Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

MALAVA JEVA MANAS

મળવા જેવા માણસ – પી.કે. દાવડા

P. K. Davda
         મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો. પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો. પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતા આવડતું. ૧૯૪૧ માં પાંચ વર્ષની વયે મને નજીકની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો હતો.
        અમારૂં ઘર, મુંબઈના વિક્ટોરિયા ડોકથી માત્ર ૨૦૦ મીટર દૂર હતું. ૧૪મી એપ્રીલ, ૧૯૪૪ ના વિકટોરિયા ડોકમાં થયેલા બોંબના ધડાકામાં અમારી જીંદગી બદલાઈ ગઈ. પ્રભુ કૃપાએ અમારૂં આખું કુટુંબ હેમ-ખેમ બચી ગયું, બીજા અનેક કુટુંબોએ સ્વજનો ગુમાવેલા. બસ શરીર ઉપર પહેરેલા કપડા સિવાય બીજું બધું આગમાં સ્વાહ થઈ ગયું, મકાનની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો. તે સમયની અંગ્રેજ સરકારે થોડા દિવસમાં જ દરેક કુટુંબની ચોકસી કરી તેમને વાજબી વળતર આપ્યું. અમે મુલુંડ નામના દૂરના પરામાં રહેવા ગયા. આ એક નાનકડું ગામડું હતું અને એમા અંગ્રેજી કે ગુજરાતી શાળા ન હતી, એટલે મને ઘાટકોપર નામના બીજા એક પરાની ગુજરાતી શાળામાં દાખલ કર્યો. ટ્રેનમાં મુલુંડથી ઘાટકોપર વીસ મીનિટ લાગતી. મને શાળામાં લઈ જવા અને ઘરે લાવવા એક નોકરનો બંદોબસ્ત કરેલો. મેં ત્રણ વર્ષ અંગ્રેજી શાળામાં અભ્યાસ કરેલો, એટલે મને ગુજરાતી શાળાને અનુકૂળ બનાવવા પ્રાઈવેટ ટ્યુશનની પણ વ્યવસ્થા કરેલી. ચોથા ધોરણમાં આવ્યા પછી બધું વ્યવસ્થિત થઈ ગયુ.
       આઠમા ધોરણથી મેં શાળાની પ્રવૃતિઓમાં વધારે ઉત્સાહથી ભાગ લેવાનું શરૂ કર્યું. દશમા ધોરણમાં હું Captain of the School ચૂંટાયો અને શાળામાં પહેલીવાર ઊનાળાની રજાઓમાં બાળકોને રજડપાટમાંથી બચાવવા વિવિધલક્ષી “ગ્રીષ્મ પ્રવૃતિ”નું આયોજન કર્યું. આ પ્રવૃતિને લીધે મને સારી પ્રસિધ્ધી મળી. આ દરમ્યાન જ મને માઈક હાથમાં લઈ લોકોને સંબોધવાની પ્રેક્ટીસ થઈ.
        ૧૯૫૩ માં S.S.C. પરિક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને મુંબઈની ખાલસા કોલેજમાં Science Branch માં દાખલ થયો. ઈંટર સાયન્સમાં પુરતા માર્કસ ન મળવાથી મને મુંબઈ કે મહારાષ્ટ્રની બાકીની ત્રણ એંજીનીઅરીંગ કોલેજોમાં એડમીશન ન મળ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં Faculty of Technology & Engineering માં સિવીલ એંજીનીઅરીંગમાં એડમીશન લીધું. પ્રથમ ત્રણ વર્ષ ફર્સ્ટ ક્લાસ અને છેલ્લા વર્ષમાં ડીસ્ટીંક્શન સાથે, યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવી, ૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી મેળવી, ભણતર પૂરૂં કર્યું.
         ૧૯૫૩ થી ૧૯૬૧ નો સમય ગાળો મારા માટે ખૂબ જ પ્રતિકૂળ હતો. ૧૯૫૩ માં મારા બાપુજીને ધંધામાં ન પૂરી શકાય એટલું મોટું નુકશાન થયું (આજના હિસાબે ત્રીસ કરોડ રૂપિયા), એમની પેઢીએ દેવાળું કાઢ્યું. જાહોજલાલીવાળું અમારૂં કુટુંબ રાતોરાત ગરીબ થઇ ગયું. જાહોજલાલીના સમયમાં મારી બાએ સારા એવા ઘરેણાં કરાવેલા. આ ઘરેણાં વેંચીને આઠ વર્ષ સુધી કુટુંબનું ભરણપોષણ ચાલ્યું. મારૂં મેટ્રીક પછીનું શિક્ષણ અતિ ગરીબીમાં થયું. છેલ્લા વર્ષની છેલ્લી ટર્મની ફી ભરવા મારે મિત્રની મદદ લેવી પડેલી. ૧૯૫૩ પહેલા અને ૧૯૬૧ પછી મને આવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.
         ૧૯૬૧ થી ૧૯૭૧ સુધી મુંબઈની ખૂબ જ જાણીતી કંપની Larsen & Toubro Ltd. ના Construction વિભાગ Engineering Construction Corporation માં નોકરી કરી. અહીં મને વિશાળ કદના ઓદ્યોગિક પ્રોજેકટસનાં બાંધકામનો અનુભવ મળ્યો. બાંધકામમાં આંતર-રાષ્ટ્રીય કક્ષાની ટેકનિક્સ શિખવાના મોકા સાથે આ કંપનીના આંતર-રાષ્ટ્રીય ભાગીદારો, જાપાની, ઈટાલીઅન, જર્મન, સ્વીસ અને અમેરિકન એંજીનીઅરો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ૧૯૬૪ માં જ્યારે ભારતમાં પહેલીવાર જ PERT/CPM વિષય દાખલ કરવા PERT ના શોધક ચાર્લસ જોન્સ અને CPM ના શોધક ડો. સ્ટીવ ડીંબીકી ભારત આવેલા ત્યારે National Institute of Industrial Engineering (NITIE) એ આખા દેશમાંથી માત્ર ૧૮ જણને વિવિધ ક્ષેત્ર(રેલ્વે, એરલાઇન્સ, સ્ટીલ ઉદ્યોગ, માઈન્સ, કનસ્ટ્રક્શન વગેરે) માંથી ટ્રેનિંગ માટે પસંદ કરેલા, તેમાં મારી પસંદગી થઈ હતી.
pkdavda_1     ૧૯૭૦ માં મારા લગ્ન એક હોમિયોપેથી ડોકટર ચંદ્ર્લેખા સાથે થયા. નોકરીમાં અનેક શહેરોમાં બદલી થતી, એમાંથી બચવા અને એક જ શહેરમા સ્થાયી થવા મેં ૧૯૭૨માં Larsen & Toubro Ltd. માંથી રાજીનામું આપ્યું અને P.K.DAVDA, Counsulting Structural Engineer નામ રાખી, સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતના ત્રણ ચાર વર્ષ કઠણાઈઓ ભોગવી પણ પછી ખૂબ જ સફળતા મળી. ૧૯૭૭ માં Govt. of India ની Ministry of Finance તરફથી મને પ્રોપર્ટીના વેલ્યુઅર તરીકેનું લાઈસેંસ મળ્યું. ૧૯૮૫ સુધી Structural Engineer  અને Valuer બન્ને વિભાગોમાં કામ સંભાળ્યું. ૧૯૮૫ માં Structural Engineer તરીકેની પ્રેકટીસ બંધ કરી. ૧૯૯૪ માં મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો, ૧૯૯૮માં મારી દિકરી પણ વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ. ૨૦૦૦ માં મેં વેલ્યુઅર તરીકેની પ્રક્ટીસ પણ બંધ કરી, નિવૃતિ લીધી.
       મારી પ્રોફેશનલ પ્રેકટીસ દરમ્યાન મેં Hospitals, Schools, Religious Places વગેરેને વિના વળતરે સેવાઓ આપેલી જેને લીધે મારા Social Contacts નો વ્યાપ વધ્યો હતો.
         દિકરો M.S.(Computer Science) અને દિકરી Ph.D.(Pharmacy-PK/PD) કરી અમેરિકામાં જ સ્થાયી થઈ ગયા. ચારેક વાર હું અને મારી પત્ની બાળકોને મળવા અમેરિકા ફરી ગયા. બાળકો પણ દર વર્ષે ભારત આવી અમને મળી જતા. આખરે ૭૬ વર્ષની વયે આ ફેરા હવે નહિં ફાવે સમજી ૨૦૧૨ ના જાન્યુઆરીમાં કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા.
         ૧૯૫૩મા શાળા છોડ્યા પછી, ગુજરાતીમાં એકપણ નિબંધ, લેખ, વાર્તા કે કવિતા લખેલા નહિં. જાન્યુઆરી ૨૦૧૦ મા કોમપ્યુટરમા ગુજરાતી ફોન્ટની પ્રેક્ટીસ કરવા રમત રમતમા “ઘર બેઠે ગિરધારી” નામે એક કવિતા લખી. લગભગ એ જ ગાળામા, મને બ્લોગ એટલે શું એની  જાણ થઈ હતી, એટલે મેં શરૂઆત કરવા, આ કવિતા “રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશ શાહને મોકલી આપી. એમણે એ ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના “રીડ ગુજરાતી”મા મુકી. સરસ કોમેંટ્સ મળ્યા. બસ થઈ ગઈ યાત્રાની શરૂઆત.
        આ સમયગાળા દરમ્યાન, સર્ફીંગ કરતાં કરતાં મને શ્રી ભરત સૂચકના “ગુજરાતિ”, “બ્લોગની જાણ થઈ.  હું જેમ જેમ લખતો ગયો તેમ તેમ  લેખ અને કવિતા આ બ્લોગમાં મૂકવાનું શરૂ કર્યું. જાતે જ પોસ્ટ મૂકવાની સગવડ હોવાથી મને આ બ્લોગ વધારે માફક આવ્યો. મોટા ભાગના લખાણોને સારા પ્રતિભાવ મળવા લાવ્યા. આ બ્લોગને લીધે મારી બ્લોગ મૈત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસાવરકર), શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલ, બહેન પારૂ કૃષ્ણકાન્ત અને બહેન સીમા દવે સાથે થઈ. જોત જોતાંમા ૧૫૦ પોસ્ટ થઈ ગઈ. કેટલાક લેખ અને કાવ્યો અન્ય લોકએ પોતાના બ્લોગમાં રીબ્લોગ કર્યા.  જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યારી ૨૦૧૨ સુધી મુંબઈથી લેખ અને કવિતા ગુજરાતી બ્લોગમા મૂકતો રહ્યો. મારા બ્લોગના કોઈપણ બે લખાણ ના વિષયમા ક્યાંયે દૂર દૂરનો પણ સંબંધ ન હતો. મનમા આવે એ વિષય પર, મનમા આવે તે લખતો. કંઈ પણ પ્લાનીંગ નહિં, કંઈ પણ એડીટીંગ નહિં. લોકોના પ્રતિભાવ પરથી સમજાઈ  જતું કે મેં કેવું લખ્યું છે. મારા બધા જ લખાણ મારા જીવનમાં જોયેલી, અનુભવેલી, સાંભળેલી અને સમજેલી ઘટનાઓ પર આધારિત હતા. કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એ વાતનું હું ખાસ ધ્યાન રાખતો.
           કેટલાક મિત્રો મારૂં નામ પૂછે છે. મારૂં નામ પુરૂષોત્તમ છે, પણ શાળાના સમયથી જ મારા શિક્ષકો અને મિત્રો “પીકે” કહીને બોલાવતા. આજે મને પુરૂષોત્તમ નામે ભાગ્યે જ કોઈ ઓળખે છે એટલે મેં મારી ઓળખ જાળવવા “પીકે દાવડા” ચાલુ રાખ્યું. ૧૯૬૧ પછી, હું એંજીનીઅર હોવાથી, મારી બીજી ઓળખ “દાવડા સાહેબ” તરીકે બની, જે પહેલી ઓળખ કરતાં પણ વધારે પ્રચલિત છે. હવે તો મારી આ ઓળખ મેં પણ સહજપણે સ્વીકારી લીધી છે.
         ૨૦૧૨ના જન્યુઆરીમા હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. અહીંથી પણ મેં બ્લોગ્સ માટે લખાવાનું ચાલુ રાખ્યું. અહીં આવ્યા બાદ મારા બ્લોગ મિત્રોમા થોડી વ્યક્તિઓનો ઉમેરો થયો. આમાના લગભગ બધા જ બ્લોગ જગતમા ખૂબ જાણીતા છે. “અક્ષરનાદ” ના શ્રી જીગ્નેશ અધ્યારૂ, “ગદ્યસૂર” અને બીજા અનેક બ્લોગ્સના સંચાલક શ્રી સુરેશ જાની, “વિલિયમ્સ ટેલ્સ” ના શ્રી વલીભાઈ મુશા, “આકાશ દીપ” ના શ્રી રમેશ પટેલ, “ચંદ્ર પુકાર”ના ડો. ચંદ્રવદન મિસ્ત્રી, “વિનોદ વિહાર” ના શ્રી વિનોદભાઈ પટેલ, “હાસ્ય દરબાર” ના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, “વિજય નું ચિંતન જગત” ના શ્રી વિજય શાહ, “શબ્દોનું સર્જન” ના બહેન પ્રજ્ઞા દાદભાવાલા, “Net-ગુર્જરી”ના શ્રી જુગલકિશોર વ્યાસ, અને “નિરવ રવે”ના બહેન પ્રજ્ઞા વ્યાસ. આ બધા મહાનુભવોએ મને ખૂબ ઉત્સાહ આપી લખવાનું ચાલુ રાખવા પ્રેર્યો છે, નહિં તો કદાચ થાકી જઈ ને મેં બ્લોગ્સમા લખવાનું બંધ કર્યું હોત.
          બ્લોગ્સે મને નિવૃત્તિમા પ્રવૃતિ પૂરી પાડી છે. અમેરિકામા મારી એકલતા દૂર કરવાનું માધ્યમ આપ્યું છે. ભારત, અમેરિકા, યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીઆ, આફ્રીકા અને મિડલ ઈસ્ટના લોકો સાથે સંપર્ક કરાવ્યો છે. અનેક લોકો મને માનથી  દાવડા સાહેબ કહી સંબોધે છે. જીવનના ૭૯ મા વર્ષમા આનાથી વિશેષ જોઈએ પણ શું?
-પી. કે. દાવડા
પીકે આમ પરિચય તો બનાવે જ છે; પણ તેમના લેખો પણ નેટ ઉપર વિવિધ જગ્યાઓએ વિખરાયેલા પડ્યા છે; જેની એક જ લિન્ક આપવી શક્ય નથી. પણ તેમણે થોડાક ચિંતનાત્મક, પ્રવચન- વિડિયો પણ બનાવ્યા છે ; જેમાંનો એક આ રહ્યો.
———————-
આ માણસ છે મળવા જેવો
આપ ભલેને હોવ ગમે તે,
એય નથી કંઈ જેવો તેવો. 
આખાબોલો,સાચા બોલો
આ માણસ છે મળવા જેવો
ક્યારેક કહે, હું છું એંજીનીયર,
થાતો ક્યારેક અખાની જેવો,
ક્યારેક વતનનો પ્રેમી થઈને
વતનપ્રેમના ગીતો  ગાતો,
ક્યારેક થાતો કલાપી જેવો, 
આ માણસ  છે મળવા જેવો
વાતે  વાતે  ફતવા  કાઢે,
કહે લોકો તું આવો  કેવો ?
પછી કહે છે એ રૂવાબથી 
હું તો  છું એવો  ને  એવો.
આ માણસ છે મળવા જેવો.
દર્પણ  દેખાડે છે ઘડપણ 
સૌ પૂછે   છે :  ‘સારું છે ને ?’
“પીકે”   હસીને  ઉત્તર દેતો, 
હું ય નથી હારી જાઉં તેવો
આ માણસ છે મળવા જેવો
 -પ્રજ્ઞા દાદભાવાળા

 1.  કુમારપાળ દેસાઇ, Kumarpal Desai


kumarpal_-desai_2.jpg” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ,  એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”
– ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક  લેખમાંથી – ગુજરાત સમાચાર
______________________________________________________________________________
જન્મ
 • 30- ઓગસ્ટ, 1942. (રાણપુર)
 • વતન – સાયલા (જિ.સુરેન્દ્રનગર)  
કુટુમ્બ
 • પિતા –  બાલાભાઇ વીરચંદ દેસાઇ ( જયભિખ્ખુ ) ;  માતા –  જયાબહેન
 • પત્ની –   પ્રતિમા ;  સંતાનો –   કૌશલ, નીરવ    
અભ્યાસ
 • 1963– બી.એ.(ગુજરાતી અને સંસ્કૃત સાથે ) અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી
 • 1965 – એમ.એ.;  ગુજરાત યુનિ.
 • 1977  – પી.એચ.ડી. ;  ગુજરાત યુનિ.
વ્યવસાય
 • 1965 – 1983 ગુજરાતીના અધ્યાપક,  નવગુજરાત કૉલેજ
 • 1983 થી ગુજ. યુનિ. ભાષાભવનમાં વ્યાખ્યાતા, રીડર અને છેલ્લે યુનિ. ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન
 • પત્રકારત્વનું અધ્યાપન
જીવન ઝરમર
 • જીવન ઘડતરમાં મહત્વનો ફાળો સફળ અને અત્યંત લોકપ્રિય લેખક પિતાનો અને નાનપણમાં જ ગાંધીજીની વાતો કહેનાર માતાનો
 • ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, દુલા ભાયા કાગ વિ. સમર્થ સાહિત્યકારોનું સાન્નિધ્ય શૈશવકાળથી જ સાંપડ્યું હતું
 • ‘આનંદઘન- એક અધ્યયન’ – પી.એચ. ડી. નો વિષય
 • તેમના માર્ગદર્શન હેઠળ દસ વિદ્યાર્થીઓએ પી.એચ. ડી. ની પદવી મેળવી છે.
 • લેખન આરંભ –   પ્રથમ લેખ 11 વર્ષની ઉંમરે પ્રગટ થયો.
 • પ્રથમ પુસ્તક ‘વતન,તારાં રતન’ કૉલેજકાળ દરમિયાન પ્રગટ થયું
 • 1962 – કોલમ લેખન શરું થયું
 • અહિંસા અંગેના કાર્યક્રમો – શાકાહાર અંગે સંપાદનો/પ્રકાશનો/સેમિનારો/પ્રવચનો તથા પ્રચારના ૧૦ કાર્યોમાં ભાગીદારી
 • ગંગાબા તથા મોહિનાબા કન્યા વિદ્યાલયોમાં જૈનધર્મ વિષયક અભ્યાસક્રમોના આયોજનોમાં ફાળો
 • ઈન્સ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના મુખ્ય કાર્યકર્તા
 • ‘જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મુખ્ય સંચાલક  
 • આંતર્ રાષ્ટ્રિય ક્ષેત્રે કામગીરી
  • 1984 – પહેલી વખત યુ.કે.તથા યુ.એસ.એ.ગયા. 
  • 1986 – પહેલી વખત અમેરીકામાં લોસ એંજેલસ ગયા ; ત્યાર બાદ વિદેશ-પ્રવાસ –  28
  • ઇંસ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના ભારતના કો-ઓર્ડિનેટર;  તેના દ્વારા થતી જૈન વાચનમાળાના અભ્યાસક્રમોના આયોજક;  જુદી જુદી ૨૮ સંસ્થાઓમાં ઉચ્ચ પદે રહીને સેવાઓ
  • (w.w.f.)ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડનબરો પ્રિંસ ફિલિપને ‘સ્ટેટમૅંટ ઑન નેચર’પ્રસ્તુત કરનાર મંડળમાં
  • 1993 –  પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, શિકાગોમાં વક્તા
  • 1994 – પોપ જોન પોલ ની મુલાકાત લેનાર પ્રતિનિધિ મંડળમાં જૈન ધર્મના અગ્રણી તરીકે
  • નાઇરોબીની સ્કૂલોમાં જૈન ધર્મ વિષયક કામગીરી
  • હાર્પર કૉલિન્સ પ્રકાશિત ‘તત્વાર્થ સૂત્ર’ના મંડળમાં સભ્ય
  • નામદાર પોપ  જ્હોન પૉલ(૨)ને મળનાર પ્રથમ જૈનમંડળના સભ્ય
  • પિટ્સ્બર્ગ અને ટોરોંટો માં  જૈન સંસ્થાઓ તરફથી એવોર્ડ                                                            
  • દેશ-વિદેશમાં વિવિધ વિષયો પરનાં વ્યાખ્યાનો – 37
  • “જૈના”ના કન્વેન્શનમાં કી-નોટસ્પીકર
  • કેપટાઉનમાં યોજાએલ ‘પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં વક્તા અને ભારતના સંયોજક.
 • કૉલમ લેખન
  • ગુજરાત સમાચારમાં રમત જગતની – ‘રમતનું મેદાન’ ; ઐતિહાસિક કથાઓ –   “ઈંટ અને ઈમારત”; અને જીવનકથાઓની – ‘ઝાકળ બન્યું મોતી’  બહુજ વંચાતી કોલમો ; એકલા ‘ઇંટ અને ઇમારત’, ‘આકાશની ઓળખ’, અને ‘પારિજાતનો સંવાદ’  માં પ્રસિધ્ધ થયેલા લેખો જ પુસ્તકાકારે પ્રસિધ્ધ કરવામાં આવે તો સો એક ગ્રંથો થાય !
  • 1970 થી –  ગુજરાત ટાઇમ્સ (નડિયાદ)માં “પાંદડું અને પિરામિડ”
 • ગુજરાત વિશ્વકોશ  ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેની સાથે જોડાયેલા છે.
 • અનુકંપા ટ્રસ્ટ , વિદ્યાવિકાસ ટ્રસ્ટ, મહાવીર માનવ કલ્યાણકેન્દ્ર  વિ, માં સક્રીય કામગીરી
 • વર્તમાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
પ્રદાન
 • જીવન ચરિત્ર લેખન, રમત ગમત અને જૈન ધર્મનું સાહિત્યમાં  ખાસ  પ્રદાન 
 • જીવન ચરિત્રો- 19 ; બાળસાહિત્ય – 17;  ચિંતન સાહિત્ય – 16 ; સંશોધનાત્મક – 7 ; પ્રૌઢ સાહિત્ય – 4; વિવેચન – 4 ; વાર્તા સંગ્રહો – 3 ; સંપાદનો- 9 ;  તત્વજ્ઞાન – 1 ; પત્રકારત્વ – 1; અનુવાદ – 1 ;  હિન્દી-અંગ્રેજી પુસ્તકો – 14
મૂખ્ય રચનાઓ      
 • પત્રકારત્વ – અખબારી લેખન+, સાહિત્ય અને પત્રકારત્વ
 • રમત ગમત – અપંગનાં ઓજસ+ , ભારતીય ક્રિકેટરો, ક્રિકેટ રમતાં શીખો
 • ચરિત્ર – મહામાનવ શાસ્ત્રી, સી.કે.નાયડુ , ભગવાન ઋષભદેવ, ફિરાક ગોરખપુરી વિ.
 • વાર્તા –   એકાંતે કોલાહલ,  સુવર્ણમૃગ, મોતના સમંદરનો મરજીવો, અગમ પિયાલો, લોખંડી દાદાજી વિ.
 • નિબંધ – ઝાકળ બન્યું મોતી, માનવતાની મહેંક, તૃષા અને તૃપ્તિ, જીવનનું અમૃત વિ.
 • વિવેચન – શબ્દ સન્નિધિ, શબ્દ સમીપ, ભાવ્ન વિભાવન વિ.
 • સંપાદન –  જયભિખ્ખુ સ્મૃતિ ગ્રંથ, દુલા કાગ સ્મૃતિગ્રંથ, ગુજરાત ટાઇમ્સના વિશેષાંકો આનંદઘન વિ.
 • સંશોધન – ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વિ.
 • ધાર્મિક -જ્ઞાનવિમલ સૂરિ કૃત ‘સ્તબક’ , વાચક મેરૂસુંદર કૃત બાલાવબોધ વિ.
 • બાળસાહિત્ય -લાલ ગુલાબ+ , ડાહ્યો ડમરો+, કેડે કટારી  ખભે ઢાલ + , મોતને હાથ તાળી + , હૈયું નાનું હિમ્મત મોટી + , ઢોલ વાગે ઢમાઢમ, ચાલો પશુઓની દુનિયામાં વિ.
 • પ્રૌઢશિક્ષણ સાહિત્ય – મોતીની માળા
 • અંગ્રેજી – Non Violance, Forgiveness, Stories from Jainism etc.
                                                  kumarpal_-desai_padmashri.jpg
સન્માન
 • 1989 – બ્રિટનની ૧૭ જૈન સંસ્થાઓ દ્વારા હેમચન્દ્રાચાર્ય ઍવોર્ડ  
 • 2000 – સંસ્કૃતિ સંવર્ધન ઍવોર્ડ
 • 2000 –  નાનુભાઇ સુરતી ફાઉન્ડેશન દ્વારા મિલેનિયમ ઍવોર્ડ
 • 2001 –  ‘જૈન રત્ન’ ઍવોર્ડ
 • હરિ ૐ આશ્રમ એવોર્ડ, હેમચંદ્રાચાર્ય એવોર્ડ
 • 2004  – ભારત સરકાર તરફથી પદ્મશ્રી 
 • ગુજરાત સાહિત્ય સભા ધ.કા.ગાંધી સુવર્ણચંદ્રક
 • +  કુલ ૩૩ સન્માનો/પારિતોષિકો/ચન્દ્રકો.
સાભાર
 • મુકુન્દ પ્રા. શાહ
 • ગુજરાત સમાચાર , નેટ પ્રકાશન
 • જૈન સેન્ટર ઓફ અમેરીકા, ન્યુયોર્ક

    3.  ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani


  નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
  ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;
  જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
  ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”
  “જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
  પીધો કસુંબીનો રંગ;
  મન મોર બની થનગાટ કરે   –  ૧  –  ;  –  ૨  –  ; અહીં સાંભળો
  – યુગવંદના
  ______________________________
  તેમના પુત્રોએ બનાવેલ વેબ સાઈટ
  Meghani
  આ ચિત્ર પર ક્લિક કરો.
  જન્મ
  • 28 ઓગસ્ટ 1896; ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)
  • વતન : બગસરા( જિ: અમરેલી)
  અવસાન
  • 9 માર્ચ 1947
  કુટુમ્બ 
  • માતા – ધોળીમા, પિતા – કાળીદાસ
  • ભાઇઓ –  લાલચંદ, પ્રભાશંકર
  • પત્ની લગ્ન 1) દમયન્તી  1922 2) ચિત્રાદેવી  1934
  • સંતાન – પુત્રી  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
  અભ્યાસ
  • મેટ્રિક 1912
  • બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર
  વ્યવસાય
  • 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર
  • 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં
  • 1936-45 ફુલછાબમાં તંત્રી
  જીવન ઝરમર
  • 1930– સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ  સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થના કાવ્ય ગાયું
  • સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું
  • 1931– ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને  છેલ્લો કટોરો કાવ્ય લખ્યું
  • 1933– રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન
  • 1941– શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં
  • 1946– ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
  કોઇનો લાડકવાયો
  કોઇનો લાડકવાયો
  રચનાઓ
  • કાવ્યસંગ્રહ -6
  • નવલકથા-13
  • નવલિકા સંગ્રહ  7
  • નાટક ગ્રંથ- 4
  • લોકકથા સંગ્રહ 13
  • લોકસાહિત્ય  વિવેચન/ સંશોધન  9
  • સાહિત્ય વિવેચન  3
  •  જીવન ચરિત્ર- 13; ઇતિહાસ  6
  મુખ્ય રચનાઓ
  • તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
  સન્માન
  • 1929  રણજિતરામ સુવર્ણ ચંદ્રક
  • 1946  મહીડા પારિતોષિક
  સાભાર
  • ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

   મળવા જેવા માણસ – અનિલ ચાવડા

   anil_chavda      અનિલભાઈનો જન્મ ૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો હતો. એમના પિતા માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા હતા અને માતા નિરક્ષર. અનિલભાઈના જન્મ સમયે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેમના માતા-પિતા ખેતમજૂરી કરી જીવન ગુજારતા રહ્યા. કોઈ વાર ગામમાં મજૂરી ન મળે તો બીજા ગામમાં જઈ મજૂરી કરવી પડતી,આ સમય દરમ્યાન કોઈના ઢોર બાંધવાની ગમાણમાં કે ગામના બસસ્ટોપમાં પણ સૂઈ રહેવું પડતું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આવું જીવન વ્યતિત કરવું પડતું.
         આવી કારમી ગરીબીમાં પણ અનિલભાઈના માતા-પિતાએ નિશ્ચય કર્યો કે અમારે અમારા દીકરાને ભણાવવો છે, જેથી એણે અમારા જેવું જીવન વ્યતિત ન કરવું પડે. સંજોગો અનુસાર અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ અલગ અલગ ગામમાં, અલગ અલગ શાળાઓમાં થયું. કેટલાંક વરસ એમને બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યે થોડી પણ અરૂચિ દર્શાવે ત્યારે એમના માતા એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે ભણીશ નહિં તો જિંદગીભર અમારી જેમ મજૂરી કરીશ. અનેક કઠણાઈઓ વેઠી,અનિલભાઈએ ૨૦૦૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી.અગિયારમું અને બારમું ધોરણ એમણે અમદાવાદની બે અલગ અલગ શાળાઓમાં ભણી ૨૦૦૨માં H.S.C.ની પરીક્ષા પાસ કરી. આ સમય દરમ્યાન વેકેશનોમાં મજૂરી કરી શાળાના ખર્ચ જેટલું કમાઈ લેતા. ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાંથી B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ૨૦૦૭માં M.A.ની ડીગ્રી મેળવી. ૨૦૦૮માંB.Ed.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૯માં એમણે ખાનપુરની ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝ્મનો કોર્ષ કરી અભ્યાસની સમાપ્તિ કરી.
         આ અભ્યાસકાળ દરમ્યાન પણ ૨૦૦૫-0૬થી અનિલભાઈ નવભારત સાહિત્ય મંદિરમાં નોકરીએ લાગી ગયેલા. આજે પણ તેઓ ત્યાં જ નોકરી કરી રહ્યા છે.      
         અનિલભાઈના લગ્ન ૨૦૧૧માં, રંજનબહેન સાથે થયા હતા.આજે દંપતીને એક પુત્ર છે.
   anil_chavda_2
         અભ્યાસ દરમ્યાનના કપરા સમય દરમ્યાન પણ મા સરસ્વતીની એમના ઉપર કૃપા હતી. બહુ નાની ઉંમરથી તેઓ સાહિત્યસર્જન કરતા રહ્યા અને કવિતા લખવાનો આ શોખ એટલી હદે હતો કે એમનો એક મિત્ર પોતાની પત્નીને મોકલવાનો પત્ર એમની પાસે લખાવવા આવતો તો એમા પણ કવિતા લખી નાખતા. એમને પોતાને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયેલું ત્યારે એને જે પત્ર લખતા એમાં પણ કવિતા તો ખરી જ. અમદાવાદમાં મળતી બુધસભા, જે ધીરુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અને આજે પણ નિયમિત ચાલે છે તેમાં, અને શનિસભા, જે ચિનુ મોદી દ્વારા ચલાવવામાં આવતી હતી, જે આજે બંધ છે, તેમાં, જ્યાં ચિનુ મોદી, ધીરુ પરીખ, લાભશંકર ઠાકર, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, શોભિત દેસાઈ અને અનિલ જોષી જેવા નામાંકિત કવિઓ પણ આવતા, તેમાં અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ વગેરે યુવાન કવિઓ આવતા, જેમાં અનિલ ચાવડા પણ પોતાની કવિતાઓ રજૂ કરતા રહેતા.
          આજે ત્રીસ વર્ષની નાની વયે પણ એમના સાહિત્યસર્જનના વ્યાપને લીધે, સાંપ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં તેમની હાજરીની નોંધ લેવાય છે. તાજેતરમાં એમને એમના ગઝલસંગ્રહ ‘સવાર લઈને’ માટે સાહિત્ય અકાદમી – દિલ્લી દ્વારા ગુજરાતી ભાષા માટેનો ‘યુવા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૦ માં એમને ગુજરાત સરકારનો ‘યુવાગૌરવ પુરસ્કાર’ સાંપડ્યો અને તે જ વર્ષમાં I.N.T. ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા અપાતો ‘શયદાએવોર્ડ’ પણ તેમને અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૧૨-૨૦૧૩નું‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’ મેળવનાર અનિલભાઈએ ગદ્યસ્વરૂપોમાં કલમ અજમાવી, પ્રસિદ્ધ વાર્તામાસિક ‘મમતા’સંચાલિત વાર્તાસ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે.હાલમા ‘સંદેશ’ અખબારમાં તેમની કટાર ‘મનનીમોસમ’ પ્રગટ થઈ રહી છે.
   anil_chavda_3
   (યુવા ગૌરવ પુરસ્કાર)
        એમનું સર્જન કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. એમના સાહિત્યમાં યોગદાનનો અંદાઝ આપું તો એમનો એક કાવ્યસંગ્રહ, એક લઘુવાર્તાઓનો સંગ્રહ અને એક નિબંધસંગ્રહ પ્રસિદ્ધ થયા છે. એક સહિયારું કાવ્યસંગ્રહનું પુસ્તક અને પાંચ સંપાદનોનાં પુસ્તકો પણ છપાઈ ચૂક્યાં છે. એ ઉપરાંત એમણે ૧૯ પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે.
        પોતાનાં કાવ્યસર્જન વિશે અનિલભાઈ કહે છે, “કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો,અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી.”
           સાહિત્યસર્જનમાં એમની વિશેષ પહેચાન ગઝલકાર તરીકેની છે. અનિલભાઈ કહે છે, “ગઝલ મારા ભાવોને, મારા વિચારોને,મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે.” એમની કવિતાઓમાં પ્રકૃતિનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. આ અંગે તેઓ કહે છે, “પ્રકૃતિ સાથે નાનપણમાં જીવ્યો છું. જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.”
        વર્તમાનપત્રોમાં કોલમ લખવા માટે નિખાલસતાથી કહે છે, “લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવાથી મને પૈસા મળે છે. જે મારી જરૃરિયાત પણ છે.”
       એમનાં લખાણોની તમારે ખરેખરી મજા માણવી હોય તો તમારે……
   anil_chavda_4
   આ ચિત્ર પર ક્લિક કરી એમની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. તમને એમની વેબસાઇટ જોવાનું મન થાય એટલા માટે અહીં થોડા નમૂના રજૂ કરું છું.
   નીચે આપેલી પ્રત્યેક બે પંક્તિઓ આખેઆખી વાત કહી જાય છે અને તે પણ બહુ વેધક રીતે.
   બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
       સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.
   એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
        ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.
   જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી-દરિયા,
       એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.
   સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
        સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
   સંપ માટીએ કર્યો તો ઇંટ થઈ,
     ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.

    4.અશોક દવે, Ashok Dave

   ”હું ભાગ્યે જ સાહિત્યનું કંઈ પણ વાંચુ છું”
   ” લખવાના કારણે મારે તો બપોરનાય ઉજાગરા થાય છે.”
   “ આ માણસે બુધવારની સવાર વર્ષો પર્યંત પડવા નથી દીધી!…..હાસ્યજ્યોતિથી બપોરિયાં ઊજવે છે….કલમનો ઉપયોગ અંગત રાગદ્વેષ માટે ક્યારેય કરતો નથી”
   – રાધેશ્યામ શર્મા
   પ્રેરક અવતરણ” Never Explain. Your friends don’t need it. Your enemies won’t believe it.”
   ” कुछ करके भी दिखाना पडता है ।”
   # રચનાઓ: બુધવારની બપોરે માંથી   -૧- :  -૨- :  -૩- :   -૪-  :  -૫ –
   ______________________________________________________
   સમ્પર્ક       જે- 7/81, અખબારનગર, નવા વાડજ, અમદાવાદ –  380 013
   ઇમેઇલ     ashokdave_52@yahoo.com
   જન્મ
   • ૨૯-ફેબ્રુઆરી, ૧૯૫૨; જામનગર
   કુટુમ્બ
   • પિતા – ચંદુભાઈ ; માતા – જસુમતીબેન
   • પત્ની – શ્રીમતિ ‘હકી’; પુત્ર – સમ્રાટ ; પુત્રી – ઉત્સવી
   અભ્યાસ
   • બી.કોમ
   વ્યવસાય
   • નોકરી
   જીવનઝરમર
   • હાસ્ય સાહિત્ય કરતાં વધુ શોખ સંગીતનો, વિન્ટેજ ફિલ્મ ગીતો પર આધારીત ‘ફરમાઇશ ક્લબ’નું પણ સંચાલન કરે છે.
   • હાસ્ય સાહિત્ય ખુબ અજમાવ્યું, ‘ ગુજરાત સમાચાર’ ની ‘ બુધવારની બપોરે’ કટારના લેખક
   • રાજકપુરની ફિલ્મ ‘જાગતે રહો’  જોઇ  જીવનમાં કાંઇક કરવાના ઓરતા જાગ્યા
   • તેમનું બહુ જાણીતું પાત્ર ‘ જેન્તી જોખમ ‘
   • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા
   • લખવા વાંચવા કરતાં ઘેર આવનાર વધુ મહત્ત્વનો
   • અંબાજીમાં પૂરી આસ્થા
   • પ્રથમ કૃતિ – (પાકિસ્તાનના પ્રમુખ ) સ્વ.યાહ્યાખાનને પત્ર , ૧૯૬૯
   • પ્રિય લેખકો: શરદબાબુ, દેવયાની ચોબલ અને મહાત્મા ગાંધી
   રચનાઓ
   • બુધવારની બપોરે, જેન્તી જોખમ સાથે કુલ ૧૮ જેટલા પુસ્તકો
   સાભાર
   • ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

    5. પ્રજ્ઞા દાદભાવાળા – મળવા જેવા માણસ


    Pragna_Dadbhawala
            પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૫૭ માં રાજકોટમાં થયો હતો. એમના પિતા શ્રી જયંતિલાલને કોલેજના બે વર્ષ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું, જ્યારે માતા અનસુયાબહેન પાંચ ધોરણ સુધી ભણેલા હતા. પિતા બ્રૂક બોન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા.
          પ્રજ્ઞાબહેનનું પ્રાથમિક શાળાનું શિક્ષણ મુંબઈની જાણીતી અમુલખ  અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં થયેલું. અહીં ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભા નિખારવા, વિવિધ વિષયો શીખવવામાં આવતા, અને છઠા ધોરણથી વિવિધ લાઈન પસંદ કરવા મળતી. આ શાળામાંથી પ્રજ્ઞાબહેને ૧૯૭૫ માં SSC પરીક્ષા પાસ કરી. પ્રજ્ઞાબહેન મુંબઈની SIESકોલેજમાંથી ફિલોસોફી અને સાઈકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા.
          કોલેજ કાળ દરમ્યાન એમણે કવિતાઓ લખી, જેમાની કેટલીક કુમાર માસિકમાં પ્રગટ થઈ. આ સમય દરમ્યાન જ એમણે SNDT યુનિવર્સીટીમાંથી પત્રકારિતાનો કોર્સ પણ કર્યો, અને એ દરમ્યાન હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને પ્રદીપ તન્ના  જેવા નામી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા. આ ઉપરાંત એમણે જુદા-જુદા ઘણાં ક્ષેત્રોમાં અભ્યાસ  કર્યો. જેવા કે કોમર્સિયલ આર્ટ,  ફેશન ડીઝાઈનીંગ, નૃત્ય અને પછી બ્યુટી પાર્લરનો  કોર્ષ.  એક વાર પુરૂષોત્તમ ઉપાધ્યાયને હસ્તે સંગીત સ્પર્ધામાં ઈનામ પણ મેળવ્યું. ત્યાર બાદ નાટક-સિનેમાના કલાકાર દીના પાઠકની દોરવણી નીચે અભિનય શિખવાનું શરૂ કર્યું, ત્યારે  એક બે વાર રેડિયોમાં નાટકના પાત્રો પણ નિભાવ્યા. એમના પિતાએ એમની કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું, અને માતાએ ઘરકામની સમજ આપી.
         ૧૯૮૦ માં પ્રજ્ઞાબહેનના લગ્ન એક મોભાદાર દાદભાવાળા કુટુંબના સુપુત્ર શરદભાઈ સાથે થયા. શરદભાઈ વ્યવસાયથી Chartered Accountant છે.આધુનિક વિચારશ્રેણીવાળા આ કુટુંબમાં પ્રજ્ઞાબહેનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવાની પુરેપુરી છૂટ અને સગવડ હતી. નોકરી કે વ્યાપાર આ બે પર્યાયમાંથી પ્રજ્ઞાબહેને વેપારને પસંદગી આપી. વિમા એજંટના કામ ઉપરાંત એમણે ફેશન ડિઝાઈનીંગ અને મેન્યુફેકરીંગનું કામ ઘરમાંથી જ શરૂ કર્યું. આ કામ ખૂબ જ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું છે, પણ પ્રજ્ઞાબહેને ઉત્સાહ અને ખંતથી આ કામમાં સારી સફળતા મેળવી. સાડી, દુપટ્ટા વગેરે ઉપર જાતે ડીઝાઈન કરી તૈયાર કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવી સફળતા મેળવી. મોટા ઓર્ડર હોય ત્યારે કારીગરો રોકી, સમયસર માલ ગ્રાહકોને પહોંચતો કર્યો. લંડન જઈ ત્યાં પ્રદર્શન કરી ઓર્ડર લઈ આવતા, અને વસ્ત્રો સપ્લાય કરતા. આ બધા કામની વચ્ચે ૧૯૮૩ માં એમની પહેલી દિકરી નેહાનો અને ૧૯૮૬ માં એમની બીજી દિકરી ભૂમિકાનો જન્મ થયો હતો.
           દિકરીઓને સારૂં શિક્ષણ મળે અને જીવનમાં પ્રગતી કરવાની તક મળે એટલે ૧૯૯૯ માં ગ્રીનકાર્ડ મેળવી પ્રજ્ઞાબહેન સહકુટુંબ અમેરિકા આવ્યા. એક વર્ષ સુધી અન્ય કામકાજને લીધે શરદભાઈ લંડનમાં રહ્યા. લંડનમાં એક વર્ષ રોકાયા બાદ શરદભાઈ અમેરિકા આવ્યા અને એમને કેલિફોર્નિયામાં નોકરી મળી. એક વર્ષ એકલા હાથે બે દિકરીઓ સાથે પ્રજ્ઞાબહેન નોર્થ કેરોલીનામાં રહ્યા.  અજાણી ધરતી અને અજાણ્યા લોકો અને તદન અલગ સંસ્કૃતિ માં American Way of Life સમજવાની મથામણમાં કરતા રહ્યા. કાર ચલાવતા શીખ્યા, બાળકોને શાળામાં દાખલ કર્યા, અને સાથે સાથે સેફ વે માં આઠ કલાક ઊભા રહીને કામ કરવાની નોકરી પણ કરી. આમ અહીં આવનારા બધાને જે સ્ટ્રગલ કરવી પડે છે, તેવી સ્ટ્રગલ એમને પણ કરવી પડી. કેલીફોર્નીયામાં આવ્યા બાદ એમને બેંકમાં નોકરી મળી, જે એમણે છ-સાત વર્ષ સુધી જાળવી રાખી. બન્નેની આવક હોવા છતાં ભાડાના એપાર્ટમેન્ટમાંથી પોતાના ઘર સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા. શરદભાઈ અત્યારે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ડિરેક્ટર ઓંફ ફાઈનાન્સ તરીકે કામ કરે છે.
         અમેરિકામાં આવ્યા બાદ પણ પ્રજ્ઞાબહેનનો તરવરિયો સ્વભાવ એમને પગ વાળીને બેસવા દે એવું ક્યાં હતું? એમણે વૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદ કરવાની ટ્રેનીંગ લીધી, અને સમાજ સેવામાં લાગી ગયા. આ વિષય ઉપર એમણે અમેરિકાના ‘રેડિયો જીંદગી’ ઉપરથી વાર્તાલાપ પણ આપેલો. વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્‍કૃતિ અને પારિવારીક સંસ્‍કારોને અવિરત ધબકતું રાખવા  ડગલો ” અને “બે એરિયા ગુજરાતી સમાજ” આ બે ગુજરાતી સંસ્થાઓ Bay Area માં જાણીતી  છે. ”DAGLO”એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆ માં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી છે.  (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર ‘બે એરીઆ’ કહેવાય છે). આ  બન્ને સંસ્થાઓમાં પ્રજ્ઞાબહેન અને શરદભાઈ ખૂબજ સક્રિય  ભાગ ભજવી રહ્યા  છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે સંસ્થાના અગ્રણી કાર્યકર તરીકે પજ્ઞાબેન સાહિત્ય સભર સુંદર પ્રોગ્રામનું આયોજન કરે છે. ૨૦૧૪ માં એમણે રજૂ કરેલો કાર્યક્રમ “નરસૈંયો” એમની કલાકુશળતાનો પૂરાવો હતો. પ્રજ્ઞાબહેન  બે એરીઆમાં  ‘પુસ્તક પરબ’ નું સંચાલન પણ સક્રિય રીતે સંભાળે છે. આમ માતૃભાષા જીવંત રાખી, કલા-સંગીત પ્રત્યેની અભિરૂચીને વાચા આપી, ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને  ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે.
    Pragna_Dadbhawala_1
    (બે એરિયા ગુજરાતી સમાજના
    વાર્ષિક કાર્યક્રમમાં
    ડાબી બાજુ શ્રી શરદભાઈ દાદભાવાળા,
    જમણી બાજુ શ્રિમતી પ્રજ્ઞાબહેન દાદભાવાળા,
    વચ્ચે મુખ્ય અતિથીઓ)
    Pragya_Dadbhawala_2
    (બેઠકનું સંચાલન કરતા પ્રજ્ઞાબહેન)
          છેલ્લા એક વર્ષથી એમણે મિલપીટાસમાં ગુજરાતીઓનો  સાહિત્યમાં રસ  જાણી લઈ, એમને મૌલિક લખાણ માટે ઉત્તેજન આપવા પુસ્તક પરબને નવું સ્વરૂપ આપી,  “બેઠક” નામે એક પ્રવૃતિ શરૂ કરી છે.  અહીં  લેખક, પ્રેક્ષક, અને  કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે. દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતીઓ ત્રણ કલાક માટે ભેગા થાય છે અને કોઈ પણ એક વિષય ઉપર એમના મૌલિક વિચારો, લેખ અને કવિતા દ્વારા રજૂ કરે છે. બે એરિયામાં  ગુજરાતી ઉત્સવના સંચાલન માટે, અને ખાસ કરીને એમની વક્તૃત્વ કલા માટે પ્રજ્ઞાબહેનની ખૂબ જ પ્રસંશા થાય છે. જે વિષય ઉપર એમને બોલવાનું હોય છે એ વિષયનું તેઓ ઊંડું અધ્યયન કરે છે અને સચોટ માહિતી રજૂ કરે છે. સીનિઅર સિટિઝનને પ્રેરણા આપવા, તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના  અનુભવોને   અભિવ્યક્તિ આપવા, તેમજ  તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા, અને નવોદિત લેખક – કવિઓને પ્રોત્સાહન આપવા પ્રજ્ઞાબહેન “શબ્દોનું સર્જન” નામના બ્લોગનું  સંચાલન કરે છે.
    આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગની મુલાકાત લો.
    આ ચિત્ર પર ક્લિક કરી તેમના બ્લોગની મુલાકાત લો.
         એ સિવાય “ડગલો”, “બે એરિયા ગુજરાતી સમાજ” ની પ્રવૃતિઓની માહિતી આપવા  અને સીનીયર્સને માર્ગદર્શન કરતા  બ્લોગ્સનું સંચાલન પણ કરે છે. અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવેલા ગુજરાતી કુટુંબોને અહીં મળતી સરકારી સગવડોની માહિતી આપી, એમને જોઈતી મદદ કરવા માટે પ્રજ્ઞાબહેન કાયમ ઉત્સુક રહે છે.
    તેમના જ શબ્દોમાં….
    કવિતા જ મારું  વસિયતનામું
    જે છે એ બધું તમારું
    ન લ્યો તો બધુ જ  મારું
    શબ્દો તણા છાટણાથી
    બે ચાર ક્ષણો હું રંગી જાણું
    જીવનની ગમતી ક્ષણોને
    કંટારી મેં શબ્દોમાં
    સાચવશો તો સચવાશે.
    નહી તો ખાલીખમ છે વસિયતમાં
    લ્યો શાહી વિનાના કાગળ પર
    લખીયું મેં મારું વસિયતનામું
         હું ગ્રીનકાર્ડ લઈ, કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો, ત્યારે મને પણ પ્રજ્ઞાબહેનનું ઉપયોગી માર્ગદર્શન મળેલું. બે એરિયાના જાણીતા ગુજરાતીઓ સાથે મારો સંપર્ક કરાવી આપવામાં પણ પ્રજ્ઞાબહેનનો મોટો ફાળો છે.
      તમે પ્રજ્ઞાબહેનનો સંપર્ક  pragnad@gmail.com  પર કરી શકો છો.
    -પી. કે. દાવડા


              મળવા જેવા માણસ
                                            મુલાકાત લેનાર ;શ્રી  અરવિંદ કે.પટેલ                       

આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે.મોબાઈલ અને સોશિયલ મિડીયાનો યુગ છે. ફાસ્ટ ફોરવર્ડ યુગ માં માનવી દિનપ્રતિદિન વાંચનથી વિમુખ થતો જાય છે.પદ,પ્રતિષ્ઠા,પાવર અને પૈસા  પાછળ માનવીએ આંધળી દોટ મૂકી છે.જેને લીધે સમાજમાં માનવીય મૂલ્યોનો હાસ થતો જાય છે.આ ચાર ને મેળવવા માનવી  આખી જીંદગી ગમેતે કરવા તત્પર બને છે.પુસ્તકને વાંચવા  અડકતાં માનવી  ખચકાટ , અચકાટ અને  કંટાળો અનુભવે છે.માનવી જાણે મોબાઈલ અને સોશિયલ  મિડીયાનો બંધાણી,ગુલામ બની ગયો હોય તે રીતે વર્તે છે.આજની યુવાપેઢી માં વાંચવાનો શોખ વિસરાતો જાય છે.પુસ્તકો ખરીદવાનું ભૂલી ગયું છે.તો પછી વાંચવાની વાત જ ક્યાં રહી.

આવા કરાળ કળી કાળ માં  વિસરાતાં જતા વાંચનના શોખ ને જીવંત રાખવાં એક અનોખું અભિયાન ઉપાડ્યું છે અને  “રણ માં એક મીઠી વીરડી જેવું “ કામ કરનાર એક મળવા જેવા માણસની આજે આપણે મુલાકાત કરીએ.


નામ : કલ્યાણસિંહ એન.પુવાર
જન્મ તારીખ ; ૨૬/૦૫/૧૯૬૪
જન્મ સ્થળ : દધાલીયા   તા.કડાણા   જી.મહીસાગર   ગુજરાત  ભારત
પત્ની: પુસ્તકાલય ચલાવે છે. તથા ગામ દધાલીયામાં પાળેલા ૩૦ કુતરાને ખવડાવવામાં મદદ કરે છે.
પુત્ર :એમ.એસ.ડબલ્યુ કરી ને ભાવનગરમાં નોકરી કરે છે.
અભ્યાસ ; ધોરણ ૯ પાસ  
નોકરી :સિક્યુરીટી ગનમેન(ગાર્ડ ) બી.ઓ.બી ગોધરા ઉપરાંત ત્રણ જીલ્લામાં  સલામત રીતે પૈસા               પોહચાડવાનું  કામ કરે છે. (કેશ વાનમાં )
શોખ ; સમાજસેવા,પુસ્તકવાંચન,પુસ્તકો મેળવી જરૂરિયાતવાળા  લોકો ને પોહ્ચાડવા,ગરીબોને મફત કપડાં   વિતરણ.છેલ્લા ૭ વર્ષના પ્રયાસના ભાગરૂપે  તેઓ ૫ લાખથી પણ વધારે પુસ્તકો સ્કૂલો,કોલેજો,ધાર્મિક સંસ્થાઓ ને મફતમાં દાન સ્વરૂપે આપે છે.તેઓ લોકોએ રદ્દી તરીકે આપેલા પુસ્તકો પૈસા આપીને ખરીદે છે.અને પછી  વિના મુલ્યે લોકોને વાંચવા આપે છે
સાકાર સ્વપ્ન ;ગામ દધાલિયા માં સાર્વજનિક બાળ ગ્રંથાલય મોટી લાઈબ્રેરી ઉભી કરવાનું .જે સાકાર થયું.


પ્રેરણા ક્યાંથી મળી ? : મારી પાસે પુસ્તકોની કોઈ વ્યવસ્થા કે સુવિધા ન હતી એટલે હું તો ન ભણી શક્યો.પણ મારી આસપાસના ગામોના રહેતા વિદ્યાર્થીઓ ,જેમને પુરતું માર્ગદર્શન નથી મળતું ,તેઓ માત્ર વાંચન સામગ્રી ના અભાવે પાછળ  રહી જાય  એ હું ન સહી શકું.
ધ્યેય ; ભણો અને ભણાવો. ગરીબને રોજી રોટી મળવી જોઈએ.
સ્વપ્ન : તેમનું સ્વપ્ન છે કે જ્યાં જ્યાં ગામ,ત્યાં ત્યાં પુસ્તકાલય.
મારો પ્રયત્ન ;દર મહીને પુસ્તકો ખરીદવા અને લાવવાં લઇ જવા મારે પગાર ૧૦૦૦૦ ઉપરાંત પાંચ થી છ હજારનો ખર્ચ  થાય છે.જે પૂરો કરવા હું વધારાના સમય માં બેંકમાં મજુરીનું કામ કરીને મેળવું છું.આ બધું કામ હું સાઈકલ પર જ કરું છું.
દીર્ઘદ્રષ્ટિ :અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીથી શિક્ષણ લઇ શકતા હોય છે ત્યારે નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી  કરાવનારું કોઈ નથી હોતું તેથી હું એવા પ્રયત્નો કરું છું  કે તેમને પરીક્ષાની તૈયારીમાં મદદ મળી શકે .તેમના જનરલ નોલેજ માં તથા વિષયવસ્તુ માં વધુ જ્ઞાન મળી રહે તે માટે હું પરીક્ષાલક્ષી મેગઝીન અને સાહિત્ય પૂરું પડું છે.આ સિવાય ધાર્મિક સાહિત્ય પણ અનેક જરૂરિયાત મંદ લોકોને પૂરું પાડ્યું છે.જે મારા બ્લડ નો કાયમ પોઝેટીવ રીપોર્ટ છે.મને સુરતના કરુણાટ્રસ્ટ માંથી પચાસ હજારથી વધુ પુસ્તકો મળ્યાં છે.ઉપરાંત કોબાના મહાવીર આરાધના કેન્દ્ર માંથી પણ અનેક પુસ્તકો દાનમાં મળ્યા છે.અત્યાર સુધીમે બધી લાયબેરીઓમાં દોઢ કરોડથી પણ વધુ કિમતના પુસ્તકો આપ્યા છે.
અત્યાર સુધીમાં ક્યાં ક્યાં પુસ્તકો પુરા પાડ્યા ? ;દધાલીયા ,હારીજ ,લુણાવાડા,સુરત, ઊંટડી,શામળાજી,મેરદ,કંટવા ,કીમ,ગોધરા, આણંદ જેવી અનેલ લાયબ્રેરીમાં પુસ્તકો પુરા પડ્યા છે.
ઉત્તમ અને સરાહનીય કાર્ય : છેલ્લા ૪ વર્ષ માં દધાલીયા ગામમાં ચાર લાયબ્રેરીમાં પોતાના ખર્ચે લગભગ ૧ લાખ પુસ્તકો દાન કર્યા છે.અને લાયબ્રેરી માં લોકો ઉમળકાભેર વાંચન કરે છે.તેઓ રજાના દિવસે ત્યાં સેવા આપે છે.
પરિણામ : હું પરિણામ ની પરવા કરતો નથી પણ ગીતાના કર્મયોગને ધ્યાને રાખું છું .કામ કરતો જા.હક મારતો જા.મદદ તૈયાર છે.મારે ત્યાંથી સાંપડેલા  પુસ્તકો અને મેગેઝીનનો અભ્યાસ કરી સુરતના  ચાર છોકરાઓ ગાંધીનગર માં અભ્યાસ કરે છે અને પરીક્ષા આપવા આવ્યા છે.મારી પાસે હાલ એક પણ પૈસો નથી પણ મારા પુસ્તકો મારી ઝવેરાત છે અને અમુલ્ય સંપતિ છે જે ક્યારેય ખૂટતી નથી અને ખૂટે તો તરતજ આવી જાય છે.
સમાજસેવક :પુસ્તકો એકત્ર કરીને સમાજસેવા કરનારા કલ્યાણસિંહ પોતે એક સમાજસેવક પણ છે.તેઓ જુના અને નવા કપડા એકત્ર કરીને જરૂરિયાતવાળા ગરીબોને પુરા પાડે છે.તેઓ તેમના વતન દધાલિયા માં એક ગૌ શાળા બનાવવાનું કામ પણ કરી રહ્યા છે જેનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ના હાથે થાય તેવું તેઓ ઈચ્છે છે.મારી આ સેવાકીય પ્રવૃત્તિને લીધે મારે ત્યાં ૪૦૦ થી વધુ મેગેઝીન ટપાલ માં આવે છે.જોકે બધું હું સમયના અભાવે વાંચી શકતો નથી પણ જ્યાં જાઉં ત્યાંથી મને પુસ્તક ભેટમાં મળે છે અને હું પણ પુસ્તક ભેટ માં આપું છું.
સન્માન : મારા આ યજ્ઞીય કાર્યની અનેક સંસ્થાઓએ નોધ લઇ અને મારૂ સન્માન તથા એવોર્ડ આપ્યા છે.જે મારી જીવનની મુડી છે.
ઇતિહાસમાં એવા અનેક લોકો પોતાની વિશિષ્ઠ પ્રતિભાથી ઉમદા કાર્ય કરીને પોતાને મળેલો આ માનવદેહ સાર્થક કરી જાય છે.જીવન ફક્ત ખાવો,પીવો,અને મજા કરો એટલા માટે જ નથી.પૈસા કે વ્યવસ્થા હોય તો જ કોઈને મદદ કરી શકાય એ વાત ખોટી છે.દિલ માં લગની ,નિષ્ઠા અને ઉચ્ચ ભાવના હોય તો માનવી
ઈતિહાસ માં અમર થઇ જાય છે.
ધન્ય છે એ જનેતાને કે જેની કૂખે આવા નરબંકાઓ પેદા કર્યા છે.!ધન્ય છે એ મુછાળા કર્મ નિષ્ઠ સિપાહીને !
                      ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય આપે અને સમાજસેવાનું આ કાર્ય વધુને વધુ કરવાની પ્રેરણા આપે એવી પ્રાર્થના.

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી