Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 September 2016

ભાઈનો વટ

ભાઈનો વટ
પા પા પગલી ભરતા છોડવા હવે મોટા થવા લાગ્યા છે. લીલા રંગની ચૂંદડી ઓઢીને ધરતી આજે યૌવને ચઢી છે. પવનની ધીમી લહેરખીઓ પાકના છોડને લહેરાવે છે. પાકથી લહેરાતા ખેતરો પણ ઝૂમી ઉઠ્યા છે. કોયલો પોતાની ખુશી બતાવતી ગાઈ રહી છે. કુણું કુણું ઘાસ ચરતાં બકરા અને ઘેટાં મસ્ત બનીને ભેંસ સાથે હરીફાઈએ ચઢે છે. એનો રખેવાળ ગોવાળ પણ ડચકારા બોલાવતો જાય છે ને પોતાના ઘેટાં બકરાનું ધ્યાન રાખતો જાય છે. કોઈ બકરું કે ઘેટું અગર ખેતર બાજુ જાય તો દોડીને એને વાળી લે છે. ‘કીડીને કણ ને બકરાને ચાર’ ભગવાન આપી જ રે એવું માનતો ક્યારેક ક્યારેક દુહા પણ લલકારી લે છે.
કોઈ કોઈ ખેતરમાં એને ખેડવા વાળો ખેડૂત પોતાના પાકને જોઈને હરખાતો, એમની સાથે સંગાથ કરે છે. એમની મૌન વાતો આખા ખેતરમાં સંભળાઈ રહી છે. એક એક છોડવાને રાહત અને ખુશ કરતો એ ખેતરમાં ફરી રહ્યો છે. ક્યારેક ક્યારેક ખેતરની બાજુમાં ચરતાં બકરા કે ઘેટાં અંદર તો નથી આવી જતા ને ? એ પણ ચકાસી લે છે. “ રબારી તો એમને બરાબર સાચવીને ચરાવે પણ એ ભામને થોડી ખબર પડે કે દિન આખો મહેનતર કરીને તિયાર થિયેલા પાકને રંજાડાય નહિ ! ” એમ મનમાં બબડતો એ સામેના શેઢે જોવા લાગ્યો. “ હમ…મારી શંકા હાચી નીકળી…..એકાદ આવી ગયું લાગે છ ” એમ બબડતો એ અવાજ બાજુ ગયો.
“ કોણ છે ? અલ્યા ગોવાળ તારા બકરાને હાચવ ” બોલતો બોલતો એ રસ્તા બાજુના શેઢે જાય છે. પેલો ગોવાળ તો દુહા લલકારતો અઠીંગ સાધુડા જેમ મસ્ત બની ગયો છે.
થોડા ઉતાવળા પગે ખેડૂત છેક ગયો અને ફરી કોણ છે ? એમ બોલ્યો કે એનું મોઢું બીડાઈ ગયું. હાંફતી હાંફતી એક જુવાન વહુવારું ઢગલો થઈને ખેતરમાં બેઠી હતી. જેવો એને ખેડૂત ને જોયો કે બે હાથ જોડીને કરગરવા લાગી. સિંહ ને જોઈને શિયાળ ગભરાઈ જાય તેમ; તેની આંખોમાં ભો નો ઓછાયો તરી આવતો હતો. એ ગભરાઉં બાઈને જોઈને ખેડૂત પણ થોડુંક કળી ગયો કે નક્કી એ કોઈ કાળમૂખાથી બિયાએલી છે.
“ એ ભાઈ મને બચાવી લો. હું એક માંબાપ વગરની અબળા છું…મને… ” એ આગળ બોલવા જતી હતી કે એના શબ્દો એના શરીરમાં ભંડારાઈ ગયા. એના મોઢા પરનો ભય અજગર ભરડો લે તેવો માલમ પડ્યો.
ખડ ખડ કરતા ભારેખમ જોડાનો અવાજ આવ્યો કે ખેડૂતે પાછળ ફરીને જોયું. કાળને ઓઢીને વિકરાળ રૂપ ધારણ કરેલો એક પાંચ હાથ ઊંચો જુવાન ઘસી આવ્યો. ખેડૂત એક નજર પેલી પારેવા જેમ તરફડતી સ્ત્રી તરફ કરી, એની આંખોમાં દયા ડોકાણી. અને પોતાને બચાલી લેવાના કોલ કળાયા.
“ હાલ હવે બારી નીકળ આંહીથી…. ” ને એ ભડવીરે લાચાર હરણીનો હાથ પકડીને ઘસડી. એ જોઈને ખેડૂતનો માંહ્યલો પીગળવા મંડ્યો. એક જ જાટકે પેલાનો હાથ છોડાવી લીધો. એટલે એ જુવાન પણ છંછેડાયો.
“ એય છોડ એને એ મારી ઘરવાળી છે ”
“ જો તુંને તારો જીવ વ્હાલો હોય તો અહીંથી પોબારા ગણ નહિ તો આ આખો દી’ મહેનતુ કરીને ઘડાયેલા હાથનો એક ઘૂમ્બો બસ થઇ રિયો ” એમ કહ્યું કે પેલી સ્ત્રી થોડી બળમાં આવી.
“ ના ભાઈ…એને મારશો નહિ…. ”
“ અરે મારવા વાળીની; કોની માં એ સવાશેર શુંઠ ખાધી કે મને હાથ પણ અડાડે ”
“ જો ભાઈ….એ તારી ઘરવાળી ભલે રહી, પણ અત્યારે એ એના પિયરમાં ઉભી છે. અને એક ભાઈની હાજરીમાં બેનને માર પડે એ વાતમાં માલ નહિ….રામ રામ ભજો. ”
“ ભાઈ તમને કાંઈ ખબર છે નહિ અને ઉછીની ઑરો નહિ ”
“ હા તો ભસી નાખો મારી બેનના વકરમ…..” ખેડૂતે એમ કહ્યું કે પાકના છોડવા ઉમંગે હલવા મંડ્યા. અને પેલી ગભરુ બાઈ તો ભાઈ સામે જોઈજ રહી. અને આકાશ સામે જોઈને બે હાથ જોડાયા. અને મનોમન બોલી “ મારા વીર,ઘણી ખમ્મા અને સો વરહનો થાજે, ને જાજી સંપત્તિ પામજે ”
ત્રણેય જણે એકબીજા સામે જોયું. અને પછી વિકરાળ રૂપ ધારેલ જુવાન થોડો ઠંડો થયો અને બધી વાત કરી.
બાઈને બાજુના ગામમાં પરણાવી હતી. વાત એવી બનેલી કે, બાઈના પિયરના ગામનો એક છોકરો ખુબ તરસ્યો થયેલો તે એક ઘરે પાણી માંગતો હતો. એનો અવાજ ઓળખીને બાઈ પોતાને ઘરે લઇ ગઈ. પાણી પાયું અને જમવાનું ટાણું હતું તો પાસે બેસીને જમાડ્યો. ગામડામાં તો પિયરનું કૂતરું પણ સન્માન પામે. જયારે આવેલ છોકરો તો એમની બાજુની શેરીનો જ હતો. એને તાણ કરીને જમાડતી હતી ત્યાં એનો ધણી આવી ગયો. પોતાની પત્ની કોઈ પરાયા મરદ ને આમ જમાડતી જોઈને એના મનમાં શંકાનો કીડો સળવળ્યો.
છોકરાને શાંતિથી જમાડી લીધા બાદ બાઈએ એને વિદાય કર્યો. પેલા જુવાને બેનને અંતરના આશીર્વાદ આપ્યા અને ખિસ્સ્માંથી બે આના કાઢીને આપ્યા.
“ ના મારા ભાઈ…જા ” કહીને બેને વિદાઈ આપી. પણ એનો ધણીના મનનો કીડો તો હવે મોટું રૂપ ધારણ કરી બેઠો હતો. છોકરો જેવો ગયો કે લીધી બાઈને મારવા. એનો માર સહન ના થયો; એટલે તે દોડીને આ બાજુ ભાગી આવેલી. આવીને તે ખેતરમાં ઘૂસી, ખેડૂત બકરું માનીને દોડી આવ્યો.
“ ભાઈ હવે તમે જ કો, આવી બયરીને મારું નહીતો શું કરું? ”
“ એક મલટ…..બેન ઉભી થા….આ ખેતરમાં જે પાક ઉભો છે ને ઈ મારા સગા છોકરાથી પણ વિશેષ છે. એના સમ ખાઈને જે હોય તે કહી દે….કોઈ ભો નો રાખીશ જે હાચુ હોય ઈજ કે જે. પછી એવું નો થાય કે આજ જ બનેલી બેન પર ભાઈને હાથ ઉપાડવો પડે ” ખેડૂતે બેનને ખેતર વચાળે ઉભી રાખી. ભાઈએ એમ કીધું કે એને શરીરને અક્કડ કર્યું. માં જગદંબા શરીરમાં પ્રવેશ્યા હોય તેમ બેય આંખોમાં હિંગોળ અંજાણા. શરીરમાં કુમક આવી. એનું મોઢું ઝગારા મારવા લાગ્યું. ત્વરાથી એક છોડવો ઉપાડ્યો…અને છાતી સાથે લગાડ્યો….
“ મારા ભાઈ….મારા વીર…આ મારા ભત્રીજાના સોગન ખાઈને કહું છું કે મારા પેટમાં થોડું પણ પાપ હોય તો મારો પંડ ભડ ભડ સળગી ઉઠે. અને મને અઢારે નરકનું ભોગવટુ ! ” અને તે થર થર ધ્રુજીને ભાઈના પગમાં ઢગલો થઇ ગઈ.
“ ઉઠ મારી બેન…..સતીયુંના સત નો લેવાય. હા બનેવી લાલ….બોલો શું કો છો ? ”
“ ઓ…ઓ…તું એની વાતુંમાં ભોળાઈ નો જા..”
“ હવે એક પણ શબદ બોલ્યા છો તો …..”
“ ભાઈ…એ ગમે તેમ તો એ મારા ઘરવાળા છે. ”
“ બહુ વેવલીની થા માં …તારું પાપ… ”
“ તમે હવે હાલતાં થાવ….મારી બેન થોડા દી’ પિયરમાં રોકાઈને આવશે, જાવ… ” ખેડૂતે માન્યું કે થોડી ભડાશ છે તે નીકળી જાશે એટલે આફુરી શાન ઠેકાણે આવશે.
“ ઠીક છે રાખ તારી બેન ને હું તો આ હાલ્યો… ”
“ જાવ લાલ જાવ…. ”
“ ના ભાઈ….દીકરી તો પોતાને ઘરે જ શોભે….અને સાસરું દોહ્યલું થાય તો કૂવે શોભે. ” બેન વિનવવા લાગી
“ ખબરદાર હવે આગળ બોલી તો…અરે તું મુને ભારે નઈ પડે…. આવશે બે દી’ પછી થાકીને કરગરતો. ”
ખેડૂત એને બેન બનાવીને પોતાને ઘરે લઇ ગયો. બાઈ ના સારા ભાગ્ય કે ખડૂત પત્નીએ પણ નવી નણંદને વધાવી લીધી.
બેન તો ભાઈ ભેગી દિવસો કાઢે છે, તોયે બાઈનો અંદર રિયો રિયો માંહ્યલો હજી પણ પોતાનો ધણી આવશે અને તેડી જાશે એવું માને છે.
થોડા દિવસ તો એમ ને એમ પસાર થઇ ગીયા. એક વાર તો ભાઈ એના સાસરીમાં જઈ આવ્યો પણ પેલો અકડુ થઇ ગીયો અને તેડી જવાની ધરાર ના પડતો હતો.
“ બહુ મોટા ઉપાડે ભઈ થિયો છે તો હાચવ તારી બોન ને ”
“ અગર તું મારો બનેવી નો હોત તો, તારી જીભડી અટાણે જ બાર કાઢેત….એક અબળા પર જુલમ નો કર… માંબાપ વગરની છોડી છે બિચારી….એની આંતરડી કકળાવીને તું સારું નહિ ભાળ ”
“ ઈને તારી શોક તરીકે રાખ તો એ મુને વાંધો નથ….. ”
“ બનેવી લાલ….હું માનું છું કે દીકરી વાળાનો હાથ નીચો હોય…લો મને ખાસડું મારો. ” કહીને ખેડૂતે પોતાનું જોડું આપીને માથું નીચું કરીને ઉભો રિયો. આ જોઈને ઘરના નળિયા પણ ખસિયાણા બની ગયા. ગમાણે ચાર ચરતા પશુઓની આંખો નિતરવા લાગી. પણ પેલો જુવાન તો હઠીલો ટીમ્બા જેવો એક બુંદ પણ ઓગળતો નથી.
“ તમને માન વ્હાલું હોય તો જતા રો, બાકી ગામ ભેળું થાશે ને તો જોવા જેવી થાશે. ”
આથી ખેડૂતને લાગ્યું કે એ કાગડાના રુદિયામાં હવે રામનો વાસ નહિ થાય.
“ ઠીક છે તારે…આજથી તારો ને મારી બેનનો છેડો ફાડી નાખું છું….હવે જો મારા ઘર સામું પણ જોયું છે ને તો બેય આંખુ ને કાઢીને કાગડાને ખવરાવી દઈશ.” કહીને તે તો હાલી નીકળ્યો પોતાને ગામ.
બેન તો હવે ભાઈના ઘરે રહે છે, અંદરનો માંહ્યલો એના ભાઈને આશીર્વાદ સાથે એના ભલા માટે પ્રાર્થના કરે છે. ભગવાનનો પાડ માને છે કે માંબાપની છત્રછાયા ગુમાવી પણ વિશાળ વડલા જેવા ભાઈનો પ્યાર અને છાયા પામીને ધન્ય બની છે.
તો ભાઈ પણ નવી બેન પામીને ઉલ્લાસમાં પોતાના કુટુંબમાં એને દૂધમાં ખાંડ નાખે તેમ ભેળવી દીધી.
સુખનો સમય બહુ ઝડપથી પસાર થયા, બે વર્ષના પાક લઈને ખડુતે એની બેનને બીજા સારા મુરતિયા સાથે વળાવી દીધી. વિદાય વખતે તો બેની સાત સમુન્દર ભરાય એટલું રડી.
“ ભાઈ, તારા જેવા આ સંસારમાં હશે ત્યાં લગી, કોઈ બેનને કુવા ગોઝારા નહિ કરવા પડે. તમે તો મને ભાઈ સાથે માંબાપનો પણ પ્રેમ આપીને સમૃદ્ધ કરી દીધી. ”
“ જરાયે ઓછું ના આણ બેની, તેં તો મારો વટ જાળવવામાં સાથ આપ્યો છે ” ભાઈ બોલ્યો કે નળિયે નળિયામાં દીવડા પ્રગટયાં
ભાઈ બેનના હેત પર સૌ વારી ગયા.

અમુલ્ય વારસો

અમુલ્ય વારસો

નથી કર્યું બહુ ધન મેં બે હાથે જીંદગીમાં,
કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં,
જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું,
નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો.
કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી,
બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી,
પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી
ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું.
એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી,
એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં ,
કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે ,
કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ,
આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી,
શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી,
ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા,
આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે ,
 મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે,
બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી ,
પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં,
કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો,
જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.

વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું  પ્રભુને પ્રાર્થના કે,

વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.

-વિનોદ પટેલ ... ૯-૨૦-૨૦૧૬

પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૮/૦૯/૨૦૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)
પાકિસ્તાન અને રશિયા આ વર્ષમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાના છે તેવા સમાચાર આવતા ખળભળાટ મચી ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે હવે માત્ર વેપારી સંબંધો ન રહેતાં સૈન્ય સંબંધો થઈ જતાં સત્તાની ધરી પર એક સમયે અમેરિકાની સામે રહેલું રશિયા (ભાંગ્યું તોય ભરૂચ કહેવતની જેમ) ફરીથી સોવિયેત સંઘ તરીકે જે રૂઆબ હતો તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરતું હોય તો તે પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાહોના જાણકારોને કોઈ નવાઈ લાગી નથી. અલબત્ત, હકીકત એ છે કે દેશના રાજકારણમાં આપણે જેમ અનુભવ કરતા આવ્યા છીએ કે ૧૯૮૯માં કૉંગ્રેસ સામે લડીને સત્તા પ્રાપ્ત કરનાર જનતા દળનું એક ફાડિયું જનતા દળ (એસ) એ જ કૉંગ્રેસના ટેકાથી ૧૯૯૬માં સત્તા પ્રાપ્ત કરે છે, તેવું જ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે. કોઈ પણ બે દેશો એકબીજાના કાયમી દુશ્મન કે દોસ્ત હોતા નથી.
સ્વતંત્રતા પછી ભલે નહેરુજીએ ભારતને અમેરિકા કે સોવિયેત સંઘ બંનેથી અળગા રાખીને પોતાનો એક અલગ ચોકો ઊભો કરવા પ્રશંસનીય પ્રયાસ કર્યો હોય પરંતુ નહેરુજી પોતેય સામ્યવાદી વિચારસરણીથી પ્રભાવિત હતા અને તેમના પછી આવેલા તમામ વડા પ્રધાનોએ સોવિયેત સંઘના નાના ભાઈ તરીકેની ભૂમિકા ચાલુ રાખી હતી. નરસિંહરાવના સમયથી થોડું બદલાયું પરંતુ અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પોખરણ પરીક્ષણો થયાં અને એમાં અમેરિકા તથા તેના સાથી દેશોએ આર્થિક પ્રતિબંધો મૂકી દીધાં. ભારતને તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. (એફડીઆઈ પર નિર્ભરતાની વાતો કરતા આર્થિક વિશેષજ્ઞો, યુપીએ સરકાર અને મોદી સરકારે આ વાત નોંધવા જેવી છે.) તે પછી અમેરિકાને લાગ્યું કે ભારતનું બજાર ગુમાવવા જેવું નથી. તેથી તેના વિદેશ પ્રધાન સ્ટ્રૉબ તાલબોટ્ટે વિદેશ પ્રધાન જશવંતસિંહ સાથે સાત દેશોમાં ૧૦ સ્થાન પર ૧૪ રાઉન્ડ મંત્રણા કરી! તાલબોટ્ટે પોતાના પુસ્તક ‘એન્ગેજિંગ ઇન્ડિયા: ડિપ્લોમસી, ડેમોક્રસી એન્ડ ધ બૉમ્બ’માં પાકિસ્તાનના તત્સમયના વડા પ્રધાન નવાઝ શરીફ અત્યંત ચાપલૂસ હતા તેમ લખ્યું છે. અટલજી વાતચીતમાં વચ્ચે લાં…બો પૉઝ લેતા તે ટેવની ટીકા કરી છે તો સાથે આઈ. કે. ગુજરાલ પોતાને જ સંભળાય તેમ બોલતા તેમ પણ લખ્યું છે પરંતુ જશવંતસિંહની ભરપૂર પ્રશંસા કરી છે. જશવંતસિંહે પોતાના દેશના હિતને આગળ વધાર્યું તેથી તેમના માટે પોતાને માન છે તેમ તાલબોટ્ટે લખ્યું છે. કહેવાનો અર્થ એ કે તે પછી અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંધ ઉત્તરોત્તર બનતા ગયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં તે સંબંધો સૈન્ય માહિતીની લેતી-દેતી, પોતાના સ્થળોનો સૈન્ય કાર્ય માટે ઉપયોગ કરવાની અનુમતિ સુધી આગળ વધી ગયા. મોદી અને ઓબામા છેલ્લાં બે વર્ષમાં આઠ વાર એકબીજાને મળી ચૂક્યા છે અને તેમની વચ્ચે માત્ર બે દેશના સંબંધો પૂરતા સંબંધો નથી રહ્યા, પરંતુ તેઓ મિત્રો બની ચૂક્યા છે.
અમેરિકાને પાકિસ્તાનની ગરજ હવે રહી નથી. તેણે પાકિસ્તાનને અપાતી સહાયમાં કાપ પણ મૂક્યો છે. અગાઉ સોવિયેત સંઘને કાબૂમાં રાખવા માટે તે પાકિસ્તાનનો ઉપયોગ કરતું હતું અને તેનાથી સોવિયેત સંઘના સાથી ભારતને પણ નિયંત્રણમાં રાખી શકાતું હતું. આથી જ વિવિધ ત્રાસવાદી સંગઠનો ઊભાં થયાં. અમેરિકાને સિરિયા વગેરે દેશોમાં ત્રાસવાદી સંગઠનોનો હજુ ખપ છે પરંતુ ભારત બાબતે નહીં કારણકે હવે ભારતનો મોદીના રૂપમાં મજબૂત અવાજ રજૂ થવા લાગ્યો છે. આ સાથે એ પણ સમજવું રહ્યું કે પાકિસ્તાનની ચીન સાથે વધતી જતી મૈત્રીના સંદર્ભમા પણ અમેરિકાને ભારતનો ખપ વધુ છે. કારણકે ચીન અમેરિકાને હટાવીને સુપર પાવર બની જાય તે અમેરિકાને પાલવે નહીં. તાજેતરમાં જી-૨૦ શિખર પરિષદ ચીનમાં યોજાઈ ત્યારે ચીને ઓબામાના આગમન વખતે લાલ જાજમ ન બિછાવી તેમજ ઓબામા સાથે આવેલા અમેરિકાના પત્રકારોને પણ હડધૂત કર્યા. ચીનના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું, “આ અમારો દેશ છે.” અમેરિકાના એરપૉર્ટ પર કોઈ પણ દેશના મોટા નેતા કે અધિકારીને કપડાં ઉતરાવીને તપાસ કરાય છે તે તેની સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય હશે પણ બીજા બધા દેશોને તો તે અપમાન જ લાગે ને. પરમાણુ ક્લબ- એનએસજીમાં પણ અમેરિકાની અપીલ છતાં ચીને ધરાર ભારતને ઘૂસવા ન દીધું. અમેરિકાના પ્રભુત્વવાળા સંયુક્ત રાષ્ટ્રોની ટ્રિબ્યુનલે ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર કબજો કરવાનો પ્રયાસ કરે છે તે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે તેવો ચૂકાદો આપ્યો તે ચીને માનવા ના પાડી દીધી છે. ટૂંકમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ધરીઓ રચાઈ રહી છે તે પાકું.
પણ સાથે ભારતને કાશ્મીરમાં કનડગત ચાલુ છે. આ કનડગત પાછળ પાકિસ્તાન છે તેમ બાળ મંદિરમાં ભણતું છોકરું પણ જાણે છે પરંતુ મોદી સહિત એકેય વડા પ્રધાન ખોંખારીને જાહેરમાં નામ દઈને આ વાત બોલી શકતા નથી. મોદી જી-૨૦ સમિટમાં ગયા ત્યારે બોલ્યા કે દક્ષિણ એશિયાનો એક દેશ આંતકીઓનો એજન્ટ છે. અરે! છપ્પની છાતી ધરાવવાનો દાવો કરતા હો તો બેધડક કહો ને પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવ છે. એક દેશ એમ શું બોલવાનું? મચ્છર જેવડું પાકિસ્તાન ભારતનું નામ દઈને કાશ્મીરમાં સેનાના અત્યાચારોની વાત કરે છે ત્યારે આપણા નેતાઓ હજુ નામ દેવામાં એ રીતે લાજે છે જાણે નવી વહુને પતિનું નામ બોલવામાં લાજ આવતી ન હોય!
જનતાના વેરાની રકમનો મોટો હિસ્સો કાશ્મીરને ભારત સાથે જોડાયેલું રાખવામાં ખર્ચાઈ રહ્યો છે. મહામૂલા જવાનો આ લડતમાં હોમાઈ રહ્યા છે. બીજી તરફ, કાશ્મીરને સ્વતંત્ર કરવાના કે તેને પાકિસ્તાનમાં ભેળવવાના દીવાસ્વપ્ન જોતાં પાકિસ્તાની પીઠ્ઠુ અલગતાવાદીઓને મારા-તમારા પૈસે વિદેશ ફરવા જવા મળે છે, સુરક્ષા મળે છે, અને તબીબી સારવાર પણ આપણા ખર્ચે કરે છે અને આ બધી સુવિધાઓ, પોતે જ એક માત્ર ‘રાષ્ટ્રવાદી’ હોવાનો દાવો કરતી મોદી સરકાર પણ બે વર્ષથી ચાલુ રાખે છે! વળી, શબરીમાલાથી લઈને હિન્દુ દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર સુધીના પ્રશ્ને ચુકાદો આપતા સર્વોચ્ચ ન્યાયાલયને અલગતાવાદી નેતાઓ અલગતાવાદી નથી લાગતા! તે કહે છે કે તેમને અલગતાવાદી નહીં, હુર્રિયતના નેતાઓ કહો!
પ્રશ્ન એ છે કે કાશ્મીરની ગૂંચ ઉકેલવી કઈ રીતે? બલુચિસ્તાનના રૂપમાં પાકિસ્તાનનો વધુ એક ટુકડો કરવો એ એક ઉપાય ચોક્કસ હોઈ શકે અને તેનાથી નરેન્દ્ર મોદીને ઈન્દિરા ગાંધી જેવી પ્રશંસા પણ મળતી રહેશે પરંતુ સાથે એ વિચારવું રહ્યું કે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશની રચના કરી તેનાથી શું વળ્યું? આપણો વધુ એક દુશ્મન ઊભો થયો. પાકિસ્તાનની આઈએસઆઈએ તો બાંગ્લાદેશનો ઉપયોગ પણ ભારતની વિરુદ્ધ ત્રાસવાદ, નકલી નોટો ફેલાવવા વગેરે માટે કર્યો. ભારતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો પ્રશ્ન કાયમ માટે ઘર કરી ગયો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પાકિસ્તાન જેટલો જ અથવા તે કરતાં કદાચ વધુ અત્યાચાર-નરસંહાર થાય છે. મંદિરો તોડાય છે. જોકે બલુચિસ્તાનની ભૂગોળ અલગ છે. તે ભારતની સરહદે નથી. તે અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે છે. મોદી અફઘાનિસ્તાનને મદદ કરીને, ઈરાન સાથે દોસ્તી કરીને પાકિસ્તાનને ઘેરી રહ્યા છે. મોદી પાકિસ્તાનના દુશ્મન અફઘાનિસ્તાનને કે ચીનના દુશ્મન વિયેતનામને મદદ કરે તેનાથી કૉંગ્રેસના પીઠ્ઠુ જેવા મિડિયાને પેટમાં દુ:ખે છે અને તેને આ રાજદ્વારી સહાય ‘ખેરાત’ લાગે છે! જ્યારે સોનિયા ગાંધી (એટલે કે સત્તાવાર રીતે મનમોહનસિંહ) સત્તામાં હોય ત્યારે ભારત વર્ષ ૨૦૧૧માં અફઘાનિસ્તાનને ૫૦ કરોડ ડૉલરની સહાય આપે ત્યારે આ કૉંગ્રેસ સ્પૉન્સર્ડ મિડિયાને ‘ખેરાત’ લાગતી નહોતી. ત્યારે શું ઘરના છોકરાને લોટ બરાબર મળી રહેતો હતો અને અત્યારે જ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો?
કાશ્મીરના પ્રશ્નના મૂળમાં પાકિસ્તાનનો અને એટલે કટ્ટર સુન્ની મુસ્લિમોનો ભારત પ્રત્યે દ્વેષ છે. કાશ્મીરના પ્રશ્નને ઉકેલવાની એક ચાવી આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પેચીદા કેસ સ્ટડીમાં પણ રહેલી છે. તેની વાત આવતા અંકે.
(ક્રમશ:)

અંબાણી પરિવારના સંબંધો: ઈન્દિરાથી લઈને મોદી સુધી

અંબાણી પરિવારના સંબંધો: ઈન્દિરાથી લઈને મોદી સુધી

indira-gandhi-dhirubhai-ambani
(મુંબઈ સમાચાર દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા. ૧૧/૯/૧૬ના રોજ આ લેખ છપાયો.)
હમણાં રિલાયન્સના નવા સિમ કાર્ડની ઑફરે મોટા પાયે હલચલ મચાવી દીધી. તે માત્ર ઉદ્યોગ જગત પૂરતી સીમિત નહોતી, રાજકીય વર્તુળોમાં પણ તેની અસર જોવા મળી. વાત એમ હતી કે જિયોની જાહેરખબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોટા કદની તસવીરનો ઉપયોગ થયો છે. તેની ટીવીસી (અર્થાત્ ટીવી જાહેરખબર)માં પણ મોદીજીના ડિજિટલ ક્રાંતિના સ્વપ્નને અમે પૂરું કરીશું તેવું કહેવાય છે. આ તસવીરના કારણે હોબાળો મચી ગયો. કૉંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ મોદીને ‘મિ. રિલાયન્સ’ કહી દીધા. કૉંગ્રેસે વડા પ્રધાન કાર્યાલય પાસે સ્પષ્ટતા માગી કે મોદીએ પોતાની તસવીરનો ઉપયોગ કરવા રિલાયન્સને અનુમતિ આપી હતી?
પહેલી નજરે કંઈ ખોટું નથી તેમ લાગે કારણકે મોદી ગામડેગામડે ઇન્ટરનેટ પહોંચાડવા માગે છે. જ્યારે તેઓ ગૂગલ સાથે કરાર કરે છે અને ગૂગલ ૧૦ રેલવે સ્ટેશનો પર ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરે છે ત્યારે કેમ કોઈને પ્રશ્ન નથી થતો કે મફતમાં વાઇફાઇ આપવા પાછળ ગૂગલનો છૂપો હેતુ શું હોઈ શકે? ફેસબુકે પણ ફ્રી ઇન્ટરનેટ માટે અભિયાન આદર્યું હતું, પરંતુ તેનો વ્યાપક વિરોધ થયો. ફેસબુકનો છૂપો હેતુ તો લોકો જાણી ગયા હતા કે ફેસબુક અને માર્ક ઝુકરબર્ગ ઈચ્છે તે વેબસાઇટો ફ્રીમાં જોવા મળે પરંતુ બીજી બધી નહીં.
સામે પક્ષે રિલાયન્સ પણ દાન-ધર્મ કરવા નીકળી નથી. તે મોદીનું નામ લઈને પોતાનું જિયો કાર્ડ વેચવા માગે છે. તે સ્પષ્ટ જ છે. પણ વાંધો મોદીએ કે તેમના વતી સરકાર કે ભાજપ સંગઠને લેવો જોઈએ. બીજી બાબત એ પણ છે કે લોકો હવે શાણા થઈ ગયા છે. ઓછામાં ઓછું જ્યારે સિમ કાર્ડ કે ઇન્ટરનેટ પેક લેવાનું હોય ત્યારે ખાસ. એટલે તેમને જો સિમ કાર્ડ સાથે જે સુવિધાઓ અપાવાની વાત કરી હશે તે ગમશે તો તેઓ લેશે. તેમાં વડા પ્રધાનની તસવીર હોય કે ન હોય. અને જો નહીં ગમે તો નહીં લે.
અરવિંદ કેજરીવાલે જ્યારે દિલ્લીમાં સરકાર નહોતી બનાવી ત્યારે રોજ કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે આક્ષેપો કર્યા હતા. તેમણે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારથી તેઓ અને રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને અદાણી અને અંબાણીના એજન્ટ તરીકે આક્ષેપ કરતા રહ્યા છે. જોકે એ અલગ વાત છે કે કેજરીવાલ સામે કૉલસા કૌભાંડમાં સરકારની તરફેણ (ફેવર) મેળવનાર નવીન જિંદાલના મળતિયા હોવાના આક્ષેપ પણ ભાજપ તરફી વર્તુળો દ્વારા થતાં રહ્યાં છે. કેજરીવાલ અને જિંદાલ હસ્તધૂનન કરતા હોય તેવી તસવીર પણ નેટ પર છે. ઉદ્યોગપતિઓનો વિરોધ કરતા કેજરીવાલે વર્ષ ૨૦૧૩માં ‘આપ’નું ઉદ્યોગપતિઓ અને વેપારીઓનું ફૉરમ બનાવ્યું હતું.
ચૂંટણી પહેલાં કૉંગ્રેસની યુપીએ સરકારે જતાં જતાં રિલાયન્સને ફાયદો કરાવવા કુદરતી ગેસના ભાવ એક એકમના ૪.૨ ડૉલરથી વધારીને ૮ ડૉલર અર્થાત્ બમણાં કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કેજરીવાલના વિરોધના કારણે ચૂંટણી પંચે આ નિર્ણય મોકૂફ રાખ્યો. તે પછી આવેલી મોદી સરકારે ભાવ વધાર્યા તો ખરા પરંતુ ૫.૬ ડૉલર સુધી. આથી મોદી-અંબાણીના સંબંધોમાં ઉષ્મા ઓછી થઈ.
સામે પક્ષે કેજરીવાલ અને મૂકેશ અંબાણીનાં સમીકરણો પણ બદલાયાં. ગત જાન્યુઆરીમાં પ. બંગાળમાં મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલને બંગાળ ગ્લોબલ હાઉસ સમિટનું આમંત્રણ આપ્યું હતું. આ પરિષદમાં પહેલી વાર કેજરીવાલ અને મૂકેશ અંબાણી સાથે જોવા મળ્યા હતા. કેજરીવાલે ઉદ્યોગપતિઓને દિલ્લીમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું હતું. વર્ષ ૨૦૧૪ની ચૂંટણી સુધી રિલાયન્સે હસ્તગત કરેલા નેટવર્ક ૧૮ની ચેનલોએ કેજરીવાલનો બહિષ્કાર કર્યો હતો પરંતુ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલના વિજય પછી નેટવર્ક ૧૮એ કેજરીવાલનો બહિષ્કાર બંધ કરી નિયમિત રીતે તેમના ઇન્ટરવ્યૂ દેખાડવાના શરૂ કરી દીધા. પંજાબની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેજરીવાલે જુલાઈ મહિનામાં જ લુધિયાણામાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓને રિઝવવાના પ્રયાસો કર્યા હતા.
અરુંધતિ રોય જેવી દેશવિરોધી લેખિકાએ તો મહાત્મા ગાંધીને ભારતના પહેલા કૉર્પોરેટ એજન્ટની ઉપમા આપી દીધી હતી. મહાત્મા ગાંધી બિરલા અને બજાજ પરિવારની સાથે નિકટના સંબંધો ધરાવતા હતા તે સમીકરણના આધારે તેણે આક્ષેપ કર્યો હતો. પરંતુ આંદોલન હોય કે સરકાર ચલાવવાનું કામ, ઉદ્યોગપતિઓ વગર કોઈને ચાલ્યું નથી. સરકારી નીતિઓ ઉદ્યોગજગત જ નક્કી કરે છે. જીએસટી માટે પણ ઉદ્યોગજગતને જ ઉતાવળ હતી. કેબલના બદલે સેટ ટોપ બૉક્સ ફરજિયાત કરવાનો નિર્ણય વિડિયોકોન, ડિશ (ઝી), ટાટા, એરટેલ, વગેરે પ્રમુખ કંપનીઓ જેમણે સેટ ટૉપ બૉક્સ દાયકા પહેલાં બજારમાં મૂકી દીધેલા પણ વરસાદ વગેરે સમયમાં પ્રસારણ ઠપ થતાં ચાલેલા નહીં તેના કારણે વેચાતાં નહોતાં અને યુપીએ સરકારે સેટ ટૉપ બૉક્સ ફરજિયાત કરવાનો નિર્ણય સારી ક્વૉલિટીના નામે કરી નાખ્યો. આ તો એવું થયું કે કાલે આ ઉદ્યોગગૃહો કેશકર્તનની શો રૂમ જેવી દુકાનો ખોલે તો સરકાર નિયમ બહાર પાડે કે રસ્તા પર વૃક્ષ નીચે પચાસ રૂપિયામાં કેશકર્તન કરાવવું નહીં કારણકે તમને આ શો રૂમમાં એર કંડિશનમાં ટીવી જોતાં જોતાં પાંચસો રૂપિયામાં કેશ કાપી આપશે.
કૉંગ્રેસ સરકારે આયોડિન મીઠું ફરજિયાત કરવાનો નિર્ણય કરી ટાટાને ફાયદો કરાવ્યો હતો. વળી, ટાટા માટે લોબિઇસ્ટ તરીકે કામ કરતી નીરા રાડિયા અને પત્રકાર બરખા દત્ત વચ્ચેની જે ઑડિયો ટેપ બહાર આવી હતી તે ચોંકાવી દેનારી હતી. આ ટેપ ૨-જી સ્પેક્ટ્રમ કેસ સંદર્ભે બહુ મહત્ત્વની કડીઓ હતી. બરખા દત્તની અત્યાર સુધી આદર્શ પત્રકાર તરીકેની રહેલી છબિ આ ટેપ બહાર આવ્યા પછી ધૂમિલ જ નહીં, પણ કડડભૂસ કહીને તૂટી ગઈ હતી.
આ બધું તો ઠીક, પરંતુ જ્યારે મોટી જાનહાનિ થાય, કોઈ ઉદ્યોગપતિ દોષી હોય ત્યારે પણ ભીનું સંકેલાઈ જાય તે કેવું? વોરેન એન્ડરસન નામ ઓછું યાદ હશે, પરંતુ ભોપાલની ગેસ આપત્તિ ભૂલાય તેવી નથી. ભોપાલમાં ૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ રવિવાર હોવાથી મીઠી નીંદર લઈ રહેલા લોકોને યુનિયન કાર્બાઇડની ફૅક્ટરીમાંથી લીક થયેલા ઝેરી ગેસે મોતની નીંદરમાં પોઢાડી દીધા. આ અમેરિકાની કંપની હતી. મધ્યપ્રદેશની કૉંગ્રેસની તત્કાલીન સરકારના વડા અર્જુનસિંહ ચૂંટણી સભામાં હતા ત્યારે તેમને દિલ્લીથી ફોન આવ્યો. અને અર્જુનસિંહે અધિકારીઓને નજરકેદમાં રહેલા વોરેન એન્ડરસનને ધરપકડના છ કલાકમાં જ દેશ બહાર જવા દેવા આદેશ આપ્યો. આના કારણે એન્ડરસનને ક્યારેય ભારતીય કૉર્ટનો સામનો કરવાનો વારો ન આવ્યો. તે સમયે કેન્દ્રમાં રાજીવ ગાંધી સરકાર હતી. તેમના મુખ્ય સચિવ રહેલા પી. સી. એલેક્ઝાંડરે ૨૦૧૦માં ઘટસ્ફોટ કર્યો હતો કે એન્ડરસનને ભાગી જવા દેવામાં રાજીવ ગાંધીની ભૂમિકા હતી. તેમણે કહ્યું હતું કે એન્ડરસનને છોડી મૂકવા અંગેની ચર્ચા કેબિનેટમાં થઈ નહોતી કે ન તો રાજ્ય સરકારને આ બાબતે કોઈ ઠપકો અપાયો. લલિત મોદી હોય કે વિજય માલ્યા, દોષિત ઉદ્યોગપતિઓ કે અધિકારીઓ દેશમાંથી છટકી કેમ શકે છે? તેમાંય વિજય માલ્યાએ તો બૅંકોનું દેવું ડૂબાડ્યું છે. જનતાના પૈસા ડૂબાડ્યા છે. તેમ છતાં આ બંનેને ભારત બહાર જવા દેવાયા તે સ્પષ્ટ બતાવે છે કે ઊંચા સ્થાને બેઠેલા રાજકારણીઓની અનુમતિ હોય તો જ આમ થઈ શકે. હા, દેખાવ પૂરતી કૉર્ટ કાર્યવાહી કરી લેવાની.
વાત આપણે અંબાણી પરિવારથી શરૂ કરી હતી અને તેનાથી જ લેખ સમાપ્ત કરીએ. મોદીને અંબાણીના એજન્ટ ગણાવતી કૉંગ્રેસ ભૂલી જાય છે કે રિલાયન્સ આટલું મોટું ઉદ્યોગગૃહ બન્યું તે કંઈ છેલ્લાં બે વર્ષમાં નથી બન્યું. ૧૯૯૦માં ભારતમાં પત્રકાર તરીકે નિમાયેલા ‘ફાર ઇસ્ટર્ન ઇકૉનોમિક રિવ્યૂ’ (ફીર)ના હેમીશ મેકડૉનાલ્ડને શરૂઆતમાં રિલાયન્સ સાથે મધૂરા સંબંધો હતા, જે બાદમાં ખાટા થયેલા. તેમણે ‘પોલિએસ્ટર પ્રિન્સ’ ના નામે ધીરુભાઈ પર પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ભારતમાં પ્રકાશિત થવા દેવાયું નથી. ધીરુભાઈ અંબાણી અને બોમ્બે ડાઇંગવાળા નસલી વાડિયાની દુશ્મનાવટની ચર્ચા જાણીતી છે. ચર્ચા મુજબ, ધીરુભાઈ ઈન્દિરા ગાંધીની ખૂબ જ નજીક હતા. કટોકટી પછી આવેલી જનતા સરકાર ઉદ્યોગપતિઓ વિરુદ્ધની છબી ધરાવતી હતી. તે વખતે પણ ધીરુભાઈ ઈન્દિરાની પડખે હતા. એમ કહેવાય છે કે જનતા પાર્ટીની સરકાર ઉથલાવવામાં પણ ધીરુભાઈની ભૂમિકા હતી. એ તો ચર્ચાનો વિષય માની લઈએ પણ એ હકીકત હતી કે ઈન્દિરા ૧૯૭૯માં સરકારમાં પાછાં ફર્યાં ત્યારે તેમણે ઈન્દિરાના પુનરાગમનની પાર્ટી છડેચોક કરેલી અને તેમાં ઈન્દિરા ગાંધી પણ હાજર રહ્યાં હતાં! અત્યારના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઈન્દિરાના માનીતા આર. કે. ધવન સાથે ધીરુભાઈને તે સમયે ગાઢ સંબંધો હતા. એ બધાં વર્ષોમાં લાયસન્સ રાજ હતું પણ એમ કહેવાતું રહ્યું છે કે રિલાયન્સની તરફેણમાં નિયમો બદલાતા, બનાવાતા. રાજીવ ગાંધી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે શરૂઆતમાં પ્રણવ અને આર. કે. ધવન પણ હાંશિયામાં ગયા હતા (અને તેથી કદાચ) રિલાયન્સ પણ. રાજીવનો ઝોક નસલી વાડિયા તરફે હતો. રાજીવના નાણા પ્રધાન વી. પી. સિંહે રિલાયન્સ સામે તપાસ પણ આદરેલી. પરંતુ પછી રાજીવ અને ધીરુભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું. એમ કહેવાય છે કે તેમાં બચ્ચન પરિવારે મધ્યસ્થીની ભૂમિકા કરેલી. વી. પી.  ફેંકાઈ ગયા. પરંતુ ૧૯૮૯માં વી. પી. વડા પ્રધાન બન્યા. તે વખતે અંબાણી પરિવાર એલ એન્ટ ટીના બૉર્ડ ઑફ ડિરેક્ટરમાં હતા. પરંતુ વી. પી.એ સુનિશ્ચિત કર્યું કે અંબાણી તેમાંથી બહાર થઈ જાય. પરંતુ (જનતા પાર્ટીની સરકારની જેમ જ) જનતા દળની સરકાર પણ પડી ભાંગી. ચંદ્રશેખરની સરકાર રચાઈ. ચંદ્રશેખર અન રાજીવ બંને ધીરુભાઈ સાથે સારા સંબંધો ધરાવતા હતા. (અને કદાચ એટલે) સર્વોચ્ચમાં પણ ધીરુભાઈ તરફે ચૂકાદો આવ્યો.
૧૯૯૧ની નરસિંહરાવ-મનમોહનસિંહની કૉંગ્રેસ સરકાર વખતે ઉદારીકરણ શરૂ થયું હતું. તે વખતે તેલ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકાયેલું. સ્પર્ધામાં રહેલી બીએચપી કંપનીએ આક્ષેપો કરેલા કે નિયમો છેલ્લી ઘડીએ બદલવામાં આવેલા. કહેવાની જરૂર નથી કે ઑઇલ ફિલ્ડનું કામ રિલાયન્સને મળેલું.
ઊર્જિત પટેલની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક વખતે તેમણે પૂર્વે રિલાયન્સમાં કામ કર્યું હોવાથી તેમને આ પદ મળ્યુંની ગપશપ ચાલેલી. પણ એમ તો દિલ્લીમાં કેજરીવાલને જેમની સાથે વહુ-સાસુનો ઝઘડો છે તે લેફ્ટ. ગવર્નર નજીબ જંગે ઉપરોક્ત ઑઇલ ફિલ્ડમાં વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાય છે. અને તેમણે ૨૦૧૩માં દિલ્લીના લેફ્ટ. ગવર્નર નિમાતા પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં એનર્જી વિંગના હેડ તરીકે કામ પણ કર્યું હતું. પરંતુ તેમની નિમણૂક વખતે ઊર્જિત પટેલ જેવી ગપશપ સાંભળવા મળી હતી? કેમ? વિચારો!

સૂરજના છેલ્લાં કિરણો ઢળે….. દેવિકાબેન ધ્રુવ

સૂરજના છેલ્લાં કિરણો ઢળે….. દેવિકાબેન ધ્રુવ

સૂરજના છેલ્લાં કિરણો ઢળે,
ને જગત આખું યે
 રાતના દરિયામાં ડૂબે;
 ત્યારે ઉપર ઊંચે એક મોટો,
 ગોળ ચંદ્ર તરે છે.
 એના ઉછીના લીધેલા તેજથી,
 પથરા,ઘાસ, તરણું,
 ઝીણામાં ઝીણું તણખલું
 નજરમાં આવે તે સઘળું,
 ચમકાવી ધૂએ છે.
 ધીરા પગલે હું,
 શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું.
 જ્યાં મારો એક અંગત સંગ
 રાહ જોતો ઉભો હોય છે.
 એક અનુચર….
 શાંત, અક્કડ અને ઉત્તેજક.
 હું જે કાંઈ કરું,
 બધું જ તે કરે છે!
 બિલ્લીથી વધુ ચૂપકીદીથી
 મને અનુસરે છે.
 મારી ચાલ, અંગભંગ,
 આકાર, દેખાવ…
 હું વળું કે ફરું,
 ભાખોડિયા ભરું કે શિકારીની જેમ ઘૂમું.
 બધું જ એ ચાલાકીથી કરે.
 ચંદ્રના અજવાળે અને ઘુવડના સંગીત સાથે!
 શીશ્શ…હું ધીરો ઈશારો કરું.
 આવ, આવ..કોઈ જવાબ ન મળે..
 એ અંધ અને મૂંગો છે.
 હા, અંધ અને મૂંગો… પડછાયો…
 ને જ્યારે હું જઈશ ત્યારે,
 આ દિવાલ ખાલી,શૂન્ય,
 સફેદ બરફ જેવી રહી જશે!!!!

દેવિકા ધ્રુવ        

 *******

મૂળ ઈંગ્લીશ કવિતા-Walter de la Mare

વડા પ્રધાન શ્રી મોદીના ૬૭ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ


 વડા પ્રધાન શ્રી મોદીના ૬૭ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ

તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૧૬ એ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ૬૭ મો જન્મ દિવસ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૭મા જન્મ દિવસે  દેશ અને વિદેશ ભરમાં પથરાએલા તેમના અનેક સમર્થકો તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ પોસ્ટ દ્વારા વિનોદ વિહાર પણ એમાં સામીલ થાય છે.

છેલ્લા બે વર્ષના અપવાદ સિવાય શ્રી મોદી તેમના દરેક જન્મ દિવસે એમનાં ૯૪ વર્ષનાં હીરા બાને પગે લાગવા અને આશીર્વાદ મેળવવા અચૂક જતા હોય છે. આ જન્મ દિવસે એમણે આ તક ઝડપી હતી.તેઓ દિલ્હીથી ગત મોડી રાતે આવ્યા બાદ રાજભવન રાત્રી રોકાણ પછી આજે 17 સપ્ટેમ્બરને શનિવારે વહેલી સવારે રાયસણ ખાતે આવેલ એમના નાના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસ સ્થાને રહેતાં એમનાં માતા હીરા બાને મળી તેમને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.આ સમયની બે તસ્વીરો.

modi-bd67
modibd67-2

નવસારી ખાતે દીવ્યાંગો વચ્ચે જઈને મોદીએ જન્મ દિવસ મનાવ્યો

શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ૬૭મો જન્મ દિવસ નવસારી ખાતે દીવ્યાંગો વચ્ચે મનાવ્યો હતો. આ પ્રસંગે દિવ્યાંગો માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, નવસારી આજે દિવ્યાંગોની સંવેદનાનું શહેર બની ગયું છે.દિવ્યાંગોને દયાભાવની નહી પરંતુ સ્વાભિમાનની જરૃર છે. વડાપ્રધાન દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં સંબોધન કરતા વચ્ચે ભાવુક થઇ ગયા હતા.

પીએમ મોદીનું દિવ્યાંગો સાથેનું ઉષ્માસભર બોન્ડિંગ નવસારીમાં ઉપસ્થિત સૌ માટે આશ્ચર્યાનંદનું કારણ બન્યું હતું.એક દિવ્યાંગ (બે આંખે અંધ ) બાળકીને તેડીને પીએમ મોદી પોડિયમ પર લઇ ગયા હતા જ્યાં બાળકીએ રામકથા પ્રસંગને ગાઇ સંભળાવી હતી. આ પ્રસંગના આ વિડીયોમાં મોદીનો સંવેદનાપૂર્ણ અભિગમ છલકાઇ રહેલો જોવા મળે છે.

સાધન સહાય વિતરણની શરુઆતે વિકલાંગ યુવતીની વ્હીલચેરને તેમણે સ્વહસ્તે દોરીને સ્ટેજ પરથી લઇ ગયા હતા . જેમ જેમ અર્પણ કાર્યક્રમ આગળ વધ્યો તેમ તેમ દિવ્યાંગો સાથેના વ્યકિતગત વર્તાવમાં પીએમ મોદીનો સંવેદનાપૂર્ણ અભિગમ જોઈ શકાતો હતો.પીએમ મોદીએ દિવ્યાંગોને 1000 વ્હીલચેર અર્પણ કરી હતી, તેમજ એમને સહાયક ઉપકરણો આપ્યા હતા.

modi-bd-3

આ અંગેનો વિગત વાર અહેવાલ ચિત્રલેખા.કોમ ના સૌજન્યથી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

નવસારીમાં પી.એમ.મોદીના જન્મ દિવસની ઉજવણીમાં ૩ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા

 

ગુજરાતી પ્રતિભા પરિચયમાં શ્રી નરેન્દ્ર મોદી ની જીવન ઝરમર અને વિશેષ માહિતી નીચેની લીંક પર ક્લિક કરી વાંચો.

NARENDRA MODI 

વીધવા અને ત્યક્તા મહીલાઓ પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ? –રોહીત શાહ

વીધવા અને ત્યક્તા મહીલાઓ

પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ?

–રોહીત શાહ
વૈધવ્ય એ કુદરતી બાબત છે, જ્યારે પતીથી છુટા પડવું એ માનવસર્જીત બાબત છે. પહેલી સ્થીતીમાં લોકોની ચપટી સીમ્પથી મળે છે; પરન્તુ બીજી પરીસ્થીતીમાં તો પારાવાર બદનામી અને ટીકાઓનો સામનો કરવો પડે છે
મૅરેજ પછી સ્ત્રીના જીવનમાં આવતી સૌથી વધુ દુ:ખદ પરીસ્થીતીઓ બે છે : વૈધવ્ય અને ત્યક્તા.
આ બે દુ:ખદ પરીસ્થીતીઓમાં પહેલી પરીસ્થીતી પ્રાકૃતીક છે અને બીજી પરીસ્થીતી માનવસર્જીત છે.
લગ્ન વખતે કોઈ પણ સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ એવા આશીર્વાદ અપાય છે એમાં સ્ત્રીને પ્રથમ દુ:ખદ પરીસ્થીતી (વૈધવ્ય)થી બચાવવાની વાત છે. તેના જીવનમાં વૈધવ્યના તાપ–પરીતાપ અને સન્તાપ ન આવે એવા આશીર્વાદ અપાય છે. પુરુષપ્રધાન સમાજ રચનામાં સ્ત્રીનું સૌભાગ્ય પુરુષ હોય એ સ્વાભાવીક જ છે. એ સૌભાગ્ય અખંડ રહે એટલે કે પુરુષ (પતી) દીર્ઘાયુષી બને એવો પક્ષપાત પણ એમાંથી સંભળાય છે.
ઘણા વડીલો માને છે કે પાછલી વયે વીધુર થયેલો પુરુષ વીધવા સ્ત્રી કરતાં વધારે રીબાઈ–રીબાઈને જીવતો હોય છે. સ્ત્રી વીધવા થઈ હશે તોય તદ્દન ઓશીયાળી નહીં થાય. બહુ–બહુ તો થોડી આર્થીક સમસ્યાઓ નડે એટલું જ; પરન્તુ બાકીનાં કામકાજ જાતે કરીને તે સમાધાન કરી લેશે. પુરુષને ન તો રસોઈ કરતાં આવડે, ન કપડાં–વાસણ જેવું ઘરકામ આવડે. પાછલી ઉમ્મરે સન્તાનો સાથે વીધુર પુરુષોનો મેળ ન જામે તો આર્થીક રીતે ગમે તેટલો સુખી હોય તોય પુરુષ ડગલે ને પગલે દુ:ખી થતો જ રહે છે. વીધવા સ્ત્રી ગરીબ હશે તો પારકા ઘરે વાસણ–કપડાં કે રસોઈનું કામ કરી આપીનેય પોતાનો નીર્વાહ કરી લેશે. વીધવા માતાએ પોતાનાં બે કે ત્રણ–ચાર સન્તાનોને ઉછેર્યાં હોય, ભણાવ્યાં–ગણાવ્યાં હોય એવું ઘણે ઠેકાણે જોવા મળે છે. વીધુર પુરુષને જો નાનાં સન્તાનોની જવાબદારી હશે તો તેણે મોટે ભાગે સેકન્ડ મૅરેજ કરી જ લીધાં હશે !
વીધવા થવું અને ત્યક્તા થવું આ બે બાબતોમાં પ્રથમ બાબત માટે સમાજ થોડો ઉદાર અને સહાનુભુતીસભર વ્યવહાર રાખે છે જ્યારે બીજી બાબત માટે સમાજ (ભલે કશું સત્ય જાણતો ન હોય) ટીકાખોર બની જાય છે. પુરુષનો દોષ હશે તોય બદનામી તો ઘણું ખરું ત્યક્તા સ્ત્રીની જ થશે.
અલબત્ત, મૅરેજ પછી એક–બે વર્ષમાં જ પતીનું અવસાન થાય તો સ્ત્રીને ‘કાળમુખી’, ‘છપ્પરપગી’, અને ‘અભાગણી’ જેવાં વીશેષણોથી હડધુત કરવાની ક્રુરતા પણ આપણો સમાજ બતાવતો હતો. નાની ઉમ્મરે પતીના અવસાન માટે પત્નીને (તેનાં અપશુકનીયાળ પગલાં–આગમનને) દોષીત માનવામાં આવતી હતી. એવી વીધવાને સાસરીયાં મહેણાં–ટોણાં મારીને તેના પર ત્રાસ ગુજારતાં. તેના પુનર્લગ્ન કરાવવાની વાત તો દુર રહી; તેનું જીવવું હરામ કરી મુકવામાં આવતું ! એક તરફ કુદરતે તેનો લાઈફ–પાર્ટનર નાની ઉમ્મરે છીનવી લઈને તેના હૈયાને જખમી કર્યું હોય, એ જખમ પર સમાજના કહેવાતા ઠેકેદારો અને કઠોર સાસરીયાં મહેણાં–ટોણાંનું મીઠું ભભરાવતાં હોય, એવી ક્ષણે તે યુવાન વીધવાને કેવી પીડા થતી હશે !
હા, જો કોઈ સ્ત્રી મોટી ઉમ્મરે વીધવા થઈ હશે તો સમાજ તેના પ્રત્યે સહાનુભુતી બતાવશે. તેને બીચારી–બાપડી કહીને મદદ પણ કરશે. જો તેનાં સન્તાનો સંસ્કારી હશે અને ઠરીઠામ થયેલાં હશે તો તેવી વીધવા સ્ત્રીને ઝાઝા સન્તાપ નહીં પજવે. જ્ઞાતીબન્ધુઓ, આડોશ–પાડોશના લોકો, સાસરીયાં અને સ્વજનો ઉપરાન્ત પીયર પક્ષ તરફથી પણ વીધવા સ્ત્રીને હુંફ–રાહત મળતાં રહેતાં હોય છે.
વીધવા કરતાં ત્યક્તા સ્ત્રીની દશા ભારે ભુંડી હોય છે. ત્યજાયેલી સ્ત્રી ગમે તેટલી સંસ્કારી હશે તો પણ તેને ચારીત્ર્યહીનનું લેબલ લાગી જશે. લોકો છાની રીતે ટીકાઓ કરવા માંડશે. ‘બહેનબાનાં લખ્ખણ પહેલેથી જ ખરાબ હતાં. તેના પતીએ તેને તગેડી મુકી!’ એટલું જ નહીં; જો ત્યક્તા સ્ત્રી યુવાન અને થોડીક રુપાળી હશે તો હવસખોર પુરુષોનાં ઝુંડ તેને ઘેરી વળશે. ઉપર–ઉપરથી તેને હેલ્પ કરવાનો ઢોંગ કરશે, તેના પ્રત્યે સહાનુભુતી રહેશે. ત્યક્તા સ્ત્રીઓનો પક્ષ લેનારું ભાગ્યે જ કોઈ મળી આવતું હોય છે. જો તેવી સ્ત્રી કોઈ પરાયા પુરુષની બદદાનતનો શીકાર બની હશે તો સમાજ તે સ્ત્રીની ટીકા કરવામાં ઓર ક્રુર થઈ જશે. સમાજ કહેશે : ‘તેના આ કુચરીતરને કારણે તેના પતીએ તેને તગેડી મુકી તોય હજી તે સુધરી નથી ! હજી તો તે કેટલાય પુરુષોના પડખે જઈને પોતાનું મોઢું કાળું કરાવતી રહે છે !’ તેને રાંડ–રંડી જેવાં હલકાં વીશેષણોથી ઉતારી પાડવામાં આવશે.
આપણે ત્યાં અગ્નીપરીક્ષા આપવાની હોય કે સતી થવાનું હોય એ બધું સ્ત્રીઓ માટે જ હોય છે. આજે પણ અગ્નીપરીક્ષાઓમાંથી અનેક સ્ત્રીઓને સતત પસાર થવું જ પડતું હોય છે. આજની એજ્યુકેટેડ અને વર્કીંગ વુમન હવે પહેલાંના જેટલી ઓશીયાળી–પરાવલમ્બી રહી નથી. વળી, કાનુન પણ તેને હેલ્પ કરે છે એટલે આજની સ્ત્રી પ્રમાણમાં ખુબ સેલ્ફ–ઈન્ડીપેન્ડન્ટ બની છે. તે કોઈના માથે બોજરુપ નથી બનતી; ઉલટાનું આખા પરીવારનો બોજ નીર્વાહ કરવાની ક્ષમતા તે બતાવે છે ! તો પણ બૉસ ! ત્યક્તા સ્ત્રીએ તો સમાજની ટીકાઓનાં તીર આરપાર વેઠવાં જ પડતાં હોય છે. બહુ ઓછી સ્ત્રીઓ બીન્દાસ થઈને જીવતી હોય છે. બીન્દાસ સ્ત્રીને સમાજની કશી પરવા નથી હોતી કે બદનામીનો તેને ભય નથી હોતો.
સમાજ ક્યાંથી ટકશે ?
ત્યક્તા સ્ત્રીઓ પ્રત્યે સમાજે તટસ્થ વ્યવહાર કરવાનું શીખવું જોઈએ. જો સ્ત્રીનો વાંક હોય, તેણે કંઈ ખોટું કર્યું હોય અને તેના પતીએ તેનો ત્યાગ કર્યો હોય તો તેવી સ્ત્રીને પ્રાયશ્ચીત્ત કરવાની તક આપવી જોઈએ. સ્નેહ અને સહાનુભુતીપુર્વક તેની પાછલી જીન્દગી વીતી શકે એવી વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. જો પતી કે સાસરીયાં દોષીત હોય તો તેમને તે સ્ત્રી તરફ સારો વ્યવહાર કરવા સમજાવવાં જોઈએ. લગ્ન ભલે વ્યક્તીગત બાબત છે; પરન્તુ આખરે તો એ એક સમાજ–વ્યવસ્થા છે. એનો આદર નહીં થાય તો સમાજ ક્યાંથી ટકી શકશે ?
ના હેલ્પ, ના હુંફ !
ઘણી વખત ત્યક્તા સ્ત્રીને તેનાં સાસરીયાં તરફથી જે નહોર માર્યાં હોય છે એના ઉઝરડા તેને લાઈફ–ટાઈમ દઝાડ્યા કરતા હોય છે. ક્યારેક તો જડ પીયરીયાં પણ ત્યક્તા સ્ત્રી માટે સહાનુભુતી રાખતાં ન હોય એવું બને છે. પીયરમાં મા–બાપ હોય તો ચપટી હુંફ કદાચ મળી જાય; પણ મા–બાપ ન હોય અને ભાઈ–ભાભીના શરણે જઈને રહેવાનું હોય ત્યારે તેને ભાગ્યે જ આવકાર અને હુંફ મળતાં હોય છે. જે બહેન સાથે બાળપણમાં ભરપુર મસ્તી–તોફાન કર્યાં હોય, જેને હાથે રાખડી બન્ધાવીને પોતે રાજી–રાજી થતો હોય, તે જ બહેન ત્યક્તા બનીને આવે તો ભાઈ પણ મોઢું મચકોડતો હોય છે ! સાસરે રહેતી સુખી બહેન પ્રત્યે ભાઈઓ ગમે તેટલું વહાલ વરસાવતા હશે; પરન્તુ કોઈ દુર્ભાગી પળે બહેનને ભાઈની હેલ્પ કે હુંફ જોઈતી હશે, ત્યારે ભાઈ ભાગ્યે જ તેની સાથે રહેશે ! ક્યારેક ભાઈ ઈચ્છે તો પણ ભાભી રીમોટ કન્ટ્રોલ દ્વારા ભાઈના મોઢે ‘ના’ પડાવી દે છે અને બહેનને સ્વતન્ત્ર–એકલાં રહેવાનું કહી દેવામાં આવે છે. ઘણી ત્યક્તા સ્ત્રીઓને બે–બે, ત્રણ–ત્રણ ભાઈઓ હોવા છતાં એકલાં રહીને ઢસરડા કરવા પડે છે. (જો કે કેટલીક રંગીન–શોખીન મીજાજની સ્ત્રીઓ સ્વતન્ત્ર રહેવાનું જ પસન્દ કરતી હોય છે.)
–રોહીત શાહ 

નિયતીને વચન…..પં.જવાહરલાલ નેહરુ … અનુવાદ ..શ્રી.પી.કે.દાવડા


નિયતીને વચન…..પં.જવાહરલાલ નેહરુ … અનુવાદ ..શ્રી.પી.કે.દાવડા

૧૪ અને ૧૫ મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધ્ય રાત્રીએ, ભારતની ૩૮૯ સભ્યોવાળી સંવિધાન સભાને સંબોધીને જવાહરલાલ નહેરૂએ,Tryst with destiny તરીકે પ્રખ્યાત,એક ઐતિહાસિક ભાષણ અંગ્રેજીમાં કરેલું.આ ભાષણનો તરજુમો હિન્દી અને બંગાલીમાં ઉપલબ્ધ છે,પણ શ્રી દાવડાએ અનેક પ્રયત્નો કર્યા પછી પણ એમને એ ગુજરાતીમાં મળ્યો  ન હતો.

શ્રી પી.કે.દાવડાજીએ આ ઐતિહાસિક ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરીને વિનોદ વિહારમાં પ્રગટ કરવા માટે મોકલ્યો છે એને સાભાર આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

નહેરુજી ના  આ  પ્રખ્યાત  ભાષણ નો  અંગ્રેજી પાઠ  વિકિપીડિયા ની આ લીંક પર વાંચી શકાશે.

શ્રી દાવડાએ ગુજરાતીમાં અનુવાદ કરતાં અંગ્રેજી શબ્દનો ભાવ એનો એ જ  જાળવ્યો છે અને યોગ્ય ગુજરાતી શબ્દો  વાપરવાનો સફળ પ્રયાસ કર્યો છે એ વાચકો એના વાચન દરમ્યાન જોઈ શકશે.

વિનોદ પટેલ 

 

નિયતીને વચન-Tryst with destiny

j-nehru_tryst_with_destiny_speech

કેટલાયે વર્ષો પહેલાં આપણે નિયતિને એકવચન આપ્યું હતું,અને હવે સમય આવી ગયો છેકે આપણે આપણું વચન નિભાવીએ,ભલે પૂરેપુરૂંનહિંપણ મહદ અંશે નિભાવીએમધરાતનેટકોરેજ્યારે વિશ્વ સુતું હશે,ભારત જીવન અનેસ્વતંત્રતાને માટે જાગી જશે.એવી ક્ષણો આવેછે,જે ઈતિહાસમાં વિરલ હોય છેજ્યારે આપણેજુનામાંથી બહાર નીકળી નવા યુગમાંકદમ મૂકીએ છીએજ્યારે એક યુગ સમાપ્ત થઈજાય છે,જ્યારે એક દેશનો લાંબા સમયથીદબાયલો આત્મા મુકત થઈ જાય છે એકસંજોગ  છે કે  પવિત્ર મોકા પર આપણેભારત અને એના લોકોની સેવા કરવા,અનેસૌથી વધારે તો માનવતાની સેવા કરવાસમર્પિત થવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

ઈતિહાસની શરૂઆતથી  ભારતે પોતાનીઅનંત શોધની શરૂઆત કરી દીધી હતીઅગણ્યસદીઓએના સંઘર્ષો અને એની ભવ્યસફળતાઓ અને એની વિફળતાઓથી ભરી પડીછે.સારા અને ખરાબબન્ને સમયમાં ભારતે તોએની શોધખોળની દૃષ્ટી ખોઈ, તો કદી એણેશક્તિ આપવાવાળા સિધ્ધાંતોને ભુલાવ્યા.

આજે આપણા દુર્ભાગ્યના સમયની અવધી પૂરીથઈ છેઅને ભારત પોતાને ફરી શોધી લેશે.આજે આપણે જે ઉપલબ્ધીનો ઉત્સવ મનાવીરહ્યા છીએ  તો માત્ર એક કદમ ચાલ્યા છીએ,અવસરો અને મોટી મોટી જીત અનેઉપલબ્ધીઓ આપણી વાટ જોઈ રહી છેશુંઆપણે એટલા શક્તિશાળી અને બુધ્ધિમાન છીએકે આપણે  તકને સમજી શકીએઅનેભવિષ્યની ચુનોતિઓને  સ્વીકારી શકીએ?

સ્વતંત્રતા અને શાસનજવાબદારીઓ પણ સાથેલઈ આવે છે જવાબદારી સભાજે એકસ્વાયત્ત સંસ્થા છેજે ભારતના સ્વાયત્ત લોકોનુંપ્રતિનિધિત્વ કરે છેએની ઉપર આવે છે.સ્વતંત્રતાના જન્મની પહેલાં આપણે હાડતોડમહેનતનાં બધાં દુખ સહ્યાં છેઅને એ દુખનીયાદથી ખળભળી જઈએ છીએ. એમાંનુંકેટલુંક દુખ હજી પણ મોજુદ છેપણ ભૂતકાળખતમ થઈ ગયો છેઅને હવે ભવિષ્ય  આપણીસામે જોઈ રહ્યું છે.

 ભવિષ્ય આરામ કરવા કે ચેનથી બેસવા માટેનથી,પણ પ્રયત્ન કરવાના છે કે આપણે વારંવારકરેલી પ્રતિજ્ઞાઆજે ફરી   પ્રતિજ્ઞા કરીશું,તેને પુરી કરી શકીએભારતની સેવાનો અર્થ,લાખો પીડિત લોકોની સેવા કરવાનો છેએનોમતલબ ગરીબીઅજ્ઞાનતા,બિમારી અનેઅવસરની અસમાનતાને દૂર કરવાનોછે.આપણી પેઢીના મહામાનવની મહાત્વાકાંક્ષાહરેક આંખનાં એક એક આંસુ લુંછવાનો છેશક્યછે  કામ આપણા માટે સંભવ  હોયપણ જ્યાંસુધી પીડિતોના આંસુ ખતમ  થાય ત્યાં સુધીઆપણું કામ પુરૂં નહિં થાય.

અને એટલે આપણાં સપનાં સાકાર કરવા માટે આપણે સખત મહેનત અને કાર્ય કરવાં પડશેજેસપનાં ભારત માટે છે વિશ્વ માટે પણ છે. બધાં રાષ્ટ્રો અને એના લોકો આજે એક બીજાસાથે નજદીકથી સંકળાયલાં છે,કોઈ પણ પોતાનેઅલગ રાખવાનો વિચાર પણ  કરી શકે.શાંતિને અવિભાજ્ય કહેવાય છેએમ આઝાદીનું પણ છેએવું  સમૃધ્ધિનું છે અનેવિનાશનું પણ એવું જ છે દુનિયા એક છે,એને અલગ અલગ ટુકડામાં બાંટી શકાય નહિં.

ભારતાના લોકો માટેજેના આપણે પ્રતિનિધિઓછીએ,આપણે  મહાન ઉપલબ્ધીઓ પર સૌનેઆસ્થા અને વિશ્વાસની સાથે આપણી સાથેશામીલ થવાની અપીલ કરીએ છીએઆજેહલકી અને વિનાશકારી ટીકાનો સમય નથી,અને દુર્ભાવના રાખવાનો અને દોષારોપણકરવાનો પણ સમય નથીઆપણે મુક્ત ભારતનુંએવું મહાન નિર્માણ કરવું છે કે જ્યાં બધાં બાળકોરહી શકે.

નિયત દિવસ આવી ગયો છે- દિવસ જેનિયતિ દ્વારા નિયત હતોઅને લાંબી નિદ્રા અનેસંઘર્ષ પછીઆગળ જવા ફરી જાગૃતજીવંત,મુકત અને સ્વતંત્ર ઊભું છે.કેટલેક અંશે આપણોભૂતકાળ હજી પણ આપણને જકડી રહ્યું છે,આપણેજે પહેલાં પ્રતિજ્ઞા કરી છે એને નિભાવવાઘણું બધું કરવું પડશેહવે નિર્ણાયક બિન્દુપણ ભૂતકાળ થઈ ગયું છે.

આપણા માટે ઈતિહાસની નવેસરથી શરૂઆતથઈ ચૂકી છે,જે ઈતિહાસને આપણે બનાવશું અનેએના વિષે અન્ય લોકો લખશે.

 ભારતવાસીઓ માટેપૂરા એશિયા માટે અનેવિશ્વ માટે એક સૌભાગ્યપૂર્ણ ક્ષણ છેએક નવાસિતારાનો ઉદય થયો છેપૂર્વમાં સ્વતંત્રતાનોસિતારો એક નવી આશા લઈને આવ્યો છેઅને એક પરિપૂર્ણ દૃષ્ટીને મુર્હત સ્વરૂપ આપશેસિતારો ક્યારે પણ અસ્ત નહીં થાયઅને આશાક્યારે પણ ધૂંધળી નહિં થાય.

આપણે  સવતંત્રતાનો આનંદ લઈશુંજ્યારેઆપણી ચારે કોર વાદળા ઘેરાયલા છે અનેઆપણા લોકો અનેક દુખોથી પીડિત છેઅનેઆપણે કઠણ સમસ્યાઓ થી ઘેરાયલા છીએ.આઝાદીની સાથે જવાબદારીઓ અને સમસ્યાઓઆવે છેઅને એનો આપણે શિસ્ત સાથે સામનોકરવો પડશે.

 દિવસે આપણે સર્વપ્રથમ  સ્વતંત્રતાનાવાસ્તુકાર,આપણા રાષ્ટ્રપિતા મહાત્માને નમનકરીએ છીએજેમણે સ્વતંત્રતાની મશાલ ઉપાડીઅને આપણા ઉપર છવાયલા અંધકારને દૂરકર્યોઅને ભારતાના પુરાણાગૌરવને સ્થાપિતકર્યો.

આપણે ના સમજીમાં ઘણી વાર એમના સંદેશથીદૂર ભટકી જઈએ છીએમાત્ર આપણે  નહિં,પણ આવનારી પેઢીઓ પણ એમના સંદેશનેયાદ રાખશે અને ભારતના  મહાન સપૂતનાઅદ્વિતીય વિશ્વાસ અને શક્તિ તથા સાહસ અનેવિનમ્રતાને દિલમાં સજાવી રાખશે.આપણે ક્યારેય પણ  સ્વતંત્રતાની મશાલનેબુઝાવા નહિં દઈએભલે ગમે તેટલો પવન,તોફાન કે આંધી આવે.

આપણે  અજ્ઞાત સ્વયંસેવકો અને સૈનિકોનેપણ નમન કરીએ છીએજે લોકોએ પ્રસંશા કેઈનામની ઇચ્છા વગરજીવનભર ભારતનીસેવા કરી છે.

આપણે આપણાં  ભાઈ-બહેનો માટે ચિંતીતછીએ કે જે લોકો રાજનિતીક સીમાઓને લઈનેઆપણાથી દૂર થઈ ગયા છેઅને દુર્ભાગ્યવશવર્તમાન સમયમાં મળેલી સ્વતંત્રતાને સુધારીનહિં શકીએભલે ગમે તે થાયએ લોકો આપણાંછે અને આપણાં રહેશેઆપણે એમના સારા-માઠા સમયમાં ભાગીદાર રહીશું.

ભવિષ્ય આપણી સામે તાકી રહ્યું છેઆપણે ક્યાંજવું છે અને આપણા પ્રયત્નો કયા હોવા જોઈએ?ભારતના સામાન્ય નાગરિકખેડૂતો અને મજૂરોમાટે સ્વતંત્રતાનો અવસર લાવવા માટેગરીબીઅને અજ્ઞાનતા તથા બિમારીથી લડવા અને એનેસમાપ્ત કરવાએક સમૃધ્ધલોકતાંત્રિક અનેપ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવાસામાજીક,આર્થિક અને રાજનૈતિક સંસ્થા બનાવીએ જે દરેકપુરૂષ અને સ્ત્રીને માટે ન્યાય અને જીવનનીસુરક્ષા સુનિશ્ચિત કરે.

આપણું આગળનું કામ મુશ્કેલ છેઆપણાંમાંથીકોઈ આરામ નહિં કરી શકેજ્યાં સુધી આપણીપ્રતિજ્ઞા પુરી  કરીએ ત્યાં સુધીઆપણેભારતના બધા લોકોને એમની ભાગ્યરેખા સુધી પહોંચાડી દઈએ ત્યાં સુધી.

આપણે હિમ્મતવાળા પ્રથમ પંક્તિના મહાનદેશના નાગરિક છીએઅને આપણે ઉચ્ચમાપદંડ ઉપર ખરા ઉતરવાનું છેઆપણે બધા,ભલે કોઈપણ ધર્મથી સંબંધિતહોઈએ,સમાનરૂપથીસમાનઅધિકાર,વિશેષાધિકાર અને દાયિત્વ સાથેભારતના સંતાન છીએ.આપણે સાંપ્રદાયિકતાઅને સાંકળી મનોવૃતિને પ્રોત્સાહિત  કરીશકીએકોઈ પણ દેશજેના લોકોના વિચારોસંકુચિત હોયતે મહાન  બની શકે.

આપણે વિશ્વના દેશો અને પ્રજા માટેશુભકામનાઓ કરીએ છીએ અને આપણે એમનીસાથે સહયોગ કરીને શાંતિ સ્વતંત્રતા અનેલોકતંત્રને આગળ વધારવા કૃતનિશ્ચયી છીએ.

અને ભારતની પ્રાચીનશાશ્વત અને હંમેશાં નવીસ્ફૂર્તિ આપવાવાળી આપણી અત્યંત પ્રિયમાતૄભૂમિને શ્રધાથી નમન કરીએ છીએઅનેફરીથી એની સેવા કરવાનો સંકલ્પ લઈએ છીએ.

જયહિન્દ

(ભાષાંતર- પી. કે. દાવડા)

ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલએ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સંવિધાન સભામાં Tryst With Destiny એ નામે પ્રસિદ્ધ અંગ્રજીમાં ભાષણ આપ્યા બાદ દેશ સમક્ષ હિન્દી ભાષામાં પણ ભાષણ આપ્યું હતું જેને ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારણ કરવામાં આવ્યું હતું .

આ હિન્દી ભાષણ પણ નીચેના વિડીયોમાં સાંભળો. 

Jawaharlal Nehru | Tryst With Destiny

(Hindi With Subtitles)

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી