Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

27 July 2015

જરા શરમ તો રાખ !

જરા શરમ તો રાખ !
ઓશિયાળા થઇ વિરહે જોઈ ગગને, હેલો ખાલી જોઈ રોજ બાળે જીવ ને
તરૂ તરણા સુકાયા એક નજર નાખ ને, હેતે વાવેલ પાક સુકાય કહેવાય કો ને
હવે પડ ને મેઘા, જરા શરમ તો રાખ !
લાંબી મીટ માંડી ને સુકી આંખો વરસી, પોપડે વળી ગઈ માટી આજ પડે વરસી
મોર હોલા પારેવા ને પંખીની જાત તરસી, મોઢા વિલા કરી બેઠા જો જાનવરો તરસી
હવે પડ ને મેઘા, જરા શરમ તો રાખ !
આકાશે મીટ માંડી બેઠા જોઈ રોજ ટગર, કંટાળી ગયા પામર જોઈ આ લાંબી ડગર
ડેમો ખાલી, નદી નાળા સુકાય પાણી વગર, રાખી આશ બેઠા ય ડોસલા આવશે અગર
હવે પડ ને મેઘા, જરા શરમ તો રાખ !

“માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” ઈ-પુસ્તક વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરો.

 
MY DADY -E-BOOK

દરેક મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરમાં એક માતા જેટલો જ પિતાનો ફાળો હોય છે એ ઘણીવાર ભૂલી જવાય છે. દર વરસે આવતા ફાધર્સ ડે ના દિવસે સૌ સંતાનો પિતાને યાદ કરી એમની સેવાઓ અને ત્યાગને એક યા બીજી રીતે નવાજે છે.

FATHER'S DAYઘર અને બાળકો સંભાળવાની જવાબદારી માતાની હોય છે તો કુટુંબના નિભાવની જવાબદારી માથે લઈને પરિશ્રમ અને સંઘર્ષ કરવામાં એક સાચો પિતા કદી કચાસ રાખતો નથી. એના બાળકની આંગળી પકડીને એને પટાવી -સમજાવીને નિશાળે લઇ જનાર એક પિતા જ હોય છે જ્યાં ગુરુઓ પાસેથી  શિક્ષણ પામી બાળકના ભાવિનો પાયો રચાય છે.

અમેરિકાના હાલના પ્રેસીડન્ટ બરાક ઓબામાના આફ્રિકન પિતા બરાક ઓબામા સીનીયર એમને બાળપણમાં જ એમની માતા અને નાના નાનીના આશરે છોડીને એમના દેશ આફ્રિકા ચાલ્યા ગયા હતા . એમના બાળપણમાં તેઓએ એમના પિતાને ફક્ત બે વખત જ ટૂંકી મુલાકાતમાં જોયા હતા .

આ સંજોગોમાં એમને એમના પિતાનો જરાએ પ્રેમ ના મળ્યો એનો તેઓ એમના ફાધર્સ ડે ઉપરના પ્રવચનમાં ઘણીવાર અફસોસ વ્યક્ત કરતા હોય છે.પ્રેસિડન્ટ બરાક ઓબામાને એમના પિતા પાસેથી જે પ્રેમ ન મળ્યો એનો વ્યાજ સાથે બદલો એમની બે દીકરીઓ મલીયા અને શાશા પ્રત્યે પ્રેમ દર્શાવીને તેઓ કેવી રીતે વાળી રહ્યા છે અને એક પિતા તરીકેની આબાદ જવાબદારી નિભાવી રહ્યા છે એ આપણે નજરે જોઈએ છીએ.

આ ઈ-પુસ્તકના લેખો/ વાર્તાઓ/કાવ્યમાં દરેક લેખકે પિતાને યાદ કરી જીવનમાં પિતાએ આપેલ અમુલ્ય ફાળો, ત્યાગ અને પિતાની ગરિમાની મન મુકીને વાતો કરી જે સુંદર પિતૃ અંજલી આપી છે એથી આ ઈ-પુસ્તક એક યાદગાર સંભારણું છે બની રહેશે.

આ ઈ-પુસ્તકમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના જીવનની સત્ય કથા પર આધારિત વાર્તા “કર્મ યોગી” – ૧૩ મા ક્રમે છે એને વાંચવા માટે વિનંતી છે.

Sahradayi Modi
Sahradayi Modi

આ ઈ-પુસ્તક બહાર પાડવા માટે સાહિત્યના ક્ષેત્રમાં ખુબ જ પ્રગતી સાધી રહેલ પ્રતિલિપિનાં ઉત્સાહી પ્રતિનિધિ સુ.શ્રી સહૃદયી મોદી અને ટીમને અભિનંદન ઘટે છે.ઈ-બુકમાં સમાવિષ્ટ સાહિત્યના લેખકો/લેખિકાઓ અને અન્ય સૌ સ્પર્ધકોને પણ અભિનંદન

પિતાના ગુણ ગાન કરતો મને ખુબ ગમતો એક સુંદર યુ-ટ્યુબ વિડીયો .

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.

આ અંગ્રેજી ગીત સાંભળીને દરેક વાચકને પોતાના પિતાના જીવનની જ જાણે વાત ગાયક કરતો ન હોય એવું લાગે તો નવાઈ નહિ .

\

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા?


param
પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા? *અનુભવીનો સંગ કરવો. * પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે (૧) આત્મસ્મરણનો ઃ -પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ અથવા -સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ ૨) આત્મવિસ્મરણનોઃ -ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.

વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ?


વજનમાં ધટાડવા માટે ઓછી કેલરી શેમાંથી મળે ?
(૧૦૦ ગ્રામ =  ફૂડ કેલરી)
* લાલ મરી સમાવે ૦.૦૦ ફૂડ કેલરી
* સ્પિનચ (કાચી) સમાવે ૧૩.૦૦ ફૂડ કેલરી
* મસૂર (સૂકા) સમાવે ૧૮.૦૦ ફૂડ કેલરી
* સેલરિ (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* કોર્ન (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* મૂળો (કાચી) સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* ટોમેટો જ્યુસ, મીઠું ચડાવેલું સમાવે ૨૧.૦૦ ફૂડ કેલરી
* રંગ (કાચી) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી
* સેલરિ (રાંધેલા તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી
* ખેતી મશરૂમ્સ (તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી
* પીળા chanterelle મશરૂમ્સ સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી
* Tomatoe (કાચી) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી
* Tomatoe (રાંધેલા તૈયાર) સમાવે ૨૨.૦૦ ફૂડ કેલરી
* લેટીસ સમાવે ૨૩.૦૦ ફૂડ કેલરી
* સ્પિનચ (રાંધેલા) સમાવે ૨૪.૦૦ ફૂડ કેલરી
* સફેદ દાળો સમાવે ૨૫.૦૦ ફૂડ કેલરી
* શક્કરીયા (કાચી) સમાવે ૨૫.૦૦ ફૂડ કેલરી
* સલગમના રુટ (કાચી) સમાવે ૨૬.૦૦ ફૂડ કેલરી
* Mangold સમાવે ૨૭.૦૦ ફૂડ કેલરી
* કોબી (કાચી) સમાવે ૨૭.૦૦ ફૂડ કેલરી
* ખેતી મશરૂમ્સ તાજા, સમાવે ૨૯.૦૦ ફૂડ કેલરી
* રેવંચી (તાજા) સમાવે ૨૯.૦૦ ફૂડ કેલરી
* ફૂલકોબી (કાચી) સમાવે ૩૦.૦૦ ફૂડ કેલરી
* ગાજર (રાંધેલા તૈયાર) સમાવે ૩૧.૦૦ ફૂડ કેલરી
* કાકડી સમાવે ૩૧.૦૦ ફૂડ કેલરી
* ફૂલકોબી (બાફેલી) સમાવે ૩૨.૦૦ ફૂડ કેલરી
* દાડમ, મીઠી દાડમ (તાજા) સમાવે ૩૨.૦૦ ફૂડ કેલરી
* બીટનો કંદ (કાચી) સમાવે ૩૩.૦૦ ફૂડ કેલરી
* Chives (કાચી) સમાવે ૩૩.૦૦ ફૂડ કેલરી
* કોળું સમાવે ૩૩.૦૦ ફૂડ કેલરી

કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?…. મારી એક અછાંદસ રચના


WP_20150723_001

કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

જન્મ્યા,મોટા થયા ,ભણ્યા , ગણ્યા વતનના દેશમાં ,

કદી કલ્પના પણ ન હતી એવા સંજોગો ઉભા થયા ,

આવી ગયા નવાં સ્વપ્નો સાથે અજાણ્યા દેશમાં !

નવો દેશ , નવા લોકો, નવી રીતો, બધું નવું નવું ,

અંજાઈ ગયા, ખુશી થયા , આ જીવન પલટો થતાં .

મચી પડ્યા , દિન રાત, ગધ્ધા મજુરી કરી ,

ડોલરો કમાવાની ઉંદર દોડમાં જોતરાઈ ગયા.

સરસ ઘર, મોટર ,સુખ સગવડો ઉધારે લઇ ,

લોન પૂરી કરવા, ત્રીસ વર્ષનો રહેવાસ લખાઈ ગયો !

પછી તો ચાલુ થઇ ગયું એકધારું દૈનિક ચક્ર .

આવતાં વિચાર્યું હતું ભણી, થોડું કમાઈ, પછી,

પરત આવી જઈશું મૂળ દેશ વતનમાં.

પરંતુ આ મોહમયી ધરતીની માયા ગળે પડી ગઈ ,

દિન પ્રતિ દિન વતનનો દેશ ભુલાતો ગયો અને

પેઢી દર પેઢી માટે ઊંડો પાયો નંખાઈ ગયો વિદેશમાં.

બધી વાતે અહીં ઝગમગાટ જિંદગી જીવાય છે ,

છતાં, સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

કઈ જ ખબર નથી પડતી,

સોનાના પિંજરમાં પુરાયા હોય એમ કેમ લાગે છે ?

પગે બેડીઓ બંધાઈ ગઈ છે એમ કેમ લાગે છે ?

માતૃભુમી હજુ પુરેપુરી ભુલાઈ નથી અને

કર્મ ભૂમિ હજુ પુરેપુરી પોતાની બની શકી નથી ત્યારે,.

જીવનાન્તે પોઢી જઈશું એક દિન જ્યાં છીએ એ દેશમાં.

ચગડોળે ચડેલું મન ઊંડેથી પ્રશ્ન પૂછતું જ રહે છે ….

અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,

સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

વિનોદ પટેલ …

https://govindmaru.files.wordpress.com/2015/07/03.jpg
https://govindmaru.files.wordpress.com/2015/07/02.jpg

શરીરને કષ્ટ આપવું એ ધર્મ નથી; શરીરનાં કષ્ટો ટાળવાં એ ધર્મ છે

શરીરને કષ્ટ આપવું એ ધર્મ નથી; શરીરનાં કષ્ટો ટાળવાં એ ધર્મ છે

–રોહીત શાહ
આ જગતની સૌથી મોટી અજાયબી શરીર છે. શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, દોડી શકે છે, થોભી શકે છે, વીક્સી શકે છે અને નષ્ટ પણ થઈ શકે છે. એક શરીરમાંથી બીજું શરીર પ્રસવી શકે છે.
શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની એક્સરસાઈઝ કરવી જોઈએ ખરી? આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી ખરું? શરીરનો વાંક શો છે એ તો કહો! જે શરીર આપણા તથા કથીત આત્માને રહેવા માટે જગ્યા આપે છે, જે શરીર આત્મા પાસેથી કદીયે ભાડું–રેન્ટ કે કીરાયા માગતું નથી એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ બેવકુફી છે કે પાપ છે?
શરીરનો કોઈ વાંક નથી; તો પણ એને ભુખ્યું રાખો. શરીરનો કોઈ જુર્મ નથી; છતાં એને ત્રાસ આપ્યા કરો. એની પાસે બ્રહ્મચર્ય પળાવો. એને ઉઘાડા પગે દોડાવો. એના વાળ ખેંચી કાઢો. આવું કરો તો તમે મહાત્મા? એક મહાશય મને કહેતા હતા, ‘તમે માત્ર બે જ દીવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે અને એ જીવન કેટલું અઘરું છે!’ મેં તેમને કહ્યું કે પ્રથમ વાત તો એ છે કે એવું કશુંય કરવાની જરુર જ શી છે? બીજી વાત એ છે કે કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને પવીત્ર કેમ માની લઈ શકાય? પર્વતની ટોચ પર જઈને ખીણમાં કુદકો મારવો એ અઘરું છે; એટલે એને આપણે પવીત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ એક દીવસ માટે શરીરને ઘસડી–ઢસડીને ચાલી બતાવો ! તમે બે દીવસ સાધુજીવન જીવવાની મને ચૅલેન્જ કેમ કરો છો ? ખરી વાત તો એ છે કે મને સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. લાખો લોકો એવું જીવન જીવે છે. અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતીનો ત્રાસ વેઠીનેય પારીવારીક જવાબદારીઓ નીભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી ? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હીત માટે ઓવરટાઈમ કરતા પતીનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું? અડધી રાત્રે પાડોશમાં કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા ? પાડોશી માટે પોતાની નીદ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા ? તમને પવીત્રતા અને મહાનતા ફીક્સ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે !
ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વીરોધ નથી; પરંતુ બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી. દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીએ; પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી; પણ કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે; પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે ! એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે; પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે. માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. બીમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે; પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે. જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ. પશુ–પંખીઓ કુદરતી રીતે જીવવા–મરવા ટેવાયેલાં હોય છે; પણ માણસે સામાજીક રીતે જીવવાનું હોય છે અને એ માટે તેને ‘હેલ્પ’ કરવી એ ‘ધર્મ’ છે.
મને ઉપવાસ કરવામાં કદીયે તપ દેખાતું નથી; તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી; બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે. હું ઉઘાડા પગે ચાલું એથી જગતને (કે મને) શો લાભ થાય ? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુર ઓછી થાય. પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા દીમાગમાં બેસતી નથી. પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એ દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરી ખાનદાનીથી વેઠવાં જીવનધર્મ છે. કષ્ટોને સામે કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે !
એક અવળચંડાઈ પ્રત્યે પણ તમારું ધ્યાન દોરી દઉં. જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે; ત્યારે સારામાં સારા ડૉક્ટર અને શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે. વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ, વીમાનમાં તાત્કાલીક સારવાર માટે લઈ જવાય છે. કેમ ભાઈ ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું એ ધર્મ છે. ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા ?
આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવાના અને ન હોય એવાં કષ્ટોને આમન્ત્રણ આપવાનો ઢોંગ કરવાનો – આવું શા માટે ?
અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી. સંસારનો ધર્મ નીભાવતાં આવડે તો અધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય. સંસારમાં રહીને આપણે અનેક ધર્મો નીભાવી શકીએ છીએ : જેમ કે પતીધર્મ, પુત્રધર્મ, પીતાધર્મ, માતૃધર્મ, શીક્ષકધર્મ, વેપારીધર્મ, વડીલધર્મ, પાડોશીધર્મ, તબીબીધર્મ.. વગેરે સેંકડો ધર્મ નીભાવી શકાય છે. સંસારનાં સુખો ભોગવતાં–ભોગવતાં મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી.

સંસારધર્મ સૌથી પવીત્ર છે

શરીરની ઉપેક્ષા કરવા જેવી નથી. શરીરને ધર્મનું મુખ્ય સાધન બનાવી શકાય છે; પણ એ માટે પહેલાં શરીરધર્મને સમજવો પડે. આપણે સંસાર છોડીને ઈશ્વરનેય પામવા ઉઘાડા પગે દોડવાની જરુર નથી. સંસારમાં રહીને એવાં કામ કરીએ કે જેથી ઈશ્વર (જો હોય તો) આપણને મળવા સ્વયં ઉઘાડા પગે આપણી પાસે દોડી આવે. ગોખાવેલાં–રટાવેલાં જ્ઞાનનાં પોટલાં ઉંચકનારા મજુર બનવા કરતાં પોતાની પ્રજ્ઞાના ઉજાસમાં સાચા અને દંભ વગરના ધર્મને સમજવાની કોશીશ કરીએ તો આપણો સંસાર સુખમય થશે, જીવતરનો ફેરો સાર્થક થશે. વૈરાગ્ય કરતાં વહાલ અને સંન્યાસ કરતાં સંસાર વધારે પવીત્ર છે. આટલું નાનકડું સત્ય સમજવામાં આપણને કેટલા બધા ગુરુઓ અને ગ્રંથોનો અંતરાય (નડતર) થાય છે!
–રોહીત શાહ

એક જ દે ચિનગારી ..સ્મરણો

…એક જ દે ચિનગારી ..સ્મરણો

શ્રી .પી.કે. દાવડાજી ના સત્સંગના વિડીયો જોઈ-સાંભળી મને પણ થયું ચાલો આપણે પણ યુ-ટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો હાથ અજમાઇ જોઈએ. એકાદ બે પ્રયત્નો પછી મેં ગઈ કાલે જે વિડીયો અપલોડ કર્યો એ આજની પોસ્ટમાં રજુ કર્યો છે.યુ- ટ્યુબ વિડીયો એ સાંપ્રત સમયમાં જન સંપર્ક અને માહિતી માટેનું એક અગત્યનું માધ્યમ બની ચુક્યું છે એ એક હકીકત છે.

જો કે હજુ મારા આ વિડીયોમાં ઓડિયોની ખામી રહી ગઈ છે એટલે તમને અવાજ જોઈએ એવો સ્પષ્ટ કદાચ નહી સંભળાય પણ આ તો પાશેરામાં પહેલી પૂણી છે . ધીમે ધીમે એ પણ ઠેકાણે આવી જશે. પાછલી ઉંમરે જમાના સાથે કદમ મિલાવી નવું નવું શીખવાના કેવા અભરખા થાય છે !

આ વિડીયોમાં જે ભજન મેં રજુ કર્યું છે એ મને ખુબ પ્રિય છે .એ ભૈરવી રાગનું ભજન છે . આજથી ૬૫ વર્ષ અગાઉ હું એ વખતની ખુબ જાણીતી હાઈસ્કુલ-સર્વ વિદ્યાલય-કડી અને એના જ વિશાળ નૈસર્ગિક પરિસરમાં આવેલ ગાંધી મુલ્યોને વરેલ છાત્રાલયમાં અન્ય ૪૦૦ વિદ્યાર્થોઓ સાથે રહીને અભ્યાસ કરતો હતો. આ છાત્રાલય એ વખતે આશ્રમને નામે વિદ્યાર્થીઓમાં જાણીતું હતું.

એ આશ્રમમાં સવાર સાંજ પ્રાર્થના થતી હતી .આ પ્રાર્થના વખતે આ ભજન -એક જ દે ચિનગારી સ્ટેજ ઉપર સંગીત શિક્ષક અને અન્ય ગુરુઓ સાથે બેસીને ગવડાવતો હતો એ યાદ આવે છે . હવે ૮૦ વર્ષની ઉંમરે ગળું પહેલાં જેવું બુલંદી રહ્યું નથી,ગાવાના મહાવરા વિના ધીમું થઇ ગયું છે .છતાં ગાવાનો પ્રયત્ન આ વિડીયોમાં મેં બીતાં બીતાં કર્યો છે એને કંટાલ્યા વિના સાંભળવા વિનંતી છે.

આ ભજન સાથે જોડાએલું એક બીજું સ્મરણ પણ યાદ આવે છે. શાળામાં વિદ્યાર્થીઓમાં વાચન અને લેખન પ્રવૃત્તિ વિકસે અને એમનામાં પડેલી શક્તિઓ તેઓ બહાર લાવી પ્રદર્શિત કરી શકે એ હેતુથી શાળાના પ્રિય આચાર્ય શ્રી નાથાભાઈ દેસાઈ અને ગુજરાતી વિષયના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલના માર્ગદર્શન હેઠળ એક હસ્ત લિખિત સામયિક “ચિનગારી “ચલાવવામાં આવતું જેને પુસ્તકાલયમાં એક કાચના બનાવેલા કબાટમાં ભરાવવામાં આવતું.આ ચિનગારી સામયિકના તંત્રી તરીકે મને જવાબદારી સોપવામાં આવેલી. આ કામ કરતાં કરતાં મારામાં રહેલી લેખન અને સંપાદન શક્તિનો પાયો એ વખતથી નંખાયો એમ કહું તો ખોટું નથી.

ખેર આ સંસ્થા અને એના ગુરુઓ અને મિત્રો સાથેનાં  ઘણાં સ્મરણો મનની મંજુષામાં કેદ પડેલાં છે. હકીકતમાં ઘણા મિત્રો અને સ્નેહીજનો તરફથી મને સૂચન મળ્યાં છે કે મારા જીવન વિષે મારે લખવું જોઈએ . પણ હું કઈ એવી મહાન વ્યક્તિ નથી .એક અસામાન્ય પરિસ્થિતિઓમાંથી પસાર થયેલ એક સામાન્ય માણસ છું. મારી  જીવન  કથામાં-એક અલ્પાત્માના આત્મ પુરાણમાં –કોને રસ પડવાનો છે ?

હકીકતમાં મારા બ્લોગમાં છૂટક લેખોમાં અને “કુસુમાંજલિ” ઈ-પુસ્તકમાં મારા વિષે અને મારા કુટુંબીજનો વિષે મારા અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો મેં જણાવી જ છે.એમ છતાં જીવનના યાદગાર પ્રસંગો અને મને અસર કરી ગયેલી વ્યક્તિઓ વિષે “મારા જીવન પ્રસંગો ” કે એવા શીર્ષક હેઠળ સંસ્મરણો લખવા એક વિચાર મનમાં રમ્યા કરે છે .આના વિષે યથા સમયે  લખવા ઈચ્છા  છે જ.આ વિચાર જ્યારે હકીકતમાં કાર્યાન્વિત બને  ત્યારે ખરું ! જો અને જ્યારે એ લખાશે એમ અહીં મુકતો જઈશ. 

ખેર, આજે તો એક જ દે ચિનગારી ભજનને ૬૦-૬૫ વર્ષના  ઘણા લાંબા સમય પછી ફરી એક વાર ૮૦ વર્ષના વિનોદ પટેલને નીચે મુકેલ વિડીયોમાં નિહાળો/સાંભળો અને પ્રોત્સાહિત કરો.

વિડીયો પછી આ ભજન માંથી પ્રેરણા લઇ એમાંનો ભાવ પકડી  અંગ્રેજીમાં કરેલ મારો ભાવાનુવાદ પણ મુક્યો છે એને પણ વાંચશો.

મારા પ્રિય ભજનના શબ્દો આ રહ્યા …કેટલું ભાવવાહી છે આ ભજન !

એક જ દે ચિનગારી મહાનલ
એક જ દે ચિનગારી ….. ધ્રૂવ.

ચકમક લોઢું ઘસતાં ધસતાં
ખર્ચી જિંદગી સારી ;
જામગરીમાં તણખો ન પડ્યો
ન ફળી મહેનત મારી …..મહાનલ . ૧.

ચાંદો સળગ્યો ,સુરજ સળગ્યો
સળગી આભ અટારી ;
નાં સળગી એક સગડી મારી
વાત વિપતની ભારી …. મહાનલ ..૨

ઠંડીમાં મુજ કાયા થથરે
ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી ….મહાનલ ..૩.

– હરિહર ભટ્ટ

I want only a spaklet !

I want only a spaklet !

Oh Lord, Oh Sun God,
You are a huge store of Burning Energy,
From far far away
You spread Light in this world
And in Moon, Mars And Other galaxy planets,
But still I shiver and tremble in the cold.

I don’t want more from you,
Please give me only a small sparklet,
Only a ray from your burning Mass
This will help me a lot.
By which I can kindle a tiny spark in me,
And with your light and heat,
I can steady my stumbling feet once for all.

Please chart my way in the darkness around me,
By this divine gift from you,
I can complete the journey of my life,
And finally merge in your mass of Light,
Oh God ! Oh Sun God !

Vinod Patel .7-24-2015


22 July 2015

વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ?

Posted: 21 Jul 2015 06:54 AM PDT
chetanaa
વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતત્વથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે. (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોતાની જાતને વશ કરીને, રાગદ્રેષ જીતીને,એકાંતનું સેવન કરીને,આહાર ઓછો કરીને,વાણી,શરીર અને મનને અંકુશમાં રાખીને ધ્યાન યોગમાં નિત્ય પરાયણ રહીને,વૈરાગ્યનો આશ્રય લઈને,અહંકાર,બળ,દર્પ,કામ,ક્રોધ અને પરિગ્રહ ત્યજી દઈઅને,મમતરહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે.

21 July 2015

સવા લાખનું પર્સ….. હાસ્ય લેખ……અશોક દવે

 સવા લાખનું પર્સ….. હાસ્ય લેખ……અશોક દવે

અમેરિકાથી વાઇફ માટે શું લઇ જવું, એ મૂંઝવણ બહારથી અમેરિકા આવેલા ગુજરાતીઓને ચોક્કસ થાય છે. કેટલાક ભયના માર્યા વાઇફ માટે ગિફ્ટ લઇ જાય છે, તો કેટલાક એક જ ગિફ્ટ બબ્બે- ત્રણત્રણની જોડીમાં લઇ જાય છે. (ઘેર એમાંની એક જ દેખાડવાની હોય !)

હું એક હોનહાર અને આદર્શ પતિ છું. પશ્ચિમ ભારતમાં હવે આવા સારા પતિઓ નથી થતા, એની તો તમને ય ખબર છે. મારી વાઇફને હું અમેરિકા જઇને પણ ભૂલ્યો નહતો. જે જે ધોયળીઓ સારી લાગે, તે બધીઓને મેં વાઇફ સ્વરૂપે જોઇ છે. મારામાં કાળા-ગોરાનો ભેદભાવ નથી. એ વાત જુદી છે કે, અહી આવી ગયા પછી વાઇફમાં મેં એ બધીઓનાં સ્વરૂપો જોવાનું ટાળ્યું હતું. હું નહોતો ઇચ્છતો કે, મારે કારણે ભારત-અમેરિકાના સંબંધો બગડે.

”અસોક…ઠેઠ અમેરિકા જાવ છો, તો મારા હાટું સુંઉ લાવસો ?”હું તો ઓફિસે જતો હોઉ, ત્યારે ય એ મને આવા ટેન્શનો આપે છે, ત્યાં આ તો અમેરિકા જતો હતો, તો છોકરૂં કંઇક અપેક્ષા તો રાખે ને ?

એ જ સંદર્ભમાં મેં હળવા કંઠે અમેરિકામાં ગાયું હતું,

”વો હમ સે કહેંગે શરમા કે, પરદેસ ગયે થે ક્યા લાયે,

હમ ઉનસે કહેંગે જાને જહાં, દિલ અપના બચાકર લે આયે…હોઓઓઓ.”

આ અઘરૂં છે. આટલે દૂર ગયા પછી પત્ની માટે ભલે કશું ન લાવીએ, પણ દેશમાં પાછા આવીને આપણી જ વાઇફે કોક ધોયળીને ભાભી કહેવું પડે, એવું કાંઇ લેતા જવું શરમ જનક છે. માટે હું પણ મારૂં હૈયું બચાવીને લાવ્યો હતો. મેં અનેક ભારતીયો જોયા છે જે, પોતાની પત્ની માટે જ નહિ… કોઇની બી પત્ની માટે અમેરિકાથી સો ગ્રામ ગાજરે ય લઇ આવતા નથી. કેવું શરમજનક ?

છતાં ય પત્ની છે ને ? કંઇક લઇ જવું સારૂં. આપણે બીજી વાર જવાનું થાય તો એને આશા ન બંધાય અને સાથે આવવાની બબાલ ન કરે…કે, ઘેર બેઠા ય એ લાખ-સવા લાખનું કાંઇ લાવવાનો જ છે ને ?

હું ન્યુજર્સીના ‘મૅસી’ઝ’ સ્ટોરમાં ગયો, ત્યાં ‘વર્સાચી’ અને ‘ગુચ્ચી’ જેવા બ્રાન્ડ- નૅઇમ્સવાળી કમર તોડી નાંખે એવા ભાવવાળી આઇટમો મળતી હતી. (આ બન્ને નામો કોઇ મહિલાઓના નથી…બ્રાન્ડના છે.) ચાલતી વખતે વાઇફના બન્ને ખભા સમાંતર રહે, માટે એ ઉપાડી શકે, એટલા વજનનો માલ જ લઇ જવાય. મારો વિચાર તો, ત્યાં જો મળતો હોય તો એને માટે ખાદીનો એક બગલ થેલો લેવાનો હતો. બગલ થેલામાં એ અલીયાબાડાની સેવાભાવી ગ્રામસેવિકા જેવી મનોહર- મનોહર લાગે છે.(ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં બગલ થેલા વિનાની લેખિકા મળવી મુશ્કેલ છે. એમનું સઘળું સાહિત્ય બગલે થેલામાં લટકતું જોવા મળે છે. કહે છે કે, બગલ થેલા વગર કોઇ લેખિકા ગણતું નથી.)

‘વર્સાચી’ના એ સ્ટોરમાં અનેક પર્સ હતા. મેં એક ખરીદ્યુ. કિંમત ૨,૨૦૦ અમેરિકન ડોલર્સ એટલે આશરે રૃા.૧ લાખ ૩૪ હજાર.

આમાં હું થોડો ગણત્રી બાજ ખરો કે, આમે ય, એ સાથે આવી હોત તો આટલા તો ફ્લાઇટોની ટિકીટોમાં જતા રહેત. એના કરતાં લાખ-સવા લાખમાં પતતું હોય તો ખોટું નહિ. બિલ ચૂકવતી વખતે શરીરમાં એક લખલખું આવી ગયું હતું, કારણ કે, ઇન્ડિયા જઇને સવા લાખના પર્સમાં એ રૂપિયા કેટલા મૂકીને ફરશે. એ ધારણાએ ધ્રુજી ગયો હતો.

નોર્મલી, એના પર્સમાં બસો- ત્રણસો તો હોય છે જ. (હું સાથે હોઉં ને… એટલે એને ઝાઝા રાખવાની જરૂર ન પડે. મારા વોલેટમાં ત્રણસો ચાર સો હોય!) વધારે રાખીએ તો કોક માટે કાઢવા પડે ને ?) પણ હવે સવા લાખના પર્સમાં નૈતિક રીતે પણ એણે મિનિમમ ૪૦-૫૦ હજાર તો મૂકવા પડે કે નહિ ? એ ય કમાવવાના તો મારે ?

હવે એ હક્કથી ૧૦-૨૦ હજાર માંગશે કે, ”અસોક… સવા લાખના પર્સુમાં બશો-તઇણશો હારા નો લાગે ! કાંઇક વધારે દિયો.” મને ભય પેસી ગયો કે, આ પર્સ મને બીજા ૪-૫ લાખમાં પડવાનું છે. કેમ કોઇ બોલતું નથી ? મને આટલું લખતા વાઇ કે ફિટ આવી જાય એમ છે.

”હા…. અસોક આવી ગીયા હોં, રીટા. ના રે ના… ખાસ તો મારા હાટું કાંય નથ્થી લાઇવા… બસ એક અમથું એક લાખ ચોત્રીશ હજારનું પર્શ લાઇવા છે. મેં કીધું, સુઉં કામ પણ આવા ખોટા ખર્ચા કયરા ? પણ ઇ માને તો ને ?”

”એક લાખ ચોત્રીશ હજારનું પર્સ….? તુ પાગલ તો થઇ ગઇ નથી ને ? તારો વર આટલી રકમમાં તો પંદર વાર અમેરિકા જઇ આવે એવો કંજૂસ છે…!”

”ના હો, આ શ્રાવણ મહિનામાં મારાથી ખોટું નંઇ બોલાય. અલી, ‘વર્સાચી’નું છે, પછી એટલા તો હોય જ ને ?”

”એક લાખ ચોત્રીશ હજાર…?? તુ ફરી તપાસ કરજે, નહિ તો…”

”જો શાંભળ રીટા… આમ તો આ વાત ગામમાં કોઇને નો કે’વાય, પણ તું ખાસ ઓલી અમુડીને કે’જે જ… ઇનાથી શહન નંઇ થાય. લાશ્ટ ટાઇમ, ઇ ન્યુઝીલેન્ડ ગઇ’તી, તો મારા જીવો બળાવવા મને કિયે, ”હું તીયાંથી પિચ્ચોતેર હજારના કાનના બુટીયા લાઇવી…!” રીયલી, મેં તો પૂછી જ લીધુ, ”પિચ્ચોત્તેર હજાર તો બન્ને કાન શાથેનો ભાવ હશે… ખાલી બુટીયાના આટલા નો હોય… એમાં ઇ બઇગડી’તી. હવે તુ એને ખાસ કે’જે કે, મારો વર મારા હાટું એક લાખ ને ચોત્રીશ હજારનું પર્સ લાઇવો છે….! આપણે નથ્થી બોલતા તીયાં શુધી જ, હોં…!

ઇન્ડિયા પહોચ્યા પછી પહેલું અને છેલ્લું ટેન્શન આટલા મોંઘા પર્સની સમાજને જાણ કરવાનું હતું. હાથમાં લઇ લઇને ફરીએ… ઓકે, લોકો જુએ પણ ખરા… ઓકે, પણ બધાને એ તો ખબર ન હોય ને કે, પર્સ આટલું મોંઘું છે ? આમ બહારથી પચ્ચી રૂપીયાનું છે કે સવા લાખનું, એ કાંઇ ખબર ન પડે. સમાજને માહિતગાર કરવાની જવાબદારી આપણી છે. સુઉં કિયો છો ?

સામે ચાલીને બહુ મોંઘા ખર્ચાવાળી કિટ્ટી પાર્ટી દેવામાં આવી. (પાર્ટીને અંતે ખર્ચાનો સરવાળો રૂ. ૩૨,૦૦૦) વાઇફે સંયમ રાખ્યો કે, આપણે સામે ચાલીને કોઇને જાણ નથી કરવી. જોઇએ તો ખરા, લોકો શું કહે છે ? એણે પર્સ કાર્ડસ્-ટેબલ પર રાખ્યું, જેથી સહુની નજર પડે.

વાઇફની જન્મથી ખાસીયત છે. વીણી વીણીને એક એક સખીઓ એવી રાખી છે, જેની ઉપર આપણી તો ઠીક, એમના વરોની ય નજર ન બગડે. એ બધામાં રૂપાળી ગણો તો ય અમારી રાધા ને જોવી ગમે તો ય અમારી રાધા ! હવે તમે કલ્પના કરી શકો કે, બાકીનીઓ કેવી હશે ? પણ બાકીની એકે ય સખીને સખી કહેવામાં ગૌરવ ન થાય… ‘સખો’ કહીએ તો વાતમાં વજન પડે ! કોઇના બે દાંત આગળ હોય, કોઇ કાળું ગુલાબ હોય, કોઇ એટલી હદે બટકી હોય કે, ટીવી પર અમિતાભને જોવો હોય તો એકની ઉપર એક, એવા ત્રણ ટીવી મૂકો તો ઉપરવાળામાં બચ્ચનનું માથું ને નીચેવાળામાં પગ દેખાય. એકનો તો વાતવાતમાં ખભાનો ઝટકો આપણી તરફ આવે… ખભાથી હેડકી ખાતી હોય એવું લાગે ! બીજી એકનું નામ ‘પુષ્પી’ છે. પુષ્પ એટલે ફૂલ. પણ દુનિયાભરના ‘બોટની’ના એકે ય પાઠયપુસ્તકમાં આ ‘જંગલી ફૂલ’નો ઉલ્લેખ નથી. સીધુ આપણા ઘેર આવીને જ ખીલ્યું. પણ આ બધીઓથી પત્ની ખુશ કે, મારો અસોક તો આઘો રિયે છે !

”હાય હાય… આ ઓશિકાનું લેધર-કવર ક્યાંથી લીધું ? છે સારૂં, હો !” કાળા ગુલાબે સવા લાખના પર્સને હાથમાં પકડીને વાઇફને પૂછ્યું. ઊંધી કરેલી કાચની રકાબી ઉપર કોઇએ લોખંડની હથોડી પછાડી હોય, એવો ઝટકો વાઇફને લાગ્યો.

”સુઉં રક્ષાડી….તને ઇ ઓસિકાનું કવર લાગે છે ? અરે, આ તો પર્સ છે ને મારો વર…”

”મારી રૂપાળી રાધા… આને તુ પર્સ કહે છે ?” બટકી બોલી, ”અરે ઢાલગરવાડમાં આવા ચીંથરાઓ પચ્ચી પચ્ચી રૂપિયામાં જોઇએ એટલા મળે છે…. કોક તને છેતરી ગયું. બેન !”

દેખાવમાં જાવેદ મીયાંદાદ જેવી લાગતી બેન પૂનમે વધુ આઘાત આપ્યો, ”બકા, ધોયા પછી આ ચઢી જવાનું… આને ધોઇશ જ નહિ !” સાલા પર્સો ક્યે દહાડે લોન્ડ્રીમાં ધોવા નાંખીએ છીએ, પણ ગામના મોંઢે તાળાં મરાય છે ?

ભારે નિરાશાઓ સાથે એ પાર્ટી પતી ગઇ. કોઇએ પૂછ્યું તો ઠીક… એ પર્સને હાથમાં લઇને જોયું પણ નહિ, એનાથી નિરાશ મારી પત્ની ફિલ્મ ‘સુજાતા’ની નૂતન જેવી દેખાતી હતી.

”અસોક, આપણા ‘મનપસંદવાળા ‘શ્મિતાબેન કે’તા’તા કે, આવી મૂલ્યવાન ચીજુંને પરખનારો તો ક્લાશ જ નોખો હોય. ક્લબું કે મોટી હોટલુંમાં જ આની કદર કરનારા મલી રિયે. ઇ લોકો આવું વાપરતા હોય, એટલે એમને ખબર હોય. આપણે ક્લબમાં મેમ્બર થઇ જાંઇ…?’

કોના બાપની દિવાળી ? અમે શહેરની એક ક્લબમાં પાંચ લાખ આપીને મૅમ્બર થયા. રવિવારે ભીડ હોય એટલે ગયા. ઓળખીતાઓ ય મળ્યા. પારૂલ-દિપક સામેથી જ આવતા હતા. પત્નીએ કોણી ઉપર પર્સ લટકાવીને ભારે ઉમળકા સાથે ”ઓ હાય… તમે આઇયાં…?” સુઉં વાત કરો છો ?” કહ્યું. પર્સ પકડેલી કોણી ઊંચી કરવા વાઇફે હાથ ગળાની પાછળ અડકાડયો.

”ઓહ ભાભી… આ તમારી કોણી ઉપર કાળું કાળું ડામર જેવું શું ચોંટયુ છે ? જુઓ જુઓ જરા …. ડ્રેસને અડે નહિ !”

તારી ભલી થાય ચમની… તને આ જાંબલી-જાંબલી પર્સ ન દેખાણું ને કાળું કાળું ડામરીયું જ દેખાણું ? ને છતાં ય, શરમ તોડીને વાઇફે કહેવું પડયું, ”ઓહ પારૂલભાભી… આ જરા પર્સ પકડો ને… હું ઇ ડાઘો લૂછી નાંખુ…!”

બેન પારૂલે પર્સ હાથમાં લેતા જ પૂછ્યું, ”અરે વાહ… આટલું સુંદર પર્સ…? ‘વર્સાચી’નું ?” વાઇફના ચેહરા ઉપર નૂર આવ્યું. એ સ્માઇલ આપવા જતી જ હતી, ત્યાં પારૂલ બોલી, ”દીપક… જોયું ? સાલા ચાઇનાવાળા અહીં ય પહોચી ગયા છે.. ‘વર્સાચી’નું ય ડૂપ્લિકેટ…! ઓરિજીનલ ‘વર્સાચી’નું લાખ- સવા લાખમાં મળે ને આ…? બસ્સો બસ્સો રૂપિયામાં….!”

–અશોક દવે 

સિક્સર

– રાત્રે બબ્બે વાગે કાન નહિ, બધું ફાડી નાંખે એવા લાઉડ- સ્પીકરો સાથે ધાર્મિક સરઘસો બૂમરાણ કરતા નીકળે, વૃધ્ધ અને બિમાર લોકો તરફડે, છતાં પોલીસ આવા ઘોંઘાટની પરવાનગી પણ આપે, એ તો કેવળ ભારતમાં જ બને !

– ના સર-જી, તમે સમજ્યા નહિ ! આવા સરઘસો પોલીસ અધિકારીઓ રહે છે, ત્યાંથી ક્યાં નીકળવાના છે ?

– નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !!!

સાભાર -સૌજન્ય- Ashok Dave’s Blog 

REMEMBER

VIDESHI CHALAN

જીવતરનો બોજ

વતન ભારતમાં આવાં ગરીબ અને મહેનત જીવી મહિલાઓનાં દ્રશ્યો જોવા મળે એ આર્થિક પાવર ની વાતો કરતા દેશના નેતાઓ માટે શરમ રૂપ ગણાવાં જોઈએ.

chitra kaavy-1

આ ચિત્ર જોઈ આ કાવ્ય સુઝ્યું ..

જીવતરનો બોજ

એના માથે ચણતરનો બોજ છે
એની કમરે જણતરનો બોજ છે
એના મનમાં જીવતરનો બોજ છે
પણ નેતાઓને ક્યાં કશું નડતર છે ?
આહ, આ તો કેવું માવતર હોય છે ?
ગરીબોનું આ તો કેવું કરુણ જીવતર છે ?
પેટનો ખાડો પુરવા કેવી વેઠ કરાવે છે !

વિનોદ પટેલ

એક ફૂલનો સંદેશ !chitr kaavy-2

કદાચ જો બરાબર વાંચી ના શકાય તો આ ચિત્રમાં જે લખાણ છે એ આ છે.

ધગતા લાવામાં ભસ્મીભૂત થયેલ ફૂલો વચ્ચે
ખીલી ઉઠ્યું છે કેવું આ એકલું રંગીન પુષ્પ !
આપી રહ્યું જાણે માનવીઓને એનો સંદેશ કે –
નીરાશાઓ વચ્ચે પણ એક આશા અમર છે .

એક ચિત્રકુ- ચિત્ર હાઈકુ chitr kaavy-3

મળવા જેવા માણસ….શ્રી વિશ્વદીપ બારડ…. પરિચય …. શ્રી. પી.કે.દાવડા

 મળવા જેવા માણસ….શ્રી વિશ્વદીપ બારડ…. પરિચય …. શ્રી. પી.કે.દાવડા

મારા મિત્ર શ્રી પી.કે. દાવડાએ એમની જાણતી પરિચય શ્રેણી “મળવા જેવા માણસ ” માં ૪૯ મો પરિચય , હ્યુસ્ટન નિવાસી સાહિત્ય અને સમાજ સેવી એમના નામથી અને કામથી જાણીતા શ્રી વિશ્વદીપ બારડનો પરિચય ઈ-મેલમાં મને મોકલ્યો છે.

આ બન્ને મહાનુભાવોના આભાર સાથે શ્રી વિશ્વદીપ બારડનો પરિચય વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં સહર્ષ પ્રસ્તુત કરું છું. 

વિનોદ પટેલ 

=========================== 
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી