Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

11 May 2017

ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે –ચન્દ્રકાન્ત બક્ષી

ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે

–ચન્દ્રકાન્ત બક્ષી
જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હમ્મેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં; પણ માણસ તરીકે પણ વીશ્વાસ નથી. જેને ભુલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભુલ કરવાની પણ હીમ્મત નથી, એ પુર્ણ મનુષ્ય નથી. જુઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસન્દગી કરવાની હોય છે. પોતે હમ્મેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જુઠ એક રોગની અધોસ્થીતી પર પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હીન્દુસ્તાની બીમારી છે, ભુલ કરવાની તૈયારી કે બહાદુરી કે નીશ્ચીતતા એ અમેરીકન ગુણ છે. અમેરીકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ ? એનામાં ભુલો કરવાની હીમ્મત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભુલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જુનો માણસ એની જડ, કલ્પીત, હોશીયાર, અનુભવી, સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભુલ કરવાની ‘આગ’ રહી નથી. પાળેલા કુતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શીકારી કુતરાને બગાઈઓ થતી નથી. ભુલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જુની ભુલ સુધારતા રહેવું એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનીકનો મારી દૃષ્ટીએ ફરક એક જ છે. જોષી ક્યારેય ભુલ કરતો નથી, વૈજ્ઞાનીક ભુલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે ! શુન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી…..
અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મુકનારે ભુલા પડવું પડે છે અને ભુલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભુલોએ જગતની પ્રગતી અટકાવી દીધી છે. ક્યારેક ભુલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનીક પ્રગતીના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જીનનો, જેમાં પ્રગતી ધીરે ધીરે, કદમ–બ–કદમ, એક એક પગથીયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તી, પાણીશક્તી, પવનશક્તી અને અન્તે ડચ વૈજ્ઞાનીક ક્રીશ્ટીઅન હ્યુજેન્સે દારુગોળાની શક્તીથી એન્જીન ચલાવવાની કોશીશ કરી હતી, પછી હ્યુજેન્સના સાથી ડેનીસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજીન ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશીશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જીનથી કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જીન બનાવ્યું પણ એના એન્જીનમાંથી ઘણી ખરી વરાળ બહાર છુટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું એન્જીન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કુલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસીક હતો. એણે એની માતાના ચુલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલીત એન્જીન બનાવવાનો વીચાર આવ્યો અને એણે એન્જીન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે કોઈ સમ્બન્ધ ન હતો.
steam engine inventors        સ્ટીમ એન્જીનની શોધ માટે મશક્કત કરનારા સંશોધકો : (ડાબેથી)
ક્રીશ્ટીઅન હ્યુજેન્સ, ડેનીસ પેપીન, થોમસ સેવરી, થોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન અન્તે જેમ્સ વૉટ (છેલ્લે)ને સફળતા મળી)
વૈજ્ઞાનીક પ્રગતીનો બીજો માર્ગ છે : બ્રેક થ્રુ ! અથવા એકાએક સીદ્ધી, એક જ ધડાકે રહસ્ય ખુલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભુલ ! ટ્રાન્ઝીસ્ટર એવી જ એક શોધ છે. શરુમાં ટ્રાન્ઝીસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જર્મેનીયમ વપરાતું હતું, જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સીલીકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સીલીકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા ચીપના ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી ! આજે સીલીકોનનું તન્ત્રજ્ઞાન વીશ્વભરમાં ફેલાઈ ગયું છે. કમ્પ્યુટર ક્ષેત્રના બે પ્રસીદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી સીદ્ધીઓ છે. જો કે ભુલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સીદ્ધીઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.
વીચીત્ર પરીસ્થીતીઓ સરજાવી કે વર્ષો સુધી ભુલભરેલી માન્યતાઓ સ્વીકારાવી વીજ્ઞાનવીશ્વમાં સ્વાભાવીક છે અને ક્ષમ્ય પણ છે; કારણ કે વૈજ્ઞાનીક અજ્ઞાતભુમીનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સુર્યમાં મનુષ્યવસતી જરુર છે ! અને જગતે ન્યુટનને એની ભુલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વીજ્ઞાનના ઈતીહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે. ભુલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનીયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની ભુલ સત્ય બનીને મનુષ્યજાતી માટે પથપ્રદર્શક બને છે.
Astrophysicists(આઈઝેક ન્યુટન, ટૉલેમી, નીકોલસ કોપરનીકસ અને યોહાનેસ કૅપલર)
ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પુરા બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી છે અને આ ભુલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની પ્રગતી 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વીધાને અટકાવી દીધી. પછી કોપરનીકસે આવીને કહ્યું કે એવું નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી નથી; પણ સુર્ય છે. ટોલેમીની ભુલ સુધારવાનું પાપ કરવા માટે કોપરનીક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલીક ચર્ચે કોપરનીક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટીન લ્યુથર જેવા ક્રાંતીકારી ધર્મપ્રવર્તકે કહ્યું : ‘બેવકુફ પોલ !’ (પોલ એટલે પોલેન્ડનો નાગરીક એ અર્થમાં.) કેલ્વીન અને બેકન જેવા વીચારકોએ કોપરનીક્સની મજાક ઉડાવી. અન્તે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનીક્સના સીદ્ધાન્તને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનીકસ આધુનીક ખગોળશાસ્ત્રનો પીતા ગણાય છે.
કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈ સ્કુલમાં ગણીતનો શીક્ષક હતો. ઈશ્વર એને એક સજારુપ લાગતો હતો. ‘જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી; જીજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે’ એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે સ્કુલમાં એના વર્ગમાં થોડા વીદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વીદ્યાર્થી આવ્યો નહીં. એ સારો શીક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દુરબીન હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું : ‘શા માટે ફક્ત છ જ ગ્રહો ? શા માટે, આઠ, દસ, પંદર, વીસ નહીં ?’ આવા વીચારો માટે કેપલરને દેશનીકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું : ‘હું દંભ ક્યારેય શીખી શક્યો નથી…’
ભુલ કોણ કરે છે, શોધક કે જગત ?  વૈજ્ઞાનીક પોતાની ભુલ તરત જ સ્વીકારી શકે છે; પણ જગત એટલું જલદી પોતાની ભુલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભુલી પણ શકતું નથી.સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનીયાઓની જેમ, વીજ્ઞાનની દુનીયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમીયાન જ તે માણસના સત્યનો જય થવો જરુરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.
જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કુલ શીક્ષક હતો. વીદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારુપે વપરાય છે. ઓહ્મે કહ્યું કે, ‘વીદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરીક ઘર્ષણ પર આધાર રાખે છે.’ આને ઓહ્મના નીયમ તરીકે વીદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે: બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આન્તરીક ઘર્ષણ સાથે ઉંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો નીયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તુટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વીચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું.
વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભુલ જ સત્ય હતી, એને ઉતારી પાડનાર વીદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકીસ્મત હતો કે એના જીવનકાળ દરમીયાન જ; પણ વર્ષો પછી 1849માં, એને ભૌતીકશાસ્ત્રનો પ્રૉફેસર બનાવવામાં આવ્યો.
વીજ્ઞાન અને તન્ત્રજ્ઞાનમાં દરેક અન્વેષક જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચુકી હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર કીરણો જેવાં જ કીરણો મેક્સીકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દીલ્હીમાં ઉભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઉભો જ છે અને એને કાટ લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી, જે કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજીપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય હતું ત્યારે એક સ્ટીમ એન્જીન શોધાયું હતું અને એનું કામ હતું, દીવાદાંડી પર પાણી ચડાવવાનું. બહુ જ આરંભીક યાન્ત્રીક પમ્પ એમાં જોડવામાં આવ્યો હતો અને આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકી દેવામાં આવ્યો. રાજાને થયું કે જો પમ્પ હશે તો મજુરો કામ નહીં કરે. મધ્યકાલીન બગદાદમાં એક ઈલેક્ટ્રીક બૅટરી બનાવવામાં આવી હતી; પણ એમાં આગળ સંશોધન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડીયો–સેટ બનાવ્યો, ત્યારે લોકોને થયું કે આ એક મનહુસ યન્ત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મીલ બનાવવામાં આવી હતી. આ દૃષ્ટાન્તમાં પણ રાજાએ નીષેધ ફરમાવ્યો; કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું ?
વીજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પુર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સમ્બન્ધ છે, જે બીન્દુ પર અટકે છે ત્યાંથી મારે શરુ કરવાનું નથી. મારું આરમ્ભબીન્દુ અને મારું અન્તબીન્દુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વીજ્ઞાનની દુનીયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરુર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઉર્જા કે વીદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઉર્જાનો સ્રોત હતું. વીજ્ઞાન એક પરમ્પરા છે, કલાઅંશત: એક પ્રણાલીકાનું ભંજન છે. કલામાં ભુલ નામનો શબ્દ બાહ્ય છે; બહુ સાન્દર્ભીક પણ નથી. વીજ્ઞાનમાં ભુલ એ બુનીયાદ છે અને ગુંબજ છે. ભુલ એક સહાયક શબ્દ છે.
ક્લોઝ અપ
દવા મારી ધર્મપત્ની છે; પણ સાહીત્ય મારી પ્રીયા છે.
જ્યારે હું એકથી થાકી જઉં છું, ત્યારે જઈને બીજી સાથે સુઈ જઉં છું.
…એન્ટન ચેખોવ…

‘ધર્મ અને વીજ્ઞાન’ અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;



અંધશ્રદ્ધા એ થીજી ગયેલી અબૌદ્ધીકતા છે. સદીઓથી માણસના મનના ડીપફ્રીઝરમાં જર્જરીત માન્યતાઓ અને વહેમોનો બરફ ઝામી ગયો છે. આપણો કહેવાતો ધર્મ બીજું કાંઈ નહીં; પણ આધ્યાત્મીકતાના ગેસથી ચાલતું કોમ્પ્રેસર છે. (બચુભાઈ કહે છે, ‘એ કોમ્પ્રેસરનું મોડેલ ઘણું જુનું છે. હવે અદ્યતન ટેકનોલોજીના ફ્રોસ્ટ ફ્રી ફ્રીઝમાં બીનજરુરી બરફ ઝામતો નથી. ફ્રીઝની જેમ સંસ્કૃતીય ફ્રોસ્ટ ફ્રી હોવી જોઈએ.) પશ્વીમમાંય અંધશ્રદ્ધાળુઓ વસે છે. પરંતુ તેમની તુલનામાં આપણે અતી અંધશ્રદ્ધાળુ પ્રજા છીએ. કમ્પ્યુટર ઈન્સ્ટીટ્યુટ કે હૉસ્પીટલોના દરવાજે પણ મરચું અને લીંબુ લટકતાં મેં જોયા છે. પેલા ડીપ ફ્રીઝરનો બરફ પીગળીને ગામ, શહેર, ગલી, નુક્કડ અને ઘરેઘરમાં ફેલાઈ ગયો છે. એ હકીકતનું સમર્થન શ્રી ખીમજીભાઈ કચ્છી (A–38 –જલારામ સોસાયટી, વેડ રોડ, સુરત–395 004. Mobile – 98251 34692)ની નીચેની ‘ધર્મ અને વીજ્ઞાન’ રચનામાંથી મળે છે.
‘ધર્મ અને વીજ્ઞાન’
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી, ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
ધુપછાંવ
અંધશ્રદ્ધાનો જો હોય વીષય તો, પુરાવાની જરુર પળેપળ છે;
ઝાંઝવાથી પ્યાસ ન બુઝાય તો, શીદ માનીએ કે જળ છે…?
–દીનેશ પાંચાલ

real truth

અજ્ઞાત
*અતિશ્રદ્ધા* છે *અવળચંડી,*
*વેવલાપણાંનાં વાવેતર* કરે.
🔹યુરોપે અટપટાં *યંત્રો* શોધી ફીટ
કર્યાં *ફૅક્ટરીમાં;*
🔸આપણે *સિદ્ધિયંત્રો* બનાવી,
ફીટ કર્યાં *ફોટામાં.*
🔹પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
🔸આપણે *ગ્રહોના નંગ* બનાવી,
મઢી દીધા *અંગુઠીમાં.*
🔹જાપાન *વિજાણુ યંત્રો* થકી,
સમૃદ્ધ બન્યું જગમાં;
🔸આપણે *વૈભવલક્ષ્મીનાં વ્રતો* કરી,
ગરીબી રાખી ઘરમાં.
🔹અમેરીકા *વૈજ્ઞાનિક અભિગમથી*
બળવાન બન્યો વિશ્વમાં;
🔸આપણે *ધાર્મિક કર્મકાંડો થકી,*
કંગાળ બન્યા દેશમાં.
🔹પશ્ચિમે *પરિશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું*
આ લોકમાં;
🔸આપણે *પુજાપાઠ–ભક્તિ કરી,*
સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
🔹ઍડવર્ડ જેનરે રસી શોધી, *શીતળા*
નાબુદ કર્યા જગમાં;
🔸આપણે *શીતળાનાં મંદિર બાંધી,*
મુર્ખ ઠર્યા આખા જગમાં.
🔹 *પર્યાવરણ–પ્રદુષણથી* જયારે
જગત આખું છે *ચિંતામાં;*
🔸આપણે *વૃક્ષો જંગલો કાપી,*
લાકડાં ખડક્યાં *ચીતામાં..*
🔹 *વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,*
લોકોને પીડે આ દેશમાં;
🔸 *ફાલતુશાસ્ત્ર* છે એ,છેતરાશો નહીં,
*ઠગનારા ઘણા* છે આ દેશમાં.
🔹સાયંટિફિકલિ *બ્લડ* ચૅક કરી,
ઍંગેજમેન્ટ કરે પશ્ચિમમાં,
🔸સંતાનોને ફસાવી *જન્મકુંડળીમાં,*
*લગ્નકુંડાળાં* થાય આ દેશમાં.
🔹 *લસણ–ડુંગળી–બટાકા* ખાવાથી
*પાપ* લાગે આ દેશમાં,
🔸 *આખી ને આખી બેન્ક* ખાવા છતાં
*પાપ ન* લાગે આ દેશમાં.

current

પશ્ચિમે *ઉપગ્રહ* બનાવી,
ગોઠવી દીધા *અંતરિક્ષમાં;*
આપણે *ગ્રહોના નંગ* બનાવી,
મઢી દીધા *અંગુઠીમાં.*

ગ્રહો આપણી પાછળ નથી પડ્યા આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ –રોહીત શાહ

ગ્રહો આપણી પાછળ નથી પડ્યા

આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ

–રોહીત શાહ
તમારે નીયરેસ્ટ ફ્રેન્ડ–સર્કલમાં સૌના ડીયરેસ્ટ બની જવું હોય તો એની એક માસ્ટર–કી છે. કોઈ પણ એક વ્યક્તીનો હાથ જોઈને એના વીશે બે–ત્રણ આગાહીઓ કરી દો. ઍસ્ટ્રોલૉજીનો તમને થોડોક અભ્યાસ અથવા અનુભવ છે એવું સૌને લાગવા દો. પ્રથમ બે–ત્રણ વ્યક્તીઓ વીશેની આગાહી વાજબી લાગે એવી હોવી જોઈએ. તમે એ વ્યક્તીથી પરીચીત હશો એટલે યોગ્ય અને ઉચીત આગાહીઓ કરવામાં તમને કોઈ પ્રૉબ્લેમ નહીં નડે.
તમે જોજો, એ વખતે આસપાસમાં ઉભેલા સૌ કોઈને તેમની હથેળી તમારા સુધી લંબાવવાની ચળ ઉપડશે. મહીલાઓ સાથે ખાસ ફ્રેન્ડશીપ કરવા માટે આ રામબાણ ઈલાજ છે, કારણ કે દરેક બીજી મહીલાને જ્યોતીષના આધારે પોતાનું ફ્યુચર જાણવાની ક્યુરીયોસીટી હોય છે. આ કારણે જ તાંત્રીકો–વીધીકારો સામે મહીલાઓ વધુ છેતરાઈ જતી હોય છે.
જે લોકો એમ માને છે કે જ્યોતીષ બહુ મહાન શાસ્ત્ર છે અને એનું જ્ઞાન બહુ ગહન છે એ લોકોને તો જ્યોતીષમાં શ્રદ્ધા અને ઈન્ટરેસ્ટ હોય એ સ્વાભાવીક છે. લેકીન–કીન્તુ–પરન્તુ વીસ્મયની વાત તો એ છે કે જે લોકો જ્યોતીષને બકવાસ, વાહીયાત અને નકામું સમજે છે એવા લોકોનેય પોતાનું ફ્યુચર જાણવામાં ઈન્ટરેસ્ટ હોય છે.
વ્યક્તીગત રીતે જ્યોતીષને હું ધતીંગ જ માનું છું. ભોળા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એક બીઝનેસ છે જ્યોતીષ. છતી આંખે આંધળા અને પાંગળા કરી મુકવાનું કામ જ્યોતીષ કરે છે એવું હું ચુસ્તપણે માનું છું. છતાં મનોરંજન ખાતર જ્યોતીષી સાથે સંવાદ કરવાનો ચાન્સ મળે ત્યારે ‘ઈન્ટરેસ્ટ’ બતાવું છું ! મૅજીશ્યન જ્યારે મૅજીક કરે ત્યારે બધું હમ્બગ જ હોય છે એવી ખાતરી હોવા છતાં મનોરંજન માટે આપણે એવા પ્રયોગો જોવા પૈસા ખર્ચીને જઈએ જ છીએને ! મોટા ભાગનું મૅજીક તો બે જ બાબતોમાં સમાયેલું હોય છે : વસ્તુને છુપાવતાં આવડવી અને છુપાયેલી વસ્તુને ચાલાકીપુર્વક પ્રગટ કરી બતાવવી. ઝડપ અને ચપળતા જરુરી છે. જ્યોતીષનુંય તદ્દન એવું જ છે. એમાંય બે બાબતો ઈમ્પોર્ટન્ટ છે : સામેની વ્યક્તીની માનસીકતા અને સામાજીક ભુમીકા જોઈને આગાહી કરવી તથા આગાહી સાવ સાચી–શ્રદ્ધેય લાગે એવી સ્ટાઈલ ઑફ પ્રેઝન્ટેશન રાખવી. ક્યારેક કોઈ આગાહી ખોટી પડી જાય તો એ માટેનું નક્કર કારણ કે વાજબી બહાનું બનાવતાં તમને આવડતું હોય તો પછી સમજો કે તુમ્હારી તો નીકલ પડી, બૉસ !
ગયા અઠવાડીયે જ એક અખબારમાં લગ્ન–વીષયક ઍડ્વર્ટાઈઝમેન્ટ વાંચી હતી : ‘કૅનેડાથી માત્ર દસ દીવસ માટે ઈન્ડીયા આવેલા પટેલ બીઝનેસમૅન માટે કન્યા જોઈએ છે. બાયોડેટા અને કુંડળી સહીત તરત કૉન્ટૅક્ટ કરશો.’ માણસ એજ્યુકેટેડ હોય અને વીદેશમાં જઈને બીઝનેસ કરતો હોય એટલે પોતાનું ભોટપણું છોડી જ દે એવું કંઈ થોડું હોય ?
કુંડળી શાના આધારે બને છે ? જન્મના ગ્રહોની પરીસ્થીતીના આધારે. જન્માક્ષરમાં જન્મની તીથી–તારીખ અને જન્મનો સમય પર્ફેક્ટ હોવો જોઈએ એમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર દરેક દેશમાં સમય જુદો–જુદો હોય છે. ભારતમાં ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક જ છે, અમેરીકામાં ત્રણ–ત્રણ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. આ ઉપરાન્ત દરેક ઘડીયાળનો પણ કોઈ એક ફીક્સ સમય નથી હોતો. વ્યક્તીના જન્મ વખતે કઈ ઘડીયાળનો અને કયા દેશનો ટાઈમ, સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે માન્ય રાખવો ? જન્મની ક્ષણનો પ્રભાવ, શું વ્યક્તીના આયુષ્યની અન્તીમ ક્ષણ સુધી પડતો રહે છે ?
જ્યોતીષી કદી સ્પષ્ટ ભાષામાં આગાહી કરતો નથી એવું કેમ ? રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન થશે જ અથવા રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન નહીં જ થાય – આ બેમાંથી જ કોઈ એક રીઝલ્ટ આવવાનું ફીક્સ છે. જ્યોતીષીઓ આપણને આ બે અન્તીમોની વચ્ચે ઝુલાવ્યા કરે છે. છાતી ઠોકીને તેઓ કોઈ એક જ રીઝલ્ટ ડીક્લેર કરતા નથી. વૈજ્ઞાનીકોની આગાહીની ભાષા સ્પષ્ટ હોય છે. ફલાણી તારીખે અને ફલાણા સમયે – અમુક સેકન્ડે સુર્યગ્રહણ થશે એમ આગાહી કરે છે અને દર વખતે એવું અવશ્ય બને જ છે. જ્યોતીષનું શાસ્ત્ર ગણીતના આધારે રચાયેલું છે એમ કહેવાય છે, તો પછી એની આગાહીની ભાષા પારદર્શક કેમ નથી ? એ હંમેશાં ગોળ-ગોળ જ કેમ હોય છે ?
ભવીષ્ય જાણવાનું કુતુહલ માણસની બડી કમજોરી છે. જ્યોતીષીઓ એ કમજોરીના મુડીરોકાણ પર પોતાની ઈન્ડસ્ટ્રી ચલાવતા હોય છે. મારી દૃષ્ટીએ જ્યોતીષશાસ્ત્ર આદમીને ગુમરાહ કરનારું, કમજોર બનાવનારું એક ભયાનક પૉલ્યુશન છે. જ્યોતીષને કારણે કોઈની જીન્દગી સુધરી ગઈ હોવાનું કદી નથી જાણ્યું; પરન્તુ જ્યોતીષના કારણે અનેક લોકોની લાઈફ ડીસ્ટર્બ થઈ છે અને કેટલાકની લાઈફ તો બરબાદ થઈ ચુકી છે.
મર્સીડીઝ ગાડીની આગળ
લીંબુ–મરચાં લટકતાં જોઉં છું ત્યારે મને ખાતરી થઈ જાય છે કે અન્ધશ્રદ્ધાને ગરીબ–શ્રીમન્તનો ભેદભાવ નડતો નથી. ક્યારેક તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધાની દીશામાં દોડવાનું વધુ માફક આવે છે અને પાખંડીઓ તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધા તરફ દોડાવવા જ ટાંપીને બેઠા હોય એ સ્વાભાવીક સત્ય છે.
ધનવર્ષા અનુષ્ઠાન થશે
મને લાગે છે કે ગ્રહો કદી માણસની પાછળ નથી પડતા, માણસ જ ગ્રહોની પાછળ આદુ ખાઈને પડેલો રહે છે. ગળચટ્ટી ભ્રાન્તીઓની પાછળ ભટકવાનું આપણને બહુ ગમે છે. કોઈ સાધુને વાહીયાત સપનું આવે અને જમીનમાંથી 1000 ટન (પછીથી 21000 ટન) સોનું મેળવવા ખોદકામ કરીને લાખો રુપીયા વેડફવા આપણે રઘવાયા થઈ ઉઠીએ છીએ. પબ્લીસીટી સ્ટન્ટ કરનારા પાખંડીઓને પુજનારો બહુ મોટો જથ્થો આપણી પાસે છે. એક બ્રેકીંગ ન્યુઝ પ્રમાણે ભારતને આર્થીક સંકટમાંથી બચાવવા માટે અમદાવાદમાં 1,25,000 ધનવર્ષા શ્લોકનો મંત્રજાપ થવાનો છે. 20 થી 28 નવેમ્બર દરમ્યાન 500 બ્રાહ્મણો તથા અનેક સાધુ–સન્તો ભેગા મળીને આ મન્ત્ર–અનુષ્ઠાન કરવાના છે. શું આ અનુષ્ઠાન પછી સાચે જ ધનવર્ષા થશે ? થશે તો ક્યાં થશે ? ગુજરાતમાં કે પછી સમગ્ર ભારતમાં ? અને જો આ અનુષ્ઠાન પછીયે કોઈ જ ધનવર્ષા ન થાય તો એના સમર્થક સાધુ–સન્તો કબુલ કરવાની નૈતીક હીમ્મત બતાવશે ખરા કે આ નર્યું જુઠાણું જ હતું ?
એક જ સમસ્યા છે
આપણા દેશમાં જેટલો ફેસ–પાઉડર નથી વપરાતો એટલાં અબીલ, ગુલાલ અને કંકુ વપરાય છે. લાલ–કાળા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, વાસક્ષેપ, ભભુતીઓ, માદળીયાં, તાવીજો આ બધાંની એક બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે, જે દર વર્ષે અન્ધશ્રદ્ધાનો મબલખ નફો રળે છે. સન્તાન ન થતું હોય, સન્તાનનાં લગ્નનો મેળ ન પડતો હોય, બીઝનેસમાં બરકત ન હોય, ફાઈનૅન્શીયલી તંગી રહેતી હોય, પત્ની બીજા પુરુષ જોડે ભાગી ગઈ હોય, પતીને કોઈકની સાથે લફરું હોય, કોઈને કશો વળગાડ હોય, કોઈ દીમાગી પરેશાની પજવતી હોય – આવી અનેક સમસ્યાઓના માત્ર પાંચ જ મીનીટમાં ઉકેલ લાવી આપનારા લોકોની બહુ મોટી ફોજ આપણા દેશમાં છે. સમસ્યા એટલી જ છે કે એવા તાંત્રીકો–વીધીકારોની સમસ્યાનાં કોઈ સૉલ્યુશન્સ ખુદ તેમની પાસેય નથી !
રોહીત શાહ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી