મનગમતા સંવાદ-૨
“ મને તારી સહાય જોઈએ છે ”
“ હું પણ કોઈનાં કામમાં આવી શકું તે આજે જ જાણ્યું. ”
“ કેમ એવું બોલે છે ? ”
“ એટલે કે નાનો હતો ત્યાર થી મારા કપાળ પર એક લેબલ લાગ્યું છે. કે હું કશું ના કરી શકું, હું કોઈ કામ નો નથી. ”
“ કોઈ કહે એટલે તારે માની લેવાનું ? જો હા, તો મેં પણ તને કહ્યું જ છે. મારી વાત પણ માનીજા. ”
“ ચાલો હું માની લવ છું. પણ હું તો ભિખારી છું. લોકો પાસેથી ભીખ માંગીને જીવું છું. હું ભલા તમને કેમ કરીને સહાયરૂપ થઇ શકું ? મારો તો કોઈ પડછાયો પણ લેવા તૈયાર નથી. ”
“ એ બધું છોડ, તું મને મદદ કરીશ કે કેમ ? ”
“ ચોક્કસ કરીશ. તમે મને મદદ કરો, હું તમને મદદ કરીશ. ”
“ ઓહ તો તું મને બ્લેકમેલ કરીશ ? બોલ શું જોઈએ તારે ? મારા શરીર સિવાય કશું પણ માંગજે ”
“ મને તો એ પણ નથી ખબર કે તમે શું માંગશો, મને તો ખાલી એક ટંકનું ભોજન આપશો તો ખુશ થઇ જઈશ. ”
“ એ તો હું તને આપવાની જ હતી. તને અહી બોલાવ્યો જ છે ભોજન આપવા. પણ તારા ચહેરાનું તેજ અનોખું છે. ”
“ આ બીજી અને નવી વાત જાણી, મેડમ મને એ તેજની કોઈ અસર નથી દેખાઈ. મને જોઇને ઘણાં લોકો તો મ્હોં ફેરવી લે છે. હવે મને આદેશ કરો ”
“ તારી સાથે આટલી વાત કર્યા પછી મને એવું લાગે છે કે માંગવા સિવાય તારામાં એકેય ભિખારીના ગુણ નથી. ”
“ મને પણ એવું લાગે છે કે હું તમને મદદ રૂપ નહિ થઇ શકું. ”
“ ઠીક છે, ભોજન લેતો જા, કોઈ વાર પણ આ બાજુ આવે તો લેતો જજે ”
અને તે હસતે ચહેરે નીકળી ગયો
“ ભિખારી લાગતો નથી પણ છે ભિખારી !! હવે આને કેમ કરી ને કહેવું કે મરેલો ઉંદર પકડીને લઇ જાય ”