Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

3 March 2015

મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

માનવ મનમાં રોજે રોજ કેટ કેટલા વિચારો આવે છે અને પસાર થઇ જતા હોય

છે ! સ્નાન કરતાં સાબુની ગોટી હાથમાંથી સરકી જાય એમ સ્તો !

માનવ, મન અને મનન અન્યોન્ય જોડાયેલાં હોય છે .

દરેક સર્જનનું મૂળ વિચાર છે અને વિચાર મન-મગજની પેદાશ છે.

મારા વિચાર મંથનના નવનીત સમાં ,મન-મગજમાંથી એ જતાં રહે

એ પહેલાં મારી નોંધપોથીમાં ટપકાવી લીધેલાંમાંથી કેટલાંક મુક્તકો

આજની પોસ્ટમાં મુક્યાં છે .આશા છે આપને એ વાચવાં –વિચારવાં ગમશે.


 Mari nodh Pothi

માનવ ઉડીને આજે પહોંચ્યો, મંગળના ગ્રહમાં ,ઉંચે અવકાશમાં ,

ના ચઢ્યો ,ખબર પૂછવા ,દુખી પડોશીના ઘરનાં, બે પગથીયાં .

================

સ્ત્રીઓને બસ ચાહતા રહો, બહુ સમજવાની જરૂર નથી,

પુરુષોને બસ સમજતા રહો,આપો આપ ચાહવા લાગશો.

===================

દુખો સહન કરી કરી , એ સહન કરવાની આદત પડી છે,

સુખો મળે છે એમાં ય ,દુઃખોની દહેશત લાગવા માંડી છે !

=====================

આમ તો જગતમાં રોજ લાખો લોકો મૃત્યુથી મરતાં હોય છે,

ઘરે મૃત્યુ દસ્તક દે ત્યારે જ, મૃત્યુની વિકરાળતા દેખાય છે. 

===================

સુરજ રોજ ઉગે છે એક સરખો પૂર્વ દિશામાં બધે,

પરંતુ નઝારો સવારોનો કેવો જુદો જુદો દીસે બધે,

પશ્ચિમમાં પાણી દુકાળ હોય તો પૂર્વમાં હોય ઘોડાપુર,

પર્યાવરણની ખૂબીઓ જોઈને આ બધી, અજબો ગજબ,

વિચાર આવે,ઓ પ્રભુ,તારી લીલાઓ કેટલી અગમ છે !

=================

જિંદગીમાં ધાર્યો બદલાવ જો તમે ચાહતા હો તો,

સંજોગો પ્રત્યેનો તમારો અભિગમ બદલવો જ પડે.

=====================

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ  છે !

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

==================

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

=================

દુખ પછીનું સુખ, ખુશી લઈને આવે છે,

હાર પછીની જીત જ ગૌરવ અપાવે છે .

======================

મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,

કર ગ્રહી, માર્ગદર્શક બની, એ જ મને સદા દોરી રહ્યો,

જીવન માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો ,

માર્ગના દરેક પગલે, મારી સાથે, પ્રભુ તું ચાલી રહ્યો.

===================.

પ્રભુ ,હું છું એક અદનો પામર મનુષ્ય ,

તું જ સંભાળી રહ્યો છે મારી આયુ દોર,

જેમ જીવાડે ત્યાં સુધી મારે જીવવું છે,

અને પછી તારામાં જ ભળી જવું છે.

===========

નથી મને કોઈ મહેચ્છાઓ સો વર્ષ જીવી જાઉં એવી,

થોડા વરસોની ભલેને હોય , જિંદગી હોય ખુશી ભરી.   

 

વિનોદ પટેલ

મર્યાદા પુરૂષોત્તમ રામ

મર્યાદા પુરૂષોત્તમ રામ
વિશ્વમાં વસુધૈવ કુટુંબની ભાવના સાથે સંપ,સહકાર,સ્નેહ અને સરળતા જો કોઇ દેશે અપનાવી હોય તો તે છે હિન્દુસ્તાન. બિનસાંપ્રદાયિક્તા એ તેની આગવી ઓળખ છે. સર્વ ધર્મ સમભાવના સંસ્કારોનું સિંચન આદિઅનાદી કાળથી આ દેશમાં થતું આવ્યું છે. આ દેશનો મુખ્ય ધર્મ હિન્દુ છે. સૌથી પ્રાચીન એવો આ ધર્મ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તેના મોટા ભાગના અનુયાયીઓ ભારત અને નેપાળમાં વસે છે. આ ઉપરાંત બાંગ્લાદેશ,ઇંડોનેશિયા,પાકિસ્તાન,મલેશિયા,શ્રીલંકા,સંયુક્ત રાજ્ય અમેરીકા, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, મોરેશિયસ,દક્ષિણ આફ્રિકા, ગુયાના,ટ્રિનિદાદ,ટોબેગો અને સુરીનામમાં સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
અનેક ચડાવ ઉતાર વચ્ચે આજે પણ હિન્દુ ધર્મ અને ધર્મગ્રંથો વિશ્વમાં અડીખમ ઊભા છે. વિશ્વના અનેક દેશોએ આ હિન્દુ ધાર્મિક સંસ્કૃતિનો અભ્યાસ કરી અપનાવેલ છે. આ ધર્મના પ્રચારપ્રસારમાં રામાનુજ,ચૈતન્ય મહાપ્રભુ અને માધવાચાર્ય જેવા આચાર્યોએ મોટુ યોગદાન આપેલ છે. ત્યાબાદ યોગ અને વેદાંત સાથે હિન્દુ ધાર્મિક સંસ્કૃતિને વિશ્વમાં નામના અપાવનાર શ્રી રામકૃષ્ણ,રમણ મહર્ષિ,સ્વામી પ્રભુપાદ,શ્રી અરવિંદ,સ્વામી વિવેકાનંદ,પરમહંસ યોગાનંદ, બી.કે.એસ.ઐયગંર અને સ્વામી રામ રહ્યા.   
હિન્દુ ધર્મમાં ઘણા ગ્રંથો રચાયા છે. જે ઇશ્વર અને આસ્થા,તત્વજ્ઞાન,પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે. આ ગ્રંથોમાં વેદો અને ઉપનિષદોને સૌથી મહત્વપૂર્ણ,પ્રાચીન અને આધિકારીક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં રામાયણ,મહાભારત અને ગીતાનો સમાવેશ થાય છે. ઇ.પૂ. 500-100 માં રામાયણ અને મહાભારતની રચના થઇ હશે તેમ માનવામાં આવે છે.
રામાયણ એ એવું મહાકાવ્ય છે કે જે આજે ઘર ઘર કી કહાની બની ગયું છે. ગોસ્વામી તુલસીદાસે 500 વર્ષ પૂર્વે ખડી હિંદી ભાષામાં લોકો સમજી શકે તેવી સરળ રીતે રામચરિત માનસની રચના કરી. રામચરિત માનસ એ દરેક વર્ણના,જાતિના, સંપ્રદાયના,ધર્મના માનવ અર્થાત સમગ્ર વિશ્વના દરેક માનવ માટેનું મહાકાવ્ય છે. રામાયણની કથા મહદઅંશે ભગવાન રામ સાથે સંકળાયેલ છે. રામ શબ્દનું ઉચ્ચારણ માત્ર જ મનની શાંતિ અપાવે છે.  
‘રામ’ શબ્દમાં ર, અ, મ, આ ત્રણ અક્ષરો આવે છે.   
‘ર’ એ અગ્નિનું બીજ છે તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે.
‘અ’ એ સૂર્યનું બીજ છે તે મોહાંધકારનો નાશ કરે છે.
‘મ’ એ ચંદ્રનું બીજ છે તે ત્રિવિધ તાપ,આધિ,વ્યાધિ,ઉપાધિને હરે છે.
‘ર’ કાર બ્રહ્મમય છે,
‘અ’ કાર વિષ્ણુમય છે,
‘મ’ કાર શિવમય છે.
રાજા દશરથના રાજ્યમાં અનેકાનેક સુખ સમૃધ્ધિઓ હતી, પણ એક શેર માટીની ખોટે રાજાની ઉંઘ હરામ કરી નાખી હતી. અનેક યજ્ઞો,દાન-દક્ષિણા અને ભગવાનના આશીર્વાદથી રાજાની ત્રણે રાણીઓ કૌશલ્યા,કૈકયી અને સુમિત્રાએ ચાર પુત્રરત્નોને જન્મ આપ્યો. ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાજીના ઉદરે રામચંદ્ર ભગવાનનો જન્મ થયો,જ્યારે કૈકયીએ ભરતને તથા સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો.
રામના જન્મ સમયે ખુદ ભગવાને પુષ્પવૃષ્ટિ કરી છે. સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોવા છતાં ક્યારેય તેમના જીવનમાં એ ભાવ જોવા મળ્યો નથી. તેમનું સમ્રગ જીવન બીજાના ભલા માટે બન્યું હોય તેમ તેઓ જીવ્યા છે. શિક્ષા પ્રાપ્ત કરવા ગુરૂના આશ્રમમાં પણ કોઇ છળકપટ,કોઇ શિષ્યની હેરાનગતિ ન કરવી,સૌને સન્માન આપવું, સંપથી રહેવુ,ગુરૂની સેવા કરવી જેવા ઘણા બધા ગુણો આપણે આત્મસાત કરવા જોઇએ. તે જમાનામાં રાજાઓ અનેક પત્નીઓ રાખી શકતા હતા તેમ છતાં તેઓએ એક પત્નીવ્રત પાળ્યું છે. તેઓ જીવન દરમ્યાન વચનપાલક રહ્યા. માતા કૈકયીની દાસી મંથરાની કાનભંભેરણીથી મળેલા ચૌદ વર્ષના વનવાસ માટે પોતાના પિતાએ આપેલ વચનનું પાલન કરવા સહેજપણ આનાકાની કર્યા વિના  સહજતાથી તેને સ્વીકારી લીધો. જે તેમની પિતૃભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
કોઇકે સાચે જ કહ્યું છે કે, પ્રત્યેક પિતાની યુવાની...... નિજ નવજાત પુત્રની ચાલણગાડી બનવાથી શોભે છે: અને પ્રત્યેક પુત્રની યુવાની............ વયોવૃદ્ધ પિતાની ટેકણ લાકડી બનવાથી શોભે છે. ‘રામનામ’ એ બ્રહ્મા,વિષ્ણુ,મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. તે ઓમકાર સમાન છે,ઓમકાર જ બ્રહ્મા છે,આત્મરૂપ છે. રામ સૌ જીવોના ઉધ્ધારક છે. અનેક જીવોનો તેઓએ ઉધ્ધાર કર્યો છે. પાપી,દુરાચારી અને અધોગતિને પામેલ કોઇ પણ જીવને તેઓએ નવજીવન બક્ષ્યું છે.

જીવનમાં જ્યારે ‘રામ’ ભુલાય છે ત્યારે જ ‘કામ’ નો પ્રવેશ થાય છે. ભગવાન શ્રીરામ એક ભાઇ તરીકે, એક પતિ તરીકે,એક પુત્ર તરીકે,એક મિત્ર તરીકે આપણા સૌના આદર્શ રહ્યા છે,ક્યારે ય તેઓએ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી એવા મર્યાદા પુરૂષોત્તમ રામ એ આપણી ધરોહર છે. આવો આપણે સૌ એકમેકના થઇને રહીએ,આપણી સંસ્કૃતિ,સભ્યતાને અનુસરીએ અને આવનારા પડકારોનો સામનો કરીએ.

એવોર્ડ વાંછું કવિનું ગીત!!! ….–કૃષ્ણ દવે

એવોર્ડ વાંછું કવિનું ગીત!!!    ….–કૃષ્ણ દવે

 

છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું,

મારી આ પંક્તિ છે,છાપો,એક તો એવોર્ડ મને આપો . . .! 

ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીનાવ્હેમમાં ?

એવોર્ડ મેળવવાની કળા” એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં. 

ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો 

એક તો એવોર્ડ મને આપો . . .!!

ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય, 

ઉઠતાં ઘોંઘાટમાંય સુરીલો કંઠ કોક નાનું પણ ગીત મારું ગાય; 

એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો ,

એક તો એવોર્ડ મને આપો . . .!!

ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર, 

વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર ?

એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો ?

એક તો એવોર્ડ મને આપો . . .!!!! 

 કૃષ્ણ દવે


વાંસલડી ડૉટ કૉમ ……કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?

કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.

તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.

કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.

એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.

કાનજીની વેબસાઈટ…

 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી