Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

1 September 2016

મેડલની મારામારી

મેડલની મારામારી
નરીયો ઉર્ફે નરેશ અમારી ટીખળ ટોળીનો મહત્વનો વડો. એના વિષે મેં ઘણું બધું કહેલું છે. પણ એની બે ખાસિયતો વિષે તો હું કહ્યા વગર નહિ રહી શકું. ખેલકૂદની કોઈ હરીફાઈ લઇ લો કે તરણ સ્પર્ધા વિષે ઊંડું તપાસી જુઓ. નરીયાની માસ્ટરી એ હતી કે તે કુવામાં પડે અને નીચે તળિયે જઈને યોગાશન કરે. એ વાત અલગ હતી કે એને એક જ આશન આવડતું તે હતું, પદ્માશન. અને એની બીજી માસ્ટરી એ હતી કે ગમે તેવા ઝેરી કે બિનઝેરી સાપને એ પુંછડીથી પકડી લેતો અને દોરડા ફેંકની જેમ સાપ ફેંક રમત રમે. ઓલમ્પિકમાં આ રમતોની કોઈ હરાઇફાઇ નથી થતી, અને જે થાય છે એમાં નરેશ બિચારો ઢીલો પડે !
એક વાર સાંજે ડિનરમાં મારી બાએ મારા મનગમતા દહીંવડા બનાવેલા. મનગમતી વસ્તુ વધુ ખવાઈ જાય એવું લખાણ તો તમને કોઈ પણ ગ્રંથમાં મળી આવશે. વધુ ખવાઈ જાય તો તળાવની પાળ પર લટાર મારવા નીકળવું  એવું કદાચ બધા ગ્રંથોમાં ના પણ લખ્યું હોય. હું લટાર મારવા માટે નીકળ્યો. સૂર્યાસ્ત તો થઇ ગયેલો અને વાદળમાં વાદળાઓ પણ દેખાતા હતા બોલો. અંધારું હજી બેટ પકડીને બેટિંગ કરવાની તૈયારીમાં હતું. જો કે અમારા પગ તો એ પાળ પર એવા ટેવાઈ ગયેલ છે કે અંધારું હોય તો પણ અમે કદી તળાવના પાણીમાં પડયા નથી. જો કે છતાં હું તો લાઈટના થાંભલાની લાઈન પકડીને ચાલતો હતો. તળાવની પાળે એક હનુમાનજીની ડેરી અને બાજુમાં નાનો એવો આશ્રમ. અંધારામાં ચાલવું અને સામે હનુમાનજી દેખાય એટલે બીક સહજ મેં એ બાજુ જોયું અને એક હાથને હૃદય પર મૂકીને માથાને 100 ડિગ્રીના ખૂણે નમાવ્યું. અને જેવું માથું ઉપર આવ્યું કે મારી આંખો એ બે ચમકતી આંખો અને ચમકતા દાંત જોયા.આંખો અને દાંત જાણીતા લાગ્યા એટલે હું એ બાજુ વાળ્યો. જઈને જોઉં તો જીલો હસે. હસે એટલે, બેવડ વળી જાય એટલું હસે. માંડ હસવાનું ખાળીને એણે મને બોલાવ્યો
“ અરે રીતયા તું ? ”
“ હું તો ઠીક પણ તું અત્યારે અહીંયા, અને આ હાલતમાં ? ”
“ મારી હાલત તો સારીજ છે. પણ જોજે કોઈને કહેતો નહિ કે હું એકલો એકલો હસતો હતો. ”
“ કોઈને નહિ કહું, પણ મને એ તો કહે કે તું શું કામ આટલું બધું હસે છે ? ”
“ નરીયો …. ” ને વળી તે જોર જોરથી હસવા લાગ્યો. મેં એને પેટમાં હોય એટલું હસી લેવા કહ્યું.
“ નરીયો, ગાડીના પાટે રોજ વહેલી સવારે કસરત કરે છે ”
“ એમાં નવું કે હસવા જેવું શું છે? ”
મને કસમ આપીને જીલાએ બાંધી લીધો. પણ એને જે વાત કરી તે થોડી કૌતુક ભરી પણ હતી.
બીજી વહેલી સવારે હું છાનોમાનો ગાડીના પાટે પહોંચી ગયો. આગળ લખતા પહેલા ત્યાંનું દ્રશ્ય સમજાવી દઉં. એક જ લાઈનમાં ત્રણ ટ્રેનના ટ્રેક. છેલ્લા ટ્રેમાં કાયમ એક બે વેગન કોચ કે એક્સ્ટ્રા ડબ્બા પડેલા હોય. એન્જીન શન્ટિંગ કરે એટલે એમાંથી કાચા અને બળેલા કોલસા પાટા વચ્ચે પડે. એ કોલસાને અમે બધા વાપરીએ. આથી રેલવે વાળા ખુશ કારણ કે એમને પાટા વચ્ચે પડેલ કોલસાની ભૂકીને સાફ ના કરવી પડે અને અમે એનો ઉપયોગ કરતા. હું તો છાનોમાનો એક ડબ્બા પાછળ જઈને નરીયો શું કરે છે તે જોવા લાગ્યો. એના નિત્ય પ્લાન મુજબ એ બે ડોલ લઈને આવ્યો અને પડેલા કોલસા અને ભૂકીને ડોલમાં ભરવા લાગ્યો. આછાં અંધારામાં પણ એના મુખ પર મેં પ્રસન્નતા જોઈ. મને તો એ નહોતું સમજાતું કે જીલો પેટ પકડીને હસે એવું તો આમાં શું હશે ?
થોડી વાર પછી નરેશે જે એક્ટિવિટી ચાલુ કરી તે રસ પડે એવી લાગી. જેવી એની બેય ડોલો ભરાઈ કે એક ડોલને એ ઉપાડીને માથા સુધી લઇ જાય. પછી બીજી ડોલને બીજા હાથે ઉપાડીને રિપીટ કરે. પછી તો ભાથી એ બેય ડોલને એક સાથે ઉપાડીને ઊંચી નીચી કરે. થોડી વારમાં તો સલમાન જેમ શર્ટ કાઢીને મંડ્યો. અને જે એકશનો મને દેખાઈ એમાં હું પણ ડબ્બા પાછળ લપાઈને હસવા લાગ્યો. અને એમાંય જયારે એને ડોલોને ક્રોસ કરીને ઊંચી નીચી કરીને કરતબ કર્યું કે મારાથી જોરથી હસાઈ પડ્યું. અને એ બાજુ નરીયાના હાથમાંથી ડોલ પડીને સીધી એના પગ પર. મારાથી  હસવું અને એના પર દયા, બેય એકસાથે ના થઇ શક્યું આથી હું તો ભાગ્યો. પણ જેવો હું થોડો આગળ ગયો કે જીલો દેખાયો.
“ મને ખબર હતી કે તું પણ આવવાનોજ ! ”
“ હવે હસવાનું બંધ કર, અને ચાલ જઈએ. કાલે મિટિંગ બોલાવીશું ” એમ કહીને અમે બંને પોતપોતાના ઘરે આવ્યા.
બીજા દિવસે ટીખળ ટોળી તળાવની પાળે ભેગી થઇ. મારા, હકાના, અશ્કા અને દિલાના ઘરે સાંજનું ડિનર વહેલું પતિ જાય. આથી અમે લોકો વહેલા આવીને ગપ્પા મારતા હતા. ધીરે ધીરે જીગો, જલો, દિલો, ટીનો અને છેલ્લે એના મિત્ર લાલાને લઈને વજો પણ આવી ગયો.
“ કોઈ મને એ કહેશો કે આજે અચાનક મિટિંગ કેમ ? ” જેમ્સ બોન્ડ જીગાએ આવીને તરત પૂછ્યું.
“ કેમ આ વખતે તું કોઈ ખબર નથી લાયો એટલે ? ” હકાએ એને ચીડવ્યો
“ હકલા……? ” ટીનાએ જોરદાર ઘાંટો પાડ્યો કે હકો એકદમ ચૂપ.
“તેં જ મિટિંગ બોલાઈ છે તો ફોડ પાડ ”
“ સ્યોર, શિયાળાની વહેલી સવારે આપણે બધા દોડવા નીકળીએ ત્યારે નરીયો ગોદડાંની ઉંફમાં ચૂર હોય. હાઈસ્કૂલના પુલ અપ્સ સ્ટેન્ડ પાસે આપણે બધા મથતા હોય અને એ મહાશય આપણને જોઈને મશ્કરીએ ચડે ”
“ હા એ ખરું હો ” હકાએ મને સપોર્ટ કર્યો.
“ હા તો આગળ ચાલુ રાખ…. ” વજાએ મને ધીમેથી ધક્કો માર્યો.
“ મને અને જીલાને ધ્યાનમાં આવ્યું છે કે નરીયો હમણાં રોજે વહેલી સવારે કસરત કરે છે ”
“ હેં…? ” અશોકે આશ્ચર્ય કર્યું.
“ કોઈ કાળે ના બને ” દિલો ચિલ્લાયો.
“ મેં એને સગી આંખે જોયો છે ” કહીને જીલો હસવા જતો હતો પણ મેં એને એવો દબાવ્યો કે તે ચૂપ થઇ ગયો.
“ અરે તો રીતેશ કહે એ ખોટું ? ” હકાએ બંને સામે ઘુરકિયું કર્યું.
“ ભાઈઓ, મિત્રો, શાંતિ. ” નરેશે બધાને શાંત પાડ્યા. અને બોલવાનું ચાલુ કર્યું. “ ઓલમ્પિકના રોજે આવતા આંકડા જોઈને મને બહુ લાગી આવે છે. હવે હું જ્યાં
સુધી કહું નહિ ત્યાં સુધી બધા ચૂપ રહેજો. જીવ મને એટલે બળે છે કે અમેરિકા, ચીન અને જાપાન જેવા બધા સોનુ ચાંદી અને કાંસાના મેડલો લઇ જાય છે. અને ભારતના ભાગે એક જ મેડલ. બોલો પછી જીવ બળે કે નહિ ? ”
“ બળે હો ભાઈ બળે ” જીગાએ કહ્યું.
“ જીવ શું બધું બળે ” વજાએ પણ સાથ પૂર્યો.
“ હા તો શું નરુ ? ” ટીનાએ કહ્યું.
“ આપણા રેસલર નરસિંહ યાદવ પર ઓલમ્પિક કમિટીએ પ્રતિબંધ લાદી દીધો છે.”
“ હા એ ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે ” જીગો બોલ્યો
“ એટલે જ હું ખેતીમાં લાગી ગયો; સાલું મરીએ ત્યાં સુધી ટેસ્ટો આપવાની ! ” વજાએ કુવામાં પથ્થર ફેંક્યો. હું બધા સામે જોવા લાગ્યો એટલે હકાને ખબર પડી ગઈ કે વજાએ કોઈક લોચો માર્યો છે.
“ જિંદગીનું બીજું નામ જ ટેસ્ટ કેમ ભૂરા ? ” હકાએ કહ્યું.
“ કોણ ભૂરો ? ” અશ્કાએ પૂછ્યું.
“ અલ્યા ડફોરો, હવે શાંતિથી નરીયાને સાંભળશો કે ? ” ટીનાએ તળાવમાં પડઘા પડે એવી બૂમ પાડી કે બધા શાંત, સાથે નરીયો પણ. એ બધા સામે જોવા લાગ્યો એટલે મેં એને ઈશારો કરીને ગાડીને આગળ ધપાવવા કહ્યું.
“ હા તો નરસિંહ યાદવ એક ધુરંધર કુસ્તીબાજ છે અને એ એક ગોલ્ડ મેડલ ના લઇ જાય એના માટેથી એનો ટેસ્ટ લીધો ને એ ફેલ. ”
“ પછી ? ” વાર્તા સાંભળતો હોય એમ જીલાએ પૂછ્યું.
“ એ ટેસ્ટમાં ફેલ થયો અને તારી કસરત કરવાની ક્રિયા સાથે કોઈ કનેક્શન ખરું ? ” અત્યાર સુધી શાંત દલાએ પૂછ્યું.
“ બિલકુલ કનેક્શન, મારે સરકારને કહેવું છે કે નરસિંહ યાદવ ફેલ થયો તો એના બદલે નરેશ પંચાલ ભાગ લેશે ”
“ તું ભાગ લઈશ ? ” હકાએ બહુ આશ્ચર્યથી પૂછ્યું.
“ કેમ મારાથી ભાગ ના લેવાય ? હું પણ ભારતનો નાગરિક છું. અને તમે મને જેવો તેવો ના ધારશો. ”
“ કેવો ધારીએ બોલ ? ”
“ અરે શાખામાં જતો ત્યારે દર વખતે સામે વાળાને કુસ્તીમાં હરાવી દેતો પૂછ અશ્કાને”
અશોક એની સાથે શાખામાં જતો એની સૌને ખબર છતાં તે તો સંકોડાઇને બેસી ગયો; જાણે નરીયાએ એની સામે કોઈ મર્ડરનો આરોપ મુક્યો હોય.તેમ છતાં એને હકારમાં ડોકું હલાવ્યું જાણે મહા પરાણે.
અમને લોકોને એની હિમ્મત સામે કોઈ વાંધો નહોતો. કુવામાં બે બે ત્રણ ત્રણ મિનિટ શ્વાશ રોકીને તળિયે બેસી રહેવું એ કોઈ નાનીમાંના ખેલ નહિ.
“ પણ નરીયા, રિયો તું આટલો જલ્દી પહોંચીશ કેમ ? ”
“ તમને એવું લાગે છે કે હું લોકલ ટ્રેનમા જઈશ ? અરે હવે તો ઠેર ઠેર એરપોર્ટ ફૂટી નીકળ્યા છે. અમદાવાદ જઈને સીધો પ્લેનમાં રિયો ”
“ તને ખબર છે રિયો ક્યાં આવ્યું ? ” દલાએ પૂછ્યું
“ આ રિયુ રિયો ઉત્તરમાં ” એમ કહીને નરીયાએ તળાવ બાજુ ઈશારો કર્યો.
“ તારી ભલી થયા નરીયા ” મેં માથું ફૂટ્યું.
“ નરેશ એ તો બીજા દેશં છે, ભારતમાં નથી. ” જેમ્સ બોન્ડ જીગાએ કહ્યું
“ તો કુસ્તી કેન્સલ ” નરીયો એકદમ ઠંડો પડી ગયો. અને અમે બધા ચાર પાંચ ગ્રામ હસીને એના પર દયા ખાવા લાગ્યા.
“ કઈ નહિ એ બહાને તારે એટલી કસરત તો થઇ ” દિલાએ એને હિમ્મત આપી.
“ નરીયા તને ખોટું ના લાગે તો જીલો તારી એક્ટિંગ કરે ”
“  એમાં શું કર જીલા ”
“  ના હો, પછી હું એકલો હોય ત્યારે મને મારે ” જીલો બિયો.
બધાએ એના વતી ખાતરી આપી અને હકાએ તો ત્યાં સુધી કહ્યું કે સો ના સ્ટેમ્પ પર પણ એ લખી આપશે. આથી જીલો તૈયાર થયો. અને એણે વારાફરતી કોલસાની ડોલો સાથે કસરત કરતા નરિયાની લાકડા ફાડ એક્ટિંગ કરી.
મિત્રો,લાકડાફાડ શબ્દની શોધ આશરે ઈ.પૂ. 230ની સાલમાં અમારા મહેલ્લામાં થયેલી. એને બીજા મહેલ્લાના લોકો આબેહૂબ પણ કહે છે. જીલાની લાકડાફાડ એક્ટિંગ જોઈને ખુદ નરીયો પણ એટલું હસ્યો કે એને જોઈને જીલોય પેટ પકડીને હસ્યો.
એક વર્તુળમાંથી આવેલ માહિતી મુજબ આ ઘટના પછી, જીલો કદી નરીયાથી ડરતો નહિ.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી