Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 October 2019

જીવનની જાગૃતિ અને મનની મહેક પ્રસરાવતો પર્વ એટલે દીપાવલી


જીવનની જાગૃતિ અને  મનની મહેક પ્રસરાવતો પર્વ એટલે દીપાવલી                            ----------------------------------------------------------------------------
            લાખ લાખ દીવડાં પ્રગટે ,તેજોમય ઉત્સવ આવ્યો આંગણે
           
સમૃદ્ધિનો વર્ષાવ થાયે ,લક્ષ્મી ઉમંગે પધારે આંગણે
         
દિવાળી -નવવર્ષનો ઉત્સવ ..  સંસ્કૃતિ સાચવીએ
         
ચાલો  મનાવીએ ઉત્સવ દિવાળી  એકમેક ને સહારે
 મારા અંગત મિત્રની આ પંક્તિઓ આજે મને યાદ આવે છે   ...માનવ ઉત્સવ પ્રિય છે .એકધારા યંત્રવત જીવનથી જીવન નિરસ  ,શુષ્કતા ન આવે , પણ પ્રકૃતિ ,ધર્મ ,પરંપરા ,સંસ્કૃતિથી માનવજીવન ઉત્સાહ અને આનંદથી ધબકતું રહે તે માટે ભારતીય સંસ્કૃતિમાંપર્વોનું  ,તહેવારોનું આયોજન કરવામાં આવ્યું છે.  પર્વો   એકતા ,સંગઠનઅને ભાઈચારાની  ભાવના ના બીજ રોપે  છે  ,તેથી દરેક પ્રાંત ,દેશમાં છે  એક
 યા બીજી  રીતે તેનું મહત્વ સ્વીકારાયું છે  .નવા વર્ષના આવકાર સાથે હિંદુ  પાંચ દિવસનું પર્વ  તે દિવાળી -નૂતન વર્ષ  .....!
ભારત તેમજ જ્યાં જ્યાં ભારતીય લોકો વસ્યા ત્યાં આ પર્વ પોતાની  સંસ્કૃતિ અને અસલિયત
સાથે આ તહેવાર ધામધૂમથી હરકોઈ મનાવે છે  .
                          ભારતીય સંસ્કૃતિનું ભવ્યાતીભવ્ય અને દેદીપ્યમાન  પર્વ એટલે દીપાવલી 
 દિવાળી એ તો પ્રકાશનું પર્વ   !!!   " તમસો  મા જયોતિર્ગમ્ય અર્થાત  અંધકારમાંથી  અમને પ્રકાશ તરફ દોરી જાવો "     ઉપનિષદ  મંત્ર છે  .   નવરાત્રી ના   હર્ષોલ્લાસ  અને નવ ચૈતન્ય બાદ ,શરદપૂર્ણિમા ની શીતળતા અનુભવ્યા બાદ રાસ ,ગરબાની રમઝટ બાદ ,પિતૃઓના  શ્રાદ્ધ તર્પણ આશીર્વાદ બાદ સતત પાંચ દિવસ આવતો દિવાળી નો તહેવાર આનંદ ,ઉમંગ અને ચેતનાનો  ત્રિવેણી સંગમ  છે  .વાઘ બારસ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી ,બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક
ઉત્સવ અને આનંદનું પર્વ  છે  .
                   દીપાવલી પર્વની શરૂઆત વાઘબારસથી થાય છે.આ ઉજવવાનો મુખ્ય હેતુ  આપણે શુરવીર અને બળવાન બનીએ  દિવસનો સંદેશ છે. બીજો  અર્થ    વાકઃ  બારસ -વાણીમાં વિવેક અને સત્યનું આચરણ કરવાનો સંકેત આપે છે ,વાણી ,શબ્દ દ્વારા કોઈને પણ મન દુઃખ ન થાય તે ધ્યાનમાં રાખવાનો ગર્ભિત અર્થ સૂચવે છે

ધનતેરસ  લક્ષ્મી પૂજનનો ભારે મહિમા છે.ગરીબ માણસથી લઈને તવંગર સુધીના બધા આ દિવસે
 લક્ષ્મી પૂજન કરે છે.પૌરાણિક દંતકથા અનુસાર લક્ષ્મીજીના મોટા બહેન દરિદ્રા જેણ
ખૂબ જ પ્રિય છે.તેમનાથી વિપરીત લક્ષ્મીજીનો સ્વભાવ છે તે જીવનમાં ઉજાસ અને ઐશ્વર્ય
લાવનારા છે કારતકી અમાસના દિવસે બંને બહેનો ગરુડ પર બેસીને જાય છે ત્યારે દરિદ્રતા
પોતાના ગરે ન આવે અને લક્ષ્મીજીનું આગમન થાય તે માટે ઘેર ઘેર દીપ પ્રગટાવવામાં આવે છે.
અર્થ  ધનને પંચામૃતથી ધોઈ અને પૂજા કરવાનો એવો  થાય છે.ધન ધોવાની સાથે આપણે મન નો
 મેલ પણ ધોઈ નાખવો જોઈએ. જેમ જીવનની અસ્મિતા માટે શૌર્ય અને પરાક્રમની જરૂર છે તેમ સ્વમાન પૂર્વક જીવવા માટે ધનની જરૂર છે.લક્ષ્મીનો જેટલો સદુપયોગ કરીએ તેટલી તે વધતી જાય છે.અને ખરાબ માર્ગે જતી હોય તો તે વ્યક્તિનું જલદી પતન થાય છે. વેપારી વર્ગ આ દિવસે ચોપડાની બંને બાજુ શુભ લાભ લખી  અને ચોપડા પૂજન કરે છે.
ધનતેરસ બાદ કાળીચૌદસ આવે છે સમગ્ર જીવમાત્રને મૃત્યુનો સૌથી મોટો ભય હોય છે.સ્મશાન
 એ મૃત્યુનું રહેઠાણ છે.ભૂત-પ્રેતમાં માનનારા મેલી વિદ્યાના ઉપાસકો આ દિવસે રાત્રે તાંત્રિક  સાધના
કરતાં હોય છે.વિકારો રુપી  આસુરી તત્વો પર વિજય હાંસલ કરી અને મનના ભૂત તથા શંકાની
ડાકણને બહાર કાઢવાનો સંદેશ આપે છે.ભગવાન કૃષ્ણે પણ આ દિવસે નર્કાસુરનો વધ કર્યો હતો .
 દિવાળી દીપકોનો તહેવાર છે.દીપાવલી શબ્દ મૂળ દિવડાની હારમાળા કે દીપમાળા પરથી આવ્યો છે.
દીવડો સ્વયં બળીને બીજાને પ્રકાશ આપવાની પ્રેરણા આપે છે દિવડાની હારમાળા પ્રગટાવીને આપણે
 ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ છીએ .. દિવાળી વિષે આપણા આદ્ય કવિ દલપતરામે ગાયું ………

દિવાળીના  દિવસોમાં ,ઘર ઘર દીવા થાય
ફટાકડા તો બહું ફૂટે ,બાળકો હરખાય
      હિંદુ ધર્મના આ માનીતા અને જાણીતા પર્વ દીપાવલીમાં બહારના દીવાઓની
હાર ( દીપાવલી )
 નો પ્રકાશ તો થાય જ છે એની સાથે આંતરિક એટલે કે આત્માના  પ્રકાશનો પણ આ તહેવાર છે.
દીપાવલી પછી  આવતું નવું વર્ષ(બેસતું વર્ષ)    આપણને રાગ-દ્વેષ,વેરભાવ,ઈર્ષા, વગેરે ભૂલી
પરસ્પર પ્રેમભાવ રાખી નવજીવન શરુ કરવાની પ્રેરણા આપે છે.એ સંકલ્પોમાં પ્રાણ પૂરી  જીવનને યશસ્વી બનાવવાનું સુચન કરે છે.  .ભાઈબીજ એ ભાઈ-બહેનના મિલનનું  અનોખું પર્વ છે.તેની એક દંતકથા પણ પ્રચલિત છે.એકવાર
યમુનાએ તેના ભાઈ યમને તેના ઘરે જમવા બોલાવ્યો.યમે ખુશ થઈને યમુનાને વરદાન
માગવા કહ્યું.યમરાજાએ વરદાન આપતા કહયું કે આ દિવસે જે વ્યક્તિ પોતાની બહેનના
ઘરે જમશે તેને હું પાપો અને દુષ્કર્મો થી મુક્ત કરી દઈશ.આ તહેવાર યમદ્વિતીયા તરીકે
પણ ઓળખાય છે.આ પર્વ દેશની દરેક  ભાઈ  બહેન યશસ્વી જીવન માટે પ્રાર્થના કરવા
 અને ભાઈ સફળતાના શિખરો સર કરે તેવી મંગલ કામના સેવવાનું સુચન કરે છે.
                દીપાવલી ને  પર્વોના મહારાજા નું પદ મળેલ છે .મનુષ્યના   જીવનનું અને સમયનું
 ચક્ર સદા ફરતું જ રહે છે, ફરતું જ રહે છે  .ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે .
એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.આપણા જીવનરૂપી કેલેન્ડરમાંથી  રોજ
એક એક પાનું ઓછું થતું જાય છે.મારા જીવન માંથી એક એક દિવસ કરતાં આખું વર્ષ પસાર
થઇ ગયું .વિતેલા વર્ષ માં “  ક્યા પાયા  ક્યા ખોયા  “                                                       “ Time and Tide wait  for none “
કરોડો રૂપિયા ખર્ચવા છતાં વીતેલી એક ક્ષણ પણ પાછી નથી મળતી .તેથી તો
ભજનીકો એ ગાયું છે કે
તારી એક એક પળ જાયે લાખ ની તું તો માળા રે જપી લે પ્રભુ નામની
Ø  સમયનો સદુપયોગ કરનાર જીવન જીવી જાય છે. .તેથી આત્માનંદજી જેવા સંત કહે છે આપણને મળેલ મનુષ્યભવ અને ધર્મની અનુકુળતાઓ અબજો વર્ષોમાં મળવા દુર્લભ છે.ભગવાન મહાવીર સ્વામી ,ગૌતમસ્વામી જેવા પણ કહેતા કે સમય માત્ર  નો પણ પ્રમાદ ન કર.સોસીયલ મીડિયા અને
ટેક્નોલોજીના આ ઝડપી યુગ માં દેશ દેશ વચ્ચેનું  અંતર ઘટ્યું છે પણ માનવ માનવ વચ્ચેનું અંતર વધ્યું
છે.માનવ જીવનમાંથી ભાવજીવન ખલાસ થઇ ગયું છે.માણસ ,માણસ સિવાય બધાને પ્રેમ કરે છે.મોબાઈલ નો બંધાણી માનવ સતત ચેટ અને નેટ પર મંડ્યો રહે છે.  એક ઉપકરણ બંધ થઇ જવાથી આપણે ધુઆ-પુઆ થઇ જઈએ છીએ.
         તો જીવતું ,ધબકતું શરીરરૂપી ઉપકરણ જે ભગવાને આપણને આપ્યું છે તેની વર્ષભર તકેદારી રાખી                 છે ખરી.?
Ø  વર્ષભરનું રીચાર્જ કરવાનો દિવસ એટલે દીપાવલી .
Ø  ગત વર્ષે લીધેલા સંકલ્પો પૂર્ણ કર્યા કે નહી  તેનો સરવાળો માંડવાનો દિવસ એટલે દીપાવલી
.Ø  વેપારીઓ આ દિવસે નફા-ખોટનો ભૌતિક હિસાબ કરશે .પણ આપણે આપણાં જીવનનો હિસાબ માંડશું  ખરા?
Ø 
સેવા-પરોપકાર અને સદ્ગુણોની વૃદ્ધિ કરી ખરી?વૃત્તિ ને કેટલી સુધારી?
Ø 
ઘરની સફાઈ  તો ખૂબ કરી પણ આત્મામાં કામ,ક્રોધ,લોભ,મોહ.મદ,મત્સર,દુર્ગુણો રુપી
 
કચરાનો ઢગ દૂર કર્યો ખરો? વ્યવહાર ના ચોપડામાં શુભ-લાભ ઘણા અંકિત કર્યા.હવે
 
જિંદગીના ચોપડામાં શુભ-લાભ અંકિત કરીએ,સરવાળો માંડીએ .
ઇતની શક્તિ હ મે દેના  દાતા,મન કાં વિશ્વાસ કમ જોર હો ના.
              દિવાળીનું જે પ્રાચીન કાળમાં મહત્વ હતું તે  ધીમે ધીમે અર્વાચીનકાળમાં લુપ્ત થતું દેખાય છે .
દિવાળી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આપણે સાઉથ,સિંગાપુર,સાઉદી જેવી ટ્રીપ
મારવા ઘરનીબહાર તાળાબંધી કરી ફરવા નીકળી જઈએ છીએ. આપણા ઘરનું તાળું બંધ જોઈને
લક્ષ્મીજી ક્યાંથીપ્રવેશ કરે.આમ ,આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ અને બોલાવીએ આહ્વાન કરીએ અને આવા ઉજળા સપરમા  દિવસો માં ઘર આપણે બંધ  ન રાખીએ .નવી પેઢી માટે સાચવવા જેવું કઈ
હોયતો તે માત્ર આપણા ઉત્સવો નો વારસો .એટલે કોઈપણ હિંદુ સંસ્કૃતિના માણસોએ આ પાંચ-
 દિવસોમાં ધર બંધ ન રાખવું જોઈએ અને તે સમયે બહાર જવાની પ્રથા બંધ કરવી જોઈએ.આપણી
 સંસ્કૃતિને આપણે નહી સાચવીએ તો બીજો કોઈ સાચવવાનો નથી.આવું ભવ્ય ઉજવાતું પર્વ બીજા
કોઈની પાસે નથી આ બધાનો ઉદ્દેશ બધા એકબીજાને હળે-મળે ,આપણી સંસ્કૃતિ સચવાય ,અને
એકબીજાનો વિકાસ કરે.એ આ પર્વનું  મહાત્મ્ય છેઅંતરમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીશું ત્યારે જ દીપાવલીની  સાચી  ઉજવણી સાર્થક ગણાશે. આ તહેવાર પ્રેરણા આપેછે કે
જ્યોત સે જ્યોત જલાતે ચલો....પ્રેમ કી ગંગા બહાતે ચલો,
 
રાહ મેં આયે કોઈ દીન દુખી,સબકો ગલે સે લગાતે ચલો , “

      નૂતન વર્ષે આપ સર્વે ની જ્યોત સદાય પ્રજવલિત,ઉજ્વલિત રહે ,આપણું
જીવનપુષ્પ  સદાય ખીલતું રહે અને આપણા જીવનમાં સત્કર્મોનો સરવાળો
,દુર્ગુણોની બાદબાકી, ગુણોનો ગુણાકાર અને વેરઝેરનો ભાગાકાર થાય તેવી
ભાવના સહ નવા વર્ષના નુતન વર્ષાભિનંદન .
--------------------------------------------------------------------------------------------------------------------------
અરવિંદ કે.પટેલ/ મુકામ ;-ડેભારી  ;તાલુકો -વીરપુર  , જિલ્લો- મહીસાગર -
ગુજરાત  (ભારત (

                                              patelarvind101@gmail.com ફોન નંબર -  +91 9824787928        +919429841404

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી