Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

23 August 2016

નાસ્તીકતા દીપી ઉઠી –દીનેશ પાંચાલ


–દીનેશ પાંચાલ
એક પ્રૉફેસર મીત્રે કહ્યું : ‘ઈશ્વરચીન્તન દીમાગી કસરતથી વીશેષ કશું નથી. એવા વૈચારીક વ્યાયામની કોઈ નક્કર ફલશ્રુતી હોતી નથી. ઈશ્વર હોય કે ન હોય; માણસ જે રીતે જીવતો આવ્યો છે તેમ જ જીવ્યે રાખશે. તે વનવેમાં ઘુસી જશે અને ટ્રાફીક ઈન્સ્પેક્ટર પકડશે ત્યારે આસ્તીક હશે કે નાસ્તીક, પોલીસને સો પચાસનું પત્તું પકડાવીને છુટી જવાની પેરવી કરશે.’
વાત ખોટી નથી. મુસીબતમાં માણસની ભીતરી સાત્ત્વીકતાનું સાચુ માપ નીકળે છે. અલબત્ત, વીચારપ્રક્રીયાનું મુલ્ય કદી ઓછું હોતું નથી. વીચારો, પ્રશ્નો, સંશયો, ચર્ચા વગેરેથી બુદ્ધીની બૅટરી ચાર્જ થતી રહે છે. વીચારમંથન હમ્મેશાં ફળદાયી હોય છે. તેના વડે જીવનના ધોરી માર્ગો પર છવાયેલા કાંટા, ઝાંખરાં અને રોડા હઠાવીને માર્ગને ચોખ્ખો બનાવી શકાય છે. જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.
વીલ્સન મીઝનરે કહ્યું છે : ‘શ્રદ્ધાનું હું સન્માન કરું છું, પણ કેળવણી તો આપણને શંકામાંથી જ મળે છે !’ શંકા એટલે પ્રશ્નોનું પ્રજનન અને વીચારોનું વાવેતર ! વીચારપ્રક્રીયા અન્ધારામાં ટૉર્ચની ચાંપ દબાવવા જેવી ઉપયોગી ટેવ છે. જેઓ વીચારતા નથી તેઓ ચુંટણીવેળા 40–50 રુપીયા લઈને કહો તેને વોટ આપી આવે છે. દેશની પાર્લામેન્ટમાં 146 ગુંડા ચુંટાઈ આવ્યા છે તે એવા ‘વીચારવાંઝીયાઓ’એ કરેલી બેવકુફીનું પરીણામ છે. બહોળા પરીવારમાં બે બાળકો અપંગ હોય તેના ભરણપોષણની છેવટ સુધીની જવાબદારી બાકીના સભ્યો પર આવે છે, તે રીતે પાર્લામેન્ટમાં એવા ‘દ્વીપગા પશુઓ’ થકી વટાતો ભાંગરો આખા દેશે વેઠવો પડે છે.
વીચારશુન્ય પ્રજા એટલે દેશના બજેટની અદૃશ્ય ખાધ…! એક હાલતું–ચાલતું બાળક તોફાન કરીને ઘર ગજવી મુકે છે. એવું બાળક વગોવાય છે ખરું; પણ પથારીમાં નીષ્ક્રીય પડી રહેતા નીષ્ક્રીય લકવાગ્રસ્ત બાળક કરતાં એ વધુ આશાસ્પદ હોય છે. માબાપે તેની પથારીવશ નીરુપદ્રવતાની ઉંચી કીમ્મત ચુકવવી પડે છે. પેલા તોફાની બાળક કરતાં તે ચાર ગણી મોટી હોય છે.
અમારા પ્રૉફેસર મીત્રે યોગ્ય જ કહ્યું છે – ‘માણસ ચર્ચા કરે છે ત્યારે જ નીયમો, આદર્શો કે સત્યનું યશોગાન કરે છે. જીવનની વાસ્તવીકતામાંથી પસાર થતી વેળા તે તમામ માનવસહજ કમજોરીથી ભરેલો ‘બીબાઢાળ’ ઈન્સાન બની રહે છે. પોતાની ફરજ દરમીયાન જેણે ઘણા ખુનીઓને ફાંસીની સજા સુણાવી હોય એવા ન્યાયાધીશનો પોતાનો દીકરો કોઈનું ખુન કરીને આવે, ત્યારે તે ન્યાયાધીશના વાઘા ઉતરી જાય છે. તે એક પીતા બની જાય છે અને દીકરાને બચાવી લેવાનો તે મરણીયો પ્રયાસ કરે છે.
માણસ આસ્તીક કે નાસ્તીક પછી હોય છે, પહેલાં તો તે એક માણસ હોય છે. ક્યારેક સજ્જન કહેવાતો માણસ પણ મકાનમાલીકને તેના ઘરનો કબજો આપવામાં છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેતો હોય છે. હું ભુલતો ના હોઉં તોપ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એવર્ષો જુનું ભાડેનું મકાન તેના માલીકને હસતાં હસતાં ખાલી કરી આપ્યું હતું.એમના કો’ક લેખમાં એવું વાંચ્યાનું યાદ છે કે ઘરમાં લટકાવેલો જુનો પંખો અને એવું કેટલુંક ફરનીચર સુધ્ધાં તેઓ ત્યાં જ છોડી આવ્યા હતા. આવી ઈમાનદારીથી માણસની નાસ્તીકતા દીપી ઉઠે છે. રૅશનાલીસ્ટ બન્યા પછી માણસ જીવનમાં કેવું વર્તે છે તેમાં રૅશનાલીઝમની લાજ રહેલી છે.
ઈમાનદારીનો તકાજો એ હોય છે કે કો’કની માલીકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ, ત્યારે તેના ઋણી બનતા હોઈએ છીએ. તે માટે આભાર માનવાને બદલે, તેને કોર્ટકચેરીનો માર મારીએ એ શેતાની વૃત્તી છે. સાચી વાત એ છે કે ‘મફતનું લઈશ નહીં’ એ સુત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે, તેટલી મજા પેલી દીવાલ તેના મુળમાલીકને પરત કરી દેવામાં નથી આવતી ! સમાજમાં આવી ઘટનાઓ વીરલ હોય છે. મન્દીર–મસ્જીદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા આસ્તીકો કરતાં; ઈન્સાનીયતમાં માનતા નાસ્તીકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
લોકો વીચારોમાં જુદા હોય છે અને વર્તનમાં પણ જુદા હોય છે. રામાયણની કથામાં મોરારીબાપુના કંઠે રામ અને ભરતના મીલાપની વાત સાંભળી ચોધાર આંસુએ રડી પડતા બે સગા ભાઈઓ, સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાંખે છે. એક વાત નક્કી છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તીક હોય છે તો ક્યારેક નાસ્તીક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો તે જીનેટીકલ એન્જીનીયરીંગની કમાલ કહેવાય ! બાકી, આસ્તીકતા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહે એવું હમ્મેશાં નથી બનતું. ઘણીવાર લોકો કંકુવરણાં કાવતરાં કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
શ્રદ્ધા, સ્‍નેહ અને સૌજન્‍યના વરખમાં વીંટળાયેલી હોય તો જ ઈશ્વરની બૅન્કમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતીહાસમાંથી એવાં અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંશ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્‍તીક હતા; છતાં એમણે માતાની કુંખ લજવી હતી.
એક સંતે કહ્યું છે : ઈશ્વરમાં ન માનતો ખાટકી નખશીખ સજ્જન અને ઈમાનદાર માણસ હોય તો; કોઈ દંભી ધર્મગુરુ કરતાં ભગવાનની નજરમાં તેનું સ્‍થાન ઉંચુ હોય છે. ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’

ધુપછાંવ

અલ્લાહકો નમાઝકી જરુરત નહીં,
ભગવાનકો પુજાકી જરુરત નહીં;
રામ–રહીમ ગલે મીલ જાય તો,
ઈન્‍સાનકો મજબહકી જરુરત નહીં.
– દીનેશ પાંચાલ

સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ –દીનેશ પાંચાલ

–દીનેશ પાંચાલ
માણસ નીત્ય નવી શોધખોળો કેમ કરતો રહે છે તે પ્રશ્નમાં થોડા વધુ ઉંડા ઉતરીએ તો વાત પેલી કહેવત પર આવીને અટકે : ‘નેસેસીટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’ (જરુરીયાત એ શોધખોળની જનેતા છે). વાત ખોટી નથી. ભુખ ના જન્મી હોત તો ખેતીની શોધ થઈ હોત ખરી ? વસતી–વધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે કુટુમ્બ–નીયોજનની શોધ ના કરી હોત. ઉંદરો નુકસાન ના કરતા હોત તો માણસે છટકું ના બનાવ્યું હોત. મચ્છરો સખણાં રહ્યાં હોત તો ડી.ડી.ટી. છાટવાની જરુર ના પડી હોત. માણસે વાહનોની ગતી પર નીયન્ત્રણ રાખવા માટે બ્રેક બનાવી; પણ યુવાનો જીવલેણ ગતીની છન્દે ચઢયા તેથી ડામર રોડ વચ્ચે માણસે ટેકરા ઉભા કરવા પડ્યા. અમારા મીત્ર બચુભાઈ કહે છે : ‘ઍક્સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધીક વ્યવહાર હદ વટાવે છે ત્યારે ઓર્થોપેડીક હૉસ્પીટલના પાયા નંખાય છે !’
ભાલા, ખંજર, છુરા, ગુપ્તી, તલવાર… એ બધા હીંસા–સંસ્કૃતીના પુર્વજો ગણાય. ભાલા–સંસ્કૃતીનું મોર્ડન કલ્ચર એટલે મશીનગન, રાઈફલ, હેન્ડગ્રેનેડ, અણુબોમ્બ. ફાંસીના માંચડાનો જન્મ તો બહુ પાછળથી થયો. ટુંકમાં જુલ્મગાર, ગુનેગાર અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્યારે કાયદો, કારાગાર અને ફાંસીગરની જરુર પડે છે. તાત્પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળાં ના બનાવ્યાં હોત. તાળાં તુટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતરાવતો હોત. વીમા કંપની જો અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્થાપવાની જરુર જ ના પડી હોત ! માણસની સમસ્યાઓ અને સમાધાનો એકમેક સાથે(દાંતાવાળાં ચક્રોની જેમ) જોડાયેલાં છે. ઉંટે ઢેકા ના કર્યા હોત તો માણસે કાંઠા કરવાની જરુર પડી હોત ખરી ? ‘જરુરીયાત’ અને ‘શોધખોળ’ એ જીન્દગીના સમાન્તર પાટા પર હાથમાં હાથ નાખીને દોડતી બે સગી બહેનો છે.
માણસે જીવનમાં કાપકુપ ભેગી સાફસુફ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્ને વીના એને ચાલતું નથી. મદારીના કરંડીયામાં સાપ અને નોળીયા સાથે રહે, તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય એ પહેલાં મેઝરટેપ પોતાનો ચુકાદો સંભળાવે છે. ક્યાંથી કેટલું કાપીને દુર કરવું અને ક્યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભુમીકા, સોય અને કાતર કરતાં વધુ મહત્ત્વની છે.
મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો ! દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે.ધર્મની મેઝરટેપ, શીક્ષણની મેઝરટેપ, સમાજની મેઝરટેપ ! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, અને એ છે ‘વીજ્ઞાન અને સત્ય’ની મેઝરટેપ. તેનું નામ છે : ‘રૅશનાલીઝમ !’ શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતા નથી. તેથી રૅશનાલીઝમનું નામ પડતાં જ તેમનું મોં ચઢી જાય છે. આસ્તીકોની ફુટપટ્ટીમાં દશ ઈંચ હોય છે. નાસ્તીકોની ફુટપટ્ટીમાં ચૌદ ઈંચ હોય છે. એક માત્ર વીજ્ઞાન પાસે ‘બાર ઈંચની સાચ્ચી’ ફુટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનીક તારણ પર આઈ.એસ.આઈ.નો માર્કો લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠ્ઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવાં સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે ‘સોનાને સોનું’ અને ‘કથીર ને કથીર’ કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી. પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોના–ચાંદીને ખરીદતો માણસ, ભગવાનના મામલામાં જરાય ગંભીર નથી. તે જ્યાંથી જેવો મળ્યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં તે ખરીદી લે છે. વીજ્ઞાનના ઘડીયાળમાં તો સત્યના સાચા ટકોરા જ પડે છે.
આસ્તીક–નાસ્તીક વચ્ચે હમ્મેશાં એક અદૃશ્ય ગજગ્રાહ ચાલતો આવ્યો છે. બન્ને સમ્પુર્ણ સાચા ના હોઈ શકે અને સમ્પુર્ણ ખોટા પણ ના હોઈ શકે. પણ સત્ય તો એક જ હોય છે ! અર્થાત્ બેમાંથી કોઈ એકની પાસે અસત્ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જીદ પર અડી જાય ત્યારે વીજ્ઞાનની બાર ઈંચવાળી અસલી ફુટપટ્ટીની જરુર પડે છે. આસ્તીક સમકક્ષ કોઈ અજાણ્યા બાળકને એમ કહી રજુ કરવામાં આવે કે, આ તમારો નાનપણમાં ખોવાઈ ગયેલો દીકરો છે, તો તે કોઈપણ ચકાસણી વીના સ્વીકારી લે છે. નાસ્તીકોનું દુ:ખ એ છે કે ખુદ તેમનાં માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારાં માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની જીદ પકડે છે. બન્ને વચ્ચે કેવળ સત્યની જ લડાઈ હોત, તો સત્ય સાબીત થયા પછી હાર–જીતની નામોશી વીના સૌએ તે સ્વીકારી લીધું હોત. પણ બન્ને ઈચ્છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્ય તરીકે સ્વીકારે. કોઈ પોતાની મમત છોડવા માગતું નથી.
ન્યાયનો તકાદો એ છે કે પ્રત્યેક બૌદ્ધીકે એવું વલણ રાખવું જોઈએ કે આસ્તીક–નાસ્તીક જે માનતા હોય તે, પણ વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું. મુશ્કેલી એ છે કે વીશ્વભરના તમામ વીજ્ઞાનીઓમાં પણ ઈશ્વર અંગે મતમતાન્તરો પ્રવર્તે છે. એ સંજોગોમાં શું કરવું ? આખો પ્રશ્ન ભવીષ્ય પર છોડી દઈ સૌએ પોતપોતાનું કામ કરતાં રહેવું જોઈએ. આમેય ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય કે ન હોય, માનવીની રોજીન્દી જીન્દગીમાં તેનાથી કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુ:ખ–દર્દો ઓછાં થઈ જવાનાં નથી. ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.
આનન્દની વાત એ છે કે વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’ ! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. એકવીસમી સદી, ‘વીજ્ઞાન’ અને ‘સત્ય’નાં બીમ–કૉલમ પર ઉભી છે. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડેડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ’ ઓફ અવર ફોરફાધર્સ !
  દીનેશ પાંચાલ

image

પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ? –વર્ષા પાઠક


પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?

–વર્ષા પાઠક
દર વર્ષે ગણપતીના આગમનનો દીવસ નજીક આવે, એટલે મુમ્બઈના મ્યુનીસીપલ કમીશ્નર જાહેર કરે કે, ગણેશ વીસર્જન પહેલાં મુમ્બઈના રસ્તા પરના તમામ ખાડા પુરી દેવાશે. વર્ષોથી આ આશ્વાસન સાંભળતા આવેલા અમારા એક મીત્રે ચીઢાઈને કહેલું કે, આનો અર્થ તો એવો થાય કે બાપ્પાની આવન–જાવન ન થાય તો શહેરના રસ્તા સુધરે જ નહીં. ગુસ્સો વાજબી છે. મુમ્બઈના રસ્તા અત્યન્ત ખરાબ છે.
એમાંય ચોમાસા વખતે તો અમુક વીસ્તારોમાં એવી હાલત હોય છે કે, રસ્તામાં ખાડા નહીં; ખાડામાં જ સહેજસાજ રસ્તો હોય એવું લાગે છે. દેશની સહુથી શ્રીમન્ત અને કદાચ સહુથી ભ્રષ્ટ મુમ્બઈ મહાનગરપાલીકારસ્તા બનાવવા અને પછી રીપેરીંગ કરવા માટે એવા બદમાશોને કોન્ટ્રેક્ટ આપે છે, કે નવાનક્કોર રસ્તા પર એક વરસાદ પડતાંની સાથે મોટાં ગાબડાં પડી જાય છે. હાડવૈદો અને ગેરેજવાળાની દીવાળી વહેલી આવી જાય છે. ઉંચું જોઈને ચાલવાની આદત અહીં મહા ડેન્જરસ છે.
મુમ્બઈના નામે આવો કકળાટ કરતાં બેઠાં હતાં, ત્યાં છાપામાં વાંચ્યું કે, રાજકોટ મહાનગરપાલીકાએ પવીત્ર શ્રાવણ મહીના દરમ્યાન એક અનોખો સેવાયજ્ઞ કરવાનો નીર્ણય લીધો છે(હવે તો એ શરુ પણ થઈ ગયો હશે). આનો યશ કૉર્પોરેશનની સેનીટેશન કમીટીના ચેરમેનને આપીને કહેવાયું હતું કે, આખાયે શ્રાવણ મહીના દરમીયાન શીવમન્દીર અને ભાવીકોનો પ્રવાહ વધુ હોય એ મન્દીરોની બહાર અને અન્દર પણ, રોજેરોજ સઘન સફાઈ થશે. રામનાથ મન્દીરની બાજુમાંથી જતી નદીમાંથી ગન્દકી દુર કરાશે, ખુલ્લી જમીનમાં ઉગી નીકળેલું ઘાસ કાઢી નખાશે, મન્દીરોની આસપાસ જન્તુનાશક દવાનો છંટકાવ થશે, મન્દીરની અન્દર અને બહાર સરખી સફાઈ થાય છે કે નહીં, એ જોવા માટે ચેરમેનસાહેબ મન્દીરોની સરપ્રાઈઝ વીઝીટ મારશે વગેરે વગેરે.
પહેલી નજરે સારા સમાચાર હતા; પણ પછી અળવીતરા દીમાગમાં જાતજાતના સવાલ અને વીચારો ફુટી નીકળ્યા, જે તમારી સાથે શૅર કરવા છે. વાંચીને ગુસ્સો આવે તો યાદ કરવું કે આ શ્રાવણ મહીનો છે, શારીરીક, માનસીક અને લેખીત હીંસા કરાય નહીં.
પહેલો વીચાર એ કે, શ્રાવણ મહીનો ન આવે તો/ત્યાં સુધી મહાપાલીકા આવું સફાઈકામ કરે જ નહીં ? મન્દીરોની આસપાસની જગ્યા સાફ રાખવાની જવાબદારી જો ખરેખર મહાપાલીકાની હોય તો એ માત્ર શ્રાવણ મહીના પુરતી શું કામ સીમીત રહેવી જોઈએ ? બાકીના મહીના બધા અપવીત્ર ?
અને પછી એ મોટો પ્રશ્ન કે ધાર્મીક સ્થળોની આસપાસના રસ્તા અને નદીનાળાની સફાઈ કરવાનું કામ ચોક્કસ મહાપાલીકાનું છે; પણ મન્દીરની અન્દર સફાઈ કરવાની જવાબદારી ખરેખર એમની છે ? મન્દીરના ટ્રસ્ટીઓ, પુજારીઓ, રોજેરોજ કે વારતહેવારે ત્યાં આવતાં ભાવીકો, મન્દીરની બહાર લારી કે દુકાન લગાવતા લોકો… આ બધાંને કંઈ પુછવાનું જ નહીં ? કચરાના ગંજ ખડકાય છે; કારણ કે આ લોકો બેફામ ગન્દકી કરે છે.
મહાનગરપાલીકા હવે મન્દીરની સફાઈ કરવાની છે, એ જાણીને તો આ સહુ ગેલમાં આવી ગયા હશે કે, હાશ, હવે આપણે કોઈ ચીંતા કરવાની નથી. મન ફાવે એટલી ગન્દકી કરો, બીજે દીવસે કૉર્પોરેશનના કામદારો સફાઈ કરી જશે. શ્રાવણ મહીના દરમીયાન મહાપાલીકાએ ચકચકીત રાખેલાં દેવદહેરાં ભાદરવા પછી પણ એટલાં જ ચોખ્ખાચણક રહેશે ? નહીં રહે તો વાંક કોનો ? અને ચાર દીવસની ચાંદની, અર્થાત્ ચોખ્ખાઈ પછી પાછા હતા ત્યાંના ત્યાં થઈ ગયા, એ જોઈને મહાદેવને કેવું લાગશે ?
આ છેલ્લા પ્રશ્નનો જવાબ જો કે સહેલો છે. મહાદેવને કંઈ નહીં લાગે. આ વખતે શ્રાવણ મહીના દરમ્યાન મન્દીરોની અન્દર બહાર સફાઈ જોઈને એમને કદાચ હળવો આંચકો લાગશે; બાકી ગન્દકીથી તો એ વર્ષોથી ટેવાઈ ગયા છે. મન્દીરોમાં ભક્તી અને ભાવીકો જેટલાં વધુ, એટલી ગન્દકી પણ વધુ. તહેવારોમાં ભક્તી અને ગન્દકી, બન્નેનું ઘોડાપુર ઉમટે. નાની હતી ત્યારે મને એક વાર પ્રશ્ન થયેલો કે, ચર્ચની અન્દર તો લોકો બુટ–ચમ્પલ પહેરીને જાય છે, તોયે ત્યાં ગન્દકી કેમ નથી થતી ? પપ્પાએ આનું કારણ સમજાવવા માટે સામો પ્રશ્ન પુછ્યો હતો કે, ચર્ચની અન્દર જીસસ ક્રાઈસ્ટ અને મધર મૅરીની મુર્તી પર દુધ કે તેલનો અભીષેક થાય છે ? એમની સામે કોઈ શ્રીફળ વધેરે છે ? પડીયામાં શીરાનો પ્રસાદ મળે છે ?
કહેવાનો મતલબ એ નહીં કે, ખ્રીસ્તીઓ હીન્દુઓથી ચઢીયાતા છે કે વધુ ચોખ્ખા છે. સીધીસાદી વાત એટલી કે, ભગવાનને જેની કોઈ જરુર નથી, એવી ચીજો ચઢાવીને આપણે દેવસ્થાનોને ચીકણાં, ગોબરાં કરતાં રહીએ છીએ. તમે જ કહો હનુમાનજીને તેલથી નવડાવીને ખુશ કરી શકાય, એવું રામાયણમાં ક્યાં લખ્યું છે ? દક્ષીણ ભારતનાં ઘણાં મન્દીરોમાં હજી અન્દર પ્રવેશો, ત્યાં કોઈ પુજારી–કમ–વેપારી તમારા હાથમાં તેલ ભરેલાં કોડીયાં પકડાવી દે. ભગવાન પાસે જઈને આ દીવા પ્રગટાવો, એ પહેલા કેટલુંયે તેલ છલકાઈને નીચે પડી ગયું હોય. મારી એક કઝીન ગઈ દીવાળીમાં જગન્નાથપુરીના વીશ્વવીખ્યાત મન્દીરમાં ગયેલી. ત્યાં વળી ભાતનો પ્રસાદ અપાતો હતો. ખવાતો હતો, એટલો ઢોળાતો હતો. એના પર લોકો ચાલતા હતા. ચીકણી ફર્શ પર લપસી પડતાં એ માંડમાંડ બચી.
વૃક્ષો કે છોડ પર હોય ત્યાં સુધી ફુલપાન સુંદર લાગે છે; પણ મન્દીરમાં એના ઢગલા થાય અને સડી જાય ત્યારે ઉકરડાંથીયે વધુ ગન્ધાય છે ! શ્રાવણ મહીનામાં શીવજી પર હજારો, લાખો બીલીપત્ર ચઢાવીને આપણે શું સાબીત કરવા માગીએ છીએ ? આ સવાલ પાછળ આજે મળેલાં એક બહેન જવાબદાર છે. પાંસઠ વર્ષની આ ગુજરાતી ગૃહીણી અત્યન્ત ધાર્મીક છે, શ્રાવણ મહીનામાં રોજેરોજ શીવલીંગ પર દુધનો અભીષેક કરવાનો એમનો નીયમ હતો; પણ છેલ્લાં ત્રણેક વર્ષથી એ શીવજીને નવડાવવા માટે માત્ર પાણી વાપરે છે અને શ્રાવણ મહીનામાં સ્પેશીયલ બાથ તરીકે પાણીના લોટામાં બે–ત્રણ ટીપાં દુધ નાખે છે. સદનસીબે એમની જેમ હવે અનેક ભક્તો અને મન્દીરોએ દુધનો વ્યય બન્ધ કર્યો છે.
પરન્તુ આ બહેને તો હવે ભગવાનને ફુલપાન ચઢાવવાનું પણ માંડી વાળ્યું છે; કારણ કે થોડા સમય પહેલાં, એમણે મન્દીરમાં ભેગાં થયેલાં ફુલપાન ઉકરડામાં ફેંકાતાં જોયાં. આ કોઈ નવી વાત નહોતી; પણ એમણે પહેલી વાર નજર સામે જોયું અને આઘાત પામી ગયાં ! શ્રાવણ મહીનામાં શીવજી પર સવા લાખ બીલીપત્ર ચઢાવવાનો વર્ષો જુનો કાર્યક્રમ એમણે રદ કરી નાખ્યો છે. જે મન્દીરોએ દુધનો અભીષેક અટકાવી દીધો છે, એ પણ આવાં ફુલપાનનો અભીષેક બન્ધ કરીને એટલાં ફુલઝાડ વાવવાનો નીયમ શરુ કરે તો ભગવાને સર્જેલી દુનીયા પાછી કેટલી હરીયાળી થઈ જાય ? જસ્ટ ઈમેજીન, શીવજીના મન્દીરની બહાર બીલીવૃક્ષોનું વન ઉભું થયું હોય, એના પર પક્ષીઓ કીલ્લોલતાં હોય, નીચે છાંયડામાં બેઠેલાં લોકો શીવસહસ્ર જપતાં હોય અને વૃક્ષ, છોડવામાંથી ખરી પડેલાં ફુલપાન એક જગ્યાએ ભેગાં કરીને એમાંથી ખાતર બનાવવાનો ઉદ્યમ ચાલતો હોય…
અને હા, મન્દીરની બહાર ચઢાવવાની અને ખાવાપીવાની વસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે કચરાટોપલી રાખવાનું ફરજીયાત હોય, વેફર કે માવો ખાઈને ખાલી પડીકાં ફેંકનારા ભક્તોને દંડ થતો હોય. શ્રાવણ મહીનામાં દંડ બમણો થઈ જતો હોય. ભક્તો ભગવાનને પગે લાગ્યા પછી મહીનામાં એક વાર મન્દીરની સફાઈમાં જોડાતા હોય… આવું થાય તો વરસનો દરેક મહીનો શ્રાવણ થઈ જાયને.
– વર્ષા પાઠક

mox

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી