માનવ સિદ્ધિ પુરોગામીઓના ખભા ઉપર ઉભી છે
------------------------------ ------------------------------ -----
માનવી ને કોઈ સિદ્ધિ કે વિશેષતા સિદ્ધ થાય ત્યારે તેને એમ લાગે છે કે આ મારી બુદ્ધિ ,આવડત અને હુશિયારી ને લીધે છે ,મારા પુરુષાર્થનો પ્રભાવ છે ,આપબળ થકી લાભેલી મારી અંગત સંપત્તિ છે -પરંતુ તે અર્ધ સત્ય છે ,કારણકે વ્યક્તિની કાબેલિયત પુરોગામીઓના ખભા ઉપર ઉભેલી છે , તેથી શોધો અને વર્તમાન આધુનિક ઉપકરણોની સહાય વિના કોઈ વિકાસ સંભવતો નથી ,અને તેને ભૂલીને તમે પોતાની બુદ્ધિ પ્રતિભાને પીઠબળ આપી શકતા નથી .
અભ્યાસ ,પ્રયત્ન , ધ્યેય ,સંશોધન કરતી વખતે ઇતિહાસ અને સત્ય હકીકતોનો સહારો કાચા મુસદા તરીકે લેવાય છે . તે વખતે તમે તેના ઋણ ને ભૂલી શકતા નથી કે બાજુમાં મૂકી શકતાનથી, વિષયનું વિસ્તારીકરણ સત્ય નિષ્ઠા વિના ખોખલું અને બિન પાયાદાર ગણાય અને તેથી મારો સ્પષ્ટ મત છે કે વ્યક્તિ ઉપર જાણે અજાણે બીજાઓનું તે તે વિષયો; બાબત ,વધતું કે ઓછું ઋણ રહેવાનું ; વ્યક્તિનો વિકાસ ,જ્ઞાન પોતાની એકલાની અંગત સંપત્તિ કોઈ ભલે ગણે તેમ છતાં તેમાં બીજાઓની સફળતાઓનો સાથ હોય જ છે ;હાલ ની આધુનિક યંત્રણાઓ હોય ,પ્રાદેશિક ,સામાજિક ,રાજકીય કે ધાર્મિક કોઈપણ ઘટકો હોય તેમાં અગાઉ ની વાતોના ઉદાહરણો યાદ કરીને અપાય છે. એકલા અભ્યાસુનું માત્ર જ્ઞાન કામ લાગતું નથી ,જ્ઞાન અને સમજ પણ તેને આખરે તો ટીકા ,વિવાદ ,ચર્ચાઓ અને તે અંગે પોતાના મંતવ્યને ,મતમતાંતરો ને સત્ય સાબિત કરવા ઉદાહરણો , પુરાવાઓ રજૂ કરવા પડે છે ! માનવી પોતાના ઉદ્દેશ, હેતુ સિદ્ધ કરવા પોતાની બુદ્ધિ ,અનુભવ ,સમજ અને આવડત હોવા છતાં આખરે તે પુરોગામીના ખભા ઉપર ઉભો છે . વર્તમાન યુગમાં પણ પુરોગામીઓનું યોગદાન અદ્વિત્ય અને અનમોલ હોવાથી તેનો ઉલ્લેખ કરાય છે ,કશુંક નવું કરવા માટે કે કોઈપણ નવ ઉત્થાન માટે જૂનું તો તપાસવું જ પડે ,તો જ નવીનતા આવે જેને ખોજ પણ કહી શકાય
શોધ ,ખોજ માનવીના એક્લ મન ની ઉપલબ્ધી ન કહેવાય પણ સહિયારું નૂતન સર્જન કહેવાય ; ટેક્નિકલ યુગમાં આગળ વધતો માનવી વર્તમાનને અનુરૂપ અથવા તેનાથી સાવ ભિન્ન તોરીલુ ,મિજાજી કશું ઉભું કરવાનો આગ્રહ હંમેશા રાખે છે તે તેને નવસર્જન થકી પ્રતિભા ખીલવાની માટે અભિનંદીય ક્રિયા ગણાવે છે ; એકલી પ્રતિભા ગમે તેટલી ઉત્તુંગ હોય પણ મિશ્રિત છે. નહી તો તે અધૂરી છે આ સનાતન સત્ય છે -બીજા ઉપર નું અવલંબન રાખી આગળ વધવું તે પ્રાકૃતિક નિયમ છે ; એમાં ખોટું પણ નથી ; માત્ર આવડત ના ગુણગાન ગાઈને યશ પોતા માથે લઈ લેવો તે અધૂરપ ની નિશાની ગણાય .
------------------------------ ------------------------------ ---------------- જિતેન્દ્ર પાઢ /રાહલે /મોરિસવિલ સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા / તા -૨/૩/૨૦૧૯
------------------------------