Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

જીવનપ્રેરક દીવાદાંડી


જીવનપ્રેરક દીવાદાંડી
૧. નિર્ભયતાની કસોટી .
માનવજીવનમાં વ્યક્તિ જે કઈ વિચારે છે,તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેનાં કર્યો અને પરિણામો હોય છે.નેપોલિયન બોનાપાર્ટ ની અનેક વાતો તમે સાંભળી હશે,વાંચી હશે.તે એક એવું વ્યક્તિત્વ હતું કે જેનામાં નિર્ભયતા,અડગતા,આત્મવિશ્વાસ,ત્વરિત નિર્ણયશક્તિ,નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો.તેમણે કહેલું કે,
“અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશ માં નથી.”
તેમના જીવનનો એક પ્રસંગ છે .
એકવાર નેપોલિયનની નિર્ભયતાની કસોટી કરવા તેમના કેટલાક ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ એક ષડયંત્ર રચ્યું. એમણે એવું નક્કી કર્યું કે નેપોલિયનને ચા પીવા માટેની એક મહેફિલમાં આમંત્રણ આપવું અને એ ચા પિતા હોય તે સમયે જ બહાર બોમ્બનો એક જોરદાર ધડાકો કરવો.પછી જોઈએ તેમની નિર્ભયતા કેવી રહે છે!
 મહેફિલ શરુ થઇ ,નેપોલિયન અને આ અધિકારીઓએ ચા પીવાનું શરુ કર્યું.પણ ચાનો એક ઘૂંટડો ભરાય ત્યાં તો યોજના અનુસાર બોમ્બ નો એક મોટો ધડાકો થયો.ધડાકો સાંભળતાજ ,યોજના ઘડનાર અધિકારીઓ પણ ભયભીત થઇ ગયા અને તેમના હાથમાંથી ચાના કપ પડી ગયા ! માત્ર નેપોલિયન જ નિર્ભય હતો.તેને ધડાકાથી કોઈ ગભરાટ થયો નહોતો.તે જરાય અસ્વસ્થ થયો નહોતો.જાણે કશું જ બન્યું ન હોય એ રીતે તે કપમાંથી ચાના ઘૂંટડા લેતો રહ્યો !
  અધિકારીઓ તો નેપોલિયનની  આ સ્વસ્થતા,નીડરતા અને અડગતા જોઈ જ રહ્યા.તેમને થયું કે સમ્રાટની અડગતાને કોઈ ચલિત કરી શકે તેમ નથી.
 પણ ...બીજે દિવસે શું થયું તે  સમજવા જેવું છે.
નેપોલિયનને સાચી વાતની જાણ થઇ કે આ ધડાકો પૂર્વાયોજીત હતો ત્યારે તેણે એ યોજના માટે જવાબદાર અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું : “આજથી તમને તમારા પદ પરથી છુટા કરવામાં આવે છે.”
અધિકારીઓએ આનું કારણ જણાવવા સમ્રાટને વિનંતી કરી
નેપોલિયન બોલ્યો : “ પોતે ઘડેલી યોજના મુજબ બોમ્બ ધડાકો થાય ને એ જ અધિકારીઓ એનાથી  ધ્રુજી ઉઠે,એટલુ જ નહિ,તેમના હાથમાંથી ચાના કપ પડી જાય એવા બીકણ અને આત્મવિશ્વાસવિહોણા  અધિકાર્રીઓ લશ્કરમાં રહેવાને યોગ્ય નથી.કોઈપણ યુદ્ધ જીતવા માટે આત્મવિશ્વાસવાળા,નિર્ભય અને અડગ મનોબળવાળા અધિકારીઓ જ જોઈએ.
જેનામાં નિર્ભયતા હોય નહિ એવા અધિકારીઓ લશ્કરમાં કદી હોવા જોઈએ નહિ.”
૨. સાચા સરદાર
“ તુમ મુઝે ખૂન દો ,મૈ તુમ્હે આઝાદી દૂંગા” સુત્ર આપનાર ક્રાંતિકારી સુભાષચન્દ્ર બોઝ ના નેતૃત્વ અને સાચી સરદારીનો પરિચય આપતો આ પ્રસંગ છે....
૧૯૪૫ ના એપ્રિલ ની આસપાસનો સમય.
નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફોજની કૂચ આરંભાઈ હતી.ખુદ નેતાજી રાણી ઝાંસી રેજીમેન્ટ અને અન્ય દળોના સાથી સૈનિકોની ટુકડીઓનું નેતૃત્વ કરતા હતા.ટ્રકોમાં ટુકડીઓ રંગૂનથી બેંગકોક તરફ રવાના થઇ ,પરંતુ ભારે વરસાદ અને તેના કારણે રસ્તામાં પાણી અને કીચડમાં ટ્રકો ફસાઈ ગઈ.હવે માત્ર પગપાળા કૂચ જ શક્ય હતી.દિવસે જંગલોમાં છુપાતા રહેવું અને રાત્રે જ પગપાળા કૂચ કરવાનું નક્કી કરાયું.
આ કૂચમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પણ સૌની સાથે જોડાયા.
બ્રિટીશ સેના તેમનો પીછો કરતી હતી.
કૂચ અટકાવવી શક્ય નહોતી ,છતાં તેઓ ટુકડીની આગળ રહીને નેતૃત્વ કરી રહ્યા હતા.તેમની સાથે એક ઉચ્ચ અધિકારી પણ હતો .તેણે કહ્યું : “આપ આટલું કષ્ટ શા માટે લ્યો છો ? આપણી પાસે એક લશ્કરી જીપ છે,આપ એમાં બેસી જાઓ.”
નેતાજીએ ઇન્કાર કરતા કહ્યું :” હું સેનાપતિ છું. હું ગાડીમાં બેસું અને  મારા વહાલા જવાનો  અને મહિલા  સૈનિકો આ બીહડમાં પગપાળા આગળ ધપે !
એ સેનાપતિને ન શોભે.એ સૌ મારા દીકરા-દીકરી જેવાં છે.”
સાર એટલો કે, જેના માટે જીવન-મરણનો જંગ ખેલવાનું મન થાય એવો સરદાર, સુભાષ બાબુ જેવો હોય .
૩. સંકલ્પ અને સિદ્ધિ
સંકલ્પનું બળ અમાપ હોય છે.
સંકલ્પનું  પ્રાબલ્ય માણસને કેવી મોટી સિદ્ધિ સંપડાવે છે એનું એક જ્વલંત ઉદાહરણ ઇટાલીના સરમુખત્યાર મુસોલીનીના જીવનમાંથી મળી આવે છે.મુસોલીની એક ગરીબ ઘરમાં જન્મ્યો હતો.
એના પિતા સુથાર હતા.તેઓ સુથારી કામ કરીને કુટુંબનો જીવનનિર્વાહ કરતા.મુસોલીની પણ પોતાના પિતાની સાથે કામે જતો અને પિતાની મદદમાં રહીને થોડું સુથારીકામ કરતો.મુસોલીનીના  પિતાને સામાન્ય લોકોને ઘેર કામ મળતું.કોઈ વાર એમને રાજ મહેલમાં પણ કામ મળતું.
એકવાર એમને રાજાના મહેલનું થોડું સુથારી કામ મળ્યું.મુસોલીનીના  પિતાએ મુસોલીનીને કહ્યું: ‘મારી સાથે રાજ મહેલ માં તું ચાલ ! તને રાજા નો મહેલ પણ જોવા મળશે.’ મુસોલીનીને પિતાની વાત ગમી ગઈ .પછી તે રોજ પિતાની સાથે  રાજમહેલ પર જવા લાગ્યો. તેણે માત્ર રાજમહેલ જોયો એમ નહિ,પિતાના કામમાં પણ તે મદદ કરતો રહ્યો.
એક દિવસ તેના પિતા રાજમહેલમાં  કશુક સુથારીકામ કરવામાં પરોવાયેલા હતા, એવામાં નાનો મુસોલીની ત્યાંના એક ખંડમાં પડેલા રાજાના સિંહાસન પાસે પહોચી ગયો અને એ કીમતી લાકડાના સિંહાસન પર રંધો ફેરવવા માંડ્યો.તે આમ રંધો ફેરવતો હતો ત્યારે તેના પિતા કશાક કામવશત ત્યાં આવી પહોચ્યા .તેઓ ખંડ માં પ્રવેશ્યા અને તેમણે જોયું કે પોતાનો પુત્ર સિંહાસન પર રંધો ફેરવી રહ્યો હતો. આ જોતાજ તેઓ મુસોલીની પાસે દોડી ગયા અને તેના હાથ પકડી લઈને કહેવા લાગ્યા : ‘અરે,તું આ શું કરી રહ્યો છે?’
પુત્રે સહજતાથી જવાબ આપ્યો :’આ સિંહાસન પર રંધો ફેરવું છું !’
પિતાએ કહ્યું  :’આવી નકામી મહેનત ષ માટે કરે છે ?
નકામી મહેનત કેમ ?તમને ખબર નહિ હોય  કે આ સિંહાસન પર હું એક દિવસ બેસવાનો છું.તેથી એ સમયે મને આ ખુચે નહિ તે માટે મારે રંધો ફેરવવો જ રહ્યો !આ સિંહાસન પર બેસવાનો મેં મનમાં દ્રઢ  સંકલ્પ કરી લીધો છે.!’
પિતાને મુસોલીનીના આ શબ્દો બાલિશ લાગ્યા ! કેમ કે તેમને ક્યાં ખબર હતી કે, મુસોલીની આ દ્રઢ સંકલ્પ ભવિષ્યમાં સાકાર બનીને રહેવાનો છે !
અરવિંદ કે પટેલ  ડેભારી
ગુજરાત  +૯૧૯૪૨૯૮૪૧૪૦૪
patelarvind101@gmail.com
જીવન  પ્રેરક દીવાદાંડી
૧.અમોઘ શસ્ત્ર
સમ્રાટ નેપોલિયનના શબ્દકોશમાં ‘અશક્ય ‘શબ્દ નહોતો !
કોઈપણ સાહસ કરવું એ તેનો જીવન-ઉપક્રમ હતો.તે માનતો કે,માણસમાં જો હિંમત હોય તો કોઈપણ કામ તેના માટે અશક્ય નથી.
માણસની સફળતાનું રહસ્ય તેની હિમત જ છે.
આ વાતને તેણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી.અને તેથી નેપોલિયન ‘હિમત’નો પર્યાય બન્યો હતો.એકવાર કોઈએક પ્રદેશ પર આક્રમણ કરવાનો તેણે નિશ્ચય કર્યો.
પોતાના સેનાપતિઓને સૈનિકો અને શસ્ત્રો સજ્જ કરાવનું તેણે ફરમાન કર્યું.પોતાના ફરમાનનો પૂરો અમલ થયો છે કે નહિ તે જાણવા તેણે પોતાના મુખ્ય સેનાપતિને બોલાવ્યો અને પૂછ્યું :”સેનાપતિ ! સેનાને પૂરતા શસ્ત્રોથી સજ્જ કરી છે ને “
“હા , પણ “....
સેનાપતિ વાક્ય પૂરું કરી શક્યો નહિ.
નેપોલિયને તેને કહ્યું : “ વાક્ય પૂરું કરો .”
સેનાપતિ બોલ્યો :’બધાં શસ્ત્રો લીધા છે,છતાં એ પ્રદેશ જીતી શકાશે નહિ એવું મને અને આપણા બધાં સૈનિકોને મનમાં લાગી રહ્યું છે.”
    નેપોલિયન થોડીવાર શાંત રહ્યો.
બાદ,તે બોલ્યો : ‘સેનાપતિ !તમે કહો છો કે આપણા સૈનિકોએ તમામ શસ્ત્રો લઇ લીધા છે,પરંતુ મને લાગે છે કે તેઓ એક  શસ્ત્ર લેવાનું ભૂલી ગયા છે.’
    સેનાપતિએ આશ્ચર્યથી કહ્યું :’ અરે,અમે સંભારી સંભારીને બધા શસ્ત્રો લઇ લીધા છે,અને છતાં આપ કહો છો કે અમે કોઈ એક શસ્ત્ર લેવાનું ભૂલી ગયા છીએ !’
 ‘હા ‘,જુઓ ! તમારામાં અને તમારા સૈનિકોમાં  હિંમત નથી,હિંમત જ એક મોટામાં મોટું શસ્ત્ર છે,કે જેનાથી યુદ્ધ જીતી શકાય છે.! હિંમત  વિનાના તમામ શસ્ત્રો નકામાં છે,યાદ રાખો કે ,સંગ્રામ જીતવામાં હિંમત જેવું કોઈ મોટું શસ્ત્ર નથી.હિંમત હોય તો કોઈ પણ યુદ્ધ જીતવું સરળ બને છે અને હિંમત ન હોય તો ગમે તેટલા શસ્ત્રો હોવા છતાં યુદ્ધ જીતી શકાતું નથી.’
  હિંમત એ એક યુદ્ધ જીતવા માટેનું અમોઘ શસ્ત્ર છે તેની સેનાપતિને સાચી સમાજ પડી.
૨.પાદરીની શી જરૂર ?
  મહાન તત્વચિંતક અને સાધુચરિત પુરુષ  મહાત્મા થોરો એ પોતાના જીવનમાં કડી નીતિમત્તાનો માર્ગ છોડીને અનીતિના માર્ગેકોઈ કદમ મૂક્યું નહોતું.મન ,વચન અને કાયાએ તેઓ નીતિમાન રહ્યા હતા.
  તેમના જીવનમાં કોઈ એવું કૃત્ય કદી થયું નહોતું કે જે માટે તેમણે પસ્તાવો કરવો પડે.
દ્રષ્ટીપૂતમ ન્યસેત પાદમ –પ્રત્યેક પગલું નીતિમત્તાની ભાવનાથી વિશુદ્ધ જ રહ્યું હતું.પાપને નોતરે એવું કોઈ પગલું તેમણે કદી ભર્યું નહોતું.
મહાત્મા થોરોને લોકકીર્તિ ની પણ કશી ખેવના નહોતી.સામે પગલે ચાલીને તેઓ કદી ઉપદેશ આપવા ગયા નહોતા.છતાં કોઈ જીજ્ઞાસુ તેની જાતે સામે પગલે ચાલીને તેમની પાસે તેમનો ઉપદેશ સંભાળવા આવે તો તેવા જીગ્નાશુને તેઓ કદી નિરાશ કરતા નહોતા.
   આવું નીતિમાન જીવન ગાળનાર થોરો જીવલેણ માંદગીમાંથી પટકાયા.આ માંદગીમાંથી હવે પોતે બેઠા થશે નહિ તેવું તેમણે પોતાને તથા કેટલાક મિત્રો અને સ્વજનોને પણ લાગવા માંડ્યું હતું.
તેમણે જિંદગીના છેલ્લાં શ્વાસ ખેચવા માંડ્યા ત્યારે તેમની પાસે તેમના દાદીમાં પણ ઉપસ્થિત હતો.
થોરોની આ ગંભીર હાલત જોઇને દાદીમાએ થોરોને કહ્યું ;’બેટા,તું કહેતો હોય તો કોઈ પાદરીને બોલાવીએ !’થોરોએ પૂછ્યું ‘: પાદરીને શા માટે બોલાવો જોઈએ ?’
દાદીમાએ કહ્યું ‘:’તું તો મોટો વિદ્વાન છે ! તને શું એ ખબર નથી કે માણસ મરતી વેળા પોતાનાં પાપોની  પાદરી સમક્ષ કબૂલાત હોય છે. !
 થોરોએ કહ્યું: ‘જો એમ હોય તો પાદરીએ બોલાવવાની કોઈ જરૂર નથી.મારી આખી જીંદગીમાં મેં કોઈ પાપ કર્યું નથી.પછી પાપની કબુલાતનો પ્રશ્ન જ ક્યાં રહે છે ?પાપ કર્યું હોય તો પાદરીને બોલવાનું યોગ્ય ગણાય,પણ જેણે પાપ જ કર્યું નથી તેની પાસે પાદરીને ખડો કરવાનો કશો અર્થ નથી’ તેમણે પછી પુરા સંતોષથી આંખો મીચી દીધી.
૩.સાચો  પુરસ્કાર
સાચા કવિ ,લેખક કે સાહિત્યકારો વિશે કહેવાય છે કે ,તેઓ સ્વેચ્છાએ સ્વીકારેલી ગરીબીને આપત્તિને નહિ,બલકે એક મોટા આશીર્વાદરૂપ ગણે છે.એવી નિર્ધન દશાને તેઓ માં સરસ્વતીની એક મોટી કૃપા માને છે.   આવા કવિઓ કદી ધનના પ્રલોભનમાં ફસાતા નથી,કે ધનના લોભે પોતાનું સ્વમાન છોડતા નથી,
પ્રેમાનંદ ગુજરાતના મહાન કવિ હતાં પૈસાનું પ્રલોભન તેમને કદી ચલિત કરી શક્યું નહોતું.પોતાનું સ્વમાન તેમણે કદી વિસાર્યું નહોતું.તેમણે ધનવાન રઘુનાથદાસ સાથે સારો એવો સંબંધ હતો.ધનવાન લોકોને ભાગ્યેજ ખ્યાલ હોય છે કે કવિ પોતાની આત્મસ્ફૂરણાથી જ કાવ્યો સર્જે છે.કાવ્યોનું સર્જન અનાયાસે ,આપોઆપ કવિના અંતરમાંથી થાય છે,કાવ્યોનું સર્જન જયારે કોઈ હેતુ કે સ્વાર્થ  સાધવા તત્પર બને ત્યારે એ જ ક્ષણે એ કાવ્ય કાવ્ય મટી જાય છે !
   એક દિવસ રઘુનાથદાસ કવિ પ્રેમાનંદ પાસે આવ્યા અને બોલ્યા :’તમે સુંદર કાવ્યોનું સર્જન કરો છો ! ઠેર ઠેર તમારાં કાવ્યોની ભારે બોલબાલા છે.ઠેર ઠેર  તમારાં કાવ્યોની જ પ્રસંશા સાંભળવા મળે છે.’
‘ઠીક છે એ બધું તો !’ કવિ એ કહ્યું.’
રઘુનાથદાસે  કહ્યું : ‘તમને એક વિનંતી કરવા આજે હું તમારી પાસે આવ્યો છું.’
‘બોલો, તમારે શું કહેવાનું છે.?’
‘તમે મારા વિષે એક કાવ્ય ન લખો ? મારે મફત કાવ્ય નથી લખાવવું !સારા એવા પૈસા હું તમને આપીશ.
રઘુનાથદાસને હતું કે, હું ધનવાન છું એટલે પોતાના કાવ્ય માટે પોતાને સારો પુરસ્કાર મળશે એમ વિચારીને કવિ મારી દરખાસ્તનો અસ્વીકાર નહિ કરે.

     પણ પ્રેમાનંદ એક સાચા સારસ્વતને છાજે એવો જવાબ આપ્યો :’માફ કરજો,શેઠ! મારાથી એ બનશે નહિ .હું ઈશ્વર સિવાય કોઈની સ્તુતિ કરતો નથી.આજ સુધી હું એમ જ કરતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ એમ જ કરતો રહીશ.ઈશ્વરકૃપા કરતાં મારે માટે  કોઈ બીજો પુરસ્કાર મોટો નથી,હું તમારા વિષે કાવ્ય નહિ જ લખી શકું.’ અરવિંદ કે પટેલ  ડેભારી2 comments:

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી