Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 November 2014

DHARM

loading...

WHATSAAP

loading...

LETTERS OF KRISHANA

loading...

દિતવાની જડીબુટ્ટી


 જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીનેએના પતિ સાથે બહુસારા સંબંધો નહોતા. એને હંમેશાં એવુંલાગતું કે એનો પતિ એને પ્રેમ કરતો નથી. એક દિવસ જંગલમાં રહેતા એક સંન્યાસી પાસે એ ગઈ અને સંન્યાસીનેકહ્યું, “મહારાજ, મારા પતિ મને પહેલા ખૂબ સારી રીતે રાખતા પણ છેલ્લા કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો પ્રેમ નહિવત્ થઈ ગયો છે. એ પથ્થર જેવા જડ બની ગયા છે. મેં આપના વિષે ખૂબ સાંભળ્યું છે. આપ એવી કોઈ જડીબુટ્ટી આપો કે મારા પતિનો પ્રેમ પુનઃ પ્રાપ્ત થાય અને હું એને વશમાં કરી શકું.” સંન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી કહ્યું, “બહેન, હું આ માટે એક ખાસ દવા બનાવીને તને આપીશ પણ એ દવા બનાવવા માટે મારે વાઘની મૂછનો વાળ જોઈએ. બોલ તું એ લાવી શકીશ ?” જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી શૂરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી દીધી. બીજા દિવસે એ વાઘની શોધમાં નીકળી પડી. એક ગુફા પાસે એણે વાઘ જોયો એટલે એ હરખાઈ કે ચાલો વાઘ મળી ગયો. હવે એની મૂછ પણ મળી જાશે. જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઈને દૂર ખસી ગઈ. દૂર
ઊભા ઊભા એ વાઘને જોયા કરતી હતી પણ એની નજીક જવાની હિંમત ચાલતી નહોતી. એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઈ જાય અને દૂર રાખી દે. સમય જતા બંનેને
એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. વાઘે પણ હવે તાડૂકવાનું બંધ કરી દીધું. એક દિવસ તો સ્ત્રી વાઘ પાસે પહોંચી જ ગઈ અને વાઘના શરીર પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઈ ન બોલ્યો એટલે ધીમેથી એની મૂછનો એક વાળ ખેંચી લીધો. દોડતી દોડતી એ સંન્યાસી પાસે ગઈ અને સંન્યાસીના હાથમાં વાઘનો વાળ
આપીને કહ્યું, “લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે મારા પતિને વશ કરવાની જડીબુટ્ટી બનાવી આપો.” સંન્યાસીએ વાળને અગ્નિમાં નાંખી દીધો. પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી, “તમે આ શું કર્યું ? હું મહામહેનતથી જે વાળ લાવી હતી એ માંથીજડીબુટ્ટીબનાવવાને બદલે તમે એને સળગાવી દીધો.” સંન્યાસીએ હસતાં હસતાં ઉત્તર આપ્યો, “બહેન, તને હજુ ના સમજાયું. જો પ્રેમ અને ધીરજથી વાઘ જેવું હિંસક પ્રાણી પણ વશ થઈ જતું હોય તો પછી તારો પતિ તો માણસ છે.” આપણે લોકોને વશ કરવા ઈચ્છીએ છીએ પણ એની સાચી રીત અપનાવી નથી અને એટલે લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા નથી. યાદ  રાખજો પ્રેમ અને ધીરજ કઠણ
કાળજાના માણસને પણ પીગળાવી દે છે.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી