Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
29 July 2019
બાળ સ્વરૂપ પરમાત્મા સાથે ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ
કુંજ હિંડોરો સઘન બન છાયો ,'બુંદ બુંદન બરસાત બિજુરી ચમકત ,
કોકિલ કુહૂ કુહૂ શબ્દ સુનાયો.ઝૂલત ફૂલ રહી ચહુ દિશતે ,
સરસ રંગ તહાં બરસાયો ....(હિંડોળા પદ માંથી સાભાર )
હિંદુ સંસ્કૃતિમાંદરેક વૈષ્ણવસંપ્રદાયમાં તેમજ હિન્દૂ મંદિરોમાં હિંડોળાઉત્સવનું અતિ મહત્વ છે. વર્ષા ઋતુના આગમન અને પ્રકૃતિના નવયૌવન છલકાટ સાથે ,પંખીઓના કલશોર ,મોરનર્તનથી થનગનતા આહલાદક વાતારવરણના વધામણાં રૂપે શ્રીનાથજી નાથદ્વારામાં 32 દિવસનો હિંડોળા ઉત્સવ અષાઢ વદ બીજ થી 17 જુલાઈથીશ્રાવણ સુદ -બીજ 18 ઑગસ્ટ 2019 સુધી થશે. ઘણી વાર હિંડોળા વિજય (છેલ્લા)દિવસમાં ફેરફાર સંભવે ખરો. આ ઉત્સવ 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણને ગોપીઓએ ભક્તિ લાડ લડાવતા વ્રજ,વૃન્દાવનમાં બે ઝાડની વચ્ચે હિંચકો,ઝૂલો બાંધી હીંચકાવેલા ,ઝુલાવ્યા હોવાથી ઝૂલા મહોત્સવ તરીકે આજ દિન સુધી આ ઉત્સવ ઉજવાય છે, ભગવાનને ઝૂલવાનો આનંદ ઈશ્વર સાથે જીવનું મિલન તાદાત્મ્ય કરવાની પ્રસન્નતા આપતી ક્ષણો છે ,જે જગતની માયાવી ચિંતા,આધિ વ્યાધિ ભૂલી જઈ દિવ્ય આનંદ પ્રાપ્તિ કરવાનો લ્હાવો છે .
સંસ્કૃત શબ્દ 'હિંડોલ ' ઉપરથી ,હિંદોલા ,હિંડોલ -ઝૂલવું ,ઝૂલો ,હીંચકો,પારણું શબ્દ બન્યા,એક નાના પાટિયાને દોરીથી બે ઝાડ વચ્ચે દોરીથી બાંધીને બનેલો શણગારેલો હીંચકો સમય જતાં ઘરમાં આરામ માટે હીંચકો બની વપરાયો,સુવા,બેસવા,કઠેરાવાળો ખાટ,થોડા સુધારા સાથે મંદિરનો હિંડોળો બન્યો. ભાગવતપુરાણ,હરિવંશ,જયદેવનું 'ગીત ગોવિંદ' વગેરેમાં 'ઝુલનયાત્રા ' શબ્દ મળે છે તેથી તે અતિ પ્રાચીન હોવાના ઉદાહરણ પૌરાણિક સત્ય ગણાય.વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા માટે ખાસ વ્રજભાષાનાં અષ્ટસખા કવિઓએ પદો લખ્યાં છે તે ગવાય છે. હિંડોળા સાથે પ્રાચીન પ્રણાલિકા જાળવી તેના નિયમો અને પ્રારંભ અને વિજય વિધિ નું પાલન કરાય છે. પ્રસંગોની યાદમાં ઝાંખીઓ કરવામાં આવે છે ,હિંડોળામાં કલાત્મક કારીગીરી પણ થાય છે ,પરંતુ અન્ય સંપ્રદાયો માં તેમાં છૂટ લેવામાં આવી છે અને હિંડોળામાં સમયાનુસાર ભક્તિ મનોરંજન જોડવાનો ચાલ પણ શરૂ થયો છે.
હવેલીમાં હિંડોળા ઉત્સવ માટે પુષ્ટિમાર્ગમાં શ્રીનાથજી મુજબ વિધિવિધાન છે.પ્રથમ 8 દિવસ નંદાલયમાં,(ઘરમાં )/પછી 8 દિવસ શ્રીજી શ્રી ગિરિરાજ પર્વતની આજુબાજુ માં,ત્યારબાદ 8 દિવસ નિકુંજભાવ સાથે,અને છેલ્લે 8 દિવસ યમુના તટ પર ઠાકોરજી હોવાના ભાવથી હિંડોળા દર્શન કરાવાય છે. પ્રસંગોપાત ઝાંખીઓથી વાતાવરણ ભક્તિમય વ્રજભૂમિ સમી છાયા ભાસની સુંદર સજાવટ હવેલી માં થાય છે.
હિંડોળો દરેક ભાગો પ્રતિકારાત્મક સંકેત છે.પ્રારંભ ને અધિવાસન કહે છે અને છેલ્લા દિવસ ને હિંડોળા વિજય કહેવાય છે . ઠકુરાણી ત્રીજ શૃંગારમાં પ્રભુ પધારે ત્યારે જન્માષ્ટમી બધાઈ કીર્તન ગવાય છે; અધિવાસનમાં 'કૃષ્ણદાસ નું પદ 'રમત જગત ઝૂલે ઝુલાવે ...રાધા પ્યારી અને હિંડોળા વિજય માં 'વ્રજરાજ કે ધામ .હિંડોળે પદ ગવાય છે.અધિવાસન( પ્રથમ )દિવસે અને વિજય દિવસે સાદા લાલ ,કસુંબલના કળાકારીગીરી વિનાના હોય છે જેને સુરંગ હિંડોળા કહે છે ; ત્યારબાદ ચાંદીના,ફૂલ,પાંદડા,ફળ,સોનાના,કાચના,અભલાનાં,લોલોતરી, સૂકા,લીલા મેવાના, પાનના,કેળ સ્તંભ ,પવિત્રરા,, સુશોભિત કળાકારીગીરીથી નક્શીદાર સુંદર હિંડોળામાં કળા,સંસ્કૃતિ અને પરંપરાના દર્શન આજે પણ થાય છે ,ચિત્તાકર્ષક ઝાંખી વચ્ચે શોભતા હિંડોળામાં બાલકૃષ્ણ ઝૂલે ત્યારે ગીત,સંગીત, ભગવાન અને ભક્ત,ભક્તિ અને પ્રકૃતિ નો આહલાદ્ક અનુભવ થાય છે,હિંડોળા માતૃ વાત્સલ્યના સખીભાવ સાથે ભક્તિની આસ્થા જોડતો વર્ષાઋતુનો વૈભવ બતાવનારો આ ઉત્સવ છે.હવેલીમાં હિંડોળા સાથે વ્રજ ભૂમિ ને યાદ કરી જે બાવન વન,24 ઉપવનને સ્મરણ કરાવતા ભાવથી ઠાકોરજીને લાડ લડાવાય છે. લીલાઓના દૃશ્યો સજવામાં આવે છે ,તેનો અર્થ છે માયાવી જગતને વિસરી જીવ આત્મા ને પરમાત્મામાં એકરૂપ,તલ્લીન કરવો. શ્રી કૃષ્ણમય બની જવું .ચાતુર્માસમાં આવતો આ ઉત્સવ સંગીત,નાદ અને આરાધનાનું મિશ્રણ પણ છે. હિંડોળામાં બિરાજમાન ઠાકોરજી ને આંચકો ન લાગે તેમ એક દાંડી થી હળવેથી ઝુલાવાય છે , શૃંગાર સજી હિંડોળામાં પધરાવેલું બાળ સ્વરૂપ દર્શન કરતા વૈષ્ણવોમાં વાત્સલ્ય ભાવ જાગે છે. વૈષ્ણવ હવેલીઓમાં હજુ પ્રણાલિકા,પ્રથા સચવાય છે, અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે જેવી ઘટા હોય તેવા જ વસ્ત્ર,પીછેવાઈ ,ચંદરવો,જાજમ વગેરે હોવાથી મનભાવન દૃશ્ય બને છે. ગુરુગૃહ ની આજ્ઞા લીધા બાદ જ દરેક કાર્યો થાય છે. હિંડોળાની સજાવટમાં વાપરેલી વસ્તુઓ પ્રસાદ તરીકે લેવાતી નથી,સુખો મેવા વગેરે અન્ય ઉપયોગમાં લઈ શકાય છે,પુષ્ટિમાર્ગીય પરંપરા અન્ય હિન્દૂ મંદિરોમાં સંપૂર્ણપણે જળવાઈ નથી. .મનોરથ,ઉત્સવ સાથે મનોરંજને પણ પગપેસારો કર્યો છે. અહીં દાવો થાય છે કે બાળકોમાં ધર્મ પ્રેરણા માટે આ સરળ માર્ગ છે ,જેથી બાળકોમાં ધર્મપ્રીતિ વધે અને આપણો હિન્દૂ પરંપરાનો વારસો ભક્તિ અને ધર્મપ્રીતિ સાથે જળવાય.
સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર 200 વર્ષ ભગવાનના જન્મ -સ્વામિનારાયણ દેવ ના સાચા બનેલા બનાવો આધારિત અને નવા જમાનાને અનુરૂપ હિંડોળા ઉત્સવ ઉજવે છે ,તેથી બિસ્કુટ,ચોકલેટ,સ્ટેશનરી, રાષ્ટ્રધ્વજ, સુકામેવા,ફૂલ,વગેરે ના ડેકોરેશન થી વિવિધતા દાખવી હિંડોળા થાય છે અને તેના નવ નવા નામો પણ અપાય છે ,મંદિર પરિસરમાં અદભુત દ્રશ્યો ટેક્નિકલ, ઇલેક્ટ્રોનિક્સ વાપરી, ધર્મ સાથે સામાજિક ઉપદેશ અને મનોરંજન આપવાનો નવો ચીલો ચાલુ થયો છે . 2018 ની વાત કરીએ તો બાપુ નગર અમદાવાદમાં અને કારેલીબાગ વડોદરામાં સ્વામિનારાયણ મંદિરોમાં વિવિધ હિંડોળા સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ,હિમાલય દર્શન,મેજીક બોક્સ,અંતરિક્ષ યાત્રી,નગર ફરતી ટ્રેન,સામાજિક સંદેશ,પર્યાવરણ સમાજ કલ્યાણ, બાળકોની કલ્પનો ને આધારે તૈયાર થયેલો ઉત્સવ જોવા મળ્યો. આધુનિકતા સાથે ધર્મ,સમાજ અને સંસ્કાર સહીત ઇલેક્ટ્રોનિક્સ યંત્રણા ના વપરાશ સાથે અદ્ભૂત નગરી બનાવેલી જે આકર્ષક કેન્દ્ર બની હતી. હિંડોળા નો ભાવ આધુનિકતામાં પલ્ટી માનવ માટે મંગળ સંદેશ વહેતો કરવાનું માધ્યમ બન્યું. તેમાં વિદેશી ભક્તો અને તેઓની સૂઝનો ચમકારાનો લાભ મળ્યો
હિંડોળાનો મુખ્ય હેતુ પણ માનવીને ભક્તિભાવ, ધર્મ તરફ પ્રેરિત કરવાનો છે. વર્ષા ઋતુમાં પ્રકૃતિને વન્દન કરવાનો પણ છે; ભગતને ભગવાન સાથે જોડવાનો અને પરંપરા સંસ્કૃતિ ને સાચવવાનો પણ છે. અંતે એમ થાય 'રંગ ભીના રે શામળિયા આવો ને ઝૂલીએ ' ભગવાન સાથે અધ્યાત્મભાવે ઝૂલવાનો અવસર કોને આનંદ ન આપે ?
----------------------------------------------------------------------------------------------------------------- અરવિંદભાઈ કે.પટેલ

બહેતર ભવિષ્યમાટે પૃથ્વીપર ભીડ ઓછી કરો
(
વૈશ્વિક
જનસંખ્યા દિવસ નિમિત્તે લેખ )
' જો આપણે ન્યાય અને કરુણાની સાથે જનસંખ્યાની વૃદ્ધિ રોકીશું નહિ,તોઆ પ્રકૃતિ અમારા માટે દયાહીન બની ક્રૂરતાપૂર્વક વિનાશક દુનિયા કરશે,જે આપણે છોડીને જઈશું.'-ડૉ.હેનરી ડબ્લ્યુ કેંડલ (નોબલ પુરસ્કાર વિજેતા )
આજે વિશ્વભરમાં ઝડપથી વધતી લોક સંખ્યા આશરે 760 કરોડનો આંક વટાવી ચૂકી છે. દરેક રાષ્ટ્ર,ખંડ,દેશ,રાજ્ય આ બાબત ચિંતિત છે.આ અંગે ચિંતા મુક્ત થવાના અગ્ર પ્રયાસરૂપે આંતરરાષ્ટ્રીય સમુદાયદ્વારાયુનાઇટેડ નેશન્સ તરફથી મહત્વનું ધ્યાન આપવા માટે વિશ્વ જનસંખ્યા (વસ્તી ) દિવસ ઉજવાય છે કારણ કે આ સમસ્યા એ 'ગ્લોબલ પૉપ્યુલેશન ઇસ્યૂ ' છે.આ દિવસનો પ્રારંભ 1989માં ડૉ.કે.સી ઝકરિયાના સૂચનથી સંયુકત રાષ્ટ્રે કરેલો. જયારે દુનિયાની વસ્તી પાંચ અબજ સુધી પહોંચી હતી. તાજેતરમાં 30 મો વૈશ્વિક જનસંખ્યા દિવસ11 જુલાઈ 2019 ના રોજ ઉજવાયો.જેમાં આંતરરાષ્ટ્રીય સંમેલન દ્વારા 1994 માં જે મુદ્દાઓ અધૂરા રહેલા તેના ઉપર ધ્યાન આપવાનો નિરાધાર થયો .યુ.એન.કાઉન્સિલ વસ્તી વધારાના યક્ષ પ્રશ્ન માટે જરૂરી પગલાં લેવા જુદાંજુદાં આયોજનો ઠેર ઠેર થયા.
યુનાઇટેડ નેશન્સ સંસ્થા વિશ્વ વસ્તી દિવસ પર આ મિશન વસ્તી,વૃદ્ધિ,વૃદ્ધત્વ,સ્થળાંતરણ અને પ્રજજન સ્વાસ્થ્ય સમસ્યા,શહેરીકરણ સહિતના લોકસંખ્યા વધ વિષયક વલણો સાથે નજીકથી સંકળાયેલું છે અને કાર્યબદ્ધ છે.એવો યુ.એન.જનરલ સેક્રેટરી એન્ટાનિયોગ્યુટર્શ નો મત છે.આજે કૂદકે ને ભૂસકે વસ્તી જનસંખ્યા બેકાબુ,અનિયન્ત્રિત બની છે અનેક નાનીમોટી સમસ્યાઓના ભરડામાં વિશ્વ ફસાયું છે.બહેતર ભવિષ્ય માટે પૃથ્વી પર ભીડ ઓછી કરવાની જરૂરત છે.
દુનિયા આજે ભૌતિકવાદ તરફ હરણ ફાળે દોડે છે અને ગ્લોબલ વોર્મિંગ,પ્રદુષણ,પર્યાવરણ,અસંતુલિત ઋતુચક્ર,ઓચિતું બગડતું તાપમાન અનેક તકલીફો સૃષ્ટિમાં ઉભી કરે છે અને તેમાં વસ્તી વધારો ઉમેરાય છે,ગરીબી,ભોજન,દરેક માનવીના સ્વાસ્થ્ય,શિક્ષા,નિવાસ અને આજીવિકા તેમજ સામાજિક પ્રશ્નોના ખડકલા પહાડની ઉંચાઈ સમા વિરાટ બન્યા,કારણ વસ્તી વધી અને સમસ્યાઓ વધી આ બધા સાથે અભ્યાસુ સંશોધનો સર્વે થતાં ગયા ,જેમાંથી આ બધા ઉપર અંકુશ મૂકી નિરાકરણ નજીક પહોંચવાના પ્રયાસો 1989 થી આજ દિન સુધી થતા રહ્યા છે.વિશ્વ જનસંખ્યા દિવસ સતત કાર્ય કરવા યુએનઓ સંસ્થાન પોતાના સભ્યદેશોના સહકાર સાથે કામ કરે છે.
તા 1 જાન્યુઆરી 2017 નો રિપોર્ટ જણાવે છે કે વિશ્વની જન સંખ્યા 7,362,350,168 સુધી પહોંચી છે,દર વર્ષે 100 મિલિયન લોકસંખ્યા 14 મહિનામાં વધે છે.હાલના આંકડા મુજબ વિશ્વ જનસંખ્યા ચીન 1.4બિલિયન વિશ્વમાં પ્રથમ સ્થાને છે,ભારત 1.3 બિલિયન,યુએસએ 329 મિલિયન;ઇન્ડોનેશિયા 269 મિલિયન,બ્રાઝીલ 212 મિલિયન,પાકીસ્થાન 204 મિલિયન,નાઇઝીરીયા 200 મિલિયન, બાંગલાદેશ 198 મિલિયન;રશિયા 143 મિલિયન વિશ્વમાં ત્રીજે નંબરે ; મેકસીકો 132 મિલિયન નોંધાઈ છે.
વિશ્વ વસ્તી દિવસના ઉદ્દેશો પર નજર કરીએ તો વધતી વસ્તી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું,સમગ્ર વિકાસ યોજના કાર્યક્ર્મથી અસરકારક જાગૃતિ લાવવી,આજીવિકા માટે ખતરાની સાવચેતી આપવા પ્રાકૃતિક સંસાધનોની ત્વરિત ઓછપને ધ્યાનમાં લઈ તે માટે કદમ ઉપાડવા,માનવ ભાઈચારો વધારવા અને વ્યક્તિગત જવાબદારીનો અહેસાસ કરાવવો,કુટુંબ નિયોજન,લૈંગિકસમસ્યાઓને સમાનતા,માતૃત્વ આરોગ્ય અને માનવ અધિકારો સમજાવવા આ બધા માંથી શક્ય તેટલા મુદ્દાઓ બધા રાષ્ટ્ર પોતપોતાની રીતે અને પદ્ધતિએ સમાધાનકારક ઉકેલવા,પ્રેરણા આપવા વારંવાર પ્રયાસ થાય તે જરૂરી છે. આપણા દેશે તો ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે.
સામાન્ય લાગતો આ દિવસ ગંભીર સમસ્યા સામે મોટા ખતરાની સામે ની ચેલેંજ બની શકે છે.યુ એન એફ પીએ, સર્વને પ્રોત્સાહિત કરે જ છે તેમ છતાં સરકારો,ગેરસંસ્થાઓ,સંગઠનો,વ્યક્તિઓ,વાર્ષિક કાર્યક્રમો ઘડી,રજૂ કરી જાગૃતિ કાજ પ્રચારપપ્રસાર કરે છે. સેમિનાર,ચર્ચા વિવિધ રીતે માહિતીઓ મીડિયા,પ્રિન્ટમીડિયા,સૉશ્યલ મીડિયાએ આ યક્ષ પ્રશ્ન સામે સામુહિક બાથ ભીડવાની છે ,શેરી નાટકો,ટીવી ચેનલો,વીજાણુ માધ્યમો સહિયારો પ્રયાસ કરી વધતી વસ્તીના ભયસ્થાનો બતાવી, વસ્તી અંકુશ માટે પોતાનું મહત્ત્વનું યોગદાન આપવાની જરૂર છે, દરેક માનવ શ્રેષ્ઠતાથી જીવી શકે, તે માટે દરેકે જાગૃકતા દાખવી પોતાની સમજદારી કેળવવાનો સંકલ્પ કરે તો અમુક અંશે પ્રશ્ન હલ જરૂર થાય તેવો મત વૈશ્વિક સંસ્થાઓનો છે,જો આમ થશે તો જ વધતી વસ્તી અને તેના દુષ્પરિણામો અંગે સાવધાની સાથે લક્ષ આંબી શકાશે, જે અઘરું છે પણ અશક્ય તો નથી.
-------------------------------------------------------------------- જિતેન્દ્ર પાઢ

મહાન પર્વ શ્રાવણ સુદી પૂનમ બળેવ અતુટ પ્રેમનું પ્રતિક –રક્ષાબંધન
ભારતની આ પુણ્યશાળી ધરા અનાદિકાળથી અનેક
ઋષિમુનિઓ અને સંત મહાત્માઓની ચરણરજથી પાવન થતી રહી છે.જેમને વિશ્વને શાંતિ અને
અધ્યાત્મનો સંદેશો આપ્યો છે.વર્ષ દરમ્યાન આવતા ઉત્સવો કેવી રીતે ઉજવવા તેનું
માર્ગદર્શન આપતા રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં તેનું યુગોથી મહત્વનું સ્થાન પર્વ,તહેવારો અને ઉત્સવ ,મેળાઓને અપાયું છે છે.ઉત્સવો
આપણામાં ઉત્સાહ ભરે છે તથા નવી તાજગી અને સ્ફૂર્તિ થી પલ્લવિત કરે છે.પર્વ ધાર્મિક ચેતના જાગૃત
રાખે છે ,સામાજિક તહેવારો સંબંધોને એકતાનું બળ આપે
છે ,.
તંતુ એટલે તાંતણો તેનું મહત્ત્વ પણ છે એક તાંતણો પ્રેમ નું પ્રતીક રક્ષા કરે તો બીજા ત્રણ તાંતણા યજ્ઞોપવિત્ર જનોઈ બની માં ગાયત્રી શક્તિ જનોઈ ધારક ને પ્રદાન કરે ,ઘણા બધા તાંતણા વસ્ત્ર બનાવે, રક્ષારાખડી અને નૂતન યજ્ઞોપવિત્ર પર્વ - વર્ષના શ્રેષ્ઠ પર્વ છે; નાનકડી રેશમની દોરીથી મનમાં રહેલાં અગાધ પ્રેમની અભિવ્યક્તિ કરતાં રક્ષાબંધનના તહેવારનું સદીઓથી અનેરું માહાત્મ્ય રહેલું છે.આ રેશમી દોરીએ સ્નેહના તાંતણે માત્ર લૌકિક સંબંધોને જ નથી બાંધ્યા,પણ આ તાંતણે તો પ્રેમના મનોહારી રૂપને સમજનાર શ્રીકૃષ્ણ પણ બંધાયા હતાં મહાભારતના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણએ રક્ષાબંધન નો તહેવાર મનાવીને પાંડવો અને તેમની સેનામાં આત્મવિશ્વાસ જગાવીને વિજય તરફ કૂચ કરવા પ્રેરિત કર્યા હતાં .તો આપણે પણ આજે રક્ષાબંધનના તહેવાર પાછળ રહેલા આદ્યાત્મિક દ્રષ્ટિકોણને સમજીએ. શ્રાવણ સુદી પૂનમ બળેવ,રક્ષા બંધન,નારિયેળી પૂનમ પર્વ ,માછીમારો આ દિવસે દરિયા દેવ ની પૂજા કરે આ દિવસ ત્રિવિધ મહત્વ ધરાવતો પર્વનો નો ત્રિવેણી સંગમ છે
પૌરાણિક મહત્વ : રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે.આ તહેવારનું ધાર્મિક મહત્વ એટલે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પુનમ ના દિવસે જ બની હતી.આ દિવસે સામવેદી બ્રાહ્મણો સિવાયના બ્રાહ્મણો અને જે નૂતન જનોઈ ધારણ કરતાં હોય તે અન્ય વર્ણના જનોઈ ધારકો આ દિવસે જનોઈ બદલી નવી યજ્ઞોપવીત ધારણ કરે છે.
બલી રાજાની કથા,ઇન્દ્ર –ઈન્દ્રાણીની કથા તેમજ મહાભારતમાં પણ રક્ષાબંધન ના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.
રક્ષાબંધનનું મુહૂર્ત : ૨૦૧૯ ના વર્ષે રક્ષાબંધનનો તહેવાર અને ૧૫ મી ઓગસ્ટ એક જ દિવસ એટલે ગુરુવારે આવે છે.આમ તો દર વર્ષે આ તહેવાર માટે જુદાજુદા મુહૂર્ત જોઇને દરેક બહેન પોતાના બાંધવ ને રક્ષા બાંધે છે.આ વર્ષે આ તહેવાર માટે આવું કોઈ બંધન રાખવું નહિ .કારણ બહુ વર્ષો પછી આવો યોગ જોગાનુજોગ આવે છે કે જે દિવસે ભારતે પોતાની આન ,બાન અને શાન પૂર્વક આઝાદી મેળવી હતી.તેથી પ્રત્યેક બહેન આવી ઉચ્ચ ભાવના રાખે કે મારા વીરાને પણ જીવનમાં આવી ખુમારી અને ખમીર આવે.જેથી જીવનમાં આવતા પડકારો અને અવરોધોનો બખૂબી રીતે સામનો કરે.
પૌરાણિક બલીરાજાની કથા : રક્ષાબંધન સાથે અનેક દેવ દેવતાઓની કથા જોડાયેલી હોવાથી આ તહેવારનું ધાર્મિક દ્રષ્ટીએ વિશેષ મહત્વ છે.સ્કંદપુરાણ ,પદ્મપુરણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન પ્રસંગ સંબંધિત કથાઓ છે.ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલી રાજાના અભિમાનને આ દિવસે જ ચકનાચૂર કરી દીધું હતું.તેથી આ તહેવાર બળેવને નામે પણ ઓળખાય છે.
આ કથા મુજબ દાનવેન્દ્ર રાજા બલીએ જયારે ૧૦૦ યજ્ઞ પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી,ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલી પાસે ભિક્ષા માગી.ગુરુની મનાઈ હોવા છતાં પણ તેને ત્રણ ડગલા ભૂમિ દાન કરી દીધી.ભગવાને ત્રણ પગલામાં આકાશ ,પાતાળ અને ધરતી માપી લીધી .અને બલી રાજાને પાતાળમાં ઉતારી દીધો અને તેનું અભિમાન ચકનાચૂર થઇ ગયું.તેથી આ દિવસ બળેવના નામે પણ ઓળખાય છે. જયારે બલી રાજા રસાતળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું.ભગવાન વિષ્ણુ પણ વચન આપી બંધાઈ ગયા અને બલી રાજા પાસે જ રહી ગયા .વિષ્ણુ ભગવાન ઘરે ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઇ ગયાં.ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાનને બલી રાજાએ સદાય તેમની સામે રહેવાનું વચન માગીને પોતાની પાસેજ રાખી લીધા.ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો.લક્ષ્મીજીએ નારદજીના બતાવેલા માર્ગ પ્રમાણે બલી રાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને માગી લીધા.કહેવાયછે કે જે દિવસે લક્ષ્મીજીએ બલી રાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂર્ણિમા હતી.આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગુથાયેલી છે.
મંત્ર
યેન બધ્ધો બલી રાજા ,દાનવેન્દ્રો મહાબલ:! તેન ત્માંન્નુંબદ્નામી,રક્ષે માં ચલ માં ચલ !!
રેશમના તાંતણે રક્ષા : મહાભારત ની કથામાં પણ રક્ષાબંધન ના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જયારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિંત થઇ ગયુ ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતાં .તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું કે.’હું બધાજ સંકટોને પાર કેવી રીતે કરી શકું ?’ત્યારે ભગવાન કૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાની સલાહ આપી.ભગવાને કહ્યું હતું કે ,’આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે.’ આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુ ને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે.
ઐતિહાસિક મહત્વ : રાખડીના આ તાંતણા એ ઇતિહાસમાં પણ સમર્પણ અને બલીદાનની ભાવનાને ઉજાગર કરી છે.ચિત્તોડની રાજમાતા કર્માંવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો.અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતી ની રક્ષા માટે ચિત્તોડ આવી પહોચ્યો હતો.હુમાયુ મુસલમાન હોવા છતાં પણ તેણે રાખડીને લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માંવતીની અને મેવાડની રક્ષા કરી.
રક્ષાબંધન અને આધ્યાત્મિક ચિંતન :રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ છે પાવન બનવું,શુદ્ધ બનવું,બુરાઈનો ત્યાગ કરવો,તેમજ જીવનમાં દ્રઢતા લાવવી ,ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવી મુશ્કેલ છે.જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યકતા હોય છે.તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે.
રાખડી બાંધવાની શાસ્તોક્ત વિધિ.:આ દિવસે પ્રાતઃકાળે સ્નાનવિધિ બાદ શુદ્ધ કપડાં ધારણ કરી પોતાના ઇસ્ટ દેવ-દેવી ની પૂજા કરવી, રાખડીની પૂજા કરવી ,પૂજન કરતી વખતે પિતૃઓને યાદ કરવા અને પોતાના વડીલોના આશીર્વાદ મેળવવા.
રાખડી સ્વરૂપે તમે કોઈ રંગીન સુતરનો કે રેશમી દોરો પણ લઇ શકો છો.દોરામાં સુવર્ણ કે ધન,કેસર,ચંદન અક્ષત અને દુર્વા મુકીને તેની પૂજા કરવી.ત્યારબાદ રાખડીની થાળી સજાવવી.ભીના કપાળે કંકુ હળદરથી તિલક,ત્યારબાદ અક્ષતથી તિલક કરવું ,આરતી ઉતારવી અને જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી .પોતાના હાથે મીઠાઈ ખવડાવવી અને થાળીમાં રાખેલ પૈસા ભાઈના માથા પરથી વારીને ગરીબોને વહેચી દેવાં .એનો અર્થ છે હમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈપર દ્વેષભાવ ન રાખો.. રક્ષક ભાવ ક્યારેય ન્યાત,પંથ સંપ્રદાય કે ભેદભાવ કે અન્ય પક્ષપાત કરતો નથી
આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દુર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે. બ્રાહ્મણો નૂતન જનોઈ ધારણ કરે છે અને માછીમારો સમુદ્ર દેવ ની પૂજા કરે છે નારિયેળ અર્પણ કરે છે એટલે નારિયેળી પૂનમ.આ દિવસે બ્રાહ્મણો ના આશીર્વાદ અને રક્ષા બંધાવવાનો ચાલે છે.
patelarvind101@gmail.com અરવિંદ કે.પટેલ ;ગુજરાત +૯૧૯૪૨૯૮૪૧૪૦૪

Subscribe to:
Posts (Atom)