Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

23 August 2018

સારી શરૂઆત

“એક સારી શરૂઆત, વીંધી નાખે છે અનેક અપવાદ અને,
એક સાચી યાદ, ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ. ”

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ કામ ની શરૂઆત કરતાજ હલ થઇ જાય છે એમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિખવાદો નો અંત થઇ જાય છે.

અટલ વાણી ( પ્રવચનોના ઉદ્દગારો માંથી ચૂંટેલાં વિચારો )–જિતેન્દ્ર પાઢ

અટલ વાણી (  પ્રવચનોના ઉદ્દગારો માંથી ચૂંટેલાં  વિચારો )–જિતેન્દ્ર પાઢ

vijay shah દ્વારા

     

લોક લાડીલા  ભારતીય જનતા પક્ષના મોભી અને ભારતના માજી વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ ની આખરી વિદાય ને વંદન સાથે  તેમના પ્રવચનો માંથી ચૂંટેલાં વિચારો -''   અટલ વાણી ''-દ્વારા  શ્રદ્ધાંજલી  ....અર્પણ ..

 હિન્દી અને વ્રજ ભાષાના ઉત્તમ કવિ ,તટસ્થ પત્રકાર .ઉદાર ,વિવેકશીલ ,નીડર ,સરળ ,સહજ , રાજનૈતિક નેતા ,મુત્સદ્દી   રાષ્ટ્ર પ્રેમી ભારતીય ,સફળ અને વિરોધીઓ  પ્રિય માજી વડાપ્રધાન ,વિ દેશ મંત્રી,ત્રણત્રણ વખત મંત્રી  પદ મેળવનાર,  ભાજપા સ્થાપક -અધ્યક્ષ ,પ્રખર અભ્યાસુ વકતા, ચુસ્ત આર આર એસ પ્રચારક કાર્યકર્તા ,વિદેશમાં જઈ હિન્દીમાં ભાષણ કરનારા  પ્રથમ વડા પ્રધાન -હિન્દી પ્રિય પ્રચારક , કંઠમાં સરસ્વતીનો વાસ ,ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રતિ આસ્થાવાન  આવા  અનેક ગુણો સાથે બહુમુખી પ્રતિભા  ધરાવનારા અટલ બિહારી બાજપાઈ ની નોંધ પાત્ર સેવાઓને લીધે  તેઓ અનેક પદવીઓ ,સન્માન ના અધિકારી બન્યા હતા - તેઓ '' ભારત રત્ન '',  - ''પદમવિભૂષણ '',લોકમાન્ય તિલક એવોર્ડ ,ડોક્ટરેટ પદવી ,,ફ્રેન્ડ્સ ઓફ બાંગ્લાદેશ લિબરેશન વોર એવોડ આદિ થી સન્માનિત  હતા  તા .૨૫મી ડિસેંબરે ગ્વાલિયરમાં જન્મેલા અને   પોતાના કારકિર્દી કાળમાં અતિ મહત્વના કામો દ્વારા ભારતની સાચી સેવા  કરનારા   ભારતીય   સપૂત સર્વધર્મસમભાવ હિમાયતી સાચા દેશ ભક્ત હતા -આજીવન કુંવારા રહીને દેશને જીવન સમર્પિત કરનારા  આ વીરપુરુષ લાંબી  માંદગી બાદ તા .૧૬ ઓગસ્ટ -૨૦૧૮ ના રોજ દેહ વિલય પામ્યા - ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સહીત અનેક દેશ અને વિદેશના મહાનુભાવોએ  શ્રદ્ધાંજલી અર્પી - ભારતે ૭ દિવસનો  રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

 અટલ વાણી

 -----------------------

* ભારતીય  જ્યાં જાય છે ,ત્યાં લક્ષ્મીની સાધનામાં લાગી જાય છે ,પરંતુ તે દેશમાં વિકસિત થતાં તેને એવું લાગે છે  તેની  પ્રતિભા સંકોચાઈ જાય છે .ભારતજમીનનો ટુકડો નથી . જીવતો જાગતો  રાષ્ટ્ર પરુષ છે .તેનું હિમાલય મસ્તક છે .ગૌરીશંકર ટોચ ( શિખા )છે ,કાશ્મીર મુગટ છે ,પંજાબ અને બંગાળ બે વિશાલ ખભા છે .દિલ્હી તેનું દિલ છે .વિંધ્યાચલ કમર છે .નર્મદા કંદોરો છે .પૂર્વ અને પશ્ચિમ ઘાટ બે વિશાળ સાથળ છે  . કન્યાકુમારી તેના ચરણો છે .સાગર તેના પગ પખાળે છે .વરસાદના કાળાકાળા મેઘ (  વાદળ ) તેના કેશ છે   ચંદ્ર અને સુરજ તેની આરતી ઉતારે છે ,મલયાનિલ  ચમર ઢાળે છે .આ વંદનની ભૂમિ છે . અભિનંદનની ભૂમિ છે.આ ધારા  તર્પણની છે ,અર્પણની છે .જેના એકએક કંકર કંકર  શંકર છે ;તેના બિંદુબિંદુ છે.અમે જીવશું તો તેના માટે ,મરશું તો  તેના માટે.( ૧૯૬૧- અમદાવાદ -ઔદીચ્ય વાડીનુંભાષણ

* મને મારા હિન્દુત્ત્વ પર અભિમાન છે ,પરંતુ તેનો અર્થ એ નથી કે હું મુસ્લિમ વિરોધી છું .

*મનુષ્યનું જીવન અણમોલ નિધિ છે ,પુણ્યનો પ્રસાદ છે .આપણે માત્ર પોતાના માટે ન જીવીએ, બીજાના માટે પણ જીવો .જીવન જીવવું એક કલા છે ,એક વિજ્ઞાન છે .બંનેનો સમન્વય આવશ્યક છે .

*ખભે ખભા મેળવી ,આપણે આપણી જીવનયાત્રા ને ધ્યેયના ,સિદ્ધિના શિખરસુધી લઇ જવી છે .

*દેશ એક રહેશે તો કોઈ એક પાર્ટીને લીધે નહિ રહે ,કોઈ એક વ્યક્તિને લીધે એક નહિ રહે ,કોઈ એક પરિવારને લીધે એક નહિ રહે .એક  રહેશે તો  દેશની જનતાની દેશભક્તિ ને  લીધે રહેશે

*ભારતના ડાયસ્પોરાના સભ્યો ,દુનિયાના દૂર દૂર દેશોમાં રહો છો ,આપ સૌને મારી શુભેચ્છાઓ ,આપ ભારતથી ઘણા દૂર થઇ  શકો છો  ,પણ આપ હંમેશા અમારા હૃદયથી નજદીક છો .

*હું ચાહું છું કે ભારત એક મહાન રાષ્ટ્ર બને , શક્તિશાળી બને ,વિશ્વના રાષ્ટ્રોમાં પ્રથમ હરોળમાં આવે .

*ભારતીયકરણનો એક જ અર્થ છે ,ભારતમાં રહેનારી બધી જ વ્યક્તિ ,ભલે તેની ભાષા કોઈપણ હો ,પણ ભારત પ્રતિ અનન્ય  ,અવિભાજ્ય ,  અવ્યભિચારી  નિષ્ઠા  રાખે .ભારત પ્રત્યે  અનન્ય નિષ્ઠા રાખનારા સર્વ  ભારતીય છે ,પછી તેના ધર્મ ,ભાષા તથા પ્રદેશ કોઈ પણ કેમ ન હોય

*અમે અહિંસામાં આસ્થા રાખીએ છીએ અને ઇચ્છીએ છીએ કે વિશ્વના સંઘર્ષોનું સમાધાન  શાંતિ અને સમજુતી ના માર્ગથી  થાય .

*પૌરુષ ,પરાક્રમ ,વીરતા આ   અમારી મહાન પરંપરાનું અંગ છે  આ સંસ્કારો દ્વારા આ પરંપરા આપણા જીવનમાં  ઢાળી  શકાય છે .

*હિન્દુધર્મ  પ્રતિ મારું આકર્ષણનું સૌથી મુખ્ય કારણ એ છે કે તે માનવનો સર્વોત્કૃષ્ટ ધર્મ છે .

*  છેલ્લાં   ૫૫  વર્ષો માં પાક સાથે નિરપવાદથી વાતચીત ભારતે જ કરી છે .

*મારી દૃષ્ટિએ  ભારત એક એવું ભારત -જે ભૂખ ,ગરીબી ,નિરક્ષતા અને  અભાવોથી મુક્ત હો.

*તમે દોસ્ત બદલી શકો ,પાડોશી નહિ .

*મને મારા હિન્દુત્ત્વ પર અભિમાન છે ,પરંતુતે નો અર્થ એ નથી કે હું મુસ્લિમ વિરોધો છું .

*ધર્મ બદલવાથી ન તો રાષ્ટ્રીયતા બદલાય છે અને ન તો સંસ્કૃતિ .

* મનુષ્ય જીવન  અનમોલ નિધિ છે ,પુણ્યનો પ્રસાદ છે .આપણે માત્ર આપણા માટે ન જીવીએ ,બીજાના માટે જીવો .જીવન જીવવું એક કલા  છે ,એક વિજ્ઞાન છે . બન્ને નો સમન્વય આવશ્યક  છે ..

* સાહિત્યકારનું  હૃદય દયા ,ક્ષમા ,કરુણા,પ્રેમથી છલકાતું રહે છે .તેથી  તે લોહીની હોળી ખેલી શકતો નથી .

*મારા ભાષણોમાં મારો લેખક જ બોલે છે ,પણ એવું નથી કે રાજ નેતા ચૂપ રહે છે . મારા લેખક ને રાજ નેતા ના પરસ્પર  સમન્વય  જ મારા ભાષણમાં ઉતરે છે .એ જરૂર છે કે રાજ નેતાએ લેખકથી ઘણું મેળવ્યું છે .

*સાહિત્યકારે પોતાના પ્રતિ સાચ્ચા રહેવું જોઈએ. તેણે સમાજ ને  માટે પોતાના કારભાર (જવાબદારી -દાયિત્વ )નો સાચા અર્થમાં નિર્વાહ કરવો જોઈએ . તેના તર્ક પ્રામાણિક હો .તેની દૃષ્ટિ રચનાત્મક હોવી જોઈએ તે સમસામયિકતા ને સાથે લઈને ચાલે ,પણ આવનારી ' કાલ   'ની ચિંતા  જરૂર કરે .

*શિક્ષાનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ ,ઊંચામાં ઊંચી  શિક્ષા માતૃભાષાના માધ્યમથી અપાવી જોઈએ.

પૃથ્વી ઉપર મનુષ્ય જ એક એવું  પ્રાણી  છે ,જે  ભીડમાં એકલો અને ભીડથી ઘેરાયેલો હોવાનો અનુભવ કરે છે .

*ભારતમાં જેટલી પણ ભાષા છે ,તે  અમારી પોતાની છે .તેમાં અમારા આત્માનું પ્રતિબિંબ છે ,તે અમારી આત્માભિવ્યક્તિનું સાધન છે .તેમાં કોઈ નાની કે કોઈ મોટી નથી .

*એવી ખુશીઓ જે અમારો હંમેશ સાથ આપે ;ક્યારેય નહોતી ,કદીએ ન હોય અને ક્યારેય નહી રહે  .

*  જલવું  પડશે ,પીગળવું પડશે ,કદમ મેળવી ચાલવું પડશે .

*માણસે ઇચ્છવું જોઈએ કે પરિસ્થિતિઓથી લડે ,એક સ્વપ્નું તૂટે તો  બીજું  ઘડે.

*વ્યક્તિને સશકત બનાવવી એટલે જ દેશને સશક્ત બનાવવો , સશક્તિકરણ  તેજીથી  સામાજિક વિકાસના  માધ્યમથી પરિવર્તન સાથે,તેજીથી આર્થિક વિકાસના માધ્યમથી સૌથી સારી સેવા પ્રદાન કરી શકાય છે .

*  વાસ્તવિકતા એ છે કે યુ .એન .જેવા આંતર રાષ્ટ્રીય સંગઠન એટલા જ અસરકારક  થઇ શકે ,જેટલાં તેના સભ્યો  તેને તે  કરવા અનુમતિ આપે .* ગરીબી બહુઆયામી છે ,તે અમારી કમાઈ સિવાય ,રાજનૈતિક ભાગીદારી અને નાખે છે  અમારી સંસ્કૃતિ અને સામાજિક સંગઠનની  ઉન્નતિ પર અસર નાખે છે .

*ભારતમાં મોટી લોક ભાવના હતી કે પાકિસ્તાન સાથે  ત્યાં સુધી કોઈ સાર્થક વાતચીત ન થઇ શકે  જ્યા  સુધી તે  આંતકવાદનો પ્રયોગ પોતાની વિદેશી નીતિના એક સાધનના રૂપમાં કરવાનું છોડી ન  દે.

* જીવનના ફૂલ ને પૂર્ણ  તાકાતથી ખીલવો .

*મારા માટે શક્તિ ક્યારેય આકર્ષણ નહોતું .

*અમારા શબ્દો ,કાર્યો અને રાજનૈતિક પ્રયાસોનો ઉદ્દેશ્ય અશિષ્ઠ પ્રભાવ પેદા કરવાને બદલે વ્યવહારિક લક્ષ્યોને પ્રાપ્ત કરવાની  કોશિશ કરવાનો જોઈએ .

*અમારું લક્ષ્ય અંતહીન આકાશ જેટલું ઊંચું થઇ શકે છે ,પરંતુ આપણે મગજમાં  આગળ વધવા માટે  એક પગલું ઉપાડવું જોઈએ . હાથથી હાથમાં હાથમાં  લો જીત  અમારી  જ થશે .

*જો ભારત ધર્મ  નિરપેક્ષ નથી તો ભારત બિલકુલ ભારત નથી .

* કોઈ બંદૂકથી નહિ ,પણ કેવળ  ભાઈચારાથી  જ  સમસ્યા  ઉકેલી શકાય.

*વિજય અને હાર  જીવનના એક જ  હિસ્સા  છે ,તેને   સમાનતાની  સાથે  જોવા જોઈએ .

*અમે બિનજરૂરી યુદ્ધો   અમારા બહુમૂલ્ય સંસાધનોને બરબાદ કરી રહ્યા છીએ ..જો અગર અમારે   યુદ્ધ કરવું છે ,તો બેરોજગારી ,બીમારી અને પછાતપણા પર કરવું જોઈએ .

*હું  ઈચ્છું છું  કે  ભારતનો કોઈ નાગરિક એકલાપણું ,અસહાયતા અનુભવ ન કરે .પૂર્ણ દેશ તેની સાથે છે .

*મારુ માનવું છે કે  રાષ્ટ્રોની વચ્ચે  શાંતિ અને સહ્યોગ   ને માટે  લોકતંત્ર ઉત્તમ 'ગેરેન્ટર 'છે .

* વિકાસ માટે શાંતિ આવશ્યક છે .

*અમારા પરમાણુ વૈજ્ઞાનિકો અને ઈજનેરોએ એક શાનદાર(ભવ્ય )કામ કર્યું છે.અને સ્વાભાવિકરૂપથી,આખા દેશે પોતાના  ધંધા  ઉત્કૃષ્ટતા , અનુશાસન અને  દેશભક્તિ ને સલામ કરવા માટે  ઉચ્ચતા આપી છે.તેને હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ જેવાં મહાન  પુરુષો  દ્વારા  અતીતમાં નેતૃત્વ કરવાનો લાભ  મળ્યો છે .

*અમે બધા જ વિવાદોને શાંતિ પૂર્વક ઉકેલવામાં વિશ્વાસ કરીએ છીએ .

*ભ્રષ્ટાચાર બાબતે કોઈ સમજૂતી  થઇ ન શકે .

*ટકાઉ વિકાસ માટે જનસંખ્યાને સ્થિર કરવાની જરૂર છે .

*રાજનીતિક આધાર પર કોઈપણ અસ્પૃશ્ય માની શકાય નહિ .

*ભારત ક્યારેય રાષ્ટ્રીય સુરક્ષા સાથે કદી રાજકારણ રમ્યું નથી .

* આપણે હંમેશા  લઘુમતીઓની  સંભાળ  રાખવી જોઈએ  અને તેમના લોક કલ્યાણ તરફ ધ્યાન આપવું જોઈએ  .

*ભારત પ્રત્યે અનન્યનિષ્ઠા રાખવાવાળા સર્વ  ભારતીય છે ,પછી તેના ધર્મ ,ભાષા તથા પ્રદેશ કોઈપણ કેમ ન હોય?

*સખ્ત મહેનત કયારેય થકાવટ  નથી લાવતી ,તે તો સંતોષ લાવે છે .

*સાર્વજનિક કૂટનીતિ થી  શાંત કૂટનીતિ વધારે પ્રભાવી છે .

--જિતેન્દ્ર પાઢ  /મોરિસવિલે  સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા/૨૨/૮/૧૮

21 August 2018

ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.

ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.
ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ.
દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં.
તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ.
સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે?
પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ.
કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા
તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ.
ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો
‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.
🕯️🦋અરવિંદ કે પટેલ 🦋🕯️😛Net ગુનિયા...😛

😛Net ગુનિયા...😛
Google માં ગોતી ગુમવાના..
Facebooke face બતાવાના..
Twitter માં જઈ tweete કરશું..
whatsup માં વાતો કરવાના..
Internet નો યુગ આવ્યો છે..
Candy crush ને તો રમવાના..
Jio 4g Data મળ્યો..
Day Night લોકો મથવાના...
Map હવે Guide બન્યું છે..
G P S સંગે ફરવાના...
Amazon અમે વાપરીશું..
Fast food અમે જમવાના..
Instagram 'જગત'માં આવ્યું..
Download કરી સડવાના...

વર્તમાન ને કહો થોભી જાય બાળપણ ને મળીને આવું છું !

વર્તમાન ને કહો થોભી જાય
બાળપણ ને મળીને આવું છું
ખુલ્લા માથે માણું વરસાદ
ઉઘાડા પગે દોડી જાઉં છું
ફૂટપાથ ના કોરે વેહ્તું પાણી
કાગળની નાવ ચલાવીને આવું છું
નાનો મજાનો એક ફુગ્ગો આપ
સાયકલ ના પૈંડે બાંધી ને આવું છું
લાલ પીળી પતંગની દોરી આપ
લાઈટના થામ્ભલે લંગર ઝુલાવી આવું છું
સુમસામ દેખાય છે મોહોલ્લા ની શેરીઓ
બે ચાર ટાબરિયાને પકડી લાઉં છું
યાદ આવે છે દેશી ફળો નો સ્વાદ
જમરૂખ પર મીઠું મરચું ભભરાવીને આવું છું
સમય ને કહો છોડી દે હાથ મારો
મિત્રો સાથે સાંકડી દાવ રમીને આવું છું
માણી લઉ સાત સ્વર્ગ નું સુખ સાત મિનિટમાં
સાત ઠીકડી સાત સાથીઓ સાથે રમીને આવું છું
શોખ છે દુનિયા ફરવાનો
બાયોસ્કોપ માં દુનિયા જોઈને આવું છું
કોઈ પણ ભીંતને બનાવી દો બ્લેક બોર્ડ
ઇંટોડા થી સ્કોર લખીને આવું છું
ઘૂંટણે તાજા છે બાળપણ ના નિશાન
યાદો નું મલમ લગાડી ને આવું છું
વર્તમાન ને કહો થોભી જાય બાળપણ ને મળીને આવું છું !

11 August 2018

૫હેચાન

–::: ૫હેચાન :::–
આજ્ના યુવાનની હાલત ત્રણ પ્રકારની છે,
નોકરીમાં સાથે કાર છે, પણ આવકમાં બેકાર છે,
પ્રેમમાં બેકરાર છે, પણ જ્વાબદારીથી ફરાર છે,
નથી ખીસ્સાં જેનાં એક ફદીયું, તેનીય સ્ટાઈલ લાજ્વાબ છે,
હાલનાં યુવાનની પ્રગતી ફ્સ્ટકલાસ છે,
હાથમાં મૉબાઈલ ને મુખડે સ્માઈલ છે,
અને સાથમાં છે ક્લીયુગની કોયલનો હાથ,
તેની પ્રગતીનો હા….હા…..હા…કાર છે,
પહેરે છે જીન્સ અને પીએ છે પેપ્સીનું ટીન,
તેનાથી પુરો માહીતીગાર છે,
નેવે મુકી છે મયાર્દાને, આ નથી મારું કોઈ કાલ્પનીક કાવ્ય,
આ સદીના યુવાનની થોડી પહેચાન છે,
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી