Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

3 April 2017

શરીર તો છે ખરું ધર્મસાધન !

શરીર તો છે ખરું ધર્મસાધન !જીવનમાં પહેલા સુખનો દરજ્જો શરીર સ્વાસ્થ્યને અપાયો છે. શરીરે સુખીતે સુખી સર્વ વાતે. એમ પણ કહેવાયું છે. આરોગ્યમ્ પરમમ્ સુખમ્’ તો ખરું જ પરંતુ શરીરમાદ્યમ્ ખલુ ધર્મસાધનમ્” કહીને તો શરીર સ્વાસ્થ્યની જરુરીયાતને બહુ જ મહત્વ અપાયું છે.
 હજારો વર્ષથીકહો કે માનવજાતને શરીરનું મહત્વ સમજાયું ત્યારથી જ એની કાળજી લેવાનુંએને માટેની તકેદારી અગાઉથી રાખવાનુંશરીર બગડેઅસ્વસ્થ થાય તો એને દુરસ્તસાજું કરવાનું અને એ માંદું પડે જ નહીં તે માટેની સમજપુર્વકની તૈયારી કરી રાખવાનું અને કરતાં રહેવાનું કાર્ય જીવનનાં અત્યંત મહત્વનાં કાર્યોમાંનું એક સીદ્ધ થયું છે. 
શરીર સ્વાસ્થ્ય માટે કેટકેટલી પથી’ જગતભરમાં સ્થપાઈ છે !! કેટકેટલી પદ્ધતીઓ અમલમાં મુકાઈ રહી છે !! who જેવી વીશ્વ આરોગ્ય સંસ્થા પણ અસ્તીત્વમાં આવી જેણે જગત સમસ્તના આરોગ્યની ચીંતા હૈયે ધરી રાખી છે !
 માંદગી આવે જ નહીં અને આવે તો એની ચીકીત્સા કરવાનું કાર્ય દરેક પથમાં પાયાનું કાર્ય મનાયુંમનાવાયું છે.

આમાંનો જ એક પથ મુત્રચીકીત્સાનો છે. ભારતીય ચીકીત્સાશાસ્ત્ર આયુર્વેદમાં માનવમુત્ર ઉપરાંત બીજાં અનેક પ્રાણીઓના મુત્ર દ્વારા માનવચીકીત્સા કરવાનો એક અલગ વીભાગ છેજેમાં અનેક રોગો પર જે તે પ્રાણીઓના મુત્ર દ્વારા સફળ ઉપચારો થતા આવ્યા છે.
 વીદેશોમાં તો શ્રી આર્મસ્ટ્રોંગ દવારા વૉટર ઓફ લાઈફ’ (‘જીવનજલ’ શબ્દમાંના જીવન શબ્દમાં જ જલ શબ્દનો સમાવેશ થઈ જ જાય છે !) તરીકે માનવમુત્રને જે મહત્વ મળ્યું તેણે સમગ્ર માનવજાતીનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ તો સ્વમુત્ર ચીકીત્સા વીશ્વભરમાં ફેલાઈ એટલું જ નહીં પણ કેન્સર જેવા જીવલેણ રોગને પણ દસ ગજ દુર રાખવામાં સફળ રહી !!
 ભારતીય આરોગ્ય વીજ્ઞાન જેમ શરીરને ધર્મસાધન’ તરીકે ઓળખાવે છે તો તે જ રીતે માનવમુત્રની મહત્તાએ ધર્મસાધનને જાળવવા માટેની જ હોઈએને ઓછી કઈ રીતે આંકે ?!
 તેથી તેણે તો માનવમુત્રને વૉટર ઓફ લાઈફ’ કરતાંય ઉંચે સ્થાને બેસાડી ને નામ આપ્યું કલ્યાણકારી જલ – ‘શીવામ્બુ’ !!
 વડોદરાની સંસ્થા શીવામ્બુ ચીકીત્સા સંશોધન મંડળ  દ્વારા વર્ષોથી શીવામ્બુ સામયીક દર માસે પ્રસીદ્ધ થઈ રહ્યું છે. તેની હજારો નકલો લોકોમાં વંચાય છેએટલું જ નહીંએના પ્રચારને આધારે/કારણે સ્વતંત્ર ચીકીત્સા વ્યક્તીગત કે સામુહીક ધોરણે મોટા પ્રમાણમાં અમલમાં મુકાઈ રહી છે.
 આ સામયીક શીવામ્બુ’ ને નેટજગત પર મુકવાનું મન ઘણા સમયથી હતું પરંતુ એ માટે સમયનો અભાવ મુખ્ય અડચણ હતી. હવે કેટલાક બ્લોગને સંકેલી લઈને પણ આવાં સેવા કાર્યોને હાથ પર લેવાનું નક્કી કરાતાં જ આરોગ્યમ્’  નામક સાઈટ શરુ કરવામાં આવી છે.
 આરોગ્યમ્’ સાઈટ પર અત્યારે તો ફક્ત શીવામ્બુ સામયીકની જ પીડીએફ સંગ્રહીત થઈ રહી છે. પરંતુ બીજાં બેએક સામયીકો (શીવામ્બુ સીવાયની અન્ય ચીકીત્સાનાં) પણ વહેલી તકે સાઈટ ઉપર સમાવીષ્ટ થઈ રહેવા તત્પર છે.

અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃઈન્ટરનેટ –ઉર્વીશ કોઠારી

અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃઈન્ટરનેટ

ઉર્વીશ કોઠારી

આ સત્યઘટના છે. મહેરબાની કરીને તેને અવગણશો નહીં. (અહીં કોઈ બાબા–બાપુ, સંત–ફકીર, સાંઈ–ગુરુની કેટલીક તસવીરો હોય છે.) એક અફસરને આ તસવીરો (ધરાવતો ઈ-મેઈલ) મોકલ્યા પછી બે મીલીયન ડૉલર મળ્યા. આ મેઈલ આગળ ન મોકલીનેમેઈલની સાંકળ/ચેઈન આગળ વધતી અટકાવવા બદલ રૉબર્ટે ૨.૧ મીલીયનડૉલર ગુમાવ્યા…પ્લીઝ આ ઈ-મેઈલની ૨૦ કૉપી મોકલો અને પછી ફક્ત ચાર જ દીવસમાં જુઓશું થાય છે ! આ ચેઈન લેટર શીરડીથી આવ્યો છે. તમને ચોક્કસ ૪૮ કલાકમાં જ સારા સમાચાર સાંભળવા મળશે.

*****

ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ દરેક જણને આ અને આવા જુદા જુદા ઈષ્ટદેવોની આણ આપતા ઈ-મેઈલ મળતા હશે.  આ પ્રકારના મેઈલનું શું થતું હશે ? અંદાજ લગાડી શકાય છેઃ થોડા લોકો આવા ઈ–મેઇલ વાંચીને, મનોમન રમુજ પામીને તેને કચરાટોપલીમાં/ટ્રૅશ તરીકે નાખી દેતા હશે. બીજા થોડા લોકો શ્રદ્ધાપુર્વક, ખરેખર આવા ૨૦ મેઈલ મોકલવાથી ફાયદો થશે ને ન મોકલવાથી નુકસાન થશે એવું માનીને બીજા ૨૦ જણને મેઈલ મોકલી આપશે. ત્યાર પછી ૪૮ કલાક વીતી જાય અને કોઈ સારા સમાચાર ન આવે તો તે આખી વાતને ભુલી જશે અને ફરી કોઈ માતા-પીતા-બાવા-બાપા-બાબાની આણ આપતો મેઈલ આવે ત્યારે પંદર-વીસ-પચીસ જણને મોકલી આપશે. પરંતુ મોટા ભાગના લોકો આ મેઈલમાં લખેલી વીગત માની લે એટલા ભોળા/શ્રદ્ધાળુ હોતા નથી. એ લોકો ઈ-મેઈલ ફોરવર્ડ કરવાથી રાતોરાત લૉટરી ન લાગી જાય એટલું સમજવા જેટલા  બુદ્ધીશાળી છે.  ‘આમ તો હું આવા બધામાં માનતો નથી’ એવું કહેવું તેમને ગમે છે. પણ… તોંતેર મણનો પણ’ એ છે કે ‘આમ તો હું આવા બધામાં માનતો નથી, પણ આ મેઈલ ફોરવર્ડ કરવામાં એકેય રુપીયાનો ખર્ચ નથી. મને કે બીજા કોઈને કશું નુકસાન નથી અને (હેં હેં હેં) કોને ખબર ? કદાચ કંઈક થાય પણ ખરું ! આ તો જસ્ટ જોકીંગ, હોં !’ પ્રગટપણે કે મનોમન આ પ્રકારનું કંઈક કહીને, તે વીસ જણને ઈ-મેઈલ ફોરવર્ડ કરી આપશે. આવી રીતે એડ્રેસના ખાનામાં લચકેલચકાં સરનામાં ધરાવતા ઈ-મેઈલ જ્યારે પણ મળે ત્યારે હસવું કે રડવું એ જ સમજાતું નથી ! ખરેખર તો કપાળ કુટવાનું મન થવું જોઈએ. પણ આવા દરેક પ્રસંગે કપાળ કુટીએ તો કપાળ ચંદ્રની સપાટીની જેમ ગોબાચ્છાદીત થઇ જાય.

વીચાર આવે કે લેટેસ્ટ ટૅકનોલૉજી ધરાવતા ઉપગ્રહો, દરીયાના પેટાળમાંથી પસાર થતા સબમરીન કૅબલ, આઘુનીકતમ કમ્પ્યુટર પ્રોગ્રામ, વાયરલેસ કનેક્શન, ઓપ્ટીકલ ફાયબર વગેરેની સહીયારી કમાલને માતાજીના ‘પરચાના પોસ્ટકાર્ડ’ના સ્તરે ઉતારી દેનારાને શું કહેવું ? ઈન્ટરનેટને ભાંડવાનું, તેને સર્વ દુષણોનાં મુળ તરીકે ઓળખાવવાનું બહુ સહેલું છે; પણ ખરો સવાલ માણસના મનમાં ખદબદતી લાલચથી માંડીને અંધશ્રદ્ધા જેવી વૃત્તીઓનો છે. આ વૃત્તી આહાર, નીદ્રા કે ભય જેવી મુળભુત નથી; છતાં તેનાં મુળીયાં એટલાં જ ઉંડાં જતાં રહ્યાં છે. આદીકાળમાં તેનો આરંભ પ્રાકૃતીક પરીબળો પ્રત્યેના ભય અને વીસ્મયમાંથી થયો હશે. પછી તેમાં લાલચ અને ટુંકા રસ્તે સમૃદ્ધ થઈ જવાના ધખારાનો રંગ ભળ્યો. એવી અંધશ્રદ્ધાને આસ્તીકતા કે અઘ્યાત્મ સાથે કશો સંબંધ નથી. પરચાના પોસ્ટકાર્ડ કે ઈ-મેઈલ મોકલનાર અને લૉટરીની ટીકીટ ખરીદનારની માનસીકતામાં ખાસ ફરક હોતો નથી. બન્નેને પોતાની કોઈ આવડત કે મહેનત વીના, બસ એમ જ, કશુંય કર્યા વીના, પૈસાદાર બની જવું છે અને એ માટે બુદ્ધીનું ગમે તેવું પ્રદર્શન કરતાં પણ ખચકાટ થતો નથી. કોને ખબર, પ્રદર્શન કરીને પણ સમૃદ્ધ થઈ જવાય તો ? સોદો ખોટો નથી ! ઘરેડીયા અંધશ્રદ્ધાળુઓ સાથે કામ પાડવાનું પ્રમાણમાં ઓછું મુશ્કેલ છે. તેમની સરખામણીમાં ‘આપણે તો આવા બધામાં માનતા નથી, પણ નુકસાન શું છે ?’ એવું માનનારા લોકો વધારે રીઢા હોય છે. તેમાં કહેવાતા ભણેલાગણેલા, સમાજ જેને ‘ડૉક્ટરો-એન્જીનીયરો’ જેવા સન્માનસુચક વર્ગમાં મુકે છે, તેમની સંખ્યા પણ મોટી હોય છે. તેમને પોતાની અંધશ્રદ્ધા રુપી દોણી સંતાડીને, છાશની લાઈનમાં ઉભા રહેવું છે. ભણતર તેમને ફક્ત અંધશ્રદ્ધા છુપાવવાનો દંભ શીખવી શક્યું છે. તેમના મનમાંથી અંધશ્રદ્ધાનો મેલ કાઢી શક્યું નથી. એટલે જ,  ‘એમાં આપણને ક્યાં કશું નુકસાન છે ?’ એમ કહીને એ લોકો અંધશ્રદ્ધાનો ગળચટો ગળપટ્ટો બાંધી લે છે અને ‘કોઇને ખબર નહીં પડે’ એમ વીચારીને હરખાય છે.

પોતાનું કશું ન જતું હોય એવી બીજી કેટલી બાબતોમાં આ લોકો આટલો ઉત્સાહ બતાવે છે, એ વીચારવા જેવું છે.  ટૅકનોલૉજીને મળતા માણસના પરચા’ ઈન્ટરનેટની સૌથી મોટી લાક્ષણીકતા – મફત અને તરત – સારી માહીતી જેટલી જ ખોટી માહીતીને, દુષણોને, અંધશ્રદ્ધાને પણ લાગુ પડે છે. કારણ કે વીજ્ઞાન નીતીનીરપેક્ષ હોય છે. એ વીજ્ઞાનનો ગુણ પણ છે અને તેની મર્યાદા પણ.  ‘પાપી માણસ સ્વીચ પાડે તો લાઈટ ચાલુ ન થાય. એના માટે તો તપ કરવાં પડે તપ !’ એવું વીજ્ઞાનના નીયમોને આધીન બાબતોમાં હોતું નથી. ઈન્ટરનેટ પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો કે સ્વસ્થ વૈજ્ઞાનીક અભીગમનો, એ ટૅકનોલૉજી નહીં; માણસો નક્કી કરે છે. ઈન્ટરનેટ પર અંધશ્રદ્ધા સામેની ઝુંબેશો ચાલે છે; છતાં બહારની દુનીયાની જેમ ઈન્ટરનેટના માઘ્યમમાં પણ અંધશ્રદ્ધાનું પલ્લું ભારે રહે છે. કારણ કે ટૅકનોલૉજી નવી છે; પણ તેને વાપરનારા તો એના એ જ છે. ભણ્યા પછી જેમના મનમાંથી અંધશ્રદ્ધા દુર થઈ શકી નથી, એવા લોકો ટૅકનોલૉજીનો ઉપયોગ પોતાની અંધશ્રદ્ધા પોસવામાં અને તેમાં રાચવામાં જ કરે એ સ્વાભાવીક છે.

ઈન્ટરનેટનો ઉપયોગ કરી જાણનારા લોકો તેનો ઉપયોગ કમ સે કમ પરચાનાં પોસ્ટકાર્ડની જગ્યાએ ન કરે એટલી અપેક્ષા રહે છે. પરંતુ અંધશ્રદ્ધાળુઓની કઠણાઈ જ એ છે કે વૈજ્ઞાનીક સાધનો વાપરીને અવૈજ્ઞાનીક માન્યતાઓનો પ્રચારપ્રસાર કરવામાં તેમને છોછસંકોચ કે લાજશરમ નડતાં નથી. એમાં તેમને કશો વીરોધાભાસ લાગતો નથી. તેમને એવો સીધોસાદો વીચાર પણ આવતો નથી કે વીસ જણને ઈ-મેઈલ ફોરવર્ડ કર્યા પછી, તેમાંથી કોઈને ત્યાં સરનામું ખોટું હોવાને કારણે ઈ-મેઈલ ન પહોંચે કે કોઈ ઈ-મેઈલ ખોલીને ન વાંચે કે કોઈના મેઈલ બોક્સમાં આવો ઈ-મેઈલ સીધો કચરાપટ્ટી/સ્પામ/જંક મેઈલના ફોલ્ડરમાં જતો રહે તો શું થાય ? વીસ ઈ-મેઈલ મોકલ્યાનું પુણ્ય મળે કે ન મળે ? બધા સવાલોના તેમની પાસે એક જ જવાબ છેઃ ‘આપણને ક્યાં કશું નુકસાન છે?’ અંધશ્રદ્ધાળુ ન હોવા છતાં, કોઈને લાગતું હોય કે ‘હશે બીચારા ! છો ને ઈ-મેઈલ મોકલ્યા કરે ? આપણને શું નુકસાન છે ? ન વાંચવો હોય તો ડીલીટ કરી નાખવાનો !’, તો મોટા ભાગના કીસ્સામાં આવું વલણ ઉદારતા કે સહીષ્ણુતા કરતાં વધારે અવઢવ સુચવે છે. ઈન્ટરનેટ પર ફરતા અંધશ્રદ્ધા અને ખોટી માહીતીને લગતા ઈ-મેઈલનો ત્રાસ એટલો વધી ગયો છે કે ક્યારે કોણ કઈ વીગત સાચી માની લેશે, એનો હંમેશાં ફડકો રહ્યા કરે.

ગેરમાર્ગે દોરતી માહીતીનો મારો ઈ-મેઈલમાં વખતોવખત એવી કથાઓ મળતી રહે છે કે ‘ફલાણા ભાઇ થીયેટરમાં ફીલ્મ જોવા ગયાત્યારે તેમની બેઠકમાં ટાંકણી ભોંકાઈ. એ ટાંકણી એઈડ્સનો ચેપ ધરાવતી હોવાથી ફીલ્મ જોવા ગયેલા ભાઈને એઈડ્સ લાગુ પડી ગયો’અથવા કોકા કોલા એટલી જલદ આવે છે કે ડાઘા સાફ કરવાના કામમાં (એસીડને બદલે) તેનો ઉપયોગ કરવામાં આવે છે. માટે કોકા કોલા ન પીશો.’ અથવા ડીયોડોરન્ટ લગાડવાથી કેન્સર થાય છે.’ કથાઓના બીજા પ્રકારમાં એવી લાલચ આપવામાં આવે છે કે આ મેઇલની સાથે મોકલેલી ઈષ્ટદેવની તસવીર સામે જોઈને મનમાં જેની ઈચ્છા કરો, તે મળી જશે.’

અને આ કામમાં ભગવાનને બદલે માણસ પણ મદદરુપ થઈ શકે છે. એવા મેઈલમાં કાયમી ઓફર હોય છે કે ‘નાઈજીરીયાથી માંડીને બ્રીટન સુધીના કોઈ પણ દેશમાં કોઈ બીનવારસી ભાઈ લાખો ડૉલરનો દલ્લો મુકીને મૃત્યુ પામ્યા છે અને કોઈ ભળતાસળતા બૅન્ક અધીકારી એ ખજાનો તમારા ખાતામાં મોકલી આપવા ઉત્સુક છે. બસ, તમે તમારો બૅન્કનો ખાતાનંબર આપો અને ‘કાર્યવાહીની ફી પેટે’ થોડા ડૉલર મોકલી આપો !’ ઈન્ટરનેટની આલમમાં નાઈજીરીયન ફ્રોડ’ તરીકે જાણીતી આ તરકીબ એટલી જુની અને જાણીતી હોવા છતાં; તેની સાથે સંકળાયેલું લોભનું લોહચુંબક એવું પ્રબળ પુરવાર થાય છે કે એક જાણીતી ‘ગ્રાહક સુરક્ષા સંસ્થા’ના વડા થોડાં વર્ષો પહેલાં આવા જ ‘નાઈજીરીયન ફ્રોડ’માં ઘણા રુપીયા ગુમાવી બેઠા હતા !

ઈન્ટરનેટ પર માણસની મુળભુત નબળાઈઓની જ નહીં; સારપની પણ રોકડી કરનારા લોકોની કમી નથી. પરીણામે ગંભીર બીમારી ધરાવતી અને છેક ૧૯૯૩થી, સાત જ વર્ષની ઉંમર ધરાવતી છોકરી એમી બુર્સની સારવારના બહાને આર્થીક મદદ ઉઘરાવતા મેઈલ આવી પડે છે. ‘આપણું શું જાય છે ?’ પ્રકારનો વર્ગ તેમાં ભોળવાતો નથી. છતાં જેટલાં વર્ષોથી એ છેતરપીંડી ચાલે છે, એ જોતાં તેમાં સફળતાનું સારું એવું પ્રમાણ હશે એવી અટકળ ચોક્કસ કરી શકાય.

જરા જુદા પ્રકારના મેઈલ મેરા ભારત મહાન’ કે મેરા ગુજરાત મહાન’ પ્રકારના હોય છે. પહેલી નજરે આંકડાથી અને નક્કર માહીતીથી લદાયેલા જણાતા એ મેઈલની માહીતી માનવી ગમે એવી હોય છે; પણ માનવાજોગ હોતી નથી. એ પ્રકારના મેઈલમાં કરાતા ઘણાખરા દાવા સચ્ચાઈની કસોટી પર પુરવાર થતા નથી. ઈન્ટરનેટ પર સાચી ન લાગે એવી કે શંકા ઉપજાવે એવી કોઈ પણ માહીતી વાંચવા મળે, તો ‘ગુગલ’જેવા ‘સર્ચ એન્જીન’માં જઈને સમ્બન્ધીત વીષય લખીને, તેની સાથે skeptics (સંશય કરનાર), other side (બીજી બાજુ), fraud (છેતરપીંડી) કે hoax (મજાકમાં કરેલી છેતરપીંડી) જેવા શબ્દો લખીને સર્ચ કરવાથી, આ વિષયની પોલ ખુલ્લી પાડતી વીગતો પણ મળી શકે છે.


– અને ‘હેં હેં હેં’, એમાં આપણને કશું નુકસાન નથી !

ઉર્વીશ કોઠારી

ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા –ઉર્વીશ કોઠારી

ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા

–ઉર્વીશ કોઠારી

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સન્ત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઈન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રીસ્તી ધર્મના રોમન કેથલીક સમ્પ્રદાયની લાંબી વીધી પુરી કર્યા પછી વેટીકન સીટીસ્થીત વડા, પૉપે તેમને સન્ત જાહેર કર્યાં. ઘણા ખ્રીસ્તી–બીનખ્રીસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચુક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સન્ત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મીક દરજ્જાનો પણ સુચક બની રહેશે.

રોમન કેથલીક સમ્પ્રદાયમાં સત્તાવાર રીતે સન્તનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખીયાંની નીઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઈ જાય છે; પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પુરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અન્ધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મીકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વીચારવા જેવો સવાલ એ છે કે કોઈ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અન્ધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડીયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વીશે રસપ્રદ વાત વીખ્યાત ગુજરાતી લેખક–ગણીતજ્ઞ અને ખ્રીસ્તી પાદરીફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વીવીધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરુપ વાક્ય કહ્યું હતું, ‘મારો ધર્મ; મારો ધર્મ (સ્વ–ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રીલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઈઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં; પણ જે સ્વાભાવીક અને નૈસર્ગીક થઈ પડે એ જ મારો ધર્મ.’ કબીરનું પદ ‘સહજ સમાધી ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના–તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતીમાંથી આવે. એ ઉપરથી નહીં; અન્દરથી આવેલો હોવો જોઈએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’  ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરુરી છે. કોઈ પણ ધર્મ–સમ્પ્રદાયની સંસ્થા ધર્મના સમ્પુર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં – અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મુળ સ્વરુપે બહુ વીશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઈ એક લક્ષણ, સુત્ર, કાર્ય, વીધી કે નીષેધમાં સમાઈ જાય ને તેના ભંગથી જોખમાઈ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ–સમ્પ્રદાયમાં સમ્પત્તીનું સર્જન કરવાનું કે લોકો ભુખે મરતા–બીમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઉભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરુરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કૉર્પોરેટ ઑફીસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયની સદ્ધરતાનો અન્દાજ બાંધે છે—અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલ્કે, ઘણુંખરું એ જ હેતુથી ટૅકનોલૉજી, નાણાં અને માનવશક્તીનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઉભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરુપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઈ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવીત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનીવાર્ય જ નહીં; ધર્મ્ય પણ ગણતા થઈ જાય છે.

ભારતમાં વંચીતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મીકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પુરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઈ પણ ગણવેશધારી ધર્મધુરન્ધર કરતાં ગાંધીજીનું નૈતીક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં; ધર્મના કંઠીબન્ધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હીંદુ, મુસ્લીમ, ખ્રીસ્તી એવા બધા ધર્મોના ધુરન્ધરો–રુઢીચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવીષયક સમજ વધારે વાસ્તવીક, વધારે માનવકેન્દ્રી જણાઈ. સ્વામી આનન્દ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઉભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા—અને સ્વામીને પણ એ સમજાવી શક્યા—કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી; લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ, દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઉભી કરે, ત્યારે રુઢીચુસ્તતા અને વ્યક્તીગત સ્વતન્ત્રતાનો વીરોધ દૃઢ થાય છે. મુસ્લીમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છુટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રીવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનુની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લીમ મહીલાઓએ ટ્રીપલ તલાકના રીવાજને સ્ત્રીવીરોધી અને વ્યક્તીની સ્વતન્ત્રતાનો વીરોધી લેખાવીને તેને નાબુદ કરવાની માગણી કરી છે. પરંતુ ઑલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરીઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રીવાજનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ‘દમ્પતી વચ્ચે ગમ્ભીર મતભેદ ઉભા થાય અને પતી સાથે રહેવા ન જ ઈચ્છતો હોય તો સમય અને રુપીયાના બગાડ જેવી કાનુની વીધીથી ખચકાઈને તે કાયદેસર છુટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઈ શકે.’ દેખીતાં કારણોસર ફરીયાદી મુસ્લીમ મહીલાઓએ પર્સનલ લૉ બોર્ડની દલીલોને પીતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લીમ દેશોમાં પણ આવી જોગવાઈ નથી.

આ મુદ્દે રુઢીચુસ્તો પાસે કશો તાર્કીક જવાબ નથી. એટલે તે કુરાન અને શરીઅતને અફર ગણાવીને, આ રીવાજને તેમના ધાર્મીક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજુઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઈસ્લામ કોઈ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ; આધુનીક સમયમાં બન્ધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તીની સ્વતન્ત્રતાનો અધીકાર કોઈ પણ ધર્મપુસ્તક કરતાં ચડીયાતાં ગણાવાં જોઈએ.

ટ્રીપલ તલાકની નાબુદીથી ઈસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વીરોધથી રોમન કેથલીક સમ્પ્રદાયને હાની પહોંચશે કે અન્ધશ્રદ્ધા–જ્ઞાતીવાદી ભેદભાવનો વીરોધ એ હીંદુ ધર્મનો વીરોધ છે, એવી માન્યતાઓ સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયનો મહીમા ઘટાડે છે કે વધારે છે? વીચારી જોજો.

–ઉર્વીશ કોઠારી

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું

ખડખડાટ હસતા બાળક ને જોઇને તેને બચી કરી લેવાનું મન થાય છે. એનાથી વધીને, તેને ઊંચકીને થોડો ઉત્સાહ વધારી લેવાનું મન થાય છે. બાળક ને લાંબો સમય કદી વિલાયેલ ચહેરે નથી જોયું. ખડખડાટ હસતા બાળક સામે જોઇને ઇર્ષ્યા કરવી કેટલા અંશે વ્યાજબી છે ? એક દિવસ આપણે પણ એવીજ હાલતમાં હતા; એવુંજ ખડખડાટ હસતા. તે બાળક પણ એક દિવસ મોટું થશે. અને એ પણ આજની જેમ કોઈ બીજા ખડખડાટ હસતા બાળક ને જોશે. આ તો એક જીવનની પ્રક્રિયા છે. જેમાંથી બધા પસાર થઈએ છીએ.

આપણા આંગણામાં પણ એક બાળક એવું જ મોટું થશે. એજ ખડખડાટ હસતું બાળક મોટું થશે ત્યારે; આપણે એને કોઈ કામ બતાવીએ ત્યારે એ ખડખડાટ હસે તો ? એ સમયે આપણી નજર એજ હશે ? આપણું વલણ એજ હશે ? જયારે તે નાનું હતું ! બધા જાણીએ છીએ. એ ખડખડાટ હસતું બાળક જયારે, આપણી સામે જોઇને વધુ હસે કે આપણે પણ એની સાથે ખુશ થઈએ. તેને તેડી લઈએ અને વ્હાલનો વરસાદ વરસાવીએ. આજુબાજુનું વાતાવરણ પણ રંગીન બની જાય છે. અગર કોઈ હાજર હોય તો એ પણ આપણી ખુશીમાં સામેલ થઇ જશે. કયારેક એવું પણ બને કે તે આપણી ઉપર પી પી કરે. ત્યારે આપણી ખુશી એજ રહે છે. આપણા કપડા પણ પલાળે  છે; છતાં બધું એવી રીતે ચાલે છે કે ખુશી અને હાસ્યની કીકીયારીઓ જામેલી જ રહે છે.

એજ બાળક મોટું થાય છે. જાતે પાણી પીતા શીખી ગયું છે. પાણીના પ્યાલા નીચેથી ગળતું પાણીનું ટીપું ફર્શ પર પડે છે. એ જોઇને કેટલા વડીલો એને હસતે મોઢે જોયે રાખશે ? આ એજ બાળક હતું જે એક દિવસ કયારેક તમારા કપડા પણ પલાળતું ?

કોઈ માતા પર દુખના ડુંગર તૂટી પડયા છે. એ ભાર દિલ પર આવે છે જે અસહ્ય બની જાય છે. દિલ તો એવું નાજુક મશીન કે કશું સંઘરે નહિ. ભારને આંખોમાં વહાવી દેશે. આંખો પણ એટલી સરળ કે ક્ષણમાં વહેવા લાગે. એ દુખિયારી માતાની આંખો વરસે છે એ જોઇને એનું નાનું બાળક નજીક આવે છે ને બેય હાથે માંના આંસુ લૂછે છે. આવું દ્રશ્ય જોઇને દીવાલો પણ પીગળી જાય; તો વળી માનું દિલતો માટીનું !

એ નાજુક હાથોનો સ્પર્શ આંખેથી આવેલો ભાર એજ દિશામાં વ્હાલ બની વહેવા લાગશે. રાહતનો ઉમળકો શાતા આપશે; અને દુઃખનો ડુંગર દુર થઇ જશે…..

‘ધેટ ઈઝ નોટ ફેર…’ –દેવીકા રાહુલ ધ્રુવ

ધેટ ઈઝ નોટ ફેર…

–દેવીકા રાહુલ ધ્રુવ

આજે અહીં હ્યુસ્ટનની સવાર કાળી ડીબાંગ હતી. ટીવી ઉપર સખત વરસાદ અને વાવાઝોડાની આગાહી હતી. જુદા જુદા વીસ્તારોમાં ‘વેધર એલર્ટ’ની વણથમ્ભી સુચનાઓ આપવામાં આવી રહી હતી. અમે પણ જરુરી વ્યવસ્થા વીચારી, તકેદારીપુર્વક સાવધાન થઈ સોફામાં ગોઠવાઈ ગયાં હતાં. ટીવી ચાલુ કર્યો. ભારતીય ચેનલ પરથી ‘આપકા આજકા ભવીષ્ય’ની રાશીવાર આગાહીઓ/ચેતવણીઓની વાગ્ધારા સાંભળવા મળી. ચેનલ બદલી તો ભુત–પ્રેત અને વહેમોની વાતો વીસ્તારથી પ્રકાશીત કરતી સામાજીક સીરીયલોનાં દૃશ્યો જોવા મળ્યાં. ‘ટીવીનો રીમોટ કન્ટ્રોલ’ તો હાથમાં હતો તેથી બન્ધ કરી શકાયો; પણ પછી તો એને સમાંતર કેટલી બધી વીચારધારાઓ પ્રગટી!

આમ જોઈએ તો ‘જન્મવું અને સહજ રીતે જીવવું’ એ સાવ સહેલું છે; પણ આ બેની વચ્ચે માણસજાત કેટકેટલાં આવરણો ઓઢી લે છે? કેટકેટલાં વહેમોનાં વસ્ત્રો વીંટાળી લે છે? આવતીકાલના સુખો માટે માણસ આજે દોરા–ધાગાના દુઃખો બાંધી લે છે! નાતજાતના, ધરમ કરમના, સ્ત્રી–પુરુષના, શુકન–અપશુકનના, ચોઘડીયાના, અન્ધશ્રદ્ધાના કંઈકેટલાયે વાડા વેઠી લે છે! અરે, એટલુંય ઓછું હોય તેમ માણસ ઈશ્વરના પણ અવનવા ઘાટો ઘડી લે છે! આ શું છે બધું? કેમ એવું છે?

એક ધર્મચુસ્ત અને અન્ધશ્રદ્ધાળુ વ્યક્તીની વાત કરું. દરેક નાની મોટી વાતમાં એ ચોઘડીયું જુએ. વારતહેવારે અપવાસ કરે, ખેંચાઈ ખેંચાઈને મન્દીરે જાય. ધર્મગુરુઓની પધરામણી કરાવે, કથા–વાર્તામાં જાય, અમેરીકાથી ભારતની ટીકીટ ખરીદતી વખતે પણ ‘સામી ઉતરાણે ન જવાય, હોળી પર પાછા ન અવાય’ વગેરે ઘણુંઘણું વીચાર્યા પછી મોંઘી તો મોંઘી; પણ સારાં ચોઘડીયાં જોવડાવીને પછી જ ખરીદે ને શુભ દીવસોની ટીકીટ લઈને જ જાય. છતાં બને એવું કે, કાં તો ત્યાં જઈને માંદા પડે અથવા પડવા–આખડવાથી હાડકાં ભાંગીને ફ્રેક્ચરવાળા થઈને આવે!

આમાંથી વીચાર તો આવે કે માણસે એકમાત્ર સમજણશક્તી જ કેળવવાની જરુર છે. ‘રૅશનાલીઝમનો સાચો અર્થ જ વીવેકબુદ્ધી’ છે. સારાસારનો વીવેક એ જ ખરી અને અગત્યની વસ્તુ છે અને તે આપણા પોતાના વીચારોમાંથી જ આવે છે. આ વીચારોનું ઘર મન છે. તે મનમાંથી આવે છે. તેથી ખુબ અગત્યનું છે કે મનને કેળવવું. આમ તો મન ખુબ નાનું છે. પણ જેમ નાનકડા તાળામાં સમગ્ર મકાનનું રક્ષણ કરવાની તાકાત છે તેમ જગતને અને જાતને જીતી લેનારું મન પણ એવું જ છે ને?

આના સન્દર્ભમાં એક સુંદર વાર્તા છે :

એક માણસનું આલીશન ઘર બળતું હતું. તેને એ ઘર  ખુબ જ વહાલું હતું. બળતું ઘર જોઈ એ દુઃખી થઈ ગયો. ત્યાં તેનો એક દીકરો આવી કાનમાં કહેવા લાગ્યો. ‘ડૅડ, ચીંતા ન કરશો. ગઈ કાલે જ મેં ત્રણગણા ભાવમાં એ ઘર વેચી દીધું છે’. તરત જ પીતાએ કહ્યું, ‘હાશ! તો હવે તે આપણું નથી.. આંસુ પાછાં વળી ગયાં. તે માત્ર બીજાઓની જેમ જ પ્રેક્ષક બની ‘જોનાર’ બની ગયો.. રીલેક્સ થઈ ગયો..

ત્યાં થોડી વાર પછી બીજો દીકરો આવીને કહેવા લાગ્યો, ‘હજી તો માત્ર મેં ઍડવાન્સ જ લીધા છે. સોદો પાકો નથી થયો અને હવે શક્ય છે કે પેલો માણસ આ ઘર લેશે જ નહી!’ પીતાનાં સુકાયેલાં આંસુ ફરી દડદડવા માંડ્યાં. પ્રેક્ષકમાંથી ફરી પાછો તે માલીક થઈ attached થઈ ગયો. તેના હૃદયના ધબકારા જોરજોરથી વધવા માંડ્યા.

ત્યાં તો ત્રીજો દીકરો આવીને કહેવા લાગ્યો, ‘હમણાં જ હું પેલા ‘buyer’ને મળીને આવ્યો છું. એ માણસ jam of the mankind છે. તે મને કહે : ‘મેં ખરીદવાનો સોદો કર્યો છે તો તે ઘર હવે મારું છે. ભલે એ અત્યારે બળતું હોય. તમને કે મને ક્યાં ખબર હતી કે આ ઘર બળવાનું છે!! હું ચોક્કસ નક્કી કર્યા મુજબ પુરા પૈસા ચુકવીને ઘર લઈશ જ.’ પીતાએ ફરી પાછો રાહતનો શ્વાસ લીધો. ફરી એકવાર માત્ર viewer બની રહ્યા! હૈયેથી દુઃખનો ભાર જતો રહ્યો.! સરકી પડ્યો!

કહેવાનો મતલબ કે, Everything starts with thoughts. Nothing was changed. Just count, how many thoughts are your own? Most of them are from other sources, dumped by others on you. But nothing is yours.

કોઈકે સાચું જ કહ્યું છે કે, મન્દીરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અન્તરના ઉંડાણમાં પ્રગટાવેલો દીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે. હૃદયનો એક એવો સાચો ભાવ જેમાં કોઈ શબ્દોની જરુર જ ન હોય અને તે પછી મનની અન્દર જે ઉઘડે તે મન્દીર.

હું ખુબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણીક વાર્તાઓ વાંચું કે વડીલો/શીક્ષકો વગેરે પાસેથી સાંભળું; ત્યારે હમ્મેશાં મનમાં ઘણા સવાલો ઉદ્ભવે. પણ મારું કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. ‘આવું તે કંઈ પુછાય?’, તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમ્મેશાં એમ થાય કે, કુંતીએ મન્ત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ, તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હીમ્મત કરીને કહી દીધું હોત તો કેટકેટલા અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગુઠો માંગ્યો એ વાત ક્યારેય મને જચતી ન હતી; પછી તો એ વાતને વર્ષો વીત્યાં અને એ કુતુહલ લગભગ દબાઈ ગયું હતું. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં વીસ્મય અને પ્રશ્નાર્થ ડોકાતા ગયાં. છેવટે એ બોલી જ ઉઠી: ‘બાપ રે! શીક્ષક થઈને વીદ્યાર્થીનો અંગુઠો માંગ્યો? ના…ના.. આ તો બરાબર કર્યું ના કહેવાય. That is not fair.

ઘડીભર હું આનન્દ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનન્દ એ વાતનો કે આજે  ‘સાચું અને ખોટું’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ? નૈતીક મુલ્યોની પરમ્પરા આજે પણ કોયડો બની રહી છે.

આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?– એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?.. એકલા પુત્રનું જ નહીં હાથીનીય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુદ્ધીશાળી બાળક તરત જ કહે કે, ‘ગણપતીજીનું માથું તો તાજું જ ત્યાં પડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’

એક તરફ આપણા શાસ્ત્રોમાં અહીંસાને મહત્ત્વ આપ્યું છે અને બીજી તરફ ઘણા પુરાણમાં હીંસા અને ક્રોધથી ભરપુર વાતો છે! કઈ વાત સાચી માનવી? કઈ વાતને નૈતીકતામાં ખપાવવી? રામ એક તરફ ‘સત્ય’ને મહત્ત્વ આપે અને કૃષ્ણ ‘નરો વા કુંજરો વા’ કહેવાનું કહે!’

આ બધા વીરોધાભાસની વચ્ચે સમજણપુર્વકની વીવેકબુદ્ધી હોવી એ જ પુરતું છે અને જરુરી પણ છે જ. બાકી અન્ધશ્રદ્ધા અને વહેમોની ફોલ્લીઓનું જો નીરાકરણ ન કરવામાં આવે તો વીનાશનું કેન્સર થતાં કોઈ નહી રોકી શકે.

ડીસેમ્બર મહીનો હમણાં જ ગયો. એ સમયે અમેરીકામાં ચારેબાજુ ઝાકમઝોળ. અરે, અમેરીકામાં જ કેમ? હવે તો પુરા વીશ્વભરમાં ક્રીસ્મસ જોરશોરથી ઉજવાય છે. આધુનીક સદીનો માનવી હવે ગ્લોબલ સંસ્કૃતીમાં રાચતો થયો છે! પણ આચરતો થયો છે? જો તમામ વાડાબન્ધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો તો કવીવર શ્રી. ઉમાશંકરભાઈનું ‘વીશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ–પરદેશનો ભેદ, ન જ્ઞાતી–વીવાદ કે ન ક્યાંયે કશો વીખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તીની સ્નેહપુર્વકની સ્વીકૃતી..

–દેવીકા રાહુલ ધ્રુવ

‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાનકો તુમ ક્યા પાઓગે,

‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાનકો તુમ ક્યા પાઓગે,
ઇસ લોગ કો ભી અપના ન શકે,
ઉસ લોગમેં ભી પછતાઓગે…
સંસાર સે ભાગે ફિરતે હો…..
યે પાપ હૈ કયા, યે પૂણ્ય હૈ કયા ?
રીતો પર ઘરમો કી મુહરે હૈ (૨)
હર યુગમેં બદલતે ઘરમોં કો કૈસે આદર્શ બનાઓગે ?
સંસાર સે ભાગે ફિરતે હો….
યે ભોગ ભી અેક તપસ્યા હૈ,
તુમ ત્યાગ કે મારે ક્યા જાનો (૨)
અપમાન રચયેતા કા હોગા રચના કો અગર ઠુકરાઓગે….
સંસારસે ભાગે ફિરતે હો….
હમ કહતે હે યે જગ અપના હૈ, તુમ કહતે હો જુઠા સપના હે (૨)
હમ જનમ બીતાકે જાયેંગે,
તુમ જનમ ગવાં કે જાઓગે….
સંસાર સે ભાગે ફિરતે હો……‘
‘યે ભોગ ભી.‘….કડી સાઘુ બનેલાઓને માટે ખાસ નૂકતેચીની કરે છે….
આશારામોની કમી નથી….ઘેંટાઓની કમી નથી…..
જયાં જયાં નજર મારી ઠરે…..યાદી ભરી છે આશારામોની…….
વઘુ હવે પછી…..
અમૃત હઝારી.

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર –ડૉ. ગુણવન્ત શાહ

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર

–ડૉ. ગુણવન્ત શાહ
     કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા ? એક એવો સમાજ, જે બળાત્કારના અન્ધારીયા કુવાઓ વેઠી લે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરન્તુ પરસ્પરની સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં !
     યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સમ્પ્રદાયો, પન્થો અને પેટાપન્થો આવ્યા છે, ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અન્ધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: ‘જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.’
     ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરન્તુ બદનામ સીસ્ટમની નીન્દા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું ? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સમ્પ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પશ્ચીમના ખ્રીસ્તી પન્થના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તન્દુરસ્ત સમાજનું નીર્માણ તન્દુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો ! હીન્દુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે ?
     સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સમ્ભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસમ્બન્ધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા; તેથી જ કદાચ આવા સુન્દર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.
     ‘અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્ય બને ત્યારે ઈષ્ટ તો અન્ધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી–ગન્ધાતું પાણી પણ પી લે છે.’
     બોલો ! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.
     ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછ્યો: ‘‘ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી ?’’ તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: ‘‘હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચન્દ્રનાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.’’  આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે ?
     સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રમણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યન્ત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે ? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે ? એ ટી.વી. જોવાનું ટાળી શકે ? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીન્દુઓ ‘લા મીઝરેબલ’ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો ! તેઓ ક્યાં જાય ? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુન્દર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે  : પરસ્પરની સમ્મતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અન્દરખાનેથી વસન્તવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સમ્બન્ધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દમ્ભ છે અને નીન્દાકુથલી એ એની હોબી છે.
      જરુર છે પ્રેમક્રાન્તીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાન્તીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ.. નીર્ભય માતૃત્વ  .૩. ઉદાત્ત પ્રેમસમ્બન્ધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ–ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીન્દા ન હોય. પ્રેમસમ્બન્ધની નીન્દા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમને મન્દીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મન્દીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:
      ‘શીવમન્દીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમન્દીરમાં પ્રેમપત્રનું છે.’
–ડૉ. ગુણવન્ત શાહ

દરેક બીજી સ્ત્રી અને ત્રીજો પુરુષ માને છે એ શાસ્ત્ર : જ્યોતીષ ! –ચન્દ્રકાન્ત બક્ષી

–ચન્દ્રકાન્ત બક્ષી
જ્યોતીષ વીશે લખવામાં વ્યાવહારીક જોખમ છે. દરેક બીજી સ્ત્રી અને દરેક ત્રીજો પુરુષ જ્યોતીષમાં માને છે. ભવીષ્ય વેત્તાના દરેક લખેલા શબ્દ પર લોકોને જે વીશ્વાસ છે એ અદ્ ભુતથી પણ વધારે છે ! જ્યોતીષી કે ભવીષ્યવેત્તાનું નામ ન હોય, એડ્રેસ ન હોય, ગોત્ર ન હોય; છતાં પણ ભણેલાગણેલા માણસોને એમની વાતોમાં, એમના અક્ષરેઅક્ષરમાં જે આસ્થા છે એ અન્ધશ્રદ્ધાથી જરા પણ ઓછી નથી. ભવીષ્ય વીશે જાણવું એ માણસની કમજોરી છે અને રહેશે. જ્યોતીષ જેવો ધમધોકાર ધંધો બીજો નથી. મુહુર્ત જોયા વીના પરણવા નીકળનારા કે પુજા કર્યા વીના ગૃહપ્રવેશ કરનારા ભાગ્યે જ મળશે ! ભારતમાં જ્યોતીષ હતું, છે અને રહેશે…
1985ના સપ્ટેમ્બરની પહેલી તારીખે દેશના પ્રથમકક્ષાના અંગ્રેજી સમાચારપત્રમાં આ પ્રકારની જાહેરખબર વાંચવા મળે છે : ‘27/155, બીઝનેસમેન, જે દુબઈમાં સ્થાયી છે, એને માટે 20થી 25 વર્ષની ખુબસુરત ગ્રેજ્યુએટ સુન્ની મુસ્લીમ કન્યાએ જન્મકુંડળી (હોરોસ્કોપ) સાથે પત્રવ્યવહાર કરવો.’ ચારેક વર્ષ પહેલાં પાકીસ્તાનમાં અંગ્રેજી દૈનીકમાં સાપ્તાહીક ભવીષ્યના મકર અને વૃશ્ચીક અને તુલા જોઈને ખુબ જ આશ્ચર્ય થયેલું  ! મુસ્લીમ પાકીસ્તાનમાં ઉર્દુ અખબારો પણ ભવીષ્યવાણીની કૉલમો ચલાવે છે એવું ત્યાંના દોસ્તોએ કહ્યું છે. સોવીયેત યુનીયન જેવા કમ્યુનીસ્ટ દેશમાં પણ ટ્રેડ યુનીયન પત્ર ‘ત્રુદ‘ સતત શીકાયત કરતું રહે છે કે ભવીષ્યવાણી કહેવી એ સામાજીક દુષણ બની ગયું છે અને એને કારણે કેટલીય જીન્દગીઓ ખોટી આશા–નીરાશાઓમાં બરબાદ થઈ જાય છે. એટલે રશીયામાં પણ જ્યોતીષનો ‘રોગ‘ તો છે જ  !
જ્યોતીષ મહાન શાસ્ત્ર હશે; પણ એ પ્રેક્ટીસ કરનારા એટલા મહાન નથી. જ્યોતીષની શેરબજાર જેવી એક દ્વીઅર્થી ભાષા છે. દરેક અનુમાનશાસ્ત્રે પોતાની એક ભાષા પેદા કરી લેવી પડે છે. કોઈ પણ આગાહી મુળભુત બે જ પ્રકારની હોઈ શકે છે – ક્રીકેટ ટીમ જીતશે અથવા નહીં જીતે ! રાજીવ ગાંધી સફળ થશે કે નહીં થાય. પણ આટલી સ્પષ્ટતાથી આગાહી કરવામાં આવતી નથી. મહાત્મા ગાંધીની હત્યાની એક ભવીષ્યવેત્તાએ જરુર આગાહી કરી હતી !
જ્યોતીષનું સૌથી ખરાબ પરીણામ એ છે કે એ અસ્થીર માણસને કમજોર બનાવી નાંખે છે. આન્ધ્રમાં વીધાનસભાની ચુંટણી હતી. કોંગ્રેસની પાંત્રીસ વર્ષોથી બહુમતી હતી. દીલ્હીમાં ઉમેદવારો ભેગા થયા હતા. કોંગ્રેસી ઉમેદવારોએ શુભમુહુર્ત કાઢીને પત્રકો ભર્યાં. પણ એ શુભમુહુર્ત સાચવવા માટે દીલ્હીથી ખાસ ચાર્ટર કરેલું ઈન્ડીયન એરલાઈન્સનું હવાઈ જહાજ ખાસ શુભમુહુર્ત કાઢીને દીલ્હીથી હૈદરાબાદ માટે ઉડ્યું. સરકારી હવાઈ જહાજ મુહુર્ત પ્રમાણે આ રીતે ઉપડતું નથી; પણ દેશના ‘ભવીષ્ય‘નો પ્રશ્ન હતો અને પ્લેન ચાર્ટર કરેલું હતું ! બધાં જ શુભમુહુર્તો સચવાયાં, કોંગ્રેસીઆ ઉમેદવારોએ કોંગ્રેસની જન્મકુંડળીના બધા જ ગ્રહો સાચવ્યા પણ જનતાનું ગૃહ ભુલી ગયા ! આન્ધ્રના રામારાવે કોંગ્રેસને સખત પરાજય આપ્યો. મુહુર્તો ખોટાં કાઢવાનો પ્રશ્ન હતો જ નહીં. ઘણા બધા જોશીઓએ એકથી વધારે મુહુર્તો સાચવ્યાં હતાં અને એમનું સમ્પુર્ણ મતૈક્ય હતું – પણ જોશીઓ ખોટા પડ્યા.
1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા સેનાઓના સેનાપતી હતા સદાશીવરાવ ભાઉ અને સામે અફઘાન અહમદશાહ અબ્દાલી હતો. અફઘાનો શક્તી વગરના, સંગઠન વીનાના હતા, મરાઠાઓ તૈયાર હતા. મૌસમ આક્રમણ માટે ઉપયુક્ત હતી; પણ ભાઉસાહબ પ્રખર જ્યોતીષી હતા. હમણાં ગ્રહો બરાબર ન હતા, એમનું કહેવું હતું.
મરાઠી સેનાના મુખ્ય તોપચી ઈબ્રાહીમખાને કહ્યું કે આ મોકો છે હુમલો કરી દેવાનો; પણ ગ્રહો ઠીક ન હતા. મરાઠા વીલમ્બ કરતા રહ્યા, વરસાદ આવ્યો, નદીઓ ઉભરાઈ ગઈ. ચોમાસું ગયું. પણ હજી ગ્રહો બરાબર ન હતા. અન્તે એક દીવસ યુદ્ધ થઈ ગયું, યુદ્ધ કરવું જ પડ્યું. છેલ્લે દીવસે મરાઠા સૈનીકો એમનું છેલ્લું ભોજન અને ઘોડાઓની છેલ્લી રસદ ખતમ કરીને યુદ્ધમાં ઉતર્યા. ભાઉસાહેબે કહ્યું, હવે ગ્રહો બરાબર છે…
નવેક માસના વીલમ્બ પછી મરાઠા–અફઘાન યુદ્ધ થયું. ગ્રહો સારા હતા–પણ અફઘાનો માટે ! 1761માં જે યુદ્ધ થયું એણે ભારતનું ભાવી શેષ કરી દીધું અને એમાં પરાજયનું એક કારણ હતું સદાશીવરાવ ભાઉનો જ્યોતીષમાં અડગ અન્ધવીશ્વાસ.
કથાકાર મધુરાયની એક વાર્તામાં એક પાત્ર રમુજમાં કહે છે કે : ‘મારી મમ્મીને મંગળ હતો અને મારા પપ્પાને મંગળ હતો એટલે મારો જન્મ થયો !’ ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો ‘લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.’
જ્યોતીષ પાસે ઘણા પ્રશ્નો અનુત્તર છે. તરત જન્મેલા મૃત બાળકને પણ સામાન્ય મનુષ્ય જેટલી લાંબી જીવનરેખા હોય છે  ! બન્દરની હથેળી પર પણ આપણા જેવી જ રેખાઓ હોય છે. સામુદ્રીક વીદ્યા એ હથેળીઓ વીશે કંઈ કહી શકે છે  ? ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) ચોક્કસ શાસ્ત્ર છે, જ્યારે જ્યોતીષ (એસ્ટ્રોલોજી) હજી અનુમાનની વસ્તુ છે. જન્મની ક્ષણને ભવીષ્ય સાથે સમ્બન્ધ છે  ?
હીન્દુસ્તાનમાં એક જ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. અમેરીકામાં ત્રણ સમયો છે. આસામ અને ગુજરાતમાં એક જ સમય હોઈ શકે ? બે ઘડીયાળો એક સ્થળે પણ સરખો સમય બતાવતી નથી ! હોસ્પીટલની ઘડીયાળ પણ સાચી જ હોય એ જરુરી નથી. ચોક્કસ કે એક્ઝેક્ટ સમય ઘડીયાળો પર નીર્ભર નથી; પણ તમે કયા ચોક્કસ અક્ષાંશ–રેખાંશ પર જન્મ્યા છો એના પર આધારીત છે. કદાચ જ્યોતીષીઓ આ વીશે ક્યારેય સાવધાન નથી હોતા. શીયાળા–ઉનાળાના જગતના ઘણા દેશોમાં જુદા જુદા સમય હોય છે. અક્ષાંશ–રેખાંશની દૃષ્ટીએ ભારતવર્ષમાં પુર્વતમથી પશ્ચીમતમ બે સ્થાનો વચ્ચે વૈજ્ઞાનીક રીતે લગભગ બે કલાકનો ફર્ક હોવો જોઈએ. સ્થાનીક સમય અને ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે પણ ફરક હોય છે. દૃષ્ટાંતરુપે જોઈએ તો અમદાવાદના સ્થાનીક સમયમાં 40 મીનીટ ઉમેરો તો ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે; પણ આસામના ગુવાહાટીમાં 37 મીનીટ બાદ કરો તો આઈએસટી આવે  !
ગ્રીક ‘હોરોસ્કોપ’ પરથી ભારતીય ‘હોડાચક્ર’ આવ્યું. આપણે ત્યાં જન્મકુંડળી જુની વસ્તુ છે. કહેવાય છે કે રાવણની કુંડળીમાં સુર્ય સાતમા ઘરમાં હતો. રામાયણમાં રામનાં લગ્ન પછી દશરથ અયોધ્યા પાછા ફરી રહ્યા છે, ત્યારે વનમાં પક્ષીઓનો તીવ્ર કાકારવ સાંભળે છે; પણ હીંસક પશુઓ પાળેલાં જાનવરોની જેમ પાસે આવીને આસપાસ ફરે છે. દશરથને અપાર આશ્ચર્ય થાય છે ત્યારે વશીષ્ઠ આ લીલા સમજાવે છે. પક્ષીઓનો કાકારવ આવનારી આપત્તીઓનો દ્યોતક છે જ્યારે હીંસક પશુઓનું શરણ બતાવે છે કે એ આપત્તીઓ પસાર થઈ જશે ! ઋષી વશીષ્ઠની ભવીષ્યવાણી અક્ષરશ: સાચી પડે છે.
એ જ જુનો પ્રશ્ન આવે છે : જોશી જોષ જુએ છે તો એની છોકરી કેમ રંડાય છે ?
જ્યોતીષ અંગત વીશ્વાસનો પ્રશ્ન છે. વહેમ એ, જ્યોતીષનો અનૌરસ પુત્ર છે. નીર્દોષ આનન્દ માટે જ્યોતીષ બહુ સરસ વીષય છે અને સાપ્તાહીક ભવીષ્ય એમાં ઉત્તમ છે  !
તમે જો નીયમીત સાપ્તાહીક ભવીષ્ય વાચવાના બન્ધાણી હો તો તમારે માટે થોડી સુચનાઓ અને ભવીષ્યવાણી નીચે મુજબ છે :
“……પાડોશમાં પોપટ હોય તો સંભાળશો. ઑક્ટોબરમાં તમે પ્રાણીબાગમાં જાઓ એવા સંજોગો છે. આ જુન સુધીમાં તમને ફક્ત બે જ સ્ત્રીઓ પ્રેમ કરે એવા યોગ છે. દીવાળી સમયે એક બંગાળી તમને તમારો વીમો ઉતરાવવા માટે ચેષ્ટાઓ કરશે; પણ તમે એમાંથી છટકી જશો. પ્રથમ છ માસ તમને તમારા ટેલીફોન તરફથી કોઈ તકલીફ નહીં રહે. વરસાદના દીવસોમાં તમારી વર્ષો જુની એક પ્રીયા તમને યાદ કરશે અને બેએક વાર ગુંડા મોકલશે; પણ તમારો સુર્ય તપી રહ્યો છે. આપઘાત કરવા માટે આ અઠવાડીયું સારું નથી. રેસકોર્સમાં ‘યુ’ કે ‘ડબલ્યુ’ નામથી શરુ થતા ઘોડા પર જુગાર રમવાથી ફાયદો થશે. જેના પીતાનું નામ મુળજી કે હરીદાસ કે ચમનલાલ હોય એવા શખ્સથી દુર રહેજો. જુલાઈમાં વાળ કપાવશો નહીં અને નવું ટી.વી. ખરીદશો નહીં. સપ્ટેમ્બરમાં પેન્ટ સીવડાવશો તો સીટમાંથી ટાઈટ થઈ જશે. આ વર્ષે અત્તરની શીશીઓ લેવી નહીં અને લેશો તો ખોલતી વખતે એના બુચ તુટીને અંદર ચાલ્યા જશે. આ વર્ષે પાંચ ફીટ સાડા ત્રણ ઈંચ ઉંચી એક સ્ત્રીથી તમને સન્તાપ છે; પણ શીયાળામાં એને લગભગ પરણી જવાનો યોગ ઉભો થશે. વૃશ્ચીક રાશીમાં જન્મેલા એક જાડા બેંક મેનેજર સાથે બોલાચાલી થશે. તમને ટેબલ ટેનીસના બૉલની ઘાત છે માટે એનાથી સંભાળશો. આ વર્ષે તમારે એકન્દરે સન્તાનયોગ નથી.”
અને હા,  હું જ્યોતીષમાં માનતો નથી.
 ક્લોઝ અપ 
ગ્રાહકોને વીનન્તી છે કે વચ્ચે વચ્ચે એમણે સીલીંગના પંખાઓ તરફ તાકતા રહેવું, જ્યારે પંખાઓ ફરતા દેખાય (અમારા પંખાઓ તો ચાલતા જ નથી !) ત્યારે સમજવું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. [કલકત્તામાં એક શરાબના બારમાં લટકાવેલી સુચના] (પુસ્તક : અતીક્રમ)
–ચન્દ્રકાન્ત બક્ષી

ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે–ચન્દ્રકાન્ત બક્ષી


–ચન્દ્રકાન્ત બક્ષી
જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હમ્મેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં; પણ માણસ તરીકે પણ વીશ્વાસ નથી. જેને ભુલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભુલ કરવાની પણ હીમ્મત નથી, એ પુર્ણ મનુષ્ય નથી. જુઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસન્દગી કરવાની હોય છે. પોતે હમ્મેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જુઠ એક રોગની અધોસ્થીતી પર પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હીન્દુસ્તાની બીમારી છે, ભુલ કરવાની તૈયારી કે બહાદુરી કે નીશ્ચીતતા એ અમેરીકન ગુણ છે. અમેરીકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ ? એનામાં ભુલો કરવાની હીમ્મત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભુલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જુનો માણસ એની જડ, કલ્પીત, હોશીયાર, અનુભવી, સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભુલ કરવાની ‘આગ’ રહી નથી. પાળેલા કુતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શીકારી કુતરાને બગાઈઓ થતી નથી. ભુલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જુની ભુલ સુધારતા રહેવું એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનીકનો મારી દૃષ્ટીએ ફરક એક જ છે. જોષી ક્યારેય ભુલ કરતો નથી, વૈજ્ઞાનીક ભુલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે ! શુન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી…..
અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મુકનારે ભુલા પડવું પડે છે અને ભુલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભુલોએ જગતની પ્રગતી અટકાવી દીધી છે. ક્યારેક ભુલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનીક પ્રગતીના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જીનનો, જેમાં પ્રગતી ધીરે ધીરે, કદમ–બ–કદમ, એક એક પગથીયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તી, પાણીશક્તી, પવનશક્તી અને અન્તે ડચ વૈજ્ઞાનીક ક્રીશ્ટીઅન હ્યુજેન્સે દારુગોળાની શક્તીથી એન્જીન ચલાવવાની કોશીશ કરી હતી, પછી હ્યુજેન્સના સાથી ડેનીસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજીન ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશીશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જીનથી કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જીન બનાવ્યું પણ એના એન્જીનમાંથી ઘણી ખરી વરાળ બહાર છુટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું એન્જીન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કુલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસીક હતો. એણે એની માતાના ચુલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલીત એન્જીન બનાવવાનો વીચાર આવ્યો અને એણે એન્જીન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે કોઈ સમ્બન્ધ ન હતો.
steam engine inventors        સ્ટીમ એન્જીનની શોધ માટે મશક્કત કરનારા સંશોધકો : (ડાબેથી)
ક્રીશ્ટીઅન હ્યુજેન્સડેનીસ પેપીનથોમસ સેવરીથોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન અન્તે જેમ્સ વૉટ (છેલ્લે)ને સફળતા મળી)
વૈજ્ઞાનીક પ્રગતીનો બીજો માર્ગ છે : બ્રેક થ્રુ ! અથવા એકાએક સીદ્ધી, એક જ ધડાકે રહસ્ય ખુલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભુલ ! ટ્રાન્ઝીસ્ટર એવી જ એક શોધ છે. શરુમાં ટ્રાન્ઝીસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જર્મેનીયમ વપરાતું હતું, જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સીલીકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સીલીકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા ચીપના ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી ! આજે સીલીકોનનું તન્ત્રજ્ઞાન વીશ્વભરમાં ફેલાઈ ગયું છે. કમ્પ્યુટર ક્ષેત્રના બે પ્રસીદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી સીદ્ધીઓ છે. જો કે ભુલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સીદ્ધીઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.
વીચીત્ર પરીસ્થીતીઓ સરજાવી કે વર્ષો સુધી ભુલભરેલી માન્યતાઓ સ્વીકારાવી વીજ્ઞાનવીશ્વમાં સ્વાભાવીક છે અને ક્ષમ્ય પણ છે; કારણ કે વૈજ્ઞાનીક અજ્ઞાતભુમીનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સુર્યમાં મનુષ્યવસતી જરુર છે ! અને જગતે ન્યુટનને એની ભુલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વીજ્ઞાનના ઈતીહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે. ભુલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનીયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની ભુલ સત્ય બનીને મનુષ્યજાતી માટે પથપ્રદર્શક બને છે.
Astrophysicists(આઈઝેક ન્યુટનટૉલેમીનીકોલસ કોપરનીકસ અને યોહાનેસ કૅપલર)
ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પુરા બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી છે અને આ ભુલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની પ્રગતી 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વીધાને અટકાવી દીધી. પછી કોપરનીકસે આવીને કહ્યું કે એવું નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી નથી; પણ સુર્ય છે. ટોલેમીની ભુલ સુધારવાનું પાપ કરવા માટે કોપરનીક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલીક ચર્ચે કોપરનીક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટીન લ્યુથર જેવા ક્રાંતીકારી ધર્મપ્રવર્તકે કહ્યું : ‘બેવકુફ પોલ !’ (પોલ એટલે પોલેન્ડનો નાગરીક એ અર્થમાં.) કેલ્વીન અને બેકન જેવા વીચારકોએ કોપરનીક્સની મજાક ઉડાવી. અન્તે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનીક્સના સીદ્ધાન્તને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનીકસ આધુનીક ખગોળશાસ્ત્રનો પીતા ગણાય છે.
કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈ સ્કુલમાં ગણીતનો શીક્ષક હતો. ઈશ્વર એને એક સજારુપ લાગતો હતો. ‘જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી; જીજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે’ એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે સ્કુલમાં એના વર્ગમાં થોડા વીદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વીદ્યાર્થી આવ્યો નહીં. એ સારો શીક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દુરબીન હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું : ‘શા માટે ફક્ત છ જ ગ્રહો ? શા માટે, આઠ, દસ, પંદર, વીસ નહીં ?’ આવા વીચારો માટે કેપલરને દેશનીકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું : ‘હું દંભ ક્યારેય શીખી શક્યો નથી…’
ભુલ કોણ કરે છે, શોધક કે જગત ?  વૈજ્ઞાનીક પોતાની ભુલ તરત જ સ્વીકારી શકે છે; પણ જગત એટલું જલદી પોતાની ભુલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભુલી પણ શકતું નથી. ‘સત્યમેવ જયતે નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનીયાઓની જેમ, વીજ્ઞાનની દુનીયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમીયાન જ તે માણસના સત્યનો જય થવો જરુરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.
જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કુલ શીક્ષક હતો. વીદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારુપે વપરાય છે. ઓહ્મે કહ્યું કે, ‘વીદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરીક ઘર્ષણ પર આધાર રાખે છે.’ આને ઓહ્મના નીયમ તરીકે વીદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે: બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આન્તરીક ઘર્ષણ સાથે ઉંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો નીયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તુટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વીચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું.
વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભુલ જ સત્ય હતી, એને ઉતારી પાડનાર વીદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકીસ્મત હતો કે એના જીવનકાળ દરમીયાન જ; પણ વર્ષો પછી 1849માં, એને ભૌતીકશાસ્ત્રનો પ્રૉફેસર બનાવવામાં આવ્યો.
વીજ્ઞાન અને તન્ત્રજ્ઞાનમાં દરેક અન્વેષક જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચુકી હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર કીરણો જેવાં જ કીરણો મેક્સીકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દીલ્હીમાં ઉભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઉભો જ છે અને એને કાટ લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી, જે કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજીપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય હતું ત્યારે એક સ્ટીમ એન્જીન શોધાયું હતું અને એનું કામ હતું, દીવાદાંડી પર પાણી ચડાવવાનું. બહુ જ આરંભીક યાન્ત્રીક પમ્પ એમાં જોડવામાં આવ્યો હતો અને આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકી દેવામાં આવ્યો. રાજાને થયું કે જો પમ્પ હશે તો મજુરો કામ નહીં કરે. મધ્યકાલીન બગદાદમાં એક ઈલેક્ટ્રીક બૅટરી બનાવવામાં આવી હતી; પણ એમાં આગળ સંશોધન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડીયો–સેટ બનાવ્યો, ત્યારે લોકોને થયું કે આ એક મનહુસ યન્ત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મીલ બનાવવામાં આવી હતી. આ દૃષ્ટાન્તમાં પણ રાજાએ નીષેધ ફરમાવ્યો; કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું ?
વીજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પુર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સમ્બન્ધ છે, જે બીન્દુ પર અટકે છે ત્યાંથી મારે શરુ કરવાનું નથી. મારું આરમ્ભબીન્દુ અને મારું અન્તબીન્દુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વીજ્ઞાનની દુનીયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરુર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઉર્જા કે વીદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઉર્જાનો સ્રોત હતું. વીજ્ઞાન એક પરમ્પરા છે, કલાઅંશત: એક પ્રણાલીકાનું ભંજન છે. કલામાં ભુલ નામનો શબ્દ બાહ્ય છે; બહુ સાન્દર્ભીક પણ નથી. વીજ્ઞાનમાં ભુલ એ બુનીયાદ છે અને ગુંબજ છે. ભુલ એક સહાયક શબ્દ છે.
 ક્લોઝ અપ 
દવા મારી ધર્મપત્ની છે; પણ સાહીત્ય મારી પ્રીયા છે.
જ્યારે હું એકથી થાકી જઉં છું, ત્યારે જઈને બીજી સાથે સુઈ જઉં છું.
…એન્ટન ચેખોવ…
(મહાન રશીયન નાટ્યકાર–વાર્તાકાર, જે વ્યવસાયે ડૉક્ટર હતો).
‘Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other.’ (સમકાલીન : જુન 11, 1989)
–ચન્દ્રકાન્ત બક્ષી

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી