Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

21 December 2017

જીવન વિકાસ અને પરિવર્તન થી ઉચ્ચત્તમ માનવ પ્રતિભા ખીલવે તે સાચી મૈત્રી

જીવન વિકાસ અને પરિવર્તન થી  ઉચ્ચત્તમ માનવ પ્રતિભા ખીલવે તે સાચી મૈત્રી
 -----------------------------------------------------------------------------------------   
                વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી  દીધું
              નીચે વિશાલ ધરતી ને ઉપર ગગન આપી દીધું
              જયારે પૂછ્યું  કહ્યું  કે એકલો જીવી શકીશ કેમ ?
             આભાર ઈશ્વરનો ભેટમાં મિત્રોનું ઉદ્યાન આપી દીધું  ....
        મિત્રતા અને મિત્ર વિષે ઘણું લખાયું ,લખાશે અને લખાતું રહેશે  .... એરિસ્ટોટલ કહે છે -એક શરીરમાં  રહેલાં બે આત્મા એટલે મિત્રતા ! તો ,વિલિયમપેન મહત્વની વાત કરે છે ;એક સાચો મિત્ર ઉચિત સલાહ આપે છે ,સહજતાથી મદદ કરે છે ,સરળતાથી  જોખમ ઉઠાવે છે ,ધૈર્યથી બધું હસીને સહે  છે ,,હિંમતથી બચાવ કરે છે ,અને વગર બદલે દોસ્તી નિભાવે છે --આવી દોસ્તી મેળવવી તે તકદીર ની વાત ગણાય ,ઈશ્વર કૃપા ની વર્ષા ગણાય .
         
            કિસ હદ તક જાના હૈ  યે કૌન જાનતા   હૈ   
           કિસ મંઝીલકો પાના  હૈ યે  કૌન જાનતા હૈ 
           દોસ્તી  કે   દો પલ   તુમ  જી  ભર કે  જી  લો ---
           કિસ રોજ  બિછડ જાના  હૈ  યે કૌન  જાનતા હૈ
                                 મૈત્રીની કલા શીખવાથી  જ હ્રદયના પ્રેમને  સદભાવના નું બળ મળે છે.  મૈત્રી- કોઈ આડંબર કે કોઈ ખોટી ભવ્યતા વિના સરળતા અને સૌજન્યતાથી બંધાય છે, ત્યારે સંવાદિતાનો સંવાદ ખીલે છે, આંખોમાં પ્રેમ અને પ્રકાશનો દરિયો ઊછળે છે, હોઠ પર અંતરના આદર અમૃત નિરંતર રેલાય છે, ઓળખાણ તે મૈત્રી નથી, ઓળખાણમાં સ્વાર્થ અને બદલો હોય છે, તેથી સાચી હૂંફ નથી મળતી,  મૈત્રી સુખદુ:ખનો સાચો સાથી બની ટકે છે. માણસને સ્નેહની તરસ મિત્રથીજ સંતોષાય છે. ધન, દોલત, પ્રતિષ્ઠાથી મિત્રતા ખરીદાતી નથી. સામાન્ય જીવનમાંથી સાચી મિત્રતા હાથ લાગે છે, ટકે છે, સાચી મૈત્રીનો સંબંધ  સદ્ભાવ સાથે છે. જીવન વિકાસ અને પરિવર્તન થી  ઉચ્ચત્તમ માનવ  પ્રતિભા ખીલવે  તે સાચી મિત્રતા છે
                  લાગણી અને મધુરતાનો ઉન્મેષ ન હોય તો મૈત્રી સંબંધ કહેવાય નહીં, તકનો લાભ મેળવી કામ પતેથી હડસેલી દેનારા ઘણાં મળે છે, સાચા મિત્રો દુર્લભ હોય છે .  તમારું કામ સરળતાથી પતાવી દે તે જ મિત્ર એવું નથી, મૈત્રીનો અર્થ નિ:સ્વાર્થ ભાવે-કાર્ય કરવા તૈયાર રહેવું, તત્પર રહેવું અને સાથીના ક્રોધ, ગુસ્સાને ભૂલી જઈ, પરિસ્થિતિ ને સમજીને માર્ગ કાઢી મૌન ધારણ કરી- કડવાશને ગળી જનારા મિત્રોને સાચવી શકે છે. મૈત્રીનો મોટો અવરોધ અહં છે.
આત્મ નિરીક્ષણ અને કર્મશીલતા કેળવાય ત્યારે દ્ગષ્ટિની વિશાળતા વધે છે, સત્ય પરિસ્થિતિ સમજી શકાય છે. સંઘર્ષ ટળે છે-મૈત્રી ટકે  છે ,ઉગ્ર વચનો સાંભળી પ્રતિઘોષ રૂપે પ્રત્યુત્તર  આપો તો તે મૈત્રી તૂટવાનું કારણ બને છે.જાત સાથે મિત્રતા બાંધી ન શકનાર સાચી મિત્રતા પામી શકતો નથી.
રસ-રુચિ વિનાની મૈત્રી તે ઉપર છલ્લો સંબંધ છે  જે મિત્ર પરસ્પરની મર્યાદાઓની સમજણ રાખી ઉદાર ભાવે વર્તન કરે છે તે લાંબી મૈત્રી ટકાવી શકે   છે પરસ્પરની ઇચ્છાઓને માન આપવું અને ક્ષમા આપવી તે મિત્રતા લંબાવવા માટે જરૂરી છે   મિત્રો સાથે વિચારણાઓ સ્વચ્છ અને સ્પષ્ટ હશે તો જિંદાદિલી ખીલશે-મિત્રતા ટકશે. અંતરની ઉષ્મા મિત્રતા તરફ   જ ઢળે છે.
                    મિત્રના દુર્ગુણો બતાવો તો તેના માટેના ઉમદા અભિપ્રાયો પણ પ્રગટ કરો. કાળજી સાથે મિત્ર પ્રતિ વિકટ પરિસ્થિતિમાં સભાનતાથી હૂંફ આપનાર મૈત્રી જગતમાં જીત મેળવે છે, લોકપ્રિય બને છે  ,દલીલોથી મિત્રતા જિતાતી નથી.મિત્રને સાંભળો-એકાંતમાં તે વિચારોને ચકાસો.
               મન અને હ્રદય સાથે મિત્રતાનો સંબંધ હોવાથી ક્યારે-કોઈ વાતથી, અણગમતાં વ્યવહારથી-મન જરૂર દુ:ખી થાય છે પણ તે ક્ષણિક હોવું જોઈએં.
વારંવાર ફરિયાદ અને ટીકાઓ કરનાર મિત્રતાનો ઘાતક છે. ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવી વ્યવહારો સાચવી, જે બીજાના પડખે ઊભો રહી હૂંફ આપે તે જ સાચો મિત્ર. મિત્રતા માત્ર આપી જાણવાની કલા છે, માંગવાની નહીં.મિત્ર તમારી ધારણા કે તમારી મરજી મુજબ નહીં તેના હ્રદયથી ચિત્ત કહે તેમ ચાલે છે. તેથી જીભાજોડી ટાળો, મિત્રતાને પામો.ખોટા માર્ગે કે નુકસાન થાય તેવા આચરણે જતાં મિત્રને જરૂર પડે  અવરોધિત બનીને સત્ય સાચવીને યોગ્ય સલાહ આપો-ફરજ બચાવે તે સાચો મિત્ર.પૈસાનો વ્યવહાર મૈત્રી તોડે છે,તો દુ:ખના પ્રસંગે આર્થિક મદદ કરનાર જ સાચો દિલોજાન દોસ્ત બને છે. તમારી દૃષ્ટિ, તમારા માપદંડથી મિત્રોને માપતા નહીં-સાચો મિત્ર ગુમાવશો . 
                  મિત્ર અને મિત્રતાનો ગાઢ સંબંધ છે  પણ તેને સાચવતા આવડે તો ન્યાલ કરી  દે અથવા અધૂરી સમજ જીવનને કડવું બનાવી કાયમ દુઃખી બનાવે   , ત્યાગ ,વફાદારી ,નિસ્વાર્થ ભાવના ,અરસપરસ શુભકરવાની  સતત તાલાવેલી , મિત્રતા ને વધુ બળવત  બનાવનારા ગુણો  છે , જે બીજા માટે સેકાય  છતાંયે પ્રકાશ -જ્ઞાન ,સમજ  આપે ,  મિત્રને  અણીના સમયે બચાવે -વિપદ માંથી મુક્તિ   અપાવે તે સાચો  મિત્ર !  સાથ ,સંગાથ અને સહવાસ ટકાવી શકે તે મિત્ર  ,કડવું સત્ય સામી છાતીએ કહી શકે તે મિત્ર 
----------------------------------------------------------------------------------------------------------------------------- જીતેન્દ્ર પાઢ /વાશી નવી મુંબઈ

ચિત્રકાર નેઅભિવંદના

ચિત્રકાર નેઅભિવંદના 
----------------------------
રેખા ના લસરકામાં 
બ્રહ્માંડને છુપાવી 
મસ્તી ને મોજ માં 
સમયને વિતાવી 
સૂર્યની છાયાને 
કાગળે ઉતારી 
        હે ,કલાકાર તેં
        નવતર સૃષ્ટિ સજાવી .
ફલક ને એક પલકમાં 
વિશ્વ ને ,ભૂલી નિર્જીવ 
વાતને તેં સજીવ બનાવી 
ગૂઢ રહસ્યો છે ,એકએક ચિત્રમાં 
એક અદ્ભૂત સાધનાએ 
જગત માં તને વિજયી 
પ્રતિષ્ઠા અપાવી 
             દ્વારકાધીશના ચરણે  વંદન કરી 
             ઋણ મુક્તિની તેં ધૂણી ધખાવી 
સન્માન,પ્રશંસકો 
પ્રદર્શન ,ઍવોર્ડ થી 
નિખરતી ધબકતી 
તારી છબી નિહાળી 
          સાચા કલાકારની મેં 
          પ્રીત પિછાણી 
લેખન અને રેખાના 
સંમિશ્રણથી 
મૂંગી શિલ્પ મૂર્તિને 
સજીવ બનાવી 
                   હે ,કલાકાર ,તેં સાચે જ 
                  ફગાવી જૂઠી નામના ,તેં જીંદગીને જીવાડી 
--------------------------------------દ્વારકા -2015/  જગ વિખ્યાત 
                                            ચિત્ર કલાકાર  સવજી છાયા -ને  ઘેર /મુલાકાત  વેળાયે -/-જિતેન્દ્ર પાઢ

જીવનની ધન્યતા -- અણમોલ ઘડી -પાવનકારી સંત ના વાહન ચાલન નો અવસર

જીવનની ધન્યતા  -- અણમોલ ઘડી  -પાવનકારી સંત ના વાહન ચાલન નો અવસર 
---------------------------------------------------------------------------------------------------
                મારા લેખન કાર્યના માર્ગદર્શક  જીતેન્દ્ર પાઢ  મને સદા  કહે  છે -  " પ્રેરણા જીવનનું સાચું ટૉનિક છે ,જે જીવનને રમતું ,ગાતું અને વ્હેતું  રાખે છે ,જીવનમાં જ્યાંથી અને જેની પાસે થી કશુંક પ્રાપ્ત થાય તે ગ્રહણ  કરો ,અપનાવો અને શીખો એ જીવન જીવવાની ખરી રીત છે  "  ; મને આજે મારા જીવનનો અતિ મહત્ત્વનો  પ્રસંગ યાદ આવે છે ,જેનાથી મારી જીવન કહાની બદલાઈ ગયી .
      જીવન ના અવનવા રંગો છે, કોઈ વાર અચરજ પમાડે તેવા સ્મરણો જન્માવે, તો ક્યારેક દુઃખદ ક્ષણો ની વેદના અર્પે. પ્રસંગ અને આયોજન વખતે માનવંતા મહેમાન, અતિથિ વિશેષ કે કોઈ ખાસ અંગત મહાનુભાવો ને  માટે વાહન મોકલી આમંત્રિત કરવાનો રિવાજ એક આદર છે. પણ આવા સમયે વાહન ચાલક કોને મોકલવો તે વ્યક્તિ ની પ્રતિભા જાણીને નક્કી કરાય કારણ કે જો વાહન ચાલક વધુ વાતોડિયો હોય તો મહેમાન ને ન પણ  ગમે; એટલેકે વાહન ચાલક પણ સંયમિતતા અને અનુભવી સજ્જન સમો શોધાય છે. ઘરનો વાહન ચાલક ઘણીવાર ન મળે તો વિશ્વાસુ સ્વજન જે નિકટતમ હોય એને પસંદ કરાય. મારું ડ્રાઇવિંગ સારું અને મારો શોખ પણ ખરો ! જીવન માં અનેક વેળાએ મારે વાહન ચલાવવાની તકો મળેલી, તેમાં યાદ ગાર સ્મરણ પણ ખરાં !        શુભ વેળા આવે અને હાથમાંથી તે ઘડી પસાર કર્યા બાદ, ઓંચિતા રહસ્ય નું પ્રાગટ્ય થાય ત્યારે કેટલી અચરજ થાય !
                       ઈશ્વર મહેરબાની ગણો કે અકસ્માત શું માનવું ?. આવો   જ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલ, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની  સ્મૃતિપટ ઉપર છબી ઉભરાય છે  ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
                સાલ તો ચોક્કસ યાદ નથી પણ સ્મરણના સંભારણા મુજબ પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત હશે, કરજણ જંકશન પાસે મિયાં માતર ના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પૂછી ને તેમનું મકાન ગોતી લેજે."
   ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, આપેલા સરનામે પહોંચી ગયો, જરાયે તકલીફ વિના ! નામ પૂછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પૂર્વાભિમુખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો (બેઠક), સામે જાડી મોટી ગાદી પર ઢાળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો,  માખણ ચોર લાલાના; એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવ, માથે મુંડન અને શિખા, ભવ્ય તેજીલો ભાલ પ્રદેશ, મારી એ ઉમરમાં પણ મને પ્રભાવિત કરતું મુખારવિંદ, અનાયાસ  સરળતાથી વંદન કરવાનું મન થાય એવો એમનો પ્રભાવ હતો, મેં બે હાથ જોડીને પ્રણામ કર્યા. મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ  મિનિટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લઉં."  થોડો સમય તેઓ જે કર્મ કાંડ જેવું કાર્ય કરતા હતા તે પૂર્ણ કરીને અંદરના ખંડમાં પધારી થોડાજ સમયમાં એ ભુદેવ સાદાં ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં એકદમ સહજ ભાવે બિરાજી ગયા.
                    પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બ્રહ્મદેવતાને બે હાથ જોડીને મેં પૂજ્ય ભાવે  વંદન કર્યા અને વિદાય લીધી.
                 આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે સંત ભૂદેવ નું મુખારવિંદ, નમ્રતા ભાવ અને શાંત શીતળ  તેજસ્વી પ્રતિભા સતત નજરે ચડે છે; ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા શ્રી શુકદેવજી નો કળિયુગી અવતાર સમા બ્રહ્મ લીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-(કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે)-ડોંગરેજી મહારાજ કે જે સાચા અર્થમાં સંત હતા તેમના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી કોઈક જન્મના પુણ્યના પ્રતાપે  ઝળકી ઊઠશે ! વિશાલ ભાલપ્રદેશે મોટું લાલ તિલક માત્ર બે વસ્ત્ર -ઉપવસ્ત્ર અને ધોતી, હાથમાં નાનકડી તુલસી માળા, લાલાના સ્મરણ જાપમાં લીન ,કોઈ મગજમારી કે વધુ વાર્તાલાપ નહિ, શાંત સૌમ્ય વ્યક્તિત્વ આજે પણ યાદ આવે ત્યારે વંદન કરી લઉં છું ,જન્મ જયંતી હોય કે પુણ્ય તિથિ હોય તે દિવસ સિવાય પણ નિત્ય સ્મરણમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ  મારાં  સાચાં પ્રેરક વંદનીય સંત છે, એમનું સાન્નિધ્ય માણ્યાનો લહાવો મારા જીવનની ધન્ય પળ ગણું છું, યાદોના ઉપવનમાં કેટલો બધો ખજાનો છે -દોસ્તો ! તમારા જીવનની હાટડી ક્યારેક ખોલજો અને આવા સદ પ્રસંગ ની  મિત્રો સાથે ગોઠડી જરૂર કરજો, તેમાંથી કદાચ કોઈ જીવને પ્રેરણા મળી જાય !

             આ સંતના સાનિધ્યથી, તેમના તેજના પ્રતાપે મારા જીવનમાં મોટી પ્રેરણા મળી, અને મારા હ્રદયમાં જે ભક્તિ ભાવ હતો તેમાં નવી ચેતનાનો સંચાર થયો. જીવનમાં અનેક બનાવો અવાર નવાર બનતા હોય છે, પરંતુ કેટલાક બનાવો અનાયાસે માનવીનું જીવન પરિવર્તન કરે છે. પરિવર્તન સંસારનો નિયમ છે, જે કુદરત અને માણસ બન્નેને લાગુ પડે છે, જીવનમાં આવતો બદલાવ કે મોટી ઊથલપાથલ આવા પ્રેરક અને પ્રેરણાદાઈ બનાવોને આધીન છે, માનવી આવા સારા બનાવો કેમ નોંધી નહીં રાખતો હોય ! કે પછી પોતાના અહંકારમાં ડૂબીને જાણી જોઈને જો આંખ આડા કાન કરે તો તે ઘણું ગુમાવે છે.
----------------------------------------------------------------------------------------------------------------
કેદારસિંહજી એમ  ; જાડેજા
ગાંધીધામ

જીવન દર્શન (ડાયરી નું એક પાન )

. જીવન દર્શન (ડાયરી નું એક પાન )
----------------------------------------------------
        આજે વહેલી ખુશનુમા પ્રભાતે મારા દ્વાર  ઉપર ટકોરા મારી મને જગાડે છે 
સ્મૃતિ ,કલ્પનાની સોડ માં હજુ સૂતી છે .સમય  હવે આળસ મરડી ને બગાસું ખાય છે ,
કુદરત જાગી ગઈ છે ,પંખીઓના કલરવો  મારી તંદ્રા ને હળવે હાથે પંપાળે છે  ;આનંદ જાણે કે 
રાજીપા ના ગીતો ગાવા થનગને છે ,ગઈ કાલનો અંધકાર સૂર્યની સોડમાં  સંતાઈ ગયો છે , 
કહો કે પીગળી ગયો છે  ,મારે તો બધું ભૂલીને આજ ને સત્કારવાની છે ,હવે તો ઊઠવાનું 
,જાગવાનું છે   ... જાગૃતિ વિના  ધારેલી મંઝિલ ની રાહ જોતી પગદંડીની આતુરતાને  કેવી રીતે ?
ભેટીશું ?ચેતનના તો રોજ સવારે સ્ફૂર્તિ , તાજગી સાથે મારા અંતરના આંગણે  સત્કારવા સમણાં 
સાથે ઉભી છે .  હે ,પ્રભુ  આ કેવી !  સરસ અનુભૂતિ છે  ...જયાં પ્રફુલ્લિતતા ના પુષ્પો મારા બિછાનામાં 
મહેક સાથે  મને ગલગલિયાં કરી રહ્યાં  છે  --મારા ખોબામાં  વસંતનો વૈભવ  આવી ને  મારી 
કલ્પનાઓ ને  સજાવી રહ્યો છે   ...પ્રત્યેક દિવસ  મારાં માટે ચૈતન્ય નો  થનગનાટ  બની રહે  તેવી 
 કૃપા દૃષ્ટિ  મારા ઉપર   નિરંતર રાખજે   અને તારી  ઋણ મુક્તિ કાજ  મારી મનોવૃત્તિ ,મારી દૃષ્ટિ ,
 મારું વલણ  અને ચલણ  હરદમ શુદ્ધ ,નૈતિકતા સાથે -સેવાભાવી પરોપકારી સ્થિરતા આપે  !
 મને યાચક નહીં પણ તારાં કથનો ,વચનોનો  વાચક બનાવ જે  ..
                  સામાજિક વ્યવ્હારિતા  કરવી પડશે  ,છૂટકો નથી ,તેથી મારામાં શુદ્ધ ભાવના -ઠાંસોઠાંસ 
ભરજે ,  મારાથી મન ,વચન અને કર્મ કરતાં જાણે ,અજાણે કોઈનું હિત જોખમાય  નહીં ,તેવી  સભાનતા
  -જાગૃતિ ને મારા શ્વાસોમાં ભરજે  .....આ બધી મારી માંગણીઓ  નથી ,મારી નિત્ય પ્રાર્થનાનાં   તેં 
જગાડેલાં સ્પંદનો  છે  .....કેવી સરસ  સવાર આજે  ઉગી છે  ...તમન્ના ,તાજગી અને તરંગોમાં જ્યાં 
કુદરત ડોલતી હોય !  ત્યાં હું કેવી રીતે મૌનનાં ભંડારિયામાં પુરાઈ રહું ?
                    હું જાણું છું  કે વિચાર ,અનુભવ અને અભિવ્યક્તિ નું શબ્દદેહે અવતરણ  એટલે  લેખન   ...
ધબકતાં સત્યનો રણકો એટલે લેખ ,મનના ઊર્મિ પ્રવાહ ને  લાગણી ભીંજી વર્ષા એટલે કવિતા ;ઘણું 
લખો ,છતાં બાકી રહી જાય  તેવો ધસમસતો પ્રવાહ  એટલે કલમ ,કાગળ અને કલ્પના ના સંગમનો 
અવસર  ....સ્પંદનોનું સ્ફુરણ ગાન  
                  આ બધું  હે ,પ્રભુ તારાં પ્રતાપે મને મળેલી તારી  કૃપા દૃષ્ટિ નો પ્રસાદ ગણું છું  અને 
આભરવશ કૃતઘ્નતા વ્યક્ત કરું છું .
----------------------------------------------------------------------જીતેન્દ્ર પાઢ /રાહલે /નોર્થ કેરોલિના /

ગુજરાતી ગૌરવ ગાથા'

વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડીસ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાયહોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટરએન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છેમારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છેમારો દીકરો ફોજમાં જશેમારી દીકરીને એથ્લિટ બનાવવી છેમારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટકકવિતાસાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છેહોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા,ઢેબરાં,ગાંઠિયાંપૂરીઓઅથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂરકપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકેહોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.'ગુજરાતીઓના 'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'લ્લા'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રીએવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હેલો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએહોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર કભૂ...સકરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.'આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવેપૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાયઆપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયતખૂબીવિશેષતા,વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેરમારે શું ?'આવી તાસીર જ આપણને 'જીદ કરી દુનિયા બદલવાનીશક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજીસરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છોબરાબરને ભઈ?)હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છેતમને છે?જો હા તોઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ'ગુજરાતી ગૌરવ ગાથાને આગળ ધપાવો.

 

લેખ અને લેખન ,,,થોડીક વાતો

લેખ અને લેખન ,,,થોડીક વાતો
-----------------------------------
સારું લખવું એ અનુભવ શીખવાડશે ,પણ લખવું તે તમારી ઝંખના ,તાલાવેલી અને નૈસરગિક   પ્રતિભા ઉપર અવલંબે છે ,વેદ ઋચા છે " ચારે દિશાઓ માંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ 'અર્થાત સારું વાંચન લોકોની  તરસ તૃપ્ત કરે છે ,કેટલાક  બુદ્ધિ જીવીઓ આ વૈચારિક તરસ ને દૂર કરવાનો  માનુષી ધર્મ બજાવે છે અને આ લેખન કાર્ય કરનારા સર્જક  કહેવાય છે એ તેનું સર્જન તે સાહિત્ય ,,
                 બીજી કલાઓની જેમ લખવું તે એક  કલા છે , વસંત પંચમી માં સરસ્વતિ પ્રાગટ્ય દિવસે બાળકને શિક્ષણ સંસ્કાર માટે શાળામાં (બાલમંદિરમાં )મુકાય છે અને પાટીમાં  અક્ષર। આંકડા માંડવાનો પ્રારંભ થાય છે ,,,નવું શીખવું બાળકને ગમે છે અને તે લખવાના મહાવરા સાથે  પ્રયત્ન કરી લખવાનું શીખી લઈ  આગળ વધે છે ,આ શિક્ષા નો ક્રમ યુવાની સુધી સતત ચાલુ રહે છે , દરેક માનવી પોતાની વાત રજુ કરી આનંદ પામવા ઈચ્છે છે અને વિવિધ માધ્યમો દ્વારા  તેનો વિકાસ કરે છે ,કુદરતે કેટલાક જીવોમાં વિશેષ પ્રતિભા પ્રદાન કરેલી હોય છે અને તે જુદી જુદી  કલાનું રૂપ ધારણ કરી વ્યક્ત થાય છે ,,,,તેમાં એક કલા તે લેખન કલા  સાહિત્ય સર્જન ,,,,
                   વિચારોને યોગ્ય રીતે શાબ્દિક દેહે અવતરણ  કરી તેમાં ઊર્મિઓ ,લાગણીઓ ,અનુભવતા સ્પંદનો ,કલ્પનાઓ ભળે ત્યારે એક વિષય લેખ કે કવિતા અથવા કોઈ પણ સાહિત્ય સ્વરુપે  વ્યક્ત થાય છે ,,જાણીતા ચિંતક ગુસ્ટેવ ફલાઉટ  સાચું જ કહ્યું છે કે:- "લખવાની કલા તમારી  માન્યતા  ધારણા ને પ્રગટ કરે છે "હું તેમાં ઉમેરીશ કે લખાણ તમારી જાતને પ્રગટ કરી તમારું જ પ્રતિબિબ કૃતિમાં પડે છે ,ગાંધીજી કહેતા :-"હું  જે લખું  છું તે જીવું છું  ,," ક્રાંતિકારી વિચારક સંનિષ્ટ સંપાદક સ્વ ,હસમુખ ગાંધી  કહેતા કે લખતા આવડવું , લખી શકવુ અને ખરેખર સારું લખવું એ ત્રણેય ચીજો એકદમ ભિન્ન છે
                      નવોદિતોએ લેખન સારું બનાવવાની ધગશ રાખીને લખતા રહેવું  એ મહત્વની  ફરજ બને છે  કારણ કે  લેખક  નાનો હોય કે મોટો   એ જરૂરી નથી પણ વાચક  સાથે લેખક સંવાદિતા નો પુલ બનતો હોય છે ,કર્તવ્ય ભાન ,જવાબદારી અને સભાનતા  તેનામાં આવશ્યક  ગુણો બની જાય છે ,લેખનકાર તો નિયમિતતા , એકાગ્રતા અને નાવીન્યતા ના ત્રિવેણી   વહેણમાં વહેતો રહેવો  રહેવો જોઈએ,
                    લેખન સર્જક અને વાચક બંન્ને ને આનંદ આપેછે તેથી તેમાં તાઝગી નવીનતા અને સરળતા પણ હોવા જોઈએ ,,અને તે માટે લેખણહારે /  લેખનકારે  સતત  તાલીમ ,વર્તમાન પ્રવાહો વિષે માહિતી ,અનુભવ ,શિક્ષણ ,બહોળું વાંચન ,વિષયની પરિપક્વતા  ,મુદ્દાઓની છણાવટ   તે  માટે ઉચિત ઉદાહરણો નું નિરૂપણ ,આડંબરી  નહી પણ સાદી  સમજાય તેવી સરળ ભાષા  વાળી શૈલી વાપરવી જોઈએ ,વાચકને ભારરૂપ લખાણ બોજો લાગશે તેથી રસ  ક્ષતિ ન થાય તેનો પણ ખ્યાલ  રાખવો  પડે ,અર્થાત માવજત રાખવી પડે ,,,,પણ સૌથી મહત્વની વાત ધીરજ અને નિયમિતતા છે ,,,ડાર્વિને  લખ્યું છે કે :--"જે  આગ્રહી તે જ કાર્ય કરી શકે  --એટલે કે દ્રઢતા પૂર્વકનો ,આળસ વગરનો પરિશ્રમ  જે કરી શકે તે સારો લેખક બની શકે છે ,,,,,ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે રાતો રાત ચમત્કાર  થઈ જવાનો નથી ,સમય , થાક કે આળસ  મૂકીને લખવાની પવિત્ર  ફરજ બજાવે તે જ સારો લેખ બનવાના પ્રયત્નોમાં સફળ થાય છે ,ભાષા જ્ઞાન અને વ્યાકરણ તથા શુદ્ધ જોડણી માટે પણ ખાસ લક્ષ રાખવાનું જરૂરી છે ,,લેખકે કડવું સત્યકહેવાની હિંમત દાખવવી પડે  અનુભવે આ સત્ય મિજાજ  આવી શકે પણ  સર્જક ની પોતાની નિષ્ઠાવાન ઈચ્છા જોઈએ , માતૃભાષા નું જ્ઞાન અને શક્ય હોય તેટલું માતૃભાષામાં લખવાનો  પ્રયાસ કરવો જોઈએ અને તેથી શબ્દકોશ ,સંદર્ભકોશ ,જોડણી કોષ  વાપરવાને ટેવ પણ પાડવી પડે ,કર્મ માનવી પોતાની માતૃ ભાષામાં જ હૃદયની વાત સારી રીતે કરી શકે છે , ધીમે ધીમે  બીજી ભાષાઓ સમજી શીખી જે અનુવાદક  બનવા  વિચારે તેને પણ મોટી તક મળે છે ,
                        સાહિત્ય અને અખબારી લેખનમાં તફાવત હોવા છતાં અમુક બાબતો સર્વ સામાન્ય છે ,લખનારે સમય  ની રાહ જોવાય નહિ ,મને   મૂડ  નથી ,કાલે લખીશ ,વિષય નથી મળતો ,શરૂવાત કેવી રીતે કરું ?આ પ્રશ્નો ઉદ્ભવે  પણ તેની  સામે દ્રઢતા , મક્કમતા  હું લખીશ  એવો હઠાગ્રહ રાખવો કારણ કે તમારું કર્તવ્ય છે  લખવું ,, એક જ બેઠક ઉપર સમય સર  થતી ક્રિયા યોગ બની તમારા મસ્તકને ક્રિયાવંત રાખે છે  તમારામાં ચેતન જન્માવે છે જેથી તમે સ્ફૂર્તિ મેળવો છો , સારું લખવા માટે આજના દિવસને બગાડવો જરૂરી નથી ,,,ગાંધીજી સમય નો સદુપયોગ લેખન માટે પણ કાળજી પૂર્વક કરતા એ  ઉત્તમ અને પત્રકાર ,પ્રતિભાવાન તંત્રી   તરીકે  પ્રખ્યાત થયેલા ,,,,કયારે ?કેવીરીતે લખવું , કાયા મુદ્દે લખવું તે તમારા મન ,સમય  ,જરૂરત અને માંગ ઉપર આધારિત છે ,,ક્યારેક  ટ્રેન માં ,કયારેક સમુદ્ર કિનારે ,કયારેક ઘરમાં ,કુદરતના ઘટાદાર વૃક્ષો નીચે ,કદી આંતકવાદી ગોળીઓની રમઝટ વચ્ચે ,હૃદય કંપાવે તેવા અકસ્માતો સ્થળે ,સેવાભાવી શિબિરોમાં   લખવું પડે ,કે ઉદ્ઘાટનોમાં  ભાષણના પ્રવાહને ઝીલવાનો હોય  ,અથવા કોઈ એર કન્ડિશન  ઓફિસમાં બેસીને પણ લખવું પડે , સ્મશાન ભૂમિમાં પણ સમાચાર મેળવવા પડે  કથા મંડપમાં ,ધર્મ પાંખડીઓના આશ્રમમાં જઈને  વસ્તુ પ્લોટ  મેળવવા  પડે ,પહાડોની ટોચે ચડી ફરજ બજાવવી પડે  જેવી જરૂરત ,અને જેવો હોદ્દો , ,,,,લેખક કે સંવાદદાતા , કટાર લેખકો ,કવિ , કે જુદા જુદા સાહિત્ય પ્રકારો સાથે જોડાયેલા તમામ કલમધારી માથે મોટી જવાબ દારી અને સમાજ પ્રબોધન ની ફરજ હોય છે ,,,અખબારી  લખાણ અને સાહિત્યિક લખાણો માં અને ફિલ્મ વાર્તાઓ લખાણોમાં ભિન્નતા હોવાની લેખકો ,સર્જકો એ ખુબ સાવધાની અને  સભાનતા પૂર્વક ની જવાબદારી સાથે પોતાનું કર્મ   કરવાનું હોય છે ,,,   તમે લખો છો લખી શકો છો તે મહત્વનું છે , ક્યાં ,કયા ભાવ સાથે ,અને કેવા હાલાતો   વચ્ચે  લખો છો તે અંગત કે ગૌણ વાત છે ,,સર્જકની સામે વાંચક  હોય છે ,લખતી વખતે તમારા શોખ ,રુચિ , આદતો પણ તેમાં ભળી જવાના  તેથી સંતુલન  જરૂરી છે ,
                           નવોદિતોને આ બધી વાતો અઘરી લાગે પણ દ્રઢતા ,નિયમિતતા અને તમારે કશુંક બનવું છે  તેવી ખેવના રાખશો તો  તમને મહાવરા બાદ આપમેળે    ફાવટ  આવી  જશે ,આ અઘરું પણ અશક્ય નથી ,તેથી નિરાશ ના થવું ,ગભરામણ ,મુંઝારો અનુભવવો નહિ , માનસિક સ્વસ્થતા રાખશો તો અને ઉપર દર્શાવેલી વાતો ધ્યાનમાં લેશો તો સમય જતા  વિચારોની પરિપક્વતા ,,ભાવ ને રજુ કરવા ઉચિત યોગ્ય શબ્દો ,અર્થસભર વાક્યો ,શૈલીની સરળતા અને નિરૂપણ માં   સઘનતા  આપ મેળે સહજતા સાથે  આવી જશે ,,,,હા ,તાલીમ ,પરિશ્રમ ,અને  નાવિન્યતાનો  આગ્રહ  સાથે નિયમિતતા   રાખવાની ટેવ પડી હશે તેને ટકાવી ચાલુ રાખી હશે તો  અનુભવ તમને ઘડશે ,,,,,,ઈશ્વરનો આશીર્વાદ છે માટે તમે કશુંક લખો છો ,લખવા  ચાહો છો લખી શકો છો ,મર્યાદાઓનું પાલન અને ફરજ અદા કરવાનો આંનદ ,કર્તવ્ય બજવ્યાની તૃપ્તિ  નો ધરવ   થશે   ,ધમંડ થી દૂર રહેજો , અહીં સારું લખવા માટે થોડા જ મુદ્દા  રજુ  કર્યા છે ,  આ લેખ  પરિ પૂર્ણ નથી , વસ્તુ નિરૂપણ ,શૈલી વિવિધતા ,અખબારી અને સાહિત્યિક લખાણની મર્યાદા ,પદ્ય અને ગદ્ય  વચ્ચેની વચ્ચેની તફાવત રેખા ,આજના વીજાણુ મીડિયા  તેનો ઉપયોગ ,બ્લોગ જગત માં નવોદિતોનો વિકાસ ,,,,વગેરે ,,  ઘણું બાકી છે ,આ અંગે લેખકે   જૂની ઘરેડ મૂકી નવા યુગ માં કદમ માંડવા નવું શીખવાની તાલાવેલી દાખવવી પડેશે   ,,,,,
----------------------------------------------------------જીતેન્દ્ર પાઢ /રાહલે /નોર્થ કેરોલિના /અમેરિકા
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી