Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 March 2016

વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે

વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે



“મૌન” મન મા જ મંદિર ની સફર કરાવે છે
“ધ્યાન” ઘર ને ઘર બનાવે છે
પણ “વાંચન” સમાજ નુ ઋણ ચૂકવે છે
“વાંચન” જ મને વિશ્વાસુ બનાવે છે
“વાંચન” જ મને મારા નામ ની ઓળખ અપાવે છે
હૃદય સુવાળુ ને વિચાર નમ્ર બનાવે છે
“વાંચન” જ જીવન ને ભવ્ય બનાવે છે
જીવન ના મૂલ્યો ને જો ખરેખર સમજવા ની તક મળી હોય તો વાંચન થી જ. હુ લખવા માટે નથી લખતો પણ અનુભવુ છુ ઍટલે લખુ છુ.
કોઈક જગ્યા ઉપર મારા વાંચવા મા આવ્યુ હતુ કે લેખક પ્રામાણિક હોય. હુ લેખક તો ના કહી શકુ મારી જાત ને પણ વાંચક જરૂર છુ. ઍટલે આજે અનુભવુ છુ ઍટલે કહુ છુ કે વાંચક પણ પ્રામાણિક હોય છે.
જીવન મા જો ચોરવા મળે તો હુ વાંચવા માટે સમય ચોરવા નુ પહેલા પસંદ કરીશ. ભગવાન જો વરદાન આપે તો ઍમની પાસે દિવસ ના ૨૪ ની જગ્યા ઍ ૨૬ કલાક માંગુ! ઍ વધારા ના ૨ કલાક વાંચન માટે.
ભગવાને જેટલુ આપ્યુ છે ઍના કરતા ઘણી ચીજ નથી આપી ઍનો વધારે આનંદ છે. જેવી કે ઈર્ષા, વેર ઝેર, અદેખાઈ વગેરે…
વાંચન થી હુ ભાષા તો શીખ્યો સાથે સારૂ વિચારતા પણ શીખ્યો. ઘણુ ઋણ ચૂકવવા નુ છે મારે આ ધરતી માતા નુ, માતૃભાષા નુ.
આજ ના આ world book day ઉપર મારી સમજ લખવા નો પ્રયત્ન કરુ છુ.

“શબ્દ ની તાકાત”

“શબ્દ ની તાકાત”


“શબ્દ ની તાકાત”
જ્યારે કોરા કાગળ ઉપર શબ્દો લખાય છે ત્યારે ઍ કાગળ ઉપર જ મંદિર નુ સર્જન થતુ હોય તેવી હકાર ભાવના જન્મે છે
વિશ્વ ના કોઈ પણ શબ્દકોષ મા આપણે જો સૌથી પવિત્ર શબ્દ શોધવા જઈઍ તો ઍક જ શબ્દ મળે, “માં”
“માં” ઍક અક્ષર નથી શબ્દ છે , કોઈ પાત્ર નથી કોઈ સબંધ નથી ઍ તો જીવન છે. ઍક શબ્દ “માં” જ આખીયે કક્કો બારખડી અને ઘડિયા આવી જાય ઍવી તાકાત છે
“માં” તાકાત છે ભાષાની.
જેટલુ સરળ છે “માં” વિશે લખવા નુ ઍટલુ જ અઘરુ છે ઍને સમજવાનુ. પણ સુખ નુ સરનામુ ઍટલે મા નો ખોળો.
પૂજ્યા મોરારી બાપુ કહે છે કે “માં” પોતાના દીકરા માટે પહેલા રક્ત વહાવે છે, પછી દૂધ અને પછી આંસુ. આપણા જીવન ના રથ ને “માં” સારથી બની ચલાવે છે ઍ પણ નિઃસ્વાર્થે.
આજ ના દિવસ ની શરૂઆત “માં” ના આશીર્વાદ થી.
મૌલિક રામી

કલમ ક્યારેક બોલ છે

કલમ ક્યારેક બોલ છે


કલમ ક્યારેક બોલ છે
પણ 
દ્રશ્યની વાણી બોલતી નથી
શબ્દ ની સપાટી સ્થિર બને
ત્યારે 
સંસ્કાર પર ધૂળ ઉડતી નથી
આખુય બ્રહ્માંડ છે હૃદય મા

પણ સાચવે મને ઍ ધરતી નથી
નસીબ ડોલે છે આ હસ્તરેખા પર

ઍમ ના સમાજ કે કુદરત પણ ખેલ રમતી નથી
ભવિષ્ય ની ઍ બીક ડરામણી ,

રાતો ભયાનક થંભતી નથી
વસવસો છે બસ ઍક જ વાત નો
કે 
હવે અશ્રુ ભીની આ રાતી આંખો 

સુખ નો પડછાયો પણ ઓળખતી નથી

મુલાકાત મા મૂલ્યો ની તાકાત

મુલાકાત મા મૂલ્યો ની તાકાત


ઍક સોનેરી સવાર, ઉજાસ હતો, મહેક પણ હતી હવા ની દિશા પણ કઈક ખાસ લાગતી હતી ઍ સવાર જાણે સૂર્ય ના કિરણો સુવર્ણ વરસાઈ રહ્યા હોય. આ સૃષ્ટિ પર વિચારપથ ની દિશા જ બદલાઈ ગઈ હતી.
દર્શન ઘણા કર્યા છે પણ ઍક જ આકાર મા લક્ષ્મી અને સરસ્વતી ના દર્શન મારા ફાળે હતા.
ઍ હરતા ફરતા મંદિર ને જોવા નો દિવસ અનેરો હતો, જાણે જીવન અને વિચાર ના મૂલ્યો ની પવિત્રતા ને દિશા મળતી હોય!! ક્યા અને ક્યારે ઍ હુ ઘરડો થઈશ ત્યારે જણાવીશ.
ઍના રૂપ નુ વર્ણન કરવા માટે શબ્દકોષ મા કોઈ શબ્દ લખાયો નથી, બધી જ અતિશયોક્તિ મા પણ જાણે ઑટ આવી જાય, આટલુ અદભૂત વ્યક્તિત્વ. ગઝલકારો પણ અસમર્થ બને જો ઍને લગતો કોઈ શેર લખવો હોય તો. શિલ્પકાર તો જોઇજ ના શકે ઍની સામે, ઍનો તેજ જ ઍના આકાર ને ઘેરી ને જાણે રક્ષણ કરતો હોય!!! ઍક ભવ્ય અંશ.
કુદરત નો પ્રિય અંશ હોય ઍવી લાગણી!!!
સહજ હતુ, ઍ મુલાકાત મૂલ્યો ની તાકાત બની આવી હોય ઍવુ લાગતુ હતુ. ઍમને જોયા પછી જાણે બધા અવગુણો ઉપર દેવતાઓ ઍ આક્રમણ કર્યુ હોય અને જીવન ના મૂલ્યો ની તાકાત આપી હોય.
ઍમના આંખ ની ભીનાશ હૈયા ને ઠંડક પહોચાડી રહી હતી, કાળા કેશ મારી સમક્ષ આવતા વાવાઝોડા ની સામે ઢાલ બની મારૂ રક્ષણ કરતા હાય ઍમ લહેરાતા હતા.
લીસ્સા સુવાળા ગાલ જાણે ઝાકળ ને પણ ઍ ફૂલ ઉપર થી સરકવા ની ઈચ્છા ના થાય, મીઠા મધુર સ્વર મા જાણે ઍવી નમ્રતા, બસ જીવન મંત્ર મળી જવાની લાગણી!
ગળા મા ઓઢેલી ઍ લાલ ચૂંદડી ઍમના કંકુ થી લીપેલા સ્તનયુગલ ને ઢાકતી હોય અને શ્વાસ મા અત્તર નો દરિયો હોય અને સ્મિત ઍટલે મારા સુખ ની દુકાન.
શબ્દ ઉપર કોઈ અતિશયોક્તિ નથી પણ ઍમના વ્યક્તિતવ ની હાજરી જરૂર અતિશયોક્તિ હતી.
કુદરત ની આપેલી ઍ સોગાદ મારૂ ભાગ્ય માનુ છુ અને ઍમના વ્હાલ ની વર્ષા મા મને ભીંજ્યો ઍ પણ ઍક નસીબ.મિત્રતા ની અખૂટ સંપતી ઍમણે મારે નામ કરી…
ઍ સવાર હજી સાંજ બની નથી, ઍનો ઉજાસ હજી પણ મારા જીવન મૂલ્યો ઉપર અનુભવુ છુ,
માણસ કુદરતે બનાવેલી બધી ચીજ નુ નામ આપી શક્યો પણ આનુ નામ આપવા મા માણસ અસમર્થ રહ્યો છે.
આજે જો શ્વાસ મા પણ ખોટ પડે તો પણ હુ તો મુકામ ઉપર જ છુ, યાત્રા તો ઍમણે કરાવી છે “સ્વર્ગ ની”
ભગવાન ને ઍક જ પ્રાર્થના છે કે ઍમના દરેક શ્વાસ મા સુખનો ગુણાકાર જ કરતો રેહજે, જો ઍમા જરૂર પડે તો મારો ભાગાકાર પણ મંજૂર છે..
વિચાર ના ઍ અમુલ્ય અંશ ઍમને નામ

ના બોલવા ની સજા

ના બોલવા ની સજા


મન મા ને મન મા હુ એટલુ જીવી ગયો
ઍક શબ્દ બોલ્યા વગર હુ નજર થી જ કેટલુ કહી ગયોબનવુ હતુ મારે તમારા હૃદય ના પ્રવાસી
પણ મારો પ્રેમ જ તમારી સામે મુંગો થઈ ગયોકેમ ના જોયુ ફરી ને તમે મારી સામે
તમે છોડ્યો મને જ્યા!!જીવનભર ત્યા ને ત્યા જ હુ ઉભો રહી ગયોતમારા વિચાર મા ને વિચાર મા જીવન જીવી લીધુ અમે
આંખ નો દરેક આંસુ, મોતી છતાય દાણો થઈ ગયો!!તમને મોકલવા નો ઍ સંદેશ તમારા સુધી ના પહોચ્યો,
ઍ તો જાનીભુજી ને પેલો પરિંદો જ લઈ ગયો

પ્રસંગ ઍક ઉત્સાહ અનેક

પ્રસંગ ઍક ઉત્સાહ અનેક


પ્રસંગ ઍક ઉત્સાહ અનેકજીવન ઍક કામ અનેકજીવ ઍક સબંધ અનેકઆત્મા ઍક કર્મો અનેકપ્રેમ ઍક બંધનો અનેકમન ઍક ઈચ્છા ઑ અનેકશરીર ઍક વાસના અનેકમાણસ ઍક ધર્મો અનેકધરતી ઍક દેશો અનેક

“સંગીત” એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા.

“સંગીત” એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા.



સંગીત એ આત્માની ભાષા છે.
મનની સાધના છે.
લાગણીઓની વાચા છે.
આવું ઘણુ સાંભળ્યુ છે આપણે.  પણ સંગીત તો એક ભાષા છે. સાચા અર્થમાં સૌ કોઈ શીખી શકે તેવી ભાષા.
ઉપરોક્ત વિધાનો ત્યાં સુધી જ સાચા છે જ્યાં સુધી તમને સંગીત વિષે જાણકારી નથી. હા, ઉપરના વિધાનો સંગીત વિષે ની ફિલસૂફી જરૂર વ્યક્ત કરે છે.

સંગીત એક એવી ભાષા છે જેને પદ્ધતીસર શીખી શકાય છે. સંગીતમાં પણ અક્ષર, શબ્દ, લીટી, ફકરા વગેરે હોય છે, અંગ્રેજીમાં તેને Beat, Bar, Phrase, verse, chorus વગેરે
તરીકે ઓળખાય છે. સંગીતમાં પણ કક્કો બારખડી હોય છે, અને ગુણાકાર ભાગાકાર પણ હોય છે.
સંગીતના જાણકાર હોય કે અજાણ્યા બધાએ સંગીત તો GOD GIFT હોય તેમ કહીને સંગીત  શીખવા અને જાણવા – માણવા માટેની સરહદો બનાવી લીધી છે.
ઘણાં લોકો સંગીત શીખવા માટે retire (નિવૃત) થવાની રાહ જોતા હોય છે, તો ઘણાં લોકો અંગ્રેજીમાં કહેતા હોય છે કે “MUSIC IS NOT MY CUP OF TEA”
પણ સાચે સાચ સંગીત તો તમારી વર્તમાન પ્રવૃત્તિ ને વેગ આપવા માટે ની પ્રવૃત્તિ છે.
Music એક psychological subject છે. હું જયારે જયારે પણ કોઈક અંગ્રેજી કે ગુજરાતી શબ્દોનો અર્થ dictionary (શબ્દકોષ) માં જોઉં તો એવો એહસાસ થાય છે કે તે અજાણ શબ્દ પણ મને પહેલેથીજ ખબર હોય, અને સાચુજ છે. ભગવાને આપણા મગજમાં આખે – આખો શબ્દકોષ મુકેલો છે, માત્ર જરૂર છે અને અલગ દ્રષ્ટિથી જોવાની. કંઈક એવુંજ music માં પણ છે. સૂર (NOTES) અને તાલ (RHYTHM) પહેલેથીજ આપણે જાણીએ છીએ, જરૂર છે માત્ર પદ્ધતિસરના શિક્ષણ ની. સંગીત આપણે જાણીએ છીએ એવું હું ખાતરીપૂર્વક એટલે કહી શકું કે સંગીતમાં કશુંજ નાં જાણનાર મારી mummy પણ television ઉપર આવનાર સંગીતસ્પર્ધાના કાર્યક્રમોમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે અભિપ્રાય આપી શકે છે, અને એનાં એ અભિપ્રાયો ઘણા અંશે સાચા હોય છે. માટે એમ કહી શકું કે એ MUSIC જાણે છે.
‘ક’, ‘ખ’, ‘ગ’ આ બધા મૂળાક્ષરો ગુજરાતી ભાષાના છે. ‘A’, ‘B’, ‘C’, ‘D’ આ બધા alphabets અંગ્રેજી ભાષાના છે. તેવી જ રીતે સંગીતમાં પણ મૂળાક્ષરો / alphabets છે. સંગીતનાં મૂળાક્ષરો ને પણ અલગ અલગ રીતે વર્ણવાય છે. જેમકે  સા..રે…ગ…મ…(સરગમ),’A’, ‘B’, ‘C’, ‘D’…..”DO”…”RE”…”ME”…”FA”… આ બધા ના ઉચ્ચાર બદલાય છે પણ ધ્વની સરખો જ કરે છે.
જેમ ગણિત માં અંક છે તેમ સંગીતમાં માત્રા (BEATS) છે.
BACH (western composer) દ્વારા એક ખુબજ સરસ વાક્ય કહેવાયું છે, જે આપણને એક જ વાક્ય માં music  શીખવી શકે.
એમણે કહ્યું છે, “If you play right note at a right time than your instrument will play by itself” અર્થાત જો તમે સાચો સૂર સાચી માત્રા (beat) ઉપર વગાડશો તો તમારું વાદ્ય (instrument) જ આપોઆપ રાગ ઉત્પન્ન કરશે.તમારે માત્ર જરૂર છે સાચા સમયે સાચો સૂર વગાડવાની.

TREASURE OF LIFE

TREASURE OF LIFE


“Thought” !!!!  A word “Thought” may be very normal as other thousands words in the dictionary. but its very valuable in our life.I am introducing my name as MAULIK a ‘thought” . where I want to share my thoughts and i would love to get more ‘n’ more positive thoughts from anything and everything.Because I believe “Thought” is a pure treasure which can be share without cost. and can learn  life without paying.So now the thoughts are fuel of my journey and making my life engine more efficient.

10 COMMON THINGS TO BE SUCCESSFUL PERSONALITY

10 COMMON THINGS TO BE SUCCESSFUL PERSONALITY


1) Positivity2) Patience3) celibacy4) Non Violence5) Believe in Truth6) Network (Relations)7) Don’t waste time to be perfect8) Determination9) Helping Nature10) Communication

“કોઇક” કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે

“કોઇક” કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે


કોઇક કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે
એવા ન બંઘાયેલા વતૃળ ને પણ સબંધ કહેવાય છે.
ના કોઇ પર્વ કે તહેવાર એના વગર ઊજવાય છે
એમની ગેરહાજરી મા પણ એમની હાજરી વતૉય છે.
વગર સ્વીકારે લો સ્નેહ એનો
બાળક જેવો મલકાય છે
એમના આંસુઓ મા રહેલી મારી ભૂલો વષૉ બાદ મને આજે સમજાય છે
ૠતુ ઓ મા પણ બસ એમની  જ મહેક છલકાય છે
હવે તો બસ હર ધડી એક આશા ના જ વાદળા ધેરાય છે
કોઇક કોઇક ને સહેલાઇથી ભુલી જાય છે
એવા ન બંઘાયેલા વતૃળ ને પણ સબંધ કહેવાય છે.
મૌલિક રામી

મૌલિક “વિચાર”

 ॐ असतो मा सद्गमय । સત્ય સર્વત્ર છ. ે જીવન જીવવાની કળાની સાથે સાથે વિચારવાની કળા પણ એટલી જ અગત્યની છ. માત્ર સત્યને જો ે વાં માટની ે દ્રષ્ટિની જરૂર છ.સત્યને નીરખ ે વાની દ્રષ્ટિ એટલે આપણાં વિચારો. સત્ય અમર છ, ે સત્યમાં જ પ્રકાશ છ.ે સત્ય શુધ્ધ છ, સત્ય ે નિર્મળ છ.ે સત્ય નિરાકાર છ. ે સત્યની શોધમાં જ સત્ય પ્રાપ્ય છ. ે સત્યની અનુભૂતિ એજ આત્માની સુગંધ છ.ે મૌલિક વિચારોમાં સત્ય છ.ે સત્ય પ્રવાહી છ, સત્ય ઘન છ ે .ે સત્યની મુસાફરીમાં સત્ય છ.ે સત્યની આંખ નથી સત્ય પોતે જ દ્રશ્ય છ.ે સત્યની શોધ એજ જીવન છ.ે જૂઠમાં પણ સત્ય છ. કારણ ક ે ે સત્ય નાદાન છ. ે સત્ય દિશાહીન છ, છે તાંય સત્ય ગતિમાન છ. ે સત્ય નગ્ન છ.ે શબ્દે શબ્દમાં સત્ય છ.ે સત્ય અણુએ અણુમાં છ.ે સત્ય સર્વત્ર છ. સત્ય સ ે ર્વત્ર છ. સત્ય સ ે ર્વત્ર છ. ે - મૌલિક “વિચાર”

જવાની – કેફિયત – 4

જવાની – કેફિયત – 4

જો કોઈ પથ્થરો ઉપર ફૂલ ઉગાડવાની વાત કરતું હોય, આગને રાખ કરવાની વાત કરતું હોય કે પછી એક જ ઘૂંટડે જિંદગી જીવવાની વાત કરતું હોય તો સમજવું કે એ જીવનની બહુ જ મહામૂલી એવી જવાની જીવી રહ્યો છે. જવાની જીવવાની જેટલી મજા છે એટલી જ મદમસ્તીથી ગઝલકારોએ એમના શેરમાં જવાની કહો કે યુવાનીને રંગીનાતાથી  શણગારી છે. ભાગ્યેજ કોઈ શાયર એવો હશે કે, જેણે આ રંગીન શબ્દલેખ એમની કોઈ પણ જીવન અવસ્થામાં થયેલ કાવ્ય લેખનમાં ન કરેલ હોય.
મન પતંગિયું ઉડ ઉડ કરવા લાગે, મન મોરલો આંબે આવ્યા મોર જેમ મહેકવા લાગે તો સમજવું જવાની ફૂંટી.  જવાની કહો કે યુવાની એ એક માનસિક વૃતિ કે અવસ્થા છે જેને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.જે સમયનો સદુપયોગ કરી જાણે, જિંદગીની હરએક પણ મોજથી માણી જાણે ટૂંકમાં ઉત્સાહનો પર્યાયવાચી એટલે યુવાની.. જવાની. ભલે ને ઈતિહાસ ભણવામાં આળસુ હોય, પણ ઈતિહાસ રચી જાણે એવો ઉત્સાહ, કૌશલ, કુશળતા હોય  તે જ સાચી જવાની.  
જિવી જવાની મજા પણ કંઇ ઔર હોય છે
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય
_નરેશ ડોડીયા
જવાની શબ્દનાં ઉપયોગથી ઘણી બધી શેર અને ગઝલો વર્ષો વીત્યા પછી પણ યુવાન ન રહ્યા છે. કોઈપણ  ઉંમરે કવિ જવાની શબ્દ પર ગઝલ કે પંક્તિ લખે ત્યારે સાચેસાચ એ જવાન થઇ જાય છે. વાસ્તવમાં જવાનીને કોઈ ઉંમર નથી, એ તો એક માત્ર વિચાર છે, ખુમારી છે. ગઝલોનાં બેતાજ બાદશાહ, શબ્દે શબ્દે અમૃત રેડીને લોકોને એમનાં ગઝલથી ઘાયલ કરનાર અમૃત “ઘાયલ”. કોઈ કવિએ કુદરતનાં નિયમોને ઊંધા કરી નાખ્યાં હોય તો એ આ એક જ કવિ છે. જો મનોબળ છે, આત્મ વિશ્વાસ છે, ભારોભાર સંવેદના છે અને લખું ત્યાં સુધી જવાન છું એવું  દર્શાવતો એમનો એક શેર…
મને પૂછી રહ્યા છે, હું કરું છું શેખ શાની પર?
મહોબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર,
જો ઊર્મીઓ જીવિત છે તો જગત  પણ એક દી’ જોશે,
બુઢાપામાં જીવનને લાવીશું પાછું જવાની પર. 
_અમૃત “ઘાયલ”
એવીજ એક ખુમારીભર્યો શેર અને જવાનીને માત આપવાને અમર થવાની વાત ગઝલકાર શૂન્ય પાલનપૂરી કહે છે કે,
કવનરૂપી જડીબુટ્ટી અમરતાની પણ રાખું છું,
નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું. 
_શૂન્ય પાલનપુરી
ક્યાંક જવાનીમાં નશાનાં જામ લગાવાની વાત કરે છે તો કોઈકને વહેતી જવાનીની વેદના છે. કોઈક ઘડપણને પાછું ઠેલવવાની અરજ કરે છે, તો કોઈક જવાનીની રંગીનતા હૃદયની ભીતરેથી શોધવાની વાત કરે છે. જવાન ઉંમરની રંગીનતામાં તરબોળ કરતી અને નશામાં ચકચૂર થઇને ભાન ભૂલવાની પંક્તિઓ કવિઓએ ખૂબ અનોખા અંદાઝમાં વ્યક્ત કરી છે. જ્યાં ગઝલને કોઈ રામ કે રહીમ સાથે લેવાં દેવાં નથી એને બસ જવાનીના જામની ઇન્તેજારી છે. ત્યાં એક પંક્તિ રચાય છે કે,
એક ગઝલ તારા નામની, ના રહીમની ના રામની,
મૂછોના દોરા ફૂટ્યાં અને ઋતુઓ આવી જામની, 
એક ગઝલ તારા નામની.. 
_મૌલિક “વિચાર”
હું પણ જાણું છું કે સનમ મારી જવાની જવાની છે;
તું માને યા ન માને, એ તારા તરફ જ જવાની છે.
સમજતા સમજતા સમજાઈ જશે તને ય એક દિન;
કોઈ અમસ્તું આકર્ષણ નથી, ઇશક મારો રૂહાની છે.
મળી જશે મંજિલ ભલે હોય રાહ અતિ કઠિન નટવર;
એના ચીંધ્યે ચાલ, તારી લાગણી સાચો સુકાની છે.
_નટવર મહેતા
એવી જ કૈક  જવાનીના નશામાં શબ્દે શબ્દે ભીનાશ ને વિચારોમાં જલસાના ઘોડાપુરમાં તણાતાં જવાનીના નશામાં, પ્રેમમાં ડૂબવાની વાત કરતાં આરતી પરીખ કહે છે કે,
ભારોભાર ભીનાશથી અમે ભરપૂર હતા,
જવાનીના જોશથી તમે’ય ચકચૂર હતા,
જમાનાની શે’ વિસાત કરે કોરા ધાકોર
સાગરે ભળવા બે’ય કાંઠે ઘોડાપૂર હતા. _આરતી પરીખ
તો વળી, ક્યાંક માદક જવાનીના જોશમાં રોમેરોમથી પ્રેમરંગે રંગાઈ જવાની વાત…
રોજ જવાની ચઢતી ગઈ, 
સાંજ કુંવારી થંભતી ગઈ, 

ઓ, ઓ, ઓ, ઓ… ઘરના દ્વારે મળતી રહી,
બસ એક ઈશારે થયો હું રંગરસીયો…
 _મૌલિક “વિચાર”
પ્રેમરંગે રંગાયેલો કવિ જીવ હવે ખરેખરો મૂંઝાયો… જાયે તો જાયે કહા?!
સેજ ક્યાં સુંવાળી હતી, બળતી જવાની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
 _મૌલિક “વિચાર”
ઉપરોક્ત બે પંક્તિઓમાં પ્રિયતમાના એક જ ઈશારે રંગરસિયા થઇને, પ્રિયતમાના એક માત્ર નજરનાં સ્પર્શથી કુંવારી સાંજ થંભતી લાગે છે અને રોજે રોજે જવાનીની માદકતા વધવાનો અનુભવ થાય છે તો વળી ક્યારેક આ  જ કવિ હૃદયને માશુકાનાં શક અને હકની વેદનાથી કંટક ભરી સેજ પર જવાની બળવાની વેદનાની વ્યથા છે.  
ઘડપણનાં ઉંબરે પહોચેલ મન જવાનીને અરજ કરે છે કે, હવે તું પાછી વળી જા, કંઈ થઇ શકે તેમ નથી. કારણ કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે, શ્રી અવિનાશ વ્યાસની ખૂબ  ભાવવાહી  પંક્તિ,
કહું છું જવાનીને, પાછી વળી જા,
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ,
પણ; તન તારું સગપણ ભુલાવી રહ્યું છે.  
_અવિનાશ વ્યાસ
અને એ જ ગઝલમાં બીજી એક પંક્તિમાં મહોબ્બતને જન્મોજનમનો હક છે એમ ખુમારીથી કહે છે છતાં ઘડપણની માફી માંગીને થોડો વધારે સમય જવાનીનો સ્વાદ માણવાની અરજી કરે છે.
મુહોબ્બત તો મારો હક છે જનમનો,
સાકી હતો ને રહ્યો છું સનમનો,
ઘડપણને કહું છું કે માફી દઇ દે,
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.
_અવિનાશ વ્યાસ    
સાચે જ ડુંગરાને પણ ઝૂકાવી દે અને સૂકી નદીઓને પણ ખળખળ વહેતી રોકી દે તેવો મિજાજ લોકો જવાનીમાં ધરાવે છે અને એવો જ મિજાજ ગઝલકાર સુપેરે એમના શેર ગઝલોમાં કંડારે છે.
શ્રીમદ્ રાજચંદ્ર એ કહ્યું છે,  “રૂપ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થાય. ન રૂપ રહેગા ન જવાની રહેગી. ઇસ દુનિયા મેં સર્ફિ તેરી કહાની રહેગી… આજે નથી રાજા કે નથી નર્તકી. છોડ બેટા, આ કાયાની માયા. તું એવાં કર્મો કરીને  જા કે ઈશ્વર પણ તારી આતુરતાપૂર્વક રાહ જોતો હોય…”
આસ્વાદ : મૌલિક “વિચાર”
શબ્દ સહાય : આરતી પરીખ

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી