Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

2 October 2017

જિંદગી નો આખરી મુકામ ઘડપણ ---- જીતેન્દ્ર પઢ

માનવ ની જિંદગી એટલે ખાટીમીઠી યાદોનો સથવારો . અને તેમાં ઈશ્વરીય ગોઠવણ પણ ગજબ ની છે ,એક નું વિલાવું અને બીજાનું ખીલવું ,એક નું મરણ બીજાનો જન્મ -આવનજાવન ન અકર્મ થાકી આખી સૃષ્ટિ ચાલે છે ,જીવન યાત્રાના ચાર તબક્કાઓ
સાખી ;-
પહેલું બાળપણ ખરું ,બીજી યુવાની જાણ  /
ત્રીજું છે ઘડપણ અને ચોથું અંતપ્રમાણ //
બાળપણ ઉંમરના હાથમાંથી ક્યારે છટકી ગયું તે સમજાતું નથી ,યુવાની નો થનગનાટ ખ્વાબોના મહેલમાંથી વાસ્વિકતાના તાપ સાથે જવાબદારી ની પૂર્તિમાં ગુંગળાઈને વખતના વહેણમાં સરી જાય છે , પ્રૌઢાવસ્થા પરિપક્વ બની ધાર્યું કરી લેવાની જીદ્દ સાથે પુરી થઇ જાય અને ઘડપણ વીતે મોત ની આવનારી છાયામાં ,,, પૂર્વ તૈયારી સાથે વૃદ્ધાવસ્થા તો ધીરજ અને આવેલા પડકારને ઝીલીને આવકારીને સ્વીકારીને ઈશ્વરની મરજીને પ્રાધાન્યતા આપી પસાર કરવાની હોય છે , મોત અસહ્ય હોવા થતા અગમ ચેતી રાખેલી હોય તો મોતને નાથી શકાય છે આવકારી શકાય છે એ આવે ત્યારે સમજણ નું વાતારણ સર્જાવી તેને હસીને જીતી શકાય ,
આત્મ જ્યોતિનું પ્રાગટય આનંદ ,સાથે થતું હોય છે માનવી તેમાં પોતાના અહંમ ,સ્વાર્થ , જેવા દુર્ગુણો ઠાંસીઠાંસીને પ્રકાશિત વાતાવરણે અંધકારમય બનાવી મૂકે છે ,ઘડપણ માં જવાની ની આડાઈ દુઃખ બની ને સતાવે છે ,મળ્યા નો આનંદ નથી, નથી મળ્યું તેનો તલપ છે એ જ દુઃખનું કારણ છે , શરીરને સાચવવું ,નિયમિત રહેવું , જરૂરી વ્યાયામ કરવો ,પ્રભુ ભક્તિ કરવી ,આ તો માનવ સહજ લક્ષણો છે ,ભારતીય સંસ્કૃતિઓનો વારસો છે
માનવીની જન્મથી માંડીને મૃત્યુ સુધીની યાત્રા વિવિધ તબક્કામાંથી પસાર થતી હોય છે બાળપણ ,યુવાની ,પ્રૌઢાવસ્થા અને ઘડપણ તેમાં મુખ્ય ગણાય છે . ઉમંગ ,ઉત્સાહ ,સ્વપ્ન। આનન્દ , વિષાદ, ઝંખના, આકાંક્ષા ,જવાબદારીઓ ,ફરજ ,સુખ ,દુઃખ અને કર્તવ્યની પત્ની સાથેની સહિયારી, ભાગીદારી ,શ્રમ છતાંયે ધારેલી ઉચ્ચ સફળતા ની આંખમિચોલી ,વગર વાંકે કનડગત ,હું પદ નો અહંકાર , તિરસ્કારની કે વેરની ભાવના ,મળ્યું તેનો આનંદ નહિ પણ ન મળ્યાનો વલોપાત ,પ્રતિષ્ઠા માટેની ઝુંઝ , સમાજ ,જ્ઞાતિ માં મોભાની લાલચ ,બાળકો ઉંચક શિક્ષણ સાથે નામના અપાવે ,દાંપત્ય જીવન સરળતાથી મોઝીલુ વીતે તેવીઅભિલાષા ,એક બીજાને સમજવામાં ગાફેલિયત ,સંસારમાં સર્જાતા નાના મોટા સંઘર્ષ , સમાધાની વલણ માટેની હુંસાતૂંસી , ગુસ્સા સાથેની ગરમાહટ , કરજ ને ભરપાઈ કરવાની ચિંતા , જિંદગીના કેટલા બધા નિત નિરાળા રંગો છે ,,,,,વહેતા સમય સાથે પ્રૌઢાવસ્થા બાદ ઘડપણ અવસ્થાનું આગમન ન ગમે તેવી અવસ્થા અને તેને ઝીલવા માટે ક્યારેક શરીરની કમજોરતા ,,કે પછી તેનો મુકાબલો કરવા માટે શું કરશું તેની ચિંતા !  ઘડપણ જિંદગીના મૃત્યુ પહેલાનો આખરી પડાવ છે ,,અને તેનો હસીને કે સહીને સ્વીકાર કરવો પડે છે , જે નિયમ અને ઈશ્વરે સર્જેલો ઘટના ક્રમ છે . આવા સમયે પત્ની નો સાથ કે પતિનો પ્રેમ એક બીજા માટે ટેકો બને છે ,
 જીવનમાં આપણું ધારેલું કશુંજ બનતું નથી ,અને જે બને છે તેની અગાઉ જાણ નથી હોતી ,,આ કેવું રહસ્ય છે ? કયારેય કોઈનાથી તે ઉકેલાયું નથી ,,,ઘડપણ ,બુઢાપો ,વૃદ્ધત્વ નામો ગમે તે આપો પણ ઉમર પ્રમાણેની આ એક વ્યવસ્થા છે ,જેમાં શરીર શિથિલ બની જાય ,રોગો આવીને ટપકે કે પછી એકલતા ,એકાંત સહેવું પડે , વીતેલો સમય ખુબ યાદ આવે ,,,,અને સંતાનોની હૂંફ ,સંતાનોના સંતાનો ને ખોલે રમાડવાની ઈચ્છાઓ જાગેલી હોય પણ વિભક્ત કુટુંબની પ્રથા અથવા પુત્રના નોક રીને લીધે સ્થાનિક શહેરથી દૂર ,પરદેશ જઈને વસવાની મજબૂરી અથવા ભવિષ્ય ઉજળું બનાવવાની ધગશથી આવી પડેલું વિભક્ત વસવાટ માટેનું વલણ માં બાપ ને નથી ગમતું આ એકલાપણું ; બે સાથે છે ત્યાં એક બીજાનો સહારો બની જીવીલેવાય પણ એક પાત્રની અચાનક વિદાય વસમીપડે છે ,,
 આ દરેક યુગની કથની છે ,જો પ્રથમ થી જ શરીર સાચવવા વ્યાયામ કરેલો હોય ,મન સ્વસ્થ રાખેલું હોય ,ઈશ્વર ઉપર આસ્થા રાખી ને તેની મરજી ને વધાવી લેવાની ટેવ પાડી હો ,દરેક ને આપી છૂટવાની ભાવના રાખી હોય કે પેન્શન માંથી આવક થતી હોય /જિંદગીનો વીમો હોય તો થોડી રાહત રહે ! પણ મન ની એકલતા ,અજંપો મટે નહિ ..પણ આર્થિક સદ્ધરતા વિના સન્તાનોને આશરે જીવવાનું હોય તો હાલત કફોડી બને છે ,,,,આ પરિસ્થિતિ નો પડકાર બધા કરી શકતા નથી ,,,અને ઘણા રિબાય છે તો ઘણા અકાળે મરણ પામે અથવા ઠેબા ખાતા પરાણે જીવે ! ઉપદેશાત્મક સૂત્રો નો બોધ એવો સરળ છે પણ પરિસ્થિતિનો સામનો બીજી વાત છે ,,,તમારી કુશળતા ,તમારી ગણતરીઓ અને તમારી મરજી મુજબ શરીર ચાલતું હોય તે વખતે પણ મોંઘવારીમાં એક સાંધતા તેર તૂટે ત્યારે તમે શું કરવાના ? માત્ર લાચારી નો અહેસાસ કરવાના /કે લોકિક ,વ્યવહારિક ખરચાઓમાં લોક લાજ રાખવા ઘસાવું પડ્યું હોય , દીકરો મોટો થઈને મારો ટેકો બનશે તેવો અતૂટ વિશ્વાસ હોય ? પણ ખરે સમયે વાતાવરણ બદલાઈ ગયું હોય / બીજી બાજુ આંખે ઓછું દેખાય ,શરીરમાં રોગ ઘર કરી ગયો હોય ,પગ મંડાતા ના હોય ,ધ્રુજારી ,કંપન હોય ,ખોરાક લેવાતો ન હોય ,પચતો ન હોય ,,, છતાંયે જીવવાનો પડકાર હોય ,,,,, મોત પાછું ઠેલાય શરીર સુધરે સારા દિવસો આવે તેવી આશ પીછો છોડતી ન હોય આનું નામ માયા મોહ ,,,,ઘડપણ આવશે જ એવી અગાઉ ખબરતો હતી? તો મન શરીરને એવી રીતે તૈયાર કરવાનું હોય એમ જેઓ કરી જાણે છે તે ડર વગર બિંદાસ જીવી જાણે છે ,,,,
માણસે અંતિમ તબક્કામાં સ્વસ્થતા કેળવી ,સંતોષી બની , વલણ અપનાવી ,ઈશ્વર ઉપર આસ્થા રાખી તેની મરજી સ્વીકારી ,સંબંધોજનો માટે ભલાઈ કરી હોય તેની હવે ખુશ રાખી વળતર વિનાની આનંદાયી પળો/ સમય , હાસ્ય થી હળવા બની વિતાવો ,રોગ હોય તો તેને દવા લઈને અંકુશમાં રાખવા પ્રયત્ન થઇ શકે ,,ઘબરાવાની જરૂર નથી સરકારી દવાખાના અને ચેરિટી મદદ રૂપ બને છે ,અને મદદ કરનારા સ્વયસેવકો પણ મળી રહે છે , તમારે મન મક્કમ બનાવવું પડશે ,,,,બધા જ જાણે છે ઘડપણ કોઈનો આશરો માંગે છે ,અને તેમાટે અનેક દાતાઓ આર્થિક સહાય કરે છે , ઘણી વાર પોતાનું લોહી નહિ, સ્વજનો ભલે મોં ફેરવી બેઠા હોય , પણ બીજાઓ સાચી મદદ કરે છે તો તેની મદદ ઈશ્વરીય મદદ ગણી લેવી જોઈએ ,,,,
હું જીવનના અંતિમ શ્વાસ સુધી જીવીશ એવી ખુમારી રાખવી એ જ માણસની સાચી ખેલદિલી ગણાય તમને ખબર હશે ઘણાના મોત સુધારે છે, તો ઘણા કમોંતે મરે છે ,તમારા જ્ઞાનનો ,અનુભવો તમારી આજુબાજુમાં નિસ્વાર્થ ભાવે વહેતા કરો ખુશ રહો જે હાજર હોય તેને વ્હાલા ગણો , બાકી નાની યાદ કેઅપેક્ષા રાખી દુઃખી ન બનો ,
મને ભગવાને જે અને જેટલું આપ્યું તેમાં પરમ સંતોષ માનો જરૂર ઘડપણ સ્વસ્થ બનશે ,
માનવી ના વિચારો સમજ અને અનુભૂતિ પ્રસંગ ,પરિસ્થિતિ અને સંજોગો આધીન હોય છે,
તમને સંતાનો મદદ ન કરે તો પણ આકરા ન થવાની જરૂર નથી તમારે તો મોટા મને આશીર્વાદ આપી ને વિદાય લેવાની છે ,,, એ ભુલાય નહિ ,,,,,,કારણ કે લોહી આપણું છે , ભલે હાલત વિપરીત હોય? ભારતની સંસ્કૃતિ તો સર્વનું ભલું ઈચ્છે છે ,,,સર્વે ભવન્તુ સુખિનઃ ,,,,,,,,જે વૃદ્ધત્વ ને પડકારીને જીવી જાણે છે તે નું જીવ્યું બીજા માટે પ્રેરણા બને છે ,,,,
કુછ ઐસે કારનામે છોડ જાઓ અપને યાદે હસ્તી મેં /
 લોગ સુનકાર ઝૂમ ઉઠે તુમ્હારી દાસ્તાંઓકો //
જીતેન્દ્ર પાઢ

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી