Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

6 October 2016

જન્મદાત્રીના જન્મ દિવસનો જશન …(સત્ય ઘટના )… હેમંત વૈદ્ય


 જન્મદાત્રીના જન્મ દિવસનો જશન …(સત્ય ઘટના )… હેમંત વૈદ્ય

સમાજમાં બનતી સત્ય ઘટનાઓની પ્રેરક વાતો કોઈ વાર્તા લેખકની કાલ્પનિક વાર્તાઓ કરતાં મને વધુ ગમે છે.

લેખકો પણ છેવટે તો સમાજમાં બનતી ઘટનાઓનું નિરીક્ષણ કરી એમાં એમની કલ્પનાઓ ઉમેરીને અને એમની રીતે શબ્દો અને શૈલીના વાઘા પહેરાવીને વાર્તાઓની રચના કરતા હોય છે ને !

આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ સત્ય ઘટનામાં  શંકર પાટોળે નામનો કોલ્હાપુરનો રિક્ષાચાલક એની માતૃ વંદનાની અભિવ્યક્તિ અનોખી રીતે કરે છે એની વાત છે.સ્વર્ગસ્થ જન્મ દાત્રી માતાના જન્મ દિવસ ૨૩ ઑગસ્ટે માતા પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવાનો એક નવો શિરસ્તો પાડીને એ લોકોની ચાહના મેળવી ગયો છે. 

એક  સામાન્ય રીક્ષા વાળાની અનોખી માતૃ ભક્તિને ઉજાગર કરતી આ સત્ય ઘટના વાંચ્યા પછી તમને  શંકર પાટોળેને સલામ કરવાનું જરૂર મન થશે. 

આ સત્ય કથા વાંચીને મને સ્વ.કવિ બોટાદકર રચિત ખુબ જાણીતા કાવ્ય જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ (વિડીયો) ની યાદ તાજી થઇ ગઈ .

વિનોદ પટેલ 

 mother-rikshawala

જન્મદાત્રીના જન્મદિવસનો જશન

પ્રાસંગિક - હેમંત વૈદ્ય

આપણી સંસ્કૃતિમાં માનો દરજ્જો બહુ ઊંચો છે. ભગવાન કરતાં ઉપરનું સ્થાન તેને આપવામાં આવ્યું છે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ જેવી કહેવતો પણ આપણે ત્યાં પ્રચલિત છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં એક રિક્ષાચાલક માતૃવંદના અનોખી રીતે કરીને લોકોની ચાહના મેળવી ગયો છે.

જન્મદિન અથવા વરસગાંઠનું આપણે ત્યાં અનેરું મહાત્મ્ય છે. દરેક જણ પોતપોતાની સમજણ તેમ જ ક્ષમતા અનુસાર આ દિવસની ઉજવણી કરતા હોય છે. કોઇ સાદાઇથી કરે તો કોઇ લાખો ખર્ચીને ધામધૂમ કરીને ઉજવણી કરે. કોલ્હાપુરના રિક્ષાવાળાએ પોતાની માતાની વરસગાંઠ નિમિત્તે આખા દિવસ દરમિયાન પ્રવાસીઓને વિનામૂલ્ય સેવા આપીને વરસગાંઠ મનાવી. તેણે શરૂઆત સવારે આઠ વાગ્યે કરી હતી અને ૧૨ કલાક સુધી રિક્ષા ચલાવીને રાતે આઠ વાગ્યા સુધી લોકોને સહેલ કરાવી. આ સાથે માતા પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવાનો નવો શિરસ્તો તેણે પાડ્યો.

શંકર પાટોળે નામનો આ રિક્ષાચાલક છેલ્લાં ૨૦ વર્ષથી રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરી રહ્યો છે. ઘરની પરિસ્થિતિ અત્યંત નાજુક. શંકર દસ વર્ષનો હતો ત્યાં જ તેના પિતાશ્રીનું અવસાન થયું હતું. જોકે, માતા કમલતાઇ હિંમત ન હાર્યાં. વાસણ-કપડાં ધોવાનું કામ કરીને તેમ જ પોસ્ટ ઑફિસમાં કૉન્ટ્રૅક્ટ પર સાફસફાઇનું કામ કરીને તેમણે બાળકોનો ઉછેર કર્યો. માને પડતું કષ્ટ અને તેને થતી વેદના શંકરથી છૂપી નહોતી. એટલે માતાને જતી જિંદગીમાં કોઇ કરતા કોઇ પ્રકારનું કષ્ટ ન પડે એવું ઘરનું વાતાવરણ તે જાળવી રાખતો હતો. બીજી એક વાત તેણે ખાસ નોંધી કે જ્યારે પણ પરિવારની કોઇ વ્યક્તિની વરસગાંઠ હોય ત્યારે માતુશ્રી એ દિવસ ધ્યાનમાં રાખીને ઘરમાં કોઇ ગળી વાનગી બનાવીને લોકોના મોઢાં મીઠાં કરાવતી, પણ પોતાના જન્મદિનની તારીખ સંતાડીને રાખતી. શંકરને તો માની વરસગાંઠ કયે દિવસે છે એની જાણ પણ નહોતી અને માને પૂછતા પોતાને યાદ નથી એનું કહીને વાત ટાળી દેતી. જોકે, થોડા દિવસો પહેલા આધાર કાર્ડ બનાવવાને નિમિત્તે કેટલાક કાગળો શોધતા શોધતા માતાની વરસગાંઠ ૨૩ ઑગસ્ટે હોવાની અને એ દિવસે તેમને ૬૫ વર્ષ પૂરાં થઇ રહ્યા હોવાની શંકરને જાણ થઇ. બસ, આ દિવસે કંઇક નોખું કરવું એવો નિર્ધાર શંકરે કરી લીધો.

‘ધાર્યું હોત તો હું બસો રૂપિયાની કેક ખરીદીને વરસગાંઠની ઉજવણી કરી શક્યો હોત,’ શંકરે કહ્યું, ‘પણ મને એ દિવસો યાદ આવ્યા જ્યારે મા વાસણ-કપડાં ધોવા જતી. ક્યાંય જવું હોય તો પગપાળા જતી, કારણ કે રિક્ષા ત્યારે પોસાતી નહોતી. એટલે એ દિવસે (૨૩ ઑગસ્ટે) પ્રવાસીઓ પાસેથી ભાડું નહીં લેવાનો નિર્ણય લીધો. હું ભાડું નથી લેતો એ જાણીને ઘણા લોકોને સુખદ આંચકો લાગ્યો. જોકે, જ્યારે મેં તેમને કારણ જણાવ્યું ત્યારે તેમના ચહેરા પરના ભાવે મારી ઉજવણીને વધુ આનંદદાયક બનાવી દીધી.’ શંકરે એ દિવસે રિક્ષાના પાછળના ભાગમાં માતુશ્રીની તસવીર તેમ જ આજનો દિવસ વિનામૂલ્ય પ્રવાસનો આનંદ માણો એવી જાહેરાત પણ કરી. કેટલાક લોકોએ ભાડું આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે નમ્રતાથી ના પાડી. જોકે, એક પ્રવાસીએ ફૂલની દુકાન નજીક રિક્ષા ઊભી રખાવીને ફૂલનો બુકે લઇને ઉજવણી કરી તો વળી એક પ્રવાસીએ મીઠાઇનું પડીકું બંધાવ્યું. બે-ત્રણ જણે તો શંકરની સાથે સેલ્ફી લઇને આનંદ વ્યક્ત કર્યો. માતા પ્રત્યેનો આદર અનોખી રીતે વ્યક્ત કરવાનો શંકરનો આ પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે.

સૌજન્ય- મુંબઈ સમાચાર 

માતાની મહત્તાને ઉજાગર કરતાં બે ચિત્રો 

mother-namo
mother-with-no-hands-putting-on-diper-2

સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો-2

સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો-2

#Surgicalstrike પછી બોલવામાં ને લખવામાં ફાંફા પડવાના લીધે બુદ્ધુજીવીઓનો પ્રતિભાવ એવા પિતા જેવો છે જે કોઈ દી તેના હોશિયાર દીકરાની પ્રશંસા કરતો નથી અને એણે દીકરા સાથે શરત મારી હતી કે દસમામાં 90 ટકા ઉપર લાવી દેખાડ તો તારા વખાણ કરીશ અને દીકરાએ 92 ટકા લાવી દેખાડ્યા ત્યારે આ હરખશૂન્ય પિતાનો રિસ્પોન્સ: બૉગસ માર્કશીટ તો નથી ને?
દીકરો: બૉગસ કેવી રીતે બનાવી શકાય? આ તો બૉર્ડની એક્ઝામ હતી.
પિતા: ચોરી તો નહોતી કરી ને?
દીકરો: સુપરવાઇઝર ને સીસીટીવી બંને હોય પછી ચોરી કેવી રીતે થાય?
પિતા: આવું પરિણામ તો અમેય લાવતા હતા.
દીકરો: પણ તમારે તો સેકન્ડ ક્લાસ જ આવેલો ને પછી તમે ભણવાનું જ મૂકી દીધેલું.
પિતા: પણ એ સેકન્ડ ક્લાસ તારા 92 ટકા જેટલો જ ગણાય.
દીકરો: પણ અમારા જેવો અઘરો સિલેબસ તમારે નહોતો એવું મને ભણાવતી વખતે તમે જ કહેતા હતા.
પિતા: ઠીક છે. ઠીક છે. તારા શિક્ષકને અભિનંદન કે તારા જેવો ડફોળ આટલા ટકા લાવી શક્યો. બહુ ખુશ થા મા. હજુ બારમું બાકી છે. બારમામાં આટલા ટકા લાવ તો સાચો માનું.
આવી વ્યક્તિને કહેવાનું મન થાય કે:
એલા ડફોળુદ્દીન…12માની વાત 12મા વખતે. અત્યારે તો દસમાના પરિણામના અભિનંદન શિક્ષક સાથે એનેય આપ કારણકે શિક્ષકે તો બધાયને એક સરખા જ ભણાવ્યા હતા. તો તારા છોકરાને જ કેમ 90 ટકા ઉપર આવ્યા? એનું અને ઘરના બીજા સભ્યોનું મનોબળ શા માટે ભાંગે છે?

દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો –નાથુભાઈ ડોડીયા ભાગ –બે


દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો

–નાથુભાઈ ડોડીયા

ભાગ –બે


…હવે આગળ વાંચો…

(16)   ગ્રહોની વીપરીત અસરમાંથી મુક્ત થવા લોકો બ્રાહ્મણ પાસે પૈસા આપીને મન્ત્રજાપ કરાવે છે. ધર્મશાસ્ત્રમાં મન્ત્રનો અર્થ વીચારધારા અને જપનો અર્થ તે વીચારધારાનું ચીન્તન કરી તેનો જીવનમાં અમલ કરવાનો છે. પોપટ રટણની જેમ મન્ત્રજાપ કરવાથી મનની એકાગ્રતા અને શાન્તી જપ કરનારને થાય છે; પણ તે માટે પૈસા આપનારને આ લાભ મળતો નથી. આથી નાણાંને જોરે બીજા પાસે જાપ કરાવવાથી દુ:ખ કેવી રીતે દુર થઈ શકે ? તે વીવેકબુદ્ધી ધરાવનારાએ વીચારવું જોઈએ.

(17)   સમાચારપત્રોમાં રાશીવાર ભવીષ્યવાણીઓ પ્રસીદ્ધ કરવામાં આવે છે. રામ અને રાવણ તથા કૃષ્ણ અને કંસની એક જ રાશી હતી. તેમ છતાં ઈતીહાસની એક જ ક્ષણે એકનો વીજય અને બીજાનો પરાજય થયો. લવ અને કુશ જોડકા ભાઈઓ હતા, આથી તેમની એક જ રાશી હોવી જોઈએ; પણ તેઓનાં નામ ક્રમશ: મેષ અને મીથુન રાશીનાં છે. આ જ સીદ્ધ કરે છે કે રામાયણકાળમાં રાશી આધારીત નામો રાખવાની પરીપાટી ન હતી. જુદાં જુદાં સમાચારપત્રો કે સામયીકોમાં પ્રસીદ્ધ થતા એક જ સમયના રાશીવાર ભવીષ્યનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તો, તેમાં સ્પષ્ટપણે વીરોધાભાસ જણાશે. તા. 26મી જાન્યુઆરી, 2001ના રોજ ભુજ–કચ્છમાં થયેલા ધરતીકમ્પમાં મૃત્યુ પામેલા, ઈજાગ્રસ્તો કે મકાન–રોજગારી ગુમાવનાર વ્યક્તીઓની યાદીનું અવલોકન કરશો તો તેમાં બારેય રાશીઓની વ્યક્તીઓ જોવામાં આવશે.

(18)  લોકસભાની ચુંટણી પહેલાં શ્રી. નરસીંહરાવ કે શ્રી. દેવગોવડા ભારતના વડાપ્રધાન બનશે એવી રાજકીય આગાહી કોઈ રાજકીય જ્યોતીષે કરી ન હતી; કારણ કે તેઓ લોકસભાની ચુંટણીમાં ઉભા ન હતા તથા વડા પ્રધાનના દાવેદાર ઉમેદવારમાં તેમના નામની ગણતરી જ ન હતી ! આમ છતાં તેઓ ભારતના વડાપ્રધાન થયા હતા.

(19)  હસ્તરેખામાં પતી અને પત્નીની સન્તાનરેખા એક જ સરખી હોવી જોઈએ. પત્નીના હાથમાં ચાર સન્તાન અને પતીના હાથમાં ત્રણ કે પાંચ સન્તાનની રેખા હોય તો તેનો અર્થ શો ? સમાજમાં કંઈ બધા મનુષ્યો વ્યભીચારી નથી.

(20)  આજકાલ તો કુટુમ્બનીયોજન દ્વારા સન્તાનોની સંખ્યા અંગેની ભવીષ્યવાણી નીષ્ફળ બનાવવી સહજ થઈ ગઈ છે.

(21)  ચુંટણીમાં બધા જ ઉમેદવારો શ્રેષ્ઠ મુહુર્ત જોઈને જ પોતાની ઉમેદવારી નોંધાવે છે; પણ ચુંટણીમાં એક જ ઉમેદવાર જીતે છે અને બાકીના બધા પરાજીત થાય છે !

(22)  ફલીત જ્યોતીષ પ્રમાણે એવી માન્યતા છે કે મુળ નક્ષત્રમાં જન્મેલું બાળક, કુળનું નીકન્દન કાઢી નાખે છે. રામચરીતમાનસના રચયીતા ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ મુળ નક્ષત્રમાં થયો હતો. તેઓએ પોતાના કુળનું નામ દીપાવ્યું કે ડુબાડ્યું ?

(23)  વાસ્તુશાસ્ત્ર મુજબ ધન્ધો કે ઘરમાં નીષ્ફળતા કે હાની માટે ઓરડાની દીવાલ, પ્રવેશદ્વાર, દાદર કે રસોડાની દીશાઓને જવાબદાર માનવામાં આવે છે અને તેમાંથી મુક્તી મેળવવા હજારો રુપીયા ખર્ચ કરી તેની દીશા ફેરવાવી, પુજા–વીધી કરાવવામાં આવે છે. નવા મકાન કે કારખાના નીર્માણ વખતે વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈને દીવાલ, દાદર, પ્રવેશદ્વાર કે રસોડાની દીશાઓ નક્કી કરવામાં આવે છે. આ સન્દર્ભમાં જણાવવાનું કે ઋગ્વેદના સાતમા મંડળના 54 અને 55 તથા અથર્વવેદના નવમા મંડળના સાતમા સુક્તમાં ભવનનીર્માણ અંગેનો ઉપદેશ છે. દયાનન્દ સરસ્વતીએ સંસ્કારવીધીમાં ગૃહનીર્માણ અને ગૃહપ્રવેશ વીધીમાં વેદ અને પારસ્કર ગુહ્યસુત્રોના મન્ત્રો ઉદ્ ધૃત કરીને પ્રવેશદ્વાર, બારી–બારણાંની દીશાઓ તથા જુદી જુદી કામગીરી માટે જુદા જુદા ઓરડાઓ રાખવા અંગે, હવાની અવરજવર અને સુર્યપ્રકાશને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવેલું, જેથી ભવનની મજબુતાઈ અને ગૃહસ્થીઓની તન્દુરસ્તી સારી રીતે જળવાય. બીજું, મનુષ્યનાં સુખ–દુ:ખનો આધાર તેમનું કર્મ છે, મકાનની દીવાલ, પ્રવેશદ્વાર કે રસોડાની દીશા નહીં.

(24)  કેટલાક અધીકારીઓ બદલી, બઢતી કે તપાસની કાર્યવાહીમાંથી નીર્દોષ બચવા જ્યોતીષના શરણે જાય છે. તેઓની સુચના મુજબ પોતાના ટેબલ–ખુરશીની દીશામાં પરીવર્તન કરે છે. વહીવટી દૃષ્ટીએ મુલાકાતીઓ સામેથી પ્રવેશ કરે તે શ્રેષ્ઠ બેઠકવ્યવસ્થા છે. આમ છતાં કોઈવાર અધીકારીઓ જ્યોતીષીની સલાહ મુજબ પીઠ પાછળથી મુલાકાતીઓ પ્રવેશે એવી બેઠકવ્યવસ્થા રાખે છે. ખરેખર તો વહીવટની સફળતાનો આધાર કાર્યક્ષમતા અને નીષ્પક્ષતા છે, ટેબલ–ખુરશીની દીશા નહીં.

(25)  અજ્ઞાની લોકો વૈદકશાસ્ત્ર અને પદાર્થવીજ્ઞાનના સત્ય જ્ઞાનના અભાવે સન્નીપાત, જ્વર, વગેરે શારીરીક અને ઉન્માદ જેવા માનસરોગોને ભુત–પ્રેતની અસર માની તેના નીવારણ માટે ભુવા–તાન્ત્રીકના શરણે જાય છે. ખરેખર તો આ દુનીયામાં ભુત–પ્રેત નામની યોની જ અસ્તીત્વમાં નથી ! જીવાત્મા પોતાનાં કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મેળવતો હોવાથી તેને ભટકવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી.

(26)  મનુષ્ય રોગ દુર કરવા, દેવામાંથી મુક્ત થવા, રોજગારી બદલી કે બઢતી મેળવવા, ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ પરત મેળવવા, સગપણ–લગ્ન જલદી થાય વગેરે માટે વીવીધ પ્રકારની બાધા–માનતાઓ–વ્રત રાખે છે અથવા મન્ત્રેલું પાણી, ભસ્મ, માંદળીયાંનો ઉપયોગ કરે છે. આ સન્દર્ભમાં રામાયણ આપણને આદર્શ માર્ગદર્શન આપે છે. શ્રીરામે સ્વયંવરમાં સીતાને પ્રાપ્ત કરવા કે સીતાજીને શોધવા પુરુષાર્થ કરેલો; પણ કોઈ બાધા–માનતા કે વ્રત રાખેલાં નહોતાં તથા કોઈ જ્યોતીષીનો સમ્પર્ક પણ સાધેલો નહીં. બીજું, લક્ષ્મણની મુર્છા દુર કરવા મન્ત્રેલું પાણી, માંદળીયાં કે બાધા–માનતા–વ્રત રાખવાને બદલે વૈદ્યરાજને બોલાવી તેની સારવાર કરી હતી.

(27)  આપણે લગ્ન વગેરે શુભપ્રસંગો મુહુર્ત જોવડાવીને રાખીએ છીએ. લગ્નની મોસમમાં ઉત્તમ મુહુર્તના દીવસે ગાડી–બસમાં અતીભીડ, વાડી, ગોરમહારાજ કે રસોયાની અછત વગેરેનો અનુભવ કરીએ છીએ. ખરેખર તો મુહુર્ત સમયના માપનું એક સાધન છે. એક દીવસમાં 30 મુહુર્ત આવે છે. એટલે એક મુહુર્તનો સમય 48 મીનીટનો છે. શુક્રનીતીમાં રાજાની દીનચર્યાના વર્ણનમાં મુહુર્તનો, સમયના એક માપ તરીકે ઉલ્લેખ છે. કાળ(સમય) જડ, નીષ્ક્રીય અને નીત્ય છે. તે અનન્ત, અનાદી સર્વત્ર અને સર્વદા એક સમાન જ રહે છે. કોઈ કાર્યની સફળતા કે નીષ્ફળતા માટે તે નીમીત્ત નથી. નીતીકારોએ સ્પષ્ટ ઘોષણા કરી છે – ‘શુભસ્ય શીઘ્રમ્’ (શુભકાર્ય તરત કરો) અને ‘આલસ્યાદમૃતં વીષમ્’ (ઢીલ કરવામાં અમૃત પણ ઝેર બને છે).

(28)  પીતૃઓના ઉદ્ધાર માટે લાખ–બે લાખ રુપીયાનો ખર્ચ કરી ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે અને તેમાં સગા–સમ્બન્ધી, મીત્રોને આમન્ત્રણ આપવામાં આવે છે. ઈશ્વરી ન્યાયવ્યવસ્થા અને કર્મના સીદ્ધાન્ત મુજબ, મૃત્યુ પામેલા દરેક પીતૃઓ એટલે કે વડીલોને, તેમના કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મળે છે. આથી ભાગવત સપ્તાહ દ્વારા મૃત્યુ પામેલ પીતૃઓનો ઉદ્ધાર કેવી રીતે સંભવીત થઈ શકે ? આવી જ રીતે પૈસાના જોરે મુક્તી મળતી હોય તો ધનવાનોના પીતૃઓ સ્વર્ગમાં જાય અને ગરીબોના પીતૃઓ નરકમાં અટવાયા કરે !

(29)  યુવાન પુત્રનું અવસાન થાય તો તેના ઉદ્ધાર માટે અને તે વડીલોને નડતરરુપ ન થાય એ હેતુથી લીલ પરણાવવાની વીધી કરવામાં આવે છે. આ લીલમાં ગાય–વાછરડાને પરણાવવાની વીધી કરવામાં આવે છે. આ વીધીનો મુખ્ય હેતુ અવસાન પામેલા પુત્રની લગ્નની અભીલાષા પુરી કરવાનો છે, જેથી તેના આત્માની તૃપ્તી થાય. કર્મના સીદ્ધાન્ત સાથે આ વીધી સુસંગત નથી; કારણ કે મૃત્યુ પામેલા યુવાનને તો તેના કર્મ મુજબ બીજો જન્મ મળી ગયો છે. બીજું, મા–બાપના ભવીષ્યના આધાર સ્તમ્ભે આ દુનીયામાંથી વીદાય લીધી હોય તે સમયે લીલ પરણાવવાની વીધી દ્વારા તેની ઉપર બીજો આર્થીક બોજો નાખવો કેટલો વાજબી છે ? ત્રીજું, ઘણી વખત અવસાન પામેલા યુવકની ઈચ્છા ઉચ્ચ અભ્યાસની હોય, લગ્નની નહીં; તેને માટે ગાય–વાછરડાનાં લગ્નના નાટકને બદલે અભ્યાસનું નાટક વધુ વાજબી છે. ચોથું, ગાય અને વાછરડાનો સમ્બન્ધ મા–દીકરાનો છે જે સમાજમાં સૌથી પવીત્ર સમ્બન્ધ છે; તેને પરણાવવાનું નાટક કેટલું ઉચીત છે ?

(30)  ઘણી વખત પીતૃઓની અતૃપ્તી કે નડતરને દુ:ખનું કારણ માનવામાં આવે છે અને તેના નીવારણ માટે નારાયણબલીનો વીધી કરવામાં આવે છે. છોરું કછોરું થાય; પણ માવતર કમાવતર ન થાય. જે પીતૃઓ અગાઉ અવસાન પામ્યા છે, તે પોતાના કર્મ અને ઈશ્વરી ન્યાયવ્યવસ્થા મુજબ બીજો જન્મ કે મુક્તી પામ્યા હશે જ. આથી તેઓ પોતાનાં સન્તાનને નડતરરુપ થાય તે વાત ધર્મશાસ્ત્ર કે તર્કના આધારે સંભવીત નથી. મહર્ષી દયાનન્દ સરસ્વતીએ જન્મપત્રીકા, ભુત–પ્રેત, મુહુર્ત વગેરે અન્ધશ્રદ્ધા અંગે સત્યાર્થ પ્રકાશના બીજા અને અગીયારમાં સમુલ્લાસમાં સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે, જેનું જીજ્ઞાસુઓએ અધ્યયન કરવું.

નાના નાના મચ્છરો કરતાં જંગલી વાઘ–સીંહ ભયંકર પ્રાણીઓ છે અને મનુષ્યો તેનાથી વધુ ડરે છે. પણ વાઘ–સીંહથી મરનારની સંખ્યા નહીંવત્ હોય છે; જ્યારે નાનકડા મચ્છરોથી ફેલાતા મલેરીયાથી વધુ મનુષ્યો મૃત્યુને ભેટે છે. આવી જ રીતે  ફલીત જ્યોતીષ, પીતૃદોષ, ભુત–પ્રેત વગેરે નાનકડી અન્ધશ્રદ્ધા જણાય છે; પણ ઉંડાણપુર્વક ચીન્તન–મનન કરીશું તો સમજાશે કે આ અન્ધશ્રદ્ધા શારીરીક, આર્થીક, સામાજીક કે રાષ્ટ્રીય રીતે વ્યક્તી અને સમાજને અતીનુકસાનકર્તા છે. આજે તો આ અન્ધશ્રદ્ધાને વૈજ્ઞાનીકતાનો ઓપ આપી એનો બચાવ કરવામાં આવે છે ! આશ્ચર્ય તો એ વાતનું છે કે મોટા ભાગના ધર્માચાર્યો અને ધર્મધુરન્ધરો આ ફલીત જ્યોતીષ, પીતૃદોષ કે ભુત–પ્રેતની અન્ધશ્રદ્ધા નીવારણ માટે કોઈ વીશેષ પ્રયત્ન જ કરતા નથી !

છેલ્લે, શીક્ષીત અને આર્થીક રીતે સમૃદ્ધ મીત્રોને વીનન્તી છે કે, પોતાની શક્તી મુજબ ઉપર્યુક્ત અન્ધશ્રદ્ધા નીવારણ માટે પ્રયત્ન કરે.

આ નાનકડી પુસ્તીકા પ્રકાશનનો કૉપી રાઈટ જનતા જનાર્દનને આપવામાં પણ આવે છે. કોઈપણ વ્યક્તી કે સંસ્થા આ પુસ્તીકાને છપાવી કે ઝેરોક્ષ કરાવી તેનું વીતરણ કરી શકે છે.

નાથુભાઈ ડોડીયા

અનોખું દાન

અનોખું દાન

અનોખું દાન
મારા ત્રાપજ ગામના મિત્ર પાર્થરાજે મારી વાર્તા ગોજારો ટીંબો વાંચીને મને કહ્યું કે એમના ગામમાં એક એવી સત્ય ઘટના બનેલી છે જે કોઈએ લખી નથી. મને લખવા માટે ભલામણ કરી. હું એમજ કાલ્પનિક લખું એનાં કરતા થોડું જાણી ને એમાં મારા શબ્દો ઉમેરું તો જમાવટ થાય. એમને મને એકદમ ટૂંકમાં વાત કહી. અને પછી એક વિડિઓ મોકલ્યો. પછી ખબર પડી કે મેઘાણી એ એના વિષે લખ્યું છે. મને ખબર પડી ત્યાં સુધીમાં તો બે વાક્યો પરથી મેં તો વાત લખી નાખી. “ દીકરાનું દાન ” વાત વાંચશો તો થોડીક સામ્યતા છે. આ વાર્તાની ક્રેડિટ હું પાર્થરાજ જાડેજાને આપીશ…ભાઈ આપનો ખુબ ખુબ આભાર.
અનોખાં દાન
પાદરે ઝૂલતા લીમડા પર લચકેને લચકે કોર બાઝ્યો છે. પીપળ અને આમલીના ઝાડો પણ લળી લળીને ગામમાં આવનારને સલામું ભરે છે. ગામને પાદર આવેલ વાડીના કોરે ઝુમતા જાંબુડાના ઝાડ પર પણ કોર લૂમે ઝૂમે છે. કીચુડ કીચુડ અવાજે સિંચાતો કૉસ નીકમાં પાણી ઠાલવે છે. ડચકારા બોલાવતો ખેડુ પુત્ર બળદોને હલાવીને દુહા અને છંદ લલકારતો પોતાની મસ્તીમાં ચૂર છે. કોયલ પણ પોતાની ધૂનમાં ગીતો ગાઈ રહી છે. કોરા ધાકોડ આભમાં રાજ કરતો સૂરજ દાદો પણ હવે પોતાનું બળુકાપણ બતાવી રિયો છે.
એવા તાપમાં માથે લૂગડાંનો બચકોને કાંખમાં બે વરહનું છોકરું તેડીને એક બાઈ નેળીયામાંથી આવી રહી છે. છોકરાના માથે પોતાના ઓઢણાનો એક છેડો નાખ્યો છે. છોકરું પણ લાલ ટેટા જેવું થયું હોવા છતાં થોડી થોડી વારે માં સામે કિલકિલાટ કરે છે. એ કિલકિલાટ જોઈને માંની છાતીમાં સવાશેર દૂધ ઉભરાય છે. હાલવાનો થાક પણ ભૂલી જાય છે. પોતાના દીકરી સામે જોતી જાય છે ને હરખાતી જાય છે.
“ દીકરા વજેદાન…એ હમણાં મામાના ઘરે પુગી જાશું… ”, “ હા…જોજે ને તારો મામો તુંને તેડી તેડીને ગાંડો થાહે ”  એમ વાયરા સાથે વાતું કરતી જાય છે ને દીકરા વજેને બકીઓ ભરતી જાય છે.
તો દીકરો પણ જાણે હોંકારા દેતો હોય ઇમ, માંની કેડમાં હરખના ઉછાળા મારે છે.
નેળીયામાં તો સમશાન સમો ભેંકાર ભાસે છે. ખેતરમાં મરગજળોના હિલોળા મનમાં ભ્રાંતિ પેદા કરે છે. બાઈની સપાટુ વાંહે ધૂળ ઉડાડે છે. નેળિયું વટીને બાઈ તો હવે ગામની એકદમ સમીપ આવી ગઈ છે. ગામ દેખાયું કે એના મોઢા પર એક રાહતનો શેરડો ફૂટયો. એક નજર ધોમ ધખતા સુરજ સામું કરી. એના કોમળ ગાલ ઉપરથી પરસેવો હેત કરતો નિતરી રિયો છે. ઓઢણાના છેડે પરસેવો લૂછતી તે આગળ વધી. પાદરે, વાડીના છેડે જામ્બુડા નીચે આવીને ઉભી કે એક રાહતનો આહ્કારો દેહમાંથી નીકળ્યો. પોતાના છોકરા સામે જોયું, એને પોતાને તરશ લાગી’તી તો દીકરો તો નાનું બાળ. બેય પર દયા ખાઈને બાઈએ છોકરાને હેઠે ઉતાર્યો. છોકરો પણ કેડમાંથી મુક્ત થયો હોય ઇમ કૂદવા લાગ્યો. માથેથી બચકો નીચે ઉતારીને તે બેઠી. દીકરો વજેદાન તો ધૂળમાં રમવા લાગ્યો.
હેઠે બેઠી કે થોડી વારમાં કૉસમાંથી નીકમાં પાણી પડ્યું તેનો અવાજ આવ્યો.
“ વાહ મારા વાલા, મારા કાળીયા ઠાકર…..શંભુનાથ…હું માગું ને તું આપી દે, પણ આતો મી માંઈગુ નંઈ કે તી’ આપી દીધું ભોળિયા ” દીકરાને હેતેથી છાતી સરીખો ચાંપીને પોતાનો રાજીપો બતાવવા લાગી. દીકરાને અળગો કરી ને તે ઉભી થઇ અને આમતેમ જોયું કે વાડીમાં જાય એવો રસ્તો માલુમ કીધો.
“ મારા વજે…. આઇંજ રે’જે…હું હમણાં પાણી ભરી ને આવી ” કહીને તેને બચકામાંથી વાટકો કાઢ્યો. અને પાણી ભરવા હાલી નીકળી. વાડીમાં જતા પહેલા વળી પાછું ફરીને એક વાર વજેદાન હામું જોયું. “ આ જઈ ની આ આઈવી….તાંજ રેજે ” એમ હાઉકલી કરતી તે વાડીમાં દાખલ થઇ. ભીની માટીમાંથી સિંચાઈને આવતું મીઠું મધુર પાણી જોઈને કોઈને પણ તરસું બમણી થાય. જામ્બુડા પર કોયલું એક બીજાના કુહૂ કુહૂ…ચાળા પાડતી હોય ઇમ વાદે ચડી છે. બાઈએ ખોબો ભરીને પાણી મોઢે માંડવા કર્યું કે પાણીમાં કીકીયારું કરતો પોતાનો દીકરો વજેદાન દેખાયો.
“ રે ફટ રે ભૂંડી…બે વરહનાં દીકરાને મૂકીને પોતાની તરહુ બૂઝશે ? ” ખોબો તો પાછો ઠાલવી દીધો. નિર્મળ વહેતા નીરમાંથી ધોઈને છલોછલ વાટકો ભર્યો. અને લઈને પાછી વળી.
“ આટલો લગણ તરહુ ને રોકી તી’ બે મલટમાં હું ફેર પડહે ? ” પોતાની જાતને વઢતી એ વાડી બહાર આવી.
પોતાને આટલી તરહ લાગેલી તો દીકરો હજી નાનું બાળ. ભર ઉનાળે નદીયું જેમ પોતાની છાતીના દૂધ પણ ખૂટી ગિયા ની’તો ઈ થોડો ઓશિયાળો રી. ઇમ મનમાં બોલાતી ઉતાવળે ડગલે વાડી બાર આવી. જેવી ઈની નજર પોતાના દીકરા બાજુ કરી તો હાથમાંથી પાણીનો વાટકો પડી જિયો. અને ડોટ મૂકી..મોઢમાંથી હાથ એક જીભ નીકળી. જઈન જુએ તો પોતાનો બે વરહનો દીકરો વજેદાન તડફડે છે. ડોટ મૂકીને એને વજે ને છાતી સામો વળગાડી દીધો અને જોયું તો મોઢામાંથી ફીણ !
“ ઓ મારા કાળિયા ઠાકર આને શું થિયું ? ” અને તેને આજુબાજી નજર કીધી….તો વાડમાં પાંદડા ખખડ્યાં.
“ નકે આને એરૂ આભડી જિયો…. ” વજેને ઉપાડીને દોડીએ વાડીમાં જઈને પાણીથી એના ફીણ ધોયા અને પાણી પાયું. પણ હવે તો વજેની આંખુના ડોળા પણ ફરી જીયા. નીકની બાજુમાં ઢગલો થઈને એ ચારણ બાઈ ઢળી પડી. એના પડવાનો અવાજ સાંભળીને વાડી વાળો ભાઈ કોહને એકબાજુ મૂકીને દોડી આવ્યો. જોવે તો બાઈ તો બેભાન થઈને પડી છે. છોકરાના મોઢે હજી ફીણ ચાડી પુરે છે.
પાણી છાંટીને ભાઈએ બાઈને હોંશમાં આણી. “ બેન..ઓ બેન….આ…. ” ને એ ભાઈએ છોકરા હામું જોઈને ઈશારો કરીયો. સવારનો પાણીમાંથી કૉસ કાઢીને બાથ ભીડતો અડીખમ જુવાન એ જોઈને ટાઢો ઘેંશ ! એક પણ હરફ આગળ બોલી નો શક્યો. બેનને ગળે ડૂમો અને છાતીએ મણ મણની શીલાનો ભાર. ગળાના ડૂમાને ઠાણીને તેણે એવું રુદન આદરું કે ઉપર તપતો કાળઝાળ સુરજ પણ આ જોઈને દયાળો થઇ જિયો.
“ તું મુંજા નહિ બેની…તું તો લૂગડાં ઉપરથી તો ચારણ બાઈ માલમ પડેશ. હાલ મારી ભેળી.” કહીને ભાઈએ દીકરા વજેને ખંભે નાખ્યો “ આ તારો બચકો લઈલે હાજી મોડું નથી થિયું ”
“ શું…? મોડું નથી થિયું….વજેદાન જીવી જશે ? હઈશ હો વરહને થાજે મારા વીરા….ઝટ દોડ ..હવે મોડું નો કર…. ” કહી, એ બાઈએ તો ભાઈ ભેગી હડી કાઢી. માથે પોટલું ઉપાડીને ચારણબાઈ તો પેલા વાડીવાળા ભાઈની વાંહે વાંહે હડી કાઢે છે. ભાઈ તો હડી કાઢતો એક ખડકીમાં ગયો, પાછળ ચરણ બાઈ પણ ગઈ.
“ જીવાબાપા… ..અઅઅઅ. ” લુહારની ધમણ જેમ હાંફતા એણે દીકરાને હેઠે મુક્યો. એક બાઈ ઘરમાંથી દોડી આવી અને જે દેખાયું તે જોઈને બુમ પાડી “ દાદા..આ ”
અને દોડતા એક જેઈફ ઉંમરના દાદા દોડી આવ્યા. એમને તો આવીને પેલા દીકરાને ખોળામાં લઇ લીધો અને શરીર આખું જોવા લાગ્યા. પગમાં બે ડંખ જોયા ને નિહાહો નાખ્યો. પછી દીકરાના દેહ હારે કાન જોડીને એકાકાર કર્યો. એમની આંખો અને મોઢાના ઉડેલા નૂરને જોઈને વાડી વાળો ભાઈ તો સમજી ગયો કે હવે દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. જોકે એને તો વાડી બહાર જ દીકરાને જોઈને ખબર પડી ગયેલી પણ બાઈ માણહ અને નાના બાળને જોઈને એનો માંહ્યલો સ્વીકારી નો શક્યો.
દાદા પણ જમાનાના ખાધેલા હતા, એમને તો દીકરાના પગે જ્યાં ડંખ હતા ત્યાંથી ઝેરને બા’ર કાઢવા માટે મોઢું લગાડ્યું. કે એમને જોઈને ચારણ બાઈ તો થર થર ધ્રૂજે છે. અને મનમાં માં જગદંબાના જાપ ચાલુ થઇ ગિયા છે.
“ હે માડી, માં જનની…મારા દીકરાને જીવાડી દે…ઈની આવરદા પુરી થી હોય તી મારી આવરદા ઈને આપી દે માવડી. ઇના બાપુને ધીરે જાય તી શું મોઢું દિખાડીશ ? ”
બાપા તો દીકરા વજેદાનના ડંખમાંથી ડંકીની જિમ ઝેર ચૂસીને થૂંકે છે. બાપા ઝેર ચૂસે છે એની અડોઅડ વાડી વાળો બેઠો છે. એને લાગ્યું કે બાપા પણ ખાલી ખાલી ઝેર ચૂસે છે. રખે ને ઝેરની અસર બાપાને થાય ઈના કરતા હવે જે છે તે સત સ્વીકારી લેવાય, ઇમ માનીને એને બાપાને ધીરેથી પગે અડાડ્યો. બાપા પણ સમજી ગયા. ઉભા થયા ને માથે ફાળિયું નાખ્યું અને બેય હાથને માથે ટેકવીને બેહી ગયા.
આ જોઇને ચારણ બાઈ પણ ઢગલો થઈને ફસકી પડી. અને મોઢું ઢાંકીને રુદનના રાગ છેડ્યા. ઘરની બાઈઓ પણ એની સાથે થોડું રોઈને ચારણ બાઈને છાની રાખી. પરાણે પાણી પાયું.
વાડી વાળા ભાઈએ બેનનો પોટલો લીધો અને કીધું “ હાલ બેની…..આ તો ત્રાપજ ગામ છે…અને તારે ચ્યાં જવાનું છ ? હાલ હું તુને મૂકી જવ ” દીકરા વજેને છાતીએ લગાડીને ચારણ બાઈ લથડતા દેહે વાંહે વાંહે જાય છે. જેવું ત્રાપજનું પાધર આવ્યું કે ઢગલો થઈને ઢળી પડી.
“ ભાઈ…તું જા…તારી વાડી રેઢી પડી છ….જગદમ્બા તને સો વરહનો કરે…જા મારા ભાઈ જા વીરા ” સમ દઈને ચારણ બાઈએ પેલાને મોકલી આપ્યો. એક નજર ઈને દીકરા ઉપર નાખી. ઘડી પેલા તો ઈ એય મજાનો કેડમાં કલબલાટ કરતો હતો. દિલમાંથી હજી રુદન સુકાણાં નથી…માંના હૈયાનો વીરડો છલકાવા મંડ્યો. છોકરાને ખોળામા નાખીને ચારણ બાઈએ માથે ઓઢણું નાખ્યું અને રુદન માંડ્યું.
નવ નવ માંહ તને સેવીઓ ઉદર માંહે
તે દી હરખાતી તારી માવડી ઘર માંહે
એકવાર મને માવડીનો કોલ દે વજેદાન
તારા કલબલાટ ઘર શોભતું
ને આંગણે બચપણ રમતું તું
કાલી પગલીઓ પાડ તું વજેદાન
હે મારા જીવન હાર….મારા ગઢપણે લાકડહાર વજેદાન…. એક વાર હોંકારો દે મારા કાન…. ચારણ બાઈએ તો એવા રુદન આદરીયા કે સીમમાં ઝાડવે ઝાડવા પણ હારે રોવે છે. નાના છોકરા પણ એનું રુદન જોઈને ભેગા થઇ જીયા છે. ગામનાં બીજા લોકો પણ એને જોઈને ઓશિયાળા થઈને બાઈ પર દયા લાવે છે.
પાદર તારે ત્રાપજ મેં ખોયું મારું રતન
હવે શું બતાવીશ મોઢું ઈશને દી જતન
તું એક વાર હોંકારો દે દીકરા વજેદાન
આમ ઉપરા ઉપર રૂંગા લઈને રોવે છે. પાદરાના કાંકરે કાંકરા પણ બાઈ હારે રૂવે છે.
તે દી ત્રાપજ ગામમાં રૂડા આયરનું મોટું નામ. ભગવાનના બારેય હાથ એના ઉપર. ખાધે પીધે ખુબ સુખી અને કોઈ વાતનું દુઃખ નહિ. ત્રણસો વીઘા જમીન અને દોઢસો ઢોર ઢાંખર. બાર બાર ગાઉ સુધી એમનું નામ. આંખુંમાં કાયમ હિંગોળો આંજ્યો હોય એવી કડિયાળી આંખુ. લાંબો અને ખડતલ દેહ. બપોરનું શિરામણ પતાવીને રૂડા આયર ખાટલાએ આડા પડ્યા છે. મૂછે તાવ દેતા દેતા; ગમાણે ચાર ચરતાં ઢોર બાજુ જુએ છે. હજી તો ઇમની નજર ઢોરને બરાબર જુએ છે ત્યાં ડેલીએ કોકનો સાદ પડ્યો.
“ રૂડા બાપા છે ? ”
“ હા ભા..કોણ છે ? આવો માલપા આવતો રે ભાઈ… ” એમની સામે એક જુવાન હાંફતો હાંફતો ઉભો રિયો.
“ કાં ભા….ચ્યમ આજ અટાણે…..? ”
“ ગજબ થઇ જિયો છે બાપા…ત્રાપજ ગામને પાદરે એક ચારણ બાઈના રૂંગાએ/રુદને ગામના તળાવ ભરવા માંડ્યું છે.”
અડધી પડધી વાત સાંભળીને રૂડા આયર તો સડક દઈને બેઠા થયા અને માથે પાઘડી નાખીને થીયા હાલતા. બેઉ જણ પાદરે આવીયા. જઈને જોવે તો ચારણ બાઈનું રુદન હાજી ચાલુ જ છે.
ત્રાપજ તારા આંગણે નંદવાયો મારો નન્દ
કોને કેવું મારા દુઃખદ ને કોને વિપત માંડ
હવે ઉઠીને એક હોંકારો દે મારા વજેદાન
બાઈના રોણા હાંભળીને ખુદ રૂડા આયર પણ ડગી ગયા. બાઈને માથે હાથ મુક્યો; એક ને પાણીનો લોટો લઇ આવવા ઈશારો કર્યો. દોડતો એક છોકરો જઈને પાણીનો લોટો લઇ આવ્યો.
“ બેન…ઉભી થા….લે થોડું પાણી …. ” ચારણ બાઈના માથે એક વડીલનાં હાથનો સ્પર્શ થયો. તેને લાગ્યું કે કોઈ માવતર આવીને મારી દુખતી આંતરડીને ઠારવા આઈવું છે. બાઈએ ઉપર જોયું તો એના દિલમાં કોઈ પ્રસાર થિયો. પાણીનો લોટો હાથમાં લીધો અને બે કોગળા કરીને બે કોગળા દેહમાં આણ્યાં.
“ મારો ભાણો તો ઉપરવાળાના માર્ગે હાલી નીકળ્યો છે. જી થઇ જીયું ઈને તો તું તો શું પણ અમેય રોઈ રોઈને જીવ દેશું. પણ બેની મારા બનેવીલાલનું પણ કંઈક વિચાર ”
“ માર વીરા…ઈજ તો ડંખેહ….વજેના બાપૂને કેમ કરીન મુઢુ દિખાડી ? ”
“ તું મારા ભેગી હાલ…તારે માવતરે હાલ…આ તારા ભાઈના ઘરે હાલ; આપણે ભેગા કાણ કરીહું ” એમ બોલીને રૂડા આયર બાઈને લઈને પોતાને ઘરે આવ્યો. મ્હોં ઢાંકીને બધાએ ફરી એક વાર કાણ કરી. ઘરની બાયું એ બેનીને છાની રાખી. કોઈએ માથે બેડું નાખીને નવરાવી. અને નવા લૂગડાં આપીયા.
“ કહું છું ? ભગવાનના મઢમાં નાડાછડી કે સુતર હશે…..” એમ રૂડા આયર બોલિયાં કે દોડતી એમની વહુ જઈને સુતરનો દડો લઈ આવી.
“ લે બેન…રાખડી બાંધ તારા ભાઈને… ”  કહીને આયરે હાથ લાંબો કર્યો. આ જોઈને ઘરની બધી બાયું અને દીકરાવ તો મનોમન એટલા હરખ્યા કે આનાથી રૂડો બીજો વિચાર હોય જ નંઈ.
બેને તો ભાઈને સૂતરનો તાંતણો બાંધ્યો અને મોઢામાં ગોળનો કટકો આપ્યો. ભાઈએ પણ બેનીના મોઢામાં ગોળની કટકી મૂકી.
“ બેન….તારી રાખડીને બદલે કાપડાનું માંગી લે….જરાય દયા નો લાવીશ….તારો ભાઈ ખુબ દિલનો મોટો છે ”  રૂડા આયરની વહુએ ચારણ બાઈને માથે હાથ મૂકીને કીધું.
“ ભા…મારી ભાભી…માં જગદંબાની કૃપાથી કોઈ દુઃખ નથી…પણ…આ… ”  દીકરા વજેદાન સામે બતાવીને રડવા જાતીતી પણ રૂડા આયરે એને માથે હાથ મૂકીને કીધું.
“ તું મારી બેનને હજી ઓળખતી નથી….બેન થોડી માંગે ભાઈને ખબર પડવી જોઈ કે ઈને શું દેવું ? ” રૂડા આયરનાં મોઢે આજ માં સરસ્વતીએ વાસ કર્યો હોય ઇમ…બાજુમાં રમતા પોતાના નાના દીકરાને બોલાવ્યો. “ લે બેન આ તારું કાપડું….મારે બીજા દેવના દીધેલા બે છે. અરે બે શું ? આ એક હોત તો પણ બેનીના કાપડાથી વધુ ના હોય ”
આવું સાંભળીને તો ઘરનાં બધાના મોઢા પર એક ચમક આવી. રૂડો આયર બોલે એટલે અફર ! એનું વેણ તો બાર બાર ગાઉ સુધી કોઈ ના ઉથામે જ્યારે આજ તો પોતે પોતાના ઘરમાં ઉભો હતો. ઘરના કાંગરે કાંગરા મહેકવા લાગ્યા. મોભારે દીવડા પ્રગટ્યા અને દિવાળીમાં રંગોળી પુરાણી. એક ફાળિયા(સફેદ કપડું) માં દીકરા વજેદાનને બાંધીને રૂડા આયરે ઉપાડ્યો છે બાઈએ માથે બચકો મુક્યો છે અને એક હાથે નવા દીકરાને જાલ્યો છે. ત્રણે જણ ગામને પાદર આવિયા ત્યાંતો ગામ આખું બેનીને વિદાય આપાવા ભેગું થઇ ગયું છે.
વળી એજ પાદરે પોંકુ મંડાણી…પણ આ આંસુઓમાં કરુણતા નહોતી પણ વિદાઈ ડોકાતી હતો. ભારે હૈયે ગામ આખાએ ચારણ બેનને વિદાઈ કરી. રૂડો આયર બેનેને મુકવા જાતો હતો ને ગામ આંખના મોઢે એક જ વાત હતી કે આવા દીકરાના દાન તો રૂડો આયર જ આપી શકે !

સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો

સર્જિકલ સ્ટ્રાઇક ને બુદ્ધુજીવીઓની હાસ્યાસ્પદ દલીલો

– ચૂંટણી આવે છે એટલે હુમલો કરાવ્યો
-ચૂંટણી તો 2014 પછી દર વર્ષે હતી. બિહાર વખતે જ કરી દીધી હોત તો તે પછી દરેક ચૂંટણી જીતત. જોકે યુદ્ધ પછી ચૂંટણી જીતવાની કોઈ શક્યતા નથી હોતી. 1971ના યુદ્ધ પછી ઈન્દિરા ગાંધી 1977માં હાર્યાં હતાં. 1999ના કારગિલ યુદ્ધ પછી અટલજી જીત્યા હતા. 2008માં ઇતિહાસના સૌથી ભયંકર (મુંબઈ) હુમલા પછી પણ મનમોહન સરકાર દિલ્લીમાં અને કૉંગ્રેસ-એનસીપી સરકાર મહારાષ્ટ્રમાં ફરી જીત્યાં હતાં. એટલે યુદ્ધ પછી ચૂંટણી જીતે તેવી કોઈ લેખિત ફૉર્મ્યુલા નથી. અને અત્યારે લોકસભાની ચૂંટણી નથી. ઉ.પ્ર. , પંજાબ ને ગુજરાતની ચૂંટણી જીતવા યુદ્ધ ન કરે. માયાવતી (જેવી બબુચક)ની વિચારધારાનો પ્રભાવ છે કે શું?
– પણ બેચાર મચ્છરને મારવાથી ડેન્ગ્યુ ન મટે.
– તો શું એ બેચાર મચ્છરોને જીવતા રહેવા દઈ બીજાને પણ ડેન્ગ્યુ થવા દેવો? ડેન્ગ્યુ થયો હોય તો મચ્છર મારવા ઉપરાંત દવા પણ લેવી પડે. મચ્છર ન થાય તે માટે ઘરમાંય સ્વચ્છતા રાખવી પડે. (એ સ્વચ્છતા ન રાખી તેથી તો તમારા જેવા દેશવિરોધી મચ્છર પેદા થયા.)
– એના ઘરમાં ઘૂસીને નથી માર્યા
-એવું કેમ?
-પા.અ.કા. તો આપણું જ છે ને. એટલે એના ઘરમાં ઘૂસીને માર્યા ન કહેવાય.
– પણ અત્યારે છે તો પાકિસ્તાનના કબજામાં ને.
– મ્યાનમારમાં ઘૂસીને ત્રાસવાદીઓને માર્યા, પાકિસ્તાની બૉટ સળગાવી એ ઘટનાની જેમ આ પણ બોગસ છે
– સેના પાસે વિડિયો છે
-વિડિયો ઉપજાવેલો હોઈ શકે. અમેરિકા ચંદ્ર પર ગયું તેવી રીતે.
-પાકિસ્તાન પર ઇરાને પણ ગોળીબાર કર્યો.
-મૌન.
-તમે કહેતા હતા ને કે ભારત પાકિસ્તાનને એકલું પાડવા જતાં પોતે જ એકલું પડી ગયું. અત્યારે તો ભારતને અફઘાનિસ્તાન, ઈરાન ને બાંગ્લાદેશનો ટેકો છે. ચીને પણ તટસ્થ વલણ રાખ્યું છે.
-મૌન.
ઉંદર સાત પૂંછડિયાની વાર્તા સાંભળી હશે. પણ હવે ઉંદર શાણો થઈ ગયો છે. એ બીજાના ખેતરમાં જઈને પાકને નુકસાન કરી આવે છે.

બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?

બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૦૯/૧૬ના રોજ આ લેખ છપાયો.)
(ગતાંકથી ચાલુ)
ગયા અંકે આપણે પાકિસ્તાન- રશિયાની નવી ધરીનું વિશ્લેષણ કરેલું તેના બેત્રણ દિવસમાં જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાશ્મીરના ઉડીમાં (સાચું નામ ઉડી છે, પણ અંગ્રેજો ‘ડ’નું ‘ર’ કરી નાખે છે. જેમ કે ‘સાડી’નું ‘સારી
’. તેમ ઉડીનું ઉરી થઈ ગયું છે.) ત્રાસવાદીઓના હુમલામાં ૧૮ જવાનો શહીદ થઈ ગયા! ભારતના કહેવાથી રશિયાએ પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ માંડી વાળ્યો. યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. આ સ્થિતિમાં આપણે ગયા લેખના અંતમાં અધૂરી છોડેલી વાત વધુ પ્રાસંગિક બની છે.
કાશ્મીર પ્રશ્ન (અને એટલે પાકિસ્તાન સાથેની કાયમી સમસ્યા) ઉકેલવાની ચાવી આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પેચીદા કેસ સ્ટડીમાં રહેલી છે તેવું લેખાંતે લખેલું. આ કેસ સ્ટડી છે બ્રિટન અને અમેરિકાના સંબંધનો.
અમેરિકામાં યુરોપના વિવિધ દેશોના લોકો આવીને વસ્યા અને તેમણે તેમનાં સંસ્થાનો બનાવ્યા. ઈ.સ. ૧૭૬૪-૬૫માં બ્રિટિશરોએ અમેરિકામાં સ્થાયી થયેલા તેમના જ મૂળ વતનીઓને લૂટવા માટે કરન્સી ઍક્ટ, સ્યુગર ઍક્ટ, સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટ લાદ્યા. આનાથી અમેરિકામાં વસેલા બ્રિટિશરો અને બ્રિટનના બ્રિટિશરો વચ્ચે સંઘર્ષ જન્મ્યો જે યુદ્ધમાં પરિણમ્યો. બાદમાં ફ્રાન્સ પણ તેમાં જોડાયું જે બ્રિટનના હાથે અગાઉ હાર પામી ચૂકેલું હતું. બંને પક્ષે ભારે ખુવારી થઈ. છેવટે ૧૭૮૨માં પેરિસમાં સંધિ માટે વાટાઘાટ શરૂ થઈ. આ વાટાઘાટમાં સ્પેન અને ફ્રાન્સ પણ સહભાગી હતા. પરંતુ અમેરિકામાં વસેલા બ્રિટિશરોને લાગ્યું કે તેમને સ્પેન અને ફ્રાન્સની મધ્યસ્થીથી ઝાઝું મળે તેમ નથી તેથી તેમણે બ્રિટન સાથે સીધી અને ગુપ્ત વાટાઘાટ આદરી.
તે વખતે બ્રિટનના વડા પ્રધાન વિલિયમ પેટ્ટીને લાગ્યું કે અમેરિકાને ફ્રાન્સ અને સ્પેનથી વિખૂટું કરી શકાય તેમ છે. આથી તેમણે ભૂતકાળ ભૂલી જઈને અમેરિકા સાથે સંબંધો મધુર કરવામાં હિત જોયું. તેમને લાગ્યું કે અમેરિકા તેનું નવું આર્થિક ભાગીદાર બની શકે તેમ છે. આમ, અમેરિકા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
અહીં એક આડ વાત. કેટલાક વિદ્વાનો એમ માને છે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી ભારત સ્વતંત્ર ન થયું હોત. જો થયું હોત તો કદાચ અરાજકતાવાળું હોત. આ લોકો ક્રાંતિકારીઓની ભૂમિકા પણ ઓછી આંકે છે. તેમના મતે, મહાત્મા ગાંધીજીના લીધે જ આપણને સ્વતંત્રતા મળી. આપણી પાસે તે પહેલાં બ્લુ પ્રિન્ટ જ નહોતી. તેમણે અમેરિકાનો આ દાખલો લઈને સમજવાની જરૂર છે. અમેરિકાનાં વિવિધ રાજ્યો (કૉલોનીઓ) બ્રિટિશરો સામે લડ્યાં અને સ્વતંત્ર થયા. અમેરિકા સુપર પાવર પણ બન્યું.
બ્રિટિશરોએ પોતાનો સુપર પાવર તરીકેનો ભૂતકાળ ભૂલીને અમેરિકાને સ્વતંત્ર થવા દીધું અને શાણપણ દાખવી તેની સાથે સંબંધો સુધારી લીધા. એટલું જ નહીં, તેને મોટા ભાઈ તરીકેય સ્વીકારી લીધું. જ્યારે બ્રિટિશરોએ ભારતમાં મુસ્લિમ-હિન્દુ ઝઘડાનાં બીજ રોપી કાયમ માટે આ બંનેને દુશ્મન બનાવી દીધા.
અને માત્ર બ્રિટન અને અમેરિકા જ શું કામ? બ્રિટન અને ફ્રાન્સ એક સમયે દુશ્મન હતા. આજે સાથી છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાન, અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ વિરુદ્ધ લડેલા. બીજા વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને અમેરિકા અને સોવિયેત સંઘે વહેંચી લીધું હતું. જર્મનીને શસ્ત્રવિહોણું બનાવી દેવામાં આવ્યું. જર્મની પાસેથી યુદ્ધનો ખર્ચો વસૂલવામાં આવ્યો. અનેક જર્મનોને મજૂર તરીકે લઈ જવામાં આવ્યા અને રસ્તામાં જ ભૂખમરાના કારણે અનેકોનાં મોત થયાં. અનેક જર્મન સ્ત્રીઓ પર બળાત્કાર થયા. (અમેરિકા-બ્રિટન વિજેતા હોવાથી અને મિડિયા પર પ્રભુત્વ હોવાથી જર્મનીમાં નાઝીઓ દ્વારા થયેલા અત્યાચારના કિસ્સા જ ચગાવવામાં આવે છે, બ્રિટિશરો અને અમેરિકનોએ કેટલા અત્યાચાર કર્યા તે વાત ઓછી નોંધાય છે.) તેમ છતાં આજે જર્મની અમેરિકાનું સાથી છે. જાપાનમાં પણ અમેરિકાએ અણુ બૉમ્બ ફેંકીને અમીટ વિનાશ વેર્યો. જાપાનને પણ નિ:શસ્ત્ર કરી નાખ્યું. આજે જાપાન અમેરિકાનું સાથી છે. આ કોઈ દેશ જૂના અત્યાચારોને યાદ કરીને કાયમ માટે દુશ્મનાવટ નથી રાખતા. બ્રિટન-અમેરિકાએ તો અમેરિકાની ક્રાંતિ દરમિયાન એકબીજા પર કરેલા અત્યાચારોને રેકોર્ડ પરથી મિટાવી દીધા છે. આ દાખલા ભારત-પાકિસ્તાનના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકાય?
ભારત પર અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા. તેમાં મુસ્લિમો પણ મોટા પાયે હતા. પરંતુ મોગલ સામ્રાજ્ય વખતે હિન્દુ-મુસ્લિમ એકતા નોંધપાત્ર પ્રમાણમાં હતી. બીજું કે ભારત મુસ્લિમ શાસકોનું ગુલામ બન્યું તેમાં ભારતના રાજાઓનો પણ વાંક હતો જ. મોહમ્મદ ગઝની ભારત પર ૧૭ વાર ચડી આવ્યો પરંતુ પહેલી જ વારના આક્રમણ પછી ભારતના કોઈ રાજાને કે રાજાઓના સમૂહને તેનો પીછો કરીને તેને ત્યાં જ પતાવી દેવાનું કેમ સૂજ્યું નહીં? (અત્યારેય આ નીતિ ચાલુ જ છે.) પૃથ્વીરાજ ચૌહાણે પણ અનેક વાર મોહમ્મદ ઘોરીને હરાવ્યા પછી માફ કરી દઈ જવા દીધો. આવી દયાભાવના શું કામ? અને બીજી વાત એ પણ માનવી રહી કે ભારતમાં મતાંતરણ કરીને મુસ્લિમો બનનારા બધા જ માત્ર તલવારના જોરે જ મુસ્લિમ નથી બન્યા. હિન્દુઓમાં ક્યાંક અહંકાર અને દૂરંદેશીનો અભાવ કંટક બન્યો તો ક્યાંક જાતિપ્રથા નડી ગઈ. મતાંતરણ કરનારાઓની ઘરવાપસી કરાવવાનું સૂજ્યું જ નહીં. જેને સૂજ્યું તેમને પંડિતોએ ના પાડી કે હિન્દુ પદ્ધતિમાં આવો નિયમ જ નથી. જે હોય તે, પણ એક વાત તો નિશ્ચિત છે કે ભારતીય ઉપખંડના હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ખ્રિસ્તી-બધાના પૂર્વજો એક જ છે.
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા (તેમનું નામેય અંગ્રેજી ખોટા સ્પેલિંગના લીધે ગુજરાતી લેખકોય ખોટું લખે છે.) ગુજરાતી હતા. તેમના દાદા પ્રેમજી ઠક્કર (ગોંડલ) હિન્દુ હતા. તેઓ વેરાવળમાં મચ્છીનો વ્યવસાય કરતા હતા. તેથી શાકાહારી લોહાણા સમાજે તેમને બહિષ્કૃત કર્યા. આ અપમાનથી તેમના દીકરા પૂંજાલાલ મુસ્લિમ બની ગયા. તેમના દીકરા ઝીણા પણ રાષ્ટ્રવાદી હતા, પરંતુ ગાંધીજીએ તુર્કીના ખલીફાને પદભ્રષ્ટ કરવાની ઘટના માટે અહીં ભારતમાં ખિલાફત આંદોલનને ટેકો આપીને મુસ્લિમોને ભારત બહાર જોતા કરી દીધા. એટલું જ નહીં, ગાંધીજીએ સત્યાગ્રહના આંદોલનની જાહેરાત કરી ત્યારે ઝીણાએ તેનો વિરોધ કર્યો અને ૧૯૨૦ના કૉંગ્રેસના અધિવેશનમાં તેઓ બોલવા ઊભા થયા ત્યારે કૉંગ્રેસના પ્રતિનિધિઓએ તેમને બોલવા જ ન દીધા! (ભાજપમાં શંકરસિંહ વાઘેલા-આત્મારામ પટેલ સાથે થયું તેવું જ.) ત્યાર પછી ઝીણાએ કૉંગ્રેસ છોડી. ઝીણાએ અગાઉ કૉંગ્રેસમાં ગાંધીજી અને નહેરુ સાથે એક જ મંચ પરથી વંદેમાતરમ્ ગાયું પણ હતું, હવે તેઓ વંદેમાતરમ્ નો વિરોધ કરવા લાગ્યા.
કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાન-ભારત અને મુસ્લિમ-હિન્દુનો ઝઘડો ભાઈ-ભાઈનો ઝઘડો છે. ભારતમાં લોકો લાગણીશીલ વધુ છે અને સમજદાર ઓછા. ભારતના વિભાજનથી લઈને ૨૦૧૩ના મુઝફ્ફરનગરનાં રમખાણો સુધી, મુસ્લિમ-હિન્દુઓ ઝઘડતા આવ્યા છે. જે જે વાત હિન્દુઓને પ્રિય કે પવિત્ર છે તે બધી ભારતના કટ્ટર મુસ્લિમોને નથી પસંદ. ચાહે તે વંદેમાતરમ્ હોય, ગોરક્ષા હોય કે યોગ. સ્વતંત્રતા પછી જેમ જેમ મુસ્લિમ તુષ્ટીકરણ વધતું ગયું તેમ તેમ હિન્દુઓમાં પણ કટ્ટરતા આવતી ગઈ.
પાકિસ્તાન-ભારતે સ્વતંત્રતા પછી જ સમાધાન કરીને અમેરિકા-બ્રિટન જેવા સંબંધો કરી લીધા હોત તો બંને દેશો દુશ્મનાવટના કારણે હેરાન ન થયા કરતા હોત. પરંતુ સ્વતંત્રતા પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. અત્યારે યુદ્ધના પડકારા થઈ રહ્યા છે ત્યારે હવે જે વાત લખવાનો છું તે ઘણાને પસંદ નહીં પડે. જે રીતે પ્રજામતના આધારે ભારતે હૈદરાબાદ અને જૂનાગઢ કબજે કર્યું તે જોતાં પાકિસ્તાન કાશ્મીર માટે (જમ્મુ કે લદ્દાખની વાત નથી) પ્રયાસ કરે તેમાં આપણને ખોટું ન લાગવું જોઈએ. અને કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી કેવી રીતે થઈ તે પણ વિચારવું રહ્યું. જો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાન એક થઈને આખા વિશ્વ પર રાજ કરી શકે તો ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, ભૂતાન કેમ એક ન થઈ શકે? અલબત્ત, સ્વતંત્રતા પછી નહેરુજીએ શેખ અબ્દુલ્લાને પાકિસ્તાન મોકલીને ભારત-પાકિસ્તાનનો સંઘ (જેમ યુરોપીય સંઘ છે તેમ) રચવા દરખાસ્ત કરેલી પરંતુ પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાને આ દરખાસ્ત ફગાવી દીધી હતી. આરએસએસ પણ ૧૪ ઑગસ્ટે અખંડ ભારત સંકલ્પ દિન ઉજવી સ્વતંત્રતા પહેલાના અખંડ ભારતનો સંકલ્પ કરે છે. મુલાયમસિંહ યાદવના વૈચારિક ગુરુ ડૉ. રામમનોહર લોહિયાએ આ વિચારને ૧૯૬૦ના દશકમાં સમર્થન આપ્યું હતું. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ વર્ષ ૨૦૦૪માં ભારત-પાકિસ્તાનના કૉન્ફિડરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ થયો એક વિકલ્પ. બીજો વિકલ્પ અમેરિકાએ જર્મની અને જાપાન સાથે જે કર્યું તે કરવાનો છે. દુશ્મનમાં ફરીથી ઊભા થવાની ત્રેવડ જ ન રાખવી. ભારત પાકિસ્તાન સામે બે યુદ્ધમાં જીત્યું પરંતુ તે પછી ભારતે પાકિસ્તાનને નિ:શસ્ત્ર ન કર્યું. ન તેણે પચાવેલું કાશ્મીર પાછું લીધું. લાલબહાદુર શાસ્ત્રી હોય કે ઈન્દિરા ગાંધી, મંત્રણાના મેજ પર ભારત હારતું રહ્યું.
કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ચીનનો દાખલો પણ લઈ શકાય. ચીને તિબેટ કબજે કરીને તેનું ચીનીકરણ (શિનિકિઝેશન-sinicization-) કર્યું. ચીનના લોકોને ત્યાં વસાવ્યા. તિબેટિયન સંસ્કૃતિને બદલી. શિનજિયાંગ પ્રાંતમાં ચીને મુસ્લિમોના અલગતાવાદને ડામવા અને પ્રાંતને સ્વતંત્ર બનતો અટકાવવા રમઝાનમાં રોજા રાખવા સહિતના પ્રતિબંધો મૂકી દીધા. ચીન વિરોધી પુસ્તકો પર પણ પ્રતિબંધ છે.
કાશ્મીરમાં તો અલગતાવાદીઓને બધી સરકાર તેમની સુવિધાઓ ચાલુ રખાવે છે. ત્યાં બીજાં રાજ્યોની મુસ્લિમ ઇત્તર પ્રજા તો છોડો, પ્રતાડિત કરીને કાઢી મૂકાયેલા મૂળ કાશ્મીરી પંડિતોને પણ પાછા વસાવતા નથી. ત્રાસવાદ ફેલાવતા વહાબી પંથ દ્વારા જમીન પ્રાપ્ત કરીને મસ્જિદો બનાવાય છે તેને અટકાવવાની હિંમત નથી. ઈન્દિરા ગાંધીના સુવર્ણ મંદિરમાં સેના મોકલવાના દાખલા પછી કોઈ રાજકારણી ઉપાસના સ્થાનોમાં દેશવિરોધી પ્રવૃત્તિને અટકાવવાનું સપનેય વિચારી શકે તેમ નથી. ભારતમાં આસારામ અને સ્વામી અસીમાનંદની ધરપકડ થઈ શકે પણ શાહી ઈમામની નહીં. જે દિવસે કોઈ ખરેખર છપ્પનની છાતી ધરાવતો નેતા આવશે જે આ ઉપાસના પદ્ધતિના નામે જાહેરમાં દેખાડા બંધ કરાવી શકશે, વૉટ બૅંકનું રાજકારણ બંધ કરાવી શકશે, ઉપાસના સ્થાનોમાં દેશવિરોધી કે પછી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવી શકશે તે દિવસે પાકિસ્તાન-કાશ્મીર-મુસ્લિમ-હિન્દુ ઝઘડા- એ બધા જ પ્રશ્નોનો ઉકેલ આવશે અને દેશનો સાચો વિકાસ થશે.
(સમાપ્ત)

૭૩ વર્ષીય દાદાજી અમિતાભ બચ્ચનનો એમની બે પૌત્રીઓ જોગ લખેલ પ્રખ્યાત પત્ર/ ગુજરાતીમાં ભાષાંતર-વાચન ….વિનોદ પટેલ

 ૭૩ વર્ષીય દાદાજી અમિતાભ બચ્ચનનો એમની બે પૌત્રીઓ જોગ લખેલ પ્રખ્યાત પત્ર/ ગુજરાતીમાં ભાષાંતર-વાચન ….વિનોદ પટેલ

આજ કાલ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અભિનીત અને આધુનિક મહિલાઓના પ્રશ્નો ઉપર પ્રકાશ ફેંકતી તાંજેતરમાં જ રીલીઝ થયેલ ફિલ્મ "પિંક "(PINK) બહુ ચર્ચામાં છે. આ ફિલ્મ રીલીઝ થતાં જ પ્રેક્ષકોમાં ખુબ વખણાઈ છે. એક પછી એક ફિલ્મમાં એમની શ્રેષ્ઠ અદાકારીનાં દર્શન કરાવતા આ મહાનાયક એમની ૭૩ વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી તનની અને મનની તાજગી ધરાવે છે, અલબત ધનની તો ખરી જ !

એવી જ રીતે,આ ફિલ્મ પરથી પ્રેરિત થઈને,૭૩ વર્ષીય આ મહાનાયક અમિતાભ બચ્ચનએ એમની ચાર વર્ષની પૌત્રી આરાધ્યા( પુત્ર અભિષેક ની પુત્રી ) અને ૧૮ વર્ષની દોહિત્રી નવ્યા નવેલી (પુત્રી શ્વેતા નીખીલ નંદાની પુત્રી) ને સંબોધીને અંગ્રેજીમાં લખેલ એક પત્ર પણ આજકાલ ઈન્ટરનેટ જગત અને સમાચાર માધ્યમોમાં ખુબ વાઈરલ બન્યો છે.આ પત્રનું વાચન કરતા બચ્ચનનો વિડીયો એમણે ટ્વીટર પર પણ પોસ્ટ કર્યો છે.

આ પત્ર આ મહા નાયકે દેશની બેટીઓને પણ સમર્પિત કર્યો છે. વિડીયોમાં અને એમના પત્રમાં એમણે જણાવ્યું છે " આ પત્ર માત્ર તમારા બન્ને માટે નથી પણ દેશની દરેક પુત્રીઓ -Grand daughters - માટે પણ એટલો જ મહત્વનો છે."

છોકરીઓના સ્કર્ટની લંબાઈ કે ટૂંકાઈ જોઇને આજની છોકરીઓની કિંમતનું આંકલન કરતા સમાજ પર આ પત્રમાં સણસણતો પ્રહાર છે.

આજ કાલ ખુબ ચર્ચિત આ પત્રનો મૂળ અંગ્રેજી પાઠ, પત્રનું વાચન કરતા અમિતાભ બચ્ચનનો એમણે ટ્વીટર પર પોસ્ટ કરેલ વિડીયો અને મૂળ અંગ્રેજી પત્રનું ગુજરાતીમાં કરેલ ભાષાંતર આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

પૌત્રીઓને પત્ર લખતા અમિતાભ બચ્ચનની એક તસ્વીર

Amitabh Bachchan writing letter to his Grand Daughters -Aaradhya & Navya Naveli
Amitabh Bachchan writing letter to his Grand Daughters -Aaradhya & Navya Naveli

એમની પૌત્રીઓને સંબોધીને લખેલ આ પત્ર વાંચી રહેલ બચ્ચનનો ટ્વીટર પર પોસ્ટ કરેલ વિડીયો

Amitabh Bachchan's letter to 

Aaradhya, Navya Naveli 

આ પત્રનો અંગ્રેજી પાઠ ...
The full text of his letter is reproduced below.

It is a must-read.

My very dearest Navya & Aaradhya

You both carry a very valuable legacy on your tender shoulders - Aaradhya, the legacy of your Par Dadaji, Dr Harivansh Rai Bachchan...and Navya, the legacy of your Par Dada , Shri H P Nanda....

Both your Par Dadajis' gave your present surnames celebrated fame, dignity and recognition !

Both of you maybe a Nanda or a Bachchan, but you are also girls...women !

And because you are women people will force their thinking, their boundaries on you.

They will tell you how to dress, how to behave, who you can meet and where you can go.

Don't live in the shadows of people's judgement. Make your own choices in the light of your own wisdom.

Don't let anyone make you believe that the length of your skirt is a measure of your character.

Don't let anyone's opinion of who you should be friends with, dictate who you will be friends with.

Don't get married for any other reason other than you want to get married.

People will talk. They shall say some terrible things. But that doesn't mean you have to listen to everyone. Never ever worry about - Log Kya Kahenge !

At the end of the day, you are the only one who will face the consequences of your actions, so don't let other people make your decisions for you.

Navya - the privilege your name, your surname offers you, will not protect you from the difficulties you will face because you're a woman.

Aaradhya - by the time you see and understand this, I may well not be around. But I think what I am saying today shall still be relevant.

This may be a difficult, difficult world to be a woman. But I believe that it is women like you that will change that.

It may not be easy, setting your own boundaries, making your own choices, rising above people's judgement. But YOU !...you can set an example for women everywhere.

Do this and you would have done more than I have ever done, and it will be my honor to be known not as Amitabh Bachchan, but as your grandfather !!

With all my love

Your ....Dadaji ....your Nana

૭૩ વર્ષીય દાદાજી મહાનાયક અમિતાભ બચ્ચનએ એમની બે પુત્રીઓ જોગ લખેલ પ્રખ્યાત પત્ર - ગુજરાતીમાં પણ વાંચો 

ગુજરાતીમાં ભાષાંતર … વિનોદ પટેલ

૭૩ વર્ષીય દાદાજી મહાનાયક અમિતાભ બચ્ચનએ એમની બે પુત્રીઓ જોગ લખેલ ઉપરનો પત્ર આ ૮૦ વર્ષીય દાદાજીને ગમી ગયો.

વિડીયોમાં શરૂઆતમાં બચ્ચન કહે છે એમ "આ પત્ર માત્ર તમારા બન્ને માટે જ નથી પણ  દેશની  દરેક પૌત્રીઓ (Grand Daughters) ને માટે પણ  એટલો જ મહત્વનો છે ."  

આપણા આતાજી જેવા અંગ્રેજી બરાબર ના જાણતા બીજા દાદાજીઓ-સીનીયરો પણ આ વાંચવા લાયક પત્ર વાંચી શકે એ માટે મૂળ અંગ્રેજી પાઠનું ગુજરાતીમાં ભાષાન્તર કરીને રજુ કરવાનો વિચાર મને આવ્યો.એના ફળ સ્વરૂપે આ પત્રના અંગ્રેજી પાઠનું ગુજરાતીમાં ભાષાન્તર કરીને નીચે પ્રસ્તુત કરેલ છે.આશા છે આપને એ ગમશે.

મહાનાયક અમિતાભ બચ્ચનનો એમની બે પુત્રીઓ જોગ લખેલ પ્રખ્યાત પત્ર - ગુજરાતીમાં

વિડીયોમાં આ પત્ર વાંચતા  પહેલાં અમિતાભ બચ્ચન એમની બે પૌત્રીઓને સંબોધીને શરૂઆતમાં આ પ્રમાણે કહે છે :

નમસ્તે આરાધ્યા,

હું જાણતો નથી કે આ પત્ર તું  ક્યારે વાંચીશ પણ ૨૦૧૬ માં હું આવો (વિડીયોમાં  છું એવો ) દેખાઉં છું.

નવ્યા નવેલી,

હાય.. નમસ્તે

તમને બન્નેને મેં આ પત્ર લખ્યો છે અને એ પત્રને હું અહીં વાંચું છું. આ પત્રને હું ઈન્ટરનેટ પર પણ મુકવા ચાહું છું કેમ કે મને લાગે છે કે આ પત્ર માત્ર તમારા બન્ને માટે જ નથી પણ  દેશની  દરેક પૌત્રીઓ (Grand Daughters) ને માટે પણ  એટલો જ મહત્વનો છે.

ઓ.કે. ...તો મારો  પત્ર આ પ્રમાણે  છે :

મારી સૌથી વધુ વ્હાલી નવ્યા અને આરાધ્યા,

તમારા બંનેના નાજુક ખભાઓ પર ખુબ જ મુલ્યવાન વિરાસત છે.આરાધ્યા, તારા પર-દાદાજી ડો.હરિવંશરાય બચ્ચન અને નવ્યા,તારા પર-દાદાજી શ્રી.એચ.પી.નંદાની વિરાસતની જવાબદારી તમે બન્ને સંભાળી રહ્યાં છો.

તમારા આ બન્ને પર-દાદાઓ પાસેથી તમોને તમારી હાલની અટક,એમની પ્રતિષ્ઠા અને સન્માનનો તમે આનંદ લઇ શકો એવી ઓળખ મળી છે.

તમે બન્ને ભલે અટકથી નંદા કે બચ્ચન કહેવાતા હશો પણ સૌથી પ્રથમ તમે છોકરી અને મહિલા પણ છો.અને તમે મહિલાઓ છો એટલા માટે સમાજના લોકો એમના વિચારો-માન્યતાઓની સીમાઓ તમારા પર જબરદસ્તીથી તમારા ઉપર થોપવા માગશે.

તમારે કેવો પોષક પહેરવો, કેમ વર્તાવ કરવો, કોને મળવું કે ના મળવું અને ક્યાં જવું કે ના જવું એ વિષે લોકો તમોને ટકોરતા રહેશે.

લોકોની આવી તમારા વિશેની ધારણાઓ અને માન્યતાઓના પડછાયા નીચે કદી ના જીવશો. તમારી સોચ પ્રમાણે અને તમારી પોતાની પસંદગીથી ડહાપણ પૂર્વક તમારો નિર્ણય કરશો.

કોઈની એટલી બધી શેહમાં ના આવશો કે જેથી તમને એમ લાગવા માંડે કે તમારા સ્કર્ટની લંબાઈનું માપ એ તમારા શીલ અને ચારિત્ર્યનું પ્રમાણ-માપ છે.

લોકો તમને દબાણ કરશે કે તમારે કોની સાથે મિત્રતા રાખવી, કેવા મિત્રો હોવા જોઈએ પણ આવા દબાણને તમે વશ ના થશો.

" લોકો શું કહેશે "એની બીક કોઈ પણ સંજોગોમાં કદી ના રાખશો.

તમારા લગ્નનો નિર્ણય તમારી પસંદગીથી તમે ખુદ કરશો, એ લગ્ન માટે રાજી છો એના પરથી જ કરશો અન્ય કોઈ કારણોથી નહિ.

લોકો તો વાતો કરશે. તમને ના ગમે એવી અને તમને ડંખે એવી ટીકાઓનો તમારા પર મારો કરશે,પરંતુ એનો એવો અર્થ નથી કે તમારે એવી બધી વાતો તરફ ધ્યાન આપવું જોઈએ કે સાંભળવી જોઈએ.

આખરે તો તમે જે કરશો કે જે નિર્ણય લેશો એનાં પરિણામો ભોગવવાની જવાબદારી તમારા શિરે છે.એટલા માટે જ કોઈને પણ તમારા બદલે નિર્ણય લેવાની મંજુરી આપશો નહિ.

નવ્યા,એક મહિલા હોવાના કારણે તારી સમક્ષ જે મુશીબતોનો સામનો કરવાનો આવશે એમાંથી તારું નામ અને તારી અટકની પ્રતિષ્ઠા તારું રક્ષણ કરી નહિ શકે.

આરાધ્યા, જ્યારે તું આ પત્ર જોઇશ અને એનો અર્થ સમજી શકીશ ત્યારે હું કદાચ જીવિત ના પણ હોઉં.પરંતુ મને લાગે છે કે હું આજે જે આ પત્રમાં કહી રહ્યો છું એ બધું એ વખતે પણ એટલુ જ ઉચિત હશે.

આજની દુનિયામાં એક મહિલા હોવું ભલે ખુબ મુશ્કેલીભર્યું હશે પરંતુ મારું વિશ્વાસ પૂર્વક માનવું છે કે તારી જેવી મહિલાઓ જ જરૂરી બદલાવ લાવી શકશે.

જો કે તમારી પોતાની સીમાઓ નક્કી કરવી, બીજાઓના નિર્ણયોની ઉપરવટ જઈને તમારી પોતાની પસંદગીના નિર્ણયો લેવાનું કામ એટલું સહેલું નહિ હોય.પરંતુ,તમે... તમે... જ દરેક જગાએ અન્ય મહિલાઓ માટે દાખલા રૂપ બની શકો છો.

તમે જો આટલું કરશો તો મેં આજ સુધીમાં જે કઈ કર્યું છે એનાથી પણ વધુ કર્યું છે એમ હું માનીશ અને મારા માટે એ સૌભાગ્યની વાત હશે કે જ્યારે લોકો મને અમિતાભ બચ્ચન તરીકે નહિ પણ તમારા દાદાજી તરીકે મને ઓળખતા હશે.

મારા તરફથી ખુબ વ્હાલ સાથે.

તમારો...દાદાજી.....તમારો નાના

ગુજરાતીમાં અનુવાદિત અમિતાભ બચ્ચનના આ પત્રને નીચેના વિડીયોમાં પણ મેં વાંચવાનો પ્રયત્ન કર્યો છે .કદાચ એ તમને ગમે. 

મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી !…ચિંતનની પળે ….. કૃષ્ણકાંત ઉનડકટ

 મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી !…ચિંતનની પળે ….. કૃષ્ણકાંત ઉનડકટ

મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જેટલી અહીં ધારણા દેખાય છે,
એટલી ક્યાં શક્યતા દેખાય છે.
પારદર્શક હોય ફુગ્ગો તે છતાં,
ક્યાં આ ભીતરની હવા દેખાય છે.

-કિરણસિંહ ચૌહાણ

જિંદગી ફેસબુક કે વોટ્સએપમાં લખી નાખેલ સ્ટેટસ મુજબ નથી ચાલતી. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, આઈ એમ વોટ આઈ એમ અને બીજું ઘણું બધું સ્ટેટસમાં લખાતું હોય છે. આવા સ્ટેટસમાં ફક્ત ‘હું’ હોય એ પૂરતું નથી. એમાં ‘તું’ પણ હોવું જોઈએ અને એમાં ‘આપણે’ પણ હોવું જોઈએ. ગ્રૂપ જેટલું આસાનીથી બની જાય છે એટલી સહજતાથી સંબંધો નભતા નથી. સંબંધોના સત્યને પામવું હોય તો સ્નેહ અને સંવેદનાને સીંચતા રહેવું પડે છે.

એક યુવાન સંત પાસે ગયો. તેણે પૂછ્યું, પ્રેમ શું છે? પ્રેમ કરવાની ચીજ છે? પ્રેમ આપવાની ચીજ છે કે પછી પ્રેમ પામવાની ચીજ છે? સંતે કહ્યું કે, પ્રેમ અનુભવવાની ચીજ છે. પ્રેમમાં આપ-લે ન હોય. પ્રેમ માપી કે જોખીને કરી શકાતો નથી. તું કરીશ એટલો જ હું કરીશ એવું પણ નથી હોતું. હા, એટલું જરૂરી છે કે પ્રેમ બંને બાજુથી વહેવો જોઈએ. નદીની જેમ બંને કિનારા ભીના રહેવા જોઈએ. શરીર પારદર્શક હોતું નથી, પણ પ્રેમ હોય તો એકબીજાનાં દિલમાં જોઈ શકાય છે.

જિંદગીની જેમ પ્રેમ પણ ક્યારેય એકધારો નથી રહેતો. તેમાં પણ અપ-ડાઉન આવે છે, વધ-ઘટ થાય છે. મૂડ અને મસ્તી દરેક સમયે સરખાં નથી રહેતાં. મજામાં હોય ત્યારે માણસને પ્રેમની વધુ જરૂર હોય છે કે મજામાં ન હોય ત્યારે? એક યુવાનની વાત છે. ઓફિસમાં કામ બરાબર ન થયું. બોસનો ઠપકો મળ્યો. ખૂબ દિલથી મહેનત કરી હતી, પણ પરિણામ ન આવ્યું. એ ડિસ્ટર્બ થયો. મજા નહોતી આવતી. તેની એક ફ્રેન્ડને મેસેજ કર્યો કે મને મળવા આવી શકે? આવો મેસેજ એ ભાગ્યે જ કરતો. મેસેજનો જવાબ આવ્યો, ઓ.કે. આવું છું. બંને દરિયાકિનારે બેઠાં. છોકરાએ કહ્યું, કંઈ વાત નથી કરવી. તું બસ બેસ. બંને ચૂપચાપ બેઠાં રહ્યાં. લાગણી શબ્દોથી જ વ્યક્ત થાય એવું જરૂરી નથી. થોડી વાર પછી કહ્યું કે, ચલ હવે જઈએ. છોકરીએ પૂછ્યું, હવે ઓ.કે. છે? યુવાને જવાબ આપ્યો, હા. બંને હગ કરીને જુદાં પડ્યાં. ઘણા સંબંધો સંવાદ વગરના પણ હોય છે જે મૌનથી જીવાતા હોય છે.

બે વ્યક્તિ વચ્ચે મૌન હોય એ એક વાત છે અને બે વ્યક્તિ વચ્ચે સન્નાટો હોય એ બીજી વાત છે. સન્નાટો દરેક વખતે શાંત નથી હોતો. સન્નાટાના પણ વિસ્ફોટ હોય છે. સન્નાટો ગરજતો રહે છે અને તેની ધાક દિલને હચમચાવી નાખતી હોય છે. સન્નાટો જાગે ત્યારે આપણી ઊંઘ હરામ થઈ જતી હોય છે.

જિંદગીમાં ઇચ્છાઓ હોય એ સ્વાભાવિક છે. સંબંધ હોય ત્યાં અપેક્ષાઓ રહેવાની જ છે. હા, શરતો ન હોવી જોઈએ. શરતમાં હાર-જીત હોય છે. શરતમાં સહજતા નથી હોતી. હું આમ કરીશ અને તારે આમ કરવાનું એવી શરતો પર રચાતા સંબંધોની બુનિયાદ તકલાદી હોય છે. શરતમાં સમજણ નથી હોતી. શરતમાં સ્વાર્થ હોય છે. મને ગમે એવું હું કરીશ અને તને ગમે એવું તું કરજે એના કરતાં તને ગમે એવું હું કરીશ અને મને ગમે એવું તું કરજે હોય તો સંબંધમાં મોકળાશ રહે છે.

એક કપલની વાત છે. બંનેએ મેરેજ પહેલાં એવું નક્કી કર્યું હતું કે આપણે બંને પોતપોતાની કરિયરમાં કોઈ બાંધછોડ નહીં કરીએ. કામની વાત હોય ત્યારે એકબીજામાં દખલ નહીં કરીએ. લગ્ન થયાં, બાળક થયું. છોકરાનાં મા-બાપ બાળકોનું ધ્યાન રાખતાં હતાં, બધું બરાબર ચાલતું હતું. જોકે, કોઈ સ્થિતિ કાયમ માટે એકસરખી રહેતી નથી. સંજોગો પલટાયા. મોટી ઉંમરનાં સાસુ-સસરા બીમાર થઈ ગયાં. સ્કૂલે જતાં બાળકોને સંભાળવાનો સવાલ થયો. પત્નીએ એક દિવસ પતિને કહ્યું કે તને લાગે છે કે મારે જોબ મૂકી દેવી જોઈએ? પતિએ કહ્યું, આપણે નક્કી કર્યું હતું કે કરિયરની બાબતમાં દખલ નહીં કરીએ, તને યોગ્ય લાગે એ નિર્ણય લે. પત્નીએ જોબ છોડી દીધી. ઘરનું ધ્યાન રાખવા માંડી. એક દિવસ પતિએ કહ્યું કે તારા નિર્ણયનો મને ગર્વ છે. સાચું કહું, એક તબક્કે મને પણ જોબ છોડીને ઘરનું ધ્યાન રાખવાનો વિચાર આવ્યો હતો. એમ થતું હતું કે તારી સેલરીમાંથી પૂરું થઈ જ જશે. જોકે, મને ડર એ હતો કે હું તારા જેટલી સારી રીતે ઘર નહીં સંભાળી શકું. આજે હું શાંતિથી જોબ કરી શકું છું તો એ તને આભારી છે. તેં બધું સંભાળી લીધું. પત્નીએ કહ્યું, મને પણ એ જ થયું કે તારા પગારથી ઘર સારી રીતે ચાલી જશે. જોકે, એનાથી પણ વધુ વિચાર તો એ આવ્યો કે આખરે આ બધું હું શા માટે અને કોના માટે કરું છું? એ પછી મેં જોબ છોડવાનો નિર્ણય કર્યો.

શરતમાં ઘણી વાર સમાધાન કરવું પડતું હોય છે અને સમયની સાથે સમાધાન કરવું પણ જોઈએ. આવું સમાધાન પણ સ્વેચ્છાએ થવું જોઈએ. જોકે, બધામાં આટલી સમજણ હોય એ જરૂરી નથી. શરત સાથે જ્યારે જીદ ભળે ત્યારે સ્થિતિ સ્ફોટક બને છે. ક્યારેક એવું થઈ આવે છે કે ઇનફ ઇઝ ઇનફ. દીવામાં તેલ ખૂટે ત્યારે તેણે બુઝાવાનું હોય છે. જિંદગીમાં પ્રેમ ખૂટે ત્યારે સંબંધમાં મૂરઝાવાનું હોય છે. દરેક હાથ કાયમ માટે હાથમાં જ રહે એવું બનતું નથી. સાથ છૂટતાં હોય છે અને દિલ પણ તૂટતાં હોય છે.

એક યુવતીના મેરેજ થયા. થોડો સમય બધું બરાબર ચાલ્યું. સમયની સાથે પતિ શરતો ઉપર શરતો લાદવા લાગ્યો. આવી જ રીતે રહેવાનું, આવું જ કરવાનું, આમ નહીં જ કરવાનું! પતિની શરતો સાથે પત્નીએ થયું એટલું સમાધાન કર્યું. આખરે તેને થયું કે હું મારી શરતો ઉપર ન જીવી શકું તો કંઈ નહીં, પણ હું માત્ર એની શરતો પર જ જીવું એ વાત વાજબી નથી. મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી. પિતાના ઘરે જઈને તેણે બધી વાત કરી. પિતાને કહ્યું કે, જે સંબંધમાં સત્વ ન હોય એને ક્યાં સુધી સહેતાં રહેવાનું. લીલા છોડને સીંચીએ તો એ ઊગે, પણ સુકાઈ ગયેલા છોડમાં ગમે એટલું પાણી પીવડાવીએ તો પણ એ ઉગવાનો નથી જ.

પિતાએ કહ્યું કે, તું જે નિર્ણય કરીશ એનું હું સ્વાગત કરીશ. સ્થિતિને સમજીને સ્વીકારવી એ પણ મોટી સમજણ છે. આપણે ઘણી વખત સમજતા હોઈએ છીએ, પણ સ્વીકારતા હોતા નથી. આપણે દુનિયાનો વિચાર કરીએ છીએ, પણ આપણા લોકોનો વિચાર કરતા નથી. દીકરીએ ડિવોર્સની વાત કરી. પિતાએ કહ્યું કે, તારા સુખથી વધારે કંઈ નથી. અમે હંમેશાં તારા સુખનો વિચાર કર્યો છે. મોટા હોય એણે માત્ર પોતાના લોકોના સુખનો નહીં, પણ દુ:ખનોયે વિચાર કરવો જોઈએ.

પિતાએ પછી જે વાત કરી તે વધુ મહત્ત્વની છે. દીકરીને કહ્યું કે, તું ડિવોર્સ લે એનો વાંધો નથી, પણ તારો ગ્રેસ ન ગુમાવતી. જુદાં પડ્યાં પછી એ વાતને મનમાંથી કાઢી નાખજે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે તૂટી ગયેલા સંબંધ સાથે પણ છેડછાડ કરતા રહીએ છીએ. આપણને દેખાડી દેવાનું કે જોઈ લેવાનું મન થાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે તૂટેલા કાચને રમાડવા જતાં તેની ધાર આપણને જ વાગતી હોય છે.

જિંદગીમાં ઘણી વખત ખોટી વ્યક્તિ આવી જતી હોય છે. બધા પ્રયત્નો છતાં પણ એવું લાગે કે હવે વધુ શક્ય બને તેમ નથી, ત્યારે પેઇનફુલ્લી કનેક્ટેડ રહેવા કરતાં ગ્રેસફુલ્લી ડિસક્નેક્ટ થવાનું યોગ્ય હોય છે. જોકે, એવું બહુ ઓછું બનતું હોય છે. આપણે જુદા પડવાની ઘટનાને દુશ્મનીમાં બદલી નાખીએ છીએ. એકબીજાને વધુ ને વધુ પીડા આપવાનો પ્રયાસ કરીએ છીએ. એ ક્યાંયનો ન રહે કે એ ક્યાંયની ન રહે એવી દાનત રાખીએ છીએ. આપણે એ નથી વિચારતા કે આપણે ‘ક્યાં’ છીએ? આપણે આવું કરવા જઈએ ત્યારે ત્યાં ને ત્યાં જ હોઈએ છીએ.

એક પતિ-પત્નીની વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. મેરેજ પછી બંનેને એવું લાગવા માંડ્યું કે આપણી વચ્ચે બધું બરાબર નથી. ધીમે ધીમે ડિસ્ટન્સ વધવા લાગ્યું. બંને સમજુ હતાં. ઝઘડતાં ન હતાં. બંનેને ખબર હતી કે આપણે બરાબર રહેતાં નથી. એક દિવસ પત્નીએ કહ્યું કે, આપણે આ રીતે ધરાર સાથે રહીએ એ બરાબર નથી. તને જો યોગ્ય લાગે તો આપણે બંને બહુ પ્રેમથી જુદાં પડી જઈએ. પતિને પણ આ વાત વાજબી લાગી. બંનેએ ડિવોર્સ લીધા. એકબીજાને સોરી પણ કહ્યું અને થેંક્યૂ પણ કહ્યું. સોરી એટલા માટે કે એકબીજાની સાથે રહી ન શક્યાં અને થેંક્યૂ એટલા માટે કે બંને છૂટા પડવાના મુદ્દે પણ એકબીજાને સમજી શક્યાં.

છૂટા પડ્યાં પછી બંને પોતપોતાનામાં વ્યસ્ત થઈ ગયાં. બંનેએ યોગ્ય વ્યક્તિ શોધીને મેરેજ કર્યા. થોડો સમય ગયો પછી અચાનક એક વખત બંને મળી ગયાં. કોફી શોપમાં ગયાં. વાતો કરી. હાઉ ઇઝ લાઇફ? બધું બરાબર છેને? યુવતીએ કહ્યું હા, બધું બરાબર છે. હું ખુશ છું. હસબન્ડ સારો માણસ છે. અમે પ્રેમથી રહીએ છીએ. યુવકે પણ કહ્યું કે હું પણ ફાઇન છું. પત્ની સાથે સારું બને છે. કોઈ પ્રોબ્લેમ નથી. જૂની પત્નીએ પછી પ્રેમથી કહ્યું કે, તને મળીને ખુશી થઈ અને તું ખુશ છે એ જાણીને વધુ ખુશી થઈ. હું સદાયે એવું જ ઇચ્છતી હતી કે તું ખુશ હોય. તારી જિંદગીમાં કોઈ ગમ ન હોય. જૂના પતિએ પણ એવું જ કહ્યું કે, તારો વિચાર આવી જતો ત્યારે એમ જ થતું કે તું મજામાં હોય તો સારું. મારી પ્રાર્થનામાં પણ તારી ખુશીનું જ રટણ હતું. જતી વખતે બંનેએ કહ્યું કે, આજે મળ્યાં પછી એવું લાગ્યું કે આપણા બંનેનું છૂટા પડવાનું ડિસીઝન સાચું હતું. હસતાં ચહેરે બંને છૂટાં પડ્યાં.

આપણાં દુ:ખનું એક કારણ એ પણ હોય છે કે આપણે શાંતિ અને પ્રેમથી છૂટાં પડી શકતાં નથી. જુદાં પડી ગયા પછી પણ આપણને ક્યાં શાંતિ હોય છે. એકબીજા પર દોષારોપણ કરતા રહીએ છીએ. વાંક મારો ન હતો અને તેના કારણે જ આવું થયું એવું સાબિત કરવા મથતાં રહીએ છીએ. સરવાળે અજંપા સિવાય કંઈ મળતું નથી. ગ્રેસ ગુમાવ્યા પછી જે શેષ બચે છે એ માત્ર ને માત્ર સ્ટ્રેસ હોય છે. મુક્ત થયા પછી મુક્તિનો જે અહેસાસ ન કરી શકે એ સદાય બંધનમાં જ રહે છે. કોઈના બંધનમાંથી મુક્ત થઈ એ પોતાના જ બંધનમાં જકડાઈ જાય છે. કોઈનાથી મુક્ત થઈને આપણે આપણાથી પણ મુક્ત થઈ જિંદગીમાં આગળ વધી જવાનું હોય છે.

છેલ્લો સીન:

આપણે કેવી રીતે મળીએ છીએ એના કરતાં વધુ આપણે કેવી રીતે છૂટા પડીએ છીએ એમાં આપણી સમજણ છતી થતી હોય છે. –કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.21 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી