Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 May 2016

જો જો અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે ! – દિનેશ પંચાલ

જો જો અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે ! દિનેશ પંચાલ


તોફાનો થાય છે ત્યારે બધું લૂંટાય છે પણ પુસ્તકોની દુકાન લૂંટાતી નથી!એવું શ્રી વિનોદ ભટ્ટે કહ્યું છે. વિનોદભાઈ, ટેસ્ટની વાત છે. બગલો કદી મોતીને ચાંચ મારતો નથી પણ માછલીને તુરત ઝડપી લે છે. અહીં જ્ઞાનની લૂંટમાં કોઈને રસ નથી. લાઈબ્રેરીને હું જ્ઞાનનું લોકર કહું છું. બૅંકના લોકર લૂંટાય છે, લાઈબ્રેરી લૂંટાતી નથી ! જે દિવસે માણસની મનોભૂમિ પર વિચારોનું તોફાન જાગશે તે દિવસે પુસ્તકો શસ્ત્રો જેટલાં ઉપયોગી બનશે. હુલ્લ્ડો કે રમખાણોમાં ભાલા, તલવારોની જરૂર પડે છે, તેટલી જરૂર વૈચારિક યુદ્ધમાં પુસ્તકોની પડે છે. વકીલોના ઘરોમાં કાયદાઓના થોથાંઓથી આખું કબાટ ભરેલું હોય છે. કવિ યા લેખકોના ઘરમાં ય નાનકડી લાઈબ્રેરી હોય છે. પુસ્તકો સાહિત્યકારોનો ખોરાક હોય છે ! જર્મન મહાકવિ ગેટે તેના ઓરડામાં કવિ કાલિદાસનું શાકુન્તલમાથે મૂકીને નાચ્યો હતો.
પુસ્તકો કોઈ કુશળ પ્રોફેસરની જેમ આપણને જીવનનાં કડવાં મીઠાં રહસ્યો સમજાવી જાય છે. જેમણે પુસ્તકો જોડે દોસ્તી કેળવી હોય એવો એકાકી માણસ કદી એકલવાયો હોતો નથી. એને તો કવિ આનંદેલખ્યું છે તેમ એકાન્તે પણ મેળા હોય છે!એક સારું પુસ્તક વંચાઈ ગયા બાદ અભરાઈ પર ધૂળ ખાતું પડી રહે તેમાં એના અસ્તિત્વનો ઉદ્દેશ માર્યો જાય છે. આપણી અભરાઈ પુસ્તકોનું કબ્રસ્તાન ન બની રહે તે માટે પુસ્તકો મિત્રોના હાથમાં ફરતાં રહેવાં જોઈએ. (શરત એટલી કે મિત્રોના હાથ ફેવિકોલયુક્ત ના હોવા જોઈએ !)
પુસ્તકો મધની શીશી જેવાં હોય છે. મધમાખીની મહેનતમાં માણસનું મૅનેજમેન્ટ ભળે ત્યારે થોડુંક મધ શીશીમાં ઠલવાય છે. કલ્પના કરો એક શીશી મધ માટે કેટલી મધમાખીઓ કામે લાગતી હશે? લેખકની કેટલીય રાતોની મહેનત પર પ્રકાશક ઈંડા સેવતી મરઘીની જેમ મહેનત કરે છે ત્યારે એક પુસ્તક તૈયાર થાય છે. હા, એટલું સ્વીકારવું રહ્યું કે ઘણાં પુસ્તકોમાં લેખકની મૌલિકતાનું મધ ઓછું અને ખાંડની ચાસણીનું પ્રમાણ વધુ હોય છે. એવાં પુસ્તકોનાં પૂંઠાં પાકાં હોય છે અને તેમાંથી નીપજતો કંટાળો પણ પાકો હોય છે.

પુસ્તકો આ સંસારના સળગતા લાક્ષાગૃહમાંથી બચવાનું છૂપું ભોંયરું છે. એનો લાભ મેળવવા માટે કોઈએ સહદેવ બનવાની જરૂર પડતી નથી. માણસને પોતાનો ચહેરો જોવાની ઈચ્છા થઈ અને એણે દર્પણ શોધ્યું. પણ એ ચહેરાની ભીતર ઊતરવાની ઈચ્છા થઈ અને પુસ્તકનો જન્મ થયો. લેખક મર્યા પછી ય પોતાનાં પુસ્તકો દ્વારા જીવતો રહી શકે છે. પણ ક્યારેય એથી ઊલટું બને છે. સલમાન રશ્દી અને તસ્લીમા નરસીન આ વાત ઠીક રીતે સમજી શકશે.
પુસ્તક લેખકનું મનાસસંતાન છે. એક ઉત્તમ પુસ્તકથી ચઢિયાતું લેખકનું કોઈ સ્મારક ન હોઈ શકે ! હેનરી બીચરે પુરુષો વિષે એક માર્મિક વિધાન કર્યું છે – ‘કેટલાક પુરુષો પરણીને પતિ બનાવવા જેટલા સારા હોય છે. કેટલાકને કેવળ મિત્રો બનાવીને થોડા છેટા રાખવા જેવા હોય છે!પુસ્તકો વિષે પણ એવું કહી શકાય – ‘કેટલાંક પુસ્તકો જીવનમાં ઉતારવા જેવાં હોય છે. અને કેટલાંક કેવળ લાઈબ્રેરીમાં ગોઠવી રાખવા જેવા હોય છે !એક સુંદર ચીની કહેવતનું સ્મરણ થાય છે. એક વર્ષના સુખની યોજના કરતાં હો તો અનાજ વાવો. દશ વર્ષના સુખની યોજના કરતાં હો તો શિક્ષણ મેળવો !અહીં એટલું ઉમેરી શકાય, ‘શિક્ષણ મેળવ્યા પછી ય સુખી ના થઈ શકો તો પુસ્તકો વાંચો !
પુસ્તકો શિક્ષણથી ય સાત ડગલાં આગળ હોય છે. શિક્ષણમાં સીલેબસનું માહિતીલક્ષી જ્ઞાન હોય છે. પુસ્તકમાં જીવનનાં અનુભવોનો નીચોડ હોય છે. શિક્ષણમાં ગણિત, ભૂમિતિ શીખવાડાય છે. પુસ્તકોમાં જિંદગીના અનેક અઘરા દાખલાઓનો જવાબ તૈયાર હોય છે. શિક્ષણમાં ફ્રીઝ, ટીવી, વિડિયો, સ્કૂટર, કાર વગેરેનાં યાંત્રિક સિદ્ધાંતો જાણવા મળે છે. પુસ્તકોમાં એ સઘળી ભૌતિક સુવિધાઓ વિના કેવી રીતે જીવી શકાય તેની રીત જાણવા મળે છે. શિક્ષણ કેવળ પ્રશ્નપત્ર છે, પુસ્તકો જીવનની ગાઈડ છે. ઘણા પંડિતોનું માનવું છે – ‘શાળા-મહાશાળાનાં પગથિયાં ચડ્યા વિના માણસ મહાન બની શક્તો નથી !પુસ્તકોએ સાબિત કરી આપ્યું છે શાળાનો ક્ક્કો ગોખ્યા વિના ય માણસ પુસ્તકની સોબતમાં મહાન બની શકે છે. સુપ્રસિદ્ધ સંત શ્રી મોરારિબાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા હતા. જે.કૃષ્ણમૃર્તિ ચાર વાર નાપાસ થયા હતા. સ્વામી સચ્ચિદાનંદજી પણ સ્કુલ-કૉલેજોનાં પગથિયાં ચઢયા નહોતા. હાથમાં ફક્ત સવા રૂપિયો લઈ ગુરુની શોધમાં ઘરથી ભાગી ગયા હતા. સતત વાંચન, મનન અને પુસ્તકોના અભ્યાસથી તેઓ જ્ઞાની બની શક્યા. તેમની પાસે ડિગ્રીનું કોઈ ફરફરિયું નથી. કોઈ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ નથી. પણ યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ તેમનાં વકતવ્યો સાંભળવા આવે છે. એ પુસ્તકનો પુણ્યપ્રતાપ છે. તેમણે સેંકડો પુસ્તકો લખ્યા છે.
પુસ્તકોમાં પા ભાગનો ય રસ હોય તો પુસ્તકો પારસબની શકે છે. પુસ્તકોની બે લીટીઓ નિર્જીવ હોય છ. પણ એ બે લીટીઓ વચ્ચે વિચારોનો વિદ્યુતપ્રવાહ જીવંત હોય છે. તે ક્યારેક માણસની જિંદગી ધરમૂળથી બદલી નાખે છે. શ્રી કાનજીભાઈ પટેલ એક જમાનામાં અમારા શિક્ષક હતા. એમણે પુસ્તકના પ્રભાવની એક વાત કહેલી. મારા અભ્યાસકાલ દરમિયાન હું હરિજન પ્રત્યે ભારે છૂતાછૂતનો ભાવ રાખતો. તેમનો પડછાયો પણ લેતો નહોતો. પણ એક દિવસ ગાંધીજીના પુસ્તકમાં મને વાંચવા મળ્યું – ‘આપણી મા પણ આપણું મેલું ઉપાડે છે. આપણે તેને અછૂત નથી ગણતા, તો હરિજનને શીદ ગણીએ છીએ ? શું હરિજનો ઈન્સાન નથી?’ ગાંધીજીની આ વાત મારા દિલોદિમાગ પર એવી અસર કરી ગઈ કે તે દિવસથી મેં હરિજનો પ્રત્યેનો છૂતાછૂતનો ભાવ સદંતર કાઢી નાખ્યો, અને તેમને મેં મારા મિત્રો બનાવી લીધાં !પુસ્તકો ક્યારેક માણસના અંતરના અંધારા ઓરડામાં જ્ઞાનનો દીવડો પ્રગટાવી માણસનો જીવનપથ ઉજાળે છે !


ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા

ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા
 ગુરુનું મહાત્મ્ય સમજવા માટે  અને એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરવા માટે દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું  પર્વ મનાવવામાં આવે છે.  
ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. 
મહર્ષિ વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુ પૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં  આ પ્રમાણે લખ્યું છે:
मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।
पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।
दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।
અર્થ :- અષાઢ શુક્લ પૂર્ણિમાએ મારો જન્મ દિવસ છે અને એ  ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ,ભોજન ,દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે ગુરુ તેમની કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા  સ્વરૂપના દર્શન કરીશ. 
ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે.આમ ગુરુ પૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે. 
આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા  પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું. 
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ || 
ગુરુ એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે . ગુરુ  શાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું . 

ગુરુ પૂર્ણિમા

ગુરુ મહિમા

ગુરુ મહિમા
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ગુ‘ એટલે અંધકાર અને રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા  લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ . 
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
વળી,
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકીગોવિંદ દિયો બતાય “
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.  
શાસ્ત્રોગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કેગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.  
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય  ! 
ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા…..
અર્થ:ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર  જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. 
“If all the land were turned to paper and all the seas turned into the ink and all the forests into pens to write with, they would still not suffice to  describe the greatness of Guru.”                                    

                                                                                                                              —- Saint Kabir  

નાજુક બાળકોને ભણતરનો ભાર ન આપો

નાજુક બાળકોને ભણતરનો ભાર ન આપો
32.jpgઆજે માતા-પિતા 3 થી 5 વર્ષની વયનાં નાજુક, કુમળાં બાળકો પર શિક્ષણના નામે અત્યાચાર કરતાં હોય તેવું જોવા મળે છે. પોતાનાં બાળકોને જલદી હોશિયાર બનાવી દેવાની ઘેલછામાં માતા-પિતા શિશુઓને બાલમંદિરે કે પ્લે-હાઉસમાં દાખલ કરી દે છે. કોઈપણ ઋતુ હોય, બાળકને ગમે કે ન ગમે પણ શાળાએ મોકલી જ દે છે.
બાલમંદિરમાં શિક્ષણનો આગ્રહ રાખવો એ વધુ પડતી અપેક્ષાઓ કહેવાય. મારું બાળક હજુ કવિતા કે જોડકણાં કેમ નથી બોલતું ? અક્ષર કેમ સારા નથી કરતું ? તમે કંઈ ધ્યાન આપતા નથી ? આવી ફરિયાદો અવારનવાર શિક્ષકોને કર્યે જ રાખે. વળી સંતોષ ન થાય તો સ્કૂલ બદલી નાખે છે, એમ બાળકને કોઈ એક શાળામાં સ્થિર થવા દેતા નથી.
આ વાલીઓ કેમ ભૂલી જાય છે કે બાલમંદિર એ તો બાળકને શાળાએ આવતા-જતા કરવા માટે છે. ત્યાં બાળકને રમવાનું, કૂદવાનું, ગીતો ગાવાનાં, વાર્તા સાંભળવાની, રમતાં-હસતાં વાતચીત દ્વારા વાતાવરણમાંથી જે શીખવા મળે તે શીખવાનું હોય છે. બાળકનાં રમકડાં એ તેના મિત્રો હોય છે. શાળા અને ઘરમાં અવનવાં રમકડાં રમવા લઈ દઈ તેની બુદ્ધિશક્તિ ખીલવવી જોઈએ. બાળકો સાથે વાતો કરવી જોઈએ. બાળકની જિજ્ઞાસાપૂર્તિ કરવી જોઈએ. તેને પ્રેમથી જવાબ આપવા જોઈએ. નાનાં ભૂલકાંઓને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. તેની શક્તિઓને મુક્તપણે ખીલવા દો. પ્લે-હાઉસમાં પણ તેને એક જ જગ્યાએ બેસાડી રાખવામાં આવે તો બાળકને ભણતર પ્રત્યે અણગમો ઉત્પ્ન્ન થશે. બાળકની ભરપૂર પ્રશંસા કરી તેને નાની-નાની વાતોમાં પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે.
બચપણથી જ અંગ્રેજી અને વિષય-શિક્ષણનો ભાર બાળક પર ન નાખવો જોઈએ. પરંતુ તેની મૂળગત ભાવનાઓ, ઉત્સાહ વધારવાનું કામ વાલીઓએ 3 થી 5 વર્ષના ગાળામાં વધુ કરવાનું હોય છે. ભણતર ભાર વગરનું બનવું જોઈએ. મનગમતાં ચિત્રો દોરવાની પ્રેરણા આપી તેની કલ્પ્નાશક્તિ વિકસાવવા પ્રયત્નો કરવા જોઈએ. બાળકને શાળામાં જોતરી ન દેતાં, તેને આસપાસના વાતાવરણમાંથી સાહજિક રીતે શીખવા દો. નવી નવી જગ્યાએ ફરવા લઈ જાઓ. આવી રીતે પાયાનું ઘડતર જરૂરી છે. બાળકના વિકાસ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરો.
બાલમંદિરમાં બાળકને જતું કરવું તે સારી બાબત છે, પરંતુ ત્યાં તેને ભણવાનો ભાર લાગવો જોઈએ નહીં. સમૂહમાં રમતાં, બોલતાં, બેસતાં શીખે તેમજ સારી રીતભાત, સંસ્કારો આવે તે જરૂરી છે. નવી દ્ષ્ટિ કેળવે અને સહજ રીતે બેસી અભ્યાસમાં રુચિ કેળવે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જરૂરી છે. પૂર્વ પ્રાથમિકથી જ પોતાનું બાળક અભ્યાસ કરતું થવું જોઈએ એવો આગ્રહ બાળકના માનસ સાથે સુસંગત નથી. બાળકનો સર્વાંગી વિકાસ સુદ્ઢ રીતે થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. બાળકના વિકાસમાં ખામી રહી ન જાય તે માટે તેના બાળપણને ખીલવા દો. તેને રૂંધી ન નાખો.
બાળક સાથે જે કાર્ય થાય તે હૃદયપૂર્વક થવું જોઈએ. શિક્ષકો અને માતાપિતાએ બાળકમાં વિવિધ પ્રકારે બાલચેતના પ્રગટાવી તેનામાં નીતિ-શિક્ષણ અને આંતરિક ગુણવત્તા સુધરે તેવા પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણમાં કેન્દ્રસ્થાને બાળક છે. તેના ઉપર માતા-પિતા કે શિક્ષકોએ બોજ નાખીને તેની સ્વતંત્રતા હણી લેવી જોઈએ નહીં. બાળકને લેસન, ટ્યુશન, રોકટોક દ્વારા મૂરઝાવી ન દો. તેને માનસિક રીતે ખીલવા દો. બાળકને શિક્ષણની શિક્ષા ન કરો. તેને મુક્તપણે વિકસવા દો. સામાજિકતા અને વ્યવહારથી દૂર ન રહે તે ખાસ ધ્યાન રાખો. પર્યાવરણમાંથી સતત શીખતું રહે તેવું માર્ગદર્શન આપતાં રહો. પ્રેરકબિંદુ : માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. - બીચર

- સંજયકુમાર કે. કોરિયા

સ્વામી વિવેકાનંદ વિશેષ સંન્યાસનું વ્રત લઈ સૌ હળવાફૂલ બન્યા !

સ્વામી વિવેકાનંદ વિશેષ
સંન્યાસનું વ્રત લઈ સૌ હળવાફૂલ બન્યા !
23.jpgવરાહનગરમાં સૌ શિષ્યના દિવસો સાધના, ધ્યાન, યોગ, સત્સંગ વગેરેમાં પ્રસન્નતાથી પસાર થતા હતા.
એવામાં એક શિષ્યની માતાએ બધાને નજીકના આંટપુર ગામમાં થોડા દિવસો રહેવા નોતર્યા.
બધા ત્યાં ગયા. ગુરુજીએ સોંપેલું કામ નરેન્દ્રને યાદ આવ્યું. ગુરુજીએ કહ્યું હતું : મારા ગયા પછી આ બધા શિષ્યોને તારે જ સંભાળવાના છે.
તેનામાં હવે આંતિરક શક્તિનો ઉદય દિવસે દિવસે તીવ્ર બની રહ્યો હતો.
એક વાર રાત્રે બધા શિષ્યો બેઠા હતા.
નરેન્દ્ર આજુબાજુથી મોટાં લાકડાં ઊંચકી લાવ્યો અને ધૂણી સળગાવી.
ચારે બાજુ સૌ ધ્યાનમાં બેઠા. મોડી રાત સુધી ધ્યાન થયા પછી નરેન્દ્રે ત્યાગ અને વૈરાગ્ય વિશે દ્ષ્ટાંતો સહિત વાતો કરવા માંડી. આત્મકલ્યાણ અને જગત હિતાર્થે આ સંસારની માયામાંથી છૂટીએ તો જ નક્કર કામ કરી શકીએ.
નરેન્દ્રની વાણીથી સૌ અભિભૂત થઈ ગયા. ત્યાગ અને સંન્યસ્ત જીવનનું મહત્ત્વ તેમને સમજાઈ ગયું હતું. ગુરુદેવના સ્વપ્નને સાકાર કરવાનો આ એકમાત્ર રસ્તો હતો. નરેન્દ્રના કહેવાથી સૌ ધૂણીની સામે ઊભા થયા. ત્યારબાદ અગ્નિ, ઈશ્ર્વર અને એકબીજાની સાક્ષીમાં સૌએ આજીવન સંન્યાસ-ધર્મ પાળવાનું વ્રત લીધું. વ્રત લઈને હળવાફૂલ બની ગયા હોય તેવું અનુભવવા લાગ્યા. તેઓ સૌ વરાહનગર પણ આવ્યા.
શશી, શરત, રાખાલ, નિરંજન, બાબુરામ, કાલી, સુબોધ, શારદાપ્રસન્ન, ગંગાધર, હરિ, તુલસી વગેરે ઘરબાર છોડી મઠમાં આવી ગયા.
જોગીન લાટુ નામના બે શિષ્યો મા શારદામણિદેવી સાથે યાત્રાએ નીકળ્યા હતા તે પણ આવી પહોંચ્યા.
આમ એક વરસમાં તો વરાહનગરનું આ ધામ રામકૃષ્ણના પ્રિય શિષ્યોથી ઊભરાઈ ગયું.

જીવનના ઉદાત્ત હેતુ માટે અને આત્મકલ્યાણને માર્ગે અગ્રેસર થવા હવે આ સ્થાન જ એકમાત્ર આધાર બની રહ્યું. (મધુકાન્ત પ્રજાપતિ લિખિત વિવેકાનંદપુસ્તકમાંથી સાભાર)

લાંબુ જીવવાનાં સુવર્ણસૂત્રો

લાંબુ જીવવાનાં સુવર્ણસૂત્રો
અભિનેત્રી અને નૃત્યાંગના જોહરા જ્યારે એકસો વર્ષ પૂર્ણ કરી ચૂક્યાં છે ત્યારે કેટલીક વાતો કરવી છે. જાપાનમાં સો વર્ષ પૂર્ણ કરી ચૂકેલા વડીલોનું સંગઠન છે અર્થાત્ ત્યાં સો વર્ષ પૂર્ણ કરવાં સામાન્ય વાત છે. આપણે પૂજ્ય શાસ્ત્રીજીની શતાબ્દી ઊજવી છે. પ્રશ્ર્ન થાય કે કેટલા ભારતીયો સદી પૂર્ણ કરી શક્યા છે ?
ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં ચરક સંહિતા પ્રમાણે કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું છે. તે પૂર્વે મૃત્યુ અકાલ છે.
24.jpgપશ્ર્ચિમનું વિજ્ઞાન સંક્રામક રોગોથી ડરે છે. આયુર્વેદના બધા આચાર્યો એ પછી ચરક, સુશ્રુત, કશ્યપ, ભેલ હારીત હોય કે વાગ્ભટ્ટ સંક્રમણ અને તત્જન્ય રોગોની વાતો કરી છે પણ તે એક ટકો પણ નથી. તેમણે વધારે ભાર જે ત્રણ વાતો પર મૂક્યો છે તે જોઈએ :
(1) નિવાસની ભૂમિ, ત્યાંની આબોહવા પ્રમાણેનો ખોરાક લેવો. ખોરાકમાં છએ રસ હોવા જરૂરી છે. ઋતુ બદલાય તે પ્રમાણે વનસ્પતિસૃષ્ટિમાં પરિવર્તન આવે છે. દરેક પ્રદેશની પોતાની વનસ્પતિ હોય છે. ભૂમિના પંચભૌતિક સંગઠન પ્રમાણે ઊગેલી વનસ્પતિ, શાક, અનાજ, ફળ ઓળખીને, ઋતુ પ્રમાણે, શરીર મનને અનુકૂળ હોય તે પ્રમાણે, ગુણવત્તાવાળા, વીર્યવાન (પોટેન્ટ), હોવા જોઈએ. તે સ્વાદવાળાં અને તાજાં વાપરવા (કોલ્ડ સ્ટોરેજ, પ્રિઝર્વેટિવવાળા નહીં). કુટુમ્બનો પરંપરાગત આહાર બાળકના બંધારણ, સ્વાસ્થ્ય અને સ્વસ્થવર્ધન માટે જરૂરી છે, કારણ કે એ તેનું પંચભૌતિક સંગઠન છે.
(2) ઋતુ ઋતુના પહેરવેશ અને જીવનક્રમ છે. ઉનાળામાં શરબત, ફુવારા, સુગંધવાળાં ફૂલ, અત્તર વાપરવાનાં છે, તો ચોમાસામાં સફેદ વસ્ત્રો, કોરી ઊંચી સુરક્ષિત જગ્યાનું મહત્ત્વ છે. વસંત ઋતુમાં કફ વધે છે તેથી ફળ, મઠો, શ્રીખંડ નથી ખાવાનાં તો શરદઋતુમાં દૂધ, દૂધપાક, દૂધપૌંઆ અને ચાંદનીમાં રહેવું પથ્ય છે.
(3) મનુષ્યજીવનને ચાર ભાગમાં વહેંચ્યું છે : બાલ, યૌવન, મધ્યમ અને વૃદ્ધ. મનુષ્યજીવનની શરૂઆત સંતાનેચ્છા થાય ત્યારથી ગણી ચાલતાં અનેક જન્મજાત તકલીફો નિવારાઈ જાય. બાલ્યકાલમાં મધુર રસ, મધ, દૂધપ્રધાન આહાર; યૌવનથી વૃદ્ધ સુધી ષડ્રસ આહાર દોષોને સમ રાખે છે. બાલ્યકાળમાં કફ, યૌવનમાં કફ સાથે પિત્ત ભળે છે, મધ્યમમાં પિત્ત અને વૃદ્ધમાં વાતપ્રાધાન્ય છે. ચિર યૌવન ઇચ્છનારે યૌવનકાલમાં જ રસાયન સેવન સદ્વૃત્ત અને સદાચાર સાથે સેવવાં પડે. સો વર્ષ સરળતાથી જીવવા મન પર આપણો કાબૂ ફરજિયાત છે.

એક બેઠકમાં શ્રેષ્ઠ સંતાનપ્રાપ્તિની ચર્ચા ચાલતી હતી. સદ્વૃત્તની ચર્ચા ચાલતાં એક પ્રતિભાગી કહે તુલસીને પાણી, અતિથિનો સત્કાર.એ તો દિનચર્યા દૈનિક જિંદગી છે. સદ્વૃત્તને ટૂંકમાં કહેવું હોય તો અન્યો આપણી સાથે વર્તે એવી આપણી ઇચ્છા પ્રમાણે આપણે બીજા એટલે પશુ, પક્ષી, વૃક્ષ, વેલી, કીટકો, સૂર્ય, ચંદ્ર, જલ, વાયુ અને માણસ સાથેનું વર્તન. કોઈ કવચ પાઠ વાંચ્યો હોય તો શરીરનાં અંગોના અધિષ્ઠાતા દેવો કહ્યા છે. પ્રકૃતિમાં જે કાર્ય જે કરે છે તે જ કાર્ય તે આપણા શરીરમાં કરે છે. પશ્ર્ચિમમાં પ્રચલિત 7 ગોલ્ડન રૂલ્સ ઓફ હેલ્ધી લીવિંગ એ પંચમહાભૂતો પ્રત્યેની સભાનતાને કેળવી નીરોગી પ્રસન્ન પૂર્ણાયુષ્ય સાથે પૃથ્વીલોક માણીએ.

વૃદ્ધાવસ્થાનું ડહાપણ

વૃદ્ધાવસ્થાનું ડહાપણ
સોક્રેટિસ ગ્રીસનો મોટો તત્ત્વજ્ઞાની પુરુષ થઈ ગયો.
એ ભારે વાતોડિયો. આખો દિવસ શહેરમાં રખડવું, લોકો સાથે જાત જાતની વાતો કરવી, અને વાતો કરતાં કરતાં પ્રશ્ર્નોત્તરીથી લોકોને સાચા જ્ઞાનનું ભાન કરાવવું એ એનું કામ.
એક દિવસ એ શહેરમાં ફરતો ફરતો એક વૃદ્ધ પાસે જઈ ચઢ્યો. આદત પ્રમાણે એણે વાતો શરૂ કરી. વૃદ્ધને બાળપણથી વૃદ્ધાવસ્થા પર્યંતની ઘણી વાતો પૂછી નાખી.
સોક્રેટિસે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું : તમારું આજ સુધીનું જીવન તો બહુ સારી રીતે ગયું કહેવાય, પણ હવે ઘડપણમાં કેવી રીતે જીવો છો એ જરા કહેશો ?’
ડોસાએ કહ્યું : આખી જિંદગી સુધી જે કંઈ માલ-મિલકત, કીર્તિ વગેરે પેદા કર્યું તે છોકરાને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું, ને છોકરાનાં છોકરાંને રમાડું છું. એના કામમાં જરાયે આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તોય કંઈ બોલતો નથી. પણ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું; પણ પછી, મારી સલાહ પ્રમાણે એ ચાલે છે કે નહીં એ જોતો નથી. મારા કહ્યા પ્રમાણે જ એ ચાલે એવો આગ્રહ પણ રાખતો નથી. ફરી ભૂલ કરે તો ટોકતો પણ નથી. અને ફરીથી સલાહ માટે આવે તો એની એ વાતો ફરીથી કહું છુંય ખરો.
વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસને બહુ આનંદ થયો.

એણે કહ્યું : ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું !

જીવનની વસંત એટલે યુવાની

પુરા જીવનની વસંત એટલે યુવાની, આ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ પાગલ હોય છે, જરા હટકે હોય છે. નેરો જીન્સ , એક્સ્પેન્સીવ સુજ, સારો મોબાઈલ, એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ , એકાદ બે ગર્લ ફ્રેન્ડ …. આટલી આશા તો આપને આ અવસ્થા પાસે રાખી શકીએ. હા વળી થોડીક કવિતા લખી કવિ બની જવાય અને  સમાજની વ્યવસ્થા પર કટાક્ષ કરી લેખક. આ અવસ્થામાં સમાજ અને તેની વ્યવસ્થા હમેસા બાધા રૂપ લાગે જ છે. છોકરીઓ માટે આ અવસ્થા વિશેષ બની રહે છેયુવાનીમાં બધા જ ધૂની હોય છે, બધાને  કસુક કરી છૂટવાની તમન્ના હોય જ છે.દરેક યુવાન તીખા તમતમતા ચાટ જવો હોય છે, દરેક યુવાન  છરીની ધાર જેવો હોય છે, દરેક યુવાન પ્રેમના ઓક્સિજન પર જીવતો હોય છે, સ્વપ્નોના આકાશમાં ઉડતો હોય છે.
કિસીકે વાસ્તે હો તેરે દિલમે પ્યાર,જીના ઇસીકા નામ હૈ.” ગીત સંભાળતા તેની આંખોમાં આંસુ આવી જાય છે,વળીરંગદે બસંતીજોતા જ  બધું જ બદલી નાખવાનો તરવરત તેને પાગલ કરી નાખે છે.
દરેક યુવાન હિન્દ મહાસાગરમાં આવેલા તોફાન જેવો છે.પણ જીવનના વર્ષો આગળ નીકળી જાય છે આ બધું પાછળ રાહી જાય છે, તે પ્રશાંત મહાસાગર જેઓ શાંત બની જાય છે, જેમાં ઉત્સાહનુ મોજું ક્યારેક જ આવે છે, અને આવે પણ છે તો કિનારે પહોંચતા સુધીમાં તૂટીને વેરવિખેર થઇ જાય છે. તેનામાં જીવતા સ્વમીવીવેકાનંદ ક્યાંક ખોવાય જાય છે, માઇકલ જેક્સન તેના હાડકાના દર્દ પાછળ છુપાય જાય છે,કવિ તો અજાગ્રત અવસ્થામાં ઠેલાય જાય છે.તેને સમજાય છે કે કોલેજના લેક્ચર બંક કરવા સહેલા હતા હવે તો બોસની પરમીશન વિના ટોયલેટ પણ નથી જવાતું, ગર્લ ફ્રેન્ડની સાથે પિક્ચરમાં જવું મજાનું હતું પત્ની સાથે શાન્તીથી ડીનર પણ નથી લય શકાતું.
                               ટુંકમાં યુવાની પાછળ છૂટી જાય છે સાથે તેના સપના, તેની ઉમ્મીદ , જોસ,,તેની બધી જ નિશાની પણ પાછળ છૂટી જાય છે. જેવો આ બધી બાબતોને નથી ગુમાવતા તેઓ જીવનની દરેક અવસ્થામાં યુવાન રહે છે, તેઓ જ સફળતા પામે છે , કંઇક કરી બતાવે છે….
      આવા એવરગ્રીન યુવાનોને દિલથી સલામ…….

                        “stay young at last movment of life…..”
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી