Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

19 April 2019

અખબાર અને સાહિત્ય એટલે સમાજ દેશ અને વિશ્વનું દર્પણ -જિતેન્દ્ર પાઢ.

વાત થઈ શકતી નથી બે દિલ થકી સાચું કહું અક્ષરે વંચાય છે
વિશ્વ મૈત્રી બાંધવા ના લક્ષ્ય થી નવાઆયામો હોંશથી મંડાય છે
વહેલી સવારે ખુશનુમા ,પ્રસન્ન વાતાવરણથી હર્ષ અનુભવું છું . મારુ હૃદય કહે છે -‘ ઊઠ ,જાગ મુસાફર ,ભોર ભઈ ;અબ ચૈન કહાં ,જો સોવત હે ‘ … વેદની એક ઋચા છે ; ઉઠો ! જાગોઅને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુંધી મંડ્યા રહો.આ વિચાર પણ એટલા માટે યાદ આવ્યો કે દરેક માનવીએ જીવનમાં ગતિ ,પ્રગતિ સાથે આગળ વધવાનું છે ,લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે તો સાથેસાથે સામાજિક ફરજો અદા કરવાની છે . જીવનમાં મોટો આનંદ લોક સંપર્ક સાથે જોડાઈને પ્રવૃતિમય બનવાનો છે ,લોકસેવા દ્વારા પ્રસન્નતતા પામવાનો છે .આ જોડાણ કરવાનું મોટું માધ્યમ એ અખબાર છે. સાહિત્ય છે . જોકે આ બંને માધ્યમ ભિન્નભિન્ન અસ્તિત્વ ધરાવતા હોવા છતાં એક બીજાને મૈત્રી નાતો છે .અહીં અખબાર માટે થોડી વાત કરવી છે. આમ તોઅખબાર પણ સાહિત્ય પ્રકાર જ ગણાય. મારે ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખી થોડી વાત કરવી છે.
વૈદિકકાળથી માનવીને કશુંક જાણવાની ,કશુંક મેળવવાનું અને કશુંક આપવું તે જિજ્ઞાસા સતત રહી છે .આંખ ,કાન ,નાક ,જીભ ,ત્વચા અને મન મારફતે શું છે તે સમજવું તેને જાણકારી -જ્ઞાન કહેવાય.માહિતી જાણકારી મેળવવા અર્થાત જ્ઞાન પ્રાપ્તિ માટે ઋષિ ,આચાર્યોએ મૌખિક પછી હસ્તપ્રત અને ધીમે ધીમે વિકાસ થતાં તેના પ્રકારો બદલાતા રહ્યા ,સંદેશો એ માહિતી આપવા કબૂતર ,ઘોડા ,બાઝ પક્ષી ,મુસાફરો ,પંડિતો ,ફકીર ,હજામ ખબરપત્રીના આવનજાવન વધ્યા ,વિશ્વનો પ્રથમ ખબરપત્રી તે નારદ ! માહિતી આપવાની અને પામવાની ઉત્સુકતાની યાત્રા સાથે આજે મુદ્રિત અને વીજાણુ ઉપકરણોના માધ્યમથી સમાચાર પત્ર ,વર્તમાનપત્ર ,છાપું ,અખબાર ,વૃત્તપત્ર વિવિધ નામો સાથે માહિતી પ્રચાર પ્રસારનું સશક્ત સાધન -‘News paper ‘ બન્યું છે . વ્યક્તિથી વિકસેલી સૃષ્ટિ સુધી જન માનસ ઉપર અખબારનો મોટો અને મહત્વનો પ્રભાવ રહ્યો છે. કારણ અખબાર વહેલી પરોઢે સમાચારો લઈને ઉદય પામતો સૂર્ય છે, જે સૂર્ય ભગવાન કરતા પહેલો ઉગે છે . સમાચારોનો ભંડાર અને માહિતી સાથે જ્ઞાન આપનાર સમાજનો તે ચોકિયાત છે .સમાજ અને અખબારનો સંબંધ ચામડી અને લોહી જેવો છે ; બીજી રીતે કહીએ તો એક સિક્કાની બે બાજુ છે. તેનો સમાજ સાથે નાતો હોવાથી જેમ્સ એલિસ તેને સમાજનું દર્પણ કહે છે. ભારતની લોકશાહીએ સંવિધાનમાં સંસદીય વ્યવસ્થા ,શાસન વ્યવસ્થા ,કાનૂન વ્યવસ્થા સાથે ત્રણેને જોડાનારા ચોથા સ્થંભ તરીકે સ્થાન આપ્યું છે .સરકાર ,પ્રજા ,સમાજ અને વિશ્વ સાથે જોડતો મૈત્રી પુલ અખબાર છે.
અખબારની વિરાટ શક્તિથી આપણે અજાણ છીએ એવું નથી પણ નજર અંદાઝથી આંખમિચોલી કરવાનું માનવીની આદત બની ગઈ છે .અખબાર દૈનિક છે કે અઠવાડિક ,પાક્ષિક માસિક ,અનિયતકાલીન ગમે તે હોય પણ તેનું મૂલ્ય એક સમાન છે . તેના સ્વરૂપ મુજબ તેની મર્યાદાઓ છે ,તેમાં ફાયદાઓ છે ,તેની ઉપયોગીતા છે ,કારણ કે અખબાર દરેકને ઉપયોગમાં આવે તેવું જરૂરત પુરી પાડતું કલ્પવૃક્ષ છે .સ્થાનિક અખબારનું મૂલ્ય છે ,તેમાં દૈનિક હોય તો તે વધુ સારીરીતે લોકવાણીનો બુલંદ પડઘો પડે શકે છે .
શાસ્ત્રોમાં હ્યું છે કે માતૃ પ્રેમ ,માતૃભૂમિ અને માતૃભાષાની તોલે બીજું કોઈ આવી ન શકે તેથી દરેક માનવીએ તેમાંથી ઋણમુક્ત થવા પોતાની ફરજ બજાવવી જોઈએ. ગુજરાતીકોમ જ્યાં જ્યાં વસે છે ત્યાં માદરે વતનને ભૂલતી નથી ,પોતાની માતૃભાષાને ભૂલતી નથી અને માતા સાથે લોહીનો નાતો હોવાથી તેનું વિસ્મરણ તો શક્ય નથી.ગુજરાતી માતૃભાષા વિશ્વ ખૂણે પણ ધબકતી રહે છે . એટલું જ નહિ વતન પ્રેમ અને માતૃભાષાને લગતા કાર્ય કરે જ્યાં અને જે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાઓ કરે છે તે વખતે તેને બિરદાવી ટકાવી રાખવાની દરેકની ફરજ બને છે . જેનાથી સંસ્કૃતિ ધબકે ,પરંપરા પથરાતી રહે અને ઇતિહાસ રચાતો રહે છે કોઈપણ ગુજરાતી બાંધવ સમાજની જાગૃતિ અને વિકાસની ભાવના સાથે , નિઃપક્ષપાતી કામ કરે ત્યારે તેને પગભર થવા ,પગભર કરવા ઉદારતાથી ઉરના કમાડ ખોલીને અંતરથી આવકાર આપીએ .વાંચન શિક્ષાએ સંસ્કારિતા છે ,જે અનેક ગુણો ખીલવે છે
તો અખબાર તેનો જ એક હિસ્સો હોવાથી અને સ્થાનિક સમાચારો ,વિશ્વની ખબર તેમજ ઉત્તમ વૈવિધ્યપૂર્ણ વાનગી ,લોક રસરુચિ જાળવવા જ્ઞાન આપવાનો પ્રયાસ થાય તેને વધાવી લઈને ઉષ્મા દાખવીએ .
આપણી ધન સંપત્તિ ,સમૃદ્ધિ સમયના વહેણમાં વહી જશે ,રહેશે માત્ર સંસ્કૃતિ ,ઇતિહાસ અને ચીર સ્થાઈ સ્મારકો ,અખબારો , સાહિત્ય અને વડવાઓની વારસાગત સ્મૃતિ … ભાવિ પેઢી માટે વારસાને સાચવવાની જવાબદારી હર પ્રજાને છે .પ્રજા માત્ર ઇતિહાસને જ યાદ નથી રાખતી પણ વાત કરે ત્યારે સારા નરસા બંને પાસાની તારતમ્ય બુદ્ધિ પૂર્વકની તુલના કરે છે . આવી કસોટીમાંથી પર ઉતારવા સારા ,સ્વચ્છ , પ્રેરણાત્મક ,આશવંત ,તટસ્થ અખબારની સમાજને જરૂર હોય છે . જેમાં લેખો ,સમાચારો તાજી બાતમીઓ ,ઉપયોગી ,કલ્યાણકારી માનવસેવાની પ્રવૃતિઓના આલેખો સાથે પ્રાસંગિક વાતો ,આપણા પર્વો ,તહેવારોના મહત્ત્વ, બાળકો ,મહિલાઓ અને આબાલ વૃદ્ધોના વાંચનથી સભર હોયછે તેથી ગુજરાતીઓ ,તેમજ ગુજરાતી ભાષિક ચાહકો ને ઘેર ઘેર., કાર્યાલયો ,સ્થાનિક સંસ્થાઓ અને ઈન્ટરનેટ માધ્યમે વિશ્વની સફર કરી છે . ” જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં ગૂંજે ગૂર્જરભાષી નાદ ગુજરાતી અખબાર, સામાયિક ,પુસ્તકો અને સાહિત્ય વંચાય ,વસાવાય અને ગુજરાતી ભાષાને જીવંત ,સંવર્ધિત કરવાના પ્રયાસ થતાં રહે તેવા અમારા ઓરતાઓથી અમારી છાતી ધબકે છે . બધા પ્રકારોમાં અખબાર એ રોજિંદા સંસારી વ્યવહારોના પ્રારંભ પહેલાં ટેબલ ઉપર ચા ની ચુસ્કી સાથે સ્થાન પામ્યું હોઈ તે દરેક ને પોતપોતાની ભાષાનો આદર સહેજે સરળ બન્યો છે ,મર્યાદાઓ ,મૂલ્યો અને વાસ્તવિક પરિસ્થિતિઓ વચ્ચે ,નિયમબદ્ધ અખબાર પણ સિદ્ધાંતિક ધારા ધોરણો સાથે ઘણીવાર પોતાની હદ ,સીમા મૂકીને પૈસા રળવા ગેરરીતિઓ અપનાવે છે ત્યારે પ્રજા તેને ફગાવી દેતાં અચકાતી નથી . જો અખબારી પ્રતિષ્ઠા માલિકે પ્રાપ્ત કરી તેને ટકાવવી હશે તો જનતાની રુચિ ,તેની માગ અને તેની જરૂરિયાતોને સમજવી આવશ્યક બને છે .
અખબાર ખ્યાતિ અને બદનામી વચ્ચે ઝીલાતી અભિવ્યક્તિ છે,અખબાર ટીક ,નિંદા અને વિરોધીસુર નીડરતાથી રજુ કરે તેવી વાચક અપેક્ષા રહેવાની , સનસનાટી ,ઉત્તેજક ખબરો ,ગપસપ, ખુશામતખોરી ,”ટેબલ ન્યુઝ,”અપપ્રચાર ,કાલ્પનિક વાતો અને ખોટી માહિતી આજનો વાચક તરત પારખી લે છે . ખપત વધે એટલે ચાહત વધી એમ પણ ન મનાય . મોટા અખબારો સરકારી ટેક્સમાંથી બચવા ,સરકારી કોટાના પેપેર નો દુરુપયોગ સાથે અવનવી સ્કીમના નામે વધુ પડતી પ્રતો જે રદ્દી ભાવમાં જાય છે તેવી મોટી સંખ્યા પોતાના ખપતની લોકપ્રિયતા હોવાનો જુઠ્ઠો દાવો કરે છે . પીળી પત્રકારિતા સમાજનો માટે શત્રુ છે .સંશોધન એ ખોજ પત્રકારિતા છે અને તારતમ્ય સાથે લેખાજોખા ન થાય તો કૌભાંડો બહાર આવતા નથી , અને નેતા ગણ સાથે સાઠગાંઠ કરતા ઉદ્યોગપતિઓ ને છુટ્ટો દોર મળે છે .અખબાર બેધારી તલવાર છે ,તેમ છતાં તે સમાજનું દર્પણ છે એ વાત નકારી ના શકાય
આજે કોમ્પ્યુટર ,મોબાઈલ ,ટીવી ,લેપટોપ ,આઇપેડ ,ઇલોક્ટ્રોનિક્સ વિવિધ ઉપકરણો ,ઉપગ્રહો સાથીને નિકટતાથી ”દુનિયા કરેલો મુઠ્ઠી મેં ‘ ગુજરાતી સપૂતનો જય ઘોષ સાર્થક થયો છે અને ઘરબેઠા ગંગાની જેમ અખબારો અને સાહિત્ય સ્થાનિક સીમાડા વટાવીને વિશ્વમાં પ્રસરી રહ્યા છે , તેનો વ્યાપ વધ્યો. લોકો હોંશથી વાંચે છે ,ટીકા, અણગમતી વાતોનો તિરસ્કાર ,ગમતી વાતોની અંતરની ખુશી પણ છલકાવે છે ,ખબરોની નોંધ લઈ જગ સાથે કદમ મેળવવાની ખુશી વ્યક્ત કરે છે . હા, એવાત અમે સ્વીકારીએ કે ખરીદીને વાંચનારો વર્ગ ઘટતો જાય છે. પરંતુ લોકપ્રિયતા તો વધતી રહી છે . વિવિધભાષી અખબારો વચ્ચે ગુજરાતી ભાષાના અખબારો સાહિત્ય સ્વમાનભેર ટકે તે લક્ષ દરેક ગુજરાતીઓએ રાખવાનું છે. અંગ્રેજી માધ્યમ વપરાશ અને ઉપયોગીતા સામે ગુજરાતી માતૃભાષા ટકે અને જીવંત રહે તે માટે લોક જાગૃતિ કાજ જનઆંદોલન માર્ગ અપનાવવાના દિવસો આવ્યા છે
આ વાત ખાસ એટલા માટે કરીએ છી એ કે અખબાર એક સશક્ત માધ્યમ છે અને ધાર્યું નિશાન ટાંકે તેવું અસરકારક છે , તેથી જ મહાત્મા ગાંધીજી એ આફ્રિકામાંથી” ઇન્ડિયન ઓપિનિયન ” અખબાર શરૂ કરી વિરોધી અન્યાય સામે ન્યાય માંગ્યો ,ભારતમાં પણ પત્રકારિતાથી આઝાદી અપાવી ,અખબારો કાઢ્યા ,નવજીવન પ્રેસ ,ગુજરાત વિદ્યાપીઠ સ્થાપી ,લોકમાન્ય તિલકે પોતાના ‘કેસરી ‘અખબાર દ્વારા જનઆંદોલન લોકચેતના પ્રજ્વલ્લીત કરી આ તો માત્ર ઉદાહરણો છે
અખબાર ચલાવવું લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે ,એ લોક વાયકા સાચી માનીએ તો પણ વિકટ પરિસ્થિતિમાં અડગ બની ,ટકી સફળ થતા નથી એવું નથી ;ગુજરાતી ભાષાપ્રેમની વાત એટલા માટે કરું છું , કે ગુજરાતી પ્રત્યેનો લગાવ ,ચાહના , પ્રોત્સાહન અને અપનાપન ,આપુલકી ની આજના સમયમાં ખુબ આવશ્યકતા છે. હતાશ થઇ નાસીપાસ થવું ગુજરાતીને પાલવે નહિ ,આપણી પાસે લક્ષ્મી પુત્રો સાથે સરસ્વતી પુત્રો પણ છે ,સમાજ સેવકો છે ,રાજકારણીઓ છે અને ઠેરઠેર ગુજરાતી બાંધવો વસેલા છે -જરૂરત છે એકતાની ,જરૂરત છે સંગઠની ,જરૂરત છે એકમેક ની સમજની ,જરૂરત છે ,માતૃભાષણ અવાજ ને કોઈપણ માધ્યમે બુલંદ કરવાની અને ખંતીલા કલમવીરોને કલમ પકડી ગૌરવભેર , પુરુષાર્થી કરવાની , વ્યવસાયિકો ને ધન્ધો વધારવા પ્લેટફોર્મ આપવાની ,ધર્મ ને જાગ્રત રાખવાની મહિલાઓને સન્માન આપવાની ,યુવાનોના સ્વપ્નાઓ ને ખીલવવા માર્ગદર્શન આપવાની ગોઠવણ આ બધા કામો અખબારના માધ્યમે કરી શકાય ..તો સાહિત્ય પણ સમાજની વાતો ,પ્રવાસની વાતો જુદીજુદી વાનગીઓ સાથે દ્વારા ઇતિહાસ ઘડે છે અને સાહિત્યના નવા પ્રકારો તેમાં ઉમેરાય છે ,સામાજિક સેવામાં પ્રેરક ચિંતન મહત્વનો ભાગ ભજવે છે.સાહિત્ય અને અખબાર માનવજીવન સાથે અનન્ય સંબંધ પોત પોતાની રેખામાં રહીને જાળવી રહે છે એવો વૈશ્વિક મત સ્વીકારવો પડે.
સહિયારા સાથથી આપણે ગુજરાતી માતૃભાષાની પાલખી ઉપાડવાની છે ; હરીફાઈ સર્વત્ર છે ,અને હોવાની તેની જરૂર પણ છે, સ્પર્ધા માણસની અંગત શક્તિઓને પ્રગટ કરવાનો પડકાર છે અને સારું નથી ચાલતું તે અર્ધ સત્ય છે એવું અમારું માનવું છે. સાચી નિષ્ઠા ,ભાવનાની ,કદરદાની ક્યારે કંગાળ બનતી નથી ;કદરદાની તો એક બીજ છે ,જે પ્રેરણા આપી બીજાને સજીવ કરે છે ,નવજીવન બક્ષે છે .
આનંદ પાછળ પૈસો ખર્ચતી પેઢીએ માતૃભાષિક અખબાર માટે પોતાનું યોગદાન આપવું જોઈએ ,ઈશ્વરે માનવ જન્મ સાથે માતૃભાષાનું અવતરણ કરેલ છે ,જે મૃત્યુ પર્યન્ત સાથે છે ,તેથી ગુજરાતી ક્યારેય લુપ્ત નહિ થાય કે નહી ભુલાય , ઈચ્છો કે ન ઈચ્છો તો પણ અનિચ્છાએ તે વાણીની લઢણ બની સરકતા શબ્દોમાં વહેતી રહેશે . ગુજરાતી હોવાનું ગૌરવ એટલે જ માતૃભાષાનું સન્માન .
સૌનો સાથ સહુનો વિકાસની જેમ આપણે સહુ ભેગા મળી ગુજરાતી અખબારો સહીત તમામ સાહિત્યને સશક્ત ,માતબર અને લોકપ્રિય બનાવવા સાથ , હૂંફ ,વ્હાલ અને માવજતની જરૂર છે , અખબાર અને સાહિત્ય પ્રજાનાદની આહલેક છે. વિદેશી ચિંતકે કહ્યું છે કે ”બહુ સંખ્ય લોકો ના રસને જાણવો અને તેને ટકાવવો તે લોકપ્રિયતાનો માપદંડ છે ‘ ચાલો …લંબાવો તમારો હાથ મેળવીએ …! !
સમાચારપત્ર અને સાહિત્ય રોજ વાંચતા રહો ,બીજાની ખબર લેતા રહો … એ ભૂલતા નહિ ગુજરાતી લીપીબદ્ધ અક્ષરોમાં માતૃભૂમિની માટીની મહેક છે .
—————————————————- જિતેન્દ્ર પાઢ

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી