Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 July 2016

ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

ધારો કે…જો બીજું વિશ્વયુદ્ધ હિટલર જીત્યો હોત તો?

(મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિની ‘ધારો કે’ કૉલમમાં તા.૨૦/૭/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)
બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯થી ૧૯૪૫ના સમયમાં લડાયું. આ યુદ્ધમાં એક તરફે જર્મની, ઈટાલી અને જાપાન, બલ્ગેરિયા, હંગેરી, રોમાનિયા અને થાઇલેન્ડ હતા તો બીજી તરફ, રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા હતા. આ યુદ્ધનું પરિણામ સૌ જાણે છે તેમ, અમેરિકા અને સાથી દેશો જીત્યા. આ જીત પછી અમેરિકા અને સોવિયેત સંઘ મહાસત્તા બનીને ઉભરી આવ્યા. બ્રિટનનો સામ્રાજ્યવાદનો સૂર્ય આથમી ગયો. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે શીત યુદ્ધ ચાલુ થયું. આ સાથે જ દુનિયામાં અગ્ર રીતે બે વિચારધારા મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જંગ છેડાયો. અડધી દુનિયા મૂડીવાદ તરફ ઝૂકી અને અડધી દુનિયામાં સામ્યવાદ પ્રસર્યો.
ધારો કે આ વિશ્વયુદ્ધમાં જર્મની, જાપાન અને ઈટાલીની જીત થઈ હોત તો?
સામાન્ય રીતે ઇતિહાસ વિજેતાના દૃષ્ટિકોણથી લખાતો હોય છે. જો બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને સાથી દેશો જીત્યા હોત તો સ્વાભાવિક રીતે જ ઇતિહાસમાં એડોલ્ફ હિટલર, બેનિટો મુસોલિની અને જાપાનના સમ્રાટ હિરોહિટોની યશોગાથા આલેખાઈ હોત. તેઓ કેટલા મહાન હતા તેના ગુણ ગવાયા હોત. બ્રિટન અને અમેરિકા આટલા નરસંહાર, અત્યાચાર પછી પણ મહાન લોકશાહી દેશો ગણાતા હોય તો બીજા વિશ્વયુદ્ધમાં જીત મળી હોત તો જર્મની-ઈટાલી અને જાપાનની ગણના પણ મહાન દેશોમાં થતી હોત.
હિટલરના સાથી ગોબેલ્સને જૂઠાણાંને સત્યમાં ફેરવી નાખતો પ્રચારક માનવામાં આવે છે. આ જ કામ અમેરિકાના આધિપત્યવાળું (કંટ્રોલ્ડ) મિડિયા કરે છે. અમેરિકાની કહેવાતી થિંક ટેંક સમયે-સમયે ભારત-પાકિસ્તાન વચ્ચે ઝઘડો થાય તેવા સમાચાર પ્રસારિત કરે છે. બંને વચ્ચે દુશ્મનાવટ ચાલતી રહે તેવા પ્રયાસ કરે છે. આજની તારીખે પણ અમેરિકા ઘણી બધી હદે ભારતના પક્ષે હોવા છતાં પાકિસ્તાનને અબજો રૂપિયાની સહાય આપવાનું છોડતું નથી. કેમ? તેને બે બિલાડી બાઝે એમાં રસ છે. તેને તેનાં અને સાથી દેશોનાં શસ્ત્રો વેચાય તેમાં રસ છે. માત્ર ભારત-પાકિસ્તાન વચ્ચે ઝઘડા થાય તેવા સમાચાર પ્રસરાવવાનું કામ જ અમેરિકા તરફી મિડિયા નથી કરતું. અનેક સર્વે પણ પ્રગટ કરાતા રહે છે. એક દિવસે સર્વે આવશે કે ચા પીવાથી કેન્સર (આ ઉદાહરણ છે.) દૂર થવાની શક્યતા રહે છે. તો થોડા દિવસ પછી એવો સર્વે આવશે કે ચા પીવાથી ખરેખર તો કેન્સર થાય છે.
આ જ રીતે દવાઓના વેચાણ માટે પણ વિવિધ અજબગજબ રોગના સમાચારો પ્રગટ થતા રહે છે અને લોકોમાં ભય પેદા કરાતો રહે છે. દા. ત. આજથી પંદરેક વર્ષ પહેલાં એન્થ્રેક્સનો ગજબનો ભય ફેલાવાયો હતો. અમેરિકી લોકો પણ તેનાથી ડરતા હતા. એ વખતે મોબાઇલનો એટલો ફેલાવો નહોતો. આથી કાગળ લખવાનું હજુ ચલણ હતું. તેથી પરબીડિયા પર એન્થ્રેક્સનાં બીજાણુ મૂકીને હુમલો કરાતો હતો જે એન્થ્રેક્સ એટેક નામે જાણીતા હતા. હમણાં વળી ઝિકા વાઇરસ આવ્યો. થોડા વર્ષો પહેલાં ચિકનગુનિયાનો વાયરો હતો. સ્વાઇન ફ્લૂ તો છે જ. એમાં ના નહીં કે હવામાન પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) સાથે રોગો પણ નવા પેદા થતા હોય છે. પરંતુ એક વ્યાપક પણે મનાતી થિયરી મુજબ, અમેરિકાની દવા કંપનીઓ પહેલાં દવા શોધે છે અને પછી તેને અનુરૂપ રોગની સ્થિતિ (માનસિક રીતે અથવા રોગ ફેલાવીને) ઊભી કરે છે. ‘ઓર્ગેઝમ ઇન્ક’ના ફિલ્મકાર લિઝ કેનરનું કહેવું છે કે “ફાર્મા ઉદ્યોગોએ જ ‘ફીમેલ સેક્સ્યુઅલ ડિસફંક્શન’ના રોગને ચગાવ્યો છે.” એક ડ્રગ કંપનીની સ્ત્રીઓ માટેની વિયાગ્રાને વિકસાવવાની પ્રોસેસને જોયા પછી કેનર આ મત પર આવ્યા હતા.
ટૂંકમાં, અમેરિકા આધિપત્યવાળું મિડિયા પણ ગોબેલ્સ કરતાં કમ નથી પરંતુ આજે ઘણા લોકો અમેરિકા કહે તેને સત્ય માને છે. ગૂગલ કહે એ બ્રહ્મવાક્ય મનાતું થઈ ગયું છે. જોકે એ જ ગૂગલ પર અનેક જૂઠાણાંઓ પ્રવર્તે છે. જો હિટલર જીત્યો હોત તો ગોબેલ્સ અને ગોબેલ્સના (કાર્યની રીતે) અનુગામીઓ બ્રહ્મવાક્ય સમાન ગણાતા હોત. અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ફ્રાન્સ વગેરે દેશો અત્યાચારી લેખાતા હોત.
હિટલરના વિજય પછી જર્મની, જાપાનીઝ અને રોમન ભાષાની બોલબાલા હોત. હિટલર સામ્યવાદી વિચારસરણીનો ભારે વિરોધી હતો. જો હિટલર જીત્યો હોત તો બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદી વિચારસરણીના લીધે જે ભારે નુકસાન ભારત સહિત જેટલા પણ દેશોને થયું એટલું કદાચ ન થયું હોત.
ભારતની દૃષ્ટિએ વિચારતાં નેતાજી સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતા માટે જર્મની અને જાપાનનો ટેકો માગ્યો હતો. જો જર્મની જીત્યું હોત તો ભારતને બે વર્ષ પહેલાં સ્વતંત્રતા મળી ગઈ હોત અને  કદાચ એવું બનત કે ભારતના પ્રથમ સરમુખત્યાર સુભાષચંદ્ર બોઝ હોત. (જર્મની-જાપાન અને ઈટાલી ત્રણેયમાં સરમુખત્યાર હતા.) એનાથી જો અને તોની અનેક સંભાવનાઓ કલ્પી શકાય. દા.ત. સ્વતંત્રતા પછી ભારતનું બ્રિટિશકરણ થયું તે કદાચ ન થયું હોત. બંગાળી કદાચ રાષ્ટ્રભાષા હોત. અથવા વહીવટ ખરેખર હિન્દીમાં થતો હોત. સાંસ્કૃતિક રીતે આપણા લોકો ઘણી બધી હદે અંગ્રેજો કે અમેરિકી લોકો જેવા બની ગયા છે. સત્તાની રીતે ભલે ભારત બ્રિટનની કૉલોની નથી રહ્યું પણ સાંસ્કૃતિક રીતે તો છે જ. એ કદાચ ન થયું હોત. સરમુખત્યાર હોવાના લાભ અને ગેરફાયદા બંને છે. નેતાજીએ પોતે ‘ઇન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તકમાં લખ્યા પ્રમાણે, તેઓ ભારતમાં ફાસીવાદી અને સામ્યવાદી આ બંનેના સંમિશ્રણ સમી રાજકીય વ્યવસ્થા ઈચ્છતા હતા. આથી સરમુખત્યારી લાંબો સમય ચાલી હોત. તો કદાચ, અત્યારે ગાંધીજી કહે તે બ્રહ્મવાક્ય મનાય છે તેવી સ્થિતિ ન હોત. ભારતીય નાણાં મુદ્રા પર ગાંધીજીનું ચિત્ર ન હોત. ‘લગે રહો મુન્નાભાઈ’માં મુન્નાને ગાંધીજી નહીં, બોઝ દેખાતા હોત!
ભારતમાં તત્કાળ ગાંધીજી, સરદાર પટેલ જેવી અનેક મહાન હસ્તીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની સમકાલીન હતી. ભારત વર્ષોથી એક યા બીજી રીતે લોકશાહીને વરેલો દેશ રહ્યો છે. રાજાઓ હતા પરંતુ તેઓ પણ લોકમત જાણીને નિર્ણય લેતા. બિહારમાં વૈશાલી સહિત અનેક જગ્યાઓએ ગણતંત્રો હતાં. અત્યારે જેમ સંસદ છે તેમ પ્રાચીન સમયમાં પરિષદો હતી. તેથી બન્યું હોત કે ગાંધીજીને બોઝ સામે જ સ્વતંત્રતા માટે લડાઈ લડવી પડી હોત. અને તેના પરિણામે બોઝની સરમુખત્યારી કેટલી ટકી હોત તે કહી શકાય નહીં.
પરંતુ એક વાત એ પણ બનત, કે જો બોઝ સરમુખત્યાર હોત તો …કદાચ ભારતના ટુકડા ન થયા હોત. સરમુખત્યારશાહી લાંબી ચાલી હોત તો ભારતનો ઘણો બધો વિકાસ થયો પણ હોત કેમ કે તો વૉટબેંક પૉલિટિક્સની અસુવિધા ન હોત. ઇનફેક્ટ, ખરા અર્થમાં સેક્યુલરિઝમ હોત. ભારત મહાસત્તા ક્યારનું બની ગયું હોત. ચીનમાં એક પક્ષનું શાસન ચાલે અને તે મહાસત્તા બની શકે તો ભારત ન બની શકે? પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા કાયમી ગુમડાં ન હોત તો ભારત ક્યાંનું ક્યાં પહોંચી ગયું હોત તે વાત કોઈ પણ સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી છે. ભારતનો રૂપિયો પણ મજબૂત હોત. સોવિયેત સંઘ પર હુમલા પાછળ જર્મનીને ઑઇલ મેળવવાની ઈચ્છા હતી. જો હિટલર જીત્યો હોત તો તે પછી તેણે આરબ દેશો તરફ પણ જીતવાને દોટ લગાવી હોત અને તો કદાચ પેટ્રોલ-ડીઝલ આટલા મોંઘાં ન હોત!
હિટલર સામેની યુતિમાં અમેરિકા, બ્રિટન રશિયા અને ચીન હતા. જો હિટલર જીત્યો હોત તો આપણને ચીનની આટલી કનડગત ન હોત, કારણકે જાપાનનો આપણને સાથ હતો. તો ૧૯૬૨નું ભારત-ચીન વચ્ચેનું યુદ્ધ પણ કદાચ ન થયું હોત. વળી, વિશ્વયુદ્ધ જીત્યા પછી અમેરિકાએ તત્કાલીન સોવિયેત સંઘ (રશિયા) સામે ઇસ્લામી ત્રાસવાદને જન્મ આપ્યો. ગેરિલા પદ્ધતિથી લડવાનું પ્રશિક્ષણ આપ્યું. જો જર્મની અને સાથી દેશો જીત્યા હોત તો કદાચ ઇસ્લામી ત્રાસવાદને આટલો વિકરાળ આપણે જોઈએ છીએ તેટલો વિકરાળ ન પણ હોત.
અને છેલ્લે, જો હિટલર જીત્યો હોત તો, ગુજરાતીઓ અમેરિકા નહીં, પણ જર્મની જવા દોટ લગાવતા હોત!

ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

ઢાકા અને મદીના: ત્રાસવાદીઓનું લક્ષ્ય માત્ર વિધર્મી જ નથી!

(સંકલન શ્રેણી સામયિકમાં ૨૧ જુલાઈ ૨૦૧૬ના અંકમાં આ લેખ પ્રકાશિત થયો)
મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ પહેલાં, ઈદ પર અને પછી ભારે હિંસા થઈ. આમાં સૌથી વધુ ચર્ચા ઢાકા હુમલાની જ છે. માત્ર ૬ જૂનથી ૫ જુલાઈ દરમિયાન અનેક મુસ્લિમ ત્રાસવાદીઓએ હુમલામાં પાંચસો આસપાસ લોકો મર્યા. આ સમયગાળો મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનનો હતો. એમ મનાય છે કે આઈએસઆઈએસે જૂન ૨૦૧૪માં ખલીફાનું શાસન લાવવા જાહેરાત કરી ત્યારથી દરેક રમઝાન મહિનો લોહિયાળ વિત્યો છે.
જોકે ઇતિહાસ જોતાં, ઈ.સ. ૬૨૪થી આ ક્રમ ચાલ્યો આવે છે. ગીતા અને કુરાન બંનેમાં યુદ્ધની વાત કરાઈ છે. ગીતામાં પોતાના જ પિતરાઈ ભાઈઓને, પ્રપિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય વગેરેને જોઈને અર્જુનના હાથમાંથી ગાંડિવ સરી પડે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગીતા જ્ઞાન આપતાં કહે છે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ! કુરાનમાં સૂરાહ (અધ્યાય ૨)માં ૧૯૦થી ૨૧૭ આયાત યુદ્ધ વિશે છે!
૧૯૧મી આયાત કહે છે, “અને જ્યાં પણ તેમના પર નિયંત્રણ મેળવો, તેમની હત્યા કરો અને તેમણે તમને જ્યાંથી કાઢ્યા છે ત્યાંથી તેમને કાઢો કારણકે ઉત્પીડન હત્યાથી પણ ગંભીર છે. પરંતુ મસ્જિદે હરામ (કાબા) પાસે તમે તેમની સામે ત્યાં સુધી ન લડો જ્યાં સુધી તેઓ સ્વયં તમારી સામે યુદ્ધ ન કરે. આથી જો તેઓ યુદ્ધ કરવા આવે તો તેમની હત્યા કરો. આવા લોકોનો આ જ બદલો છે.”
ઈસ્લામને શાંતિનો પંથ બતાવવા પ્રયાસરત છે તેવા ઈસ્લામના વિદ્વાનો કહે છે કે ત્રાસવાદીઓ આયાતોનું-કુરાનનું ખોટું અર્થઘટન કરે છે.
અને આ જ કુરાન- આ જ આયાતોનું મદરેસામાં પાઠ ભણાવતા મૌલવીઓ અને હવે તો જાહેરમાં કન્વેન્શન દ્વારા કે સોશિયલ મિડિયા પરથી આવા પાઠ ભણાવતા ઝાકિર નાઈક મુસ્લિમ બાળકો-યુવાનોમાં વિધર્મીઓ પ્રત્યે ઝેર ભરે છે.
ગીતા વાંચીને માણસનું મન શાંત થાય છે, તે ભક્તિ તરફ વળે છે. ગીતા વાંચીને અર્જુન સિવાય કોઈએ શસ્ત્ર ઉઠાવ્યા હોય તેવું ક્યાંય સાંભળ્યું છે ખરું? ગીતા છોડો, બીજા કોઈ પણ હિન્દુ ધર્મગ્રંથ વાંચીને કોઈએ કોઈની હિંસા કરી હોય તેવું એક ઉદાહરણ બતાવો. કુરાન વાંચીને આવું કેમ નથી થતું? જોકે પ્રશ્ન એ પણ છે કે ત્રાસવાદીઓ ખરેખર કુરાન વાંચે છે ખરા?
હકીકત એ છે કે હિન્દુ ધર્મ સતત વિકાસશીલ છે. હિન્દુઓ પણ હિંસક હતા. તેમાં ના નહીં. બલિઓ પણ અપાતા. આજેય છુટાછવાયા અપાય છે. પરંતુ મહાવીર, બૌદ્ધના આગમન પછી હિન્દુઓએ અહિંસાનો માર્ગ અપનાવ્યો. આનું સૌથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે કે હિન્દુઓના બે દેશ – ભારત અને નેપાળમાંથી કોઈએ સામેથી આક્રમણ કર્યું હોય તેવા દાખલા મળશે? આવું ઈસ્લામ રાષ્ટ્રોના સંદર્ભમાં કહી શકાય ખરું? મહાવીર, બૌદ્ધ પછી ગાંધીજીએ અહિંસાનો ઉપદેશ ગાઢ કરી દીધો.
વાસ્તવમાં, હિન્દુઓમાં જે અત્યાચારી છે તેમને ડિસઑન કરવાની (તેમને ફગાવવાની) પરંપરા છે, ચાહે તે ગમે તેટલા જ્ઞાની, ધનવાન કે કંઈક અંશે સારા કેમ ન હોય. હિરણ્યકશિપુથી માંડીને રાવણ અને કંસ આના ઉદાહરણ છે. એ જવા દ્યો, નથુરામ ગોડસેનું નામ બોલતા પણ હિન્દુઓ અચકાય છે.
જોકે ત્રાસવાદી હુમલાઓ વખતે ચિંતકો, બૌદ્ધિકો, સાહિત્યકારો, ફિલ્મકારો પોતાની જાતને સેક્યુલરોમાં ખપાવવા બે કામ અચૂક કરે છે: ૧.તેમનું પોપટરટણ હોય છે- ત્રાસવાદીઓનો કોઈ ધર્મ નથી. ૨. તેઓ તેમની વાતમાં-લેખમાં હિન્દુઓને ધિબેડવાનું ચૂકતા નથી.
ઢાકામાં ૧ જુલાઈની રાત્રે આઠ મુસ્લિમ ત્રાસવાદીઓએ ‘અલ્લાહુ અકબર’ના નારાઓ સાથે હોલી આર્ટિસન બેકરી નામના સ્પેનિશ રેસ્ટોરન્ટ પર હુમલો કર્યો. તેમનું નિશાન સ્પષ્ટ હતું વિદેશીઓ. તેમણે જેમને કુરાનની આયાત આવડતી હતી તે મુસ્લિમોને જવા દીધા. વિધર્મીઓની નિર્મમ હત્યા કરી. કાશ્મીરના ત્રાસવાદીઓ હોય કે ઢાકામાં ત્રાટકેલા ત્રાસવાદીઓ, તેમની વિકૃતિ જુઓ! તેમનો ઈરાદો માત્ર હત્યાનો નથી હોતો. પરંતુ તેઓ ખૂબ જ યાતના આપીને હત્યાઓ કરે છે. મરનારાઓમાં નવ ઈટાલિયનો અને સાત જાપાનીઝ હતા. એક અમેરિકી અને એક ભારતીય હતા. છ બાંગ્લાદેશીઓ હતા. જ્યારે બે પોલીસ અધિકારીઓ પણ મરણને શરણ થયા.
પરંતુ ત્રાસવાદીઓનું લક્ષ્ય શું માત્ર વિધર્મીઓ જ છે? ના. બાંગ્લાદેશમાં જ ઢાકાથી ૧૦૦ કિમી દૂર શોલાકિયામાં ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે ઈદગાહમાં નમાઝ પઢી રહેલા ૩ લાખ મુસ્લિમો પર તેઓ ત્રાટક્યા. તેમાં મર્યા જોકે ત્રણ જ લોકો. પરંતુ ઢાકા હોય કે ઈરાક, કે પાકિસ્તાન, કે સાઉદી અરેબિયાનું મુસ્લિમોનું પવિત્ર સ્થળ મદીના, ત્રાસવાદીઓ હવે સુન્ની સિવાયના મુસ્લિમોને પૂરજોશમાં નિશાન બનાવી હત્યાઓ કરી રહ્યા છે તે વાત સ્વીકારવી જ પડશે. અને એટલે જ આ સમય છે કે બિન સુન્ની મુસ્લિમોએ એકત્ર આવવું પડશે. તેઓ જો હજુ એ વાત પકડી રાખશે કે ત્રાસવાદનો કોઈ ધર્મ નથી હોતો તો તેમણે પોતાની હત્યા માટે તૈયાર રહેવું પડશે. ત્રાસવાદીઓ પોતાને ઈસ્લામી કહે છે પરંતુ બિન સુન્ની મુસ્લિમોએ ખોંખારીને ત્રાસવાદીઓ સામે જેહાદ માટે આગળ આવીને કહેવું પડશે કે હા ત્રાસવાદીઓનો ધર્મ નથી, પંથ પણ નથી, સંપ્રદાય જરૂર છે અને તે છે- સુન્ની અથવા વહાબી.
અગાઉ કહ્યું તેમ ઈદ પહેલાં અને આસપાસ ઇસ્લામી ત્રાસવાદીઓએ હાહાકાર મચાવી દીધો. આવું થાય ત્યારે એક સાઇકૉલૉજિકલ પ્રેશર બનાવવાની તક હોય છે. ખાસ કરીને મિડિયા પાસે. પણ યાકૂબ મેમણને ફાંસીનો પ્રસંગ હોય કે ઢાકાનો હુમલો હોય કે પછી કાશ્મીરમાં બુરહાન વાણીને ઠાર મારવાની વાત હોય, એ સમયે ભારતીય મિડિયા અને બુદ્ધુજીવીઓને શું શુરાતન સૂજે છે કે તે વાતને આડા પાટે ફંટાવી દે છે. ઢાકાના હુમલા વખતે ફરાઝ હુસૈનનો કિસ્સો એટલો ચગાવાયો કે મૂળ વાત ભૂલાઈ ગઈ. ત્રાસવાદી હુમલાઓની વાત જોરશોરથી એટલા માટે કરવી પડે કારણકે આવા હુમલાઓ સમુદાયની અંદરની મદદ વગર થતા નથી.
ફરાઝ હુસૈને તેની મિત્ર ભારતીય તરુણી તારુષિ જૈન અને અમેરિકન અબિનતા કબીર માટે થઈને પોતાનું બલિદાન આપી દીધું. તેને આયાત આવડતી હોવા છતાં તેણે જવા ના પાડી દીધી. આ વાત સાચી હોય તો ફરાઝને વંદન પરંતુ બાંગ્લાદેશના સમાચારપત્રો ‘ડેઇલી નિરોપેખ્ખા’ અને બીડી ટૂડે (બાંગ્લાદેશ ટૂડે) જુદું જ ચિત્ર રજૂ કરે છે. કેનેડાના મુસ્લિમ લેખક તારીક ફતેહે પણ ટ્વીટ કર્યું છે. સમાચારપત્રો મુજબ, ફરાઝ ત્રાસવાદીનો મિત્ર હોવાની અથવા પોતે ત્રાસવાદી હોવાની શક્યતા નકારી શકાય નહીં. યૂ ટ્યૂબ પર ફરાઝ મશીનગન સાથે બારી પાસે હોવાનો વિડિયો પણ છે. જોકે માત્ર હિન્દુઓને ધિબેડવામાં જ માનતા સેક્યુલર બુદ્ધુજીવીઓ પડશે તો પણ ટંગડી ઊંચી જ રાખશે. આ સમાચારપત્રોના કહેવા મુજબ, ફરાઝના નાનાનું ‘પ્રોથોમ આલો’ સમાચારપત્ર છે. તેમણે તેમના દોહિત્રને હીરો બનાવી દીધો.
અને ચાલો માની લઈએ કે ફરાઝ ખરેખર મિત્રતા માટે થઈને વેદીએ ચડી ગયો. તો પણ…આ બુદ્ધુજીવીઓને પૂછવાનું કે ત્રાસવાદનો કોઈ ધર્મ નથી હોતો તેમ ગાઈ વગાડીને કહો છો તો પછી માનવતાનો કોઈ ધર્મ કેવી રીતે હોઈ શકે? તમારા જેવા અંદર ખાને સામ્યવાદી હિન્દુઓ જ કહેતા હોય છે- ના રે, અમે કંઈ હિન્દુ નથી…હિન્દુ, મુસ્લિમ સર્વ ધર્મ છોડી માનવતાનો ધર્મ અપનાવવો જોઈએ…અમારો ધર્મ તો માનવતાનો ધર્મ છે. તો પછી ફરાઝ મુસ્લિમ કેવી રીતે થઈ ગયો?
હવે મૂળ પ્રશ્ન ત્રાસવાદ પર આવીએ. કેવી રીતે સમાપ્ત થાય આ ત્રાસવાદ? અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહે છે કે ઓબામા આઈએસઆઈએસને છાવરે છે. ટૂંકમાં, અમેરિકા અને સાઉદી અરેબિયા જ્યાં સુધી છાવરશે ત્યાં સુધી આ ત્રાસવાદરૂપી દાનવ એમ સમાપ્ત નહીં થાય. બીજું આ ત્રાસવાદીઓ એક રીતે ભાડૂતી ગુંડા જેવા જ છે. તેમનો ઉપયોગ પોતાના દેશમાં અથવા બીજા દેશમાં અશાંતિ ફેલાવવા થાય છે. (ઢાકામાં આઈએસઆઈએસ નહીં પણ વિરોધી પક્ષોએ જ હુમલો કરાવ્યો હોવાનું મનાય છે.) આથી ત્રાસવાદીઓને મળતા ભંડોળ પર પ્રતિબંધ લાવવો પડે. ત્રીજું, ગુપ્તચર તંત્ર અતિશય સજાગ બનાવી દેવું પડે. અને એમાં કોઈ વૉટબેંકની પરવા કર્યા વગર ત્રાસવાદ પ્રત્યે સૉફ્ટ કૉર્નર ધરાવતા મુસ્લિમો પર નજર રાખવી પડે. તેમને છાવરતી બૌદ્ધિક બદમાશ ટોળીઓને કોઈ રીતે આંતરીને, ખૂણામાં લઈ જઈ, કમ સે કમ, ત્રાસવાદીઓને તેઓ ન છાવરે તે સુનિશ્ચિત કરવું જોઈએ. (શાહરુખ ખાન બાંગ્લાદેશમાં ઈદ પર હુમલા મુદ્દે મૌન રહ્યો છે ત્યાં તેને અસહિષ્ણુતા દેખાતી નથી. આમીર ખાને બધા પંથોને વખોડ્યા છે.) આવા લોકોનો સામાજિક-આર્થિક જે પણ બહિષ્કાર કરવો પડે તે કરવો જોઈએ. તેમની જાહેરમાં ટીકા કરતાં ખચકાવું ન જોઈએ. આમ કરવાથી કોમવાદી ગણાઈ જશું તેવી ભીતિ છોડી દેવી જોઈએ. કાશ્મીરમાં બુરહાન વાણી એન્કાઉન્ટરમાં મરાય તો આ બુદ્ધુજીવીઓ છાજિયા લેવા માંડે છે. કાશ્મીરી પંડિતો કે તારુષિ જૈનની સાથે જે કંઈ થયું તેનો બદલો દેશના અન્ય કોઈ ભાગમાં લેવામાં નથી આવતો પણ કાશ્મીરમાં બુરહાન મરે ત્યારે અમરનાથ યાત્રીઓ પર હુમલો કરાય છે. સેના પર પથ્થરમારો કરાય છે (અને આ પથ્થરમારાને ઈદ પહેલાં છોડી મૂકનારાઓ જમ્મુ-કાશ્મીરની અલગતાવાદી-રાષ્ટ્રવાદી યુતિ સરકાર જ હતી!) એટલે આમાં ચીનનો રસ્તો અપનાવવો પડે. ચીનમાં રમઝાન-નાતાલ બધા પર પ્રતિબંધ છે.
ઝાકિર નાઈકનાં ઉશ્કેરણીજનક ભાષણો, તેમની વટાળ પ્રવૃતિ આજકાલની નહોતી ચાલતી. તેમની પીસ ટીવી ચેનલ આજકાલની ચાલતી નહોતી. યૂ ટ્યૂબ પર તેમની વટાળ પ્રવૃત્તિનાં ઉદાહરણરૂપ અનેક વિડિયો છે. તેમાં એકમાં તો કોઈ બહુરૂપિયાને શંકરાચાર્ય તરીકે રજૂ કરી ઈસ્લામ મહાન છે તેવું કહેવડાવાય છે! પ્રશ્ન એ છે કે ઝાકિર નાઈકની પ્રવૃત્તિ પ્રત્યે કેમ આંખ આડા કાન કરાયા? ચાલો એ જવા દો, પણ હુમલા પછી બાંગ્લાદેશ જેવા ઈસ્લામી રાષ્ટ્રએ જે ત્વરિતતાથી ઝાકિર નાઇકની ટીવી ચેનલ બંધ કરવા પગલાં લીધાં તેની સામે ગૃહ પ્રધાન રાજનાથસિંહ કહે છે, “અમે તેમનાં ભાષણો તપાસીએ છીએ.” શિવસેનાના કહેવા પ્રમાણે, યુપીએ સરકારની તુષ્ટીકરણની નીતિના કારણે તે તમામ તપાસમાંથી છટકી ગયો છે. ઉમર ખાલિદ કે કન્હૈયાકુમાર પણ જેલમાંથી જામીન પર છૂટીને સેનાનું મનોબળ ઘટાડતા ફરી રહ્યા છે. આવા તત્ત્વો તો હાર્દિક પટેલ જેમ અનેક મહિના સુધી જેલમાં રહ્યો તેમ જેલમાં જ હોવા જોઈએ.
ઢાકાના હુમલા થકી ત્રાસવાદી પ્રેમી ગેંગની એ દલીલનો પણ કચ્ચરઘાણ વળી ગયો કે ગરીબાઈના કારણે મુસ્લિમો ત્રાસવાદી બને છે. ગરીબાઈ તો બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ છે. ત્યાં કેમ કોઈ ત્રાસવાદી નથી બનતું? જ્યારે ઢાકાના હુમલાખોર ત્રાસવાદીઓ ધનવાન કુટુંબના હતા. વળી, તેઓ મદરેસાના કારણે નહીં, પણ સોશિયલ મિડિયાના કારણે ત્રાસવાદ તરફ વળ્યા હોવાનું બહાર આવ્યું. બાંગ્લાદેશમાં આ હુમલા પછી સોશિયલ મિડિયા પર પણ તડાપીટ બોલાઈ છે, પણ અહીં જો આવું કરાય તો બુદ્ધુજીવીઓ સરકાર પર તૂટી પડશે કે ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશનનો ભોગ લેવાય છે, અઘોષિત કટોકટી લાદી દેવાઈ છે. મોદી હિટલર જેવા છે. વગેરે વગેરે. પણ આવા બુદ્ધુજીવીઓ કે વૉટબેંકની પરવા કર્યા વગર સરકારે કડક હાથે મુસ્લિમોને ત્રાસવાદીઓ બનાવતા તમામ રસ્તાઓને બ્લોક કરી દેવા પડશે, નહીંતર આજે ઢાકા છે, કાલે દિલ્લી હશે!

વાણીનું સામર્થ્ય …… વિનોબા ભાવે

વાણીનું સામર્થ્ય …… વિનોબા ભાવે

વાણી અને પાણી સમજીને વાપરવાં જોઈએ.એ બન્નેનો બગાડ કરીએ એ ના પાલવે .વાણી એટલે કે વાચામાં અદભુત શક્તિ પડેલી હોય છે.

શ્રી વિપુલભાઈ કલ્યાણીના જાણીતા બ્લોગ "ઓપીનીયન"માં પ્રકાશિત "વાક શક્તિ" પર સ્વ.વિનોબા ભાવે લિખિત એક મનનીય લેખ આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.

આ લેખનો અંતિમ ફકરો આ રહ્યો ...

વાણીનું સામર્થ્ય

"વાણી ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલી એક મોટી દેણ છે. મનુષ્યના ચિંતનનું એ ફલિત છે અને ચિંતનનું સાધન પણ એ જ છે. ચિંતન વગર વાણી નહીં અને વાણી વગર ચિંતન નહીં અને બન્ને વગર મનુષ્ય નહીં."

" લોકો મને છે કે તપથી શરીર ક્ષીણ થાય. પણ તે ખોટી ધારણા છે. શરીર તો ભોગથી ક્ષીણ થાય છે. તપથી તો શરીર પુષ્ટ થાય છે. તપનું ધ્યેય શરીરને પુષ્ટ, મજબૂત કરવાનું છે. શરીરમાં મન અને બુદ્ધિ છે. શરીર, વાણી અને મનને મજબૂત બનાવવા માટે ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રિવિધ તપનો ઉલ્લેખ કર્યો છે. તે ત્રણેય અલગ ક્રિયાઓ છે પણ આ ત્રણેયને સ્થૂળ અર્થમાં મજબૂત બનાવવાની અહીં વાત નથી. ત્રણેયને સામર્થ્યવાન બનાવવાની અહીં વાત છે. શરીરનું સામર્થ્ય તનના આરોગ્ય અને સ્ફુિર્તમાં છે. મનનું સામર્થ્ય તેની નિર્મળતામાં છે. વાણીનું સામર્થ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સત્ય બોલવામાં છે. તપસ્વીની વાણીમાંથી જે પ્રગટે તે સત્ય જ હોય. તેની વાણીમાંથી અસત્ય નીકળે જ નહીં. સત્યનિષ્ઠા એક મહાન શક્તિ છે."- વિનોબા ભાવે

નીચેના ચિત્ર પર ક્લિક કરી "ઓપીનીયન" માં પ્રગટ આ આખો પ્રેરક લેખ વાંચી શકાશે.

Vinoba

વિનોબા ભાવે- જીવન પરિચય

વિકિપીડિયા લીંક 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી