્ચર્ય તો મને એ જાણીને થયું કે સ્વામી જ્યોતિર્મયાનંદ (સાધ્વી) ડચ છે. મૂળ નેધરલેન્ડના સામાજિક કાર્યકર એવાં સ્વામી જ્યોતિર્મયાનંદે યોગ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમના સહિત ૩૦ સ્વામીઓ વિશ્વભરનાં શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રો ચલાવે છે. મૂળ તો આ કેન્દ્રો તમિલનાડુના જાણીતા સંત સ્વામી શિવાનંદ સરસ્વતી, જે બહુ મોટા યોગી પણ હતા, તેમના નામે ચાલે છે. સ્વામી શિવાનંદના શિષ્ય ગણાતા સ્વામી વિષ્ણુદેવનંદને આ કેન્દ્રો સ્થાપ્યાં હતાં. વિષ્ણુદેવનંદન ૧૯૫૭માં સ્વામી શિવાનંદની સૂચનાને અનુસરી પશ્ચિમમાં આવ્યા અને સૌથી પહેલું કેન્દ્ર કેનેડાના મોન્ટ્રીયલમાં સ્થાપ્યું. www.sivananda.orgવેબસાઇટ મુજબ અત્યારે વિશ્વભરમાં ૬૦ જગ્યાએ આ કેન્દ્રો, આશ્રમ, અને સંલગ્ન કેન્દ્રો છે.
જ્યોતિર્મયાનંદ તેમજ પોર્ટુગલના એક શિક્ષક જેમણે અર્જુન નામ રાખ્યું છે તેમણે સ્ટીફન મોસને યોગના પાઠ ભણાવવા કોશિશ કરી તેનું વર્ણન લખતાં સ્ટીફન મોસ કહે છે કે “તેઓ મને હઠયોગ શિખવી રહ્યા છે. યોગ એ ભારતની ૫,૦૦૦ વર્ષ કરતાં પણ જૂની પરંપરા છે, જે મક્કમતા, મૌન અને ધ્યાન પર ભાર મૂકે છે.” લંડનના શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રમાં ૪૦ યોગ શિક્ષકો છે જે યોગ શિખવે છે. સ્ટીફન મોસ લખે છે કે સ્વામી એકદમ શાંત ચિત્તવાળા છે અને તેમનું આ શાંત ચિત્ત ત્રણ કલાકના વર્ગ દરમિયાન અકબંધ રહે છે.
સ્ટીફન મોસ એ સ્વામી આગળ દલીલ કરે છે કે યોગ તો ધર્મ છે, પરંતુ સ્વામી કહે છે, “આ તો તંદુરસ્ત રીતે જીવવાની એક શૈલી છે, જેમાં જીવવાનાં તમામ પાસાંઓને એકબીજા સાથે જોડવાનાં છે.”  શિવાનંદ સરસ્વતીએ છ શબ્દોમાં પોતાનો ઉપદેશ આપ્યો હતો : સેવા કરો, પ્રેમ કરો, આપો, શુદ્ધ બનો, ધ્યાન કરો અને અનુભૂતિ કરો. આ બધું વ્યાયામ, પ્રાણાયામ, હળવા થવું, આરોગ્યપ્રદ આહાર, હકારાત્મક વિચારસરણી અને ધ્યાન દ્વારા સાકાર કરવામાં આવે છે. આ કેન્દ્રોના જે ચુસ્ત અનુયાયીઓ હોય છે તે ચા, કોફી, આલ્કોહોલ, માંસ અને ડુંગળી-લસણ ત્યજી દે છે. સ્વામી જ્યોતિર્મયાનંદજીએ પણ લગ્ન કર્યાં નથી. સ્ટીફન મોસ કહે છે, “જોકે મને યોગ વર્ગ પછી નિઃશુલ્ક શાકાહારી ભોજન મળ્યું, જે ખૂબ જ સ્વાદિષ્ટ હતું.”
એ તો જાણીતી વાત છે કે (અને આ પૂર્તિમાં ગયા બુધવારે તેના પર લેખ પણ હતો) યોગના અનેક ફાંટા પડ્યા છે અને પશ્ચિમમાં તો યોગના નામે સાચાખોટાં તૂત ચાલે છે. પરંતુ સ્વામી જ્યોતિર્મયાનંદ તેમના પ્રત્યે સહાનુભૂતિથી જુએ છે અને કહે છે કે આટલા બધાં પ્રકાર અને આધુનિક સંસ્કરણો બતાવે છે કે તમામ પ્રકારના લોકો તેમને માફક આવે તેવી યોગ પદ્ધતિ શોધી શકે છે. કોઈની વચ્ચે ઝઘડો નથી. લોકો અલગ-અલગ પરંપરાને માન આપે છે.
સ્ટીફન મોસને જે શીખવાડવામાં આવે છે તે હઠ યોગમાં નહીં નહીં તો ૩૬,૦૦૦ આસનો છે. પરંતુ શિવાનંદ આશ્રમમાં માત્ર ૧૨ જ શીખવાડાય છે. અનેક પ્રાણીઓ પરથી આસનો બન્યાં છે, પરંતુ સ્ટીફન મોસને વીંછી, કાગડા, મોર પરથી બનેલાં આસનો કરાવાતાં નથી. સ્ટીફન મોસ રમૂજમાં કહે છે કે બધાં આસનો કરી શકાય તેવાં નથી.  કેટલાંકમાં તો એમ્બ્યુલન્સ બોલાવીને રાખવી પડે તેમ છે. જો મેં બધાં આસનો કર્યાં હોત તો, (આસન પછી જે શવાસન એટલે કે શબની જેમ પડ્યા રહીને હળવા થવું, ધ્યાન કરવું) શબની જેમ મારે પડવું ન પડત, હું પોતે જ શબ બની ગયો હોત.
આ આસનો મનનું નિયંત્રણ કરવા માટે છે તેમ સમજાવી સ્વામી અને અર્જુન સ્ટીફન મોસને ‘ઓમ્’ના જાપ કરાવે છે. સ્ટીફન મોસ લખે છે કે તે ખૂબ જ શાંતિદાયક છે. મારું માથું ફરી હળવું થવા લાગ્યું છે. ઊંડા શ્વાસ લેવાથી વધુ ઑક્સિજન મળે છે. અંતમાં મને ચાદર ઓઢાડીને સૂવાડવામાં આવે છે. મને ઊંઘ આવવા લાગી છે. મને વિચારવિહીન અવસ્થામાં જવા કહેવાયું છે. પરંતુ મને તો આ અવસ્થા પ્રાપ્ત કરવી અશક્ય છે તેવા વિચાર આવવા લાગ્યા છે. અને બપોરના બે વાગ્યા છે અને મને ભૂખ લાગી છે તેથી મને તેના સિવાય બીજા કોઈ વિચાર આવતા નથી.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૨૪/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

મળવા જેવા માણસ…શ્રીમતી રાજુલ શાહ

મળવા જેવા માણસ…શ્રીમતી રાજુલ શાહ

પરિચય….શ્રી પી.કે.દાવડા  

                              Rajul-1

રાજુલ બહેનનો જન્મ ૧૯૫૪માં અમદાવાદમાં એક શિક્ષિત પરિવારમાં થયો હતો. પિતા શશિકાંત નાણાવટી એમના સમયના પ્રક્યાત જર્નાકિસ્ટ, લેખક, વિવેચક, નાટ્યકાર, ચિત્રલોક સામયિકના સંપાદક અને આઈ.એન.ટી. નાટ્ય-સ્પર્ધાના પ્રણેતા હતા. માતા ઈન્દુબેન નાણાવટી ડોકટર હતાં અને અમદાવાદના ફેમીલી ફીઝીશીયન તરીકે જાણીતાં હતાં . આમ આર્થિક દૃષ્ટિયે આ એક સુખી પરિવાર હતું. એકના એક સંતાન તરીકે રાજુલ બહેનનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો હતો. બચપણમાં એમને કોઈપણ વસ્તુથી વંચીત રહેવું નહોતું પડ્યું.

માતા-પિતા જૈન ધર્મમાં માનતા હોવા છતાં, અંધ શ્રધ્ધા અને ક્રિયા-કાંડથી દૂર રહેતા. ઘરમાં વાતાવરણ શિસ્તબધ્ધ છતાં મુકત રીતે વિચારોની આપ-લે કરી શકાય એવું હતું. ૧૯૫૯ માં પાંચ વર્ષની વયે એમને ત્યાંની સારી ગણાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા, જેમાં તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એમણે અમદાવાદની એ.જી.હાઇસ્કુલમાં અભ્યાસ કરી, ૧૯૭૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. શાળાના આ વર્ષો દરમ્યાન એમણે ખૂબ વાંચન કર્યું. ઘરમા અનેક પુસ્તકો, અખબારો અને સામયિકો ઉપલબ્ધ હતા અને ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી ઘરની નજીક હતી. વાંચવાનો એમનો શોખ જાણે કે એક વ્યસન બની ગયું હતું. શાળાના વર્ષો દરમ્યાન જ એમણે કનૈયાલાલ મુનશી, શરદબાબુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, હરિન્દ્ર દવે, હરકિશન મહેતા, અશ્વિન ભટ્ટ, કુંદનિકા કાપડીયા અને સુરેશ દલાલ જેવા નામી સાહિત્યકારોના પુસ્તકો વાંચી લીધેલા. આ વાંચન પ્રવ્રુત્તિને લીધે એમને ક્યારે એકલતાનો અહેસાસ નહોતો થતો, અને આજે પણ નથી થતો.

S.S.C. પસાર કર્યાબાદ કઈ કેરિયર અપનાવવી એમની ગડમથલ એમના મનમાં થોડા વર્ષો અગાઉ જ શરૂ થઈ ગયેલી. મમ્મીની જેમ ડોકટર બનું, કે કુટુંબના અન્ય સફળ મિત્રો જેવા પ્રોફેશનમાંથી કોઈ એકની પસંદગી કરૂં? આખરે એમણે નિર્ણલ લઈ ૧૯૭૦ માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલજમાં એડમિશન લઈ, ૧૯૭૪ માં સાઇકોલોજી વિષય સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના વર્ષો દરમ્યાન પણ એમણે ગરબા-રાસ અને નાટકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.

શાળા-કોલેજના સમયથી ગુજરાતી સાહિત્યમાં અપાર રસ હોવાથી પોતે પણ કંઈક સાહિત્ય સર્જન કરે એવી તીવ્ર ઈચ્છા એમના મનમાં સદાય રહેતી.

               Rajul-2

અભ્યાસ પૂરો થાય તેથી થોડા દિવસ પહેલા જ, ૧૯૭૩ માં એમના લગ્ન કોશિક શાહ સાથે થયા. કોશિકભાઈ ઉત્સાહી અને સાહસિક હોવાથી, પેઢીઓથી ચાલતા આવેલ્સ્સ કાપડના ધંધામાં ન પડતાં મેન્યુફેક્ચરીંગનો અલગ વ્યવસાય શરૂ કર્યો, અને એમાં સફળતા હાંસિલ કરી. રાજુલબહેનની દરેક પ્રવૃતિને તેઓ પ્રોત્સાહન આપે છે અને એમનો જુસ્સો ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. દંપતિને બે સંતાન છે, દિકરી મિલીએ અમદાવાદમાં M.Sc. સુધીનો અભ્યાસ કર્યો છે અને અમેરિકામાં M.S. અને Ph.D. નો અભ્યાસ કર્યો છે અને હાલમાં અમેરિકામાં સ્થાયી થઈ છે. પુત્ર ૠષદ યુ. કે.માં મેડિકલ એંજીનીઅરીંગમાં માસ્ટર્સ કરી, હાલમાં અમેરિકામાં સ્થાયી થયો છે.

Rajul-3

                       (રાજુલબહેન કુટુંબ સાથે)

મિલી અને ઋષભ અલગ અલગ શહેરોમાં રહેતા હોવાથી, રાજુલબહેને સમયનો સદૌપયોગ કરવા ટ્યુશન્સ આપવાનું શરૂ કર્યું. એ સિવાય વેકેશનમાં બાળકોને ડ્રોઈંગ શીખવવાનું પણ શરૂ કર્યું. એમના માટે આ પૂરતું ન હતું. સાહિત્યની પ્રવૃતિની શરૂઆત એમણે અમદાવાદના “દિવ્ય ભાસ્કર” અખબારના “માધુરિમા” માટે વાર્તા લખી. ત્યારબાદ ફીલ્મ રિવ્યુ લખવાનું શરૂ કર્યું. સાથે સાથે કળશ” અને “માધુરિમા” માટે આર્ટીકલ આપવાના શરૂ કર્યા.‘કળશ’ અને ‘માધુરીમા’ માટે અવનવા વિષય લઈને આર્ટીકલ આપવામાં અનેક લોકોને મળવામાં એમને ખૂબ આનંદ થતો, ફરવાનો શોખ તો હતો જ એટલે એ શોખને વાચા આપી, “ દિવ્ય ભાસ્કર”ની રવિવારની પૂર્તિમાં. કુંભલ ગઢ , રાણકપુર, ચાંપાનેર , રાણી ની વાવ, થોળ બર્ડ સેન્ચ્યુરી જેવા હેરીટેજ સ્થળો પર લેખ આપવાના શરૂ કર્યા. ૨૦૦૬થી અમેરિકા અવર-જવર શરૂ થઈ  ત્યારે યાત્રા-પ્રવાસ વર્ણનમાં લંડન, વેલ્સ, કોનવૉલ, સ્કોટલેન્ડ, આટલાન્ટા, વોશિંગ્ટન ડી. સી.  ન્યુયોર્ક, બોસ્ટન પર લેખો લખ્યા.

૨૦૧૦ માં ગ્રીનકાર્ડ મળવાથી રાજુલબહેન કાયમી વસવાટ માટે અમેરિકા રહેવા આવી ગયા. અમેરિકામાં આવીને એમણે બ્લોગ્સ માટે લખવાનું શરૂ કર્યું. એમણે “રાજુલનું મનોજગત” નામે પોતાનો બ્લોગ પણ શરૂ કર્યો.(http://www.rajul54.wordpress.com)

 બ્લોગ્સમાં લખવાથી એમની નવી નવી ઓળખાણો થવા માંડી. આ ઓળખાણોમાં એક ઉલ્લેખનીય ઓળખાણ શ્રી વિજય શાહની થઈ. એમની સાથે મળીને રાજુલબહેને “એષા ખુલ્લી કિતાબ” નામે લઘુ નવલકથા લખી. ત્યારબાદ એમણે પોતે “છીન્ન” અને “આન્યા મૃણાલ” નામની બે નવલકથાઓ લખી. સાથે સાથે કેનેડા ન્યુઝ લાઈન માટે ફીલ્મ રિવ્યુ પણ આપે છે. અમદાવાદના “નવગુજરાત ટાઈમ્સ” માટે પ્રવાસ વર્ણનો લખે છે.

રાજુલબહેન કહે છે, “ગુજરાતી સાહિત્ય ખુબ વિશાળ અને ઊંડાણભર્યુ છે. ગુજરાતી હોવાના ગૌરવને આપણે ઉજાળી શકીએ તો એ આપણા સદનસીબની વાત છે.” વધુમાં તેઓ કહે છે, “જીવન પરમ તત્વ તરફથી મળેલી મહામૂલી ભેટ છે. બીજું કશું જ ન કરી શકું પણ એટલું તો જરૂર ઇચ્છીશ કે સૌના સુખનું હું નિમિત્ત બનું. જીવનમાં આજ સુધી અનેક સ્વરૂપે અત્યંત સ્નેહ મળ્યો છે. એ સ્નેહને અનેક ઘણો કરીને પાછો વાળી શકું એવી સાચા હ્રદયની ઇચ્છા છે.”

-પી. કે. દાવડા

વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી

તાજેતરમાં સ્ફૂરેલી પંક્તિઓ:
(૧) એ પણ કેવી છે! વરસાદ પડે છે તો દોડતી આવે છે ને
વર સાદ પાડે છે તો દોડતી આવતી નથી
(૨૪ જૂન, ૨૦૧૫)
(૨) જિંદગી છે તો જીવનથી
જીવ નથી તો જિંદગી છે?
(૨૬ જૂન, ૨૦૧૫)
(૩) જેને પોતાના ગણતા હતા,
તે પોતામાં  નીકળ્યા!
(૨૬ જૂન, ૨૦૧૫)

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

આજે (૨૧ જૂન,) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ છે. વિશ્વભરમાં ધામધૂમથી મનાવાશે. આનો શ્રેય એક માત્ર નરેન્દ્ર મોદીને જાય છે જેમણે આવતાંવેંત સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને રજૂઆત કરી કે વિશ્વ યોગ દિવસ મનાવો. યુએન માની ગયું. અમુક વિવાદોની વચ્ચે આજે આખું વિશ્વ યોગાસનો કરશે. પણ મને એ નથી સમજાતું કે મુસ્લિમોને યોગ કરવા આટલું ભાઈબાપા શા માટે કરાયા?
કોઈ પણ સારી બાબત કરવી ન કરવી તે જેતે વ્યક્તિની આંતરિક મનેચ્છા છે. સરકારે મુસ્લિમ બંધુઓને કહ્યું કે તમે ઓમ્ ન બોલતા, તમારી ઈબાદત કરજો. (આ જ ભાજપ અને તેના સાથી આરએસએસ વગેરે સંઘપરિવારનાં સંગઠનો જ ગાંધીજી અને અન્ય કૉંગ્રેસી નેતાઓ પર આક્ષેપ તુષ્ટિકરણના આક્ષેપો મૂકતા આવ્યા છે કે ગાંધીજીએ મુસ્લિમોને રાજી રાખવા વંદેમાતરમ્ ટૂંકાવી નાખ્યું. રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાં ઈશ્વર અલ્લાહ તેરો નામ ઘૂસાડ્યું વગેરે વગેરે, તો અત્યારે પોતે શું કરે છે?) સંઘ પરિવારની મુસ્લિમ સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)એ તો પુસ્તક ‘યોગ એન્ડ ઈસ્લામ’ બહાર પાડ્યું. તેમાં સમજાવવાના ભરપૂર પ્રયાસો કરાયા કે યોગ બિનઈસ્લામી નથી.
મુસ્લિમોએ સૂર્યનમસ્કારનો વિરોધ કર્યો તો સરકાર સંમત થઈ ગઈ કે તમે સૂર્ય નમસ્કાર ન કરતા. સારી વાત છે, ચાલો. પરંતુ એક મુદ્દો લોકોના ધ્યાનબહાર રહી જાય છે કે ગયા વર્ષે ભાજપના એક ધારાસભ્યે મુસ્લિમોને નવરાત્રિના ગરબામાં આવવાની મનાઈ માટે સૂચન કર્યું ત્યારે હોહા થઈ ગઈ હતી. જો મુસ્લિમો સૂર્યનમસ્કારનો વિરોધ કરતા હોય તો તેમણે ગરબામાં પણ શા માટે આવવું જોઈએ? ગરબા પણ આદ્ય શક્તિની ઉપાસના જ છે. નવરાત્રિમાં અનેક સુંદર યુવતીઓ આવે છે માટે તેમની સાથે રમવા ગરબામાં આવવામાં કોઈ વાંધો નથી તો સૂર્યનમસ્કાર સામે શા માટે? હકીકતે કેટલાક મુસ્લિમો વિરોધ કરે છે તે કરતાં સવાયા મુસ્લિમો જેવા સેક્યુલર હિન્દુઓ વધુ હોહા કરે છે. સોમનાથ મંદિરમાં વ્યવસ્થાના ભાગરૂપે બિનહિન્દુઓએ મેનેજમેન્ટની પરવાનગી પછી જ દર્શન કરવા અંદર જવું તેવું પાટિયું મૂકાયું તેમાં પણ હોબાળો થઈ ગયો. જે મુસ્લિમોને વંદેમાતરમ્ બોલવામાં-ગાવામાં વિરોધ છે, જેમને ભારતમાતા કી જય કહેવામાં વાંધો છે, જેમને યોગ નથી કરવા કે સૂર્યનમસ્કાર નથી કરવા તેમને મંદિરમાં દર્શન પણ ન જ કરવા હોય. તેઓ ક્યાં મૂર્તિપૂજામાં માને છે? તો પછી સેક્યુલર હિન્દુઓ કેમ આટલો દેકારો કરી મૂકે છે? ગરબામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાય તેમાં કેમ સેક્યુલર હિન્દુઓના પેટમાં ચૂંક આવે છે? હકીકતે તમામ પંથ – ઉપાસના પદ્ધતિમાં ચોક્કસ નિયમો ઘડાયા છે. ગુરુદ્વારામાં કે દરગાહમાં તમે માથું ખુલ્લુ રાખીને જઈ શકતા નથી. ચર્ચમાં પણ ટૂંકા કપડાં પહેરવા સામે મનાઈ છે, તો મંદિરમાં પણ હોય જ. તમામ પંથ-ઉપાસનામાં ઘણી સામ્યતાઓ છે અને તે એ કે સભ્ય બનો, સભ્યતા રાખો. ચર્ચમાં તમે અસભ્ય વર્તન કરો તે ન ચાલે તેમ મંદિરમાં પણ ન જ ચાલે. પરંતુ ભારતમાં બધી શીખામણો માત્ર હિન્દુઓ માટે જ છે. હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી ખરાબ ધર્મ હોય તે રીતે સેક્યુલર હિન્દુઓ તડાપીટ બોલાવે છે. અને જે અપપ્રચાર થાય છે તેની જાળમાં હિન્દુવાદી સરકાર અને સંગઠનો પણ આવી જાય છે. પરિણામે ઉપર કહ્યું તેમ યોગદિવસની ઉજવણી માટે મુસ્લિમોને ભાઈબાપા કરવા માંડે છે. ઘરના એકાદ સભ્ય જે દરેક વાતે વાંધો પાડતા હોય તેમ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને કોઈ ને કોઈ વાતે વાંધો પડ્યા જ રાખે છે. શું આ દેશમાં લઘુમતી માત્ર મુસ્લિમ સમુદાય જ છે? પારસી, ખ્રિસ્તી, યહુદીઓ વગેરે લઘુમતી નથી? ઘરના આ વાંધાપાડુ સભ્યની એક વાત તમે માનો એટલે પછી બીજી વાતે વાંધો પાડે અને તે વાત પણ મનાવે, તેમ ગાંધીજીના વખતથી મુસ્લિમ સમુદાયના કેટલાક નેતાઓ વાંધો પાડીને પોતાની વાતો  મનાવતા આવ્યા છે, તે હિન્દુવાદી નરેન્દ્ર મોદીના શાસનમાં પણ ચાલુ છે. તેમને યોગ ન કરવા હોય તો ન કરે, ફરજ શા માટે?
પરંતુ યોગને સમજે છે પણ કોણ? હિન્દુઓની મૂળ તકલીફ એ છે કે તેમના ધર્મ- સંસ્કૃતિમાં ઘણી અદ્ભુત તર્કસંગત ચીજો પડેલી છે. આખો ધર્મ વૈજ્ઞાનિક ઢબે ઘડાયેલો છે, પરંતુ વચ્ચેના એક સમયગાળામાં કર્મકાંડીઓએ તેના પ્રત્યે અરુચિ કરી દીધી એમ આજે પોતાને બુદ્ધિજીવી માનતા લોકો હવે હિન્દુ શબ્દથી જ નાક ચડાવે છે. યોગથી માંડીને તુલસી, હળદર સહિતની અનેક બાબતો જે હિન્દુ ધર્મની અનિવાર્ય બાબત હતી તેનું મહત્ત્વ પશ્ચિમી દેશોએ સમજ્યું અને પેટન્ટ કરાવવા માંડી તે પછી આપણે જાગ્યા અને આપણને થયું કે લે, આ તો આપણી જ વસ્તુઓ હતી. પશ્ચિમી દેશોની રીતરસમ છે કે જે કોઈ દેશની સારી બાબત હોય તેને કાં તો વિકૃત બનાવી દેવી. એટલે રામનું રામા કરી નાખ્યું, પાંડવનું પાંડવા કરી નાખ્યું, યોગનું યોગા કરી નાખ્યું. અને એટલે પોતાને સ્ટાઇલિશ અને હાઇફાઇ ગણતા ગુજરાતી સહિતના લોકો કહેતા હોય છે, “અમે તો રોજ યોગા કરીએ”. શું ધૂળ યોગા કરો છો? યોગનો અર્થ તો સમજો.
યોગનો અર્થ છે જોડવું. કોની સાથે જોડવું? બ્રહ્મ સાથે. બ્રહ્મ કોણ? એ સર્વોચ્ચ શક્તિ જે આખું બ્રહ્માંડ સર્જે છે, ચલાવે છે અને તેનું વિસર્જન કરે છે. એ બ્રહ્મ દેખાતા નથી. એ અદૃશ્ય શક્તિ છે, બિલકુલ વીજળીની જેમ જ. જેમ વીજળી પ્રકાશ પણ ફેલાવે છે અને તેનો શોક લાગે તો તમને અંધારા પણ આવે. યોગને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી તેવું કહેનારા લેખકો ને નેતાઓ બેવકૂફો છે અને તેમણે કંઈ અભ્યાસ કર્યો નથી. એ વાત સાચી કે મહર્ષિ પતંજલિએ તેને ગ્રંથરૂપે સૂત્રબદ્ધ કર્યું, પરંતુ હિન્દુ ધર્મમાં તો પરંપરા રહી છે કે બધી વિદ્યા કર્ણોપકર્ણ , ગુરુ-શિષ્યની પરંપરાથી- શ્રુતિ અને સ્મૃતિથી આગળ વધારવી. યોગનો સૌ પહેલો ઉપદેશ બ્રહ્માએ પહેલા ચાર માનસપુત્રો સનતકુમાર નામના ચાર ઋષિઓને આપ્યો હતો. આ ચારેય ઋષિ સનત, સનક, સનાતન, સનાંદન યોગમાં નિપુણ હોવાનું મનાય છે. બ્રહ્માના એક માનસપુત્ર મરીચિ પરથી મરીચ્યાસન આવ્યું. પૃથ્વી પર પ્રથમ મનુષ્ય- મનુ અને તેમની પત્ની શતરૂપા થઈ. તેમની દીકરી દેવહૂતિના દીકરા કપિલ મુનિએ સાંખ્ય યોગ અથવા સાંખ્ય દર્શન રચ્યું. આ જ સાંખ્યદર્શન પતંજલિના યોગસૂત્રનો આધાર છે, મોહેંજોદડોના હડપ્પા નગરમાંથી યોગાસનની મુદ્રામાં હોય તેવા અવશેષો મળી આવ્યા છે તે શું સૂચવે છે? અને બેવકૂફ લેખકો કહે છે કે યોગ એ પતંજલિ પહેલાં હતું જ નહીં.
યોગ એ માત્ર યોગાસન (અથવા આજે  ચિબાવલી ભાષામાં યોગા કહેવાય છે તે) નથી, નથી ને નથી જ. ‘હાદસા’ ફિલ્મમાં યુવતીઓના સૌંદર્યદર્શન માટે અકબરખાન લેડિઝ હેલ્થ ક્લબમાં ઘૂસીને જે ગીત ગાય છે તે ‘વાય ઓ જી એ યોગા યોગા યોગા’માં જે શબ્દો છે તે તો માત્ર યોગાસનની થોડીક વિધિ જ છે. પરંતુ યોગ એ આપણા જીવનમાં રોજબરોજ એટલો વણાઈ ગયો છે કે આપણને ખબર જ નથી. આપણે નીચે બેસીને પલાઠીવાળીને જે જમીએ છીએ કે માળા કરીએ છીએ તે પણ યોગનું એક આસન- યોગાસન જ છે. આ જ રીતે ચત્તા (પીઠના આધારે) એકદમ રિલેક્સ થઈને સૂવું તે સવાસન છે. પૂજા કરવામાં આપણે પ્રાણાયામ કરીએ જ છીએ, તે પ્રાણાયામ પણ યોગનો એક ભાગ છે. શંકર ભગવાન તો આદિકાળથી છે, તેઓ ધ્યાન કરતા આવ્યા છે. સમાધિ પણ તેમને સહજ હતી. તે ધ્યાન અને સમાધિ પણ યોગના આઠ અંગો પૈકીનું એક છે. આ બધાં કર્મકાંડ-તેની પદ્ધતિઓ વેદમાંથી તો આવી અને તેમાં જો યોગ વણાયેલો હોય તો તેનો અર્થ યોગ સૃષ્ટિના પ્રારંભથી જ હતો કારણકે વેદો તો બ્રહ્માએ સર્જેલા છે અને તે આ દુનિયાનું સૌથી પ્રાચીન સાહિત્ય મનાય છે. યોગનાં આઠ અંગોને આપણે દિનપ્રતિદિનની જીવનશૈલીમાં અપનાવીએ તો આપણને કોઈ દુઃખ-દર્દ રહે જ નહીં. પરંતુ આપણે તે ક્યાં અપનાવવું છે? પશ્ચિમી-ભોગવાદી, જેમાં ભાવે તે ખાવ અને ભોગો ભોગવો, તે જીવનશૈલી અપનાવવી છે, પરંતુ ‘યોગા’ને યોગ માનીને, તે કરીને ફિટ પણ રહેવું છે. આવા લોકો યોગને ખોટો સમજે છે. હકીકતે તો પતંજલિએ પણ કહ્યું છે: योगश्चित्तवृत्तिनिरोधः અર્થાત્ યોગ ચિત્તવૃદ્ધિનો નિરોધ (રોકવું) છે.
સૃષ્ટિના જન્મ વખતે જ સનકાદિથી માંડીને ઋષિ-મુનિઓએ જોઈ લીધું કે સૃષ્ટિ પર જ દુઃખ રહેવાના છે તે માત્ર શારીરિક (ઈજા, પેટની તકલીફ કે અન્ય રોગો) જ નથી, માનસિક દુઃખો પણ એટલા જ રહેવાના છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરને અમસ્તાં જ ષડરિપુ (રિપુ એટલે શત્રુઓ) નથી કીધા. આ છયે છ માનસિક લાગણીઓ અંતે તો આપણા શરીરમાં રોગો જ જન્માવે છે. એટલે માનસિક રીતે સુખી થવું પણ અત્યંત આવશ્યક છે. એટલે જ યોગનો આવિષ્કાર કરાયો. અને તે યોગનાં આઠ અંગ છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમ, આસન એટલે કે યોગાસન એટલે કે આજે જે યોગા કહેવાય છે તે તો યોગનું એક અંગ જ છે. તેને અપનાવી લેવાથી તમે આટલા સાજાસારા રહી શકતા હો તો વિચાર કરો કે આઠેય અંગને અપનાવી લો તો? કોઈ તકલીફ જ ન રહે. પહેલું અંગ યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય (ચોરવું નહીં), બ્રહ્મચર્ય, અપરિગ્રહ (બિનજરૂરી સંગ્રહ ન કરવો). એમાં બ્રહ્મચર્યની વાત આવશે એટલે ઘણા નાકનું ટેરવું ચડાવશે. કેટલાક કૉલમિસ્ટો, ફિલ્મકારો અને રજનીશ જેવાએ બ્રહ્મચર્યની વાતથી લોકોને સૂગ કરતા કરી દીધા છે. આપણી આજુબાજુ છાપાં, ટીવી, ફિલ્મ, ઇન્ટરનેટ તમામ દિશાથી સેક્સની વાતોનો એટલો રાફડો ફાટ્યો છે કે વાત ન પૂછો. અને તેમાં બ્રહ્મચર્ય એટલે તો મહાપાપ ગણાવી દેવાયું!
ઉદાહરણ તો એવા અપાય કે આવેગ એ સ્પ્રિંગ જેવું છે. દબાવો એટલે વધુ ઉછળે. વળી, મહાભારત જેવા ગ્રંથથી લઈને શાસ્ત્રોમાં આવતા જૂજ સ્ખલનના આધારે બ્રહ્મચર્યની મજાક ઉડાવાય. પણ બ્રહ્મચર્ય એટલે માત્ર સેક્સ ન કરવું તેવું નથી. તેમાં માનસિક રીતે પણ સેક્સના વિચારો ન કરવા અને અન્ય લાગણીઓ પર પણ સંયમ રાખવો તેવું કહેવાયું છે. બ્રહ્મચર્ય એટલે પરમ શક્તિ બ્રહ્મ તરફ જવું. ઋષિમુનિઓએ પહેલા જ જોઈ લીધું કે માનવ માત્ર સ્ખલનને પાત્ર. અને એક સાંસારિક વ્યવસ્થા રચાય, અતિ ઉપભોગમાં માનવી પડી ન જાય, પોતાની તંદુરસ્તી બગાડી ન દે (આમાં વીર્ય સ્ખલન થાય એટલે તંદુરસ્તી બગડે તેવી વાત નથી, પરંતુ અતિ ઉપભોગથી એઇડ્સથી લઈને શ્વેત પ્રદર/વ્હાઇટ ડિસચાર્જ જેવી અનેક બીમારીઓ થઈ શકે તેની વાત છે) તે માટે બ્રહ્મચર્યનો કોન્સેપ્ટ લવાયો છે. બ્રહ્મચર્યના વિરોધી બેવકૂફોની દલીલ હોય છે કે ઋષિ-મુનિઓ પણ ગૃહસ્થ જીવન જીવતા હતા. વાત સાચી, ઋષિ-મુનિઓ કામસુખ માણતા હતા પરંતુ સંયમ સાથે. હોમહવન, અનુષ્ઠાન, વ્રત હોય ત્યારે બ્રહ્મચર્ય પાળવું અનિવાર્ય છે.
યોગના બીજા અંગ નિયમમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે- શૌચ (આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ, મન પણ સાફ રાખવું), સંતોષ (જે પણ ધન મળે, પત્ની કે પતિ મળે, સંતાનો મળે, પદ-પ્રતિષ્ઠા મળે કે ન મળે તેનાથી સંતોષ માનવો), તપ કરવું, સ્વાધ્યાય (આત્મચિંતન) કરવું, ઈશ્વરને સમર્પિત થવું. યોગનું ત્રીજું અંગ આસન એટલે યોગાસન. યોગાસન એ કસરતો છે, જે શરીરને ચુસ્ત રાખવા માટે ઘડાયાં છે. તેમાં પ્રાણીઓ પરથી પણ પ્રેરણા લેવામાં આવી છે. જેમ કે સાપને જોઈને ભુજંગાસન, ગરુડ પરથી ગરુડાસન, બિલાડી પરથી માર્જર્યાસન, ગાય પરથી ગોમુખાસન, માછલી પરથી મત્સ્યાસન, મોર પરથી મયૂરાસન, મરઘા પરથી કુકુટાસન વગેરે. યોગનું ચોથું અંગ પ્રાણાયામ છે, જેમાં શ્વાસની ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. તેમાં ઈન્દ્રિયોને વિષયસુખના સાગરમાંથી બહાર કાઢવાની છે. અર્થાત ખાણીપીણી, સેક્સ, જેવા વિષયોમાં અતિ ડૂબ્યા રહેવાનું નથી. યોગના છઠ્ઠા અંગ ધારણામાં મનને એકાગ્ર કરવાનું છે અને સાતમા અંગમાં ધ્યાનમાં ભગવાનનું ધ્યાન કરવાનું છે અને આ બધા અંગોમાંથી સાંગોપાંગ સફળ રીતે પસાર થયા તો આઠમું અંગ આપોઆપ સિદ્ધ થવાનું જેને સમાધિ કહે છે.
તો આજથી તમારે બે વાત કરવાની છે. યોગા શબ્દ વાપરવાનો બંધ કરી દેજો. યોગ જ બોલવું ને લખવું. (તમારું નામ કોઈ  વિકૃત રીતે લખે તો કેવું લાગે) અને બીજું, યોગનાં આઠેય અંગોને સમજીને અપનાવજો તો જ યોગ ખરેખર કર્યો કહેવાશે.
(મુંબઈ સમાચારની રવિવારની  યોગ વિશેષ પૂર્તિમાં તા. ૨૧/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

જેને રામ રાખે …….શ્રી પી.કે.દાવડા

જેને રામ રાખે …….શ્રી પી.કે.દાવડા 

ભૌગોલિક રીતે વિશાળ કદનું ઇરાક Land Locked છેજ્યારે ટચુકડા કુવૈત પાસે પર્શિઅન ગલ્ફનો દરિયા કિનારો છે. આર્થિક રીતે ઇરાકની પ્રજા કરતાં કુવૈતની પ્રજા વધારે સબળ છે. આ અને આવાં બીજાં અનેક કારણોને લીધે,સેનાની તાકાતમાં ખૂબ જ બળવાન ઇરાકે ૧૯૯૦માં કુવૈત પર હુમલો કરી,રાતોરાત એના ઉપર કબજો કરી લીધો. મારા મિત્ર શ્રી નગીનભાઇ જગડા ૧૯૬૫થી કુવૈતની ડેનિશ ડેરીમાં નોકરી કરતા હતા. એમની પાસેથી એકઠી કરેલી હકીકતોને આધારેવોરઝોનમાંથી જીવ બચાવી એ કેવી રીતે ભારત આવી શક્યા, તે પ્રસંગ મેં અહીં વર્ણવ્યો છે. 

૧લી ઓગસ્ટ૧૯૯૦ના રોજ નગીનભાઈબહેરીનથી જ્વેલરી પ્રદર્શનમાં હાજરી આપવા આવેલા એમના જ્વેલર-મિત્ર ભાસ્કર દેવજીને મળવા એમની હોટેલમાં ગયા હતા. નગીનભાઈના મોટા પુત્ર અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતાઅને નાના પુત્રને મણીપાલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવવાનગીનભાઈનાં પત્ની ભારત ગયેલાં. પુત્રી એ અગાઉ જ પરણીને ઈંગ્લેંડમાં સ્થાયી થયેલી. ઘરમાં તેઓ એકલા જ હોવાથીમિત્ર સાથે નિરાંતે સમય વિતાવીરાતે અગિયાર વાગે પાછા ઘરે પહોંચ્યા. રોજ સવારે પાંચ વાગે એમને કંપનીમાં ફરજ ઉપર હાજર થઈ જવું પડતું. હંમેશ મુજબ બીજી ઑગસ્ટે પણ સવારના પાંચ વાગે કામે પહોંચ્યા. રોજ સવારે આઠ વાગે એમણે કંપનીના ચેરમેનને રિપોર્ટ આપવો પડતો. એ દિવસે એમણે જોયું તો ચેરમેન પાસે મેનેજિંગ ડિરેકટર અને અન્ય અમલદારો પણ હાજર હતા. એમને આશ્ચર્ય થયુંએટલે એમણે એમની ઑફિસમાં બધાને ચા પહોંચાડતા છોકરાને મજાકમાં પૂછ્યું, “આજે શું દિવાળી છે કે બધા આટલા વહેલા ભેગા થયા છે?” ટીબોયે જવાબ આપ્યો, “સાહેબ તમને ખબર નથી કે રાત વચ્ચે સદામ હુસેને મોટી સંખ્યામાં સૈનિકો મોકલીને કુવૈત જીતી લીધું છે?” 

થોડીવારમાં જ એમણે સમગ્ર પરિસ્થિતિ સમજી લીધી. કુવૈતના રાજકુટુંબને થોડી વહેલી માહિતી મળી જતાંએમણે પાસેના સાઉદી અરેબિયામાં શરણ લીધું. ઇરાકી સેનાએ દેશભરમાં બધી બેંકોસરકારી ઑફિસો અને અન્ય મહત્ત્વનાં મકાનોનો કબજો લઈ લીધો હતોઅને હવે શેરીઓમાં અને ગલી-મહોલ્લાઓમાં પ્રસરવા લાગી હતી. નગીનભાઈ ચિંતાતુર હાલતમાં ઘરે પહોંચ્યા. 

શું કરવું એની કંઈપણ સમજણ ન પડતાં બીજે દિવસે સવારે એ પાછા કામે પહોંચ્યા. એમણે જોયું કે સમગ્ર ડેરીનો ઇરાકી લશ્કરે કબજો લઈ લીધેલો અને રાબેતા મુજબનું કામ ચાલુ રાખવા હુકમ કરેલોકારણ કે દૂધ અને તેનાં અન્ય ઉત્પાદનોની તેમને પણ જરૂર હતી. સાંજે કામ પરથી છૂટીને પહેલું કામ, હોટેલમાં જઈએમના મિત્ર ભાસ્કરભાઈને ઘરે લઈ આવ્યા. હોટેલ કરતાં ઘર વધારે સલામત હતુંવળી એમણે જોયું કે ઇરાકી સૈનિકો ભારતીઓ સાથે સખતાઈ નહોતા દર્શાવતા. બન્ને મિત્રોએ ચર્ચા કરી નક્કી કર્યું કે સમય રહેતાં અહીંથી નીકળી જવામાં જ શાણપણ છે. તપાસ કરતાં ખબર પડી કે લોકો માટે હવાઈ સેવા સદંતર બંધ છે. વળી બેંકો ઉપર ઇરાકીઓનો કબજો હતો, એટલે બેંકમાંથી પૈસા પણ કાઢી શકાય એમ ન હતું. ઘરમાં જેટલા પૈસા હતા એનાથી જ વ્યહવાર ચલાવવાનો હતોઅને કુવૈત છોડવાનો ખર્ચો કરવાનો હતો. ઇન્ડિયન ઍમ્બેસીમાંથી પણ કોઈ મદદ મળવાની શક્યતા દેખાતી ન હતીકારણ કે કુવૈતમાં એક લાખથી વધારે ભારતીઓ હતા. નગીનભાઈના બે નાના ભાઈઓ અને એક બહેન પણ કુવૈતમાં સ્થાયી હતાં. બહેનનો જ્વેલરીનો ધંધો હતો, એટલે એમની પાસેથી થોડી રોકડ રકમ મળવાની શક્યતા હતી. 

આમ પ્લાનિંગમાં વીસ દિવસ નીકળી ગયા. દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જતી હતી. ઇરાકી સૈનિકો દુકાનો અને ઘરોમાં લુંટફાટ ચલાવતા. ઇરાકી લોકો પણ મોટી સંખ્યામાં ગાડી અને ટ્રકો લઈ આવતા અને લૂંટફાટ કરીને પાછા ઇરાક નાસી જતા. જોતજોતાંમાં દેશમાં અંધાધૂંધી અને ત્રાસનું વાતાવરણ છવાઈ ગયું. બહુ વિચાર કર્યા પછી એમણે નક્કી કર્યું કે ખાનગી ટેક્સી કરી અહીંથી પહેલા ઇરાક પહોંચી જવુંજ્યાં ભારતીય લોકો વધારે સલામત હતા; અને ત્યારબાદ આગળનો વિચાર કરવો. ડેરીમાંથી કોઈ મદદ મળવાની શક્યતા ન હતી. નગીનભાઈએ એમની બહેન પાસેથી ઉછીના પૈસા માગ્યા. બહેને પણ વિચાર્યું કે અહીં હશે તો રકમ લુંટાઈ જશે. વળી ભાસ્કરભાઈની મોટા વેપારી તરીકે શાખ પણ સારી હતીતેઓ બહેરીન પહોંચે તો રકમ ગમે ત્યારે પાછી વાળી શકશે. આમ બહેન પાસેથી મોટી રકમ ઉછીની મેળવી એમણે ખાત્રીવાળો પેલેસ્ટાઈનનો ટેક્સીવાળો શોધી કાઢ્યો. જોખમ સમજી લઈને ટેક્સીવાળાએ નોર્મલ ભાડા કરતાં દસગણા વધારે પૈસા માગ્યાપણ સહી સલામત ૬૮૦ કીલોમિટર દૂર બગદાદ પહોંચાડવાની સોગંદપૂર્વક ખાત્રી આપી.

બીજે દિવસે સવારે ઘરબાર અને ગાડી ત્યાં જ છોડીભગવાનનું નામ લઈ,ત્રણ-ચાર જોડી કપડાં અને ખાવાનું અને પાણી લઈને નીકળી પડ્યા. આખે રસ્તે ઇરાકથી લૂંટફાટ માટે આવતી ટ્રકો અને લૂંટનો માલ લઈને ઇરાક પાછી જતી ટ્રકો જ દેખાઈ. ટ્રક ટ્રાફિક એટલો બધો હતો કે એમને ઘીમી ગતિએ જ ગાડી ચલાવવી પડેલી. આખરે રાતે આઠ વાગે બગદાદની એક હોટેલમાં પહોંચી ગયા. ડ્રાઈવરને નક્કી થયેલું ભાડું ચૂકવી દીધું. હોટેલમાં એમને એક વેઈટરે સલાહ આપી કે તમે ભૂલથી પણ સદામ-હુસેનનું નામ બોલતા નહિ,નહિ તો પરદેશીના મોંઢે એનું નામ સાંભળી તેઓ તમને શૂટ કરી દેશે.” રાત્રે આરામ કરીસવારના તેઓ ભારતીય ઍમ્બેસીમાં ગયા. ત્યાં જોયું કે અહીં તો રાતથી જ હજારો લોકો ફૂટપાથ અને રસ્તા પર સૂતેલા છે. અહીં તો તેમનો વારો દિવસો સુધી પણ ન આવે. ભાસ્કરભાઈએ કહ્યું, “આવી પરિસ્થિતિમાં આપણે જેમ કુવૈતથી બગદાદ આવ્યા તેમ અહીંથી જોર્ડન કે ઓમાન ભાગી જવું જોઈએ. હજી આપણી પાસે પૈસા છે. 

બસ ફરી પાછા વિશ્વાસુ ગાડીવાળાની શોધ શરૂ કરી. એક જોર્ડેનિયન ગાડીવાળાનો ભેટો થયો. તેણે કહ્યું કે હું તમને કોઈપણ ભોગે સરહદ પાર પહોંચાડી દઉંપણ એણે પણ ભાડું નોર્મલ કરતાં દસ ગણું માગ્યું. એમની પાસે બીજો ઉપાય ન હતો. વળી માણસ એમને પ્રમાણિક લાગ્યો. બીજે દિવસે રાત્રે એમણે બગદાદ છોડ્યું. આખી રાત ડ્રાઈવ કરીને તેમણે ૮૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું અને ડ્રાઈવરે બોર્ડરવાળા સાથે સમજૂતી કરી તેમને બોર્ડર પાર કરાવી દીધી અને રીતસરની પાસપોર્ટ વિધિ પણ કરાવી દીધી. એમણે જોયું કે બોર્ડરની પાસે હજારો ભારતીયો અને અન્ય દેશના લોકો તંબુઓમાં બોર્ડર પાર કરવા રાહ જોઈને બેઠા હતા. ડ્રાઈવરે એમને બોર્ડરની પેલીપારની એક હોટેલમાં પહોંચાડી દીધા. તેમણે એનું ભાડું ચૂકવી દીધું. સારા નસીબે નગીનભાઈ સાથે અગાઉ કામ કરી ચૂકેલા એક મિત્રનો ફોન નંબર એમની પાસે હતો. એ તેમને જમવા લઈ ગયાઅને જોર્ડનની કરન્સીમાં થોડા પૈસા પણ આપ્યા. 

બીજા દિવસે તેઓએ ભારતીય ઍમ્બેસીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ત્યાંથી વિમાન સેવા ચાલુ છે અને ત્રણ-ચાર દિવસનું વેઇટિંગ છે. ભાસ્કરભાઇના પિતાએ બહેરીનથી પૈસા ભરી દઈ એમની ટિકિટો બુક કરાવી લીધી. તેમને જે ફલાઇટ મળી તે બહેરીન થઈ મુંબઈ જતી હતી. ભાસ્કરભાઈ બહેરીન ઊતરી ગયા અને નગીનભાઈ મુંબઈ પહોંચ્યા. મુંબઈ એરપોર્ટ પર કુવૈતથી આવેલા ભારતીયો માટે મફત જમવાની સગવડ અને ગામ સુધી જવાની મફત રેલ્વે ટિકિટની સગવડ ભારત સરકારે કરેલી. આ રીતે હેમખેમ ફરી પાછો નગીનભાઈનો કુટુંબ સાથે મેળાપ થઈ શક્યો. આમાં મનુષ્ય પ્રયત્ન અને ઈશ્વર કૃપાનો નિયમ કામ કરી ગયો, સાથે સાથે એટલું પણ સમજાયું કે લક્ષ્મી બધે જ શક્તિશાળી છે. 

પી. કે. દાવડા

 

meg savari

Rain

ધર્મ અને શ્રદ્ધાની શક્તી

ધર્મ અને શ્રદ્ધાની શક્તી

      મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત અંકના અનુસન્ધાનમાં..)
પ્રાચીન સમાજોમાં ધર્મ અને શ્રદ્ધા બન્ને, શક્તીનાં અતીશય પ્રભાવી સ્રોત હતાં. ધર્મના નામે એકઠી થયેલી લાખો લોકોની મેદનીઓ પ્રવચન સાંભળતી, મન્ત્ર રટતી, તાળી પાડતી, ગાતી, નાચતી, કોઈ વાર રડતી સુધ્ધાં. શ્રદ્ધા પોતે પ્રસરે છે, બીજાને પ્રેરે છે, સમાજને પ્રતીબદ્ધતા પ્રદાન કરે છે અને સમુહને સાથે રાખી બાંધે છે. ધ્યેય કે હેતુ અર્પણ કરવાનું સૌથી વધુ પ્રભાવક એવું એ સાધન છે. અચંબો પમાડે એટલી હદે માણસને એ બદલી શકે છે. લોકો પૈસા ખાતર કામ કરશે; પણ ધર્મ ખાતર પ્રાણ દેશે. જીન્દગીમાં અર્થ શોધવા, જીન્દગી–નો અર્થ શોધવા, કલ્પના–નાં કલ્પવૃક્ષ વાવવા, કલ્પના–નું કલ્પવૃક્ષ પામવા, ભાવીનો ભ્રમ તાગવા, માણસ શું શું નથી કરતો?
જીવનમાં સો ટકા સારું કે સો ટકા ખરાબ એવું કદી કાંઈ હોતું નથી. સારા માનવીઓ મરે છે, સદ્‌ગુણો રડે છે, સારી સંસ્થાઓ સડે છે. શ્રદ્ધા જેવી સમર્થ શક્તીની અસરો પણ લાંબા ગાળે અનીચ્છનીય કે અણધારેલી થઈ શકે છે. દૃઢ માન્યતા કે શ્રદ્ધા મદદ પણ કરે છે તેમ જ ભ્રામક પણ સાબીત થાય. ભ્રામક કે હાનીકારક એટલા માટે કે એ વ્યક્તીનીષ્ઠ કે સાપેક્ષ (Subjective) હોય છે; વસ્તુનીષ્ઠ કે નીરપેક્ષ (Objective) હોતી નથી.ઈતીહાસમાં સૌથી વધુ ભયાનક યુદ્ધો ધર્મ અને શ્રદ્ધામાંથી જનમ્યાં છે. હીટલર શ્રદ્ધાળુ ખ્રીસ્તી હતો; સંત નહોતો. એ શ્રદ્ધાપુર્વક માનતો હતો કે એનું વર્તન પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા મુજબનું જ છે. એટલે, કોઈ પણ ધાર્મીક માન્યતા સાચી છે કે ખોટી, સારી છે કે ખરાબ, એની ચીન્તા કર્યા વીના, એનાં પરીણામો કેવાં નીપજ્યાં, એ જ એનો માપદંડ હોવો જોઈએ. પછી ભલે એની વાત ભવ્ય ભાષામાં ચાલતી હોય કે ધર્મ અને નીતીના નામે ચાલતી હોય. ધર્મ દોરે પણ ખરો; દઝાડે પણ ખરો. શ્રદ્ધા પ્રેરણા પણ આપે, આંધળા પણ બનાવે. સદ્‌ગુણોમાં અને સારી વાતમાં સુધ્ધાં અતીશયતા કરીએ તો નુકસાન જ થાય, પછી એ સારી વસ્તુ ખોરાક હોય, લાગણી હોય, ઔષધ હોય કે અધ્યાત્મ હોય.
તમે ભલેને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હો; ધર્મની બીજી બાજુ તપાસવાની તમારી તૈયારી  હોવી જોઈયે.  બીજા માટે અને બીજાના ધર્મ માટે સમ્પુર્ણ સન્માન સાથે, ધર્મની બીજી બાજુ તરફ, જુદા દૃષ્ટીકોણથી  નજર કરવી જોઈએ. કોઈના ધર્મની અવમાનના કરવા ખાતર નહીં; પણ એટલું દર્શાવવા ખાતર કે બીજા જુદા દૃષ્ટીકોણ શક્ય છે. શક્ય જ નહીં; સંભવીત પણ છે અને ઈચ્છનીય પણ છે. આપણી માન્યતાઓ જે કાંઈ પણ હોય, તેને અનુલક્ષીને આપણે તો ફક્ત તપાસવાનું જ હોય કે એ માન્યતાઓનાં પરીણામો કેવાં આવ્યાં છે.
 શ્રદ્ધા અને અધ્યાત્મનાં દુષ્પરીણામોના થોડા દાખલઓ :
  1. કેટલીક ધાર્મીક શ્રદ્ધાઓઅમુક  સંજોગોમાં ખોટી, ખરાબ કે અનીચ્છનીય હોય છે; પરન્તુ એ એમનું સૌથી વધારે હાનીકારક પાસું નથી. શ્રદ્ધાનું સૌથી વધારે હાનીકારક પાસું એ છે કે શ્રદ્ધા માણસની વીચારશુન્યતાને પોષે છે. વીચારશુન્યતા એટલે વીચારનો અભાવ, સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધનો વીચાર. એ અતાર્કીક, અવીવેકી કે કુદરતના નીયમોથી વીરુદ્ધ હોઈ શકે. શંકર અને ગણપતીમાં મને શ્રદ્ધા હોય એનાથી મને લાભ થાય કે ન થાય; દેખીતું ખાસ કોઈ નુકસાન પણ ન થાય; કેટલાક લોકોને ફાયદો પણ થાય. પરન્તુ મૃત વ્યક્તીના શરીર ઉપર હાથીનું મસ્તક બેસાડી એને ફરી જીવતી કરી શકાય એ વીચારશુન્યતા (Non-Reason) છે. ઈશ્વર, અધ્યાત્મ કે શ્રદ્ધાના નામે એને પોષવામાં આવે છે એ એનાથીય મોટો અવીચાર છે. શીક્ષણ, શીખામણ કે વાર્તા તરીકે એ અનાવશ્યક ને હાસ્યાસ્પદ છે. સીધી કે આડકતરી રીતે શ્રદ્ધા એવા હજારો અવીચારોને જન્મ આપે છે, સ્વીકારે છે, પોષે છે, એનો પ્રચાર કરે છે, એનાથી ટેવાઈ જાય છે અને ટેવાઈ જવાની આપણને ટેવ પાડે છે. વ્યક્તી અને સમાજ અતાર્કીક (Non-logical) બને છે. શ્રદ્ધા નુકસાન કરે એના કરતાં શ્રદ્ધાથી દરેક વાત માની લેવાની ટેવ કેળવાય એ વધુ નુકસાન કરે છે. એનાથી મનુષ્ય અને એની સામાન્ય સમજની વચ્ચે એક દીવાલ બંધાઈ જાય છે. આધ્યાત્મીક શ્રદ્ધા ઉપર વધુ પડતો ભાર મુકવાથી વસ્તુલક્ષીતા (Objectivity) વંકાઈ જાય; વીચારશક્તી પર વ્યાઘાત થાય; અને સંસાર વીશે ઉપેક્ષા પોષાય. બુદ્ધીને બાજુએ મુકી, તર્કશક્તીને તીલાંજલી આપી, આભાસી ભાવનાઓને અબાધીત સત્ય માની લેવાનો ઉપદેશ કાયમ માટે કાને પડતો રહે, ત્યારે સ્વાભાવીક રીતે જ માણસમાં ઉભડક વાતને આધાર વીના માની લેવાનું ભોળપણ કેળવાય છે. માણસના મગજમાં દીવાલો બાંધી શકાતી નથી. તેથી આધ્યાત્મીક વીષયમાં પડેલી આવી ટેવો દુન્યવી વીષયોમાં આવવાની જ. શ્રદ્ધાનું સતત સેવન કરતો સમાજ જાણ્યે–અજાણ્યે અવીચારીપણામાં સરકી પડે છે. ઘણા સમાજમાં આમ બન્યું છે. આ મુદ્દો અત્યન્ત ઉપેક્ષીત, કદાચ નવો છે; છતાં એટલો મહત્ત્વનો છે કે એની વીસ્તૃત ચર્ચા આવશ્યક છે.
  2. આધ્યાત્મીકતાએ આપણી ઘણી તેજસ્વી માનવ સમ્પત્તીનું અને ભૌતીક સાધનસામગ્રીનું અપહરણ કર્યું છે. પરલોક તરફનું વલણ પ્રબળ બનવાથી દુન્યવી બાબતોમાં દેશ દરીદ્ર રહ્યો. પંડીતો પાક્યા, કારીગરો કરમાયા. શાસ્ત્રો વીકસ્યાં, શસ્ત્રો કટાઈ ગયાં. મંદીરો વધતાં રહ્યાં, શાળાઓ ઘટતી રહી. શૌચાલયો બાંધ્યા જ નહીં..
  3. વ્યક્તીની અંગત આધ્યાત્મીકતા અને સમાજની સામુહીક નીતીમત્તા એ બે તદ્દન જુદી બાબતો છે, એ વાત તરફ દુર્લક્ષ થયું.સંન્યાસી અને ગૃહસ્થાશ્રમીના આચાર–વીચાર વીશે એમ જ બન્યું. તત્ત્વજ્ઞાનની તર્કશુદ્ધતા અને કાવ્યસાહીત્યની પ્રેરણા વચ્ચેનો તફાવત ભુલાઈ ગયો.
  4. આધ્યાત્મીકતા ઈચ્છનીય હોઈ શકે; પરન્તુ જીવનમાં એ એક જ બાબત ઈચ્છનીય છે એવું નથી. બીજી ઘણી બાબતો સારી ને ઈચ્છનીય હોય છે : જેમ કે સર્વધર્મ સમભાવ, વીવેકબુદ્ધી, પ્રેમ, દેશભક્તી, વગેરે. એક બાજુ આ બાબતો અને બીજી બાજુ આધ્યાત્મીકતા, એ બે વચ્ચે વીરોધ હોય ત્યારે જીવનમાં આવશ્યક સમતુલન ન થાય. એવુ થાય ત્યારે સમાજ અન્તીમવાદ  તરફ સરકી જાય છે.
  5. શ્રદ્ધાનો અતીરેક અનર્થ કરે છે. વહેમ, અન્ધશ્રદ્ધા અને આધ્યાત્મીકતા ત્રણેય સહપ્રવાસી છે. જ્યોતીષ, વીધીવીધાન, પુરાણકથાઓ અને પુરાતન શાસ્ત્રોમાં દરેક વ્યક્તી ઓછીવત્તી શ્રદ્ધા કે અન્ધશ્રદ્ધાથી માનતો હોય છે. શ્રદ્ધામાં પ્રમાણ અને પાયરીના ફરક હોય છે. દરેક ભક્તે આ સવાલ પોતાની જાતને પુછવો જોઈએ કે શ્રદ્ધાની કઈ પાયરીએ પહોંચીએ ત્યારે સામાન્ય બુદ્ધીને તીલાંજલી અપાય? ધાર્મીક આસ્થા કઈ પાયરીએ પહોંચી હોય ત્યારે મન્દીરના મહન્તને ભગવાન ગણીને પરીણીતા સ્ત્રી સ્વેચ્છાથી જાતીય સમર્પણ કરે? આવી અને બીજી અનેક દેવદાસી જેવી વીકૃતીઓ જરાય અજાણી નથી; નવી પણ નથી. એમના ઉપર સભ્ય સમાજે ઢાંકપીછોડો કરવો એ ઢોંગની પરાકાષ્ઠા છે.
  6. અનેક બુદ્ધીમાન લોકો સુ–શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજી કે સ્વીકારી શકતા નથી. મોટા ભાગના ઉપેક્ષા કરે, કેટલાક ચલાવી લે, ભાગ્યે જ કોઈ વીરોધ કરે; પણ સમાજનું અધઃપતન ચાલુ રહે. મારા પરીચીત એવા અનેક અતીવીદ્વાન સજ્જનો ધર્મની સૌથી હાસ્યાસ્પદ વાર્તાઓમાં પ્રામાણીકપણે શ્રદ્ધા ધરાવે છે. (અહલ્યા પથ્થર બની, ત્રીશંકુ આકાશમાં લટક્યો, શાપ–વરદાન સાચાં પડ્યાં, પર્વત ઉંચકાયો, સોનું ઘાસ બની ગયું વગેરે વગેરે. ધર્મમાં શ્રદ્ધા છે એટલે બાળકબુદ્ધીની વાર્તાઓ સાચી ઠરાવાય; વાર્તા સાચી એટલે ચમત્કાર સાચા ઠર્યા; ચમત્કાર સાચા એટલે ગમે તેટલી હાસ્યાસ્પદ વાર્તા પણ સાચી મનાય અને મનાવાય. વીર વીક્રમની કાંધ પર વેતાલ; વેતાલની કાંધ પર ભુત; ભુતને માથે પલીત. વીર વીક્રમ સાચો એટલો પલીત પણ સાચો? આ દુશ્ચક્ર કેમ અટકે? વાર્તાઓ દરેક ધર્મમાં છે; પરન્તુ પ્રભુપ્રેમનું અધઃપતન આટલી હદ સુધી બીજા કોઈ ધર્મમાં થયું નથી. શ્રદ્ધાના નામે અક્કલમંદતાને પ્રભુપ્રેમની કક્ષાએ બીજા કોઈએ મુકી નથી. મુર્ખતાની આલોચનાને જો ધર્મની આલોચના ગણવામાં આવે; એને ધર્મનું અપમાન, ગર્વીષ્ઠતા કે અસંસ્કારીતા કહેવાય; તો પછી અક્કલમંદતામાં ને અન્ધશ્રદ્ધામાં મંદી કેમ આવે?
  7. શ્રદ્ધા અને બુદ્ધીમંદતા  વચ્ચે ક્યારેક સીધો તો ક્યારેક આડકતરો સમ્બન્ધ હોય છે.શ્રદ્ધાથી અગમ્યતા (Mysticism) પોષાય; અગમ્યતાથી પૌરાણીક બાલીશ વાર્તાઓ પોષાય; બાલીશ પૌરાણીક વાર્તાઓથી મંદબુદ્ધી પોષાય. પ્રશ્ન કર્યા વીના આવી ચમત્કારીક વાર્તાઓને માની લેતાં શીખવવું, એ બુદ્ધીથી વીરુદ્ધનું કામ છે. એવા માનસને સંસ્કારી કે શ્રદ્ધાવાન ગણાવી ઉત્તેજન આપવું એ અનીચ્છનીય જીવનમુલ્યો ને સ્વીકારી લેવાનું કામ છે. આ પ્રકારનાં મુલ્યો કોઈ પણ સમાજને લાંબા ગાળે પુષ્કળ હાની કરે છે.
  8. પ્રચલીત માન્યતા કે શ્રદ્ધા લોકોને સહેલાઈથી આકર્ષે છે, કારણ એને માનવા ભેજું કસવું પડતું નથી. માન્યતા સાચી હોય કે ખોટી; પણ લોકો ચીલાચાલુ પદ્ધતીથી વીચારવા ટેવાઈ જાય છે. લાંબા સમય પછી એ માન્યતા રુઢ થઈને સામાજીક રુઢી બની જાય છે. આ રુઢીને તોડવી એ અત્યન્ત મુશ્કેલ કામ બને છે. ઉદાહરણ તરીકે, વર્ણાશ્રમ ધર્મ ગમે તે કારણથી પ્રાચીન કાળમાં જનમ્યો હોય, એને ભગવાને પોતે બનાવ્યો છે એ માન્યતા પ્રચલીત થઈને સામાજીક રુઢી બની ગઈ. કાળક્રમે એનું માળખું એવું લોખંડી થઈ ગયું કે અસ્પૃશ્યતાની રાક્ષસી પ્રથાને એણે સંરક્ષણ પુરું પાડ્યું. હવે આ માન્યતાનું મુળ તપાસો : ઋગ્વેદનું પુરુષસુક્ત કહે છે : બ્રહ્માના મસ્તકમાંથી બ્રાહ્મણો જન્મ્યા, છાતીમાંથી ક્ષત્રીયો, પેટમાંથી વૈશ્યો, અને  પગમાંથી શુદ્રો જનમ્યા. આ જન્મપત્રીકાને ભાગ્યે જ કોઈ માને; પણ વર્ણાશ્રમ ધર્મને બધા હીન્દુઓએ 2,000 વર્ષોથી માન્યો જ છે ને? આ પ્રકારની પરંપરા આપણી અનેક માન્યતાઓ અને રુઢીઓનો ઈતીહાસ છે.
જીવનવ્યવહારના ઘણા બધા પ્રશ્નો કો’ક પ્રકારની માન્યતાઓનું માળખું સ્વીકાર્યા વીના ઉકેલી શકાય એવા હોતા નથી. મૃત્યુ, હીંસા, ગર્ભપાત, ગર્ભના આદીકોષો (Stem Cells) વીશેનું સંશોધન, ગુન્હેગારી વીશેના કાયદા, વગેરે આનાં ઉદાહરણો છે. તેથી નીતી, ધર્મ ને અધ્યાત્મ, એ સાંસારીક વ્યવહારના વીષયો બને છે; અને ઈશ્વર છે કે નહીં એ માત્ર કુતુહલનો, નવરાશનો, તુક્કા દોડાવવાનો કે ફીલસુફોનો નહીં; પણ દરેક વ્યક્તીની અંગત માન્યતાનો ગંભીર પ્રશ્ન બને છે. સમાજની વીચારશીલ વ્યક્તીઓ આ બાબતમાં સ્પષ્ટ ખ્યાલો ધરાવતી થાય તો જાહેર જીવનનું ધોરણ ઉંચું આવે. ધર્મ કે અધ્યાત્મ વીશેના ખ્યાલો અસ્પષ્ટ, અટપટા અને વીરોધાભાસી હોય, તર્કશુદ્ધ ન હોય, એ સમાજ કાયમ વીતંડાવાદમાં અથડાયા કરે છે, કારણ બહુમતીથી ચાલતી લોકશાહીમાં ઉપરના પ્રશ્નો વ્યક્તીગત ન રહેતાં સામાજીક મહત્ત્વ ધારણ કરે છે.
(ક્રમશઃ)
 –સુબોધ શાહ

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી