Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
12 May 2017
ચાર્વાકદર્શનના પ્રશંસક મહાનુભવો: કૌટીલ્ય :
ચાર્વાકદર્શનના પ્રશંસક મહાનુભવો
કૌટીલ્ય :
ચાણક્ય એ જ કૌટીલ્ય. ખ્યાતનામ અર્થશાસ્ત્રના રચયીતા. જેને કૌટીલ્યનું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. ચાણક્યનું મુળ નામ વીષ્ણુગુપ્ત હતું. જગમશહુર તક્ષશીલા વીદ્યાપીઠના તેઓ વીદ્યાર્થી, અધ્યાપક અને આચાર્ય પણ રહી ચુક્યા હતા. ‘શીક્ષક કદી સાધારણ હોતો નથી’ એવું એમનું વીધાન આજે પણ આપણા વીદ્વાનોના હૈયે અને હોઠે રમતું જોવા મળે છે. કૌટીલ્યે એક ભારતીય મુળના ક્ષત્રીય અને મુરા નામની દાસીથી ઉત્પન્ન ચન્દ્રગુપ્તને ખાસ વીશેષ પ્રશીક્ષણ આપી નન્દવંશના ધનનન્દનો તેના દ્વારા નાશ કરાવી મગધનો એવો શાસક બનાવ્યો કે જે સમગ્ર ભારતનો સૌપ્રથમ ચક્રવર્તી સમ્રાટ બન્યો. વીદેશી ગ્રીકોને હરાવનાર પણ એ પ્રથમ શુરવીર હતો. મુરા નામની દાસીનો તે પુત્ર હોવાથી તેનો વંશ મૌર્યવંશ તરીકે ઓળખાય છે. Ashok the great ‘મહાન અશોક’ આ ચન્દ્રગુપ્તનો પૌત્ર અને બીન્દુસારનો પુત્ર હતો. તેણે બૌદ્ધધર્મ સ્વીકારી તેને દેશ અને દુનીયામાં પણ ફેલાવ્યો તેમ જ ભારતમાં અભુતપુર્વ ધાર્મીક, સામાજીક, રાજનૈતીક, આર્થીક અને શૈક્ષણીક ઉત્કર્ષ સાધી સદાચાર અને સમભાવનું શાસન સ્થાપ્યું. જેના વીશે સ્વામી વીવેકાનન્દજી લખે છે કે ‘બુદ્ધયુગમાં આવા (ચન્દ્રગુપ્ત અને અશોક જેવા) પૃથ્વીપતીઓએ સાર્વભૌમ સત્તા ચલાવીને ભારતને કીર્તીને શીખરે પહોંચાડ્યું હતું એવા સમ્રાટો ભારતના સીંહાસન ઉપર કદી આવ્યા ન હતાં.’
ભારતના ઈતીહાસકારો લખે છે કે ‘ચન્દ્રગુપ્તનું રાજ્ય ભારતનું સર્વપ્રથમ કલ્યાણ રાજ્ય હતું. જે વાસ્તવીક અર્થમાં પ્રથમ રાષ્ટ્રીય સમ્રાટ હતો.’ અશોકની પ્રશંસા કરતા આ ઈતીહાસકારો લખે છે કે ‘ઉદ્યમશીલ, પ્રજ્ઞાવંત અને વાસ્તવીકતાના ભાનવાળા, આદર્શવાદ સહીત અનેક સદ્ ગુણો ધરાવતો અશોક જગતના સર્વોચ્ચ રાજવીઓની પંક્તીમાં પ્રથમ સ્થાન ધરાવે છે, જેનું અંગત જીવન સાધુ જેવું અન્તીમ કાળે ભીક્ષુ જેવું જીવન હતું. 40 વર્ષ સુધી ધર્માનુશીલન અને ધર્માનુશાસન દ્વારા ‘દેવોના પ્રીય’ પ્રીયદર્શી અશોકે માનવ ઈતીહાસમાં ચીરસ્મરણીય રાજર્ષીનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.’
રાજા–મહારાજાઓની પ્રશંસા કરી શકાય કે આદર આપી શકાય એવું કશું જ નથી હોતું એવું માનનાર અને એમને ઉતારી પાડવાનો વધારે પડતો શોખ ધરાવનાર પંડીત જવાહરલાલ નહેરુએ પણ ‘જગતના ઈતીહાસનું સંક્ષીપ્ત રેખાદર્શન’માં ચન્દ્રગુપ્ત અને અશોકની બે મોઢે પ્રશંસા કરતા લખ્યું છે કે ‘ચન્દ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય એ ઈતીહાસમાં હીન્દુસ્તાનમાં ઉદ્ ભવેલા બળવાન અને વીસ્તૃત સામ્રાજ્યોનું પ્રથમ દૃષ્ટાંત છે’ અને એવા સામ્રાજ્યની સ્થાપના માટે એમણે ચન્દ્રગુપ્તના સાથી અને ગુરુ એવા કૌટીલ્ય તથા તેના અર્થશાસ્ત્રની ભુમીકાને જવાબદાર ગણી છે.
વાસ્તવમાં મૌર્ય સામ્રાજ્યકાળ એ ભારતનો સાચો સુવર્ણકાળ હતો. ભારતની સર્વાંગી પ્રગતીની સુવાસ ત્યારે સમગ્ર વીશ્વમાં ફેલાઈ ચુકી હતી. જેનું મુખ્ય કારણ કૌટીલ્યના અર્થશાસ્ત્ર પ્રેરીત સુશાસન–પ્રશાસન હતું. કૌટીલ્યનો આવીર્ભાવ બુદ્ધ પછી લગભગ 300 વર્ષે થયો છે. તેથી કહી શકાય કે ત્યાં સુધીમાં તક્ષશીલામાં બુદ્ધ વીચારધારાના પ્રશીક્ષણની શરુઆત ખુબ પ્રભાવક રીતે થઈ ગઈ હશે, તેથી કૌટીલ્ય અને ચન્દ્રગુપ્ત બન્નેનું શીક્ષણ તક્ષશીલામાં થયું હોવાથી બન્ને પર બુદ્ધ અને મહાવીરની વીચારધારાનો પ્રભાવ હોય એ સ્વાભાવીક છે. બુદ્ધનો પ્રભાવ એટલે વર્ણવ્યવસ્થા, તદ્જન્ય ક્રીયાકાંડો અને માન્યતાઓનો અભાવ એ સ્પષ્ટ છે, અને જોઈ પણ શકાય છે કે મૌર્યસમ્રાટો પુરોહીતોની સર્વોપરીતા અને એકાધીકારને માન્ય ન કરવા ઉપરાંત યજ્ઞયાગાદી ક્રીયાકાંડોને અનુસરનારા પણ નહોતા. ઈતીહાસ કહે છે કે પુરોહીતોની વીના પરીશ્રમની આજીવીકાના કર્મકાંડો મૌર્યકાળમાં યા બુદ્ધકાળમાં લગભગ સમાપ્ત થઈ ગયાં હતાં.
કૌટીલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં શુદ્ર–ગુલામોના ઉત્કર્ષ માટે જે ઉપાયો અને સુધારાઓ સુચવ્યાં છે, તે પણ આ બાબતની સાક્ષી પુરનારાં છે. ધર્મશાસ્ત્રે જેને ગુલામ ગણી માત્ર ઉપરના વર્ણોની સેવા કરવાના જ હુકમો કર્યા હતા તેમને માટે કૌટીલ્યે ભુમીહીન શુદ્રો માટે ભુમી, પશુ, ખેતીનાં સાધનો, જમીનનો ભોગવટાનો અધીકાર આપ્યો હતો. શુદ્રોને ગુપ્તચર, લશ્કર અને સંદેશાવાહક જેવાં ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર મુક્યા હતાં તેમ જ શુદ્ર–સ્ત્રીઓને પણ ગુપ્તચર વીભાગમાં મુકવાનો તે હીમાયતી હતો. આ બાબતો પણ કૌટીલ્ય વર્ણાશ્રમધર્મનો વીરોધી હોવાનું પુરવાર કરે છે.
કૌટીલ્ય માત્ર બૌદ્ધ વીચારધારાનો જ નહીં; પરન્તુ બૃહસ્પતીની લોકાયતવાદની નાસ્તીક વીચારધારાનું પણ તેણે સમર્થન કરેલું જણાય છે. તેણે સાંખ્ય, યોગ, અને લોકાયતની ત્રીપુટીને આન્વીક્ષીકી વીદ્યા કહી છે. આન્વીક્ષીકી એટલે અન્વેષણ કરનારી વીદ્યા અર્થાત્ સંશોધન કરનારી વીદ્યા. કૌટીલ્ય માને છે કે ધર્મ, શાસન–પ્રશાસન અને લોકજીવન વ્યવહારમાં સત્ય–અસત્યનું પરીક્ષણ આન્વીક્ષીકી દ્વારા જ થઈ શકે છે. કૌટીલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં લખે છે કે ‘ત્રયીમાં ધર્મ– અધર્મનું, વાર્તામાં અર્થ– અનર્થનું અને દંડનીતીમાં નય અને અપનયનું વીવેચન હોય છે. આન્વીક્ષીકી એ તર્કથી ત્રયી, વાર્તા અને દંડનીતીના બળાબળનું પરીક્ષણ કરે છે, તેથી તે લોકો માટે ઉપકારક થાય છે. આપત્તી અને સમ્પત્તીના કાળે તે લોકોની બુદ્ધીને સ્થીર રાખે છે તેમ જ લોકોને પ્રજ્ઞા, ભાષા અને ક્રીયાની બાબતમાં નીપુણ બનાવે છે, તેથી આન્વીક્ષીકી સર્વવીદ્યાઓની માર્ગદર્શક છે. સર્વકર્મોનું સાધન છે, સર્વધર્મોનું (કર્તવ્ય અને નીયમોનું) આશ્રયસ્થાન છે.’
સ્પષ્ટ છે કે બૃહસ્પતીની લોકાયત (ચાર્વાક) વીચારધારાના કૌટીલ્ય જબરા સમર્થક છે. એ જ રીતે કૌટીલ્ય રાક્ષસરાજ હીરણ્યકશીપુના વંશના પણ જબરા પ્રશંસક જણાય છે; કારણકે આથર્વણવીધી કહેતી વખતે તેમણે કહ્યું છે કે ‘હું વીરોચનપુત્ર બળીને વન્દન કરું છું’ તેમ જ તેની સાથે ઈતર અસુરોને વન્દન કરવાની વીધી પણ કહી છે. પ્રશ્ન એ છે કે કહેવાતાં રાક્ષસો પ્રત્યે કૌટીલ્યને આટલો બધો લગાવ શા માટે હશે ? સ્પષ્ટ છે કે આ બધાં રાક્ષસ રાજાઓ લોકાયતવાદના પુરસ્કર્તા હશે. લોકાયતવાદનો સમ્બન્ધ હમ્મેશાં રાક્ષસો, દૈત્યો, દાનવો, અસુરો કહેવાતાં લોકો સાથે જ રહ્યો છે, તે સર્વવીદીત છે. મહાભારતમાં દુર્યોધનનો મીત્ર ચાર્વાક રાક્ષસ કહેવાયો છે. રાક્ષસો, અસુરો આદી ભારતના મુળનીવાસી ક્ષત્રીયો હોવાથી તેઓ આર્યોના વર્ણાશ્રમ, યજ્ઞો, ઈશ્વરવાદ અને આપખુદશાહીના વીરોધી હતાં. લોકાયતદર્શન લોકસીદ્ધરાજાને જ ઈશ્વર માને છે. લાગે છે કે ચન્દ્રગુપ્ત અને અશોક કૌટીલ્યના માર્ગદર્શન તળે જેમ પ્રજાવત્સલ પ્રજાપ્રેમી બન્યાં હતાં તેમ બૃહસ્પતીની લોકાયતદૃષ્ટીના માર્ગદર્શન દ્વારા અસુર રાજાઓ પણ એમના જેવા જ પ્રજાપાલક હશે, તેથી જ કૌટીલ્ય વીરોચન પુત્ર અર્થાત્ હીરણ્યકશીપુના પુત્ર પ્રહલાદના પૌત્ર બલીને વન્દન કરે છે. બલીરાજાની યાદ આજે 3000 વર્ષ પછી પણ ભારતવાસીઓના હૃદયમાં જળવાઈ રહી છે, તે જ તેની લોકપ્રીયતા અને સદ્ ગુણો તથા મહાનતાનો પુરાવો છે (બલીરાજાની લોકપ્રીયતાની વીગતો આ પુસ્તકના પ્રારમ્ભના પ્રકરણમાં આવી ગઈ છે) તેથી અહીં તેનું પુનરાવર્તન આવશ્યક નથી.)
કૌટીલ્ય વીશે એક ચીન્તનીય બાબત એ પણ છે કે વૈદીકકાળમાં બૃહસ્પતીએ જેમ અર્થશાસ્ત્ર લખેલું તેમ તેના હજારેક વર્ષ પછી કૌટીલ્યે પણ અર્થશાસ્ત્ર જ લખ્યું છે. (ચાર્વાકદર્શનનું મુળનામ બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર છે.) અર્થશાસ્ત્ર એટલે સમ્પત્તીશાસ્ત્ર, અર્થાત્ બૃહસ્પતી અને કૌટીલ્ય બન્ને અર્થશાસ્ત્રને જ પ્રથમ પુરુષાર્થ માને છે. કામશાસ્ત્રને બીજો પુરુષાર્થ માને છે. ધર્મ અને મોક્ષ એમને માટે કોઈ પુરુષાર્થ છે જ નહીં. બૃહસ્પતી અને કૌટીલ્ય પૃથ્વી પરના સુખને જ સ્વર્ગ માને છે અને મૃત્યુને મોક્ષ માને છે. ધર્મ યાને ઈશ્વરપુજા – પ્રાર્થનાથી જીવનમાં સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. પૃથ્વી પર સુખ પ્રાપ્તી માટે સમ્પત્તી– અર્થ આવશ્યક છે. કામતૃપ્તી આવશ્યક છે. સ્વર્ગ, નરક, પરલોક અને પરમાત્માનો કોઈ પુરાવો નથી, એવું આર્યોના ગુરુવર્ય દેવર્ષી બૃહસ્પતી ચાર્વાકસુત્રમાં સ્પષ્ટ કહી ગયા છે જેની સત્યતા આજે આપણે આપણા તર્ક અને અનુભવ વડે પ્રમાણી શકીએ છીએ.
જ્યોતીબા ફુલે :
હીરણ્યકશીપુ અને અન્ય રાક્ષસોના સન્દર્ભમાં પુના–મહારાષ્ટ્રના અને ભારતના સર્વપ્રથમ આધુનીક ક્રાન્તીકારી એવા જ્યોતીબા ફુલેએ 1872માં લખેલા ‘ગુલામગીરી’ પુસ્તકમાં ભારતનો પ્રાચીન ઈતીહાસ સંશોધીત કરીને રજુ કર્યો છે તે આપણી હીન્દુપ્રજાને ચોંકાવનારો અને કાફી ચીન્તનીય તથા આપણા ઈતીહાસ વીશે પુન: વીચારણા કરનારો છે. જ્યોતીબા ફુલેએ પોતાના આ ગ્રન્થમાં સર્વપ્રથમ સ્પષ્ટ કર્યું છે કે બ્રહ્મા, વીષ્ણુ, સરસ્વતી, લક્ષ્મી, મત્સ્ય, વરાહ, વામન, નૃસીંહ, પરશુરામ વગેરે યુરેશાઈ આર્ય બ્રાહ્મણ હતા. પોતાના પુર્વજ બ્રહ્માના વારસદારો હોવાથી આર્યો પોતાને બ્રાહ્મણ તરીકે અને ભારતના મુળ નીવાસીઓને ક્ષત્રીય, રાક્ષસ અને દાનવ, દૈત્ય, અસુર આદી સંજ્ઞાઓથી ઓળખાતાં હતાં. જેમાંના હીરણ્યાક્ષ, હીરણ્યકશીપુ, પ્રહલાદ, વીરોચન, બલી, બાણાસુર વગેરે ભારતના મહાબળવાન અને સદ્ગુણી તથા સદાચારી મહાનાયકો હતા. તેમને આર્યોએ દગાથી મારી નાખીને ભારતમાં પોતાનું રાજ સ્થાપી વર્ણવ્યવસ્થા, યજ્ઞસંસ્કૃતી અને ઈશ્વરવાદની સ્થાપના કરી અને બનાવટી ગ્રન્થોની રચના કરી, વર્ણવ્યવસ્થાને ઈશ્વરકૃત અને પોતાને વીશ્વના ગુરુ અને ઈશ્વરથી પણ શ્રેષ્ઠ જાહેર કર્યા. પોતાનો દગો, જુઠ અને ભોગવાદ છુપાવવા માટે તેમણે પોતાના બનાવટી ગ્રન્થોમાં ઈશ્વરના અવતાર અને ચમત્કારોની રચનાઓ કરી જેનો પ્રચાર આજે પણ ચાલુ છે.
સાચા ઈતીહાસના સંશોધન અને સમાજસુધારણા માટે જ્યોતીબાએ ‘સત્યશોધક સમાજ’ની સ્થાપના કરી હતી. જેમાં આપણા અનેક બ્રાહ્મણો પણ જ્યોતીબાને ખુબ સહાયક બન્યાં હતા. અંગ્રેજ સરકાર અને આપણા દેશના મહાનુભાવોએ સાથે મળીને જ્યોતીબાને મહાત્માની ઉપાધીથી વીભુષીત કર્યા હતા. જેમને માટે ગાંધીજીએ પણ કહેલું કે ‘સાચા મહાત્મા જ્યોતીબા ફુલે છે.’ સ્વામી સદાનન્દજી મહારાજ પોતાના ગ્રન્થ ચાર્વાકદર્શનમાં લખે છે કે ‘ચાર્વાક એટલે પ્રાચીન ભારતના મહાત્મા ફુલે અને મહાત્મા ફુલે એટલે આધુનીક ભારતના ચાર્વાક.’ વૈદીક બૃહસ્પતી અને અર્વાચીન ફુલેની આ અન્યોઅન્યાશ્રયી ભવ્ય તુલના કરી સ્વામી સદાનન્દજીએ કમાલ કરી દીધી છે. જે આપણા માટે જેટલી આહ્લાદક છે, તેટલી જ આપણા ઈતીહાસ માટે પુન: વીચારણીય છે. સ્વામી સદાનન્દજી લખે છે કે જ્યોતીબા ફુલેએ ચાર્વાકદર્શનમાંથી પ્રેરણા લીધી હતી; કારણ કે જ્યોતીબા ફુલે બૃહસ્પતી નામનો અને વીચારધારાનો આદરપુર્વક ઉલ્લેખ કરતાં લખે છે કે ‘બૃહસ્પતી નામનો મહાવીદ્વાન શોધક આ દેશમાં હતો, તેણે જે કંઈ લખ્યું છે, તેમાંથી થોડુંક આ પ્રસંગે આપની જાણકારી માટે આપુ છું’. વધુ એક ઠેકાણે શ્રાદ્ધ પાછળનો હેતુ સ્પષ્ટ કરવા માટે તેઓ લખે છે કે ‘આ વીશે બૃહસ્પતી નામના મહાસત્પુરુષના ગ્રન્થમાંનો આધાર આપું છું.’ એમ કહીને તેમણે ‘તતશ્વ જીવનો પાયો’ વાળો ચાર્વાકનો મુળ શ્લોક સંસ્કૃતમાં ઉદ્ધૃત કર્યો છે.’
સ્વામી સદાનન્દજીએ આપેલી આ વીગતો જોતા લાગે છે કે મહાત્મા જ્યોતીબા ફુલેએ લખેલો આર્ય બ્રાહ્મણ અને ક્ષત્રીય અસુરો વચ્ચેના સંઘર્ષનો ઈતીહાસ (જેને ઈતીહાસકારોએ પણ બ્રાહ્મણ – ક્ષત્રીય સંઘર્ષ અને પુરાણકારોએ દેવાસુર સંગ્રામ કહ્યો છે) તે બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી સંશોધીત કરીને લીધો હોવો જોઈએ અને એવું અનુમાન બાંધવા પાછળ સ્પષ્ટ કારણ પણ છે કે જેમ આર્યપંડીતોએ ચાર્વાકદર્શનનો નાશ કર્યો છે, તેમ જ્યોતીબા ફુલે અને તેમની વીચારધારાની પણ ભારતના આધુનીક વર્ણવાદીપંડીતોએ અને શાસકોએ ઉપેક્ષા કરી છે. ભારતના લોકો જ્યોતીબા ફુલેના નામથી સાવ અપરીચીત છે; કારણ કે દેશની શાળા–કૉલેજોના ઈતીહાસના ગ્રન્થોમાં અને પાઠ્યપુસ્તકોમાં જ્યોતીબા ફુલે જેવા ભારતના પ્રથમ ક્રાંતીકારી મહાપુરુષનું નામ શોધ્યું જડતું નથી. આઝાદીના 50 વર્ષ પછી શરુ થયેલી નવજાગૃતીની ચળવળને કારણે હવે આપણા સમાજના અમુક લોકોમાં અને એમના દ્વારા મહાત્મા ફુલેનું નામ ઉજાગર થવા લાગ્યું છે. ગુજરાતના વીશ્વવીખ્યાત વીચારકો સ્વામી સચ્ચીદાનન્દજી(દંતાલી–કોબા) અને ડૉ. ગુણવન્ત શાહે પણ જ્યોતીબા ફુલેનું નામ પોતાની જીભ પર લેવાની કોશીશ કદી કરી નથી, તે માત્ર આશ્ચર્યજનક જ નહીં; પરન્તુ તેમને માટે લજ્જાસ્પદ અને આપણા માટે કમનસીબ બાબત ગણાય.
બીજું અનુમાન અહીં એ પણ થઈ શકે છે કે જો મહાત્મા જ્યોતીબા ફુલેએ બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી પ્રેરણા લીધી હોય તો બૃહસ્પતીની પોતાના અર્થશાસ્ત્રમાં ભુરીભુરી પ્રસંશા કરનાર કૌટીલ્યે પણ બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી એવી જ પ્રેરણા નહીં લીધી હોય ? આવા અનુમાનનું પણ પ્રબળ કારણ એ છે કે જેમ ચાર્વાક અને ચાર્વાકદર્શનનો નાશ કરવામાં આવ્યો છે અને જ્યોતીબા ફુલેની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે તેમ કૌટીલ્યના અર્થશાસ્ત્રની પણ એ જ હાલત કરવામાં આવી છે. બુદ્ધકાળ પછી યાને પુષ્યમીત્ર શૃંગ કાળથી તે ગ્રન્થ લુપ્ત થઈ ગયો હતો. કારણ કે ઈ.સ. પુર્વે 321ના અરસામાં નીર્માણ થયેલો અર્થશાસ્ત્ર નામનો કૌટીલ્યનો આ ગ્રન્થ થોડાક સમયાવધીમાં ભારતમાંથી લુપ્ત થયા પછી છેક 1909ની સાલમાં મૈસુરના આર. શ્યામ શાસ્ત્રીએ પ્રસીદ્ધ કરતાં સુધી સેંકડો વર્ષ સુધી તે ઉપલબ્ધ નહોતો. વળી અર્થશાસ્ત્રની આધુનીક આવૃત્તીમાં કૌટીલ્યનું મુળ અર્થશાસ્ત્ર, તેમાં પાછળથી ઉમેરાયેલો કચરો અને તેમાંથી કાઢી નાખવામાં આવ્યા હશે એવાં ભાગોનું સંશોધન પણ અધુરું છે. કારણ કે એમાં ભેળસેળ અને વીકૃતી થઈ હોવાની સમ્ભાવનાને બીલકુલ નકારી શકાય એમ નથી. તેથી મુળ ચાર્વાકદર્શનની જેમ જ મુળ કૌટીલ્યનું અર્થશાસ્ત્ર કેવું હશે તેની આપણે કેવળ કલ્પના જ કરી શકીએ. પરન્તુ એવું લાગે છે કે આધુનીક કાળમાં જ્યોતીબા ફુલેએ પોતાના ‘ગુલામગીરી’ પુસ્તક દ્વારા ચાર્વાકદર્શન અને કૌટીલ્યના અર્થશાસ્ત્રની ખોટ પુરી કરી દીધી છે અને સામ્પ્રત સમયમાં સ્વામી સદાનન્દજીએ પણ પોતાના ચાર્વાકસુત્ર, ચાર્વાકદર્શન અને સમયસુત્ર નામના પુસ્તકો દ્વારા ચાર્વાક, કૌટીલ્ય અને જ્યોતીબા ફુલેની ખોટ ભરપાઈ કરી દીધી હોય એવું લાગે છે.
આસ્તીકતાનું પ્રત્યારોપણ –બી. એમ. દવે
આસ્તીકતાનું પ્રત્યારોપણ
–બી. એમ. દવે
કહેવાની જરુર નથી કે પૃથ્વી ઉપર જન્મે લેતું દરેક બાળક ધર્મ, સમ્પ્રદાય કે જાતીના લેબલ વગર અવતરે છે. અલબત્ત, આપણે તેને જન્મતાંની સાથે જ આવાં સ્ટીકર લગાડી દઈએ છીએ અને તે મુજબ તેની ઓળખ પ્રસ્થાપીત કરી દઈએ છીએ. હીન્દુ, મુસ્લીમ, ક્રીશ્ચીયન, શીખ કે ઈસાઈ બનાવી તે મુજબ નામકરણ કરીએ છીએ. લગભગ બાળકના નામ ઉપરથી જ આપણે તેને ધર્મ સાથે જોડી દઈએ છીએ. જો કુદરત કે ઈશ્વર કે અલ્લા કે ગૉડ આવું વર્ગીકરણ ઈચ્છતા હોત તો આવી કુદરતી વ્યવસ્થા જ ગોઠવાયેલી હોત; પણ આ કામ માણસે જાતે ઉપાડી લીધું છે. જેવી રીતે કોઈ ચીજવસ્તુનો ઉત્પાદક પોતાની બ્રાન્ડની છાપ તેના ઉત્પાદન ઉપર મારી દે છે, તેવી જ રીતે બાળકને જાતી અને ધર્મનું લેબલ લગાડીને જે–તે જાતી અને ધર્મનું બનાવી દેવામાં આવે છે, અર્થાત્ ગળથુથી જ ધર્મની પીવડાવવામાં આવે છે, જે આગળ જતાં દૃઢીભુત આસ્તીકતામાં પરીણમે છે.
બાળક સમજણું થાય ત્યારથી જે ધર્મનું લેબલ લગાવવામાં આવ્યું હોય તે ધર્મના સંસ્કાર પામતું રહે છે, ધર્મનું આચરણ જોતું અને શીખતું રહે છે. માબાપ પણ સતત પ્રયત્નશીલ હોય છે કે પોતાનું સંતાન પોતાના ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે અને તેનું અનુયાયી બને. ધર્માચરણમાં ક્યાંય કચાશ ન રહી જાય તેની પુરતી તકેદારી સમગ્ર કુટુમ્બ રાખે છે અને પોતાનું બાળક પોતાના ધર્મના રંગે બરાબર રંગાઈ જાય તે માટે બધું કરી છુટે છે. આ બાબતમાં ક્યારેક તો અતીશયોક્તી થતી જોવા મળે છે અને કુમળા બાળક ઉપર ધર્મપાલનના નામે અત્યાચારની હદ સુધી અમુક માબાપ પહોંચી જાય છે અને છતાં ગૌરવ અનુભવતાં રહે છે.
બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે. બાળકના કુમળા માનસમાં ધાર્મીક અસહીષ્ણુતાનાં બીજ આ સમયે જ રોપાઈ જાય છે, જે કેટલાક કેસમાં કટ્ટરતાની હદ સુધી પહોંચી જાય છે. ચુસ્ત ધાર્મીક માબાપ પોતાના ધર્મનો એટલો પાકો રંગ બાળકો ઉપર ચડાવી દેવા ઈચ્છતાં હોય છે કે જીવનભર ઉતરે નહીં. માનવતાના પાઠ ભણાવવાને બદલે ધાર્મીક ક્રીયાકાંડોનો ઓવરડોઝ આપવામાં આવે છે. બાળકો બીચારાં સમજ્યા વીના આંધળું અનુકરણ કરવા લાગે છે અને માબાપની છાતી ફુલાતી જાય છે.
બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ ઠોકી બેસાડવામાં આવે છે. બાળકો પોપટીયા રટણ દ્વારા પોતાના જાગૃત અને અજાગૃત મનમાં ધર્મનું પડ ચડાવી દે છે અને સ્વાભાવીક રીત જ તે મુજબનું વર્તન કરતું થઈ જાય છે. વાતાવરણ જ એવું ઉભું થયું હોય છે કે બાળકના મગજમાં ધર્મ વીશે કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. કદાચ કોઈ બાળકના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તેનું સમાધાન કરવામાં આવતું નથી અને તેને ચુપ કરી દેવામાં આવે છે. ધર્મની બાબતમાં સંશય રાખવાનાં કે તર્ક કરી અશ્રદ્ધા દાખવવાનાં કાલ્પનીક ભયસ્થાનો બતાવી બાળકનું મોં બન્ધ કરી દેવામાં આવે છે અને આ બધાના પરીણામસ્વરુપ બાળક લગભગ 99.99 ટકા ‘ધાર્મીક’ બની જાય છે અને જે–તે ધર્મની આસ્તીકતાનું આવરણ પોતાની ઉપર ચઢાવી લે છે.
બાળક જેમજેમ મોટું થતું જાય છે તેમતેમ વડીલોનું અનુકરણ કરીને તથા તેની ઉપર લાદવામાં આવેલ ધાર્મીકતા એટલે કે આસ્તીકતાના રંગે રંગાતું જાય છે અને એક નવી ઝેરોક્સ કૉપી બની જાય છે. વડીલોના આગ્રહ પણ ઑરીજનલને બદલે ઝેરોક્સનો વધુ હોય છે અને તેનું ગૌરવ પણ તેઓ અનુભવતાં હોય છે. આમ, આ રીતે રુઢીગત આસ્તીકતાનો વરખ ચડાવેલ સંતાન પોતાના પીતાની મીલકતના વારસદાર બને છે, તેવી જ રીતે આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ વારસામાં જ મળી જાય છે અને તેનું હસ્તાંતરણ પેઢી–દર–પેઢી થતું જ રહે છે.
બાળમનોવીજ્ઞાનીઓ દાવો કરે છે કે બાળક તેના જન્મ પછીનાં પ્રથમ પાંચ વર્ષમાં જેટલું શીખે છે તેટલું બાકીની આખી જીન્દગીમાં શીખી શકતું નથી. આ રીતે વીચારતાં પણ બાળકનાં શરુઆતનાં પાંચ વર્ષમાં જે પ્રકારનું ઘડતર કરવામાં આવે તેવી તેની માનસીકતા બન્ધાય છે.
મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી. એમ કહેવું અસ્થાને નહીં ગણાય કે બાળકને ધર્મના સીદ્ધાંતોરુપી ગળથુથી પીવડાવવાને બદલે સહીષ્ણુતા, સચ્ચાઈ, નીતીમત્તા, સંસ્કારીતા, પ્રામાણીકતા, નીખાલસતા, નીર્મળતા, નીયમીતતા અને સ્વચ્છતા જેવા સદ્ગુણોરુપી ગળથુથી પીવડાવવાની પ્રથા અપનાવવામાં આવી હોત તો પરીણામ કદાચ જુદું હોત. કોરી સ્લેટ જેવા બાળકને આસ્તીકતાની ગળથુથી પીવડાવવાને બદલે માનવતાની ગળથુથી પીવડાવવાનો પાયો નખાયો હોત તો આજે સમાજનું ચીત્ર કાંઈક જુદું હોત!
એવું કહેવાય છે કે કુમળા છોડને જેમ વાળીએ તેમ વળે. માબાપ દ્વારા બાળકના ઉછેર દરમીયાન શરુઆતથી નીચે મુજબના સંસ્કારો સીંચવામાં આવે તો તેનાં મીઠાં ફળ બાળકને તથા સમગ્ર સમાજને ચાખવા મળે તેમાં કોઈ શંકા નથી.
-
ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરવાની સાથોસાથ આપણાં બંધારણ તથા કાયદા–કાનુનનું ચુસ્તપણે પાલન કરવાથી ઈશ્વર–અલ્લા–ગૉડ વધુ રાજી થશે.
-
પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ચોરી કે ખોટી રીતરસમ અપનાવવાથી ભગવાન નારાજ થશે.
-
કોઈના આશીર્વાદ કે કોઈની દયા કે કૃપાથી ભણવામાં હોશીયાર થઈ શકાય નહીં કે ઉજ્જવળ કારકીર્દી બની શકે નહીં. સાચી દીશામાં સખત મહેનત કરવાથી જ ઈચ્છીત પરીણામ મળી શકે.
-
તમને શીક્ષણ આપનાર શીક્ષક તમારા ધર્મગુરુ જેટલા જ સન્માનનીય છે.
-
ધર્મશાસ્ત્રો અને કાયદા–કાનુનનું પાલન કર્યા વગરની ધાર્મીકતા એકડા વગરનાં મીંડાં જેવી છે. આચરણ વગરની ધાર્મીકતાનો કોઈ અર્થ નથી.
-
ખાલી ક્રીયાકાંડ કરવાથી ઈશ્વર–અલ્લા કે ગૉડ રાજી થતા નથી. તેમને માનો અને તેમનું ન માનો તો તેઓ નારાજ થાય છે.
વડીલો દ્વારા બાળકોને ઉપરોક્ત સુચનાઓનું સીંચન કરવામાં આવે તો રુઢીચુસ્ત આસ્તીકતાને બદલે સ્થીતીસ્થાપક અને વ્યવહારય આસ્તીકતાનું સર્જન ભાવી પેઢી માટે થઈ શકે. રેડીમેડ આસ્તીકતા ખતરનાક સાબીત થઈ રહી છે. બાળકો પોતાની ઈચ્છા મુજબની અને સ્વીકાર્ય હોય તેવી આસ્તીકતાનું સ્વયં નીર્માણ કરી તેને અપનાવે તેવી સ્વતન્ત્રતા આપવાનો સમય હવે પાકી ગયો છે.
કેટલાંક ધર્માન્ધ માવતરો ધાર્મીક ક્રીયાકાંડ કરતી વખતે પોતાનાં અણસમજુ અને નીર્દોષ બાળકોને પણ ચોક્કસ વેશભુષામાં સજ્જ કરી, ધાર્મીક સ્થાનોએ પોતાની સાથે ફરજીયાત લઈ જાય છે અને તેનું ગૌરવ અનુભવે છે. આવાં દૃશ્યો મને જોવા મળે ત્યારે હસવું કે રડવું તે નક્કી થઈ શકતું નથી. અત્યાચારનો જ આ એક પ્રકાર ગણી શકાય. બાળક પોતે શું કરી રહ્યું છે તેની પણ તેને ખબર ન હોય તેવી ધાર્મીક ક્રીયામાં તેને પોતાનું અહમ્ સન્તોષવા જોતરવું કેટલું વાજબી ગણાય? આવાં દૃશ્યો ધાર્મીક સ્થાનોની આસપાસ આપ સહુએ જોયાં હશે. કુમળા બાળકોને ધાર્મીક બાબતો કંઠસ્થ કરાવી પોપટની જેમ બોલાવતાં અને મહેમાનો સમક્ષ તેનું પ્રદર્શન કરાવી છાતી ફુલાવતાં માવતરોને આપ સહુએ જોયાં હશે.
આવાં છીછરાં માવતરો એવું ગૌરવ લેતાં હોય છે કે આવા ધાર્મીક સંસ્કારો તો આપણા લોહીમાં છે. આપણા લોહીમાં પ્રામાણીકતા, સચ્ચાઈ, નીખાલસતા, નીતીમત્તા, શીસ્તપાલનવૃત્તી, સ્વચ્છતા વગેરે છે કે કેમ તેમ જ આપણાં બાળકોને આ બધા સદ્ગુણો વારસામાં મળશે કે કેમ તેની ચીંતા કેમ કરવામાં આવતી નથી? આ બધા સદ્ગુણો પોતાના બાળકમાં છે કે કેમ તે સુનીશ્ચીત કરવાને બદલે આસ્તીકતા અને ધાર્મીકતા છે કે કેમ તેની ઉપર જ બધું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. પરીણામ એ આવે છે કે આવી એકડા વગરનાં મીંડાં જેવી વારસામાં મળેલી આસ્તીકતા અને આધ્યાત્મીકતાના રવાડે ચડી બાળક આખી જીન્દગી ધાર્મીક હોવાના વહેમમાં રાચ્યા કરે છે.
આ તબક્કે એક નોંધવા જેવી બાબત એ છે કે કોઈ પણ ધર્મ કે જાતીનું બાળક જન્મતાંવેંત શ્વાસ લેવાનું આપોઆપ શરુ કરી દે છે. માણસજાત ઉપરાન્ત તમામ પશુ–પ્રાણીઓનાં બચ્ચાંઓને માનાં સ્તનમાંથી દુધ કેવી રીતે પીવું તે કુદરતી રીતે જ આવડી જાય છે. આવી જ રીતે બાળક બેસતાં, ચાલતાં, બોલતાં શીખી જાય છે. યુવાનવયે પહોંચતાં સેક્સની જરુરીયાત સંતોષતાં તેને આપોઆપ આવડી જાય છે. આ બધી જીવનલક્ષી ક્રીયાઓ સાહજીક રીતે થતી હોય તો પછી ધર્મ કે આસ્તીકતા ઠોકી બેસાડવાની જરુર કેમ રહે છે ? આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ કુદરતી ક્રીયાઓની જેમ સહજ રીતે જ ઉદ્ભવેલી હોવી જોઈએ. લાદવામાં આવેલી આસ્તીકતા અનેક અનર્થો સર્જે છે.
આસ્તીકતા કે ધાર્મીકતા જો કુદરતદત્ત હોય તો ઉપર દર્શાવેલ અન્ય જીવનલક્ષી ક્રીયાઓની જેમ આનુવંશીક રીતે બાળક પોતાની જાતે જ શીખી જાત; પણ તેમ થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ બાબત અન્દરથી ઉગતી નથી; પણ બહારથી રોપવામાં આવે છે અને તેથી હું દૃઢપણે માનું છું કે આસ્તીકતા જન્મજાત નથી; પણ પ્રત્યાર્પીત (trans-planted ) છે. આસ્તીકતાના પ્રત્યારોપણથી જ દુનીયાના ધાર્મીક ટુકડા થઈ જવા પામ્યા છે અને તેનાં પરીણામ દુનીયા ભોગવતી રહી છે.
–બી. એમ. દવે
Subscribe to:
Posts (Atom)