Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

4 June 2016

પાણી એક સમસ્યા

પાણી એક સમસ્યા

પાણીના પોકારો આજે  આપણને પાણી પાણી કરી રહ્યા છે.ત્યારે જાણો કેટલીક વાતો પાણી વિષે ......
v  આજે વિશ્વનો દર ત્રીજો તરસ્યો માનવી ભારતીય છે.
v  જગતભરના કરોડો લોકોના ગળા પાણીની તંગીને કારણે આજે સુકાવા માંડ્યા છે.
v  સુદાન નામના દેશમાં આજે પણ મહિલાઓ પાણી લેવા ૧૦ થી ૧૨ કી.મી.ની યાત્રા કરે છે.
v  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક મોઝણી મુજબ પૂર્વ આફ્રિકાની મહિલાઓ રોજની ૨૦ ટકા શક્તિ તો પાણી ભરી લાવવા ખર્ચી રહી છે.
v  મેક્સિકોની ઝુંપડપટ્ટીઓથી શરૂ કરી ચીનમાં ખેતરો સુધી પાણીના પોકારો પડે છે.
v  વિશ્વ સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ જગતના ૫.૫ અબજ લોકોમાંથી 3.3 અબજ લોકો લઘુત્તમ જરૂરીયાત જેટલું વ્યક્તિદીઠ રોજનું ૫૦ લીટર પાણી મેળવી શકતા નથી.
v  થોડાસમય પહેલાં અમદાવાદની સાબરમતી જેલમાં પીવાના પાણી બાબતે એક કેદી રવિ બારોટે બીજા કેદી ઈશ્વરની ક્રૂર હત્યા કરી નાખેલી.
v  આજે પાણીની પરબો નજરે જોવા મળતી નથી અને પાણી પાઉચ અને પ્લાસ્ટિકની બોટલોમાં કેદ થઇ ગયું છે.
v  કચ્છ,સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તથા દેશના ઘણાખરા ભાગોમાં પીવાના પાણીના જ નહીં પણ ન્હાવાના પાણીના પણ નાંણા ચૂકવા પડે છે.
v  પાણીના પ્રશ્ને દુનિયાના દેશો દેશો વચ્ચે તથા દેશોના રાજ્યો-રાજ્યો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આપણા દેશમાં કાવેરી જળ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.
v  ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીના પાણીની વહેંચણી બાબતે વિવાદ ચાલી રહ્યો છે.
v  ઈન્ડોનેશિયાના જાકાર્તામાં તેની વસ્તીના ૩૨ ટકા લોકો ફેરિયા પાસેથી શાકભાજીની માફક પાણી ખરીદે છે.
v  વિશ્વ બેન્કના તારણ મુજબ આવનારા સમયમાં જ્યારે વસ્તી બમણી થશે ત્યારે પીવાના પાણીની માંગમાં ૬૫૦ ટકા જેટલો વધારો થશે જે પાણીની કટોકટીને વધુ ભયંકર બનાવશે.
v  આજે જેમ “ઓઈલ” ને કારણે વિશ્વ સંગ્રામ ખેલાય છે તેમ આવનારા સમયમાં પાણી માટે દુનિયાના દેશો લડાઈના મોરચે પહોંચે તો નવાઈ નહિ.
v  આજે સમગ્ર વિશ્વમાં એક અબજ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે અંદાજે બે અબજ લોકોને સાફસફાઈ માટે પુરતું પાણી મળતું નથી જેને કારણે કરોડો લોકો અતિસાર અને કૃમિજન્ય રોગોથી પીડાય છે.
v  વિશ્વનાપ્રદુષણની સમસ્યામાં ગંદુ પાણી સૌથી ઊંચા સ્થાને છે.
v  યુનિસેફ દ્વારા પ્રગટ થયેલા અહેવાલ મુજબ ભારત પાણીની કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. ઈ.સ.૨૦૧૭ સુધીમાં ભારતમાં પાણીની તીવ્ર તંગી જ નહીં પણ મોટું સંકટ સર્જાશે.
v  માનવશરીર રચનામાં ૭૦ ટકા પાણીનો ભાગ છે તેમ પશુ-પંખીનાં શરીર માળખામાં પાણી અગત્યનું છે.

v  પાણી વિના જીવન જીવવું મુશ્કેલ નહિ અશક્ય છે. આજે વિશ્વ એકવીસમી સદીમાં ટેકનોલોજીમાં અગ્રેસર રહી ચંદ્ર,મંગળ,ગુરૂસુધી પહોંચ્યો છે પણ સુકાતા ગળાને પલાળવા જરૂરી પાણી માટે વલખા મારે છે ત્યારે આવનારા સમયમાં પાણી વિના જગતભરના જીવો તરફડીને મોતના મુખમાં ધકેલાય જાય તે પહેલા  આવો સાથે મળી ચિંતન કરીએ અને પાણીની સમસ્યાના ઉકેલ માટે વિચારીએ.
AArvind k.patel
SShree Saraswati high school Debhari 
Ta :Virpur
Di : Mahisagar

મ ન ગમતાં સંવાદો–૬

  ગમતાં સંવાદો
“ આજે કદાચ તું ના આવ્યો હોત તો હું તને ફરી કદી ના મળેત ”
“ તેં એવું કેમ માની લીધું કે હું નહિ આવું ? ”
“ ઘડીયાળાના કાંટા સરકીને આગળ નીકળી જાય, એના થી વધુ બીજું શું માનવાનું ? ”
“ ઓહ, કાશ તું મારી વાત માને ”
“ હું પણ એ જ કહું છું ને ! ”
“ હા, પણ વાત કહેવામાં કેટલો ફેર છે ? ”
“ અચ્છા તો એ કહે કે મારી વાત તને ખોટી લાગે છે ? ”
“ ના ડીયર, જેમ હું તને સમજી શકું છું; તેમ તું પણ મને સમજવાની કોશિશ કર ”
“ સાચું કહ્યું. હવે તો હું તને સમજવાની કોશિશ જ કરું છું. ”
“ ઓહ માય ગોડ, હવે તો વાત કોઈક બીજી જ દિશામાં જઈ રહી છે ”
“ વાત બીજી નહિ પણ સાચી દિશામાં જઈ રહી છે. ”
“ મતલબ કે હવે તો તને મારી વાતમાં પણ….. ”
“ પ્રેમમાં વિશ્વાસ અને સાથ એટલાં જ જરૂરી છે, જેટલા જીવવા માટે હવા અને પાણી ! ”
“ એક હાથથી તાલી ના પડે ડાર્લિંગ ”
“ સાચી વાત છે, બરાબર તાલી પાડવા માટે બેય હાથનું પરિવહન એક સરખું હોવું જોઈએ ”
“ તું સીધે સીધું કેમ નથી કહી દેતી ? ”
“ આ જ તો તારી પરીક્ષા છે, બાકી તો પ્રેમ કરવો અને પામવો અલગ અલગ એન્ગલ છે ”
“ ભૂમિતિ હું ભણ્યો નથી, પણ ગણિતમાં પાક્કો છું. ”
“ હા ખ્યાલ છે, ચલ જઈએ નહીતો ખોટા દાખલા ગણવા પડશે ”
મુખવાસ : પ્રેમ કરો, રહેમ કરો, પણ એનો ખોટો વહેમ ના કરો.

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!….ચિંતનની પળે – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!….ચિંતનની પળે – શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

મેં તો કહ્યું હતું પણ તું ન માન્યો!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ 
 
વો સૂફી કૌલ હોય યા પંડિત કા જ્ઞાન,
જિતની બીતે આપ પર ઉતના હી સચ માન.
–નિદા ફાઝલી

એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછયું કે, તમારે મને કોઈ સલાહ આપવી હોય તો કઇ સલાહ આપો? ફિલોસોફરે હસીને કહ્યું કે, કોઈને સલાહ ન આપવી!

બીજો એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે, લોકો એવું શા માટે કહે છે કે વડીલોની સલાહ માનવી જોઈએ. તમે શું કહો છો, વડીલોની સલાહ માનવી જોઈએ? સંતે કહ્યું કે, બિલકુલ માનવી જોઈએ, કારણ કે વડીલોએ ઘણી ભૂલો કરી હોય છે. તેની પાસે ભૂલોનો વધુ અનુભવ હોય છે.

સલાહ બહુ અટપટો સબજેક્ટ છે. ઘણા લોકોને સલાહ આપવાનો શોખ હોય છે. તમે પૂછો કે ન પૂછો એ સલાહ આપવા માંડે છે. સલાહ આપવાને એ પોતાની ફરજ સમજે છે. માત્ર ફરજ જ નહીં, અધિકાર પણ સમજે છે. પાછા એમ પણ કહે કે માનવું – ન માનવું તારી મરજી, આ તો મને એમ લાગ્યું કે મારે તને કહેવું જોઈએ એટલે હું તને કહું છું. હું તો તારું ભલું ઇચ્છું છું એટલે તને સમજાવું છું.

સલાહ વિશે સૌથી મોટી વાત એ છે કે જ્યાં સુધી કોઈ સલાહ ન માગે  ત્યાં સુધી સલાહ ન આપવી. કોઈ સલાહ માગે અને આપણું એમાં ધ્યાન ન પડતું હોય તો બહુ પ્રેમથી કહી દેવાનું કે ભાઈ મને આ વિષયમાં કંઈ ખબર નથી પડતી, બહેતર એ છે કે તું કોઈ એવી વ્યક્તિને પૂછ જેને આ વિષયમાં ખબર પડે છે. મોટા ભાગે માણસ પાસે કોઈ સલાહ માગે કે એ તરત જ પોતાને સૂઝે એ સલાહ આપી દે છે.

જિંદગીમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે માણસને સમજાતું નથી કે શું કરવું? આવા સમયે માણસ જેને સમજુ, ડાહ્યો,હિતેચ્છુ અને સ્વજન માનતો હોય એની સલાહ લે છે. ઘણીવખત માણસ સલાહ માગીને જ મૂંઝાઈ જાય છે, એટલી બધી સલાહ માગે છે કે પછી પોતે જ કંઈ નિર્ણય કરી શકતો નથી.

સલાહ વિશે એક સરસ અભ્યાસ થયો છે. આ અંગે એવું કહેવાયું છે કે અંતે માણસ એ જ સલાહ માનતો હોય છે, જે એ ઇચ્છતો હોય છે. માણસ એટલા માટે પૂછતો હોય છે, કારણ કે તે પોતે જે વિચારતો હોય છે એનું એન્ડોર્સમેન્ટ એટલે કે સમર્થન જોઈતું હોય છે. હું જે વિચારું છું એ સાચું છે એવો અભિપ્રાય એને જોઈતો હોય અને એ મળી જાય ત્યારે એ માની લેતો હોય છે.

એક ભાઈએ તેના સ્વજન પાસે એક મુદ્દે સલાહ માગી. એ સ્વજને સલાહ આપી. એ સલાહ યોગ્ય ન લાગી એટલે એ ભાઈએ સલાહ ન માની. સમય વીત્યો. પેલા ભાઈને થયું કે, મેં સ્વજનની સલાહ માની હોત તો સારું થાત. એ ભાઈ સ્વજન પાસે ગયા અને કહ્યું કે તમે મને સાચી સલાહ આપી હતી, હું ન માન્યો. પેલા સ્વજને કહ્યું કે, સલાહ ન માની તો ભોગવો. તમારા જેવા લોકો કોઈનું માનતા જ નથી. પછડાટ ખાય ત્યારે જ સમજે છે. આવી વાત સાંભળીને પેલા ભાઈને થયું કે મેં વળી ક્યાં ડાહ્યા થઈને આને સાચું કહ્યું, એક તો હાલત ખરાબ છે અને ઉપરથી ટોણા મારે છે.

સલાહ કોઈ માગે તો આપવામાં કંઈ ખોટું નથી પણ સલાહ આપનારે ક્યારેય સલાહ માગનારો એની સલાહ માને જ એવો આગ્રહ ન રાખવો જોઇએ. આપણે ઘણી વાર એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે કહીએ એ સલાહ લોકોએ માનવી જ જોઈએ. ન માને તો ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે. સાચો સ્વજન એ છે જે સલાહ આપે છે, જો સલાહ ન માને તો માઠું લગાડતો નથી અને કોઈ સલાહ ન માનવાની ભૂલ સ્વીકારે તો પણ એની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તે.

માણસની જેમ ઉંમર વધે તેમ એ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા લાગે છે. ઉંમરને અને સમજણને કંઇ લાગતું વળગતું નથી. ઘણી વખત નાની ઉંમરની વ્યક્તિની વાત પણ સાચી હોય છે. જો કે બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જે નાની ઉંમરની વ્યક્તિની સલાહ માંગે, માને અથવા તેનો આદર કરે. નાની ઉંમરના માણસ પાસે સલાહ માંગવા મોટું મન જોઇએ. કેટલા પિતા એવા હોય છે જે પોતાના પુત્રની સલાહ માગે છે? જા જા, તને શું ખબર પડે! નીકળી પડયો છે સલાહ આપવા! આખી દુનિયા સલાહ માગતી હોય છે પણ ઘરના લોકો જ વાત માનતા હોતા નથી.

સલાહ વિશે એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, સલાહ આપનારને ક્યારેક દોષ ન દો. એક ભાઈએ એક મુદ્દે તેના મિત્રની સલાહ માંગી. મિત્રએ તેની સમજ મુજબ સલાહ આપી. એ સલાહ ખોટી પડી. મિત્રએ ઝઘડો કર્યો. તમારા પાપે જ બધું થયું. તારી સલાહ માની એટલે જ મારે ભોગવવાનું આવ્યું. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તારા જેવાની સલાહ માંગી. સલાહ આપનારે શુભ ઉદ્દેશથી જ સલાહ આપી હોય છે પણ દરેક વખતે કોઈની સલાહ સાચી પડે એ જરૂરી નથી. આપણી નિષ્ફળતાનો દોષ કોઈના માથે ઢોળવો ન જોઈએ.

સલાહ વિશે એક મજાની જોક છે. એક દીકરાએ એના બાપને પૂછયું કે મારે રાજકારણી થવું છે, શું કરવું જોઈએ? બાપે કહ્યું કે તું પહેલા માળે જા અને અગાશી પરથી કૂદકો માર. દીકરાને થયું કે પિતાજી કંઈ ખોટું થોડું કહે.એ ઉપર ગયો અને ઠેક્ડો માર્યો. દીકરાનો પગ ભાંગી ગયો. પિતાએ કહ્યું કે, તારે રાજકારણી થવું છે ને?તો પહેલી વાત એ કે સગા બાપની વાત પણ ન માનવી! ટાંટિયો ભાંગ્યો ને! તને સમજ નથી પડતી કે ઉપરથી પડીએ તો પગ ભાંગે! આડકતરી રીતે આ રમૂજી કિસ્સા પરથી એ જ સમજવાનું છે કે કોઈની સલાહ આંખો મીંચીને માની લેવી ન જોઈએ. પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ.

દરેક વખતે સલાહ માંગવાનું પણ વાજબી નથી. હા,ઘણી વખત આપણું ધ્યાન પડતું નથી. આવા સમયે માણસે પોતાના દિલની વાત સાંભળવી જોઈએ. દરેક માણસ પોતાનું સારું-નરસું વિચારતો જ હોય છે.ક્યારેક કંઈ મૂંઝવણ થાય તો થિંક ઓફ વર્સ્ટ. વધુમાં વધુ શું થઈ શકે એમ છે? સાહસ કરવાવાળાઓએ બહુ ઓછી સલાહો માંગી છે. તમારો નિર્ણય તમારાથી સારો કોઈ જ ન લઈ શકે. તમે જ તમારા સલાહકાર બનો. તમારી પરિસ્થિતિ, તમારા સંજોગો અને તમારી માનસિક્તા તમે જ સારી રીતે સમજી શકો. જિંદગીમાં દરેક નિર્ણય સાચા પડતાં નથી. કોઈ નિર્ણય ખોટો પડે તો પણ અફસોસ ન કરો.

અને હા, કોઈ સલાહ માંગે ત્યારે માત્ર સલાહ ન આપો, સાથ આપો. કારણ કે સલાહ ખોટી પડી શકે છે, સાથ નહીં!

છેલ્લો સીન

મુશ્કેલીમાંથી ઉગરવાનો સર્વોત્તમ માર્ગ એમાંથી પસાર થવું એ છે.

ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે

ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે

–ચન્દ્રકાન્ત બક્ષી
જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ હમ્મેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં; પણ માણસ તરીકે પણ વીશ્વાસ નથી. જેને ભુલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભુલ કરવાની પણ હીમ્મત નથી, એ પુર્ણ મનુષ્ય નથી. જુઠું બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસન્દગી કરવાની હોય છે. પોતે હમ્મેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જુઠ એક રોગની અધોસ્થીતી પર પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હીન્દુસ્તાની બીમારી છે, ભુલ કરવાની તૈયારી કે બહાદુરી કે નીશ્ચીતતા એ અમેરીકન ગુણ છે. અમેરીકામાં નોકરી માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક આપવામાં આવે છે. કારણ ? એનામાં ભુલો કરવાની હીમ્મત છે, એ નવું કરવા તૈયાર છે. એ પ્રયોગ કરીને ભુલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જુનો માણસ એની જડ, કલ્પીત, હોશીયાર, અનુભવી, સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે કે એનામાં નવી ભુલ કરવાની ‘આગ’ રહી નથી. પાળેલા કુતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શીકારી કુતરાને બગાઈઓ થતી નથી. ભુલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જુની ભુલ સુધારતા રહેવું એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનીકનો મારી દૃષ્ટીએ ફરક એક જ છે. જોષી ક્યારેય ભુલ કરતો નથી, વૈજ્ઞાનીક ભુલો કરતો રહે છે અને આસમાનના ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે રમ્યા કરે છે ! શુન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી…..
અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મુકનારે ભુલા પડવું પડે છે અને ભુલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભુલોએ જગતની પ્રગતી અટકાવી દીધી છે. ક્યારેક ભુલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે. વૈજ્ઞાનીક પ્રગતીના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જીનનો, જેમાં પ્રગતી ધીરે ધીરે, કદમ–બ–કદમ, એક એક પગથીયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા હતા. પશુશક્તી, પાણીશક્તી, પવનશક્તી અને અન્તે ડચ વૈજ્ઞાનીક ક્રીશ્ટીઅન હ્યુજેન્સે દારુગોળાની શક્તીથી એન્જીન ચલાવવાની કોશીશ કરી હતી, પછી હ્યુજેન્સના સાથી ડેનીસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજીન ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશીશ કરી, પછી થોમસ ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જીનથી કોલસાની ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જીન બનાવ્યું પણ એના એન્જીનમાંથી ઘણી ખરી વરાળ બહાર છુટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું એન્જીન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કુલોમાં એક બનાવટી વાર્તા શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસીક હતો. એણે એની માતાના ચુલા પર પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલીત એન્જીન બનાવવાનો વીચાર આવ્યો અને એણે એન્જીન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે કોઈ સમ્બન્ધ ન હતો.
steam engine inventors        સ્ટીમ એન્જીનની શોધ માટે મશક્કત કરનારા સંશોધકો : (ડાબેથી)
ક્રીશ્ટીઅન હ્યુજેન્સડેનીસ પેપીનથોમસ સેવરીથોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન અન્તે જેમ્સ વૉટ(છેલ્લે)ને સફળતા મળી)
વૈજ્ઞાનીક પ્રગતીનો બીજો માર્ગ છે : બ્રેક થ્રુ ! અથવા એકાએક સીદ્ધી, એક જ ધડાકે રહસ્ય ખુલી જવું, કંઈક નવી સામગ્રી અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભુલ ! ટ્રાન્ઝીસ્ટર એવી જ એક શોધ છે. શરુમાં ટ્રાન્ઝીસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જર્મેનીયમ વપરાતું હતું, જે ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સીલીકોન કરતાં વધારે યોગ્ય માધ્યમ પણ હતું. પણ સીલીકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે એને કારણે મુખ્ય અંગ અથવા ચીપના ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી ! આજે સીલીકોનનું તન્ત્રજ્ઞાન વીશ્વભરમાં ફેલાઈ ગયું છે. કમ્પ્યુટર ક્ષેત્રના બે પ્રસીદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી સીદ્ધીઓ છે. જો કે ભુલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સીદ્ધીઓ પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.
વીચીત્ર પરીસ્થીતીઓ સરજાવી કે વર્ષો સુધી ભુલભરેલી માન્યતાઓ સ્વીકારાવી વીજ્ઞાનવીશ્વમાં સ્વાભાવીક છે અને ક્ષમ્ય પણ છે; કારણ કે વૈજ્ઞાનીક અજ્ઞાતભુમીનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે સુર્યમાં મનુષ્યવસતી જરુર છે ! અને જગતે ન્યુટનને એની ભુલ માટે ક્ષમા પણ આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વીજ્ઞાનના ઈતીહાસમાં અમર છે. ઘણી વાર માણસ ખોટો પણ પડે છે. ભુલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનીયા ખોટી હોય છે અને એના મરી ગયા પછી એની ભુલ સત્ય બનીને મનુષ્યજાતી માટે પથપ્રદર્શક બને છે.
Astrophysicists(આઈઝેક ન્યુટનટૉલેમીનીકોલસ કોપરનીકસ અને યોહાનેસ કૅપલર)
ટોલેમીનું નામ સર્વકાલીન મહાન ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પુરા બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી છે અને આ ભુલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની પ્રગતી 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વીધાને અટકાવી દીધી. પછી કોપરનીકસે આવીને કહ્યું કે એવું નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી નથી; પણ સુર્ય છે. ટોલેમીની ભુલસુધારવાનું પાપ કરવા માટે કોપરનીક્સને ભયંકર સહન કરવું પડ્યું. કેથલીક ચર્ચે કોપરનીક્સના પુસ્તકની સખત બદનામી કરી. માર્ટીન લ્યુથર જેવા ક્રાંતીકારી ધર્મપ્રવર્તકે કહ્યું : ‘બેવકુફ પોલ !’ (પોલ એટલે પોલેન્ડનો નાગરીક એ અર્થમાં.) કેલ્વીન અને બેકન જેવા વીચારકોએ કોપરનીક્સની મજાક ઉડાવી. અન્તેયોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનીક્સના સીદ્ધાન્તને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજેકોપરનીકસ આધુનીક ખગોળશાસ્ત્રનો પીતા ગણાય છે.
કેપલરને પણ એ જ તકલીફ પડી. એ હાઈ સ્કુલમાં ગણીતનો શીક્ષક હતો. ઈશ્વર એને એક સજારુપ લાગતો હતો. ‘જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી; જીજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે’ એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું. આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે સ્કુલમાં એના વર્ગમાં થોડા વીદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વીદ્યાર્થી આવ્યો નહીં. એ સારો શીક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દુરબીન હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે. કેપલરનું કહેવું હતું : ‘શા માટે ફક્ત છ જ ગ્રહો ? શા માટે, આઠ, દસ, પંદર, વીસ નહીં ?’ આવા વીચારો માટે કેપલરને દેશનીકાલ કરવામાં આવ્યો. યોહાનેસ કેપલરે એક જ વાક્ય કહ્યું : ‘હું દંભ ક્યારેય શીખી શક્યો નથી…’
ભુલ કોણ કરે છે, શોધક કે જગત ?  વૈજ્ઞાનીક પોતાની ભુલ તરત જ સ્વીકારી શકે છે; પણ જગત એટલું જલદી પોતાની ભુલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભુલી પણ શકતું નથી. ‘સત્યમેવ જયતેનામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનીયાઓની જેમ, વીજ્ઞાનની દુનીયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમીયાન જ તે માણસના સત્યનો જય થવો જરુરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ પછી સ્વીકારતું હોય છે.
જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કુલ શીક્ષક હતો. વીદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારુપે વપરાય છે. ઓહ્મે કહ્યું કે, ‘વીદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરીક ઘર્ષણ પર આધાર રાખે છે.’ આને ઓહ્મના નીયમ તરીકે વીદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે: બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આન્તરીક ઘર્ષણ સાથે ઉંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો નીયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તુટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં આવ્યો. જ્ઞાનીઓએ એના વીચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું.
વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભુલ જ સત્ય હતી, એને ઉતારી પાડનાર વીદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકીસ્મત હતો કે એના જીવનકાળ દરમીયાન જ; પણ વર્ષો પછી 1849માં, એને ભૌતીકશાસ્ત્રનો પ્રૉફેસર બનાવવામાં આવ્યો.
વીજ્ઞાન અને તન્ત્રજ્ઞાનમાં દરેક અન્વેષક જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચુકી હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર કીરણો જેવાં જ કીરણો મેક્સીકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દીલ્હીમાં ઉભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઉભો જ છે અને એને કાટ લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી, જે કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજીપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય હતું ત્યારે એક સ્ટીમ એન્જીન શોધાયું હતું અને એનું કામ હતું, દીવાદાંડી પર પાણી ચડાવવાનું. બહુ જ આરંભીક યાન્ત્રીક પમ્પ એમાં જોડવામાં આવ્યો હતો અને આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકી દેવામાં આવ્યો. રાજાને થયું કે જો પમ્પ હશે તો મજુરો કામ નહીં કરે. મધ્યકાલીન બગદાદમાં એક ઈલેક્ટ્રીક બૅટરી બનાવવામાં આવી હતી; પણ એમાં આગળ સંશોધન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડીયો–સેટ બનાવ્યો, ત્યારે લોકોને થયું કે આ એક મનહુસ યન્ત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મીલ બનાવવામાં આવી હતી. આ દૃષ્ટાન્તમાં પણ રાજાએ નીષેધ ફરમાવ્યો; કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું ?
વીજ્ઞાન અને કલાનો એક ફરક છે. કલામાં મારા પુર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક સમ્બન્ધ છે, જે બીન્દુ પર અટકે છે ત્યાંથી મારે શરુ કરવાનું નથી. મારું આરમ્ભબીન્દુ અને મારું અન્તબીન્દુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે. વીજ્ઞાનની દુનીયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરુર રહેલો છે. ન્યુક્લીઅર પાવર કે સૌરઉર્જા કે વીદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના પહેલાં લાકડું ઉર્જાનો સ્રોત હતું. વીજ્ઞાન એક પરમ્પરા છે, કલાઅંશત: એક પ્રણાલીકાનું ભંજન છે. કલામાં ભુલ નામનો શબ્દ બાહ્ય છે; બહુ સાન્દર્ભીક પણ નથી. વીજ્ઞાનમાં ભુલ એ બુનીયાદ છે અને ગુંબજ છે. ભુલ એક સહાયક શબ્દ છે.
 ક્લોઝ અપ 
દવા મારી ધર્મપત્ની છે; પણ સાહીત્ય મારી પ્રીયા છે.
જ્યારે હું એકથી થાકી જઉં છું, ત્યારે જઈને બીજી સાથે સુઈ જઉં છું.
…એન્ટન ચેખોવ…
(મહાન રશીયન નાટ્યકાર–વાર્તાકાર, જે વ્યવસાયે ડૉક્ટર હતો).
‘Medicine is my lawful wife and literature my mistress; when I get tired of one, I spend the night with the other.’ (સમકાલીન : જુન 11, 1989)
–ચન્દ્રકાન્ત બક્ષી
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી