Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

7 November 2014

MATHS AFTER DIPAVALI DHAMAKA

PLEASE SOLVE IT








નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો

- મોહમ્મદ માંકડ
હમણાં એક ફીલ્મ આવી ‘ઓ માય ગોડ !’ આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે.
આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને વળગી રહેવાને બદલે, નવાં જ્ઞાન માટે જગ્યા કરતાં રહેવું જોઈએ.
જે સંસ્કારોમાં આપણે જનમ્યા હોઈએ છીએ અને ઉછર્યા હોઈએ છીએ તે નકામા છે એમ જાણતા હોવા છતાં; આપણે તેને ત્યજી શકતા નથી. સદીઓ પહેલાં આપણા પુર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરુરી હશે; પરન્તુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરુરી નથી. વૃક્ષ જે રીતે જુનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતીના નીયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે.
દુનીયા બહુ ઝડપથી આગળ ધસી રહી છે. વીજ્ઞાન-ટૅક્નોલૉજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યાં છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચીત ન રહે એ માટે એમને વૈજ્ઞાનીક અભીગમ કેળવતાં શીખવવું જોઈએ.
વીજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનીક આધાર વીનાનાં મનઘડંત સત્યોને સાબીત કરવા માટે નથી. મોટા ભાગના માણસો વીજ્ઞાન દ્વારા કશું નવું શીખવાને બદલે, પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જુની રુઢીઓ એમના મનમાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટી આપવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે.
નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શકતા નથી. બાળક જ્યારે પહેલી વાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને તે પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે ? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે ? પછી શું હશે ? એની સમજમાં કોઈ રીતે એ વાત ઉતરતી નથી.
એવું જ જ્ઞાન અને વીજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે; પરન્તુ સાચી વાત એના શુદ્ધ સ્વરુપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઈનકાર કરવાથી એનું અસ્તીત્વ મટી જતું નથી.
ગેલીલીયોએ પોતાની કીમતી જીન્દગી ખરચી નાખીને અનેક સંશોધનો કરીને અનેક વખત ખાતરીઓ કર્યાં પછી જ્યારે જાહેર કર્યું કે, સુર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઉઠ્યા. સુર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે ?
ગેલીલીયોએ ઘણા માણસોને સુર્યમાં રહેલા ડાઘ બતાવ્યા; છતાં લોકો એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. સુર્ય દેવમાં ડાઘ હોઈ શકે જ નહીં; દુરબીન ખોટું. ગેલીલીયોને એમણે ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધમાં વાત કરવા બદલ જેલમાં પુરી દીધો. લોકોને ગેરરસ્તે દોરવા બદલ અને જુઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલીલીયો શરુઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો; પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડ્યો અને છેવટે એણે કબુલ કરી લીધું કે, સુર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલું છે અને એ બદલ પોતે માફી માગે છે.
જગતના મોટા ભાગના સંશોધકોની બાબતમાં આવું જ બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, તો કેટલાકની કતલ પણ કરી નાખવામાં આવી છે. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ, આપણે આજે તો કલ્પી પણ ન શકીએ એવાં એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યાં હતાં. અને આવી યાતનાઓ આપનારા એમના સમયના મોટા પંડીતો અને વીદ્વાનો જ હતા. એવા પંડીતો કે જેમનાં મગજ જુની વાતોથી ભરાયેલાં હતાં. નવાં જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.
અહીં એક જાપાનીઝ ઝેન સાધુની નાનકડી વાત યાદ આવી જાય છે. એક વાર ઝેન ગુરુ નાન-ઈન પાસે એક વીદ્વાન પ્રૉફેસર આવ્યા. ઝેન ગુરુ તો શાંત અને સ્વસ્થ ચીત્તે પોતાનામાં લીન હતા.
પ્રૉફેસરે કહ્યું, “ગુરુ, મને ઝેન વીશે જ્ઞાન આપો.”
નાન-ઈને કહ્યું, “ચાલો, પહેલાં આપણે થોડી ચા પીએ.”
બન્ને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઈને કપમાં ચા રેડવાનું શરુ કર્યું. કપ ભરાઈ ગયો; છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું.
એ જોઇને પ્રૉફેસરથી એકદમ બોલી જવાયું, “અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો એમાંથી ઉભરાઈને બહાર ઢોળાય છે.”
“હું પણ એ જ કહું છું,” ઝેન સાધુએ કહ્યું, “જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે ?”
જે પોતાની જાતને વીદ્વાન માને છે એનું મગજરુપી પાત્ર હમ્મેશાં છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અને જે જુનું હોય છે એ વાસી થઈ ગયેલું હોય છે. હમ્મેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઈએ.
અગાઉ રાજા મહારાજાઓ માત્ર એક જ વસ્ત્ર પહેરતા. ઉપરનું શરીર ઉઘાડું રાખતા. હાથ ઉપર બાજુબંધ અને કડાં પહેરતા. શરીરે ઘરેણાંનો ઠઠારો કરતા. આજે એવું વસ્ત્ર પરીધાન કોઈ કરતું નથી-માત્ર ટીવી સીરીયલો કે નાટક, ફીલ્મમાં જ એ જોવા મળે છે. એવો પહેરવેશ પહેરીને આજે કોઈ પોતાના વેપાર-ધંધાના સ્થળે કે સરકારી કચેરીઓમાં જતું નથી અને જાય તો ?
એક વખત જે પ્રતીષ્ઠા આપનારી વસ્તુ હોય છે એ જ વસ્તુ વખત જતાં કેટલીક વાર હાસ્યાસ્પદ પણ બની જતી હોય છે. એટલે જુની માન્યતાઓ, રુઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાને બદલે એને તજી દેતાં શીખવું જોઇએ.
કેટલાક એવા વીદ્વાનો પણ હોય છે જે માહીતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે નવાં જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખે છે અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબીત કરવા માટે એક દલીલ તરીકે જ કરે છે. આવા માણસોને વીજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં; એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી. બહુ ઓછા માણસો આધુનીક જ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વીકાર કરતા હોય છે.
ફીલ બોસ્મન્સનું એક પુસ્તક છે – Give happiness a chance – સુખને એક અવસર તો આપો. સત્યને પામવા માટે, હું અહીં વીજ્ઞાનને એક અવસર આપવાની વાત કરું છું. સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હમ્મેશાં ખુલ્લાં રાખજો. સત્યનો સ્વીકાર કરનારને હમ્મેશાં ફાયદો થાય છે. માનવજાતે જે કાંઈ પ્રગતી કરી છે એ વીજ્ઞાન અને સત્યને આભારી છે.
બાકી તો, સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે. આપણે જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણાં દીલમાં દીવો થઈ શકે છે. અને જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે અંધારામાં અથડાતા રહીએ છીએ. જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે, એ આપણી ઓશીયાળી નથી. જે એમાં ડુબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે જે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.
અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વીજ્ઞાનની માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક વ્યક્તી આજે જે સાબીત કરે છે તે વાત કાલે ખોટી પડી શકે છે. આપણે ધીરજપુર્વક સત્યનો સ્વીકાર કરવો જોઈએ; આંખો બંધ ન કરી દેવી જોઈએ. આ જગતને બાળકના કુતુહલથી જોતાં શીખવું જોઈએ.

આકર્ષણના મૂળમાં શું છે ?વિજયપ્રાપ્તિનો સાચો આનંદ કયારે મળે ?અત્યારે કાળ


આનંદ

વિજયપ્રાપ્તિનો સાચો આનંદ કયારે મળે ? * વિજયનો અહંકાર ન આવે તો. * મનની ગતિ-વિધિ પર વિજય મેળવ્યો હોય ત્યારે.


aakrshan

* જે ગુણૉ બીજાને અને પોતાને આનંદમાં રાખે તે.
* રૂપ.
-આ આકર્ષણ મર્યાદિત સમય પુરતું હોય છે,રૂપ ટકે ત્યા સુધી જ ટકે છે.
* વાસના.
-એનું આકર્ષણ તત્ક્ષણ પૂરતું જ હોય છે,જો કે સામાન્ય મનુષ્યમાં આવી ક્ષણો આવ્યા જ કરતી હોય છે.
* સદગુણૉ.
-આ આકર્ષણ લાબા ગાળાઅનું હોય છે
* રૂચિની કે આદર્શોની સમાનતા.


66

અત્યારે કાળ બગડયો હોય તેવું લાગે છે ?
* કાળ એટલે સમય.સમય પોતે બગડે કે સુધરે નહિ,પણ વાતાવરણ બગડે કે સુધરે.વાતાવરણને માણસોના સમુહગત કર્મો સાથે સંબંધ હોવાથી મોટા ભાગના મનુષ્યો નિષિદ્ર કર્મો કરે ત્યારે વાતાવરણ બગડેલું દેખાય.વાતાવરણ ઉપર જ યુગોનું નિર્માણ છે.

હીપ્નોટીઝમ દ્વારા આપણને બેવકુફ બનાવનારા લોકોની બહુ મોટી ફોજ છે



હીપ્નોટીઝમ દ્વારા આપણને બેવકુફ બનાવનારા લોકોની બહુ મોટી ફોજ છે

–રોહીત શાહ
હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે. એના દ્વારા વ્યક્તીને તેમ જ સમુહને વશ કરી શકાય છે. હીપ્નોટીઝમનો પૉઝીટીવ ઉપયોગ પણ થઈ શકે છે અને નેગેટીવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તીને કે સમુહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ.
હીપ્નોટીઝમ માત્ર એ જ નથી, જેના સ્ટેજ પર પ્રયોગો બતાવવામાં આવે છે. એમાં તો સામેની વ્યક્તી સભાન હોય છે. તેને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે તેનો ઉપયોગ હીપ્નોટીઝમના પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. એ વખતે શરુશરુમાં વ્યક્તી આજ્ઞાંકીત બનીને હીપ્નોટીસ્ટની સુચનાઓ મુજબ વર્તન કરે તો જ તેને વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તી બહુ ચંચળ અને મેધાવી હોય તો તેના પર હીપ્નોટીઝમનો પ્રયોગ કરી શકાતો નથી અથવા તો અઘરો પડે છે.
સામાન્ય રીતે રોજીન્દા જીવનવ્યવહારમાં હીપ્નોટીઝમના જે પ્રયોગો થાય છે એ બધા વીચીત્ર હોય છે. પતી–પત્ની, મીત્ર–મીત્ર, નોકર અને માલીક, વેપારી અને ગ્રાહક, ગુરુ અને શીષ્ય, નેતા અને પ્રજા વચ્ચે હીપ્નોટીઝમનો વ્યવહાર સતત ચાલતો જ હોય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ વધારવાના હોય એના થોડાક દીવસ અગાઉથી અખબારો અને ટીવી પર ન્યુઝ રજુ થતા રહે છે : ટુંક સમયમાં પેટ્રોલમાં લીટરે પાંચ રુપીયા વધશે. બીજા દીવસે વળી એવું સ્ટેટમેન્ટ છપાય છે કે હવે પેટ્રોલનો ભાવવધારો પાછો ઠેલાયો છે. ત્રીજા દીવસે એવા ન્યુઝ આવે કે ઑઈલ–એજન્સીઓ પેટ્રોલના ભાવવધારા માટે સરકાર પર બહારથી દબાણ કરી રહી છે. પ્રજા આવા સમાચારો રોજ–રોજ વાંચીને પેટ્રોલનો ભાવવધારો સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. આ માસ હીપ્નોટીઝમ છે. પ્રજાના એક વીશાળ સમુહનું માનસ, અમુક ચોક્કસ હેતુ માટે ચોક્કસ દીશામાં વાળવામાં આવે છે.
વેપારીઓ અને બીઝનેસમેનો હીપ્નોટીઝમ દ્વારા પોતાનો વેપાર વધારતા રહે છે. અખબારમાં ઘણી વખત જાહેરાત આવે છે કે ‘લગ્નની મોસમ આવી રહી છે, સોનાના ભાવ વધે એ પહેલાં દાગીના ખરીદવાની આ છેલ્લી તક છે.’ આવી જાહેરાતથી ભોળા લોકો ભરમાય છે અને પછી સસ્તું મેળવવા લાઈનમાં ઉભા રહે છે. વેપારીઓ એનો લાભ લે છે. એક વખત ભીડ જમા થઈ જાય પછી તો ફાવે એમ લુંટ ચલાવી શકાય.
એક વખત અખબારમાં એવા ન્યુઝ છપાયા કે ગુજરાતમાં ફલાણા ગામ પાસે સચીન તેન્ડુલકરે પ્લૉટ ખરીદ્યો છે. વળી બે–ચાર દીવસ પછી ન્યુઝ છપાયા કે સચીન તેન્ડુલકરના પ્લૉટની થોડેક જ દુર અમીતાભ બચ્ચને વીશાળ પ્લૉટ ખરીદ્યો છે. આવા ન્યુઝ વાંચીને શ્રીમંતોને પેલી જગ્યાએ પ્લૉટ ખરીદવાની ચટપટી થાય છે. આટલી મોટી સેલીબ્રીટીઝ જે જગ્યાએ પ્લૉટ ખરીદે ત્યાં ટુંક સમયમાં જમીનના ભાવ વધી જશે એમ વીચારીને શ્રીમંતો મોંમાગી કીંમત ચુકવીને જમીન ખરીદી લે છે. પછી બે મહીના બાદ એવા ન્યુઝ આવે કે ગુજરાતમાં સચીન તેન્ડુલકરે કે અમીતાભ બચ્ચને કોઈ પ્લૉટ ખરીદ્યા નથી. આ તરકીબો હીપ્નોટીઝમનું જ એક સ્વરુપ છે.
ભુવા–બાવા અને તાંત્રીકો શું કરે છે ? તેમની પાસે કોઈ મંત્રતંત્ર કે વીશીષ્ટ મેલી વીદ્યાઓ હોતી જ નથી. તે લોકો ભોટ લોકો પર ખોટેખોટો પ્રભાવ પાડીને તેમના માનસને કન્ટ્રોલમાં લઈ લે છે, ગ્રાહકની માનસીકતા પ્રમાણે જુઠાણાંના ડોઝ પીવડાવવામાં આવે છે અને કેવી તથા કેટલી ગરજ છે એ જાણી લઈને ભુવા–તાંત્રીકો તેને રમાડે છે – ખંખેરે છે. એવા વખતે તમે પેલા ભોટ લોકોને સાચી વાત સમજાવવા જશો તો તેઓ તમારી વાત નહીં ગણકારે. તેના દીમાગમાં પેલા તાંત્રીકે વહેમ અને અંધશ્રદ્ધાનો એટલો બધો કીચડ ઠાંસી–ઠાંસીને ભરી દીધો હોય છે કે તમારી સાચી સલાહ માટે એમાં જરાય જગ્યા નથી હોતી.
મોક્ષનું માર્કેટીંગ :
બાળદીક્ષાની ફેવર કરનારાઓ વાત તો એવી કરે છે કે બાળકને નાની ઉંમરથી જ ધર્મના સંસ્કાર મળે તો મોક્ષમાં તેનું રીઝર્વેશન ફીક્સ થઈ જાય. હકીકતમાં બાળકોનું શોષણ કરવા માટેનું આ ભયંકર ષડ્યંત્ર છે. દીક્ષા પછી તેમના ગુરુએ અથવા તો વડીલ સાધુએ તેમની સાથે કેવા દુર્વ્યવહારો કર્યા હતા એની આપવીતી મેં પાંચેક યુવાન સાધુઓ પાસેથી સાંભળી છે અને તે તમામ સાધુઓ અત્યારે હયાત છે. બાળકને મોક્ષના નામની લાલચ આપીને, બાળકનાં મા–બાપને ક્યારેક મોટી રકમો ચુકવીને દીક્ષાઓ અપાય છે. પછી એ બાળક સાથે સેક્સથી લઈને નોકર જેવી વેઠ કરાવવાના ગોરખ–ધંધા ચાલે છે. જાહેરમાં ગુરુ પેલા બાળકને ‘બાળમુની’, ‘બાળમુની’ કહીને લાડ કરતા હોય અને ખાનગીમાં તેનું કલંકીત શોષણ કરતા હોય એવાં ઉદાહરણો ઓછાં નથી. સાધુઓએ મોક્ષનું માર્કેટીંગ કરવામાં હીપ્નોટીઝમનો જેટલો ઉપયોગ કર્યો છે એટલો તો કદાચ કોઈ મહાન મનોવૈજ્ઞાનીકે પણ નહીં કર્યો હોય. એક વીશાળ જનસમુહને ખોટા રવાડે ચડાવી દેવો એ હીપ્નોટીઝમને દુરુપયોગ જ છે.
કુનેહનો દુરુપયોગ :
આપણે કોઈ મોટા મૉલમાં જઈએ છીએ ત્યારે ત્યાં વ્યવસ્થીત અને સુંદર રીતે ગોઠવેલી ચીજો જોઈને ખરીદવા લલચાઈ ઉઠીએ છીએ અને જેની જરુર ન હોય એવી ચીજોના ઢગલા આપણે ઉપાડી લાવીએ છીએ. તમારી સાથે એક પણ શબ્દ બોલ્યા વગર, તમને કશી જ સુચના કે આદેશ આપ્યા વગર તમને ખંખેરી લેવાની આ કુનેહ હીપ્નોટીઝમનો જ એક પ્રકાર છે.
એક બદચલન સ્ત્રી તેના પતીને હંમેશાં ખુબ સાચવતી. પોતે પતીને ઉંડો પ્રેમ કરે છે એવું બતાવતી. એટલું જ નહીં; હંમેશાં તેના પતીને કહેતી : ‘તમે કેટલા સારા છો ! ઘણા પતીઓ તો તેમની પત્ની પર વહેમ રાખ્યા કરે છે, ચોકી–પહેરા ગોઠવે છે; પણ તમે મારા સાચા પ્રેમની કદર કરો છો, એટલે મને મારું જીવન હર્યું–ભર્યું લાગે છે. મને તો ભવોભવ તમારા જેવો પ્રેમાળ પતી મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું !’ તે સ્ત્રીનો પતી સતત હીપ્નોટાઈઝ્ડ થતો રહ્યો… તેની પત્ની ખાનગીમાં રંગરેલીયાં મનાવતી રહી… છેવટે એક વખત પોલીસે રેઈડ પાડી એમાં તે પકડાઈ ગઈ ત્યારે તેના પતીને ભાન થયું કે તેની પત્ની કેવી બદચલન હતી અને પોતાને કેવો બેવકુફ બનાવતી હતી.
હકારાત્મક ઉપયોગ પણ છે :
હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે અને એના દ્વારા ઘણાં ઉત્તમ પરીણામો લાવી શકાય છે. હતાશા હોય ત્યાં ઉત્સાહ છલકાવી શકાય છે, ગેરસમજ ટાળી શકાય છે, જીવવાનો નવો તરવરાટ પ્રગટાવી શકાય છે, પોતાના લક્ષ્ય અને મંઝીલ સુધી દોડવાનો થનગનાટ જગાડી શકાય છે, એક વીશાળ જનસમુહને દેશભક્તી, ઈમાનદારી વગેરે માટે મક્કમ બનાવી શકાય છે. હીપ્નોટીઝમનો રચનાત્મક ઉપયોગ થાય તો ઘણા લોકોના રોગો પણ દુર કરી શકાય છે; પરંતુ જો આ જ પ્રચંડ શક્તીનો દુરુપયોગ કરવામાં આવે તો અનેક વીનાશક અને ભયાનક અંજામ જોવા પડે છે અને વેઠવા પણ પડે છે. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તી નથી એવી વ્યક્તી હીપ્નોટીઝમથી બચી શકે છે. બાકી તો બેવકુફ બનવા આપણી પ્રજા બાવરી છે.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી