Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

9 May 2015

કંટાળૉ કેમ આવે છે ?


kantalo


કંટાળૉ કેમ આવે છે ?


* જીવનનું ધ્વેય સ્પષ્ટ નથી.


* ઓછી મહેનતે વધારે રળાવું છે અથવા મેહનત કર્યા વિના વધુ મેળવવું છે.


મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે?


antar

મનુષ્યની અંતરની ઊંચાઈ કયારે સિધ્ધ કરી શકે?
 * 'લધુતાસે પ્રભુતા મિલે' એ સુત્રનો ઉપયોગ કરવાથી. 
* અંતઃકરણથી જગતના સર્વ સજીવ અને નિર્જ પદાર્થોને નમસ્કાર કરતો રહે.
 * સત્-ચિત-આનંદમાં રમમાણ રહે. 
* કોઇપણ પ્રકારની નબળાઈથી પરાભુત ન થાય. 
* ઇન્દ્રિયો સદૈવ ઢળેલી રાખી શકે. 
* બહિર્મુખ વૃતિઓને વશ ન થતાં અન્તઃકરણ અને ઇન્દ્રિયોનો જાગ્રત રહી ઉપયોગ કર.








શું આ દેશનો યુવાન આટલું કરશે !

શું આ દેશનો યુવાન આટલું કરશે !

આવનારો સમય અનેકવિધ ઉપાધિઓનો હશે કે અનેકવિધ ઉપાદીઓનો હશે તે નક્કી કરવું હાલના સંજોગોમાં કળવું મુશ્કેલ છે. અનેકવિધ અવનવી શોધો અને સંશોધનો માનવી માટે આશીર્વાદરૂપ છે કે અભિશાપરૂપ ? શ્રધ્ધા,વિશ્વાસ અને સાહસની વાતો કરનારો માનવી ખરેખર આવનારા અજવાળાને ઓળખી શકશે કે અંધકારની ગર્તામાં ખોવાઇ જશે ! કવિ કલાપીની કાવ્યપંક્તિ યાદ આવે છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે માનવીની આંગળી મોબાઇલ પર ફરે.
વિશ્વમાં સૌથી વધુ યુવાશક્તિ ધરાવતો ભારત દેશ સંસ્કારોથી જોજનો દૂર તો નહીં થઇ જાય ને ! આજકાલ જ્યાં પણ નજર નાંખો,જે સમયે નજર નાંખો જાણે માનવીને મોબાઇલ ફોબિયા થઇ ગયો હોય તેમ લાગે છે. ઘણા બધા યુવાનોના આંગળીના ટેરવા જે કાર્ય અને કર્મ કરવા ફરવા જોઇએ તેની જગ્યાએ ટચ સ્કીનના ટચ સિવાયની દુનિયાથી અલિપ્ત થઇ ગયા છે. યુવાવર્ગનો એક નાનો સમુદાય એ ટચ સ્કીનના ટચનો વિવેકપૂર્ણ અને વિકાસશીલ ઉપયોગ કરી રહ્યો છે.
મારા પ્યારા યુવાનમિત્રો મોબાઇલના ઉપયોગ ઉપર પ્રતિબંધની આ વાત નથી પણ સમાજના દરેક ક્ષેત્ર પર નજર કરતાં એવો અહેસાસ થાય છે કે સતત 2G,3G કે 4G કનેક્શનનો વપરાશકર્તા દિવસમાં કેટલીવાર તેના મોબાઇલને ચાર્જ કરતો હશે ? આમ તો મોબાઇલ ચાર્જીંગમાં વીજળીનો વપરાશ નહીંવત છે,પણ જેમ ટીપે ટીપે સરોવર ભરાય કે કણ કણ કરતાં મણ થાય તેમ અનેક મોબાઇલોના ચાર્જીંગની ઉર્જાનો સરવાળો કરવામાં આવે તો કેટલી ઉર્જાનો વપરાશ આપણે કરી રહ્યા છે તેનો અહેસાસ થાય. અને તેમાં વળી ઉપયોગી ઉર્જા કેટલી ? શું આપણે જાતે જ ઉર્જાની કટોકટીના નિર્માતા નથી બની રહ્યા? શું આપણે જાતે જ આ ઉર્જાનો બેફામ ઉપયોગ કરી મોબાઇલ પર સંસ્કારિતાને શરમ આવે તેવી પ્રવૃત્તિઓ કરી આપણા મન-મસ્તિષ્કને મૃતપ્રાય બનાવી રહ્યા છીએ !
ભારત દેશને આજના યુવાવર્ગ પાસે ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. પ્રાચીન સુસંસ્કારનું સામ્રાજ્ય આપણે પુન: સ્થાપિત કરવું છે. વેદ-ગીતાના આધ્યાત્મિક જ્ઞાન થકી સુસજ્જ થવું છે. યોગ-કસરત દ્વારા આરોગ્યને સુદ્ર્ઢ બનાવવું છે. સ્વચ્છતા અને સુંદરતાના પવિત્ર વાતાવરણને પુન:સ્થાપિત કરવું છે. વિકાસની કેડી પર દેશ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે આપણે પણ તેમાં કદમ સે કદમ મિલાવી ત્રિરંગાની શાન સારાયે વિશ્વમાં પ્રસ્થાપિત કરીએ. સામાજિક,આર્થિક,શૈક્ષણિક કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં  દેશનો યુવાન વિશ્વનું નેતૃત્વ કરે એવી આ દેશની આપની પાસે અપેક્ષા છે.
મોબાઇલ તો એક ઉદાહરણ હતું પણ આપણા જીવનમાં જ્યાં પણ ઉર્જાનો દુરપયોગ થતો હોય ત્યાં આપણે સ્વયં ઢાલ બની ઉર્જાના દુરપયોગને અટકાવીએ. વીજળી બચાવીએ, પર્યાવરણને બચાવીએ, વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ. કોઇનો સત્કાર કે આવકાર આપણી સંસ્કૃતિ અને પરંપરા છે,તેમ તેમને વળાવવા કે મુકવા જાવો ત્યારે ચોક્કસ કહેજો કે, “ એ ભાઇ આવજો એક વૃક્ષ વાવજો.”  
શું આ દેશનો યુવાન આટલું કરશે !
ભાગ-2

આજકાલ ચાલી રહેલા ધોમધખતા ઉનાળાએ તો અંગારાનો જાણે વરસાદ વરસાવાનો ચાલુ કર્યો હોય તેવો અહેસાસ અબાલ વૃધ્ધ અને મૂંગા પશુપક્ષી અનુભવી રહ્યા છે. રસ્તા પર પસાર થતાં દૂર દૂર સુધી વેરાન અને સૂકી ધરતીમાતાને જોતાં દિલની ધડકન વધી જતી હોય તેવો અનુભવ થાય છે સાથે સાથે ની:સાસો નખાઈ જાય છે કે મારા જીવનમાં મે એક વૃક્ષને ઉછેરીને તૈયાર કરવાનું સત્કર્મ કેમ ના કર્યું?
આખું વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિગના કારણે ચિંતાતુર છે. દિવસે દિવસે સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિગને કારણે પર્યાવરણ બદલાઈ રહ્યું છે. જેની સીધી અસર ઋતુઓની અનિયમિતતા સ્વરૂપે જોવા મળી રહી છે. આ અનિયમિતતા માટે બીજું એક કારણ ક્રુડ ઓઈલ અને પેટ્રોલિયમ પેદાશોનો વધતો જતો વપરાશ પણ છે. ઊચા ભાવે મળતી આ પેદાશો અને વપરાશ પછી મળતું બોનસ એટલે કાર્બન ડાયોક્સાઇડ. પર્યાવરણને પ્રદુષિત કરનારું અંગભૂત પરિબળ આજે વિશ્વમાં સૌથી યુવા દેશ જો કોઈ હોય તો તે ભારત દેશ છે. યુવાશક્તિનો થનગનાટ,તત્પરતા,તરવરાટ શું સમસ્યાઓના નિવારણ માટે કામ ના આવી શકે? એક યુવા એક વૃક્ષ ની સંકલ્પના સાર્થક ના કરી શકાય? મારા મતે જરૂર કરી શકાય કારણ કે આ ભૂમિ પર સંસ્કાર છે,સભ્યતા છે,સંસ્કૃતિ છે. માં ભારતીના સંતાનો પાસે આત્મબળ છે. એક સંકલ્પ અનેક સમસ્યાઓના નિવારણ માટે ઉપયોગી સાબિત થશે.કુદરતનું જતન વધુ વૃક્ષો ઉછેરીને કરીએ.
ગ્લોબલ વોર્મિગ કે પર્યાવરણની સમસ્યાનો બીજો ઉકેલ બિન પરંપરાગત ઊર્જાનો વધુ ઉપયોગ કરવો. બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતમાં મુખ્ય સૌર ઊર્જા,પવન ઊર્જા,જળ ઊર્જા છે. પણ જો સૌર ઊર્જાનો વપરાશ જેટલો શક્ય બને તેટલો વધારવામાં આવે તો ગ્લોબલ વોર્મિગની સમસ્યામાથી મુક્ત થઈ શકાય.
જો આપણે જાણતા હોય તો હાલ થોડા સમય પહેલા વિશ્વનું પહેલું સોલાર પાવર્ડ પ્લેન ઇમ્પલ્સ-ટુ અમદાવાદની મુલાકાતે હતું. સોલાર પેનલ દ્વારા સૌર ઊર્જા મેળવી બીજા કોઈ પણ ઈંધણ વિના દુનિયાની સફરે નીકળેલું આ પ્લેન સ્વિત્ઝરલેંડના સાહિસક યુવાનો આન્દ્રે બોર્શબર્ગ તથા બટ્રાન્ડ પિકાર્ડેએ બનાવેલું છે. આજ રીતે સૌર ઊર્જાથી ચાલતી બોટ પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહી છે. સોલાર કાર એ આવનારા સમયની માંગ હશે એમ કહેવામાં કશું ખોટું નથી. સોલાર પાવર બ્રીજ પણ લંડનની થેમ્સ નદી પર કાર્યરત છે.
આપણી જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાથી પાણીના ધસમસતા પ્રવાહ સાથે પસાર થતી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોચતી નર્મદા કેનાલ પર સોલાર પેનલ દ્વારા પાવર પ્રાપ્ત કરવાનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે તેમાં આપણો યુવાન એજીનીયર અવનવી ટેકનીક અજમાવી ઉર્જા ક્ષેત્રે કઈક નવું કરવા પ્રયત્નશીલ છે. ત્યારે બાઈક લઈને કૉલેજ જતા મારા યુવાન મિત્રોને કહેવાનું મન થાય કે ભલે તમે બાઈક લઈને જતા પણ તમારા બાઈકમાં ઊર્જાની બચત કરી શકાય એવી કોઈ શોધ, કોઈ નવો આઇડિયા મેળવવા દિમાગને કસજો તો ભારતની આવતી કાલ ઉજવળ બની રહેશે.   

અન્ધશ્રદ્ધાનો વેપાર

અન્ધશ્રદ્ધાનો વેપાર

–નાથુભાઈ ડોડીયા
આશ્ચર્યજનક વસ્તુ કે ઘટના અને અજ્ઞાનતાને કારણે અન્ધશ્રદ્ધા પેદા થાય છે. પરન્તુ શાસ્ત્રઅધ્યયન, તર્ક અને વૈજ્ઞાનીક અભીગમ દ્વારા જ્યારે તે સાચી જાણકારી પ્રાપ્ત કરે છે, ત્યારે તે અન્ધશ્રદ્ધામાંથી સ્વયમ્ મુક્ત થઈ જાય છે. પરન્તુ કેટલાક ચાલાક લોકો પોતાના સ્વાર્થ માટે સામાન્ય ભલીભોળી પ્રજાને કાયમી ધોરણે અન્ધશ્રદ્ધામાં જકડી રાખે છે અને આવકનો સારો એવો સ્રોત ઉભો કરે છે. એટલે આ ચાલાક લોકો અન્ધશ્રદ્ધાનું વેપારીકરણ કરે છે. સેવાભાવી વ્યક્તી કે સંસ્થા ત્યાગભાવનાથી પોતાના નાણાં અને સમયનો વ્યય કરી લોકોને સાચી જાણકારી આપી; વ્યક્તી, સમાજ કે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સતત પ્રયત્ન કરે છે. ચાલાક લોકો જ્યારે અન્ધશ્રદ્ધાનો વેપાર શરુ કરે છે ત્યારે સૌથી પ્રથમ તેમાં આવક–જાવક–નફાનો હીસાબ મુકે છે. અને તેમાં સારો એવો નફો પ્રાપ્ત થતો હોય તો જ તે વેપારમાં જંપલાવે છે. અન્ધશ્રદ્ધાના વેપારમાં ઉત્પાદન અને સેવાનું વેચાણ થાય છે. મન્ત્રેલાં યન્ત્રો, માંદળીયાં, ગ્રહોના નંગની વીંટી, વાસ્તુ દોષનાશક કવચ, પીરામીડ, રુદ્રાક્ષ વગેરેનું ઉત્પાદન અને ભુત–પ્રેત નીવારણ તથા ફલીત જ્યોતીષ અંગેની સેવા આ બેના વેપારનું આયોજન કરે છે.
અન્ધશ્રદ્ધાનો વેપાર પ્રારમ્ભ કરતાં પહેલાં તેના ઉપભોક્તા એટલે કે ઉત્પાદન કે સેવાનો ઉપયોગ કરનાર, વપરાશકાર અથવા ગ્રાહક કોણ છે ? તેમની શી આવશ્યક્તા છે ? તેમની મનોવૃત્તી કેવી છે ? તેઓ કેટલો ખર્ચ કરવા શક્તીમાન છે ? આ બધા મુદ્દાઓ પર બજારની મોજણી કરવી આવશ્યક છે. અન્ધશ્રદ્ધાના વેપારમાં મુખ્યત્વે નીચે મુજબની મનોવૃત્તી ધરાવતા ઉપભોક્તા–ગ્રાહક પ્રાપ્ત થવાની સમ્ભાવના છે :
(1)     ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની મનોવૃત્તી.
(2)     દુ:ખ–દર્દો ચમત્કારીક રીતે નીવારણ કરવાની મનોવૃત્તી.
(3)     પાપ કરવાથી દુર રહેવાને બદલે ‘પાપ ફળમાંથી મુક્તી’ની મનોવૃત્તી ધરાવનાર.
(4)     યમ અને નીયમના પાલન કર્યા વગર સ્વર્ગ કે મુક્તીની અપેક્ષા રાખનાર.
(5)     ચમત્કારીક રીતે ધનવર્ષા–સમ્પત્તી પ્રાપ્ત કરવાની અપેક્ષા.
(6)     ભુત–પ્રેત કે પીતૃદોષમાંથી મુક્ત થવાની મનોવૃત્તી.
અન્ધશ્રદ્ધાના વેપારમાં ગ્રાહક–ઉપભોક્તાને ઉત્પાદન કે સેવાની ખરીદી માટે બે પ્રકારથી આકર્ષીત કરી શકાય છે. (1) વીજ્ઞાપન અને (2) વ્યક્તીગત વેચાણ.
(1)  વીજ્ઞાપન (Advertisement):
વીજ્ઞાપન શબ્દનું વીશ્લેષણ કરીએ તો તે વી+ જ્ઞાપન આ બે શબ્દનો બનેલો છે. ‘વી’નો અર્થ થાય છે–વીશેષ અને ‘જ્ઞાપન’નો અર્થ થાય છે – ખબર કે સુચના આપવી. આ વીજ્ઞાપનમાં નીચે મુજબ ચાર પ્રકારના માધ્યમોનો ઉપયોગ થાય છે :
(ક) પ્રકાશન માધ્યમ– (Print Media):
(1) વર્તમાન પત્રો (2) સામયીકો (3) ધાર્મીક પુસ્તકો અને (4) ચોપાનીયાં
આમાં અન્ધશ્રદ્ધાના ઉત્પાદન અને સેવાનો પ્રચાર વ્યક્તીગત જાહેરાતો અથવા લેખો દ્વારા કરવામાં આવે છે. જેમ કે સમાચારપત્રો અને સામયીકોમાં જ્યોતીષીઓ, મન્ત્રેલાં કે સીદ્ધ કરેલાં યન્ત્રોની વ્યક્તીગત જાહેરાતો પ્રસીદ્ધ કરવામાં આવે છે. તથા ફલીત જ્યોતીષ, સીદ્ધ કરેલાં યન્ત્રો, ભુત–પ્રેત–પીતૃદોષ વગેરેના લેખો અવારનવાર પ્રકાશીત કરવામાં આવે છે. ફલીત જ્યોતીષ, વ્રતકથાઓ, તીર્થયાત્રાનાં માહાત્મ્યના પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ કરવામાં આવે છે. ચમત્કારીક લાભો બતાવતાં ચોપાનીયાંનું વીતરણ કરનારને ફાયદો અને તેનું વીતરણ ન કરનારને મોટી હાનીનું વર્ણન આમાં હોય છે.
(ખ) વાયુ પ્રસારણ માધ્યમ– (Broadcasting):
(1) રેડીયો (2) ટેલીવીઝન (3) ઈન્ટરનેટ અને (4) મોબાઈલ.
ટેલીવીઝનનો ઉપયોગ વધવાથી રેડીયોમાં અન્ધશ્રદ્ધાના ઉત્પાદન અને સેવાનાં વેચાણની જાહેરાતો નહીવત્ પ્રસીદ્ધ થાય છે. પરન્તુ ટેલીવીઝનમાં વીવીધ ધારાવાહીકના પ્રારમ્ભમાં કે વચ્ચે આવતી જાહેરાતમાં અથવા 30 મીનીટના ખાસ કાર્યક્રમમાં ફલીત જ્યોતીષ, સીદ્ધ કરેલાં યંત્રો વગેરેની જાહેરાતો આવે છે. એટલું જ નહીં; હવે ઈન્ટરનેટ અને મોબાઈલમાં આવી અન્ધશ્રદ્ધાની માહીતી પ્રાપ્ત થાય છે.
વીશેષમાં રેડીયો – ટેલીવીઝનમાં આવતી ધારાવાહીક, ચર્ચા સભામાં અન્ધશ્રદ્ધા –ચમત્કારોને લગતી વાતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અન્ધશ્રદ્ધાનાં ઉત્પાદન અને સેવાનાં વેચાણ માટે ટેલીવીઝન પર આવતા પ્રાયોજીત કાર્યક્રમમાં હવે સીનેમા કે ટેલીવીઝનના નામાંકીત કલાકારોનો પણ સહયોગ લેવામાં આવે છે.
(ગ) ખરીદીકેન્દ્ર પરનાં માધ્યમો:
તીર્થસ્થાનમાં વારતહેવારે ભવ્ય વીજળીના ડેકોરેશન, પ્રસાદના ભંડારો વગેરે દ્વારા અન્ધશ્રદ્ધાળુ ભક્તોને આકર્ષીત કરવામાં આવે છે.
વીજ્ઞાપન દ્વારા અન્ધશ્રદ્ધાનાં ઉત્પાદન અને સેવા અંગેની જે માહીતી આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે નીચે મુજબની છેતરપીંડીની શક્યતા છે:
(1) ખોટી માહીતી:
ધનવર્ષા કે લક્ષ્મીવર્ષાના સીદ્ધ કરેલાં યન્ત્રથી તરત જ આર્થીક સ્થીતી સદ્ધર થઈ.
(2) જુઠી રજુઆત:
કીંમતમાં ધરખમ ઘટાડો રુ. 4,999/-ની કીંમતનું સીદ્ધ કરેલ યન્ત્ર ફક્ત રુ. 2,999/-માં આપવામાં આવશે.
(3) અતીશયોક્તી:
ફલીત જ્યોતીષ અને તેની વીધી દ્વારા 101% કે 150 % સફળતા.
(4) ખોટાં પ્રમાણપત્રો:
ટેલીવીઝનના પ્રાયોજીત કાર્યક્રમમાં સીનેમા વગેરેના નામાંકીત કલાકારો દ્વારા આપવામાં આવતાં સફળતાનાં પ્રમાણપત્રો.
(5) સાબીત ન કરી શકાય તેવાં વીધાનો:
નદીમાં સ્નાન કરવાથી કે તીર્થયાત્રા કરવાથી પાપ માફ થઈ જશે, મુક્તી મળશે, સ્વર્ગમાં સ્થાન મળશે.
(6) દ્વીઅર્થી શબ્દપ્રયોગ:
કેટલીક વાર જ્યોતીષીઓ એવા શબ્દોનો પ્રયોગ કરે છે તેનો અર્થ લાભદાયક અને હાનીકારક બન્ને રીતે થઈ શકે. જ્યોતીષી આગાહી કરે કે ‘આ વર્ષ તમારા માટે આર્થીક દૃષ્ટીએ લાભદાયક છે.’ આ શબ્દપ્રયોગ જે તેની અપેક્ષા પર આધારીત છે. જો કોઈની વાર્ષીક આવક રુપીયા પાંચ લાખ થાય. જો તેની અપેક્ષા રુપીયા ચાર લાખની જ હોય તો તેના માટે લાભદાયક છે અને તેની અપેક્ષા રુપીયા છ લાખ હોય તો તેના માટે હાનીદાયક છે. એક જ્યોતીષ આગાહી કરે છે કે ‘મુસાફરીમાં તમને અકસ્માત યોગ છે; પરન્તુ તમે બચી જશો.’ હવે તેને અકસ્માત થયો અને એક પગ ભાંગ્યો ત્યારે તેને કહેવામાં આવે છે કે ‘તમારા બે પગ કે બે હાથ ભાગ્યા નથી; એટલે તમે બચી ગયા !’
વ્યક્તીગત રીતે સેલ્સમેન દ્વારા જ્યારે અન્ધશ્રદ્ધાસેવાનું વેચાણ કરવામાં આવે છે ત્યારે તેના લાભાર્થી નીચેના મુદ્દાઓથી વીશેષ પ્રભાવીત થાય છે.
(1) ફલીત જ્યોતીષમાં વ્યક્તીગત માર્ગદર્શન આપી તેને હમદર્દી બતાવી માનવીય સ્પર્શ આપવામાં આવે છે.
(2) ફલીત જ્યોતીષ કે ભુત–ભુવાનાં મથકો કેન્દ્રો કે ઓફીસ તેમના વ્યવસાયને અનુરુપ ભવ્ય હોય છે અને તેથી જ તેમની પ્રથમ મુલાકાતે આવતા ગ્રાહકો તેનાથી પ્રભાવિત થાય છે.
(3) ફલીત જ્યોતીષ કે ભુવાઓ ગ્રાહકોનાં દુ:ખ, દર્દો શાન્તીથી સાંભળે છે એટલે તેમને રાહતની અનુભુતી થાય છે.
સ્વામી વીવેકાનન્દ પરીવ્રાજક, દર્શનયોગ મહાવીદ્યાલય, રોજડનો જીવનોપયોગી એસ.એમ.એસ. છે– ‘પહેલા ધાર્મીક બનો પછી વીદ્વાન; કારણ કે ધાર્મીકતાનું મુલ્ય વીદ્યાર્થી વધારે છે. રાવણ ઓછો વીદ્વાન ન હતો; પણ તેણે અધાર્મીકતાને કારણે દંડ ભોગવ્યો.’ આજે આપણે જોઈએ છીએ કે શૈક્ષણીક, વૈદકીય (મેડીકલ), રાજકીય, ધાર્મીક(સમ્પ્રદાયના અર્થમાં) ક્ષેત્રે ઘણા બધા વીદ્વાનો છે; પરન્તુ તે સાચા ધાર્મીક ન હોવાથી આપણું વ્યક્તીગત, સામાજીક, રાષ્ટ્રીય કે માનવતાની દૃષ્ટીએ પતન થયું છે. બધ જ બીજાની મજબુરીનો લાભ ઉઠાવી ધનવાન બનવા પ્રયત્ન કરી રહ્યા છે.
વેદાદી શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા નીચે મુજબ છે.
1. જેનાથી ભૌતીક અને આધ્યાત્મીક ઉન્નતી થાય તે ધર્મ – વૈશેષીક દર્શન.
2. ધૃતી (ધૈર્ય), ક્ષમા, દમ (મનનું વશીકરણ), અસ્તેય (ચોરીનો ત્યાગ), શૌચ (સર્વ પ્રકારની પવીત્રતા), ઈન્દ્રીય નીગ્રહ, ધી( બુદ્ધી કે વીવેક), વીદ્યા (જ્ઞાનાર્જન), સત્ય અને અક્રોધ – આ ધર્મનાં દશ લક્ષણો છે. –મનુસ્મૃતી 4–92.
3. યોગદર્શનના યમ – અહીંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરીગ્રહ તથા નીયમ–શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણીધાન – યોગદર્શન.
પરન્તુ આજે મોટા ભાગની વ્યક્તી ધર્મસ્થાનોમાં જવું, તીર્થયાત્રા કરવી, વીવીધ પ્રકારના કર્મકાંડ કરવા, ઉપવાસ–એકટાણાં કરવા, વ્રત રાખવા વગેરેને જ ધર્મ માને છે. અન્ધશ્રદ્ધાના વેપારી વીદ્વાન છે તેઓ ઉપર દર્શાવેલ વૈશેષીક દર્શન, મનુસ્મૃતી, યોગદર્શન મુજબ સાચા ધાર્મીક નથી. એટલે પોતાના સ્વાર્થ માટે વ્યક્તી, સમાજ, રાષ્ટ્ર અને માનવજાતને અધોગતી તરફ ધકેલે છે. બીજું, જેઓ સાચા ધાર્મીક મુજબ પોતાનું જીવન જીવે છે અને પ્રજાને સત્ય સમજાવી અન્ધશ્રદ્ધામાંથી બચાવવા પ્રયત્ન કરે છે તેને ‘નાસ્તીક’ કોટીમાં મુકે છે ! આજે અધાર્મીક વીદ્વાનોની સંખ્યા દરેક ક્ષેત્રે વધતી જાય છે એ ચીન્તાનો વીષય છે.
આવા અન્ધશ્રદ્ધાના વેપારી કે તેમનો સમુહ, આર્થીક રીતે સમૃદ્ધ અને સંગઠીત બનતો જાય છે. તેમની સાથે અન્ધશ્રદ્ધાળુઓનો મોટો સમુદાય છે. લોકશાહીની પરીભાષામાં મતબેંક છે. બીજું, તેઓ રાજકીય પક્ષો કે રાજનેતાને ચુંટણી ફંડ મોટા પ્રમાણમાં આપે છે. આથી આજે આ અન્ધશ્રદ્ધાના વેપારીઓ સમૃદ્ધ, શક્તીશાળી, સંગઠીત બની ગયા છે અને તેમને રાજસત્તાની ઓથ પ્રાપ્ત છે. આથી તેઓ સામ, દામ, દંડ અને ભેદની સાચી કે ખોટી રીત રસમ અપનાવી સમાજમાંથી અન્ધશ્રદ્ધા નીર્મુળ કરવાનું જે આંદોલન ચાલી રહ્યું છે તેને રોકવા સક્ષમ બની બેઠા છે.
–નાથુભાઈ ડોડીયા
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી