Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 March 2016

વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે

વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે“મૌન” મન મા જ મંદિર ની સફર કરાવે છે
“ધ્યાન” ઘર ને ઘર બનાવે છે
પણ “વાંચન” સમાજ નુ ઋણ ચૂકવે છે
“વાંચન” જ મને વિશ્વાસુ બનાવે છે
“વાંચન” જ મને મારા નામ ની ઓળખ અપાવે છે
હૃદય સુવાળુ ને વિચાર નમ્ર બનાવે છે
“વાંચન” જ જીવન ને ભવ્ય બનાવે છે
જીવન ના મૂલ્યો ને જો ખરેખર સમજવા ની તક મળી હોય તો વાંચન થી જ. હુ લખવા માટે નથી લખતો પણ અનુભવુ છુ ઍટલે લખુ છુ.
કોઈક જગ્યા ઉપર મારા વાંચવા મા આવ્યુ હતુ કે લેખક પ્રામાણિક હોય. હુ લેખક તો ના કહી શકુ મારી જાત ને પણ વાંચક જરૂર છુ. ઍટલે આજે અનુભવુ છુ ઍટલે કહુ છુ કે વાંચક પણ પ્રામાણિક હોય છે.
જીવન મા જો ચોરવા મળે તો હુ વાંચવા માટે સમય ચોરવા નુ પહેલા પસંદ કરીશ. ભગવાન જો વરદાન આપે તો ઍમની પાસે દિવસ ના ૨૪ ની જગ્યા ઍ ૨૬ કલાક માંગુ! ઍ વધારા ના ૨ કલાક વાંચન માટે.
ભગવાને જેટલુ આપ્યુ છે ઍના કરતા ઘણી ચીજ નથી આપી ઍનો વધારે આનંદ છે. જેવી કે ઈર્ષા, વેર ઝેર, અદેખાઈ વગેરે…
વાંચન થી હુ ભાષા તો શીખ્યો સાથે સારૂ વિચારતા પણ શીખ્યો. ઘણુ ઋણ ચૂકવવા નુ છે મારે આ ધરતી માતા નુ, માતૃભાષા નુ.
આજ ના આ world book day ઉપર મારી સમજ લખવા નો પ્રયત્ન કરુ છુ.

“શબ્દ ની તાકાત”

“શબ્દ ની તાકાત”


“શબ્દ ની તાકાત”
જ્યારે કોરા કાગળ ઉપર શબ્દો લખાય છે ત્યારે ઍ કાગળ ઉપર જ મંદિર નુ સર્જન થતુ હોય તેવી હકાર ભાવના જન્મે છે
વિશ્વ ના કોઈ પણ શબ્દકોષ મા આપણે જો સૌથી પવિત્ર શબ્દ શોધવા જઈઍ તો ઍક જ શબ્દ મળે, “માં”
“માં” ઍક અક્ષર નથી શબ્દ છે , કોઈ પાત્ર નથી કોઈ સબંધ નથી ઍ તો જીવન છે. ઍક શબ્દ “માં” જ આખીયે કક્કો બારખડી અને ઘડિયા આવી જાય ઍવી તાકાત છે
“માં” તાકાત છે ભાષાની.
જેટલુ સરળ છે “માં” વિશે લખવા નુ ઍટલુ જ અઘરુ છે ઍને સમજવાનુ. પણ સુખ નુ સરનામુ ઍટલે મા નો ખોળો.
પૂજ્યા મોરારી બાપુ કહે છે કે “માં” પોતાના દીકરા માટે પહેલા રક્ત વહાવે છે, પછી દૂધ અને પછી આંસુ. આપણા જીવન ના રથ ને “માં” સારથી બની ચલાવે છે ઍ પણ નિઃસ્વાર્થે.
આજ ના દિવસ ની શરૂઆત “માં” ના આશીર્વાદ થી.
મૌલિક રામી

કલમ ક્યારેક બોલ છે

કલમ ક્યારેક બોલ છે


કલમ ક્યારેક બોલ છે
પણ 
દ્રશ્યની વાણી બોલતી નથી
શબ્દ ની સપાટી સ્થિર બને
ત્યારે 
સંસ્કાર પર ધૂળ ઉડતી નથી
આખુય બ્રહ્માંડ છે હૃદય મા

પણ સાચવે મને ઍ ધરતી નથી
નસીબ ડોલે છે આ હસ્તરેખા પર

ઍમ ના સમાજ કે કુદરત પણ ખેલ રમતી નથી
ભવિષ્ય ની ઍ બીક ડરામણી ,

રાતો ભયાનક થંભતી નથી
વસવસો છે બસ ઍક જ વાત નો
કે 
હવે અશ્રુ ભીની આ રાતી આંખો 

સુખ નો પડછાયો પણ ઓળખતી નથી

મુલાકાત મા મૂલ્યો ની તાકાત

મુલાકાત મા મૂલ્યો ની તાકાત


ઍક સોનેરી સવાર, ઉજાસ હતો, મહેક પણ હતી હવા ની દિશા પણ કઈક ખાસ લાગતી હતી ઍ સવાર જાણે સૂર્ય ના કિરણો સુવર્ણ વરસાઈ રહ્યા હોય. આ સૃષ્ટિ પર વિચારપથ ની દિશા જ બદલાઈ ગઈ હતી.
દર્શન ઘણા કર્યા છે પણ ઍક જ આકાર મા લક્ષ્મી અને સરસ્વતી ના દર્શન મારા ફાળે હતા.
ઍ હરતા ફરતા મંદિર ને જોવા નો દિવસ અનેરો હતો, જાણે જીવન અને વિચાર ના મૂલ્યો ની પવિત્રતા ને દિશા મળતી હોય!! ક્યા અને ક્યારે ઍ હુ ઘરડો થઈશ ત્યારે જણાવીશ.
ઍના રૂપ નુ વર્ણન કરવા માટે શબ્દકોષ મા કોઈ શબ્દ લખાયો નથી, બધી જ અતિશયોક્તિ મા પણ જાણે ઑટ આવી જાય, આટલુ અદભૂત વ્યક્તિત્વ. ગઝલકારો પણ અસમર્થ બને જો ઍને લગતો કોઈ શેર લખવો હોય તો. શિલ્પકાર તો જોઇજ ના શકે ઍની સામે, ઍનો તેજ જ ઍના આકાર ને ઘેરી ને જાણે રક્ષણ કરતો હોય!!! ઍક ભવ્ય અંશ.
કુદરત નો પ્રિય અંશ હોય ઍવી લાગણી!!!
સહજ હતુ, ઍ મુલાકાત મૂલ્યો ની તાકાત બની આવી હોય ઍવુ લાગતુ હતુ. ઍમને જોયા પછી જાણે બધા અવગુણો ઉપર દેવતાઓ ઍ આક્રમણ કર્યુ હોય અને જીવન ના મૂલ્યો ની તાકાત આપી હોય.
ઍમના આંખ ની ભીનાશ હૈયા ને ઠંડક પહોચાડી રહી હતી, કાળા કેશ મારી સમક્ષ આવતા વાવાઝોડા ની સામે ઢાલ બની મારૂ રક્ષણ કરતા હાય ઍમ લહેરાતા હતા.
લીસ્સા સુવાળા ગાલ જાણે ઝાકળ ને પણ ઍ ફૂલ ઉપર થી સરકવા ની ઈચ્છા ના થાય, મીઠા મધુર સ્વર મા જાણે ઍવી નમ્રતા, બસ જીવન મંત્ર મળી જવાની લાગણી!
ગળા મા ઓઢેલી ઍ લાલ ચૂંદડી ઍમના કંકુ થી લીપેલા સ્તનયુગલ ને ઢાકતી હોય અને શ્વાસ મા અત્તર નો દરિયો હોય અને સ્મિત ઍટલે મારા સુખ ની દુકાન.
શબ્દ ઉપર કોઈ અતિશયોક્તિ નથી પણ ઍમના વ્યક્તિતવ ની હાજરી જરૂર અતિશયોક્તિ હતી.
કુદરત ની આપેલી ઍ સોગાદ મારૂ ભાગ્ય માનુ છુ અને ઍમના વ્હાલ ની વર્ષા મા મને ભીંજ્યો ઍ પણ ઍક નસીબ.મિત્રતા ની અખૂટ સંપતી ઍમણે મારે નામ કરી…
ઍ સવાર હજી સાંજ બની નથી, ઍનો ઉજાસ હજી પણ મારા જીવન મૂલ્યો ઉપર અનુભવુ છુ,
માણસ કુદરતે બનાવેલી બધી ચીજ નુ નામ આપી શક્યો પણ આનુ નામ આપવા મા માણસ અસમર્થ રહ્યો છે.
આજે જો શ્વાસ મા પણ ખોટ પડે તો પણ હુ તો મુકામ ઉપર જ છુ, યાત્રા તો ઍમણે કરાવી છે “સ્વર્ગ ની”
ભગવાન ને ઍક જ પ્રાર્થના છે કે ઍમના દરેક શ્વાસ મા સુખનો ગુણાકાર જ કરતો રેહજે, જો ઍમા જરૂર પડે તો મારો ભાગાકાર પણ મંજૂર છે..
વિચાર ના ઍ અમુલ્ય અંશ ઍમને નામ

ના બોલવા ની સજા

ના બોલવા ની સજા


મન મા ને મન મા હુ એટલુ જીવી ગયો
ઍક શબ્દ બોલ્યા વગર હુ નજર થી જ કેટલુ કહી ગયોબનવુ હતુ મારે તમારા હૃદય ના પ્રવાસી
પણ મારો પ્રેમ જ તમારી સામે મુંગો થઈ ગયોકેમ ના જોયુ ફરી ને તમે મારી સામે
તમે છોડ્યો મને જ્યા!!જીવનભર ત્યા ને ત્યા જ હુ ઉભો રહી ગયોતમારા વિચાર મા ને વિચાર મા જીવન જીવી લીધુ અમે
આંખ નો દરેક આંસુ, મોતી છતાય દાણો થઈ ગયો!!તમને મોકલવા નો ઍ સંદેશ તમારા સુધી ના પહોચ્યો,
ઍ તો જાનીભુજી ને પેલો પરિંદો જ લઈ ગયો

પ્રસંગ ઍક ઉત્સાહ અનેક

પ્રસંગ ઍક ઉત્સાહ અનેક


પ્રસંગ ઍક ઉત્સાહ અનેકજીવન ઍક કામ અનેકજીવ ઍક સબંધ અનેકઆત્મા ઍક કર્મો અનેકપ્રેમ ઍક બંધનો અનેકમન ઍક ઈચ્છા ઑ અનેકશરીર ઍક વાસના અનેકમાણસ ઍક ધર્મો અનેકધરતી ઍક દેશો અનેક

“સંગીત” એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા.

“સંગીત” એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા.સંગીત એ આત્માની ભાષા છે.
મનની સાધના છે.
લાગણીઓની વાચા છે.
આવું ઘણુ સાંભળ્યુ છે આપણે.  પણ સંગીત તો એક ભાષા છે. સાચા અર્થમાં સૌ કોઈ શીખી શકે તેવી ભાષા.
ઉપરોક્ત વિધાનો ત્યાં સુધી જ સાચા છે જ્યાં સુધી તમને સંગીત વિષે જાણકારી નથી. હા, ઉપરના વિધાનો સંગીત વિષે ની ફિલસૂફી જરૂર વ્યક્ત કરે છે.

સંગીત એક એવી ભાષા છે જેને પદ્ધતીસર શીખી શકાય છે. સંગીતમાં પણ અક્ષર, શબ્દ, લીટી, ફકરા વગેરે હોય છે, અંગ્રેજીમાં તેને Beat, Bar, Phrase, verse, chorus વગેરે
તરીકે ઓળખાય છે. સંગીતમાં પણ કક્કો બારખડી હોય છે, અને ગુણાકાર ભાગાકાર પણ હોય છે.
સંગીતના જાણકાર હોય કે અજાણ્યા બધાએ સંગીત તો GOD GIFT હોય તેમ કહીને સંગીત  શીખવા અને જાણવા – માણવા માટેની સરહદો બનાવી લીધી છે.
ઘણાં લોકો સંગીત શીખવા માટે retire (નિવૃત) થવાની રાહ જોતા હોય છે, તો ઘણાં લોકો અંગ્રેજીમાં કહેતા હોય છે કે “MUSIC IS NOT MY CUP OF TEA”
પણ સાચે સાચ સંગીત તો તમારી વર્તમાન પ્રવૃત્તિ ને વેગ આપવા માટે ની પ્રવૃત્તિ છે.
Music એક psychological subject છે. હું જયારે જયારે પણ કોઈક અંગ્રેજી કે ગુજરાતી શબ્દોનો અર્થ dictionary (શબ્દકોષ) માં જોઉં તો એવો એહસાસ થાય છે કે તે અજાણ શબ્દ પણ મને પહેલેથીજ ખબર હોય, અને સાચુજ છે. ભગવાને આપણા મગજમાં આખે – આખો શબ્દકોષ મુકેલો છે, માત્ર જરૂર છે અને અલગ દ્રષ્ટિથી જોવાની. કંઈક એવુંજ music માં પણ છે. સૂર (NOTES) અને તાલ (RHYTHM) પહેલેથીજ આપણે જાણીએ છીએ, જરૂર છે માત્ર પદ્ધતિસરના શિક્ષણ ની. સંગીત આપણે જાણીએ છીએ એવું હું ખાતરીપૂર્વક એટલે કહી શકું કે સંગીતમાં કશુંજ નાં જાણનાર મારી mummy પણ television ઉપર આવનાર સંગીતસ્પર્ધાના કાર્યક્રમોમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે અભિપ્રાય આપી શકે છે, અને એનાં એ અભિપ્રાયો ઘણા અંશે સાચા હોય છે. માટે એમ કહી શકું કે એ MUSIC જાણે છે.
‘ક’, ‘ખ’, ‘ગ’ આ બધા મૂળાક્ષરો ગુજરાતી ભાષાના છે. ‘A’, ‘B’, ‘C’, ‘D’ આ બધા alphabets અંગ્રેજી ભાષાના છે. તેવી જ રીતે સંગીતમાં પણ મૂળાક્ષરો / alphabets છે. સંગીતનાં મૂળાક્ષરો ને પણ અલગ અલગ રીતે વર્ણવાય છે. જેમકે  સા..રે…ગ…મ…(સરગમ),’A’, ‘B’, ‘C’, ‘D’…..”DO”…”RE”…”ME”…”FA”… આ બધા ના ઉચ્ચાર બદલાય છે પણ ધ્વની સરખો જ કરે છે.
જેમ ગણિત માં અંક છે તેમ સંગીતમાં માત્રા (BEATS) છે.
BACH (western composer) દ્વારા એક ખુબજ સરસ વાક્ય કહેવાયું છે, જે આપણને એક જ વાક્ય માં music  શીખવી શકે.
એમણે કહ્યું છે, “If you play right note at a right time than your instrument will play by itself” અર્થાત જો તમે સાચો સૂર સાચી માત્રા (beat) ઉપર વગાડશો તો તમારું વાદ્ય (instrument) જ આપોઆપ રાગ ઉત્પન્ન કરશે.તમારે માત્ર જરૂર છે સાચા સમયે સાચો સૂર વગાડવાની.

TREASURE OF LIFE

TREASURE OF LIFE


“Thought” !!!!  A word “Thought” may be very normal as other thousands words in the dictionary. but its very valuable in our life.I am introducing my name as MAULIK a ‘thought” . where I want to share my thoughts and i would love to get more ‘n’ more positive thoughts from anything and everything.Because I believe “Thought” is a pure treasure which can be share without cost. and can learn  life without paying.So now the thoughts are fuel of my journey and making my life engine more efficient.

10 COMMON THINGS TO BE SUCCESSFUL PERSONALITY

10 COMMON THINGS TO BE SUCCESSFUL PERSONALITY


1) Positivity2) Patience3) celibacy4) Non Violence5) Believe in Truth6) Network (Relations)7) Don’t waste time to be perfect8) Determination9) Helping Nature10) Communication

“કોઇક” કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે

“કોઇક” કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે


કોઇક કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે
એવા ન બંઘાયેલા વતૃળ ને પણ સબંધ કહેવાય છે.
ના કોઇ પર્વ કે તહેવાર એના વગર ઊજવાય છે
એમની ગેરહાજરી મા પણ એમની હાજરી વતૉય છે.
વગર સ્વીકારે લો સ્નેહ એનો
બાળક જેવો મલકાય છે
એમના આંસુઓ મા રહેલી મારી ભૂલો વષૉ બાદ મને આજે સમજાય છે
ૠતુ ઓ મા પણ બસ એમની  જ મહેક છલકાય છે
હવે તો બસ હર ધડી એક આશા ના જ વાદળા ધેરાય છે
કોઇક કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે
એવા ન બંઘાયેલા વતૃળ ને પણ સબંધ કહેવાય છે.
મૌલિક રામી

મૌલિક “વિચાર”

 ॐ असतो मा सद्गमय । સત્ય સર્વત્ર છ. ે જીવન જીવવાની કળાની સાથે સાથે વિચારવાની કળા પણ એટલી જ અગત્યની છ. માત્ર સત્યને જો ે વાં માટની ે દ્રષ્ટિની જરૂર છ.સત્યને નીરખ ે વાની દ્રષ્ટિ એટલે આપણાં વિચારો. સત્ય અમર છ, ે સત્યમાં જ પ્રકાશ છ.ે સત્ય શુધ્ધ છ, સત્ય ે નિર્મળ છ.ે સત્ય નિરાકાર છ. ે સત્યની શોધમાં જ સત્ય પ્રાપ્ય છ. ે સત્યની અનુભૂતિ એજ આત્માની સુગંધ છ.ે મૌલિક વિચારોમાં સત્ય છ.ે સત્ય પ્રવાહી છ, સત્ય ઘન છ ે .ે સત્યની મુસાફરીમાં સત્ય છ.ે સત્યની આંખ નથી સત્ય પોતે જ દ્રશ્ય છ.ે સત્યની શોધ એજ જીવન છ.ે જૂઠમાં પણ સત્ય છ. કારણ ક ે ે સત્ય નાદાન છ. ે સત્ય દિશાહીન છ, છે તાંય સત્ય ગતિમાન છ. ે સત્ય નગ્ન છ.ે શબ્દે શબ્દમાં સત્ય છ.ે સત્ય અણુએ અણુમાં છ.ે સત્ય સર્વત્ર છ. સત્ય સ ે ર્વત્ર છ. સત્ય સ ે ર્વત્ર છ. ે - મૌલિક “વિચાર”

જવાની – કેફિયત – 4

જવાની – કેફિયત – 4

જો કોઈ પથ્થરો ઉપર ફૂલ ઉગાડવાની વાત કરતું હોય, આગને રાખ કરવાની વાત કરતું હોય કે પછી એક જ ઘૂંટડે જિંદગી જીવવાની વાત કરતું હોય તો સમજવું કે એ જીવનની બહુ જ મહામૂલી એવી જવાની જીવી રહ્યો છે. જવાની જીવવાની જેટલી મજા છે એટલી જ મદમસ્તીથી ગઝલકારોએ એમના શેરમાં જવાની કહો કે યુવાનીને રંગીનાતાથી  શણગારી છે. ભાગ્યેજ કોઈ શાયર એવો હશે કે, જેણે આ રંગીન શબ્દલેખ એમની કોઈ પણ જીવન અવસ્થામાં થયેલ કાવ્ય લેખનમાં ન કરેલ હોય.
મન પતંગિયું ઉડ ઉડ કરવા લાગે, મન મોરલો આંબે આવ્યા મોર જેમ મહેકવા લાગે તો સમજવું જવાની ફૂંટી.  જવાની કહો કે યુવાની એ એક માનસિક વૃતિ કે અવસ્થા છે જેને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.જે સમયનો સદુપયોગ કરી જાણે, જિંદગીની હરએક પણ મોજથી માણી જાણે ટૂંકમાં ઉત્સાહનો પર્યાયવાચી એટલે યુવાની.. જવાની. ભલે ને ઈતિહાસ ભણવામાં આળસુ હોય, પણ ઈતિહાસ રચી જાણે એવો ઉત્સાહ, કૌશલ, કુશળતા હોય  તે જ સાચી જવાની.  
જિવી જવાની મજા પણ કંઇ ઔર હોય છે
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય
_નરેશ ડોડીયા
જવાની શબ્દનાં ઉપયોગથી ઘણી બધી શેર અને ગઝલો વર્ષો વીત્યા પછી પણ યુવાન ન રહ્યા છે. કોઈપણ  ઉંમરે કવિ જવાની શબ્દ પર ગઝલ કે પંક્તિ લખે ત્યારે સાચેસાચ એ જવાન થઇ જાય છે. વાસ્તવમાં જવાનીને કોઈ ઉંમર નથી, એ તો એક માત્ર વિચાર છે, ખુમારી છે. ગઝલોનાં બેતાજ બાદશાહ, શબ્દે શબ્દે અમૃત રેડીને લોકોને એમનાં ગઝલથી ઘાયલ કરનાર અમૃત “ઘાયલ”. કોઈ કવિએ કુદરતનાં નિયમોને ઊંધા કરી નાખ્યાં હોય તો એ આ એક જ કવિ છે. જો મનોબળ છે, આત્મ વિશ્વાસ છે, ભારોભાર સંવેદના છે અને લખું ત્યાં સુધી જવાન છું એવું  દર્શાવતો એમનો એક શેર…
મને પૂછી રહ્યા છે, હું કરું છું શેખ શાની પર?
મહોબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર,
જો ઊર્મીઓ જીવિત છે તો જગત  પણ એક દી’ જોશે,
બુઢાપામાં જીવનને લાવીશું પાછું જવાની પર. 
_અમૃત “ઘાયલ”
એવીજ એક ખુમારીભર્યો શેર અને જવાનીને માત આપવાને અમર થવાની વાત ગઝલકાર શૂન્ય પાલનપૂરી કહે છે કે,
કવનરૂપી જડીબુટ્ટી અમરતાની પણ રાખું છું,
નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું. 
_શૂન્ય પાલનપુરી
ક્યાંક જવાનીમાં નશાનાં જામ લગાવાની વાત કરે છે તો કોઈકને વહેતી જવાનીની વેદના છે. કોઈક ઘડપણને પાછું ઠેલવવાની અરજ કરે છે, તો કોઈક જવાનીની રંગીનતા હૃદયની ભીતરેથી શોધવાની વાત કરે છે. જવાન ઉંમરની રંગીનતામાં તરબોળ કરતી અને નશામાં ચકચૂર થઇને ભાન ભૂલવાની પંક્તિઓ કવિઓએ ખૂબ અનોખા અંદાઝમાં વ્યક્ત કરી છે. જ્યાં ગઝલને કોઈ રામ કે રહીમ સાથે લેવાં દેવાં નથી એને બસ જવાનીના જામની ઇન્તેજારી છે. ત્યાં એક પંક્તિ રચાય છે કે,
એક ગઝલ તારા નામની, ના રહીમની ના રામની,
મૂછોના દોરા ફૂટ્યાં અને ઋતુઓ આવી જામની, 
એક ગઝલ તારા નામની.. 
_મૌલિક “વિચાર”
હું પણ જાણું છું કે સનમ મારી જવાની જવાની છે;
તું માને યા ન માને, એ તારા તરફ જ જવાની છે.
સમજતા સમજતા સમજાઈ જશે તને ય એક દિન;
કોઈ અમસ્તું આકર્ષણ નથી, ઇશક મારો રૂહાની છે.
મળી જશે મંજિલ ભલે હોય રાહ અતિ કઠિન નટવર;
એના ચીંધ્યે ચાલ, તારી લાગણી સાચો સુકાની છે.
_નટવર મહેતા
એવી જ કૈક  જવાનીના નશામાં શબ્દે શબ્દે ભીનાશ ને વિચારોમાં જલસાના ઘોડાપુરમાં તણાતાં જવાનીના નશામાં, પ્રેમમાં ડૂબવાની વાત કરતાં આરતી પરીખ કહે છે કે,
ભારોભાર ભીનાશથી અમે ભરપૂર હતા,
જવાનીના જોશથી તમે’ય ચકચૂર હતા,
જમાનાની શે’ વિસાત કરે કોરા ધાકોર
સાગરે ભળવા બે’ય કાંઠે ઘોડાપૂર હતા. _આરતી પરીખ
તો વળી, ક્યાંક માદક જવાનીના જોશમાં રોમેરોમથી પ્રેમરંગે રંગાઈ જવાની વાત…
રોજ જવાની ચઢતી ગઈ, 
સાંજ કુંવારી થંભતી ગઈ, 

ઓ, ઓ, ઓ, ઓ… ઘરના દ્વારે મળતી રહી,
બસ એક ઈશારે થયો હું રંગરસીયો…
 _મૌલિક “વિચાર”
પ્રેમરંગે રંગાયેલો કવિ જીવ હવે ખરેખરો મૂંઝાયો… જાયે તો જાયે કહા?!
સેજ ક્યાં સુંવાળી હતી, બળતી જવાની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
 _મૌલિક “વિચાર”
ઉપરોક્ત બે પંક્તિઓમાં પ્રિયતમાના એક જ ઈશારે રંગરસિયા થઇને, પ્રિયતમાના એક માત્ર નજરનાં સ્પર્શથી કુંવારી સાંજ થંભતી લાગે છે અને રોજે રોજે જવાનીની માદકતા વધવાનો અનુભવ થાય છે તો વળી ક્યારેક આ  જ કવિ હૃદયને માશુકાનાં શક અને હકની વેદનાથી કંટક ભરી સેજ પર જવાની બળવાની વેદનાની વ્યથા છે.  
ઘડપણનાં ઉંબરે પહોચેલ મન જવાનીને અરજ કરે છે કે, હવે તું પાછી વળી જા, કંઈ થઇ શકે તેમ નથી. કારણ કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે, શ્રી અવિનાશ વ્યાસની ખૂબ  ભાવવાહી  પંક્તિ,
કહું છું જવાનીને, પાછી વળી જા,
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ,
પણ; તન તારું સગપણ ભુલાવી રહ્યું છે.  
_અવિનાશ વ્યાસ
અને એ જ ગઝલમાં બીજી એક પંક્તિમાં મહોબ્બતને જન્મોજનમનો હક છે એમ ખુમારીથી કહે છે છતાં ઘડપણની માફી માંગીને થોડો વધારે સમય જવાનીનો સ્વાદ માણવાની અરજી કરે છે.
મુહોબ્બત તો મારો હક છે જનમનો,
સાકી હતો ને રહ્યો છું સનમનો,
ઘડપણને કહું છું કે માફી દઇ દે,
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.
_અવિનાશ વ્યાસ    
સાચે જ ડુંગરાને પણ ઝૂકાવી દે અને સૂકી નદીઓને પણ ખળખળ વહેતી રોકી દે તેવો મિજાજ લોકો જવાનીમાં ધરાવે છે અને એવો જ મિજાજ ગઝલકાર સુપેરે એમના શેર ગઝલોમાં કંડારે છે.
શ્રીમદ્ રાજચંદ્ર એ કહ્યું છે,  “રૂપ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થાય. ન રૂપ રહેગા ન જવાની રહેગી. ઇસ દુનિયા મેં સર્ફિ તેરી કહાની રહેગી… આજે નથી રાજા કે નથી નર્તકી. છોડ બેટા, આ કાયાની માયા. તું એવાં કર્મો કરીને  જા કે ઈશ્વર પણ તારી આતુરતાપૂર્વક રાહ જોતો હોય…”
આસ્વાદ : મૌલિક “વિચાર”
શબ્દ સહાય : આરતી પરીખ

29 March 2016

THOUGHT

suvichar

..પૂર્ણ વિરામ ...

...પૂર્ણ વિરામ ................
ક્યાંથી શરૂ કરુ ક્યાં કરુ હું પૂરુ ??.
જિંદગી નાં સમજાઇ મને હું શું કરુ ?
જિંદગીની દૌડ઼માં દૌડ઼તો ગયો નાં થંભ્યો .
રાહ મળટી ગઈ આગળ વધતો જ ગયો .
કયાં ખબર હતી જઉ છે કઈ દિશામાં ?
સમજ આવી અને બદલાઇ ગઈ દિશા જ .
હમસફરની શોધમાં જ ભટકતો જ રહ્યો .
કયા ક્યારે મળશે હું બસ રાહ જોતો રહ્યો .
આવી મિલનની વેળા નાં કઈ સમજી શક્યો .
વીધાતાની વ્યૂહરચનામાં અટવાઈ જ રહ્યો .
સ્વીકાર્યો પ્રેમભર્યૌ હમસફરનો બસ સાથ."
બેરી બની ને જિંદગી આપે હવે ખૂબ ત્રાસ .
છોડ્યુ જગ છોડ્યા બધાજ હવે ભોગવિલાસ .
મારા "દીલ"નું હવે પ્રેમ મિલન જ પૂર્ણવિરામ .
દક્શેશ ઈનામદાર .

એક નવું સોપાન જેમાં દરેક યુવાન પોતાના સપના સજાવી શકે...

એક નવું સોપાન જેમાં દરેક યુવાન પોતાના સપના સજાવી શકે... પોતાની સિદ્ધિ બતાવી શકે... પોતાનું અચીવેમેન્ત હજારો યુવાનો સાથે વહેચી શકે...
- સફળતા
- મદદ
- જાગૃતતા
- સંદેશ
- ઓળખાણ
- જરૂરિયાતની માહિતી
વગેરે લોકો સાથે વહેચવાની સમાન તક મળે... પોતાની ઓળખાણ પોતાના જેવા હજારો લોકો સાથે બનાવી શકાય...
દરેક આજના યુવા કઈક નવું કરવાની ઈચ્છા થનગનતી હોય છે... દરેક વ્યક્તિ પોતાના મનની વાત હજારો લોકો સાથે વહેચવા માંગતો હોય છે પણ, યોગ્ય મંચ નથી મળી શકતો... મારા ગણ પોતીકા અનુભવોના ક્યાસ રૂપે મને અને મારા સહભાગી એવા પરિવારના સભ્યોને આ વિચાર આવ્યો... જેના પરિણામ રૂપે આ પેજ બન્યું....
ગણા એવા લોકો છે જેમનામાં ગણા વિચિત્ર શોખ અને આભ આંબવાના સપના હોય છે પણ એમને સમજનારા લોકો આસપાસ નથી મળી શકતા એમને મંચ
પોતાની દિશા શોધવામાં મદદ રૂપ થશે... એક મનની વાત હજારો યુવાન દિલને અડકશે.... સહિયારો પ્રયાસ હમેશા સફળતા પામે છે.... એજ સફળતા અને સાથ દરેકને મળવી જોઈએ...
આશા રાખીશ મારા જેમ અન્યના વિચારો મનમાં નહિ ધરબાઈ જાય... એટલેજ આવો સહકાર સાથે આ નાનકડી કોશિશને મહાન બનાવીએ... કદાચ આ પ્રયત્નો દ્વારા હજારો અવાજ ઉઠી શકશે...
સાથ | સહકાર | મદદ | સેવાભાવ
આશા રાખીશ બધાનો સાથ મળશે... આગળની પ્રવૃતિઓ પેજની સફળતાના આધારે રચાશે... જેમાં મદદગાર લોકોને અમાત્રણ છે... આવો અને કોઈકની મદદમાં હાથ જોડવો....

સુધ ને મધ.

સુધ ને મધ.
મધ અનેક ગુણોથી સજ્જ છે.તેના લખખૂંટ ફાયદા મહદઅંશે હર જબાને હોય.તેને વાપરવાની રીતે કે શેમાં,કઈ રીતે નંખ્યાઈ જાણે હર કોઈ.કોઈનો સ્વભાવ સરસ હોય ત્યારે કહીએ કે,તે મીઠ્ઠું મધ જેવા છે.ને વળી માવડી માટે ગાઈએ કે,મીઠા મધુને મીઠાં મેહુલા રે લોલ કહીએ.કિંતુ માતાને જો મીઠાં ગણતાં હોઈએ તો અમારા વ્યવહારમાં શાને કડવાશ,ખારાશ,તીખાશ.શાને કાજે ભિન્નતા.કેમ અમે અમારી સુધ નથી રાકી શકતાં.મારે મધ જેવા થવાય કે નહી ખબર નથી કિંતુ સુધ 100 ટકાની હોવી ધટે.જેના કારણે અસંખ્ય બાબતનો નિકાલ આવે,વાતાવરણમાં સુદ્ધી પ્રસરે.કોક સંજોગોમાં સુધ ન રહેતો તમે જ 
મારી ઢાલ બનજો.નમન સહ.

મેરે સપનો કી રાની

મેરે સપનો કી રાની -પ્રકરણ છેલ્લું
પબ્લીશ થઇ ચુક્યું છે.. બસ.. એક કલાક પહેલા જ..!
.
અને ફક્ત એક જ કલાકમાં ૧૦૦થી ય વધુ ડાઉનલોડ્સ મેળવીને વાંચકોએ તેને ખુબ જ લોકપ્રિય હોવાનું પ્રમાણપત્ર પણ આપી દીધું છે.
આથી વધુ શું જોઈએ..?
.
આપે જો ડાઉનલોડ ન કર્યું તો તત્કાલ કરી લો.. વાટ શેની જોવાની?
આગલા બંને પ્રકરણોના કુલ ૬૫૦ જેટલા ડાઉનલોડ્સ પ્રાપ્ત કરી આ વાર્તા છેલ્લા પ્રકરણમાં ય એટલી જ રસદાયક પુરવાર થઇ રહી છે.
.
.
યુવાનીમાં નવા નવા ડગલા માંડતા એક કોલેજીયન નવયુવાનની નિર્દોષ લવ-સ્ટોરી
પ્રકરણ ૧થી જ અદ્ભુત પકડ જમાવી, હવે આગળ વધી રહી છે આ હલકી-ફૂલકી પ્રેમ-કથા..
કે જેમાં નથી કોઈ રોવા-ધોવાની નાટકીયતા..
કે નથી કોઈ ભારેખમ લાગણીઓનું બોઝલ વાતાવરણ.
.
"ઈન્જીનીયરીંગના ત્રણ વર્ષના કોલેજ-કાળ દરમ્યાન, મારી એક જ કોશિષ રહી કે હું તેને શોધી શકું જે છેલ્લા કેટલાય મહિનાઓથી રોજ રાતે મારા સપનામાં આવન-જાવન કરી મારા હૈયાના સુખ-શાંતિની નિર્મમ હત્યા કરી જાતી હતી.
આ સમયગાળા દરમ્યાન ફક્ત એક જ નોંધનીય વાત એ બની, કે મારી ઉમર ૨૧વર્ષની થઇ ગઈ. એટલે કે મેરેજ કરવામાં માટે હું હવે કાયદાકીય રીતે લાયક હતો. પણ સમસ્યા એ હતી, કે લગ્ન કરવા, તો કોની સાથે?
મારી સપનાની રાણી સ્વપ્ન-લોક ત્યાગીને આ મૃત્યુલોકમાં પધરામણી કરે, મને તેના લૌકિક-સ્વરૂપના દર્શન કરાવે, ને તેની સામે હું ઘૂંટણીયે બેસી, હાથમાં રેડ રોઝ લઈને તેને પ્રેમથી પ્રોપોઝ કરું..તો કંઇક વાત આગળ વધે.
અને આખરે..
એક દિવસ મારા જીવનમાં સોનેરી સુરજ ઉગ્યો. મને તે રૂપવતી લલનાના દીદાર થયા, ને હું તો બસ..તેને જોતો જ રહી ગયો.."
.
.
.
'માતૃભરતી' મોબાઈલ એપ પર હમણાં જ વાંચો,
આ નાનકડી નવલકથાનું પ્રકરણ છેલ્લું
.
મેરે સપનો કી રાની

ઉત્સવ ને ઉત્સાહ.

ઉત્સવ ને ઉત્સાહ.
અનેક પ્રકારના ઉત્સવ.સામાજીક,ધાર્મિક,પારીવારિક કે રાષ્ટ્ને લઈને.જ્યાં ખર્ચ લેશ માત્ર કર્યા વિના ઉત્,વને મનાવાય તે તો ફિક્કું લાગે.ખર્ચ કરીએ ત્યારે જ કહેવાય....વાહ...આહ...ને બાળકના હૈયાને સાચવવું જ પડેને.દેખાદેખી જરા થૈ જાય.આ ચકકરંાં કોકને ન ગમતું,ન ફાવતાં કે ન ઉજવતાં પર્વોમાં ધસડી લૈએ.હાલને હવે,મઝા આવશે.મારે ઉત્સવો ઉજવવા છે કિંતુ હર ઉત્સવની મર્યાદા છે,માન છે,સન્માન છે,આદર છે તે સર્વેને સાચવીને જે સત્ય હો તે રીતે જ ઉજવવા છે.કોકનુંપણ લેશ માત્ર જરા અમસ્તું ય હૈયું ન દિભાય તેમજ જ્યા જરુરી છે ત્યાં બાળકને સાચું માર્ગદર્શન આપી શકું તે સમયે તમે સાથ રહેજો.નમન સહ.

આ ધૂળેટી એટલે ....

હું એમ કેઉછ સજનવા !
આ ધૂળેટી એટલે ....
શરીર અને મનધારી સંબંધોને રંગરોગાન કરવાનો એક અવસર !

તળેટી ને ધુળેટી.


જાણીએ એટલું કે, કોઈપણ મંદિર કે ધરની રચના પૂરા વિધીવિધાનની સંગતે જ નિર્માણ થાય.પછી તે પર્વત પર હોકે હો તળેટીમાં.જ્ઞાની કે તજજ્ઞ પૂરા ખંતથી પોતાના જ્ઞાનનો નીચોડ કરી કાર્યને સંપન્ન ન થાય ત્યાં સુધી પળ પળ તેની કાળજી લે છે.તેની નાનામાં નાની વાતોનં ધ્યાન રાખીને પ્રતિષ્ઠા કે પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે.ને અમે તહેવારોમાં ઉજવવામાં કચાશ રાખીએ.કોક કારણસર વિખવાદે ચઢેલ સંબંધોને તહેવારોએ પણ દૂર જ રાખી વિચારી લઈએ કે,તે સુધરવાના જ નથી.મારે કોઈપણ કારણસર સંબંધોની કડવાશને મિટાવી મીઠાશમાં પરીવર્તીત કરી છે.તમે સાથ આપજો.મારા જ્ઞાતા બની હાથ પકડેલ જ રાખશો.ક્યાંક કોક પરિસ્થિતિ મને વિચલિત કરવાનો પ્રયાસ પણ કરે કિંતુ મારી ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા સફળ રહું,તે મનોબળ તમે જ પૂરુ પાડી શકશો.નમન સહ.

pagar

દીકરી

દીકરી આપણું મોંઘેરુ રતન ,
કરીએ તેનું ઝાઝેરુ જતન ; 
દીકરી છે જીવન - આધાર ,
સમાજ નો તેના થકી જ છે ઉદ્ધાર .

20 March 2016

ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત )… વિનોદ પટેલ

chiman -niyantika

ના માન્યું ને !....( એક લઘુ કથા - સત્યઘટના પર આધારિત ) 

વિનોદ પટેલ 

"ચંદ્રેશ,મને અમદાવાદ જવા દે ને,આવું શું કરે છે !"

"નિહારિકા,ખરું કહું છું.ઇન્ડિયા જવાનું માંડી વાળ,તને ખબર તો છે ને કે તને કેન્સર છે.આવી હાલતમાં તને એકલી કેવી રીતે જવા દઉં.મારી જોબ ઉપર અગત્યનો પ્રોજેક્ટ બાકી છે એટલે તારી સાથે હું આવી શકું એમ નથી."

"હની,હું જાણું છું પણ મને આ ઉતરાણ પર અમદાવાદ જઈને પતંગ ચગાવવાની અને ત્યાં ભાઈ-ભાભી અને જુના મિત્રોને મળવાની મનમાં ખુબ ઇચ્છા થઇ આવી છે."

"સાલું,અમદાવાદ તો મને પણ બહુ યાદ આવે છે પણ શું કરું જોબને લીધે લાચાર છું.તને ખબર છે,છેલ્લે આપણે અમદાવાદ ગયેલા ત્યારે ઉતરાણ ઉપર તારા ભાઈના બંગલાના ધાબે ચડીને વહેલી સવારથી માંડી સાંજ સુધી પતંગની કેવી મોજ માણી હતી.પણ આવી હાલતમાં તને અમદાવાદ એકલી મોકલતાં મારો જીવ નથી ચાલતો.તારા વિના મારો એક મહિનો કેવી રીતે જશે!"

"હની,એક મહિનો તો આમ ચપટી વગાડતામાં જતો રહેશે.અમદાવાદની તાજી હવા મારા ફેફસામાં ભરીને હું ફરી પાછી તારી પાસે આવી જઈશ.ડોક્ટર પણ કહે છે કે કેન્સર સુધારા પર છે,કોઈ ગંભીર સ્ટેજ પર નથી.ખુશીથી ઇન્ડિયા જઇ શકાશે."

નિહારિકાના મનની પ્રબળ ઈચ્છા અને એના અતિ આગ્રહને વશ થઈને પ્રેમાળ પતિ ચંદ્રેશએ એને અમદાવાદ જવાની રજા આપતાં કહ્યું :

"હની,કેન્સરગ્રસ્ત હાલતમાં તું જાય છે તો તારું બરાબર ધ્યાન રાખજે.ત્યાં જઈને પતંગની મોજ કરવામાં તારી દવાઓ નિયમિત લેવાનું ભૂલી ના જતી.હું ફોન પર તારી ખબર અંતર પૂછતો રહીશ."

ઘણા વર્ષો પછી અમદાવાદ પિયરમાં આવીને નિહારિકા જાણે સ્વર્ગમાં આવી ગઈ હોય એમ ખુશ ખુશ થઇ ગઈ. ઉતરાણ ઉપર કુટુંબીજનો અને મિત્રો સાથે પતંગની મોજ માણવાની એના મનની ઇચ્છા પણ પૂરી કરી લીધી.

અમેરિકા પાછા જવાના માત્ર બે દિવસ બાકી હતા ત્યાં જ નીહારીકાના કેન્સરે ઉથલો ખાધો.એના ભાઈએ તાત્કાલિક ગંભીર હાલતમાં એને હોસ્પીટલમાં દાખલ કરી એની બીજી સવારે જ બધાંને રડતાં છોડીને પતંગની મોજ માણ્યા બાદ નિહારિકા આ ફાની દુનિયા ત્યજીને કોઈ બીજી અગમ દુનિયાની મુસાફરીએ ચાલી નીકળી.

અમેરિકામાં ચન્દ્રેશને આ માઠા સમાચાર ફોન પર મળતાં જ તાબડતોબ એર ટીકીટ અને ઈમરજન્સી વિઝાની તજવીજ કરી ૨૪ કલાકની એના જીવનની લાંબામાં લાંબી પત્ની વિના એકલા કરેલી આંસુ ભરી મુસાફરી બાદ એ અમદાવાદ પહોંચી ગયો.અમદાવાદમાં સૌ સ્નેહીજનો નીહારીકાની અંતિમ ફ્યુનરલ ક્રિયા માટે એના ભાઈના બંગલે ચન્દ્રેશની જ રાહ જોઈ રહ્યા હતા.

ચન્દ્રેશ જાણે દોડતો હોય એમ એને સદાના માટે છોડી ગયેલ પત્નીના જીવ વિનાના ખાલી ખોળિયા પાસે નીચે બેસી જઈને ડુસકાં ભરેલા અવાજે એને કહી રહ્યો હતો:

"આખી જિંદગી તું મારો પડતો બોલ ઉપાડતી રહી,મારું કહ્યું માનતી રહી,પણ છેવટે જતાં જતાં તેં મારું કહ્યું ના માન્યું ને,મને એકલો છોડી છેતરીને એકલી જ જતી રહી ને !"

(સત્ય ઘટના પર આધારિત )

વિનોદ પટેલ

શું આ દેશના યુવાનો આટલું કરશે ! ભાગ-13 કે.કે.પટેલ

શું આ દેશના યુવાનો આટલું કરશે ! ભાગ-13
કે.કે.પટેલ
શ્રી સરદાર પટેલ વિદ્યાલય
દાણા તા:-કપડવંજ જિ:-ખેડા
 સફળતા નિષ્ફળતાની માયાજાળમાંથી મુક્ત બની જે દિશાઓ આપણા માટે ખુલ્લી છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીએ.ભવિષ્યની ચિંતા પ્રત્યેક વ્યક્તિને હોય છે પણ સાથે સાથે વર્તમાનમાં પણ આપણી ઘણીબધી ફરજો હોય છે જે આપણે અદા કરવી જ જોઇએ.
                પરીક્ષા આપ્યા પછીનું લાંબાગાળાનું  વેકેશન હોય કે કામના સમયમાંથી મળેલ ફુરસદ હોય આપણે ઇચ્છીએ તો ઘણાબધા સેવાભાવના કાર્યો કરી શકીએ એમ છીએ. આપણે શહેરમાં હોઇએ કે ગામડામાં આપણી પરીક્ષા પૂર્ણ થયા પછીનો સમયગાળો એટલે ઉનાળાનો ધોમધખતો તાપ અને તેનો તીવ્ર પ્રકોપ,આ સમયે ચકલી જેવા પંખીઓ તરસ છીપાવવા દોડાદોડ કરતા આપણે જોતા હોઇએ છીએ. આપણે આપણા ઘરની બહાર એક નાના પાત્રમાં થોડુ પાણી ભરી યોગ્ય જગ્યાએ લટકાવીએ કે જેથી કરીને આ પક્ષીઓ પાણી પી શકે. સાથે સાથે  નાના નાના ખોખામાં થોડુ ઘાસ ભરી પક્ષીનો માળો બનાવી લટકાવીએ કે જેથી કરીને તે પક્ષીઓ પોતે કે તેમના નાના નાના બાળ પંખીઓને ગરમીથી બચાવી શકે.
        આવી નાની નાની પ્રવૃતિઓ સાથે સાથે આપણા ગામના આપણા સાથીદારો સાથે ગામના અને જો ગામમાં ના હોય તો ગામની શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી એક ઝાડ નીચે કે ગામના મંદિરના પ્રાંગણમાં દિવસનો એક કલાક વાંચીએ,સમાચારપત્રોના વાંચન થકી આપણા જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારીએ,દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી અવગત થઇએ. ગામના મંદિર કે જાહેર જગ્યાએ નાના બોર્ડ પર સુવિચારો લખી સુસંસ્કારનું વાતાવરણ બનાવીએ. ગામડાના વિદ્યાર્થીઓને આ મુહીમમાં ખાસ જોડાય તેવી મારી ખાસ વિનંતી છે. ગામડાનો વિદ્યાર્થીસમુહ આ રજાઓના સમયગાળાનો સદઉપયોગ કરે અને જેની ખાસ જરૂર છે તેવા સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય.આપણા દેશની છાપ એક ગંદકીપ્રધાન દેશની છે. ટેક્નોલૉજીની એકવીસમી સદીમાં ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના જ્ઞાનમાં સારાયે વિશ્વમાં આપણા યુવાધનની બોલબાલા છે ત્યારે ઘરઆંગણે ગામડે ગામડે જોવા મળતા ગંદકીના સામ્રાજ્યને ખતમ કરવા આપણે શા માટે પાછા પડી રહ્યા છીએ ! જાહેર સ્વચ્છતા કે વ્યક્તિગત સ્વચ્છતા બાબતે અન્ય દેશોની સરખામણીએ આપણે ખુબ જ પાછળ છીએ. આ દેશની સંસ્કૃતિ,યોગ-સાધના વિશ્વના ખૂણે ખૂણે પુજાય છે ત્યારે દેશમાં અને તેમાંય ખાસ કરીને ગામડાઓમાં ગંદકી બાબતે કેમ દુર્લક્ષ સેવાય છે તે સમજાતું નથી. આ કાર્યમાં સફળતા મેળવવા યુવાનોએ કટિબધ્ધ બનવું પડશે. ગ્રામ્યકક્ષાએ જોવા મળતો કાદવ-કીચડ,પ્રાણીઓના મળમૂત્ર,ખૂલ્લામાં હાજતે જતા લોકો,પાન-મસાલા ખાઇને રસ્તામાં કે જાહેર મકાનોની દિવાલો પર પિચકારી મારતા લોકો,જાહેરમાં થૂંકતા લોકો,નાક સાફ કરતા લોકો,નદી-તળાવોમાં જાતભાતનો કચરો નાંખતા લોકો,જ્યાં નજર કરો ત્યાં પ્લાસ્ટિકનાં ઝભલાં,ઉકરડા... જાણે ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય.જાણે ગંદકી આપણી રાષ્ટ્રીય કુટેવ બની ચૂકી છે. આ ગંદકીને દૂર કરી સ્વચ્છ ભારતનું નિર્માણ જો કોઇ કરી શકશે તો તે ભારતનો યુવાન જ છે. આવો ગંદકી દૂર કરવા આપણે આપણા ઘરથી આ મુહીમની શરૂઆત કરીએ. આપણા ઘરે સ્વચ્છતા રાખવા,કે ઘરની સાફસફાઇ કરવા આપણે જાતે સહયોગ આપીએ. પાણીનો બગાડ ના થાય,વપરાશમાં લીધેલું પાણી રસ્તા પર ના ફેંકતાં આપણા ઘરની બહાર શોષખાડો કરી તેમાં સંગ્રહિત કરીએ અને બીજાને આમ કરવા પ્રેરણા આપીએ. અઠવાડિયે એક વાર ગામના બધા જ વિદ્યાર્થીમિત્રો ગામના રસ્તાની સાફસફાઇ કરીએ. ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળી, કે સહકારી ખાતર બિયારણ મંડળી કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સહયોગથી ગામના ચોકમાં કે જ્યાં જરૂર લાગે તે વિસ્તારમાં કચરાપેટી મુકીએ,તે કચરાપેટીમાં જ કચરો નાખવા ગ્રામજનોને સમજાવીએ,કચરાપેટી ભરાઇ જતાં ગ્રામપંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી સ્વયં આપણી જાતે તેનો યોગ્ય નિકાલ કરીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગંદકીના સામ્રજ્યમાંથી આપણે આપણા ગામને બહાર કાઢીએ,ગ્રામજનોને સુંદર આરોગ્ય પ્રદાન કરવામાં આપણે સહભાગી બનીએ.. આ બધુ જ શક્ય છે બસ એક વખત આ કાર્ય આપણે શરૂ કરીએ.  સારા કાર્યની શરૂઆત કરવા માટે કોઇ શુભમુર્હત જોવાની જરૂર હોતી નથી. આવા કાર્યો માટે તો ઇશ્વરના આશીર્વાદ સદાયે આપણને મળેલા હોય છે. આવો આપણે આપણા ઘરથી આ ચિનગારીને પ્રજવલીત કરી આપણા ગામ અને આપણા દેશને સુંદર,સ્વચ્છ બનાવીએ. 
સ્વચ્છ ભારતસ્વસ્થ ભારત
ચોખ્ખું ઘરનું આંગણું..ચોખ્ખો ઘરનો ચોક
સ્વચ્છતા કી ઔર કદમ ઉઠાયે ચલો
સ્વચ્છ ભારત..સુંદર ભારત

સ્વચ્છતા કા દીપ જલાઓ ચારો ઔર ઉજાલા    ફેલાઓ

ભૈરવી રાગમાં ગવાએલ કેટલાક સુંદર ભજનો .

ભૈરવી રાગમાં ગવાએલ કેટલાક સુંદર ભજનો ..

A devotional bhajan in Raga Bhairavi by Kaushiki Chakrabarty - with Soumik Datta and Vijay Ghate in concert on 21 July 2013 at Oranjerie Theater in Roermond, The Netherlands.

Tum AA Jana Bhagwan ...

 

"Raga Bhairavi - Dayani Bhavani" by Begum Parveen Sultana 

 

Madhukar Shyam Hamare Chor – Saigal – Gyan Dutt – Bhagat Surdas

Jo Bhaje Hari Ko sada: Bhajan in Raga Bhairavi by Pt Bhimsen Joshi

Ustad Rashid Khan

Albela Sajan Aayo By Ustad Rashid Khan Raag Ahir Bhairav

દીલ દે ચૂકે સનમ  ફિલ્મમાં આ જ ‘અલબેલા સજન આયો રે’ ગીતને કુમાર શાનું, સુલતાન ખાન અને કવિતા કૃષ્ણમૂર્તિને રાગ  આહિર ભૈરવમાં ગાતાં સાંભળો .આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા ઉપર આ ગીત ફિલ્માયું છે.

 

Mile sur mera tumhara, to sur bane hamara – Bhimsen Joshi, etc 

 

Saigal-बाबुल मोरानैहर छूटो ही जाए 

This song was written by Nawab Wajid Ali Shah, the 19th-century Nawab of Awadh as a lament when he was exiled from his beloved Lucknow by the British Raj after the failed Rebellion of 1857, where he uses the metaphor of bidaai (bride's farewell) of a bride from her father's (babul) home, and his own banishment from his beloved Lucknow, to far away Calcutta, while he spent the rest of his years.

बाबुल मोरानैहर छूटो ही जाए

चार कहार मिलमोरी डोलिया सजावें (उठायें)

मोरा अपना बेगाना छूटो जाए बाबुल मोरा ...

आँगना तो पर्बत भयो और देहरी भयी बिदेश

जाए बाबुल घर आपनो मैं चली पीया के देश |बाबुल मोरा ....

Translation  in English 

O My father! I'm leaving home.

The four bearers lift my palanquin (here it can also mean the four coffin bearers).

I'm leaving those who were my own.

Your courtyard is now like a mountain, and the threshold, a foreign country.I leave your house, father, I am going to my beloved's country…..! 

Babul mora, naihar chhooto hi jaaye (taal Keherva) – Saigal – RCBoral – Street Singer

આ જ ગીત પંડિત ભીમસેન જોશીના સ્વરે ...

Babul Mora Naihar Chhooto Jaye - by Pt. Bhimsen Joshi

આ જ ગીત કિશોરી આમોનકરના સ્વરમાં ...

Kishori Amonkar - Raag Bhairavi Thumri - Babul Mora Naihar Chhuto

જૂની-નવી હિન્દી ફિલ્મોમાં ભૈરવી રાગમાં ગવાએલ ઘણાં ગીતો છે એમાંથી મારી પસંદગીનાં કેટલાંક ગીતો એની યુ-ટ્યુબની લીંક સાથે નીચે આપ્યાં છે એના પર ક્લિક કરીને એની મજા માણો.   

Saigal 

Jab dil hi tut gaya (taal Keherva) – Saigal – Naushad – Shahjehan

https://youtu.be/5m_WGDHz22w 


Kishore Kumar 


Chingari koi bhadke, sawan use (taal Keherva) – Kishore – RDB – Amar prem (some classify this as Khamaj)


https://youtu.be/kpM0jPd6-7w


Samjhota gamon se karlo – Kishore – KA – Samjhota

https://youtu.be/97fv8ojFbKg


Mohmad Rafi 

Naache man mora..Rafi_S D Burman_Shailendra_Meri surat teri aankhen 

https://youtu.be/CI0QTW4_iBc 


Yeh zindagi ke mele – Rafi – MELA (1948)SHAKEEL –NAUSHAD 

https://youtu.be/vzIRsg2WNxg


Ramaiya Vastavaiya (HD) - Rafi Lata Mukesh - Shree 420 (1955) - Shankar Jaikishan - Rafi Lata Hit 

https://youtu.be/epoB4fvPGj8


Talat Mohmad 

Jaye to jaye kahan, samjhega kaun yahan – Talat – SDB – Taxi Driver

https://youtu.be/_6ZlWLtN0Gk


Mukesh-Lata 

Aa Ja Re Ab Mera Dil Pukara - Raj Kapoor - Nargis - Aah - Lata - Mukesh - Evergreen Hindi song 

https://youtu.be/sver9O8K3t8

Rafi & Lata

Kuhi Kuhu Bole Koyaliya Mohammad Rafi & Lata Mangeshkar Film Suvrana Sundari (1957) 

https://youtu.be/poe7y4AEBwU


Tu Ganga Ki Mouj Main Jamna Ka Dhara - Rafi & Lata G - Film Beiju Bawara 

https://youtu.be/7rrRugpbKI8

Mukesh 

Jeena Yahan (HD) Mukesh - Mera Naam Joker 1970 - Music by Shankar Jaikishan - Mukesh Hit 

https://youtu.be/5Gw2juCgNws

Mera juta hai japani – Mukesh – SJ – Shri 420

https://youtu.be/5wjGc1zGWBc

Lata Mangeshkar 

Mere Ae Dil Bata (Jhanak Jhanak Payal Baje)

https://youtu.be/M3TidqXIMYg?list=PLD0326ED20E504011

Dil Ka Khilona (HD)-Lata Mangeshkar -Goonj Uthi Shehnai1959 - Vasant Desai 

https://youtu.be/Ytdf5aGFX2o


Suno Chhoti Si Gudiya Ki Lambi Kahani (II) | Lata Mangeshkar @ Seema | Balraj Sahni, Nutan 

https://youtu.be/X_1WCpuOXmI


Dil apna aur preet parai – Lata – SJ – Dil apna aur preet parai

https://youtu.be/QeZbf7fK6Ec

 

Do hanson ka joda bichhad gayo re – Lata – Naushad – Ganga Jamuna

https://youtu.be/puvonsaBhmE


Man dole mera, tan dole mera – Lata – HemantKumar – Nagin

https://youtu.be/mc6eUdeX6jY

 

Hasta Hua Noorani Chehra, Lata Mangeshkar Kamal Barot - Parasmani  

https://youtu.be/LpKPJiEt5EE


Kaise aaun Jamuna ke teer..Devta1956- Lata- Rajindra Krishan 

https://youtu.be/Js7LosaknB8

છેલ્લે હાસ્ય અદાકાર મહેમુદ ની મસ્ત અદામાં ગવાએલું એક મસ્તી ભર્યું ગીત.

Hato Kahe Ko Jhuthi Banao Batiyan - Mehmood, Manna Dey, Manzil Song

રાગ ભૈરવી પર વધુ માહિતી ...

મારા સંગીત પ્રેમી મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગમાં એમણે ભૈરવી રાગની માહિતી આપી છે એની સાથે બીજાં કેટલાંક ફિલ્મી ગીતોનું લીસ્ટ પણ આપ્યું છે એને 

અહીં ક્લિક કરીને વાંચી શકાશે

 

Hindustani Classical Music Lessons - Raga Bhairavi (and film songs


Raga Bhairav - Part 3 - Hindustani Classical Music Lessons (and film songs based on it)


COLOURS OF RAAG BHAIRAVI

ARTIST: JAGJIT SINGH; LIVE IN CONCERT; SINGING: COMPOSITIONS IN RAAG BHAIRAVI

યુ-ટ્યુબની આ લીંક ઘણા શાસ્ત્રીય સંગીત નિષ્ણાત ગાયકો સ્વરે પર ભૈરવી રાગ પર ઘણા ગીતો અને વાજિંત્રો પર શાસ્ત્રીય ધૂનો સાંભળી શકાશે.

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી