Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 January 2018

Jivan Prerak Divadandi

No automatic alt text available.

આપની લેખનયાત્રા સદાય અવિરત રહે એવી શુભેચ્છાઓ. આભારી ટીમ સ્ટોરીમિરર....

આદરણીય લેખક શ્રી,
વર્ષ ૨૦૧૭ દરમિયાન આપની સ્વરચિત કૃતિઓ સ્ટોરીમિરર વેબ પોર્ટલ પર પ્રગટ કરવા બદલ સાભાર પ્રમાણપત્ર મોકલીએ છીએ. 
આપની લેખનયાત્રા સદાય અવિરત રહે એવી શુભેચ્છાઓ
આભારી
ટીમ સ્ટોરીમિરર.... 

To, storymirror team
ખૂબ ખૂબ આભાર સ્ટોરીમિરરનો કે જેમણે મારા
લખાણને, મારા કામને એપ્રિશીએશન કર્યું . આપ મારા કામને, મારા લખાણને વધાવી રહ્યા છો. સાથે એ પણ સમજું છું કે આથી મારી જવાબદારીઓ વધી જાય છે. મારું લખાણ વધુ વાચનયોગ્ય બનાવતો રહું. વધુ લોકભોગ્ય અને ચોટદાર બનાવતો રહું.
થેન્ક યુ સ્ટોરી મિરર,
થેન્ક યુ વાચકમિત્રો.
No automatic alt text available.

ઉચ્ચતર શિક્ષણની દશા અનેદિશા .

ઉચ્ચતર શિક્ષણની દશા અનેદિશા .
શ્રી અરવિંદભાઈ કે.પટેલ
શ્રી સરસ્વતી હાઈસ્કુલ ડેભારી
---------------------------------
આજના યુગમાં શિક્ષણ ,તેની જરૂરિયાત અને મહત્વ ;ઉપયોગીતા વધ્યા છે , તેથી શિક્ષણ સંસ્થાઓ દિવસે દિવસે વધે છે .સાથોસાથ શિક્ષણસંકુલોમાં પણ વધારો થયો છે -જેમાં ધાર્મિક નેતૃત્વમાં ,ખાનગી રીતે અને ગ્રાન્ટ આધારિત સંસ્થાઓ તેમજ રાજકીય નેતૃત્વમાં ચાલતી સંસ્થાઓ -શિક્ષણ આપવાના હેતુ દર્શાવી ચલાવાય છે . સરકારી -રાજ્ય શાસનો , કેન્દ્રીય સંચાલન આવી શૈક્ષણિક સંસ્થાઓ ઉપર નજર અને નિયમન રાખી , કાનૂન ઘડી જરૂર આવે મધ્યસ્થી કરી પ્રોત્સાહિત કરે છે ,શિક્ષણનું સ્તર સુધારવા અને તેને ટકાવવા આર્થિક સહાયતા વિવિધ આયોગો દ્વારા કરે છે .
બાળપણથી યુવાની સુધી અને ક્યારેક પ્રૌઢાવસ્થા સુધી શિક્ષણ -શિક્ષા તાલીમ - દ્વારા માનવીનું ઘડતર થાય છે . જેના શિક્ષણ માટે બાલમંદિર ,નર્સરી ,મૉન્ટેસરી ,પ્રાથમિક ,માધ્યમિક ,કોલેજ ,યુનિર્વસિટી જેવી શૃંખલા સમર્ગ વિશ્વમાં અપનાવાઇ છે . અહીં આપણે માત્ર ઉચ્ચ શિક્ષણ માટે અને તેની હાલની દશા અને દિશા ઉપર પ્રકાશ નાખવાનો ઉપર છલ્લો પ્રયાસ કરીશું .
શિક્ષા શબ્દ ''શિક્ષ '' સંસ્કૃત શબ્દ ( શીખવું ) + ''આ '' ક્રિયા પ્રત્યય લગાડી = શિક્ષા શબ્દ બન્યો ,આ શિક્ષા નું શિક્ષણ તે કેળવણી .જ્ઞાન આપવું ,બોધ આપવો -ઉપદેશ -સમજ -શિખામણ આપવી કે લેવી તેનું નામ શિક્ષા. વેદ ની એક ઋચા છે '' હે પ્રભુ અમને ચારે ય દિશાઓમાંથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાવો.ભગવદ્ગોમંડલ નોંધેછે તે મુજબ ઈ .સ .પૂર્વે 300 ના સમયમાં શિક્ષા અંગેનું પ્રમાણભૂત પુસ્તક રચાયેલું -11 ભાગોમાં કુલ્લે 60 શ્લોકો તેમાં છે ;પાણિની શિક્ષા ,નારદ શિક્ષા ,યાજ્ઞ વલ્ક્ય શિક્ષા ,વ્યાસ શિક્ષા વગેરે સંસ્કૃત ભાષામાં લખાયેલાં આ ગ્રંથો છે , જે સાબિત કરેછે કે ભારતમાં વર્ષો પહેલાં મૌખિક શિક્ષણ દ્વારા ,વિવિધ વિષયો સાથે ઋષિમુનિઓ ગુરુકુળ માં બાળકોને શિક્ષણ આપતાં-નાલંદા વગેરે તેનાં ઉદાહરણો છે . વિદ્યા શિક્ષા દ્વારા મળે છે,આ શિક્ષા પ્રાપ્ત કરી મનુષ્ય વિનય ,પાત્રતા ,ધન ,ધર્મ અને સુખને પામે છે . શિક્ષાનો અર્થ ગાંધીજી સમજાવતા કહે છે 'મારા અભિપ્રાય મુજબ બાળકના અથવા મનુષ્યના મસ્તિષ્ક અથવા આત્મા ના સર્વાંગી તેમજ સર્વોત્તમ વિકાસથી છે ''-
શિક્ષા -અંગ્રેજીમાં -Education -લેટિન શબ્દ ''E-Ducoઉપરથી બન્યો છે ;જેનો અર્થ થાય -અંદરથી - ભીતર માંથી આગળ વધવું -બીજો એ શબ્દ મળે છે -Educare- આ બધાનો અર્થ એમ કરી શકાય કે આંતરિક દિવ્ય શક્તિઓના પ્રગટન માટે જે ક્રિયા કરવામાં આવે તે શિક્ષા. '' આ શિક્ષા એક એવી પ્રકિયા છે જેનાથી બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે '' -(ફ્રોબિલ ) વિશાલ અર્થમાં શિક્ષા એવી પદ્ધતિશીલ પ્રકિયા છે જે જીવન પર્યંત ચાલતી રહે છે ,તથા જીવનનાં પ્રત્યેક અનુભવમાં તેની વૃદ્ધિ થાય છે (એસ- . મૈકેન્જી -વિદેશી ચિંતક ) .એક શિક્ષણ વિદ્દ -વિદેશી લખે છે ''Education is the process of the acquiring . A good education devlopsa critical thought -process in addition to learningaccepted facts .It also encourage intellectualcuriosity,wich will lead to lifelonglearning .. તો --શિક્ષા રાષ્ટ્ર્ના આર્થિક। સામાજિક વિકાસના માટે શક્તિશાળી સાધન છે ,શિક્ષા રાષ્ટ્ર સંપન્નતા તથા રાષ્ટ્ર કલ્યાણની ચાવી છે (રાષ્ટ્રીય શિક્ષા આયોગ - રિપોર્ટ 1964-66) એક જગ્યા એ -જ્યોર્જ વૉશિન્ગટન કરવર --લખે કે -શિક્ષા સ્વતંત્રતા ના સુવર્ણ દ્વાર ખોલનારી ચાવી છે - નેલ્સનમન્ડેલા - જ્ઞાન અને શિક્ષા એ સૌથી શક્તિશાળી હથિયાર છે ,જેનાથી આપ પૂરી દુનિયા બદલી શકો છો એ કહીને શિક્ષા ની મહત્તા સમજાવે છે . આવી જીવનમાં અતિ ઉપયોગી શિક્ષા - '' ભીતરમાંથી આવે છે ,આપ તેને સંઘર્ષ ,પ્રયાસ અને વિચારોથી પામો છો --નેપોલિયન હિલ ......આ વાતો લખવાનો મતલબ એ છે કે શિક્ષણ -શિક્ષા -વિદ્યા નામ ગમે તે આપો પણ ઍજ્યુકેશન માનવ જીવન ,સમાજ ,રાષ્ટ્ર ,આજીવિકા માટે ઉદ્ધારક મહત્વની શક્તિ પ્રદાન કરનારું આવશ્યક અંગ છે .આજે આ મૂલ્યો ભુલાયાં છે કે પોતાના સ્વાર્થ ખાતર તેને જાણી જોઈને કોરાણે મૂકી સરકારને દોષિત ઠરાવવાની સાજીશો ચાલી છે -- શિક્ષા બચાવો આંદોલન સમિતિના દિનાનાથ બત્રા નું કથન છે -શિક્ષાનું પ્રયાગતીર્થ જ્ઞાન , ભાવના અને ક્રિયાના સંગમ ઉપર ઉભું છે --આજે એ સંગમ તીર્થ ડહોળાઈ ગયું છે .
ઉચ્ચ શિક્ષા નો અર્થ થાય છે -પ્રાથમિક ,માધ્યમિક શાળા બાદ કોલેજ કે સમક્ષ અભ્યાસ ;વિશ્વવિદ્યાલય -યુનિવર્સીટી માં , કે વ્યાવસાયિક -સરકારી અથવા બિન શૈક્ષણિક સંસ્થા ,સંકુલમાં અપાતું શિક્ષણ - તેમાં વિષયો ની વિવિધતા અને પસંદગીને અવકાશ છે . નક્કી કરેલા નિયમો ને આધીન - સમય મર્યાદામાં -પરીક્ષા પદ્ધતિ થી ઉત્તીર્ણ થનારી વ્યક્તિ ને પ્રમાણ પત્ર સાથે પદવી આપવી - જેથી તેનાથી યોગ્ય નોકરી કરી શકાય અથવા ધંધો થઇ શકે -ધન મેળવે .... આવા વિદ્યા સંકુલો અને અનેક સંસ્થાઓને જે નિયંત્રિત કરે તેને વિદ્યાપીઠ ,વિશ્વ વિદ્યાલય કહેવાય .પ્રાચીન ભારતમાં આવી અનેક વિદ્યાપીઠો હોવાના પ્રમાણભૂત પુરાવો મળે છે --વિશ્વની પ્રથમ આવાસ સાથે જુદા જુદા વિષયોમાં શિક્ષણ આપતી આ વિદ્યાપીઠમાં કોરિયા ,જાપાન ,તિબેટ ,ઇન્ડોનેશિયા ,તુર્ક ,ફાર્સ ,અને ભારતના આશરે 10,000 વિધાર્થીઓ ભણતાં ,2000 અધ્યાપકો હતાં અને રહેવા માટે 300 ઓરડાઓ હતાં ,,આ વિદ્યાપીઠ ગુપ્ત શાસનકાળ માં કુમાર ગુપ્ત પ્રથમે -450-750 ના ગાળામાં ઉભી કરેલી। પ્રથમ હુણ શાસક મિહિર કૂલ અને ત્યારબાદ 1199 માં બખીત્યાંર ખીલજીએ જાળવી ને નાશ કરેલો --- આ વાત લખવાનો ઉદ્દેશ ભારતમાં શિક્ષણ માટે અદ્ભૂત જોગવાઈ હતી , હવે નાલન્દા નવો જન્મ 2014માં પામી છે જે ઉજળી આશાનું કિરણ -ઉચ્ચતર શિક્ષણ માટે ગણાય .University અંગ્રેજી શબ્દકોશમાં અર્થ આપ્યો છે તે મુજબ -એવી ઇમારત જ્યાં શિક્ષણ સંસ્થા હોય ,અને અનેક શિક્ષણ સંસ્થાઓનું કોલેજોનું સંચાલન થતું હોય-જ્યાં જ્ઞાન મેળવી ,ડિપ્લોમા ,અનુસ્નાતક ,સ્નાતક કે પી એચ ડી --જેવી પદવીઓ -પ્રમાણ પત્રો અપાતા હોય ,પ્રાધ્યાપકો ,વિદ્યાર્થીઓ માટે નિવાસસ્થાનો હોય ...... ભારતમાં વર્ષો ઉચ્ચ શિક્ષણ બહુવિધ રીતે અપાતું હતું --આજે સ્થિતિ વિપરીત બની છે -આપણા વિદ્યાર્થીઓ પરદેશ જાય છે -આવું ?શા માટે બને છે /વિચારણીય પ્રશ્ન છે ?
ભારતનું ઉચ્ચ શિક્ષણ તંત્ર વિશ્વમાં ત્રીજા નંબરે છે 50 વર્ષોમાં દેશના વિશ્વ વિદ્યાલયોની સંખ્યામાં 11.6 ગણો વધારો થયો છે ,કોલેજોમાં 12.5અને વિદ્યાર્થીઓની સંખ્યામાં 60 ગણો વધારો થયો છે ,શિક્ષકોમાં 25 ગણી વૃદ્ધિ થાય છે ,સરકારી નીતિઓ ,સમાન શિક્ષણ -સગવડો વધતાં ,શિક્ષણ આયોગોની સુચારુ સંચાલિતા થી શિક્ષણ જરૂરી સૂચનો ,અમલ બજવણીના પ્રયાસો થયાં છે- વિસ્તાર વધ્યો ,વ્યાપ વધ્યો તેમ છતાં આ જની શિક્ષા જીવન દ્રષ્ટિએ નિષ્ફળ નીવડી હોય તેવા દાખલ હાથ લાગે છે -કારણો ગમે તે હોય !
ગુજરાત સરકાર ની વેબસાઈટ માં -13-12-2017 ના અહેવાલ મુજબ -સ્ટૅટ ગર્વ યુનિવર્સીટી કુલ્લે 22 છે ,.સેન્ટ્રલ ગર્વ . ની-3;પ્રાઇવેટ ઍડેડ -2;પ્રાઇવેટ યુનિ .-17 અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઇમ્પોટન્સ ની 6 યુનિ ..આવેલી છે --આ બધામાં 4 તો- કૃષિ યુનિ છે. એન .આઈ .સી . -'' નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર નો રિપોર્ટ પણ જણાવે છે -બધે જ હાયર એજ્યુકેશન વધી રહ્યું છે -'' આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારી ઉચ્ચ શિક્ષણ અંગે વધે છે -યુ જી સી અને અન્ય બોડી એ પણ સજાગ થવાની જરૂર છે -
સંશોધાત્મક અભ્યાસુ લેખો તરફ નજર ફેરવીએ તો માત્ર નાસીપાસ અને દુઃખી થવાય છે ; જરૂર નથી - Q world University ranking 2013 ના વાર્ષિક અહેવાલમાં વિશ્વની સર્વોત્તમ 200 યુનિ.માં ભારતની એક પણ ઇન્સ્ટિટ્યૂટ નો સમાવેશ નથી અર્થાત GER ના આંકમાં હાયર એજ્યુકેશન માં ભારત નો નબળો 'ગ્રોસ '-છે -. તેનું એક કારણ એ પણ હોઈ શકે - ભારતીયો ને ગુલામ બનાવવાના અને પોતાની સરકારી હકુમત ને ટકાવવા દુભાષિયા ની જરૂર થતાં થોમસ બૈ બિંગટન મૈંકોલે -બ્રિટિશ ઇતિહાસકાર ,લેખક ,વિચારક ,પ્રબંધક અને દેશભકતે --અંગ્રેજી ,શિક્ષણ નું ચલણ કર્યું ,1727 માં ગર્વનર જનરલ વિલિયમ બેન્ટિકે -ચાર્ટર ઍક્ટ લાવીને સરકારી નોકરીમાં ભેદભાવ દૂર કરી સર્વ ને નોકરિયાત તરીકે લેવાનું નક્કી કર્યું અને 1857માં મૅકોલેએ અંગ્રેજીભાષા શીખવાડવાની પ્રણાલી મૂકી -જો અંગ્રેજી શીખશો તો વિકાસ થશે એવું લોકોમાં ઠસાવ્યું . તેની સામે આઝાદી લડતમાં અનેક નેતાઓએ આ રીતનો વિરોધ કર્યો - ગાંધીજીએ બુનિયાદી તાલીમ દ્વારા બાળકોને આત્મનિર્ભર થી આદર્શ નાગરિક ઘડવાની રીત અપનાવેલી। .. દુઃખ સાથે લખવું પડે કે આજે પણ આપણે અંગ્રેજ પ્રજાને અનુસરીએ છે -તેની નકલ શિક્ષણમાં પણ કરે.
ઉચ્ચ શિક્ષણના પાઠ્ય પુસ્તકો નો ઢાંચો -પશ્ચિમી પદ્ધતિને અનુસરીને થાય છે -ગુરુકુળ પદ્ધતિ પ્રત્યે બે પરવાહ બન્યાં છીએ ,ઉચ્ચતર શિક્ષણ ની ધીમે ધીમે થતી અવદશા જાગૃતિ અને પરિવર્તન ઝંખે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક ભાષણમાં આક્રોશ સાથે આજની શિક્ષણ પ્રણાલિકા સામે ઉગ્રતા પૂર્વક જણાવેલું કે '' આજનુ શિક્ષણ 'મેન -મેકર ' ને બદલે ''મની મેકર ' બન્યુ છે ;આ માટે જવાબદાર કોણ ? '' આ મોટી વ્યથા છે !
અમેરિકાના શિક્ષણખાતાએ 12 વર્ષના અનુસંધાન ના એક મેટા વિશ્લેષણમાં તારવ્યું છે કે પ્રત્યક્ષ પાઠયક્ર્મનું અનુસરણ કરી ઉચ્ચશિક્ષા માટે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની તુલનામાં ઑન લાઈન અઘ્યન કરવા વાળાં વિદ્યાર્થી નો દેખાવ વધુ ઉત્તમ બહેતર હતો ,C B L કૉમ્પ્યુટર આધારિત ભણતર પાઠય પુસ્તકના અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને વઘુ જ્ઞાન ,કૌશલ્ય અને વર્તમાન જગત સાથે તાજી માહિતી મેળવી આપે છે , આ વાતને સત્ય માનીએ તો ભારત માં આ પ્રથા નો વિકાસ થઇ શકે તેમ નથી કારણ કે હજુ વીજળી વપરાશ ,કોમ્પ્યુટર જ્ઞાન તેની માહિતી કે નેટ વર્ક સમસ્યા તો ઉભી જ છે -માળખાકીય સુધારા કરવા માટે શાસકીય પગલાં લેવા જોઈએ -
શ્રી પરમાર્થ રાજસિંહા (અશોક યુનિ -ભારત )ખુબ જ ખુલાસા વાર વિગતોમાં જણાવે છે -કે આજનું એજ્યુકેશન અને ' સિસ્ટમ ' અને ગુણવત્તાના આંકડા સિદ્ધ કરવામાં અટવાયું છે -આજના યુગમાં જેઓને શિક્ષણ અંગે કશી જ માહિતી નથી,જાણતા નથી તેવા ધન્ધાદારી જમીન દલાલીના એજન્ટો ની જેમ -જમીન ઉંચા ભાવો થી ખરીદી તેના ઉપર શિક્ષણ સંકુલો - ખાનગી કોલેજો કે યુનિ ઉભી કરી 'વ્યાપાર ' કરે છે ,જેઓ ઍજ્યુકેશન કે એકૅડેમી સાથે કશી જ નિસ્બત નથી તેઓ જોડાય છે , '' -- બોલો ! તેઓ એજ્યુકેશનનો શો ?વિકાસ કરે ?
બીજી એક વાત નોંધવા જેવી છે -માત્ર ડિગ્રીઓ આપવા માટે ઉભી થયેલી ખાનગી કોલેજો - યુનિ .ઓ વિદ્યાર્થીઓને અનેક વિકલ્પો અભ્યાસક્રમોમાં પસન્દગી માટે આપે છે ,અનેક પ્રલોભનો પણ આપે છે , શિક્ષણ સંસ્થાઓ પ્રલોભનો સાથે નોકરી આપે છે તેથી જ્ઞાની નહિ પણ - ' સર્વિસ મેન ' જન્મે છે . તેથી આવી સંસ્થાઓ પૈસા રળવા માટે ને ફેક્ટરી જેવી અને નોકરિયાત પેદા કરવા ની હૉસ્પિટલ સમી બને છે .ખાનગી કોલેજો ઉપર કડકાઈ સાથે SPU ઍક્ટ ના પાલન માટે જોગવાઈ થાય તે જરૂરી છે. જ્યાં સુધી ' પ્રાઇવેટ સેકટરો ' એક્ટિવ નહિ બને ત્યાં સુધી સરકારે ધારેલાં GER લક્ષાંક માં વધારો કરવાની વાત પોથી માનાં રીંગણાં સમી ગણાશે .... A university is not a politicl party ,and an aducation is not an indoctrination --David Horowiz -- આ વાત ધ્યાનમાં લેવા જેવી છે .
આજની શિક્ષણ પદ્ધતિ કે પ્રણાલિકા ખોટી છે કે ફળદાયી નથી એવો અમારો કોઈ આક્ષેપ નથી ,પરંતુ અમને જે સમજાયું તે સર્વ સાચું હોવાનો અમારો દાવો પણ નથી તેમ છતાં એટલું ચોક્કસ કહી શકાય કે આ વેદના દરેક શિક્ષણ હિતચિંતકો માટે વ્યથા સમાન હશે
વિશ્વ વિદ્યાલયો વિકૃતિઓ ના વળગાડ વાળી ન બને તે જોવાનું કામ સરકાર સાથે નાગરિકોનું ,શિક્ષકોનું અને અભ્યાસુ સંશોધનકારો નું છે ; જનસત્તા દૈનિક હિન્દી અખબારમાં -2013 માં એક લેખ ના અંતમાં નોંધેલું કે -યુનિવર્સીટી સર્વોચ્ચ જ્ઞાન કેન્દ્ર હોય છે ,આ આદર્શ ભૂલીને માત્ર કાગળની ડિગ્રી
વિતરણ ,સંભવિત નોકરી મેળવવા માટે વિધાર્થીઓને પ્રમાણિત કરવાં ,હોસ્ટૅલ જેવી સગવડોને કોચિંગ ધર્મશાળાઓમાં બદલી નાખવા અથવા રાજનીતિક પ્રચારપ્રશિક્ષણ નો અડ્ડો બનાવવો આ બધા માટે યુનિવર્સીટી નથી ;તે માટે હોવી પણ ન જોઈએ -જો એમ થશે તો ,તેનો અર્થવિકૃતિઓને માન્યતા આપવી ગણાય.
ઉચ્ચતર શિક્ષણની દશા સુધારી શકાય - શિક્ષણ ક્ષેત્ર ,સંસ્થા કે પ્રણાલી સારા ઉદેશથી જ બને છે ,પરંતુ કેટલાક સમાજ મોવડીઓ ,રાજકારણીઓ ,ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ ,ખાયકીની વૃત્તિ ,કાનૂન તોડવાની બહાદુરી ,નફ્ફટાઈ નડે છે ,નવું પરિવર્તન સ્વીકારવાની કે તે વ્યવસ્થા માટે કરવા માટે નિરુત્સાહ , ગેરરીતિઓથી પૈસા કમાવવાની તરકીબો, વર્તમાન સમય સાથે તાલ મેળવવાની ઉત્સુકતાનો અભાવ અને ખાસ તો ગુણવાન વિદ્યાર્થીઓ ઘડવા માટે જોઈતી સગવડોનો ,સાધનોનો અભાવ જેવી અનેક નાની મોટી વાતો પ્રત્યે જન જાગૃતિ ની જરૂરછે તો જ આજના વિધાર્થીમાં સાચું જ્ઞાન ,આચરણ ,ટેક્નિકલ દક્ષતા ,શિક્ષણ અને વિદ્યા પ્રાપ્તિઓ આનંદ, તર્કશક્તિનો વિકાસ ,વિજ્ઞાન ,સ્મૃતિ શક્તિ અને કાર્યશીલતા જેવા ગુણો ખીલશે - યોગ્ય નિર્ણય લેવાની બૌદ્ધિક પ્રતિભા ની ઓળખ કરશે। .. સંસ્થાકીય અને અભ્યાસ ક્રમ તેમજ જૂની ઘરેડ માં બદલી ,આધુનિકતા નો સ્વીકાર
જેવા મુદ્દાઓ દિશા સૂચન માટે મહત્વનું કામ કરશે.
રાષ્ટીય સ્તરે એક કમિશન રચવું જોઈએ અને ઉચ્ચ શિક્ષણની દરેક સંસ્થા ગામો અથવા શહેરી ઝુપડપટ્ટી ની ઝુપડીઓ સાથે જોડાયેલી હોવી જોઈએ.
આપણા સંસ્કૃતિક વારસા અને પ્રાચીન જ્ઞાન વીશેની માહિતી નો સમાવેશ કરવો જોઈએ.
પ્રાયોગિક અને વ્યવસાયિક શિક્ષણનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ
દર ત્રણ વર્ષમાં અભ્યાસક્રમની સમીક્ષા ફરજીયાત કરવી જોઈએ.વિદ્યાર્થીઓ સમાજ અને રાજ્ય તરફ સંવેદનશીલ હોવા જોઈએ.
મુલ્ય શિક્ષણ માટે અલગ પુસ્તકોની જરૂર નથી ઉચ્ચ શિક્ષણમાં દરેક વિષયના અભ્યાસક્રમમાં મુલ્યો સામેલ છે.
યોગ શિક્ષણ નવીપેઢી માં ખુબજ જરૂરી છે.જેને ફરજીયાત કરી શકાય.
રમત,કળા અને સંગીતના વારસાને અભ્યાસક્રમમાં સ્થાન મળવું જોઈએ.
વિકૃતિઓ ના ઈતિહાસ ને તિલાંજલિ આપવી જોઈએ.
આપની માતૃભાષા નું સંવર્ધન અને સંરક્ષણ કરવું જોઈએ.ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓમાં અંગ્રેજીની જરૂરિયાત નાબુદ કરવી જોઈએ.
સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવું જોઈએ.ખોટી રીતે કરેલ સંશોધન બંધ કરી દેવું જોઈએ .અને સાચા સંશોધન કરનારનું શોષણ ન કરવું જોઈએ.
મૂળભૂત વિજ્ઞાનના વિષયો પરનું સંશોધન કાર્ય ઘટી રહ્યું છે.તે વધવું જોઈએ.વૈજ્ઞાનિક સંશોધનમાં
ભારતનો હિસ્સો ૨.૧ ટકા છે.જયારે ચીનનો હિસ્સો ૧૪.૭ ટકા છે.(યુનેસ્કો ૨૦૦૦)
શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે શિક્ષણ પદ્ધતિઓમાં ફેરફાર લાવવો જોઈએ.
આદમ અને ઈવ વખતથી ચાલતું ચીલા ચાલુ માળખું બદલવું પડશે.
નિયમિત તાલીમ,શિક્ષણ વ્યવસ્થા,તાલીમમાં નીતિશાસ્ત્ર વ્યવસાયિક અખંડીતતા અને મૂલ્યોનો સમાવેશ કરવો જોઈએ.આધુનિક જ્ઞાન આપવું જોઈએ.
વાઈસ ચાન્સેલરની નિમણુંક રાજકીય ધોરણે ન થવી જોઈએ.
વિનોબા ભાવે પણ કહેલું કે શૈક્ષણિક વ્યવસ્થા સંપૂર્ણપણે સરકારના નિયંત્રણથી મુક્ત હોવી જોઈએ.શૈક્ષણિક વ્યવસ્થા કોઈપણ બાહ્ય દખલગીરી ,મુક્ત પર્યાવરણથી મુક્ત થવા રચાયેલ છે.વિદ્યા કેન્દ્રોની વ્યવસ્થા પર સમાજનો અંકુશ હોવો ,સરકાર નથી.
ફી વગર લાયક વિદ્યાર્થી શિક્ષણ થી વંચિત ન રહી જાય તે જોવું જોઈએ.નહીતર કામધેનુને ન મળે સુકું તણખલું ને લીલા છમ ખેતરો સૌ આખલાઓ ચરી જાય છે તેવી પરિસ્થિતિ થશે.
લઘુમતી અને બહુમતી પર આધારિત શિક્ષણમાં ભેદભાવ દુર થવો જોઈએ .

તા.વીરપુરજી. મહીસાગર ૯૪૨૯૮૪૧૪૦૪ . patelarvind101@gmail.com
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી