Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

9 September 2018

શિક્ષકનો ઋણભાર

શિક્ષકનો ઋણભાર

બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્‍સ, આસિસસ્ટન્ટ પ્રૉફેસર વગેરે મનમાં ગભરાઈ રહ્યા હતા. ડૉ. ડામોરસાહેબનું જ્ઞાન અને અનુભવ એટલાં વિશાળ હતાં કે કોઈ પણ ડૉક્ટરને રાઉન્ડમાં પ્રશ્ન પૂછીને ગભરાવી નાખતા. છતાં પણ તેમના રાઉન્ડમાં અઢળક શીખવા મળતું. તેથી બધા જ ડૉક્ટરો તેમના રાઉન્ડમાં જોડાવા તત્પર રહેતા.
બીજે માળે મેઈલ મૅડિકલ વૉર્ડમાં રાઉન્ડ ચાલુ હતો. ત્રીજા ખાટલે આવતાં સાહેબ અટકીને દર્દીને તાકી રહ્યા.
બ્યાસી વર્ષના કાકા, વધેલી દાઢી છતાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણાં નહીં, ફાટી ગયેલાં કપડાં છતાં સારા ઘરના બુઝુર્ગ લાગતા હતા. જૂનું પણ સોનું તો સોનું જ છે, તેમ આ લઘરવઘર વૃદ્ધ પણ તેમના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસિડન્ટ ડૉક્ટરને પૂછી.
‘સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી, ઉંમર છે બ્યાસી વર્ષ, દાહોદ બાજુના ગામડામાં બહાર રઝળતા મળી આવેલ છે. આવ્યા ત્યારે સખત તાવ અને ન્યુમોનિયાથી ખમખમી ગયા હતા. વ્યવસાયે શિક્ષક હતા, ચોવીસ વર્ષ પહેલાં નિવૃત્ત થયા. શાળા પ્રાઈવેટ ટ્રસ્ટની હોવાથી પેન્શનની જોગવાઈ ન હતી, તેથી આવકનું સાધન કાંઈ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહ્યા હતા.’ રેસિડન્ટ ડૉક્ટરે એકીશ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી.
‘તેમના કુટુંબમાં કોઈ નથી?’ ડામોરસાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા. વર્ષો પહેલાંના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેમની નજર સામે તરવરી ઊઠ્યું. બાપ દારૂડિયો હોવાથી જુવાન ઉંમરે લીવર ફેઈલ થતાં ગુજરી જવાથી માતા દિવાળીબહેન ઉપર તેમના એકના એક દીકરા ચકાના ભણતા અને ગુજરાનો ભાર આવી પડ્યો. રસ્તાની સાફસફાઈ અને લોકોનાં કપડાં-વાસણ કરી માંડમાંડ દિવાળીબહેન ગુજારો કરતાં. તેનાં દીકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર પણ ગામમાં બધા તેને ચકો જ કહેતા હતા.
ચકાભાઈ ભણવામાં હોશિયાર હતા. બારમા ધોરણમાં બૉર્ડમાં બાણું ટકા સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળીબહેનથી કામ થતું નહીં, તેથી તે ચકાને ભણવાનું બંધ કરીને પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતાં હતાં.
ચકાભાઈ તેની શાળાના તમામ શિક્ષકોના પ્રિય હતા, પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરીટ લિસ્ટ પ્રમાણે બી. જે. મેડિકલ કૉલેજમાં એડમિશન મળતું હતું, પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદીસાહેબને ખબર પડતાં તે પોતે ચકાને ઘેર દિવાળીબહેને મનાવવા આવ્યા.
આદિવાસી વિસ્તારમાં બ્રાહ્મણસાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળે વળી ચકાને ઘેર આવી.
‘બહેન, તમે ચકાને મેડિકલમાં ભણાવી ડૉક્ટર બનાવો.’ ત્રિવેદીસાહેબે કહ્યું.
‘સાહેબ, હવે મારાથી કામ થતું નથી. તેથી ચકાને મેડિકલમાં ભણાવવાના પૈસા લાવું ક્યાંથી ?’ દિવાળીબહેને પોતાની વ્યથા ઠાલવી.
‘બહેન, તેની ચિંતા ના કરો. હું બનતી મદદ કરતો રહીશ, અને ચકાને તેની મેરીટ ઉપર સ્કોલરશિપ અપાવી દઈશ.’ ત્રિવેદીસાહેબે વિશ્વાસપૂર્વક કહ્યું.
સાચે જ ત્રિવેદીસાહેબે ચકાને સ્કૉલરશિપ અપાવી, તેના રહેવા, ખાવાપીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળીબહેનને પણ મદદ કરતા રહ્યા.
ચકાભાઈ ભણીગણીને એમ.ડી. થઈ બી.જે. મેડિકલ કૉલેજમાં જ આસિ. પ્રૉફેસર બન્યા ને બીજે જ વર્ષે દિવાળીબહેને અંતિમ વિદાય લીધી ત્યારે કહેતાં ગયાં ‘બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે, નહિતર તું પણ રોડ સાફ કરતો હોત. તેનું ૠણ ભૂલતો નહીં.’
વર્ષોનાં વહાણાં વાયાં ને ચકાભાઈ બની ગયા ડૉ. સી.સી. ડામોરસાહેબ, પ્રોફેસર ઑફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે? આજે વર્ષો પછી ત્રિવેદીસાહેબ મળ્યા પણ કેવી હાલતમાં ? ડામોરસાહેબથી હાયકારો નીકળી ગયો.
અચાનક રેસિડન્ટ ડૉક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા.
‘સાહેબ, આમનાં પત્નીનું ગયા વર્ષે અવસાન થવાથી એકલા જ છે. એક દીકરો હતો. તે ભણી ગણી ડૉક્ટર બનીને અમેરિકા ગયો ને ત્યાંની ગોરી મૅડમને પરણી ઈન્ડિયા અને મા-બાપને સાવ ભૂલી જ ગયો. ઘરનું ભાડું છ મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા.’
‘સારું સારું, તેની સારામાં સારી સારવાર કરજો. તેમને ખાવાપીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલાં છે, લો આ હજાર રૂપિયા, બે જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે’ કહીને ડામોરસાહેબે રૂપિયા તેના રેસિડન્ટને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી, સાહેબને આ બ્રાહ્મણ સાથે શું સંબંધ હશે ? ‘કેટલાક સંબંધોને બધા ક્યાં સમજી શકે છે ?’
સાંજે પાંચ વાગે સાહેબનો વૉર્ડમાં ફોન આવ્યો, ‘ત્રીજા ખાટલાના દર્દીને કેમ છે ?’ સિસ્ટર ગભરાઈ ગયાં. તેણે બધા રેસિડન્ટ ડૉક્ટરોને કોલ કરી બોલાવી લીધા, બધા સમજી ગયા સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે, તેથી ખૂબ જ ચીવટથી ઘનિષ્ટ સારવારમાં લાગી ગયા.
ડામોરસાહેબની મહેનત અને સ્ટાફની ઘનિષ્ટ સારવારથી ત્રિવેદીકાકા છ દિવસમાં સારા થઈ ગયા. ત્રિવેદીકાકાએ સાંભળ્યું હતું કે ડૉક્ટરો બહુ સેવાભાવી અને માયાળુ હોય છે, પણ આ ડામોરસાહેબ, આટલી બધી માયા કેમ રાખે છે, તે સમજાતું ન હતું.
‘સાહેબ, આ ત્રિવેદીકાકાને રજા આપીશું તો તે જશે ક્યાં ? તેને તો કુટુંબ કે ઘર કંઈ જ નથી.’ રેસિડન્ટે મૂંઝવણ બતાવી. ડામોરસાહેબે બીજા દિવસે રજા આપવાનું કહ્યું.
બીજા દિવસે સવારે ડામોરસાહેબનાં પત્ની, ગાડી અને ડ્રાઈવર સાથે અગિયાર વાગે સિવિલમાં આવી ગયાં. ત્રિવેદીકાકાને રજા આપી. ડામોરસાહેબ પોતે હાથ પકડી બહાર લઈ જવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદીકાકા શરમથી પાણી પાણી થઈ ગયા, આખો વૉર્ડ વિચારી રહ્યો હતો આ ગરીબ બ્રાહ્મણ નસીબદાર છે, પણ તેમને ક્યાં ખબર હતી, ડામોરસાહેબ તેમનું ઋણ ઉતારી રહ્યા છે.
ત્રિવેદીકાકા વિચારી રહ્યા, આવડા મોટા અમદાવાદમાં હું કઈ ફૂટપાથ પર રહીશ, ભીખ માંગવા ક્યાં બેસીશ, અહીં તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલે જ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતા લાગે છે.
નીચે ગાડીમાં બેસતાં ત્રિવેદીકાકા હજુ ક્યાં જવાનું છે, તે સમજી શકતા ન હતા. તેમણે પૂછ્યું, ‘ડૉક્ટરસાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે ?’
અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય ડામોરસાહેબે ધીમેથી ખુલ્લું કર્યું, ‘માસ્તરસાહેબ, આપને યાદ છે, ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યો હતો. હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે.’ ચકાને યાદ કરતાં ત્રિવેદીસાહેબ રડી પડ્યા, ‘અરે, ચકા તું, આટલો મોટો સાહેબ બની ગયો છે ?’ તેમ કહી ગળે લગાડી દીધો.
ઋણનો ભાર ઊતરતાં ડામોરસાહેબ હલકાફૂલ થઈ ગયા. એકલવ્યએ તેનો અંગૂઠો ગુરુ દ્રોણને અર્પણ કર્યો, તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતા હતા.
ઉપર વૉર્ડમાંથી ડૉક્ટર્સ સિસ્ટર્સ અને દર્દીઓ ગુરુશિષ્યનું અજોડ મિલન જોઈ રહ્યાં. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલના પ્રૉફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતા હતા.
(સંપર્ક : ગુંજન હૉસ્પિટલ, મિરઝાપુર ચોકી સામે, અમદવાદ – ૩૯૦ ૦૦૧, ફોન : (૦૭૯) ૨૫૬૨૨૦૭)
– ડૉ. હર્ષદભાઈ વી. કામદાર
સાભાર - કમલેશ દવે, રીડ ગુજરાતી 

હકારાત્મક અભિગમ – શ્રધ્ધા ને સીમાડા

મેક્ફાર્લેન્ડમાં પ્રિમરોઝ નામનું ડે-કેર અને ફર્સ્ટ ગ્રેડ સુધીની સ્કૂલ જેમાં મારી પૌત્રી અને પૌત્ર ભણે. ખુબ સરસ સ્કૂલ અને અત્યંત પ્રેમાળ ટીચરો. વાત છે ૨૦૧૦ના સમયની. તે સમયે અમે વિઝિટર વિસા પર એટલાન્ટા આવતા–જતા રહેતા અને ત્યારે ક્યારેક અમારે પણ બાળકોને સ્કૂલે લેવા મુકવા જવાનો યોગ થતો. આવા અવાર નવાર યોગના લીધે હવે તો ટીચર્સ પણ અમને ઓળખવા માંડ્યા હતા.
    અમારો પરિવાર જૈન એટલે જ્યારે અમેરિકા આવવાનું થાય ત્યારે અમે મહુડી દર્શન કરીને નિકળતા. જો કે મહુડીના ઘંટાકર્ણ મહાવીર પર કોને શ્રધ્ધા નહી હોય?  જૈન અને જૈનેતર પણ હવે તો મહુડીના દર્શને આવતા થયા છે. મહુડીનો પ્રસાદ કહો કે આશીર્વાદ સમી રક્ષા પોટલી તો અમારે અવશ્ય અમેરિકા સૌ માટે લેતા આવવી એવો સૌનો આગ્રહ એટલે આ વખતે પણ અમે રક્ષા પોટલી લેતા આવ્યા. નાનકડી રિયાએ એની મમ્મીના હાથે રક્ષા પોટલી જોઇને એના હાથે પણ બંધાવી. સતત એના હાથ પર આ રક્ષા પોટલી જોઇને એના ટીચરે એને એક દિવસ રક્ષા પોટલી અંગે પૂછ્યું. રક્ષા પોટલીના મહત્વથી અજાણ એ સાડા ચાર વર્ષ નાનકડી રિયાએ કહ્યું
      “ I don’t know. My Nani knows..”રિયાએ મારી તરફ આંગળી ચીધી.
     એના ટીચરે અત્યંત ઉત્સુકતાથી રક્ષા પોટલી અંગે મને પૂછ્યું. ટીચર સમજી શકે એટલી સરળતાથી મેં રક્ષા પોટલીનું મહત્વ સમજાવ્યું કે,  રક્ષા પોટલી એ શ્રધ્ધાનું પ્રતિક છે. અમારા મન એ ઇશ્વરના આશીર્વાદ છે જે આપણી રક્ષા કરે છે.
    મારા આશ્ચર્ય વચ્ચે મિસિસ લોરીએ પૂછ્યું…. “ Can I have this please? Will you tie it to me? I really need this. I am suffering from so many problems.”
     અને તેમણે તેમના અને તેમના પરિવારની સમસ્યાઓ વિશે મને વાત કરી. બીજા દિવસે હું એમના માટે રક્ષા પોટલી લઈ આવીશ એવી મેં ખાતરી આપી.
    બીજા દિવસે મિસિસ લોરી મારી જ જાણે રાહ જોતા હતા. એમનો વિશ્વાસ મને પણ સ્પર્શી ગયો. એમના હાથ પર રક્ષા પોટલી બાંધતા પહેલા મેં મારા ચંપલ કાઢીને નવકાર મંત્રનું રટણ કર્યું. મારું જોઇને એમણે પણ શુઝ ઉતારીને આંખો બંધ કરી મારી સામે હાથ લાંબો કર્યો. રક્ષા પોટલી રિયાના જમણા હાથ પર જોયેલી એટલે જ કદાચ એમણે સીધો જમણો હાથ ધર્યો. મારે કહેવાની જરૂર પણ ના રહી. તે સમયે તેમના ચહેરા પર જે શ્રદ્ધાના ભાવ હતા એ જોઇને મને તાજુબી થઈ. રક્ષા પોટલી બંધાવી તે સમયે તેમના ચહેરા પર અને જ્યારે એમણે આંખો ખોલી ત્યારે આંખોમાં પણ જે આશાની લકીર જોઇ મેં મનોમન ઘંટાકર્ણ ભગવાનને પ્રાર્થના કરી. “ હે ઘંટાકર્ણ મહાવીર, મિસિસ લોરીની આપ પરની શ્રદ્ધા ફળજો.” મિસિસ લોરીએ પણ અત્યંત ભાવપૂર્વક બે હાથ જોડીને ઉપર બેઠેલા પરમતત્વ તરફ જોયું.
     ક્યાં મહુડી અને ક્યાં મેક્ફાર્લેન્ડ ? પણ મિસિસ લોરીને જોઇને એ સમયે સમજાયું કે ઇશ્વર પર સાચી શ્રદ્ધાને કોઇ સીમાડા હોતા જ નથી કે નડતા નથી. શ્રદ્ધા જ આપણને તારે છે અને તરતા રાખે છે. ઇશ્વર પરની શ્રદ્ધા જ માનવ પ્રત્યેની શ્રદ્ધાનો ઉદ્ભવ હશે ને?
- રાજુલ કૌશિક

એપલ કંપનીના જન્મદાતા સ્ટીવ જોબ્સ

જન્મ - ૨૪, ફેબ્રુઆરી - ૧૯૫૫             અવસાન - ૫, ઓક્ટોબર - ૨૦૧૧

-  વિનોદ પટેલ
       “નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતો - મારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. I loved what I did.  સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હો, જો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો.”
સ્ટીવ જોબ્સ
      આજે દુનિયાભરમાં બાળકોથી માંડી  વૃદ્ધજનોમાં લોકપ્રિય થયેલ 'એપલ' કંપનીની અનેક  પ્રકારની આધુનિક ટેકનોલોજીની પેદાશો જેવી  કે  i-Mac, i-Pad, i-Pod,અને i-Phone ઘેર ઘેર પહોંચી ગઈ છે.આવાં ખિસ્સામાં રાખીને ઉપયોગ કરી શકાય એવાં નાજુક સાધનોની શોધ કરીને સ્ટીવ જોબ્સે કોમ્પ્યુટર અને કોમ્યુનીકેશન ટેકનોલોજીમાં એક ક્રાંતિ  સર્જી દીધી છે.એપલ કંપનીએ બજારમાં મુકેલ આધુનિક ઉપકરણો વસાવવા માટેનો લોકોનો ક્રેઝ અદભુત છે.એપલના જનક સ્ટીવ જોબ્સ અને સાથીઓના અથાક પ્રયત્નોને પ્રતાપે જ આ ચમત્કાર શક્ય બન્યો છે.   
     સ્ટીવ જોબ્સના જન્મથી મૃત્યુ  સુધીના જીવનનો ચડાવ-ઉતારનો આલેખ  દર્શાવતી સાલવાર ટૂંકી જીવન કથા આ પ્રમાણે છે.
      જન્મ – ફેબ્રુ આરી ૨૪, ૧૯૫૫, સાન ફ્રાન્સિસ્કોમાં. એનું આખું નામ સ્ટીવન પોલ જોબ્સ.
      સાનફ્રાન્સિસ્કોની એક વિદ્યાર્થિની જોન સિમ્પસન અને મૂળ સીરિયાના અબ્દુલફતહ જોનનાં લગ્ન વિનાના પ્રેમ સંબંધનું પરિણામ એટલે સ્ટીવ. સ્ટીવનાં માતા-પિતા એ વખતે લગ્ન કરવા નહોતાં ઇચ્છતાં એટલે તેમણે પુત્રને દત્તક આપી દીધો. જોકે સ્ટીવની અસલી માએ સ્ટીવને ભણાવવાનું વચન લીધું અને પછી જ તેને દત્તક આપ્યો. સ્ટીવનાં પાલક મા-બાપનાં નામ- પોલ અને કાલરા.
      અભ્યાસ- ૧૯૭૨માં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ.  રીડ કોલેજ, પોર્ટલેન્ડમાં દાખલ થયા પણ ફક્ત એક જ સેમીસ્ટર પછી ટ્યુશન ફી ન પોસાતાં ડ્રોપ આઉટ થયા. એમના કોલેજ કાળ અંગે ૨૦૦૫માં સ્ટીવ જોબ્સે  સ્ટેનફોર્ડ યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ  સમક્ષ આપેલ એક ભાષણમાં આ પ્રમાણે કહ્યું હતું:
      "મેં જે કોલેજમાં એડમિશન લીધું હતું તે સ્ટેનફોર્ડ જેટલી જ મોંઘીદાટ હતી. મારાં નોકરિયાત મા-બાપે બિચારાઓએ આખી જિંદગી મહેનત કરીને જે પૈસા બચાવ્યા હતા તે તમામ મારી ફી ભરવામાં ખર્ચાઈ રહ્યા હતા. પહેલાં છ જ મહિનામાં મને કોલેજનું ભણતર નકામું લાગવા માંડયું. તે ઉંમરે હું ખુદ નક્કી નહોતો કરી શકતો કે લાઇફમાં હું શું કરવા માગું છું. મને એય સમજાતું નહોતું કે આ નક્કી કરવામાં કોલેજનું આ ભણતર મને કેવી રીતે કામમાં આવવાનું છે, તેથી મેં નિર્ણય લીધો કે મારે આગળ નથી ભણવું. કમ સે કમ મારાં મમ્મી-પપ્પાનું સેવિંગ તો બચશે. મનમાં ભરોસો હતો કે આખરે સૌ સારાં વાનાં થઈ જશે.મારો આ નિર્ણય મારા માટે આશીર્વાદ બન્યો.’’
     “It was not all romantic. I did not have a dorm room, so I slept on the floor in friend’s rooms,I returned coke bottles for the 5 cent deposits to buy food with and I would walk the seven miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple.”
    સ્ટીવ જોબ્સની વ્યવસાયી કારકિર્દી
 • એમણે 'એપલ'ની શરૂઆત કરી એ પહેલાં, વિડીયો ગેમ્સ બનાવતી કંપનીમાં જોબ કરી.
 • ૧૯૭૬માં એમના પાર્ટનર સ્ટીવ વોઝ્નીયાકની ભાગીદારીમાં એમના ગરાજમાં એપલ કંપનીનો પાયો નાખ્યો અને પછી એને  વિકસાવી.
 • ૧૯૮૪માં I-Mac પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કર્યું.પરંતુ એક વર્ષ પછી એપલના ચેરમેને એપલ કમ્પનીમાંથી સ્ટીવ જોબ્સને છુટા કરી દીધા. જે માણસે એપલ કંપની સ્થાપી હતી અને સફળ કરી દેખાડી હતી એ જ માણસને એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી! એ વખતે ત્રીસ વર્ષના સ્ટીવ જોબ્સ ભયંકર નિષ્ફળતાથી ભાંગી પડયા હતા.
 • ૧૯૮૬માં સ્થાપેલી એમની કંપની પીક્સારનું  ડીઝની કમ્પની સાથે જોડાણ કર્યું. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ 'ટોય સ્ટોરી'એ જાણે એમને રાખમાંથી બેઠા કર્યા.જ્યારે એપલની હાલત માઇક્રોસોફ્ટ સાથેની હરીફાઇને કારણે બગડી રહી હતી એવા સમયે પોતાના જ બાળક સમી એપલ કંપનીના તારણહાર તરીકે ખુદ સ્ટીવ પોતે જ આગળ આવ્યા.
 • ૧૯૯૬ માં તેઓ એપલમાં એડવાઈઝર તરીકે ફરી જોડાયા અને થોડા સમય પછી  વચગાળાના  CEO બન્યા.બીજી ઇનિંગમાં સ્ટીવ વધુ ઝનૂની કામ કરવા લાગ્યા અને એપલ કંપનીને ફરીથી ઊભી કરી તેઓ કમ્પ્યુટર અને ૨૧મી સદીના પહેલા દાયકામાં મોબાઇલની દુનિયામાં છવાઇ ગયા.
 • ૨૦૦૦માં તેઓએ કાયમી CEO તરીકે એપલ કમ્પનીની પુરેપુરી જવાબદારી સંભાળી.અને એમની નીગાહ્બાનીમાં  બઝારની માંગ મુજબ બનાવેલ લોકપ્રિય પ્રોડક્ટ્સ i-Pod,i-Phone & i.Pad એ વિશ્વભરના બઝારમાં ધૂમ મચાવી અને એપલ કમ્પની માટે જાણે નાણાંની ટંકશાળ ખડી કરી દીધી.
 • સ્ટીવે ૨૦૦૪માં પેન્ક્રિયેટીક કેન્સર માટે સર્જરી કરાવવી પડી હતી.૨૦૦૯માં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ   કરાવ્યું હતું.     
 • ૨૦૧૧ ના  જાન્યુઆરીમાં નબળી તબિયતને લીધે તેઓ મેડીકલ લીવ ઉપર ઉતરી ગયા.
 • ઓગસ્ટ ૨૦૧૧માં CEO તરીકે રાજીનામું આપ્યું અને એપલ કમ્પનીના ચેરમેન ચૂંટાયા.
અવસાન-
     બુધવાર,૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ માત્ર ૫૬ વર્ષની ઉમરે એપલ કમ્પનીના પ્રણેતા સ્ટીવજોબ્સનું પેન્ક્રીયાટીક કેન્સરના લીધે  અકાળે  દુખદ અવસાન થયું.વિશ્વનો કોમ્પ્યુટર ટેકનોલોજી જગતનો એક સિતારો એની જિંદગીના મધ્યાહને જ ખરી પડ્યો.
     એમની વિદાયથી એપલ કંપનીને એક બૌદ્ધિક વિઝનરીની મોટી ખોટ જણાશે. દુનિયાભરનાં સમાચાર માધ્યમોએ અને જોબ્સના કરોડો પ્રસંશકોએ એમના મૃત્યુના દુખદ સમાચાર સાંભળીને આંચકો અનુભવ્યો હતો અને એમની ચમત્કારિક સિદ્ધિઓને યાદ કરીને ભવ્ય અંજલિઓ આપી હતી.
     સ્ટીવ જોબ્સ જો એક-દોઢ દાયકો વધુ જીવી ગયા હોત તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દુનિયામાં કોણ જાણે બીજા કેવા ચમત્કાર કરી ગયા  હોત! આઇમેક, આઇપોડ, આઇપેડ, આઇટયૂન્સ અને આઇફોન પછી સ્ટીવ જોબ્સે આઇકાર જેની ચર્ચા એમણે શરુ કરી દીધી હતી એ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિણામો હાંસલ કરી બતાવ્યાં હોત !
     ભૂતકાળમાં જીવનની શરૂઆતમાં જે વ્યક્તિ પાસે કોલેજની ફી માટે પૈસા ન હતા અને સારું ખાવા મળે એ માટે માઈલો ચાલીને દર રવિવારે હરે કૃષ્ણના મંદિરે જતી હતી એજ વ્યક્તિ મૃત્યુ પછી ૮.૩ બિલિયન ડોલર જેટલી જંગી સંપત્તિ પાછળ મુકીને જાય એ જેવી તેવી સિદ્ધિ ન ગણાય.
ફોર્બ્સ મેગેજીનના જણાવ્યા પ્રમાણે  વિશ્વના સૌથી મોટા ૫૦૦ ધનવાનોની યાદીમાં સ્ટીવ જોબ્સ ૧૧૦મા ક્રમે હતા.૧૮૮૫માં એમણે એપલ છોડ્યું ત્યારે એમણે જો એપલના શેરો વેચ્યા ન હોત તો આજના ભાવે આજે જગતના ધનવાનોની યાદીમાં એમનો નંબર ઘણો આગળ હોત !કેવી કમાલની એમની આ સિદ્ધિ કહેવાય!. 
      એક ભારતીય તરીકે આપણને સ્ટીવ જોબ્સના ઇન્ડિયા કનેક્શનની વિગતો આનંદ આપે  એવી  છે. ભૂતકાળમાં સ્ટીવ જોબ્સે ભારત જઈને જાણીતા કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી અને એમના આશિર્વાદ લીધા હતા.જ્યારે એ અમેરિકા પાછા આવ્યા ત્યારે એક પાકા ઝેન બુદ્ધિસ્ટ બનીને આવ્યા હતા.
   ૧૯૯૨ માં લોરેન્સ પોવેલ સાથે Yashomite National Park ખાતે એમના લગ્ન ઝેન બુદ્ધિસ્ટ સાધુને હસ્તે થયા હતા. તેઓ માંસ  અને પ્રાણીજન્ય ચીજો ખાતા ન હતા.ભારતની આયુર્વેદિક ચિકિત્સા અને Eastern Medicines ઉપર અને ભગવાન પર એમને ઊંડી શ્રધ્ધા હતી.એ માનતા હતા કે એમની કામમાં એકાગ્રતા અને સફળતામાં ભારતીય ધ્યાન-યોગાસનોનો અમુલ્ય ફાળો છે. 
 • જીન્દગી તમારી શરતો પર જીવો
 • સપનાં જુઓ
 • Stay Hungry  - એટલે કે જ્ઞાનની પિપાસા હંમેશા રાખો
 • ઈશ્વર પર શ્રધ્ધા રાખો
........એમ સૌને પોતાનાં પ્રવચનોમાં  અવારનવાર કહેનાર 'rags to riches' સુધીનું અચંબો પમાડે એવું ગજબનું  સફળ જીવન જીવીને વિદાય થયા.
     અમેરિકાની યુવાપેઢી માટે સ્ટીવ જોબ્સ આઇકોન બની ગયા હતા. એમના માટે તેઓ ક્રિએટિવ, જિનિયસ, વિઝનરી, ઇનોવેટર એવાં વિશેષણો વાપરતા થયા હતા.સ્ટીવ જોબ્સનું જીવન વિશ્વના કરોડો નવજુવાનો માટે પણ એક પ્રેરક ઉદાહરણ છે. 
‘’ જિંદગીનું ચિત્ર બનાવવા માટે ટપકાં જોડવાનાં હોય ત્યારે એક ટપકા પરથી બીજા ટપકા પર જતી વખતે (એટલે કે જીવનમાં નેક્સ્ટ લેવલ પર જવાની કોશિશ કરતી વખતે) કશાક પર તો ભરોસો રાખવો જ પડે. આ કશુંક તમારી અંતઃસ્ફુરણા, નસીબ, કર્મ કંઈ પણ હોઈ શકે. આ ભરોસો હોય તો એક-એક ટપકું જોડાતું જાય છે ને આખરે એક સળંગ સુરેખ ચિત્ર બને જ છે."
- સ્ટીવ જોબ્સ                                             

8 September 2018

”થોડાક શબ્દો ઉચ્ચારવાથી”

”થોડાક શબ્દો ઉચ્ચારવાથી”

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે …. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!

ધુળ જેવી છે જીંદગી આપણી …..આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ….

બરફ જેવી છે આ જીંદગી … જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….

પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું   કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છેકે ભૂખ તો લાગે છે , પણ શું કરીએ ?!!!

ઇશ્વરનું   બેલેન્સ કેવું અદભુત છે… પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!! ·

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને   સાચવવા નથી પડતા..

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

સુવાક્યો”

સુવાક્યો”

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છેમાણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએકે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ......rajulnu manojagat

હકારાત્મક અભિગમ- જીવન જીને કા નામ.

જીવનના કોઇપણ રસ્તા સહેલા-સુગમ જ હોવાના , દરેક ચઢાણો સરળ જ હોવાના એવી માન્યતામાં કેટલું તથ્ય? જીવનમાં આગળ વધતા કોઇ રસ્તો  ઉખડ-બાખડ ન આવે તો એ આપણું સદનસીબ. પરંતુ જીવનમાં આવતી સમસ્યાને જોનારાના પણ અલગ-અલગ દ્રષ્ટીકોણ હોવાના. એના માટે અહીં બે વાત યાદ આવે છે.
એક છે શાહમૃગવૃત્તિ.  પક્ષીઓમાં વિશાળ અથવા કદાવર કહી શકાય એવા ઉત્તર આફ્રિકામાં જોવા મળતા શાહમૃગની પ્રકૃતિથી આપણે જ્ઞાત છીએ. જ્યારે એનો શિકાર કરવા કોઇ પીછો કરે ત્યારે એ જાત બચાવવા દોડવા કે સામનો કરવાના બદલે એ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે અને એવું માની લે છે કે હવે એને કોઇ જોઇ શકશે નહીં. એનું કદ વિશાળ હોવાના લીધે એ ઊડી નથી શકતું એ સમજાય એવી વાત છે પણ જે મજબૂત પગ એને મળ્યા છે એના સહારે એ દોડવાને તો શક્તિમાન છે જ એવી સમજણના અભાવે એ માથુ રેતીમાં ખોસીને નિશ્ચિંત બની જાય છે કે હવે એને મુસીબત આંબી નહી શકે.
બીજુ ઉદાહરણ છે શાહમૃગના જેવી જ કદાવર કાયા ધરાવતા એની જેમ જ આફ્રિકામાં  જોવા મળતા જિરાફની. જિરાફનું બચ્ચું જન્મ સમયે માતાના ગર્ભમાંથી જે ઊંચાઇએથી જમીન પર પછડાય છે ત્યારે એ નવજાતને બચ્ચાને માંડ કળ વળી ના વળી અને મા એ નવજાત બચ્ચાને પોતાના પગ વડે જોરથી લાત મારે અને જરા આઘી જઈ ઊભી રહે. આઘાત લાગે એવી વાત છે નહીં? પણ એ વાસ્તવિક હકીકત છે. બચ્ચુ ઊભુ થવા પ્રયત્ન કરે ત્યાં તો ફરી એક લાત.. ફરી બચ્ચુ ઊભુ થવા જાય અને ફરી એક લાત. માન્યામાં ના આવે એવી વાત છે ખરૂં ને? અંતે લાત ખાઇ ખાઇને બચ્ચુ ફરી બીજી લાત ન પડે એના માટે ઊભુ થઇને દોડવા માંડે અને ત્યારે જઈને  માતા- જિરાફ એના બચ્ચાને વ્હાલથી ચાટવા માંડે છે. મા છે. એને ય બચ્ચુ વ્હાલું તો છે જ પણ એ જાણે છે કે જો જન્મથી જ એને આત્મ-રક્ષણ માટે સજ્જ નહી કરવામાં આવે તો નવજાત પ્રાણીનું તાજું માંસ પસંદ છે એવા જંગલી પ્રાણીઓ એને ફાડી ખાશે.
છે ને બે વિરોધાભાસી વાત?  એક છે સમસ્યાથી દૂર ભાગતી, ઉકેલ લાવવાના બદલે એને નજરઅંદાઝ કરવાની વૃત્તિની અને બીજી છે સકારાત્મક દ્રષ્ટીકોણ ધરાવતી, કોઇપણ સમસ્યાને સામી છાતીએ પહોંચી વળવા જાતને સજ્જ રાખવાની વૃત્તિની. આવી વ્યક્તિઓમાં બીજી પણ એક ખાસિયત જોવા મળશે. એ કોઇપણ સમસ્યાનો સામનો કરવાના સૌથી શ્રેષ્ઠ માર્ગના વિકલ્પ શોધશે. જો ક્યાંક કોઇ ગણતરી ખોટી પડી તો નિસંકોચ ભૂલ સ્વીકારીને અન્ય વિકલ્પ અજમાવશે. શાહમૃગની જેમ મ્હોં  તો નહીં  જ સંતાડે.
જીવન જીવી લેવું અને જીવી જાણવું , બંનેમાં ફરક તો ખરો જ..

3 September 2018

સુવિચાર સ્પદંન-૩

સુવિચાર સ્પદંન-૩
----------------------   
તમારી ઉપજ અને  ખર્ચનો તાલમેલ ન બેસે તો ખર્ચમાં કાપકૂપ ન કરો ,ઉત્પાદન (ઉપજ )વધારો .-હેન્રી ફોર્ડ 
પૈસો મેળવવા તમે શું કરો  છો તે મહત્વનું   નથી કિન્તુ તેને પ્રાપ્ત કરવા તમે તે  વિષયમાં  કેટલા  ઊંડા ઉતરી  
   કેટલું જ્ઞાન હાસિલ કરી અનુભવમાં વાપરો છો તેના પર અવલંબે છે  (-જી. પા )
એકલો પૈસો જ જગતને ગતિ દેય છે  . પબિલિયસ સાયરસ 
આ પૃથ્વીપટલ પર સુરક્ષિતતા નહિ ,પણ માત્ર તક છે -જનરલ ડગલસ મેકઅર્થર 
કરો અથવા ન કારો .ફરીથી તક નથી -યોદ્ધા જે ડી માસ્ટરઈન સ્ટારવોર્સ 
*   પૈસો તમને સ્વાતંત્ર આપશે એવું તમને  લાગતું હશે પણ તેવું ક્યારેય થશે નહિ,ખરી સુરક્ષિતતા તમારા 
   જ્ઞાન ,અનુભવ અને ક્ષમતા વધારવાથી જ મળે છે -હેન્રી ફોર્ડ
પૈસો એ બીજ હોય છે . કયારેક કયારેક પહેલીવાર પૈસો મેળવવો એ તે પછી ના લાખો રૂપિયા મેળવવા 
  કરતાં  અવઘડ હોય છે .-જિન જેકવેસ રૂસિયો 
મને વાદળનો ડર લાગતો નથી ,કારણ મેં મારું નામ વહેતું  રાખવાનું  શીખ્યું છે .-હેલનકેલર 
શિખામણ એટલે બે વખતની શીખ -જોસેફ જોબર્ટ 
સુશિક્ષિત અને અશિક્ષિત આ બંને વચ્ચે જીવન અને મૃત્યુ એવડો જ ફરક છે .-એરિસ્ટોટલ 
એકાદ વિષય ઉપર પ્રભુત્વ મેળવવા માટે ક્રમવાર અને સરળતા આ બે પાયા છે .અજ્ઞાન એ ખરો શત્રુ છે .
  --થૉમસ માન 
*   શાળા અને જીવન વચ્ચે શું ફરક છે  ? જુઓ  શાળામાં પહેલાં ધડો (શિક્ષા ) લઈએ છીએ અને તે પછી  
  પરીક્ષા આપીએ ;પણ જીવનમાં પહેલાં પરીક્ષા લેવાય તે પછી ધડો  (બોધ ) છીએ  શીખીએ.--રૉબર્ટ એલ 
  ,કાર્ટર 
કેટલાંય ફાયદાની હોય તો પણ કોઈપણ એવી ગોષ્ઠી ન કરો જેનાથી તમારો શબ્દ (વચન )ફંટાઈ જાય  
   અથવા આત્મસન્માનમાં તડ પડે  .- માર્કસ ઓરીલિયસ 
જો તમારે બીંજાઓને આનંદિત કરવા હોય તો શરીરમાં કરુણા દાખવો અને જો તમારે  જાતે આનંદિત થવું 
   હોય  તો પણ કરુણા દાખવો --દલાઈ લામા 
જે માણસ એકલો રહેવાનો પ્રયત્ન કરે છે  તે એક માણસ કયારેય યશસ્વી થતો નથી - પર્લ એસ બક
*આપણે શક્તિ માંગીએ અને દેવ આપણને બળવાન બનવા માટે અડચણો આપે ,આપણે ચાતુર્યમાટે   
 પ્રાર્થના  કરીએ અને દેવ આપણને સમસ્યા આપે ,જેનાથી ઉપાય શોધવાની ચતુરાઈ વિકસે છે .આપણે સમૃદ્ધિ 
 કાજ વિનવણી  કરીએ  છીએ અને દેવ આપણને કામ કરવા માટે મગજ અને શક્તિ આપે. આપણે  ધૈર્ય  
 માંગીએ ,ભગવાન આપણને જીવનમાં  કષ્ટો આપે ,તેને  આપણે હંફાવવાના હોય ,આપણે માંગણીઓ કરીએ 
 અને દેવ સતત  મોકો,તક અને અવસર  આપે છે  -આપણે ઈશ્વરની મરજી ને ક્યારે પારખી શું  ? -અજ્ઞાત 
સંપત્તિ અને સૌંદર્ય એ તો નાશવંત  છે ,પણ માસિક શ્રેષ્ઠતા જ  ઉત્કૃષ્ઠ અને ચીર સ્થાઈ છે --ગાઉસ  
  સેલેસ્ટિયસ ક્રિસ્પસ 
જ્ઞાનમાં કરેલું રોકાણ હંમેશા બીજા બધા કરતાં વધુ પરત કરે છે.બેન્જામિન ફ્રેન્કલીન  
અજ્ઞાનની સીમા ને ઓળંગીને આગળ લઈ  જાય તે જ્ઞાન -આલ્બર્ટ   આઈનસ્ટાઈન
* વ્યક્તિની આધ્યાત્મિક પરિપૂર્ણતામાં તેનો સર્વાંગી બુદ્ધિમતાનો પણ સમાવેશ હોય છે .આ જેને ખબર છે તે 
  શીખવા માટે સમર્થ હોય છે .-મેંમોન્ડીસ 
* નિત્ય વિચારોની થોડી થોડી શુદ્ધિ કરતુ રહેવું એ જ શાસ્ત્રોનો સાર છે.-આલ્બર્ટ આઈસ્ટાઈન 
 * ખોટું બોલવું એટલે દુર્ગુણોને સાથ આપવા સરખું છે .કપટ , લબાડી ,ફસામણી જ ખોટાપણાનું રૂપછે .ખોટું બોલવાથી બીજાને ઇજા તો પહોંચાડે છે  પણ  તેની સાથોસાથ ખોટું બોલવાથી આપણું આત્મસન્માન અને 
  વિશ્વાસપણું છિન્નભિન્ન  થાય છે - માર્વિન જે એસ્ટન  
વિજ્ઞાને આપણને આપેલા  જ્ઞાનાપેક્ષા  માણસે પોતાની જાતપર અને પોતાના સહકાર્ય ઉપર .ઉચ્ચ નૈતિકતા 
   પર નો વિશ્વાસ વધુ  મહત્વનો છે .-હેનરી સી.લિંક 
* પ્રગતિ એ જ જીવંતપણાનું  લક્ષણ છે  -.જોન હેની ચારકિનલ  નેવર્મન 
પરિવર્તન જીવનનો નિયમ છે ,પણ પ્રગતિ તો ઐચ્છિક છે- .બ્રુસલી 
* સત્ય એ સર્વોત્તમ વ્યક્તિ પાસેનું સાધન છે --કન્ફ્યુશિયસ 
* વિરોધાભાસી  લાગે તો પણ પ્રગતિ ,સુધારણા અને બદલાવમાં સુરક્ષિતતા છે .--ઍને મૉરો લિન્ડબર્ગ 
* સફળતાનો અર્થ વધારે કમાણી નથી .સફળતાનો અર્થ  વધારે લોકો સુધી પહોંચવું તે છે .-મહેન્દ્ર ઝ મેઘાણી 
પ્રસન્નતા વિવેકની પ્રત્યક્ષ ઓળખ છે .--માન્ટેન 
*   હાસ્ય ટોનિક છે ,રાહત છે ,દર્દને રોકનાર છે -ચાર્લી ચેપ્લિન  
*   શરીર ,મન ,આત્માનો સર્વાંગી અને સર્વોત્તમ  વિકાસ સાથે શિક્ષાનું તાત્પર્ય મારી દૃષ્ટિએ છે .મહાત્મા ગાંધી 
*   શિક્ષા સ્વતંત્રતાના સુવર્ણ દ્વાર ખોલનારી ચાવી છે .-જ્યોર્જ વોશિંગટન  કરવર  
જ્ઞાન સૌથી શક્તિશાળી હથિયાર છે જેનાથી આપ પુરી દુનિયા બદલી શકો છો -  નેલ્શન મંડેલા 
*   પરિવર્તન જ સાચી વિદ્યાનું અંતિમ પરિણામ છે. --લિયો બુસ્કાગિલયા
*   જો વાંચવા જાઓ તો પ્રત્યેક મનુષ્ય માં એક સંપૂર્ણ ગ્રંથ છે . -  ચૈનિંગ
*   સર્વ પ્રાણીઓ પ્રતિ સહૃદયતા દાખવવી જ જીવનનું સાચું લક્ષણ છે .--યજુર્વેદ -(૩૬ ;૧૮ )
શુદ્ધતા સ્વસ્થ જીવન માટે  નિતાંત આવશ્યક છે -અથર્વ વેદ -(૧૨-૧-૫૨ )
*   શ્રોતાની બુદ્ધિમાં જ્ઞાનરૂપી બાગ વિના પ્રયાસે આબાદ થાય છે -વેદ 
*   સરમુખત્યારોને તોપ જેટલી જ બીક પુસ્તકોની લાગે છે -હેરી ગોલ્ડન  
*   સારા લેખકનું પ્રથમ કર્તવ્ય પોતાના દેશ હિતને  ઉવેખવાનું છે (એટલે કે એણે માનવજાત  સમ્રગ ને કંઠે  
   લગાવવાની  છે.) -- બ્રેન્ડન બેહાન 
*   મને એમ લાગે છે કે કલા સર્જન માટે વિપુલ નિસર્ગદત્ત શક્તિઓ અને તેના ધરાવનારની  અત્યંત લાક્ષણિક
   છટા ,એ બે મળે ત્યારે પ્રતિભાનું અવતરણ  થયું માની શકાય -આચાર્ય યશવંત  શુક્લ 
*   ચાર બુદ્ધ વિધાન(--૧)  જેઓ સંસ્કારી છે તેમના પ્રત્યે મૈત્રી ભાવ રાખો (૨).જેઓ વૈભવશાલી તેમના તરફ 
   મુદિતા કેળવો (૩)જેઓ દુઃખી છે તેના તિરસ્કાર ,કંટાળા ને બદલે કરુણા દાખવો .(૪)-દૃષ્ટ વૃતિવાળા 
   છે તેઓ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખો. -  ગૌતમ બુદ્ધ  
સ્વહિત નહિ પણ લાખોનું હિત જોતાં  કરે   તે સાચો ધર્મ -પ્રમુખ સ્વામી 
જે માણસને ખરી રીતે ખબર  છે કે તે કયાં જનાર છે ,એવી પ્રત્યેક વ્યક્તિને  રસ્તો -વાટચાલ કરવા આ આખું 
   જગત રસ્તાની બે બાજુ ઉભું રહે છે -ડેવિડ જોર્ડન 
દેશની માટી , દેશનું જળ  ,દેશની હવા ,દેશના ફળ સરસ બને ,પ્રભુ સરળ બને ...દેશના જંગલ સરળ  બને  
  ,દેશનું તન ,દેશનું મન,દેશના ભાઈ બહેન ,વિમલ બને,પ્રભુ વિમલ બને .-- રવીન્દ્ર નાથ ટાગોર 
*      ભૂમંડળ નું નિર્માણ ભગવાને માનવ માત્રની ભલાઈ ના ઉદ્દેશથી કર્યું છે.- ઉપનિષદ 
*   તે પિતા બુદ્ધિમાન  પિતા છે ,જેપોતાના સંતાનોને ઓળખે  (સમજે ) છે .- શેક્સપિયર 
-------------------------------------------------------જિતેન્દ્ર પાઢ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી