Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

13 May 2016

ઘમ્મર વલોણું-૨૦

ઘમ્મર વલોણું-૨૦
મનગમતું કે અણ ધારેલ મળી જાય એટલે મનમંદિરમાં આરતીઓ થાય. હૈયું ખુશીમાં ગરકાવ થઇ જાય. મનઘટનો ઘુઘારવ ખીલવા લાગે. એવીજ રીતે ખુશીઓના ફુવારે સૌ ઝૂમવા લાગે છે. ખુલ્લા આકાશ નીચે ઉભા રહીને ખુશીને વાદળો સાથે શેર કરું છું. ગગનમાં વિરહતા પક્ષીઓને પણ મારો રઘવાટ દર્શાવું છું. ઝૂમતો ઝૂમતો આગળ નીકળી જાઉં છું અને ખળ ખળ વહેતા ઝરણાં પાસે બેસી જાઉં છું. એ ખળ ખળ વહેતું પાણી મારી ખુશીમાં સામેલ થઇ જાય છે. મીઠા ગાન કરતું આગળ વહે છે. મારી ખુશી જોઇને વાદળા પણ રોકાઈ જાય છે અને નીચે પાણી રૂપે આવવા તત્પરતા બતાવે છે.
વાહ, ફૂલ ક્યારીઓ પાસે જતાં તો ખુશી મઘમઘી ઉઠી. એક બાજુ મનોહર ખુશ્બુનો ધોધ વહે છે, તો મારા માંથી ખુશીના ફૂવારા. કોઈએ અમારી ખુશીની ખબર પતંગીયા વૃંદને આપી દીધી લાગે છે. એક આખું વૃંદ ઉડતું ઉડતું આવીને ગણગણ કરવા લાગ્યું. અત્યાર સુધી ખુશીના કેફમાં નાચતું મન શાંત ના રહી શક્યું : કેમ તમે લોકો પણ આજે ખુબ ખુશ છો ?
આથી વળતો પ્રવાહ પણ ખુશીને છીનવી લેવા વાળો હતો. : અમે તો હર એક પળે ખુશ થઈએ; તમારી જેમ એવું ના હોય કે અમુક પળે ખુશ હોય ! અમે તો વધુ ખુશ થઈએ કે જલતી જ્યોતે પડીને બળી મરીએ કે અંત !
મારે પણ મારી ખુશીનો અંત નહોતો લાવવો “ ના રે ના મિત્રો, એય મજાના ઝૂમો અને મનભરીને રસ ચૂસો. હું પણ ખુશ છું ને તમે પણ રહો.”
આજે તેઓ મને જોઇને વધુ ખુશ હતા “ હજી અમે તો જ્યોતમાં પડીને બળી જઈએ પણ હમણા ભમરાં ય આવશે. એ તો વળી અમારાથી આગળ. ફૂલોની પાંદડીઓમાં જ પુરાઈને જીવ આપી દેશે. છતાં પણ ખુશ તો ખરા જ……!”
હજી તેઓ કશું બોલવા જતા હતા પણ તેઓ તો આગળ નીકળી ગયા.
હું પણ આગળ ગયો કે હવાની લેરખીથી ઝૂમતી વનરાઈઓ દેખાઈ. ચારે બાજુ સૌ કોઈ ખુશ જ દેખાય છે. આકાશ સામે જોઇને હું મારી ખુશી બેવડી કરવા જુમવા લાગ્યો કે મારા પગ થોભી ગયા. કાનો સતેજ થયા. “ હવે તને ખ્યાલ આવ્યો કે સૌ કોઈ તને કેમ આજે ખુશ દેખાય છે ? ”
મેં અવાજ બાજુ જોયું “ ઓહ તમે ? સારું થયું આવી ગયા. બાકીનું વાક્ય પૂરું કરો પ્રભુ. “
થોડી વાર મારી સામે જોઇને વળી બોલ્યા “ કેમ કે તું આજે ખુબ ખુશ છે ? તમે લોકો ખુશ હોય ત્યારે જ તમે આવું મહેસુસ કરો છો. અને દુખ આવ્યું કે મારા દ્વાર ખટખટાવો છો. ”
મારાથી પણ બોલાયા વગર ના રહેવાયું “ પ્રભો, એ વ્યવસ્થા તો આપની જ બનાવેલી છે ને ? “ મેં કહ્યું કે તેઓ અંતર્ધ્યાન થઇ ગયા.
મુખવાસ :    માં એ દહીં વલોવીને માખણ કાઢ્યું. 
                   અને દિલ વલોવીને વ્હાલ આપ્યું.

મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય

મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય

Kaajal Oza, Patangએક સવારે આંખ ખૂલે, ત્યારે તમને ખબર પડે કે હવે તમારી પાસે સાત દિવસ છે… જીવવા માટે!
છેલ્લા સાત દિવસ…
અને જો તમને એમ લાગે કે તમારે આ સાત દિવસ ખુશી-આનંદથી, મજા કરીને, શાંતિથી વિતાવવા છે. કોઈ જિજીવિષા, કોઈ ઇચ્છાઓ, કોઈ ઝંખનાઓ એવી નથી, જે પૂરી નહીં થાય તો આ શરીર છોડવાનું અઘરું બની જશે…
જો તમને એમ લાગે કે તમે જે જીવ્યા છો તે ભરપૂર જીવ્યા છો.
જો તમને એમ લાગે કે તમારી આસપાસ જે કોઈ છે તે સહુને તમે પૂરા હૃદયથી ચાહ્યા છે, તમે કોઈની સાથે અન્યાય નથી કર્યો, તમારાથી આપી શકાય તે બધું જ તમે આ જગતને આપ્યું છે…
તો…
તમે પાંચસો રૂપિયાનો એક સ્ટૅમ્પપેપર મગાવીને દસ્તાવેજ કરી શકો છો કે તમે ‘સુખી’ છો.
Kaajal Oza Vaidya Australia
With a couple aged 83, 78 travelling at this age… Australia
‘સુખ’ એટલે શું? આવો સવાલ લગભગ દરેક માણસને, દરેક ઉંમરે થતો હોય છે. એક નાના બાળક માટે સુખ એટલે ઢગલો રમકડાં… એક યુવાન માટે સુખ એટલે સગવડો, વૈભવ, કારકિર્દી… એક પ્રૌઢ માટે સુખ એટલે સંતાનો, સારી પત્ની,
સત્તા અને સંપત્તિ… એક વૃદ્ધ માટે સુખ એટલે સ્વાસ્થ્ય, સગવડ અને શાંતિ…
એક સ્ત્રી માટે સુખ એટલે સલામતી? કે અઢળક સ્નેહ?
દરેક ઉંમરે, માણસે માણસે, દરેક મનમાં ‘સુખ’ની વ્યાખ્યા બદલાય છે.
અને છતાંય મોટા ભાગનાને પોતાના સુખમાં કંઈ ખૂટતું હોય એવું લાગે છે. મોટા ભાગના લોકોને લાગે છે કે ‘સામેનો’ માણસ વધુ સુખી છે!
‘સુખ શરીર સાથે જોડાયેલું છે કે મન સાથે?’ આવો સવાલ મને હંમેશાં થતો રહ્યો છે. ભૌતિક સુખોમાં તર-બ-તર માણસો દુ:ખી હોવાની ફરિયાદ કરે, તો જેની પાસે શાંતિ, સ્નેહ અને સલામતી હોય એવા લોકો સગવડો અને સંપત્તિઓ ખૂટતી હોવાની ફરિયાદ કરતા જોવા મળે છે!
‘સુખ’ એટલે અભાવની ગેરહાજરી?
‘સુખ’ એટલે સત્ય બોલવાની હિંમત? કશુંય ગુમાવવાનો ભય છોડીને જીવી શકવાની સહજતા!
‘સુખ’ એટલે સ્વતંત્રતા? ફાવે તે કરવાની કે મનગમતું જીવવાની છૂટ?
‘સુખ’ એટલે જે છે તેનો આનંદ… અને જે નથી તેને વિશે અફસોસ નહીં કરવાની આવડત?
આજે વાચકોના અઢળક પ્રેમ અને લોકપ્રિયતાના ‘લેબલ’ સાથે જિંદગીના ચાર દાયકાથી વધુ સમય જીવીને જ્યાં ઊભી છું ત્યાં મને એવું સમજાયું છે કે ‘સુખ’ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંધ જ નથી… ઈર્ષ્યાનો પણ નહીં! જે ક્ષણે આ સત્ય સમજાય છે એ ક્ષણે જિંદગીના બધા જ સવાલોના જવાબો આપોઆપ પોતપોતાના ખાનામાં ગોઠવાવા લાગે છે.
તમે જે મેળવવા માટે દોડતા રહ્યા હો — લગભગ હાંફી જાવ ત્યાં સુધી હાથ લંબાવી લંબાવીને, બૂમો પાડીને, આંખમાં આંસુ સાથે જે માગતા રહ્યા હો એ બધી જ વસ્તુનો તમારી સામે ઢગલો થાય, છતાંય તમને આંખ ઉઠાવીને એના તરફ જોવાનીય ઇચ્છા ન થાય એવી સ્થિતિ આવી જતી હોય છે… આ સ્થિતિને સુખ કહેવાય કે નહીં એની મને ખબર નથી, પરંતુ એ સ્થિતિ આવે છે ત્યારે એટલું ચોક્કસ સમજાય છે કે અત્યાર સુધી જે જીવ્યા, એ બધું જ કુલ મળીને સરવાળે સુખ, અને ફક્ત સુખ જ હતું. નજર પર એક ચશ્માં હતાં — જરૂરતોનાં, છે એનાથી વધારે મેળવવાનાં, જે નથી તે પામવાનાં…
સમયે આ ચશ્માં ઉતારી નાખ્યાં ત્યારે સમજાયું કે સુખ તો નજરમાં જ હતું. આંખની આગળ એક પડ હતું, જેણે નજરને સાચું જોવા દીધું જ નહીં, કદાચ!
with Tarak Mehta
with Tarak Mehta
આજે લાગે છે કે સુખ એટલે મન સાથેની મિત્રતા — એવી મિત્રતા જેમાં સંપૂર્ણ સ્વીકાર હોય. ગમા-અણગમા વગરની એક એવી મન:સ્થિતિ જેમાં સાક્ષીભાવે બનતી ઘટનાઓને જોઈ શકાય.
આનો અર્થ એવો નથી કે આંખમાં આંસુ ન આવે… આનો અર્થ એવો પણ નથી કે ગુસ્સો ના આવે… એવો પણ નહીં જ કે કશું મળે ત્યારે એની કિંમત ન હોય કે મેળવવાની ઇચ્છા ન જાગે…
હું જે મન:સ્થિતિની વાત કરું છું એ હરિવંશરાય બચ્ચનના શબ્દોમાં કહીએ તો, ‘મન કા હો તો અચ્છા, મન કા ન હો તો ઓર ભી અચ્છા.’
‘મારા સુખ’ની વાત કરતી હોઉં ત્યારે મારે એક નજર મારા અભાવો પર નાખવી પડે. અંધારાને યાદ કરીએ ત્યારે જ અજવાળાનું મૂલ્ય વધુ સ્પષ્ટતાથી સમજાય છે. ક્યારેક વિચારીએ તો સમજાય કે જો અંધારું ઓળખાયું જ ના હોત તો આજનું અજવાળું આટલું રૂપાળું લાગ્યું હોત? મારા ઉછેરથી શરૂ કરીને મારી જિંદગીના ચાર દાયકા એક રોલરકોસ્ટર રાઇડ જેવા રહ્યા… ક્યારેક ઉપરની તરફ સડસડાટ ચડતી ટ્રોલી, તો ક્યારેક તમને ‘અપસાઇડ ડાઉન’ કરીને ગભરાવી મૂકે એવો સમય.
બાળપણમાં લાગતું હતું કે મિત્રો પાસે વધારે વસ્તુઓ છે… એમનું કુટુંબજીવન મારા કરતાં જુદું છે. એમની મમ્મીઓ એમને માટે જે કંઈ કરે છે એવું તો કંઈ મારા માટે થતું નથી! મારા બાપુ સાંજે ઘરે આવતા નથી. અમે દર રવિવારે ફરવા જતાં નથી. ચોથા ધોરણમાં મને વિમાનમાં એકલી બેસાડીને મુંબઈ મોકલી દેવાઈ હતી — ‘ડર’ સાથે મારી ઓળખાણ થઈ જ નહીં. ‘દીકરી’ તરીકે મારા ઉછેરમાં જે કંઈ ‘જુદું’ હોવું જોઈએ એવું મારી સાથે થયું નહીં. ‘છોકરી’ અથવા ‘ભવિષ્યની સ્ત્રી’ તરીકે મને કોઈએ અમુક—તમુક વાતો શીખવી જ નહીં! આને કારણે એવું થયું કે મારી ‘સુખ’ની વ્યાખ્યાઓ આજે પણ બીજી સ્ત્રીઓ કરતાં જુદી છે! પતંગ, દુપટ્ટા, રમકડાં, રંગો કે ફટાકડાને બદલે મને પુસ્તકો આપવામાં આવ્યાં. એ વખતે મારી વ્યાખ્યા ‘વસ્તુઓ એટલે સુખ’ એવી હતી કદાચ! એટલે અભાવ સુખ ને દૂર ધકેલતો રહ્યો.
યુવાનીમાં, સંબંધોની શોધમાં… ‘પ્રેમ’ને પામવા માટે ખૂબ પ્રયાસ અને પ્રવાસ કર્યો. હાંફી જવાય એવી દોડ, પગ છોલાઈ જાય એવા રસ્તા અને શોષ પડે એવી તરસ સાથે જાણીતા-અજાણ્યા, સમજાય તેવા — ન સમજાય તેવા રસ્તાઓ પર ખૂબ ભટકી ત્યારે ‘સુખ’ની વ્યાખ્યા સંબંધોથી શરૂ થઈને, સંબંધોમાં જ પૂરી થઈ જતી હતી. ‘કોઈ’ મને સુખી કરી શકશે એવા ભ્રમ સાથે મેં ઘણા દરવાજા ખખડાવી જોયા. કેટલાક ખૂલ્યા ને કેટલાક બંધ રહ્યા… કેટલાકની ડોકાબારીઓ ઊઘડી, તો કેટલાક ખૂલેલા દરવાજામાંથી પ્રવેશીને મેં એ ઘરોની મુલાકાત લીધી… કેટલાંક ઘરોમાં વસી જોયું. પણ, મારી સૂટકેસ ક્યારેય ખાલી કરી જ નહીં! આગળ પ્રવાસ કરવાનો છે એવી મને ખબર હશે?
પલાંઠી વાળીને… ‘હવે અહીંથી ક્યાંય નથી જવાનું’ એવી નિરાંતથી હું ક્યાંય ગોઠવાઈ શકી જ નહીં. આને માટે મારા પ્રવાસમાં મને મળેલા સહપ્રવાસીઓને દોષ દેવાને બદલે મારી અંદરના ઉચાટ અને અભાવને જ જવાબદાર ઠેરવવાનું આજે મને વધારે યોગ્ય લાગે છે. એમ કહેવાય છે કે કેટલાકના પગમાં ચક્કર હોય છે… મેં ક્યારેય મારાં તળિયાં તપાસ્યાં નથી, મારા પગમાં પણ એક આવું ચક્કર હશે એમ માનું છું! હસ્તરેખા ઘણી વાર તપાસી છે. ઉકેલતાં નથી આવડતી તેમ છતાં મારી હસ્તરેખાને મેં સમયસમયાંતરે બદલાતી જોઈ છે… જે રેખાઓ અધૂરી લાગતી હતી એ ધીમેધીમે જાણે પોતાના નિશ્ચિત મુકામે પહોંચીને પૂરી થતી હોય એવું હવે અનુભવી શકું છું, આને સુખ કહેવાય?
મારા પગમાં ચક્કર છે...
મારા પગમાં ચક્કર છે…
‘લગ્ન’ નામના શબ્દ સાથે મારા મનમાં રોમૅન્ટિક કલ્પનાઓ કરતાં વધારે સલામતી જોડાયેલી હતી. કોઈ એક માણસ તમારી પૂરેપૂરી જવાબદારી લઈ લે એનું નામ ‘પતિ…’ આવા કોઈક હિન્દી સિનેમા અને નવલકથાઓએ મારા મનમાં રોપેલા ભ્રમ સાથે મેં ‘લગ્ન’ના વિસ્તારમાં દાખલ થવાનું નક્કી કર્યું. લગ્ન મને ‘સુખ’ આપશે એવી મને ખાતરી હતી, પરંતુ કાચી સમજને કારણે એવો ખ્યાલ નહોતો કે એ.ટી.એમ.માંથી તો જ પૈસા મળે, જો તમે ખાતામાં જમા કરાવ્યા હોય. ડૅબિટકાર્ડ ત્યાં સુધી જ વાપરી શકાય, જ્યાં સુધી તમારા ખાતામાં બૅલેન્સ હોય…
જમા કરાવવાના નામે કદાચ મેં કશું નહીં જ કર્યું હોય… એટલે, એક દિવસ મારું ડૅબિટકાર્ડ રિજેક્ટ થઈ ગયું. દુ:ખ થયું, પણ સત્ય સમજાયું એનો આજે આનંદ છે. બીજી વ્યક્તિ આપણને સુખી કરી શકશે એવી અપેક્ષા સાથે જે સંબંધમાં દાખલ થઈએ એ સંબંધને આપણે અજાણતાં એટલો અધિકાર આપી દઈએ છીએ કે એ વ્યક્તિ આપણને ઇચ્છે ત્યારે દુ:ખી કરી શકે… કોઈ આપણું ધ્યાન રાખે, કોઈ આપણી ઇચ્છા પૂરી કરે, કોઈ આપણને સમજે, કોઈ આપણને વહાલ કરે એવી ઇચ્છા રાખવાનો આપણને સહુને અધિકાર છે, પણ આવી ઇચ્છા રાખતી વખતે આપણે બધા કન્વિનિયન્ટલી ભૂલી જઈએ છીએ કે સામેની વ્યક્તિને પણ આ જ બધી ઇચ્છાઓ હોઈ શકે!
લગ્ન પાસેથી શું જોઈએ છે અને હું લગ્નને શું આપી શકું એમ છું એ સમજ આવી ત્યાં સુધીમાં ‘લગ્ન’ પૂરું થઈ ગયું… એ શબ્દની બહાર નીકળીને પણ અમે ઉત્તમ મિત્રો તરીકે સાથે રહીએ છીએ. સારાં માતાપિતા છીએ અને ‘જીવનસાથી’ શબ્દને હજી સુધી તો વળગી રહ્યાં છીએ. આ સમજને ‘સુખ’ કહેવાય?
શબ્દનો હાથ પકડીને પહેલું ડગલું ભર્યું ત્યારથી શરૂ કરીને સાદી ભાષામાં જેને ‘સફળતા’ કહેવાય ત્યાં સુધી પહોંચવામાં મારી સાથે રહેલા બધા જ સહપ્રવાસીઓ સાથેના મારા સંબંધો ઘણા ઊબડખાબડ રસ્તેથી પસાર થયા છે. મારી તમામ વિચિત્રતાઓ, અસલામતીઓ, પ્રશ્નો અને પીડાઓમાંથી પસાર થતી વખતે સૌએ મને સાચવી લીધી. પગ પછાડીને કરાયેલી મારી માગણીઓને એમણે યથાશક્તિ—મતિ પૂરી કરી… આ એવા લોકો છે, જેમને હું સ્નેહી કહી શકું, સ્વજન કહી શકું, પ્રિયજન પણ કહી શકું… કશું ન પણ કહું તોપણ એ મારા માટે બહુ જ અગત્યના છે. મિત્રો છે — સખીઓ છે, સાથીઓ છે અને સહપ્રવાસીઓ છે… દરેક શહેરમાં એક ઘર ઊભું થઈ શક્યું છે. અનેક આંખોમાં હું પહોંચું ત્યારે આવકાર, નહીં તો મારી પ્રતીક્ષા અનુભવી શકું છું. ટેલિફોન પર ‘આઈ મિસ યુ’ કહેનારા મને મારા અભાવોમાંથી એક ઝાટકે બહાર ખેંચી કાઢે છે. આંખ મીંચું તો સડસડાટ પસાર થઈ જાય એવા અનેક ચહેરાઓની હાજરી મારી જિંદગીને ભરી દે છે! એને ‘સુખ’ કહેવાય?
આર્થિક સ્વતંત્રતા, પ્રસિદ્ધિ, મારા નામે ઘર કે ગુજરાતી લેખક પાસે ભાગ્યે જ હોય એવી લાઇફસ્ટાઇલ પછી આજે જ્યાં ઊભી છું ત્યાંથી પાછળ વળીને જોઉં છું તો સમજાય છે કે હું જ્યારે જ્યારે મારી રોલરકોસ્ટર રાઇડમાંથી નીચે પડી ત્યારે ત્યારે કોઈ એક વ્યક્તિ કુશન લઈને પહેલેથી જ ત્યાં ઊભી હતી!
Kaajal Oza Vaidya
જેટલી વાર હું ધ્રુસકે ધ્રુસકે રડી એટલી વાર કોઈ એક ખભો — કેટલીક વાર એકથી વધારે, મને માથું મૂકવા માટે મળ્યા જ છે!
જ્યારે મને લાગ્યું કે હું એકલી છું… એ ખરી બપોર હોય કે અડધી રાત… ટેલિફોન પર કે આંખમાં આંખ નાખીને, મારો હાથ પકડીને કે મને ખોળામાં માથું મુકાવીને… મને વહાલથી ભેટીને કે મારા વાળમાં હાથ ફેરવીને મને ‘અસહ્ય’ લાગતી મારી સમસ્યાને સાંભળનારી… એમને સમજાય તેવો ઉકેલ આપનારી, મને ચાહનારી વ્યક્તિઓ કાયમ મારી આસપાસ હતી. આજે પણ છે! એને ‘સુખ’ કહેવાય?
મારી નવલકથા ‘કૃષ્ણાયન’માં મેં કૃષ્ણના જીવનના છેલ્લા કલાકો વિશે લખ્યું છે… ‘કોઈ પણ માણસ જે આટલું અદ્ભુત જીવ્યો હોય, આટલી બધી ઘટનાઓ અને જીવનના સડસડાટ વહેતા પ્રવાહ સાથે વહીને જીવ્યો હોય એ માણસ જ્યારે દેહ ત્યાગે ત્યારે એની લાગણી કેવી હોય? શું એ ફરી પાછો વળીને પોતાના ભૂતકાળને એક વાર જોતો હશે? જિવાઈ ગયેલા જીવન સાથે કોઈ ફેરબદલ કરવા માગતો હશે? એને આ જ જીવન ફરી જીવવાનું કહેવામાં આવે તો એ આ જ રીતે જીવે કે જુદી રીતે?’
આજે મને એક સવાલ થાય છે કે કોઈ મને ‘ઇવાન ઓસોકિન’ ની જેમ ફરી જીવવાનું કહે તો હું આવું જ જીવું?
જવાબ છે — હા.
મને જો એમ કહેવામાં આવે કે હવે મારી પાસે જિંદગીના થોડાક જ — છેલ્લા કલાકો છે તો હું મારી ઓફિસમાં જઈને મારી છેલ્લી નવલકથાનું છેલ્લું પ્રકરણ પૂરું કરવાનું પસંદ કરું. મારાં બધાં જ બુકકવર ફાઇનલ કરી નાખું અને મારા ચાલુ ડેઇલી સોપના આવતા મહિનાના શેડ્યૂલના વીસ હપતા તો પૂરા કરી જ નાખું!
જેટલા લોકોને મારે ‘થેંક યુ’, ‘આઈ લવ યુ’ કે ‘સોરી’ કહેવાનું બાકી છે, એ બધાને ફોન પર કે રૂબરૂ કહી દઉં.
અને, એક વાર મારાં મા-બાપને, મારાં સાસુ-સસરાને, સંજય અને તથાગતને કહું, ‘તમને મેળવીને મેં સતત સુખ જ મેળવ્યું છે. તમને જે જોઈતું હતું એ આપી શકી છું કે નહીં એની મને ખબર નથી, પરંતુ તમે જેને ‘સુખ’ કહી શકો તે આપવાનો મેં સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આપણી વ્યાખ્યાઓ જો એક નહોતી તો એ માટે આપણે કોઈ જવાબદાર નથી!’
હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે… જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે… હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે… જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.

વાચનને વફાદાર – બીરેન કોઠારી

વાચનને વફાદાર – બીરેન કોઠારી

ગાંધીજીએ ‘કોશિયા’ને પણ સમજાય એવી ભાષા વાપરવાનું સૂચન કર્યું હતું. જાણેઅજાણે ઘણા લેખકો પોતપોતાની સમજણ મુજબ આનો અમલ કરી રહ્યા છે. ઘણા તો આગળ વધીને ‘કોશિયો’ બોલે એવી ભાષામાં લખે છે, તો ઘણા બિરાદરો ભારતના નહીં, પણ અમેરિકા કે ઈન્‍ગ્લેન્‍ડના ‘કોશિયા’ઓને ધ્યાનમાં રાખીને આખાંને આખાં અંગ્રેજી વાક્યો ગુજરાતી લખાણોમાં ઘૂસાડી રહ્યા છે. પોતે કલ્પી લીધેલા ‘અર્બન યુથ’ સાથે આવી ‘ગુજલીશ’ ભાષા થકી વધુ ‘કનેક્ટ’ થઈ શકાશે એવી દલીલ આમ લખનારા મોટે ભાગે કરે છે. એ વાત અલગ છે કે શહેરમાંય એવી ભાષા ભાગ્યે જ કોઈ બોલતું હોય છે. આમ લખનારને એ વિચાર ભાગ્યે જ આવતો હશે કે અંગ્રેજી ન જાણતો હોય, અથવા દૂરદરાજનાં ગામડાંઓમાં રહેલો વાચક એની સાથે શી રીતે તાદાત્મ્ય અનુભવશે. હા, આવું લખનારનો પરિચય કુકેરીમાં રહેતાં ડાહીબેન પી. પરમાર સાથે થયો હોય તો વાત જુદી છે.
સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૪ના ગુરુવારે બપોરે ટૂંકી બિમારી પછી જેમનું અવસાન થયું, એ ડાહીબેન પરમાર એક વિશિષ્ટ વાચક હતાં. ચીખલી તાલુકાના કુકેરી ગામે રહેતાં ડાહીબેન નિવૃત્ત શિક્ષીકા હતાં. નિવૃત્ત થયા પછી વાચનનો શોખ તેમણે ચાલુ રાખ્યો હતો. નિવૃત્તિ પછીની પેન્‍શનની મર્યાદિત આવકમાંથી તે પુસ્તકો ખરીદતાં, વાંચતાં અને વંચાવતાં. તેમના પતિ ચંદ્રસિંહ પરમાર પણ નિવૃત્ત શિક્ષક છે. સુરતના ‘સાહિત્યસંગમ’માંથી તે પુસ્તકો મંગાવે, અમદાવાદના ‘ગુર્જર ગ્રંથરત્ન’માં ઓર્ડર નોંધાવે કે ‘ગુજરાતમિત્ર’માં પ્રકાશિત થયેલું પુસ્તકનું અવલોકન વાંચીને કોઈ લેખક પાસેથી પણ પુસ્તક મંગાવવાનું હોય તો તે મંગાવે. પણ પુસ્તક મંગાવવા બાબતે ડાહીબેનની ચોકસાઈ એ હદની હતી કે પુસ્તક માટે પોતે મોકલેલાં નાણાં મળે એ પછી જ પ્રકાશક કે વિક્રેતાએ તેમને પુસ્તકો રવાના કરવાં એવો એમનો દુરાગ્રહની કક્ષાનો આગ્રહ. અને આવા આગ્રહની પાછળ તેમની સીધીસાદી એટલી જ સમજણ કે વાંચનમાં ઉધારી ન હોય. ચીખલીની નજીક, ઉમરા જવાના રસ્તે આવેલા કુકેરી ગામમાં પોસ્ટ ઑફીસ પણ નહીં. એ માટે તેમણે ખાસ ચીખલી જવું પડે. આવી વિપરીતતાઓ છતાંય ડાહીબેન પુસ્તકો ખરીદીને મંગાવતાં.
thumb2
સ્વ. ડાહીબેન પરમાર
પુસ્તક મળ્યા પછી તેના લેખક સાથે વાત કરીને તે પોતાનો અભિપ્રાય જણાવતાં. ગુજરાતી લખાણમાં ક્યારેક અંગ્રેજી શબ્દપ્રયોગો આવે એ તેમને સમજવામાં મુશ્કેલી પડતી. એક પુસ્તક વાંચ્યા પછી તેમણે બહુ સહજભાવે ટીપ્પણી કરતાં કહેલું, ‘એમાં અમુક અંગ્રેજી શબ્દો એમનાં એમ મૂક્યાં છે. અમારાં જેવાને એમાં હમજણ ની પડે. કૌંસમાં એનું ગુજરાતી લખ્યું હોત તો હારું થાત!’ એક સન્નિષ્ઠ વાચકે શીખવેલો કેટલો મહત્વનો પાઠ! કોઈ પણ લેખકે, ખાસ તો, અમુક જ વાચકવર્તુળને ધ્યાનમાં રાખીને લખતા લેખકે તો વિશેષપણે ગાંઠે બાંધી રાખવા જેવી આ બાબત છે.
ડાહીબેનનો વાંચનપ્રેમ સો ટચનો કહી શકાય એવો હતો. પોતે મંગાવેલું પુસ્તક વાંચી લીધા પછી પોતાનાં સગાંસ્નેહીઓના વર્તુળમાં વાંચવા આપવાને બદલે તેમને એ ખરીદીને મંગાવવા માટે સૂચન કરતાં. વાંચનારે ખરીદવાની પણ આદત કેળવવી જોઈએ, એવી એમની સમજણ. અને આ સમજણમાં એવો સમભાવ પણ ખરો કે વાચક ખરીદે નહીં તો લેખક કે પ્રકાશકનું કામ શી રીતે ચાલશે?
ડાહીબેનને કંઈ એવા મરમી અને વિદ્વાન વાચક ન કહી શકાય, કે જે પોતે કેટલું બધું વાંચ્યું છે એની દુહાઈઓ છાશવારે આપતાં રહે અને પોતાના વાચનપ્રેમનો રાગ આલાપીને વાહવાહી ઉઘરાવતાં રહે. પણ વાંચન પ્રત્યેની તેમની વફાદારી એવી હતી કે કોઈ તેમને પુસ્તક ભેટરૂપે આપે તો પણ એ તેનાં નાણાં ચૂકવી દે. પુસ્તક પૈસા ચૂકવ્યા વિના લેવાય જ નહીં, એવી સ્પષ્ટ સમજણ તેમનામાં હતી, અને આ સમજણનો કશી દાંડી પીટ્યા વિના તે અમલ કરતાં હતાં.
‘ગુજરાતમિત્ર’ સહિત અન્ય સ્રોતમાંથી તેમને નવાં કે સારાં પુસ્તક અંગેની માહિતી ડાહીબેન મેળવતાં રહેતાં. તેમને જે પુસ્તક મંગાવવા જેવું લાગે એ માટે ફોન વડે જે તે પ્રકાશક કે લેખકનો સંપર્ક કરે, સંબંધિત પુસ્તકની કિંમત પૂછે. સુરતનાં તેમજ અમદાવાદનાં પ્રકાશનગૃહોમાં પણ તે ફોન કરતાં, જેની સાથે વાત કરી હોય તેનું નામ યાદ રાખીને બીજી વખત નામથી જ વાત કરતાં. આને લઈને સામેની વ્યક્તિ સાથે બહુ ઝડપથી તે આત્મીયતા કેળવી લેતાં. તેમનો ખાસ આગ્રહ રહેતો કે પોતે મનીઓર્ડરથી નાણાં મોકલે, એ નાણાં પ્રકાશક કે વિક્રેતાને મળી જાય ત્યાર પછી જ તેણે પુસ્તકો મોકલવાં. તેમના આટલા પરિચય પછી કોઈ પ્રકાશક નાણાં મળતાં પહેલાં સીધેસીધાં પુસ્તકો મોકલી આપવાનું કહે તો ડાહીબેન ભડકી ઉઠે. તેમનો આગ્રહ એવો જ રહેતો કે પોતે મોકલેલાં નાણાં મળે એ પછી જ પુસ્તકો મોકલવાં. અમદાવાદના એક પ્રકાશકે તેમના પુસ્તકોનો હિસાબ દર વરસે એક વાર કરવાની ઑફર કરી ત્યારે તેમણે સ્પષ્ટપણે તેનો અસ્વીકાર કરી દીધો હતો.
આમ તો આ કંઈ એવી મોટી વાત કે મોટો ગુણ ન કહેવાય. પણ હોંશે હોંશે પુસ્તકો મંગાવ્યા પછી તેનાં નાણાં મોકલવાનું ‘ભૂલી’ જવાની આદત ઘણા લોકોને હોય છે. એકાદ-બે પુસ્તક મોકલ્યાં હોય તો તેનાં નાણાંની ઉઘરાણી કરતાં પુસ્તક મોકલનારને પણ સંકોચ થાય. આવા સંજોગોમાં ડાહીબેનની આ પ્રકૃતિ બહુ દુર્લભ જણાય.
પુસ્તક મંગાવીને વાંચ્યા પછી તે અચૂક એ વિષે વાત કરતાં અને પોતાને જે બાબત ન સમજાઈ હોય એ વિષે પૂછપરછ પણ કરતાં. વાતો કરવી તેમને બહુ ગમતી, એટલે ઘણી વાર પુસ્તક સિવાયની વાતો પણ લંબાણથી કરતાં. લેખક સાથે આત્મીયતાભરી વાતો ખરી, પણ તેમના લખાણ વિષેનો અભિપ્રાય તો સાચો જ કહેવાનો. એમાં શબ્દો ચોરવાનાં નહીં. આ તેમની પ્રકૃતિ! તેમનો વાચનપ્રેમ, વાચનનિષ્ઠા જોયા પછી લાગે કે આવા વાચકોને લેખકની હોય, એના કરતાં વધારે ગરજ લેખકોને આવા દુર્લભ વાચકોની હોય છે.

ઋણ સ્વીકાર…

ઋણ સ્વીકાર…
આજથી પચીસ છવ્વીસ વર્ષ પૂર્વે મારી મનોવહીમાંથી ડાયરીમાં અવતરેલા સંવાદ સ્વરૂપને ‘સાક્ષીભાવ’માં સંપાદિત કરવાનો સંયોગ શ્રી સુરેશભાઈના આગ્રહ અને સંકલ્પ સાથે સંકળાયેલ છે. મારા અંતરમનના ‘મા’ સાથેના સંવાદમાં પ્રગટ થતી મારા ભાવવિશ્વની અનુભૂતિ એમના કવિ હૃદયમાં લાગણીઓની ભીનાશ અને કર્તવ્ય તરફની મારી કર્મઠતા રૂપે ઝીલાઈ અને ‘સાક્ષીભાવ’ પ્રગટ કરવાનો એમનો પ્રેમાગ્રહ પ્રબળ બન્યો.
પ્રસ્તાવનાનું પોત ‘એક સમયની વાત—સનાતન’ એમણે પોતે જ તૈયાર કરી, મા જગદંબાને સંબોધીને કહેવાયેલી મારી હૃદયછૂટી વાતનો સરળ અને સહેલો રસાસ્વાદ રજૂ કર્યો છે. વળી ‘સાક્ષીભાવ’ના પ્રકરણો પરનાં અવતરણ બાબતે સુરેશભાઈ ખાસી જહેમત લઈ રહ્યા હતા. આ પુસ્તક પ્રગટ થવાની વેળાએ તેમની ગેરહાજરી સાલે છે. તેમની અનંતયાત્રાની સવારે જ તેમણે મારી સાથે ફોન પર વાત કરી એક લેખ લખવા આગ્રહ કર્યો હતો અને ‘સાક્ષીભાવ’ની પ્રગતિ વિશે પણ વાત કરી હતી.
ઇમેજ દ્વારા મારા સાહિત્યસર્જનને વેગ આપવામાં સતત સધિયારો પૂરો પાડનારા વડીલ સ્વ. સુરેશભાઈ દલાલનો ઉમળકો અને ઉત્સાહ મારા માટે અણમોલ અને સદાય સ્મરણીય બની રહેશે એ લાગણી સાથે ‘સાક્ષીભાવ’ના પ્રકાશન ટાણે એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એમનો ઋણ સ્વીકાર કરું છું. તથા શબ્દ સ્થપતિને શ્રદ્ધાંજલિ આપું છું.
Signature_of_Narendra_Modi

જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:
 www.e-shabda.com/blog

મા… આ કસોટીથી પણ હું ચિંતિત નથી

મા… આ કસોટીથી પણ હું ચિંતિત નથી.
તારી પાસે આશિષની કામના એટલા માટે જ છે કે
મારી પાસેથી બહુ જ અપેક્ષાઓ છે.
આ અપેક્ષાઓની પૂર્તિ કરવા માટે
હું જરાય ઊણો ન ઊતરું
તેવી શક્તિ અને ભક્તિની મને ચાહના છે.
આજનો સંપૂર્ણ દિવસ વ્યસ્ત રહ્યો.
પૂ. બાળાસાહેબજીનું માર્ગદર્શન પ્રેરક રહ્યું.
અનેક નવા સ્વયંસેવકોને પહેલી જ વાર
તેમનાં દર્શનનો લાભ મળ્યો હોય તેવું લાગે છે.
આજે ખાસ કોઈ વ્યક્તિગત પ્રવૃત્તિ નહીં.
પત્ર પણ નહીં, પ્રત્યુત્તર પણ નહીં.
સતત વ્યસ્તતા.
તા. ૦૮-૧૨-૧૯૮૬

…અંતર્મુખ જીવનની સુપ્ત મનીષાઓ પણ 
હવે ધોવાઈ જવાની છે.
33અંતર્મુખ જીવનના આનંદને મેં માણ્યો છે.
તેમાં એક તૃપ્તિનો સંતોષ હોય છે.
બહિર્મુખ જીવન કદાચ પ્રભાવી હશે
પરંતુ પ્રેરક નહીં હોય. બહિર્મુખ જીવન વ્યક્તિત્વની
આભા ઉપર કેન્દ્રિત થતું હશે, જ્યારે અંતર્મુખ જીવન
વ્યક્તિના અંતરભાવનું જ પ્રગટીકરણ હશે.
અંતર્મુખ જીવનને કોઈ ઘોંઘાટ નથી હોતો,
ત્યાં તો એક નીરવ શાંતિ હોય છે.
એક શાંત ઝરણું તેમાં નિરંતર વહ્યા કરતું હોય છે.
મહાનદની જેમ કદાચ સમગ્ર ભૂમિને
‘સુજલામ્ સુફલામ્’ કરવાનું સામર્થ્ય
આ ઝરણામાં નહીં હોય, પરંતુ આ શાંત ઝરણું
વેરાન ભૂમિને પણ જરૂર જીવંત બનાવી મૂકે છે,
તેનો પણ અનેરો આનંદ હોય છે.
ઝરણું એક સાતત્યપૂર્ણ નીરવ સંવાદને સર્જે છે.
જેમાં સંગીતની મધુરતા ઘુંટાતી હોય છે અને
ત્યારે જ તો માનવને ઝરણાની ઝંખના હોય છે.
22
કેટલો અલ્પ પ્રવાહ હોય છે!
નાદ નથી, નિનાદ નથી, સરોવર જેવી વિશાળતા નથી,
સાગર જેવું તૂફાન નથી, નદી જેવી ગતિ નથી,
છતાંય ઝરણું કેટલું આત્મસંતોષી છે!
તેની એ નાનકડી શક્તિ પણ કેટકેટલાને
પોતાનામાં અંકિત કરી લે છે.
હા… આ સઘળું અંતર્મુખ વલણને જ આભારી છે.
તેથી જ તો તેનું પ્રભાવક્ષેત્ર,
પ્રભાવની તીવ્રતા–સઘળું નહીંવત્ હોવા છતાંય
તેની પ્રેરણાશક્તિ કેટલી તો તીવ્ર હોય છે?
કશાયની કામના વગરની અખંડધારાનું જ એ પરિણામ છે.
તેની આ જીવંતતાની સુગંધ
ચોમેર નવજીવનની પ્રેરણા આપે છે.
મા… આ જ સઘળું સત્ય છતાંય
હું તેનાથી વિપરીત ડગ માંડી રહ્યો છું.
શાંત—સ્વસ્થ ચિત્તથી મુક્ત બની
ઘોંઘાટને શરણે જઈ રહ્યો છું.
મનમાં દ્વિધા નથી.
મા… હું જાણું છું. આ શરીરને હવે
એક નવા રંગમંચ ઉપર લઈ જવાનું છે.
નવા રંગમંચને અનુરૂપ તેની સાજસજ્જા કરવાની છે,
મન, બુદ્ધિ, હૃદય જેવાં શરીરનાં
આ સઘળાં અંગોને
હવે આ નવા રંગમંચને અનુરૂપ બનાવવાનાં છે.
મા… તારા આશિષથી એ પણ થશે જ.
ત્યાં પણ જીવંતતાની અનુભૂતિ કરાવવી જ રહી.
પણ આ મન, બુદ્ધિ, હૃદય–શરીરાંગો સઘળાં
તે જોડનાર એક આત્મતત્ત્વને જ હું તો વરેલો છું.
આ આત્મતત્ત્વને સહારે જ હવે તો તારી સાથેનું સંધાન રહેશે.
દુનિયાની નજરે હું કેવા રંગરૂપમાં પ્રગટીશ
તેનું મારે મન મહત્ત્વ નથી.
મારા અંતરમનની અખંડધારા તારી સાથેના
અતૂટ નાતાથી જોડાયેલી છે.
તેને કોઈ મુકામ, કોઈ વિરામ અસંભવ છે.
કદાચ મારી આ શ્રદ્ધા જ મને
અંતર-બાહ્ય પરિસ્થિતિમાં સુરક્ષિત રૂપે રાખશે.
તા. ૦૯-૧૨-૧૯૮૬
નરેન્દ્રભાઈ મોદીના જ અવાજમાં ઉપરોક્ત કાવ્ય વિડીયોમાં જુઓ
00:00
08:34

prakruti

20

… મારી પાસેથી કેટલી બધી અપેક્ષા છે!

… મારી પાસેથી કેટલી બધી અપેક્ષા છે!
મા… શું આ અપેક્ષા હું પૂર્ણ કરી શકીશ?
શું ખરેખર જે આશા, આકાંક્ષા અને વિશ્વાસ સાથે
મને આ કામ સોંપવામાં આવ્યું છે
તે હું પૂર્ણ કરી શકીશ ખરો?
કઠોર પરિશ્રમ કરી
મારી જાતને હું તે માટે સજ્જ કરી શકીશ?
એક તરફ મારા પ્રત્યે અમાપ વિશ્વાસ છે,
અનેક અપેક્ષાઓ છે…
આજે ગુજરાત ભણી મીટ મંડાણી છે,
દેશના લોકો પણ આ પ્રયોગને જોવા માટે થનગની રહ્યા છે.
ત્યારે ખરેખર હું સહુની આકાંક્ષાની પૂર્તિ માટેનું
નિમિત્ત બની શકીશ ખરો?
મા… તારા આશીર્વાદ વિના એક ડગલુંય ભરાય એમ નથી.
ક્યારેક હું પણ તત્કાલીન લાભ-ગેરલાભનું ચિંતન કરું છું.
અને ક્યારેક વ્યવહાર પણ કરું છું તેનું શું?
શું ખરેખર જીવનની ઊંચાઈને પામવાનો
મારો પ્રામાણિક પ્રયાસ છે ખરો?
દરેક રીતે વ્યક્તિત્વના વિકાસની
મારી મથામણ ચાલે છે.
શું સાર્વત્રિક દૃષ્ટિથી પ્રશ્નોને સમજવાનો
મારો પ્રયાસ છે ખરો?
અને જો નહીં હોય તો તેની ખોટ ભાવિ પર નહીં પડે?
મા… અંતરમનમાંથી એક તૂફાન ઊઠવું જોઈએ
તે હજી ઊઠયું નથી.
મારી નવી જવાબદારી અંગે
બાહ્ય વાતાવરણનું તોફાન
લગભગ શમી ગયું છે.
સહુનું આશ્ચર્ય, પ્રશ્નો વગેરે… હવે પૂર્ણતાએ છે.
હવે અપેક્ષાઓનો આરંભ થશે.
અપેક્ષાની વ્યાપકતા અને તીવ્રતા ખૂબ હશે,
ત્યારે મારા નવજીવનની રચના જ હજુ તો બાકી છે.
મા… અપ્રતિમ કષ્ટ કરવાનો સંકલ્પ છે.
પંદર વર્ષની સંગઠન-સાધનાને
અહીં રજૂ કરવા મોકળું મેદાન મળ્યું છે.
બીજા અર્થમાં કહું તો મારે મન
સંસ્કાર-વારસાનો આ કસોટીકાળ છે.
મા… તારા આશીર્વાદથી કસોટીમાંથી પાર ઊતરીશ જ.
જે જીવનને લોકો આજ સુધી
બાઇનોક્યુલરથી જોઈને આનંદતા હતા
એ જીવનને હવે સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાવાનું છે.
બાઇનોક્યુલરથી બાહ્ય સૌંદર્યને
પામવાની જ પેરવી હોય છે,
તેમાં જ એક તૃપ્તિ હોય છે.
સૂક્ષ્મદર્શક યંત્રથી જ્યારે
આ જીવન જોવાશે ત્યારે તે
ખરેખર પાર ઊતરશે ખરું?
ન જાણે કેટલાયે બિનઉપયોગી કોષોનો રાફડો
ગમા-અણગમાની તીવ્રતાઓ–
સઘળું વ્યાપકપણે દેખાઈ આવશે.

મા’ સાથેનો સંવાદ : ‘સાક્ષીભાવ’ – નરેન્દ્ર મોદી

મા’ સાથેનો સંવાદ : ‘સાક્ષીભાવ’ – નરેન્દ્ર મોદી

સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ તેનો પોતાના સ્વ સાથેનો, શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે.
નરેન્દ્ર મોદી પણ યુવાનીના દિવસોમાં ડાયરી લખતા હતા. ડાયરી તો આપણામાંથી ઘણા લખતા હશે, પણ આ ડાયરી જરા જુદી હતી. આ ડાયરી તેમના જગજ્જનની જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે હતી. તેમના પોતાના શબ્દોમાં “નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી.” તે સંવાદની એક ઝલક અને તે વિશે સ્વયં નરેન્દ્રભાઈના બે શબ્દો, લખાણની સાથે સાથે વિડીયો સ્વરૂપે નરેન્દ્રભાઈના જ અવાજમાં તેમાંથી બનેલ પુસ્તકસાક્ષીભાવમાંથી, ‘આજનો ઈ-શબ્દ’માં …

વહાલા વાચક મિત્રો, સપ્રેમ નમસ્તે.
સાક્ષીભાવે ‘સાક્ષીભાવ ’ આપના હાથમાં મૂકું છું.
આ કોઈ સાહિત્યરચના નથી, લગભગ પચીસ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની આ તો ભીનાશ છે. ઘણી વાર જાહેર જીવનમાં ખૂબ મોટા પડદે ઊપસતું વ્યક્તિનું ચિત્ર એટલું મોટું હોય છે કે, તેમાંથી માણસ શોધવાનું ફાવે જ નહીં. વળી ઇચ્છા પણ ન થાય. બીજી બાજુ, સામાન્ય માનવી તરીકેની જિંદગીનો આનંદ કંઈક ઓર જ હોય છે. મારો પાકો વિશ્વાસ છે કે, આપણા સહુની ભીતર એક તદ્દન સામાન્ય – સહજ માનવ વસતો હોય છે જે પ્રકૃતિદત્ત સકારાત્મક અને નકારાત્મક આવિર્ભાવથી પર નથી હોતો. ગુણ-અવગુણ, ઇચ્છા-અનિચ્છા, તૃષ્ણા-તૃપ્તિ, અનુરાગ-વિતરાગ, ભાવ-અભાવ, લાગણી-ઊર્મિ, વેદના-સંવેદના, ગમા-અણગમા, અપેક્ષા-આકાંક્ષા – તેનાથી કોઈ પર નથી હોતું. હું પણ તમારી જેમ ગુણ-દોષસભર સામાન્ય માનવી જ છું. બધાંની જેમ હું પણ મારા વ્યક્તિત્વના વિકાસની નિરંતર મથામણ કરતો રહ્યો છું.
ભૂતકાળમાં આ મથામણના ભાગ રૂપે એક સુ-ટેવ વિકસી હતી. નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી. પ્રત્યેક વરસે સમયાંતરે બે ચાર મહિને મારા ભાવવિશ્વને પ્રગટ કરતાં આવાં પાનાંને હું અનાસક્ત ભાવે સળગાવી દેતો. અગ્નિને શરણે જનારા આવા ભાવપત્રોની સંખ્યા કદાચ સેંકડોમાં થવા જાય.
એક વેળાએ આ બધું નષ્ટ કરતો હતો ત્યારે, મારા એક અંગત વડીલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના પ્રચારક આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાની બારીક નજર આ કાગળો પર પડી.
જગજ્જનની માને સંબોધીને લખેલા પત્રોમાંથી જે થોડા ઘણા બચી ગયા હતા તેને સાચવવા તેઓએ આગ્રહ કર્યો. તેમના પ્રેમપૂર્ણ આગ્રહને કારણે સચવાયેલાં આ ભાવપુષ્પ જે મેં જગજ્જનની માને ચઢાવેલાં તે આપના સમક્ષ રજૂ કરું છું. આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાનો પ્રેમપૂર્વકનો આગ્રહ ન હોત તો આટલાં પાનાં પણ ન સચવાયાં હોત! હું તેમનો આદરપૂર્વક
ઋણ સ્વીકાર કરું છું અને આ ‘સાક્ષીભાવ’ માનનીય શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાને અર્પણ કરું છું.
વહાલા વાચક મિત્રો, મારી અંદર વસતા એક સામાન્ય માનવીને તમારા હૃદયમાં સહજ રીતે
સ્થાન મળશે તેવો પૂરો ભરોસો છે.
જગજ્જનની માનાં ચરણોમાં પ્રણામ.
ઇતિ શુભમ્!
સૌનો
Signature_of_Narendra_Modi

real true

નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

(સંકલન શ્રેણી સામયિકના મે અંક માટે લખાયેલો લેખ)
એક તરફ ધોમધકતા સૂરજદાદા અને બીજી તરફ પાણીની સમસ્યા. ભારતમાં આ ઉનાળો આકરો ગુજરવાનો છે. ભારતનાં ૨૯ રાજ્યો છે. તેમાંથી ૧૩ રાજ્યો દુષ્કાળગ્રસ્ત છે. એટલે કે આ રાજ્યોમાં પૂરતો વરસાદ પડ્યો નથી. અને એમાં ક્લાયમેટ ચૅન્જના કારણે સતત વધતી જતી ગરમી. જેમ ક્રિકેટમાં હવે ૫૦ રનનું બહુ મહત્ત્વ નથી રહ્યું તેમ તાપમાનમાં સૂરજદાદાનો પારો ૪૦એ તો આરામથી પહોંચી જાય છે.
ભારતમાં ૨૫૬ જિલ્લા દુષ્કાળપ્રભાવિત છે. ઓડિશામાં તો શાળાઓ બંધ કરી દેવાઈ છે અને સમગ્ર ભારતમાં ગરમીના કારણે ૧૧૦થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડામાં પાણીનો કકળાટ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને જૂના દિવસોની યાદ અપાવી દે છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ જેવા મહાનગરોના અમુક વિસ્તારોમાં પણ પાણીનો કકળાટ સાવ વિરમ્યો નથી. ગામડાઓની તરફ તો હવે કોણ જુએ છે? દિલ્લી, અમદાવાદ જેવા મહાનગરોમાંથી થતું પત્રકારત્વ અને નેતાગીરીના કારણે ગામડાઓની સ્થિતિ આમ પણ દયનીય હોય છે. એવામાં જળસંકટ પણ અપવાદ નથી.
ગુજરાતમાં ૨૦૨ ડેમોમાંથી માત્ર બે જ ડેમોમાં ૬૦થી ૮૦ ટકા જેટલું પાણી રહ્યું છે. ૧૬૩ ડેમોમાં ૨૦ ટકા જેટલું જ પાણી બચ્યું હોવાના અહેવાલ છે. ગુજરાતના ઘણા ડેમોમાં તળિયાઝાટકની સ્થિતિ છે.
હૈદરાબાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એનસીઆર, ઑડિશા અને કેરળ વગેરે રાજ્યો પાણીની કટોકટી સામે ઝઝૂમી રહ્યા છે. સતત બે વર્ષથી નબળા ચોમાસાના લીધે આમ થયું છે. જળાશયોમાં પાણી ખૂટી ગયાં છે. પંપ અને ટ્યૂબ વેલ વગેરેને સમારકામ કરવા કે તેને પુનર્જીવિત કરવાના કામો બ્યુરોક્રસીમાં અટવાઈ પડતા હોય છે. હૈદરાબાદમાં ચાર જળાશયો સૂકાઈ ગયા છે. શહેરના અનેક ભાગો- ખાસ કરીને વિજયનગર અને બેગમપેટમાં પીવાના પાણીની જબરદસ્ત તંગી છે. કુતુબુલ્લપુર નગરપાલિકાના વિસ્તારોમાં ગોદાવરીનું પાણી પૂરું પડાય છે, પરંતુ તે પી શકાય તેવું નથી હોતું તેમ કહેવાય છે.
રાજસ્થાનમાં ૩૩ પૈકી ૧૯ જિલ્લા દુષ્કાળગ્રસ્ત છે. ૧૭,૦૦૦ ગામડાઓમાં ભૂગર્ભ જળ ઘટી જતાં તેઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.
મહારાષ્ટ્રનો લાતુર જિલ્લો એક સમયે (૧૯૯૩માં) ભૂકંપના કારણે ચર્ચામાં આવ્યો હતો અને અત્યારે પાણીની સમસ્યાના કારણે બેડાં રમખાણોમાં અનેકોનાં મૃત્યુના કારણે ચર્ચામાં છે. માત્ર લાતુરની જ વાત કરીએ તો, અહીં ચાર વર્ષથી ઓછો વરસાદ, પાણીની પાઇપલાઇનોમાં લિકેજ, નળની પૂરતી સંખ્યાનો અભાવ, માંજરા ડેમનું સૂકાઈ જવું વગેરે અનેક કારણો જળસંકટ માટે જવાબદાર છે. પરિણામે અહીં ટૅન્કરનો ધંધો કરનારાને મજા પડી ગઈ છે. અહીં પાંચ હજાર લિટરનું ટૅન્કર પહેલાં ૩૦૦-૪૦૦ રૂપિયામાં મળતું હતું તે હવે એક હજાર રૂપિયામાં મળે છે. જોકે તાજેતરમાં ટ્રેન દ્વારા લાતુરમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.
આવી સ્થિતિમાં માત્ર શુદ્ધ મનોરંજન, સટ્ટા અને કાળાં નાણાંને સફેદ કરવાના આડકતરા રસ્તા તરીકે યોજવામાં આવતી આઈપીએલ મેચોનો વિવાદ થયો. આમ તો સંવેદનશીલ નેતાઓ અને ક્રિકેટ બૉર્ડને જ ધ્યાનમાં આવવું જોઈતું હતું કે પિચ પર લાખો લિટર પાણી વેડફાય તે ઠીક નથી. પરંતુ એક સમાજસેવી સંસ્થાએ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી અને હાઇ કોર્ટે કડક થઈને કહ્યું એટલે હવે ૧મેથી આઈપીએલની મેચો મહારાષ્ટ્રની બહાર રમાડાશે. આ બધી સ્થિતિમાં જે લોકો ખૂબ જ લોકપ્રિય છે અને જેમના આચરણથી પ્રજામાં દાખલો બેસે છે તેમના પાણીના વેડફાટના કિસ્સા બહાર આવ્યા જેનાથી આ ગણમાન્ય લોકો પ્રત્યે અનાદરની ભાવના ઉત્પન્ન થાય. કેટલાક નેતાઓના એવા કિસ્સા બહાર આવ્યા કે તેમના હેલિપેડ માટે લાખો લિટર પાણી વેડફી નાખવામાં આવ્યું. આમાં કોઈ એક પક્ષના નેતા નથી. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની જેવા લોકપ્રિય ક્રિકેટર અને કપ્તાનના ઘરે સ્વિમિંગ પૂલ માટે રોજ ૧૫ હજાર લિટર પાણી પહોંચાડવામાં આવતું હોવાની રાંચીના લોકોએ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે અમારી પાસે પીવાનું પણ પાણી નથી અને ધોનીના ઘરે તરવા માટે આટલું બધું પાણી પૂરું પડાય છે.
પંજાબ અને હરિયાણા નદીના પાણી માટે ઝઘડી રહ્યા છે.  તેમની વચ્ચે સતલજ-યમુના લિંક કેનાલના પાણીની વહેંચણીનો ઝઘડો છે. અલબત્ત, આ બંને રાજ્યોમાં વિરોધી પક્ષોની સરકાર હોવાથી ઝઘડો નથી. બલકે, એક જ ગઠબંધન એનડીએની સરકારો છે. અગાઉ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણીનો ઝઘડો પણ જાણીતો હતો. આ અંગે ૧૬-૧૭ વર્ષ કાનૂની લડાઈ ચાલેલી અને છેવટે કેન્દ્ર સરકારે ટ્રિબ્યુન રચવી પડી. ટ્રિબ્યુને ૨૦૦૭માં જળ વહેંચણીની વ્યવસ્થા કરી આપી, પરંતુ તમિલનાડુ, કર્ણાટક ઉપરાંત કેરળ અને પુડુચેરી એમ ચાર રાજ્યો જે કાવેરીના પાણી પર કરે છે તેમણે આ કિસ્સામાં રિવ્યૂ પિટિશન કરવા નિર્ણય કર્યો છે, પરંતુ અત્યારે સ્થિતિ પ્રમાણમાં શાંત છે.
કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં તો ૧૫ એપ્રિલથી ૩૦ જૂન સુધી વહેલી સવારે ૫.૩૦થી ૯ વાગ્યા સુધીમાં જ્યારે પાણી પૂરું પડાતું હોય ત્યારે કાર ધોવા પર, બગીચાને પાણી પાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને આ પ્રતિબંધનો ભંગ કરનારાને દંડ કરવાની જોગવાઈ પણ કરાઈ છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે ત્રીજું યુદ્ધ પાણીના મુદ્દે લડાશે. આવામાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બૉર્ડનો એક રિપોર્ટ ચિંતા પેદા કરાવી દે તેવો છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં જે ઝડપથી પાણીનું સ્તર ઘટતું જઈ રહ્યું છે તે જોતાં વર્ષ ૨૦૫૦ સુધીમાં એવી સ્થિતિ આવશે કે ભારતે વિદેશથી પાણી મગાવવું પડશે! ૨૦૫૦ સુધીમાં વ્યક્તિ દીઠ પાણીની ઉપલબ્ધિ ૩૧૨૦ લિટર થઈ જશે.
વર્ષ ૨૦૦૧માં જમીનની અંદર પ્રતિ વ્યક્તિ ૫,૧૨૦ લિટર પાણી બચ્યું છે. ૧૯૫૧ના વર્ષમાં આ આંકડો ૧૪,૧૮૦ લિટરનો હતો. આનો અર્થ તો એ જ થયો ને કે ૧૯૫૧ની સરખામણીએ પચાસ વર્ષોમાં ભૂગર્ભ પાણીનો જથ્થો અડધો અડધ રહી ગયો. અનુમાન એવું છે કે ૨૦૫૦ સુધીમાં પાણીની ઉપલબ્ધિ ૨૫ ટકા જ રહી જશે.
પચાસ વર્ષોમાં ભૂગર્ભ પાણીનો જથ્થો અડધોઅડધ કેમ રહી ગયો? શું વરસાદ પડવાનો સાવ બંધ થઈ ગયો? ના. ઉલટાનું કેટલાંક વર્ષોમાં તો અતિવૃષ્ટિ થઈ હતી! ઑડિશાની જ વાત કરીએ તો ત્યાં સરેરાશ ૧,૫૦૨ મિમી વરસાદ પડે છે. આમ છતાં ત્યાં પણ ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર તંગી દર વર્ષે થવા લાગી છે. આ શું બતાવે છે?
આ જ રીતે સારો વરસાદ પડતો હોવા છતાં કેરળમાં પાણીની તંગી મુખ્યત્વે નબળા જળસંચય અને દૃષ્ટિવિહોણા આયોજનના લીધે છે.
આ બતાવે છે કે જળસંકટ માનવસર્જિત વધુ છે અને કુદરતનિર્મિત ઓછું છે. એક તરફ આપણે વૃક્ષો વગેરે કાપતા જઈ, એસી વગેરે યંત્રોના વપરાશ દ્વારા ઓઝોનનું સ્તર ઘટાડતાં જઈ ગરમીનું પ્રમાણ સતત વધારતા જઈએ અને વૃક્ષોના ઓછા પ્રમાણના કારણે વરસાદ ઓછો પડે. અને જ્યારે પડે ત્યારે તેમાંથી જળ સંચય ન કરીએ. પહેલાંના સમયમાં રાજા મહારાજા કૂવા ખોદાવતા, તળાવો નિર્માણ કરાવતા. હવે તો શાસકોને ભવ્ય ઈમારતો બનાવવામાં જ રસ રહી ગયો છે. સારા રસ્તા અલબત્ત જરૂરી છે. પરંતુ સાથે તળાવો, જળાશયો, ચેકડેમો પણ જરૂરી છે. ગુજરાતમાં થોડાં વર્ષો પહેલાં ચેકડેમો બાંધવાનું કામ સૌરાષ્ટ્ર બાજુ સારું થયું હતું જેના કારણે થોડી પરિસ્થિતિમાં ફરક આવ્યો પરંતુ વહીવટી કુશળતાના અભાવે પાણીની માથાકૂટ તો એટલી જ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ફ્લેટ-સોસાયટીમાં અત્યારે નવો બોર બનાવવાનો હોય તો વરસાદનું પાણી જમીનમાં ઉતારવું ફરજિયાત કરાયું છેજો ભૂગર્ભ જળને આ રીતે જમીનમાં ઉતારવાનું દરેક ફ્લેટ-સોસાયટી કરે તો બે ફાયદા છે: એક તો, ભૂગર્ભ જળનું સ્તર વધે અને બીજું, પાણી ભરાવાની સમસ્યા પણ ઘટે. પરંતુ ટૂંકી દૃષ્ટિના રહેવાસીઓને આ ખર્ચ પોસાતો નથી. અને એટલે આવી કોઈ સુવિધા કરતા નથી.
અમદાવાદમાં એકદંરે પાણીની ભરપૂર સુવિધા છે. ત્યાં પાણીનો વેડફાટ જે રીતે થાય છે તે જોતાં સૌરાષ્ટ્રમાંથી આવતા હોઈને પાણીની સમસ્યા જોઈ હોવાથી મન કચવાય. કામવાળાને નળ ચાલુ રાખીને જ વાસણ ધોવા અને કપડાં ધોવાની ટેવ! ના પાડીએ તો આવે નહીં. પરિણામે કામવાળાને જ ના પાડી દીધી!
પાણીના વેપારીકરણે પણ પાણીની સમસ્યા વધારવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ટૅન્કરમાફિયાની તો દિલ્લી જેવા પાટનગરમાં પણ જબરી રાડ હતી. અરવિંદ કેજરીવાલનું ચૂંટાવાનું એક કારણ આ પણ હતું.  ટૅન્કર ઉપરાંત ઠંડાં પીણાં, દારૂ, ક્લબોમાં થતા રેઇન ડાન્સ, હિન્દી ફિલ્મોમાં ફિલ્માવાતા વરસાદનાં દૃશ્યો, મિનરલ વૉટરની વેચાતી બૉટલો, પાઉચમાં વેચાતા પાણી આ બધાએ પણ પાણીની તંગીને તીવ્ર બનાવવામાં ઓછો ફાળો નથી આપ્યો.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી