Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 February 2016

વિશ્વાસ

મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે,જેઓ તે વિશ્વાસ કરે છે તે બને છે-અજ્ઞાત

એકલતા જ મારે માટે સ્વર્ગ છે

 એકલતા જ મારે માટે સ્વર્ગ છે … હિન્દી ફિલ્મના મનપસંદ ગીતનો કાવ્યાનુવાદ (આસ્વાદ )

અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટ જૂની હિન્દી ફિલ્મોના મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલ માં કહ્યું હતું એમ જૂની હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ફિલ્મની કથાને વણી લઈને એમાં જે ગીત મુકેલું હોય છે એમાં કોઈ એક સુંદર સંદેશ હોય છે .કવિના ભાવવાહી ગીતને જ્યારે જાણીતા ગાયકનો સ્વર અને જાણીતા સંગીતકારના સંગીત અને સુરનો સથવારો મળે ત્યારે એ ગીત દીપી ઉઠે છે.

ઘણીવાર હું કોમ્પ્યુટરમાં યુ-ટ્યુબ ચેનલની સફર કરી જૂનાં ભુલાઈ ગયેલાં ગીતો સાંભળીને મન બહેલાવું છું.આજે આવું ૧૯૮૧ ના ચિત્રપટ "હરજાઈ " નું કિશોરકુમારે લખેલું અને એણે જ ગાયેલું એક ગીત હૃદયને સ્પર્શી ગયું.

આ ગીતના શબ્દો ખુબ જ ભાવવાહી છે.

આ ગીત અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે આપેલો છે.ગુજરાતીમાં કરેલ અનુવાદમાં જ આ ગીતનો આસ્વાદ સમાયો છે.

ગીતનો હિન્દી પાઠ અને ગુજરાતી અનુવાદ વાંચ્યા પછી એની નીચે મુકેલ યુ-ટ્યુબ વિડીયો સાંભળી આ ગીતની મજા માણો .

कभी पलकों पे आंसू हैं 
कभी लब पे शिकायत है 
मगर ऐ ज़िदगी फिर भी 
मुझे तुझसे मोहब्बत है

जो आता है वो जाता है 
ये दुनिया आनी जानी है 
यहाँ हर शय मुसाफिर है 
सफर में जिंदगानी है
उजालों की ज़रूरत है
अँधेरा मेरी किस्मत है

जरा ऐ ज़िन्दगी दम ले 
तेरा दीदार तो कर लूँ
कभी देखा नहीं जिसको 
उसे मैं प्यार तो कर लूँ
अभीसे छोड़ के मत जा
अभी तेरी ज़रुरत है

कोई अन्जान सा चेहरा 
उभरता है फ़िज़ाओं में
ये किसकी आहटें जागी 
मेरी खामोश राहों में 
अभी ऐ मौत मत आना
मेरा विराना जन्नत है

અનુવાદ

આંખની ભ્રમર ઉપર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે, 
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .

જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે, 
દુનિયા આગમન અને ગમનની જ કથા છે, 
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે, 
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે, 
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.

ભાગતી જિંદગી તું જરા થોભી જા ,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં, 
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.

કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે, 
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ, 
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.

અનુવાદ- વિનોદ પટેલ ,૨-૨૭-૨૦૧૬

Lyricist - Singer : Kishor Kumar, Music Director : Rahuldev Burman, Movie : Harjaee (1981)

 

આવા જ એક બીજા આ ભાવવાહી ગીતની મજા પણ માણી લો.

आदमी मुसाफिर है, आता है, जाता है
आते जाते रस्तें में यादें छोड जाता है

झोंका हवा का, पानी का रेला
मेले में रह जाए जो अकेला
फिर वो अकेला ही रह जाता है

कब छोडता है ये रोग जी को
दिल भूल जाता है जब किसीको
वो भूलकर भी याद आता है

क्या साथ लाए, क्या तोड़ आए
रस्तें में हम क्या क्या छोड़ आए
मंज़िल पे जा के याद आता है

जब डोलती है जीवन की नैय्या
कोई तो बन जाता है खिवय्या 
कोई किनारे पे ही डूब जाता है

આ ગીતનો સાર-સંદેશ -આસ્વાદ 

આ જિંદગીની રાહમાં મનુષ્ય એક મુસાફર જેવો છે. મુસાફરો આવે છે એટલે કે જન્મે છે અને જાય છે એટલે કે મૃત્યુ પામે છે પણ એમની યાદો પાછળ મુકીને જાય છે.માણસ જતો રહે છે પણ એની યાદો સ્મરણમાંથી જતી નથી.

આ જિંદગી એક હવાની લ્હેર અને પાણીના રેલા જેવી સતત વહેતી રહે છે.જિંદગીના આ મેળામાં સાથી ખોવાઈ જાય-મૃત્યુ પામે પછી જે એકલો રહે છે એને એકલા જ રહેવાનું થાય છે.એક રોગની માફક દિલમાંથી યાદો જતી નથી ,કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય એવું બને છે.જિંદગીના અંત સમયે એ સમજાય છે કે સાથે શું લાવ્યા હતા અને પાછળ શું મુકીને જઈએ છીએ.ભવસાગરમાં મુસાફરી દરમ્યાન મધ દરિયે જીવનની આ નૌકા જ્યારે ડૂબવા લાગે છે એવા વખતે કોઈ માણસ ને તારણહાર બનીને કોઈ નાવિક મળી જાય છે જ્યારે કોઈ માણસની નૌકા કિનારા પર જ ડૂબી જાય છે. જીવનમાં બધાંને એક સરખું સુખ પ્રાપ્ત થતું નથી.

Lyricist : Anand Bakshi, Singer : Lata Mangeshkar - Mohammad Rafi, Music Director : Laxmikant Pyarelal, Movie : Apnapan (1977)

ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે

ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે

newsreaders collage
પોતે ગંદકી ફેલાવતા હોય પણ તેની અસર પોતાના શરીર પર ન થાય ત્યાં સુધી કેટલાક લોકો સમજતા નથી. પરંતુ જ્યારે પોતે બીમાર પડે ત્યારે આવા લોકો કહેવા લાગે છે કે સાલું, ગંદકી બહુ વધી ગઈ છે. અને હું બીમાર પડી ગયો છું. આવા લોકો પાછા ટંગડી ઊંચી રાખે એટલે પોતે બીમાર પડી ગયો છે તેવું સ્વીકારતા સંકોચ થાય એટલે એમ કહે કે આજકાલ રોગચાળો વધી ગયો છે અને જુઓને પાડોશીઓ કેટલી ગંદકી કરે છે.
તાજેતરમાં દિલ્લીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી મુદ્દે ટીવી સમાચાર ચૅનલો પર જે ચર્ચા થઈ તેમાં કેટલાક ઍન્કરો દેશનો મામલો હોઈ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યા. (આ વિડિયો જોવાથી કોઈ પણ સાચો દેશભક્ત ગુસ્સા પર કાબૂ ન રાખી શકે એ વાત સાચી પરંતુ ન્યૂઝ ઍન્કરે તો રાખવો પડે.) આના લીધે એનડીટીવીના રવીશકુમારને પણ ગુસ્સો આવી ગયો પરંતુ તેમણે તે ગુસ્સો નાટકીય ઢબે પડદો બ્લેક આઉટ કરીને વ્યક્ત કર્યો. તેમણે વિરોધી ન્યૂઝ ઍન્કરોના અવાજની ક્લિપ પણ સંભળાવી.
આનાથી ન્યૂઝ ચૅનલો વચ્ચે, અથવા કમ સે કમ, ઍન્કરો-એડિટરો વચ્ચે ખુલ્લેઆમ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવું વાતાવરણ અત્યારે છે. રવીશકુમારની સામે અંગ્રેજી ચૅનલ ટાઇમ્સ નાવના ઍન્કર અર્નબ ગોસ્વામીએ નામ લીધા વગર ટીવી ચૅનલોના મોટાં માથાં ગણાતા પત્રકારો ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં દલાલની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કરી દીધો. અત્રે એ યાદ રહે કે અર્નબ ગોસ્વામી એક સમયે એનડીટીવી ગ્રૂપનો જ હિસ્સો હતા. જેમ બ્રહ્મામાંથી તમામ કુળ સર્જાયા, જેમ કૉંગ્રેસ અને જનતા દળમાંથી જ અનેક પક્ષો એનસીપી, સપા, તૃણમૂલ વગેરે બન્યા તેમ આજે જે વિવિધ ચૅનલો પર જોવા જઈએ તો જે જે તંત્રીઓ-સમાચારવાચકો દેખાય છે તે બે-ત્રણ કુળના છે.
દા.ત. પુણ્ય પ્રસૂન વાજપેયી અત્યારે આજતકમાં છે, પરંતુ વચ્ચે ઝી ન્યૂઝમાં આંટો મારી આવ્યા હતા. ઝી ન્યૂઝના સુધીર ચૌધરી પહેલાં રજત શર્માની ઇન્ડિયા ટીવીમાં હતા. રજત શર્મા અગાઉ જ્યારે માત્ર ઝી ટીવી પર મનોરંજનના કાર્યક્રમો આવતા તેમાં દર રવિવારે સવારે દસ વાગે ‘આપ કી અદાલત’ કાર્યક્રમ કરતા. તે પછી તેઓ સ્ટાર ન્યૂઝ પર ‘આજ કી બાત’ કાર્યક્રમ કરતા. સ્ટાર ન્યૂઝનું સંચાલન પહેલાં એનડીટીવી કંપની અને એટલે ડાબેરી નેતા વૃંદા કરાતના બનેવી પ્રણોય રોય પાસે હતું. સ્ટાર ન્યૂઝમાંથી તેઓ છૂટા પડ્યા અને પોતાની એનડીટીવી નામથી ન્યૂઝ ચૅનલો શરૂ કરી.
સ્ટાર ન્યૂઝમાં દીપક ચૌરસિયા આવ્યા, જે પહેલાં આજતકમાં આવ્યા અને વચ્ચે ડીડી ન્યૂઝમાં પણ જઈ આવ્યા હતા. હવે એ દીપક ચૌરસિયા ઇન્ડિયા ન્યૂઝ નામની ચૅનલ સાથે સ્વતંત્ર ચોકો માંડીને બેઠા છે. દીપક ચૌરસિયા પછી કિશોર અજવાણી આવ્યા. કિશોર અજવાણી પહેલાં ઝી ન્યૂઝમાં હતા; અત્યારે એબીપી ન્યૂઝમાં છે. પરંતુ એ એબીપી ન્યૂઝ એબીપી ગ્રૂપે હસ્તગત કરી તે પહેલાં સ્ટાર ન્યૂઝ જ હતી. એબીપી પર દિબાંગ નામના પત્રકાર પણ દેખાય છે. દિબાંગ પોતાની અટક લખાવતા નથી. તેઓ પહેલાં આજતકમાં હતા. આજતક જે ગ્રૂપનું છે તે ઇન્ડિયા ટૂડેની અંગ્રેજી ચૅનલમાં અત્યારે રાજદીપ સરદેસાઈ છે. એ રાજદીપ પહેલાં એનડીટીવીમાં હતા અને પછી સીએનએન-આઈબીએનમાં મુખ્ય તંત્રી તરીકે ઘણો સમય રહ્યા. સીએનએનઆઈબીએનની હિન્દી ચૅનલ આઈબીએન સેવનના એડિટર તરીકે રહી ચૂકેલા આશુતોષ પણ દિબાંગની જેમ અટક લખાવતા નથી. પરંતુ તેમની અટક ગુપ્તા હોવાનું કહેવાય છે. આશુતોષ હવે પત્રકારમાંથી અઠંગ રાજકારણી બની ગયા છે. એમ તો અત્યારે ન્યૂઝ નેશન નામની ચૅનલ સાથે અલગ ચોકો માંડીને બેઠેલા અજયકુમાર પણ એક સમયે આજતકની ટીમનો હિસ્સો હતા. તો સુમિત અવસ્થી આજતકમાં હતા અને ત્યાંથી ઝી ન્યૂઝ થઈને અત્યારે આઈબીએન સેવનને સંભાળી રહ્યા છે. આઈબીએન સેવનના આકાશ સોની એક સમયે ઝી ન્યૂઝમાં હતા.
આ ટીવી પત્રકારો રોજ આપણા ડ્રોઇંગ રૂમના ટીવીમાં આવે છે. ચર્ચા કરે છે. અને એ ચર્ચાનું મંતવ્ય આપણા મગજમાં ઠસાવવા પ્રયાસ કરે છે. ટીવી પત્રકારોની ઉપર આપેલી નાની એવી કુંડળીને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ પત્રકારોના મુખ્યત્વે ત્રણ ગોત્ર જ છે- આજતક, એનડીટીવી અને ઝી ન્યૂઝ. આ ત્રણ ચૅનલોને નિયમિત જોવાથી તેમના ઝોકનો ખ્યાલ આવી શકે છે. અલબત્ત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી સમયે તે ઝોક બદલાઈ શકતા હોય છે. પરંતુ અત્યારે લગભગ બે ડઝનેક જેટલી ટીવી ચૅનલ છે. અને તેમાં મોટા ભાગે એક સરખા સમાચાર અને એક સરખી ચર્ચા ચાલતી હોય છે. કાર્યક્રમો પણ એક સરખા. બપોરે અઢી વાગે ટીવીના મનોરંજન કાર્યક્રમોની ગપશપ પર કાર્યક્રમ, બપોરે ત્રણ કે સાડા ત્રણ વાગે ધર્મનો કાર્યક્રમ. સવારે ૯ કે સાડા નવ વાગે જ્યોતિષનો કાર્યક્રમ.
અને વળી આ ચૅનલો પર ચર્ચા માત્ર કોઈ એક જ કાર્યક્રમમાં નથી થતી. ચર્ચા બે-ત્રણ કાર્યક્રમોમાં થાય. જેમ કે ઝી ન્યૂઝ પર સાંજે પાંચ વાગે રોહિત સરદાના ‘તાલ ઠોક કે’ આપે છે. તો આજ તક પર અંજના ઓમ કશ્યપ સાંજે છ વાગે ‘હલ્લા બોલ’ લઈને ચર્ચા કરે છે. એનડીટીવી પર સાંજે નીધિ કુલપતિ (જેઓ પહેલાં ઝી ટીવી પર જ્યારે ખાલી એક કલાક જ સમાચાર આવતા ત્યારે રાત્રે સમાચાર વાંચતા) પણ ચર્ચા કરે અને રાત્રે રવીશકુમાર પણ ચર્ચાનું સંચાલન કરે. ચૂંટણી હોય, નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકે શપથવિધિ હોય, નીતીશકુમારની ફરી વાર મુખ્યપ્રધાન તરીકે શપથ વિધિ હોય, ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં હોય, અંદાજપત્ર રજૂ થઈ રહ્યું હોય ત્યારે આ ઍન્કરો બેત્રણ પક્ષના છાપેલા કાટલા જેવા પ્રવક્તા, એક બે પત્રકારો અને એક બે જેતે ક્ષેત્રના નિષ્ણાતો સાથે આખો દિવસ માથું પકાવે છે. આ લોકો જે વ્યક્તિનું પોતાના ક્ષેત્રમાં નહીંવત્ પ્રદાન હોય તેવા લોકોને બેસાડીને તેમની સાથે ચર્ચા કરાવે. જેમ કે પૂનમ પાંડે, પૂજા બેદી, ક્રિકેટરોમાં પણ જે ખાસ ન ચાલ્યા હોય તે ક્રિકેટ ઍક્સપર્ટ તરીકે ગોઠવાય જાય. અમુક ચહેરાને તો ટીવી પર જોયા પછી જ ખબર પડે કે લે, આ તો આ ક્ષેત્રમાં છે અને બહુ જાણીતી હસ્તી (ટીવી ન્યૂઝ ઍન્કરના કહેવા પ્રમાણે) છે.
ચર્ચા શરૂ થાય ત્યારે ઍન્કર (જેમ કે અર્નબ ગોસ્વામી) આવેલા મહેમાનો અને હોદ્દાની માહિતી આપે. સંબિત પાત્રા ભાજપમાંથી, સંજય ઝા કૉંગ્રસમાંથી અને આમ આદમી પક્ષનો બચાવ કરવા પ્રૉ. આનંદકુમાર છે વગેરે. પણ જો કોઈ દર્શક ચર્ચા આગળ વધી ગયા પછી તે જુએ તો તેને ખબર જ ન પડે કારણકે તેમના વિઝ્યુઅલની નીચે તેમનું નામ લખેલું ન હોય. અને ઍન્કરો આ બધી વ્યક્તિઓને તુંકારે અને તોછડાઈથી બોલાવતા હોય તેમ દર વખતે આખાં આખાં નામ બોલે જેમ કે સંબિત પાત્રા. શરૂઆતમાં એક વાર નામ બોલી દીધા પછી સંબિતજી કે સંજયજી એમ કહીને બાદમાં સંબોધી શકાય. ૧૯૯૮ની લોકસભા ચૂંટણી વખતથી મારા ખ્યાલ પ્રમાણે સ્ટાર ન્યૂઝ સૌથી પહેલી લાઇવ ટીવી ચૅનલ હતી. હિન્દીમાં ૨૦૦૦ના વર્ષ આસપાસ આજતક શરૂ થઈ. એ વખતથી આ ચર્ચાઓમાં રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી, બરખા દત્ત વગેરે પોતાના વિચાર તરફી લોકો હોય તેને વધુ બોલવા દેતા અને વિરોધી મત ધરાવનારાને કાં તો પોતે જ કાપી નાખે અથવા તેમાં હરીફ પક્ષની વ્યક્તિ સાથે સાથે બોલવા દે.
ચૅનલો પર મોટા ભાગની ચર્ચાઓમાં આવું જ થાય છે. હરીફો એક સાથે બોલવા લાગે એટલે શાકબજાર જેવું વાતાવરણ થઈ જાય. એક પછી એક જણ બોલે તેવું રોહિત સરદાનાના ‘તાલ ઠોક કે’ જેવા બહુ ઓછા કાર્યક્રમમાં જોવા મળે છે. આજતક પર ‘ઉપરવાલા દેખ રહા હૈ’ પણ આવો જ સૌમ્ય ચર્ચાનો કાર્યક્રમ છે. તેમાં એક બંધ રૂમમાં વિવિધ લોકો ચર્ચા કરે. જોકે કોઈ ઍન્કર તેમની સાથે રૂમમાં ચર્ચાનું સંચાલન કરતા નથી હોતા. ઍન્કર બહાર દર્શકો સાથે વાતચીત કરતા હોય છે. આ ચર્ચાના કાર્યક્રમો જેવું જ ઇન્ટરવ્યૂ પ્રકારના કાર્યક્રમોનું હોય છે. ‘સીધી બાત’ સંચાલિત કરતા પ્રભુ ચાવલા કે રાહુલ કંવલ તો સામે વાળી વ્યક્તિને બહુ બોલવા જ ન દે અને સામેની વ્યક્તિ ઉશ્કેરાઈ જાય તેવી રીતે સવાલો કરે.
આજ તક પર વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી આસપાસ શરૂ થયેલો કાર્યક્રમ ‘થર્ડ ડિગ્રી’ તો અતિથિને જ નહીં, દર્શકોને પણ થર્ડ ડિગ્રી જેવો લાગે. જાણે કોઈ અપરાધીને થર્ડ ડિગ્રી અપાતી હોય તેમ અંધારું કરી, સ્પોટલાઇટ એક ટેબલ પર રાખી, કાળા કપડામાં પુણ્ય પ્રસૂન બાજપાઈ, અંજના ઓમ કશ્યપ, શ્વેતા સિંહમાંથી એક જણ રાજકારણ કે અન્ય ક્ષેત્રની વ્યક્તિને પ્રશ્ન પૂછે. સામેવાળી વ્યક્તિ હજુ પોતાનો જવાબ માંડ પૂરો કરી રહી હોય ત્યાં બીજી વ્યક્તિનો સવાલ તીરની જેમ છૂટે.
તેની સરખામણીમાં ‘આપ કી અદાલત’માં રજત શર્મા વર્ષોથી સરસ સંચાલન કરતા આવ્યા છે. તેઓ તીખા સવાલોય પૂછે અને કટાક્ષો પણ કરે. દર્શકોને પણ પ્રશ્ન પૂછવાની છૂટ અને દર વખતે દર્શકો મોટા ભાગે જે અતિથિ આવ્યા હોય તેને ટેકો આપનારા હોય એટલે અતિથિના જવાબો પર તાળીઓ પડે. એક બે દર્શક પ્રતિકૂળ સવાલ પણ પૂછે અને રજત શર્મા હળવી રમૂજો પણ કરે.
ચર્ચાના આવા કાર્યક્રમોમાં એક ને એક ચહેરા અલગ-અલગ ચૅનલો પર જોવા મળે. તેમાં ભાજપ-કૉંગ્રેસ, કૉંગ્રેસ-આપ, આપ ને સપા વગેરે પક્ષોના લોકો એકબીજા સાથે શાબ્દિક લડાઈ લગભગ રોજ અનેક વાર કરતા હશે. ન્યૂઝ ચૅનલો પર કોઈ એક મુદ્દા પર જ અપાતા કાર્યક્રમ પણ હથોડા છાપ હોય છે. ‘વિશેષ’ જેવા નામથી આવતા આ કાર્યક્રમમાં માહિતી ઓછી અને ફિલ્મી મ્યુઝિક ઢેનટેણેન અને વિઝ્યુઅલ્સની ભરમાર હોય છે. વ્યક્તિ જે વિવાદાસ્પદ બોલી ગઈ હોય તે એટલી બધી વાર બતાવાય છે કે કંટાળો આવી જાય.
ગુજરાતી ચૅનલો પર આવતા એન્કરોની તો ગુજરાતી અને હિન્દીની તો વાત જ શું કરવી? એક ઉદાહરણ. આજકાલ દરેક સમાચારમાં પટેલ શબ્દ વારંવાર આવે છે. પટેલનું ઉચ્ચારણ અમેરિકનો કરે તેમ ‘પઠેલ’ કરવામાં આવે છે. શબ્દનું લિંગ એટલે કે જેન્ડરની તો ઐસી કી તૈસી. દા.ત. હમણાં જ માહિતી મળ્યું.
આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ એવી ભારતની સમાચાર ચૅનલોએ બીબીસી, સીએનએન વગેરે ચૅનલો જોઈ તેમાંથી શીખ લેવા જેવી છે. કમ સે કમ ન લાદેનના ઍન્કાઉન્ટર જેવી બાબતે બુશ હોય કે ઓબામા, કોઈના પર સંદેહ વ્યક્ત નથી કરતા. જ્યારે અમેરિકા કે બ્રિટનના હિતની વાત હોય ત્યારે તેમના માટે દેશ પહેલાં હોય છે. ૧૧ સપ્ટે. ૨૦૦૧ વખતે તેઓ લોહીનાં અને મૃતદેહોનાં દૃશ્યો બતાવી ભાવનાઓ ઉશ્કેરતા નથી. ઍન્કરો પોતે ક્યારેય જજ બનતા નથી. અને તેમના માટે બેવડાં માપદંડો નથી હોતા જેમ આપણા ઍન્કરો પાકિસ્તાનના પદચ્યુત અને ભારત વિરોધી જનરલ પરવેશ મુશર્રફ માટે તો મુશર્રફસાહેબ વાપરે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે માત્ર મોદી. ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે.

પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ?


dhruna
પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ?

 * પોતાના દુર્ગુણો અને અવરચંડાઈ પ્રત્યે.

* પોતાનામાં ઉદભવતી વાસનાઓ અને પાપવૃતિઓ પ્રત્યે.

* ઇર્ષા અને દ્રેષબુધ્ધિને દુર કરવા

. * અહંકારને ખોખરો લે બુઠ્ઠો કરવા.
* મારાપણાનો ભાવ,સંકુચિતતા કે સ્વાર્થને પાંગળા બનાવી દેવા.


ઓશો ધ્યાન સૂત્ર ઓડિયોओशो द्वारा दिये गये नौ ध्यान सूत्र अमृत प्रवचनों एवं ध्‍यान निर्देशों का अप्रतिम संकलन। (ओशो ओडीयो प्रवचन)
osho dhyan sutra free audio online
ओशो ध्यान सूत्र
Play
1. प्यास और संकल्प
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_01.mp3
2. शरीर-शुद्धि के अंतरंग सूत्र
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_02.mp3
3. चित्त-शक्तियों का रूपांतरण
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_03.mp3
4. विचार-शुद्धि के सूत्र
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_04.mp3
5. भाव-शुद्धि की कीमिया
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_05.mp3
6. सम्यक रूपांतरण के सूत्र
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_06.mp3
7. शुद्धि और शून्यता से समाधि फलित
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_07.mp3
8. समाधि है द्वार
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_08.mp3
9. आमंत्रण-एक कदम चलने का
http://www.oshoarchive.com/ow-hindi/OSHO-Dhyan_Sutra_09.mp3

28 February 2016

ધર્મ અને ધાર્મીકતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે

ધર્મ અને ધાર્મીકતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે

બીરેન કોઠારી
2016ના આગમન સાથે એક તરફ એકવીસમી સદી સોળ વર્ષની નવયૌવના બની હોવાની મુગ્ધ, ગળચટ્ટી વાત કરવામાં આવે છે. એ રીતે આપણે આગળ વધ્યા હોવાનું ગૌરવ પણ લેવામાં આવે છે. બીજી તરફ એવા સમાચાર જાણવા મળે છે કે આપણને થાય કે એકવીસમી સદીના દોઢ દાયકાની સમાપ્તી પછી પણ આપણી ગતી ખરેખર કઈ તરફની છે ? એ જાણીને નવાઈ લાગે, ચીન્તા થાય અને પુનર્વીચાર કરવા જેવો પણ લાગે.
એક અહેવાલ મુજબ તમીલનાડુનાં મંદીરોમાં 2016ના નવા વર્ષથી ડ્રેસ કોડ લાગુ પાડવામાં આવ્યો છે. એ મુજબ સ્કર્ટ, લેગીંગ કે હાફ પેન્‍ટ જેવાં એટલે આધુનીક ગણાતાં વસ્ત્રો પહેરેલી મહીલાઓ પ્રવેશને પાત્ર ગણાશે નહીં. ખરેખર તો વરસોથી ત્યાંનાં મોટાં ભાગનાં મન્દીરોમાં એ કાયદો છે કે પુરુષોએ ધોતી અને મહીલાઓએ સાડી પહેરીને જ પ્રવેશ કરવો. હવે આ નીયમના અમલ માટે ચુસ્તી દેખાડવાનો આદેશ હાઈકોર્ટની બેન્‍ચ દ્વારા આપવામાં આવ્યો છે. નાગરીકોને સ્પર્શતા, તેમના મુળભુત હકો કે સવલતો સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓને બદલે મન્દીરોમાં ડ્રેસ કોડ જેવી બાબતોમાં હાઈ કોર્ટે દરમીયાનગીરી કરવી પડે એ કેવી વક્રતા !
આ સમાચાર વાંચીને વીચારવું રહ્યું કે શું આપણી ધાર્મીકતા હજી સુધી વસ્ત્રોમાં જ અટવાયેલી રહી છે ? સૌન્દર્ય માટે કહેવાય છે કે એ જોનારની આંખોમાં હોય છે. પવીત્રતા અને ભક્તીભાવ બાબતે પણ એમ જ કહી શકાય. એ જે તે વ્યક્તીના મનમાં હોય છે. વસ્ત્રો સાથે તેને શી લેવાદેવા ?
મન્દીર એક જાહેર સ્થળ છે અને ત્યાં અનેક લોકોની આવનજાવન રહેતી હોય છે. સમયના બદલાવાની સાથે વસ્ત્રપરીધાનની શૈલી પણ બદલાતી રહે એ સ્વાભાવીક છે. રોજબરોજનાં વસ્ત્રોમાં ફેશનની સાથેસાથે હલનચલનની અનુકુળતા મુખ્ય હોય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વીકીકરણ પછી દરેક ક્ષેત્રે પરીવર્તન અકલ્પનીય રીતે ઝડપી બન્યું છે, જેની અસર જીવનશૈલીનાં અનેક પાસાંઓ પર પડી રહી છે. ઘણાં પરીવર્તનોને લોકો છુટથી અપનાવતા અને સ્વીકારતા થયા છે. આવા માહોલમાં કેવળ વસ્ત્રોના પ્રકારને લાયકાત ગણીને પકડી રાખવામાં આવે ત્યારે થાય કે આપણે બે ડગલાં આગળ વધીને ચાર ડગલાં પાછળ જઈ રહ્યા છીએ.
વસ્ત્રોની સાથેસાથે બીજી પણ ઘણી બાબતોની ચુસ્તતા, અનેક સમ્પ્રદાયોના અભીન્ન ભાગ અને ઓળખ જેવી છે. તમીલનાડુનાં મન્દીરોની એકલાંની વાત શા માટે કરવી ? લગભગ દરેક મન્દીરમાં મહીલાઓને માસીકચક્ર દરમીયાન દર્શનનો નીષેધ કરવાથી લઈને તેમણે ગાઉન, સ્કર્ટ જેવાં વસ્ત્રો પહેરીને દર્શન માટે ન આવવું, જેવી હાસ્પાસ્પદ લાગતી; પણ આદેશાત્મક સુચનાઓ લખાયેલી જોવા મળે છે. આ સુચનાઓ વાંચીને એમ જ લાગે કે મન્દીરો આપણા દેશના બંધારણથી પર છે. આવી સુચનાઓ વાંચીને નહીં; પણ તેના ભંગથી કોઈની ધાર્મીક લાગણી દુભાઈ જતી હોય તો એવી વ્યક્તીઓએ ધર્મ અંગેની પોતાની સમજણને નવેસરથી કેળવવી રહી.
ઘણા સમ્પ્રદાયોમાં મહીલાઓ સાથે કશા વ્યવહારનો તો ઠીક; તેમને જોવાનો પણ બાધ હોય છે. અને આ મહીલાઓમાં એક મહીનાની બાળકીથી લઈને સો વર્ષની વૃદ્ધા સુધીની ઉંમરની શ્રેણીનો સમાવેશ થાય છે. આ વીભાવના પાછળ મુળભુત રીતે સમ્ભવીત વીજાતીય આકર્ષણને ટાળવાનો હેતુ હોય છે, જેથી ધર્મના મુળભુત હેતુમાંથી નીષ્ઠા ચલીત ન થાય. પણ આનો અમલ એ હદે જડતાપુર્વક કરવામાં આવે છે કે હસવું આવે. જે તે સમ્પ્રદાયના સાધુઓનું આગમન યજમાનના ઘરે થાય ત્યારે ઘરની તમામ ઉંમરની મહીલાઓ રસોડામાં પુરાઈ જાય છે અને રસોડામાંથી વીવીધ ખાદ્ય ચીજો સમયાન્તરે મોકલતી રહીને સન્તોની આગતાસ્વાગતા કરે છે. આ વ્યવહાર એટલો સ્વીકૃત અને સાહજીક બની ગયો છે કે બન્ને પક્ષોમાંથી કોઈને આમાં કશું અજુગતું લાગતું નથી. અને છતાં પોતાનો સમ્પ્રદાય અત્યન્ત પ્રગતીશીલ તેમ જ સમય સાથે તાલ મીલાવનારો હોવાનો મીથ્યા સન્તોષ ગૌરવની હદે લેવામાં આવે છે. જે તે સમ્પ્રદાયના સાધુઓ પોતે પોતાના સમ્પ્રદાયના આદેશ મુજબ સંયમ ભલે પાળે ! પણ તે બીજાઓ પર લાદવાની શી જરુર ? એટલો સાદો વીચાર તેઓ કરતા નથી. પોતાના વ્રતપાલનને કારણે અન્યોએ કોઈક ઓરડામાં પુરાઈ રહેવાનું ! અને એમ હોય તો એ વ્રતના પાલનમાં ખુદને શંકા કે અવીશ્વાસ છે, એમ આપોઆપ પુરવાર થાય. સૌથી નવાઈની, અને આજના જમાનામાં તો આઘાતની લાગે એવી બાબત એ છે કે, પોતાને કેવળ મહીલા હોવાને નાતે અન્દર ફરજીયાત પુરાઈ રહેવાનું આવે છે એની મહીલાઓની ખુદની સ્વીકૃતી. બીજી અનેક બાબતોમાં સ્વતન્ત્રતા ઈચ્છતી મહીલાઓને આમાં ધાર્મીકતાનું અનુસરણ દેખાય છે; જાતીભેદ કે લીંગભેદ નહીં.
ધર્મ અને ધાર્મીકતા બન્ને અલગ બાબતો છે. આપણે ધાર્મીકતાને ધર્મ સમજીને જીવી કાઢીએ છીએ. તેને પરીણામે અનેકાનેક બાહ્યાચાર, તેનું જડતાપુર્વકનું પાલન અને તેમાંથી શોધેલી છટકબારીઓ દ્વારા કરાતાં સગવડીયાં અર્થઘટનો થકી, ધર્મપાલનનો સન્તોષ લેતા રહીએ છીએ. આ બાબત, ખરું જોતાં મોટા ભાગના ધર્મોને લાગુ પાડી શકાય. કેમ કે, છેવટે જે તે ધર્મ તેના હાર્દને બદલે તેના બાહ્યાચાર થકી જ ઓળખાતો રહે છે. આવા બાહ્યાચાર, મોટે ભાગે સ્વઓળખનો હીસ્સો બની રહેતા હોવાથી તેને વળગી રહેવાનું ઝનુન પણ વધુ હોય છે. ક્યાંક એ ઝનુન સાત્ત્વીક રીતે પ્રગટે, ક્યાંક તામસી રીતે કે ક્યાંક રાજસી રીતે; પણ તેની આક્રમકતામાં ભાગ્યે જ કશો ફરક હોય છે.
ધર્મને સ્પર્શતા તમામ મુદ્દા એ હદે સંવેદનશીલ હોય છે કે તેની યોગ્યાયોગ્યતા વીશે ખુલ્લી ચર્ચા ભાગ્યે જ કરી શકાય. અને હવે તો ગમે એ બાબતને ધર્મ સાથે સાંકળીને તેને સંવેદનશીલ બનાવી દેવામાં આવે છે. આવા સંજોગોમાં સમુહને અનુસરવાને બદલે, વ્યક્તીગત સ્તરે ધર્મ વીશેની સાચી સમજણ કેળવીએ અને તેનો અમલ કરી શકીએ તોય ઘણું ! સમાજ પુરુષપ્રધાન છે એ હકીકત છે; પણ ધર્મ પુરુષપ્રધાન ન હોઈ શકે. સૌ માટે સમાન હોય એ જ ખરો ધર્મ. આટલી પાયાની સમજણ કેળવાય, દૃઢ થાય અને તેના અમલીકરણ તરફ પ્રયત્ન થાય ત્યારે ધર્મની સમજણ તરફની ગતી યોગ્ય દીશાએ છે એમ મનાય.
–બીરેન કોઠારી

parisamvad of new education policy by Achala education faundationA very golden moments of new education system Discussion to Achala education fou.Mahamahim Rajyapal kohliji,Dr.Mafatbhai,Anarben Dr.M.N.Desai kulpati Guj.UNi.DR.nalin pandit Pri.Niyamak.DR.P.G.Patel Dr.R.S.Patel swami Adhyatmanandaji,Dr.kesubai And So &So...philosofar on this events.good And positive thinking of 9.00 Am to 7.15 pm.

26 February 2016

શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …. ડો. શરદ ઠાકર

 શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …. ડો. શરદ ઠાકર

ડોકટરોનો વ્યવસાય દર્દીની જિંદગીની સાથે જોડાયેલો હોય છે. દર્દીની જિંદગી બચાવવા માટે એને અંગત શોખનાં કામો પડતાં મૂકીને ઘણીવાર હોસ્પિટલ દોડી જવું પડે છે.

આ સત્ય ઘટનાત્મક વાર્તાના લેખક ડો.શરદ ઠાકર પોતે એક જાણીતા ડોક્ટર તો છે જ પણ એક લોક પ્રિય વાર્તા લેખક પણ છે.ડોકટરના વ્યવસાયના એમના જાત અનુભવો પરથી એમણે ઘણી સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ લખી છે એમાંની આ એક વાર્તા છે.

ઉતરાણ ઉપર પતંગ ચગાવતાં કુટુંબીજનોની અને મિત્રોની મરજી વિરુદ્ધ પણ પત્નીની મુક સંમતિથી વાર્તાના ડો. અશોકભાઈ હોસ્પિટલ દોડી જઈને એક સગર્ભા યુવતીની કઠીન ડીલીવરી કરાવી એનો જીવ બચાવે છે.આ વાર્તા વાંચી આ ડો. અશોકભાઈ પર અને ડોકટરના વ્યવસાય પર તમને જરૂર માનની લાગણી થશે.

વાર્તા લેખક ડો. શરદ ઠાકરે એમની આગવી શૈલીમાં વાર્તાની સરસ જમાવટ કરી છે.શરૂથી અંત સુધી વાર્તા રસ જાળવી રાખતી ડો. શરદ ઠાકરની આ સત્ય ઘટનાત્મક પર આધારિત વાર્તા મને ગમી એવી તમને  પણ જરૂર વાંચવી ગમશે . 

વિનોદ પટેલ 

શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે, એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે
લેખક- ડો. શરદ ઠાકર -Dr. Sharad Thakar

સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા.

sharad Thakar storyડો.અશોકભાઈ આજે સંપૂર્ણપણે રિલેક્સ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું: ‘આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટરસાહેબ રજા ઉપર છે.’

આવું કરવા પાછળ એક કરતાં વધારે કારણો રહેલાં હતાં. પત્નીએ બે દિવસ પહેલાં જ અલ્ટિમેટમ આપી દીધું હતું: ‘તમને પરણીને આવી એ વાતને આજકાલ કરતાં પાંત્રીસ વરસ પૂરાં થયાં. આજ સુધીમાં એક પણ ઉત્તરાયણ તમારી સાથે ઊજવવા મળી નથી. આ ફેર તો તમારે અમારી સાથે અગાસી પર આવી જવાનું છે.’

ડો. અશોકભાઈને નવાઈ લાગી: ‘તમારી સાથે? કે તારી સાથે? ઘરમાં આપણે બે હુતો-હુતી જ છીએ. દીકરો-વહુ તો ફરવા ગયાં છે.’

‘એ ત્રણેય (દીકરાને એક દીકરી હતી) આવતી કાલ સુધીમાં પાછા આવી જવાના છે. રાજકોટથી દીકરી-જમાઈ પણ ઉત્તરાયણ કરવા આવવાનાં છે. સાથે એમનો દીકરો પણ. બાળકો તો દાદુની સાથે પતંગ ચગાવવા માટે થનગની રહ્યાં છે.’

ડો. અશોકભાઈ જવાબ આપે ત્યાં તો ફોન રણક્યો. ડો. તેજપાલ હતા: ‘હાય! શું ચાલે છે?’

‘બસ, ઉત્તરાયણની તૈયારી.’

‘તો એમાં ત્રીસ જણાની તૈયારી પણ ઉમેરી દેજો.’

‘કેમ?’

‘આપણા મેડિકલ એસોસિયેશનના દસેક ડોક્ટર મિત્રોએ નક્કી કર્યું છે. આખી જિંદગી બહુ વૈતરું કર્યું. હવે વર્ષના બધા જ તહેવારો સાથે મળીને ઊજવવા છે. વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ તો હવે આવી જ રહ્યો છે. પહેલો લાભ તમને આપીએ છીએ. સવારના ચા-નાસ્તાથી બપોરનું લંચ અને સાંજનું ડિનર બધું તમારે ત્યાં જ રાખવાનું છે. બી પ્રીપેર્ડ!’

અશોકભાઈને લાગ્યું કે સ્વજનો અને મિત્રોની વાત સાચી તો હતી જ. આ સાવ નાનકડા ટાઉનમાં એમની આખી જિંદગી દર્દીઓને સારવાર આપવામાં જ પસાર થઈ ગઈ. ગાયનેકોલોજિસ્ટ તરીકે તેઓ એકલા જ હતા. પાંત્રીસ વર્ષમાં કમાયા પણ ખૂબ સારું, પરંતુ જિંદગીમાં તમામ સુખો, આનંદો, ઉજવણીઓ કન્સલ્ટિંગ રૂમની ચાર દીવાલો વચ્ચે મૂરઝાઈ ગયું. પત્ની પરિવારને સાચવતી રહી, સામાજિક સંબંધોને નિભાવતી રહી. આજે પહેલી વાર સ્વજનો અને મિત્રો એમની પાસે કશુંક માગી રહ્યાં છે. બીજું કંઈ નહીં, માત્ર સમય માગી રહ્યાં છે.

એટલે એમણે પાટિયું લટકાવી દીધું: ‘આજે ડોક્ટર રજા પર છે.’

આગલા દિવસે પંદર હજાર રૂપિયાના પતંગો આવી ગયા હતા. પચાસ જેટલી ફીરકીઓ તૈયાર કરાવી હતી. રાજકોટની પ્રખ્યાત કાજુ-ચીકી (આઠસો રૂપિયે કિલોના ભાવની) દસ કિગ્રા. મગાવી લીધી હતી. કેટરરને ઓર્ડર આપી દીધો હતો. અગાસી પતંગોત્સવ માટે પહેલી વાર થનગની ઊઠી હતી.
ઉત્તરાયણ આવી પહોંચી. સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા. કોઈકે તો મોબાઇલ ફોન કરીને કહ્યું પણ ખરું: ‘સાહેબો, આજે બધા ડોક્ટરો અગાસી ઉપર હાજર છે; તો કોઈ બીમાર પડે એનું શું થશે?’

ડો. સાગરે જવાબ આપી દીધો: ‘આજે જે બીમાર પડે એનો ડોક્ટર ભગવાન!’

‘કાપ્યો છે’ની બૂમોથી હવા ગાજી ઊઠી. રંગ જામતો ગયો. સવારના પવન વધુ હતો, પણ લંચ પછી હવા સાનુકૂળ બની ગઈ. મધ્યાહ્્નના તાપમાં ચાળીસ જણા માથા પર કેપ અને આંખો પર ગોગલ્સ ચડાવીને પતંગની મજા માણવા લાગ્યા.

ત્યાં જ ડો. અશોકભાઈનો મોબાઇલ ટહુક્યો. અજાણ્યો નંબર હતો. કોઈ સ્ત્રીનો અવાજ હતો:

નમસ્તે સર, હું સરકારી હોસ્પિટલથી બોલું છું.’

‘કોણ?’

‘લેબર રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ.’

‘બોલો સિસ્ટર! શું કામ છે?’ ડો. અશોકભાઈની નજર ઊંચા આસમાનમાં ચગી રહેલા પતંગ તરફ હતી અને કાન સિસ્ટરની વાતમાં.

‘સર, ગઈ કાલે રાતથી લેબર રૂમમાં એક ડિલિવરી કેસ દાખલ થયો છે. પહેલી જ ડિલિવરી છે. સર્વિક્સ છેલ્લા દોઢ-બે કલાકથી ફુલ્લી ડાઇલેટેડ છે, પણ બેબી બહાર આવતું નથી. પેશન્ટની હાલત બહુ જ ખરાબ છે.’

‘ઓહ! પણ તમારે ત્યાં તો ગાયનેક ડોક્ટર છેને!’

‘હા સર, પણ એ આજથી બે દિવસ માટે રજા ઉપર ગયા છે. એમનું ફેમિલી ભાવનગરમાં છે. ઉત્તરાયણ કરવા...’

‘સોરી સિસ્ટર! હું પણ આજે મારા ફેમિલીની સાથે ઉત્તરાયણ ઊજવી રહ્યો છું. તમે પેશન્ટને રાજકોટ ટ્રાન્સફર કરી દો!’

‘સર, એ શક્ય નથી. પેશન્ટ રસ્તામાં જ મરી જશે અને બાળક પણ...! જો તમે આવી જાવ તો બેયનો જીવ બચી જાય...’

ડો. અશોકભાઈએ પતંગની દોરી પુત્રવધૂના હાથમાં થમાવી દીધી. પત્નીની સામે જોઈને કહ્યું, ‘મારે જવું પડશે. હું અડધા કલાકમાં જ પાછો આવું છું.’

ધાબા ઉપર દંગલ મચી ગયું. દીકરો-વહુ નારાજ થઈ ગયાં. દીકરી-જમાઈનાં મોં ચડી ગયાં. પૌત્રી અને દૌહિત્ર ભેંકડો તાણીને રડવા લાગ્યાં. ડોક્ટર મિત્રોએ ટોણા માર્યા: ‘કંજૂસ! પૈસાની રોકડી કરવા જાય છે. અમને ખબર જ હતી કે આ માણસ...’

ડો. અશોકભાઈ નીકળી પડ્યા. કોઈને એટલું કહેવા પણ ન રોકાયા કે ‘આ કેસ મારો પ્રાઇવેટનો નથી. આમાં રોકડી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. આ તો સરકારી દવાખાનામાં કોઈ ગરીબ સ્ત્રી દમ તોડી રહી છે એને બચાવવા માટે જઉં છું.’

જો કોઈ એક વ્યક્તિ કંઈ ન બોલી હોય તો એ ડોક્ટરની પત્ની હતી. એણે ધીમું હસીને પતિને વિદાય આપી દીધી. ડોક્ટરે એનો ખભો થપથપાવ્યો. એક હળવા સ્પર્શમાં બત્રીસ વર્ષ પહેલાંની આવી જ એક ઘટના સળવળી ઊઠી.

ત્યારે ડો. અશોકભાઈ મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગના છેલ્લા વર્ષની તાલીમ લેતા હતા. એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. પત્ની વસુ સુવાવડ માટે પિયરમાં ગઈ હતી. અચાનક એને દુખાવો ઊપડ્યો. ટાઉનમાં એક જ ગાયનેકોલોજિસ્ટ હતા. એ ફરવા માટે ગોવા ગયા હતા. ડિલિવરીમાં બહુ વાર લાગી. વસુબહેન ભગવાનને વિનવી રહ્યાં: ‘જલદી છેડાછૂટકો કરાવ! હવે નહીં જીવાય!’

સરકારી હોસ્પિટલની બધી નર્સ બહેનો થાકી ગઈ. અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડોક્ટરે આવીને સુવાવડ કરાવી આપી. પરિણામે વસુબહેન જીવી ગયાં. દીકરો જન્મ્યો હતો જે આજે અગાસી પર નારાજ થઈને પતંગ ચગાવી રહ્યો હતો. જો વસુબહેનનો છેડાછૂટકો ન થયો હોત તો અત્યારે ધાબું સૂનું હોત.

ડો. અશોકભાઈ લેબર રૂમમાં પહોંચી ગયા. એમણે પણ અડધો કલાક મહેનત કરી; સુવાવડ ન જ થઈ. હવે બાળક પેટમાં જ ઝાડો કરી ગયું હતું. પાણી લીલા રંગનું આવતું હતું. બાળકનું મૃત્યુ હાથવેંતમાં હતું. પ્રસૂતા તો થાકીને લાશ જેવી બનીને પડી હતી.

ડો. અશોકભાઈએ નિર્ણય લઈ લીધો, ‘વેક્યૂમ લગાવવું પડશે. સિસ્ટર, મશીન લાવો.’

‘અહીં વેક્યૂમ મશીન નથી, સર.’ સિસ્ટરે જવાબ આપ્યો. ડો. અશોકભાઈ મારતી ગાડીએ ગયા. પોતાના નર્સિંગ હોમમાંથી વેક્યૂમ મશીન લઈને પાછા આવ્યા. બાળકના માથા પર ‘કપ’ લગાવીને વેક્યૂમ ડિલિવરી કરાવી દીધી. ખૂબ જહેમત પછી બાળક રડ્યું. પ્રસૂતાના ટાંકા વગેરે લઈને ડો. અશોકભાઈ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે બપોરના ચાર વાગી ગયા હતા. ઓગણચાળીસ જણાના ચહેરાઓ નારાજ દેખાતા હતા. માત્ર એક ચહેરો ચિંતા સાથે પૂછતો હતો: ‘શું થયું? સિંહ કે શિયાળ?’

‘સિંહ! સિંહ! મા અને બાળક બંનેને બચાવીને આવ્યો છું.’ ડો. અશોકભાઈના અવાજમાં ચીકીની મીઠાશ હતી અને બત્રીસ વર્ષ પહેલાંનુ ઋણ ચૂકવી દીધાનો સંતોષ હતો.

આસમાનમાં રંગીન પતંગો ઊડતા હતા; આખું નગર ઉત્તરાયણ ઊજવી રહ્યું હતું.

ડો. અશોકભાઈ એમની ઉત્તરાયણ ‘ઊજવીને’ આવ્યા હતા.

(સત્યઘટના)

સાભાર- ડો. શરદ ઠાકર 

સૌજન્ય-દિવ્ય ભાસ્કર 


Dr. Sharad Thakar with Modi

PM નરેન્દ્ર મોદી સાથેની ડો.શરદ ઠાકરની એક તસ્વીર  

વાર્તા લેખક ડો. શરદ ઠાકર નો પરિચય અને અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવી બીજી સત્ય ઘટનાત્મક વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરશો.


કોનાથી છેટા ચાલવું?


harday
કોનાથી છેટા ચાલવું?

* અસતથી.

* જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.

આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વઆપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ

ગાયમાતાઃ આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ
*ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે.
* ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે.
ગાયનું દૂધ હ્રદયરોગ,ાલ્સર,ક્ષયારોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે.
* પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય અને ગાયનું દૂધ વેચતા નથી પણ તે દાન સ્વરૂપમાં આપવામાં આવે છે.
* આંખો દુખતી હોય ત્યારે ગાયના દૂધનો પાટો બાધવાથી દર્દ મટી જાય છે.
* ગાયનું દૂધ લઈ આખા શરીર પર માલિસ કરી નાહવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે તેમજ ચામડી ગોરી,ચમકદાર અને તેજસ્વી બને છે.
* ગાયના ધી-દૂધનો શીરો ખાવાથી પ્રસુતા સ્ત્રીને કોઈ રોગ થતા નથી.
* મહાભારતમાં રાજા યુધિષ્ઠિરે ગાયના દૂધને અમ્ટ્ર તુલ્ય માન્યુ છે યક્ષે જયારે પ્રશ્ન પુજયો કે પૃથ્વીનું અમૃત કયુ છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ગાયનું દૂધ જ એક માત્ર પૃથ્વી પરનું અમૃત છે.
ગાયનું દૂધ માનવ શરીરમાં કાયાપલટ કરી તેના બધાજ અંગોને પુષ્ટ બનાવી અને અનેક રોગોને નષ્ટ કરે છે કાયાપલટથી નવું જીવન મળે છે.
* યુરોપના સૈનિકોને પોષ્ટિક આહાર માટે ગાયનું ધી,દૂધ દરરોજ આપવામાં આવે છે.
* ધરમાં ગાયના ધીનો દિવો કરવાથી વાયુમંડળ શુધ્ધ તેમજ પવિત્ર બને છે.
* કાળી ગાયનું દુધ ત્રિદિષ શામક અને સર્વોતમ છે સાંજે જંગલમાથી ચરીને આવેલી ગાયનું દુધ સવારના દૂધ કરતા હકલુ હોય છે.
* ગાયના દૂધથી કોલેસ્ટ્રોરલની વુધ્ધિ નથી થતી,હ્રદય તેમજ લોહીના પ્રવાહને સુગમ બનાવે છે.
* ગાયનું ગરમ દૂધ પીવાથી કફ તેમજ ગરમ કરી ઠંડુ પીવાથી પિત્તનો નાશ થાય છે.
* અનેક ધર્મો ગ્રંથો અનુસાર પંચામૃત ગાયનું દૂધ,ધી,દહી,શક્કર,(ખાંડ)ાને વરસાદના શુધ્ધ પાણિથી બનાવવામાં આવે છે.
* જલોદરના રોગીને પાણી પીવાની સખ્ત મનાઈ છે,તે ફકત ગાયનું દૂધ પીવે તો રોગમાં પણ સુધારો થાય છે.
ગાય માતાની કૃપાથી જો કોઈ ગર્ભધારણ કરેલી મહિલા એક મહિના સુધી ચાંદીની કટોરીમાં દેશી ગાયના દૂધનું દહી બનાવીને ખાય તો દિવ્ય શક્તિશાળી બાળક જન્મશે.
Check out Jeevanshailee


harday
કોનાથી છેટા ચાલવું?
* અસતથી.
* જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.


અગ્નિને દેવ કેમ માન્યા ?


devv
અગ્નિને દેવ કેમ માન્યા ?

* આકૃતિરહિત શક્તિ એટલે દેવ.આ દષ્ટિએ અગ્નિ દેવ છે.

* અગ્નિ પ્રગટે ત્યારે હંમેશા એની ઊધ્ર્વગતિ થાય છે.

* અગ્નિમાં જે કાંઈ નાખીએ તે ખાખ થઈ જાય છે અને છેવટે પોતે પણ પાછળ કશું રાખ્યા વિના શાંત થઈ જાય છે.

* એ શુધ્ધને નષ્ટ કરી દે છે અને શુધ્ધને બચાવી લે છે.

* અગ્નિ બળીને અલોપ થઈ જાય છે,આકાશમાં સમાઈ જાય છે.


મનોબળ દઢ કરવા શું કરવું?

Posted: 26 May 2014 09:06 AM PDT

મનોબળ દઢ કરવા શું કરવું?
* શુરવીરનો સંગ કરવો.
* સાત્વિક કાર્યો કરવા.
* સત્સંગ કરવો.
* સદગ્રથો વાંચવા અને
* નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.


1.ડંખીલા શબ્દો[2] સમજણનો સેતુ

ડંખીલા શબ્દો
એક ત્રે કહ્યું, ‘કંઈ કારણ વગર મને એવું લાગે છે કે મારી તબિયત ખરેખર બગડી ગઈ છે. એક સમયે બધા મને હસમુખો કહેતા અને આજે હવે કોઈ ને કોઈ મિત્ર મજાકમાં કહે છે કે આવું સોગિયું મોં થઈ જવાનું કારણ શું ? કોઈ તકલીફ આવી પડી છે ? રાતોરાત જાણે મારો મિજાજ બદલાઈ ગયો હોય તેમ લાગે છે.’
જવાબમાં સોગિયું હસીને ભાઈએ કહ્યું, ‘કંઈ ખબર પડતી નથી પણ મનની અંદર આટલી હતાશા કેમ પેદા થઈ છે. વિચાર કરું તો એમ થાય છે કોઈ સમસ્યા તો છે નહીં. ઘરમાં કોઈ પ્રશ્ન નથી. બહારના બધા વહેવારો સચવાય છે. આડોશપાડોશ જોઈએ છીએ. એ અંગે પત્ની કહે છે : ‘આપણી આજુબાજુ દરેક કુટુંબમાં અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે કડવી ઝેર બોલચાલી સાંભળીએ છીએ.’ પત્નીએ કહ્યું. મને નવાઈ લાગે છે કે તમે કે હું કદી ઊંચા અવાજે બોલ્યા હોઈએ કે આપણે ઝઘડ્યા હોઈએ એવું બન્યું નથી. તમારી મા જાણે મારી જ મા હોય એવો અમારો વહેવાર છે. કોઈ વાર એમ થાય છે કે આ સુખ શું લાંબું ચાલશે ?
કોઈ પણ બે માણસોની શાંતિ ટકાવી રાખવાની જવાબદારી કુટુંબના સભ્યોની છે. ઘણાં બધાં કુટુંબો આપણે જોઈએ છીએ અને દરેકના સ્વભાવમાં કલેશ અને કંકાસનાં મૂળ ઊંડાં ઘાલી બેઠાં છે. સાચું કહીએ તો ઘણાં બધાં કુટુંબો પૈસાવાળા હોય, ઘણી બધી સગવડોવાળા હોય છતાં આંખો લડ્યા કરે છે, નવાઈની વાત તો એ છે કે લોહીનું સગપણ છે એવા એક જ ઘરના સભ્યો મનમાં ઊંડે ઊંડે તિરસ્કારનાં મૂળ ઊંડા નાંખીને બેઠા છે. નવાઈની વાત એ છે કે પડોશી સાથે સારા સંબંધો રાખીને ઝઘડાઝઘડી નહીં કરનારા ઘરની અંદર જાણે તિરસ્કારની ઊંડી લાગણીથી વર્તી રહ્યા હોય એવું કોઈને પણ દેખાય છે. વિચિત્ર વાત તો એ છે કે કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગને સુધારવા-બગાડવાની કોઈ ચિંતા કર્યા વગર કલેશ-કંકાસનો સૂર ઘણો ઊંચો જતો લાગે છે. સમાજમાં આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ આપણા પોતાના ઘરમાં જ શાંતિ ટકાવી શકતાં નથી. નવાઈની વાત એ છે કે ઘરના સભ્યો જ એકબીજાની ઈર્ષ્યા કરતાં હોય છે અને એકબીજાને શંકાની નજરે જુએ છે. ઘણાં કુટુંબોમાં કુટુંબના સભ્ય જ પોતાનાં બાળકોની વચ્ચે વેરઝેરનાં બી વાવે છે.
માણસો ઉદાર હોવાનો અને સંસ્કારી હોવાનો દાવો કરે છે, પણ કુટુંબની અંદરની વ્યક્તિની જ ઈર્ષ્યા કરતાં અચકાતાં નથી. લોહીની સગાઈવાળા માણસો એકબીજા વિશે દુશ્મન જેવું નકારાત્મક બોલે છે. એક ભાઈ એના મિત્રને કહે છે કે મારા મતે તારો ભાઈ આટલો ખરાબ તો નથી, પણ તું હંમેશા એનાં વિશે અત્યંત ઘસાતું બોલે છે. ભાઈ માટે ભાઈને લાગણી ના હોય એવો પ્રશ્ન મારા મનમાં છે. બે સગા ભાઈઓ એમના સમાજમાં એકબીજા વિશે અત્યંત ઈર્ષ્યાભર્યું ઊંચા અવાજે બોલે છે. કેટલીક સ્ત્રીઓ પોતાની મંડળીમાં પોતાના પતિ વિશે અત્યંત અણગમતું બોલે છે અને કદી એવો વિચાર કરતી નથી કે મંડળીની બીજી બહેનો એમના પતિ વિશે શું વિચાર કરતી હશે અને હું જ મારા પતિની નિંદા કરું છું. એની છાપ સાંભળનારા પર કેવી પડતી હશે.
ઘણાં બધાં લોકો અને ખાસ કરીને બહેનો પોતાની નીડરતા બતાવવા કોઈને પણ વિશે અત્યંત ડંખીલું બોલતાં અચકાતી નથી. આપણે જેને સારી રીતભાત કહીએ છીએ. એમાં કોઈને વિશે જેમતેમ બોલવું નહીં જોઈએ. એ સમજી શકાય તેવી વાત છે પણ ઝેરીલી ટીકા કરનારા એવું કહે છે કે ગમે તેવા મોટા માણસની પણ હું પરવા કરતો નથી. જેને જે માનવું હોય તે માને. હું તો ગમે તેવા મોટા માણસને મોઢે ચાર ગાળ ચોપડાવી દઉં ! ઘણા બધા માણસો એકબીજાનું ખૂબ ખરાબ બોલે છે, પણ એમને વિશે કોઈ ખરાબ બોલે છે એવી ખબર પડે ત્યારે મનમાં જ સળગી ઊઠે છે. ત્યારે તેઓ તટસ્થ રહી શકતાં નથી કે વિચારી શકતાં નથી કે બીજાને પણ આમ જ થતું હશે ને !
.
[2] સમજણનો સેતુ
એક જૂના મિત્ર મળી ગયા. તેમનો હર્યોભર્યો સંસાર હતો. બધી રીતે કુટુંબમાં શાંતિ હતી. પૈસેટકે કોઈ મુશ્કેલી ન હતી. છતાં મિત્રે અસંતોષના સૂરમાં કહ્યું, ‘આજકાલ પુત્ર-પુત્રીઓને કાંઈ પણ કહીએ છીએ તે તેમને ગમતું નથી. આપણે તો તેમના ભવિષ્યનો વિચાર કરી સલાહસૂચન કરતાં હોઈએ છીએ. છતાં મોટા ભાગે સંતાનો તેને અવગણતા હોય તેવું લાગે છે. આનું શું થઈ શકે ?’ આ સમસ્યા માત્ર આ એક મિત્રની જ નથી. આપણે સૌ જાણીએ છીએ કે લગભગ દરેક કુટુંબમાં હવે આ સમસ્યા નજરે થવા લાગી છે. માતાપિતા લાગણીપૂર્વક સલાહસૂચન કરે તેને સંતાનો પોતાના જીવનમાં દખલ કરતાં હોય તેમ ગણે.
પુખ્તવયનાં સંતાનોને મા-બાપ યોગ્ય માર્ગદર્શન, સલાહ-સૂચન જરૂર આપે, તેમાં ખોટું પણ નથી. પણ મા-બાપે સંતાનોની સ્વતંત્રતા તરફ જરાય તરાપ મારવી નહીં જોઈએ કારણ કે તેમનાં સંતાનોને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે અને કોઈનું ઊછીનું જીવન જીવવાની ફરજ તેમને પાડવી નહીં જોઈએ. કોઈ પણ સંતાન, પુત્ર હોય કે પુત્રી, પુખ્તવય પ્રાપ્ત કરે પછી તે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનો સમાન દરજ્જો પામે છે. તેમનું પોતાનું જીવન તેમનું પોતાનું છે અને તે કંઈ માબાપના જીવનની કાર્બન કોપી કે નકલ જેવું હોઈ શકે નહીં. દરેક સ્વતંત્ર વ્યક્તિને તેનું એક સ્વતંત્ર અલગ ભાગ્ય હોય છે. તે સારું હોય કે ખરાબ. આપણે મા-બાપ તરીકે તેમને શિક્ષણ આપીએ, શિખામણ આપીએ, સલાહ આપીએ, મદદ કરીએ પણ તેના બદલામાં આપણે પુખ્તવયના સંતાનની સ્વતંત્રતા છીનવી લઈ ના શકીએ. સંતાનોને આપણે પ્રેમના દાવા હેઠળ મિલકત ગણી ન શકીએ અને તેવો વહેવાર કરી ના શકીએ.
પુખ્તવયનાં સંતાનો અને મા-બાપોના દષ્ટિબિંદુમાં, વિચારોમાં, ધારણાઓમાં મતભેદ હોઈ શકે છે – હોવાનો જ. આ અંગે ચર્ચા કરવાનો, સમજવાનો બંને પક્ષને સરખો હક્ક છે. આ બધા પછી પણ પુખ્ત સંતાન પોતાની ઈચ્છા મુજબનો નિર્ણય લે અને એ રસ્તે આગળ વધવા માગે તો તેમ કરવાનો તેમને હક્ક છે. તેમના નિર્ણયો ખોટા કે નુકશાનકારક પુરવાર થઈ શકે છે પણ આ હકીકત તો તમામ પ્રકારના નિર્ણય માટે એક સરખી સાચી છે. યુવક કે યુવતી માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ મનપસંદ વ્યક્તિ સાથે પરણે અને પછી દુ:ખી થાય તેવું બને પણ તે જ રીતે માબાપની ઈચ્છાનુસાર પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરીને પણ તે દુ:ખી થઈ શકે છે. આમ કોઈ પણ કિસ્સામાં સુખી કે દુ:ખી થવાની શક્યતાઓ એકસરખી જ હોય છે. માણસને ખૂબ અનુભવ હોય કે થોડો અનુભવ હોય. તેનો કોઈ પણ નિર્ણય મનુષ્યસહજ મર્યાદાથી બાકાત રહેતો નથી. સૌથી મહત્વની અને સમજવા જેવી વાત એ છે કે પુખ્તવયનાં પુત્ર કે પુત્રીને પોતાની કારકિર્દી અંગે અને લગ્ન અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે. તેમાં તેઓ દુ:ખી થાય ત્યારે તેમને તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ. આવી જવાબદારીઓ તેઓ સ્વીકારે છે જ. સ્વતંત્ર નિર્ણયનું આ જ લક્ષણ હોય છે. તે સમજે છે કે સ્વતંત્રતાની પણ એક કિંમત હોય છે અને તે કિંમત તેણે ચૂકવવી જ જોઈએ. પોતાના સ્વતંત્ર નિર્ણયને લીધે તેને ઈનામ જેવું જ કંઈ ફળ મળે તો જે આનંદથી તે સ્વીકારે છે એવા જ આનંદ સાથે તેણે દંડ કે શિક્ષા જેવું ફળ પણ સ્વીકારી લેવું જોઈએ.
આપણે જોઈએ છીએ કે અનેક પુખ્ત યુવક-યુવતીઓ મા-બાપોની મિલકતવૃત્તિ અને પોતાની સ્વાતંત્ર્ય ઝંખના વચ્ચે ભારે વિમાસણ અનુભવે છે. એ મૂંઝવણ અને દ્વિધામાંથી નિરાશા અને વિમાસણમાંથી તેમને બહાર કાઢવાની જવાબદારી વડીલોએ સ્વીકારવી જોઈએ. જીવનની ગંભીર બાબતો અંગે નિર્ણય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે એવી હૈયાધારણ પણ તેમને આપવી જોઈએ. સંતાનોએ પણ માબાપ અને વડીલોનાં સલાહસૂચનોને પ્રેમની નિશાની ગણી યોગ્ય સંદર્ભમાં લેવી જોઈએ. મા-બાપ અને સંતાનો વચ્ચેનો આ સમજણ સેતુ જ સંસારને જીવવા અને માણવા યોગ્ય બનાવશે.


O

સંત-વાણી..!

સંત-વાણી..!
એકવાર એક સંતપુરુષે તેમના ચેલાઓ ને એક પ્રશ્ન પુછ્યોજ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે શામાટે ઊંચા અવાજે બોલીએ છીએશામાટે કોઈ અપસેટ હોય ત્યારે એક-બીજા સાથે જોર-જોરથી ઊંચા અવાજમાં જ વાત કરે છે?બધા ચેલાઓ વિચારવા લાગ્યા અને એક ચેલાએ જવાબ આપ્યોઆપણે આપણી ધૈર્ય અને માનસિક શાંન્તિ ગુમાવીએ છીએ તેથી બુમો પાડી ઊંચા અવાજે વાત કરીએ છીએ.
સંતે આગળ જણાવતાં કહ્યુપણ શામાટે ઊંચા અવાજની જરુર પડે છેજ્યાં બીજો વ્યક્તિ તેની પાસે  નજીકમાં હોય છે શુ તેમણે નીચા અવાજે શાંન્તિ પૂવૅક વાત કરવી શક્ય નથીપરંતુ વ્યક્તિ ગુસ્સામાં હોયછે ત્યારે શામાટે બુમો પાડી ઊંચા અવાજે વાત કરવી પસંદ કરે છે?
ચેલાઓ એ બે-ત્રણ વાતો રજુ કરી અલગ-અલગ જવાબ આપવા પ્રયત્નો કર્યા પરંતુ તેમની વાતોથી સંત સંતુષ્ટ થયા નહી.
અંતમાં સંતે વિસ્તારથી સમજાવતાં કહ્યુજ્યારે બે વ્યક્તિ એક-બીજા ઉપર ગુસ્સો વ્યક્ત કરેછે ત્યારે બંન્નેનાં હ્ર્દય વચ્ચે વધુ અંતર થઈ જાય છે. આમ તે અંતરને ઓછુ કરવા ત્થા બોલેલા અવાજને એક-બજા સુધી પહોચાડવા બોલને ઊંચા અવાજે આક્ર્મક રીતે રજુ કરે છે.
જેટલા તમે ગુસ્સામાં વધુ તેટલો તમારો અવાજ ઊંચો અને કંઈક જુદો હશે.
આગળ સમજાવતાં સંતે કહ્યુતમે જોયુ હશે કે જ્યારે બે-વ્યક્તિ એક-બીજાને ચાહતા હોયએક-બીજા પ્રત્યે પ્રેમભાવ હોય ત્યારે શુ બને છેતે ક્યારે પણ ઊંચા સ્વરમાં બોલશે નહિ અને મૃદુભાવે વાતચીત કરશે!
કેમકારણકે તેમના બંનેનાં હ્ર્દય એક-બીજાની ખૂબજ નજીક છે અને વચ્ચેનુ અંતર ઘણું ઓછું છે. સંતે આગળ વાત ચાલુ રાખી અને જણાવ્યુ કે જ્યારે તેઓ એક-બીજાને ગળાડુબ પ્રેમ કરતા હોય ત્યારે શુ બને છેતેઓ એક શબ્દ પણ ઉચ્ચારતા નથીફક્ત ધીમે ધીમે કાનમાં બોલે છે અને તેમના પ્રેમ સંબંધોમાં એક-બીજાથી વધુ નજીક આવે છે. અને અંતમાં ધીમે ધીમે કાનમાં બોલવાની જરુરત પણ જણાતી નથીફક્ત એક-બીજાની દ્રષ્ટિ઼ એક થઈ જાયછેતેઓ એકરુપ બની જાયછે.
શિખઃ
જ્યારે તમે વાદવિવાદ કરોદલીલ કરો ત્યારે તમારાં હ્ર્દયના અંતરને વધતુ અટકાવજોક્યારે એવા શબ્દનો ઉપયોગ ન કરશો જેથી કરીને તમારા વચ્ચેનુ અંતર એટલુ બધુ ના વધી જાય કે જેથી તમને પછા ફરવાનો કોઈ માગૅ મળવો મુશ્કેલ લાગે.
નોધઃ મૂળ અંગ્રેજીનો અનુવાદ કરેલ છે.
આભાર
રમેશ પટેલ.

-અનામી ચિંતક

  આપણે વ્રૃધ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયુંપરંતુ
આપણું હસવાનું ઓછું થયું  તેથી આપણે વ્રૃધ્ધ થઈ ગયાં!

-અનામી ચિંતક

મનનો નિગ્રહ કોણ કરી શકે?


nigrah
મનનો નિગ્રહ કોણ કરી શકે? 
* દરેક ક્રિયા કરતી વખતે પરિણામી દષ્ટિનો ઉપયોગ કરી શકે તે.
 * માંડકય ઉપનિષદની કારિકાઓના રચયિતા ગૌડપાદાચાર્યે આ પ્રશ્નનોઅદભુત ઉત્તર આપ્યો છે-દર્ભની ટોચ પર અકેક બિન્દુ ચઢાવીને સાગર ઉલેચવામાં જેવો ઉત્સાહ જોઈએઈવા ઉત્સાહથી કોઈપણ જાતનો કંટાળો લાવ્યા વિના રયત્ન કરનાર મનુષ્ય મનને નિગ્ કરે છે.
 * સમજણના આઠે ય અંગનો ઉપયોગ કરનાર. -વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ.મૌન,યુક્તિ,ધીરજ અને તટસ્થતા એ સમજણાના આઠ અંગ છે.

પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari ) ના જીવનની પ્રેરક કથા ..

 પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari ) ના જીવનની પ્રેરક કથા ..

Pakistani Girl

Muniba Mazari

(Photo Courtesy- DAWN )

જિંદગી ઝીંદાદિલીકા નામ હૈ

મુર્દાદીલ ક્યા ખાક જીયા કરતે હૈ !

ખુશી ક્યા શીખાતી હમેં જિંદગીક મઝા,

અપને દુખોસે હી હમને ખુશી પાયી હૈ

--અજ્ઞાત       

 

ઘણીવાર જીવનમાં અકસ્માતો બનતા હોય છે.અકસ્માતમાં શરીરનાં અંગો ગુમાવીને ઘણા લોકો લાચારી અનુભવી નિરાશાની ગર્તામાં સરી પડી એમનું જીવન દુઃખદાયક બનાવે છે તો કેટલાક એ અકસ્માતને એક જીવનનો એક શાપ માન્યા સિવાય એમનામાં પડેલા સત્વને બહાર લાવી, નવી ઉર્જા શક્તિને ઉજાગર કરી એ અકસ્માતને આશીર્વાદમાં પલટી નાખે છે અને અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની જતા હોય છે.

અકસ્માતને એક આશીર્વાદમાં પલટી નાખનાર હાલ ૨૪ વર્ષની પાકિસ્તાની યુવતી મુનીબા મઝારી (Muniba Mazari) ના જીવનમાં બનેલી  સત્ય ઘટના ખુબ જ રસિક છે એટલી જ પ્રેરક છે.આ યુવતીને એની ૨૦ વર્ષની ઉંમરે એક કાર અકસ્માતમાં એના શરીરને ગંભીર ઈજાઓ થઇ.બે વર્ષ અને અઢી મહિના એને હોસ્પીટલમાં પથારીમાં પડી રહેવું પડ્યું.અકસ્માતમાં એના શરીરના ઘણા ભાગનાં હાડકાંમાં ફ્રેકચર થઇ ગયું. એનું અડધું અંગ લકવા ગ્રસ્ત થઇ ગયું.એનાં ભાગેલાં હાડકાંને સાંધવા ઘણી બધી લોખંડની પ્લેટો નાખવી પડી .પરંતુ આ લોખંડી મિજાજ ધરાવતી યુવતી આવા દુખ દાયક સંજોગોમાં હિંમત ના હારીહામ ના હારી.એની જાતને એક નિષ્ક્રિય વેજીટેબલ માનવાને બદલે એનામાં પડેલી ઉર્જાને એણે સતેજ કરી. પથારીમાં રહીને પણ એણે ઓઈલ પેઈન્ટથી સુંદર ચિત્રો દોરવાનું શરુ કર્યું .એની આ વેબ સાઈટ પર એનાં કેટલાંક આ ચિત્રો જોઈ શકાશે. 

Muniba_Mazari

એની ૨૦  વર્ષની  ઉંમરે જ્યારે આ યુવતી મુનીબાને અકસ્માત થયો ત્યાં સુધી એણે જીવનમાં કશું નવું કર્યું ન હતું.સામાન્ય ઘરની અનેક યુવતીઓની જેમ કોઈ ધ્યેય વિહીન,દિશા વિહીન રીતે એનું જીવન પસાર થતું હતું. પાકિસ્તાનમાં એને કોઈ ઓળખતું ન હતું. પરંતુ અકસ્માત થયા પછી આજે એને વ્હીલચેરમાં જ બધે ફરવું પડતું હોવા છતાં એના વ્યક્તિત્વનું સુંદર ઘડતર કરીને આજે એ એક આર્ટીસ્ટ,ગાયિકા, મોડેલ સામાજિક કાર્યકર્તા ,મોટીવેશનલ સ્પીકર ટી.વી. એન્કર,ઘણી પ્રોડક્ટ્સની બ્રાંડ એમ્બેસેડર વિગેરે અનેક વિધ પ્રવૃતિઓથી એનું જીવન આજે ધમધમી રહ્યું છે.આજે એ પાકિસ્તાન અને વિદેશમાં ખુબ પ્રખ્યાત થઇ ગઈ છે.

  (Photo Courtesy-Wikipedia)

જીવનની આગને પણ બાગમાં ફેરવી નાખનાર આ ઝીંદાદીલ પાકિસ્તાની યુવતીના મુખે જ નીચેના  વિડીયોમાં એના જીવનની રસ ભરી દાસ્તાન ઘણા લોકોને પ્રેરણા પૂરી પાડશે. 

A very emotional and inspiring video...

Must watch for everyone before complaining about life.

પાકિસ્તાનના જાણીતા અખબાર DAWN  સાથેનો મુનીબા મઝારીનો ઈન્ટરવ્યું આ લીંક પર વાંચો.  

Living colours :Strength not bound to a wheel Chair

જીવનની કસોટી કરે એવા મુશ્કેલીઓના સમયમાં જ  માણસના વ્યક્તિત્વનો ખરો વિકાસ થતો હોય છે. એવા વખતે એનામાં રહેલી છુપી શક્તિઓ કામે લાગી જાય છે અને માર્ગ શોધી આગળ વધવાનો જુસ્સ્સો એનામાં પેદા કરે છે.સોનું મૂળ ખાણમાં હોય ત્યારે જોવું ના ગમે એવું બેડોળ હોય છે. આગમાં તપીને એરણ પર કારીગર સોનીના હાથે એના હથોડાના ઘા ખમ્યા પછી જ એ એક સુંદર ઘરેણું બને છે.એવી જ રીતે જીવનની એરણ પર વિપરીત સંજોગોના હથોડા પડ્યા પછી જ માણસના વ્યક્તિત્વનું ખરું ઘડતર થાય છે. મુશ્કેલીઓમાંથી હેમખેમ બહાર આવીને વિકાસ સાધવાનો આનંદ અનેરો હોય છે.

 

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી

 

પાકિસ્તાની ઝીંદાદીલ યુવતી મુનીબા મઝારી ઉપરની જીવન કથાના અનુસંધાન રૂપે  સુ.શ્રી  દર્શાબેન  કીકાણી લિખિત અને વેબ ગુર્જરી બ્લોગમાં પ્રકાશિત નીચેનો પ્રેરણા સભર ચિંતન લેખ પણ વાંચવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે.

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથીઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી,

મારા જીવનમાં ખામી શોધનારા સાંભળોબહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી. 

પાંખનું કૌવત કે હું ધીમો કડી પડતો નથી -દર્શા કિકાણી  


સાભાર- સુ.શ્રી  દર્શાબેન  કીકાણી, વેબ ગુર્જરી


 

કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી


કાળી દ્રાક્ષ તમને રાખશે હેલ્દી
આજકાલ બહારમાં ધણી દ્રાક્ષ જોવા મળી રહી છે.લોકો દ્રાક્ષની સાથે સાથે દ્રાક્ષની જેલી,સલાટ,જામ બનાવીને ખાતા હોય છે.અમુક લોકો દ્રાક્ષ ખાતા અચકાતા હોય છે કારણ કે દ્રાક્ષમાં ધણી કેલરી હોય છે વધ પડતી દ્રાક્ષ ખાવાથી વજન વધી જાય છે તેવું લોકો માનતા હોય છે તેથી દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરતા હોય છે.પણ આ સિઝન તો દ્રાક્ષની જ છે,જોતમે દ્રાક્ષ ખાવાનું એવોઈડ કરાશો તોતમે હેલ્દિ બનવાનું એવોઈડ કરો છો.જોકે દ્રાક્ષમાં સુગરનું પ્રમાણ વધુ હોવાથી યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ.
ડાયટિશિયન પણ જણાવે છે કે દ્રાક્ષ એન્ટી ઓકિસડન્ટ છે,તેમજ તેમાં હાઈ ફાઈબર અને હાઈ આર્યનની સાથે સાથે વિટામીન પણ સાતા પ્રમાણમાં મળૅ છે,દ્રાક્ષ ખાવાથી કોઈ પ્રકારની ખોટ નથી પડતી,દ્રાક્ષમાંથી મળાતી વધુ કેલરી આરી બાબત છે.પરંતુ દિવસમાં થોડી ધણી ખાઈએ તો વાધો નથી.
હમણા ડબલ ઋતુ ચાલી રહી છે.આ ઋતુમાં શરદી થવાના ચાન્સિસ વધી જાય છે.પણ જો દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર માટે ધણી જ ફાયદાકારક છે.દ્રાક્ષમાં હાઈ કેલ્શિયમ તેમજ વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે.જે શરીર માટે ધણૂં જ લાભદાયક છે.દ્રાક્ષ શરીરનો કચરો કાઢવામાં પણા મદદરુપ છે.અને સ્કીન માટે પણ ધણી સારી છે.
દ્રાક્ષના ફાયદાઃ
* વાળનો ગ્રોથ સારો થશે
* સ્કીનમાં ચમક આવશે.
* ભુખ વધારે છે.
* શરદીમાં રાહત.
* હાર્ટને હેલ્દી રાખે છે.
* બ્રેસ્ટ કેન્શરમાં દ્રાક્ષ ફાયદાકારક રહે છે.
* કેલ્શિયમ વધારે છે.
* ડાયજેશનમાં ફાયદો.
* આંખોનું તેજ વધે છે.
દ્રાક્ષ, કાળી અને લીલી
આહારનું પોષણ મુલ્ય પ્રતિ ૧૦૦ ગ્રામ(૩.૫ ઔંસ)
શક્તિ ૭૦ kcal   290 kJ
કાર્બોદિત પદાર્થો         ૧૮.૧ g
– શર્કરા  ૧૫.૪૮ g
– રેષા  0.૯ g
ચરબી     0.0 g
નત્રલ (પ્રોટીન)     0.૭૨ g
થાયામીન (વિટામિન બી૧)  0.0૬૯ mg       ૫%
રીબોફ્લેવીન (વિટામિન બી૨)  0.0૭ mg       ૫%
નાયેસીન (વિટામિન બી૩)  0.૧.૮૮ mg       ૧%
પેન્ટોથેનિક એસિડ (બી-૫)  0.0૫ mg      ૧%
વિટામિન બી૬  0.0૮૬ mg     ૭%
ફૉલેટ (Vit. B9)  ૨ μg      ૧%
વિટામિન બી૧૨  0 μg       0%
વિટામિન સી  10.8 mg     ૧૮%
વિટામિન કે  ૨૨ μg     ૨૧%
કેલ્શિયમ  ૧૦ mg     ૧%
લોહ તત્ત્વ  0.૩૬ mg     ૩%
મેગ્નેશિયમ  ૭ mg     ૨%
ફોસ્ફરસ  ૨૦ mg     ૩%
પોટેશિયમ  ૧૯૧ mg       ૪%
સોડિયમ  ૩.0૨ mg     0%
જસત  0.0૭ mg     ૧%
ટકાવારી અમેરિકા (US)નાં સંદર્ભમાં છે
પુખ્ત વ્યક્તિ માટે ભલામણ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી