Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 November 2015

જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ

જીવનમાં પરિગ્રહ અને અપરિગ્રહ … એક વિચાર વિમર્શ

આ પોસ્ટ માટેનું પ્રેરણા સ્ત્રોત હ્યુસ્ટન રહેતા મારા એક ખુબ જુના મિત્ર શ્રી હસમુખ દોશીએ અંગ્રેજીમાં મોકલેલ એક પ્રેરક ઈ-મેલ અને એના પર મારા નજીકના મિત્રોએ કરેલ ટીપ્પણી છે.મને ગમી ગયેલો આ ઈમેલ મારા ફેસબુક પેજ મોતીચારોમાં પણ મેં મુક્યો છે.

શ્રી દોશીનો આ અંગ્રેજી ઈ-મેલ આ પ્રમાણે છે.

When we die, our money remains in the bank.Yet, when we are alive, we don’t have enough money to spend.In reality, when we are gone, there is still a lot of money not spent.
One business tycoon in China passed away. His widow, left with $1.9 billion in the bank, married his chauffeur.

His chauffeur said:- “All the while, I thought I was working for my boss… it is only now, that I realize that my boss was all the time, working for me !!!”

The cruel reality is:

It is more important to live longer than to have more wealth.So, we must strive to have a strong and healthy body, It really doesn’t matter who is working for who.

In a high end hand phone, 70% of the functions are useless!

For an expensive car, 70% of the speed and gadgets are not needed.

If you own a luxurious villa or mansion, 70% of the space is usually not used or occupied.

How about your wardrobes of clothes? 70% of them are not worn!

A whole life of work and earning… 70% is for other people to spend.

So, we must protect and make full use of our 30%.

આ ઈ-મેલ નો સાર એ નીકળે છે કે માણસ એની જિંદગીમાં જે ભેગું કરે છે એનો માત્ર ૩૦ ટકાનો જ ઉપયોગ કરતો હોય છે , બાકીનું પડી રહે છે કે બીજાઓ એનો ઉપયોગ કરે છે.

માણસમાં મૂળભૂત રીતે રહેલી વણ જોઈતું સંઘરવાની વૃતિ-પરિગ્રહ વૃતિ ને લીધે આમ બને છે. એટલા માટે જ જીવનમાં અપરિગ્રહ જરૂરી ગુણ બની જાય છે.

ઉપરના અંગ્રેજી ઈ-મેલમાં કહ્યું છે એમ આપણા પહેરવાનાં કપડાં-વોર્ડ રોબ- ના માત્ર ૩૦ ટકા જ આપણે ઉપયોગ કરીએ છીએ અને ૭૦ ટકા બિન ઉપયોગી શોભાના ગાંઠિયાની જેમ ક્લોજેટમાં લટકતાં જ રહે છે અને આપણી પરિગ્રહ વૃતિના અભિમાનને પોષે છે. 

માણસમાં જે અનેક કુવૃત્તિઓ પડેલી હોય છે એમાં આવા પ્રકારની પરિગ્રહની વૃતિ પણ એક છે.પરિગ્રહવૃતિ  એ એક પ્રકારની લાલચ જ છે બીજું કઈ નહિ.

પરિગ્રહ એટલે ગ્રહણ કરવું ,સંચય કરવો અને અપરિગ્રહ એટલે આ સંચય વૃતિનો અને એનો બિન જરૂરી ઉપભોગ કરવાની લાલચને સદંતર રીતે ટાળવી 

જૈન ધર્મનાં અભ્યાસી અને ઈ- વિદ્યાલયનાં પ્રણેતા બેન હિરલે આ અંગ્રેજી ઈ-મેલના પ્રતિભાવ રૂપે લખ્યું કે …

“જૈન ફિલસૂફીમાં એક સુંદર ગુણને ઉતારવા ઘણું લખાયું છે. ગાંધીજીએ પણ આ ગુણની ઘણી હિમાયત કરેલી જ છે.જીવનમાં ઉતારવા માટે બહુ જ અઘરો આ ગુણ છે. અપરિગ્રહ.પ્રતિક્રમણમાં આવા અઢાર પાપના સ્થાનનું ચિંતન કરવા જણાવાયું છે.”

બેન હીરલની વાત સાચી છે . અપરિગ્રહ વ્રત કે બીજાં વ્રતોના આચરણની બાબતમાં ગાંધીજી સવાઈ જૈન હતા.

સાબરમતી નદીમાં અઢળક પાણી વહી જતું હતું પણ એમાંથી એક લોટી જરૂર હોય એથી વધુ પાણીનો વપરાશ કરવાનો આપણને અધિકાર નથી એમ એમના શિષ્યોને પ્રાર્થના સભામાં ગાંધીજીએ શીખ આપી હતી.

ગાંધીજીએ  આશ્રમ ભજનાવલીમાં આચરવા માટે જે ૧૧  વ્રતો કહેલાં છે એ ખુબ જાણીતાં છે એમાં -વણજોતું નવ સંઘરવું -એટલે કે અપરિગ્રહના વ્રતનો પણ સમાવેશ થાય છે .

એ અગિયાર મહાવ્રતો આ પ્રમાણે છે;

સત્ય, અહિંસા, ચોરી ન કરવી,વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત,કોઈ અડે ના અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ અને , સર્વ ધર્મી સરખાં ગણવાં.
એ અગિયાર મહાવ્રત સમજી ,દ્રઢ પણે નિત્ય આચરવાં .

ગાંધીજીનાં આ ૧૧ મહાવ્રતો જૈન ધર્મની ફિલસુફી પર આધારિત છે.

જૈનધર્મમાં પણ કુલ બાર વ્રતનું વર્ણન છે. જેમાં પ્રથમના પાંચ ’પંચ મહાવ્રત’ અને પછીના સાત ’સાત ગુણવ્રત’ ગણાય છે.

આ બાર વ્રતો આ છે.

અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમાણ, દેશાવકાસિક, ભોગોપભોગ પરિણામ, અનર્થદંડ, સામાયિક, પૌષધ અને અતિથિ સંધિભાગ.

ગરાજ સેલ

જેઓ અમેરિકામાં રહે છે તેઓ ગરાજ સેલનો કન્સેપ્ટ અમેરિકન જીવન રીતિમાં શું ભાગ ભજવે છે એનાથી વાકેફ હશે.આખા વર્ષ દરમ્યાન કુટુંબના દરેક સભ્ય દ્વારા જુદી જુદી ચીજોનું શોપિંગ થતું રહે છે જેમાંથી ઘણી વસ્તુઓ થોડો સમય ઉપયોગ કર્યા પછી ઘરમાં ઘર જમાઈની જેમ પડી રહેતી હોય છે.આ બધી બિન જરૂરી વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરવા માટે અમુક વરસો પછી છાપામાં ટચુકડી જાહેરાત આપીને ઘરના ગરાજની બહાર જાહેર જનતાને મફતના ભાવે વેચવા માટે મુકવામાં આવે છે.ઘણા લોકોના ગરાજ આવી ચીજ વસ્તુઓના ખડકલાથી એટલાં ભરેલાં હોય છે કે એમાંથી માંડ ચાલીને ઘરમાં જવાય છે.

માણસની પરિગ્રહ વૃતીનું ગરાજ સેલ એ ઉત્તમ ઉદાહરણ છે.

ગરાજ સેલ અંગે મારા મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ” સૂર સાધના”માં અમેરિકાના વસવાટના એમના જાત અનુભવ પર આધારિત એક સરસ લેખ પોસ્ટ કર્યો છે એને નીચેની લીંક પુર ક્લિક કરીને એમના રસસ્પદ શબ્દોમાં માણો .

ગરાજ સેલ …. લેખક…. શ્રી સુરેશ જાની 

અંતે ,મહાન વિચારક અને ફિલસૂફ સ્વ. જે.કૃષ્ણમૂર્તિ ના પુસ્તક “જીવન દર્શન ” માંથી આ અવતરણ મુકવાનું મન થાય છે.એમના શબ્દો આજની પોસ્ટના વિષય – જીવન અને અપરિગ્રહ -ને વધુ સ્પષ્ટ કરે છે.

એમનો પ્રેરક સંદેશ આ છે .

જીવન એ જ પારસમણિ

તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ .

બહિરંગમાં તમારે થોડાં કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર – પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે માત્ર એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ?

તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન – પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો.

–જે કૃષ્ણમૂર્તિ

કોલ

  કોલ
કો રસિક સ્મિત આવ્યું ઉમટી
ને ભ્રમર થઇ જુઓ નેણે ફૂટી
જોઈ શરમાઈ ગયા રે સઘળા રંગો
ખીલેલા સંધ્યા માંહે, ના કોઈ દગો
અટકી ગયા રે નભે વાદળા જોઈ
તારા રૂપ નીતરે, હું જાઉં ખોવાઈ
અપલક ઝલકો કેન્દ્રિત કરી લીધી
જુઓ નજરો ને તો વેગળી છે કીધી
એકીટશે જોઈ ને મોહ અનુપમે
ભલે જવાય થાકી તોયે વિરમે
એ મધુર સ્મિત થકી મારું જગ ટક્યું
ના કહીશ મારું ચિત ચકડોળે ચડ્યું
જ્યમ નજરોમાં આ નજર ભળી
આ જીવવાની જીજીવિષા ભળી
વ્હાલી એ જ તો કદાચ છે આપણો રાહ
જનમ મરણ ના કોલે ના દેશું કોઈ દાહ

થેંક્સ ગીવીંગ ડે … અને …આભારવશતા

થેંક્સ ગીવીંગ ડે … અને …આભારવશતા

અમેરિકામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે ઉજવવાની એક લોક માન્ય પ્રથા વર્ષોથી ચાલતી આવી છે.થેંક્સ ગીવીંગ ડે એટલે..આભારવશતા બતાવવાનો દિવસ.

આ વરસે ૨૬મી નવેમ્બર ૨૦૧૫, ગુરુવારના દિવસને અમેરિકનો થેંક્સ ગીવીંગ ડે તરીકે ઉજવશે.ક્રિસમસ પહેલાં જ આવતા અમેરિકાના આ રાષ્ટ્રીય રજાના અગત્યના જન ઉત્સવમાં કુટુંબ મેળાપ,ટર્કી ભોજન,ખાણી પીણી ,વિગેરે અનેક ચીલા ચાલુ રીતે ઉજવણીનો માહોલ શરુ થઇ જાય છે . બીજા દિવસ બ્લેક શુક્રવારની વહેલી સવારે સ્ટોરોમાં પહોંચી અવનવી ચીજ વસ્તુઓ ખરીદવાનો એક પ્રકારનો ગર્વ અને આનંદ પણ લેવાય છે.

આ  દિવસનો ઈતિહાસ જોતાં મૂળ ભૂત રીતે તો  એ મૂળ પાયોનીયર પ્રજાનો સારો પાક લેવાનો અને છેલ્લું વર્ષ સારું ગયા માટેનો આભાર વ્યક્ત કરવા માટે ના દિવસ તરીકે ઉજવાતો હતો.

વિકિપીડિયા ની આ લીંક પર ક્લિક કરીને    થેંક્સ ગીવીંગ દિવસ નો  ઈતિહાસ અને અન્ય માહિતી વાંચી શકાશે.

જન્મથી માંડી આજ સુધી તમે જે કઈ પણ પ્રાપ્ત કર્યું છે એની પાછળ ઘણી વ્યક્તિઓ -મા-બાપ , ગુરુ જનો, સગાં સંબંધીઓ ,મિત્રો વિગેરે-ની  અમુલ્ય મદદ, સહકાર અને ત્યાગનો ફાળો  હોય છે .

તમે કદાચ જાણતા પણ નહી હો , પણ તમે જે કઈ પણ મેળવ્યું છે એ અને એવું મેળવવા માટે કેટ કેટલા માણસો તરસતા હોય છે!એટલા માટે તમારી બધી પ્રાપ્તિ માટે આભારવશ બની લાગતા વળગતા આ સૌનો આભાર માનવાનો આ દિવસ છે.

આ ઉપકારનો બદલો અન્ય દુખી માનવ પર ઉપકાર-પરોપકાર કરીને વાળવાનો પણ આ દિવસ છે.

આ દિવસે ગરીબો તથા ઘર વિહીન-હોમલેસ- લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી આવાં પ્રભુનાં બાળકો પ્રત્યે દયા  ભાવ દર્શાવાય  છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.” 

આ સંદર્ભમાં મારી એક અછાંદસ રચના 

જીવન સાફલ્ય

જીવનમાં જે લીધું એનાથી જિંદગી જીવાઈ જાય છે

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે

બે હાથે ભેગું કરીને માત્ર તમારા સ્વાર્થને ન જુઓ  

કદીક કોઈ એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા

જ્યારે જઈશું ત્યારે બધું જ પાછળ મુકીને જવાના 

સ્વાર્થ માટે જીવો ,એથી બને છે તમારી જ જિંદગી

પરાર્થે જીવી જાણો ત્યારે એ બને છે પ્રભુની બંદગી

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ ,

લોકો યાદ કરે,જનાર એક પરોપકારી જન હતો

વિનોદ પટેલ

દરરોજ સવારે જાગીએ છીએ ત્યાંથી રાત્રે સુઇએ છીએ ત્યારે અને એ રીતે મૃત્યુ પર્યંત જે દૈવી શક્તિ આપણી સંભાળ રાખે છે , આપણા હૃદયને સતત ૨૪ કલાક ધબકતું રાખે છે એ માટે આ દૈવી શક્તિ સ્વરૂપ ઈશ્વરનો આભાર માનવામાંથી આપણે ચૂકવું ના જોઈએ.

ઓ પ્રભુ ,તારો આભાર !

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,

સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,

માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,

સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,

આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,

કેટલા ઉપકારો માટે માનું આભાર,એ સમજાય ના

તમે જ્યારે જીવનનો થાક અનુભવો અને અંદરથી ભાંગી પડ્યાની લાગણી અનુભવો એવે વખતે પ્રભુનો જરૂર આભાર માનો કેમકે જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આભારી બનવાનું તો સહેલું હોય છે, પરંતુ જિંદગીમાં જ્યારે પીછેહઠ કરવાનો સમય આવે એવી પરિસ્થિતિમાં પણ આભારવશતાનો અનુભવ કરે છે એમનું જીવન પરિપૂર્ણ બનતું હોય છે.આવી પૂર્ણતાનો આનંદ અનેરો હોય છે.

પ્રભુનો આભાર માનો કે ………

પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ તમારા જીવન દરમ્યાન  ઈચ્છયું હોય એ બધું જ તમને પ્રાપ્ત થયું નથી. જો તમોને એ બધું જ મળી ગયું હોત તો મેળવવાનુ બાકી ન રહેતાં મેળવવાનો જે આનંદ હોય છે એ ક્યાંથી મળ્યો હોત !

પ્રભુનો આભાર માનો કે તમે જે કંઈ જાણવા માંગો છો એ બધું જ જાણતા નથી કેમ કે એ તમને જ્ઞાન પ્રાપ્તિ માટે વધુ પ્રયત્ન કરવાની કોશિષની તકો પૂરી પાડે છે.

— પ્રભુનો આભાર માનો કે તમારે જીવનમાં અનેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કેમ કે એવી મુશ્કેલીઓ જ તમારા માટે શક્તિનો સ્ત્રોત બની તમારો સારો અને સાચો વિકાસ કરે છે.

પ્રભુનો આભાર માનો કે તમારામાં હજુ કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે ,કેમ કે આવી મર્યાદાઓ અન કમીઓ જ તમને તમારી જાતમાં જરૂરી સુધારો કરવાની તકો પૂરી પાડે છે .

પ્રભુનો આભાર માનો કે  તમારા જીવનમાં કોઈવાર  નવા નવા પડકાર પણ આવે છે કેમ કે આવા પડકારો જ તમારામાં નવી શક્તિનો આવિર્ભાવ કરે છે અને તમારું સાચું  ચારિત્ર્ય(Character) ઘડતર કરે છે.

પ્રભુનો આભાર માનો કે  મારાથી ભૂલો પણ થાય છે કેમ કે તમારી ભૂલોમાંથી જ તમને તમારા જીવન માટેનો અમુલ્ય બોધપાઠ શીખવા મળે છે.

તમારી આ પ્રકારની પ્રભુ પ્રત્યેની આભારવશતા તમારી સર્વ નકારાત્મક દ્રષ્ટિ(Negative attitude )ને સકારાત્મક દ્રષ્ટિ(Positive attitude)માં પલટી નાખે છે.

તમારા જીવનની અડચણો અને મુશ્કેલીઓમાંથી પણ આભારવશતા શોધવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ કે એ કેવો તમારા માટે એક આશીર્વાદમાં બદલાઈ જાય છે !

BE THANKFUL FOR EVERYTHING YOU HAVE IN LIFE

IT’S NOT HAPPY PEOPLE WHO ARE THANKFUL

IT’S THANKFUL PEOPLE WHO ARE HAPPY

Happy-Thanksgiving-day1

–વિનોદ પટેલ, સાન ડિયેગો ,નવેમ્બર ૨૬, ૨૦૧૫ 

 

પાનખરના રંગો (FALL COLOURS) ….. શ્રી પી.કે. દાવડા

પાનખરના રંગો (FALL COLOURS) ….. શ્રી પી.કે. દાવડા 

અમેરિકામાં વર્ષમાં ત્રણ ત્રણ મહિનાની ચાર ઋતુઓ હોય છે. માર્ચ, એપ્રીલઅને મે મહિનામાં SPRING (વસંત ૠતુ), જુન, જુલાઈ અને ઓગસ્ટમાંSUMMER (ઉનાળો અથવા ગ્રીષ્મ ઋતુ), સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બરમાં FALL (પાનખર ૠતુ) અને ડીસેમ્બર, જાન્યુઆરી અનેફેબ્રુઆરીમાં WINTER (શિયાળો).

અમેરિકા એક વિશાળ દેશ છે. પેસિફીક મહાસાગરે આવેલા પશ્ચિમ કિનારેથી એટલાંટીક મહાસાગરે આવેલા પૂર્વ કિનારા વચ્ચેનું અંતર ૨૬૮૦ માઈલ છે,જ્યારે ઉત્તરથી દક્ષિણ હદો વચ્ચેનું અંતર ૧૫૮૨ માઈલ છે. પૂર્વ કિનારા અને પશ્ચિમ કિનારા વચ્ચે સૂર્યોદયના સમયમાં ત્રણ કલાકનો ફરક હોય છે. એટલે એક ૠતુ હોવા છતાં અનેક શહેરોમાં તાપમાનમાં ફરક રહેવાનો.

લેખમાં હું FALL ઋતુ વિષે વાત કરવાનો છું. ઋતુમાં તાપમાનમાં સારો એવો ઘટાડો થાય છે અને ઝાડના પાંદડાનો રંગ બદલાવા લાગે છે.બાકીની ઋતુઓમાં સામાન્ય રીતે પાંદડા લીલા રંગના હોય છે, ભલે પછી એ હલકો લીલો હોય કે ઘેરો લીલો હોય. FALL માં પાંદડાનો રંગ બદલાઈને લાલ, પીળા, પરપલ, નારંગી,પિંક, કાળા, મજેંટા અને બ્રાઉન થઈ જાય છે. કેટલાક રંગ બહુ ઘેરા અને Flaming હોય છે. કુદરતનો નજારો જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં પર્યટનો યોજે છે. અહીં એક નમૂનાનું ચિત્ર રજૂ કરૂં છું.

           Fall -1

બધા રંગો પૂરા સમય સુધી પાંદડામાં હોય છે, પણ બાકીના આઠદસ મહિના એમાં રહેલું ગ્રીન ક્લોરોફીલ રંગોને ઢાંકી દે છે. Fall દરમ્યાન ક્લોરોફીલ ઘટી જાય છે એટલે રંગો દેખાય છે. ધીરે ધીરે પાંદડામાં રહેલો ભેજ તદ્દન સૂકાઈ જાય છે અને પાંદડા ખરી પડે છે, અને ત્યારબાદ વૃક્ષો કેવા દેખાય છે એનો એક નમૂનો અહીં નીચે આપ્યો છે.

                        Fall-2

 બસ ફરી વસંત ઋતુ આવતાં વૃક્ષ પોતાના અસલી સ્વરૂપમાં આવી જાયછે.

               Fall-3

 પી. કે. દાવડા

વાહ ભાઈ બુદ્ધિશાળી, જાત તમે દેખાડી

વાહ ભાઈ બુદ્ધિશાળી, જાત તમે દેખાડી

વાહ ભાઈ બુદ્ધિશાળી, જાત તમે દેખાડી
દેશના વડાનું નામ તમે, ગાળ દીધું પાડી
‘જંતરમંતર’ કર્યા ને, લીધી દિલ્લીની ગાદી
‘અસહિષ્ણુતા’ના નામે બિહારની સત્તા બથાવી
ગુજરાત ન જીરવાયું, અનામત તમે સળગાવી
દેશભક્ત જાતિને ઉશ્કેરી દેશદ્રોહી બનાવી
‘ખાન’ ‘ગુલામ’ તમારા, કરતા વાતો ખોટી
દેશમાં કમાણા, કીર્તિ મેળવી તે બધું ધૂળધાણી
હિન્દુ-મુસ્લિમ, સવર્ણ-દલિત, ભાગ દીધા પાડી
સંતોષ નથી હજુ, આર્ય-દ્રવિડની વાત માંડી
એક ઇખલાક ને મોતે એવોર્ડ પાછા આપી
હજારો પંડિતો ને શીખની વેદના ન દેખાણી
આઝાને રેલી રોકી પણ બીફની ટેવ ન બદલાવી
ખાઈ બીફ જાહેરમાં, લાગણી અમારી દુભાવી
ત્રાસવાદીનો ન ધર્મ કોઈ, વાત તમે સમજાવી
દાદરી તણી ઘટનામાં હિન્દુ દેખાયા ત્રાસવાદી
ઉર્દૂ બોલો તો શુભાનઅલ્લાહ સંસ્કૃતે મશ્કરી
ટોપી એ તહઝિબ ને તિલક ને ગણો રૂઢિવાદી
ધર્મ તમારો એક માત્ર, હિન્દુની ટીકા કરવી
પહેલાં અટલજી, અડવાણી ને ઝપટે હવે મોદી
હટાવવા મોદીને તમે માગો મદદ પાકિસ્તાની
અમે ક્યાં જઈયે, એક દેશ અમારો હિન્દુસ્થાની
લખ્યા તારીખ: ૨૮/૧૧/૧૫, શનિવાર

ઘમ્મર વલોણું-૧૩

ઘમ્મર વલોણું-૧૩
લોકો કહે છે કે સુખની અનુભૂતિ તો દુઃખ જ કરાવે છે. દુઃખ પછી સુખ આવેજ છે. આ બધું તો સાનુકુળ પરિસ્થિતિ હોય ત્યારે કહેવામાં બહુ મજા આવે છે. પણ આપણે પોતે પીડિત હોય ત્યારે ? આવી બધી અવઢવ મનમાં ઘુમરાયે જતી હતી. હવે તો હરિના દ્વાર ખખડાવયે જ છૂટકો ! સુદામાની જેમ અવઢવનો ટોપલો બગલમાં દબાવીને ગયો ભગવાન પાસે. એજ સ્મિત કરતી મુદ્રામાં મારું સ્વાગત કર્યું. એક પળ તો હું પણ એ ભૂલી ગયો કે કેમ આવ્યો હઈશ. જાણે તેઓ મારી જ રાહ જોઇને બેઠા હોય ! કંઈ એવું તો નથી ને કે અવઢવના ટોપલા લઈને હું એકલો જ ફરું છું ?  એમના પગ પાસે જઈને બેસી ગયો.
પ્રભો, મારા મનમાં એક ગડમથલ ચાલી રહી છે……. હજી તો આગળ બોલવા જતો હતો કે મને અટકાવી દીધો.
પહેલા મારે તને કશું કહેવું છે. પછી એવું ના બને કે તારા લાંબા લાંબા રોદણા સાંભળીને હું ભૂલી જાઉં…. ને મારે તો બે હાથ જોડીને બેસવા સિવાય કોઈ આરો નહોતો. એજ સ્મિત કરીને હાવભાવ ભરી મુદ્રામાં એમણે ચાલુ કર્યું.
વત્સ, થોડી વાર પહેલા એક ટોળું આવેલું. બધાની એક કોમન ફરિયાદ હતી, નાખુશ. તમે લોકો કોણ જાણે હવે ફરિયાદ કરવાથી ટેવાઈ ગયા છો. આવીને દુઃખના અને દર્દના રોદણા રોવા લાગો છો. કરોડો વર્ષથી હું આ આસને બેસું છું. અબજોના અબજો લોકો મારી પાસે આવે છે. એમાંથી બધા કંઈ ને કંઈ માંગવા આવે છે યા તો દુઃખ અને પીડાની વાતો કરે છે. કોઈ તો એવું નથી આવતું કે જે સંતોષ માટેનો આભાર વ્યક્ત કરે !
અરે, તે દિવસે તો તમેજ કહેતા કે માનવી કદી સંતોષી હોઈ જ ના શકે !
વત્સ, એમ કહેવાથી મારી વાત પૂરી નથી થતી. તમને ચાલવા માટે બે પગ આપ્યા છે, કામ માટે બે હાથ. અને આંખો, કાન, જીભ, નાક વિગેરે અંગો તો શણગાર માટે નથી આપ્યા. અને સૌથી મોટો ઉપહાર તો તમને ચેતનવંતુ મગજ આપ્યું છે. એક વર્ષમાં અગિયાર મહિના સારા ગયા તેનું કોઈ વર્ણન નહિ પણ એક મહિનો દુઃખમાં કે પીડામાં ગયો તો દોડી આવો છો મારી પાસે. કોઈ દિવસ આવીને તમે ખુશ છો એવું પણ કહી જાવ. અમારે પણ દિલ અને મગજ છે. અમને પણ કોઈ દિવસ રીલેક્ષ કરી જાવ.
તમે કદી અસત્ય તો બોલી જ ના શકો પ્રભુ. પણ આજ હું તમારા સ્મિતથી ભોળવાઈને ચાલ્યો નહિ જાવ. અમે તો એટલું જાણીએ કે બધા દ્વાર બંધ થાય ત્યારે ઈશ્વરનું દ્વાર ! જો એનાથી મોટું કોઈ બીજું આશ્રય સ્થાન હોય તો કહો, અમે લોકો ત્યાં જઈશું. અને તમને રીલેક્ષ …..
હજી તો મારી વાત આગળ વધે ત્યાર પહેલા તો આરતીનો સમય થઇ ગયો.

પ્રગતીરોધક માન્યતાઓ – 3નસીબવાદ

પ્રગતીરોધક માન્યતાઓ – 3

નસીબવાદ

                                                                           –સુબોધ શાહ
(ગત લેખાંક : 10 ના અનુસન્ધાનમાં)
પ્રગતીરોધક માન્યતાનું ત્રીજું પાસું છે એની સાથે જોડાયેલો પ્રારબ્ધવાદ. ‘નસીબમાં હશે તે થશે’, ‘લખ્યા લેખ કોણ ટાળી શકે?’, ‘પુર્વ જન્મનાં જેવાં કરમ’ આવી વાતો આપણે બધા નાનપણથી વારમ્વાર એટલી બધી વાર સાંભળીએ છીએ કે જાણ્યે અજાણ્યે એને ચીરકાલીન વીશ્વ–સીદ્ધાન્ત માની લઈએ છીએ. ભારતીઓને મન પુરુષાર્થ વ્યર્થ છે; કારણ કે આપણે કશું કરી શકતા નથી, બધું આગળથી નક્કી થયેલું હોય તે જ થાય છે. ગીતામાં ભગવાને જાતે કહ્યું છે તે કંઈ ખોટું હોય ? પરીશ્રમ કે પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા; ઉદ્યમ કરવાનો કોઈ હેતુ; પ્રયત્ન જારી રાખવાનું કારણ કે પ્રેરકબળ (Motivation) ભારતીય માનસમાં જન્મતું નથી, કદાચ જન્મે તો પોષાતું નથી. પરન્તુ પરદેશી આક્રમણો સામે કે મુશ્કેલ પ્રશ્નો સામે તો Motivationની જ જરુર સૌથી વધારે હોવાની. ગીઝની જેવો મોટો શત્રુ આવ્યો ત્યારે આપણે શરુઆતમાં માન્યું કે સોમનાથ ભગવાન એને નષ્ટ કરશે. એથી ઉલટું જ કંઈ થયું; ત્યારે માન્યું કે આપણું નસીબ જ એવું હશે. આપણાં આ કે તે જનમનાં પાપોની આ શીક્ષા હશે, એનો કાંઈ ઉપાય નથી. આ પ્રકારની માન્યતાઓ ખોટી તો છે જ; પણ વધુ ગંભીર પરીણામ એ છે કે એના લીધે આપણે આગળ વીચાર કરતા અટકી જઈએ છીએ કે આપણા પરાજયનાં સાચાં કારણો શાં હતાં? હથીયારોની ખામી હતી? સૈનીકો ઓછા પડ્યા? શીસ્ત તુટી? વ્યુહરચના ખોટી હતી? કે પછી એ બધું જ? આવા પ્રારબ્ધવાદની સામે ખ્રીસ્તી ધર્મની પસન્દગી કરવાની છુટ (Free Will) ની માન્યતાની સરખામણી કરો. ‘તમે ચાહે તે રસ્તો લેવા મુક્ત છો’ The choice is yours.’ ઉપરાંત, ઈસ્લામની આક્રમક ફીલસુફી અને મહમદ પયગમ્બરનું જીવન સરખાવો. એ બન્ને સામે ભારતીય સમાજ કેમ નમી પડ્યો એ સ્પષ્ટ થઈ જશે.
નાની વયમાં મારી તન્દુરસ્તી વીષયક કોઈક બાબતમાં શ્રદ્ધાળુ માતાપીતાએ ધર્મગુરુની સલાહ માગી. નીદાન મળ્યું કે મેં પુર્વજન્મમાં કોઈ ગુરુની નીન્દા કરી હશે, એનું જ આ પરીણામ હોય. ઉપાય ? કોઈ નહી. કર્મનું ફળ ભોગવ્યે જ છુટકો. જેવું જેનું નસીબ ! પ્રાયશ્ચીત્ત થાય ? હા, ભગવાનની મુર્તીના અભીષેકનું જલ પુરી શ્રદ્ધાથી દવા તરીકે વાપરો. આ દવાથી બે ફાયદા થાય : રોગ મટે તો ધર્મમાં શ્રદ્ધાભક્તી વધે; ના મટે તો શ્રદ્ધા ઓછી હતી એમ સાબીત થાય !
નીષ્ક્રીયતા કે આળસ કરતાં નસીબવાદ વધારે હાનીકારક છે. આપણી આળસ કે નીષ્ફળતાને સૈદ્ધાન્તીક પીઠબળ પુરું પાડીને એ વાજબી ઠરાવે છે; નીષ્ક્રીયતાને એ ઉચ્ચ દરજ્જો પ્રદાન કરે છે; અને આપણને ઉદ્યમ કરવાથી દુર રાખે છે. ‘મારી જીન્દગી જો મારા હાથમાં જ ના હોય તો ઉદ્યોગ, મજુરી, મહેનત, એ બધી ઝંઝટમાં પડવાની શી જરુર? એવું કરીને પણ ફાયદો થશે ખરો ?’ જે સમાજનું કલ્ચર આ જાતની વીચારસરણીનો પુરસ્કાર કરે, એ સમાજ પ્રગતી, ધ્યેય કે વીજય ખાતર મરી ફીટવાની તમન્ના પ્રગટાવી શકે ખરો ?
કુદરત આગળ મનુષ્ય નીર્બળ છે. આકસ્મીક અને અણધાર્યું પણ બને જ છે. હકારાત્મક વલણ, યોગ્ય અભીગમ અને ઉદ્યમ દાખવીને આ બધામાં સુધારો કરી શકાય છે. માનવજીવનની ચડતીપડતીમાંથી છુટકારો નથી એ નસીબવાદને શરણે જવાનું કારણ ન બનવું જોઈએ. આપણા ભવીષ્યનું ઘડતર આપણે ત્યારે જ કરી શકીએ, જ્યારે આપણી જાતને નસીબનો શીકાર કે રમકડું કલ્પવાનું છોડી દઈએ. બધી બાબતોમાં આપણુ જ ચાલવાનું નથી, એનો અર્થ એવો તો નથી જ કે કોઈ પણ બાબતમાં આપણું ચાલવાનું નથી; એટલે આપણે એને છોડી દઈએ. સંપુર્ણ નીયન્ત્રણ આપણા હાથમાં ના હોય છતાં; વધુ સારાં પરીણામોની શક્યતા વધારવા ખાતર આપણે ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. સક્રીયતા ને સુધારણા, ફરી કાર્ય, ફરી વધુ સુધારણા, એ જ યોગ્ય રીતી છે. અગમચેતી લીધા પછી પણ નીષ્ફળતા મળે, તો એનો નીર્ણાયક પ્રત્યુત્તર એ જ શ્રેષ્ઠ નીતી છે. આપણો પ્રબળ પ્રારબ્ધવાદી સમાજ આ વ્યવહારુ સીદ્ધાન્ત કદી સમજ્યો નથી.
પ્રારબ્ધવાદ વીશે ત્રણ વાતો નોંધવા લાયક છે :
  1. તમે એને કદી ખોટો ઠરાવી ના શકો : જે કાંઈ થાય તે જ થવા નીર્માયું હતું ! તમે ક્યાં જઈ રહ્યા છો એ તમને ખબર ન હોય, ત્યારે બધા રસ્તા તમને ત્યાં જ પહોંચાડે.
  2. પ્રારબ્ધવાદ સ્વનીર્મીત ભાવી ( Self–fulfilling prophecy) ભાખે છે; શેરબજારની જેમ. એમાં બધાનો ઝોક મન્દી તરફ હોય ત્યારે મન્દી જ થવાની.
  3. પ્રારબ્ધવાદ સાચો હોય તો નીતીની કે ઈશ્વરની કૃપાની કે સ્વ-પસન્દગી (Free Will)ની જરુર જ નથી. જે થવાનું હતું તે જ થઈને રહેવાનું હોય, તો આ ત્રણેય નીરર્થક છે. આ તો તદ્દન સહેલું તર્કશાસ્ત્ર છે.
વીચારશુન્યતા :
અધ્યાત્મ અને પુનર્જન્મ વીશેની માન્યતાઓ એટલી બધી શ્રદ્ધા માગી લે છે કે ઘણીવાર એ વીચારશુન્યતાની હદમાં પહોંચી જાય છે. મારા એક સુશીક્ષીત મીત્ર કહે, ‘ત્રણ જન્મો પુર્વે હું ફીન્લેન્ડમાં માછીમાર હતો એમ એક જ્યોતીષીએ મને કહેલું’. એમને કોઈ કહે કે મારા ગામમાં સાતમાળી મકાન છે, તો એ નહીં માને. પરન્તુ સાત સ્વર્ગ અને સાત નરકના અસ્તીત્વ વીશે એમને કોઈ શંકા નથી. એ દરેકનાં નામ સુધ્ધાં એ જાણે છે. વીચારશક્તીને ઘેર મુકીને જાઓ તો જ આપણાં મન્દીરોમાં પ્રવેશીને વાર્તાઓને માણી શકો. ગયા જન્મનાં કે આવતા જન્મનાં રંગીન સપનાં ગુરુ તમને ખાતરીપુર્વક બતાવી શકે; કારણ એની ખાતરી કરવા કોઈ જવાનું નથી એની ગુરુજીને ખાતરી છે. ખાતામા બીલકુલ બેલેન્સ ન હોય તો પણ; 1૦૦ વરસ પછી જ વટાવી શકાય એવો એક કરોડ રુપીયાનો ચેક આજે કોઈ પણ તમને આપી શકે છે.
ધર્મમાં શ્રદ્ધા હોવી એમાં કંઈ ખોટું નથી, પરન્તુ યાદ રહે કે એ શ્રદ્ધા ફક્ત ઈશ્વરમાં નહીં; પણ એના નામે ધંધો કરનારા ભક્તોમાં, સાધુઓમાં, પુરાણોમાં, પુનર્જન્મમાં, ચમત્કારીક વાર્તાઓમાં અને વીધીઓ ને રીવાજોના બખડજન્તરમાં તમને દોરી જાય છે. આ બધાંમાં સારાપણાના અલ્પાંશ સાથે મુર્ખતાનો અધીકાંશ હોય છે. શ્રદ્ધાનો સુતરનો તાંતણો સામાન્ય સમજથી દુર દુર માઈલો જેટલો ખેંચો ત્યારે તે તુટી જશે. તુટશે નહીં તો દરેક પ્રકારની વીચારશુન્યતા અપનાવી લેવાની ટેવ પાડશે. પરંતુ દુન્યવી વાસ્તવીકતા હજી સુધી ઘણાના માનસમાં પ્રવેશી શકી નથી.
કેટલીક હાનીકારક ને સુપ્રચલીત એવી માન્યતાઓની આ નાનકડી અને અપુર્ણ યાદી હતી, જેણે ભારતીય સમાજને સદીઓથી જકડી રાખ્યો છે. એમનો પ્રચાર–પ્રસાર કરનાર હજારો કથાઓ, પુરાણો, ફીલ્મો, ગુરુઓ, આશ્રમો, દેશમાં ઠેરઠેર પથરાયેલાં છે. એમની રુઢીગ્રસ્ત કથાઓ, ચીલાચાલુ વાતો, બીબાંઢાળ સુત્રોચ્ચારો, એ બધાં જનતાનાં રોજનાં ખોરાક–પાણી બની ગયાં છે. આ બધાંના તાણાવાણા વણાઈને આપણા સંસ્કારોનું પોત પ્રગટ્યું છે. એ વસ્ત્રની મજબુતી ને ગુણવત્તા તપાસીને એને માપવા ને મુલવવાની આજે તાતી જરુર છે.
–સુબોધ શાહ

17 November 2015

‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

‘પ્રે.ર.ધ.પા.’ કેમ અર્બન રિવ્યૂઅરને પચી નથી?

salman khan, sonam kapoor, swara bhaskar in prem ratan dhan paayo
સલમાન ખાન, અક્ષયકુમાર, આમીર ખાન, ઋત્વિક રોશનની ફિલ્મને જો સારી કહેવામાં આવે તો વિવેચકોને પાપ લાગે! શાહરુખ ખાન, ઈરફાન ખાન, આદિત્ય ચોપરા, કરણ જોહર, મહેશ ભટ્ટ, એકતા કપૂર, સન્ની લિયોન, વિશાલ ભારદ્વાજ, મેઘના ગુલઝાર, ગુલઝાર આ બધાની ગમે તેવી વાહિયાત ફિલ્મો હોય તો પણ ચાર સ્ટાર આપવા ફરજિયાત છે! બૌદ્ધિક આતંકવાદ ફિલ્મ સમીક્ષકો અને ટ્રેડ એનાલિસ્ટમાં પણ પ્રવર્તે છે. પોપ્યુલર ફિલ્મ હોય એટલે સારી નથી હોતી એવી એક છાપ ઉપસાવી દેવાઈ છે. જોકે લોકોને એનાથી કોઈ ફરક પડતો નથી. લોકોને જે ગમે છે તે જુએ છે.
‘પ્રેમ રતન ધન પાયો’ વિશે આવું જ થયું ને? સમીક્ષકો છાપામાં બીજા દિવસે લખે એનો વાંધો નથી, પણ હવે તો ફેસબુક પર તરત જ મૂકી દઈને ફિલ્મ વિશે પ્રચાર કે દુષ્પ્રચાર કરવાનો એકેય મોકો છોડતા નથી. આજના સમયમાં સંસ્કાર અને સભ્યતા હોવા એ ગુના છે. એટલે જ જુઓ ને, વચ્ચે આલોકનાથને સંસ્કાર માટે થઈને એની કેટલી મજાક ઉડાવાઈ? ટ્વિટર પર સતત જોક ચાલુ થઈ ગયા ને હઇશો હઇશોમાં બધા જોડાઈ ગયા. સારી અને નિર્દોષ ચહેરાવાળી અભિનેત્રી આલિયા ભટ્ટના માથે તો કાયમી બબૂચકનું લેવલ થોપી દેવામાં આવ્યું! સાન્તા બાન્તાની જેમ આલિયા ભટ્ટના જોક પણ સતત બનતા જ રહે છે. આલિયા ભટ્ટ પોતે પણ તેની સામે જોક થાય તો હળવાશથી લે તેટલી ખેલદિલ છે. આપણે વાત ‘પ્રે.ર.ધ.પા.’ની કરવી છે.
એ તો ખબર જ હતી કે રાજશ્રી પ્રૉડક્શન, જેની પરંપરા સૂરજ બડજાત્યાએ પણ થોડા ફેરફાર સાથે ચાલુ રાખી છે, ની ફિલ્મ હોય એટલે એમાં પારિવારિક ભાવના, લાગણી, સંસ્કાર આ બધી વાત આવવાની જ. એનાં ગીત-સંગીત ઉત્તમ હોવાના પણ એમાં આન્ટી પુલીસ બુલા લેગી કે પાર્ટી ઓલનાઇટ, નાચો જી ફાડકે જેવા પાર્ટી, દારૂ અને અપશબ્દોવાળાં ગીતો નહીં હોય. હા, એના શબ્દો રમતિયાળ-હળવા જરૂર હશે. પરંતુ એમાં બહેકાવે તેવું કંઈ નહીં હોય.
જે એફએમ રેડિયોએ જૂનાં કર્ણપ્રિય સંગીતનો એકડો કાઢી નાખ્યો છે, જેણે ગુજરાતમાં હોવા છતાં હિન્દી ભાષા જ જાણે બોલાતી હોય તેવું કરી નાખ્યું છે, તેવા એક જાણીતા એફએમ રેડિયો સ્ટેશન પર ફિલ્મ સમીક્ષા કરતા એક ભાઈએ લખ્યું કે રાજારાણી સ્માર્ટ ફોન વાપરે છે તેમ છતાં સગા ભાઈ સામે ક્રૂરતા આચરે છે.
તેમની આખી વાત નથી કરતા, પણ આ અને બીજા આવા સમીક્ષકો અને ફિલ્મ સિવાયના બીજા ક્ષેત્રે લખતા લોકોની એક ખાસિયત હોય છે પહેલાં ડિસ્ક્લેમર મૂકી દે છે- જો વિવેચકની દૃષ્ટિએ જોશો તો,….અરે ભાઈ, સામાન્ય માનવી વિવેચકની દૃષ્ટિએ શા માટે જુએ? આખા લેખમાં ટીકા કરી નાખે પછી છેલ્લે લખશે કે આમ તો એક વાર જોવા જેવી છે. પોલિટિકલ લેખો લખતા લોકો પણ નરેન્દ્ર મોદીની કોઈ વાત સાથે સંમત થતા હોય તો લખશે કે હું કંઈ નરેન્દ્ર મોદીનો સમર્થક નથી પરંતુ…કેમ? ભાજપનો વિરોધી હોવું શક્ય છે તો ભાજપના અમુક બાબતોમાં સમર્થક હોવું કેમ શક્ય નથી?
‘પ્રે.ર.ધ.પા.’ની મૂળ વાત પર પાછા આવીએ. દગાફટકાની વાર્તા, સેક્સનાં દૃશ્યો, હિંસા, અપશબ્દો, પાર્ટીનાં ગીતો, દારૂનાં ગીતો, કોઈ જૂના ગીતને સાવ વાહિયાત રીતે રિમિક્સ કરીને મૂક્યું હોય આવી ફિલ્મો સતત આવતી હોય અને ત્યાં ‘પ્રે.ર.ધ.પા.’ જેવી ફિલ્મ આવી જાય ત્યારે સુખદ આશ્ચર્ય લાગે છે. સૂરજ બડજાત્યા પોતે પ્રચારમાં ઓછા માને છે. પોતે શરમાળ અને અંતર્મુખી છે. વળી, એને શાહરુખ ખાન, મહેશ ભટ્ટ કે ગુલઝારની જેમ સારું બોલતા આવડતું નથી. મિડિયા મેનેજ કરતાં આવડતું નથી. શાહરુખ ખાને તાજેતરમાં કેટલીક ઘટનાઓ પરથી દેશમાં અસહિષ્ણુતા હોવાની વાત કરી, પરંતુ વર્ષ ૨૦૧૩માં રાજદીપ સરદેસાઈ (જેના ઇન્ટરવ્યૂમાં શાહરુખે અસહિષ્ણુતાની વાત કરેલી) જેના હેડ હતા તે સીએનએન-આઈબીએન ચેનલે તે વખતે જમ્મુ-કાશ્મીરમાં સ્ત્રીઓના ખાસ બેન્ડ- પ્રગાશ પર કટ્ટરવાદી મુસ્લિમોએ પ્રતિબંધ મૂક્યો અને પછી ધમકી મળી એટલે બેન્ડ જ સાવ બંધ થઈ ગયું તેમજ કમલ હાસનની ‘વિશ્વરૂપમ્’ સામે મુસ્લિમોના વિરોધ પછી અનેક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ લાગ્યો હતો તે અંગે વારંવાર સવાલ પૂછાયો તો શાહરુખે ત્યારે પોતાની ફિલ્મની જ વાત કરવા કહ્યે રાખ્યું હતું! (એ વિડિયો જોવા આ લિંક પર ક્લિક કરો: https://www.youtube.com/watch?v=V-5ZrYMbaaI)
એટલે સૂરજ બડજાત્યાની ફિલ્મની મજાક ઉડાવવાનું શરૂ થઈ ગયું. ‘હમ આપ કે હૈ કૌન!’ વખતેય મજાક ઉડાવાયેલી. આ ફિલ્મ તો લગ્નનું આલબમ છે. વગેરે વગેરે. પણ દર્શકોએ શું કરેલું? ‘હમ આપ કે હૈ કૌન!’ને એ વર્ષની જ નહીં, હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં સૌથી સુપરડુપર હિટ ફિલ્મો પૈકીની એક બનાવી દીધેલી. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે. અત્યારે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી ગણીગાંઠી ફિલ્મો આવે છે અને પરિવારમાં વિભક્ત કુટુંબોમાંય વિભક્તતા આવી રહી છે ત્યારે પરિવારમાં ભાઈ-બહેનો વચ્ચે થોડું જતું કરીને પણ સંપ રાખવાનો સંદેશો આપીને શું સૂરજ બડજાત્યાએ ગુનો કર્યો છે? ફિલ્મ સમીક્ષકો લોજિકની વાત કરે છે. એ તો અનેક હિન્દી ફિલ્મોમાં નથી હોતું? શું ‘રાગિણી એમએમએસ-૨’ કે ‘ગુડ્ડી કી ગન’માં એ છે? ‘માંઝી’ અને ‘મસાન’ જેવી ફિલ્મોમાં એ હોય તો પણ કેટલા લોકોને પસંદ પડે છે? હકીકત એ છે કે ‘મધર ઇન્ડિયા’ જેવી અપવાદ ફિલ્મોને બાદ કરતાં ૨૦૦થી લઈને ૨૫૦ જેટલા રૂપિયા ખર્ચીને વાસ્તવિક ફિલ્મોને જોવાનું દર્શકો પસંદ કરતા નથી. લોકોને મનોરંજન જોઈએ છે. એટલે લોજિકની દલીલ પણ હંમેશાં ખોટી સાબિત થઈ છે.
કદાચ કોન્વેન્ટિયા સમીક્ષકોને ફિલ્મના નામ સામે પણ વાંધો છે જેને ટ્વિસ્ટ કરીને મીરાના ભજન ‘રામ રતન ધન પાયો’માંથી ‘પ્રેમ રતન ધન પાયો’ કરી નખાયું છે. અત્યારે મોટા ભાગે ‘મુંબઈ કેન ડાન્સ સાલા’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ઓહ માય ગોડ’, ‘ઓલ ઇઝ વેલ’, જેવા અંગ્રેજી મિશ્રિત હિન્દી નામોવાળી ફિલ્મો આવતી હોય ત્યારે શુદ્ધ રાજસ્થાની નામ કેવી રીતે રાખી શકાય?
અત્યારે લાંબા લેખો કે લાંબી ફિલ્મો જોવાતી નથી એ પણ એક ‘મિથ’ જે ઉપરના સ્થાને બેઠા છે તેમણે લોકોના માથે ઠોકી બેસાડ્યું છે. સારું હોય તો લાંબા લેખ પણ વંચાય જ છે અને લાંબી ફિલ્મ પણ જોવાય જ છે. એનું સૌથી મોટું ઉદાહરણ જય વસાવડા કે નવલકથાકાર મહેશ યાજ્ઞિકથી બીજું કયું હોઈ શકે? ડેઇલી મેઇલ નામના બ્રિટનના ટેબ્લોઇડ પ્રકારના સમાચારપત્રની વેબસાઇટ પર મોટા ફોટા સાથે લાંબા લાંબા સમાચાર હોય છે અને ગુજરાતી પત્રકારોથી લઈને હિન્દી-અંગ્રેજી પત્રકારો માટે સમાચારનો એ એક મોટો સોર્સ છે. ઘણી વાતો ટૂંકાણમાં નથી કહી શકાતી. એને નિરાંતે કરવી જરૂરી હોય છે.
દરેક વાતમાં સેક્સ ટર્મિનોલોજીને ઘસડી લાવવી, ફિલ્મને એ એંગલથી જ જોવી, હિન્દુ પરંપરાને મજાક બનાવી ઉતારી પાડવી એ આ કોન્વેન્ટિયા સમીક્ષકોની રીત બની ગઈ છે.http://www.hindustantimes.com/bollywood/prem-ratan-dhan-payo-sonam-s-sanskari-orgasm-salman-khan-s-dance/story-ZgcKLTMAbvgmzjABnGJtdJ.html આ વાંચો. એમાં સંસ્કારી ઓર્ગેઝમ શબ્દ વપરાયો છે. એ કહે છે કે તમારા હત્યારાને ટોલરેટ (સહવો) કરવો કેટલો યોગ્ય છે? અને આ  જ લેખમાં પાછો સલમાન ખાન અને અનુપમ ખેરની ઇન્ટોલરન્સ કહી કહીને જે બૌદ્ધિકોએ એવોર્ડ પાછા આપ્યા તેની સામેની કૂચની હાંસી ઉડાવાઈ છે. અંગ્રેજી મિડિયા પાકિસ્તાન અને આતંકવાદીઓને ટોલરેટ કરવાની વાત કરે છે, પણ જ્યારે પરિવારમાં કોઈ ઝઘડા થાય, હત્યાના પ્રયાસ થાય તો તેને ટોલરેટ નહીં કરવાના, એમ?
તે કહે છે કે રાજતિલક આ જમાનામાં ન થાય એ રાજશ્રીને ખબર છે છતાં તે આ બતાવે છે. એનું કારણ છે કે આજે પણ રાજવી પરિવારના વંશજોમાં આ બધું થાય છે. એ જ સમીક્ષક શ્વેતા કૌશલે ‘ખૂબસૂરત’ની સમીક્ષામાં (http://www.hindustantimes.com/movie-reviews/movie-review-fawad-khan-kirron-kher-impress-but-fail-to-save-khoobsurat/story-YrBeFx9YJ0MThMQTsAwO5I.html) આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો? ફિલ્મમાં ફવાદ ખાનનો ચાર્મ કે અભિનય બેમાંથી એકેય નહોતો પરંતુ એ પાકિસ્તાનનો હતો એટલે તેના વિશે લખ્યું કે તે ઇમ્પ્રેસ કરે છે? જ્યારે સલમાન ખાન ઘરનો કહેવાય. એને તો ઉતારી જ પાડવાનો હોય?
જ્યારે કોઈ ગામડા કે નાના શહેરની વ્યક્તિ કોઈને મળવા જાય ત્યારે તેના માટે કોઈ ને કોઈ ભેટ સોગાદ લેતા જાય છે. સલમાન ખાન તેની પ્રિય વ્યક્તિ રાજકુંવરી મૈથિલી માટે કંઈક લઈ જવા માગે છે, પરંતુ શું તે ખબર નથી. એટલે એ કહે છે ક્યા ક્યા ખરીદે હમ ક્યા ના ખરીદે હમ ક્યા દે નિશાની યે હૈ મુશ્કિલ. એમાં એ ચીજવસ્તુઓ વેચતો ફેરિયા જેવો ક્યાંથી બની ગયો?
‘પ્રે.ર.ધ.પા.’માં સૂરજ બડજાત્યાએ એક એક વાતનું બારિકીથી ધ્યાન રાખ્યું છે. એ વાતનો કોઈ ઈનકાર નહીં કરી શકે કે રજવાડાં ચાલ્યાં ગયાં પરંતુ રાજાઓના વંશજોમાં આજે પણ રાજતિલક થાય છે, ગાદી સોંપાય છે. રાજાઓ પાછા ક્રાંતિ કરવા માગે છે તેવા મતલબની વાર્તા કહેતી ‘ગુલાલ’ ફિલ્મ પણ અનુરાગ કશ્યપની આવી ગઈ. તાજેતરમાં ‘પ્રે.ર.ધ.પા.’ની હિરોઇન સોનમ કપૂરની જ ‘ખૂબસૂરત’ ફિલ્મ પણ રાજાની વાર્તા પર જ હતી ને! સૂરજભાઈએ એ ધ્યાન રાખ્યું છે કે ફિલ્મમાં રાજકુમાર-રાજકુમારી-દીવાનની બોલવાચાલવાની ઢબ કેવી હોય. એ વાતનો પણ ઈનકાર ન થઈ શકે કે ઘણા રાજાઓના વંશજો પાસે આજે પણ બેશુમાર સંપત્તિ છે. અને સંપત્તિ હોય ત્યાં ઝઘડા હોવાના જ.
અને એક કહેવાતા સમીક્ષકે લખ્યું છે કે અહીં સગા ભાઈની ગેમ થાય છે, પણ એવું નથી. અજયસિંહ (નીલ નીતિન મૂકેશ)ને તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે જ, પણ ચિરાગસિંહ (અરમાન કોહલી)ના ડબલ ક્રોસના કારણે તેના મનમાં સલમાન ખાન પ્રત્યે દ્વેષ ભરાઈ ગયો છે. એ વાત સાચી કે વૃદ્ધના ભરોસે રાજકુંવરની સુરક્ષા છોડીને જવાઈ નહીં, પરંતુ દીવાન (અનુપમ ખેર) એવા આત્મવિશ્વાસમાં રહ્યા કે બધા એમ સમજે છે કે રાજકુંવર તો મરી ગયા છે, એટલે તેમની સુરક્ષા વૃદ્ધના ભરોસે મૂકી શકાય. બહેનો મહેલ આપવાની વાતથી માની જાય છે, એ વાત પણ કેટલાકના ગળે ઉતરી નથી. એમનો વિરોધ તેમને ન મળેલા હક સામે હતો. પરિવારના સભ્ય તરીકે ગણવા જ ઈનકાર કરી દેવાયો હતો. અને સ્ત્રીઓ આમેય લાગણીની વધુ ભૂખી હોય છે. એવામાં રાજકુમાર તરીકે ગોઠવાયેલા પ્રેમ દિલવાલેએ મહેલની ઓફર કરી તેમાં તે મહેલ કરતાંય તેણે જે પ્રેમ દેખાડ્યો તેના લીધે તે માની ગઈ. નાની બહેન તો ફૂટબોલ રમવામાં જ માની ગઈ હતી.
આ ફિલ્મ ખરેખર તો સલમાન ખાનનો રાજ કપૂર પ્રકારના રોલમાં બીજી વાર પ્રવેશ છે. રાજ કપૂરનાં પાત્રો જેમ પ્રેમથી બધી વાતો મનાવતા (જિસ દેશ મેં ગંગા બહતી હૈ) તેમ સલમાને પહેલાં ‘બજરંગી ભાઈજાન’માં પાકિસ્તાનમાં પ્રગટપણે જઈને ત્યાંની બાળાને એનાં માબાપને સોંપી. અને અહીં એ પ્રેમના શસ્ત્ર વડે જ મનથી દૂર થયેલાં ભાઈ-બહેનોને એક કરે છે.
સલમાન ખાનનો સોનમ સાથે રોમાન્સ અને અનુપમ ખેર સાથે કોમેડી એ બંને માણવાલાયક છે. પરંતુ શુદ્ધ દેશી રોમાન્સ આજના અર્બન ફિલ્મ રિવ્યૂઅરને પચતો નથી. એમને તો ચુમ્માચાટી અને એગ્રેસિવ સેક્સનાં દૃશ્યો જ જોવા ગમતા હોય તેવું લાગે છે. એમને મન કુલા પર ફાઇલ મારવી કે ફૂલોની પથારી પર સૂવું એ કોઈક અલગ દુનિયામાં લટાર મારવા જેવું છે. તેઓ સલમાન અને સોનમની ઉંમરને પણ ટાંકે છે. સલમાનની ઉંમર ભલે ગમે તે હોય, તેનો દેખાવ, તેની પર્સનાલિટી શાહરુખ ખાનની જેમ ઘરડી નથી લાગતી. આ સમીક્ષકો હંમેશાં પોતાના રિવ્યૂમાં સલમાન ખાન, અક્ષયકુમાર, અજય દેવગનના બીજા કોઈ વાંક નહીં કાઢી શકે એટલે તેમની અને તેમની હિરોઇનોની ઉંમરનો વાંક કાઢશે. પરંતુ શાહરુખ ખાન ‘ચેન્નાઇ એક્સ્પ્રેસ’માં દીપિકા સામે કે  ‘રઈશ’માં માહિરા ખાન સામે કામ કરે છે તે તેમને નહીં દેખાય. ભૂતકાળમાં પણ દિલીપકુમાર, અમિતાભ, જિતેન્દ્ર, શત્રુઘ્ન, ધર્મેન્દ્ર જેવા હીરોએ તેમની અડધી ઉંમરની હિરોઇનો સાથે કામ કર્યું જ છે. અને જ્યારે ફિલ્મ સારી હોય તો દર્શકોએ આ વાતને ઇગ્નોર કરી છે. અને સલમાન ખાને તો અગાઉ પણ કેટરીના કૈફ, સોનાક્ષી સિંહા, કરીના કપૂર, જેક્વેલીન ફર્નાન્ડિઝ, ડેઇઝી શાહ, અસીન, ઝરીન ખાન, આયેશા ટકિયા સાથે કામ કર્યું જ છે. તેમાં મોટી વાત શું છે? આ પ્રકારના કોન્વેન્ટિયા પત્રકારોને દિગ્વિજયસિંહ અમૃતા રાય સાથે લગ્ન કરે તેનો વાંધો ન હોય તો પછી યુવાન દેખાતા સલમાન પડદા પર તેનાથી નાની ઉંમરની સોનમ સામે રોમાન્સ કરે તેમાં વાંધો શું છે?
ગ્રીન સલાડ જેવું ડાયેટ ફૂડ છરી કાંટાથી ખાવા કરતાં નીચે બેસીને હાથેથી જમતા દેખાડવું અને તેને મહત્ત્વ આપવું એ આ સમીક્ષકોને પચ્યું નથી.
‘તેરે નામ’ પછી લગભગ ૧૨ વર્ષના ગાળે હિમેશ રેશમિયાએ પણ ઉત્તમ કર્ણપ્રિય સંગીત આપ્યું છે. (વચ્ચેના ગાળામાં અનેક સુપરહિટ આલબમ આવ્યાં પણ કર્ણપ્રિય સંગીત નહીં) એકએક ગીત એકએકથી ચડિયાતું! ફિલ્મના સંગીતની સ્વતંત્ર પોસ્ટ અગાઉ લખેલી જ છે. (એ વાંચવા અહીં ક્લિક કરો:(Prem Ratan Dhan Payo Music: Full Of Surpriseshttp://jaywantpandyasblog.blogspot.in/2015/11/prem-ratan-dhan-payo-music-full-of.html)
‘જબ વી મેટ’, ‘લવ આજ ઔર કલ’, ‘આશિકી ૨’માં સારાં સારાં ગીતો આપનાર ઈર્શાદ કામિલ પાસે પણ સુંદર અર્થપૂર્ણ શબ્દોવાળાં ગીતો લખાવ્યા છે. જેમાં કોઈ મૌલા, ખુદા, બંદગી, ઈબાદત, કુબૂલ, અલ્લાહ, રહેમ જેવા શબ્દો આવતા નથી. આ શબ્દો સામે વાંધો નથી, પરંતુ જો એ માટે એવી ફિલ્મ કે એવું પાત્ર હોય. પણ અત્યારે તો ગમે તે ફિલ્મમાં સૂફી સંગીતના નામે હિન્દુ પાત્ર હોય તો પણ આવાં શબ્દો ઘૂસાડી દેવાય છે.
રહી વાત સોનમ કપૂરની. એ ડિરેક્ટરની અભિનેત્રી છે. એનો અર્થ એ કે જો ડિરેક્ટર સારા હોય તો એની પાસે ઉત્તમ કામ કઢાવી શકે. સંજય લીલા ભણશાળીએ ‘સાવરિયા’માં અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ‘દિલ્લી ૬’માં એની પાસે ઉત્તમ કામ કઢાવેલું જ છે. સૂરજ બડજાત્યાએ પણ ‘હમ સાથ સાથ હૈ’માં, એ સમયગાળામાં કરિશ્મા કપૂર ‘ખુદ્દાર’ અને ‘રાજાબાબુ’માં જેવા રોલ કરતી, તે કરતાં અલગ ભૂમિકા કરાવડાવેલી. સોનાલી બેન્દ્રે અને તબુને અલગ રૂપમાં રજૂ કરેલી. તેમ અહીં સોનમ કપૂરના પાત્ર, તેના અભિનય પર સૂરજની છાપ દેખાય છે. બાકી પ્રોડક્શન વેલ્યૂ, કેમેરાવર્ક, સેટ બધું તો ભવ્ય છે.
સમીક્ષકો જે કહે તે, પણ દર્શકોને ફિલ્મ ગમી છે (દર્શકોની પ્રતિક્રિયા જુઓ:http://indianexpress.com/videos/entertainment-video/viewers-react-to-prem-ratan-dhan-payo/). અને તેમણે વધુ એક વાર સલમાનને ટોચના સુપરસ્ટાર તરીકે મૂકી દીધો છે. મોટા ભાગે હિન્દી બોલતાસલમાનની સામે આ અંગ્રેજી મિડિયા અને તેના કારણે અન્ય મિડિયા ભલે અંગ્રેજી ફાંફડુ બોલી શકતા શાહરુખને સુપરસ્ટાર તરીકે ચિતર્યા રાખે.

અહીં બીજા કેટલીક સમીક્ષાઓની લિંક પણ આપીએ છીએ અને જુઓ કે એમાં હિન્દુ પરંપરા, રીતિરિવાજ, સંસ્કાર, સભ્યતાને કેટલી અને કઈ હદે ઉતારી પાડવામાં આવી છે.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી