Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

28 August 2015

KNOELEDGE

loading...

કલા ગુરુ રવિશંકર રાવળની ૧૨૩ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ

Kalaguru Ravishankar Raval

કલા ગુરુ રવિશંકર રાવળની ૧૨૩ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ

ઓગસ્ટની 1લી તારીખે આદરણીય કલાગુરુ રવિશંકર રાવળનો 123મો જન્મદિવસ હતો.તેના અનુસંધાનમાં એમના ઓરેગન ,યુ,એસ.એ. નિવાસી સુપુત્ર ૮૫ વર્ષીય મિત્ર ડો. કનકભાઈ રાવળે શ્રી.રજનીભાઈ વ્યાસ લિખીત અંજલી પત્ર મને મોકલેલ એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .


કલાગુરુ ર.મ.રા. ની ૧૨૩મી જન્મ જયંતીએ એમને આ પોસ્ટ મારફતે  હાર્દિક સ્મરણાંજલિ પાઠવતાં વિનોદ વિહાર ગર્વ અનુભવે છે. 

વિનોદ પટેલ 

કળા ગુરુ 

કલા ગુરુ રવિશંકર રાવળની ૧૨૩ મી જન્મ જયંતીએ સ્મરણાંજલિ

 


​સામાન્ય પ્રજાજન રવિશંકર રાવળને માત્ર ચિત્રકાર તરીકે ઓળખે છે પરંતુ તે પર્યાપ્ત નથી. તેમનું શરીર દૂબળું-પાતળું અને નબળું હતું – નાજુક હતું. પરંતુ અંદરથી તેમનો આત્મા દૃઢ આત્મવિશ્વાસ ધરાવતો હતો.

મુંબઈમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હવે શું કરવું તેની તે દ્વિધામાં પડ્યા. તેમણે વિચાર્યું કે જો ચિત્તમાં સળવળી રહેલા સ્વપ્નોને સાકાર કરવા હોય તો ગુજરાતની સંસ્કૃતિના કેન્દ્રસમુ અમદાવાદ જ યોગ્ય ગણાય. અમદાવાદના જાહેરજીવનના બે અગ્રણી સજ્જનો ડૉ. હરિપ્રસાદ દેસાઈ અને શ્રી હીરાલાલ પારેખના સહકાર અને હૂંફે 1919માંતેઓ અમદાવાદ આવીને સ્થિર થઈ ગયા.

અમદાવાદ આવ્યાના એક જ વર્ષમાં એમની પીંછી જેટલી જ એમની કલમ દ્વારા પણ અભિવ્યક્તિની શક્તિ તથાકલા-સંસ્કારના ક્ષેત્રમાં એમની સૂઝ-સમજ જોઈને ઉપરના બંને મિત્રોએ એમને શહેરની સાહિત્યસભાવર્નાક્યુલર સોસાયટી વગેરે સંસ્થાઓમાં મોખરાનું કાર્ય કરતા કરી દીધાઅને ત્યાં બીજે જ વર્ષેઈ. 1920માં ભરાએલાગુજરાત સાહિત્ય પરિષદના છઠ્ઠા અધિવેશનના કલા પ્રદર્શનના આયોજનનું કામ એમને સોંપાયુંજે એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. એ પ્રદર્શન માત્ર ચિત્રકળાનું જ ન હતુંપરંતુ સાહિત્યઅન્ય ચારુ કળાઓ આદિ જ્યાં જ્યાં ગુજરાતની સંસ્કાર-લક્ષ્મી વ્યાપી હતી તે સર્વક્ષેત્રસ્પર્શી ગુજરાત પ્રદર્શન‘ હતું.

આ દરમિયાન વીસમી સદીના બંધ પડવાને કારણે ગુજરાતમાં કલાસંસ્કારના ક્ષેત્રે જાણે ખાલીપો લાગતો હતો. રાષ્ટ્રઘડતરના એક માધ્યમ તરીકે એ ક્ષેત્રનો કોઈને ખ્યાલ ન હતો. યુવાન વયે તેઓ અમદાવાદ આવીને સ્થિર થયા ત્યારથી તેમના ચિત્તમાં સળવળી રહેલાં સ્વપ્નો અને આદર્શો મૂર્તિમંત થાય તે માટે તેમણે કલા અને સાહિત્યનું એક નમૂનેદાર સામયિક પ્રગટ કરવાનો નિર્ધાર કર્યો –

૧૯૨૪નું વર્ષ રવિભાઈ માટે અને ગુજરાત માટે મહત્ત્વનું સાબિત થવાનું હતું. આ વર્ષના આરંભે તેમણે કુમારમાસિકનો આરંભ કર્યો. મર્યાદિત સાધનો અને સગવડ સાથે માસિક ચલાવવું ખૂબ મુશ્કેલ કાર્ય હતું. પણ આ પણ જાણે વિધિનો એક સંકેત હતો. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજના નિવૃત્ત થતાપ્રિન્સિપાલ સ્કોટ સાહેબનું તેમણે સરસ પોર્ટેઈટ દોરેલું. તે બદલ તેમને તેજમાનામાં ઘણી મોટી કહેવાય તેવી રકમ તેમને મળી હતી – જે તેમનેકુમારશરૂ કરવામાં કામ આવી. વળી એ જ નિમિત્તે પરિચય થયેલો તે બચુભાઈ રાવત જેવા હોનહાર સાથીદાર મળ્યા. રવિભાઈ અને બચુભાઈનો મેળાપ એ પણ એક સુખદ અકસ્માત હતો તે આપણે આગળ ઉપર જોઈશું.

ગુજરાતમાં કલાવિકાસકલાપ્રવૃત્તિમાં એક યુગનાં મંડાણ થયાં. માત્ર કલા જ નહિપણ શિષ્ટ સાહિત્યનું પણ તે પ્રહરી બન્યું. સર્જનાત્મક સાહિત્ય,માહિતીપ્રદ સાહિત્યચિત્રોતસવીરો સાથે ઉત્તમ કલા-આયોજન કરીકુમારેજે ગજું કાઢ્યું તે ગુજરાતી ભાષાના સામયિક પ્રકાશન ક્ષેત્રે જ નહિપણ અન્ય ભારતીય ભાષાઓમાં પણ એક સીમાસ્તંભરૂપ બની ગયું. ગુજરાતના હજારો યુવાનો માટે કુમાર‘ પ્રેરણાસ્રોત બની રહ્યું. રવિભાઈએ અનેક પ્રવાસો કર્યા છે. જ્યાં જ્યાં ગયા ત્યાં એમની પેન્સિલ સ્કેચબુક પર સદા ફરતી રહી છે. નાની મોટી ઘટનાઓ એમના ચિત્તમાં કંડારાઈ જતી હતી.

રવિભાઈ માત્ર ચિત્રકાર ન હતા. સારસ્વત પણ હતા. ચિત્રકળા અને લેખન પર એમનો એક સરખો કાબૂ હતો. તેમની ભાષા પ્રાસાદિક હતી. સામાન્યજ્ઞાનનાવિષયોમાં એમને રસ હતો. એટલે તેમણે કુમારને માત્ર ચિત્રકળા પૂરતુંમર્યાદિત ન રાખતાં કવિતા અને સાહિત્યની અભિવ્યક્તિનું માધ્યમ બનાવ્યું.એટલું જ નહિ પણ કુમારમાં વિજ્ઞાન અને સામાન્યજ્ઞાનના સાહિત્યનો પણ સમાવેશ થતો રહ્યો એટલે તેનો વાચક-ચાહક વર્ગ વ્યાપક થવા લાગ્યો.

કુમારે‘ ગુજરાતના સાહિત્ય-કલાના રસજ્ઞો પર ઘેલું લગાડ્યું. સચિત્રતા તેની આગવી ઓળખ હતી. ગુજરાતના લેખકો કે કલારસિકો જ નહિ પણ રસ ધરાવતાં અનેક યુવાનોને માટે ‘કુમાર‘ પ્રેરણારૂપ બન્યું. તમને ગુજરાતમાં એવા હજારો લોકો મળશે કે જે કહેશે કે હાઅમને કુમારે‘ ઘડ્યા છે. અમે કુમારના ઋણી છીએ.” આ કાંઈ નાની સૂની વાત નથી. રવિભાઈના વ્યક્તિત્વ તેમજ તેમણે કુમારને જે ઉચ્ચ કોટિએ મૂકી આપ્યું હતું તેને કારણે તેમને અનેક નીવડેલા સાહિત્યકારોનો સહકાર પ્રાપ્ત થયો. અને કુમાર‘ ગુજરાતી ભાષાનું એક આદર્શ માસિક બની રહ્યું.કુમારના ગુજરાતની પ્રજા પર ખૂબ ઉપકાર છે.

૧૯૩૭માં કરાંચીમાં સાહિત્ય પરિષદના અધિવેશનના કલાવિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. આવખતે તેમનું અધ્યક્ષીય વ્યાખ્યાન સ્મરણીય છે. આ જ અરસામાં કુમારમાંના કલાવિષયક લેખો અને અજંતાની કલાયાત્રાના ફલસ્વરૂપ અજંતાના કલામંડપોનું પ્રકાશન એમની સુરેખ કલમ અને પીંછીની કીર્તિદા બન્યાં હતાં. સર્જનાત્મક ચિત્રો ઉપરાંત પોર્ટેઈટમાં તો તેમની અનોખી સિદ્ધિ હતી. પુસ્તકો માટે પણ તેમણે અનેક લાઈન ડ્રોઇંગ કર્યાં છે. મુનશી જેવા એમના પ્રિય લેખકની ‘પાત્રસૃષ્ટિની માળા એમનું મૂલ્યવાન સર્જન છે. 

સાભાર સ્વિકાર : લેખક રજની વ્યાસ ,”નવગુજરાત સમય” જુલાઈ 22,2015 

Kalaguru Ravishankar Raval 

science ;;;;;;latest

loading...

mental :;; Aaangle

loading...

કેટલો વખત … કાવ્ય … મકરંદ દવે … ભાવ દર્શન … શ્રી શરદ શાહ

કેટલો વખત … કાવ્ય … મકરંદ દવે … ભાવ દર્શન … શ્રી શરદ શાહ


આ રહી નખશીખ ભાવ નીતરતી સાંઈ મકરંદ દવેની શ્રી શરદ શાહે મોકલેલી રચના …

કેટલો વખત

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.

પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત

પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.

પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત.

– મકરન્દ દવે

મકરંદ દવેએ વિશેષ કરીને ભજનિકો અને ઓલિયા વ્યક્તિત્વવાળા અનેક લોકોના જીવનની વાતો વિષે લખ્યું અને કાવ્યું છે. મકરંદ દવેમાં એક ભક્તની મસ્તી ઝળકતી હતી. એમનાં ભજનોનાં બે પુસ્તકો  “ભજન રસ ” અને “સત કેરી વાણી “અને યોગ પથ ” મારા પુસ્તક સંગ્રહમાં મેં વસાવ્યાં છે. પહેલાં બે પુસ્તકોમાં એમણે અનેક પ્રાચીન ભજનોનો અર્થ સમજાવી ભજનોના રામ રસાયણનો આપણને અમૃત રસ ચખાડી એનો બખૂબી રીતે આસ્વાદ કરાવ્યો છે.યોગ પથ પુસ્તકમાં વિવિધ યોગ સાધનાનું એમણે માર્મિક નિરૂપણ કર્યું છે.

ગુજરાતીમાં ૫૧ પુસ્તકોમાં મકરંદભાઈએ જે સૂર રેલાવ્યો છે એ સાધનાનો સૂર છે.  

મકરંદ દવે નો પરિચય

Makrand dave

ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી

અહીં ક્લિક કરીને વાચો .

હું જે પ્રમાણે શ્રી શરદભાઈ ને ઓળખું છું એ રીતે તેઓ પણ એક આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે. ગુજરાતી બ્લોગોમાં કોઈ લેખ,વાર્તા કે કાવ્ય ઉપરના એમના ખુબ જ મનનીય પ્રતિભાવો મેં વાંચ્યા છે જે એક સંપૂર્ણ લેખના સ્વરૂપના હોય છે.ખાસ કરીને એમાં દર્શાવેલા એમના આધ્યાત્મિક વિચારો આકર્ષિત કરે એવા બળુકા હોય છે.

મેં શ્રી શરદભાઈને મને ગમેલા સ્વ.મકરંદ દવેના ઉપર મુકેલ કાવ્યનું વિનોદ વિહારના વાચકોને માટે રસ દર્શન કરાવતો એક લેખ લખી મોકલવા માટે વિનતી કરી હતી. આના જવાબમાં એમણે આ લેખ મોકલતાં એમના ઈ-મેલમાં જે લખ્યું એમાં એમના નમ્રતાપૂર્ણ નિખાલસ સ્વભાવનાં દર્શન થાય છે.

શ્રી શરદભાઈનો આ ઈ-પત્ર એમના હાર્દિક આભાર સાથે નીચે અક્ષરશ : રજુ કરું છું.  

પ્રિય વિનોદભાઈ ,
પ્રેમ.
હું કોઇ ભાષાવીદ/શાસ્ત્રી નથી અને કાવ્યની તકનીકી બાબતે અનભિગ્ન છું.
કાવ્યનુ બંધારણ્, (લગાગગાસગાભગા), છ્ંદ, પ્રકાર, અલંકારો, રુપકો કે બીજું બધું જે હોય તેની મને ખબર પડતી નથી કે હું તેનુ વિશ્લેષણાત્મક રસદર્શન કરાવી શકું.

મને તો કાવ્યનો ભાવ હૃદયમાંથી ઊઠેલો જણાય અને મારી હૃદય વીણાના તાર પણ ઝણઝણી ઊઠે અને થાય કે લાવ મિત્રો સાથે શેર કરું, એટલે મિત્રોને મોકલી આપું છું.

મકરંદભાઈના પેંગડામાં પગ ભરાવાની મારી કોઈ હેસિયત પણ નથી. એમને હૃદયપૂર્વક સાધનામાં જીવન વિતાવ્યું અને જુદાજુદા સમયે જે ભાવદશા રહી તેને કાવ્ય સ્વરુપે વાચા આપી છે.

આ કાવ્ય જીવનના અંતીમ તબક્કામાંથી પસાર થતા દિવસોમાં લખાયેલું છે. આપણે બધા પણ જીવનના આખરી તબક્કામાં છીએ એટલે આપણી ભાવદશા પણ આવી જ ક્યાંક હોય.

ભલે આપણે બધા તેને કાવ્યાત્મક ભાષામાં રજુ ન કરી શકીએ પણ આવો ભાવ આપણા હૃદયને સ્પર્શે અવશ્ય, તેથી અહીં આરે આવીને ઉભેલાં મિત્રોને આ કાવ્ય મોકલાવ્યું છે.

કાવ્યનો ભાવ જે હું મારી નાનકડી બુધ્ધીથી જેટલું સમજ્યો છું તે આપને મોકલાવું છું. વિનોદ વિહાર પર છપાય તેના કરતાં વિનોદભાઈના હૃદયમાં છપાય તેનુ મુલ્ય વધુ છે. 

આપને આ કાવ્યનો ભાવાર્થ કે રસદર્શન જે કહો તે મોકલું છું આપને યોગ્ય લાગે વિનોદ વિહાર પર ચઢાવવો તે આપની મરજી છે.
શેષ શુભ.
પ્રભુશ્રીના આશિષ
શરદ.

આવા આ પરમ ભાવિક મિત્ર અને ઓલિયા વ્યક્તિત્વવાળા આધ્યાત્મ માર્ગના એક સન્નિષ્ઠ પ્રવાસી શ્રી શરદભાઈ શાહ એ કરાવેલું સાંઈ મકરંદ દવેના કાવ્યનું ખુબ જ પ્રેરક અને રસિક ભાવ દર્શન નીચે વાંચો.

કેટલો વખત – કાવ્ય – મકરંદ દવે

 ભાવ દર્શન-શ્રી શરદ શાહ

મનુષ્યનુ જીવન તેને અનેક પાઠ શિખવે છે. પરંતુ કેટલાંક પાઠ તેનો યોગ્ય સમય આવે ત્યારે જ સમજાય છે.માનવીને તેના જીવનના આખરી તબક્કામાં જ સમજાય છે કે જીવનભર જે દોડમાં અને હોડમાં લાગેલો રહ્યો તે દોડ વ્યર્થ હતી. હાથતો ધનથી, પદથી કે પ્રતિષ્ઠાથી ભરાઈ ગયા પરંતુ જીવનમાં કોઈ તૃપ્તિનો અહેસાસ નથી, કોઈ આનંદનો અનુભવ નથી, કોઈ ફુલ ખિલ્યા નહી અને લગભગ જીવન વેડફી માર્યું. તિજોરી તો પૈસા, જર-જવાહરાતો થી ભરાઈ પણ હૃદય સાવ ખાલી છે.આવી પરિસ્થિતીમાં આવી ભાવદશામાં કવિના હૃદયમાં આવા કાવ્યનો જન્મ થયો છે. જે મકરંદભાઈએ ખુબ કલાત્મકરીતે રજુ કર્યો છે.

કવિ કહે છે :  

“ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?

આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત?”

હવે તો જીવનની સંધ્યા આવી. બજાર બધા સંકેલવાની વેળા આવી ગઈ. જીવનભર આપણે ગણિતના હિસાબ કિતાબ અને તારું મારું કરતા રહ્યા પણ હવે કેટલો વખત આ કરીશું? અને જ્યારે જીવનના ચોપડાનો હિસાબ તપાસીએ તો ખબર પડે કે ” ખાયા પીયા કુછ નહી, ગ્લાસ તોડા, અઠ્ઠન્ની.” જેવો આપણો ઘાટ છે. આવ્યા તો હતા મોજમાં અને આનંદમાં જીવવા, પણ જીવતાં ન આવડ્યું. ઝોલી ખાલીકી ખાલી હી રહી. શું આપણને એવો અહેસાસ થાય છે? જો અહેસાસ થતો હોય તો આગળ વાંચો. ન થતો હોય તો આગળની પંકતિઓ અર્થ હીન છે.

“પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,

અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.”

યુવાનીમાં તો પગ જમીન પર ન મુકતાં અને ઠેકા ઠેક કરતા પગમાં થનગનાટ હતો, આભનાં તારલાં તોડ્વાનો તરવરાટ હતો, રંગરાગ ખેલવાનાં સપનાઓ હતાં પણ હવે આરે આવીને ઊભા છીએ તો હવે આ રંગરાગ અને કિચુડતી ખાટનો ધ્વની કેટલો વખત?

ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો

જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.?

મકરંદભાઈ એક આંતર દૃષ્ટાની સાથે સાથે મંજાયેલા કવિ પણ છે જે અહીં એમને બે શબ્દોનો પ્રયોગ કર્યો છે…એક તો છે “દૂલીચા” અને બીજો છે “મઝર”. દૂલીચા જેવો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં નથી. પરંતુ આપણે બાળપણમાં ઉડતા ગાલીચાની વાર્તા સાંભળેલી છે. આ જાદુઈ ગાલીચા પર બેસી તેને હુકમ કરો ત્યાં ઉડતો ઊડતો લઈ જાય. એવો જ એક ગાલીચો આપણી ભિતર પણ છે જેને આપણે મન કહીએ છીએ. મકરંદભાઈએ એને નામ આપ્યું દૂલીચા. બીજો અદૃશ્ય ગાલીચો જે ભિતર છે. આ મન પણ કલ્પનાઓ કરી અહીંથી તહીં ઉડા ઉડ કરે છે. ‘મઝર’ નો એક અર્થ છે મુર્ખતા ભરેલ કૃત્ય. આપણું આ મન તુંડ મિજાજી અને મુર્ખ છે. અને આ મુર્ખતા ભરી હરકતો કરતાં કરતાં આપણે જીવન ભર રઝળપાટ કરી,પણ હવે આ રઝળપાટ પણ કેટલો વખત?  આગળ તેઓ કહે છે :

રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,

મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત?

ખુબ સુંદર રુપક છે. સરસ્વતી નદી આપણે એને કહીએ છીએ જે તેના મૂળમાંથી નીકળી સાગરમાં મળવાની જગ્યાએ રણમાં ક્યાંક ભુગર્ભમાં ચાલી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આપણે સરસ્વતી દેવીને પણ વિદ્યા કે જ્ઞાનની દેવી કહીએ છીએ. આ જ્ઞાનનો પ્રવાહ પણ આપણી ભીતર વહે છે. અદૃશ્ય રુપે. જેને સાચા જ્ઞાનની પ્યાસ છે તેને ભિતર ખોજવું જ પડે છે. બહાર જે બધું પુસ્તકીયું જ્ઞાન છે તે નકલી જ્ઞાન, કેવળ માહિતિઓ સિવાય કાંઈ નથી. પરંતુ આપણે આ જુઠા જ્ઞાનની પાછળ જીવન ખર્ચી નાખીએ છીએ. જેમ રણમાં સુર્યનો  તાપ પડે ત્યારે દુર દુર જોતાં જળાશય હોય તેવો આપણને ભાસ થાય છે જેને મૃગજળ કહીએ છીએ. આ મૃગજળ શબ્દ બન્યો છે કે રણમાં રહેતાં મૃગ આ નકલી જળાશયને ભાળી પાણીની પ્યાસ બુઝાવવા તે તરફ દોડે છે પણ ત્યાં કોઈ જળ નથી કે જે પ્યાસ બુઝાવે. બસ માનવીની પણ આવી જ પરિસ્થિતી છે.આભાસો અને ભ્રમણામાં જીવનભર દોડે છે પરંતુ તેની પ્યાસ બુઝાતી નથી. ગમે તેટલું ઉપાર્જન કરી લે એ બધું બે કોડીનુ. ભીતર એક અજંપો, એક ઉકળાટ દરેક મનુષ્યની અંદર સદા બનેલો રહે છે. પરંતુ રણમાં એક આશા છે પાણીની, પ્યાસ બુઝાવાની. અને એ આશા છે ભુગર્ભની સરસ્વતીને શોધી તેમાંથી અસલી જળ મેળવવાની. તો કવિ કહે છે,”રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત? ક્યાં સુધી મૃગજળની પાછળ દોટ લગાવશું? હવે તો જાગો. અંત ઘડી નજીક આવી ગઈ છે.

છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે

પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત?

સુત્રધારનો અર્થ છે પરમાત્મા. જેમ કઠપુતળીના ખેલમાં દરેક પુતળીને પોતાની આંગળીઓ સાથે દોરી(સુત્ર)થી બાંધી કઠપુતળીનો ખેલ કરનાર નચાવે છે તેમ આ જગતનો જે ખેલ ચાલી રહ્યો છે તેનો સુત્રધાર પરમાત્મા છે. હવે તો તે પણ ખિન્ન છે. હવે તો તેના પણ આંગળા દુખવા માંડ્યા છે. ક્યાં સુધી હવે આ દેહરુપી કઠપુતળી થનગનાટ કરતી રહેશે?

કવિ પોતે અંતરયાત્રાના સાધક છે, લખે છે કે :

પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,

આકાશ પણ અફાટ હવે કેટલો વખત?

હવે દેહના કોચલામાં રહીને જીવતાં થોડું થોડું હું શીખી ગયો છું. હવે તો ઈંડામાં રહીને પણ ક્યારેક ક્યારેક ઉડતાં આવડી ગયું છે. સામે અફાટ આકાશ છે તે પણ ટુંક સમયમાં ચાલ્યું જશે.

અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર

રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત?

ભીતર અંતર આત્માનો અવાજ સતત સંભળાય છે અને વારંવાર ચેતવણી આપે છે. ગોરખનાથના શિષ્ય હતા જેમનુ નામ હતુ મછંદર. ગોરખનાથ ભારતમાં થયેલ ગુરુઓમાં એકદમ અનોખા હતા અને એમણે પરમાત્મા સુધી પહોંચવાના અનેક માર્ગો શોધેલા. અમુક માર્ગો તો ખુબ વિચિત્ર લાગે જેમ કે,“સતત હસતા રહેવાથી પણ પરમાત્મા સુધી પહોંચી શકાય”. ગોરખનાથના આવા વિચિત્ર પ્રયોગોથી આપણે ત્યાં એક ઉક્તી પ્રચલિત બની તે છે ગોરખધંધા..કાંઈ બખડજંતર કરો તેને આપણે ગોરખધંધા કહીએ છીએ.એવી જ બીજી ઉકતી પ્રચલીત બનેલ તે છે, “ચેત મછંદર ગોરખ આયા” ગોરખનાથ ગુરુ હતા અને તેમના શિષ્યોને જ્ઞાન આપવાની તેમની રીત રસમ અનુઠી હતી, તેઓ ગમે ત્યારે પ્રગટ થતા અને શિષ્યને માથે લાકડી ફટકારતા કે અન્ય કોઈ તરકીબ અજમાવતા જેથી શિષ્ય બેહોશીમાં ન ચાલ્યો જાય. જરા પણ બેહોશી આવી કે શિષ્ય મર્યો. સાધકની યાત્રા જ હોશમાં જીવવાની છે. ક્ષણભર પણ કલ્પનાઓ કે સ્મૃતિની જાળમાં જીવ્યા સાધના તુટી. એટલે દરેક શિષ્યએ સતત જાગૃત રહેવું પડતું હતું.એના પરથી ઉકતી બની છે “ચેત મછંદર ગોરખ આયા.” કવિએ અહીં આ ઉકતીનો બખુબી ઉપયોગ કર્યો છે.ભીતરનો અંતર આત્મા હવે વારંવાર ચેતવે છે કે જાગ હવે તો આ રાજપાટ પણ કેટલા દિવસ છે? “સબ ઠાઠ પડા રહ જાયેગા, જબ બાંધ ચલેગા બંઝારા.”

પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે

શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત?

આખરી પંકતીઓ અદભુત છે. કવિ કહે છે, આમ આ પીજરામાં, બંધનોમાં ક્યાં સુધી પડ્યો રહીશ હવે તો પીંજરમાંથી બહાર નીકળ. હવે ખુલ્લા આકાશમાં ઉડવાની વેળા આવી ગઈ છે. હવે તારી ભાષા બોલ જે તારી ભીતર જન્મી છે. જે અસલી જ્ઞાન છે તેને તું મોકળા મને મહાલ. ક્યાં સુધી આ શાસ્ત્રોના, ગીતાના, કુરાન કે બાઈબલના વચનોને પોપટની માફક દોહરાવતો રહીશ? શાસ્ત્રોનુ જ્ઞાન ગમે તેટલું વહાલું લાગે પરંતુ તે તારું જ્ઞાન નથી, બીજાનુ છે અને બીજાનુ જ્ઞાન તારા માટે બે કોડીનુ છે. તું પોપટ (શુક)ની માફક તેને દોહરાવી કડકડાટ ગોખીશ કેટલો વખત?

મકરંદભાઈને સો સો સલામ. 

આપને શ્રી શરદભાઈ એ કરાવેલું આ સુંદર ભાવ દર્શન જરૂર ગમ્યું હશે જ .

મારી વિનતીને સ્વીકારી વિનોદ વિહાર માટે એમનો આ પ્રથમ પ્રેરક લેખ લખી મોકલવા માટે હું મિત્ર શ્રી શરદભાઈનો ખુબ જ આભારી છું. આશા રાખું છું કે આ રીતે કોઈવાર એમના બીજા લેખો પણ મોકલતા રહેશે. 

આ પોસ્ટ અંગેના આપના પ્રતિભાવ જરૂર જણાવશો.

વિનોદ પટેલ

શ્રી શરદભાઈ શાહ નો પરિચય

શરદ શાહ

“હું વિચારું છું કે હું દુખી ક્યારે થાઉં છું? શાને કારણે થાઉં છું?આનંદિત શાને કારણે થાઉં છું? હવે થાય છે કે મારા સુખ દુખનુ કારણ બહાર હોય તો હું તો પરવશ છું, ગુલામ છું. તો મારે મારા સ્વયંના સ્વામી બનવા શું કરવું? બહાર દુખ હોય અને છત્તાં ભિતર આનંદમાં કેમ રહેવું? બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.”

રીટાયર્મેન્ટ પછીનું શેષ જીવન અમારા ગુરુ જેમનું નામ સ્વામી બ્રહ્મવેદાંતજી છે અને જેમનો આશ્રમ માધોપુર(ઘેડ)માં છે ત્યાં રહી ગુજારવાનો નિર્ણય કરેલ છે. ૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં આવ્યો અને ત્યારથી જ તેમના આશ્રમમાં જતો આવતો રહ્યો છું.”

“આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શિખી રહ્યો છું.”

–શરદ શાહ 

શ્રી શરદભાઈના આ શબ્દો શ્રી પી.કે.દાવડા ની મિત્રોનો પરિચય કરાવતી શ્રેણીના લેખ ” મળવા જેવા માણસ-શરદ શાહ  ” માંથી લીધા છે.

શ્રી શરદભાઈનો પૂરો પરિચય એમના જ શબ્દોમાં આ લેખની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

મળવા જેવા માણસ …. શ્રી શરદ શાહ 

નેટ બંધ હો જો અપના જગ સૂના સૂના લાગે

નેટ બંધ હો જો અપના જગ સૂના સૂના લાગે

sad because data connection lost
૨૫ ઑગસ્ટે ગુજરાતમાં વાતાવરણ અશાંત હતું. હાર્દિક પટેલના કારણે હિંસા ભડકી. વધુ હિંસા ન ભડકે તે માટે સરકારે મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન બંધ કરાવી દીધું.
ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયું તો યુવાનોને લાગ્યું જાણે જીવવામાં કોઈ રસ જ ન રહ્યો. ફેસબુક અને વૉટ્સ એપ પર તો અંધારું છવાઈ ગયું. વૉટ્સ એપ અને ફેસબુક પર સૂનકાર થઈ ગયો. પહેલાં જ્યાં આખો દિવસ ટૂં ટૂં કે વ્હિસલનો અવાજ સતત ચાલુ રહેતો અને હજારો મેસેજ આવતા રહેતા ત્યાં હવે ડેટા બંધ હોવાના કારણે મેસેજનું આવનજાવન બંધ થઈ ગયું. મોબાઇલની તો જાણે બોલતી જ બંધ થઈ ગઈ! મોબાઇલની બેટરી પણ ફૂલ રહેવા લાગી. ચાર્જર પણ ગમગીન થઈ ગયું.
લોકોના ગરદનના અને પીઠના  દુખાવામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો. યુવાન પેઢી માટે આનાથી મોટી સજા શું હોઈ શકે કે બહાર સંચારબંધી (કર્ફ્યૂ) અને ઘરમાં મોબાઇલમાં નેટ બંધ. ટીવી પર સૂર્યવંશમ્ જેવી એકને એક ફિલ્મ! સમાચાર ચેનલોમાં આખો દિવસ એક ને એક સમાચારથી ત્રાસ થાય. સાંભળ્યું છે કે હાર્દિક પટેલ પર તેના સાથી પટેલ યુવાનોનું પ્રેશર વધી રહ્યું છે. તેમના સાથીઓ કહી રહ્યા છે, “બે યાર, તારું આંદોલન ગયું ચૂલામાં, નેટ ચાલુ કરાવ યાર.” આ કારણે હવે હાર્દિક આંદોલન પાછું ખેંચવાનું વિચારી રહ્યો છે.
ઘરે ટાઇમ પાસમાં નવી પેઢીના લોકો છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવેલા દર્દભર્યાં ગીત (બે)સૂરીલા અવાજમાં ડેટાને સંબોધીને કંઈક આવી રીતે ગાઈ રહ્યા છે:
(૧) મૈં તો જિયા ના મરા
હૈ વે દસ મૈં કી કરા
કનેક્શન જૂડે બિના હી તૂટ ગયે ડેટા મિલે બિના હી છૂટ ગયે
કિ લિખે ને લેખ કિસ્મત ને
બાર બાર રોયે અખિયાં તૈનૂ જો ના વેખ સકિયા
ખોલે આયે આજ સરકાર ને
નેટ જો બંધ હો અપના
જગ સૂના સૂના લાગે
મેસેજ જો આયે ના અપના
જગ સૂના સૂના લાગે
તો યે ક્યોં હોતા હ ૈ
યે દિલ ક્યોં રોતા હૈ
રોયે સિસક સિસક કે
(ફિલ્મ: ઓમ્ શાંતિ ઓમ્)
(૨) ના હૈ યે આના
ના જાના હી હૈ
તેરા ના હોના જાને
ક્યોં હોના હી હૈ
તુમ સે હી દિન હોતા હ ૈ
સૂરમઈ શામ આતી હૈ
તુમ સે હી તુમ સે હી
(ફિલ્મ : જબ વી મેટ)
(૩) કૈસી તેરી મનમરજી
ના મોબાઇલ ચાલુ ના વાઇફાઇ
કૈસી તેરી મનમરજી
મોહતાજ હો ગયે હમ પાઈપાઈ
(ફિલ્મ: યે જવાની હૈ દીવાની)
(૪) તુઝ સંગ બૈર લગાયા એસા
રહા ના મૈં ફિર અપને જૈસા
હા રહાં ના મૈં ફિર અપને જૈસા
મેરા નામ યુઝર
તેરા નામ ડેટા
મેરા નામ, તેરા નામ
મેરા નામ ડેટા
(ફિલ્મ: ગોલીયોં કી રાસલીલા રામ લીલા)
(૪) નહીં જીના તેરે બાજુ
નહીં જીના નહીં જીના
મૈં તેનૂ સમજાવાં કિ
ના તેરે બિન લગદા જી
તૂ કિ જાને પ્યાર મેરા
મૈં કરું ઇંતઝાર તેરા
તૂ દિલ તૂ યો જાન મેરી
(ફિલ્મ: હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં)
(૫) ડેટા બુલાવા જાને કબ આવે
ડેટા બુલાવા આવે જબ આવે
મૈં તો કોલ તેરે રહના
મૈં તો કોલ તેરે રહના
મૈં તો બૈઠાં કોલ તેરે
(ફિલ્મ: હંસી તો ફસી)

આત્મા અને અધ્યાત્મ

આત્મા  અને  અધ્યાત્મ


મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

અધ્યાત્મ એટલે આત્મા વીશેનું જ્ઞાન. આત્મા નથી તો અધ્યાત્મ નથી, અને પરમ–આત્મા પણ નથી. તાત્પર્ય કે ઈશ્વર વીશેની બધી ફીલસુફીઓમાં આત્માનું અસ્તીત્વ માની લીધેલું હોય છે. વીચારવન્ત મનુષ્ય આત્માના અસ્તીત્વને કેટલી હદ સુધી સ્વીકારી શકે તે બન્ને બાજુઓ, ટુંકમાં તપાસી જોઈએ.
આત્મા છે એમ માનવા માટે બે દલીલો કરાય છે :
1. ફીરસ્તાઓ અને મહાપુરુષોએ કહ્યું છે એટલે માનો, શ્રદ્ધા રાખો; પ્રશ્નો ન પુછાય.
2. આત્મા એટલે ચેતન, ચૈતન્ય, જીવ. મૃત્યુનો અર્થ એ જ કે આત્મા વીદાય થયો. જીવતા માણસમાં આત્મા હોય, એના મડદામાં નહીં; સજીવમાં આત્મા હોય, જડમાં નહીં. આત્મા ન હોય તો જીવન ના હોય.
આમાંની પહેલી દલીલ શ્રદ્ધા વીશે છે. આ ગુઢત્વ કે રહસ્યવાદ છે. એ બુદ્ધીને બાજુએ રાખવાનો અભીગમ છે, એટલે ચર્ચાને ટાળવાની વાત છે. મગજના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકો એટલે વાતચીત જ બન્ધ. આ અભીગમ ReasonRationalityScienceObjectivity આ બધા કરતાં તદ્દન અલગ પ્રકારનો છે.
બીજી દલીલમાં જીવન શું છે, મૃત્યુ શું છે, એ જગજુનો મહાપ્રશ્ન સમાયેલો છે ને એમાં નીચેના મુદ્દાઓ અત્યંત વીચારણીય છે :
1. સજીવ અને નીર્જીવ વચ્ચેની ભેદરેખા ખુબ જ પાતળી છે. જીવનનું એક લક્ષણ એવી, પ્રજોત્પત્તી કરવાની ક્ષમતા, વાયરસમાં નથી. અન્ય જીવંત પ્રજાતીના આધાર વીના બીજું વાયરસ જન્મી શકતું નથી. તો પછી વાયરસને સજીવ કહેવાય કે નીર્જીવ ? એનામાં આત્મા હોય ? સજીવ–નીર્જીવની ભેદરખા ઉપર એ જીવે છે. વાયરસ અને બેક્ટીરીયા એ બન્નેમાં Mutation થાય આખી પ્રજાતી બદલાઈ જાય, એટલે આત્મા એનો એ જ રહ્યો કે બદલાઈ ગયો કહેવાય ? એકકોષી જીવ વીભાજીત થઈ બે જીવ બને ત્યારે એક આત્મામાંથી બીજો ઉત્પન્ન થયો કહેવાય ? આવા પ્રકારના બધા પ્રશ્નોના જવાબમાં ધર્મના પંડીતો કહે છે, ‘ખબર નથી.’ આ બે શબ્દો આસ્તીકોનો બચાવ કરવા સાથે તેમને વીનયી ને નમ્ર પણ દેખાડે છે. સત્ય એ છે કે કોઈ ધર્મના ફીરસ્તાના યુગમાં સુક્ષ્મદર્શક યંત્રો (Microscope) શોધાયાં ન હતાં, ને આ સુક્ષ્મ જીવો કોઈએ જાણ્યા કે કલ્પ્યા પણ ન હતા.
2. માણસ કે પ્રાણીની મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે, એ આપણે ધારીએ છીએ એવું સ્પષ્ટ નથી. માણસનું હૃદય બન્ધ પડ્યા પછી એને ફરી કામ કરતું કરી શકાય છે. મગજથી મરેલો (Brain-dead) માણસ પણ જીવે છે. તો પછી માણસ મર્યો ક્યારે ? એનો આત્મા ક્યાં હતો ? કઈ ક્ષણે એને છોડીને ગયો ? અવયવોમાં અર્ધોપર્ધો જીવન્ત હતો ? હજી છે ? બીજા અવતારના ગર્ભમાં પ્રવેશવાની રાહ જોતો હતો ? ઘણાં જન્તુઓ માથું કપાયા પછી પણ જીવે છે. અનેકને મગજ હોતું જ નથી. અનેકને હૃદય નથી. પ્રાણીશાસ્ત્રનું આવું જ્ઞાન કેટલાને હોય છે ?
3. શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ કરે ? ચેતન કે જીવ એ જ આત્મા હોય તો ગર્ભધારણની ક્ષણને જ જન્મ કહેવો પડે; કારણ ગર્ભમાં જીવ છે જ. સ્ત્રીનો અંડકોષ ને પુરુષનો શુક્રાણુ બન્નેમાં આત્મા હોય ? ફલીકરણ સમયે બે આત્મામાંથી એક જ થયો, તો બીજાનું શું થયું ? આ ક્ષણે પ્રકૃતી કરોડો શુક્રાણુઓનો નાશ કરે છે, એટલે આત્માઓનો નાશ થયો કહેવાય ? આ બધા પ્રશ્નો ધારીએ એટલા ઉપલક નથી, ગમ્ભીર છે. ગર્ભપાત(Abortion)ના કાયદા વીશેની ચર્ચામાં અમેરીકામાં આ પ્રશ્નો ચર્ચવા પડે છે. જન્મ અને મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે એ વીશે કોર્ટોમાં અનેક યુદ્ધો ચાલે છે. આજે તો માબાપ બન્ને મરી ગયાં હોય તો પણ; એમનું બાળક જન્મી શકે છે. એટલે કે શીતાગારમાં સંગ્રહ કરેલા શુક્રાણુમાં માણસનું અમરત્વ સુરક્ષીત છે. આંબાને કલમ થાય છે. કપાયેલી ડાળ વાવવાથી નવો છોડ ઉગે છે. આત્માના પુરસ્કર્તાઓને વનસ્પતીશાસ્ત્ર અને જીવશાસ્ત્ર કેટલું આવડે છે ?
4. દરેક માણસના દેહમાં ત્રણ લાખ અબજ જેટલા કોષો છે. દરેક કોષ જીવન્ત છે, એનું પોતાનું જન્મ, જીવન, મૃત્યુનું ચક્ર છે. એક બીજમાંથી વીશાળ વૃક્ષ વીકસે છે. દરેક કોષ, દરેક બીજને પોતાનો અલગ આત્મા હોય ? હોય તો એક વૃક્ષમાં કેટલા આત્મા થયા ? ન હોય તો બીજમાંથી વૃક્ષ કેમ જન્મ્યું ?
5. આત્માની કલ્પના દરેક ધર્મમાં અલગ પ્રકારની છે. ખ્રીસ્તીઓ માને છે કે પ્રાણીઓમાં આત્મા ન હોય. હીન્દુઓ માને છે કે દરેક જીવમાં આત્મા હોય. પ્રાણીઓને ખાવાં જોઈએ? સજીવ વનસ્પતીને ખવાય ? દહીંમાં જીવન્ત બેક્ટેરીયા હોય છે; તો દહીં ખવાય? સમ્પુર્ણ અહીંસક બનીને કોઈ પણ જીવી શકે ? સુક્ષ્મ જીવાણુઓ જીવન્ત છે ને એ તો સર્વત્ર છે.
6. અજર, અમર, અનન્ત માનવામાં આવતો આત્મા પહેલવહેલો ક્યાંથી અને ક્યારે આવ્યો ? આત્મા તેજોબીન્દુ માત્ર હોય, અ–શરીરી હોય, સ્વતન્ત્ર હોય, સુખદુઃખ એને લાગતાં જ ન હોય; તો એને મોક્ષ શામાંથી જોઈએ છે ? ‘જે જેલમાં નથી એને જેલમાંથી છુટવું છે’, એમ શા માટે ?
7. અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એવી કોઈપણ વીચારવન્ત વ્યક્તી આત્માના અસ્તીત્વમાં માની શકે એ આજે સંભવીત નથી, સીવાય કે વીજ્ઞાનપુર્વેના કાળના પુરાતન સંસ્કારોને કોઈ પણ ભોગે એ વળગી રહેવા માગતી હોય; અગમનીગમ ને ગુઢવાદ (Mysticism) ને છોડી શકતી ન હોય. કાર્બન નામના મુળ તત્ત્વ વીના કોઈ જીવ બન્યો નથી. એમ મનાતું કે એનાં સંયોજનોને ભગવાન સીવાય કોઈ બનાવી શકે નહીં. 1848માં પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રીઓએ કાર્બનનું સંયોજન એવું યુરીઆ પહેલવહેલું બનાવીને એ માન્યતા ખોટી પાડી. આજે તો પ્રોટીન પણ બને છે, હજારો જૈવીક પદાર્થો બને છે અને જનીન દ્રવ્ય વીશે અદ્ભુત સંશોધનો થઈ રહ્યાં છે. કાલે ઉઠીને વૈજ્ઞાનીકો સ્વયં સંયોજાતા અણુઓ (Self-Duplicating Molecules) બનાવશે, ત્યારે આત્માના આ વીશેષજ્ઞો શું કહેશે ? આત્માનો જન્મદીન ઉજવશે ?
પ્રશ્નોનો પાર નથી, કલ્પના સીવાય કશાનો આધાર નથી; છતાં આત્મા આવો છે, તેવો છે, પામવો છે, તારવો છે, એવી ઝંખનાઓ અપાર છે.
વીજ્ઞાનના ત્રણસો વર્ષના એકધારા પ્રહારોથી બધા ધર્મોને તાર્કીક રીતે ગમ્ભીર માર પડ્યો છે. એમના ફીલસુફોએ જવાબો આપવાના નીષ્ફળ યત્ન કર્યા છે; પણ એક ધર્મના જવાબને બીજાનો જવાબ નકારે છે. છેવટે બાકી રહે છે એમનો એક જ આશરો અને તે છે : ‘શ્રદ્ધા રાખો.’
બુદ્ધી કે સામાન્ય સમજ ધાર્મીક માન્યતાઓની સાબીતી આપી શકતી નથી; એમને અસંગત  થતાં અટકાવી શકતી નથી; શક્ય, સમ્ભવીત કે સમજી શકાય તેવી પણ બનાવી શકતી નથી; છતાં અનેક બુદ્ધીશાળી વ્યક્તીઓ ધર્મને છોડી શકતી નથી. એનાં કારણો અતીમાનુષી (Superhuman) નહીં, માનસીક અને સામાજીક છે :
નીતીશાસ્ત્ર (Ethics) અને ધર્મ વચ્ચેના સમ્બન્ધ વીશેના સામાજીક ખ્યાલો ભુલાવામાં નાખે છે. નાનપણથી મેળવેલ કેળવણી કે સંસ્કારો સહેલાઈથી છોડી શકાતા નથી. કોઈ ધર્મગુરુના વ્યક્તીત્વનું આકર્ષણ ચુમ્બક જેવું કામ કરે છે. ઉત્ક્રાન્તીના ક્રમમાં બુદ્ધીશક્તી નવી છે ને મુખ્યત્વે માણસમાં જ છે; લાગણી તંત્ર (Emotion) મગજમાં સર્વવ્યાપી છે ને સર્વ પ્રાણીઓમાં છે; પરન્તુ બુદ્ધીશક્તી (Reason) મગજના ઉપરના જમણા ભાગ (Cerebral cortex)માં કેન્દ્રીત થયેલ હોય છે; તેથી લાગણીનું જોર વધુ હોય એ સ્વાભાવીક છે. બીજાં થોડાંક મનોવૈજ્ઞાનીક કારણો પણ ભાગ ભજવે છે. દા.ત., અત્યન્ત બુદ્ધીમાન પુરુષ પણ જીવનમાં પ્રત્યેક ક્ષણે રૅશનલ રહી શકતો નથી. એ પણ છેવટે તો માનવી છે ને ! માનસીક ભુખ, તાણ, તૃષા, અંદેશા, અનીશ્ચીતતા, ભય, બધું આપણને બધાંને અસર કરે છે.  માણસ કોઈ આદર્શને અત્યન્ત અગત્યનો ગણતો હોય ત્યારે એનો બચાવ કરવા બેહદ પ્રયત્ન કરે છે. કેટલાક અધ્યાત્મવાદી બુદ્ધીશાળી હોવા છતાં અધ્યાત્મની બીજી બાજુને જોવાની અનીચ્છા ધરાવે છે. કેટલાકને ચીન્તા છે કે અધ્યાત્મને છોડવાથી જીવનમાં શુન્યાવકાશ પેદા થશે.બર્ટ્રાન્ડ રસેલ જેવા ઘણા જાણીતા–અણજાણ્યા મનુષ્યોનાં જીવનવૃત્તાન્તોથી એ સાબીત થયેલું છે કે આ અંદેશો તદ્દન પાયાવીહીન છે. મારો અને મારા ઘણા અંગત મીત્રોનો આ જ અનુભવ છે.
ઉપરનાં બધાં કારણોથી માણસને અધ્યાત્મ સ્વાભાવીક રીતે મળે છે; અનધ્યાત્મ અપવાદ બને છે. એક કે વધારે કારણો સર લાગણીતન્ત્રનો કબજો જમાવીને મગજમાં ઉંડે ઉંડે બેઠેલા અગમ્યવાદ (Mysticism) ને છોડવો મુશ્કેલ બને છે. બુદ્ધીવાદને સ્વીકારવાનું તો ઠીક, યથાર્થ સમજવાનું સુદ્ધાં સહેલું નથી. અજ્ઞેયવાદી (Agnostic), વીવેકવાદી (Rationalist) કે નાસ્તીક (Atheist) જેવા લોકોએ પણ ઉપરનાં કારણોની પ્રબળતા લક્ષમાં લઈને ધાર્મીક લાગણી સાથે યોગ્ય ધીરજ, સન્માન ને સમભાવથી વર્તવું જોઈએ.
 (ક્રમશઃ)
 –સુબોધ શાહ

25 August 2015

અનામત અને એ અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

અનામત અને એ અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

આજે દેશમાં અનામતના  લાભો મેળવવા માટે પછાત ગણાવા માટેની પડાપડી થઇ રહી છે.બધાંને અનામત જોઈએ છે. આજકાલ પાટીદારો-પટેલો પણ એ મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે, મોટી સભાઓ ગજાવી સંખ્યા બળનો પરચો બતાવી રહ્યા છે.બ્રાહ્મણો અને જૈનો પણ એ પગલે જવા માગે છે.

દુનિયામાં ફક્ત ભારત જ એક એવો દેશ હશે જ્યાં લોકોને પછાત રહેવામાં સુખ જણાય છે. રાજકારણીયોની ચુંટણીમાં મત મેળવવા માટેની એક રાજરમત જેવી આ અનામત પ્રથાએ દેશમાં ખોટું ઝેર ફેલાવ્યું છે.દેશ રૂપી સાપે છછુંદર ગળ્યું છે એ ગળાતું એ નથી અને મુકાતું એ નથી . અનામતના આ વણ જોઈતા બખંડ જંતર એ દેશને વેર વિખેર કરી દીધો છે.

દેશમાંથી આ અનામત પ્રથા જેમ બને એમ જલ્દી દુર થવી જ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે કે બીજે જે યોગ્ય હોય ,બૌધિક રીતે સમર્થ હોય એને જ ગુણવત્તા પ્રમાણે જ લાભ અપાવો જોઈએ પછી એ કોઈ પણ જાતિનો કેમ ન હોય ! બહુ જ સીધું સાદું આ ગણિત છે એ આ એકવીસમી સદીમાં પણ આટલાં બધાં વર્ષો બાદ પણ દેશના વહીવટદારોને  સમજાતું નથી એ દેશ માટેની એક કમનશીબી છે.

અનામત વિષેના આવા મનોમંથનો – વિચારોમાંથી પ્રેરિત કેટલીક પ્રાસંગિક હાઈકુ રચનાઓ અત્રે પ્રસ્તુત છે.

Reservation cartoon

અનામત અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ

ભારતમાં જ

પછાત રહેવું એ

આશીર્વાદ છે !

========

અનામતનું

પૂછડું પકડાયું 

છૂટતું નથી !

========

પટેલો અને

બ્રાહ્મણો ઈચ્છે હવે

અનામતને !

=========

દેશમાંથી આ  

અનામતનું ભૂત

ક્યારે ભાગશે ?

========

મન કી બાત 

નેતાની સૌ સાંભળે    

પ્રજાની કોણ ?

વિનોદ પટેલ. ૮-૨૫-૨૦૧૫ 

24 August 2015

પ્રતિલિપિ.કોમ એ શરુ કર્યું વાર્તાઓનું ઈ-મેગેઝિન- ‘સંકેત’

પ્રતિલિપિ.કોમ એ શરુ કર્યું વાર્તાઓનું ઈ-મેગેઝિન- ‘સંકેત’

પ્રતિલિપિ.કોમએ માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું એક ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ છે.

એમાં હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓનું સાહિત્ય તમે માણી શકો છો.ટૂંક સમયમાં જ તેમાં મરાઠી ભાષાનું સાહિત્ય પણ વાંચવા માટે ઉપલભ્ધ બનશે. આમ તમામ ભારતીય ભાષાઓના સાહિત્યને એક મંચ ઉપર લાવવાનું કામ પ્રતિલિપિએ હાથ પર લઇને સુંદર સાહિત્ય સેવા બજાવી છે એ બદલ એને અભિનંદન ઘટે છે.

સાહિત્યિક પ્રવૃતિઓમાં અગ્રેસર એવાં લેખિકા નિમિષા દલાલ થોડા સમયથી પ્રતિલિપિ ટીમમાં ગુજરાતી વિભાગ સંભાળે છે.ગુજરાતી સાહિત્યને વિશાળ ફલક પર પહોચાડવા માટે પ્રતિલિપિ.કોમના મંચ ઉપરથી ઓગસ્ટ ૨૦૧૫ થી ” સંકેત ” એ નામે વાર્તાઓનું નવું ઈ- મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું છે . આ વાર્તા મેગેઝિનનાં સંપાદિકા તરીકે શ્રીમતી નિમિષા દલાલ રહેશે.

વાર્તા માસિક- સંકેત , પ્રથમ અંક : ૧ : ઓગસ્ટ ૨૦૧૫ નું મુખ પૃષ્ઠ 

sanket magazin

સંપાદિકા : નિમિષા દલાલ ગુજરાતી વિભાગ ,પ્રતિલિપિ.કોમ

આ પ્રથમ અંકના લેખક/લેખિકાઓ

સ્મિતા શાહ, રેખા શુક્લ, રશ્મિ જાગીરદાર, સરયૂ પરીખ, કલ્પના રઘુ, ખુશાલી દવે, જય ગજ્જર, વિનોદ પટેલ, સેજલ પોંડા, સુરેશ જાની, ગુણવંત વૈદ્ય, ડો.કે.કે.દેસાઈ, રવિ યાદવ, અનસૂયા દેસાઈ, કામિની મહેતા, ભજમન નાણાવટી, સપના વિજાપુરા, વિજય શાહ, બકુલેશ દેસાઈ, વલીભાઈ મુસા, નટવર મહેતા, રોહિત કાપડિયા, કલ્પના ચૌધરી, મીનાક્ષી વખારિયા, પ્રવીણકાંત શાસ્ત્રી.
ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ, નિમિષા દલાલ.

સંકેત વાર્તા માસિકના ઓગસ્ટ ૨૦૧૫ના આ પ્રથમ અંકની વાર્તાઓ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.pratilipi.com/team-pratilipi/sanket


સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી …. વાર્તા ….વિનોદ પટેલ 

પ્રતિલિપિ .કોમના મંચ પરથી પ્રકાશિત મારું ઈ-પુસ્તક “કુસુમાંજલિ “, કાવ્યો, વાર્તાઓ , ચિંતન લેખો વી. સાહિત્ય વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.pratilipi.com/vinod-patel

 સંપર્ક –

 નિમિષા દલાલ

ફોન નંબર   ૯૯૨૫૬ ૨૪૪૬૦

ટીમ પ્રતિલિપિ 

પ્રતિલિપિમાં ગુજરાતી ભાષાનો વિભાગ સંભાળતાં બે ઉત્સાહી પ્રતિનિધિઓ  

nimisha- modi

નિમિષા દલાલ

22 August 2015

હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે —લેખક કૃષ્ણકાંત ઉનડકટ (હાસ્ય યાત્રા-2 )

હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે —લેખક કૃષ્ણકાંત ઉનડકટ (હાસ્ય યાત્રા-2 )

વિનોદ વિહારના બીજા નવા વર્ષે શરુ કરેલી હાસ્ય યાત્રા આગળ ચાલે છે.
આજની પોસ્ટમાં જાણીતા પત્રકાર અને ચિંતક શ્રી કૃષ્ણકાન્ત  ઉનડકટનો એક સુંદર લેખ ” હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે ” એમના આભાર સાથે મુક્યો છે.  આશા છે એ આપને ગમશે.
કૃષ્ણકાંતભાઇ પત્રકારીત્વ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. હાલ તેઓ સંદેશ અમદાવાદ ખાતે એકઝીક્યુટિવ એડિટર તરીકે ફરજ બજાવે છે.એમની લોક પ્રિય કોલમ ચિંતનની પળે સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિમાં અને દૂરબીન કોલમ સંદેશની બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં છપાય છે. એમનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુક્યા છે ૧. ચિંતનની પળે અને ૨. ચિંતનને ચમકારે.

એમના પ્રેરક લેખો વાંચવા જેવા હોય છે.એમાં તેઓ એમની વાત સાચી અને સચોટ રીતે રજુ કરતા હોય છે.
—વિનોદ આર. પટેલ
_________________________________________________________

હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે — (ચિંતનની પળે)  —લેખક શ્રી.કૃષ્ણકાંત ઉનડકટ 
હજી આંખમાં જાણે ફરકે છે કોઈ, હજી મીઠું શરમાઈ મરકે છે કોઈ,
 
વિખૂટાં પડયાં તોય લાગે છે ‘ઘાયલ’, હજી પણ રગેરગમાં સરકે છે કોઈ.
 
– અમૃત ઘાયલ

બેપ્રકારના લોકોનો ક્યારેય ભરોસો ન કરવો.એક જે ક્યારેય હસતા ન હોય અને બીજા જે દરેક વાતમાં હસતા હોય.આજે કોઈ વસ્તુની અછત હોય તો એ ‘સેન્સ ઓફ હ્યુમર’ની છે.હાસ્યનો જ્યારે દુકાળ પડે છે ત્યારે માણસના ચહેરા પર ન દેખાય એવી તિરાડો ઉપસી આવે છે.જિંદગીને લોકો એટલી બધી ગંભીરતાથી લેવા માંડયા છે કે જિંદગીમાંથી હાસ્ય ગુમ થતું જાય છે.
 
તમે વિચાર કરી જોજો કે આજે આખા દિવસ દરમિયાન તમે કેટલી વાર હસ્યા હતા?આપણે કેમ કોઈ વસ્તુ હળવાશથી લઈ શકતા નથી?આજના સમયની જો કોઈ કોમન કમ્પ્લેન હોય તો એ છે કે ક્યાંય મજા નથી આવતી.મજા જો અંદર નહીં હોય તો એ ક્યારેય બહારથી આવવાની નથી.તમારે તમારા લોકોને મજામાં રાખવા છે? તો પહેલાં તમે મજામાં રહો. તમે જેવું ઇચ્છતા હો એની શરૂઆત તમારે જ કરવી પડે.
 
માણસ જેમ જેમ આધુનિક બનતો જાય છે એમ એમ એનું હસવાનું ઘટતું જાય છે.માણસને હવે હસવા માટે પણ એસએમએસ અને કોમેડી શોની જરૂર પડવા લાગી છે.આપણું હસવું હવે આપણાં હાથની વાત નથી.હસવા માટે આપણને કશાકનો આધાર જોઈએ છે. વાહિયાત કોમેડી શો જોઈને આપણે હસવાનો ધરાર પ્રયત્ન કરીએ છીએ. હાસ્ય પણ હવે નેચરલ રહ્યું નથી.જો આવું જ ચાલ્યું તો એક દિવસ ગલગલિયાં કરવાં માટે પણ એક્સપર્ટ્સ હાજર હશે. ચાર્જ લઈને એ તમને ગલગલિયાં કરશે. હસવું ચાર્જેબલ થતું જાય છે.
 
લોકોને હવે કોમેડી ફિલ્મ વધુ ગમવા લાગી છે.લોકો એવી વાત કરે છે કે આપણી ઉપાધિઓ કયાં ઓછી છે કે ફિલ્મ જોઈને કાલ્પનિક ઉપાધિઓ વહોરી લેવી!એના કરતાં કોમેડી ફિલ્મ જોવી સારી.મગજ ઘરે મૂકીને જ જવું ! કેવું છે,આપણને હવે હસવા માટે પણ મગજને ક્યાંક બીજે મૂકવાની જરૂર લાગવા માંડી છે.મગજ જો બોલી શકતું હોત તો કદાચ એ પણ એવું કહેતું હોત કે સારું છે તમે મને થોડો સમય રેઢું મૂકો છો, હું પણ થાકી જાઉં છું.
 
મગજની વાત નીકળે ત્યારે આપણે એવી વાતો સાંભળીએ છીએ કે માણસ એના મગજનો બહુ ઓછો ઉપયોગ કરે છે. આઈન્સ્ટાઈન કેટલા ટકા મગજનો ઉપયોગ કરતા હતા તેનાં ઉદાહરણો આપીએ છીએ. સવાલ એ નથી કે આપણે મગજનો કેટલો ઉપયોગ કરીએ છીએ,સવાલ એ છે કે આપણે મગજનો કેવો ઉપયોગ કરીએ છીએ. આપણે મગજનો જેટલો ઉપયોગ કરીએ છીએ એટલો બરાબર કરીએ છીએ?મગજના ઉપયોગની ટકાવારીની વાત સાંભળીને એક મિત્રએ કહ્યું કે સારું છે આપણે મગજનો ઓછો ઉપયોગ કરીએ છીએ.આટલા ઉપયોગ પછી પણ આવી હાલત છે તો મગજના પૂરતાં ઉપયોગ પછી શું થાત? કદાચ મગજ જ ફાટી જાત.
 
માણસ બધી વસ્તુમાં ‘ગોલ’નક્કી કરે છે.મારે આટલું હાંસલ કરવું છે.મારે આટલું કમાવવું છે, મારે અહીં પહોંચવું છે.સાથોસાથ હવે માણસે એ પણ નક્કી કરવાની જરૂર છે કે મારે જિંદગીમાં આટલું હસવું છે.જિંદગીમાં મને આટલી હળવાશ જોઈએ છે.ધરાર ભારે રહેવાનો કોઈ મતલબ નથી.દુઃખી રહેવું ફરજિયાત નથી.આખી દુનિયામાં ઘણી જાતની સૂચનાઓનાં બોર્ડ લગાવેલાં હોય છે પણ ક્યાંય એવું બોર્ડ હોતું નથી કે અહીં હસવાની મનાઈ છે. આપણે તો હસવાનું હોય ત્યાં પણ સોગિયાં મોઢાં કરીને બેઠાં હોઈએ છીએ. હાસ્યના કાર્યક્રમમાં પણ કેટલા લોકો ખડખડાટ હસી શકે છે?બધાં એવું વિચારે છે કે આપણે કેવા લાગીએ? યાદ રાખો,હસવાથી કોઈ ક્યારેય ખરાબ લાગતું નથી. હાસ્ય તો યુનિવર્સલ છે. હાસ્યની ભાષા એક જ છે.
 
લાઈફ ઇઝ નોટ સીરિયસ બિઝનેસ. પણ આપણને બધું તલવારના જોરે મેળવવાની આદત પડી ગઈ છે. જાણે હસશું તો કંઈક લૂંટાઈ જશે. સ્ટ્રીક્ટનેસ એ જિંદગીની લાક્ષણિકતા બની ગઈ છે. ક્યાંક કશી મોકળાશ છે જ નહીં એટલે જ આપણને હવે દરેક વસ્તુનો થાક લાગે છે. માણસને ઊંઘથી પણ આરામ મળતો નથી. સવારે ઊઠીએ ત્યારે પણ આપણને થાક વર્તાય છે.આપણે ઊંઘને દોષ દઈએ છીએ, કારણ કે આપણને પોતાની જાતને દોષ દેતાં આવડતું જ નથી. રાતે હસીને ન સૂઈએ તો સવાર ઉદાસ જ ઊગવાની છે.
 
બાળકને જોજો,એ ઊંઘમાં પણ હસતું હશે.આપણે ઊંઘમાં પણ કણસતા હોઈએ છીએ.આપણાં સપના પણ બિહામણાં બની ગયાં છે.જે જાગતી અવસ્થામાં હળવો નથી રહી શકતો તેની ઊંઘ પણ ભારે હોય છે.માણસ પોતાની જાત સાથે જીવવાનું ભૂલતો જાય છે. આપણે આપણી સાથે જીવીએ છીએ? તેનો જવાબ ના છે. આપણે મોબાઈલ અને લેપટોપ સાથે જીવવા લાગ્યા છીએ.કુદરતથી દૂર થતાં જઈએ છીએ.આપણને હવે દરેક વાતની સીડી જોઈએ છે,પેનડ્રાઈવ જોઈએ છે.આપણને હવે બીજી વસ્તુઓ ડ્રાઈવ કરે છે.આપણું સ્ટિયરિંગ આપણાં હાથમાં જ નથી.સ્માઈલિંગ ફેઈસ પણ હવે ડિજિટલાઇઝ્ડ બની ગયા છે. ગોળ પીળો ચહેરો આપણે એટેચ કરીને હેવ ફનનો મેસેજ કરી દઈએ છીએ.હાસ્યનો ચહેરો પીળો હોય?કોઈ હસતી વ્યક્તિના ચહેરા પર તમે પીળાશ જોઈ છે? હાસ્યનો ચહેરો તો ગુલાબી હોય.
 
તમે રોડ પર પસાર થતાં કે તમારી સાથે કામ કરતાં લોકોના ચહેરા પર નજર કરજો, કેટલાં લોકોના ચહેરા પર હાસ્ય હોય છે?ઉદાસી અને ઉપાધિ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. માણસના ચહેરાની ચામડી જડ થતી જાય છે.એક માણસ બ્યુટિશિયન પાસે ગયો.તેણે કહ્યું કે મારો ચહેરો તંગ થતો જાય છે, મારી સ્કિન ખેંચાય છે. ફેઈસ ડેડ લાગે છે. બ્યુટિશિયને હસીને કહ્યું કે, તમારે એક જ કામ કરવાનું છે. હસવાનું થોડુંક વધારી દો.
 
ડિપ્રેશનનું સૌથી મોટું લક્ષણ કયું છે? જે માણસ ડિપ્રેશનમાં હોય એ હસી શકતો નથી. તેના ચહેરા પરથી હાસ્ય જાણે અલોપ થઈ ગયું હોય છે.બીજી રીતે એમ પણ કહી શકાય કે જે હસતો નથી એના ડિપ્રેશનમાં જવાના ચાન્સીસ સૌથી વધુ રહે છે. તમારે તમારી જિંદગીને નેચરલ રાખવી છે તો હસતાં રહો.
 
કેવું છે?માણસને રડવું તરત આવી જાય છે અને હસવા માટે મહેનત કરવી પડે છે.તમારે જો હસવા માટે મહેનત કરવી પડતી હોય તો યાદ રાખજો કે તમારી જિંદગીમાં કંઇક ખૂટે છે.હવે તો માણસ હસવાનું પણ કોઈને સારું લગાડવા માટે કરે છે.માણસ હવે ખોટું હસતા શીખવા લાગ્યો છે.સાચું હસવાનું ભૂલી ગયેલા માણસ કેટલી વાર ખોટું હસતો હોય છે. ઘણા માણસોના તો હાસ્યમાં પણ રમત હોય છે. એટલે જ આપણે કહીએ છીએ કે તેના હસવા ઉપર ન જતો,એના હાસ્ય પાછળ છૂપી ક્રૂરતા છે.હસવાનું નાટક કરવું એ સૌથી મોટું પાપ છે. આપણે જ્યારે હસતાં હોઈએ છીએ ત્યારે ખરેખર હળવા હોઈએ છીએ?પાર્ટીઓમાં અને મિટિંગમાં આપણે હસવાના કેટલા નાટક કરતાં હોઈએ છીએ?આવી રીતે હસતાં લોકો કરતાં તો ઉદાસ લોકો કદાચ વધુ નેચરલ હોય છે. કમસે કમ એ પોતાની ઉદાસી છુપાવતા તો નથી.
 
હાસ્યને કૃત્રિમ ન બનાવો.જે કંઈ કોસ્મેટિક છે એ નેચરલ નથી. જેણે મેકઅપ કર્યો હોય એ દેખાઈ આવે છે. એવી જ રીતે ખોટું હાસ્ય પણ પકડાઈ જતું હોય છે. જે પોતાની જાત સાથે જીવી શકે છે એ જ ચહેરા ઉપર સાચું હાસ્ય ઉત્પન્ન કરી શકે છે. તમને જિંદગીથી ભાર લાગે છે? તો એક કામ કરજો, હસવાનું થોડુંક વધારી દો. અને હા ખરાં દિલથી હસજો, હળવાશ લાગશે. યાદ કરો તમે છેલ્લે ખડખડાટ ક્યારે હસ્યા હતા? છેલ્લે ક્યારે હસી હસીને તમારી આંખમાં પાણી આવી ગયાં હતાં? હસવાથી આંખોમાં પાણી આવી જાય ત્યારે જ આપણે ખરા અર્થમાં છલોછલ અને તરબતર હોઈએ છીએ. હાસ્ય તો ચહેરાની ખરી ચમક છે. હસશો નહીં તો ચહેરા ઉપર પણ કાટ લાગી જશે.
 
છેલ્લો સીન :
 
પ્રસન્નતા વસંતની જેમ હૃદયની બધી કળીઓને ખીલવી જાય છે. -મેપોલ
 
_____________________________________________________
 

 
           Some Quotes on Humor- Laughter
 
 
હરીન્દ્ર દવેની એક અદ્‍ભૂત ગઝલ
વરસવાનું
 તરસવાનું 
અમસ્તાં જવાનું
 ખસી જવાનું
 વસવાનું 
અને 
હસતા રહેવાનું …
 
-હરીન્દ્ર દવે
___________________________
 
 મોતને પણ હસીને હસાવો.

મજા જિંદગી છે હસો ને હસાવો,

 પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.
 
વહી જાય તો કાળ પાછો ન આવે,
 લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.
 
અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
 બધાં બંધનો એહ દૂરે ફગાવો.
 
જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
 ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.
 
ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
 જિગર-બીન એવું તમેયે બજાવો.
 
ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
 અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.
 
ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
 અરે મોતને પણ હસીને હસાવો.
 
– કવિ ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’
“A good laugh is  sun shine in a house .”   …………      Dr.Wilde
“Laughter is the shortest distance between two people “.Victor Borge                 
___________________________________________________________

 
(
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી