Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

25 August 2016

જ્ઞાનપ્રાપ્તિ માટે શેની જરુર છે ?


jhan
જ્ઞાનપ્રાપ્તિ માટે શેની જરુર છે ?
 * અનુભવીઓના સંગની. 
* દઢ નિશ્ચયબળ અને આચરણની. 
* નમ્રતા અને વિવેકની. 
* સાચી જિજ્ઞાસાની અને શ્રધ્ધાની.

23 August 2016

નાસ્તીકતા દીપી ઉઠી –દીનેશ પાંચાલ


–દીનેશ પાંચાલ
એક પ્રૉફેસર મીત્રે કહ્યું : ‘ઈશ્વરચીન્તન દીમાગી કસરતથી વીશેષ કશું નથી. એવા વૈચારીક વ્યાયામની કોઈ નક્કર ફલશ્રુતી હોતી નથી. ઈશ્વર હોય કે ન હોય; માણસ જે રીતે જીવતો આવ્યો છે તેમ જ જીવ્યે રાખશે. તે વનવેમાં ઘુસી જશે અને ટ્રાફીક ઈન્સ્પેક્ટર પકડશે ત્યારે આસ્તીક હશે કે નાસ્તીક, પોલીસને સો પચાસનું પત્તું પકડાવીને છુટી જવાની પેરવી કરશે.’
વાત ખોટી નથી. મુસીબતમાં માણસની ભીતરી સાત્ત્વીકતાનું સાચુ માપ નીકળે છે. અલબત્ત, વીચારપ્રક્રીયાનું મુલ્ય કદી ઓછું હોતું નથી. વીચારો, પ્રશ્નો, સંશયો, ચર્ચા વગેરેથી બુદ્ધીની બૅટરી ચાર્જ થતી રહે છે. વીચારમંથન હમ્મેશાં ફળદાયી હોય છે. તેના વડે જીવનના ધોરી માર્ગો પર છવાયેલા કાંટા, ઝાંખરાં અને રોડા હઠાવીને માર્ગને ચોખ્ખો બનાવી શકાય છે. જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.
વીલ્સન મીઝનરે કહ્યું છે : ‘શ્રદ્ધાનું હું સન્માન કરું છું, પણ કેળવણી તો આપણને શંકામાંથી જ મળે છે !’ શંકા એટલે પ્રશ્નોનું પ્રજનન અને વીચારોનું વાવેતર ! વીચારપ્રક્રીયા અન્ધારામાં ટૉર્ચની ચાંપ દબાવવા જેવી ઉપયોગી ટેવ છે. જેઓ વીચારતા નથી તેઓ ચુંટણીવેળા 40–50 રુપીયા લઈને કહો તેને વોટ આપી આવે છે. દેશની પાર્લામેન્ટમાં 146 ગુંડા ચુંટાઈ આવ્યા છે તે એવા ‘વીચારવાંઝીયાઓ’એ કરેલી બેવકુફીનું પરીણામ છે. બહોળા પરીવારમાં બે બાળકો અપંગ હોય તેના ભરણપોષણની છેવટ સુધીની જવાબદારી બાકીના સભ્યો પર આવે છે, તે રીતે પાર્લામેન્ટમાં એવા ‘દ્વીપગા પશુઓ’ થકી વટાતો ભાંગરો આખા દેશે વેઠવો પડે છે.
વીચારશુન્ય પ્રજા એટલે દેશના બજેટની અદૃશ્ય ખાધ…! એક હાલતું–ચાલતું બાળક તોફાન કરીને ઘર ગજવી મુકે છે. એવું બાળક વગોવાય છે ખરું; પણ પથારીમાં નીષ્ક્રીય પડી રહેતા નીષ્ક્રીય લકવાગ્રસ્ત બાળક કરતાં એ વધુ આશાસ્પદ હોય છે. માબાપે તેની પથારીવશ નીરુપદ્રવતાની ઉંચી કીમ્મત ચુકવવી પડે છે. પેલા તોફાની બાળક કરતાં તે ચાર ગણી મોટી હોય છે.
અમારા પ્રૉફેસર મીત્રે યોગ્ય જ કહ્યું છે – ‘માણસ ચર્ચા કરે છે ત્યારે જ નીયમો, આદર્શો કે સત્યનું યશોગાન કરે છે. જીવનની વાસ્તવીકતામાંથી પસાર થતી વેળા તે તમામ માનવસહજ કમજોરીથી ભરેલો ‘બીબાઢાળ’ ઈન્સાન બની રહે છે. પોતાની ફરજ દરમીયાન જેણે ઘણા ખુનીઓને ફાંસીની સજા સુણાવી હોય એવા ન્યાયાધીશનો પોતાનો દીકરો કોઈનું ખુન કરીને આવે, ત્યારે તે ન્યાયાધીશના વાઘા ઉતરી જાય છે. તે એક પીતા બની જાય છે અને દીકરાને બચાવી લેવાનો તે મરણીયો પ્રયાસ કરે છે.
માણસ આસ્તીક કે નાસ્તીક પછી હોય છે, પહેલાં તો તે એક માણસ હોય છે. ક્યારેક સજ્જન કહેવાતો માણસ પણ મકાનમાલીકને તેના ઘરનો કબજો આપવામાં છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેતો હોય છે. હું ભુલતો ના હોઉં તોપ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એવર્ષો જુનું ભાડેનું મકાન તેના માલીકને હસતાં હસતાં ખાલી કરી આપ્યું હતું.એમના કો’ક લેખમાં એવું વાંચ્યાનું યાદ છે કે ઘરમાં લટકાવેલો જુનો પંખો અને એવું કેટલુંક ફરનીચર સુધ્ધાં તેઓ ત્યાં જ છોડી આવ્યા હતા. આવી ઈમાનદારીથી માણસની નાસ્તીકતા દીપી ઉઠે છે. રૅશનાલીસ્ટ બન્યા પછી માણસ જીવનમાં કેવું વર્તે છે તેમાં રૅશનાલીઝમની લાજ રહેલી છે.
ઈમાનદારીનો તકાજો એ હોય છે કે કો’કની માલીકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ, ત્યારે તેના ઋણી બનતા હોઈએ છીએ. તે માટે આભાર માનવાને બદલે, તેને કોર્ટકચેરીનો માર મારીએ એ શેતાની વૃત્તી છે. સાચી વાત એ છે કે ‘મફતનું લઈશ નહીં’ એ સુત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે, તેટલી મજા પેલી દીવાલ તેના મુળમાલીકને પરત કરી દેવામાં નથી આવતી ! સમાજમાં આવી ઘટનાઓ વીરલ હોય છે. મન્દીર–મસ્જીદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા આસ્તીકો કરતાં; ઈન્સાનીયતમાં માનતા નાસ્તીકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
લોકો વીચારોમાં જુદા હોય છે અને વર્તનમાં પણ જુદા હોય છે. રામાયણની કથામાં મોરારીબાપુના કંઠે રામ અને ભરતના મીલાપની વાત સાંભળી ચોધાર આંસુએ રડી પડતા બે સગા ભાઈઓ, સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાંખે છે. એક વાત નક્કી છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તીક હોય છે તો ક્યારેક નાસ્તીક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો તે જીનેટીકલ એન્જીનીયરીંગની કમાલ કહેવાય ! બાકી, આસ્તીકતા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહે એવું હમ્મેશાં નથી બનતું. ઘણીવાર લોકો કંકુવરણાં કાવતરાં કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
શ્રદ્ધા, સ્‍નેહ અને સૌજન્‍યના વરખમાં વીંટળાયેલી હોય તો જ ઈશ્વરની બૅન્કમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતીહાસમાંથી એવાં અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંશ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્‍તીક હતા; છતાં એમણે માતાની કુંખ લજવી હતી.
એક સંતે કહ્યું છે : ઈશ્વરમાં ન માનતો ખાટકી નખશીખ સજ્જન અને ઈમાનદાર માણસ હોય તો; કોઈ દંભી ધર્મગુરુ કરતાં ભગવાનની નજરમાં તેનું સ્‍થાન ઉંચુ હોય છે. ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’

ધુપછાંવ

અલ્લાહકો નમાઝકી જરુરત નહીં,
ભગવાનકો પુજાકી જરુરત નહીં;
રામ–રહીમ ગલે મીલ જાય તો,
ઈન્‍સાનકો મજબહકી જરુરત નહીં.
– દીનેશ પાંચાલ

સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ –દીનેશ પાંચાલ

–દીનેશ પાંચાલ
માણસ નીત્ય નવી શોધખોળો કેમ કરતો રહે છે તે પ્રશ્નમાં થોડા વધુ ઉંડા ઉતરીએ તો વાત પેલી કહેવત પર આવીને અટકે : ‘નેસેસીટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’ (જરુરીયાત એ શોધખોળની જનેતા છે). વાત ખોટી નથી. ભુખ ના જન્મી હોત તો ખેતીની શોધ થઈ હોત ખરી ? વસતી–વધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે કુટુમ્બ–નીયોજનની શોધ ના કરી હોત. ઉંદરો નુકસાન ના કરતા હોત તો માણસે છટકું ના બનાવ્યું હોત. મચ્છરો સખણાં રહ્યાં હોત તો ડી.ડી.ટી. છાટવાની જરુર ના પડી હોત. માણસે વાહનોની ગતી પર નીયન્ત્રણ રાખવા માટે બ્રેક બનાવી; પણ યુવાનો જીવલેણ ગતીની છન્દે ચઢયા તેથી ડામર રોડ વચ્ચે માણસે ટેકરા ઉભા કરવા પડ્યા. અમારા મીત્ર બચુભાઈ કહે છે : ‘ઍક્સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધીક વ્યવહાર હદ વટાવે છે ત્યારે ઓર્થોપેડીક હૉસ્પીટલના પાયા નંખાય છે !’
ભાલા, ખંજર, છુરા, ગુપ્તી, તલવાર… એ બધા હીંસા–સંસ્કૃતીના પુર્વજો ગણાય. ભાલા–સંસ્કૃતીનું મોર્ડન કલ્ચર એટલે મશીનગન, રાઈફલ, હેન્ડગ્રેનેડ, અણુબોમ્બ. ફાંસીના માંચડાનો જન્મ તો બહુ પાછળથી થયો. ટુંકમાં જુલ્મગાર, ગુનેગાર અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્યારે કાયદો, કારાગાર અને ફાંસીગરની જરુર પડે છે. તાત્પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળાં ના બનાવ્યાં હોત. તાળાં તુટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતરાવતો હોત. વીમા કંપની જો અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્થાપવાની જરુર જ ના પડી હોત ! માણસની સમસ્યાઓ અને સમાધાનો એકમેક સાથે(દાંતાવાળાં ચક્રોની જેમ) જોડાયેલાં છે. ઉંટે ઢેકા ના કર્યા હોત તો માણસે કાંઠા કરવાની જરુર પડી હોત ખરી ? ‘જરુરીયાત’ અને ‘શોધખોળ’ એ જીન્દગીના સમાન્તર પાટા પર હાથમાં હાથ નાખીને દોડતી બે સગી બહેનો છે.
માણસે જીવનમાં કાપકુપ ભેગી સાફસુફ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્ને વીના એને ચાલતું નથી. મદારીના કરંડીયામાં સાપ અને નોળીયા સાથે રહે, તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય એ પહેલાં મેઝરટેપ પોતાનો ચુકાદો સંભળાવે છે. ક્યાંથી કેટલું કાપીને દુર કરવું અને ક્યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભુમીકા, સોય અને કાતર કરતાં વધુ મહત્ત્વની છે.
મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો ! દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે.ધર્મની મેઝરટેપ, શીક્ષણની મેઝરટેપ, સમાજની મેઝરટેપ ! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, અને એ છે ‘વીજ્ઞાન અને સત્ય’ની મેઝરટેપ. તેનું નામ છે : ‘રૅશનાલીઝમ !’ શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતા નથી. તેથી રૅશનાલીઝમનું નામ પડતાં જ તેમનું મોં ચઢી જાય છે. આસ્તીકોની ફુટપટ્ટીમાં દશ ઈંચ હોય છે. નાસ્તીકોની ફુટપટ્ટીમાં ચૌદ ઈંચ હોય છે. એક માત્ર વીજ્ઞાન પાસે ‘બાર ઈંચની સાચ્ચી’ ફુટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનીક તારણ પર આઈ.એસ.આઈ.નો માર્કો લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠ્ઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવાં સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે ‘સોનાને સોનું’ અને ‘કથીર ને કથીર’ કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી. પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોના–ચાંદીને ખરીદતો માણસ, ભગવાનના મામલામાં જરાય ગંભીર નથી. તે જ્યાંથી જેવો મળ્યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં તે ખરીદી લે છે. વીજ્ઞાનના ઘડીયાળમાં તો સત્યના સાચા ટકોરા જ પડે છે.
આસ્તીક–નાસ્તીક વચ્ચે હમ્મેશાં એક અદૃશ્ય ગજગ્રાહ ચાલતો આવ્યો છે. બન્ને સમ્પુર્ણ સાચા ના હોઈ શકે અને સમ્પુર્ણ ખોટા પણ ના હોઈ શકે. પણ સત્ય તો એક જ હોય છે ! અર્થાત્ બેમાંથી કોઈ એકની પાસે અસત્ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જીદ પર અડી જાય ત્યારે વીજ્ઞાનની બાર ઈંચવાળી અસલી ફુટપટ્ટીની જરુર પડે છે. આસ્તીક સમકક્ષ કોઈ અજાણ્યા બાળકને એમ કહી રજુ કરવામાં આવે કે, આ તમારો નાનપણમાં ખોવાઈ ગયેલો દીકરો છે, તો તે કોઈપણ ચકાસણી વીના સ્વીકારી લે છે. નાસ્તીકોનું દુ:ખ એ છે કે ખુદ તેમનાં માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારાં માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની જીદ પકડે છે. બન્ને વચ્ચે કેવળ સત્યની જ લડાઈ હોત, તો સત્ય સાબીત થયા પછી હાર–જીતની નામોશી વીના સૌએ તે સ્વીકારી લીધું હોત. પણ બન્ને ઈચ્છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્ય તરીકે સ્વીકારે. કોઈ પોતાની મમત છોડવા માગતું નથી.
ન્યાયનો તકાદો એ છે કે પ્રત્યેક બૌદ્ધીકે એવું વલણ રાખવું જોઈએ કે આસ્તીક–નાસ્તીક જે માનતા હોય તે, પણ વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું. મુશ્કેલી એ છે કે વીશ્વભરના તમામ વીજ્ઞાનીઓમાં પણ ઈશ્વર અંગે મતમતાન્તરો પ્રવર્તે છે. એ સંજોગોમાં શું કરવું ? આખો પ્રશ્ન ભવીષ્ય પર છોડી દઈ સૌએ પોતપોતાનું કામ કરતાં રહેવું જોઈએ. આમેય ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય કે ન હોય, માનવીની રોજીન્દી જીન્દગીમાં તેનાથી કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુ:ખ–દર્દો ઓછાં થઈ જવાનાં નથી. ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.
આનન્દની વાત એ છે કે વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’ ! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. એકવીસમી સદી, ‘વીજ્ઞાન’ અને ‘સત્ય’નાં બીમ–કૉલમ પર ઉભી છે. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડેડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ’ ઓફ અવર ફોરફાધર્સ !
  દીનેશ પાંચાલ

image

પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ? –વર્ષા પાઠક


પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?

–વર્ષા પાઠક
દર વર્ષે ગણપતીના આગમનનો દીવસ નજીક આવે, એટલે મુમ્બઈના મ્યુનીસીપલ કમીશ્નર જાહેર કરે કે, ગણેશ વીસર્જન પહેલાં મુમ્બઈના રસ્તા પરના તમામ ખાડા પુરી દેવાશે. વર્ષોથી આ આશ્વાસન સાંભળતા આવેલા અમારા એક મીત્રે ચીઢાઈને કહેલું કે, આનો અર્થ તો એવો થાય કે બાપ્પાની આવન–જાવન ન થાય તો શહેરના રસ્તા સુધરે જ નહીં. ગુસ્સો વાજબી છે. મુમ્બઈના રસ્તા અત્યન્ત ખરાબ છે.
એમાંય ચોમાસા વખતે તો અમુક વીસ્તારોમાં એવી હાલત હોય છે કે, રસ્તામાં ખાડા નહીં; ખાડામાં જ સહેજસાજ રસ્તો હોય એવું લાગે છે. દેશની સહુથી શ્રીમન્ત અને કદાચ સહુથી ભ્રષ્ટ મુમ્બઈ મહાનગરપાલીકારસ્તા બનાવવા અને પછી રીપેરીંગ કરવા માટે એવા બદમાશોને કોન્ટ્રેક્ટ આપે છે, કે નવાનક્કોર રસ્તા પર એક વરસાદ પડતાંની સાથે મોટાં ગાબડાં પડી જાય છે. હાડવૈદો અને ગેરેજવાળાની દીવાળી વહેલી આવી જાય છે. ઉંચું જોઈને ચાલવાની આદત અહીં મહા ડેન્જરસ છે.
મુમ્બઈના નામે આવો કકળાટ કરતાં બેઠાં હતાં, ત્યાં છાપામાં વાંચ્યું કે, રાજકોટ મહાનગરપાલીકાએ પવીત્ર શ્રાવણ મહીના દરમ્યાન એક અનોખો સેવાયજ્ઞ કરવાનો નીર્ણય લીધો છે(હવે તો એ શરુ પણ થઈ ગયો હશે). આનો યશ કૉર્પોરેશનની સેનીટેશન કમીટીના ચેરમેનને આપીને કહેવાયું હતું કે, આખાયે શ્રાવણ મહીના દરમીયાન શીવમન્દીર અને ભાવીકોનો પ્રવાહ વધુ હોય એ મન્દીરોની બહાર અને અન્દર પણ, રોજેરોજ સઘન સફાઈ થશે. રામનાથ મન્દીરની બાજુમાંથી જતી નદીમાંથી ગન્દકી દુર કરાશે, ખુલ્લી જમીનમાં ઉગી નીકળેલું ઘાસ કાઢી નખાશે, મન્દીરોની આસપાસ જન્તુનાશક દવાનો છંટકાવ થશે, મન્દીરની અન્દર અને બહાર સરખી સફાઈ થાય છે કે નહીં, એ જોવા માટે ચેરમેનસાહેબ મન્દીરોની સરપ્રાઈઝ વીઝીટ મારશે વગેરે વગેરે.
પહેલી નજરે સારા સમાચાર હતા; પણ પછી અળવીતરા દીમાગમાં જાતજાતના સવાલ અને વીચારો ફુટી નીકળ્યા, જે તમારી સાથે શૅર કરવા છે. વાંચીને ગુસ્સો આવે તો યાદ કરવું કે આ શ્રાવણ મહીનો છે, શારીરીક, માનસીક અને લેખીત હીંસા કરાય નહીં.
પહેલો વીચાર એ કે, શ્રાવણ મહીનો ન આવે તો/ત્યાં સુધી મહાપાલીકા આવું સફાઈકામ કરે જ નહીં ? મન્દીરોની આસપાસની જગ્યા સાફ રાખવાની જવાબદારી જો ખરેખર મહાપાલીકાની હોય તો એ માત્ર શ્રાવણ મહીના પુરતી શું કામ સીમીત રહેવી જોઈએ ? બાકીના મહીના બધા અપવીત્ર ?
અને પછી એ મોટો પ્રશ્ન કે ધાર્મીક સ્થળોની આસપાસના રસ્તા અને નદીનાળાની સફાઈ કરવાનું કામ ચોક્કસ મહાપાલીકાનું છે; પણ મન્દીરની અન્દર સફાઈ કરવાની જવાબદારી ખરેખર એમની છે ? મન્દીરના ટ્રસ્ટીઓ, પુજારીઓ, રોજેરોજ કે વારતહેવારે ત્યાં આવતાં ભાવીકો, મન્દીરની બહાર લારી કે દુકાન લગાવતા લોકો… આ બધાંને કંઈ પુછવાનું જ નહીં ? કચરાના ગંજ ખડકાય છે; કારણ કે આ લોકો બેફામ ગન્દકી કરે છે.
મહાનગરપાલીકા હવે મન્દીરની સફાઈ કરવાની છે, એ જાણીને તો આ સહુ ગેલમાં આવી ગયા હશે કે, હાશ, હવે આપણે કોઈ ચીંતા કરવાની નથી. મન ફાવે એટલી ગન્દકી કરો, બીજે દીવસે કૉર્પોરેશનના કામદારો સફાઈ કરી જશે. શ્રાવણ મહીના દરમીયાન મહાપાલીકાએ ચકચકીત રાખેલાં દેવદહેરાં ભાદરવા પછી પણ એટલાં જ ચોખ્ખાચણક રહેશે ? નહીં રહે તો વાંક કોનો ? અને ચાર દીવસની ચાંદની, અર્થાત્ ચોખ્ખાઈ પછી પાછા હતા ત્યાંના ત્યાં થઈ ગયા, એ જોઈને મહાદેવને કેવું લાગશે ?
આ છેલ્લા પ્રશ્નનો જવાબ જો કે સહેલો છે. મહાદેવને કંઈ નહીં લાગે. આ વખતે શ્રાવણ મહીના દરમ્યાન મન્દીરોની અન્દર બહાર સફાઈ જોઈને એમને કદાચ હળવો આંચકો લાગશે; બાકી ગન્દકીથી તો એ વર્ષોથી ટેવાઈ ગયા છે. મન્દીરોમાં ભક્તી અને ભાવીકો જેટલાં વધુ, એટલી ગન્દકી પણ વધુ. તહેવારોમાં ભક્તી અને ગન્દકી, બન્નેનું ઘોડાપુર ઉમટે. નાની હતી ત્યારે મને એક વાર પ્રશ્ન થયેલો કે, ચર્ચની અન્દર તો લોકો બુટ–ચમ્પલ પહેરીને જાય છે, તોયે ત્યાં ગન્દકી કેમ નથી થતી ? પપ્પાએ આનું કારણ સમજાવવા માટે સામો પ્રશ્ન પુછ્યો હતો કે, ચર્ચની અન્દર જીસસ ક્રાઈસ્ટ અને મધર મૅરીની મુર્તી પર દુધ કે તેલનો અભીષેક થાય છે ? એમની સામે કોઈ શ્રીફળ વધેરે છે ? પડીયામાં શીરાનો પ્રસાદ મળે છે ?
કહેવાનો મતલબ એ નહીં કે, ખ્રીસ્તીઓ હીન્દુઓથી ચઢીયાતા છે કે વધુ ચોખ્ખા છે. સીધીસાદી વાત એટલી કે, ભગવાનને જેની કોઈ જરુર નથી, એવી ચીજો ચઢાવીને આપણે દેવસ્થાનોને ચીકણાં, ગોબરાં કરતાં રહીએ છીએ. તમે જ કહો હનુમાનજીને તેલથી નવડાવીને ખુશ કરી શકાય, એવું રામાયણમાં ક્યાં લખ્યું છે ? દક્ષીણ ભારતનાં ઘણાં મન્દીરોમાં હજી અન્દર પ્રવેશો, ત્યાં કોઈ પુજારી–કમ–વેપારી તમારા હાથમાં તેલ ભરેલાં કોડીયાં પકડાવી દે. ભગવાન પાસે જઈને આ દીવા પ્રગટાવો, એ પહેલા કેટલુંયે તેલ છલકાઈને નીચે પડી ગયું હોય. મારી એક કઝીન ગઈ દીવાળીમાં જગન્નાથપુરીના વીશ્વવીખ્યાત મન્દીરમાં ગયેલી. ત્યાં વળી ભાતનો પ્રસાદ અપાતો હતો. ખવાતો હતો, એટલો ઢોળાતો હતો. એના પર લોકો ચાલતા હતા. ચીકણી ફર્શ પર લપસી પડતાં એ માંડમાંડ બચી.
વૃક્ષો કે છોડ પર હોય ત્યાં સુધી ફુલપાન સુંદર લાગે છે; પણ મન્દીરમાં એના ઢગલા થાય અને સડી જાય ત્યારે ઉકરડાંથીયે વધુ ગન્ધાય છે ! શ્રાવણ મહીનામાં શીવજી પર હજારો, લાખો બીલીપત્ર ચઢાવીને આપણે શું સાબીત કરવા માગીએ છીએ ? આ સવાલ પાછળ આજે મળેલાં એક બહેન જવાબદાર છે. પાંસઠ વર્ષની આ ગુજરાતી ગૃહીણી અત્યન્ત ધાર્મીક છે, શ્રાવણ મહીનામાં રોજેરોજ શીવલીંગ પર દુધનો અભીષેક કરવાનો એમનો નીયમ હતો; પણ છેલ્લાં ત્રણેક વર્ષથી એ શીવજીને નવડાવવા માટે માત્ર પાણી વાપરે છે અને શ્રાવણ મહીનામાં સ્પેશીયલ બાથ તરીકે પાણીના લોટામાં બે–ત્રણ ટીપાં દુધ નાખે છે. સદનસીબે એમની જેમ હવે અનેક ભક્તો અને મન્દીરોએ દુધનો વ્યય બન્ધ કર્યો છે.
પરન્તુ આ બહેને તો હવે ભગવાનને ફુલપાન ચઢાવવાનું પણ માંડી વાળ્યું છે; કારણ કે થોડા સમય પહેલાં, એમણે મન્દીરમાં ભેગાં થયેલાં ફુલપાન ઉકરડામાં ફેંકાતાં જોયાં. આ કોઈ નવી વાત નહોતી; પણ એમણે પહેલી વાર નજર સામે જોયું અને આઘાત પામી ગયાં ! શ્રાવણ મહીનામાં શીવજી પર સવા લાખ બીલીપત્ર ચઢાવવાનો વર્ષો જુનો કાર્યક્રમ એમણે રદ કરી નાખ્યો છે. જે મન્દીરોએ દુધનો અભીષેક અટકાવી દીધો છે, એ પણ આવાં ફુલપાનનો અભીષેક બન્ધ કરીને એટલાં ફુલઝાડ વાવવાનો નીયમ શરુ કરે તો ભગવાને સર્જેલી દુનીયા પાછી કેટલી હરીયાળી થઈ જાય ? જસ્ટ ઈમેજીન, શીવજીના મન્દીરની બહાર બીલીવૃક્ષોનું વન ઉભું થયું હોય, એના પર પક્ષીઓ કીલ્લોલતાં હોય, નીચે છાંયડામાં બેઠેલાં લોકો શીવસહસ્ર જપતાં હોય અને વૃક્ષ, છોડવામાંથી ખરી પડેલાં ફુલપાન એક જગ્યાએ ભેગાં કરીને એમાંથી ખાતર બનાવવાનો ઉદ્યમ ચાલતો હોય…
અને હા, મન્દીરની બહાર ચઢાવવાની અને ખાવાપીવાની વસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે કચરાટોપલી રાખવાનું ફરજીયાત હોય, વેફર કે માવો ખાઈને ખાલી પડીકાં ફેંકનારા ભક્તોને દંડ થતો હોય. શ્રાવણ મહીનામાં દંડ બમણો થઈ જતો હોય. ભક્તો ભગવાનને પગે લાગ્યા પછી મહીનામાં એક વાર મન્દીરની સફાઈમાં જોડાતા હોય… આવું થાય તો વરસનો દરેક મહીનો શ્રાવણ થઈ જાયને.
– વર્ષા પાઠક

mox

22 August 2016

જીવનનાં મૂલ્યો શીખવશે કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ

જીવનનાં મૂલ્યો શીખવશે કોણ ? – ડૉ. ઊર્મિલા શાહ

‘અરે શું મમ્મી ! આમ તો ઘણું આવડતું હતું, પણ બે પ્રશ્નો એવા પૂછી નાખ્યા હતાં કે તે આવડ્યાં નહીં… ગઈ વખતે તે પૂછાયા હતાં અને એટલે અમે બધાએ એમ માન્યું હતું કે આ વખતે કંઈ એ પ્રશ્નો ફરી નહીં પૂછાય અને વળી સાહેબે પણ એવું જ કહ્યું હતું કે ‘એની પર બહુ ધ્યાન નહીં આપો તો ચાલશે.’ એટલે તો મેં વળી એ સાવ જ નહોતું વાંચ્યું. એમાંથી જ પૂરા બે પ્રશ્નો પૂછાયા મને તો પેપર જોઈને જ એવી ચિંતા થઈ…. પહેલી દસ મિનિટ તો સમજ જ ન પડી કે શું કરવું. જરા ગભરાઈ પણ ગઈ…. પણ પછી પાણી મંગાવ્યું ને પછી આવડતા હતા તે પ્રશ્નો લખવા માંડ્યા….’
‘તે બધાંને જ એવું થયું હશે ને ?’
‘હા મમ્મી, થોડું ઘણું તો એવું ખરું જ પણ અમારા કલાસમાં તો બધાં એટલી ચોરીઓ કરે છે કે ન પૂછો વાત….’
‘કેમ ચોરી કેવી રીતે કરે ? સુપરવાઈઝર ન હોય ?’
‘અરે ! જવા દે ને વાત… મમ્મી…. સુપરવાઈઝરને તે વળી શું પડી હોય ? ક્યાં વર્ગની બહાર છેક બારણા આગળ જઈને ઊભા ઊભા બહાર શું થાય છે તે જોતાં હોય…. સપ્લીમેન્ટરી જોઈતી હોય અને કેટલીય વખત બેન્ચ પર ઠકઠક કરીએ ત્યારે માંડ સાંભળે ને તેય સપ્લીમેન્ટરી આપવા અંદર આવે તો આવે ને નહીં તો કહે કે જાતે ઊભા થઈને લઈ લો.’

‘શું વાત કરે છે ? ચાલુ પરીક્ષાએ તમારે ઊભા થઈને સપ્લીમેન્ટરી લેવાની ? સમય ન બગડે ? અમે ભણતાં હતાં તો એક વખત બેઠાં તે બેઠાં. પછી ન જરા ખસીએ કે ન વાત કરીએ ને તોય હંમેશાં મને ટાઈમ ખૂટે… એટલું બધું લખવાનું હોય… હવેની પરીક્ષાઓ તો કંઈક જુદી જ થઈ ગઈ છે !’
‘અરે મમ્મી, તું આવીને જુએ તો તને ખબર પડે… પેલો કેયૂર, ખિસ્સામાંથી વારાફરતી કાપલીઓ કાઢતો જાય અને લખતો જાય…. સુપરવાઈઝર વર્ગમાં હાજર રહે તો તેમને ખબર પડે ને ! અને એની પાછળ બેઠેલી નિકિતા, કેયૂર લખી લખીને સપ્લીમેન્ટરી નીચેની પાટલી પર મૂકે એટલે એમાં જોઈને નિકિતા ધડાધડ પેપર લખ્યે જ જાય…. પકડાવાની કંઈ ચિંતા વિના જ…. બિન્દાસ થઈ તે કોપી કરતી હતી…. હું એની પાછળ હતી, મેં પણ કીધું, તું લખીને સપ્લીમેન્ટરી મૂકતી જા ને, કેયૂરની જેમ ! તો એણે શું કહ્યું ખબર છે ? “હું પકડાઈ ન જાઉં ?” – કેયૂરમાંથી કોપી કરતાં એને પકડાવાની બીક નથી લાગતી અને મને લખવાનું જોવા દેતાં એને બીક લાગે છે. ને મેં જરા ઊંચા થઈને જોવાનો પ્રયત્ન કર્યો તો આખા પેપર ઉપર એવો તો હાથ ઢાંકી દીધો…. ચાંપલી નહીં તો, સાવ કંજૂસ છે એ તો, થોડું એનામાંથી જોઉં તો એમાં એના માર્ક્સ કંઈ ઓછા ઘટી જવાના હતા ! બહુ હોશિયાર ન જોઈ હોય તો !’
‘નિકિતાય ખરી છે ને ! એટલું જોવા દે એમાં શું ફેર પડે ?…. પરીક્ષામાં નંબરે ય કોણ જાણે એવો આવી જાય છે કે ક્યારેક બધી બાજુથી તકલીફ પડી જાય છે. કોઈનું કંઈ ભલું થતું હોય તો એમાં શું વાંધો ?’ નિમિત્તાના મમ્મીએ પણ નિમિત્તાને સાથ આપ્યો ને મને આશ્ચર્ય થયું !
દિવસે દિવસે આપણાં મૂલ્યો કેટલા બદલાતાં જાય છે !…. મને બરાબર યાદ છે. મારો નાનો ભાઈ રૂચિર, તેને ચાર પાંચ વર્ષ પહેલાં પરીક્ષા હતી. એ અંગ્રેજી મિડિયમમાં ભણતો હતો ને પ્રશ્નપત્રમાં કંઈક પ્રાર્થના પૂછાયેલી જે તેમને શિખવાડેલી નહીં. પણ કેટલીક સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવવામાં આવતી હતી. એટલે થોડાંક છોકરાંઓએ તો તે ધડાધડ લખવા માંડી, એમાં જોઈને વર્ગનાં બીજા કેટલાંક છોકરાંઓએ પણ તે લખી નાંખી.
‘સર તો કંઈ જ બોલે નહીં. મમ્મી સાચું કહું ? ત્યારે મને પણ થયું કે હુંય શું કામ ન લખું ? આટલા માર્ક્સ નકામા શું કામ જવા દઉં ?’ રૂચિરે કર્યું, ‘પણ ત્યાં તો મમ્મી મને તારું મોં દેખાયું ને હું એકદમ અટકી ગયો. ભલે ઓછા માર્ક્સ આવે, પણ હું ચોરી નહીં જ કરું.’ એવો મનોમન નિશ્ચય કર્યો, ‘મમ્મી મને મનમાં ડર તો છે જ કે ઓછા માર્ક્સ આવશે, પણ તો પછી હું શું કરું મમ્મી ? અમારા બેન તો વર્ગમાં કંઈ પણ ધ્યાન આપતાં જ નથી. બધું આવું જ ચાલતું હોય છે. મનેય બહુ મન થઈ જાય છે, મમ્મી.’
‘બેટા ! તું ચિંતા ન કર, ભલે ઓછા માર્ક્સ આવે…. એમ ચોરી કરીને વધુ માર્ક્સ આવે એનો શો અર્થ છે ? આપણને એવું ન પોસાય…. ચોરી તો કરવાની જ નહીં…. આપણને આવડતું ન હોય, આપણે પૂરી મહેનત ન કરી હોય ને એમ બીજામાં જોઈને લખીએ એટલે આપણા મનને ખોટો સંતોષ થાય કે કાંઈ નહીં બધું લખ્યું તો છે ને ! અને વળી વધુ માર્ક્સ આવે એટલે આપણે નિશ્ચિત બની જઈએ અને એટલે આપણો અભ્યાસ કાયમ કાચો રહી જાય….. મનને એવો ખોટો સંતોષ આપવાથી સૌથી મોટું નુકશાન તો આપણને પોતાને જ થાય છે, એમાં બીજાને એનો મોટો ગેરલાભ થતો નથી, બેટા !’ રૂચિરને તેની માએ વહાલથી માથે હાથ ફેરવી શિખામણ આપી. રિઝલ્ટ આવ્યું. રૂચિરને ઓછા માર્ક્સ આવ્યા તેનું દુ:ખ ચોક્કસ થયું, પણ તેણે ખોટું કામ નહોતું કર્યું. પરીક્ષામાં ગેરરીતિ આચરી ન હતી, તેનો તેના મનમાં સંતોષ હતો. તેનામાં આત્મવિશ્વાસ હતો. તેના જીવનનું એ જ સાચું ઘડતર હતું, પણ આજે આવા વિદ્યાર્થીઓ કેટલા ? પરીક્ષાના માર્ક્સને જ ફક્ત પારાશીશી તરીકે અવગણીને સંતાનના ઘડતરને જ વધુ મહત્વ આપનાર માબાપ કેટલા ?
આજે તો ચારેકોર અનીતિનો એટલો બધો પવન ફૂંકાયો છે કે વિદ્યાર્થીમાં સત્યનિષ્ઠા અને જીવનના આવા મહામૂલાં મૂલ્યોને જાળવી રાખવા એ પણ બહુ કપરું કામ છે. માબાપ પણ યેનકેન પ્રકારેણ વધારે માર્ક્સ કેમ આવે તે માટે સંતાનને પ્રેરણા આપતા હોય છે. ‘એમાં શું ? બાજુવાળી છોકરી જોવા ન દે ? કંજૂસ નહીં તો… એમ થોડું જોવા દે ને લખવા દે તો એમાં એનું બગડી જવાનું હતું ?’ આવી શિખામણ અને દોરવણી આપતાં માબાપોને હું જોઉં છું ને મનોમન ધ્રૂજી ઊઠું છું. હે ભગવાન ! આ નવી પેઢીનું શું થશે ? જેનો તમને અધિકાર નથી એ યેનકેન પ્રકારેણ મેળવનાર ચારેકોર આજે પથરાઈને પડ્યા છે અને એટલે જ એ સિદ્ધિની આજે કિંમત કેટલી ? સાધના વિના સિદ્ધિ હોય જ કેવી રીતે ? પણ આજે તો એવું વિચારવાનું જ ક્યાં છે ? મનમાં જે ધાર્યું તે થવું જ જોઈએ.
પેપર ખરાબ ગયું છે ?…. તે વાંચ્યું નહીં, મહેનત ન કરી એટલે હવે એ ફળ તો તારે ભોગવવું પડશે જ ને ! એવું કહેતાં આજે માબાપ જોવા મળે છે ખરા ? ‘પરિશ્રમ એ જ પારસમણિ’નો પાઠ શીખવનાર આજે માબાપ કેટલા જોવા મળે છે ? ઉપરથી બાળક આવી ફરિયાદ કરે, ત્યારે બીજું ચક્કર ચાલુ કરી દે છે. પેપર ક્યાં તપાસવા ગયું છે… પાછલે બારણેથી માર્ક્સ કેવી રીતે વધારવા તેનાં પૂરજોશમાં પ્રયત્નો ચાલુ કરી દે છે. ‘કંઈ નહીં બેટા ! ચિંતા ન કરીશ એ તો આપણે બધું બરાબર કરી દઈશું…. તારા બાપ પાસે પૈસા છે, ફિકર શું કરે છે ? પૈસાથી આ દુનિયામાં બધુંય થાય છે.’ કહી એ પોતાનાં જ સંતાનને ઊંઘા પાટે ચડાવે છે.

એના જ સંતાનની કર્તવ્યનિષ્ઠા તો તૂટે જ છે, પણ સાથે પ્રમાણિકતા પણ નષ્ટ થાય છે. પરીક્ષાનાં વધારે માર્ક્સની ઘેલછા પાછળ ધમપછાડા કરતાં આવાં માબાપો તેમના જ સંતાનોમાં જીવનનાં મૂલ્યોને અડફેટે ચડાવીને પોતાનાં જ પગ પર કુહાડો મારે છે. એ જ સંતાનો ભવિષ્યમાં તેના પોતા માટે પણ પછી એવી અપ્રમાણિકતા આચરતા અટકાવ્યા અટકતાં નથી ને ત્યારે માબાપને માટે પશ્ચાતાપના અગ્નિમાં શેકાયા કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ રહેતો નથી ને ત્યારે બહુ મોડે તેમને સમજાય છે કે આ તો ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં….’ પણ બાજી હાથથી ગયા પછી શું ? નવી પેઢીના આવા ઘડતર માટે આપણે પોતે જ આમ અવરોધ બનીને ઊભા રહી જઈએ તો કોઈ બીજું શું કરી શકે !!!

પ્રાર્થના એટલે શું? – દિલશાદ રફિક ચુનારાપ્રાર્થના એટલે શું? – દિલશાદ રફિક ચુનારા

પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ સ્વ-પ્રત્યક્ષીકરણ માટે ત્રણ માર્ગો જણાવે છે. જેમાં પહેલો છે જ્ઞાનનો માર્ગ, બીજો છે કર્મ, એટલેકે કાર્યનો માર્ગ અને ત્રીજો છે ભક્તિ એટલેકે આધિનતાનો માર્ગ.
એ ત્રીજો માર્ગ છે, જે ભક્તિનો માર્ગ છે, જે એક મનુષ્યને પોતાના અહમ, ઘમંડ અને અભિમાનને નાબુદ કરીને સર્વ-શક્તિમાન ઈશ્વરની આધિનતામાં ગરકાવ થઇ જવા માટે માર્ગદર્શન આપે છે અને એટલા માટે ભક્તિ, એ પ્રાર્થનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. નિયમિતપણે પ્રાર્થના કરવાથી મનુષ્યમાં એ વિશ્વાસ વિકસિત થાય છે કે સર્વ-શક્તિમાન ઈશ્વર હંમેશા તેની સાથે છે.
સર્વ-શક્તિમાન ઈશ્વરને યાદ કરવા માટે ઘણીવાર પ્રાર્થના બોલવામાં આવે છે અથવા તો સાથે મળીને ગાવામાં આવે છે. જે મનુષ્યોના ધર્મ સાથેના સંબંધને વિકસાવે છે અને તેથી તેનો અન્ય જીવો સાથેનો સંબંધ પણ વિસ્તરે છે. દરેક ધર્મમાં પ્રાર્થનાના જુદાં-જુદાં સ્વરૂપો જોવા મળે છે, જોકે તે દરેકમાં એક સમાન સત્વ જ સમાયેલું જોવા મળે છે અને તે છે સર્વ-શક્તિમાન ઈશ્વર પાસે યાચનાઓ કરવાનું.
પ્રાર્થના, એ એક આચરણ છે, જે મનુષ્યની શક્તિ, કરુણા અને ડહાપણની આંતરિક ક્ષમતાને જાગૃત કરે છે. પ્રાર્થનાની એક સુંદરતા એ છે, કે પ્રાર્થના ક્યારે પણ અને કોઈ પણ સ્થળે કરી શકાય છે અને તે દ્વારા, સામાન્ય અને ભૌતિક બાબતોને જાગૃતિના માર્ગમાં પરિવર્તિત કરી શકાય છે અને તે ઊંડા આધ્યાત્મિક જોડાણ વડે મનુષ્યનું જીવન સમૃદ્ધ બને છે.
પ્રાર્થના, યોગ્ય રીતે, સાચા મનોભાવ સાથે અને સ્વ-આધિનતા સહીત ઈશ્વરના સ્મરણ થકી તેની ક્ષમા યાચવા માટે કરવામાં આવે તો તેની અસર કાયમી રહે છે. એકાગ્રતા અને એક મનથી કરેલ પ્રાર્થના પૂરી થઇ ગયા પછી પણ પ્રાર્થીનું મન ઈશ્વરના સ્મરણથી અને આશાઓથી ભરેલું હોય છે જે મનુષ્યને પાપો અને અનિષ્ટ કાર્યોથી વંચિત રાખે છે. આમ, પ્રાર્થના મનુષ્ય માટે એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા સમાન બની રહે છે.
પ્રાર્થનાનું ખરું મહત્વ શું છે? શા માટે પ્રાર્થના કરવી જોઈએ?. ઘણીવાર મનુષ્ય પોતાના માટે, પોતાના સ્વજનો અને સ્નેહીજનો માટે પ્રાર્થના કરે છે, ઘણીવાર કઈ મનગમતું મેળવવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.
પરંતુ આ પ્રશ્ન ઓ હજુ પણ પ્રશ્ન જ રહ્યો છે, કે કેટલીવાર મનુષ્ય સારી પરિસ્થિતિમાં, સુખમાં ઈશ્વરને યાદ કરે છે? અથવા તો ઈશ્વરની પ્રાર્થના ત્યારે જ કરે છે જયારે જરૂર હોય અથવા જયારે કોઈ મુશ્કેલીમાં સંપડાઈ ગયા હોય? આપણને એ યાદ કરવું જોઈએ કે આ અપાર કૃપાઓ બદલ છેલ્લે ક્યારે આપણે ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો? કે જયારે આપણો આખો દિવસ ખુબ જ સારી રીતે પસાર થઇ ગયો હતો, અથવા તો આપણે કામ પરથી સહી સલામત ઘરે પાછા ફર્યા હતા.
ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તે માટે મનુષ્યએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પ્રાર્થના ફક્ત એક સામાન્ય જરૂરીયાત નથી પરંતુ તે એક ભાવના પણ છે કે જે થકી મનુષ્ય ઈશ્વરની અવિરત મળતી અપાર કૃપાઓ બદલ તેનો આભાર વ્યક્ત કરી શકે.
– દિલશાદ રફિક ચુનારા 

તુષાર ભટ્ટ, Tushar Bhatt

ગુજરાતી સારસ્વત પરિચય


April 18, 2009

તુષાર ભટ્ટ, Tushar Bhatt

તુષાર ભટ્ટ
તુષાર ભટ્ટ
“ આ પુસ્તકનું નામ ‘રેતીમાં રેખાચિત્રો’ નહીં પણ ‘ પથ્થર પર રેખાચિત્રો’ હોવું જોઈએ. “ – મનુભાઈ પંચોળી – ‘ દર્શક’
‘ એ બોલે ત્યારે હાસ્યકાર લાગે , અને લખે ત્યારે કલામીમાંસા સુધી પહોંચી શકે.”
“ એમની આત્મ ચિકીત્સક વૃત્તિ એમને ભારેખમ સાહિત્યપ્રેમ અને લોકપ્રિયતાનો નશો- આ બેઉ અંતિમોમાંથી બચાવે છે. – રઘુવીર ચૌધરી
જીવનમંત્ર – ‘ તમે મોટાં કામ કરો, તે અગત્યનું નથી. જરુરી એ છે કે, જે કરો તે ચીવટ અને લગાવથી કરો : ભલે તે નાનું કામ હોય કે મોટું.”

# તેમના લેખો :    -  1  -  :   -  2  -   :   -  3  -     :   -  4  -
——————————————————————————————- ‘
સમ્પર્ક         Tushar Bhatt, J3/14, Patrakar Colony No.1, Vijaynagar, Naranpura, Ahmedabad PIN 380 013. Phones: 27432152. E-mail: tusharbhatt94@yahoo.com
જન્મ
 • 7, જાન્યુઆરી- 1942, ચીખલી ( જિ. – નવસારી)
કુટુમ્બ
 • માતા * –  ભદ્રાબેન ( દેવકી – નાની ઉમ્મરમાં ગુજરી ગયાં હતાં ), મંજુલાબેન  (જશોદા – નવી માતા);
  પિતા – ડો. શંકર ભટ્ટ
   [ * બે માતાઓ માટેના તુષાર ભાઈએ સુચવેલા આ શબ્દપ્રયોગો અપનાવવા લાયક છે.]
 • પત્ની – હંસા :
  સંતાન – પુત્ર = અભિજીત , પુત્રી – શિલ્પા
શિક્ષણ
 • બી.એ. ( અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર ) – ગુજ. યુની.
વ્યવસાય
 • ‘હિન્દુ’ ના ગુજરાત ખાતેના પ્રતિનીધી તરીકે શરૂઆત
 • યુ.એન.આઈ.ના અમદાવાદ ખાતેના પ્રતિનીધી
 • 1966 – મુંબાઈના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ માં જોડાયા.
 • 1979 – ‘આનંદ બજાર પત્રિકા’ માં જોડાયા
 • 1992 – ‘ ટેલીગ્રાફ’ અખબારની નવી દિલ્હી ઓફીસના વડા અને મુખ્ય પ્રતિનીધી
 • છેલ્લે – સીનીયર એડિટર ટાઈમ્સ ઓફ ઈન્ડીયા/ ઈકોનોમિક ટાઈમ્સ, અમદાવાદ
જીવન ઝરમર
 • પિતા પણ વૈદકનું ક્ષેત્ર છોડી પત્રકારત્વમાં જોડાયા હતા. તેમનાં સંતાન પણ આ ક્ષેત્રમાં સંકળાયેલાં છે. આમ ત્રણ પેઢી આ કુટુમ્બે સમાજને બહુ ઉપયોગી, પત્રકારત્વના  ક્ષેત્રમાં પ્રદાન કર્યું છે.
 • કાર્યકાળના 45 વર્ષ દરમિયાન, ટાઈમ્સ ગ્રૂપ ઉપરાંત ટેલિગ્રાફ, સન્ડે, બિઝનેસ સ્ટાન્ડર્ડ, હીન્દુ જેવાં અખબારો અને યુ.એન.આઈ. જેવી સમાચાર સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.
 • 1985-90 કલકત્તાની સમાચાર સંસ્થા ‘ટેલિગ્રાફ‘ ની નવી દિલ્હી શાખાના મુખ્ય તંત્રી તરીકે આગળ પડતી ભૂમિકા બજાવી હતી.
 • 1987 –અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રીગને વોશીંગ્ટન ડી.સી. ખાતે યોજેલ, માદક દ્રવ્યો અંગેની 21 દિવસની કોન્ફરન્સમાં વિશ્વના 16 પત્રકારો સાથે ભાગ લીધો હતો.
 • ઈકોનોમિક ટાઈમ્સમાં ‘ માઈક્રો વ્યુ’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં ‘ રેન્ડમ નોટિસ’ કોલમના લેખક.
 • ઓગસ્ટ, 1998 – ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અમદાવાદના રેસીડન્ટ તંત્રીનું પદ છોડી લેખન, બ્રોડકાસ્ટીન્ગ અને પત્રકારત્વના ખાનગી વ્યવસાયમાં ઝંપલાવ્યું.
 • 1990 - ‘ઈકોનોમીક ટાઈમ્સ’ અમદાવાદના પ્રકાશનને પૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ કરવાની અગત્યની કામગીરી બજાવી હતી, જે આખા દેશમાં આ પ્રકારની પ્રથમ કામગીરી હતી. ત્યાર બાદ તેઓ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ – અમદાવાદના નિવાસી તંત્રી થયા હતા. દાયકાઓ બાદ એક ગુજરાતી આવા ઉંચા સ્થાને પહોંચ્યો હતો.
 • રમતગમત, રાજકારણ વિ. વિષયોમાં લખાણમાં પાવરધા. પણ તેમની ખાસ ફાવટ સામાજિક, આર્થિક પ્રશ્નો અને માનવતાવાદમાં છે.
 • રેડિયો અને ટીવી પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રસારણ માટે જાણીતા છે. ઓલ ઈન્ડીયા રેડિયો, વોઈસ ઓફ અમેરિકા અને બી.બી.સી. પરથી તેમનો અવાજ જાણીતો છે.
 • વસુબેન ભટ્ટ અને શશિકલા જોશીપુરાની સાથે ‘સબરસ’ નામનો વિવિધ વ્યક્તિઓ સાથેની, મુલાકાતનો લોકપ્રિય કાર્યક્રમ બહુ વખણાયો હતો.
 • 1990 પછીના દસકામાં, તેમના ‘હળવે હૈયે’ કાર્યક્રમ પણ બહુ લોકપ્રિય થયો હતો, જે હજુ પણ દુરદર્શન પરથી અવાર નવાર પુનઃ પ્રસારિત થાય છે.
 • ‘ગુજરાત મિત્ર’ – સુરતમાં ‘ દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ કોલમના લેખક
 • ‘ગુજરાત ટાઈમ્સ’ – ન્યુયોર્કના સ્થાપના કાળના તંત્રી
 • અનેક યુની.ઓમાં પત્રકારત્વ અંગે વીઝીટીંગ વ્યાખ્યાતા તરીકે શિક્ષણ સેવાઓ આપેલી છે.
 • નેશનલ ડીઝાઈન ઈન્સ્ટીટ્યુટની કાર્યકારી સમિતિમાં સભ્ય
રચનાઓ
 • ચરિત્ર - રેતીમાં રેખાચિત્રો
 • અંગ્રેજી – Sketches in sand.
સન્માન
 • 1997 – વર્ષના શ્રેષ્ઠ તંત્રી તરીકેનો એવોર્ડ- ગુજરાત દૈનિક મંડળ
 • 2000 – પત્રકારત્વના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરવા માટે ગુજરાત સરકાર તરફથી લાઇફ ટાઈમ એવોર્ડ
 • 2003 - ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર – જીવન ચરિત્ર માટે
 • શેખાદમ આબુવાલા એવોર્ડ ( અંગ્રેજી પત્રકારત્વ માટે )
 • યજ્ઞેશ શુકલ એવોર્ડ – પત્રકારત્વ માટે
 • ચન્દ્રકાંત વોરા એવોર્ડ – કટાર લેખન માટે
 • ગ્રામ્ય જીવન અંગેની વાર્તાઓ માટે ગુજરાત રાજ્યનો પુરસ્કાર

February 9, 2008

ધીરુબેન પટેલ, Dhiruben Patel

ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં

dhiruben_patel.jpg     
” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે……  “
તેમનો એક લેખ
તેમની ત્રણ વાર્તાઓ
તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ
તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’  વીશે
(more…)

January 24, 2008

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas

ઉંઝા આધારીત -  સરળ જોડણીમાં )
jugalkishor_vyas.jpg
“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ”

“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. “

” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “

‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી  
      પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________   (more…)

December 14, 2007

જયંતિલાલ દવે, Jayantilal Dave

ઉંઝા આધારીત ‘સરળ’ જોડણીમાં 

jayantibhai-dave.jpg
જીવનમંત્ર
       ગામડું, ગાય ને ગરીબની સેવા
સંકલીત કહેવતો
_______________________________________________________________ (more…)

November 26, 2007

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

પ્રેરક અવતરણ
“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ
“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”
” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”
“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય
“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

ગુજરાતી મુક્તકો (Gujarati Muktako)

ગુજરાતી મુક્તકો (Gujarati Muktako)

મુક્તકો
જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું  ’મેહુલ’  અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં
સુરેન ઠાકર ‘મેહુલ’
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ  અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા  પામવાને  માનવી  તું  દોટ  કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
સુરેન ઠાકર ‘મેહુલ’
  
એક   વિતેલા  સમયની  પળને  પંપાળું  જરા
ફૂલની છે  આંખ ભીની  સહેજ એ  ખાળું જરા
લાવ, ચાદર ઓઢીએ આ રાતના અંધારની
સ્વપ્નના સૂરજથી મારી ઊંઘ અજવાળું જરા
ગોપાલ શાસ્ત્રી
    
પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા  હ્રદયના  દર્દને  મથતો  હતો  એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી
મનહરલાલ ચોકસી
જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું  જિંદગીનો  એક  નવો  દ્રષ્ટિકોણ  છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું  એકલવ્ય  હું જ  અને  હું જ દ્રોણ છું
મનહરલાલ ચોકસી

મુક્તકો New
 Kavi
      
મારા સ્મરણ પ્રદેશની  લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી  ભિનાશ છો તમે
માળાની  ઝંખના નથી  મારા  વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
કરસનદાસ લુહાર
                       
સૌંદર્યના  એ  પૃથ્થકરણમાં  શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા
સતીષ  ‘નકાબ’
                      
અમસ્તી  કોઈ પણ વસ્તુ  નથી બનતી  જગતમાંહે
કોઈનું   રૂપ  દિલના   પ્રેમને  વાચા  અપાવે   છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ  ઘેરાય છે  વાદળ,  પછી વરસાદ  આવે છે
                    
જીવવાનું   એક   કારણ  નીકળ્યું
ધૂળમાં  ઢાંકેલું  બચપણ  નીકળ્યું
મેં  કફન  માનીને  લીધું  હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું  
               
તરબતર  આંખોય પ્યાસી  નીકળી
રાતરાણીની     ઉદાસી     નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને   જોવા   અગાસી   નીકળી
                
એકાદ  એવી યાદ  તો છોડી  જવી હતી
છૂટ્ટા  પડ્યાની  વાતને ભૂલી  જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી  સુગંધ  તો  મૂકી  જવી  હતી   
               
ચાંદનીની  રાહ એ  જોતું  નથી
આંગણું   એકાંતને   રોતું  નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું  અંધારું  કાંઈ  હોતું નથી
કૈલાસ પંડિત    
             
પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે
લોકો મળે નહીં અને બસ આબરૂ મળે
ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર
ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે 
                 
હું તું - હતા ને સામે તો સેના ઊભી હતી
કેવો હતો  સમય અને  કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
તારો જ રથ હતો અને  આ આંગળી હતી               
રઈશ મણિયાર  
                          
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય  ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે  તો  પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું  તોય  હું સુક્કો રહી જાઉં  
               
ભવભાવથી   ચણેલ   શબ્દના  બંધ  તૂટે
તોપણ  શી  મજાલ  છે કે  કશે  છંદ તૂટે?
જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?
જાળવવા  છતાં   પણ  અહીં  સંબંધ  તૂટે  
જવાહર બક્ષી  
                 
માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?
સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.
પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?
એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.
                
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની  મહાલયમાં નથી હોતી 
શીતળતા  પામવાને  માનવી તું  દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
મેહુલ   
                        
   દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો
- કૈલાસ પંડિત
      
ઘણા ઊજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જાતા
છૂપીને રેશમી જુલ્ફોમાં જઈ પરબારા ઊતરે છે
પરંતુ એમની ટીકા નહીં કરજો કે સદીઓથી 
સફેદ આકાશ પરથી રાતના અંધારા ઊતરે છે
-મરીઝ 
           
ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,
હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;
નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,
આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.
- બેકાર  
       
પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે
- મરીઝ  
      
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
- ઉમ્મર ખૈયામ ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી)   
        
ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું
- ઉમ્મર ખૈયામ ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી) 
    
પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી
- નાદાન     
       
તાંદુલી  તત્વ  હેમથી  ભારે  જ  થાય  છે,
કિન્તુ  મળે  જો લાગણી  ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય! 
મૈત્રીનું  મૂલ્ય  કૃષ્ણને  દ્વારે  જ  થાય  છે.  
- મુસાફિર 
       
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
- જવાહર બક્ષી  
      
જંગલી થૈને ફરે છે ટેરવાં
સ્પર્શમાંથી નીકળેલું રક્ત છે
સાત પડ વિંધાઈ જાશે મહીં
લાગણીના હાથ કેવાં સખ્ત છે
- આર. એસ. દૂધરેજિયા 
      
ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે
ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે
હો ભલે વેઢે તમારા દુ:ખના ટશિયા બધા
એક ફિક્કું સ્મિત દઈ, ભૂલી જવાના હોય છે
- સંજય પંડ્યા
    
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
       
અમર મુક્તકો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભારસંપાદન: કૈલાસ પંડિત 
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની


એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું ઉપાસક, કારીએ કુઅરાન છું
કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો
હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું
- આસિમ રાંદેરી

હું શું કહું કે ક્યાં હું મથામણમાં જઈ ચડ્યો
પિંજરથી નીકળ્યો તો પળોજણમાં જઈ ચડ્યો
ઘાયલ નિરાંત કેવી આ હતભાગી જીવને
અકળાયો ખોળિયામાં તો ખાંપણમાં જઈ ચડ્યો
- અમૃત ઘાયલ

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું પછી થોડુંઘણું એને મઠારું છું
તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ

ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે   
નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
- અમૃત ઘાયલ

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
- અમૃત ઘાયલ

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે
-શૂન્ય પાલનપુરી

પ્રથમ તુજ દિવ્ય મોતીનું જરા દર્શન કરાવી દે
પછી હળવે રહીને મોજ ઊર્મિની વહાવી દે
છતાં ઊંડાણનું અભિમાન દર્શાવે યદિ સાગર
તો દિલના કોક ખૂણેથી જરા પરદો હટાવી દે
-શૂન્ય પાલનપુરી

Site Meter

થોડુંક વિચારીએ…. – તંત્રી


થોડુંક વિચારીએ…. – તંત્રી

રીડગુજરાતી પર રોજ સૌ લેખો પર ‘કોમેન્ટ’ લખે પરંતુ આજે મને થયું કે હવે ‘કોમેન્ટ’ પર લેખ લખવાનો સમય આવી ગયો છે ! તેથી આ પ્રતિભાવ લખવાની સુવિધા વિશે કેટલીક બાબતો આપની સાથે વહેંચવા માગું છું. મને આશા છે કે આપ એ વિશે ગંભીરતાથી વિચારશો.
આપણે પ્રતિભાવ શા માટે લખીએ છીએ ? સ્વાભાવિક છે કે પુસ્તક, સામાયિક કે અખબાર વાંચીને આપણે લેખકને તુરંત ફોન કરી દેતા નથી. ઘણીવાર તો લેખક સાથે આપણો કોઈ સંપર્ક કે ઓળખાણ હોતી નથી. કોઈ સુંદર લેખ વાંચીને લેખકને બિરદાવવાનું મન હોય તો પણ સંપર્ક કરવો અઘરો બની જાય છે. 21મી સદીમાં ટેકનોલોજીના આ માધ્યમથી લેખકને આપણો વિચાર પહોંચાડવો સરળ બની રહે છે. પ્રતિભાવ લખવાનો હેતુ લેખકનો લેખ વાંચ્યા પછી આપણા મનમાં જે વિચાર ઊગ્યો હોય તેને સર્જક સુધી પહોંચતો કરવાનો હોવો જોઈએ. શક્ય છે કે કોઈ વાર્તામાં આપણને અમુક સંવાદ, દ્રશ્ય કે વિચાર ન ગમ્યા હોય. એ બાબતો વિશે પણ આપણે વિવેકથી આપણું મંતવ્ય જરૂર રજુ કરી શકીએ. પ્રતિભાવ લખવો એટલે લેખકના વિચાર સાથે સંમત થઈ જવું એમ તો નથી જ પરંતુ સાથે સાથે વિરોધમાં આક્રમકતા હોવી પણ જરૂરી નથી. આપણી ભાષા એ આપણા સ્વભાવનો પરિચય છે.
પ્રત્યેક લેખનું સ્તર એક પ્રકારનું હોતું નથી. બાળવાર્તા સરળતાથી સમજાઈ જાય છે જ્યારે અમુક લેખો વિચારમંથન માંગી લે છે. એ પ્રકારના લેખો પર ઉતાવળે લખાયેલો અભિપ્રાય ક્યારેક લેખના વિષયને બરાબર ન્યાય આપી શકે તેમ હોતો નથી. ઘણીવાર તો બે-ત્રણ વાર વાંચન થાય ત્યારે લેખકના કહેવાનું તાત્પર્ય બરાબર સમજાતું હોય છે. મનનને વાંચન બાદ એથી જ તો બીજા ક્રમે મૂકવામાં આવ્યું છે. વિચારશીલ લેખોના તત્વને યોગ્ય રીતે સમજ્યા વગર લખાતા પ્રતિભાવોની દિશા ક્યાંક તો સાવ અલગ હોય છે અથવા તો એ પ્રતિભાવો ઉપર ઉપરથી લખાયેલા હોય છે.

ઘણા લેખો પર એટલા સુંદર પ્રતિભાવો હોય છે કે તેના કારણે લેખને ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ દુર્ભાગ્યે એવું ઘણું ઓછું બને છે. આપણે ક્યારેક સત્યને પકડવાની જગ્યાએ ‘મમ સત્ય’ને પકડી લેતાં હોઈએ છીએ અને પછી એમાંથી શરૂ થાય છે લાંબી લાંબી ચર્ચાઓ. એ ચર્ચાઓ કરતી વખતે આપણે એ વાત વીસરી જઈએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના અલગ વિચારો હોય છે. દરેક વ્યક્તિ અલગ પ્રદેશ અને અલગ વાતાવરણમાંથી આવે છે. આપણે કંઈ એને અહીં બ્રહ્મજ્ઞાન આપવા માટે બેઠા નથી. ઘણાંને વળી એવું હોય છે કે પોતાને જે કહેવું હોય એ જ કહે છે, લેખ ગમે તે વિષય પર હોય ! કદાચ પહેલેથી જ પ્રતિભાવ તૈયાર રાખ્યો હોય તેમ લાગે ! લેખને અલગ-અલગ લોકોના દ્રષ્ટિકોણથી સમજવા માટે જો કોઈ વાચક ‘50 પ્રતિભાવો’ જોઈને પ્રતિભાવ વાંચવા શરૂ કરે તો તેને વિચારોને બદલે કેવળ ચર્ચાઓ જ મળે ! હાસ્યલેખોને એ સંદર્ભમાં ન સમજતાં ગંભીરવાતો શરૂ થઈ જાય અને ગંભીરલેખો ક્યારેક હાસ્યમાં ખપી જાય. ‘તમે કેપિટલ લેટર્સમાં કોમેન્ટ કેમ લખી ?’, ‘તમે અંગ્રેજીમાં કોમેન્ટ કેમ લખી ?’, ‘આ વાર્તામાં આવે છે એ ગાડી ત્રણ વાગે તો બોરીવલી ઊભી જ નથી રહેતી….’ – આ પ્રકારના પ્રતિભાવો અને વિસ્તૃત ચર્ચાઓથી આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ તે સમજાતું નથી.
જેમ જેમ વાંચનનું સ્તર વધે તેમ તેમ વાંચનારનું જીવન સ્તર પણ ઊંચું જવું જોઈએ. આપણું મન વાંચનથી વધારે પરિપકવ થવું જોઈએ. આપણા ચિત્તની શાંતિમાં વધારો થવો જોઈએ. આ કારણે જ રીડગુજરાતી પર એવા લેખો પસંદ કરવામાં આવે છે કે જેમાં આક્રમકતા ન હોય. રાજકારણના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ અને જીવનના સંઘર્ષોથી આખો સંસાર ભર્યો પડ્યો છે. એ બધું જાણવા માટે આપણી પાસે અનેક સાધનો છે. આપણા જીવનનો ફક્ત એક ખૂણો ચિત્તની શાંતિ અનુભવવા માટે હોય એવો રીડગુજરાતીનો પ્રયાસ છે. પરંતુ આ પ્રયાસમાં સોનામાં સુગંધ તો ત્યારે ભળે કે જ્યારે પ્રતિભાવો પણ એટલા વિચારપ્રેરક અને લેખના વિચારોની સમકક્ષ હોય. કોઈ અન્ય ભાષાના લોકો જુએ તો એને લાગવું જોઈએ કે આ વાચકવર્ગ કેળવાયેલો અને પરિપક્વ છે. રીડગુજરાતી ઉત્તમ લેખોની સાઈટ બને એ સાથે ઉત્તમ પ્રતિભાવોની સાઈટ બને તો કેવું સારું ! અન્ય ભાષાના લોકો આપણને સમગ્રતાથી જોતા હોય છે એ ધ્યાન રાખવું રહ્યું. સાહિત્યમાં પણ ચર્ચાઓ અને વિવાદોને પ્રેરે તેવા અનેક લેખો હોય છે. હું ધારું તો રોજની 100 કોમેન્ટ મળે એવા લેખો મૂકી શકું ! પરંતુ વાદ અને તર્કનું બહુ આયુષ્ય નથી હોતું. લોકોને ઉત્તેજિત કરવાનો મારો કોઈ હેતુ નથી. સરવાળે એ બધી કસરત મનની અશાંતિમાં વધારો કરે છે. સમાજને શાંતિની જરૂર છે. આપણે કંઈ કોમેન્ટના આંકડાઓની પ્રગતિ નથી જોવી. આપણને જીવનની પ્રગતિમાં રસ હોવો જોઈએ. એવા પ્રતિભાવો જ શું કામ લખવા કે જેના પછી અનેક ખુલાસાઓ કરવા પડે ?
એકવાર કોઈ એક વાચકે મને ફોન કરીને ત્યાં સુધી કહ્યું કે ‘આ તમારા રીડગુજરાતી પર કાયમ ચર્ચાઓ જ ચાલ્યા કરે છે ?’ કોઈના મનમાં આપણા વિશે શું છાપ છે એ ત્રીજાને પૂછીએ તો જ ખબર પડે. ‘ઈન્ટરનેટયુગમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને તેનું અધ્યયન’ આવા કોઈ વિષય પર ભવિષ્યમાં રિસર્ચ કરનાર વ્યક્તિ ક્યારેક કશું લખશે ત્યારે આપણા દરેક વર્તનની નોંધ લેવાશે, એટલું આપણે સમજવું રહ્યું. દરેક વાચકને પોતાના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ એનો દુરુપયોગ ન થવો જોઈએ. તત્વચિંતકો કહે છે કે નદી ત્યારે જ પૂજાય છે જ્યારે તે બે કાંઠાના બંધનને સ્વીકારીને વહે છે. સ્વતંત્રતા વિવેક ગુમાવે છે ત્યારે એ સ્વતંત્રતા રહેતી જ નથી. કેટલાકે વળી મને એમ પણ કહ્યું કે હવે અમે પ્રતિભાવ લખવાનું બંધ કર્યું કારણ કે પછી ચર્ચાઓમાં બહુ સમય બગડે છે – આ પ્રકારના કંઈ કેટલાક કારણોથી લેખક યોગ્ય પ્રતિભાવકોને ગુમાવે છે. એક વાર એક લેખકે મને એમ પણ કહ્યું કે “મને આશા હતી કે મારા લેખના વિષય પર તમારી સાઈટના વાચકો પાસેથી કંઈક વધારે વિશ્લેષણ મળશે પરંતુ આશ્ચર્ય એ થયું કે પ્રતિભાવોમાં તો કોઈ બીજી જ વાતો ચાલતી હતી….” હું એમને શું જવાબ આપું ? એવા સમયે ક્યારેક મારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે.
રીડગુજરાતી પર પ્રત્યેક પ્રતિભાવોની નામ, સ્થળ વગેરેની તમામ ઝીણી-ઝીણી વિગતો નોંધવામાં આવે છે. હદ તો ત્યારે થઈ કે આ વિગતો ચકાસતાં એક ભાઈ બે અલગ-અલગ નામે પ્રતિભાવ લગતા નજરે ચઢ્યાં ! પોતાના મતને દ્રઢ કરવા માટે એમને અન્ય નામની જરૂર પડતી હતી ! લાગે છે કે ઈન્ટરનેટને હજુ મનોરંજનના કલેવરમાંથી નીકળતા એક દસકો લાગશે. આટલા સબળ માધ્યમનું આપણે કેટલું અવમૂલ્યન કરતાં હોઈએ છીએ ! એ ભાઈ માટે આ ‘ટાઈમપાસ’ પ્રવૃત્તિ હતી પરંતુ એમના વિચિત્ર પ્રતિભાવોનો જવાબ આપવામાં કોણ જાણે કેટલાય વાચકોનો અમૂલ્ય સમય વેડફાયો. જેમને મન આ પ્રકારનો ઉદ્દેશ હોય તેઓ કૃપયા રીડગુજરાતીથી દૂર રહે તો સારું, એવી નમ્ર વિનંતી. મનોરંજન માટે તેઓને ઈન્ટરનેટ પર બીજી ઘણી સાઈટ મળી રહેશે.
જેમ જેમ ટેકનોલોજી આગળ વધે તેમ તેમ રીડગુજરાતી પર વધુ ને વધુ સુવિધાઓ ઉમેરવામાં આવે છે. આ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તે આપણી ઉપર છે. જેમ કે પ્રત્યેક પ્રતિભાવોની સાથે ‘reply’ની સુવિધા હોય છે. આ સુવિધાનો હેતુ એ છે કે કોઈ વાચકના વિચારો આપને લેખની સમકક્ષ કે વિચારપ્રેરક લાગે તો આપણે એમને બિરદાવી શકીએ. અથવા તો કોઈ વાચકે કોઈ માહિતી વિશે પૂછપરછ કરી હોય તો આ સુવિધા દ્વારા આપણે તેમને જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. એને બદલે તેનો ઉપયોગ mp3 ક્યાંથી ડાઉનલોડ કરવી કે ફલાણી વસ્તુ માટે કઈ સાઈટ છે – એવી બાબતોમાં કરવો કેટલો યોગ્ય છે ?
આજના વ્યસ્ત સમયમાંથી લોકો જીવનનો કોઈ અર્થ પ્રાપ્ત કરવા માટે અને ઘડીક માનસિક વિસામો મેળવવા અને સ્વસ્થ વાંચન માટે રીડગુજરાતી પર આવતા હોય ત્યારે લેખનની ગુણવત્તા માટે જેટલી તંત્રીની જવાબદારી છે એટલી પ્રતિભાવો માટે વાચકગણની પણ છે – એમ સ્વીકારવું રહ્યું. મેં અગાઉ પણ ક્યારેક કહ્યું હતું કે રીડગુજરાતી કોઈ બિઝનેસ કે કંપની નથી કે તેના કોઈ નંબર વન બનવાના ‘ટાર્ગેટ’ હોય ! આ સ્પર્ધાનું ક્ષેત્ર નથી, શ્રદ્ધાનું ક્ષેત્ર છે. અહીં આપણે સૌએ સાથે બેસીને આપણા જીવન વિશે વિચાર કરવાનો છે. એમ કરવામાં અનેક લોકો સાથે આપણા વિચારોનો મેળ ન બેસે એ સ્વાભાવિક છે. સૌના વિચારોની ગરિમા જાળવીને આપણે વિનમ્રતાથી આપણો મત વ્યક્ત કરીએ એમાં જ આપણી શોભા છે. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે ક્યાં અટકી જવું તે આપણને આવડવું જોઈએ.
વાચકમિત્રો, આ તમામ બાબતોનો અર્થ એ નથી કે આપના પ્રતિભાવો ગુણવત્તાવિહીન છે. ઘણા સુંદર પ્રતિભાવો રોજેરોજ પ્રાપ્ત થતા રહે છે. અનેક નવોદિત સર્જકો આપના પ્રતિભાવોમાંથી પ્રોત્સાહન પ્રાપ્ત કરે છે. ઘણા વાચકોના જીવનના અનુભવોની સુંદર વાતો એમાં સમાયેલી છે. કેટલીક વાર સર્જકને પણ એમાંથી નવા વિચારો પ્રાપ્ત થતા હોય છે. ઉપરોક્ત તમામ બાબતો પ્રતિભાવોને વધારે પરિપક્વ બનાવવા માટેનો એક વિચાર છે. રીડગુજરાતીને સૌ સ્નેહભાવે ભાષાની મહત્વની વેબસાઈટ ગણે છે. તેના વાચકો વિશ્વમાં હજારોની સંખ્યામાં ફેલાયેલા છે. અનેક સંસ્થાઓ, શાળાઓ, ગુરુકુળો અને જ્ઞાતિમંડળો-કલબોમાં સમય-સમય પર તે પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવે છે. અનેક નામી-અનામી સંસ્થાઓ અને સભાઓ તેનો વિચાર-મનન માટે ઉપયોગ કરે છે. તો આવા સમયે આપનો પ્રત્યેક વિચાર મહત્વનો બની જાય છે. જ્યારે આપણો વિચાર હજારો લોકો સુધી પહોંચતો હોય ત્યારે આપણે કેવી રીતે વર્તવું જોઈએ તે આપણે ખુદને પૂછીને સમજવું રહ્યું.
રીડગુજરાતીના સૌ વાચકમિત્રો મારા માટે એક પરિવાર છે. એ પરિવારને એકસુત્રતામાં પરોવી રાખવા માટે, તેના સભ્ય તરીકે ક્યારેક બે શબ્દો કહેવા હું જરૂરી સમજું છું. મને આશા છે કે આપ આ બાબતે ગંભીરતાથી વિચારશો અને સમગ્ર વિશ્વ સમક્ષ આપણે આપણી ભાષા સાથે કઈ રીતે ઉપસ્થિત થવું એનો નિર્ણય કરી શકશો. આજે અહીં જ વીરમીએ અને લેખો ને બદલે આપણે આજસુધી શું લખ્યું છે એની પર વિચાર કરતાં આત્મખોજ કરીએ. આવતીકાલે સવારે નવા બે લેખો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો….
સૌ વાચકમિત્રોને પ્રણામ.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.કોમ

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે – રઈશ મનીઆરજીવનમાં નિર્ભીકતા જરૂરી છે.

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે – રઈશ મનીઆર

Thursday, August 20th, 2009

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે
પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે
તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે
તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે
લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે
શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે
માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે
નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે
-  રઈશ મનીઆર
સૌજન્ય : ગુંજારવ
Posted in ગઝલ, રઈશ મનીયાર Tagged: અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે, રઈશ મનીઆર, Gazal, gujarati gazal, gujarati poem

હાસ્ય દરબાર 2009-08-19 23:29:12

Wednesday, August 19th, 2009

એક પાદપુર્તી
નજરને બંધ રાખીને મેં તમને જ્યારે જોયા છે
—–
કળાને જાડા છો પણ મધુબાલા જેવા લાગ્યા છો !
એક પેરોડી
ખલિલ ધન્તેજવી નો શેર
અબ મેં રાશન્કી કતારોં મે નજર આતાહું
અપને ખેતોંસે બીછડનેકી સજા પાતા હું
~~~~~~~~~~~~~
અબ મેં ટોઇલેટકી કતારોં મેં નજર આતા હું
અપને ખેતઓં સે બીછડનેકી સજા પાતા હું
( નટવર પન્ડ્યા- પરબમાથી સાભાર)

Wedding Passbook….Life is about correcting mistakes -From Shrenik R. Dalal

Wednesday, August 19th, 2009

Monica married Nick this day. At the end of the wedding party, Monica’s mother gave her a newly opened bank saving passbook with Rs.1000 deposit amount.
Mother: ‘Monica, take this passbook. Keep it as a record of your marriage life. When there’s something happy and memorable happened in your new life, put some money in. Write down what it’s about next to the line. The more memorable the event is, the more money you can put in. I’ve done the first one for you today. Do the others with Nick.
When you look back after years, you can know how much happiness you’ve had.’
Monica shared this with Nick when getting home. They both thought it was a great idea and were anxious to know when the second deposit can be made. This was what they did after certain time:
* 7 Feb: Rs.100, first birthday celebration for Nick after marriage
* 1 Mar: Rs.300, salary raise for Monica
* 20 Mar: Rs.200, vacation trip to Bali
* 15 Apr: Rs.2000, Monica got pregnant
* 1 Jun: Rs.1000, Nick got promoted
* ….. And so on…
However, after years, they started fighting and arguing for trivial things. They didn’t talk much. They regretted that they had married the nastiest people in the world…. No more love…Kind of typical nowadays, huh?
One day Monica talked to her Mother: ‘Mom, we can’t stand it anymore. We agree to divorce. I can’t imagine how I decided to marry this guy!!!”
Mother: ‘Sure, girl, that’s no big deal. Just do whatever you want if you really can’t stand it. But before that, do one thing first.
Remember the saving passbook I gave you on your wedding day? Take out all money and spend it first. You shouldn’t keep any record of such a poor marriage.’
Monica thought it was true. So she went to the bank, waiting at the queue and planning to cancel the account. While she was waiting, she took a look at the passbook record. She looked, and looked, and looked. Then the memory of all the previous joy and happiness just came up her mind. Her eyes were then filled with tears. She left and went home.
When she was home, she handed the passbook to Nick, asked him to spend the money before getting divorce.
The next day, Nick gave the passbook back to Monica. She found a new deposit of Rs.5000. And a line next to the record: ‘This is the day I notice how much I’ve loved you thru out all these years. How much happiness you’ve brought me.’
They hugged and cried, putting the passbook back to the safe. Do you know how much money they had saved when they retired? I did not ask. I believe the money did not matter any more after they had gone thru all the good years in their life.
“When you fall in any way, don’t see the place where you fell instead see the place from where you slipped. Life is about correcting mistakes.”

બારણે આવ્યા

Wednesday, August 19th, 2009

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા !
કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા,
તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આવ્યા !
ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા !
હવે કેવો ઘડાશે ઘાટ, ઘડશે કોણ, ઘણ જાણે,
અર્થ કંઈ આગમાં થઈ રક્તવરણા એરણે આવ્યા !
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા !
-કિસન સોસા

યતિનું અપમાને શુભ નહીં

Wednesday, August 19th, 2009
જતાં જેના બાણો સુરનર પરે વ્યર્થ ન કદી, સદાયે પામે છે વિજય અસુરો ના પર પડી; ગણ્યો તેવા કામે, અપરસમ સાધારણ તને, થયો ભસ્મ તેથી, યતિનું અપમાને શુભ નહીં Posted in Uncategorized

ટીલીલયો !!!!

Wednesday, August 19th, 2009

ગુજરાતી ભાષાને રૂઢિચૂસ્ત ઉપયોગમાંથી બહાર કાઢી લાવવા,
ગુજરાતી કવિતાને રૂઢિચૂસ્ત બંધનોમાંથી ઉગારવા,
ગુજરાતી ભાષા અને કવિતાને આરામશીર જગ્યામાંથી બહાર લાવી
નવેસરથી ફરી ફળદ્રુપ બનાવવા,
ગુજરાતી કવિતાએ પરિમાણ બદલવા, એ હવે આવશ્યક્તા થઈ ગઈ છે,
કારણકે ગુજરતી કાવ્યને શૈથિલ્ય વળગ્યું છે !
( વિવેચક સિતાંશુ યશશ્ચંન્દ્રને મતે એ ઉર્મિતત્વનું છે.)
ગુજરતી કવિતાએ અતિશય વેગ પકડ્યો છે, હવે ફ્ંટાવાની (digress) જરૂર છે—
કવિતાના વળાંકે diversify –જૂદી જાતની બનવાની કે જૂદા સાહસ કરવાની કે
જૂદા ધંધામાં નવેસરથી રોકાણ કરવાની –તાતી જરૂર છે.
કવિતાએ કૌમાર્ય, બ્રુહદતા અને સ્ફોટથી તસતસતું રહેવું જોઈએ.
ગુજરતી કવિતાને આવું સાહસ આપવા કે
નવેસરથી રોકણ કરાવવા હું કવિતા લખું છું;
આ બ્લોગ એ મથામણ છે, અહીં શરૂઆત પણ છે…..
મારી તમારી અને સમસ્તની…..
જૂઓને, આ લેન્સક્રાફ્ટ કરતાં પર્લવિઝન આંખો સસ્તી વેચે છે અને
વિઝનવર્લ્ડ તો વળી આછો રંગ પણ મારી આપે એક્સ્ટ્રા ચાર્જ લઈઃ
આવો આ બદલાતી રેખાઓ, રંગોને સથ્વારે નાળે નાંગરવા– મોકલું છું આ
સંક્રમણ કંકોત્રી— નોતરું સાકટમ ( સહ કુટુંબ ) છે હિમાન્શુનું ….ટીલીલયો !!!!
નોંધઃ મારા ૩ પુસ્તકો પ્રકાશિત થયા છે ૨૦૦૭માં
૧) કવિતા જીવન ચિત્રોનું અક્ષયપાત્રઃ ટૂંકા અને દીર્ઘ કાવ્યો
૨) બધા રંગો વેદનાથી ભરેલા છે ( ૫૭ પ્રોઝ પોએટ્રી )
૩) એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટૅ ( વિશ્વ ભરના ૨૦૫ કાવ્યના અનુવાદ)
પ્રાપ્તિ માટે મેસેજ મૂકો himanshupatel555.wordpress.com પર

પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

Wednesday, August 19th, 2009
‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું - ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ
This text will be replaced

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?
વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર
તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો
ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર
કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો
તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો
ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો
અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
- અવિનાશ વ્યાસ

હું શું કરું ? (મુક્તક-ગઝલ કાવ્યપઠન) -રઈશ મનીઆર

Wednesday, August 19th, 2009
પ્રિય રઈશભાઈને એમનાં જન્મદિવસે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ… આજે આપણે એમનાં એક મુક્તક અને ગઝલનું પઠન એમનાં જ અવાજમાં માણીએ.
0109_sb_11_5_3-krishna-uddhav-sml
(હવે માન્યતાનું હું શું કરું ?)
સ્વર : રઈશ મનીઆર
[See post to listen to audio]
- મુક્તક -
યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.
*
- ગઝલ -
મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી, હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભર, હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતો, હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ, એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું ? મારું ધ્યેય શું ? છે તને ખબર, છું હું બેખબર,
તું સજાગ છે, તું સચેત છે, તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો, એ ઉદારતાનું હું શું કરું ?
-રઈશ મનીઆર
ગઝલનાં દરેક શે’રમાં રદીફરૂપે પૂછાયેલો ‘હું શું કરું ?’નો પ્રશ્ન દરેક વખતે ખૂબ જ ધારદાર લાગે છે અને થોડીવાર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે…  જાણે કે બધા પ્રશ્નો આપણાં અંગત જ ન હોય !  વાતેય સાચી છે… કોઈ એક માન્યતાને સત્ય માનીને આપણે જીન્દગીભર જીવ્યે રાખ્યું હોય અને જ્યારે એ જ માન્યતાને ખોટી ઠેરવતું સત્ય આપણી સમક્ષ આવીને ઊભું રહે, ત્યારે આપણે નથી એ સત્યને સહજતાથી સ્વીકારી શકતા કે નથી એ માન્યતાને સહજ રીતે છોડી શકતા… અને ત્યારે ભીતર સર્જાય છે, આવી જ ’હવે હું શું કરું’ ની કશ્મકશ…

સખી મારો સાહ્યબો સૂતો

Wednesday, August 19th, 2009
પિયુ પથારીમાં સૂતો હોય અને એની પડખે ધીરેથી આવીને સુઈ જવાની કલ્પના માત્ર કેટલી રોચક છે. સ્ત્રીના હૈયામાં ઉમટતી લાગણીઓના ભાવજગતનું રોચક શબ્દાંકન આ ગીતમાં થયું છે. આજે માણીએ કવિ શ્રી વિનોદ જોશી રચિત આ સુંદર ગીત શ્રી અમર ભટ્ટના સ્વરાંકનમાં. સખી મારો સાહ્યબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો હું તો હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં [...]

ઓગ્ષ્ટ-૦૯, “કુમાર” મેગેઝીનમાં-”ગ્રીનકાર્ડ”

Wednesday, August 19th, 2009

Green card

દર્શન ન કરી શક્યો

Wednesday, August 19th, 2009

આ માણસ ઘણું બધુ થઈ ગયો
માત્ર માણસ, માણસ ન થઈ શક્યો
લાગણીઓનો વેપાર કરતો થઈ ગયો
લાગણીઓ પર વિચાર ન કરી શક્યો
બિનશાકાહારી ખાતો થઈ ગયો
ફળાહાર પર ન જીવી શક્યો
દુનિયાભરના બણગા મારતો થઈ ગયો
ભારતયાત્રાનો લહાવો ન લઈ શક્યો
બાળકોને ખૂબ લાડ કરતો થઈ ગયો
માતાપિતાના પ્યારની કદર ન કરી શક્યો
સ્વાર્થી, કાળાધોળા કરતો થઈ ગયો
નિઃસ્વાર્થી, સજ્જનતા ન દાખવી શક્યો
મિત્રતાનું વર્તુળ વિસ્તારતો થઈ ગયો
સાચા પ્યારની પહેચાન ન કરી શક્યો
કુટુંબની અવહેલના કરતો થઈ ગયો
ખુલ્લી આંખે સત્યનું દર્શન ન કરી શક્યો

(કેટલી સાંજો તૂટે) – રઈશ મનીઆર

Wednesday, August 19th, 2009
સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે ચાલ એવી કોઈ સરહદમાં પ્રવેશી જઈએ જ્યાં પ્રકાશો ન તૂટે, જ્યાં ન અવાજો તૂટે હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે. શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા લોહીમાં દર્દભર્યાં રોજ [...]

BHAJAN BY KALAHSANG(GANGASATI’S HUSBAND)

Wednesday, August 19th, 2009
દિલ ખોલીને દેખા દિલ ખોલીને દેખો દિદાર, કાયા ભીતર ખોજ કરી; એવી વસ્તુ આ કાયામાં, નર ઊડી લાગ્યો પાય પડી….દિલ ખોલીને. આશાને રાખો મમતાને મારો,  દિલ ભીતરમાં રેજો લડી;  મનવંકા ત્રણમાં વાસ મારો, ઊગે રવિ ભાણને અડી…દિલ ખોલીને.  અધર તખતથી ઊતર્યું મોતી, ત્રિવેણીમાં ટંકશાળ પડી;  અધર ઝરૂખે પ્રેમપુતળી,  હીરા-માણેકની હાર જડી….દિલ ખોલીને. લીલો ને પીળો શ્યામ સફેદ, અનેક રંગની ભાત પડી; પંચમ દેશમાં બંસરી વાગી, ધ્યાન ધરો [...]

દૂધમાં સાકર : ઉમાશંકર જોશી

Wednesday, August 19th, 2009
  ( નવરોઝ મુબારક ) સૌ પારસી પૂજક અગ્નિના જે, ઈરાન છોડે, નિજ ધર્મ કાજે; સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે, સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે. સંજાણનો જેહ સુજાણ રાણો, તેની કને દૂત વદંત શાણો; છીએ વિદેશી, વસવાટ આપો, ધર્મી જનોનું, નૃપ દુઃખ કાપો ! રાણો વિચારે તસુ ભોંય છે ના, વસી નવી કો વસતી શકે ના. કહ્યું દઈ દૂધ-ભરેલ પ્યાલો, કહેજે ગુરુને અમ ભેટ આ લો ! દૂતે જઈ [...]

ગઝલ : અમૃત ‘ઘાયલ’

Wednesday, August 19th, 2009
  ચોતરફ મૌન, મૌનની વચ્ચે, એક તલસાટ કાયમી તે ગઝલ. તેજ રૂપે કદી તિમિર રૂપે, મેઘલી મીટથી ઝમી તે ગઝલ. નિત સમય જેમ ઊગતી જ રહી, અસ્તમાં પણ ન આથમી તે ગઝલ. દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ. જિંદગાની કે જાંફિશાનીની, હોય જે વાટ જોખમી તે  ગઝલ. એમની એ જ છે કસોટી ખરી, દિલને લાગે જે લાજમી એ ગઝલ. માલમીને ય એ તો પાર [...]

સદ્દગુણોના વિકાસથી જ સમસ્યાઓનો હલ

Wednesday, August 19th, 2009
સદ્દગુણોના વિકાસથી જ સમસ્યાઓનો હલ આજે આ૫ણે ઉન્નતિ તો ઈચ્છીએ છીએ, ૫રંતુ માનવીય સદ્દગુણોના વિકાસનો પ્રયત્ન કરતા નથી. સમાજમાં શાંતિ અને સં૫ન્નતા રહે એવી બધાને ઈચ્છા હોય છે, ૫રંતુ એનો મૂળ આધાર એવા ૫રસ્પરના પ્રેમભાવની વૃદ્ધિનો ઉપાય કરતા નથી. ભૌતિક સુવિધાઓમાં એવી શક્તિ નથી કે વ્યક્તિને શ્રેષ્ઠ બનાવી દે. સારા વ્યક્તિત્વમાં એ ગુણ મોજૂદ હોય છે [...]

જીવનમાં નિર્ભીકતા જરૂરી છે.

Wednesday, August 19th, 2009
જીવનમાં નિર્ભીકતા જરૂરી છે. ભગવાન કૃષ્ણે ગીતામાં દૈવી સં૫ત્તિઓનું વર્ણન કરતાં નિર્ભયતાને સૌથી ૫હેલું સ્થાન આપ્યું છે. એની પાછળનું તાત્પર્ય એ છે કે અભય વગર બીજી સં૫ત્તિઓ મળવી અશકય છે કારણ કે નિર્ભયતા જ એવી શક્તિ છે કે જે મનુષ્યના આત્મબળને વધારે છે. જે મનુષ્ય પોતાને શરીરભાવથી ઊંચે ઉઠાવે છે, આત્મબળ તથા નિર્ભયતાનું અમૃતપાન કરે છે તે [...]

સુવિચાર

જે તલવાર ૫ર જ ભરોસો રાખે છે, તેનો ઈશ્વર ભરોસો કરતો નથી. Posted in સુવિચાર       
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી