મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે,જેઓ તે વિશ્વાસ કરે છે તે બને છેઅજ્ઞાત
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
29 February 2016
એકલતા જ મારે માટે સ્વર્ગ છે
એકલતા જ મારે માટે સ્વર્ગ છે … હિન્દી ફિલ્મના મનપસંદ ગીતનો કાવ્યાનુવાદ (આસ્વાદ ) |
અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટ જૂની હિન્દી ફિલ્મોના મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલ માં કહ્યું હતું એમ જૂની હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ફિલ્મની કથાને વણી લઈને એમાં જે ગીત મુકેલું હોય છે એમાં કોઈ એક સુંદર સંદેશ હોય છે .કવિના ભાવવાહી ગીતને જ્યારે જાણીતા ગાયકનો સ્વર અને જાણીતા સંગીતકારના સંગીત અને સુરનો સથવારો મળે ત્યારે એ ગીત દીપી ઉઠે છે.
ઘણીવાર હું કોમ્પ્યુટરમાં યુ-ટ્યુબ ચેનલની સફર કરી જૂનાં ભુલાઈ ગયેલાં ગીતો સાંભળીને મન બહેલાવું છું.આજે આવું ૧૯૮૧ ના ચિત્રપટ "હરજાઈ " નું કિશોરકુમારે લખેલું અને એણે જ ગાયેલું એક ગીત હૃદયને સ્પર્શી ગયું.
આ ગીતના શબ્દો ખુબ જ ભાવવાહી છે.
આ ગીત અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે આપેલો છે.ગુજરાતીમાં કરેલ અનુવાદમાં જ આ ગીતનો આસ્વાદ સમાયો છે.
ગીતનો હિન્દી પાઠ અને ગુજરાતી અનુવાદ વાંચ્યા પછી એની નીચે મુકેલ યુ-ટ્યુબ વિડીયો સાંભળી આ ગીતની મજા માણો .
कभी पलकों पे आंसू हैं
कभी लब पे शिकायत है
मगर ऐ ज़िदगी फिर भी
मुझे तुझसे मोहब्बत हैजो आता है वो जाता है
ये दुनिया आनी जानी है
यहाँ हर शय मुसाफिर है
सफर में जिंदगानी है
उजालों की ज़रूरत है
अँधेरा मेरी किस्मत हैजरा ऐ ज़िन्दगी दम ले
तेरा दीदार तो कर लूँ
कभी देखा नहीं जिसको
उसे मैं प्यार तो कर लूँ
अभीसे छोड़ के मत जा
अभी तेरी ज़रुरत हैकोई अन्जान सा चेहरा
उभरता है फ़िज़ाओं में
ये किसकी आहटें जागी
मेरी खामोश राहों में
अभी ऐ मौत मत आना
मेरा विराना जन्नत हैઅનુવાદ
આંખની ભ્રમર ઉપર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે,
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે,
દુનિયા આગમન અને ગમનની જ કથા છે,
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે,
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે,
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.ભાગતી જિંદગી તું જરા થોભી જા ,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં,
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે,
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ,
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.અનુવાદ- વિનોદ પટેલ ,૨-૨૭-૨૦૧૬
Lyricist - Singer : Kishor Kumar, Music Director : Rahuldev Burman, Movie : Harjaee (1981)
આવા જ એક બીજા આ ભાવવાહી ગીતની મજા પણ માણી લો.
आदमी मुसाफिर है, आता है, जाता है
आते जाते रस्तें में यादें छोड जाता है
झोंका हवा का, पानी का रेला
मेले में रह जाए जो अकेला
फिर वो अकेला ही रह जाता है
कब छोडता है ये रोग जी को
दिल भूल जाता है जब किसीको
वो भूलकर भी याद आता है
क्या साथ लाए, क्या तोड़ आए
रस्तें में हम क्या क्या छोड़ आए
मंज़िल पे जा के याद आता है
जब डोलती है जीवन की नैय्या
कोई तो बन जाता है खिवय्या
कोई किनारे पे ही डूब जाता है
આ ગીતનો સાર-સંદેશ -આસ્વાદ
આ જિંદગીની રાહમાં મનુષ્ય એક મુસાફર જેવો છે. મુસાફરો આવે છે એટલે કે જન્મે છે અને જાય છે એટલે કે મૃત્યુ પામે છે પણ એમની યાદો પાછળ મુકીને જાય છે.માણસ જતો રહે છે પણ એની યાદો સ્મરણમાંથી જતી નથી.
આ જિંદગી એક હવાની લ્હેર અને પાણીના રેલા જેવી સતત વહેતી રહે છે.જિંદગીના આ મેળામાં સાથી ખોવાઈ જાય-મૃત્યુ પામે પછી જે એકલો રહે છે એને એકલા જ રહેવાનું થાય છે.એક રોગની માફક દિલમાંથી યાદો જતી નથી ,કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય એવું બને છે.જિંદગીના અંત સમયે એ સમજાય છે કે સાથે શું લાવ્યા હતા અને પાછળ શું મુકીને જઈએ છીએ.ભવસાગરમાં મુસાફરી દરમ્યાન મધ દરિયે જીવનની આ નૌકા જ્યારે ડૂબવા લાગે છે એવા વખતે કોઈ માણસ ને તારણહાર બનીને કોઈ નાવિક મળી જાય છે જ્યારે કોઈ માણસની નૌકા કિનારા પર જ ડૂબી જાય છે. જીવનમાં બધાંને એક સરખું સુખ પ્રાપ્ત થતું નથી.
Lyricist : Anand Bakshi, Singer : Lata Mangeshkar - Mohammad Rafi, Music Director : Laxmikant Pyarelal, Movie : Apnapan (1977)
ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે
ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે

પોતે ગંદકી ફેલાવતા હોય પણ તેની અસર પોતાના શરીર પર ન થાય ત્યાં સુધી કેટલાક લોકો સમજતા નથી. પરંતુ જ્યારે પોતે બીમાર પડે ત્યારે આવા લોકો કહેવા લાગે છે કે સાલું, ગંદકી બહુ વધી ગઈ છે. અને હું બીમાર પડી ગયો છું. આવા લોકો પાછા ટંગડી ઊંચી રાખે એટલે પોતે બીમાર પડી ગયો છે તેવું સ્વીકારતા સંકોચ થાય એટલે એમ કહે કે આજકાલ રોગચાળો વધી ગયો છે અને જુઓને પાડોશીઓ કેટલી ગંદકી કરે છે.
તાજેતરમાં દિલ્લીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી મુદ્દે ટીવી સમાચાર ચૅનલો પર જે ચર્ચા થઈ તેમાં કેટલાક ઍન્કરો દેશનો મામલો હોઈ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યા. (આ વિડિયો જોવાથી કોઈ પણ સાચો દેશભક્ત ગુસ્સા પર કાબૂ ન રાખી શકે એ વાત સાચી પરંતુ ન્યૂઝ ઍન્કરે તો રાખવો પડે.) આના લીધે એનડીટીવીના રવીશકુમારને પણ ગુસ્સો આવી ગયો પરંતુ તેમણે તે ગુસ્સો નાટકીય ઢબે પડદો બ્લેક આઉટ કરીને વ્યક્ત કર્યો. તેમણે વિરોધી ન્યૂઝ ઍન્કરોના અવાજની ક્લિપ પણ સંભળાવી.
આનાથી ન્યૂઝ ચૅનલો વચ્ચે, અથવા કમ સે કમ, ઍન્કરો-એડિટરો વચ્ચે ખુલ્લેઆમ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવું વાતાવરણ અત્યારે છે. રવીશકુમારની સામે અંગ્રેજી ચૅનલ ટાઇમ્સ નાવના ઍન્કર અર્નબ ગોસ્વામીએ નામ લીધા વગર ટીવી ચૅનલોના મોટાં માથાં ગણાતા પત્રકારો ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં દલાલની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કરી દીધો. અત્રે એ યાદ રહે કે અર્નબ ગોસ્વામી એક સમયે એનડીટીવી ગ્રૂપનો જ હિસ્સો હતા. જેમ બ્રહ્મામાંથી તમામ કુળ સર્જાયા, જેમ કૉંગ્રેસ અને જનતા દળમાંથી જ અનેક પક્ષો એનસીપી, સપા, તૃણમૂલ વગેરે બન્યા તેમ આજે જે વિવિધ ચૅનલો પર જોવા જઈએ તો જે જે તંત્રીઓ-સમાચારવાચકો દેખાય છે તે બે-ત્રણ કુળના છે.
દા.ત. પુણ્ય પ્રસૂન વાજપેયી અત્યારે આજતકમાં છે, પરંતુ વચ્ચે ઝી ન્યૂઝમાં આંટો મારી આવ્યા હતા. ઝી ન્યૂઝના સુધીર ચૌધરી પહેલાં રજત શર્માની ઇન્ડિયા ટીવીમાં હતા. રજત શર્મા અગાઉ જ્યારે માત્ર ઝી ટીવી પર મનોરંજનના કાર્યક્રમો આવતા તેમાં દર રવિવારે સવારે દસ વાગે ‘આપ કી અદાલત’ કાર્યક્રમ કરતા. તે પછી તેઓ સ્ટાર ન્યૂઝ પર ‘આજ કી બાત’ કાર્યક્રમ કરતા. સ્ટાર ન્યૂઝનું સંચાલન પહેલાં એનડીટીવી કંપની અને એટલે ડાબેરી નેતા વૃંદા કરાતના બનેવી પ્રણોય રોય પાસે હતું. સ્ટાર ન્યૂઝમાંથી તેઓ છૂટા પડ્યા અને પોતાની એનડીટીવી નામથી ન્યૂઝ ચૅનલો શરૂ કરી.
સ્ટાર ન્યૂઝમાં દીપક ચૌરસિયા આવ્યા, જે પહેલાં આજતકમાં આવ્યા અને વચ્ચે ડીડી ન્યૂઝમાં પણ જઈ આવ્યા હતા. હવે એ દીપક ચૌરસિયા ઇન્ડિયા ન્યૂઝ નામની ચૅનલ સાથે સ્વતંત્ર ચોકો માંડીને બેઠા છે. દીપક ચૌરસિયા પછી કિશોર અજવાણી આવ્યા. કિશોર અજવાણી પહેલાં ઝી ન્યૂઝમાં હતા; અત્યારે એબીપી ન્યૂઝમાં છે. પરંતુ એ એબીપી ન્યૂઝ એબીપી ગ્રૂપે હસ્તગત કરી તે પહેલાં સ્ટાર ન્યૂઝ જ હતી. એબીપી પર દિબાંગ નામના પત્રકાર પણ દેખાય છે. દિબાંગ પોતાની અટક લખાવતા નથી. તેઓ પહેલાં આજતકમાં હતા. આજતક જે ગ્રૂપનું છે તે ઇન્ડિયા ટૂડેની અંગ્રેજી ચૅનલમાં અત્યારે રાજદીપ સરદેસાઈ છે. એ રાજદીપ પહેલાં એનડીટીવીમાં હતા અને પછી સીએનએન-આઈબીએનમાં મુખ્ય તંત્રી તરીકે ઘણો સમય રહ્યા. સીએનએનઆઈબીએનની હિન્દી ચૅનલ આઈબીએન સેવનના એડિટર તરીકે રહી ચૂકેલા આશુતોષ પણ દિબાંગની જેમ અટક લખાવતા નથી. પરંતુ તેમની અટક ગુપ્તા હોવાનું કહેવાય છે. આશુતોષ હવે પત્રકારમાંથી અઠંગ રાજકારણી બની ગયા છે. એમ તો અત્યારે ન્યૂઝ નેશન નામની ચૅનલ સાથે અલગ ચોકો માંડીને બેઠેલા અજયકુમાર પણ એક સમયે આજતકની ટીમનો હિસ્સો હતા. તો સુમિત અવસ્થી આજતકમાં હતા અને ત્યાંથી ઝી ન્યૂઝ થઈને અત્યારે આઈબીએન સેવનને સંભાળી રહ્યા છે. આઈબીએન સેવનના આકાશ સોની એક સમયે ઝી ન્યૂઝમાં હતા.
આ ટીવી પત્રકારો રોજ આપણા ડ્રોઇંગ રૂમના ટીવીમાં આવે છે. ચર્ચા કરે છે. અને એ ચર્ચાનું મંતવ્ય આપણા મગજમાં ઠસાવવા પ્રયાસ કરે છે. ટીવી પત્રકારોની ઉપર આપેલી નાની એવી કુંડળીને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ પત્રકારોના મુખ્યત્વે ત્રણ ગોત્ર જ છે- આજતક, એનડીટીવી અને ઝી ન્યૂઝ. આ ત્રણ ચૅનલોને નિયમિત જોવાથી તેમના ઝોકનો ખ્યાલ આવી શકે છે. અલબત્ત, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી સમયે તે ઝોક બદલાઈ શકતા હોય છે. પરંતુ અત્યારે લગભગ બે ડઝનેક જેટલી ટીવી ચૅનલ છે. અને તેમાં મોટા ભાગે એક સરખા સમાચાર અને એક સરખી ચર્ચા ચાલતી હોય છે. કાર્યક્રમો પણ એક સરખા. બપોરે અઢી વાગે ટીવીના મનોરંજન કાર્યક્રમોની ગપશપ પર કાર્યક્રમ, બપોરે ત્રણ કે સાડા ત્રણ વાગે ધર્મનો કાર્યક્રમ. સવારે ૯ કે સાડા નવ વાગે જ્યોતિષનો કાર્યક્રમ.
અને વળી આ ચૅનલો પર ચર્ચા માત્ર કોઈ એક જ કાર્યક્રમમાં નથી થતી. ચર્ચા બે-ત્રણ કાર્યક્રમોમાં થાય. જેમ કે ઝી ન્યૂઝ પર સાંજે પાંચ વાગે રોહિત સરદાના ‘તાલ ઠોક કે’ આપે છે. તો આજ તક પર અંજના ઓમ કશ્યપ સાંજે છ વાગે ‘હલ્લા બોલ’ લઈને ચર્ચા કરે છે. એનડીટીવી પર સાંજે નીધિ કુલપતિ (જેઓ પહેલાં ઝી ટીવી પર જ્યારે ખાલી એક કલાક જ સમાચાર આવતા ત્યારે રાત્રે સમાચાર વાંચતા) પણ ચર્ચા કરે અને રાત્રે રવીશકુમાર પણ ચર્ચાનું સંચાલન કરે. ચૂંટણી હોય, નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકે શપથવિધિ હોય, નીતીશકુમારની ફરી વાર મુખ્યપ્રધાન તરીકે શપથ વિધિ હોય, ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં હોય, અંદાજપત્ર રજૂ થઈ રહ્યું હોય ત્યારે આ ઍન્કરો બેત્રણ પક્ષના છાપેલા કાટલા જેવા પ્રવક્તા, એક બે પત્રકારો અને એક બે જેતે ક્ષેત્રના નિષ્ણાતો સાથે આખો દિવસ માથું પકાવે છે. આ લોકો જે વ્યક્તિનું પોતાના ક્ષેત્રમાં નહીંવત્ પ્રદાન હોય તેવા લોકોને બેસાડીને તેમની સાથે ચર્ચા કરાવે. જેમ કે પૂનમ પાંડે, પૂજા બેદી, ક્રિકેટરોમાં પણ જે ખાસ ન ચાલ્યા હોય તે ક્રિકેટ ઍક્સપર્ટ તરીકે ગોઠવાય જાય. અમુક ચહેરાને તો ટીવી પર જોયા પછી જ ખબર પડે કે લે, આ તો આ ક્ષેત્રમાં છે અને બહુ જાણીતી હસ્તી (ટીવી ન્યૂઝ ઍન્કરના કહેવા પ્રમાણે) છે.
ચર્ચા શરૂ થાય ત્યારે ઍન્કર (જેમ કે અર્નબ ગોસ્વામી) આવેલા મહેમાનો અને હોદ્દાની માહિતી આપે. સંબિત પાત્રા ભાજપમાંથી, સંજય ઝા કૉંગ્રસમાંથી અને આમ આદમી પક્ષનો બચાવ કરવા પ્રૉ. આનંદકુમાર છે વગેરે. પણ જો કોઈ દર્શક ચર્ચા આગળ વધી ગયા પછી તે જુએ તો તેને ખબર જ ન પડે કારણકે તેમના વિઝ્યુઅલની નીચે તેમનું નામ લખેલું ન હોય. અને ઍન્કરો આ બધી વ્યક્તિઓને તુંકારે અને તોછડાઈથી બોલાવતા હોય તેમ દર વખતે આખાં આખાં નામ બોલે જેમ કે સંબિત પાત્રા. શરૂઆતમાં એક વાર નામ બોલી દીધા પછી સંબિતજી કે સંજયજી એમ કહીને બાદમાં સંબોધી શકાય. ૧૯૯૮ની લોકસભા ચૂંટણી વખતથી મારા ખ્યાલ પ્રમાણે સ્ટાર ન્યૂઝ સૌથી પહેલી લાઇવ ટીવી ચૅનલ હતી. હિન્દીમાં ૨૦૦૦ના વર્ષ આસપાસ આજતક શરૂ થઈ. એ વખતથી આ ચર્ચાઓમાં રાજદીપ સરદેસાઈ, અર્નબ ગોસ્વામી, બરખા દત્ત વગેરે પોતાના વિચાર તરફી લોકો હોય તેને વધુ બોલવા દેતા અને વિરોધી મત ધરાવનારાને કાં તો પોતે જ કાપી નાખે અથવા તેમાં હરીફ પક્ષની વ્યક્તિ સાથે સાથે બોલવા દે.
ચૅનલો પર મોટા ભાગની ચર્ચાઓમાં આવું જ થાય છે. હરીફો એક સાથે બોલવા લાગે એટલે શાકબજાર જેવું વાતાવરણ થઈ જાય. એક પછી એક જણ બોલે તેવું રોહિત સરદાનાના ‘તાલ ઠોક કે’ જેવા બહુ ઓછા કાર્યક્રમમાં જોવા મળે છે. આજતક પર ‘ઉપરવાલા દેખ રહા હૈ’ પણ આવો જ સૌમ્ય ચર્ચાનો કાર્યક્રમ છે. તેમાં એક બંધ રૂમમાં વિવિધ લોકો ચર્ચા કરે. જોકે કોઈ ઍન્કર તેમની સાથે રૂમમાં ચર્ચાનું સંચાલન કરતા નથી હોતા. ઍન્કર બહાર દર્શકો સાથે વાતચીત કરતા હોય છે. આ ચર્ચાના કાર્યક્રમો જેવું જ ઇન્ટરવ્યૂ પ્રકારના કાર્યક્રમોનું હોય છે. ‘સીધી બાત’ સંચાલિત કરતા પ્રભુ ચાવલા કે રાહુલ કંવલ તો સામે વાળી વ્યક્તિને બહુ બોલવા જ ન દે અને સામેની વ્યક્તિ ઉશ્કેરાઈ જાય તેવી રીતે સવાલો કરે.
આજ તક પર વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી આસપાસ શરૂ થયેલો કાર્યક્રમ ‘થર્ડ ડિગ્રી’ તો અતિથિને જ નહીં, દર્શકોને પણ થર્ડ ડિગ્રી જેવો લાગે. જાણે કોઈ અપરાધીને થર્ડ ડિગ્રી અપાતી હોય તેમ અંધારું કરી, સ્પોટલાઇટ એક ટેબલ પર રાખી, કાળા કપડામાં પુણ્ય પ્રસૂન બાજપાઈ, અંજના ઓમ કશ્યપ, શ્વેતા સિંહમાંથી એક જણ રાજકારણ કે અન્ય ક્ષેત્રની વ્યક્તિને પ્રશ્ન પૂછે. સામેવાળી વ્યક્તિ હજુ પોતાનો જવાબ માંડ પૂરો કરી રહી હોય ત્યાં બીજી વ્યક્તિનો સવાલ તીરની જેમ છૂટે.
તેની સરખામણીમાં ‘આપ કી અદાલત’માં રજત શર્મા વર્ષોથી સરસ સંચાલન કરતા આવ્યા છે. તેઓ તીખા સવાલોય પૂછે અને કટાક્ષો પણ કરે. દર્શકોને પણ પ્રશ્ન પૂછવાની છૂટ અને દર વખતે દર્શકો મોટા ભાગે જે અતિથિ આવ્યા હોય તેને ટેકો આપનારા હોય એટલે અતિથિના જવાબો પર તાળીઓ પડે. એક બે દર્શક પ્રતિકૂળ સવાલ પણ પૂછે અને રજત શર્મા હળવી રમૂજો પણ કરે.
ચર્ચાના આવા કાર્યક્રમોમાં એક ને એક ચહેરા અલગ-અલગ ચૅનલો પર જોવા મળે. તેમાં ભાજપ-કૉંગ્રેસ, કૉંગ્રેસ-આપ, આપ ને સપા વગેરે પક્ષોના લોકો એકબીજા સાથે શાબ્દિક લડાઈ લગભગ રોજ અનેક વાર કરતા હશે. ન્યૂઝ ચૅનલો પર કોઈ એક મુદ્દા પર જ અપાતા કાર્યક્રમ પણ હથોડા છાપ હોય છે. ‘વિશેષ’ જેવા નામથી આવતા આ કાર્યક્રમમાં માહિતી ઓછી અને ફિલ્મી મ્યુઝિક ઢેનટેણેન અને વિઝ્યુઅલ્સની ભરમાર હોય છે. વ્યક્તિ જે વિવાદાસ્પદ બોલી ગઈ હોય તે એટલી બધી વાર બતાવાય છે કે કંટાળો આવી જાય.
ગુજરાતી ચૅનલો પર આવતા એન્કરોની તો ગુજરાતી અને હિન્દીની તો વાત જ શું કરવી? એક ઉદાહરણ. આજકાલ દરેક સમાચારમાં પટેલ શબ્દ વારંવાર આવે છે. પટેલનું ઉચ્ચારણ અમેરિકનો કરે તેમ ‘પઠેલ’ કરવામાં આવે છે. શબ્દનું લિંગ એટલે કે જેન્ડરની તો ઐસી કી તૈસી. દા.ત. હમણાં જ માહિતી મળ્યું.
આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ એવી ભારતની સમાચાર ચૅનલોએ બીબીસી, સીએનએન વગેરે ચૅનલો જોઈ તેમાંથી શીખ લેવા જેવી છે. કમ સે કમ ન લાદેનના ઍન્કાઉન્ટર જેવી બાબતે બુશ હોય કે ઓબામા, કોઈના પર સંદેહ વ્યક્ત નથી કરતા. જ્યારે અમેરિકા કે બ્રિટનના હિતની વાત હોય ત્યારે તેમના માટે દેશ પહેલાં હોય છે. ૧૧ સપ્ટે. ૨૦૦૧ વખતે તેઓ લોહીનાં અને મૃતદેહોનાં દૃશ્યો બતાવી ભાવનાઓ ઉશ્કેરતા નથી. ઍન્કરો પોતે ક્યારેય જજ બનતા નથી. અને તેમના માટે બેવડાં માપદંડો નથી હોતા જેમ આપણા ઍન્કરો પાકિસ્તાનના પદચ્યુત અને ભારત વિરોધી જનરલ પરવેશ મુશર્રફ માટે તો મુશર્રફસાહેબ વાપરે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે માત્ર મોદી. ટીવી સમાચાર ચૅનલો સાચે જ બીમાર છે.
પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ?
|
પોતાનામાં ધૃણાનો ભાવ હોય તો તેનો કયાં ઉપયોગ કરવો ? * પોતાના દુર્ગુણો અને અવરચંડાઈ પ્રત્યે. * પોતાનામાં ઉદભવતી વાસનાઓ અને પાપવૃતિઓ પ્રત્યે. * ઇર્ષા અને દ્રેષબુધ્ધિને દુર કરવા . * અહંકારને ખોખરો લે બુઠ્ઠો કરવા. * મારાપણાનો ભાવ,સંકુચિતતા કે સ્વાર્થને પાંગળા બનાવી દેવા. |
ઓશો ધ્યાન સૂત્ર ઓડિયો
|
ओशो द्वारा दिये गये नौ ध्यान सूत्र अमृत प्रवचनों एवं ध्यान निर्देशों का अप्रतिम संकलन। (ओशो ओडीयो प्रवचन)
|
Subscribe to:
Posts (Atom)