Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

2 July 2018

આત્માનું ઔષધ.... પુસ્તકાલય

ઘણાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે. અને વિદ્યા મળે છે પુસ્તકો દ્વારા. તો તે પણ આપણા સારા મિત્રો થયાં ને! માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને સુખ હોય કે દુ:ખ, તડકો હોય કે છાંયડો તે હંમેશા સાચા મિત્રની જેમ આપણી સાથે રહે છે.
દુનિયામાં દરેક સંબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે તો દુ:ખની અંદર આપણી સાથે રડે પણ છે. ભલે દુ:ખના સમયે દુનિયાનો કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય અને આપણા આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે.
લેખકોનું.... સન્માન
આત્માનું ઔષધ.... પુસ્તકાલય

Image may contain: 4 people, including Arvind Patel and Pravin Darji, people standing
 Image may contain: 2 people, people smiling

*આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*

*આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન પર ઉજવવામાં આવે છે. આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગ મનુષ્યો માટે લાંબુ આયુષ્ય પૂરું પાડે છે. પ્રથમ વખત 21 જૂન, 2015 ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કે જેની પહેલ યુએન જનરલ એસેમ્બલી ખાતે તેમના ભાષણ સાથે 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી.
21 જૂન થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં 193 સદસ્યો દ્વારા 21 જૂનના ના રોજ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટેની દરખાસ્ત ને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી મોદી ના આ પ્રસ્તાવ ને 90 દિવસમાં જ પૂર્ણ બહુમતીથી સ્વીકારવામાં આવ્યો હતો, કે જે કોઈપણ પ્રસ્તાવની મંજુરી માટેનો અત્યાર સુધીનો સૌથી ઓછો સમય છે.
 Image may contain: one or more people, people standing, crowd, tree and outdoor
Image may contain: 7 people, crowd and outdoor
Image may contain: 4 people, people smiling, people standing and outdoor
: સાદી અને સરળ યોગની વ્યાખ્યા......
"પ્રેમ, શાંતિ અને ખુશીનો શ્વાસ અંદર, નફરત, ગુસ્સો અને ઇર્ષાનો શ્વાસ બહાર".

~ યોગ દિવસ નિમિત્તે શુભકામના........
કિંમતી કોને કહું!! સાહેબ...
શાહજહાં ના તાજમહલ ને કે
શ્રવણ ની કાવડ ને..
પ્રેમની હાજરી તો બંન્ને માં છે.
🕯️🕯️અરવિંદ કે પટેલ 🕯️




No automatic alt text available.Image may contain: 1 person, text and closeup

જે વિખૂટાં થયા તેમને મળી લેજો, બહું મોડું નથી થયું હજી,

જે વિખૂટાં થયા તેમને મળી લેજો, બહું મોડું નથી થયું હજી,
સંગાથે બેસી હસી અને રડી લેજો, બહું મોડું નથી થયું હજી.
ચાર દિવસની જીંદગી ને શું લડવું, ઝઘડવું વ્યર્થ કારણોથી,
જે રિસાયાં છે તેમને મનાવી લેજો, બહું મોડું નથી થયું હજી.
કંઇક કેટલાયના હૈયાં દુખાવ્યા હશે, જાણ્યે-અજાણ્યે તમેય,
વેળાસર જઈને માફી માંગી લેજો, બહું મોડું નથી થયું હજી.
હશે મનમાં પ્રેમ અપાર કોઈના માટે, પણ ડરતા હશો કોઈ,
તેની સામે જઈ સ્વીકાર કરી લેજો, બહું મોડું નથી થયું હજી.
કોઈ આતુરતાથી રાહ જુએ છે તમારી નેણ બિછાવી ‘અખ્તર’
આપ્યાં છે જે વચન, નિભાવી લેજો, બહું મોડું નથી થયું હજી..
🕯️🕯️અરવિંદ કે પટેલ 🕯️

No automatic alt text available.

કસોટી માંથી પાર ઉતરે તે જ પૂજન યોગ્ય બને."..

શ્વેત આરસ પહાણ થી બનાવેલું એક મંદિર હતું,એમાં ભગવાન ની પ્રતિમા પણ સંગેમરમર ની હતી.શ્રદ્ધાળુઓ ત્યાં મોટી સંખ્યામાં આવતા.લોકો જયારે પગથીયા પરથી પસાર થતા ત્યારે પગથીયા નો પથ્થર રુદન કરતો.
એકવાર એક મુની મંદિરે આવ્યા.એમણે આ પથ્થર નું રુદન સાંભળ્યું અને એનું કારણ પૂછ્યું.
પગથીયાનો પથ્થર કહે,"હું અને પ્રતિમા એક જ શિલામાંથી બન્યા છીએ છતાં મારા પર લોકો પગ મુકે છે અને એની સામે મસ્તક નમાવે છે,આવો ભેદભાવ કેમ??"
મુનીએ જવાબ આપ્યો કે "જયારે પ્રતિમાનું નિર્માણ થતું હતું ત્યારે ટાંકણા નાં થોડા ધા લાગતા, તું બટકી ગયો જયારે પ્રતિમા નાં પથ્થરે અડીખમ રહીને ટાંકણા નાં અસંખ્ય ઘા ઝીલ્યા ."
બોધ : "કસોટી માંથી પાર ઉતરે તે જ પૂજન યોગ્ય બને."..

ગમે ખરું કે...?

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?
ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું સાજન તમને ગમે ખરું કે?
આંસુ ને ઝાકળ એ બંને રોજ ખરે પણ કોણ ઝીલતું?
પુષ્પ અગર તો પથ્થર બનવું સાજન તમને ગમે ખરું કે?
મનગમતી વાતો જે મનમાં, મનમાં-મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું સાજન તમને ગમે ખરું કે?
પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું કે?
વાત કરું કે કહું વાર્તા, સાજન તમને ગમે ખરું કે?
🌷🌹🕯️અરવિંદ કે પટેલ 🕯️🌷🌹

On Line પ્રેમ...

On Line પ્રેમ...
તારું D P રોજે રોજ બદલાય છે..
અહીંયા B P Up Down થાય છે...
Status જરા સમજીને લખવાનું..
વિચારોની Speed Over જાય છે...
Selfi માં બહુ નાટક નઇ કરવાના..
Mobile Screen પણ ભીંજાય છે...
અને વારંવાર On Of નઇ થવાનું..
G N કહ્યા પછી એ જગાય છે...
જાગીને તરત જ G M કહેવાનું..
નઇતો Sunrise માથે ઝંખાય છે...
તારા Whatsup ના Green ટપકાં..
મને Hang કરીને પાછા સંતાય છે...
મેં હમણા Facebook ચાલુ કર્યું છે..
ત્યાં નવા Face નું જગત દેખાય છે...jn
🌹🌹🕯️અરવિંદ કે પટેલ 🕯️🌷



કમાલ છે...Happy Doctor's Day

Happy Doctor's Day

 કમાલ છે...

બાયોલોજી અને સાયંસ લઇ ડૉક્ટર થવાય છે , કમાલ છે
નીટની રીત થી એમ.બી.બી.એસ થવાય છે , કમાલ છે
Image may contain: food and textImage may contain: 3 people, people smiling
બધાને જીવાડે છે તેથી પ્લસ લખે છે ......??, કમાલ છે
ભગવાન પછી ડૉક્ટરની ગણના થાય છે , કમાલ છે
ભયંકર આપરેશનો કરી લાખોના જીવન બચાવે છે , કમાલ છે
હુમલો આવે અને ન બચે તો તેની પર હુમલો થાય, કમાલ છે
લાખો કમાવ્યા એ દેખાય લાખોને બચાવ્યા એ ના દેખાય, કમાલ છે
'અરવિંદ 'ડૉક્ટર દિવસે માત્ર વંદન જ કરાય, કમાલ છે
અરવિંદ કે પટેલ... ઐક્ય...

vichar ganga



દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી