Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 October 2019

વિચાર વૈભવ


વિચાર વૈભવ                            અરવિંદ કે.પટેલ
માનવ કલ્યાણ માટે શહાદત
-------------------------------
અમેરિકાના એક મહાન વૈજ્ઞાનિક ગોલ્ડબર્ગર ! તેઓએ એક્વાર મહા ભયાનક અને ચેપી ગણાતા પેલાગ્રા રોગ અંગે સંશોધન હાથ ધર્યું.
એ જાણતા હતા કે આ રોગને કારણે શરીર પરની ચામડી ઉતરી જાય અને ઘણાખરા કિસ્સામાં આવા રોગીને ઉન્માદ નો વ્યાધિ પણ લાગુ પડે છે.
આ રોગ ને વધારે ઉંડાણપૂર્વક ચકાસવા અને તે ચેપી છે કે કેમ તેનો અભ્યાસ કરવા એમણે પોતાની જાત પર જ એના પ્રયોગો ચાલુ કર્યા.એ જાણતા કે આમ કરવાથી પોતાના જીવ ને જોખમ છે,એ સારી રીતે જાણતા હતા. તેમ છતા તેઓ મક્કમ થઇ ને પોતાની જાત પર જ પ્રયોગો ચાલુ કર્યા.એમણે આના માટે આ રોગથી પિડાતા એક વ્યક્તિનું લોહી ઇંજેકશન દ્વારા પોતાના શરીરમાં દાખલ કર્યું અને તેના પરિણામ સ્વરુપ તેઓનું મૃત્યુ થયું.એમના એક દાક્તરે એમને મૃત્યુ ના આગલા દિવસે કહ્યું હતું : ડૉ,ગોલ્ડબર્ગર !તમે આ એક ખોટુ સાહસ કરી બેઠા છો ,એમ તમને હવે નથી લાગતું? ‘‘આને તમે ખોટું સાહસ કેમ કહો છો? ‘‘તમે આ રોગની ભયાનકતા જાણોછો . એ રોગથી મૃત્યુ થાય છે તેની પણ તમને ખબર છે, આમ છતાં તમે આવા રોગીનું લોહી તમારા શરીરમાં કેમ દાખલ કર્યું ? ‘
     
ડૉ . ગોલ્ડબર્ગરે જવાબ આપતા કહ્યું : મિત્ર ! માનવજાત ને આવા મહાભયાનક રોગથી બચાવવા કોઇ એકનું મરણ થાય તો ડરવાનું શા  માટે ?’ આમ કરવાથી જો માનવજાતનું કલ્યાણ થાય તો મારુ જીવન સાર્થક થયુ એમ ગણાય. માનવકલ્યાણ માટે વહોરેલી એમની આ તે કેવી શહાદત  !
  પળ.બળ,કળઅનેછળસફળતાનાંચારસ્થંભ 
-----------------------------------------------------------
       
જીવનમાં અનેક વખતે માનવી ને પરિસ્થિતિ,સંજોગ,રોગ ,દુઃખ,આફત વગેરે દ્વંદો સામે કરવો પડે છે અને વિજય  મેળવવો પડે ,જેને લોકો સફ્ળતાનું નામ આપે છે.સફળતા પામવાના અનેક રસ્તાઓ, માર્ગો અને સંકેતો અનુભવીઓ,  શિક્ષા,ઉપદેશ અને ધંધાકીય ઉદ્દેશ સાથે આપણ ને સદીઓથી આપતાં આવ્યા છે ;એનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ ઝંખે છે ,જેથી પોતે ,સંતાનોઅને પરિવાર સ્વસ્થતાથી જીવન વિતાવી શકે.આપણાં શાસ્ત્રો કહે છે जीवो जीवस्य जीवनम् //જગતમાં દરેકનું જીવન બીજા  જીવને આધારે જ ચાલે છે -
             
માનવી નું સતત પળે પળ ઇચ્છિત કે અનિચ્છિત બનાવો સાથે ઝઝૂમવું પડે છે,-જાત પર વિશ્વાસ મૂકી સાવચેતી રહે તો તે હળવાશ સાથે ધારેલી  સફળતા પામી શકે;પળ -સેકન્ડ  હાથમાંથી રેતી ની જેમ સરકી છે ,વાયુ જેમ વહી જાય છે તેથી તેનું સુયોગ સંકલન અને તેનો ઉપયોગ જરૂરી, સમય ને સાચવો,સમય તમને સાચવશે છે એ વાત ધ્યાનમાં રાખીએ 24કલાક માં વધઘટ થવાની નથી. તમારે જ સમય સુચકતા સાથે બાંધછોડ  કરવાની  છે સમય ના સદુપયોગ માટે દાનત રાખવાની છે. શેક્સપીયરે  સરસ વાત કહી છે કે  આપણી દાનત ચમત્કારિક રીતે આપણો સ્વભાવ બની જાય છે.'-સમય ,શબ્દ ને અવસર પાછાં આવતા નથી,તેથી સમય પછી અવસર પળ તકને સાચવવાની છે .ભીતરમાં શક્તિનો સાગર છે ,બળ ની શક્તિનો અંદાઝ આપણ ને નથી ;   મન તો તમારું કૌવત,તાકાત તમારા પરાક્રમ ને પડકારો આપે છે અને તેમાંથી સામર્થ્ય પ્રગટે છે.બળ ત્રણ પ્રકારના છે  સહજ બળ ,જે શરીર અને મનથકી મળે છે,જેને કુદરતી પણ કહી શકાય;બીજું કાળ કૃત બળ છે, જે અવસ્થામાંથી પ્રસંગોપાત જાગે છે  અને ત્રીજું યુક્તિ કૃત બળ છે - જે  તમને વ્યાયામ,કસરત દ્વારા મેળવી શકાયછે .ગાંધી ગીતામાં કહ્યું છે ' એ બળ રાક્ષસી શરીર મેળવવામાં નથી,પણ મનની મજબુતીમા ,આત્માની ઓળખમાં ,મોત પ્રત્યેની  નીડરતામાં રહેલું છે  ' અર્થાત બળ મન ને મજબુત કરે છે,માનસિક,શારીરિક શક્તિનું જ્ઞાન થતાં મનોબળ દૃઢ કરી સામર્થ્યવાન બનાવે છે . ક્યારેક બળથી જે કામ ન થાય તે કળ વાપરી કરવું પડે ;આ કળ એટલે આવડત ,સૂઝ,ગતાગમ ,ચાલાકી ,જ્ઞાન દુઃખમાંથી મુક્તિ મેળવવાની સમજણ  જીવનમાં જે કાંઈ સારું ,ઉપયોગી શીખ્યા તેનો વાપર એટલે કળ अनुभवम् ज्ञानं //અનુભવ ગુણોની ખાણ કહેવાય છે .બેકનનામનો ચિંતક જ્ઞાન જ શક્તિ છે.મહાભારતમાં હજારો વર્ષ પહેલાં લખ્યું છે -तस्मात् ज्ञानमयो भवः //તું જ્ઞાની બન.અનુભવ જ્ઞાન આપે છે જે કળ રૂપે મદદરૂપ બને છે .જીવનમાં મોકા ની પળે જે સાચું બતાવે છે તે જ્ઞાન છે ;પરંતુ દરેક પ્રસંગે જ્ઞાન કામ આવે નહીં એ વાત ધ્યાનમાં રાખવી પડે જયાં બળ ,કળ કામ ન લાગે અને કોઈ શુભ હેતુથી છળથી  કામ કરવું પડે તેમ લાગે તો છળ કરવું તે દોષ નથી -શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં રથનાં પૈંડા ઉપયોગ શસ્ત્ર તરીકે કરી વાત સમજાવી  છે .છળ કરવું તે તો આખરી ઈલાજ  છે ;બીજા નું અહિત કરવાં ,બદલોલેવા કે વૈર ભાવનાથી કરેલું છળ તે દુર્ગુણ ગણાય .
                             
પળ,બળ,કળ ને છળ  ઉચિત ઉપયોગ અને સમજદારી જીવનમાં અતિ આવશ્યક છે;  વિજયી થવાના 4 આધાર સ્થંભ છે ; તેનાથી  સફળતા અચૂક મળે છે.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી