Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
10 June 2016
આને ક્યાં પોગવું ? ….હળવે હૈયે …. સ્ત્રી-પુરુષ સંબંધોની હળવી રમુજ ..!!
આને ક્યાં પોગવું ? ….હળવે હૈયે …. સ્ત્રી-પુરુષ સંબંધોની હળવી રમુજ ..!!
‘મહાભારતની જીવનકથાઓ’ –ડૉ. ગુણવંત શાહ
‘મહાભારતની જીવનકથાઓ’
–ડૉ. ગુણવંત શાહ
એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરીબળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ?નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !
જગતમાં એવો એક પણ ધર્મ નથી, જેમાં કાળક્રમે કચરો જમા ન થયો હોય. એ કચરાને પણ પવીત્ર ગણવાનો અને સાચવી રાખવાનો બોધ આપે તેવા માણસને લોકો ‘ધર્મગુરુ’ કહે છે. ‘મહન્ત–મુલ્લા–પાદરી’ જેવા ત્રણ ખલનાયકો સદીઓથી જામી પડેલા ‘ધાર્મીક’ કચરાનું રક્ષણ કરતા આવ્યા છે. પ્રત્યેક ધર્મમાં માર્ટીન લ્યુથર, દયાનન્દ, વીવેકાનન્દ, નર્મદ, દુર્ગારામ અને ગાંધી જેવા સુધારકો સમયાન્તરે પેદા થવા જોઈએ.
જે ધર્મમાં વીર નર્મદ કે દુર્ગારામ મહેતા કે જ્યોતીબા ફુલે કે ડૉ. આંબેડકર પાકી જ ન શકે, તે ધર્મ કાળક્રમે સડે છે અને ધર્મમાં શ્રદ્ધા રાખનારી પ્રજાને પછાત રાખવામાં સફળ થાય છે. ખ્રીસ્તી ધર્મસુધારક માર્ટીન લ્યુથરને પ્રતાપે પોપની સત્તા સામે પડકાર ઉભો થયેલો. ‘પ્રોટેસ્ટ’ પરથી ‘પ્રોટેસ્ટન્ટ’ શબ્દ બન્યો છે.લ્યુથરના વીદ્રોહને પ્રતાપે ખ્રીસ્તી પરમ્પરામાં પ્રોટેસ્ટન્ટ મીજાજ પેદા થયો. એ મીજાજ યુગપ્રવર્તક બની રહ્યો. એ મીજાજને કારણે પોપની અન્ધશ્રદ્ધાળુ માયાજાળમાંથી ખ્રીસ્તી પ્રજા તે કાળે મુક્ત બની. સ્વામી સચ્ચીદાનન્દજી હીન્દુ પરમ્પરાના ભગવાંધારી સાધુ છે અને એમનો ‘પ્રોટેસ્ટન્ટ મીજાજ સદીઓથી જામી પડેલા એવા પવીત્ર ગણાતા કચરા સામે વીદ્રોહ જગાડનારો છે. આવો પ્રાણવાન વીદ્રોહ જ ધર્મને બચાવી લેતો હોય છે.’
સ્વામીજીએ ગુજરાતને અનેક સુન્દર પુસ્તકો આપ્યાં છે. લાંબા પ્રવાસો કરીને એમણે ગુજરાતનાં દુર દુરનાં ગામોમાં જઈને સુધારાનો શંખધ્વની પહોંચાડ્યો છે. એમનાં પુસ્તકો ખુબ વંચાય છે અને વેચાય છે. સાધુવેશ ધારણ કરનારા આ સન્ત, લોકોને દમ્ભી સાધુઓ સામે નીર્ભયપણે ચેતવે છે. પંકજ ત્રીવેદીની હત્યા થઈ ત્યારે એમણે જે ઉચીત ‘ક્રોધ(મન્યુ)’ પ્રગટ કર્યો તેમાં ગાંધીજીને ગમી જાય તેવી નીર્ભયતા હતી. અહીંસા જ્યારે કાયરતા, અનીર્ણાયકતા અને મધુર છતાં જુઠા શબ્દને પનારે પડે ત્યારે એ મહાત્મા ગાંધીની કે મહાવીરની અહીંસા રહેતી નથી.
મહાવીર સ્વામીએ મેઘકુમારને ઉપદેશ આપ્યો ત્યારે કહ્યું હતું : ‘અભય વીનાની અહીંસા તો અહીંસા જ નથી.’ સાચી વાત ગોળ ગોળ વાણીમાં દબાતા સાદે કહે તે કદી પણ ‘ગાંધીજન’ ન હોઈ શકે. મધરાતે આશ્રમમાં થયેલા હુમલામાં સ્વામીજી બચી ગયા એ ગુજરાતનું સદ્ નસીબ ગણાય.
એક કીલોગ્રામ ધર્મમાં એક ટન અન્ધશ્રદ્ધા ભળે ત્યારે ધર્મ ક્ષીણ થાય છે. જે તે ધર્મમાં પેઠેલાં હઠીલાં અનીષ્ટોની સામે એ ધર્મમાં જ એવાં સુધારક પરબીળો પેદા થવાં જોઈએ, જે વીદ્રોહ જગાડે. એ વીદ્રોહ ધર્મરક્ષક છે. હીન્દુ ધર્મમાં એટલાં અનીષ્ટો પેઠાં છે કે એક સચ્ચીદાનન્દ ઓછા પડે. ચમત્કાર, વહેમ અને અન્ધશ્રદ્ધા સામે લડવા માટે જે હીમ્મત જોઈએ તે ક્યાંથી લાવવી ? નીર્ભયતા વીનાની સાધુતા એટલે રીફીલ વીનાની બોલપેન !
સ્વામીજીએ લખેલા એક એવા પુસ્તકની વાત કરવી છે, જે પ્રત્યેક ગુજરાતીએ વાંચવું જોઈએ. સાવ સરળ ભાષામાં લખાયેલી મહાભારતની કથાઓ એટલી રસપુર્ણ છે કે વાચકને પુસ્તક છોડવાનું મન ન થાય. (‘મહાભારતની જીવનકથાઓ’, સ્વામી સચ્ચીદાનંદ, ગુર્જર સાહીત્ય ભવન, અમદાવાદ–1, રુપીયા : 120/-) આ કથાઓને અંતે સ્વામીજીએ જે મૌલીક ટીપ્પણી કરી છે તે કથાનો મર્મ અદ્યતન સન્દર્ભમાં પ્રગટ કરનારી છે.
અહીં માત્ર એક જ પ્રસંગકથા પ્રસ્તુત છે :
પુત્ર ઉત્પન્ન કરતાં પહેલાં (અગસ્ત્ય) ઋષીએ લોપામુદ્રાને પુછ્યું હતું : ‘તારે હજાર પુત્રો જોઈએ છે કે સો પુત્રો ?’ પછી ફરી પુછ્યું : ‘તારે સો પુત્રો જોઈએ કે દસ પુત્રો?’ ફરી પુછ્યું : ‘તારે દસ પુત્રો જોઈએ કે એક પુત્ર ?’ લોપામુદ્રાએ કહ્યું કે : ‘મારે તો હજારની બરાબરી કરે તેવો એક જ પુત્ર જોઈએ છે. કુરકુરીયાંને ભેગાં કરીને હું શું કરું ?’ આ રીતે ઋષીને એક પુત્ર ઈધ્મવાહ થયો. પીતૃઓ તૃપ્ત થયા. સન્તાનપ્રાપ્તી પણ જીવનનો લહાવો છે. તે પુરો થયો. બોધપાઠ છે : સંસારથી ભાગો નહીં. પારકાં છોકરાંને ચેલા બનાવવા તેના કરતાં પોતાનાં જ સન્તાન પેદા કરો. (મહાભારત : વનપર્વ 96–97મો અધ્યાય)
પુસ્તકને પાને પાને એકવીસમી સદીને સુપેરે સમજનારા ક્રાન્તીકારી સાધુનું જીવનદર્શન પ્રગટ થતું દીસે છે. એ જીવનદર્શન કેટલું અદ્યતન છે તેનો પરચો કરાવે તેવા પ્રાણવાન શબ્દો સાધુના સ્વમુખેથી પ્રગટ થયા છે. સાંભળો :
‘કામ સ્વયં ઉર્જા છે, મહાઉર્જા છે. તે છે તો જીવન છે. તે નથી તો જીવન નથી. પણ આ ઉર્જાને મીત્ર બનાવતાં ન આવડે, તો તે વીનાશક પણ છે. કામને મીત્ર બનાવવા માટે નીતીશાસ્ત્રો છે. તેમણે મર્યાદા બાંધી છે. ઉર્જા મર્યાદામાં રહે, તો જ મહાનીર્માણ કરી શકે. અગ્ની ચુલામાં રહે તો જ રસોઈ બને. જો ચુલા બહાર આખા ઘરમાં ફેલાઈ જાય તો મહાવીનાશ નોતરી મુકે. કામનું પણ આવું જ છે. જ્યારે જ્યારે કામ, મર્યાદા મુકીને બહાર નીકળ્યો છે, ત્યારે ત્યારે મહાવીનાશ થયો છે.’
આવા શબ્દો નવી પેઢી સુધી કોણ પહોંચાડશે ? એમાં ક્યાંય કાન પર જનોઈ ચડાવીને કે નાક બંધ કરીને દુર્ગંધથી બચવાની વાત નથી. ‘સેક્સ’ નામની પવીત્ર બાબતનો આવો તન્દુરસ્ત સ્વીકાર, સ્વસ્થ સમાજના નીર્માણ માટે જરુરી છે. બેજવાબદાર સેક્સ સુનામી સર્જે છે. આ લખાણ વાંચી રહ્યા પછી દોડીને આ પુસ્તક ખરીદવા જેવું છે.
આ પુસ્તક કોને અર્પણ થયું છે ? સાંભળો :
‘મારી દૃષ્ટીએ મહાભારતનું સૌથી વધુ વાસ્તવવાદી અને મારું પ્રીય પાત્ર, જેણે પ્રત્યેક વીપત્તીમાં પાંડવોને બચાવ્યાં છે, તેવા ગદાધારી ભીમને આ પુસ્તક અર્પણ કરું છું.’
સ્વામીજીની આ અર્પણનોંધમાં એમની આગવી જીવનદૃષ્ટી પ્રગટ થતી જણાય છે. તેઓ માનવીય દૃષ્ટીબીન્દુના સમર્થક છે; પરન્તુ કાયરતામુલક અહીંસા પ્રત્યે એમને સખત અણગમો છે. તેઓ રાવણના માનવ–અધીકારોની પણ ચીન્તા કરે તેવા મધુર મધુર અને નરમ નરમ સાધુ નથી. જે અસમર્થ હોય એની ક્ષમાનું કોઈ મુલ્ય નથી.
આતંકવાદ સામે ઝુકી પડતી પ્રજાને પણ ‘અહીંસક’ ગણે તેવું નીર્વીર્ય ભોળપણ સ્વામીજીને માન્ય નથી. બકાસુરનો વધ કરનાર ભીમ માનવ–અધીકારનો રક્ષક ગણાય કે ભક્ષક ? નીર્દોષ મનુષ્યોની સામુહીક હત્યા કરવા માટે તત્પર એવા કોઈ આતંકવાદીને હણવામાં કોઈ પાપ ખરું ? સ્વામીજી આવા કેટલાક પ્રશ્નો અંગે બીલકુલ સ્પષ્ટ છે. પોતાની વાત પુરી નીર્ભયતા સાથે રજુ કરવામાં એમની વાણી જબરી અસરકારક સાબીત થઈ છે. ગુજરાત એમનું ઋણી છે. ભીમનો આવો ઋણસ્વીકાર સ્વામીજી સીવાય કોણ કરે ?
ઓશો રજનીશ જ્યારે ભગવાન બની ગયા ન હતા અને કેવળ આચાર્ય હતા, ત્યારે એમણે એક પ્રશ્ન જાહેર પ્રવચનમાં ઉઠાવ્યો હતો : ‘યહુદી પ્રજાની નીર્દય કત્લેઆમ કરનારા હીટલરનું કોઈ મનુષ્યે શરુઆતમાં જ ખુન કરી નાખ્યું હોત, તો લગભગ પન્દર લાખ યહુદીઓ ગેસ ચેમ્બરમાં ખતમ થતાં બચી ગયા હોત. આપણે એ ખુનીને ‘પાપી’ કહેવો કે ‘પુણ્યશાળી’ ?’ રજનીશે જવાબ પણ પોતે જ આપ્યો હતો : એ ખુનીને ‘મહાત્મા’ ગણવો રહ્યો ! થોડાક પરીચયને આધારે કહેવાનું મન થાય છે કે હીન્દુ ધર્મમાં પેઠેલાં અનીષ્ટો સામે આટલી હીમ્મતથી બંડ પોકારનારા બીજા સાધુ ઝટ જડતા નથી. લોકો તેમને કાન દઈને સાંભળે છે અને આંખ દઈને વાંચે છે. એમનો સહજ સ્થાયીભાવ છે : ‘પાખંડ–ખંડન’.
પાઘડીનો વળ છેડે
‘આપણું ઘડતર એવી ભક્તીથી કરવામાં આવ્યું, જે અન્તે વેવલી થઈ ગઈ. શોષણનું માધ્યમ બની. વીરતા વીનાની વેવલી ભક્તીથી પણ પ્રજા તો દુર્બળ જ થઈ. ભગવાન અને ગુરુને નામે સદીઓથી તેનું શોષણ થઈ રહ્યું છે… ગુરુઓ સમૃદ્ધ થયા. હા, પ્રજા જ દરીદ્ર થઈ ગઈ. એકલી દરીદ્ર જ નહીં, દુર્બળ પણ થઈ ગઈ. આ વેવલી ભક્તી પણ વીરતા વીનાની, શસ્ત્રો વીનાની, પડકાર વીનાની, મોટે ભાગે સ્ત્રીઓ માટેની થઈ ગઈ, થઈ રહી છે… જો જગત્ મીથ્યા જ હોય, તો ગુલામ રહો કે આઝાદ રહો, કંગાળ–દરીદ્ર રહો કે સમૃદ્ધ રહો. શો ફરક પડે છે ? બધું સ્વપ્ન જ છે. વીરતા, શૌર્ય, કર્મઠતા, સાહસનું તો નામ જ ન રહ્યું… ફરીથી ઋષીમાર્ગનું મહત્ત્વ સમજાય તો હજી પણ નવીનર્માણ થઈ શકે છે. –સ્વામી સચ્ચીદાનંદ (‘મહાભારતની જીવનકથાઓ’)
–ડૉ. ગુણવંત શાહ
ચાર બોધ કથાઓ …..
ચાર બોધ કથાઓ ….. |
જાણીતા બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સંપાદક ,સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં કેટલીક સરસ બોધ કથાઓ વાંચવા માટે મોકલી હતી,એમાંથી મને ગમેલ ચાર બોધ કથાઓને આજની પોસ્ટમાં એમના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.વિ.પ.
૧.બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ
૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.
છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે " આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો."
વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.
ડોકટરે છોકરીની માતાને કહ્યુ, " તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.
શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.
બોધ પાઠ : ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.
૨.વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા
ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.
દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , " તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? "
પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , " અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી."
વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , " હવે આ ચશ્મા પહેરો ". પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.
બોધ પાઠ :
આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.
૩.નાના માણસોની મોટી ભેટ
એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.
એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો " લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા."
મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, " તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો." શેઠે કહ્યુ, " કેમ એવુ ? " શેઠાણીએ કહ્યુ, " ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે." સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.
મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, " ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા." નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.
બોધ પાઠ:
મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?
કવિ ઉમાશંકર જોશી રચિત આ પંક્તિઓ યાદ આવી ગઈ
મોટાની અલ્પતા જોઈ થાક્યો
નાનાની મોટાઈ જોઇ જીવું છું.
૪.જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે
એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.
મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.
પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.
બોધ પાઠ:
જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.
(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા
(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ને આ વખતે પણ છવાઈ ગયા. અમેરિકામાં મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું, સંસદમાં ઉદબોધન થયું અને તેને સાંસદોએ ઉમળકાભેર વધાવી લીધું. કલ્પના કરો કે અમેરિકાનું મિડિયા ભારતના મિડિયા જેવું હોત તો ત્યાંનાં છાપાંઓમાં કેવી પ્રતિક્રિયા છપાઈ હોત?
કેટલાક સમાચારોનાં મથાળાં:
– ભારતના વડા પ્રધાન માટે લાલ જાજમ બિછાવી સ્વાગત. મોદી માટે રસ્તા બંધ કરાતા લાખો લોકો અટવાયા.
– લોકસભા (ત્યાંની કૉંગ્રેસ)નો અમૂલ્ય સમય અને નાણાં વેડફાયાં.
– ઓબામા- મોદીએ ખાધું પીધું ને વખાણ કર્યા (આ તો ઑલરેડી આવી ગયું)
– મોદીનું અંગ્રેજી હાસ્યાસ્પદ. (તન્મય બટ્ટ જેવા ગેગ બનાવી નાખે)
– હરખપદુડા સાંસદોએ નવ વાર ઊભા થઈને માન આપ્યું. ઑટોગ્રાફ લેવા પડાપડી.
– અમેરિકા પર ચૂંટણીનો જંગી ખર્ચ ઊભો છે ત્યારે આવા તાયફા કરવાની શી જરૂર?
– મોદીએ સંભવિત પ્રમુખોની અવગણના કરી. ટ્રમ્પ-હિલેરીને મળ્યા નહીં.
– મોદીએ સેનેટરોની મજાક ઉડાવતાં રિપબ્લિકન પક્ષે તીવ્ર ઝાટકણી કાઢી. (આ નિવેદન એમ ને એમ છાપાંએ જ લખી નાખ્યું છે) રિપબ્લિકન પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કંઈ ભારતની કૉંગ્રેસના રાહુલ ગાંધી જેવા નથી કે મોદી અમારી મજાક ઉડાવી જાય. હવે નવા પ્રમુખ અમારા પક્ષના ટ્રમ્પ જ બનવાના છે ત્યારે મોદીને અમારી ઉપેક્ષા ભારે પડશે.
– મોદી જેવા મુસ્લિમોના હત્યારા જે દેશના વડા પ્રધાન છે ત્યારે અમેરિકાએ એમટીસીઆરમાં ભારતને પ્રવેશ આપીને પગ પર કુહાડી મારી છે.
– મોદીનો ટ્રમ્પના ગાલ પર તમાચો (ગુ.સ. સ્ટાઇલ): અમેરિકામાં, અમેરિકાની સંસદમાં રિપબ્લિકનોની મજાક ઉડાડી.
– ઓબામાનાં બેવડાં ધોરણ: એક બાજુ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો વિરોધ અને બીજી બાજુ ભારતના મોદીને અછોવાના
– (આ બૉક્સ આઇટમ છે જે ટેબલ પર તંત્રીની મનની ઈચ્છા મુજબ લખાય છે) મોદીએ ડેમોક્રેટિક પક્ષને વિશાળ ચૂંટણી ભંડોળ આપ્યું? ડેમોક્રેટિક સાંસદોને ખરીદી લીધા?
– વર્ષમાં બીજી વાર મોદીને બોલાવી શાકાહારી ભોજન જમાડી પ્રજાના પૈસાનું પાણી કર્યું…કોના બાપની દિવાળી? (આ કોના લેખનું હેડિંગ છે તે કહેવાની જરૂર નથી. માફી પછી માગી લેવાશે. )

તંત્રી દેખ (લેખના બદલે દેખ એટલા માટે કે ચોક્કસ ‘દૃષ્ટિકોણ’થી લખાતા આ લેખ છાપાના તંત્રી જ જોતા હોય. ઘણી વાર તો એ પણ નહીં. લખનાર પણ વાચતા નથી. માત્ર પ્રૂફ રીડર હૃસ્વ ને દીર્ઘ ઇ-ઉ જોતા હોય છે.)
અમેરિકાએ અમેરિકાનાં હિતોને ગિરવે મૂકી ભારતના વડા પ્રધાન સમક્ષ નાકલીટી તાણી!
જ્યારે અમેરિકાના માથે પ્રથમથી જ ચૂંટણીનો જંગી બોઝો છે, ત્યારે જગત જમાદારીનો ફાંકો ધરાવતા ઓબામાએ પહેલી વાર સ્ટેટ ગેસ્ટ તરીકે મૌનમોહન અને છેલ્લી વાર અત્યંત બોલકા એવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવીને અમેરિકાનો રથ ધરતી પર એક વેંત નીચે ઉતારી દીધો છે. અમેરિકાના રાજકારણીઓ જાણે કે મોદીથી વશીભૂત થઈ ગયા છે. વિપક્ષ રિપબ્લિકનોને પણ એવો સવાલ પૂછવાનું મન નથી થયું (જો અમને ભારતના પ્રશાંત કિશોરની જેમ હાયર કર્યા હોત તો અમે તેમને આ સવાલ જરૂર આપત) કે અમેરિકામાં અગ્નિ અમેરિકાથી લઈને ઈશાન અમેરિકામાં ભારે બરફ વર્ષા થઈ છે અને આ બરફને કાઢવા લાખો ડૉલર વપરાવાના છે ત્યારે એ કામ પર ધ્યાન આપવાના બદલે ઓબામા મોદીની આગતાસ્વાગતા કરી રહ્યા છે. અને તેના માટે પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે. આમ કરીને ઓબામાએ અમેરિકા માટે નીચાજોણું કર્યું છે.
જ્યારે અમેરિકાની માનવ અધિકાર સંસ્થાઓ (અમેરિકામાં થતા હિન્દુઓ ને શીખો સામેના હેટ ક્રાઇમ ભૂલીને) ભારતમાં લઘુમતી પર થતા અત્યાચારો અંગે આવો જલદ રિપોર્ટ આપતી હોય ત્યારે અમેરિકાની લઘુમતી (એટલે કે અલ્પમતિવાળા એવા અમે- આ તંત્રી દેખ લખનાર)ના મનમાં મોદીના ભાષણ વખતે એ પ્રશ્ન સતત ડોકિયાં કરી રહ્યાં હતાં કે અમે જેમને અમારા (લઘુમતીના) માનીને પ્રમુખ તરીકે ચૂંટ્યા તેમણે અમારા ભારતના ભાઈઓના પ્રશ્નો કેમ ઉઠાવ્યા નહીં. વળી ફૉર્ડ ને ગ્રીન પીસ સહિત અનેક એનજીઓ પર મોદીએ પ્રતિબંધ મૂકી લોકશાહીનું ખૂન કર્યું છે (અમારી એનજીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. એટલે તો અમને પેટમાં દુઃખે છે.) ત્યારે ઓબામાએ અમેરિકાનાં હિતોની પરવા ન કરીને આ પ્રશ્નો પણ ઉઠાવ્યા નહીં. એવું જણાય છે કે હજુ નવા પ્રમુખની ચૂંટણી પણ નથી થઈ ત્યાં અત્યારથી જ ઓબામાએ પ્રમુખ તરીકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.
ભારતના જે વડા પ્રધાન મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાંના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં ‘ઓ-બા-મા’ એવું કહીને ઓબામાની મજાક ઉડાવતા હતા તેમણે એવો તો શું જાદુ કરી દીધો કે ઓબામા ચીન, સિરિયા ને યમનના અગત્યના પ્રશ્નો પર ધ્યાન દેવાના બદલે તેમની સાથે વર્ષમાં તણ-તણ-ચચ્ચાર વાર મીટિંગો કરે છે? શું ઓબામા ભૂલી ગયા છે કે મોદી પર તેમના જ મુસ્લિમ બંધુઓની હત્યાનો આરોપ છે? ક્યાંક ઓબામાએ દેશની તિજોરી મોદી માટે ખુલ્લી તો નથી મૂકી દીધી ને? શું ઓબામા ભૂલી ગયા કે અમારી (પ્રૂફરિડર આ ડિલિટ કરી નાખવું. ભૂલથી સાચું લખાઈ ગયું) રિપબ્લિકન સરકારે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો જેને ઓબામાની ડેમોક્રેટિક સરકારે પણ વર્ષ ૨૦૧૪ સુધી ચાલુ રાખ્યો હતો? તેમને અમેરિકા આટલી બધી વાર આવવા દેવાયા એ અમેરિકાનું અપમાન નથી? ક્યાંક ઓબામાએ અમેરિકાનાં હિતોના ભોગે મોદી સાથેની અંગત દોસ્તીને પ્રાધાન્ય નથી આપ્યું ને?
ઓબામાને કદાચ વાંધો નહીં હોય કે આપણા પૂર્વજો (બ્રિટિશરો)ના દાસ અને અત્યારેય મદારી-સાપો (જો અમારી વાત ખોટી હોય તો કલર્સ ચેનલ પર ટોપ વ્યૂઅરશિપવાળી નાગિન સિરિયલ ને સસુરાલ સિમરન કા જોઈ લેવી)ના પિદ્દી જેવા દેશ ભારતના વડા પ્રધાન તેમને બરાક કહીને બોલાવે છે. આ તેમનું અપમાન નથી પણ અમેરિકાનું ચોક્કસ છે. અમેરિકાના કોઈ પ્રમુખ કોઈ દેશના પ્રમુખ સામે આ હદે ઝૂકી નહોતા ગયા. ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાની પડતીની આ સર્વોચ્ચ નિશાની છે. વળી ઓબામા ને ડેમોક્રેટિક પક્ષની બહુમતીવાળી કૉંગ્રેસના સાંસદો એ પણ ભૂલી ગયા કે ભૂતકાળમાં ને હમણાં સુધી ભારત રશિયાના ખોળે બેઠેલું હતું. કુદનકુલમ પ્રૉજેક્ટ એનો નમૂનો છે. તેના માટે થઈને ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે અમેરિકાના ઈશારે એનજીઓ ભારતના વિકાસમાં રોડા નાખે છે અને મોદીએ અમેરિકાની એનજીઓ પર પ્રતિબંધો મૂકી દીધા. ને મોદી તો આવતાં વેંત ચીનના ખોળે બેસી ગયેલા. શું મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગની પોતાની માતૃભૂમિરાજ્ય ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે હિંચકા પર હિંચકાની સાથે ખમણ-ઢોકળાં ખાતાં ખાતાં જે આગતાસ્વાગતા કરી તેવી ક્યારેય ઓબામાની કરી? તો પછી મોદીની આટલી આવભગત કેમ? શું મોદી ઓબામાનું કોઈ સિક્રેટ જાણે છે? તેમના હાથમાં ઓબામાની કોઈ દુઃખતી નસ છે? ઓબામા તો નિવૃત્ત થઈ જશે પણ આવનારી ચૂંટણીમાં હિલેરી પાસે પ્રજા આનો જવાબ જરૂર માગશે.

મેહુલીયા તું આવ
મેહુલીયા તું આવ
મોભે નળિયા ને છાપરા સીંચી લીધાં
ગોખે કોડિયા ય હાથવગા કરી લીધાં
ફાનસ સાફ કરી કેરોસીન ભરી દીધાં
હવે મોભારે મોરલા બોલ્યા કે જલ્દી મેહુલીયા તું આવ
ઉગમણે ડમરી ઉડી ને ગુલાલ ઉડાડે
વાજડી ફૂંકાય વનરાઈ અત્તર ઉડાડે
પાદરે કુતરા ભોંકી તારી નીંદ ઉડાડે
હવે કોયલ કરે કાલાવાલા કે જલ્દી મેહુલીયા તું આવ
અમે ખેતર ખેડીને સાફ કરી દીધાં
એને વાડ ઓઢાડી શણગારી દીધાં
રંગ રોગાન અમારા તનડા ય કીધાં
હવે બળદો ય રાંગ પુકારે કે જલ્દી મેહુલીયા તું આવ
જ્ઞાની પુરૂષ પ્રસંગ કે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે?
|
જ્ઞાની પુરૂષ પ્રસંગ કે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે?
* ચિત્તને વિક્ષિપ્ત થયા વિના.
|
* રાગ-દ્રેષ વિના
. * તટસ્થભાવે.
Subscribe to:
Posts (Atom)