Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

G.K.
હેડકી આવે ત્યારે પાણી શા માટે પીવાનું?

  આપણે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે
કો ઈને પણ હેડકી આવે એટલે તરત એવું બોલાય કે, જરૃર કોઈ યાદ કરતું લાગે છે. આપણે ત્યાં હેડકી આવવાની પ્રક્રિયાને આ રીતે કોઈ યાદ આવવાની વાત સાથે જોડી દેવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિક તથ્ય એ છે કે હેડકી આવે તેની સાથે કોઈની યાદ આવવાનો સંબંધ નથી હોતો. એ તો ફક્ત એક તુક્કો છે કે હેડકી આવતાં આપણે વિચારવા લાગીએ કે, આપણને કોણ યાદ કરતું હશે? એમ વિચારવાની સાથે આપણું ધ્યાન બીજે દોરાઈ જાય છે. વાસ્તવમાં હેડકી આવવા પાછળનું વિજ્ઞાન સમજાઈ જાય તો હેડકીને રોકવાના ઉપાય પણ તરત જ મળી આવે છે. આપણે જે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જોકે આ પ્રક્રિયામાં ક્યારેક ગરબડ ત્યારે થાય છે જ્યારે શ્વાસ લેતી વખતે છાતી અને પેટ વચ્ચે આવેલો આ પડદો વધારે હલવા માંડે છે તેને આપણે સાદી ભાષામાં હેડકી આવી એવું કહીએ છીએ.
ક્યારેક ફટાફટ જમતી વખતે, તો ક્યારેક વધારે પડતું તીખું ખવાઈ જાય એ વખતે પણ હેડકી આવતી હોય છે.
હેડકી આવતી બંધ કરવા તમે ઘણા ઉપાયો અપનાવી શકો. જેમ કે, પાણી પી લેવું, થોડીક સેકન્ડ માટે શ્વાસ રોકવો, ફુગ્ગો ફુલાવવો અથવા તો ખાંડ ખાઈ લેવી વગેરે. સામાન્ય રીતે હેડકી આવતાં ધીરે ધીરે પાણી પીવામાં આવે તો આ પડદો ફરી પાછો પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે અને હેડકી આવતી બંધ થઈ જાય છે. તો મિત્રો, તમે હવે એ વૈજ્ઞાનિક કારણ સમજી ગયા ને કે, હેડકી આવવાનો અર્થ એ નથી કે તમને કોઈ યાદ કરી રહ્યું છે અને હા. જો કોઈ ઉપચાર કરવા છતાં હેડકી આવતી બંધ ન થતી હોય અથવા સતત હેડકી આવતી હોય તો ડોક્ટરને મળવું જ જોઈએ.

 એરકન્ડિશનર કેવી રીતે કામ કરે છે?

 એરકન્ડિશનર રેફ્રિજરેટરને મળતું આવતું ઉપકરણ છે. ફ્રિજ માત્ર ધાતુના બોક્સને અંદરથી ઠંડું રાખે છે તો એસી આખા રૂમની હવાને ઠંડી કરીને શીતળતા બક્ષે છે. રેફ્રિજરેટરમાં ફળફળાદી અને ખાવાની ચીજો ઠંડી થાય છે. જ્યારે એરકન્ડિશનર આખા રૂમને ઠંડો કરે છે. પણ તમને તરત પ્રશ્ન થઈ શકે, એસીમાં એવું તે શું છે કે તે હવાને ઠંડી કરી શકે છે? એરકન્ડિશનરમાં ફ્રેઓન નામનું પ્રવાહી વપરાય છે. એરકન્ડિશનરમાં રહેલા પંખા દ્વારા રૂમની ઉષ્ણ ભેજવાળી હવા આ કોઇલ ઉપર ફેંકાય છે. ફ્રેઓનનું વરાળમાં રૂપાંતર થાય છે. આ વરાળ હવામાંથી ગરમી શોષી લે છે, તેથી કોઇલ ઠંડી પડે છે. જેમ પરસેવાથી તમને ઠંડક લાગે છે. એવી રીતે એરકન્ડિશનર ઠંડક ફેલાવે છે. કોઇલ ઠંડી પડતાં ઠંડી હવા ગરમ હવા જેટલું પાણી સંગ્રહી નથી શકતી. કોઇલની હવા ઠંડી અને સૂકી થાય છે. પંખા દ્વારા આ હવા રૂમમાં જાય છે અને રૂમમાં ઠંડક થાય છે.

ટપકીને એકઠું થયેલું પાણી બીજી એક કોઇલ હોટ કન્ડેન્સર કોઇલમાં જાય છે. આ કોઇલ ઘરની બહાર પાણીનું હવામાં રૂપાંતર કરે છે. ફ્રેઓનને કારણે બાષ્પ ફરીથી શોષાઈ જાય છે. તેને કોમ્પ્રેસરમાં સખત દબાણ હેઠળ રાખવામાં આવે છે અને ફરીથી પ્રવાહીમાં બદલવામાં આવે છે અને ફરીથી તે કોઇલમાં જવા તૈયાર થઈ જાય છે.


વરસાદ પછી ઈન્દ્રધનુષ કેમ દેખાય છે ? 


N.D
આકાશમા ઈન્દ્રધનુષનુ બનવુ વરસાદના નાના ટીપાઓની કમાલ છે. વરસાદના દિવસોમાં વરસાદના ટીપા પ્રિજ્મનુ કામ કરે છે. ઈન્દ્રધનુષ બનવાનો સિંધ્ધાંત એ છે કે જ્યાએ પ્રકાશ એક માધ્યમથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે થોડો નમી જાય છે. એક નાનકડા ટીપામાં બે બાજુ હોય છે. જ્યરે સૂર્યનો પ્રકાશ ટીપાની અંદર પ્રવેશે છે તો પહેલી બાજુએ અથડાઈને એ થોડો નમી જાય છે. એ તો આપણે જાણીએ જ છીએ કે સૂર્યપ્રકાશના સાત રંગ હોય છે, તેથી રંગનુ બંડલ વરસાદના ટીપાંમાં પ્રવેશ્યા પછી જુદુ જુદા રંગ પોત-પોતાની રીતે નમે છે અને સાતે રંગ દેખાય છે. અને ફરી જ્યારે જુદા-જુદા રંગ બીજી બાજુથી બહાર નીકળે છે તો ફરીથી થોડા નમી જાય છે અને એક રંગનો એક પટ્ટો બીજાથી જુદો પડી જાય છે. આ રીતે બેવાર નમવાને કારણે રંગીન ધનુષ જેવી આક્ર્તિ આકાશમાં જોવા મળે છે, જેને આપણે ઈન્દ્રધનુષ કહીયે છીએ. લાલ રંગનો પ્રકાશ ઓછો નમે છે અને તેથી એ ઈન્દ્રધનુષમાં સૌથી ઉપર દેખાય છે, જ્યારે કે ભૂરા રંગનો પ્રકાશ સૌથી વધુ નમે છે તેથી એ સૌથી નીચે દેખાય છે. 


 જરા વાંચી જૂઓ

(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત તરબૂચ તોલવા તૂટ્યો.
(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.
(11)મોરેશીયસની મીશીમીશા માખીએ મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.
(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.
(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસબગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.
(14)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.

 કોનામાં શું છે?

માતામાં- મમતા 
બાળકમાં- જીજ્ઞાસા
માનવીમાં- માનવતા
વિધાર્થીમાં- ખંત
મિત્રમાં- વફાદારી
કવિમાં- કલ્પના
માલિકમાં- દયા
શિક્ષકમા-સ્વમાન
લેખકમાં- નવીનતા
કલાકારમાં- ધૂન
ન્યાયાધીશમાં-ઇન્સાફ


ધરતીકંપ કેમ આવે છે?

અચાનક ટેબલ પર મૂકેલી વસ્તુઓ ધ્રૂજવા લાગે, મકાનોની દીવાલ-છત હલવા માંડે, જમીન જાણે હાલતી દેખાય, આપણે સ્થિર ઊભા રહી ન શકીએ, એનો અર્થ શું? એનો અર્થ એ કે ધરતીકંપ આવ્યો છે. આપણા દેશમાં તાજેતરમાં અનેક પ્રદેશોને ધરતીકંપે ધ્રુજાવ્યા છે ત્યારે આજે આપણે ધરતીકંપનું વિજ્ઞાન સમજીએ.
પૃથ્વીના પેટાળમાં રહેલી જુદી જુદી પ્લેટો વચ્ચે ઘર્ષણ થાય અને પ્રચંડ માત્રામાં ઊર્જા છૂટી પડે છે ત્યારે ધરતીકંપ સર્જાતો હોય છે. પ્લેટ શબ્દ વાંચીને નવાઈ લાગીને! પ્લેટ એટલે સમતળ જમીનનો અમુક ભાગ. આવા જુદા જુદા ભાગો એકબીજા સાથે જોડાઈને, એકબીજા પર ગોઠવાઈને આખું પડ તૈયાર કરે છે. આ પડ એટલે જમીનના જુદા જુદા સ્તર. દુનિયામાં ઘણા વિનાશક ધરતીકંપ આવતા રહે છે. તેની પાછળનું કારણ આવી પ્લેટ એકબીજા સાથે અથડાય, ઘર્ષણ પામે એ છે. ઘર્ષણને પરિણામે ઊર્જા ઉત્પન્ન થાય છે, જે તરંગસ્વરૂપે જમીનની સપાટી સુધી પહોંચે છે અને ધરતીકંપ આવે છે. ધરા ધ્રૂજવા લાગે છે અને દરેક વસ્તુ સંતુલન ગુમાવી બેસે છે.
ટૂંકમાં, ધરતીકંપ આવવા માટે જમીન અંદરની પ્લેટ્સ જવાબદાર છે. જે વિસ્તારમાં આ પ્લેટ્સ ઘર્ષણ પામે છે તેને ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને જે જગ્યાએથી આ પ્લેટ્સના તરંગો આકાર લે છે તેને ધરતીકંપનું એપિસેન્ટર એટલે કે કેન્દ્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જે સ્થળેથી પહેલી વાર પ્લેટ્સ સરકી હોય તેને હાઈપોસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ફોલ્ટને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.
રિવર્સ ફોલ્ટઃ જ્યારે બે પ્લેટ્સ ઘર્ષણ પામે અને એક પ્લેટ બીજી પ્લેટ પર ચડી જાય તેને રિવર્સ ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
નોર્મલ ફોલ્ટઃ જ્યારે બે પ્લેટ એકબીજાની જગ્યાએથી થોડી ખસે અને તરંગો ઉત્પન્ન થાય.
લેટરલ ફોલ્ટઃ જ્યારે બે પ્લેટ એકબીજાની સાથે અથડાય અને તરંગો ઉત્પન્ન થાય.
પ્લેટ્સ અથડાવાને કારણે જે તરંગો ઉત્પન્ન થાય છે તેને ‘સિસ્મિક વેવ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ તરંગોની ઝડપ અને તેમનામાં રહેલી ઊર્જા પર ધરતીકંપની તીવ્રતા નોંધાય છે. ધરતીકંપની તીવ્રતાને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. કેટલીક વાર ધરતીકંપને કારણે જમીનના પેટાળમાંથી જ્વાળામુખી ફાટી નીકળે છે, તો કેટલીક વાર દરિયામાં તરંગો અસર કરે ત્યારે ત્સુનામી આવે છે. વર્ષ દરમિયાન પૃથ્વીના પેટાળમાં તો આવી ધરતીકંપીય ગતિવિધિઓ ચાલતી જ રહે છે, પરંતુ તેમની તીવ્રતા વત્તાઓછા પ્રમાણમાં હોય છે. વિશ્વમાં સૌથી વધુ જોખમી પ્લેટ્સ પેસિફિક પ્લેટ અને ઉત્તર અમેરિકન પ્લેટને માનવામાં આવે છે. આ પ્લેટ્સ વચ્ચે વારંવાર ઘર્ષણ થતું રહે છે અને નાની-મોટી તીવ્રતા ધરાવતા ધરતીકંપો આવતા રહે છે. આ પ્લેટ્સ જ્યાં ઘર્ષણ પામે એ વિસ્તાર એટલે કે ફોલ્ટને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી